20/12 થી 31/12,,1/1/’ 26 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક પીડીએફ જુવો/માહિતી ખાતાના રાજ્યભર ના સમાચારો/janfariyadnews youtube channel links જૂવો.

1 NG PDF-2 (1)

20 NG PDF-1 21-12-2025_49 Jan Fariyad 21 NG PDF-3 22 NG PDF-4 23 NG PDF-3 24 NG PDF-3 25 NG PDF-3 26 NG PDF-5

27 NG PDF-8 28 NG PDF-3 28-12-2025_50 Jan Fariyad 29 NG PDF-6 30 NG PDF-4 31 NG PDF-2

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો 

[12/28, 8:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડા જિલ્લાની મુલાકાતે*

*માતર તાલુકાના દેથલી ગામે રાજ્યપાલશ્રીની ગ્રામ્ય સંસ્કૃતિ સાથે સંવાદયાત્રા*

*રાજ્યપાલશ્રીએ ખેડૂત શ્રી રમણભાઈ આશાભાઈ હરિજન (વાલ્મીકિ)ના ઘરે રાત્રી ભોજન કર્યું*

*રમણભાઈના પરિવાર સાથે આત્મીય ચર્ચા કરી આપ્યો સામાજિક સમરસતાનો જીવંત સંદેશ*
****

ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ્ય જીવનની સુંગંધને નજીકથી અનુભવી હતી.

દેથલી ગામે રાજ્યપાલશ્રીએ સામાજિક સમરસતાનો અનોખો અને પ્રેરણાદાયી દાખલો રજૂ કરતાં ખેડૂત શ્રી રમણભાઈ આશાભાઈ હરિજન (વાલ્મીકિ) ના ઘરે રાત્રી ભોજન લીધું હતું. આ પ્રસંગે તેમને દાળ-ભાત, ફુલાવર-તુવેરનું શાક, બાજરીના રોટલા, રોટલી તથા દૂધ પીરસવામાં આવ્યું હતું. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે સહજ અને આત્મીય વાતચીત કરી, પરિવારની વિગતો જાણી અને બાળકોને ભણી-ગણીને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે ઉત્સાહિત કર્યા હતા.

રાજ્યપાલશ્રીએ પરિવાર દ્વારા આપવામાં આવેલા સ્નેહભર્યા આતિથ્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ, રમણભાઈના આડોશ-પડોશમાં રહેતા ગ્રામજનો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
*****
[12/28, 8:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમને ખુલ્લો મુકતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ*
******
*નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ*
*****
*અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાને નમોત્સવ દ્વારા પ્રેરણાદાયક રીતે રજૂ કરવામાં આવી*
*******
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અને મંત્રીશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સંકલ્પ અને સંસ્કારની યાત્રા છે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

અમદાવાદના સંસ્કારધામ, ઘુમા ખાતે આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી સાઈરામ દવે સહિત કુલ ૧૫૦ કલાકારોએ ભાગ લીધો હતો. જેને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મંત્રીશ્રીઓ સહિત સૌ ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

શ્રી શાહે કહ્યું કે, નમોત્સવના માધ્યમથી એક એવા જીવનનું પ્રસ્તુતિકરણ થાય છે કે, જેણે માત્ર ૧૧ વર્ષના ટૂંકા ગાળામાં ૧૪૦ કરોડ ભારતીયોના મનમાં ભારત વિશ્વમાં પ્રથમ બનશે એવો દ્રઢ વિશ્વાસ સ્થાપિત કર્યો છે. આ વિશ્વાસ વિચારો, કાર્ય, આયોજન અને અડગ સંકલ્પથી જન્મે છે, અને તે ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનું આખું જીવન એ વિચાર માટે સમર્પિત કર્યું હોય.

શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કોઈ સામાન્ય નેતા નથી, પરંતુ નિયતિને પોતાની નિયતથી ઘડનાર અસાધારણ વ્યક્તિત્વ છે. અનેક નેતાઓ પરિસ્થિતિના કારણે ઊંચાઈએ પહોંચ્યા હોય, પરંતુ નરેન્દ્ર મોદી એવા એકમાત્ર નેતા છે જેમણે નિષ્ઠા, પારદર્શિતા અને રાષ્ટ્રહિતની ભાવનાથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમણે જણાવ્યું કે, અત્યંત ગરીબ પરિવારમાં જન્મ લઈને જીવનની શરૂઆત કરનાર નરેન્દ્ર મોદીજી આજે એવા વડાપ્રધાન છે કે જેમને વિશ્વના ૨૯ દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનું ગૌરવ છે.

શ્રી શાહે જણાવ્યું કે, વડાપ્રધાન તરીકેના ૧૧ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા, ૮૧ કરોડ લોકોને મફત અનાજ સુરક્ષા મળી, ૧૧ કરોડથી વધુ ગેસ કનેક્શન,
૧૫ કરોડથી વધુ શૌચાલય, ૧૦ કરોડથી વધુ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી, ૫૬ કરોડ લોકોને બેંકિંગ વ્યવસ્થાથી જોડાણ અને ૪ કરોડથી વધુ પરિવારને પાકા મકાન મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોતાના માટે એક રૂમ પણ ન બનાવનાર વડાપ્રધાને કરોડો ગરીબોને ઘર બનાવી આપ્યા છે. આ જ નીતિ, નિયત અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, ઓક્ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના દ્વારા રાજ્યના દરેક ગામ સુધી ૨૪ કલાક વીજળી પહોંચાડી અને ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું. આ જ કાર્યસંસ્કૃતિ આજે સમગ્ર ભારત માટે પ્રેરણા બની છે. તેમણે વધુમાં કહ્યું કે, રામ મંદિર નિર્માણ, કલમ ૩૭૦નો અંત, આતંકવાદ સામે કડક કાર્યવાહી, ભારતનું ચોથું અને ઝડપથી ત્રીજું અર્થતંત્ર બનવું, ડિજિટલ વ્યવસ્થામાં વિશ્વમાં પ્રથમ સ્થાન-આ તમામ સિદ્ધિઓ મજબૂત નિયત અને સ્પષ્ટ દ્રષ્ટિના પરિણામ છે.

શ્રી શાહે જણાવ્યું કે, નમોત્સવ એક નવી પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત બનશે. દેશના બાળકો, યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને રાજકીય કાર્યકર્તાઓ માટે આ કાર્યક્રમ જીવનમાં મૂલ્યો, દેશપ્રેમ અને સેવાભાવ જગાવશે.

અંતમાં શ્રી અમિતભાઈ શાહે સંસ્કારધામના આયોજકોનો આભાર માનતા કહ્યું કે, ત્રણ દિવસ સુધી સમાજના તમામ વર્ગોને નમોત્સવ નિહાળવાની તક આપી, તે માટે સંસ્કારધામ અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્યું કે, નમોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ નરેન્દ્ર મોદીએ ભારત માટે સ્થાપિત કરેલા માપદંડોને આત્મસાત કરવાની યાત્રા છે.

‘નમોત્સવ’ કાર્યક્રમને નિહાળવા ICC ના ચેરમેન શ્રી જય શાહ, મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને શ્રીમતી દર્શનાબેન વાઘેલા, રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણી, ભાજપા શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સંસ્કાર ધામના ચેરમેન શ્રી ડૉ. આર. કે. શાહ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000
[12/28, 8:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા*
૦૦૦
*મહાસંમેલન અંતર્ગત નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો*
૦૦૦
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*• સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, સમાજસેવાથી રાષ્ટ્રસેવાના પ્રેરણા-પુરુષ છે*
*• સૌ સમાજો, અગ્રણીઓ અને નાગરિકો સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર સાકાર કરીએ*
૦૦૦૦
*રાજ્ય પર આવેલી કુદરતી આફત સમયે પાટીદાર સમાજ રાહત કામગીરીમાં અગ્રેસર રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
૦૦૦૦
*આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા તથા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલને કરાયા સન્માનિત*

૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો.

આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ સેવા, સમર્પણ અને સહયોગ જેવા સિદ્ધાંતો પર ચાલે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને પટેલ સમાજે પચાવ્યો છે. સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી ઝડપે અને વ્યાપક સ્તરે વિકાસ થઈ શકે, એનું આગવું ઉદાહરણ આજની વિશાળ જનમેદની પૂરું પાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

પટેલ સમાજની સિદ્ધિઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ માત્ર એક જ્ઞાતિ નહિ, મહેનત, સ્વાભિમાન અને રાષ્ટ્રનિર્માણનું પ્રતીક બનીને ઉભરેલો સમાજ છે. દેશમાં કે વિદેશમાં રહીને વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય, એ પટેલ પરિવારોએ શીખવ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ લોહપુરુષ સરદાર સાહેબના વારસદારો છીએ. સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ
સરદારસાહેબની વિચારધારાને આગળ વધારી છે અને જનજન સુધી વિસ્તારી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ-મિત્ર ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌએ એક પેડ માં કે નામ, કેચ ધ રેન, સોલાર રુફ ટોપ જેવા અભિયાનો સાથે જોડાવું જોઈએ. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અહીં ઉપસ્થિત સૌ સમાજો, આગેવાનો અને નાગરિકોને સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ તેમજ લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવવા મારો અનુરોધ છે, એવું ઉમેર્યું હતું.

ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનું અભિવાદન કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો.

*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*

ગુજરાતના સામાજિક ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પાટીદાર સમાજનના યોગદાનને અતુલનીય ગણાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં જ્યારે પણ કુદરતી આફત કે સંકટ આવ્યું છે, ત્યારે આ સમાજે પોતાના ધંધા-રોજગાર અને પરિવારની ચિંતા છોડીને ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કર્યું છે. રાહત સામગ્રી પહોંચાડવાથી લઈ રસોડા શરૂ કરવા સુધીની કામગીરીમાં સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકો હંમેશાં અગ્રેસર રહ્યા છે.

તેમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે છાત્રાલયો અને હોસ્પિટલોનું નિર્માણ કરીને જનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંતુ બીજી તરફ, બાળકોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક કરનારાં માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મોકલવાના બનાવોને દુઃખદ ગણાવ્યા હતા. આ અંગે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી.

આ સાથે જ ગૌરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગૌહત્યા કરનારાઓ અને વ્યાજખોરીના નામે સામાન્ય જનતાને હેરાન કરતા ગુંડા તત્ત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે. ગુજરાત આજે ગૌહત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે સુરક્ષિત ગુજરાતની પ્રતીતિ કરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા, નાણાં અને નશાબંધી-આબકારી રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય મંત્રીશ્રીઓ તથા સમાજના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને અભિવાદન બદલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ -અમદાવાદનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આયોજિત માં ખોડલ-માં અન્નપૂર્ણાની મહાઆરતીમાં સમાજના આગેવાનો, મંત્રીશ્રીઓ અને ઉપસ્થિત જનમેદની સહભાગી થયા હતા.
[12/28, 10:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં દેથલી ગામે યોજાઈ રાત્રી સભા*

*રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ, સ્વચ્છતા, શિક્ષા, કેળવણી, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને સામાજિક સમરસતા જેવા મહત્વપૂર્ણ ગ્રામીણ જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો*

*પ્રકૃતિના સંરક્ષણ થકી ઈશ્વરની ઊભી કરેલી વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*

*સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા રાજ્યપાલશ્રીની અપીલ*
*****

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે પી. એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે રાત્રી સભા યોજાઈ હતી.

