ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની પાંચ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : ડો.મનિષા વ્યાસ. પ્રકૃતિ શાહ ” પ્રીત “. મેઘલ ઉપાધ્યાય ” મેઘૂ “.સંજય તરબદા ” સાંજ “,દિવ્યા પુરોહિત ” બંસરી ”
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(સાહિત્ય સરિતા)
(વિડિયો – ૩) ભાગ – ૭
ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*-માતાપિતા અને સંતાન
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- માબાપની સ્નેહસરિતા
******************************
‘બેઠી ખાટે ફરી વળી બધે મેડીયો ઓરડામાં’ “જૂનું પિયરઘર” કવિ બળવંતરાય ઠાકોરની આ પંક્તિઓ સ્ત્રી હ્રદયને વાચા આપે છે. સ્ત્રી માટે પિયરની વાટ અને વાત શું નથી હોતી? એમાંય ખાસ તો મા-બાપની મીઠી છાંય. મા કહેતા મોં ભરાય. મારા વ્યક્તિત્વને ઘડવામાં કદાચ મા-બાપથી પણ વિશેષ કંઈ ખૂટતું હશે તો ઈશ્વરે મને મોટીબા અને મામાના સ્નેહનો લાહવો આપ્યો. પાંચ વર્ષની થઈ ત્યાં સુધી સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી મારી સાર સંભાળ મોટીબા કરતાં. મારી મા નોકરી કરે…. સાવ સવા મહિનાની મને ઘોડિયામાં સુવાડીને જતી અને મોટીબા મને સુંદર તૈયાર કરી તેડીને માના દૂધથી મારું પેટ ઠારવા શાળાએ લઈ જતાં..ત્યારે મારી ટમટમતી આંખોને તેઓ કોઈ એક સુંદર પરી જેવાં જ લાગતાં હશે ને!..
ત્યાર પછી હું મારા માતા-પિતા સાથે ધોરણ દસ સુધી રહીને ભણી… કિશોર અવસ્થાની કૂણી લાગણીઓ ત્યાં ગાળી… સમયે મોડ લીધો ને મારે મામાના ઘરે રહેવાનું થયું.. તેઓ ખૂબ મોટા ડોક્ટર.. પણ વિધુર થયેલા.. ઘર ખૂબ સૂખીને.. ઘણાં નોકરચાકર પણ તેમના બે દીકરા વિદેશ અને દીકરીઓ સાસરવાસી. નાની પણ ઉંમરમાં ખૂબ મોટાં. અમે બે ભાણીઓ સાથે રહેવાથી તેમનો સમય પસાર થાય તે હેતુ. “મામા” કહેતા બે માનો સંગમ થાય અને મારા વ્યક્તિત્વ ઉછેરમાં તે યથાર્થ પણ રહ્યો. માતા-પિતાના એક સાથે પ્રેમ ધોધના સમન્વયની સરિતા એટલે મામા…. જીવનના ઝીણામાં ઝીણા મેનેજમેન્ટનાં પાઠ શીખવવાથી છેક લગ્ન સુધીની જવાબદારી તેઓએ સુપેરે નિભાવી.
પતિને સારી નોકરી સાથે બન્ને બાળકો મોટાં થઈ રહ્યાં હતાં.. મનમાં ભણવાનું બાકી રહ્યાંનો રંજ થતો ત્યારે એમ.એ સાસુ-સસરા પાસે રહીને કર્યું. તેમણે મને વહુમાંથી મુક્તિ આપી માત્ર વિદ્યાર્થીની તરીકે ઉત્સાહિત કરી. વાહ.. બદામનું દૂધ સાથે કેટકેટલાં લાડ લડાવ્યાં. હજુ ભણવાનો આત્મ-સંતોષી ઓડકાર નહોતો આવ્યો.. મારાં માબાપે આગળ આવી જવાબદારી સ્વીકારી સહકાર આપ્યો બાળકોને પાંખમાં લીધાં ને મને પોરસ ચઢાવ્યું અને મારી રોકાયેલી ગાડી ફરી પાછી સડસડાટ શિક્ષણપથ પર આગળ ઊપડી. બીએડ્, એમ.એડ્, એમ.ફિલ., અને છેલ્લે પીએચ.ડી. અને મિત્રો માબાપના આશિષ અને સહકારથી આપની સામે બેઠેલી આ ગૃહિણીનું સ્વપ્ન પૂર્ણ થયું. સ્નેહની સરિતા કે સરવાળો શું નથી કરી શકતો!
– *ડો. મનીષા વ્યાસ*✍️
******************************************
NOG SS No. 0048
વિભાગ – ગદ્ય (પત્રલેખન)
વિષય – જન્મદાતા (પપ્પા)
તા. ૮.૨.૨૦૨૧
પ્રતિ
અશ્વિનભાઈ સી. શાહ (સાહેબ)
ભગવાન નગર,
સ્વૅગલોક
વહાલા પપ્પા,
તમે જ્યાં હશો ત્યાં ખુશ હશો અને બીજા લોકોને પણ ખુશ રાખતા હશો.
આપની વસમી વિદાયને અઢી વર્ષ થયાં,પણ મન માનવા તૈયાર નથી. એકદમ હરતો-ફરતો, સાજો-નરવો માનવ, જિંદગીની દરેક તકલીફો સામે ઝઝૂમીને અડીખમ રહેનાર, ટૂંકી માંદગીમાં (એ પણ બે જ દિવસની) અચાનક દુનિયાને અલવિદા કહે, એ તો કેવી રીતે મનાય! તમે અચાનક જે રીતે અમારી વચ્ચેથી ગયા, એને સ્વીકારવું કઠિન છે. તમને કેટલું બધું કહેવાનું બાકી રહી ગયું. તમારી જોડે ઝગડવું, રાત્રે તમારા હાથે અપાતો દૂધનો ગ્લાસ, ટીવી પર આવતા રીયાલીટી શૉની ટેલેન્ટ વિશેની વાતો, એ બધું ફરી કરવું છે.
