*લાડુ અને ફૂલવડી નો સંવાદ (થર્મોકોલ ની થાળીમાં)….*
અજાણતા પીરસાતા, થયો પદસ્પર્શ ફુલવડી નો મોદક શિરે,શાંત, સ્થિતપ્રજ્ઞ, ધ્યાનસ્થ લાડુ, છંછેડાયો ઉદીગ્ન ઉરે..
ખસખસ ખંખેરી, બોલ્યો લાડુ લાલચોળ ક્રોધાગ્ની થી..”કેમ કરે તું અડપલાં મુને? છું તોફાની જન્મથી”
*ફૂલવડી ફુલમણીશંકર તણી, ફુલાવી ગાલ તે બોલી:*” છું સળેકડી, પણ છે ચણા લોટ કેરી સ્નિગ્ધતાહ્રદયે રાખું મરી મસાલા, દહીં મેળવીને પામી છું ક્ષમતા,ચીડવે તારા જમનારાને, સહુ કહી “*લાડુ ભટ્ટ”*રખડી રહે તું સંક્રાંતે, દુરાગ્રહીની ડીશ છ્ટ
*કટકો લાડુ કુદીને બોલ્યો:-*બેસ બેસ તું ચીબાવલી, આળોટતી ગરમ ગલોફામાં, તુંટુકડો મારો, તડપતી જીભે, સ્ટોપ (stop) કરું સીસકારા, હું
*ફુંકારી બોલી ફૂલવડી:-*લીધો છે જન્મ મેં ઝારામાથી, તેલમા કર્યું છે અગ્નિ સ્નાનતારા ગોળમટોળ આકારે, કરે છે તું કંઈક જાડીયા નું અપમાન..
*લાડુ લથડતા લવ્યો:-*
ઘી ગોળ ને ઘઉં ની ગોળી, ખાનાર ખુશમિજાજી ને જીવન બંને રંગોળી(અરે!) છું લાડવો મોટો, લગ્ન ના પૂરત મા-માટલાનો..કસબ બે હથેળીનો, ક્યાંય ન મળે જોટો…તું નાજુક ટેણી, અષ્ટોવક્ર ને ખરબચડીપડાવે ફુંકારા ને સીસકારા, અપ્તજનોને દ્વી દ્વારેથી..
*ફૂલવડી ફંગોળાઈ બોલી:-*”(ભલે!) ઉંદરે આપું અગ્નિદાહકિન્તુ બોલે સહુ આહ ને વાહ!તીખાશથી પડાવું સીસકારા પ્રિયજન નેવટ છે, વળ છે મારો, આનંદે સહુ સન્મુખે!!!
*લાડુ ઉવાચઃ*હું મદમસ્ત મોદક વ્હાલો, પ્રિય પ્રભુ ગણેશ શંકરનોઆરોગે જો અગણિત પાર્ટી માં, થાય નિદ્રાધીન જમના ને શંકરયાદ રહે તારી , નફકરાને આકર્ષી, સુગંધ ચોગરદમસુબહ સુબહ ચીત્કાર સુનોગી જબ ટોઈલેટ ગયે ઉન્હેં કદમઓડકાર ને હેડકી ક્વચિત થાય સંગમએસીડીટી – ગેસનો થાય પૂર્ણ પ્રકોપ હરદમ
જનમો જનમ ના બે સાખપાડોશીહુંસાતુંસી માં થયા આક્રોશી
*બાસમતીએ* બાથભરી બન્ને નેસમાધાન, સમજાવટથી અન્યોન્ય નેસુચવ્યું સહેલું અલ્પાહાર ને ક્રમવાર જો આવશોમાન-અપમાન થાશે નહીં, પ્રિયજન ને બ્રહ્માપણઁ પામશો
અપોષણનો આગ્રહ રાખો, દેવને જમાડો,ટુકડો તારો, બટકું મારું, શીતજલ સહ, આનંદ પમાડો.
