ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય (સોગઠું,ચોપાટ,ખેલ) પૈકી પાંચ પદ્ય રચનાઓ આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: ખેલ ,ચોપાટ, સોગઠુ
શીર્ષક: ખેલ નિરાળો..
…………………………
ખેલ,
તો તેં માંડ્યો છે
પ્રભુ
સૃષ્ટિનો
અમે બધાં તો તારા પ્યાદા…
તું રમત રમાડે
તેમ રમીએ ,
પ્રભુ તારા ખેલ પણ નિરાળા..
એકને રંક ને એકને રાજા બનાવ્યા!
જન્મ ને મ્રુત્યુનો પણ
તારો જ ખેલ.
કર્મનું ફળ છે આ.
તું કહે છે
આ..
આ કોઈ ખેલ નથી .
સમજમાં આવે છે
હવે
તારો આ ખેલ.
ખરેજ તારો આ ખેલ નિરાળો છે ..
– દીપક જગતાપ
…………………………
NOG સાહિત્ય સરિતા (1)
NOG S.S. No.059
શબ્દ:-સૉગઠું-ચૉપાટ-ખેલ.
વિષય:- ‘હાઈકુ ‘.
ગજબ ખેલ
1) થાય સોગઠું ગાંડુ
પ્યારે’ ચોપાટ.
2) દિવસ રાત
ન સમય મર્યાદા
રમો ચોપાટ.
3) મારે સોગઠીં
ખરો રાજકારણી
ખરા સમયે.
4) જીવન ખેલ
રમે સમયવર્તી
જરૂર જીતે.
5 ) દિમાગી ખેલ
જો વાપરે ચાલાકી
જીતે ચોપાટ.
©️જયકાન્ત એસ ઘેલાણી
‘પ્યારે’ બોરીવલી
21.01.2021.
****************************************
Noah SS No : 0019*
*Name. કલ્પના* *ત્રિવેદી*
*સુરેન્દ્રનગર*
*શબ્દ..શતરંજ,ખેલ,રમત*
*પ્રકાર. પદ્ય*
શીર્ષક:???
૨૨/૧/૨૦૨૧
છીએ એક સાથ તો રમીએ ચોપાટ,
નથી કોઈ તમસ,બસ
તુજ અજવાશની પાસ,
મેળવીશ પાછું વિખરાયેલું જીવન,
મૌન મારું પણ ઉકેલાશે પળવાર,
કરવી છે હર્ષ..ઉલ્લાસની લ્હાણી,
નથી કોઈ રમત કે ચોપાટની કહાની,
વાત સમયની રાખી
કરવી છે સાક્ષાત્કારની વાણી,
તને ગમ્યું તે તારું,
મારું સઘળું જ તારું,
બધાં સોગઠાં દીધાં આપી,
હવે બાંધું ઈચ્છા કેરો માળો,
હરિ,હવે તૃષ્ણાની રમતમાં નાં બાંધો!!
**************************************
NOG SS No : 0048
વિભાગ – પદ્ય
શબ્દ – સોગઠું, ચોપાટ, ખેલ
*શીર્ષક – જિંદગી*
જિંદગીએ બિછાવી ચોપાટની બાજી,
નસીબનું સોગઠું આમંત્રે તારાજી.
ખેલાઈ ગયો શતરંજનો ખેલ,
ચકનાચૂર થયો સપનાંનો મહેલ.
અંગતે કર્યાં પીઠ પર ઘા,
લાગણીનાં સોદા પડ્યા મોંઘા.
દિલનાં જખ્મોની યાદી છે તાજી,
છતાં નથી દર્શાવાતી નારાજગી.
પ્રીતનાં સંબંધો થયા પેલે પાર.
વિશ્વાસ શબ્દનો થયો વ્યાપાર.
*પ્રકૃતિ ‘પ્રીત’*
**************************************
NOG SS No ::0063
વિષય : ચોપાટ
વિભાગ : પદ્ય
શીષૅક : જામ્યો આ ખેલ
મંડાઈ આજ એક નવી જીવન ચોપાટ..
થઇ શરું બાજી ને ગોઠવાણા સોગઠાં.
જામ્યો આ ખેલ ભૈ…
થઈ ખરાખરી આ તો…
શ્વાસ થંભાવીને…
હૈયું થથરાવીને…
થૈ ગ્યા ઉભડક ભૈ…
લે..!!!
આ…તો…
રમનારો સામે છેડે, તું હતો
મારા નાથ…!
સોગઠાં ફેંકાય જો અહીં સામસામે..
મનગમતી જીતે માનું ખેલાડ મને..
વળી…
મૂંછમાં હસીને જ્યારે ફેરવે, ચક્કર તું…
ચકડોળે ચડેલો હું,
બમણી લગાવું બાજીઓ..
હાર-જીતનાં આ ખેલમાં..
જિંદગી વહી જાય…
થાકી.. હારી…લીધો જ્યાં જરીક શ્વાસ..
ને.. આ શું?
શ્યામ આ કેશ, થઈ ગયા શ્વેત..!
ફેંકવા બાજી ધ્રુજતાં હવે હાથ…
ને ખેંરખાં આ ખેલંદાની,
થૈ ગઈ લક્કડ તલવાર..
અંતે…
ફરી મંડાઈ એક છેલ્લી ચાલ..
ને.. લ્યો…
બનાવી તને સાથીદાર,
કરી ગયા જીવનનૈયા હેમખેમ પાર..
– રીટા ભાયાણી
મીઠાપુર