ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની નવ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
………………………..
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પધ્ય
વિષય: પ્રકૃતિ
શીર્ષક:.પ્રકૃતિનાં લઘુકાવ્યો
………………………..
ચાર પ્રકૃતિના લઘુકાવ્યો | દીપક જગતાપ
(૧)
જે દિવસે-
પહાડ દોડવા માંડશે,
નદી સ્થિર થઈ જશે,
રસ્તો ચાલવા માંડશે,
વૃક્ષ ઊડવાં માંડશે.
આકાશ બોલવાં માંડશે,
કેલેન્ડરનું ચિત્ર સળવળી ઊઠશે
તે દિવસે
માણસ “Statue બની જશે.
(૨)
શું આગિયો
રાતપાળી કરતો હશે
સૂરજના સૂઇ ગયા પછી થી ?
૩)
તારકોનું
નીચોવું તેજ
આંખે આંજ્યુ
થઈ ગયો
સૂરજ
અંધ….!
(૪)
હવેથી
કયારેય નહિ સળગે
મારી આંખોનું આકાશ
કેમકે એમાં હવે
દરિયો ઊછળે છે…
-દીપક જગતાપ…..રાજપીપળા
******************†************†*********
NoG SS No – 0050
પ્રકાર – કવિતા
શબ્દ- પ્રકૃતિ
શીષઁક- પ્યારી પ્રકૃતિ.
……………………………….
કરયો પ્રેમ પ્રકૃતિ ને,
ભલેને આભને ધરા કદી
એક થવાના નથી..!
પ્રકૃતિનાં પ્યાલા અમે નશામાં પીધા કેવા…?
જોને કમળ પર ફીદા થઈ ભ્રમર જેમ બિડાઈ..!
પરવાનો થઈ ફના થાય…!
કુદરત લાગે કામણ ગારી ,
લીલાછમ વૃક્ષો કુદરતની મહેર…!
પતંગિયાની પાંખ લઈ ભમી આવું બ્રહ્માંઽ..!
ઓલા તમરાનો શોર ને ,
પંખીઙાનો કલરવ…!
કેવી પ્રકૃતિ આપણી..!
ફૂલોની ફોરમને માટીની સોઽમ…!
બે પળ માણી લઉં…!
આ પ્રકૃતિ ઈશ્વરની દેન છે…!
મીઠા બાળકના સ્મિત જેવી..!
એના ખોળે પાંગરતો માનવી ..!
સજઁનકાર હું કે તું મને બહુ વહાલું…!
તારા રંગો થકી પ્યાસ બુઝે..!
એમા સજઁનાત્મકતા છે..!
જન્મેલી વસ્તુ નાશવંત છે..!
ક્યારેય મરતી નથી..!
પ્રકૃતિ જાદુગરણી છે ..!
ઉપહાર દીધો…!
કુદરતને સાચવશું એ આપણને સાચવશે .!
એજ સાચી પ્રકૃતિ પ્રેમ…!
વૃક્ષને વન રાજી…!
રાગીની શુકલ”રાગ”
મુંબઈ, કાદિવલી)
****************************************
*NOG. SS NO. 0036*
*વિભાગ – પદ્ય(કાવ્ય)*
*શીર્ષક – પ્રકૃતિ*
*પ્રકૃતિ*
સોળે શણગાર સજી બેઠી પ્રકૃતિ આજ તો,
વાસંતી વાયરે મંજરી ખીલી આજ તો.
પંખી-ટહુકે યૌવન ખીલ્યું પાનપાનમાં,
મીઠાં કલશોરે સંવેદના સ્પર્શી આજ તો.
પતંગિયાની પાંખમાં, હરણાંની આંખમાં;
માટીની સોડમે લાગણી મહેંકી આજ તો.
હરિયાળી હૈયું હરે, મન રહે ખુશખુશાલ,
જાગેલાં ભાવ અંતરે વિકસી આજ તો.
ખળખળ વહે ઝરણાં રેલાય મીઠાં ગાને,
હૃદયે પંચતત્ત્વો ઘૂઘવી રહ્યાં આજ તો.