– ડો. દિનેશ દવેઅમદાવાદ…..૧૯૯૮
*********************************
આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે,બારણાં બોલેઃ ‘પધારો’, ઘર મને એવું ગમે.
હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે,હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.
કાયમી જ્યાં છમ્મલીલાં લાગણીનાં ઝાડ હો,કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.
નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.
જ્યાં લાગે અજાણ્યાનેય પણ પોતાપણું,લોક ચાહે જ્યાં ઉતારો, ઘર મને એવું ગમે.
થાકનો ભારો ઉતારે, કોઈ આવી ડેલીએ,સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે.
મંદિરો જેવું પરમ સુખ, સાંપડે જ્યાં જીવને,જ્યાં રહે ચડતો સીતારો, ઘર મને એવું ગમે..
આપનો દિવસ શુભ રહો…..
**********”******************************************
NOG No :-0038 વિભાગ :- ગદ્યશીર્ષક :- દિવાળી.
દિવાળી આનંદ ને ઉત્સાહનો તહેવાર છે. મને તો દિવાળી નજીક આવે એટલે ગામડે જવાની તાલાવેલી બહુ હોય.અત્યાર સુધી મેં ક્યારેય શહેરમાં દિવાળી નથી કરી .હું ગામડાની દિવાળીની થોડી વાત અહીંયા વ્યક્ત કરું છું. દિવાળી હોય એટલે અમારે ગામડે દરેકના ઘરે ઘઉંના લાડુ બને.કોઈના ઘરે મરણ થયું હોય ને શોક હોય તો પડોશીઓ બનાવીને આપવા જાય પણ કોઈને બાકી ના રાખે. રાત્રે સરસ મજાની રોશની કરે, બધા નવા કપડાં પહેરી તૈયાર થાય .ગામમાં જેટલા બાળકો હોય એ દિવા પ્રગટાવી હાથમાં દીવો લઈ ઘરે ઘરે જાય ને બધાના ઘરે દિવામાં તેલ પુરાવે.જે બાળકની પહેલી દિવાળી હોય એના દિવામાંઘી પુરવાનો રિવાજ છે. હવે એ દિવાની વાત કરું તો એ અલગ પ્રકારના હોય છે,કોડિયા જેવું બનાવી નીચે હાથો બનાવે માટીનો પકડવા માટે..પછી કોડિયા ઉપર ઉભો થંભ માટીનો નાનો બનાવે એથંભ ઉપર કોટનનું કપડું વીંટાળી તેલ પુરવાનું .આવા દિવા લઈ જ્યારે બાળકો ગામમાં ફરે ત્યારે એ નજારો જોવાની મજા આવી જાય. ખરેખર ગામડાની દિવાળીમાં હજુ ઉત્સાહ દેખાય છે ..ખૂબ પ્રેમથી બધા આ તહેવારને માણે છે. ✍️ શીલા પટેલ. ગાંધીનગર.*
****************************************
[NGO: 0015પ્રકાર:- પદ્ય (ચતુષ્કલ)શીર્ષક:- રોજ દિવાળી
મનથી મનાવોરોજ દિવાળી.સુખથી સજાવોરોજ દિવાળી.
રોકી કોઇના આંસું ખરતા,હેતે ઉજવોરોજ દિવાળી.
દઇને દિલાસોદુઃખી દિલને,દિલથી ઉજવોરોજ દિવાળી.
આશ જગાવીઉરમાં નવલી,હરખે ઉજવોરોજ દિવાળી.
ભેદ ભુલીનેસઘળા મનનાં,પ્રેમે ઉજવોરોજ દિવાળી.
મેહુલ ત્રિવેદી ખેરાળી*
*****************************************
NOG/0044પ્રકાર:- ગદ્ય.વિષય:- દિવાળી.
