l
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની સાત પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : વિભૂતિ બેન દેસાઈ,કલ્પનાબેન ત્રિવેદી,શ્રદ્ધા ભટ્ટ, દીપ્તિ પટેલ,મેહુલ ત્રિવેદી,અરૂણાબેન ત્રિવેદી,રાગિણી શુક્લ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(સાહિત્ય સરિતા)(ચાર વિડિયો)
NOG SS No :- 0044
વિષય:- પિતા.
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- પિતૃભાવ.
કેટકેટલાં ઉપકાર છે તાત તણાં,
આંગળીનાં વેઢે તો ક્યાં ગણાય છે ?
દિ આખો પરીશ્રમ કરી ઘરે આવતાં,
મુજ બાળ ને જોઈ મલકી ઉઠતાં.
થાક્યાં પાક્યાં ઘરે આવી હાશ કરતાં,
ઘર પરિવારમાં દિ આખાનો થાક વિસરાતો.
માની સહાય માટે મુજને રમાડતાં,
અને હું અબૂધ પિતાથી ડરતો રહેતો.
સમજણો થયો કિંતુ પિતા ને ન સમજ્યો,
લાગણી પિતાની ઠુકરાવતો રહ્યો.
મુજ પ્રેમ માટે તરસતાં રહ્યાં પિતા,
એમની આંખોમાં એ તરસ જોઈ ન શક્યો.
વળાવી આવ્યાં તાત ને ત્યારે આવી સમજ,
પ્રેમ માટે ઝૂરતાં પિતાની યાદમાં “વિભૂ” ઝૂરી રહ્યો છું આજ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
****************************** *****
મારી બીજી રચના.
NOGSS 0044.
વિષય:- માતા-પિતા.
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- માતૃ-પિતૃ ભાવ.
માતની આંખમાં નમી,
મળતી સહાનુભૂતિ.
બાપની આંખમાં અમી,
રહેતી સહુથી અજાણી.
મા સાચવે સંતાનો,
પિતા કરે પુરુષાર્થ.
પિતા કેરો પુરુષાર્થ,
પડદા પાછળ ઢંકાયો,
જીવનમાં જેટલું મહત્વ માનું,
એટલું જ મહત્વ પિતાનું.
સંઘર્ષ કરે જીવનભર,
માવતર સંતાનો કાજ.
વંદન કરીએ માવતરને,
રાખીએ ખુશ આજીવન.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૪-૨-૨૦૨૧
****************************** *********
*NOG SS NO :- 0019*
*કલ્પના બેન ત્રિવેદી*
*સુરેન્દ્રનગર*
*શબ્દ* .. *પિતા*
*પ્રકાર..પદ્ય*
શીર્ષક..પિતાનો સાથ
*4/2/2021*
::::::::::::::::::::::::
સંસારમાં લાગે છે,
પિતા વિના કયારેય સાંજ નથી પડતી..
એનાં વિના કદાચ
સીધી રાત જ પડી જાય છે..
જ્યારે આનંદમાં
હોઇએ,
ન મળે ખભો પિતાનો
ત્યારે જીવનમાં રજા પડી ગયાં જેવું લાગે છે..
નથી સમજાવવી પડતી એમને કોઈ વાત,
એને સમજી જાતાં લાગે ના વાર.. એ જ છે એક તાત..
હોય સાથ અને હાથ,
તો એ ક્ષણ જીવંત લાગે..
આજે નિરાંતે, માત્ર પિતા વિશે લખવા મન થયું છે..
હૈયું ખોલીને લખવાનું મન થયું છે,
જાણે આંખ ને આંસુનો સંગમ..
પણ મજબૂત ખભાનો સહારો,
અર્થ અને શબ્દનો સંગમ,
વગર કહ્યે મુંઝવણનો ઉકેલ,
હૃદય અને ધબકારનો સંગમ …
મૌન, ને અવાજનો ય સંગમ. ..
વગર કહ્યે જીવાતી
સ્મૃતિઓનો સંગમ.
દીકરીનો આત્મા એ તાત,
એક વિશ્વાસે જીવાતી વાત,
ઇશ્વર તુલ્ય પિતા!
શત શત નમન!
