ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની સાત પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : જીજ્ઞા કપુરીયા, રેખા શુક્લ(અમેરિકા),વૈશાલી મહેતા,ઉર્વશી મહેતા,વંદના દયાળ (સુરત),જિજ્ઞાસા જોશી (શુક) ધીરેન.કે.સુથાર(ધીર)
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(સાહિત્ય સરિતા)(ત્રણ વિડિયો) ભાગ -૬
***************************************
NOG SS No : 0002
પ્રકાર – પદ્ય
*એક જૂનું ગોદડું*
તમારા લકઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડીવાળીને રાખી મૂકી રાખજો.
જેમાં તમારી માતાએ તમારા જ સ્વજનોનો જૂનાં કપડાં કાપી, ગોઠવીને તમારી પતંગની દોરની રઝળતી લચ્છીનાં દોરા વડે, કામગરા હાથથી એનાં ટેભાં લીધાં હશે,
એની ખોળ સીવી હશે પોતાના જૂનાં સુતરાઉ સાડલામાંથી,
જેનાં પાલવને ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે,
એ પાલવમાં કેટલીય યાદો સંડોવી હશે…..
એ પાલવ,
જે તમારાં ઈષ્ટ માટે ઈષ્ટદેવ સામે પથરાયો હશે…..
એ પાલવ ,
જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે.
ને પછી દુધિયાં હોઠ લૂછી આપ્યાં હશે. …..
એ પાલવ,
જેનાં છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે…..
એ પાલવ,
જેની નીચે તમને પિતાના રોષથી બચવા શરણું મળ્યુ હશે…..
એ પાલવ,
તમે પડી આખડીને આવ્યાં હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત આસું લૂછયાં હશે ને છાનામાનાં પોતાની આંખમાં આવેલ પાણી પણ લૂછી લીધું હશે….
તમારા લક્ઝરીયસ બ્લેન્કેટમાં જયારે અનિદ્રા સતાવેને મારા વ્હાલાં ત્યારે એ પાલવવાળા ભાગને તમે છાતી નજીક રાખી એ ગોદડું ઓઢી જોજો.
તમને એક નાના બાળક જેવી મીઠી ઊંઘ આવી જશે…✍
જીજ્ઞા કપુરિયા “નિયતી” માતા મેલડી
ચામુંડાય નમઃ🙏🙏©️
*****************************************
Old quilt
Keep an old folded quilt in the storage of your luxurious accommodation.
In which your mother’s may have cut the old clothes of your own relatives, arranged them with the strings of your kite’s strings, and used them with her hands,
It will have a CV from its old cotton saddle,
Whose palwa may have been arranged as a quilt,
How many memories will be involved in that palav …..
A palav,
Which will be spread against Ishtadev for your sake …..
A palav,
By hiding under it, mother will have given you nectar.
Then the milky lips would have been wiped. …..
A palav,
The rupee tied at the end of which you may have got to buy yoyo …..
A palav,
Under which you may have found refuge to escape your father’s wrath …..
A palav,
By the time you fall, your dusty tears will have been wiped away and the water in your own eyes will have been wiped away ….
In your luxurious blanket, when you are suffering from insomnia, you should keep the folded part close to your chest and cover it with a quilt,
You will have a sweet sleep like a small child …
Jigna Kapuria “Niyati’ Bombay
***************************************
NOG SS No : 0089
પ્રકાર : પધ
શીર્ષકક : માતા -પિતા- સંતાન
“ ના’ની-ના’ના સંગ હુંકારો” ના’ની-ના’ના સંગ હુંકારો -સૌની તું બહુ કોમળ છે તું લાગે માવાનો પીંડો છે તું બહું ચંચળ છે તું દોડી ને ભેટવા મથે છે તું
ડગુંમગું તું અચળ છે માંડમાંડ બે ડગ ભર તું ફડફડે હોઠ વાચાળ છે “હં” જ બસ કહે તું ખેલી લંઉ સંગ તારી, મારી ઢીંગલીની ગમતી તું બેબી-ડોલ છે ખુલ્લા હાથે બથ ભરી ગળે લગાવી
ચુમુ તુંજ life-whole છે તું પુષ્પો ચલ પાથરું જો જો તું ડગ માંડે છે તું
નોટી તારા ચાળા છે તું ચાલાક નજરું છે તું ના’ની-ના’ના સંગ હુંકારો તું હૈયું હામ છે તું જારે નટખટ લોરી ગાંઉ મધુરુ સપનું છે તું ——-
રેખા શુક્લ. અમેરિકા
****************†***********************
NOG SS NO : 0040
પ્રકાર : પદ્ય
શબ્દ : સંતાન, માતા, પિતા
શીર્ષક : સંતાનસુખ
દરેક જીવમાં શિવ
કિંતુ જીવમાંથી અવતરે જીવ
એજ માતૃત્વની નીવ.
