ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની છ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : મીના માંગ્રોલિયા,રેખા શુક્લ,પ્રવિણા કડકિયા,શ્રદ્ધા ભટ્ટ,વિભૂતિ દેસાઈ,ભાવના (વલસાડી વાદળ)
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(
દ્ય
NOG NO-0032
વિષય – *પ્રેમપત્ર*
*પ્રેમની અભિવ્યક્તિ*
*પ્રેમનો એકરાર*
પ્રકાર:- *ગદ્ય*
શીર્ષક:- *પ્રેમનો એકરાર*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
14 ફેબ્રુઆરી , વેલેન્ટાઈન ડે મારા જીવનનો અનમોલ દિવસ, જીવનમાં આટલો સુખદ વળાંક લાવશે તેની કલ્પના નહોતી કરી…
જયારથી આપણે મળ્યાં, એટલેકે *પ્રેમના એકરાર* નાં અહેસાસથી… ત્યારથી મારાં જીવનની દિશા જાણે બદલાઇ ગઇ . આત્મીય અને અંગત ક્ષણોને માણી ત્યારથી જીવનમાં આશા, ઉમંગ અને ઉત્સાહનાં વિવિધ રંગો જાણે જીવનમાં અવિરત ભરાતાં ગયા….
બાળપણનો પ્રેમ સાક્ષાત રૂપ લઈને મારા તન, મન અને હૃદયમાં સમાઈ ગયો.
જેને વરસોથી મન ઝંખતુ હતું,
એકાંત પળોમાં તેના હાથનો મુલાયમ સ્પર્શ સંવેદનાને ઝણઝણાવી ગયો……..
વરસો સુધી મનમાં છુપાયેલી
છૂપી લાગણીઓને, ઝરણું બનીને પ્રેમનાં વહેણમાં તરવાનું અને વહેવાનું મળ્યું….
જેને કોઇ નામનાં સીમાડામાં બાંધી શકાય તેવો સબંધ આકાર પામ્યો..
દિલથી કહું છું કે તું મારા માટે ઇશ્વર સ્વરૂપ વરદાન છે.
મનમાં સંઘરેલ વાતને છેક આજે મળ્યાં અને હળ્યાં તે દિવસથી ખિલ્યાં પ્રેમનાં અરમાન…..
ક્ષણો વહેતાં વહેતાં તો વરસો વહી ગયાં…….
ફૂલો જે પ્રેમનાં મહેક્યાં હતાં તેનું સ્મરણ રહી ગયું..
આપણે તલ્લીન હતાં એકમેકનાં મેસેજમાં … એ સમયે શું ખબર કોણ કોને શું કહી ગયું ?”
પણ પહેલી મુલાકાત એ કાયમી બની ગઈ….
✒✒✒✒✒✒✒✒✒✒
*મીના માંગરોલીયા મીનુ*✍
*અમદાવાદ*
9/2/2021
*****************************†**********
NOG SS No : 0089
પ્રકાર : ગદ્ય
રેખા શુકલ – અમેરિકા
શીર્ષક : “ પ્રેમ ની અભિવ્યક્તિ “
હું તને પ્રેમ કરું છું.
આ લખવાનું દોરવાનું નાચવાનું કૂદવાનું બંધ કરી ભણો… બધું મૂકી ડોક્ટર
બની પણ કોરોનાનું માસ્ક પહેરી પહેરી સ્કીનરેશ ને પરસેવે રેબઝેબ થઈ
જવાયું છે, પણ કલીગ ને પડતો માર કેવી રીતે જોતા રહું !આ માણસો ક્યારે સમજશે ? દરેકમાં
માત્ર રોષ, ધૄણા, ને ક્રોધ ભારોભાર ભરેલો છે.
જે કોઈ પણ ઇશ્યુ લઈને બહાર નીકળી રહ્યો છે,પણ જ્યારે ચડસા ચડસીમાં ડર,ડીપ્રેશન આવી
જાય જોઈ દુઃખ થાય કે માણસને સુધારવાનો કોરોનાનો પ્રયાસ હજુ ટૂંકો પડ્યો છે કે. બોલીવુડમાં
મીટુ આવ્યું ત્યારથી ભગવાન મનાતા હીરો-હીરોઇન-ડાઇરેક્ટર પ્રોડ્યુસર બધાં ઉઘાડા પડ્યાં છે.