તમને જાણે તમારાં મૃત્યુનો અણસાર આવી ગયો હોય, એમ છેલ્લાં મહિનામાં તમે લગભગ સૌ સગાં-સંબંધીઓનમળી લીધું અને કોઈની પણ જોડે થયેલ ખટરાગ માટે ક્ષમા યાચી, તમારા મૃત્યુને નિર્મળ બનાવી દીધું. તમઃરા અવસાન પછી, જે પણ મળવાં આવે તેઓ એમ જ કહે, અમને હમણાં તો મળ્યાં હતાં.
તમારા દ્વારા વારસામાં આવેલા વાંચનનાં શોખને કારણે, હું કવિતાઓ અને વાર્તાઓ લખું છું, અને ફક્ત હું જ નહીં, તમારી વહાલી દોહિત્રી પ્રિયાંશી પણ લખે છે (એ પણ તમારા દ્વારા શીખવવામાં આવેલ ગુજરાતીમાં).
રંગમંચ પ્રત્યેનો તમારો પ્રેમ તમારી
દોહિત્રીની રગરગમાં વહે છે અને અભિનયક્ષેત્રે પોતાનો રંગ નિખારી રહી છે. મને હજુ પણ યાદ છે કે, તમારી ચિરવિદાયનાં ત્રણ દિવસ પહેલાં જન્માષ્ટમી નિમિત્તે ટેલિવિઝન પર આવેલ નાટકમાં પ્રિયાંશીને બાળકૃષ્ણનું પાત્ર ભજવતાં જોઈ તમે ગદગદ થઈ ગયાં અને એનાં પર ગર્વ અનુભવેલ. હમણાં તો મેં પણ એક નાટકમાં અભિનય કર્યો. આજે લેખનક્ષેત્રે કે અભિનયક્ષેત્રે હું જે પણ કરી રહી છું, એ તમને આભારી છે.
તમારે અને ૬ નંબરને કંઈક જોડાણ હશે, જન્મતારીખ ૨૪ અને મૃત્યુની તારીખ ૬, એ સંયોગ જ ને!
હજુ પણ ઘરનો દરવાજો ખખડે ત્યારે એવું થાય છે કે, તમે બહારથી આવી ગયા અને હમણાં પૂછશો કે, ઘરમાં કોઇ છે? એકવાર તમારો અવાજ સાંભળવો છે, મારાથી તમને જાણતાં અજાણતાં પહોંચેલ દુઃખ માટે માફી માંગવી છે. તમને એકવાર કહેવું છે, *આઇ લવ યુ પપ્પા*
લિ.
તમારી વહાલી દીકરી
પ્રકૃતિ
~પ્રકૃતિ શાહ “પ્રીત”
********†******************************
NOG SS નો – 0031
વિભાગ:-ગદ્ય
પ્રકાર:-ટૂંકી વાર્તા
શીર્ષક :- જીદ
અવની પશ્ચાતાપના આંસુ સારી રહી હતી ,કે કાશ મેં મમ્મી-પપ્પાની વાત માની હોત !કેટલું સમજાવી
હતી એમણે કે, ” બેટા તું આવી જીદ ના કર તું આટલું ભણેલગણેલ છો ,તારું કેરિયર કોઇ સારી જોબમાં બનાવ. ભલે તું દેખાવમાં બહુ સુંદર છો તે ઇન્ટર કોલેજ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવેલ છે.
પરંતુ મુંબઈ જઈ હિરોઈન બનવાની જીદ છોડી દે.ત્યાં નાનકડો રોલ મેળવવા પણ ઘણું ગુમાવવું પડે છે આપણે એ બધું વાંચતા સાંભળતા નથી?” તો પણ
અવનીએ એમની એક વાત માની નહીં. અને કહ્યું કે,”જો મને તમે મુંબઈ નહીં જવા દ્યો તો હું આત્મહત્યા કરી લઇશ.”આખરે અવનીનાં મમ્મી પપ્પા અવની તેમનું એક માત્ર સંતાન હોવાથી તેની જીદ અને ધમકી સામે ઝૂકી ગયાં.
અવની છેલ્લા છ મહિનાથી મુંબઈ ફિલ્મોમાં રોલ મેળવવા માટે બધાં ફિલ્મ સ્ટુડીયોના ધક્કા ખાઈ રહી હતી.આખરે આટલાં ધક્કા અને કેટલાય સ્ક્રીન ટેસ્ટ પછી એક ફિલ્મમાં હિરોઈન સાથે એકસ્ટ્રાનો નાનકડો રોલ મળ્યો.
એ દિવસ તે ખુશી ખુશી ફિલ્મનાં શુટિંગ માટે ગઇ.એ જેવી મેક અપ રૂમમાં ગઇ, ત્યાં જ ફિલ્મોના પ્રોડયુસર કોઇ પણ બહાને ત્યાં આવ્યાં અને એની એકલતાનો લાભ લઇ કહ્યું કે,” મેં તને કંઇ આપ્યું તો તેની કિંમત તો હું વસૂલ કરું જ નેં”.