પિતા એ નસીબમાં મળતી
અસ્કયામત નથી..
એ તો જાહોજલાલીની અમાનત છે..
ઉંમરને વટાવી અને વળાવી,
જે દૂર ખૂણામાં મૂકી દે,
સંતાનમાં જીવન દેખે
એ પિતા.
પિતા ક્યારેય ઘરડાં ના થાય..
એ તો પરિપક્વ જ રહે, દૂરંદેશી જ રહે.
પિતા એ મઘમઘતી સુગંધ નથી,
એ છે સંઘર્ષ નો બાગ,
ખરચી પોતાનું જીવન,
સંતાનોને બનાવે સવાયા,,
એટલે જ પિતા દીકરીનાં લાડકવાયા!
આવા પરમ પિતા ,
પરિવારનાં આધાર ને શત શત વંદન.
****************************** *********
NOG સાહિત્ય સરિતા ગ્રુપ – ૧
NOG SS NO. : 055
વિષય : માતા પિતા અને સંતાનો
પ્રકાર : અછાંદસ કવિતા
શીર્ષક : વહાલી દીકરીને….
✨✨✨✨✨✨✨
બચપન તારું I. C. U. માં,
તું આખો દિવસ hi..,see u.. માં.
લાડો ,તું તો ખીલી ઉઠી,
ટીનેજર થઈ ચહેકી ઉઠી.
ખોળેથી ઉતરી, મુજ પાલવ છોડી,
જિન્સ ટોપમાં દીપી ઉઠી.
ચંચળ અદા, ઝૂકતી આંખો,
મમ્મી..મમ્મી કરતી હજાર વાતો..
મારી ચકલી, નાજુક કળી,
આજ મંજરી થઈને મહોરી ઉઠી.
કરતી સવાલ હજાર , તારી નટખટ આંખો,
પૂછું જો હું કંઇ ,તો ઝૂકી જાય તારી આંખો…
લાડી મારી હવે પુષ્પ બની મહેકી ઉઠી…
🌷🌼🌷🌼🌷🌼
શ્રદ્ધા ભટ્ટ
વાપી.
04/02/2021
*********””******************* ********
NOG SS No :- :- 010
વિભાગ :- પદ્ય
શબ્દ :- માતા પિતા – સંતાન
શીર્ષક :- ફરી એવું ના કરશો..
રોઈ રોઈ બોલે માવતર, શું ભૂલ થઈ અમારી ?
જુવાની અમારી જતી રહી, ન્યાય એ કુદરતી.
કાળજે લગાવી રાખ્યાં તમને, પ્રભુપ્રસાદ માની,
આંચ જરીકે ના આવવા દીધી, સંકટ લઈ માથે.
તમે અબુધ અણસમજુ સમજી , કહ્યું ના કશુંયે,
ઈચ્છાઓ પૂરી કરવા તમારી, ઘસી જાત અમેય.
“તમારો બોજ કયાંથી ઉઠાવીએ”, એવું બોલી તમે,
મૂકી દીધા મધદરિયે અમને ,શાને ટેકે ઊભાં થઈએ,
કાલુઘેલું બોલતાં તમે ,સમજી જતાં મર્મ અમે તેનો,
અમે અભણ હતાં,ભણ્યાં વાત કેમ ના સમજયાં તમે ?
અમે હજુએ માંગશું દુવાઓ ,કમાવતર કેમ થઈએ ?
આશા એ જ રહે અમારી, દુઃખી ના થાવ તમે વંશે.
તમારા પુત્રોને શીખવજો, પકડજો હાથ માવતરના,
ફરી એવું ના કરશો તમે, જોઈ અમારાં કર્મો કયારેય.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
****************************** **********
NOG SS No :- 0015
પ્રકાર:- પદ્ય
શીર્ષક:-મા
મા ની મમતાનાં ટેકે, માનાં મીઠા એ લેહકે,
માનાં પાલવના ઠેકે, કોઇ ન આવે મેહુલિયા.
કાયમ ઉર આશિષ આપે, ટેરવું એક સઘળું દુઃખ કાપે,
આપેલા પ્રેમ પ્રતાપે, જીવતું આ જગ મેહુલિયા.