ક્યાં ગઈ કાલની દિવાળી અને ક્યાં આજની? આજે દિવાળીના તહેવારની મોટેભાગનાને જાણકારી નથી.તહેવારના મહત્વ કરતા દેખાડવાનું મહત્વ વધી ગયું છે. દિવાળીમાં પાંચ દિવસ અગત્યના.વાક્ બારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષાભિનંદન.આ દિવસોમાં બધા સાથે મળી દિવાળી પર્વ નિમિત્તે વિવિધ જાતના ફરસાણ, મિષ્ટાન બનાવતા. આંગણે રોજ રંગોળી પૂરતા, ઊંબરે દીવિ પ્રગટાવતા. આજે તો દિવાળીમાં ઘરે જ નથી રહેતાં.સહેલગાહે ઉપડી જાય,એટલે સપરમે દહાડે આંગણુ સુનું.ન રંગોળી,ન દીવા પ્રગટે.. દિવાળીનું ખાવાનું મોટેભાગે તૈયાર લાવે.કેટલાક તો વળી તળેલું , ગળ્યું ખાવાથી તબિયત વધે કરી બનાવતા જ નથી.જો કે પીઝા, બર્ગર, સેન્ડવીચ જેવો ખોરાક ખાતા હોય છે.આવો ખોરાક ખાવાથી કેવી તંદુરસ્તી જળવાઈ એ ખાનારા જાણે. વાક્ બારસનું અપભ્રંશ કરીને વાઘબારસ થઈ ગયું. વાક્ એટલે વાણી.વાણીની અધિષ્ઠાત્રી માં સરસ્વતી.વાક્ બારસે વિદ્યાર્થીઓ મા સરસ્વતીનું પૂજન કરી અભ્યાસ કરે. ધનતેરસે માં લક્ષ્મીનું પૂજન કરે.માન્યતા એવી કે લક્ષ્મી એટલે પૈસા,જય ઝવેરાત. ઘરની લક્ષ્મીની તો કોઈ ગણત્રી જ નહીં.ખરેખર તો આમાં સુધારો લાવવો જોઈએ.ઘરની લક્ષ્મી એટલે પુત્રવધૂ. પુત્રવધૂનુ માન સન્માન ન જાળવતા હોય, એને કોઈ અધિકાર ન હોય ત્યાં નાણારૂપી લક્ષ્મી ક્યાંથી ટકવાની ધનતેરસે લક્ષ્મી પૂજન, ઘરની લક્ષ્મી રડાવીને.લક્ષ્મીપૂજા ની રીતમાં સુધારો જરૂરી,કરો અંદર ગૃહલક્ષ્મીનો. અંતર રાજી ગૃહલક્ષ્મી કેરું, કૃપા વરસે લક્ષ્મી માતની. કાળીચૌદશે ચકલે વડાં મૂકી ઘરમાંથી કકળાટ કાઢવાનો રિવાજ.ખરેખરતો આપણે આપણા મનમાંથી ગુસ્સો, ઈર્ષા જેવા કુવિચારો ને કાઢવાની જરૂર છે. દિવાળી એટલે દીવાની હારમાળા. દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ અમાસ.દિપમાળા પ્રગટાવી અંધકારને રોશનીથી શણગારી ઝળાંહળાં કરવાનો દિવસ. નવું વર્ષ.શરૂઆત ચોપડા પૂજનથી થાય. ખેડૂતો બળેરાજાની સ્થાપના કરે.માટીની એક કુલડીમાં પૌંઆ ભરી ઉપર રૂપિયો ને સોપારી મૂકે.બીજી કુલડીમાં મીઠું મરી ઉપર રૂપિયો ને સોપારી મૂકે.પગમા પહેરવાની પાવડી હાથમાં લેવાની લાકડી આ બધું એક પાટલા પર મૂકી પૂજા કરવામાં આવે.એક બીજાના ઘરે જઈ શુભેચ્છા પાઠવે.મીઠું મોં કરી નવા વર્ષની શરૂઆત થાય. શરૂ થયેલા નવા વર્ષનો પહેલો તહેવાર ભાઈબીજ.બેન ,ભાઈને સપરિવાર પોતાને ત્યાં ભાવતાં ભોજન જમાડી રાજી થાય.ભાઇ પણ બહેન ભાણેજ માટે પોતાની સ્થિતિ મુજબ ભેટ સોગાદ લઈ જાય.ભાઈબેન એકબીજાને મળી રાજી થાય. સૌને દિવાળીની શુભેચ્છા સહ નૂતન વર્ષાભિનંદન.
✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*************””***************************************
રાજકીય મૂળ મુદ્દા જ ચર્ચામાંથી ગાયબ
અમેરિકામાં ત્યાંના રાષ્ટ્રપતિની ચૂંટણી જો જંગ ચાલી રહ્યોછે છે. ચૂંટણીના કાયદેસર પરિણામો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. ચાર જેટલા રાજ્યો ના પરિણામ કોણ ટ્રમ્પ – રિપબ્લિક પક્ષ અને બાયડન ડેમોક્રેટિક પક્ષ માંથી કોણ વધુ વોટ લેશે તેનો ઇંતેજાર થઇ રહયો છે. જોકે અતિયારના સમાચાર પ્રમાણે જો બાયડન જીતવા તરફ જય રહ્યા છે. અને અગ્લી બાર ટ્રમ્પ સરકાર ના નારાઓ લગાવનારા ના છાતીના પાટિયા બેસી ગયા હોય તેમ લાગે છે. આ અમેરિકાની લોકશાઈમાંથી ઘણું જાણવા જેવીછે અને સમજવા જેવું પણ છે.
અમેરિકાના બંધારણ અને ચૂટણી ને સમજવા સરળ નથી. પણ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી થાય છે. અને અહીં આ રાષ્ટ્રપ્રમુખ પાસે જ બધી સત્તા હોય છે. જયારે ભારતના રાષ્ટ્રપતિ અને ઇંગ્લેન્ડની મહારાણી પાસે આમ જોવા જાવ તો એક સેરિમોનિયલ પોઝિશન કહી શકાય. તેમનું કામ દેશની ચૂંટાયેલી સરકાર ની કેબિનેટ ની સલાહ પ્રમાણે કરવાનો ઐતિહાસિક પ્રનલિકા બની છે. એટલે સુધી કે ભાષાનો પણ વાળા પ્રધાન ની મંજુરીથી તૈયાર થાય છે. ભારત અને બ્રિટનમાં વડાપ્રધાન ની સત્તા સૌથી વધુ હોય છે.
અમેરિકામાં સેનેટ છે જેવી ભારતમાં લોકસભા અને બ્રિટનમાં પરલાઇમેન્ટ છે. બ્રિટન અને ભારતમાં વડાપ્રધાન પાર્લામેન્ટ માં જે પક્ષ ની બહુમતી હાય છે તે માંથી ચુનાઈ ને આવે છે અને તેથી લોકસભા જ આવા વડાપ્રધાનો પાસે જવાબદારી માગે છે. દાખલ તરીકે ટેરેસા મેં, જે બ્રિટનના વાળા પ્રધાન હતાં, તેમને પોતાના જ પક્ષ ના દિગ્ગ્જ નેતાઓએ વિરુદ્ધ જઈ બ્રીએક્ઝીટ ના વિષયો પર વોટ આપતા અને અઘરા સવાલો પુછતા જરા પણ સંકોચાતા નથી અને ધારે ત્યારે રાજીનામુ આપવા સુધી પણ મજબુર કરી શક્યા હતા. આને ચેક્સ એન્ડ બેલેનાસ અને એકોઉન્ટીબીલીટી કહેવાય છે , જે ને ગુડ ગવર્નન્સના ઢાંચામાં સંમાવી શકાય છે. જયારે આપણા દેશોમાં વાળા પ્રધાન અને પક્ષના નેતાઓ પાછળ હજૂરિયાઓનુંજ જૂથતેમની કેબિનેટ કે પાર્લિયામેન્ટમાં ચકોચકક ભરી બેઠુ હૉય છે જેથી દેશના મૂળ મુદ્દા જ ચર્ચામાંથી ગાયબ કરી દેવાય છે. હવે તો સરકારી તંત્ર જ આખું સાહેબની સેવામાં આંખ મીંચી યસસર અને નોસર હરિ હજૂરિયા બની સલામો ઠોકતું તંત્ર કરી નાખયું છે. અને તેમાંય આપણા સમાચાર પાત્રો અને રાજકીય જર્નાલિસ્ટ્સ અને મીડિયા હોઉસીસ પણ દેશના જનતાને લગતા મૂળ મુદ્દા જ ચર્ચાઓમાંથી ગાયબ કરી દેવા ના માહિર થઇ ગયા છે.