હવે અવનીને મમ્મી પપ્પાનું કહ્યું ન માની તેમની સામે જીદ કરી બહું ખોટું કર્યાનો અહેસાસ થઇ રહ્યો હતો.અને એમની લાગણી સમજાઇ રહી હતી, કે માત-પિતા જે પણ કંઈ કહેતા હોય તે સંતાનોનું હિત સમજીને જ કહેતા હોય છે.
મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
*************************************
NOG SS No :- 0052
ન્યુઝ ઓફ ગાંધીનગર
વિષય : મા-બાપ
શીર્ષક : “હું”
પ્રકાર : ગદ્ય (લેખ)
હું અને મારો પરિવાર, આ હુંમાં સમસ્ત પરિવાર આવી ગયો, પરિવાર એકલો તો ન જ હોઈ શકે ?
આ મારાં અસ્તિત્વનો પાયો ,ઘડતર, ચણતર,ભણતર કે ગણતર કહો,આ બધાંને સાથે જોડી એક જ શબ્દમાં જો વર્ણન કરવું હોય તો ‘મા-બાપ’ એમ કહીં શકું.
આ હું એટલે હું આવ્યો કયાંથી ?
પૃથ્વી પર અવતરણ કરવાનો જેને મોકો આપ્યો ,આ સુંદર સૃષ્ટિને જોવાનો , તેમાં મહાલવાનો અવસર મળ્યો હોય તો તેનો સંપૂર્ણ શ્રેય મારાં મા-બાપને જાય છે.
પરિવાર એટલે તેમાં મા-બાપ પ્રથમ આવે,ત્યાર પછી હુંનો નંબર આવે.સુખી પરિવારની વ્યાખ્યા જ એટલે મા-બાપ, તેમની છત્રછાયા નીચે પરિવાર ફુલેફાલે છે.સંકટ સમયે હૂંફ તકલીફ સમયે ટેકો,આર્થિક સ્થિતિ સારી હોય કે ખરાબ ,કપરાં સમયમાં બનતી બધી મદદ કરી જાણે, પોતે ભૂખ્યા રહી ‘બસ હવે મારું પતી ગયું,’ “આજે ભૂખ જેવું નથી,થોડી તબિયત ઠીક નથી લાગતી,બેટા મારે અત્યારે જરુર નથી જણાતી, તારે જે લાવવું હોય ,મૂકવું હોય તે મૂકી શકે છે,રૂપિયા ખૂટે કરે તો મને ચોક્કસ જણાવજે મારી પાસે થોડી જમાપૂંજી છે,તેમાથી વ્યવસ્થા કરી આપીશ.”
“તે તમારી આખી જિંદગીની જમાપૂંજી છે, તે તો…”
“અરે ! મારે આ બધું ક્યા ઉપર લઈ જવાનું છે ,આ બધું તમારું જ તો છે.જરૂર હશે તો તમે તો છો જ ને.”
“બેટા ,તમે વહુ ઓફીસે આરામથી જાવ ,હું છોકરાંઓને શાળાએ મૂકતો આવીશ, તારાં બા ઘરનું કામ સંભાળી લેશે.”
કદાચ વહુ ત્રાસ આપે તો તે હસતાં મુખે સહન કરી ,પોતાનાં પુત્ર સામે કોઈ ફરિયાદ, દલીલ ન કરતાં વહુ-દીકરા વચ્ચેનો સંબંધ સચવાય રહે તેની ચિંતા કરતાં પોતે થોડું વધુ સાંભળી લે,સમાજમાં રુઆબ કેવો કરી બતાવે અમારી વહુ અમારો દીકરો તો…અમારી ખૂબ જ કાળજી લે ,અમારાં તો ભાગ્ય એટલાં સારા કે અમને આવાં સંતાનો મળ્યાં.
ખરેખર ત્યાગ, બલિદાન,નિઃસ્વાર્થ પ્રેમ જો આપી શકે તો તે મા-બાપ જ આપી શકે ,ધરતી પરનાં સાચાં ભગવાન જો જોવા હોય તો મા-બાપમાં તે જોયાં છે.એ આખી જિંદગી મારી પાછળ ખર્ચી નાખતાં સહેજપણ ખચકાયા નથી અને હું……
સંજય તરબદા “સાંજ”
વડોદરા
*********************************
*સાહિત્ય સરિતા ગ્રૂપ*
*NOG SS No : 006*
*શિર્ષક : જનેતા*
*વિષય :પિતા,માતા,સંતાન*
*લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા*
નથી તાકાત જે જગમા એ માની ગોદમાં મળશે,
દયા,કરુણા ઘણેરો સ્નેહ માની આંખડી રળશે .
અનેકે દર્દ વેઠીને સતત સંભાળ રાખે છે,
ન બીજું કોઇ માની તોલમાં વ્યવહાર એ કરશે.
હશે એ સાડલાની ભાતમાં કંઇ કેટલી પીડા,
છતા સંતાનને કાજે વ્યથાને પાર એ કરશે.
કદી સીતા, કદી કુંતા, કદી મા પાર્વતી રૂપે,
ધરીને રૂપ જગદંબા તણું સાતત્યને ઘડશે.
અહી તરછોડશે દુનિયા છતા એ ના કદી છોડે,
સમર્પણ જીવનું આપી એ રક્ષા બાળની કરશે.
ભલેને ભૂખની પીડા ઉદર એનું સહ્યા કરતું,
છતા એ કોળિયો સંતાનના મુખમાં સદા ધરશે.
જનેતા ના જખમ કેવા વળી એ કોઇ દેખેના,
ભલે સંતાન તરછોડે છતા પણ એ જતન કરશે.
*દિવ્યા એમ.પુરોહિત*
*”બંસરી”*
**†******†***************************
NOG SS No :- 0044
પ્રકાર:- ગદ્ય
વિષય:- વસંતોત્સવ.
