ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજે ૮ પદ્ય રચનાાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : વિશ્વ કવિતા પ્રસિદ્ધિ દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS NO :- 0010
પ્રકાર :- પદ્ય
વિષય :- કવિતા
શીર્ષક :- કિતાબ
પઠન કરું જે સન્મુખ તમારી, ઉતારું એ કવિતા કાગળમાં,
નામ તમારું લખું જીવનભર,પ્રગાઢ ભીની લાગણીમાં.
મુખ તમારું નિજ કિતાબ, લખું છું આંખોનાં પાનાંમાં,
લોહીની શાહીથી લખું છું, હ્રદયને બનાવી કાગળમાં.
પુકારું હું સમુદ્ર ખોળે, શોધું હું પૃથ્વી,પાતાળમાં,
અસ્તિત્વ ખુદનું એક તણખલું, સમાવો તુજ પ્રકાશમાં.
અપનાવી તુજ ચરણમાં, રાખો હરદમ નિજ સેવામાં,
કહો તો લખી આપું, કર્યાં પાપ જે નિજ અજ્ઞાનતામાં.
અહંકાર મારો ધરી તુજ ચરણમાં, પ્રગટાવી જ્યોત અંતરમાં.
સૂર્ય ચંદ્ર બ્રહ્માંડમાં વસનાર પ્રભુ, પધારો મુજ હ્રદયમાં.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
****************************************
NOG SS No : 0044
વિષય:- કવિતા
વિભાગ:- પદ્ય
શીર્ષક:- હાઈકુ
૧. રચી કવિતા
વિશ્વ કવિતા દિને
થઈ પ્રખ્યાત.
૨. રચી કવિતા
શબ્દોથી શણગારી
કરી અમર.
૩. રચું કવિતા
સુંદર નેણ પર
પ્રેમિકા કાજ.
૪. જોયાં ખંજન
રચ્યું સુંદર કાવ્ય
પ્રેમિકા ખુશ.
૫. વસંત ઋતુ
કવિ ગ્રહે કલમ
રચે કવિતા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૮-૩-૨૦૨૧.
*******************†*******************
NOG SS No :- 0038
વિભાગ :- પદ્ય
શીર્ષક :- કવિતા.
લાગણીનો વહે ધોધ દિલમાં
શબ્દો થકી લહેરાય ઉઠે,
દિલના કાગળમાં લખાય
સુંદર મજાની કવિતા.
સ્વપ્ના જોવું સુંદર મજાનાં
પૂરા થાય તો ખુશી વહે,
તૂટેલા સ્વપ્ન જોડી લખું
સુંદર મજાની કવિતા.
સુખ દુઃખના તોફાન દિલમાં
દુનિયા ક્યારેય ના સમજી શકે,
મળીને શબ્દ એકએક બને
સુંદર મજાની કવિતા.
કુદરત ક્યારેક અચાનક રૂઠે
હૈયું બેચેન થઈ ઉઠે,
આસુંની શાહીથી લખું
સુંદર મજાની કવિતા.
કલ્પનાની દુનિયા દિલમાં વસે
દિલમાં આશ અમર રહે,
હૈયાની વાત હોઠે આવે
બને સુંદર મજાની કવિતા.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
****************************************
NOG SS NO : 0059
વિષય : કવિતા વિભાગ: પદ્ય
શીર્ષક: લાસરકો(લસરકો)
કાગળ ઉપર મારી દઉં જરા કવિતાનાં લસરકા,
આવાં મનમાં થાતાં હોય ગમેત્યારે બોલો અભરખા.
આક્રોશ , કયારેક, પ્રેમ ક્યારેક વખાણું કુદરતને,
ઉપયોગ આવો સૌ કરે વધાવી લે ખુદની ફરસદને,
કાગળ ઉપર મારી દઉં….
આંખોમાં આસુંનું ટીપું બાઝે તે પહેલાં મન વિચારે,
ટાંકીમાં ક્યા સમયે ઠાલવ્યું કોણે નીર અલ્યા બિચારે.
કાગળ ઉપર મારી દઉં…..
