https://m.facebook.com/story.php?story_fbid=538878810366214&id=100027322995343(open browser to see live press conference)
*કોરોના વાયરસ કોવિડ-19 ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેટલાંક મહત્વના નિર્ણયો કર્યા છે*.
*શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે આ સંદર્ભમાં એક ફળદાયી બેઠક યોજી હતી જેના ફળ સ્વરૂપે આ નિર્ણયો કરવામાં આવ્યા છે*
*મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયોની વિગતો આપી હતી*
*તેમણે કહ્યું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો કરશે નહી*
*લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફી ની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરે કેટલું જ નહિ, વાલીની આર્થિક સ્થિતી અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે ૬ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે*
*ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે*.
*ધોરણ-૧૦ અને ૧ર ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. ૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે*
*આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ સોશિયલ ડીસ્ટન્સીંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે, તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે*
*રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તા. ૧પ એપ્રિલથી ૧૬ મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે* *કોલેજો-યુનિર્વસિટીઓની પરિક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે*.
*આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય કરાશે*