વસંતનો વૈભવ.
જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તેનું હવે થોડા જ દિવસોમાં આગમન થવાનું છે, બોલો એ શું? એ છે સૌની માનીતી અને પ્રિય ઋતુ વસંતઋતુ.તો ચાલો, સાથે મળી સૌ એને વધાવીએ.
વસંતઋતુ દિલોદિમાગ પર કબજો જમાવે છે.રોમ રોમ એને આવકારવા ઉછાળા મારે છે.પ્રેમીઓ પ્રણયનાં ફાગ ખેલવા માંડે છે.કુદરતની કરામત ચોમેર ફેલાયેલી છે.કામણગારો કેસૂડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
” વિભૂ” કમનસીબી તો જૂઓ, માનવીને ક્યાં ફુરસદ છે વસંતને માણવાની! સમય મળે એટલે મંડી પડે લખવા વસંતઋતુની શુભેચ્છા અને ફટાફટ મોકલે વોટ્સએપ,એફ.બી., ઈન્સ્ટાગ્રામ વગેરે પર.
મિત્રો,ગમે એમ સમય કાઢીને ઘરની બહાર નીકળી વસંતનો વૈભવ સપરિવાર માણવાની તક ઝડપી લો.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*********”**********************
[ વસંત – ગાગાલગા લગાગા ૨ દ્વીખંડી છંદ.
કોયલની કૂક સૌ એ પંચમનાં સૂર લાગે!
વાસંતી વાયરાઓ, કવિતાનાં પૂર લાગે.
ભાગી એ પાનખર જ્યાં, ફટકાર એક દીધો,
આવી વસંત કેવી પતઝડ જો દૂર લાગે.
મહેંકે સુવાસ થઈને, મારી સનમ વસંતે,
ગાલે ગુલાબ ખિલતાં, જન્નતની હૂર લાગે.
વાસંતી વાયરાઓ, સ્પર્શે જ્યાં ભાવભરણાં ,
કમનીય થાય કાયા, વૃધ્ધત્વ દૂર ભાગે!
ઉપહાર છે બહારો, આવી વસંત બનતાં,
નાચી ઉઠ્યું હ્રદય આ મનડું મયૂર લાગે.
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
**************************************
મારી વસંત ની એક ગઝલ અને વીડિયો…
નયના પટેલ..વડોદરા..
NOG.SS No. 0073
વસંતમાં
કેમ ગમતું હશેરે વસંતમાં,
હૈયુ હિલોળાલેરે વસંતમાં.
પ્રકૃતિએ શરમ ત્યાગીરે વસંતમાં,
સોળેકળાએ ખીલીરે વસંતમાં.
મહેકી ઉઠ્યુંરે ઉપવન વસંતમાં,
હૈયું હિલોળાલેરે વસંતમાં.
કેસૂડાએ રંગરાખ્યોરે વસંતમાં,
પ્રકૃતિના રંગે રંગાયોરે વસંતમાં.
જોબનીયું લહેરાયુંરે વસંતમાં,
હૈયેથી હૈયું મળ્યુરે વસંતમાં.
નયના પટેલ..નૈન. વડોદરા
****************************************
NOG SS No. .0059.
વિભાગ પદ્ય.
વિષય વસંતના વધામણા.
શીર્ષક ‘પ્યારે’ વસંત આવી.
હું જયકાન્ત એસ.ઘેલાણી ઉર્ફે
પ્યારે’ બોરીવલી.
આપ સર્વે મિત્રો ને વસંત આગમનના હાર્દિક વધામણા.
સાંભળો મારી પદ્ય રચના.
પ્યારે’ વસંત આવી.
પ્યારે વસંત આવી,શું શું લાવી
ફાગણ કેરો ફાગ લાવી
ફૂલડા કેરી છાબ લાવી
કેશૂડાનો રંગ લાવી
પતંગિયાનો પમરાટ લાવી.
પ્યારે વસંત આવી…
હોળી કેરો રંગ લાવી
ભાઈચારાનો ભાવ લાવી
યૌવનનો ઉન્માદ લાવી
પૂર્ણતાનો આનંદ લાવી
પ્યારે વસંત આવી…..
વિરતાનો ડંકો વગાડી
દૂશ્મનોનો દાટ લાવી
સાહિત્યનો થાળ લાવી
આનંદની તો સાગર લાવી.
પ્યારે’ વસંત આવી.
પ્યારે’ વસંત આવી.
અસ્તુ.જયહિદ.
©️જયકાન્ત એસ ઘેલાણી
પ્યારે’. બોરીવલી…૧૪.૦૨.૨૦૨૧.
******************************************
NOG SS No. 0029
રચના શીર્ષક: “ ચાલ વસંત ઉજવીએ”
ચાલ વસંત ઉજવીએ,
થોડી તારામાં સમાવીએ,
થોડી મારામાં વસાવીએ,
ચાલ વસંત ઉજવીએ..
ગમતાનો ગુલાલ કરીએ,
મનગમતી પળ માણી લઇએ,
ચાલ વસંત ઉજવીએ….
અરસપરસ ટહુકો કરીએ,
મોસમને નજીક આમંત્રીએ,
ચાલ વસંત ઉજવીએ..
ફાગણિયો મોસમ ગાઇએ,
સુખને હિંચકે જાતને ઝુલાવીએ,
ચાલ વસંત ઉજવીએ…
ગમા-અણગમા દૂર કરીએ,
જિંદગીને આવકારી લઇએ,
ચાલ વસંત ઉજવીએ…
– લીના વછરાજાની.
