ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે ૮ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : વિશ્વ કવિતા પ્રસિદ્ધિ દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
*NOG SS no.0081*
*પ્રકાર : પદ્ય*
*વિષય : કવિતા*
*શીર્ષક: કવિતા બોલે છે!*
મારાં થકી જીવતાં કવિ
એમનું ખાન પાન ઈમાન હું,
એમનાં જીવ ,પ્રાણ ,શ્વાસ હું
એમની પ્રેરણા ,પ્રેયસી ,પત્ની હું.
મારાં જન્મની ન ઘડી ,નપળ
અવતરું હું દર માસે કે દરવર્ષ
અંતરે જ્યારે ઊર્મિ ઉભરાય
મારું નવલું રૂપ સોહાય.
પ્રકૃતિ , પ્રેમ,પ્યાસ, પ્રાર્થના
વિરહ,જખમ ,ત્યાગ , પિપાસા
જૂજ શબ્દોમાં મારી મીમાંસા
સ્પર્શી જાય એ ઠેઠ રૂદિયામાં.
સોનેટ,હાઇકુ,ભાવગીત ,શૌર્યગીત
લોકગીત,લગ્નગીત, હાલરડાં, ભવાઈ,
સજતી હું છંદ ,લય,પ્રાસ ,અંતરાથી
કદીક વહાલ પામતી શબ્દાલંકારથી.
મને રચી રાચતાં કવિ સ્વપ્નલોકે,
માન મરતબો ,અકરામ કદીક મળે,
જે ન ભરે કંઈ ભૂખ્યાં ઉદર,
તેથી મારો ધણી રહે અકિંચન .
મને ન ગમતાં મારાં આ ઠાલાં માન,
મુજ જેવી કંઈ કેટલીય સર્જાય,
ઋજુ મારી કેટલીય સખી મૂંઝાય,
કવ અમ સૌને દિલથી પોંખાય?
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
*****************************************
NOG SS NO : 40
પ્રકાર : પદ્ય
શબ્દ : કવિતા
શીર્ષક : રચાઈ ગઈ કવિતા
વહ્યાં કરે હૃદયથી અવિરત સરિતા
બસ, એમ જ રચાઈ ગઈ કવિતા!
આમ તો નથી હું ; કવયિત્રી કે લેખિકા,
આ તો ઊતર્યા ભાવ મનનાં ને રચાઈ ગઈ કવિતા!
વિચારોનાં હોજમાં બસ ડૂબી રમતાં રમતાં,
એને કંડાર્યા કલમે; ને બસ રચાઈ ગઈ કવિતા!
ઉદ્ભવે ક્રોધ, દ્વેષ,પ્રેમ, ક્ષમત્વ કે મમતા
વિવિધ ભાવો સાથે ઝઝૂમતા, બસ રચાઈ ગઈ કવિતા!
ભાસે ક્યારેક જો એકલતા;કર્યો ઈશારો કલમે હસતાં,
કલમ સાથે વાતો કરતા, બસ રચાઈ ગઈ કવિતા!
આનંદ અનેરો ઊમટે; કલમ હાથ ધરતાં,
મા શારદાએ અર્પી દક્ષતા, ને બસ રચાઈ ગઈ કવિતા.
✍️ વૈશાલી મહેતા.
******************†**********”*********””
NOG SS NO – 0037
વિષય – કાવ્ય,કવિતા…..!
વિભાગ – પદ્ય.
શીર્ષક – કાગળ કલમ અને કાવ્યનો સંગાથ.
કહે: કલમ કાગળને, કાવ્ય સ્વરૂપે,સંગાથ આપણો સૌથી ન્યારો..
અદ્ભૂત, અતૂટ,અતિગૂઢ..!
સ્નેહની શાહી,લાગણીઓ શબ્દો સ્વરૂપે,
કાગળ ઉપર રંગોળી રેલાવું…!
કાવ્યરંગ અવિરત વહાવું….!
સંગાથ અંતર મનનો આપણો,
વાંચનારની આંખોમાં..!
કાવ્યરસ, સ્નેહ બની છલકે.
મારી સંવેદનાઓ,તારુંમૌન,
અમર પ્રેમ કાવ્ય દીપે,
અસ્તિત્વ મારું અમર દસ્તાવેજ…!
તારા રોમે રોમે, હું વસુ…..!
દર્પણ તું મારું બને તો…..!
શબ્દ સરિતા બની વહેતી રહુ સદા…!
મારી ઊર્મિઓને શબ્દોની, પાંખો આપી,
મધુર કંઠ અર્પુ..!
મારું કાવ્ય,મારી કલ્પનાઓ..!
મારા સ્નેહનું આલિંગણ,
હું રહું ના રહું,મારું સંભારણું….!
કાવ્ય સ્વરૂપે પુસ્તકમાં ગુંજતું રહેશે….!
હેમલતા દિવેચા.