એમના પોલીટિક્સની રમતો પણ
બહાર આવી ગઈ. શુશાંત સિંહ જેવા કલાકાર અભિમન્યુની જેમ સપડાયો ને આખરે આત્મહત્યા કરી બેઠો? નો વે એક વંટોળ પ્રગતિનું ને બીજું ટેકનોલોજીનું મોટુ વમળ અંદર ખેંચતું ને ત્રીજી તરફ મોંધવારીનું બુલડોઝર
ફરી વળે છે ટપ ટપ માણસો મરે છે,
ખચાખચ ભીડમાં કોણ કોને મદદ કરે ? કોઈ કોઈને સાંભળતું જ નથી. પણ બધાને કંઇને કંઇ કહેવું છે માત્ર રાડો ચીસાચીસ ને બૂમોનો જ અવાજ છે. પૄથ્વી ત્રાહીમામ છે, ભાર ઓછો કરવાં તૈયાર છે.
પપ્પા મારે ડોકટર થવું છે કે નહીં તે તો પૂછો.પારણામાંથી
બાળક જાતે ઉતરે ને ખાવાનું માંગે રડે પણ મા ક્યાં છે? નહીં તો હાઇવે પર ૪ વર્ષનું છોકરું
રઝળતું કંઇ રીતે મળે..!
બાળપણ જાય ખોવાઇ, હાઇસ્કૂલ પહેલા તો મા-બાપ જાય ખોવાઈ એટલે કે ડીવોર્સ કે ડેથ.
આમ એકલતામાં જ જીવે બાળક તમે તો નામમાત્રના માબાપ. પાછા
આશા રાખીને બેસો કે મારી ઘડપણ ની લાકડી બનજો મારા બાળ. ત્રાસી
ગયેલ શ્વેતાએ કોરોના દર્દીઓની ખૂબ
સેવા કરી ને આખરે તે પણ દર્દી બની મૃત્યુ ને આધિન થઈ.
છૂટી ગઈ ઘરની ઝંઝટ ને જવાબદારીમાંથી. મૌન બોલ્યું કોઈએ સાંભળ્યું ? હકીકત કહો તો લોકો કહે નેગેટીવીટી, વાહ રે આપની
વ્યવહારિક બુધ્ધિ..!
આ તો તારું મારું સૈહારું સગવડિયો
ધરમ ને ઉપરથી રાખવાનો હાથ કે હું અહીંયા બેઠો છું કે બેઠી જ છું ને !અંતર ઘટ્યું કે વધ્યું છે !ઓઢી ચાદર કબર ભણી બોલી લાગણી ત્રાડ તાણી.
પ્રગતિ કે પ્રાર્થના કામ કરશે.. ?આકાંક્ષી અનંત અંતરિક્ષની યાત્રાએ નીકળી ગયો સર્વે ને પાછળ છોડી ગયો. ધણીવાર લાગે નવા વિચારો નવીનતા ની દોડધામ ને મનની ગડમથલ કે નિર્થકતા ને ખાલીપો….!શું સમય રૂઝવે છે ઉંડા ઘા ? મારાથી થયેલી કોઈ પણ ભૂલને માટે માફી માંગુ છું કેમકે હું
તારી સાથે જ છું. હું તને પ્રેમ કરુ છું .
મને તારી પરવા છે. આ ત્રણ વાત સર્વે માટે છે. અસ્તુ.
— રેખા શુક્લ
—————————————————
NOG SS No : 0089
પ્રકાર : પદ્ય
શીર્ષક : “ પ્રેમ ની અભિવ્યક્તિ “
રેખા શુક્લ- અમેરિકા
તડકો ભીંજવે ઝૂમતો,
બેશરમી વર….સાદ !
નટખટ થઈ ગયો માલદાર !
લાગણીઓને ભીંજવી,
મૂશળધાર વળગતો વરસાદ
રોમ રોમ તરસ્યો ભીંજવી,
ધારદાર સળગતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર …!