– અમદાવાદ..
******************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા (૧)
વિષય : વસંતપંચમી
NOG SS. NO. : 0034
શીર્ષક : વાયરા વસંતનાં
વનકુંજમાં કરે કોયલ ટહુકારો,
હૃદયકુંજમાં પિયુની પ્રીતનો હુંફારો.
કરે ભમરાંઓ ગૂંજન ડાળ-ડાળ પર,
રેલાય છે ફોરમ પુષ્પ તણી રાહ-રાહ પર.
કરે કલશોર મનમોહક વાયરા વસંતનાં,
કે ઝણઝણી ઉઠ્યાં તાર-તાર અંતરનાં.
નિખર્યો લીલેરો રંગ ભાવનાઓનાં વહેણમાં,
પાંગરી ઉમંગો નવી ઘરતીનાં કણ-કણમાં.
કરે સૌ સ્વાગત ઋતુઓની રાણી વસંતનું,
આપે વધામણી ધીરા-ધીરા વાયરા વસંતનાં!
— ડૉ. રેખા શાહ કચોરીયા
***************************************
NOG SS No : 0051
પ્રકાર: પદ્ય
શીર્ષક: વસંત બહાર
ધરા ધરાએ,
તારો વાસ કાન્હા…
કણે કણમાં,
તુંજ સમાયેલો કાન્હા…
વાંસળીના સૂર ,
બેસૂરા લાગે કાન્હા…
વિરહનો પ્રેમપત્ર,
આવી વસંતની હેલી કાન્હા…
તારા અંતરની વાણી,
મારા મુખ પર સ્મિત કાન્હા…
વસંતના આગમનથી,
પ્રતીક્ષા પૂર્ણ થઈ કાન્હા…
તારા પ્રેમનો એકરાર,
જાણે વસંત બહાર કાન્હા..
ઉર્વશી મહેતા
અમદાવાદ.
****************************************
NOG SS NO : 004
મા સરસ્વતીનો જન્મ દિવસ, વસંતના વધામણાં કોકિલ અને કોકિલાને કંઠે🌹
વસંતની આ હેલી❣️
આજોને પેલા કોકિલનો સ્વર
સાંભળી ને સામેજ..
કોકિલાનું મન કેવું ખિલી
ઊઠેને હૈયાની હેલી તો
કેવી ઊઠે વસંત પણ જો
ગાલે શરમનાં શેરડાનો
પ્રતિસાદ પાડી ફરી ને જો,
ટહુકી ઊઠી ને સામસામે,
ટહુકાઓ ટહુકી ઊઠ્યા ને,
એ જ ક્ષણે બારી બહાર ,
પડઘાઓની હારમાળ ને,
સૂણવા આ હૈયું હાથ માં..
ન રહ્યું ને …
આંખલડી પણ ક્ષણ ક્ષણ,
ચહુ તરફ શોઘમ શોધ જ,
કરતી રહી વરસ આખુય,
પ્રિતમ ને પ્રિયતમા ક્યાં?
મોર બેસે કે “વસંત “ છાયે કે!
ટહુકાની એ ફરી ફરી હેલે
“અમસ્તું અમસ્તું હૃદય 💕
વરસ્યા કરેછે વરસાદની જેમ..”
વસંતની આ હેલીએ…!
જયશ્રી.પટેલ (મુખ્ય નિર્ણાયક)
****************************************
NOG SS NO. 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- *“:વસંતના વધામણાં:-“`*
ધરાએ લીલી ચૂંદડી ઓઢી છે, તું એને જોવા તો આવ.
ફૂલડે ફોરમ ફોરી છે, તું એને માણવા તો આવ.
કોયલે મધુર રાગિણી છેડી છે, તું સાંભળવાને તો આવ.
શીતળતાને ઉષ્માના સંધિકાળની ઘડી છે, એ મારી સાથે જીવવા તું આવ.
‘ફાગણના ફૂલ’ કેસૂડાથી શાખાઓ મ્હોરી છે, એનો વૈભવ નીરખવા તો તું આવ.
ઋતુરાજ વસંતના આગમનની છડી પોકારાઈ છે, તું એને અનુભવવા તો આવ.
જીવસૃષ્ટિમાં અનંગની હેલી વરસી રહી છે, તું એમાં ભીંજાવાને તો આવ.
કૃષ્ણ એ કહ્યું છે કે, “ઋતુઓમાં હું વસંત છું”, પ્રેમની એ ગીતાનું પઠન કરવાને તો તું આવ.
– અલકા મહેતા (ગાંધીનગર)
**************************************
NOG SS NO :- 0025
પ્રકાર :પદ્ય
શીર્ષક: વસંત
‘વસંત’
કયાંક પતંગિયાની પાંખમાં ઉડે છે વસંત,
ક્યાંક ફૂલોની સાથે વનમાં ખીલ છે વસંત,
ક્યાંક ભમરા સાથે ગુંજે છે વસંત,
કેસૂડાના રંગે રંગાય છે રોજ વસંત,
રાજાધિરાજ, રાજેશ છે ઋતુઓમાં વસંત,
કળીઓને જગાડી પુષ્પ બનાવે છે વસંત,
પાનખરથી પીડાયેલા પર્ણોને પંપાળે છે વસંત,
કોયલના રવને ટહુકો બનાવે છે વસંત,
વાણીમાં મીઠાશ છલકાવે છે વસંત,
પાન, પ્રકૃતિ,ભ્રમર, ભૂમિમાં વસંત,
કોયલ,કળી, કૈરવ, કાવ્યમાં વસંત,
કવિઓ ભરપેટ જમેછે ભોજનમાં વસંત,
પ્રભુને થયું કે પાનખરને કરું હું પ્રખ્યાત,
ત્યારે વિશ્વાધારે કરી વસંતને વિખ્યાત.