રાજ્યપાલશ્રીએ રાત્રી સભા અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, શિક્ષા, કેળવણી, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને સામાજિક સમરસતા જેવા મહત્વપૂર્ણ ગ્રામીણ જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રકૃતિના સંરક્ષણ થકી ઈશ્વરની ઊભી કરેલી વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા છે.

તેમણે દેથલી ગામના વાલીઓને તેમના બાળકો જન્મદિવસના અવસરે એક વૃક્ષ ઉગાડે અને એક વર્ષ સુધી તેનું જતન કરે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

એવી જ રીતે ગામના લોકોને સ્વચ્છતા, શિક્ષણ અને કેળવણીના પાઠ રાજ્યપાલશ્રીએ આપ્યા હતા. તેમણે બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની સાથે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના જીવન સંઘર્ષના ઉદાહરણ આપ્યા હતા.

આ સિવાય રાજ્યપાલ શ્રી પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન દ્વારા ઉત્તમ પશુપાલન કરવા ગ્રામીણોને અનુરોધ કર્યો હતો. તેમણે ગ્રામજનોને એકતા, પ્રેમ, ભાઈચારો અપનાવી ગામમાં સંપથી રહેવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી જે.બી.દેસાઈએ જણાવ્યું કે, ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં 450 થી વધુ લોકોએ સેવાઓનો લાભ લીધો હતો.

રાત્રી સભા દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે પી.એમ.જે.વાય.આયુષ્માન કાર્ડ, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમિતભાઈ મકવાણા, સરપંચશ્રી તુલસીબેન સોલંકી, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને ઇન્ચાર્જ કલેકટર શ્રી જી.એચ .સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર ,નિવાસી અધિક કલેકટર શ્રી જે.બી. દેસાઈ, ખેડા પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ, સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000000
[12/29, 12:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *NITI આયોગ દ્વારા ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ વિશેનો અહેવાલ જાહેર :*
——————
*પાંચ વર્ષ પહેલા જ ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GBUની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી પહેલની કરી પ્રસંશા*
—————
ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે. NITI આયોગ દ્વારા ગુજરાત સરકારની આ અનોખી પહેલની તેમના અહેવાલમાં પ્રશંસા કરવામાં આવી છે.

સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડીનબરા (UoE) સાથે ભાગીદારીમાં શરૂ કરાયેલી દૂરદૃષ્ટિપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં વિશ્વની પ્રથમ બાયોટેક્નોલોજી યુનિવર્સિટી સ્થાપના કરી છે.GIFT સિટીમાં અંદાજે ૨૩ એકરના અત્યાધુનિક કેમ્પસમાં રૂ.૮૦ કરોડથી વધુના અદ્યતન સંશોધન ઉપકરણો અને અંદાજે ૨૦૦ કરોડના ખર્ચે ઉભું થઇ રહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ NITI આયોગના GIFT સિટીને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને વિદેશી શાખા કેમ્પસનું કેન્દ્ર બનાવવાના આહ્વાનને પરિપૂર્ણ કરી રહ્યું છે.

NEP ૨૦૨૦ અને વિકસિત ભારત@૨૦૪૭ પર આધારિત NITI આયોગના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં ઉચ્ચ શિક્ષા માટે આવતા દર એક વિદેશી વિદ્યાર્થિની સામે ૨૮ વિદ્યાર્થીઓ ભારતની બહાર શિક્ષા લેવા જાય છે અને જેને પરિણામે ભારતની GDPના લગભગ ૨ ટકા જેટલી રકમ વિદેશમાં જતી રહે છે. ગુજરાતે વર્ષ ૨૦૨૦માં નિર્ણાયક પગલું ભરીને GBU દ્વારા ભારતમાં જ વિદ્યાર્થીઓને અંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે એ માટે GBU ની રચના કરીને પ્રથમ પગલું ભર્યું હતું. GBUમાં એડીનબરા યુનિવર્સિટીના સહયોગથી પ્લાન્ટ બાયોટેકનોલોજી, એનિમલ બાયોટેકનોલોજી, મેડિકલ બાયોટેકનોલોજી, ઇન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી અને એન્વાયર્નમેન્ટલ બાયોટેક્નોલોજીમાં માસ્ટર્સની ડીગ્રી માટેના અભ્યાસક્રમો અમલી છે. જેમાં સિનોપ્ટિક પરીક્ષાઓ, ચેલેન્જ-આધારિત પ્રેક્ટીકલ, નવ મહિનાના રીસર્ચ-ડિસર્ટેશન અને દર વર્ષે ૨૫ ટોચના વિદ્યાર્થીઓ માટે ઇડિનબર્ગમાં ૧૨-૧૪ અઠવાડિયાની રીસર્ચ ઇન્ટરન્શીપ જેવી નવીન તાલીમનો સમાવેશ થાય છે.

ભારતની સૌથી કઠિન ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ-બાયોટેક્નોલોજી (GAT-B) દ્વારા મેરિટ આધારિત પ્રવેશ પ્રક્રિયા દ્વારા GBU રાષ્ટ્રીય પ્રતિભાને ગુજરાતમાં આમંત્રે છે. વર્ષ ૨૦૨૫માં યુનિવર્સિટી ૧૦૦ બેઠકો ઉપર ભારતના ૧૭ રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે,જે NITI આયોગના ગુણવત્તા અને સુલભતા દ્વારા ટોચના વિદ્યાર્થીઓને ભારતમાં જ અભ્યાસ કરવા માટે આકર્ષવાના આહ્વાનને સાકાર કરે છે. UoEના વરિષ્ઠ ફેકલ્ટી વાર્ષિક ૯૦ થી પણ વધારે દિવસ GBUમાં લીડરશીપ, ક્વોલીટી અને સ્ટ્રેટેજી માટે માર્ગદર્શન માટે સમર્પિત રહે છે, જેમાં દર સેમેસ્ટરમાં ૧૨ વિઝીટીંગ ફેકલ્ટી જે સિન્થેટિક બાયોલોજી, વેક્સીન ડિઝાઇન, પ્રોટીન એન્જિનિયરિંગ અને માઇક્રોબાયલ ઇકો-ફિઝિયોલોજી જેવા અદ્યતન ઇલેક્ટિવ્સ શીખવવા માટે આવે છે. જેને પરિણામે GBUની ૩૭ જેટલી વિદ્યાર્થી ટીમોએ SSIPની રૂ.૨ કરોડ ઉપરાંતની સ્ટાર્ટ-અપ અને અન્ત્રપ્રોન્યોર્શીપની ગ્રાન્ટ અને ફંડિંગ મેળવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં અને એડીનબરા યુનિવર્સિટીના સતત માર્ગદર્શન હેઠળ GBUએ રૂ.૪૦ કરોડના ૭૦ થી વધુ એક્સ્ટ્રામ્યુરલ રીસર્ચ ગ્રાન્ટ્સ મેળવ્યા છે અને આ રીસર્ચ પ્રોજેક્ટ્સમાં ૫૦ થી વધુ સંશોધકોને રોજગાર આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં કેન્દ્રીય અને રાજ્યની ફેલોશિપ દ્વારા ૪૦થી વધુ Ph.D સ્કોલરને એડમીશન આપવામાં આવ્યું છે, જેમાંથી ૨૦ સીટ ઉપર તો ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૦,૦૦૦ માસિક ફેલોશિપ પણ આપવામાં આવે છે.

GBUના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને એકેડેમિક વિભાગના વડા શ્રી વિમલ શાહે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫માં યુનિવર્સિટીના કેટલાક સીમા ચિહ્નરૂપી પરિણામો તેની વૈશ્વિક સ્થિતિને દર્શાવે છે. યુનિવર્સિટીના પ્રો. નિશા સિંહે અલ્ઝાઇમર માટે નેનોપાર્ટિકલ થેરપીના કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સહ-નેતૃત્વ કર્યું અને પ્રીક્લિનિકલ મોડેલ્સમાં મગજના કોષોના બચાવને ૪૦-૫૦ ટકાથી ૯૦ ટકા સુધી વધાર્યું છે. જે વિશેનો લેખ વાઈલીની Small જર્નલમાં પ્રકાશિત થયો છે. યુનિવર્સિટીના ડૉ.રોહિણી નાયરની ટીમને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મ અને સ્વાસ્થ્ય નિદાન માટે ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી ₹૧.૩ કરોડની રાશિ મળી છે.ગત નવેમ્બરના દ્વિતીય કન્વોકેશનમાં યુનિવર્સિટીની દ્વિતીય બેચના ૯૪ M.Sc. ગ્રેજ્યુએટ્સ અને પાંચ ગોલ્ડ મેડાલિસ્ટ્સને પદવી એનાયત કરવામાં આવી હતી.

તાજેતરમાં જ યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ પ્રો.સુબીર એસ.મજુમદારને LASAICON-૨૦૨૫માં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે જે યુનિવર્સિટી સક્ષમ નેતૃત્વનો પુરાવો છે. વધુમાં GBUએ ANRFના પ્રથમ કોલમાં પાંચ ગ્રાન્ટ્સ જીતીને દુર્લભ રાષ્ટ્રીય ગૌરવ હાંસલ કર્યું છે. આ ઉપરાંત ત્રણ ARG અને બે DBT મેળવીને વિજ્ઞાન ફંડિંગ આકર્ષવાની અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવી છે. છેલ્લા ૨-૩ મહિનામાં જ યુનિવર્સિટીમાં રૂ‌.૮-૧૦ કરોડનું રીસર્ચ ફંડિંગ આવ્યું છે જે ગુજરાતની યુનિવર્સિટી માટે એક ગૌરવશાળી ક્ષણ છે.
વધુમાં એડીનબરા યુનિવર્સિટીના ૪૪૦ વર્ષના વારસાને GIFT સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડીને, ગુજરાત સરકારે GBUના માધ્યમથી ભારતના બુદ્ધિધનને વિદેશ જતા અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો છે અને NITI આયોગના વિઝનનું પુનરાવર્તનીય મોડેલ બતાવીને ગુજરાતને ઉચ્ચ શિક્ષણમાં ભારતના અંતરરાષ્ટ્રીયકરણના અગ્રણી તરીકે સ્થાપિત કર્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, GBU બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને વિકસિત ભારતનું હબ બનાવવાનું ભગરીથ કાર્ય કરી રહી છે તેમ શ્રી શાહે ઉમેર્યું હતું.
………………..
જનક દેસાઈ
[12/29, 12:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં અગ્રેસર*

*2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં લગભગ 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું*

*વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ*

************

*ગાંધીનગર, 29 ડિસેમ્બર 2025:* પ્રગતિશીલ નીતિઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીના પરિણામે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આ સકારાત્મક ગતિ રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે રાજ્ય માટે ઉત્સાહજનક પૃષ્ઠભૂમિ ઊભી કરે છે, જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરવામાં આવશે.

*ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે*

ગુજરાત સરકારના બાગાયતી નિયામકના જણાવ્યા મુજબ, વર્ષ 2023-24 દરમિયાન ભીંડાના વાવેતર ક્ષેત્રફળ અને કુલ ઉત્પાદનમાં ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં આશરે 93,955 હેક્ટર વિસ્તારમાં ભીંડાનું વાવેતર થતું હતું, જેના પરિણામે 11.68 લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું.

આ કુલ આંકડામાંથી સૌરાષ્ટ્ર–કચ્છ પ્રદેશનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. પ્રદેશ રાજ્યના કુલ ભીંડા વાવેતર વિસ્તારનો આશરે 15 ટકા અને કુલ ઉત્પાદનનો લગભગ 13 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2024-25 દરમિયાન, સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં 14,000 હેક્ટર વિસ્તારમાં ભીંડાનું વાવેતર થયું હતું, જેમાંથી આશરે 1.5 લાખ ટન ઉત્પાદન પ્રાપ્ત થયું છે.