તમોને આશ્ચર્ય થશે કે આ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મપે પોતાની પ્રેસ કોણ ફ્રાન્સ દરમ્યાન કેટલાક જુઠા દાવા કરવાના શરુ કાર્ય તેવાજ મોટા ભાગના અમેરિકાના ટી વી ચેનલોએ તુરત તેમાં ભંગ કરી સત્ય હક્કીકત બહાર લાવી ખુલ્લેચોક કહ્યું કે તેમના રાષ્ટ્રીય પ્રમુખ તદ્દન જુઠો પ્રચાર કરે રહ્યા છે. એવું પણ જાણવા પાળ્યું છે કે આ ટ્ર્મપે સત્તાનને ગુમાવવાના દરે કોર્ટમાં આ વોટ કાઉન્ટીગ અટકાવવા અરજી કરી હતિ તેને જજે ઠુકરાવી કહ્યું કે સાચા પુરાવા પેહલા લઈને આવો. કેટલોક જગ્યાએ તો ચુનાવી તંત્રે બહુમતી થોડી હતી ત્યાં તુરત ત જ ફરી કાઉન્ટ શરુ કરાવી દીધું હતું. અને અહીં કોઈ ઈવીએમ કે વોટિંગ મશીનથી વોટ નથી લેવાતા અને ગણતરી પણ હાથ થી જ કરાય છે. પોસ્ટલ વોટો પણ ખુબજ ચકાશાય છે અને તે બીજા રાજ્ય માં કે ગામમાં વોટ આપી આવ્યા નથી તેની પણ ક્રોસ ચેકીંગ કરાય છે. બીજા વોટો માટે લોકોને પોતાની આઈડી દેખાડવી પડે છે. અને લીધે ધોડુઘણું મોડું થાય છે. પણ ચકસનીમાં કોઈ ખામી ચોદતી નથી.
અહીં, અમેરિકા અને બ્રિટનનમાં ચુનાવ દરમ્યાન રાજકીય પક્ષોમાં, મીડિયામાં અને જનતામાં તેમના જીવન જરૂરિયાત ના મૂળ મુદ્દા ઓ જેવાકે ઈકોનોમી, બેકારી, મેનીફેકટરીંગ, શિક્ષણ, હેલ્થકેરે, ટ્રાન્સપોર્ટ અને મોગ્વારી જેવા મુદ્દા ખુબજ મહત્વના હોઈ છે. થોડા સમય પેહલા એક રાજ્ય માં એક પોલીસે એક બ્લેક માણસ ની ગાર્ડન પર પોતાનો ઘૂંટણ દબાવી રાખવાથી મૃત્યુ થવાથી લોકોમાં ખુબજ રોષ ભરાયો હતો અને તેવી જાતના લો અને ઓર્ડર ઉપર મોતીચ ચર્ચા કરાઈ હતી. આપણે ત્યાં પોલીસના વર્તન માટે તમે કાયા રાજકીય પક્ષ કે ધર્મ જ્ઞાતિ માંથી આવોછે તે પહેલું ચર્ચાય છે. જો કોઈ પ્રાશાસનને પૂછે તો તેમને કોંગ્રેસીયા, દેશ દ્રોહી કે પછી પાકિસ્તાની જાસૂસોના ઇલકાબ આપી મીડિયા એક નવુજ વાત વારં ઉભું કરે છે કે સરકાર ના મંત્રીઓ ઓ માટે એક ઈન્કવાયરી બેસાડી અને બેચાર પોલીસે વાળાઓને સસ્પેન્ડ કે ટ્રાન્સફર કરી આખા મુદ્દાની હવ્વાજ કાઢી નાખ્યા છે. ન્યાય અને પ્રોસિક્યુશન તંત્ર પણ પક્ષપાત ના આધારે જ નિર્ણયો લેતા હોઈ તેમ લાગે છે. જે દેશમાં દાસ દિવસમાં પચીસ કાયદા કોઈ ખાસ ચર્ચા વિચારણા વગર જે સરકાર પાસ કરાવે તેને લોકો અને મીડિયા વાળા વિશ્વ ગુરુ બનવવાના સ્વપ્ન દેખાડે છે અને લોકશાહિના બંગા ફૂંકાવા અમેરિકા અને બ્રિટન સાથે સરખાવવા કરતા જયારે જુવો ત્યારે પાકિસ્તાન ને વચ્ચે લાવી મૂકી લોકોને ઘેલમાં લાવી દે છે.