પ્રકૃતિ ઘરે પરિણય પ્રસંગ છે વસંત,
કાક પણ ટહુકે એ છે વસંત,
‘સુજ્ઞ’ના શબ્દોમાં વસંત,
ફાગમાં ઉત્સવ છે વસંત.
લિ.
ભુમિત પીઠડિયા ‘સુજ્ઞ’
માંડવી કચ્છ
****************************†**********
NOG SS No… .0019
વિષય…વસંતનો વૈભવ
પ્રકાર..ગદ્ય
શીર્ષક…લીલુડી ધરતી
_______________
ઇન્દ્રિયોનાં
સ્વભાવને ઓળખવાની ઋતુ છે.
એનો વૈભવ માણવા નયનરમ્ય ચક્ષુને નયનરમ્ય નજારો હોવો જોઈએ. દરેક પુષ્પ આ ધરતીમાં ખીલી જાય છે.. અને વસંતની વાયરામાં વહી જાય છે. વસંત નો સાચો સંબંધ લાગણીઓ ની ભિતર રહેલો છે. આ ધરતીમાં પ્લાસ્ટિક ફૂલો નું મહત્વ નથી, જે વનરાજી પાનખરમાં ખરી ગઈ હતી એને નવાં વસ્ત્રો સાથે વસંત થનગની ઉઠે છે. તમને વસંતમાં ટકવાનું મન થશે,,, કયાંય અટકવાનું મન નહીં થાય.
વરસાદની હેલી શાંત રહીને જે અસર છોડી જાય છે એમાં જંગલ આખું લીલુંછમ બની જાય છે.
આ ધરાઅંતરના ઉંડાણની છે. અહીં હવે બહારથી જળ નથી મળતું જે છે એને વિકસાવવાની આ વાત છે. આ ધરતી સંત સમાન છે કંઈ લેશે નહીં પણ અઢળક આપીને જાય છે.
જો ભીતર પ્રસન્ન હશે તો જ ચારેતરફ હરિયાળી આવશે. ધરા ભીતર પ્રસન્ન રહી સૌને હરિયાળી આપી શાંત બને છે. વસંતના વૈભવમાં પર્ણે પર્ણે શ્રી હરિનું દર્શન થાય છે. ઉતરાયણ પછી સમીરનો મિજાજ કંઈક ઓર જ બની જાય છે. એટલે એ મધુરતા અર્પે છે. નિતાંત આકાશ નીચે સૂઇને નભ દર્શન ની ઋતુ એટલે વસંત. કોઈનો મીઠો રાગ સાંભળીને ગણગણવાની ઋતુ એટલે વસંત.વસુંધરાનાં વૈભવને ખોબલે ખોબલે આંખોમાં ભરવાની ઋતુ એટલે વસંત. પૃથ્વીનાં સૌદર્ય ને સદાય અકબંધ રાખી વેણીનાં ગજરાને તરોતાજા રાખી શકે એ વૈભવી ઠાઠ છે વસંતનો. ભીતરની અમીરાત ને લીલીછમ કરી એકમેકને પાંગરવાનો સમય એટલે વસંત.
કેસૂડો એના કેસરી રંગની અસર ઘોળી, ધરતીનાં લીલા રંગની સાથે જાણે કેસરિયો કરતો જણાતો હોય છે.. આ વૈભવી અમીરી માણવા પશુ, પક્ષી મનુષ્ય, અરે દેવો પણ થનગનાટ અનુભવી રહ્યા હોય છે. વસંતનાં પ્રથમ પહોરે કંઈક અનોખો જલસો લાગે છે,,, જાણે પાન ખાય સૈયાં હમારો,,,
પાનખરના દુઃખ પછી જે સૌંદર્ય નું સુખ આવે છે એ મિઠાશ માણવાનો ઉત્સવ એટલે વસંત ઋતુ. સાથે મેળવેલું દુઃખ સુખના વ્યાજ સાથે પરત મળે છે.
આવો વૈભવ સહિયારી રીતે વહેચીએ.
એક ખીલેલું પુષ્પ છે મારી પાસે,
એક ખુશખુશાલ સવાર છે મારી પાસે,
કંઈ છોડવું ને કંઈક આપવું એ ગણિત છે મારી પાસે,,
ઓ કુદરત, હવે તું એકદમ છે મારી પાસે…
*કલ્પના ત્રિવેદી* *સુરેન્દ્રનગર*
***************************************
NOG SS No. 0079
વિષય વસંત
ગદ્ય
મથાળું રુમઝુમ વસંત
ઠંડીમાં થરથરતા વૃક્ષો વાટ જોઈ રહ્યા હતા. ત્યાં રુમઝુમ કરતી વસંત આવી પહોંચી. આનંદનો અવધિ ઉછળી રહ્યો. પવનની લહેરખી ચેતનાનો સંચાર કરી રહી. પેલી નાની કુપળોનું સ્મિત રેલાઈ રહ્યું.
ચારે તરફ વાતાવરણમાં સુરીલું સંગીત રેલાઈ રહ્યું . વસંતના વાયરા સમગ્ર બદનમાં ઉમંગ પ્રસરાવી રહ્યા. વસંતના વધામણા સંભળાયા ને કોયલનો મધુર અવાજ ગુંજી રહ્યો.
