GN_02-7-20(News of Gandhinagar PDF)
https://m.facebook.com/story.php?story_fbid=592243845029710&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=592239595030135&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=592234818363946&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=592040415050053&id=100027322995343
(https://m.facebook.com/story.php?story_fbid=592704678316960&id=100027322995343( certificate watch on this link)
આયોજક : પ્રદીપ રાવલ
ગૃપસંચાલક : જીજ્ઞા કપુરિયા
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી.કિશોર ઠક્કર…સહ નિર્ણાયક શ્રી : આરતી મરચંટ,આરતી રામાણી….સહ સંચાલક શ્રી : પ્રણવ ઝાંખર,મનીષ વોરા….ગ્રાફિક્સ,ડીઝાઇન: પ્રણવ ઝાંખર
****************************** **********
*_મારો શોખ_* :-* સાહિત્ય બાળ વિભાગ *
*”વાંચન કરો, ખૂબ કરો, નહીં ફક્ત વાંચવા ખાતર!*
*આચરણમાં મૂકી વાંચનને કરીએ ખરાં અર્થમાં સાર્થક!”*
હા, *વાંચન* એ મારો શોખ છે જેણે બીજા ઘણાં શોખને જન્મ આપ્યો. જે વિષયનું પુસ્તક વાંચુ, તે વિષય ખરેખર મને ગમવા લાગે છે. વાંચવામાં એક વાર આવ્યું વૃક્ષારોપણનું મહત્ત્વ, તો મેં સમયાંતરે વૃક્ષો વાવવાની શરૂઆત કરી! નૃત્યની માહિતી વાંચી કે તેથી શરીર તો સુદૃઢ રહે તથા મનને તાજગી પણ મળે, ત્યારથી દરરોજ અડધો કલાક નૃત્ય કરવાનો શોખ કેળવ્યો! હમણાં થોડા દિવસો પહેલાં શતરંજ (ચેસ) પર પુસ્તક વાંચી અને આ બુદ્ધીશાળી રમત શીખવાનું લક્ષ્ય જ સાધી લીધું!
નાની હતી, ત્યારથી અભ્યાસ તો બહુ ગમતો. શાળાના પુસ્તકો દરરોજ વાંચવાની સારી આદત મારામાં મારા માતા-પિતાએ પહેલેથી જ વિકસાવી છે (જેના માટે આજે હું તેમને ખૂબ આભારી છું). બીજી નવલકથા અને વાર્તાના પુસ્તકોમાં મને રસ ન હતો; લગભગ ત્રીજા ધોરણથી મારી માતાને કારણે એ વાંચન પણ ગમવા લાગ્યું!
પહેલા હું માત્ર અંગ્રેજી પુસ્તક વાંચતી હતી, પણ જ્યારે મને સમજ આવી, મેં માતૃભાષામાં લખેલાં પુસ્તકોનું વાંચન પણ શરૂ કર્યું. પરિણામે, આજે મારું પોતાનું ગ્રંથાલય છે ૪૫૦ જેટલા વિધવિધ પુસ્તકોથી સજ્જ; જે મારા ઘરમાં આવનારને વિના-મૂલ્યે વાંચક બનવા પ્રેરે છે!
ખરેખર,
*જે વ્યક્તિને પુસ્તક-વાંચનનો શોખ હોય છે,*
*તે વ્યક્તિ ક્યારેય એકલી નથી હોતી;*
*પુસ્તકજ ખરો સાથી બની જાય છે!*
*_~ ૠજુ અપૂર્વ શાહ_**_ધોરણ – ૮_*
****************************** ***********
મારો શોખ……..બાળવિભાગ
મારો શોખ , મને લેખન,વાંચનનુ બહું જ શોખ. લગભગ બીજા ત્રીજા ધોરણથી મને વાંચનની બહું જ ઝંખના રહેતી. પાંચમાં ધોરણમાં, પાઠ અને કવિતા ઓનાં લેખકનાં નામ વાંચી, મારું પણ નામ હોય એવાં સપનાં જોતી. હું એક સારી લેખિકા, કવિયત્રી બનવા માગું છું. મારી ઇચ્છા છે કે હુ મારા વિચારો થી બધાને અંતર હ્યદય થી મોહીત કરીં શકુ.
મને લખવાનું ખુબ ગમે છે. લેખન એ મારા રોમે રોમ ગુંજે છે. લેખન લખતી વખતે ખુબ આનંદ થાય છે એ સારા સારા વિચારો પણ આવે છે. ત્યારે થાય છે કે આ હું લેખક બનવાને કાબીલ છું. પણ ભાષાને અલંકારોથી સજાવવા બહું સહેલું નથી છતાં મારે તો મહેનત કરવી જ છે.