આજે બિહાર ચૂંટણીમાં લાલુને કેટલા છોકરાં છે તેવા ફાલતુ બીજા આવીજ અન્ય વાતૉને મુદ્દો બનાવાયા. અને તેજસ્વી જેવા યુવા જેણે બે રોજગારી અને ધાંધા અને શિક્ષણ અને શારીરિક સારવાર ની વાતો કરી તેની માઝાક ઉડાડવામાં કોઈ કસર છોડી નથી. તેજસ્વીએ દર લાખ નોકરીઓ આપવાની વાત કરી તો આખું જૂંડ તેના ઉપર તૂટી પડ્યું કે પૈસા ક્યાંથી લાવશે. વાત પણ સાચી અને એ પણ સાચું છે જે છુપાવવામાં આવેછે જે લખો સરકારી નોકરીઓ કહેલી રાખવામાં આવેછે અને વેતન પણ સમય સાર મળતું નથી. રવિષ કુમાર જેવા પત્રકારો આવી વાતોને ઉજાગર કરવા પ્રયત્નો કરે તો તેને દેશ ધ્રોહી કેહિ ધમકીઓ મળે છે. પણ ભાજપ પોતાના ચુનાવી એજન્ડા માં ઓગણીસ લાખ નોકરીઓ આપવાનું પ્રલોભન કરીછે તો નીતીશ ભાઈની જીભ લકવો મારી જાય છે. છાપાઓની યાદ શક્તિ અચાનક જતી રહે છે. બિહારના વોટિંગના ત્રીજા અને છેલ્લા ચરણ ની શરૂઆત પેહલા ફરી પાછો એક લવ જીહાદ નો ગુબ્બારો છોડયો જેથી પરતકારો અને ટીવી ચેનલો તેને જ ચર્ચા માં રાખી શકે. જયારે અમેરિકામાં બેકારી, ઈકોનોમી અને કોવિદ સામે સરકારની નીતિઓ અને રિસ્પોન્સ મૂળ મુદ્દા હતા. લાગૂકોમો અને તેમાંય ખાસ કરીને બ્લેક સમાજે એકત્ર થઇ ખુબજ વોટીંગ કરી ટ્રમ્પ ને પોતાની ઓખદ દેખાડી દીધી છે.