પુત્ર હો કે પુત્રી
નથી કરવી કોઈ દલીલ
એ તો સઘળું છે
ઈશ્વરને આધીન.
પુત્રી હો જો પારણે
હર્ષોલ્લાસ તારે આંગણે
પુત્ર હો પારણે
અદ્ભુત ઉજાસ સદા; તારે બારણે.
માત-પિતા બન્યાનો
અવસર આજ આંગણે
દીકરા-દીકરીનો ભેદ
શું કામ કરવો આપણે?
ઘડપણની લાકડી બનાવવા કાજ,
તમામ જવાબદારી સોંપવા કાજ
શું એટલે જ જણવો
તારે દીકરો આજ!
હજુ તો કોખથી અવતર્યો આજ
કરવા દે તું; એને રાજ
મા-બાપ થયાની ફરજ તો
પ્રથમ તું નિભાવી લે આજ
ઉત્તમ ગુણ સિંચવાની
ને તાત તરીકે ફરજ નિભાવવાની
શું છે સઘળી તારી તૈયારી?
કે પછી
છે બાહેંધરી; જવાબદારી પૂરી કર્યાની?
જો ખરો ભોગ દીધો
તે; આજ એને કાજ
સંસ્કારોને તારા એ
નહીં ક્યારેય આવવા દે આંચ
છે હક્ક તને પૂરેપૂરો
ફિકરની પડીકી વાળીને
બિંદાસ ફેંકી શકીશ તું બહાર!
કેવળ સંતાનસુખ નહીં;
સંતાનથી સુખ પામ્યાનો
આવશે તુજને
મીઠો ઓડકાર!
✍️વૈશાલી મહેતા.
**************************†***********
NOG SS No : 0051
પ્રકાર: પદ્ય
શીર્ષક: માવતર
ઘડવૈયાએ ઘડ્યો સંસાર,
જયાં પ્રેમનો વરસાદ થાય રે…
ભગવાન સરખાં મારે માવતર,
તેમના ચરણોની પૂજા થાય રે…
મારી માવજત લક્ષ્મી સ્વરૂપે કરી,
હરખનાં હાલરડાં માવડી ગાતી રે…
ખભે બેસાડી પિતા પ્રેમની,
પા પા પગલી પડાવતાંરે…
આટલે ને પાટલે બેસાડી,
મીઠા કોળિયા જમાડતાં રે…
અમૃતવાણી વરસાવી,
કાલું કાલું બોલાવતા રે…
સંતાનોનાં સુખ ખાતર,
ભવોભવનું ભાથું બાંધતાં રે…
ઉર્વશી મહેતા
અમદાવાદ.
***************************************
NOG SS No :: 0087
વિષય ::માતા, પિતા, સંતાન
વિભાગ ::પદ્ય
શીર્ષક ::પિતૃ પ્રેમ
જન્મ આપ્યો માતાએ, દુનિયામાં જેણે ઓળખ અપાવી તે છે પિતા..
ચાલતાં શિખવાડ્યું માતાએ, પગભર થતાં શિખવાડ્યું તે છે પિતા..
દુઃખમાં રડી લે તે માતા, દિલમાં દર્દ છુપાવી સ્થિર રહે તે છે પિતા..
બોલવાનું કડક, હંમેશા સલાહ સૂચન,
પણ હૃદયમાં અપાર પ્રેમ, એ છે પિતા..
