ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજે ૮ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : વિશ્વ કવિતા દિવસ
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS 092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-કવિતા.
“હૃદયનાં અંતરંગ ભાવોમાંથી થતું સર્જન.
મનની વાટિકામાં વિચારોનાં ભ્રમરનું ગુંજન.
ઊર્મિઓનાં નિતાંત વેગમાંથી ઊભરેલું કલ્પનાઓનું સ્પંદન.
મારાં જ શબ્દોની રચનામાંથી કરાયેલું મારું જ વિસર્જન.
અંતરના ઊંડાણેથી
નીકળેલા અવાજ દ્વારા વાંચકોનું મનોરંજન.
પોતાનાં જ આસુંઓમાં પોતાની કલમ ડૂબાડીને ય કરાતું કુંજન.
મારાંમાં વિરાજમાન ભાવસૃષ્ટિનું વિશ્વને દર્શન.”
અલકા મહેતા
ગાંધીનગર.
૧૫/૦૩/૨૧
*****************************************
NOG SS No : 0019
વિષય…કવિ દિવસ નિમિત્તે રચના
શીર્ષક…
*કવિ*
એ છે સંવેદનાની નજીકનો જીવ,
છે હૃદય એનું લાગણી સભર,
વ્યથા વ્યક્ત કરે એ શબ્દનાં સથવારે!!
બંધ કલમની તાકાતથી દુનિયાની ઉઘાડે આંખો,
એક લીટીની વાતમાં વર્ષોનો સાર બતાવતો!
એને તો છે શબ્દ સાથે જ રાત દિવસનો નાતો,
કલમ, પુસ્તક એની પાંખો!!
કવિત્વ વગરની સૃષ્ટિ નકામી,,
કલ્પનાની દુનિયા વગરનો કવિ નકામો!!
પળમાં કરે એ સર્જન, કરે પળમાં એ વિસર્જન,
આભમાં પૂરે એ રંગો,
લખે શબ્દને રેતીમાં,
કવિ સદાય રહે વિચરતો, એનાં કલ્પિત વિશ્વમાં સ્થાન કોઈને ન આપતો!
શબ્દોથી એ હૈયાને વાચા આપતો,
જડને પણ એ ચેતનમાં લાવી જાણતો!
કલ્પના ત્રિવેદી
સુરેન્દ્રનગર
*****************************************
NOG SS No : 0082
પ્રકાર: પદ્ય
શીર્ષક: કવિતા
સુંદર કલ્પનામાં ભાવની સરિતા એટલે કવિતા,
ઊર્મિઓનાં સિંચન અને મૃદુતા
એટલે રસ વિભોર કવિતા,
આંખોમાં ટપકતા સ્નેહની
રસધારા એટલે કવિતા,
ચંદ્ર જેવા નિર્મળ શબ્દોનો
ખજાનો એટલે કવિતા,
કોયલનો ટહુકો ટહુકી ગરજે
એનું નામ કાવ્ય સરિતા,
ભ્રમરની ગુંજ શહનાઈ બને
એનું નામ કવિતા,
ખળ ખળ વહેતા જળમાં
માછલી દોડે તે કવિતા,
વસંતમાં સૂકા પાંદડા ઝાડ પર
ધ્રૂજે એ સુંદર કવિતા,
દિલનાં ઉમંગને શબ્દોમાં કોરી
દિલરૂબા બને એ કવિતા.
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
******************************************
NOG SS NO – 0026
વિભાગ- પદ્ય
શબ્દ – કવિતા
એક મૌલિક રચના.
શીર્ષક- રહી છું.
કવિતામાં શબ્દો સજાવી રહી છું.
હું રણમાં જો, મૃગજળ સજાવી રહી છું.
કવિતા કહું લાગણીઓ સભર હું,
છતાં તર્કો પાછાં ચલાવી રહી છું.
કવિતાની રુપે મેં જલાવી મશાલો,
અસમંજસની વાટો બુઝાવી રહી છું.
કવિતા એ મારીજ સ્વપ્નોની દુનિયા,
ધરા પર ગગન, ચાંદ લાવી રહી છું.
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
******************************************
NOG SS No :; 0089
પ્રકાર : પદ્ય
શીર્ષક :‘કવિતા સ્વયંમ’
— રેખા શુકલ
અણદેખ્યાં ક્યાંથી કરશું મીઠાં માઠાં નખરાં,
અલકમલકના રંગબેરંગી પંછી માળે સરખાં,
મીઠાંમધ ગાલ રૂપાળાં આ તે કેવા ગળપણ,
હા..હા મસ્તી-ધમપછાડાં તો ય રૂડાં સગપણ,
પાણી પાણી નેહ ભીંજવે ભીના ભીના વળગણ,
છોડ માંગે પરવરીશ, વટવૄક્ષ બને છે બચપણ,
ભાગે પગેરું પકડાપકડી, પાણી પાણી ઘડપણ,
યાદ ઝંખે ચશ્મીશ આંખ્યું ,કરવાનું હવે પર્યુષણ,
પેનપાટી લૈ પતંગિયા ઉડ્યાં સ્કૂલ છોડી બાળપણ,
મ્યુઝિકલ ચેરથી મોહિત ને ખો-ખો લાવે કળતર,
ગભરાઈ ડૂબકીએ ગભરું હાસ્ય, કરે પાણીમાં ચડતર,
ડૂસકાં ડૂમાં હોશ રિસામણાં , તુજ શરણનું જ ધડતર,
ગા,ગા, લ,લ,ગા છૂટે વ્યાકરણ સંખ્યા રમે સંતાકૂકડી,
કુસ્તી કરી પાછળ કબ્બડી , હાંફી રમતી બારખડી,
અ આ ઇ ઈ ઓ ઔ અં અઃ ઉભી આડી અવળી,
શ્લોક પધ્ધતિ ગોખે આંકડા, બ્રહ્માંડ ગુગલે વળી,
સ્વયં અસ્તર સ્વયં નસ્તર ભાગતું સતત બચપણ,
સ્વયં બખ્તર સ્વયં તત્પર, તેથી રહેતું બચપણ.
