કેન્દ્રીય નાણામંત્રી સિતારામનજી દ્વારા 2024-25 નું બજેટ,ગુજરાત પ્રદેશ ભાજપ મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ ની (CA) સાનિધ્ય માં પ્રેસ વાર્તા

NG-273-23-7-24 pdf

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ
પ્રેસનોટ- 2439/07/2024 તા.23-07-2024

કેન્દ્રીય નાંણામંત્રીશ્રી નિર્મલા સિતારામનજીએ વર્ષ 2024-25નુ બજેટ રજૂ કર્યુ તે સંદર્ભે આજે રોજ પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસે પત્રકાર પરિષદને પ્રદેશ કાર્યાલય
શ્રી કમલમ ખાતે સંબોધી
—-
આ બજેટ સમગ્ર અર્થતંત્રને વેગવંતુ બને તે દિશામા જાહેર કરવામા આવ્યુ છે.
-શ્રી યમલભાઇ વ્યાસ
—-
છેલ્લા દસ વર્ષમા ભાજપ સરકારે કરવેરા માળખામા સુઘારા કરવા ઘણા પ્રયાસ કર્યા છે, 2014મા ભાજપ સરકાર પહેલા 78 ટકા ઇનડાયરેકટ ટેક્સ હતા જે દસ વર્ષમા 46 ટકા આવક ઇનડાયરેક્ટ ટેક્સમાથી આવી રહી છ. – શ્રી યમલભાઇ વ્યાસ
—-
આ બજેટ યુવાઓને નવી તકો આપનારુ તેમજ મધ્યમવર્ગના લોકોને સહાયરૂપ નીવડે સાથે બજેટમા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ મેન્યુફેકચરિંગ તેમજ ઇન્ફાસ્ટ્રકચર પર ધ્યાન આપવામા આવ્યુ છે. – શ્રી યમલભાઇ વ્યાસ
—-

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી આજે નાંણાકીય વર્ષ 2024-25નુ બજેટ કેન્દ્રીય નાંણા મંત્રીશ્રી નિર્મલા સિતારામનજીએ સતત સાતમી વખત રજુ કર્યુ . આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આ બજેટને સમાજના દરેક વર્ગને શક્તિ આપનારુ ગણાવ્યુ છે.ગરિબ,ખેડૂતોને સમૃદ્ધી તરફ લઇ જનારુ બજેટ છે. આ બજેટ યુવાઓને નવી તકો આપનારુ છે તેમજ મધ્યમવર્ગના લોકોને નવી તાકાત મળશે.બજેટમા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ મેન્યુફેકચરિંગ તેમજ ઇન્ફાસ્ટ્રકચર પર ધ્યાન આપવામા આવ્યુ છે. બજેટમા રોજગારીની નવી તકો સર્જન થાય તે દિશામા પ્રયાસ કરવામા આવ્યો છે. આ બજેટ ભારતને વિશ્વની ત્રીજા નંબરનુ અર્થતંત્ર બનવા મદદ કરશે. કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશના મુખ્ય પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસ તેમજ સીએ સેલના સભ્યશ્રી ઉર્વીશભાઇ શાહ, શ્રી નરેશભાઇ કેલ્લા,પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી હિતેન્દ્રભાઇ પટેલ, શ્રી જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

બજેટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશના મુખ્યપ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસે જણાવ્યું કે, આ બજેટ સમગ્ર અર્થતંત્રને વેગવંતુ બને તે દિશામા જાહેર કરવામા આવ્યુ છે. આ શ્રેષ્ઠતમ કહી શકાય તેવુ બજેટ છે. ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે વિઝન જોયુ છે તેના સાકાર કરવાનો પ્રયાસ આ બજેટમા કરવામા આવ્યો છે. પ્રોડકશન લીંક ઇન્સેટીવ આપવાની જાહેરાત કરવામા આવી છે તેમજ એમ્પલોયમેન્ટ લીંક ઇન્સેટીવ જાહેરાત કરવામા આવી છે જેનાથી રોજગારીની વધુ તકો સર્જાશે. આ જાહેરાતમા કંપનીએ જે નવા કર્માચારીઓ રાખશે તેમને પ્રથમ પગારના 15 હજાર રૂપિયા સિઘા તેમના ખાતામા જમા થશે. નવા કર્મચારીઓને 3 વર્ષ પ્રોવિડંન્ડ ફંડમા સરકાર મદદ કરશે.

શ્રી યમલભાઇએ વધુમા જણાવ્યું કે આ બજેટમા સ્વ રોજગારી વઘે તે દિશામા ધ્યાન આપવામા આવ્યું છે જેથી મુદ્રા લોનની રકમની મર્યાદા દસ લાખની જગ્યાએ 20 લાખની કરવામા આવી છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધે તે દિશામા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત માટે અનેક જોગવાઇઓ કરવામા આવી છે. મહિલાઓ પણ આર્થિક રીતે મજબૂત થાય તેની જાહેરાત કરવામા આવી છે. આ બજેટ આગામી સમયમા ભારતના અર્થતંત્રને નવી દિશા આપનારુ છે. છેલ્લા દસ વર્ષમા ભાજપ સરકારે કરવેરા માળખામા સુઘારા કરવા ઘણા પ્રયાસ કર્યા છે. 2014મા ભાજપ સરકાર પહેલા 78 ટકા ઇનડાયરેકટ ટેક્સ હતા જે દસ વર્ષમા 46 ટકા આવક ઇનડાયરેક્ટ ટેક્સમાથી આવી રહી છે. 2024મા ભારતના અર્થતંત્રને વિકાસની દિશામા વેગ આપનારુ બજેટ બની રહેશે.

ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)