ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત NOG સાહિત્ય સરિતા – ૧ ” સથવારો” વિષય અંતર્ગત ગ્રુપ મેમ્બરો ની આજે ” પદ્ય ” રચનાઓ… આયોજક/સંચાલક/તંત્રી : પ્રદીપ રાવલવોટસ અપ કોલીગ નંબર : 9824653073www.janfariyadnews.com
NOG SS No: 0040પ્રકાર : પદ્ય શીર્ષક : હર કોઈ ઝંખે એક સથવારો
એમ કંઈ નીકળે જન્મારો?હર કોઈ ઝંખે એક સથવારો,
આતમ ઝંખે તારો ને મારો,લાગણીસભર એક સથવારો,
સાદ કરે કોઈ મુજને;આતમથી પડે પડઘો તારો!
અહો! આ ક્ષિતિજે જોને;આભને ધરતીનો સથવારો,
એકલો અટૂલો નથી અવતર્યો; હતો નાળનો સથવારો,
મ્રુત્યુ વેળાએય નહીં હોઉ એકલો;અચૂક દેશે કર્મ સથવારો,
એમ કંઈ નીકળે જન્મારો?હર કોઈ ઝંખે એક સથવારો.
✍️વૈશાલી મહેતા.
******************************************
NOG SS No :-0077**વિભાગ :પદ્ય**વિષય:સથવારો**શીર્ષક :એકલતા મારો સથવારો*
હું અને મારી એકલતા બેઠાં હતાં એકલાં…!
ના ધનની લાલસા,ના લોભ લાલચનો વારસો,ના ખપે કશુંય હરામનું…!
હું અને મારી એકલતા, બેઠાં હતાં બે ય એકલાં,બેઠાં હતાં બે ય એકમેકનાં ,સથવારે બની બેકલાં….!
એ બોલે હું સાંભળું, હું બોલું એ સાંભળે..!
એકમેકનાં પ્રતિબિંબ, એકમેકના સારથી,એમાં અમે સહેજે ય ના સ્વાર્થી….!
નહીં કોઈની ગનીમત,હું મારી શરીગત!
શું કોઈની સાડાબારી…?હું જ મારી ડોકાબારી…!
હું અને મારું એકાંતએજ મારો સથવારો,અસીમ અને અનંત…સદૈવ બની રહો સાથ અમારો….!
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ
રહે મળતો એક તારો સથવારોસાવ સુધરી જાય મારો જનમારો
આફતો આવે ભલેને મારગમાં,હેતથી આપીશ એને હોંકારો.
જીવવા ને ઝૂરવાની આ ઘટનાં,દે ભલેને રોજ નવલા પડકારો.
આવતા જાતા કરે શ્વાસો રટણ,ફક્ત કરો થોડાક એવા ઉપકારો
વાત ‘ઘાયલ મેઘ’ની કાને ધરજોનાવ મારી આપ હરિ પાર ઉતારો
મેહુલ ત્રિવેદી(ઘાયલ મેઘ) ખેરાળી
NOG SS No :- – 0037 વિભાગ – પદ્ય શીર્ષક – સથવારો. સૂરજના સથવારે, પ્રભાતનાં દર્શન થાય . ચંદ્રના સથવારે, ચાંદની શીતળ થાય. દીપકના સથવારે, અમાસ દીપી જાય. દોસ્તીના સથવારે, દર્દ દવા બની જાય. સ્વજનોના સથવારે,સફર સરળ થઈ જાય. દૂરિયા માઈલોની હોય,સથવારે હૃદય મળી જાય. ‘ ઈસ’ના સથવારે, સ્નેહ સ્વજન નો,જીવન’ હેમ ‘બની જાય. ✍️ હેમલતા દિવેચા.જૂનાગઢ
.*********†******************************* *
NGO SS No :- 0039. *શબ્દ – સથવારો**શીર્ષક – બસ, એક તું જ.**પ્રકાર – પદ્ય -અછાંદસ*
એક તારો સાથ! બસ, બીજું કાંઈ ન જોઈએ મારે,સ્વર્ગથી ય વ્હાલો તારો સંગાથ, બીજું કાંઈ ન જોઈએ મારે,
આવે જીવનમાં ઝંઝાવતો કે ત્રાટકે ભયંકર વિજળી,તન, મન, ધન ઘસાઈ જાય,માત્ર રહી જાય છત આકાશની,
કરી દે પાયમાલ સમય મને, બનાવી દે લાચાર, પરવશ,ના રહે સુધ ખાવાની કે ન આવે નીંદર રાત- રાતભર,
હોય જો તારો સથવારો, વિશ્વાસ છે મને થામી લઈશ તું,હૈયે ધરી હામ, હેતે ઝૂલાવી દરેક પળે મને સહી લઈશ તું,
જીવન તો છે સુખ દુઃખનું ખેતર, ખેડી લઈશું ભેગા મળી,પ્રીતનું અમી સીંચી વહેંચીશું,આપીશું પરીક્ષા જીવનની.