*****************††**********************
*NOG SS No – 0027*
વિષય – પદ્ય (અછાંદસ)
શીર્ષક :- *કવિતા એટલે…*
કવિતા એટલે…
ઝાકળની ભીની સુવાસ,
રવિનો કોમળ ઉજાસ.
કવિતા એટલે…
પ્રિયતમની પ્યારી સી પ્યાસ,
સજનીનો સુનહરો શ્વાસ.
કવિતા એટલે…
ઉછળતાં ઉમંગનો આભાસ,
બંનેનાં ભીતરનો આવાસ.
કવિતા એટલે…
પ્રણયનો હૂંફાળો સહવાસ,
છલકાતાં હૈયાનો અજવાશ.
કવિતા એટલે…
બેય ધડકનનાં લયનો પ્રાસ,
લાગણીનો નિરંતર પ્રવાસ.
કવિતા એટલે…
તારામાં મારો ઉચ્છવાસ,
બે દિલ મળ્યાંનો ઉલ્લાસ.
—- જ્યોતિ આચાર્ય
અમદાવાદ
******************************************
NOG SS No : 0051
વિષય: કવિતા,પદ્ય,કાવ્ય
શીર્ષક: હું છું એક કવયિત્રી
વાત લખું,
ભાત લખું,
મોંઘેરા મહેમાન લખું,
શબ્દોના પ્રકાર લખું… હું છું એક કવયિત્રી..
સાંજ લખું,
સવાર લખું,
સૂર્ય તણું તેજ લખું,
શબ્દોમાં રાગ લખું… હું છું એક કવયિત્રી..
પ્રીત લખું,
મિત લખું,
સંસાર બેલી ગીત લખું,
શબ્દોના ઢાળ લખું … હું છું એક કવયિત્રી..
હું છું કવિતા,
હું છું શીર્ષક,
હું છું લેખ,
શબ્દોના સંગમાં લખું…હું છું એક કવયિત્રી…
ઉર્વશી મહેતા
અમદાવાદ.
*****************************************
NOG SS No -0011*
*સાહિત્ય સરિતા*
*વિષય- કવિતા, કાવ્ય*
*વિભાગ- પદ્ય*
*પ્રકાર:- મૌલિક રચના*
*શીર્ષક:- ભાષા*
દિલ કરે દિલની વાતો જાણે કવિતાની ભાષા,
અઢી અક્ષરનો શબ્દ બને જ્યાં પ્રેમની ભાષા.
એ સૂરજ, ચાંદ ને ગગનનાં એ ચમકે સિતારા,
સમજે દિવસ-રાત રોજ અજવાશની ભાષા.
વહેતી નદી ને છવાયેલાં બરફનાં શિખરોથી,
સજેલી છે ધરા આજ કલરવ ને રંગની ભાષા.
હસે જ્યાં બાળુડાનાં ગાલના ખંજન નિર્દોષપણે,
હસતી કુદરતમાં છે નિઃસ્વાર્થ ને હેતની ભાષા.
માની મમતા ને પિતાનો પ્રેમ જગમાં અણમોલ,
ચોતરફ પ્રેમ,હેત,મમતા બને કવિતાની ભાષા.
©️ -મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર.
************************************†*****
: NOG SS NO : 0031
વિષય:-કવિતા
પ્રકાર-પદ્ય
શીર્ષક:-મેળો
જ્યારે જ્યારે નિદ્રા
માટે મારી આંખ બિડાય,
ત્યારે ત્યારે મને
એક સ્વપ્ન દેખાય.
સ્વપ્નમાં એક મેળો
દેખાય,
એ મેળામાં મંડાયેલી
હાટમાં ,
એક અનોખી હાટ
દેખાય.
જ્યાં આસુંનાં બદલામાં
સુખનો વેપાર થાય.
અને, આ વેપારથી
દુનિયા દુઃખમુક્ત
બની જાય.
ત્યાં, અચાનક મારી
આંખ ખુલી જાય,
અને રોજિંદી ઘટમાળ
શરૂ થાય.
કરું હું રોજ વિનંતી ઈશને,
કે આ દુનિયા સુખથી
છલકાઈ જાય.
જો ઈશ સાંભળે વિનંતી
આટલી તો,
તો મારી કવિતા
સાર્થક થાય.
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
******************************************
NOG SS No :0099
પ્રકાર:પદ્ય
શીર્ષક: કવિતા
શબ્દો મારો દેહ ને કવિતા મારો પ્રાણ
નિરૂપણ મારો દિ’ ને વિષય ઊગતો ભાણ
પંક્તિ મારો શ્વાસ ને પ્રાસ પ્રેમની ખાણ
કલમ મારું ધનુષ ને શબ્દો વેધક બાણ
લતાઓ મારી નાડી ને વનરાજીની લ્હાણ
નદી મારું રક્ત ને અબ્ધિમાં હું રમમાણ
આભ મારો અરીસો ને પૃથ્વી મારું કલ્યાણ
ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’ (વલસાડ)