ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની પાંચ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : અંજના ગાંધી. ઋતુંભરા વિશ્વજીત, વૈભવી જોશી,ઘનશ્યામ વ્યાસ.જીજ્ઞાશા જોશી.
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(સાહિત્ય સરિતા)
(વિડિયો – ૩) ભાગ – ૭
NOG NO-0026
વિષય – પ્રેમ ની અભિવ્યક્તિ.
શીર્ષક – પ્રેમ એટલે….
એક રચના..
પ્રેમ એટલે પહેલાં પ્યારનું પહેલુ ચુંબન.
પ્રેમ એટલે પ્રિયતમ નામથી બોલાવે એનું સતત ગુંજન.
પ્રેમ એટલે જુવાનીમાં પહેલા વરસાદમાં, મોરનો પહેલો ટહુકો.
પ્રેમ એટલે પ્રિયપાત્રની પહેલી નશીલી નજરનો, કુંવારી નજરનો નૈન – મટકો
પ્રેમ એટલે કુંવારી છાતીની પહેલી કુંવારી ધડકન.
પ્રેમ એટલે જુવાનીનું પહેલું પગથિયું,
ને નજર સામેથી સરી જતું બચપણ.
પ્રેમ એટલે કૃષ્ણની વાંસળીમાંથી અવિરત પણે વહેતું રાધાજીનું નામ.
પ્રેમ એટલે મીરાંનાં વિષ ભરેલા પ્યાલાને અમૃત કરી દેવું,એજ કાન્હાજીનું કામ.
પ્રેમ એટલે નરસૈયાને મન શામળિયાનું નામ.
પ્રેમ એટલે અવિરત પણે થતી એક ઝંખના.
પ્રેમ એટલે નિઃસ્વાર્થ ભાવે, પ્રિય પાત્ર માટે સતત ઉઠતી એક પ્રાર્થના.
પ્રેમ એટલે મેળામાં પણ રહીને, પ્રિયજનની સતાવતી મીઠી યાદ.
પ્રેમ એટલે શબ્દોથી નહીં ,
પણ નજરથી થાતી એક મીઠી ફરિયાદ.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
***************************************
*NOG SS No :- 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય: પ્રેમની અભિવ્યક્તિ*
*શીર્ષક:પ્રેમ કરુ છું*
*—————-* પ્રેમની પરિભાષા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ,
અવ્યક્ત મૂક અભિવ્યક્તિની પરિભાષા એ જ પ્રેમ…!
સ્રી અંગેની કવિતાઓમાં પ્રેમની અભિવ્યક્તિમાં, શ્રુંગારરસ શોધાય, એના અંગો ,ઉપાંગોને શરીરનાં ઉભાર વિષેની પંક્તિ લખાય…,
પરંતુ એની હોશિયારી સમર્પણ અને કુંટુંબ કૌશલ્યને હાંશિયામાં ધકેલાય….અને
એટલે જ હું સમગ્ર સ્ત્રી જાતની સમજદારી ને
*પ્રેમ કરું છું* ….!
સવારથી સાંજ,બળબળતી બપોર કે હૉંડ થિજાવતી ટાઢ, એમા રોપેલી મહેનત ઉગી નીકળશે કે બરબાદ જશે?
એ ખબર ન હોવાં છતાં સમગ્ર માનવજાતને માટે અન્ન ઉગાડનાર એ અન્નદાતા, ખેડુતને હું
*પ્રેમ કરું છું*…!
જ્યાં ત્યાં થુંકવું, ગમે ત્યાં કચરો કરવો, ભ્રષ્ટાચાર,જાતિવાદ, અનૈતિક આંદોલનો અને દેશ વિરોધી તાકતોનો વિરોધ કરું છું. કારણકે ,હું મારા દેશને ,
*પ્રેમ કરું છું*…!
દેશ માટે સેવા આપનાર સૈનિક કે જેને ખબર નથી કે યુધ્ધ પછી એની લાશ આખી હશે કે ટુકડાંમાં,
દેશપ્રેમ ખાતર ફના થનાર દરેક જવાનને *પ્રેમ કરું છું*…!!!
