https://m.facebook.com/story.php?story_fbid=682094192711341&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=681808482739912&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=682094192711341&id=100027322995343
સુભાષિત ૨૭*
સુભાષિત ઘણીવાર શીખ આપી જાય છે જેજીવનની સત્યતાને ઉજાગર કરતી હોય છે.જિંદગીમાં બે જ વ્યક્તિને આપણે અંગત વાત કરી શકીએ છીએ એક મા અને બીજો મિત્ર..તો મિત્ર તો એવો જ શોધવો જોઈએ કે જે અગંત બની રહે.
*સુપ્રભાત*
*મિત્ર એવો શોધવો ,ઢાલ સરીખો હોય;* *સુખમાં પાછળ પડી રહે,દુ:ખમાં આગળ હોય.*
સત્ય તો એ જ છે ને આપણે જોઈએ છે હાય હલો વાળા મિત્રો અણીને સમયે છૂ થઈ જાય છે.ખરેખર તો આપણો મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ. ઢાલ યોધ્ધોપીઠ પર બાંધે છે પણ યોગ્ય સમયે તે એક હાથે લઈ યુધ્ધ કરતી વખતે શત્રુનો સામે થી ઘા ઝીલે છે.રક્ષણ પણ કરે છે. મિત્ર પણ એવોજ હોવો જોઈએ કે તે આપણાં દુ:ખના સમયે આગળ આવીને આપણને મદદ કરે.પીઠબળ જો મિત્રનું મળે તો ભલભલો શત્રુ પણ મેદાનછોડી ભાગી જાય.તે મિત્ર સુખના સમયે ભલે આપણને યાદ ન કરે પણ દુ:ખમાં નિરાશ પણ ન થવાદે. કહેવાય છે કે *તાળી મિત્ર અનેક હોય પણ ખભો આપનાર મિત્ર એક જ હોય.મનની દ્વિધા જો કોઈને કહી શકીએ કે દુ:ખ જો વહેંચી શકીએ તો તે એક જ ને તે મિત્ર.* *માટે જ મિત્ર શોધો કે કરો તો સાચો મિત્ર કરજો જે સાચી સલાહ આપે તમને સાચો માર્ગ બતાવે.* *શેરી મિત્ર સો મળે ,તાળી મિત્ર અનેક;* *પણ જેમાં સુખ દુ:ખ પામીએ એ લાખોમાં એક.*
*જયશ્રી પટેલ* *૨૨/૯/૨૦૨૦*
**********†*************************************
“1 રૂપિયાની 3 પાણીપુરી”
અને“3 રૂપિયાની 1 પાણીપુરી”
એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“મેદાન પર આવીજા” અને“ઓનલાઈન આવીજા” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“હોટલમાં ખાવા ઝંખવું” અને “ઘરનું ખાવા ઝંખવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“બહેનની પારલે ચોકલેટ ચોરવી” અને“બહેન માટે સિલ્ક લાવવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે” અને “snooze બટન દબાવવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“તૂટેલી પેન્સિલ” અને “તૂટેલા મન” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“હું મોટો થવા માંગુ છું” અને “હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
“ચાલો મળીને પ્લાન કરીએ” અને“ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.
અને છેલ્લે ..
” કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા.”” ઉંમર સાથે વધતા વર્ષો… આપણી સાથે કળા કરી ગયા..”
દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા…. પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા..!
“સ્કૂલના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા.., યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ થઈને ઠરી ગયા….”
“પણ એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા… ” આપણને સૌને અનાયસે અદ્ભૂત મિત્રો મળી ગયા…
😊😊😊👌
**************************†************************
‘સાહેબ , બે દિવસ નો ધંધો છે, અહીં ગાડી ન મુકો તો સારું .’
‘અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?” સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?’
મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી .ફટાકડા નું પાથરણું કરી ને બેઠો હતો, અને મારે આ જગાએ ગાડી પાર્ક કરવાની હતી.
તેથી સ્વાભાવિક રીતે, તેને ત્યાં થી ખસેડવા નો મારો ઇરાદો હતો.
મેં ગાડી આગળ પાર્કિંગ કરી ને, ઉતરી ને પૂછ્યું ,’ કેમ લ્યા, રોડ પર તો તમે રીતસર નો કબજો જમાવો છો?’
‘ ના સાહેબ, એવું નથી, આમ ધંધો કરતા યમાંડ -માંડ બે પૈસા મળે છે.’મેં એની આંખ મા જોયું .ચમકદારઆંખ,તાજગીભર્યો ચહેરો , ભારોભાર ખુમારી, લાચારી વિહિન શરીર ના હાવભાવ, વાત કરતા એનું ચબરાકીપણુ .મેં કહ્યું,’ ક્યા રહેછે, સુરતમાં?” લાલદરવાજા પુલની નીચે..’
‘ નાહવા-ધોવાનું શું?” અમારે જયા સગવડ મળે ત્યાં ….’