ઋતુઓની રાણી વસંતના પાયલનો રણકાર કાનનું પીણું ખૂબ મધુર લાગ્યું. નયનોના દ્વારોથી રસપાન કરી રહી. વાણી વહેવાને બદલે શાંત થઈ ગઈ. મૌન દ્વારા પરમનો પામી રહી.
હે , વસંત તારા આગમનને વધાવું છું. વર્ષોના વહાણાંવાયા તારું ચીર યૌવન
નિરખવાને સદભગી બની છું. સદા હસતી રમતી આવ, તારી ઓઢણી દ્વારા સમગ્ર વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસ પ્રસરાવ.
વસંત આવી વસંત આવી
ચાલને સખી પ્રિયતમ સંગે
પાગલ થઈએ!
પ્રવિણા કડકિઆ .હ્યુસ્ટન
અમેરિકા
**************************************
NOS SS No : 0082
વિભાગ: પદ્ય
શીર્ષક: વસંત કેરા વધામણા
આવરે રૂડી વસંત તું આવરે
ધરા કેરી જાજમ બિછાવી મે
પાનખર વૃક્ષોમા છુપાઈ છે
મીઠી સોડમની શોધમાં
ઠંડી લહેરોને તે હણી ભલે
કોકિલ કંઠી કોયલ ગૂંજે,
આંબા ડાળે મોર ખીલે
ફાગણિયો લહેરાયો રૂડો,
પોષની ઠંડી હવા ગરજે
કેસૂડાં મરક મરક ખીલે
તન બદનમાં મુસ્કાન હવાની
હૈયે પ્રીતનાં વાદળ ગરજે,
રૂડી વસંત રાણી બનીને
ધીમા પગરવ છમછમ કરતી,
બહુરંગી પિચકારીનાં રંગે
છંટકાવ કર્યો ધરતીનાં પટે
આનંદ વિભોર થઇ ઝૂમતાં
પંખીઓ કલરવ કરી ઉડતા,
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
સાક્ષર નગરી
***********************†****************
*NOG. સાહિત્ય સરિતા (1)*
*NOG SS No. – 0036*
*પ્રકાર – પદ્ય*
*શીર્ષક – વસંતનો વૈભવ*
*વસંતનો વૈભવ*
વાસંતી લાગણીનાં ઝરણાંએ ખળખળવું ગમે;
પોતીકા મીઠાં-મધુરાં સગપણે પ્રસન્નવું ગમે…
ભ્રમરનો ગુંજારવ ને ફૂલોની ફોરમ લહેરાય;
કોયલ-શી મીઠી વાણીનાં ટહૂકે ટહુકવું ગમે…
જૂઓ, લહેરાતી ડાળે રૂડો કૂંપણનો દરબાર;
કેસૂડાનાં રંગે રંગાઈ પુષ્પ થઈ મહેકવું ગમે…
વાતા વાયરે ઝૂલે ખુશમિજાજે સુગંધી વૃક્ષો;
નિસર્ગનાં યૌવને આતાજગીભર મલકવું ગમે…
ઉરનાં ગહેકારે કરીએ વસંતના વધામણાં;
સખીરી મોરી, શબ્દોનાં પાલવડે લહેરવું ગમે…
✍🏻અરૂણાબેન ત્રિવેદી
અમદાવાદ
***************************************
NGO સાહિત્ય સરિતા (૧).
NOG SS No.0032
વિભાગ પદ્ય.
વિષય વસંતનાં વધામણા.
શીર્ષક :- *વસંત*
પાનખર માં *વસંત* ઝૂમી ઉઠી,
ખોઈ બેઠી મુજને ,પામી તુજને.
કોને કહું આજ દિલની વાત,
આજ મૌસમ મુજથી હરખાણી.
મારા ગાલ પર લાગ્યો,
તારી કાતિલ નજરોનો રંગ.
લાલ, પીળો અને કેસરી,
લાગ્યો ફાગણિયો રંગ.
કુદરતી હાસ્ય અને કુદરતી મોજ,
જિંદગી સફળ થઈ આજ કુદરતી મોજ.
લહેરે છે મસ્તી અને લહેરે છે ફાગણ,
બસ હંમેશા રહે આ ફાગણીયો *વસંત*..
મીના માંગરોલીયા મીનું
અમદાવાદ ..14/2/2021
****†*********************************
NGO SS No : 0015
પ્રકાર:- ગીત
શીર્ષક:- વસંતી મોસમ
આવી સૌને ગમતી મોસમ
લાવ્યો ફાગ વસંતી મોસમ
પાંદડે પાંદડા ડોલતા મોજે
ફૂલડે ફૂલડા બોલતા રોજે
ડાળે ડાળે ફરતી ફોરમ
રેલાય હવે એ ચોગમ ચોગમ
આવી સૌને ગમતી મોસમ
લાવ્યો ફાગ વસંતી મોસમ
કેસુડો શોભતો કેસરી સાફે
પ્રેમના રંગથી હૈયું જો હાફે
ખીલી ઉઠતી આખી આલમ
યાદ અપાવે વ્હાલો વાલમ
આવી સૌને ગમતી મોસમ
લાવ્યો ફાગ વસંતી મોસમ
વાયરો ઢોળતો મીઠડા રંગો
ખીલતાં હૈયડા, નાચતાં અંગો
ભોમ બને રંગોની જાજમ
ચેતનવંતો બનતો આતમ
આવી સૌને ગમતી મોસમ
લાવ્યો ફાગ વસંતી મોસમ
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
*****************************************
NOG SS No : 0086
પ્રકાર : પદ્ય
શીર્ષક : વસંતનાં વધામણાં
વાસંતી વાયરો વાયો, ને હૈયે ફૂંટી નાની-શી કૂંપળ,
ઉગ્યો કુમળો સ્પર્શ, ને બરછટ ટેરવાં થયાં સળવળ.