અહો રૂપમ !
અહો ધ્વનિ !
સમુદ્ર, નદીઓ,ઝરણાં, પર્વતો,ધરતી,આકાશ,સુર્ય,ચંદ્ર,તારા ,
નક્ષત્રો, પંખીનાં કલરવ,મેઘધનુષ બીજું ઘણું બધું,
અવર્ણનીય,અપ્રતિમઅદ્ભુત….!કુદરતનાં આ અફાટ સૌંદર્યને ,
*પ્રેમ કરું છું*
મારા બાળકો માટે મારો પ્રેમ થોરના ફિંડલા જેવો,
દેખાય કાંટાંળો, પરંતુ નિવડે ગુણકારી,
એથી જ દેવના દીધેલ મારા બાળકોને ,
*પ્રેમ કરું છું* …!
ટોમ ને જેરી જેવી જોડી અમારી,
એકબીજાને ચીડવતાં,ઝઘડતાં,રિસાતા ને મનાવતા,
તોય એકબીજા વગર લગીરેય ન રહી શકતા,
એવા મારા સખા સરીખા, પતિને
*પ્રેમ કરું છું*…!!!
સર્વવ્યાપી,સર્વશક્તિમાન,નિરાકાર, પરબ્રંહ્મ કે જેમણે દરેક સજીવને પોતાની આગવી શક્તિ સાથે આ પૃથ્વી પર જન્મ પ્રદાન કર્યો એવા પરમકૃપાળુ પરમાત્માને ,
*પ્રેમ કરું છું*…!!!
અને છેલ્લે,
મારા માહ્યલામાં રહેલ આતમ,જે મને સારા નરસાનો ભેદ બતાડતો,
મારો મદદગાર,મારો આત્મવિશ્વાસ વધારતો,મારા હોવાપણાનો અહેસાસ કરાવતો,મારા અસ્તિત્વનો હુંકાર
એવી,
મારી જાતને – મને ,
*પ્રેમ કરું છું*…!!!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
આણંદ.
******************************
NOG SS No : 00 86
શબ્દ : પ્રેમ પત્ર
પ્રકાર : પદ્ય
શીર્ષક
વણ વંચાયેલા પ્રેમ પત્રો
દુઃખમાં પણ હું ખુશ
હતો કોણ માનશે ?
એક નાની ચબરખીમાં
લખતોતો પ્રેમપત્રો
કોણ માનશે ?
પ્રેમ પત્રો લખ્યાં
તો કર્યા
પણ વાંચનાર કોઈ
નહોતું કોણ માનશે ?
પ્રેમ પત્રોમાં પ્રેમના
વસંત કાવ્યો હું પણ
લાવ્યો તો પણ એ
પ્રેમ પત્રોમાં જ પાનખરની
પીડા હતી કોણ માનશે ?
પ્રતિ વર્ષ નવા પત્રો થી
સજવતોતો આ ઘર પણ
જૂના જ પત્રોમાં દેખાતો
તો પ્રેમ હવે કોણ માનશે ?
કેવા જતનથી સાચવેલા
પ્રેમ પત્રો પણ જવાના,
ઝાંખા પડી ગયેલા અક્ષરોમાં
રહેલી વેદનાને કોણ વાંચવાના ?
ઘનશ્યામ
મુંબઈ કાંદિવલી
***************************************
NOG SS NO-0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: પ્રેમની અભિવ્યક્તિ
થાક ન લાગે ક્યારેય પ્રશંસા કરું તારી.
ધરતી પરની અપ્સરા રચના એવી તારી.
ભગવાને પણ હાથ ખંખેર્યા છબી બનાવી તારી.
કવિઓએ કલમ મૂકી કવિતા બનાવી તારી.
સાગરથી પણ વધુ ઊંડી બનાવી આંખો તારી.