કણકણ રીઝ્યું મંદમંદ મહેકાંઇ,
સોડમ પીરસતો વરસાદ
પિયુપિયુ મદહોશ મોરલો,
આંગણ નાચે પજવતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર…!
વાદળ પછવાડે વાદળું,
ઝાલું બુંદન ઝરમરતો વરસાદ
વારું તુજ પર મેહુલિયા,
તરવરાટી ચૂમતો વર…સાદ
નટખટ થઈ ગયો માલદાર…!!
——- રેખા શુક્લ
******************************************
NOG SS No : 0079
પ્રકાર। ગદ્ય
પ્રવિણા કડકિઆ
અમેરિકા
—-
પ્રેમમાં પાગલ
——
પૂછીને થાય તેને પ્રેમ ન કહેવાય . એ તો બસ થઈ જાય . પેલા પર્વતમાંથી નિકળતતું ઝરણું જોયું છે ?
કયાં જશે, માર્ગ કેવો હશે, કેવી પછડાટ ખાશે, વહેશે કે સુકાઈ જાશે , કેવા કેવા અવરોધો પામશે?
પ્રેમમાં પાગલ, પગલી સાગરને મળવા ચાલી . દિશાનું સાનભાન નથી .
પ્રેમ આને કહેવાય. આપણે રહ્યાં સામાન્ય માનવી , કિંતુ પહેલાં પ્રેમની મહેક આજે પણ બદનમાં એક સુખની લહેરખીનો અનુભવ કરાવવા
સક્ષમ છે.
એવો પ્રેમ કર્યો હતો ૫૫ વર્ષ પહેલાં. એ વાતનો ઉલ્લેખ કરતાં મન ભૂતકાળમાં સરી પડ્યું.
એ સવાર પ્રથમ મિલન , હાથોમાં હાથ અને વરલી, મુંબઈનો દરિયા કિનારો . બસ પછી તો રોજની મુલાકાત , ટેકસી નહી ઘોડાગાડીમાં મુંબઈની સહેલગાહ .
જીવનમાં પહેલીવાર પ્રેમનો અનુભવ કર્યો હતો. જેનો રોમાંચ આજે પણ
અનુભવ્યો છે. જીવનમાં ક્યાંથી કયાં આવી પહોંચી કિંતુ પ્રેમનો પમરાટ આજે પણ અકબંધ છે.
ગેરહાજરીમાં પણ હાજરી અનુભવાય તે પ્રેમની પરાકાષ્ઠા છે. સાથીનો સાથ ગુમાવ્યો પણ હાથમાં હાથનો અહેસાસ છે. માળી વિનાના બાગમાં ફુલો અને ફળો સુહાના છે। ફુલોની ફોરમ અને ફળોની મધુરતા માણી રહી છું.
પ્રેમમાં પાગલપનની જગ્યા પરિપક્વતાએ લીધી છે. હરેક શ્વાસ યાદોની બારાતની શરણાઈનાં સૂર
છેડી રહ્યા છે.
પ્રવિણા। કડકિઆ અમેરિકા
******************************************
[ NOG SS NO. 0055
પ્રકાર: ગદ્ય
શિર્ષક : પ્રેમપત્ર
*********************
ટૂંકીવાર્તા
ક્રિશ લગ્ન માટે થનગની રહ્યો હતો, આખુંય ફેમિલી અમેરિકાથી ઇન્ડિયા પહોંચી ગયું હતું, અરે! આ વખતે તો દાદા – દાદી પણ ઇન્ડિયા આવી ગયાં હતાં. ક્રિશે પણ મોકો જોઈ ચોક્કો મારી જ દીધો, જૈફ વયનાં દાદા પાસે પહોંચી ગયો અને પૂછવા લાગ્યો, ” દાદુ, કમોન, તમારી લવ સ્ટોરી કહો ને…તમે કઈ રીતે દાદી સાથે લગ્ન કર્યા?” દાદા પણ પહોંચેલ ખેલાડી હતાં,દાદીનાં રતુંબડાં અને ઓજસ્વી ચહેરા સામે જોઈને બોલ્યાં, ” જો દીકરા.. હું તો નાનપણથી જ મારા પિતા સાથે અમેરિકા ચાલ્યો ગયો હતો, અહીં વર્ષો પછી એક લગ્નમાં આવ્યો અને તારી દાદી ગમી જતાં લગ્ન કરીને જ , તેને લઈને અમેરિકા ઊડી ગયો….”