*શાકભાજી ઉત્પાદનમાં રાજ્યનો નોંધપાત્ર ફાળો*

વર્ષ 2024–25 દરમિયાન ભારતના કુલ શાકભાજી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.66 ટકા રહ્યો હતો. તે જ ગાળામાં, સૌરાષ્ટ્ર–કચ્છ પ્રદેશે 2,32,584 હેક્ટર વિસ્તારમાં ખેતી કરીને 47,91,504 મેટ્રિક ટન ઉત્પાદન હાંસલ કર્યું હતું. પ્રતિ હેક્ટર 20.60 મેટ્રિક ટનની ઉત્પાદકતા ખેડૂતોની વધતી કાર્યક્ષમતા, સુધારેલી ખેતી પદ્ધતિઓ અને મજબૂત કૃષિ માળખાનું પ્રતિબિંબ છે.

*બાગાયતી પાકો: કૃષિ વિકાસનો આધારસ્તંભ*

ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ આવકના કારણે બાગાયતી પાકો રાજ્યના કૃષિ વિકાસમાં અભિન્ન અંગ બની ગયા છે. રાજ્ય સરકારના સક્રિય પગલાં અને ખેડૂતમૈત્રી નીતિઓના પરિણામે, આજે બાગાયતી પાકો ગુજરાતના કુલ કૃષિ વિસ્તારના આશરે 20 ટકા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે, જે તેમના વધતા મહત્વને દર્શાવે છે.

*કેન્દ્ર અને રાજ્ય યોજનાઓથી મજબૂત આધાર*

ગુજરાતનો બાગાયતી વિભાગ MIDH/NHM (સંકલિત બાગાયતી વિકાસ માટેનું મિશન/રાષ્ટ્રીય બાગાયતી મિશન) જેવી કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ સાથે અનેક રાજ્યસ્તરીય પ્રોત્સાહન યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યો છે.
આ યોજનાઓ હેઠળ વિસ્તાર આધારિત ક્લસ્ટર વિકાસ, સંરક્ષિત ખેતી, લણણી પછીની માળખાકીય સુવિધાઓ, કોલ્ડ-ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છ પ્લાન્ટ સામગ્રી પહેલ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. MIDH અંતર્ગત ખેડૂતો અને FPOને હાઇ-ટેક બાગાયતી, પોલીહાઉસ, પેકહાઉસ, ગ્રેડિંગ–પેકિંગ લાઇન, તાલીમ, બજાર જોડાણો અને પ્રદર્શન માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે.

*VGRC 2026: સૌરાષ્ટ્ર–કચ્છની સિદ્ધિઓનું મંચ*

આ મજબૂત પ્રદર્શન એક મહત્વપૂર્ણ ક્ષણે આવ્યું છે જ્યારે ગુજરાત જાન્યુઆરી 2026 ના બીજા અઠવાડિયામાં રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. કોન્ફરન્સની સાથે, વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) જાન્યુઆરી 2026 દરમિયાન તે જ સ્થળે યોજાશે. VGRC રાજ્ય સરકારની સંતુલિત પ્રાદેશિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સિદ્ધિઓ દર્શાવવા અને રોકાણ માટે નવા માર્ગો ખોલવા માટે એક સમર્પિત પ્લેટફોર્મ પ્રદાન કરશે.

VGRC 2026 ભારત અને વિદેશના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, વૈશ્વિક નિષ્ણાતો, નવીનતાઓ અને હિસ્સેદારોને એકસાથે લાવશે. કેન્દ્રિત ક્ષેત્રીય સત્રો, પ્રદર્શનો અને સહયોગી મંચો દ્વારા, પરિષદ કૃષિ પ્રગતિ અને ટકાઉ વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ કરવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ કેવી રીતે સજ્જ છે તે પ્રકાશિત કરશે.

*X–X–X*
[12/29, 1:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો સાથે કર્યો સંવાદ*

*દેથલી ગામે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનની કામગીરીની પ્રશંસા; રાજ્ય સ્તરે અભિયાનનું અમલીકરણ કરવાની નોંધ લેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*

*પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલશ્રીની સલાહ*

ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેથલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ દૂધ મંડળીની કામગીરી, માસિક આવક, દૂધના ભાવ, ગુણવત્તા, ફેટનું પ્રમાણ, કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.

તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન, બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે. જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય છે. સૌ પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અને નિવાસી અધિક કલેકટર શ્રી જે. બી. દેસાઈએ ખેડા જિલ્લામાં કુપોષણ નિવારણ હેતુ જિલ્લા સ્તરે શરૂ કરાયેલ ” ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનથી રાજ્યપાલશ્રીને પરિચિત કરાવ્યા હતા.

ગામના દૂધ ઉત્પાદકો પ્રતિદિન દૂધ મંડળીઓમાં રાખેલ આશીર્વાદ પાત્રમાં સ્વ ઈચ્છાએ દૂધનું દાન કરે છે, જેનો ઉપયોગ આંગણવાડીના કુપોષિત બાળકો કરે છે. દેથલી ગામે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનની કામગીરીથી રાજ્યપાલશ્રી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને રાજ્ય સ્તરે આ અભિયાનનું અમલીકરણ કરાવવા નોંધ લીધી હતી.

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર શ્રી જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.બી. દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ, દૂધ મંડળીના સભાસદો, આંગણવાડીની બહેનો, પશુપાલકો અને દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
0000
[12/29, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
******

*રાસાયણિક ખેતી છોડી, દેશી ગાય આધારિત કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ*
******

*:: રાજ્યપાલશ્રી ::*

 ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં જોડાઈએ
 પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર
 પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે
*****

*કૃષિ એક વ્યવસાય માત્ર નથી પરંતુ સેવા છે, જે ભારતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે*
*- કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*****

*આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ યોજાયો*
*******

*આણંદ, સોમવાર :* આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાનો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, નાની બીમારીઓનો ઈલાજ મળે છે, પરંતુ પર્યાવરણ પર જ્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે સમુદ્રી તોફાન જેવા મોટા સંકટો આવે છે, ત્યારે માણસ પાસે તેનો કોઈ ઈલાજ હોતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બધી કુદરતી આપદાઓનું મૂળ કારણ મનુષ્ય સમાજ છે, જેણે આ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે, પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર છે.

રાજ્યપાલશ્રીએ પર્યાવરણ બગડવા પાછળ એક મોટું કારણ આપણી રાસાયણિક ખેતી છે, તેમ જણાવી હરિત ક્રાંતિની જરૂરિયાતને સ્વીકારી યાદ અપાવ્યું કે, હરિત ક્રાંતિ શરૂ કરનાર ડૉ. સ્વામીનાથને સ્પષ્ટ લખ્યું હતું કે, રાસાયણિક ખેતી કરતી વખતે પોતાની પરંપરાગત કૃષિને છોડવી નહીં. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે આ સલાહ ન માનવાના કારણે ખેડૂતો યુરિયા-ડીએપી ઉપર એકતરફી નિર્ભર થઈ ગયા, જેના કારણે દેશભરની જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, યુરિયા-ડીએપીના અતિશય ઉપયોગને કારણે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન જે પહેલા ૨ થી ૨.૫% હતો, તે ઘટીને આજે ૦.૨ થી ૦.૪% સુધી પહોંચી ગયો છે. જે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫% થી નીચે હોય, તે જમીન બંજર બની ગઈ હોય છે. યુએનઓ (UNO)ના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, હાલમાં ખેતીનું ઉત્પાદન ૧૦% ઘટી ગયું છે, અને જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટશે તો ઉત્પાદન ઘટશે જ, જેના કારણે ખર્ચ વધશે અને પાકની ગુણવત્તા પણ ઘટશે.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના માનવના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર થઈ રહેલા ગંભીર પરિણામોનો ઉલ્લેખ કરતાં કહયું હતુ કે, ખેતરમાં વપરાતું યુરિયા-ડીએપી જમીન અને પાણીમાં ભળે છે. તેમણે જણાવ્યું કે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે બનતો નાઇટ્રસ ઓક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે. આજે મનુષ્યમાં કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓએ ભરડો લીધો છે. વર્તમાન સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતી છે, જે જૈવિક ખેતી કરતાં અલગ છે.

રાજ્યપાલશ્રીએ યુવા સ્નાતકોને અપીલ કરતાં કહયું હતુ કે, યુવા સ્નાતકો રાસાયણિક ખેતીનો પ્રચાર ન કરે, પરંતુ પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરીને સત્યને જાણીને આગળ વધે. તેમણે આ મિશનને માનવતાની સૌથી મોટી સેવા ગણાવી, જે એક સાથે પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આણંદ કૃષિ યુનિવર્સિટી આ મિશનમાં દેશનું નેતૃત્વ કરશે. તેમણે સૌને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે આ પવિત્ર મિશન માટે રિસર્ચ અને ઇનોવેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને આ યુવાશક્તિ જ રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા, ખેતીને પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર લાવી આધુનિક ટેકનોલોજી, ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડવા આહવાન કર્યું હતું. ખેતી હવે માત્ર મજૂરી નથી પણ એક વિજ્ઞાન અને ઈનોવેશન છે, જેમાં એગ્રી સ્ટાર્ટ અપ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ રહેલી છે.

સરકારની માળખાગત સુવિધાઓ અને યુનિવર્સિટી દ્વારા ખેડૂત માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીના વરદહસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટીના બે નવા આયામોનું લોકાર્પણ કરાયુ છે. નવા આયામોમાં અદ્યતન સુવિધાઓ જેવી કે ડ્રોન ટેકનોલોજી, રીમોટ સેન્સીંગ અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થશે. ગુજરાત સરકાર પણ કૃષિ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સીટોમાં વધારો, નવી કોલેજોની સ્થાપના અને શોધ જેવી યોજનાઓ દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે.

પ્રાકૃતિક કૃષિના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના મિશનની પ્રશંસા કરી કૃષિ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું કે, કૃષિ એક વ્યવસાય માત્ર નથી પરંતુ સેવા છે, જે ભારતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે. ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ૧૮ થી ૧૯ ટકા હિસ્સો છે જે અર્થતંત્રને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ ક્ષેત્ર દેશના લગભગ ૪૦ ટકા જેટલા શ્રમિકોને રોજગાર આપે છે, તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ પોસ્ટ-હાર્વેસ્ટ ટેકનોલોજી દ્વારા કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવા પર ભાર મૂક્યો હતો. કૃષિ એક વ્યવસાય માત્ર નથી, પણ સેવા છે. તેમ જણાવી તેમણે વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન ખેડૂતોના ખેતર સુધી, ગામના વિકાસ સુધી અને દેશની ખાદ્ય સુરક્ષા માટે ઉપયોગી થાય તે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના કુલપતી પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે દિક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ જન્મથી અજ્ઞાની હોય છે અને જન્મ પછીનું એકમાત્ર લક્ષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે. માતા બાળકને જ્ઞાન આપનાર પ્રથમ ગુરુ બને છે, અને ધીમે ધીમે બાળક જ્ઞાન મેળવવાનું શરૂ કરે છે. જેમ અંધકારની સરખામણી અજ્ઞાન સાથે કરવામાં આવે છે અને જ્ઞાનની સરખામણી તેજ સાથે કરવામાં આવે છે, તેમ જ્ઞાનની શોધ એ દરેક વ્યક્તિનો હેતુ છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે “અમૃતમ” (મોક્ષ/મુક્તિ) જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. આ ‘અમૃતમ’ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. કૃષિ વિજ્ઞાન જેવા મહત્વના ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ-ગ્રેજ્યુએટ થવું એ આ અંતિમ લક્ષ્યની શરૂઆત છે.

