ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજેે
સાત પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : સ્ત્રી . નારી ના નવલાં રૂપ
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariya
NOG SS NO : 0037
વિષય – સ્ત્રી,નારી, મહિલા….
વિભાગ – પદ્ય.
શીર્ષક – હે નારી…!
હે…નારી તું નારાયણી,
તું શક્તિનો સ્ત્રોત….!
ખુદને તું ઓળખજે,
તું જ સમાન ના કોઈ..!
તું કોમળ તું કંચન,
તું જગતકલ્યાણી…!
તું ગંગા,તું ગાયત્રી,
તું ગીતા કુરાન…!
તારા ગુણલા ગાય સદા,
નર ને નારાયણ…!
સૃષ્ટિ ઉપર સર્જન તારું,
છે, સૌ થી અદકેરું…!
તુજમાં,મમતા, તુજમાં ક્ષમતા,
તુજમાં ત્રિભોવન સમાયા..!
અત્ર,તત્ર, સર્વત્ર,
તારી પૂજા,પ્રકાશ,પ્રભાવ…!
હે, નારી તું સદા,સર્વ માટે,
સુકોમળ,સ્નેહ,કરુણાની મૂર્તિ..!
તું જ તારું સ્વાભિમાન,
તું જ તારું રક્ષણ,તું જ તારું સન્માન..!
વંદન તુજને વારંવાર,
જગતની જનેતા…..!
હેમલતા દિવેચા.
****************************************
NOG.સાહિત્ય સરિતા (૧)
NOG SS NO :- 010
વિભાગ:- પદ્ય
વિષય :- નારી શક્તિ
શીર્ષક:- આજની નારી..
અબલા નહીં સબલા જ બનું, જીવનની શાન બનું.
સૂરત ભલે જેવી હોય ,
દરેક પુરુષની પહેચાન બનું.
આજની નારી છું હું.
પક્ષીઓની જેમ ઊડી જવું, સાગરની જેમ તૂફાન બનું.
દુઃખ ભલે સહન કરી લઉં, કયારેય ના કમજોર બનું.
આજની નારી છું હું.
તડકામાં છાંયડો બની,
મમતાની પહેચાન કરનાર બનું,
થાક્યાં વગર મુશ્કેલીઓથી લડી, પુરુષની સંગીની બનું.
આજની નારી છું હું.
દર્પણ છું સમાજનું,
સંસ્કૃતિનાં રક્ષણ માટે ચટ્ટાન બનું.
વિચારું જે લક્ષ્યને ભેદી,
જીવનમાં આગળ વધનાર બનું.
આજની નારી છું હું.
ખુશીઓ ફેલાવી જીવનમાં, જીવનમાં શક્તિનો આધાર બનું.
અત્યાચાર ના કરો અમારાં પર, સમ્માનનો અધિકાર બનું.
આજની નારી છું હું.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા
***********************************
NOG SS No:.19
શબ્દ…સ્ત્રી
પ્રકાર..પદ્ય
શીર્ષક.. લાચારી
વિનવતી રહી એક અબળા,
બંધ મુઠ્ઠી આપીને એક વચન,,
કરો સહાય,, ઓ અંતર્યામી!
શાને બન્યાં આજ નિર્લજ્જ!
હું માતૃ,ભગિની તનયા સમાન,
શાથી કરો મુજ પર અત્યાચાર?
હું પોષતી, હું પાલતી, હું જ સૌની તારણહાર..
કરી નાંખો આંખના વિકારનો નાશ,
થઈ જશે પલમાં માનવતાનો વિનાશ!
હું છું લાચાર, કરું સદાચાર, પણ પડે પ્રહાર ,મારે જ આપવું અગ્નિ પ્રમાણ!
શાથી મુજ સંગ આ વ્યવહાર?
એક ભગિનીનાં તો પૂર્યાં ચીર,
કેમ ન સૂણો મારી ચીસ?
હું પૂજ્ય છું, હું વાત્સલ્ય મૂર્તિ,,
કેમ ન વહાવો આજ કરુણા પૂર્તિ?
શાથી થયાં સૌ દશાનન રુપ,,
આવશે કોઈ રામ, કે કૃષ્ણ,,
બનશે એક ઢાલ,
રાખવા મુજ લાજ!