દુનિયાભરની ખુશીથી તરબોળ આંખો તારી.
કેવી વ્હાલી લાગે લાલી ગાલોની આ તારી.
નસીબવંતા ભાલ ઉપર શોભે બિંદી તારી.
મુલાયમ તારા હાથોમાં મહેંદી શોભે સારી..
લાંબા સરખાં વાળમાં વેણી શોભે સારી.
પરી જેવી મનમોહક સુંદર કાયા તારી.
રૂપ આવું દેખીને જાઉં તુજ પર વારી.
જન્મ મરણનાં કોલ આપું જોઇએ પ્રીત તારી.
કરશું પ્રેમ એકબીજાને હર વખત હર ઘડી.
લેલા મજનુ કરતાં પણ અદભૂત આપણી જોડી.
દુનિયા આખી યાદ કરશે આપણી પ્રીત પુરાણી.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
******************************†*******
NOG SS No : 0086
વિભાગ : પદ્ય
શિર્ષક : કૃષ્ણપ્રેમી
મારાં અંતરમનમાં એનાં કેટકેટલાં રૂપ હું નિહાળું.
મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશને મળાવું.
મેં કહ્યું, ‘કાનો, કૃષ્ણ કે દ્વારકાધીશ બધુંય એકનું એક,’
મન કહે ,’કાયાં ભલે એક પણ એની માયાનાં રૂપ અનેક.’
મેં કહ્યું, ‘નામમાં વળી અંતર કેવું? શાને આ ભેદ છાનો?’
મન કહે,’જેણે ચીર પૂર્યાં એ કૃષ્ણ ને વસ્ત્રો ચોર્યાં એ કાનો.’
મન કહે,’બોલ તને કાના ને મળાવું?
મેં કહ્યું, ‘કાનો એટલે રાસલીલા ગોપીઓની!’
વૃંદાવનમાં વગોવાતી એ માખણચોરીની,
ને સાનભાન ભૂલેલી એ કાના ઘેલી રાધાની,
મને ના ગોઠી વાત વાંસળીનાં સૂર રેલાવતા કાનાની..!
મન કહે,’બોલ તને કૃષ્ણને મળાવું?’
મેં કહ્યું,’કૃષ્ણ તો ભરથાર રુક્મણિનો,
એની આઠ-આઠ પટરાણીઓનો’
ને વધુમાં સોળહજાર એકસો રાણીઓનો ,
તારણહાર બધાયનો પણ મને ન ગોઠે સંગાથ કૃષ્ણનો..!
મન કહે,’ચાલ તને દ્વારકાધીશને મળાવું?’
મેં કહ્યું,’દ્વારકાધીશ તો જગતનો નાથ
શોભાવે રથયાત્રા બની જગન્નાથ,
એની પ્રજા પર એના ચાર-ચાર હાથ,
મને ન ગોઠે એ મુકુટધારી દ્વારકાધીશનો સાથ..!!
મનડું પૂછે, ‘કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ, તારે કરવી કોની હારે પ્રીત?’
મેં કહ્યું, ‘રાધા, રુક્મણિ કે મીરાં હતી ક્યાં કોઈની પણ હાર કે જીત!’
જેણે એને જે પણ રૂપે ચાહ્યો એણે એને એ જ સ્વરૂપે પામ્યો.
રાધાનો કાન, રુક્મણિનો નાથ ને મીરાંનો મોહન ઓળખાયો.
મારું મન તો સદાય ઝંખે છે એનો સાથ માત્ર એક જ રૂપે,
હું માત્ર એની સખી ને પામ્યો મેં એને મારા સખા સ્વરૂપે.
ઓ રે મનડાં ! “ઝીલ” ને ક્યાંથી ગોઠે તારો કાનો, કૃષ્ણ કે દ્વારકાધીશ,
હું તો મોરપીંછ સમાન, વાંસળીનાં સૂરમાં ક્યાંક આમ જ વહી જઈશ..!
– વૈભવી જોષી ‘ઝીલ’