ડૉ. વ્યાસે ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્યો અન્ય જીવોથી અલગ છે કારણ કે આપણને મન અને બુદ્ધિ આપવામાં આવ્યા છે, જે આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે. સાચી પસંદગી કરવા માટે પરિપક્વ બુદ્ધિ જરૂરી છે. વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કરવાની જે પસંદગી કરી છે તે યોગ્ય છે, કારણ કે આ ક્ષેત્રનો દેશની અર્થવ્યવસ્થામાં બે તૃતીયાંશ જેટલો ફાળો રહેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશને વધુને વધુ કૃષિ નિષ્ણાતોની જરૂર છે, ખાસ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના શ્રેષ્ઠ પાક મેળવવા માટે પ્રાકૃતિક ખેતી અને સંશોધન મહત્વપૂર્ણ છે. ડૉ. વ્યાસે વિદ્યાર્થીઓને તેમનું લક્ષ્ય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ સમારંભના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ. કે.બી.કથીરીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને કૃષિ યુનિર્વસીટીની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો.

દિક્ષાંત મહોત્સવના પ્રારંભે રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિર્વસીટી પરીસરમાં રૂપિયા ૪.૦૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ, અને રૂપિયા ૪.૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હુમેનેટીઝ વિભાગના નવા બિલ્ડિંગ તથા સેન્ટર ફોર ક્લાઈમેટ સ્માર્ટ માઇક્રો બિયલ ટેક્નોલોજી એન્ડ જીએચજી મોનીટરીંગના નવા બિલ્ડિંગનું તકતી અનાવરણ દ્વારા ઉદ્દઘાટન કર્યું હતુ.

આ તકે રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.

રાજ્યપાલશ્રી દિક્ષાંત સમારંભમાં અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રીનોમી ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરેલ વિવિધ પાકોની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨મા વાર્ષિક પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૩૮૭ વિદ્યાર્થીઓને સ્નાતક અને ૨૦૨ અનુસ્નાતકમાં વિવિધ વિષયોમાં ડિગ્રી એનાયત કરાઈ હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધન કરનારને એવોર્ડ્સ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩ ગોલ્ડ મેડલ્સ, ૭૭ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ્સ, ૬ કેશ પ્રાઇઝ તેમજ પ્રત્યેક ફેકલ્ટી માટે ૩ ચાન્સલર ગોલ્ડ અને ૫ વાયસ ચાન્સલર ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત કૃષિ યુનિવર્સિટી અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
****
[12/29, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત*
*****

*હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે*
*****

*પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે*
*****

*આણંદ, સોમવાર :* આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.

આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી એટીક ખાતે શુભારંભ કરવામાં આવેલા આ પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ કેન્દ્ર ઉપર પ્રત્યેક મંગળવારે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો જેવી કે શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે.

‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ ના ઉદ્દઘાટન પ્રસંગે વિવિધ તાલુકાઓના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સોજીત્રા, ઉમરેઠ, પેટલાદ, આંકલાવ, આણંદ અને બોરસદ જેવા તાલુકાઓના ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે વિવિધ શાકભાજી, કઠોળ, અનાજ (બાજરી, રાગી, ચોખા), હળદર, સરગવાનો પાઉડર અને ફળોના વેચાણ માટેના ૨૯ જેટલા પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, આ વેંચાણ કેન્દ્ર ખાતે પોતાની કૃષિ જણસોનું વેંચાણ કરવા આવેલા ધરતીપુત્રો સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો વિશે વિસ્તૃત જાણકારી મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી તેમને થયેલા ફાયદાની જાત માહિતી મેળવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડૉ. કે. બી. કથીરીયા, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત બાગાયત તથા કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
————-
[12/29, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
******

*રાસાયણિક ખેતી છોડી, દેશી ગાય આધારિત કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ*
******

*:: રાજ્યપાલશ્રી ::*

 ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં જોડાઈએ
 પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર
 પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે
*****

*કૃષિ એક વ્યવસાય માત્ર નથી પરંતુ સેવા છે, જે ભારતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે*
*- કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*****

*આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ યોજાયો*
*******

*આણંદ, સોમવાર :* આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૨મો પદવીદાન સમારોહ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાનો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, નાની બીમારીઓનો ઈલાજ મળે છે, પરંતુ પર્યાવરણ પર જ્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે સમુદ્રી તોફાન જેવા મોટા સંકટો આવે છે, ત્યારે માણસ પાસે તેનો કોઈ ઈલાજ હોતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બધી કુદરતી આપદાઓનું મૂળ કારણ મનુષ્ય સમાજ છે, જેણે આ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે, પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર છે.

રાજ્યપાલશ્રીએ પર્યાવરણ બગડવા પાછળ એક મોટું કારણ આપણી રાસાયણિક ખેતી છે, તેમ જણાવી હરિત ક્રાંતિની જરૂરિયાતને સ્વીકારી યાદ અપાવ્યું કે, હરિત ક્રાંતિ શરૂ કરનાર ડૉ. સ્વામીનાથને સ્પષ્ટ લખ્યું હતું કે, રાસાયણિક ખેતી કરતી વખતે પોતાની પરંપરાગત કૃષિને છોડવી નહીં. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે આ સલાહ ન માનવાના કારણે ખેડૂતો યુરિયા-ડીએપી ઉપર એકતરફી નિર્ભર થઈ ગયા, જેના કારણે દેશભરની જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, યુરિયા-ડીએપીના અતિશય ઉપયોગને કારણે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન જે પહેલા ૨ થી ૨.૫% હતો, તે ઘટીને આજે ૦.૨ થી ૦.૪% સુધી પહોંચી ગયો છે. જે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫% થી નીચે હોય, તે જમીન બંજર બની ગઈ હોય છે. યુએનઓ (UNO)ના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, હાલમાં ખેતીનું ઉત્પાદન ૧૦% ઘટી ગયું છે, અને જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટશે તો ઉત્પાદન ઘટશે જ, જેના કારણે ખર્ચ વધશે અને પાકની ગુણવત્તા પણ ઘટશે.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના માનવના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર થઈ રહેલા ગંભીર પરિણામોનો ઉલ્લેખ કરતાં કહયું હતુ કે, ખેતરમાં વપરાતું યુરિયા-ડીએપી જમીન અને પાણીમાં ભળે છે. તેમણે જણાવ્યું કે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે બનતો નાઇટ્રસ ઓક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે. આજે મનુષ્યમાં કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓએ ભરડો લીધો છે. વર્તમાન સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક ખેતી છે, જે જૈવિક ખેતી કરતાં અલગ છે.

રાજ્યપાલશ્રીએ યુવા સ્નાતકોને અપીલ કરતાં કહયું હતુ કે, યુવા સ્નાતકો રાસાયણિક ખેતીનો પ્રચાર ન કરે, પરંતુ પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરીને સત્યને જાણીને આગળ વધે. તેમણે આ મિશનને માનવતાની સૌથી મોટી સેવા ગણાવી, જે એક સાથે પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આણંદ કૃષિ યુનિવર્સિટી આ મિશનમાં દેશનું નેતૃત્વ કરશે. તેમણે સૌને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે આ પવિત્ર મિશન માટે રિસર્ચ અને ઇનોવેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને આ યુવાશક્તિ જ રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા, ખેતીને પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર લાવી આધુનિક ટેકનોલોજી, ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડવા આહવાન કર્યું હતું. ખેતી હવે માત્ર મજૂરી નથી પણ એક વિજ્ઞાન અને ઈનોવેશન છે, જેમાં એગ્રી સ્ટાર્ટ અપ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ રહેલી છે.

સરકારની માળખાગત સુવિધાઓ અને યુનિવર્સિટી દ્વારા ખેડૂત માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીના વરદહસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટીના બે નવા આયામોનું લોકાર્પણ કરાયુ છે. નવા આયામોમાં અદ્યતન સુવિધાઓ જેવી કે ડ્રોન ટેકનોલોજી, રીમોટ સેન્સીંગ અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થશે. ગુજરાત સરકાર પણ કૃષિ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સીટોમાં વધારો, નવી કોલેજોની સ્થાપના અને શોધ જેવી યોજનાઓ દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે.

પ્રાકૃતિક કૃષિના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના મિશનની પ્રશંસા કરી કૃષિ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું કે, કૃષિ એક વ્યવસાય માત્ર નથી પરંતુ સેવા છે, જે ભારતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે. ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ૧૮ થી ૧૯ ટકા હિસ્સો છે જે અર્થતંત્રને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ ક્ષેત્ર દેશના લગભગ ૪૦ ટકા જેટલા શ્રમિકોને રોજગાર આપે છે, તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ પોસ્ટ-હાર્વેસ્ટ ટેકનોલોજી દ્વારા કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવા પર ભાર મૂક્યો હતો. કૃષિ એક વ્યવસાય માત્ર નથી, પણ સેવા છે. તેમ જણાવી તેમણે વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન ખેડૂતોના ખેતર સુધી, ગામના વિકાસ સુધી અને દેશની ખાદ્ય સુરક્ષા માટે ઉપયોગી થાય તે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના કુલપતી પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે દિક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ જન્મથી અજ્ઞાની હોય છે અને જન્મ પછીનું એકમાત્ર લક્ષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે. માતા બાળકને જ્ઞાન આપનાર પ્રથમ ગુરુ બને છે, અને ધીમે ધીમે બાળક જ્ઞાન મેળવવાનું શરૂ કરે છે. જેમ અંધકારની સરખામણી અજ્ઞાન સાથે કરવામાં આવે છે અને જ્ઞાનની સરખામણી તેજ સાથે કરવામાં આવે છે, તેમ જ્ઞાનની શોધ એ દરેક વ્યક્તિનો હેતુ છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે “અમૃતમ” (મોક્ષ/મુક્તિ) જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. આ ‘અમૃતમ’ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. કૃષિ વિજ્ઞાન જેવા મહત્વના ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ-ગ્રેજ્યુએટ થવું એ આ અંતિમ લક્ષ્યની શરૂઆત છે.

ડૉ. વ્યાસે ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્યો અન્ય જીવોથી અલગ છે કારણ કે આપણને મન અને બુદ્ધિ આપવામાં આવ્યા છે, જે આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે. સાચી પસંદગી કરવા માટે પરિપક્વ બુદ્ધિ જરૂરી છે. વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કરવાની જે પસંદગી કરી છે તે યોગ્ય છે, કારણ કે આ ક્ષેત્રનો દેશની અર્થવ્યવસ્થામાં બે તૃતીયાંશ જેટલો ફાળો રહેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશને વધુને વધુ કૃષિ નિષ્ણાતોની જરૂર છે, ખાસ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના શ્રેષ્ઠ પાક મેળવવા માટે પ્રાકૃતિક ખેતી અને સંશોધન મહત્વપૂર્ણ છે. ડૉ. વ્યાસે વિદ્યાર્થીઓને તેમનું લક્ષ્ય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ સમારંભના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ. કે.બી.કથીરીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને કૃષિ યુનિર્વસીટીની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો.