અવનવાં સામ-સૂરે ઝાડવાં ઝૂમે ઘેનમાં,
માણસ થઈ ઊઘડી રહે છલકી આજ તો.
થનગને મન-મયૂર કેસુડો ફેલાયો ચોપાસ,
પ્રકૃતિ બની પ્રેમમય,માણી આજ તો.
✍🏻અરૂણાબેન ત્રિવેદી
અમદાવાદ
****************************************
NOG SS NO : 0010
વિભાગ :- પદ્ય
શીર્ષક :- પ્રકૃતિ
મૌસમ બદલાતાં થતી , ઝાંખી પ્રકૃતિનાં સ્વરૂપોની,
માયા લીલા કુદરતની, ના સમજાય ક્યારેય અલ્પ રૂપોથી.
શિયાળાની ફૂલગુલાબી પરોઢ, શક્તિ સ્ફુર્તિનો ખજાનો,
ગગનને માંડવે પૂરાય રંગોળી, સૂર્ય પ્રકાશનો ખજાનો.
ઉનાળો બળતીભઠ્ઠીનો બફારો, પ્રાકૃતિક મૌસમમાં મંદીઓટ,
ખિજાયેલી કુદરત જાણે, ભસ્મ બધું બાળીને ચઢે હઠે
ચોમાસે ભીંજવી ધરતી વરસે અમી, બદલાય જિંદગી જડમૂળથી,
વાવેતર લાગણીનાં રોપી , ઊગે રવિ પૂર્વમાં સુરખી ભરી.
લીલીછમ હરિયાળી ખીલે, જ્યારે જળથી ભરેલાં વાદળો વરસે,
સર્જાતાં વ્યવહાર ભવ્યાતિભવ્ય, સવારી મૌસમ ચક્રની ફરે.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
******************************************
NOG SS No : 0064
પ્રકાર : પદ્ય
શીર્ષક : મૃગજળ
એટલોયે વહેમ ન પાળ કે,
તું મને ગમતો હોય છે.
આ તો રિવાજોની એરણે
મારો વ્યવહાર ચઢતો હોય છે.
પ્રખર તાપે તપતો સૂરજ પણ
રોજ સાંજ પડે ઢળતો હોય છે,
ધરાની આગોશમાં ઓગળવાંના
વહેમથી એ કદાચ ઠરતો હોય છે.
ખારો ઊસ ઘૂઘવતો દરિયો
સરિતાનાં જળને ઝંખતો હોય છે,
ઓગળતી સરિતા છતાં,
મીઠાશની લ્હાયમાં એ ઝરતો હોય છે.
તપિત પ્રેમને લઈ તું
આમતેમ તરતો હોય છે,
નાહકના ઉઠે તરંગ મનમાં ને;
વાજતે ગાજતે તું ફરતો હોય છે.
ભર બપોરે રણની રેતી વચ્ચે
મૃગજળનો ભાસ ભળતો હોય છે,
કર કાબૂ પ્રશંસાનાં બાણ પર
ફોગટ એનો તણખો ઝરતો હોય છે.
નેહા બગથરીયા
*****************************************
NOG SS NO – 0026
વિષય:પ્રાણ ,પ્રકૃતિ, ટેવ,કુટેવ
વિભાગ: પદ્ય
શીર્ષક – ટેવ રાખ.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા. રમલ છંદ
મધદરિયે નાવડી ઊતરવાની ટેવ રાખ.
ખુદને ઝંઝાવાતથી પડકારવાની ટેવ રાખ.
જિંદગીમાં કોઈ એકાદી ઘડી આવી ચડે,
બારણાંને કાયમી ઉઘાડવાની ટેવ રાખ.
શું થશે? કેમે થશેની છોડ તું ચિંતા બધી,
એ બધુંયે ધૈર્યથી તું સાંખવાની ટેવ રાખ.
ના મળે જો ફળ તને કો આગવું જીવન મહી,
ભાગ્યને તારા કદી પડકારવાની ટેવ રાખ.