રોજ ભજવાતી ભવાઈનાં કિરદાર થવું ફરજિયાત છે,
પણ લાગણીઓને વાચા આપવી જાણે મરજિયાત છે,
કાગળ ઉપર મારી દઉં….
ગરવી
(જ્યોતિ પરમાર કચ્છી વડોદરા)
*************†*************************
[NOG SS No – 0006
વિષય – કવિતા,કાવ્ય
વિભાગ – પદ્ય
ગઝલ – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાવ્ય મારી જિંદગીનું શબ્દથી વંચાય છે,
એ પછી આ શ્વાસની આખી કડી સમજાય છે.
રોજ હું લડ્યા કરું છું એમ મારી જાતથી,
જેમ કોઈ માછલી એ જાળમાં અટવાય છે.
માર્ગ સૌ ટૂંકા પડ્યાને આ સફર લાંબી રહી,
જીવવાની લાલસામાં જિંદગી બંધાય છે.
ધારણાઓ બહુ બધી રાખ્યા કરું તો થાય શું?,
પાંખ મારી કોઈ કારણસર કદી વીંધાય છે.
દર્દની કેડી ઉપર હું દર્દને રાખી શકું,
પણ અધૂરા ભાગ્યની સીમા જ ક્યાં સચવાય છે?.
દિવ્યા એમ.પુરોહિત
“બંસરી”
***************************************
NOG SS No — 0097
વિષય: કવિતા, પદ્ય
શીર્ષક: કવિતા સ્ફુરી
પ્રકાર: પદ્ય
વસંત મહોરી
મોર ટહૂકયા,
કવિતા સફુરી.
આંબે મહોરી મંજરી
માથે ઓઢી ઓઢણી
હાથે મહેંદી મહેંકી,
વગડે લહેરાયો કેસૂડો .
બળતી બપોરે
લીમડે વિસામો
લહેરખી આવી,
ચુંદડી લહેરાય.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ.વડોદરા
*****************************************
NOG સાહિત્ય સરિતા (૧)
NOG NO.S.S.0059
વિષય: વિશ્ર્વ કવિતા દિવસ
પ્રકાર : હાઈકુ
શીર્ષક: કવિતા.
૧) ગુજરાતીતે
બાળ યુવાન વૃધ્ધ
ગમે કવિતા.
૨) તેજ સાહિત્ય
વાર્તા લેખ શાયરી
શોભે કવિતા.
૩ ) પ્રેમ શૌર્યની
હોય વાત અનેરી
દીપે કવિતા.
૪) કોણે લખી છે?
વાત સાચી જેમાં તે
મારી કવિતા.
૫) છંદ શાયરી
વાર્તા લેખ હાઈકુ
દીપે કવિતા.
૬) શાયરી હોય
કે વાર્તા કે લેખન
જામે કવિતા.
૭) સાહિત્ય તેજ
વંચાય ને ગવાય
હોય કવિતા.
©️ જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
૧૮.૩ ૨૧.
====================
NOG SS No : 0096
પ્રકાર : પદ્ય
શીર્ષક : અસ્તિત્વ
રચના:
*અસ્તિત્વ*
અસ્તિત્વ મારું કંઇ એ રીતે ભૂંસાઈ ગ્યું,
જાણે મીઠું, પાણી પડતાં જ ખોવાઈ ગ્યું
તારા પદચિન્હોની રજ મસ્તકે મૂકી સદા,
ઓળખ સ્વયંની રચવાની તે ભૂલાઈ ગ્યું
કાંટાળી કેડીએ ડગલાં મેં માંડ્યાં જરાક,
ને પહેરણ આ જીવનનું આખુંયે કંતાઈ ગ્યું
શબ્દોને સથવારે વાવ્યાં આભાસી શમણાં,
સ્વપ્નો તૂટ્યાં ત્યાં તો મન મારુંયે રુંધાઈ ગ્યું
અણજાણે રસ્તે શોધું છું મારું જ અસ્તિત્વ,
ઘરનાં કોઈ ખૂણે ,સાવ છાને જે મૂકાઈ ગ્યું
– નિષ્ઠા વછરાજાની
– વડોદરા