સંવેદનનાં સંગાથે, ટાઢક ફરતી જે માથે,
હેતાળા એવા હાથે, ફોગટ બીજે મેહુલિયા.
મમતાની છે એ મૂરત, સાવ સરળ જેની સૂરત,
છે જીવન કેરી જરૂરત, શોધી ન મળે મેહુલિયા.
ચૌદે ભુવનો જો ફરતા, ભગવાન પણ મળે ભજતાં,
છે અઘરી માની મમતા, મળવી હરિને મેહુલિયા.
મેહુલ ત્રિવેદી
ખેરાળી
****************************** *********
*NOG. સાહિત્ય સરિતા….(1)*
*NOG SS No :– 0036*
*પ્રકાર – પદ્ય*
*શીર્ષક – મા*
*મા*
મા ! જીવથી યે ઝાઝાં જતનથી રંગાઈ જાઉં છું;
અવિનાશી મમતાનાં દરિયે ભીંજાઈ જાઉં છું…
“મા” નામનો મંત્ર અજરામર ચમત્કારી છે;
જેની નિકટ રહી વિકટથી પરખાઈ જાઉં છું…
મા તો પ્રેમની ઉષ્મા અને સુષ્મા સદા પ્રગટાવે;
જેનાં સ્નેહમયી સ્પર્શથી સમજાઈ જાઉં છું…
મા સ્વંયમ શબ્દાતીત ગીત ને શાશ્વતીનું રૂપ છે;
હસું કે રડું હૃદયે ચાંપે શરમાઈ જાઉં છું…
મા જગતનું પ્રથમ હર્ષિત ચુંબન અર્પનારી;
ભીનાં સુંવાળા ભાવવિશ્વથી હરખાઈ જાઉં છું.
✍🏻અરૂંણાબેન ત્રિવેદી
અમદાવાદ
****************************** *********
NOG સાહિત્ય સરિતા – 1
NOG SS No – 0050
પ્રકાર – કવિતા
શીષઁક – મારા પપ્પા.
………………………… ……..
સૂયઁ પાસેથી ઉષ્મા ,
પ્રકૃતિ પાસેથી ઉદારતા ,
સમય પાસેથી ज्ञाન ,
પૃથ્વી પાસેથી શ્રધ્ધા ,
મારા પપ્પા પાસેથી પ્રેમની હૂંફ.!
મારા જીવનનો પાયો મારા પપ્પા..!
હું એમની લાઽલી “રાગી”..!
અનહદ લાઽ ને કોઽ કરતાં..!
ઘરનો મોભો , ઝીલતા ભાર..!
પપ્પા એટલે પહાઙ જેવા…!
કવચ ને કૌવત સમાન..!
ભૂલી પઙું ત્યારે મારગ દેખાઙે..!
નાદાનિયતને ચલાવે..!
હર કદમ હાથ ઝાલે..!સુખદુઃખની છાયા મુખ પર દિશે..!
આજ પપ્પા નથી પણ,
આશીષ દે કાળજાનો ટુકઙો..!
મારા આંગણની તુલસી બે ઘરને તારે..!
ગેર હાજરી સતાવે ને આંખોથી વહીને ગાલ પર દઙી આવે આસું..!
એમના વગર પિયરની વાટ સુની..!
પપ્પા કહેતા તું લક્ષ્મીનો અવતાર..!
આમ તો બાપા પણ કહેતા બાનો પા ભાગ એટલે બાપા , આ શબ્દમાં પણ અસ્તિત્વ એમનું.!
મુશ્કેલી વેઠી મોટા કયાઁ..!
દીધઁ દ્રષ્ટીવાળા સાચી સલાહ આપતા..!.
પંદર વષઁ, થયાં..!
એકલી અટૂલી મૂકી..!
આજ પણ જોતા મુખઙું આંખ નમ થઈ જાય છે…!
આ લોકઙાઉનમાં, મમ્મી પણ ચાલ્યાં…!
પિયરની વાટલઙી સૂની મારી..!
બોલતા પપ્પા મો ભરાય ને … ,
લખતા હૈયું ભરાય જાય છે…!
એવા મારા પપ્પા..!
રાગીની શુકલ” રાગ”
(મુંબઈ, કાંદિવલી)