” Wow…..so romantic , but who was proposed first dadu? ” ક્રિશ અધીરાઈથી પૂછી બેઠો,હવે આ કહાની સાંભળવા આખો પરિવાર ભેગો થઈ ગયો ત્યારે બોખા મોઢે દાદી એ જવાબ આપ્યો , ” મેં જ તારા દાદાને પ્રેમપત્ર લખ્યો હતો, ગુલાબી શાહીથી…”
“than… What happened next..?” સૌની ઉત્સુકતા વધતી જતી હતી.
” અરે ! પછી ? પછી શું?.. મે એ પ્રેમપત્ર સ્વીકારી જનમ જનમ માટે તારી દાદીનો સાથ સ્વીકારી લીધો…” દાદા હસતાં હસતાં બોલ્યા.
” અને મને તો ક્રિશ…તારા પપ્પાનો જન્મ થયો પછી ખબર પડીકે તારા દાદાને તો ગુજરાતી વાંચતાં જ નથી આવડતું, એ તો ફકત ગુલાબી શાહી જોઈ એ પત્ર નક્કી પ્રેમપત્ર છે એવું સમજી ગયાં હતાં…!
” અરે, પણ હું ન સમજ્યો તો કોઈ ખોટમાં નથી ગયો હો…”
દાદા પ્રેમથી દાદી તરફ જોઈને બોલ્યાં.
આખો પરિવાર હાસ્યની છોળો ઊડાડીને સાથે જમવા એકત્રિત થયો…
વાતાવરણમાં વસંત વિજયી સ્મિત ફરકાવી રહ્યો હતો….
શ્રદ્ધા ભટ્ટ
વાપી
12/02/2021
*************************************
પત્રલેખન સ્પર્ધા.
પ્રિયજનને પ્રેમપત્ર.
➖➖➖➖➖➖
શીર્ષક:- પુત્રવધૂને પત્ર.
➖➖➖➖➖➖
પ્રકાર:- પ્રેમપત્ર.
➖➖➖➖➖
વહાલી મિલી.
પત્ર જોઈને નવાઈ લાગીને? મેસેજના જમાનામાં પત્ર! પત્ર લખવાનું પ્રયોજન એટલું જ કે લખાણ કોઇક કારણસર મોબાઈલમાંથી ડીલીટ થઈ શકે પરંતુ પત્રનું લખાણ ક્યારેય ડીલીટ ન થાય.સચવાયેલું રહે એટલે જ પત્ર લખું છું.
આજ સુધી અમારું ઘર હવે આપણું થશે.સાસુ-વહુનાં સંબંધો ખૂબ જ નાજુક હોય.તારા મનમાં મારા વિશે ગડમથલ ચાલતી હશે.કેવો હશે મારો સ્વભાવ! મારા સ્વભાવ અંગે તો જેટલા મોં એટલી વાત.એટલે જ હું પત્ર દ્વારા તારી સાથે સંવાદ સાધવાનો અને આપણાં સંબંધો સરળ રહે એ માટે પ્રયત્ન કરી રહી છું.
તું તારી જે કોઈ પ્રવૃતિ કરતી હોય તે લગ્ન પછી ચાલું રાખજે.એ માટે થોડુંઘણું એડજેસ્ટ કરવાની અમારી તૈયારી છે.તું મુક્તપણે દરેક બાબતની મારી સાથે ચર્ચા કરજે.કોઈ પ્રશ્ર્ન ઉદ્ભવે તો આપણે સાથે મળીને ઉકેલ લાવીશું.આમ જ કરવાનું,આવા જ કપડાં પહેરવાનાં એવાં કોઈ જ બંધન નથી.
બસ, આજે તો આટલું જ.અવારનવાર પત્ર લખતી રહીશ.આશા રાખું,જેવા આવડે એવો તું મને પત્ર લખશે તો મને આનંદ થશે, પછી તો તારી મરજી.