બંધ મુઠ્ઠીનું રાખો રહસ્ય,,
કરો ના કોઈ અટ્ટહાસ્ય,,
બનીશ હું જ હાથનું હથિયાર,,,
વિનવે એક અબળા આજ!
*કલ્પનાબેન *ત્રિવેદી* *સુરેન્દ્રનગર*
**”””””””””*******†********************
NOG SS NO:004
વિષય: સ્ત્રી મહિલા ..
શીર્ષક સંધર્ષ(મુક્ત પંચિકા)
શક્તિ જ પૂજા
દેવી ગણાય
છતાંય ચીરહરાયા
વહારે પતિ
પાંચ ન આવ્યાં!
ચૌદ વરસ
પતિ સંગાથે
વનવાસ વેઠ્યો તો,
અગ્નિપરીક્ષા!
આપવી પડી!
છાંટ્યો તે મોહે
એસિડ ઈર્ષે
વિકૃત મોઢે જીવી,
જગે પિડિતા
કહી દઝાડી!
એકાંતે મને
વિકૃત જગે
બેઈજ્જત કરીને,
કલંકીની છે
કરી પછાડી!
શાને કાજે છે
આજ તું ઘેલી,
મનાવી મહિલા દિ’,
પોરસાઈ છે,
*સંઘર્ષ* ભૂલી!
જયશ્રી પટેલ
૫/૩/૨૧
***””””””””””””””””””””””””””””””””””””””””””””””
NGO SS No: 0015
વિષય:- સ્ત્રી
પ્રકાર :-પદ્ય
શીર્ષક:- હા, હું સ્ત્રી છું
લોચન લાલ કરી લડનારી હા,
હું સ્ત્રી છું.
હૈયામાં જોશને ભરનારી હા,
હું સ્ત્રી છું.
આગ ભરેલી રાખું ભીતરમાં ભભકેલી,
ઘાટીલા ઘાટને ઘડનારી હા,
હું સ્ત્રી છું.
ચાલ્યાં કરતી કાયમ તલવારની ધાર ઉપર,
મોત મુખે માથું ધરનારી હા,
હું સ્ત્રી છુ.
સંબંધ તણા સમરાંગણ જોડે ખૂબ લડતી,
હથિયારો હૈયે ધરનારી હા,
હું સ્ત્રી છું.
માન ને મર્યાદાથી હંમેશાં મધમધતી,
આ જીવ જગતનાં જણનારી હા,
હું સ્ત્રી છુ.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
******************************************
NOG SS No : 0025
વિષયઃ નારી
પ્રકાર : ચારણી દુહા
(ન્યૂઝ ઑફ ગાંધીનગર ગ્રુપમાં સૌ પ્રથમ વખત ચારણી કાવ્ય પ્રકાર)
ઈશ ઘડ્યા ઘાટ તમે,
જગમાં નર’ને નાર,
સુંદર સર્જન નારીનું,
(એતો) સ્નેહને સર્જનાર.(૧)
અંબા,ભગવતી આઈ,
મા,બે’ન અને વધૂ,
વંશ વધારક વરદંબ,
‘સુજ્ઞ’ સકત ખરી સધુ.(૨)
પ્રસ્તુત દુહાઓમાં નારીનાં ગુણો અને તેની ગરિમા એવમ્ સ્થાનનું વર્ણવામાં આવ્યાં છે.
કવિ’સુજ્ઞ’
ભૂમિત પિઠડિયા (દરજી)
**********************************
NOG SS No : 0048
વિષય – નારી શક્તિ
*શીર્ષક – આજની નારી*
ના હું અબળા છું, ના હું લાચાર છું,
સપનાંની પાંખે ઉડવા હું તૈયાર છું.
ના બાંધો મને રિવાજોની કેદમાં,
હું ખુશ છે લાગણીઓની લહેરમાં.
સહન કરી શકીશ કોઈ પણ વેદના,
જો સમાજમાં હશે સંવેદના.
નથી બનવું મારે ત્યાગની મૂર્તિ,
હું છું ઈશ્વરની અદ્ભુત કૃતિ.
ફક્ત સમજવું મને જરૂરી નથી,
પ્રીત કરવાની કોઈ મજબૂરી નથી.
સંવેદનશીલ નારી છું હું આજની,
સમજું છું વ્યથા પુરુષપ્રધાન સમાજની.
પ્રકૃતિ શાહ ‘પ્રીત’