ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે સાત પદ્ય રચનાઓ આપેલ વિષય ના બીજાાં દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી છે
વિષય . શિક્ષણ,અભ્યાસ,તાલીમ,કેળવણી અને શિવરાત્રી
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NOG SS NO – 0026
વિભાગ – પદ્ય
મૌલિક રચના
વિષય – શિક્ષણ, કેળવણી, તાલીમ, ભણતર અને અભ્યાસ.
શીર્ષક – કેળવણી.
“કેળવણી” એ સૂર્યનો અજવાશ છે.
એ ખુદ સૂર્યનું ઝળહળ થતું આકાશ છે.
કેળવણીનો સૂર્ય કદીયે ન આથમે,
એનું નિજનું શાશ્વતપણું જ ખાસ છે.!
કોઈ છીછરાં મનને જોઉં તો!
એને કશુંયે, ક્યાં સમજવાની પ્યાસ છે?
માનવ સંસ્કારની સુવાસ હોય બધી અલગ – અલગ,
અહીં તો સૌ, સૌની કેળવણીનો રચાયો પ્રાસ છે.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
************************************
NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:શિક્ષણ, કેળવણી,તાલીમ ,ભણતર ,અભ્યાસ*
*શબ્દ:ભણેલાં અભણ*
શું ભણેલાં કે શું અભણ,
જીવતરના ગણેલાં જ
તો જ ચતુર સુજાણ…!
એકને એક બે થાય એ બધાં ગણે,
પણ એક ને એક અગિયાર તો ગણેલાં
જ કરી જાણે…!
જીવતરમાં ભણતર જેટલું જ
જરૂરી છે ગણતર,
કેટલાય ભણેલાંએ નરક કર્યું છે જીવતર…!
ભણતરનાં ફાંકે મગજ ને બુદ્ધિ થઈ છે જડ,
હ્રદય થયાં છે સજ્જડ…!
અભણ ખાલી અક્ષર જ્ઞાને જ હોય છે એ લોકો,
પણ માણસની વ્યથા તરત વાંચી લેતા હોય છે એ લોકો…!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
આણંદ.
************************************
NOG SS NO: 0043
વિભાગ: પદ્ય
શીર્ષક: શિક્ષણ
આજ આવ્યો કોરોના વુહાન ભણી,
દરેક બાળકનું ભવિષ્ય કર્યું ધૂળધાણી.
જતાં હતાં બાળકો હસતાં -રમતાં જ્યાં નિશાળમાં,
આજ એ જ બાળકનું ભવિષ્ય અટવાયું માસ-પ્રમોશનમાં.
કુદરત!તારો તે કેવો કહેર,
“ભૂલકાઓ પાસેથી છીનવ્યું શિક્ષણ કેમ?
દોષ તો હતો અમુક લોભી શિક્ષકોનો,
એમાં અટવાયા આ બાળકો કેમ?
ક્યાં સુધી ભણશે બાળક ઓનલાઈનમાં,
ક્યારેક તો એને જવું પડશે શાળાની લાઈનમાં.
“હે કોરોના”!
ધીમી કર તારી ગતિ,
‘જેથી આ ભૂલકાઓ પકડી શકે તેમની ભણતરની ગતિ.’
મૈત્રી ઉપાધ્યાય (અમદાવાદ)
****************************†***********
NGO SS No : 0015
વિભાગ:- પદ્ય
શબ્દ:- શિક્ષણ
શીર્ષક:- *બાળક ખોવાયો છે*
ટી.વી., ટેકનોલોજી ને કમ્પ્યૂટરની ગેમમાં,
આ અટપટી પશ્ચિમી સંસ્કૃતિનાં વ્હેમમાં,
બાળક ખોવાયો છે.
સ્થૂળતાની પિચકારી ને કૃત્રિમતાના રંગમાં,
મોજ-મસ્તી, શોખ ને ખોટી ફેશનનાં સંગમાં,
બાળક ખોવાયો છે.
ગહનતા, જટિલતા ને આધુનિકતાનાં માચડામાં,
ફકત બેટ, બોલ ને ક્રિકેટનાં ત્રણ લાકડામાં,
બાળક ખોવાયો છે.
શિક્ષણના ગોટાળા ને પુસ્તકનાં મારણમાં,
ક્ષમતાનાં ઘટાડા ને ભણતરનાં ભારણમાં,
બાળક ખોવાયો છે.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
****************************************†
સાહિત્ય સરિતા(1)
NOG SS No-0042
વિભાગ-પદ્ય
પ્રકાર-અછાંદસ
શીર્ષક-ભણતરનો ભાર
ભણતરનો ભાર મારે ભણતરનો ભાર,
કેમ કરી વિતશે રે આ કપરો કાળ..આ કપરો કાળ…
હું નાનું બાળ મારે રમવુંને ભમવું,
લોકો ન સમજે આ વસમું રે વસમું…
ઘરનો ઉંબરો મેં માંડ હજી ઓળંગ્યો,
પૂછે લોકો મને કેરિયરની વાત …મને કેરિયરની વાત..
હિસાબ,કિતાબ તો મેં હમણાં જ શીખ્યા,લોકો કરે મારી સાથે ભ્રષ્ટાચારની વાત..ભ્રષ્ટાચારની વાત….
બાળપણ વિતે મારુ પર્સન્ટેજની લ્હાયમાં, ને યુવાનીમાં કરવી મારે નોકરીની દોડધામ..મારે નોકરીની દોડઘામ…
મારું આ દુઃખડું કોને સમજાવું?
મેં પકડી ભણવાની વાટ.. ભણવાની વાટ.
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર.
*************†****************†*********
NOG SS No : 0044
જીવ એ જ શિવ.
હું મને જ શોધું મંદિરમાં.
ધર્મના પંથો તો કેટકેટલાં!
આંગળીનાં વેઢા પણ ઓછાં પડે.
એક પંથ કહે,” જીવ એજ શિવ.”
” વિભુ” હું મને જ શોધું શિવાલયમાં.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
**************************************
NOG SS No : 0022
વિષય : શિવ
વિભાગ : પદ્ય
પ્રકાર : થાળ
શીર્ષક : ભોળાનાથનો થાળ
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
પુરી તો ગોળ બની; થોડી લંબગોળ બની,
ભાવથી જમજો ભોળાનાથ કે ભાત થોડાં કાચાં રહ્યાં.
દાળમાં રાઇ, હિંગ ને જીરાનો જબરો વઘાર,
ભાવથી જમજો ભોળાનાથ કે ભાત થોડાં કાચાં રહ્યાં.
વટાણા, બટેકા ને રીંગણા ભેગા કરીને બનાવ્યું છે શાક,
ભાવથી જમજો ભોળાનાથ કે ભાત થોડાં કાચાં રહ્યાં.
ડુંગળી, કાકડીને દહીંનું બનાવ્યું છે રાયતું,
ભાવથી જમજો ભોળાનાથ કે ભાત થોડાં કાચાં રહ્યાં.
તાજી વલોવેલી છાશ સાથે લઈ આવ્યો,
ભાવથી જમજો ભોળાનાથ કે ભાત થોડાં કાચાં રહ્યાં.
જ્યોતિન્દ્ર મહેતા