દિક્ષાંત મહોત્સવના પ્રારંભે રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિર્વસીટી પરીસરમાં રૂપિયા ૪.૦૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ, અને રૂપિયા ૪.૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હુમેનેટીઝ વિભાગના નવા બિલ્ડિંગ તથા સેન્ટર ફોર ક્લાઈમેટ સ્માર્ટ માઇક્રો બિયલ ટેક્નોલોજી એન્ડ જીએચજી મોનીટરીંગના નવા બિલ્ડિંગનું તકતી અનાવરણ દ્વારા ઉદ્દઘાટન કર્યું હતુ.

આ તકે રાજ્યપાલશ્રીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.

રાજ્યપાલશ્રી દિક્ષાંત સમારંભમાં અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રીનોમી ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરેલ વિવિધ પાકોની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨મા વાર્ષિક પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૩૮૭ વિદ્યાર્થીઓને સ્નાતક અને ૨૦૨ અનુસ્નાતકમાં વિવિધ વિષયોમાં ડિગ્રી એનાયત કરાઈ હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધન કરનારને એવોર્ડ્સ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩ ગોલ્ડ મેડલ્સ, ૭૭ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ્સ, ૬ કેશ પ્રાઇઝ તેમજ પ્રત્યેક ફેકલ્ટી માટે ૩ ચાન્સલર ગોલ્ડ અને ૫ વાયસ ચાન્સલર ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત કૃષિ યુનિવર્સિટી અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
****
[12/29, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત*
*****

*હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે*
*****

*પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે*
*****

*આણંદ, સોમવાર :* આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.

આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી એટીક ખાતે શુભારંભ કરવામાં આવેલા આ પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ કેન્દ્ર ઉપર પ્રત્યેક મંગળવારે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો જેવી કે શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે.

‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ ના ઉદ્દઘાટન પ્રસંગે વિવિધ તાલુકાઓના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સોજીત્રા, ઉમરેઠ, પેટલાદ, આંકલાવ, આણંદ અને બોરસદ જેવા તાલુકાઓના ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે વિવિધ શાકભાજી, કઠોળ, અનાજ (બાજરી, રાગી, ચોખા), હળદર, સરગવાનો પાઉડર અને ફળોના વેચાણ માટેના ૨૯ જેટલા પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, આ વેંચાણ કેન્દ્ર ખાતે પોતાની કૃષિ જણસોનું વેંચાણ કરવા આવેલા ધરતીપુત્રો સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો વિશે વિસ્તૃત જાણકારી મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી તેમને થયેલા ફાયદાની જાત માહિતી મેળવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડૉ. કે. બી. કથીરીયા, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત બાગાયત તથા કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
————-
[12/29, 5:50 PM] Dilip Gajjar.Mahiti.Press: Date:29-12-2025 Press Note No.65

રાજ્યભરમાં મતદારો માટે તા.27 અને 28 ડિસેમ્બરના રોજ યોજાયેલા ખાસ કેમ્પને બહોળો પ્રતિસાદ
………………………
બે દિવસીય કેમ્પમાં રાજ્યભરમાં 2.96 નાગરિકોએ 2.96 લાખથી વધુ ફોર્મ ભર્યા
………………………
રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજિત કેમ્પોમાં બે દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મુલાકાત લઈ, માર્ગદર્શન મેળવ્યું
………………………
નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભુતપૂર્વ ઉત્સાહ
………………………
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

આ દરમિયાન તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી. આ બંને દિવસો દરમિયાન લગભગ 10 લાખ લોકોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં તા. 27 ડિસેમ્બરે આ ખાસ કેમ્પ અંતર્ગત કુલ 1.22 લાખથી વધુ જ્યારે તા. 28 ડિસેમ્બરના રોજ 1.74 લાખથી વધુ ફોર્મ (ફોર્મ નં 6, 6એ, 7, 8) ચૂંટણી સ્ટાફને મળ્યા છે. આમ, બે દિવસ દરમિયાન કુલ 2.96 લાખથી વધુ ફોર્મ ચૂંટણી સ્ટાફને મળ્યા છે. તદુપરાંત અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી કેમ્પના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ 3.98 લાખ ફોર્મ મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

………………………
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/29, 7:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો*
******
*અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા વડાપ્રધાનશ્રીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ*
******

*કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો હતો.

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી સાઈરામ દવે સહિત કુલ ૧૫૦ કલાકારોએ પોતાની કલાત્મક રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, સેવા, સંકલ્પ, સંસ્કાર અને વિકાસના મૂલ્યોને કલાત્મક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, ભાજપા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, શહેર ભાજપા પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ, કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, સંસ્કારધામના ચેરમેન શ્રી ડૉ. આર. કે. શાહ, વાઇસ ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ તેમજ સંતો-મહંતો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

‘નમોત્સવ’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ અસરકારક રીતે રજૂ થયો હતો.
0000000
[12/30, 11:08 AM] Dilip Gajjar.Mahiti.Press: *મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ*

*ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦’નું આયોજન*
*********************
• *રાજ્યના ૧,૦૫૬ વિજેતા બાળકો માટે કુલ રૂ. ૨૨ લાખના ઇનામ અને DLSSમાં સીધા પ્રવેશની સુવર્ણ તક*
• *સુરત ખાતે તા. ૯ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે ‘મિની ખેલ મહાકુંભ’*
• *રાજ્યના ૪,૫૦૦થી વધુ બાળ ખેલાડીઓએ કરાવી નોંધણી*
*******************************
આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે, ત્યારે ગુજરાતના ભાવિ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા અને તેમની શક્તિઓને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટે ગાંધીનગર સ્થિત ‘ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી’ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે આગામી તા. ૯ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે રાજ્યભરમાંથી ૪,૫૦૦થી વધુ બાળ ખેલાડીઓએ ઉત્સાહભેર નોંધણી કરાવી છે.

આ એથ્લેટિક્સ મીટ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ રાજ્યની છુપાયેલી પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનું એક અભિયાન છે. આ આયોજનમાં કુલ ૧૧ વિવિધ રમતો રમાશે, જેમાં વિજેતા બનનાર ૧,૦૫૬ બાળકોને કુલ રૂ. ૨૨ લાખની પ્રોત્સાહક ઇનામ એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત વિજેતા બાળકોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત ‘ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS)માં પ્રવેશ મેળવવાની સીધી તક મળશે, જે તેમની ખેલકૂદની કારકિર્દી માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર આ સ્પર્ધામાં અંડર-૯ અને અંડર-૧૧ એમ બે વયજૂથમાં કુમાર અને કન્યાઓની અલગ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં ૬૦ મીટર, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ સહિત હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી ૧૧ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

રમતગમત એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ બાળકના માનસિક વિકાસ અને ચારિત્ર્ય ઘડતરનું માધ્યમ છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે રમતગમતના કૌશલ્યો વિકસાવવાથી બાળકો શારીરિક રીતે સક્ષમ અને માનસિક રીતે વધુ મજબૂત બનશે.
*************************
ઋચા રાવલ
[12/30, 12:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અભિનવ ભેટ*
———-
*ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે*
———-
*ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું*
——-
*ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પર 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે IAIRO: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી*
———-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં AIના ઉપયોગથી શિક્ષણ, કૃષિ, આરોગ્ય સેવાઓ અને અર્થવ્યવસ્થામાં સુધારાત્મક પગલાંઓથી લોકોના જીવનમાં પરિવર્તનની નેમ સાકાર કરવામાં ગુજરાતનું વધુ એક નવતર કદમ*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે.

ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે.

એટલું જ નહિં, આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે.

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ IAIRO માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને 2025-26ના વર્ષ માટે 25 કરોડનું યોગદાન આપવાનું છે આ IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી કંપનીઓ સહિત 23 જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની આ પહેલ ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા એ.આઈ. મિશન તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના એ.આઈ. એક્શન પ્લાનના ઉદ્દેશ્યોને સુસંગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓથી લાખો લોકોના જીવનને વધુ સરળ બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ગતિ વેગવાન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે AI ટાસ્કફોર્સની રચના પણ કરેલી છે. એ દિશામાં આગળ વધતા હવે IAIROને AI માટે મલ્ટી ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે.

IAIROની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટસ અને સોલ્યુશન્સના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ક્રિએશન, કેપેસિટી બિલ્ડીંગ તથા પોલીસી બેઝ્ડ રિસર્ચ પર પણ IAIRO ફોકસ કરશે. IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ કાર્ય કરશે, તેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન પણ કરાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતની આ પહેલ AI માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવા સાથોસાથ AI સેક્ટરમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે અને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.
———-
[12/30, 12:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અભિનવ ભેટ*
———-
*ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે*
———-
*ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું*
——-
*ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પર 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે IAIRO: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી*
———-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં AIના ઉપયોગથી શિક્ષણ, કૃષિ, આરોગ્ય સેવાઓ અને અર્થવ્યવસ્થામાં સુધારાત્મક પગલાંઓથી લોકોના જીવનમાં પરિવર્તનની નેમ સાકાર કરવામાં ગુજરાતનું વધુ એક નવતર કદમ*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે.

ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે.

એટલું જ નહિં, આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે.

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ IAIRO માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને 2025-26ના વર્ષ માટે 25 કરોડનું યોગદાન આપવાનું છે આ IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી કંપનીઓ સહિત 23 જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની આ પહેલ ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા એ.આઈ. મિશન તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના એ.આઈ. એક્શન પ્લાનના ઉદ્દેશ્યોને સુસંગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓથી લાખો લોકોના જીવનને વધુ સરળ બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ગતિ વેગવાન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે AI ટાસ્કફોર્સની રચના પણ કરેલી છે. એ દિશામાં આગળ વધતા હવે IAIROને AI માટે મલ્ટી ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે.

IAIROની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટસ અને સોલ્યુશન્સના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ક્રિએશન, કેપેસિટી બિલ્ડીંગ તથા પોલીસી બેઝ્ડ રિસર્ચ પર પણ IAIRO ફોકસ કરશે. IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ કાર્ય કરશે, તેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન પણ કરાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતની આ પહેલ AI માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવા સાથોસાથ AI સેક્ટરમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે અને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.
———-
[12/30, 2:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર:*
*’સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર યોજાશે*
——
*આગામી ૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે*
——–
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને યુવાધનને આપશે પ્રોત્સાહન*
———
*વિવિધ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ અપનાવવા રાજ્યના GenZને આહવાન*
——
*સહભાગી થનાર તમામ નાગરિકોને મળશે ડિજિટલ સર્ટિફિકેટ*
———
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ અનોખું અભિયાન હાથ ધરાયું છે.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે.

*ઘરે બેઠા લાખો નાગરિકો જોડાશે:*
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube Live ના માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬એ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે, અગાસી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે.

*પાર્ટીથી યોગ તરફનો સંદેશ:*
આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી (GenZ)ને એ સંદેશ આપવાનો છે કે ૧લી જાન્યુઆરી એ માત્ર વેસ્ટર્ન કલ્ચરની જેમ નવા કેલેન્ડર વર્ષ ઉજવવાનો દિવસ નથી, પરંતુ આપણા શરીર અને મનને ઊર્જાવાન બનાવવાનો અવસર છે. નૂતન વર્ષની સૂર્યનારાયણની નૂતન કિરણને નમસ્કાર કરવાનો અવસર છે. ‘વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ’ અને ‘વિદેશીથી સ્વદેશી તરફ’ના મંત્ર સાથે આ કાર્યક્રમ ગુજરાતના યુવાધનને નવી દિશા આપશે.
*ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહન:*
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.
*સહયોગ અને જનભાગીદારી:*
આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડમી અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, ૧લી જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ અને સૂર્ય નમસ્કાર સાથે વધાવે.