સ્નેહ, સંગાથ, સાથ, સહવાસ ને સથવારો હોય તારો,પ્રેમ, પીડા,પ્રણય, પ્રાર્થના અને પૂજામાં સદા રહેશે સાથ મારો.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*….અમદાવાદ
ભૂલી જઈશ એક ક્ષણમાં એવો સથવારો નહિ ગમે,લખતાં લખતાં અધવચ્ચે મૂકી જઈશ મને નહિ ગમે.
લખું ફક્ત તારા સથવારે એ કોઈને નહિ ગમે,તરક્કી કરું તારા સથવારે એ કોઈને નહિ ગમે.
સંભળાવશે તને કોઈ મારા લીધે મને નહિ ગમે,દુઃખ દર્દ છુપાવે એવી આંખ મને નહિ ગમે.
દુનિયાને ભૂલી એકીટશે જુએ એવો સથવારો મને ગમે,સાથે રહે વિકટ પરિસ્થિતિમાં એવો સથવારો મને ગમે.
” બાદલ ” મળીશ તને છૂપી છૂપી તારા સથવારે પણ ,” ચાંદ” ખુલ્લેઆમ મળીશ તો દુનિયાને પણ નહિ ગમે.
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
NOG SS No : 0048વિષય – સથવારોવિભાગ – પદ્ય*શીર્ષક – સથવારો – હાઈકુમાળા*
જન્મદાતાનાંસથવારે પ્રવેશ્યાંઆ જગ મહીં.
માણ્યો આનંદ,નિર્દોષ બાળપણેમિત્રોને સંગ.
શિક્ષકો સંગેમેળવી અમૂલ્યજીવનશિક્ષા.
જીવનસાથી સથવારે પ્રેમનુંએ સમર્પણ.
માતપિતાનીજીવનસંધ્યાએ,બનું હું સથવારો.
બાળકો સંગેમાણી છે આ યુવાનીઉલ્લાસભેર.
વૃધ્ધાવસ્થા એઝંખું એક પ્રેમાળ સાથી સહારો.
અંતિમશ્વાસે,માંગુ ફક્ત સહારો,ઈશચરણે.
✒️ પ્રકૃતિ શાહ ‘પ્રીત
‘********†******************************
NOG SS No / 0054
વિભાગ – પદ્ય વિષય – સથવારોશીર્ષક : બનો બધાંનાં પ્રેમાળ! પ્રકાર : શોર્ટ & સ્વીટ
ઘોડિયામાં હતા ત્યારે, માતાપિતાનો હતો સથવારો, વૃધ્ધાઅવસ્થા સમયે, એમનો બનજો ટેકવારો.
હાથ જોડશો તો પ્રભુ બનશે ,હરકોઈનાં રખેવાળ, શું લઈ જવાના સાથે! બનો બધાંનાં પ્રેમાળ.
સપના શાહ ગોધરા
શું કવીઓ ગુજરાતી કાવ્યોના બધાજ કાવ્ય રચના ના જૂના નીયમો ( છંદ ,વીવીધ રાગો ) પ્રમાણે કાવ્ય રચના કરવાનું ભૂલી ગયા છે?
જે કાવ્ય ગાઈ શકાય ,જેમાં માધુર્ય હોય,તળપદી ભાષામાં રચના ભલે હોય પણ નીચે શબ્દાર્થ હોય ,સરળતાથી સમજી શકાય એવું હોય ,અનુવાદ યોગ્ય હોય ,ગદ્ય રૂપે ન હોય,શબ્દ શુદ્ધિ હોય ,જેમાં પ્રાસ હોય તેવાં કાવ્યો આધુનિક કવિઓ ક્યારે રચશે ?