જયરાએ આપણે ત્યાં, બ્રાહ્મણો, પટેલો, વાણીયાઓ, ટાકુરો અને અન્ય કોમ ના નેતાઓ એક બીજા સામે જ દાંતિયા કરવામાંથી ઉંચા નથી આવતા. હમણાંજ મજદુરો અને કામ કરનારાઓ ના અધિકારો છીનવાઈ ગયા માલિકો ગમેત્યારે તેમને છુટા કરીશે તેવી નીતિ બહાર લવાઈ છે. લશ્કરમાં લોકોના પેંશન પણ ઓછા કરાયા છે. અને મોંઘવારી અને બેકારી એ માઝા મૂકી છે, પણ એક વર્ગ એવો છે કે જે હજુ અયોઘ્યામાંથી બહાર ડોકું કાઢવા તૈયારજ નથી. આજે અમેરિકામાં ટ્રમ્પને લોકોએ બે કારણે પછાડી નાખ્યો છે, એક તો તેની અભિમાન અને વર્તન બન્ને થી દેશની રાષ્ટ્રપતિ ની છબી ને નુકશાન થયું છે. અસત્ય બોલી વાતોને મરોડી ચોળી લોકોને સબ ચંગા છે તેમજ બતાવવાનું આવી કક્ષા નેતાઓ માટે સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટેનું મોટું સાધન મનાય છે. બીજું કે તેની ઇકોનોમિક એને સોશ્યિલ નીતિ ઓ થી સામાન્ય પ્રજાને માટે કોઈ સહાનુભૂતિ દેખાત ન હતી. પણ આવા નેતાઓ જે ફક્ત પૈસાદારોના ટેકે અને મીડિયા માલિકોના સહકારથી પોતાની સત્તા ટકાવવા રાજકારણમાં આવતા હોય છે. આવા રાજ્ય કરતાઓ પેહલા પોતાના જ પક્ષમાં એટલી જબરજસ્થ પક્દડ કરી રાખે છે કે કોઈ તેમની સામે ચુ કે ચા કરવાની હિમ્મત કરતો નથી. બીજી પોલીસે અને ટેક્સ વ્યવસ્થા અને ન્યાયતંત્રને કાબુમાં રાખી પોતાનું જોર કાયમી રાખે છે. ધર્મ અને દેશપ્રેમ નો ઉપયોગ કરી પોતાની મહાનતાની છબી ઉભી કરવા એક ઢાલ તરીકે વાપરે છે. ઘી કેળા પાર્ટીમાં બધાને જોડાવવું હાય છે અને દરેક ની કિંમત પણ ચૂકવાય છે.
અમેરિકા અને બ્રિટન જેવા દશો માં આમ જોવા જાવ તો સામાન્ય રીતે સરકારી તંત્રમાં કામ કરતા બંધારણ ને નીતિ નિયમોને સારીરીતે માં આપેછે. બ્રિટન માં મહારાણી ની છોકરી ને પણ જો કર સ્પીડમાં ચલાવતી હોય તો પણ એક મામૂલી પોલીસે ઉભી રાખી ટિકિટ આપે છે અને કોર્ટમાં ફાઈન પણ થાય છે. આવા પણ ઘણા દાખલ છે. અને ન્યાય તંત્ર હજુ પણ મોટાભાગે સ્વાતંત્ર કામગિરી કરતુ હોય છે. આવા એકહથ્થું સત્તાધારી વર્તન વાળા ચૂંટણીથી ખુબજ ડરતા હાય છે અને ચુનાવી રેલીઓમાટે કરોડો ખર્ચતા હાય છે. તેમને હારી જવાની ખુબજ બીક હોય છે કારણકે તેમની પાયો પૈસા અને વેપારી હેરા ફેરીના કાદવોમાં ઊંડો ખુંપી ગયેલો હૈ છે. આજે પરદેશમાં ગેરકાયદેસર પૈસા રાખનારા ભારતીય નાગરિકોના નામો અને બેંકો પાસેથી મોટી લોનો લઇ પછી એન.પી.એ નાખી દિધેલાના નામો કે વિગતો કેમ બહાર નથી પાડવામાં આવતી! એવીજ રીતે આ ઈલેક્શન બોન્ડ પણ કેવા ખાનગી રખાય છે તે ઉપરથી ખ્યાલ આવશે કે હેરા ફેરી કાયા કાયા છે. આજે બેફામ સરકારી કંપનીઓ નું વેચાણ શરુ થઇ ગયું છે, રાફેલ યાદ કરો, તેના આંતરિક રૂલમાંથી કારપશન અને બેંક ગેરંટી જેવી વાતો જ કઢી નાખવામાં આવી હતી. અને ઈવીએમ ને હજુ પણ કેમ બદલવા તૈયાર નથી? જે નેતાઓ પાટળી બદલેછે તેમના ઉપર ટેક્સ વાળા કેમ રાઇડે નથી નાખતા?