આંબા ડાળે ટહુકી મીઠડું, ભરબપોરે કોયલ આજ તો,
ડાળે-ડાળે મ્હોર્યો કેસુડો, ને મ્હેંક્યું રોમેરોમ આજ તો.
ગહેંક્યો મોરલો સાદ દેતો, કંઈ કેટલુંય કહી જાય મને,
નદીએ આવ્યાં નીર, ખળખળ વહી જાય ઝરણું જોને.
વેઠી પાનખર તો આવી વસંત આજ મનને આંગણ,
વસંતનો વૈભવ ક્યાં ટકે? બે ઘડી મનમાં જાગે ફાગણ.
ચાલ ‘ઝીલ’ ભરી લે શ્વાસોમાં તરસ આખાય વરસની;
પાનખરનાં હૈયે ટહુકી રહી છે ભીની મહેંક વસંતની..!!
– વૈભવી જોષી ‘ઝીલ’ સિડની, ઓસ્ટ્રેલિયા
**************************************
NOG SS No : 0095
પ્રકાર – ગદ્ય
શીર્ષક : કેતકીની જીવન સંધ્યા
આજની સાંજ કેતકી માટે કાંઈક નવો જ ઉત્સાહ ને ઉલ્લાસ લઈને આવી હતી. આજે જાણે ઘણાં વર્ષોની કેતકીની તપસ્યા ફળી હતી. અને કેતકી નાં જીવનરૂપી બાગમાં જાણે ચારેબાજુ ફૂલોનું સામ્રાજ્ય રેલાયું છે, અને ખુશીઓનું સંગીત રેલાયું છે. જેમ ચોમાસામાં સમી સાંજે મેઘધનુષનાં રંગો આકાશમાં રેલાઈને સંધ્યાના રૂપને ખીલવે છે એવું જ કેતકીનું રૂપ સોનેરી સંધ્યા નાં રંગો સમું ખીલી ઊઠ્યું છે.
કેતકી અને કરણે પાંચ વર્ષ પહેલાં કોટૅમાં લગ્ન કરી લીધા હતા. પણ કેતકી ને સાસરે જવાનો અવસર આજે આવ્યો હતો. આજે એને કરણ પહેલીવાર જ પોતાના માતા પિતાને મળવા લઈ જવાનો છે એ વિચારે જ જાણે કેતકી નાં અંગ અંગમાં વસંત મહોરી ઊઠી હતી.
“જેમ ઋતુઓની રાણી વસંત એમ જ કરણનાં હૈયાની રાણી કેતકી આમ જાણે મીઠો સમન્વય !
કરણ સાથે લગ્ન જીવનનાં શમણાં જોતી કેતકી ઘરનાં ઉંબરે બેસીને ખીલેલી સંધ્યા નાં રંગો ને જાણે પોતાનામાં સમાવીને , વસંત ની સંધ્યા ને જાણે કહેછે કે,
“ આજે તમે મન મૂકીને ફૂલો વરસાવો વસંતરાણી, અને મારા જીવનને મધમધતું કરો ! “
ને ત્યાં જ એના મોબાઈલ ની રીંગ વાગી ..
કરણનો જ ફોન હતો ને એના શબ્દો કેતકીની વસંતમાં સદાને માટે પાનખર મૂકી ગયા !
“ કેતકી મારા માતા પિતા આપણાં લગ્ન માટે રાજી નથી એટલે હવે આપણે કાયમ માટે છૂટા થવું પડશે છૂટાછેડા લઈને ! “
અને આ વાસંતી સાંજ કેતકી માટે અમાસની કાળી અંધારી રાત બનીને રહી ગઈ.
દીપિકા ચાવડા, ‘ તાપસી ‘ ભાવનગર
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- વસંતના વધામણાં..
*પ્રકાર*- પદ્ય
*શિર્ષક* – પ્રકૃતિરાણી પરણે..
******************************
પ્રકૃતિરાણી આજ પરણે, સખી રે..
ને એનો લાડો, ઋતુરાજ વસંત જી રે…
કેસુડે ફૂલડે, મા અવની રે પોંખે..
ઊઠો રે બેની, આજ મોકો ના મૂકો..
જઈ જલ્દી, એમના બારણીયા રોકો..
આપ્યાં રે, ચોમેર એણે હરિયાલીના દાન..
લઈ ઓવારણાં આજ જોડું વધાવોજી રે..
પ્રકૃતિરાણી અને ઋતુરાજને વધાવોજી રે..
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG SS: 0089
પ્રકાર :: પદ્ય
શીર્ષક :: ફૂલી ફાટી મહેક વસંતની
રેખા શુકલ – અમેરિકા
કદમ્બડાળે ઝૂલી હારમાળા પંક્તિની હવે તો હરિ આવો ને…!
રેશમી દોરીએ લટકે ફૂલો શબ્દ બની હવે તો હરિ આવો ને…!
આ વસંત ખીલે શતપાંખડી, હવે તો હરિ આવો ને;
આ સૃષટિ એ ધરીયા સોહાગ; હવે તો હરિ આવો ને;
આ વિશ્વ વદે છે વધામણી, હવે તો હરિ આવો ને;
આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ આવો ને…!
ઉપર ચીંટકાવ્યું ઝાંકળ જો બુંદ બની હવે તો હરિ આવો ને…!
ઉગ્યુ’તું મેઘધનુ ઝાંકળ મહીં પર્ણની હવે તો હરિ આવો ને…!
—રેખા શુક્લ