મને ખબર છે, *પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું* તો પુરુષાર્થ તો કરવો જ પડશે અને કરીશ જ
હોમવર્ક પુરુ કરી હું સાહિત્યમાં કુદી પડું છું વાંચન એ મારુ હૈયું છે, લેખન ધબકારા છે
. લેખનમાં કળા છે કે “જળમાં ચિત્ર દોરી શકે,”લેખનમાં શકિત છે નભને રડતાં, ફુલોને હસતાં કરી દે. સાગર ધૂણતા, ડુગરને ડોલતાં કરી દે.
એટલે મને આ કળા ગમી, *આ મારો શોખ જ નહિ પણ શ્વાસ છે.*
લેખન એ મારો શોખ નઈ – મારી આત્મા છે.
સંગાર ગાયત્રી રમેશ ભાઈ ઉઠIર. ધોરણ ૧૦
******†******††*************** **********
ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ : બાળ વિભાગ
શીર્ષક : મારો શોખ(તબલા- વાદન)
प्रत्येक व्यक्ति को अपने जीवन में किसी न किसी विशेष कार्य करने में रुचि होनी ही चाहिए जिससे हम हमारे अबद्ध समय में अपने शौक को पूरा कर सके। बचपन से ही मैं घर में स्टील के या प्लास्टिक के डिब्बे को तबला समझ कर बजाता रहता। यह देखकर मेरे मामा ने मुझे एक ऐसा वाद्य यंत्र दिया- बाँगो; जो तबला सिखने से पहले बजाया जाता था। यह भेंट मुझे तब मिली जब मैं मात्र चार वर्ष का था। और इसकी ओर मेरा आकर्षण देख मुझे मेरी माँ ने एक संगीत के विद्यालय में भर्ती करवाया। और आज मैं करीब चार वर्ष से तबला बजाना सिख रहा हूँ।
हम सब हमारे शौक बचपन में ही अच्छे से पूर्ण कर सकते हैं नहीं तो ऐसा समय आएगा के हम अपने बचपन को याद करते हुए कहेंगे की वो भी क्या दिन थे जिसमें हम हमारे सारे शौक पूरे कर सकते थे परंतु हम उन्हें पूरा नहीं कर पाए ।
मैं गांधर्व संगीत महाविद्यालय की दोनों परीक्षा में उत्तम गुणों से उत्तीर्ण हुआ हूँ। हाँ, और पढाई के साथ तबला वादन में भी करियर बनाना चाहता हूँ।
“संगीत वो भाषा हैं जो पूरी दुनिया समझती हैं।”
✍️क्रिष्ना जिग्नेश महेता। (Std: 8)
****************************** ************
વિભાગ : पद्य
શીર્ષક: मेरे शौक
गाने के बोल और उसकी धुन ,
मेरे मन को शांत करती है।
गाने के बोल में मग्न होकर नाचना ,
मेरे मन को आनंद से भर देता है।
बस या गाड़ी में विंडो सीट की वह शीतल , ठंडी हवा,
मेरे मन को लुभाती है।
पुरे परिवार के साथ समय व्यतीत करना,
मेरे मन को बहुत ख़ुशी और उल्लास से भर देता है ।
जब कागज और कलम से नाता जुड़ता है ,
तब मेरे मन की सारी बातें उसपर छप जाती है।
नये पोशाक पहनना और उन्हें तस्वीर में कैद करना
मेरे मन को आत्मविश्वास से भर देता है।
मित्रों के साथ पुराने किस्से दोहराना और उनके साथ नयी यादें बनाना ,
मेरे मन को सारी वेदनाओं और तकलीफौं से दूर कर देता है।
✍️नाम: Neha Parekh..उमर: 18..शहर :मुम्बई
****************************** ***********
*ન્યૂઝ ઑફ ગાંધીનગર*……*બાળ વિભાગ : હાશ…પરીક્ષા પતી !!*
શાળા જીવનનાં પંદર વર્ષોમાં,
વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર.
દરેક ધોરણની સીડી ચડતાં,
વિષયોની છે ભરમાર.
વર્ષમાં આવે પરીક્ષા ચાર,
ભણવા સિવાય ના કરો કોઈ વિચાર.
તહેવારો ના દિવસોમાં પણ નથી ભણવાનો પાર,
પરીક્ષાના છેલ્લાં દિવસે સૌનો એક જ ઉદગાર.
“હાશ, પરીક્ષા પતી !!”