*કઈ રીતે જોડાવું ?* નાગરિકોએ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લેવા રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું છે.
————-
[12/30, 5:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રેસ રીલીઝ*
*લોકભવન, ગાંધીનગર*
*તા. 30/12/2025*

*પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી; ભ્રમ તોડવો જરૂરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
————
*વધુમાં વધુ ખેડૂતો આ પવિત્ર મિશનમાં જોડાય તેવા પ્રયાસો કરીએ: કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*
————
*રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ*
————

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, લોકોમાં આજે પણ એવી માનસિકતા વ્યાપક છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટશે અને દેશની ખાદ્ય સુરક્ષા સામે સંકટ ઊભું થશે. પરંતુ આ માન્યતા ભ્રામક છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી; ભ્રમ તોડવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક (ઓર્ગેનિક) ખેતી એક નથી, બંને વચ્ચે જમીન-આકાશ જેટલો તફાવત છે.

રાજ્યપાલશ્રીએ સમજાવ્યું કે, જૈવિક ખેતીમાં ખર્ચ અને મહેનત વધુ કરવી પડે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહિવત ખર્ચે સ્વસ્થ ઉત્પાદન મળે છે. જૈવિક ખેતીમાં પ્રારંભના બે-ત્રણ વર્ષોમાં ઉત્પાદન ઓછું મળે છે, જેના કારણે કેટલાક લોકો પ્રાકૃતિક ખેતીને પણ એ જ માપદંડથી માપી રહ્યા છે. પરંતુ, હવે આ શંકા દૂર થશે.

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ દાંતિવાડા, જુનાગઢ, આણંદ અને નવસારીએ ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી, ત્રણેય મોડેલ પર તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ત્રણ વર્ષના ગહન સંશોધન બાદ ચારેય યુનિવર્સિટીઓએ સ્પષ્ટ રીતે નિષ્કર્ષ આપ્યો છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી.

રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સરકારની યોજનાઓનો યોગ્ય અમલ કરવા જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ તેમના ગ્રામ્ય પ્રવાસના અનુભવો જણાવતાં કહ્યું કે, તેઓ પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે જાતે તાલુકા સ્તરે જઈને ખેડૂતો વચ્ચે રહે છે, ગુજરાતના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયાર છે.

આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, કાર્બન ક્રેડિટ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી આવકનો માર્ગ બની શકે છે. ઘણી સંસ્થાઓ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા બદલ ખેડૂતોને પ્રોત્સાહન આપે છે, જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક સહારો બની શકે છે.

પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે રાજ્યપાલશ્રીએ સૂચનો આપ્યા હતા. તેમણે રાજ્યભરમાં સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું.

આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. આગામી વર્ષમાં વધુ 2 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે દિશામાં આયોજનબદ્ધ કાર્ય કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે કૃષિ વિભાગ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, સહાયકારી યોજનાઓ, તાલીમ, સંશોધન અને શિક્ષણ અંગે થતી કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો આપ્યા હતા.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા, રાજભવનના અગ્ર સચિવશ્રી અશોક શર્મા, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ શ્રી નીતિન સંગવાન, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
———-
[12/30, 5:42 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
લોકભવન, ગાંધીનગર
તા. 30/12/2025

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વંદે ભારત ટ્રેનમાં મુસાફરી*
*****
*ગાંધીનગરથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ*
*****
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરથી મુંબઈ સુધી ભારતની અદ્યતન ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા રેલમાર્ગે પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતીય રેલ્વે દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ, સમયપાલન, સ્વચ્છતા અને મુસાફરોને મળતી આરામદાયક સેવાઓનો અનુભવ કર્યો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસ ‘નવા ભારત’ની પ્રગતિ, આત્મનિર્ભરતા અને તકનિકી ક્ષમતાનું જીવંત પ્રતીક છે. દેશના નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ ટ્રેન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલ્વેમાં થયેલા વ્યાપક સુધારા અને આધુનિકીકરણના પ્રયાસો દેશની પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી રહ્યા છે અને રેલ્વેને વિકાસના મહત્વપૂર્ણ સાધન તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી લોકભવનથી ગાંધીનગર રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનમાં રાજ્યપાલશ્રીએ પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં કૂતુહલ સર્જાયુ હતું. રાજ્યપાલશ્રીએ વિનમ્ર ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યુ હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
[12/30, 7:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન*
***
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિધ્ધ કરવાના ગુજરાતના પુરૂષાર્થરૂપે ગુજરાતે સાધેલી ઔધોગિક પ્રગતિ અને કલા-સંસ્કૃતિની સમૃધ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉધોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર , સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને પણ રજૂ કરાઇ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી વિક્રાંત પાંડે, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યૉગ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઈન્ચાર્જ નિયામક શ્રી પ્રેમસિંઘ કંવર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
[12/30, 7:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા*
……..
*એક જ વર્ષમાં ૫૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર પબ્લિક સેક્ટર હોસ્પિટલ*
………
*આર્થિક રીતે નબળા લોકો માટે આશીર્વાદ અને ટેકનોલોજીમાં અગ્રેસર એવી કિડની ઇન્સ્ટિટ્યૂટે પબ્લિક હોસ્પિટલ્સમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું*
……..
*ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ 24*7 કાર્યરત રહેતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટર*
……
અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

*ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.*

આ ભવ્ય સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર દેશમાં પબ્લિક હોસ્પિટલની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

કિડની ઇન્સ્ટિટયૂટની આ કામગીરી આજે અંગ પ્રત્યારોપણના દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની છે.

*ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરની પ્રગતિ પર નજર કરીએ તો, નવેમ્બર 2024 સુધીમાં કુલ 400 અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા,જ્યારે વર્ષ 2025માં માત્ર 7 ઓક્ટોબર સુધીમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનો આંકડો 400 સુધી પહોંચી ગયો હતો. મોટી સફળતા પ્રાપ્ત કરતા, વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 500 પર પહોંચી છે, જે એક નોંધપાત્ર રેકોર્ડ છે.*

*આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ સેવાનો લાભ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, તેમાં 330 દર્દીઓ ગુજરાતના અને 170 દર્દીઓ અન્ય રાજ્યોના છે.*

ટેકનોલોજી અને વિશેષ ટ્રાન્સપ્લાન્ટની દ્રષ્ટિએ પણ કિડની ઇન્સ્ટિટ્યૂટે નવી દિશા ચીંધી છે. વર્ષ 2025ના કુલ આંકડામાં 157 કેડેવર ટ્રાન્સપ્લાન્ટ, 90 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ, 49 બાળકોના પિડિયાટ્રિક (બાળકોના) ટ્રાન્સપ્લાન્ટ અને 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આધુનિક ટેકનિક અને કુશળ તબીબોના સમન્વયથી આ જટિલ ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

આર્થિક રીતે નબળા દર્દીઓ માટે પણ આ ઇન્સ્ટિટ્યૂટ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કુલ ટ્રાન્સપ્લાન્ટમાંથી 318 જેટલા ઓપરેશન PM-JAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ 29, SC વર્ગના 24, ST વર્ગના 7, તેમજ CAPFના 4 અને CGHS હેઠળ 5 ટ્રાન્સપ્લાન્ટ કરીને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. IKDRCની આ સફળતા પાછળ તેની સતત ઉપલબ્ધતા અને સેવાની ભાવના રહેલી છે.

કિડની ઇન્સ્ટિટ્યૂટ દિવાળી જેવા મોટા તહેવારો સહિત વર્ષના તમામ 365 દિવસ, 24 કલાક કાર્યરત રહે છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સતત સહયોગ અને માર્ગદર્શન હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર આજે ભારતની અગ્રણી પબ્લિક હોસ્પિટલ તરીકે ઉભરી આવી છે, જે માનવ સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રસ્થાપિત થઈ છે.
……

~ શ્રદ્ધા ટીકેશ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.
[12/30, 8:27 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1KepOLTFzZXxQhKZEv3RJd6dLfgUuelVs
[12/30, 8:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓએ રસપૂર્વક નિહાળ્યો*
******
*અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા વડાપ્રધાનશ્રીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ*
******
*રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ*
******
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નીહાળ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિતના મંત્રીમંડળના સભ્યશ્રીઓ પણ સહભાગી થયા હતા.

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

‘નમોત્સવ’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ, રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ સુંદર રીતે રજૂ થયો હતો.

આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી સાંઈરામ દવે સહિત કુલ ૧૫૦ કલાકારોએ પોતાની કલાત્મક રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, સેવા, સંકલ્પ, સંસ્કાર અને વિકાસનાં મૂલ્યોને કલાત્મક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

સંસ્કારધામના ચેરમેન શ્રી ડૉ. આર.કે. શાહે સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ પણ ગ્રહણ કર્યાં હતાં.

આ કાર્યક્રમને રાજ્યકક્ષાના મંત્રીઓ સર્વશ્રી મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, પ્રવિણભાઈ માળી, ડૉ. જયરામભાઈ ગામિત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર, પી.સી. બરંડા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ મંત્રીશ્રીઓ, ફિલ્મ દિગદર્શક શ્રી આશુતોષ ગોવારિકર, ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય ઝાઝુ, શ્રી અજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળ્યો હતો.
******
[12/31, 12:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેબિનેટ બ્રીફીંગ*

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે મિડીયાના મિત્રોને મળશે. આ મિડીયા બ્રીફિંગમાં આપને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

*તારીખઃ ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર*
*સમયઃ બપોરે ૩.૩૦ કલાકે*
*સ્થળઃ નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર*

આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[12/31, 1:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં મંત્રીશ્રીઓ સાથે પરામર્શ કરવા વિવિધ ૧૩ સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરાઈ*
……………………..
*રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓનો પરામર્શ સમિતિમાં સમાવેશ*
…………………………….
રાજયમાં મંત્રીશ્રીઓને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર-વિનિમય કરવા મુખ્યમંત્રીશ્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રીઓની ૧૩ સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સમિતિઓમાં રાજયના સંસદ સભ્યશ્રીઓને આમંત્રિત સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે.