‘ખાવા નું શું?”સાહેબ , અમારે શું ખાવાનું ? મા લઈ આવે તે ખાવાનું! પાંઉ, ચા કે ભજિયા કે ખમણ?” દાળ-ભાત કે શાક-રોટલી?’ ‘ ના રે ના, અહીં ધંધો કરવા આવ્યા છીએ.જે મળે તેના થી ચલાવી લેવાનું…”ગામ જઇ એ તો શાક-રોટલા થાય” ભણે છે કે?”હા, સાતમા ધોરણ મા ં છું.” ક્યા ?”વડોદરે..’ ‘ ક્યાં ના રહેવાસી?” ધીણોજ -મહેસાણા.’હું છક થઇ ગયો.હું પણ ધીણોજનો. ધીણોજ ની મારી યાદો-બાળપણ ની યાદો યાદ આવી.હજી કલીનીક ની નીચે મારે તેના પાથરણા માટે લડવાનું હતું.બધુ ઉડી ગયું.ગાડી માં થી દિવાળી નિમિત્તે લીધેલી મિઠાઈ ને નાસ્તા તેને આપ્યા.’મારે તેની જરુર નથી’તેનો અવાજ નીકળ્યો. આ છોકરો ભણે તો આગળ આવી શકે.’સાહેબ , અમે તો આમ રખડપટ્ટી વાળી કોમ.અમે એક જગાએ બેસી ને આરામકરવા વાળી કોમ નથી.’
અડધા કલાક પછી ઉપર કલીનીકમાં જાઉં છું,પેલો છોકરો કહે,’ સાહેબ ,બે દિવસ પછી તમને તકલીફ નો પડશે.’
બપોરે એક વાગે કલીનીક થી નીચે ઉતર્યો. ઠંડું પાણી ને સ્ટાફ પાસે મંગાવેલું જમવાનું આપ્યું .લઈ લીધું . જમીને તે ઉપર આવ્યો.કહે,’ સાહેબ , તમે સવારે જે દેખાતા હતા , તે તમે કેમ બદલાઈ ગયા?’મારી પાસે ધીણોજ -વતન સિવાય કોઈ તેનો સંબંધ નહોતો. દર્દીઓ હતા. આખા દવાખાના મા આંટો મારી દીધો. થોડી વાર પછી મારી પાસે આવ્યો….કહે,’બહુ કામ કરોછો…… દાદા..?’મેં કહ્યું.’ કેમ લ્યા, સાહેબમાં થી મને દાદા બનાવી દીધા…?’તે કાંઈ બોલ્યો નહી……મેં કહ્યું , ‘ ડોક્ટર બનવું છે…? બહુ ભણવું પડે…….’તે કહે,’ હું કેવી રીતે કહું…..? હું બહુ નાનો છું….. મા કહે એમ કરવાનું. અમે ગરીબછીએ.’ મેં કહ્યું , ‘ડોક્ટર તો તને હમણાં બનાવી દઉં . ચાલ, મારી પાસે આવી જા’હું ખુરશી માંથી ઊભો થયો. તેને ખુરશીમા બેસાડી દીધો. ગળામા સ્ટેથોસ્કોપ લટકાવી દીધું. ફટાફટ ફોટા પાડી દીધા. તેને ફોટા બતાવ્યા. ખડખડાટ હસવા લાગ્યો. દોડતો નીચે ગયો. માને તેડી લાવ્યો. માની આગળ મારી વાતો કરી . મેં તેનો તેની મા સાથે ફોટો પાડ્યો……એની ભણવા વિશે વાત કરી. મા કહે ,’ હા, તે ભણવામાં હોશિયાર છે, એવું ગામ માસ્તરો કહે છે.’મેં તેને ભણવાની મદદની વાત કરી. ધીણોજની મારી વાતો કરી. મા-દીકરો પ્રસન્ન હતા.સવાર ની કલીનીક ની સેશન પતી ગઈ હતી.નીચે ઉતરી ને મને ફટાકડા આપવા લાગ્યો….. મેં કહ્યું કે મારે ફટાકડા ની જરુર નથી.એકાએક મેં કહ્યું ,’ તું મને ફટાકડા વેચવા બેસવા દે.’હું ફટાકડા વેચવા બેઠોને તરત મારા એરિયા ના ઓળખીતા આવતા જતા જોઈ રહ્યા. બધાંને થોડાક પણ ફટાકડા લેવાનું કહ્યું . ને ફટાકડા ખાલી થઈ ગયા……આજે મારી સાચે દિવાળી થઇ ગઈ.દેવી પુજા ની કે લક્ષ્મીપૂજન ની આજે જરુર રહી નહી….. આજે તો દેવી પુજક પરિવાર નો હું સભ્ય બની ગયો હતો.તે છોકરો બોલ્યો,’તમે મને ખુરશી માં બેસાડી ખોટો ડોક્ટર બનાવ્યો, પણ દાદા તમે સાચા ફટાકડા વેચવાવાળા બની ગયા….’ મારાં ૬૮ મા જન્મદિનના બીજા દિવસે પેલા દેવી પુજક છોકરા ની આંખમાં મેં ધરાઇને જોયું ન હોત તો……..!?- કદાચ ઇશ્વરે મારા પેલા પડદા ખોલવા નું કામ શરુ કર્યું લાગે છે.-ઊંચાપદ વાળા નીચે ઉતરી જાય તો નીચી પાયરી વાળા ઉંચે આવી શકે, એ સત્ય આજની દિવાળીએ સમજાવ્યું છે.ગાડી માં બેસી ને ઘરે આવવા નીકળું છું……….
કારમાં રેડિયો વાગે છે-…..
‘ ઈતના ના મુઝસે પ્યાર બઢા,કે મૈ ઈક બાદલ આવારા,કૈસે કિસિકા સહારા બનું ,કિ મૈ ખુદ બેઘર બેચારા. મુઝે એક જગા આરામ નહી,રુકજાના મેરા કામ નહી.મેરા સાથ કહા તક દોંગે તુમ,મેં દેશ વિદેશ કા બનજારા….’
હું આ ગીત સાંભળતા વિચારું છું કે પેલો દેવીપુજક છોકરો તો મને કંઈક કહેતો તો નથી ને………!? ——————————✍️ ડો ભાસ્કર આચાર્ય