ભારતમાં જ્યાં સુધી ન્યાય તંત્ર, પોલીસે અને ચુનાવી તંત્ર સ્વતંત્ર રીતે કાયદાન પાલન પ્રમાણે ન ચાલે ત્યાં સુઘી દેશની પ્રગતિ અને લોકશાઇની વાતો હાવીઈ રેહવાની. ખાસ કરી ને આપણું મીડિયા અને પત્રકારતવતાનું સ્થર એજ આપણી લોકશાહીની લાજ રાખી શકશે. અમેરિકા કે બ્રિટનમાં કોઈ પણ નેતા સામે ક્રિમિનલ કેસ હૉય તો ત્યાંની રાજકીય પક્ષ જ તેને પાસે આવવા નથી દેતા, ચુનાવી ટિકિટની વાત જ બાજુ પર રહે છે. અને ગમે તેમ કરી ઉભો રહે તો મીડીય તેના રાજકીય સ્વ્પ્નને રોળી નાખવામાં પાછળ નથી પડતું, પછી ગમે તે પક્ષ તેની પાછળ ઉભૉ રહે? આ દેશોમાં સરકારી તંત્રોમાં કામ કરતા અને પત્રકારો માં એક સ્વાભિમાન છે કે દેશના કાયદા અને નિયમો માં રહી સેવા આપવી તેજ દેશ ભક્તિ છે. વિચારો કે અમેરિકા માં આજે ઉપપ્રમુખ એક ભારતીય સાંમજમાંથી આવતી નારી હશે જે આમ જોવા જાવ તો દેશ ચલાવવા પાછળનો મોટું માનો બળ હશે. રાષ્ટ્રપતિ પછી તેનો નંબર ગાંણાય છે. અને તેવીજ રીતે બ્રિટન માં આ શ્રી સુનક જે નાણાંપ્રધાન છે જે અર્થવ્યવસ્થાની જબદાર સાંભળે છે તે ત્રીજા દર્જાના નેતા અહીંના વાડાપ્રધાન પછી ગણાય. પ્રીતિ પટેલ જે ગૃહખાતું સાંભળે છે અને આલોક શર્મા જે બીઝ્નેસ્સ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટજી માટે ના કેબિનેટ મીનિસ્ટર છે. મૂળમાં બ્રિટન ની સરકાર ચલાવવાના મૂળ વિસ્તારો કોના હાથમાં છે? પણ ભારતમાં વાતો મોટી પણ જો કોઈક વાત કહો તો જ્ઞાતિ, ધર્મ પરથી બહાર નથી નીકળવું. વિશ્વ ગુરુ થવા માટે માનસિકતા 75 વર્ષો પાછળ હિન્દુત્વની વિચારધારા માં ના લઇ જવાય. અને ઈકોનોમી ટાળ્યા ઝાટક થતા સુધી વાહ..વાહ ના કરાય. અમેરિકાએ આ ચૂંટણીમાં લોકશાની તાકાત અને લોકોના સ્વાતનાત મિજાજ ની એક મિશાલ કાયમ કરી છે. ભારત એક મહાન દેશ સંસ્ક્રુતી અને જ્ઞાન નો ખોજાનો કુદરતે આપેલી ધરતિ થી ભરપૂર છે. લોકો પણ સમજદાર અને ઉદાર દિલના છે, પણ એક જાદુગરે પોતાની હાથ ચાલાકીથી તેમની જાદુઈ નગરીમાં સુવર્ણ સ્વ્પ્ન દેખાડી બ્રહ્મમાં મોહી દીઘા છે. પણ સો દેવર સૌના અને એક દિવસ વહુનો પણ આવવાનો।
બુદ્ધદેવ પંડ્યા
યુ.કે
I