પ્રથમ સમિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ૧૬ મંત્રીશ્રી-ધારાસભ્યો તેમજ આમંત્રિત સભ્ય તરીકે ત્રણ સંસદશ્રીઓ, બીજી સમિતિમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત ૧૮ મંત્રી-ધારાસભ્યશ્રીઓ તથા ત્રણ સંસદશ્રીઓ, ત્રીજી સમિતિમાં નાણા મંત્રી શ્રી કનુ દેસાઈ સહિત ૧૫ મંત્રી-ધારાસભ્યશ્રીઓ સહિત ત્રણ સંસદશ્રીઓ, ચોથી સમિતિમાં કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી સહિત ૧૬ મંત્રી-ધારાસભ્યશ્રીઓ સહિત ત્રણ સંસદશ્રીઓ, પાંચમી સમિતિમાં ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત ૧૫ મંત્રી-ધારાસભ્યશ્રીઓ અને ત્રણ સંસદશ્રીઓ, છઠ્ઠી સમિતિમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સહિત ૧૫ મંત્રી-ધારાસભ્યશ્રીઓ અને બે સંસદશ્રીઓ તેમજ સાતમી સમિતિમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિત ૧૫ મંત્રી-ધારાસભ્યશ્રીઓ અને બે સંસદશ્રીઓનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત આઠમી સમિતિમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સહિત ૧૪ મંત્રી-ધારાસભ્યશ્રીઓ અને બે સંસદશ્રીઓ, નવમી સમિતિમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સહિત ૧૬ મંત્રી-ધારાસભ્યશ્રીઓ તથા બે સંસદ સભ્યશ્રીઓ, ૧૦મી સમિતિમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણ સોલંકી સહિત ૧૪ મંત્રી-ધારાસભ્યશ્રીઓ અને બે સંસદશ્રીઓ, ૧૧મી સમિતિમાં જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ૧૨ ધારાસભ્યશ્રીઓ અને બે સંસદશ્રીઓ, ૧૨મી સમિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા સહિત ૧૨ ધારાસભ્યશ્રીઓ અને બે સંસદશ્રીઓ તેમજ અંતિમ ૧૩મી સમિતિમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલ સહિત ૧૧ ધારાસભ્યશ્રીઓ તેમજ બે સંસદશ્રીઓનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પરામર્શ સમિતિઓના કાર્યક્ષેત્રમાં દરેક પરામર્શ સમિતિ હાલ તુરંત વર્તમાન મંત્રીમંડળની મુદત સુધી કાર્ય કરશે. દર ત્રણ મહિને એકવાર અથવા મંત્રીશ્રી નકકી કરે તેમ વારંવાર મળતી સમિતિની બેઠકોમાં મંત્રીશ્રી પ્રમુખ તરીકેનું સ્થાન સંભાળશે અને સંબંધિત રાજયકક્ષાના મંત્રીશ્રી પણ બેઠકમાં હાજરી આપશે. મંત્રીશ્રી જે વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમાંની નીતિના અમલ, વ્યાપક મહત્વની બાબતોના પ્રશ્નો તેમજ નાગરિકોને લગતા પ્રશ્નો અંગે સમિતિ તેમની સાથે પરામર્શ કરશે. મંત્રીશ્રી પોતે સમિતિ સમક્ષ રજૂ કરે તેવી અથવા કોઇ સભ્યશ્રી સમિતિ સમક્ષ રજૂ કરવા મંત્રીશ્રીને વિનંતી કર્યાથી મંત્રીશ્રી રજૂ કરે તેવી બાબતો અંગે સમિતિ વિચારણા કરશે.

સમિતિ વ્યક્તિગત અધિકારીઓની અંગત, નોકરી અંગેની બાબતોને લગતા કોઇ પ્રશ્નો, હાલના નિયમો અને હુકમો અનુસાર સંબંધિત અધિકારીશ્રીઓ જેનો નિકાલ કરી શકે તેવા વ્યક્તિગત કોઇ કેસ અથવા ન્યાયિક કાર્યવાહીમાં વિચારાધિન હોય તેવા અથવા જેને અંગે પક્ષકાર કોર્ટમાં અથવા તે અંગે નિર્ણય લઇ શકે તેવી સત્તા ધરાવતા બીજા પ્રાધિકારોને અરજી કરી શકે તેવી બાબતો વિચારણામાં લેશે નહિ. પરામર્શ સમિતિઓનું મુખ્ય મથક ગાંધીનગર રહેશે તેમ, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.
……………………….
જનક દેસાઈ
[12/31, 1:48 PM] Jigar.Mahiti: *ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા*

*શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષાનું કરાયું આયોજન*
—–
*સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી કરી શકશે ઓનલાઈન નોંધણી*
—–
રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમીક્ષા-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્કૃત પ્રેમીઓ અને પ્રતિભાગીઓ આજે તા. ૦૧ જાન્યુઆરીથી તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રાજ્ય સંસ્કૃત બોર્ડની અધિકૃત વેબસાઇટ https://grsb.gujarat.gov.in/ મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુમાં, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની માર્ગદર્શિકા https://drive.google.com/file/d/1uYof0D6t1lqape–aZFcspirGE2aBtXP/view?usp=drive_link લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પરીક્ષામાં ભાગ લેનાર પ્રતિભાગીઓના કંઠસ્થ શ્લોકોની અને સુભાષિતની નિપુણતા, ઉચ્ચારણની શુદ્ધતા, લયછંદ અને ભાવભક્તિની યુનિવર્સિટી કક્ષાએ નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવામાં આવશે. યુનિવર્સિટી કક્ષાની આ વિશેષ સમીક્ષામાં ઉત્તીર્ણ થનાર સંપૂર્ણ ગીતા કંઠપાઠ કરનાર પ્રતિભાગીઓને ‘ગીતાભૂષણ’ની પ્રતિષ્ઠિત પદવી તેમજ શત સુભાષિત કંઠપાઠમાં સફળ થનારને ‘શત સુભાષિત પંડિત’ની ગૌરવપૂર્ણ ઉપાધિથી રાજ્ય કક્ષાના ભવ્ય સમારોહમાં સન્માનિત કરવામાં આવશે તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સુવર્ણ અવસરમાં વધુમાં વધુ સંસ્કૃતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા નાગરિકોએ ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ મજબૂત બનાવવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, ભારત કે વિશ્વની જ નહીં, બ્રહ્માંડની દિવ્યભાષા સંસ્કૃત છે. જેનો આશ્રય લઈને ભારતનો ભવ્ય જ્ઞાન વારસો આજે પણ અડીખમ ઊભો છે.
આ દેવભાષાનો પ્રચાર-પ્રસાર અને સંવર્ધન એટલે ભારતનું મૂળ તત્વરૂપ, જ્ઞાન, વિજ્ઞાન અને ન્યાય, નીતિ, સ્વધર્મ, સંસ્કૃતિ વિકાસની સાથે-સાથે આસ્તિકતા અર્થાત્ સ્તુત્ય નાગરિકત્વનો આવિર્ભાવ છે. આ જ્ઞાન પરંપરારૂપી સંસ્કૃત ભાષા અને સાહિત્યનો પ્રચાર-પ્રસાર રાજ્યવ્યાપી અને દેશવ્યાપી બને તેવો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો ઉદ્દેશ્ય છે. જે અંતર્ગત તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘યોજના પંચકમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના પંચકમ્ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના – સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના – શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના – શત સુભાષિત કંઠપાઠ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
—–
જીગર બારોટ
[12/31, 3:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *જાંબુડિયા–પાનેલી ખાતે આગામી સમયમાં બનશે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક: એક વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઔદ્યોગિક વિકાસનું નવું કેન્દ્ર*

*મોરબીથી વૈશ્વિક બજારો સુધી: VGRC રાજકોટ ખાતે એડવાન્સ્ડ સિરામિક્સમાં વ્યૂહાત્મક રોકાણની તકો*

**********

*ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025:* જાંબુડિયા-પાનેલી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા આગામી સમયમાં ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક વિકસિત કરવામાં આવશે, જેને રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. આ મહત્વપૂર્ણ પહેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરતી દિશામાં એક સશક્ત પગલું છે. GIDC ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રના ભવિષ્યને મજબૂત આધાર આપશે.

*જાંબુડિયા–પાનેલી ખાતે GIDCનો વ્યૂહાત્મક ઔદ્યોગિક વિકાસ*

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા મોરબી–રાજકોટ ઔદ્યોગિક પટ્ટામાં જાંબુડિયા–પાનેલી ખાતે વિકસિત થઈ રહેલો ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક આશરે 1050 એકર વિસ્તારને આવરી લેશે. આ પાર્ક વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ક્લસ્ટરની નજીક હોવાને કારણે મજબૂત અને સ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો સંપૂર્ણ લાભ મેળવશે.

*મૂલ્ય શૃંખલામાં વિસ્તરણ અને ઔદ્યોગિક અસર*

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સિરામિક ઉદ્યોગની સમગ્ર મૂલ્ય શૃંખલામાં હાજરીને વિસ્તૃત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. પાર્કમાં મુખ્યત્વે ટાઇલ્સ અને સેનિટરીવેર ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે, તેમજ ઔદ્યોગિક અને એડવાન્સ્ડ સિરામિક્સ જેવા ઉચ્ચ મૂલ્યવાળા અને વિશિષ્ટ સેગમેન્ટ્સમાં નવા રોકાણોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પહેલ ગુજરાતને વૈશ્વિક સિરામિક ઉત્પાદન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.

*લોજિસ્ટિક્સ અને વ્યૂહાત્મક કનેક્ટિવિટી*

જાંબુડિયા–પાનેલી સિરામિક પાર્કને ઉત્તમ લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીનો લાભ મળશે. આ વિસ્તાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-27 થી માત્ર 1.5 કિમી દૂર સ્થિત છે, જ્યારે મોરબીનું નજીકનું રેલ્વે સ્ટેશન 12 કિમી અંતરે આવેલું છે. ઉપરાંત, રાજકોટમાં આવેલું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આશરે 70 કિમી, અને મકનસર ખાતેનું ઇનલેન્ડ કન્ટેનર ડેપો માત્ર 5 કિમી દૂર છે. નવલખી (48 કિમી), કંડલા (139 કિમી) અને મુન્દ્રા (195 કિમી) જેવા મુખ્ય બંદરોની નિકટતા વૈશ્વિક નિકાસ માટે મહત્વપૂર્ણ લાભ પૂરો પાડે છે.

*વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સુવિધાઓ*

આ પાર્કની મુખ્ય વિશેષતા એ છે કે, અહીં ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એસ્ટેટમાં કોમન ડિસ્પ્લે સેન્ટર, NABL-પ્રમાણિત પ્રયોગશાળા સાથેનું સેન્ટર ઑફ એક્સેલન્સ, તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા અને કાર્યબળની કુશળતા વધારવા માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.

આ પાર્કમાં ઉદ્યોગોની વધતી માંગને ધ્યાનમાં રાખીને 30 MLD ક્ષમતા ધરાવતી સમર્પિત પાણી પુરવઠા વ્યવસ્થા વિકસાવવામાં આવશે. વિશ્વસનીય વીજ પુરવઠા માટે એસ્ટેટની અંદર ત્રણ સબસ્ટેશન માટે જમીન ફાળવવામાં આવી છે જેમાં બે 66 KV અને એક 220 KV ક્ષમતાવાળું સબસ્ટેશન સામેલ છે. ઉપરાંત, પર્યાવરણીય રીતે જવાબદાર કામગીરી સુનિશ્ચિત કરવા માટે ઘન કચરા વ્યવસ્થાપન વ્યવસ્થા અને સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માટે પણ સુવિધા ઉપલબ્ધ રહેશે.

*વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર : ઔદ્યોગિક વિકાસ માટેનું સશક્ત મંચ*

આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર દરમિયાન રાજકોટમાં સિરામિક્સ, બંદરો, લોજિસ્ટિક્સ અને ગ્રીન એનર્જી સહિત પ્રદેશના અગ્રણી ઉદ્યોગ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ભાગ લેશે. 11 અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી આ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગો, ઉદ્યોગ અગ્રણીઓ તથા રોકાણ ભાગીદારો માટે સહયોગ અને વૃદ્ધિના નવા અવસરો સર્જશે.

પ્રતિનિધિઓ જાંબુડિયા–પાનેલી સિરામિક પાર્કને ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને કૌશલ્ય વૃદ્ધિના મોડલ તરીકે જુએ છે. મોરબીની આસપાસ ઉપલબ્ધ વિશાળ અને કુશળ માનવ સંસાધન તેમજ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ મજબૂત આધારને કારણે આ પાર્ક સિરામિક ક્ષેત્રમાં ગુણવત્તા અને ટેક્નોલોજીકલ પ્રગતિનું અગ્રણી કેન્દ્ર બની રહ્યો છે.