~ *પ્રિયાંશી શાહ ” પાખી “**ધોરણ -૭*
*****†******†***************** ****†******
*વિભાગ:બાળ વિભાગ*
*શીર્ષક: મારો શોખ*
રોજિંદા કામકાજના સમયમાંથી સમય કાઢીને આપણે આપણી મનગમતી પ્રવૃત્તિ કરીએ તેને શોખ કહે છે ભરતકામ કરવું, ચિત્રકામ કરવું, નૃત્ય કરવું, પ્રવાસ કરવો, પુસ્તકો વાંચવા, નાટક કે સિનેમા જોવાં વગેરે શોખના વિષયો છે
દરેક વ્યક્તિનના પોતાના શોખ હોય છે. ફોટોગ્રાફી એ મારો શોખ છે. મારો ભાઈ બહુ સારો ફોટોગ્રાફર છે. મારા જન્મદિવસે તેમણે મને નાનો કૅમેરો ભેટમાં આપ્યો હતો. જેથી હું રાજી થઈ ગયો! મારા જન્મદિવસે મેં ધણા બધા ફોટા પાડ્યા. એ બધા ફોટા બહુ સારા આવ્યા.ત્યારથી મારો ફોટોગ્રાફીનો શોખ વધતો જ ગયો. ફોટા સારી રીતે પાડી શકાય તે માટે મારો ભાઈ મને સતત માર્ગદર્શન આપે છે.મને રોમાંચક ફોટા પાડવાનું ખૂબ જ ગમે છે. હવે મને ફોટા
પાડતાં સરસ રીતે આવડી ગયું છે.
ફોટોગ્રાફીના શોખને લીધે મને ધણા ફાયદા થયા છે. હું મારો અભ્યાસ સારી રીતે કરું છું.પરંતુ
રજાના દિવસે હું કોઈ સંમેલન,કોઇના જન્મદિવસે, સત્કારસમારંભ કે કોઇના લગ્નના ફોટા પાડવા જાઉં છું.તેનાથી મને અભ્યાસની સાથે કમાણી પણ થાય છે.લોકો .મને જુદાં જુદાં સ્થળો ઉત્સુકતા રહે છે.
ફોટોગ્રાફી બાળપણથી જ મારા હ્રદય ની પાસે છે.જ્યારે મારી પાસે સમય હોય છે ત્યારે હું પશુ-પક્ષીઓના કુદરતી દશ્યોના, મારા ધરની પાસે આવેલા ઝાડ પરના પક્ષીનો, શેરીમાં રહેતા ગલોડીયાના, જંગલમાં રહેતા પ્રાણીઓના, આભથી આવતા વરસાદના ફોટા પાડવાનું ગમે છે. જોકે અત્યારે તો હું મારા અભ્યાસને જ પૂરેપૂરું મહત્વ આપું છું.
✍🏻ધાર્મિક ક. ડોડીયા…(Std 10)
*********†******************** ************
ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ : બાળ વિભાગ
શીર્ષક : સમય
घडी सभी को एक जैसा ही समय दिखाती है। परंतु अपने समय का सदुपयोग कैसे करना है वो हमे स्वयं तय करना है।
जिस समय पर जो कार्य करना चाहिए वो अगर नहीं करोगे तो वह बिता हुआ समय वापस कभी नहीं आएगा।
सूर्य भी हर रोज़ अपने निर्धारित समय पर उगता है और अस्त होता हैं। पूर्णिमा तथा अमावस्या भी निश्चित काल के अनुसार आते है। इस तरह प्रकृति भी समय को मान देती हैं।
हम विध्यार्थीयों को समय एक अच्छी सीख देता है, और वो है गतिमान रहने की। समय निरंतर चलता रहता है वो कभी थकता नहीं, रुकता नहीं। हमें भी कैसी भी परिस्थिति में हमेशा समय का सम्मान करते हुए उसके साथ चलना चाहिए। हमारे राष्ट्रिय ध्वजमें जो निले रंगका चक्र है जिसे हम अशोक चक्र कहते है वह भी हमें समय का सम्मान करने की सीख देता है। जैसे चक्र यानी पहिया चलता है, वह आगे बढता रहता है। वैसे ही हम भी समय चक्र के साथ चलें तो हम भी आगे बढेंगे और अपने माता-पिता तथा देश का नाम रोशन करेंगे।
“जो करेगा समय व्यर्थ, समझो उसका जीवन निरर्थ।”
✍️धैर्य जिग्नेश महेता।(std: 4)
****†*************************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય બાળ વિભાગમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે.(વિજેતા પરિણામ)
🌹🌹🌹🌹🌹
*મારો શોખ* *૧)-પદ્ય*….*નેહા પારેખ*
🌹🌹🌹🌹🌹
*૨)तबला वादन*…*क्रिष्ना महेता*
🌹🌹🌹🌹🌹
*૩)ફોટોગ્રાફી*….*ધાર્મિક ડોડિયા*
🌹🌹🌹🌹🌹
*૪) વાંચન*……*ૠજુ અપૂર્વ શાહ*
*૫)લેખન કાર્ય*…..*સંગાર ગાયત્રી રમેશભાઈ*
🌹🌹🌹🌹🌹
*બાળ વિભાગ*
*૧}શીર્ષક હાશ પરીક્ષા પતી*….*પ્રિયાંશી શાહ*
🌹🌹🌹🌹🌹
*૨}શીર્ષક સમય*……..*ધૈર્ય મહેતા*
🌹🌹🌹🌹🌹
એડમીના પેનલ તરફથી વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન .🙏🙏