—-રેખા શુક્લ.અમેરિકા
*****************************************
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:૨૧ માર્ચ, વિશ્વ કવિતા દિવસ*
🥳🥳🥳🥳🥳* *શીર્ષક:વિશ્વ,એક કવિતા*
કવિતા સાહિત્યનો
સૌથી લોકપ્રિય પ્રકાર,
વિશ્વમાં પણ અલગ
અલગ ભાષાએ કવિતાનો એકાકાર…!
નવયુગનાં નૂતન આયામો થકી ચાલતો જમાનો,
વિશ્વ તણી સંસ્કૃતિથી વણાતો જમાનો…!
કવિતા સ્વદેશની સંસ્કૃતિનું કરતી વર્ણન,
કવિતા થકી જ વૈશ્વિકરણનું
નવલું દર્પણ ….!
કવિતાની હોય કોઈ પણ ભાષા,
વિશ્વમાં સર્વને સ્વીકૃત,
સ્વિડન હોય કે હોય નાસા…!
વિશ્વતણી ધરતી
કવિતા થકી
ખુમારી ધરી,
હવે તો ઈન્ટરનેટ ને ઈ -કવિતાએ
ભારે કરી…!
કવિતા વિશ્વતણી ગમે તે ભાષા,ગમે તે દેશે,
એ જ લહેજત,એ જ ઈજ્જતે શોભે…!
કવિતા એ કવિઓનો પ્રાણવાયું,
વિશ્વનાં કવિઓએ ગાયું,
ને એમના થકી કવિતામય વિશ્વ રચાયું…!
વિવિધતામાં સુંદરતા વધારતી વૈશ્વિક કવિતા….!
કવિતા જ વિશ્વની ઉદ્દભવિત લાગણીઓનું ભાષાંતર,
એના થકી દેશાટનનું કમ થઈ જતું અંતર…!
માટે જ *કવિતાનું એક અનોખું વિશ્વ હોય છે* ,
ને ક્યારેક,
*વિશ્વ જ એક કવિતા* હોય છે…!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
આણંદ.
*****************************************
NOG SS No : 0079
શીર્ષક : તું અને હું
પ્રકાર : પદ્ય
પ્રવિણા કડકિઆ
———-
તું મુજમાં છે હું તુજમાં છું!
તું અને હું ભિન્ન નથી
તને મળવાને તને પામવાને
આથી સરળ મંઝિલ નથી ,
તારા વિના હું ગાયબ છું
મારા વિના તું સ્થિર નથી
તુજમાં મુજમાં કોઈ ભેદ નથી !
અસ્તિત્વનું આવરણ નથી
તારી ઉન્નતિ મારી પ્રગતિ
હર કદમ ઉપર મુસ્તાક બની.
તારે સથવારે મારે સહારે
ફૂલવાડી જીવનની હરીભરી
તું વ્યાપક છે હું સિમિત છું
ચૈતન્ય રૂપે બ્રહ્માંડ મહીં
‘ગીતા’માં કૃષ્ણએ સાક્ષી પૂરી
યુગ યુગથી વેદ આલેખી રહ્યું !
તું શાશ્વત છે હું નાશવંત છું
તારું મારું ઐક્ય અનુપમ છે,
આપણા બન્નેની જુગલ જોડીનું ,
ધરતી પર કોઈ મોલ નથી ,
દેહ બની હું વિચરું છું !
આતમ બની તું ઘર મહીં,
સુખમાં દુખમાં સહભાગિ બની,
ઈશ્વરની ખોજ છે જારી રહી.
પ્રવિણા કડકિઆ.હ્યુસ્ટન.અમેરિકા
*****************************************
NOG SS No -0091
પ્રકાર: પદ્ય
વિષય: કવિતા
સંવાદોને વાચા આપી લખાય છે કવિતા.
શબ્દોની એક હાર બનાવી લખાય કવિતા.
યોગ્ય શબ્દ ને યોગ્ય ભાવથી લખાય કવિતા.
હાસ્ય વ્યંગ ને સૌંદર્યથી કમાલ કરે કવિતા.
પ્રસંગો એવાં હોય ત્યારે ધમાલ કરે કવિતા.
નથી લખાતી આડેધડ મહેનત જોઈએ ખરી.
વિષયને પારખવાની આવડત જોઈએ ઘણી.
લખતાં સંબંધો ન બગડે તે તકેદારી ખરી.
સુખમાં સુખી દુઃખમાં દુઃખી કલમ ચાલે અહીં.
કવિનાં વિચારોની ઝલક કરાવે અહીં.
કુદરતની સુંદરતા ને પ્રેમની પરિભાષા.
માનવીની માનવતા ને મુક પશુની આશા.
દુનિયાની કરુણતા ને સમયની એકલતા.
નીત નવાં પ્રસંગોની બને ગજબ કવિતા.
આંખો બંધ કરીને વિચારોમાં જાય સરી.
પવનનાં સૂસવાટા વેગે કલમ જાય સરી.
કવિની કવિતા બને, લેખકોનાં લેખ.
દુનિયાની હકીકતોથી કરે છે વાકેફ.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”