ખૂબ ઉંડા હોયજ્યાં સમદર તણાં એ નીર પણ,
તું કિનારે આવીને એ તાગવાની ટેવ રાખ.
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
******************************************
N0G SS No :- 0032
*શબ્દ:- *પ્રશંસા*
*શીર્ષક: પ્રશંસા*
*પ્રકાર :- પદ્ય*
કોઈ કરે કે ના કરે
મને ગમતી ખુદથી
*પ્રશંસા* મને પ્યારી
જેવી છું હું એવી,
હુ પ્રભુ ને પ્યારી
મારી ‘મા’ની દુલારી.
કરતી લાખ *પ્રશંસા*
મારી માવડી મારી
ધન્ય એના થકી હું.
કાલી ઘેલી હું મારા,
માતની બની હું
લાડકવાયી દીકરી.
સાચી ખોટી કરતી
*પ્રશંસા* , પણ એ
મારી માત કરતી..
તેથી હું ખૂબજ
ખુશ થાતી પણ
આજ કોણ કરશે
*પ્રશંસા* મારી…?
મારી માત થઈ ગઈ
પ્રભુને પ્યારી ..
આજ કોણ કરશે
*પ્રશંસા* મારી…?
○○○○○○○○○○○○
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*
26/1/ 2021
****************************************
NOG SS No : 0013
શબ્દ: પ્રાણ પ્રકૃતિ, ટેવ કુટેવ, પ્રશંસા
મા બાપની
પ્રકાર પદ્ય
શીર્ષક લાગણી
મળી છે પ્રાણ સાથે પ્રકૃતિ કેવી મા બાપને.
જે સદાય ને માટે દુઃખમાં રાચે જ છે
ને!
દુઃખ કે પીડા મારી હોય કે તમારી બસ
એતો
પોતાની સમજી ને કેવી પંપાળ્યા જ કરે છે ને!
જુઓ આ કળિયુગ અને નિહાળો આજની ધૃષ્ટતાને,
દીકરો કરે એશોઆરામ, બાપ ઢસરડાં
કરે જ છે ને.
સોમરસ પી પી , કરે કિડની ખરાબ
દીકરો,
અને મા કિડની આપી, જાય જ છે ને સ્વર્ગધામે .
ત્યાં પણ આજીજી કરી પ્રશંસા કરે દીકરાની,
ભલે લાગે બધાંને એ ગાંડપણની નિશાની.
ઘનશ્યામ વ્યાસ
મુંબઈ
કાંદિવલી.
*****************************************
NOG SS No : 0079
વિષય ટેવ-કુટેવ
શીર્ષક: ટેવ -કુટેવ
પદ્ય
————-
મારે કરવી એક ખાનગી વાત
તેની ચર્ચા ન કરશો દિન રાત
–
મને રોજ જોવું ગમે સુંદર પ્રભાત
તારા ગણવામાં ગુજારું હું રાત
–
એને ટેવ ગણું કે કુટેવ ગણું
મને આપો એક સાચો જવાબ
–
ઉઠાવાના સમયે માને પજવું
ઝટપટ દૂધ પીને દોટ મૂકું
–
શાળામાં રોજ હું મોડી પહોંચું
માસ્તરની ત્રાંસી નજરમાં ખુંચુ
–
ભણવામાં નંબર પહેલો રાખું
શિક્ષાનો કોઈદિ સવાદ ન ચાખું
–
ખગોળ શાસ્ત્રમાં તારા જેમ ચમકું
પ્રભાતનું હું આબેહૂબ વર્ણન કરું
–
બહેનને ઊંધ ખલેલ પહોંચાડું
ભાઈને ઘણાં સવાલો પૂછી રંજાડું
–
મારી અગણિત આકાંક્ષા સંતોષું
કુદરત સાથે દિલનાં તાર સાંધુ
–
આને ટેવ ગણું કે કુટેવ ગણું
કેમ કરી મનની ઉલઝન સૂલઝું
પ્રવિણા કડકિઆ
અમેરિકા