ખાસ લખવાનું,” તારી મા નું સ્થાન તો હું ન લઈ શકું, મા તો મા જ હોય એનું સ્થાન કોઈથી ન જ લેવાય.પરંતુ મારામાં તને ‘મા’ દેખાય એવા મારા પ્રયત્નો રહેશે હંમેશા.ભગવાનને એટલી જ પ્રાર્થના કે મને આમ કરવામાં પ્રભુનો સહયોગ મળે.
દીકરીની વિદાયે સુનું થયેલું આંગણ તારા પગલે મહેકી ઉઠે એની રાહ જોઈ રહી છું.
લિ.
હંમેશા તારું ક્ષેમકુશળ ઈચ્છતી, તારી સાસુનાં આશીર્વાદ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
” સુનિકેત”,દેસરા રોડ,બિલીમોરા.
તા.ગણદેવી, જિલ્લા- નવસારી.
*પત્રનો ઉત્તર*
************************************
NOG SS No : 0044
પ્રકાર:- ગદ્ય
વિષય:- પ્રેમપત્ર
શીર્ષક:- પુત્રવધૂનો સાસુજીને પત્ર.
પ્રેમપત્ર એટલે પ્રેમીએ પ્રેમિકાને કે પ્રેમિકાએ પ્રેમીને લખેલો પત્ર.એટલે જ મારું શીર્ષક વાંચીને આશ્ર્ચર્ય થાય. મારો પત્ર વાંચવાથી આપનાં આશ્ર્ચર્યનું નિરાકરણ થશે.
તા.૧૨-૨-૨૦૨૧.
પૂજ્ય મમ્મીજી,
આપની પુત્રવધૂ મિલીનાં હ્દયપૂર્વકનાં પ્રણામ.
આપનાં પત્ર દ્વારા આપનાં વિચાર જાણી આનંદ થયો.હળવીફૂલ થઈ ગઈ.
આપની વાત ગમી, માનું સ્થાન કોઈથી ન લેવાય.મારી પ્રવૃતિમાં સહકાર આપવાની આપની ભાવનાની હું કદર કરું છું.
મમ્મીજી, મેં ક્યાંક વાંચેલું એક પિતા પોતાના જમાઈને કહે છે,” મારી દીકરીને જ્યારે અંહી આવવું હશે ત્યારે તમારી રજા નહીં લેય.એ સ્વતંત્ર છે, ઊઠવું હશે ત્યારે ઊઠશે.એને જેમ રહેવું હોય એમ રહેવા દેજો.” વગેરે ઘણું બધું.
મમ્મીજી હું કે મારાં માવતર આ વિચારનાં નથી. મમ્મીજી શિસ્ત જેવું તો હોવું જોઈએ ને!
મારી ઈચ્છા થાય ત્યારે પિયર ચાલવાં માંડું તો મારી આપણાં ઘર પ્રત્યેની ફરજનું શું? મારે પિયર કે કોઈ બીજી જગ્યાએ જવું હોય અને એ દિવસે જ આપણે ત્યાં એવાં સંજોગો હોય કે મારે જવાનું માંડવાળ કરવું પડે એ ચાલી જાય એવું હશે તો હું મારું જવાનું માંડવાળ કરીશ.એમાં મને કંઈ મારી સ્વતંત્રતા પર તરાપ નથી લાગતી.હું એટલું સમજું કે નોકરીમાં પણ જાણ કરવી પડે તો આ તો આપણો પરિવાર છે.
અંહી હું મોડી ઉઠું પરંતુ આપણાં ઘરે બધા સાથે ચા પીવા બેસતા હોય તો હું એમ જ કરીશ.
લગ્ન પછી મારી પ્રવૃતિ ચાલુ રાખવાની,હરવા ફરવાની, બધી જ છૂટ આપના તરફથી છે.આપ એવું લખો છો કે,એ માટે થોડું ઘણું એડજેસ્ટ કરવાની આપ સૌની તૈયારી છે.એથી વિશેષ શું? કેટલાં ઉચ્ચ વિચાર આપનાં! આપ આટલી ઉંમરે એડજેસ્ટ કરી શકો તો હું કેમ નહીં?