દિવસ-રાત સંતાન માટે, પરિવાર માટે
મહેનત કરનાર વ્યક્તિ એ છે પિતા..
પોતે ન કરી શક્યા, ન બની શક્યા
એ મારો પુત્ર, પુત્રી બને એવી ઈચ્છા રાખે એ છે પિતા..
પુત્રને યજ્ઞોપવિત સંસ્કાર આપે,
દીકરીનું કન્યાદાન કરે એ છે પિતા..
સંસારના ઝંઝાવાત ઝીલીને
પરિવાર માટે ઢાલ બનીને ઊભા રહે એ છે પિતા..
માતા વિના ઘર સૂનું લાગે,
જેના વિના દુનિયા સૂની લાગે એ છે પિતા.
✍🏻વંદના દયાળ (સુરત )
***************************************
NOG SS No -0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: માની મમતા
અમી ભરેલી નજરોથી આશિષ આપે માતા.
સ્નેહ ભરેલી આંખોથી પ્રેમ આપે માતા.
દરિયા જેવાં દિલમાંથી હેત વહાવે માતા
ઘડતર માટે કઠોર બનીને આંસુ સારે માતા
ચિંતા મારી કરી ઝાઝીને ખોટું હસે માતા.
લડતાં લડતાં લડીને પછી રડે માતા.
માથે હાથ ફેરવીને આશિષ આપે માતા.
બહારથી એ સખત દેખાતી હોય નાળિયેર માતા.
પિતાનાં ક્રોધ સામે છાંયડો બનતી માતા.
સંતાન માટે દુનિયા સામે લડી જાય માતા.
દુનિયાભરનો પ્રેમ વહાવી મમતા છલકાવે માતા.
કદી ન ખૂટે પ્રેમ એનો વાત્સલ્ય દેવી માતા.
એક બાજુ દુનિયા આખી, બીજી બાજુ માતા.
તોલી ન તોલાય મમતા એવી આપણી માતા.
કદર એની કરીને સપના કરજો પૂરા. ઉપકાર એનો માનીને નમન કરજો ખરાં.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
******************************************
*ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક* :-
¦ *સાહિત્ય સરિતા* ¦
*NOG SS No : 0030*
*વિષય : મા-બાપ*
*શીર્ષક : તોલે ગવાતું નથી…*
*વિભાગ / પ્રકાર : પદ્ય / અછાંદસ રચના*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
હું સહુને કહું એક વાત આજે કે દુઃખ સાથે જીવાતું નથી,
જાણીએ સહુ આજે આપણે કે સુખ વિના રહેવાતું નથી.
કોઈને કોઈનો સાથ જરૂરી, નહિ તો તે એકલું મલકાતું નથી,
ડાબાને છે જમણું જરૂરી, બાકી ક્યારેય પગલું ભરાતું નથી.
ખળખળ વહેતી નદીમાં કદી પાણીનું વહેણ રોકાતું નથી,
લાગણીઓનાં તોલે ક્યારે પણ સંબંધનું માપ મપાતું નથી.
બીજાની પ્રેમ ભરેલી લાગણીઓથી દુઃખડું જોને ઢંકાતું નથી,
હુંફ મળે કેટલીયે પણ એ મા-બાપનાં પ્રેમ તોલે ગવાતું નથી.
બાગમાં ખીલેલાં ફૂલોની સુગંધ પ્રકૃતિથી છીનવાતી નથી,
પ્રેમની લાગણીઓમાં ક્યારેય મેળ વિના મન બંધાતું નથી.
તારી ને મારી સંવેદના પ્રેમની ભૂખ વિના સંતોષાતી નથી,
છતાંય આપણા સંબંધની રૂપરેખામાં હૈયે ખોટું છપાતું નથી.
સહુથી જોડાયેલી લાગણીઓ એમ કાંઈ વેડફાતી નથી,
શબ્દના તાપણે થયેલું જે, એ મિલન હવે ભૂલાતું નથી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*©️ધિરેનકુમાર કે. સુથાર “⛓️ધીર⛓️”*
*”D.K……” – વડોદરા*