મમ્મીજી આપ બેફિકર રહેજો.મારા તરફથી આપને ભરપૂર પ્રેમ મળશે.આપે લખ્યું છે એમ મને કોઈપણ મુંઝવણ હશે તો ચોક્કસ આપને જણાવીશ અને હળીમળીને રહીશું.
અંતમાં એટલું જ કહેવાનું,” આપનાં દીકરાને હું ક્યારેય આપની પાસેથી દૂર નહીં કરું.આજ સુધી માત્ર દીકરાને જ પ્રેમ કરતાં હતાં હવે મને પણ કરજો.”
પહેલી જ વખત પત્ર લખ્યો છે છતાં પણ લખવું ગમ્યું.
બસ મમ્મીજી રજા લઉં છું.
લિ.
આપની પુત્રવધૂનાં,
હ્દયપૂર્વકનાં પ્રણામ.
પીનકોડ:- ૩૯૬૩૨૧
મોબાઈલ નંબર:- ૯૪૨૬૩૨૩૪૬૯
*****************************************
NOG SS No.20
પત્ર લેખન
શીર્ષક:????
લેખિકા : ભાવના.’ વલસાડી વાદળ ‘
વ્હાલા કોરોના,
આંચકો લાગ્યો ને તને આ સંબોધનથી? લાગે જ ને! કેટ કેટલાં શ્રાપ તને રોજે રોજ જો મળે છે. મને પણ તારાથી ખૂબ જ ડર લાગે છે. ક્યાંક તું મારા નાકમાં પ્રવેશી મને બીમાર ના કરી દે. તેથી જ તો મેં માસ્ક સાથે ભાઈબંધી કરી દીધી છે.
હાં તને વ્હાલો કહ્યો છે તો એનું કારણ પણ આપી જ દઉં. નહિ તો તું નફરત અને પ્રેમ વચ્ચે ઝૂલતો રહીશ પાછો. તારા લીધે રોજ સવારે શ્વાસ લેવાની પણ ફુરસદ ન રાખનારો મારા પરિવારનો દરેક સભ્ય વહેલી સવારે ઉઠી યોગા કરે છે. તારાથી બચવા જ સ્તો. સાથે બેસી ચા નાસ્તો કરવાથી લઈને રાતના ભોજન પછી પણ અમે નિરાંતે બેસી વાતો કરી લોકડાઉનમાં જ તો.
દાદા દાદીએ ભૂલકાઓને મન ભરીને રમાડ્યાં. પતિ પત્નીએ ‘ ક્વોલિટી ટાઈમ ‘ આપ્યો એકબીજાને. તું શું આવ્યો આ દુનિયામાં લોકો સ્વાસ્થ પ્રત્યે સભાન બન્યા. દેશમાં સ્વચ્છતાનાં શપથ લેવાયા. ઓટલા પરિષદ ઓછી થઈ. ઘણી ફરિયાદો પણ છે મને તારાથી પણ આજે તો તને વ્હાલો કહ્યો છે, તો ફક્ત પોઝિટિવ વાતો . રિપોર્ટમાં તું પોઝિટિવ આવે એનું દુઃખ હવે લોકોને ઓછું થાય એવું કંઇક કર.
લોકો પરિવારનું મહત્વ સમજ્યા, ઘરનાં સાત્વિક ભોજનની ગરિમા સમજાઈ. બચત કરતાં શીખ્યા. થોડામાં ચલાવતા શીખ્યા. મિત્રોનું મહત્વ સમજાયું. અરે! લોકો પોતાની જાતને ઓળખતા થયાં. એમનામાં રહેલું હુનર બહાર આવ્યું. કારણ તું છે હોં.
એક વણમાંગી સલાહ આપી દઉં. અતીની ગતિ નહિ. બહુ રોકાયો અહીં. તું જા હવે. હું પત્ર લખતી રહીશ તને. મારા જીવનનો અનોખો અને અનન્ય નાતો છે તારો.
લિ.
તારી ઋણી
ભાવના. ‘વલસાડી વાદળ’