—–
[12/31, 4:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *SWAGAT: છેલ્લા 22 વર્ષોથી ગુજરાતના નાગરિકોનો સરકારમાં વિશ્વાસ દૃઢ કરતું પ્લેટફોર્મ*
***
*22 વર્ષોમાં SWAGAT પ્લેટફોર્મ થકી 99%થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો*
***
*નિર્ધારિત સમયમર્યાદામાં નાગરિકોની ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવા માટે SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ અમલી*
***
*અરજીઓના સમયસર નિરાકરણ માટે મોનિટરિંગ ડેશબોર્ડ, અધિકારીઓનું પર્ફોર્મન્સ ચકાસવા માટે પર્ફોર્મન્સ ડેશબોર્ડ બનાવવામાં આવ્યું*
***
*ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025:* નાગરિકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેક્નોલોજીમાં રહેલી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ, 2003ના રોજ SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ પણ સશક્ત હતો કે, નાગરિકો ભય, વિલંબ અને પ્રક્રિયાગત અવરોધો વિના, સરકારના ઉચ્ચતમ સ્તરો સમક્ષ તેમની ફરિયાદો સીધી જ રજૂ કરી શકે. SWAGAT ઓનલાઇન કાર્યક્રમનો વ્યાપ જિલ્લા, તાલુકા અને ગ્રામ સુધી વિસ્તર્યો છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી આ પહેલને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અસરકારક રીતે સંચાલિત કરી રહ્યા છે. વર્ષ 2003થી લઇને આજે 22 વર્ષોથી સ્વાગત પ્લેટફોર્મ ગુજરાતના નાગરિકોનો રાજ્ય સરકારમાં વિશ્વાસ મજબૂત કરી રહ્યું છે. તેની પુષ્ટિ એ વાત પરથી થાય છે કે છેલ્લા 22 વર્ષોમાં આ પ્લેટફોર્મ પર પ્રાપ્ત થયેલી 99.10% અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

*SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ SWAGATને એક સક્રિય અને લોક-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં SWAGAT પ્લેટફોર્મનો સમય અને ટેક્નોલોજી સાથે વિકાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓ અને તમામ વિભાગોમાં SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે, અને સાથે જ સ્વાગત ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ 25 ડિસેમ્બર, 2023ના રોજ ‘સુશાસન દિવસ’ નિમિત્તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જિલ્લા માટે લાગુ કરવામાં આવી હતી. પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યા બાદ કુલ 21,540 અરજીઓમાંથી 90% અરજીઓનો સમયમર્યાદામાં ગુણાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, પાયલટ પ્રોજેક્ટ સફળ રહેતા આગામી સુશાસન દિવસે એટલે કે 25 ડિસેમ્બર, 2024ના SWAGAT 2.0 તમામ જિલ્લાઓમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

*કેવી રીતે કામ કરે છે ઓટો એક્સેલેશન મેટ્રિક્સ પદ્ધતિ?*

આધુનિક SWAGAT સિસ્ટમ એક ઓટોમેટિક એસ્કેલેશન ફ્રેમવર્કની આસપાસ રચવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે કે ફરિયાદો કોઈપણ સ્તરે અટકી ન જાય. SWAGAT 2.0માં નાગરિકોની સમસ્યાઓનું નિશ્ચિત સમયગાળામાં ગુણાત્મક નિરાકરણ લાવવા માટે નિકાલની સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. અરજદારની રજૂઆત જે અધિકારીની ફરિયાદ નિવારણની સીધી જવાબદારી હોય તેમને ઓનલાઇન માધ્યમથી મોકલવામાં આવે છે. અરજદારની રજૂઆત પરત્વે સંબંધિત અધિકારીએ નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવાની રહે છે. અરજદારોને પણ નોંધણીથી લઈને અંતિમ નિરાકરણ સુધીના દરેક તબક્કે તેમની ફરિયાદોની સ્થિતિ વિશે SMS દ્વારા માહિતગાર રાખવામાં આવે છે.

જો સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં નિરાકરણ ન લાવવામાં આવે તો તે ફરિયાદ સમયમર્યાદા પૂર્ણ થતા ઓટોમેટીક રીતે તેના એક લેવલ ઉપરના અધિકારીના લોગિનમાં ઓટો એસ્કેલેટ થાય છે. ત્યારબાદ ઉપરના અધિકારી દ્વારા ફરિયાદનો નિકાલ કરવાનો રહે છે. ઉપરી અધિકારી દ્વારા ફરિયાદનો નિકાલ કરવો ફરજિયાત છે. રજૂઆતનું સંતોષજનક અને યોગ્ય રીતે નિરાકરણ થયેલ છે તે અંગે વેરિફિકેશન થયા બાદ જ રજૂઆતનો આખરી નિકાલ થયેલો ગણવામાં આવે છે. વધુમાં, પોતાની ફરિયાદ માટે થયેલ કાર્યવાહીથી અરજદાર સંતુષ્ટ ન હોય તો, તેઓ ફીડબેક આપીને પોતાની ફરિયાદને એક લેવલના ઉપરી અધિકારીને એસ્કેલેટ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા પણ આ અરજીઓનું સઘન મોનિટરિંગ કરવામાં આવે છે.

*ફરિયાદોના સમયસર નિરાકરણ માટે મોનિટરિંગ ડેશબોર્ડ*

પોર્ટલમાં મળતી અરજીઓનું સમયસર નિરાકરણ આવે તેવા ઉમદા ઉદ્દેશ્યથી વિવિધ મોનિટરીંગ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, અધિકારીઓનું પર્ફોર્મન્સ ચકાસવા માટે પર્ફોમન્સ ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે કયા જિલ્લામાં કયા પ્રકારની રજૂઆતો વધુ પ્રમાણમાં આવે છે, તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મળતી રજૂઆતોના આધારે કયા પ્રકારના નીતિવિષયક બદલાવ કરવાની જરૂર છે તેની માહિતી મળે છે. ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમ મારફતે ઘણા બધા નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ખેડૂતલક્ષી, જમીન સંપાદન, વિદ્યાર્થીલક્ષી, ગૌચર દબાણ, રી-સર્વેને લગતા, પોલીસને લગતા મહત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે.

*સ્વાગત કાર્યક્રમના માધ્યમથી મોડદર ગામના 118 ખેડૂતોની હાલાકીનો અંત આવ્યો*

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદર ગામમાં સ્વાગત કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનો નિકાલ થયો હતો. મોડદર ગામથી પસવારી વચ્ચે સુખભાદર નદી પર બ્રિજ ન હોવાના કારણે ખેડૂતોને છેલ્લા 40 વર્ષથી પોતાના ખેતરમાં પહોંચવા 15 કિ.મી. ફરવું પડતું હતું. આ અંગે અરજદારશ્રી લખમણભાઇ નવઘણભાઇ મોડેદરાએ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમનો પ્રશ્ન રાજ્ય સ્વાગત સુધી પહોંચયો હતો. અરજદારશ્રીએ બ્રિજ ન હોવાના કારણે 118 ખેડૂતોને 3600 વીઘા જમીનની ખેતીની માટેની રોજિંદી કામગીરીમાં પડતી તકલીફો બાબતે રજૂઆત કરી હતી. તેમની રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ બ્રિજ તથા રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ તથા કલેક્ટરશ્રી, પોરબંદરને સૂચના આપી, જેના પરિણામે મોડદર-પસવારી વચ્ચે ₹9 કરોડના ખર્ચે માઈનોર બ્રિજ, કલવર્ટ અને ત્રણ કિમી રસ્તા બનાવવામાં આવશે.

*છેલ્લા 2 વર્ષમાં વિવિધ પ્રતિનિધિમંડળોએ લીધી સ્વાગત યુનિટની મુલાકાત*

સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ વિશે સમજણ મેળવવા માટે ભારત સરકારના સચિવશ્રી તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ વગેરે જેવા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયોના પ્રતિનિધિમંડળો દ્વારા સ્વાગત યુનિટની મુલાકાત લેવામાં આવી છે. તેઓએ આ પ્રકારની સુવિધા તેઓના રાજ્યમાં લાગુ કરવા માટે સમજણ મેળવી હતી.

*X-X-X*
[12/31, 4:26 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો(DCCB)ની રચના થશે

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટ બેઠકમાં બેંકની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
**********************
* *બેંકોની રચના માટે રાજ્ય સરકાર નાબાર્ડ મારફત RBIને દરખાસ્ત મોકલશે*

* *દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ડાંગ અને નવસારીમાં DCCBની રચના થશે*
**********************
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ ભારતના સહકારિતા મંત્રાલય દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.

આ પહેલના ભાગરૂપે નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સહકારિતા મંત્રાલયને એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી. આ નોટમાં ગુજરાતમાં પણ નવી ૦૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું હતું કે, ભારત સરકારના દિશાનિર્દેશ હેઠળ આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આ નવી ૦૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. 

રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના થશે. જેમાં,
પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લામાં, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી જિલ્લામાં, સુરત બેંકના વિભાજનથી તાપી જિલ્લામાં, વડોદરા બેંકના વિભાજનથી છોટાઉદેપુર જિલ્લામાં, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર જિલ્લામાં, ખેડા બેંકના વિભાજનથી આણંદ જિલ્લામાં તેમજ વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લામાં નવી બેંકોની રચના થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેંકોની રચના માટે રાજ્ય સરકાર હવે નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને આ અંગેની દરખાસ્ત મોકલશે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
**********************
નિતિન રથવી
[12/31, 4:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી સંદર્ભે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી*

*કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો*
……………………
*આવતીકાલ સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી*
……………………
ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. ૦૧ જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે.

*માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં:*
* કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા

* આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય.

* ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવો

* જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો

* APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા

* APMCમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા

* આ ઉપરાંત APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જેથી નુકશાની અટકાવી શકાય
……………………
[12/31, 4:50 PM] Dilip Gajjar.Mahiti.Press: કૃષિ સહાય પેકેજ અને ટેકાના ભાવે ખરીદી

*કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ ૨૯.૩૦ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૮,૫૧૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
***********
* *રાજ્યના કુલ ૬.૭૯ લાખ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૬૯૮ કરોડના મૂલ્યના ૧૪.૯૧ લાખ મે.ટન ખરીફ પાકોની ખરીદી કરાઈ

* *ખરીદી સામે અત્યાર સુધીમાં ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૬,૫૭૩ કરોડથી વધુનું ચૂકવણું કરાયું*

* *ખેડૂતો પાસેથી ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરી રાજ્યના ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૬,૩૬૨ કરોડથી વધુની ચૂકવણી કરાઈ*
***********
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૮,૭૧૦ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૨૯.૩૦ લાખ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૧૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

વધુમાં પ્રવક્તા મંત્રીશ્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના ૬.૭૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૬૯૮ કરોડથી વધુના મૂલ્યના કુલ ૧૪.૯૧ લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે. જેની સામે અત્યાર સુધીમાં ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૬,૫૭૩ કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના ૬.૨૬ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૩૦૦ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે અત્યાર સુધીમાં ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૬,૩૬૨ કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
*********
ઋચા રાવલ
[12/31, 5:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *નવા વર્ષમાં સાયબર ફ્રોડથી સચેત રહેવા રાજ્ય સરકારની નાગરિકોને અપીલ*

*સાયબર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
**********************
• *ટેકનોલોજીના માધ્યમથી નાગરીકોને સુરક્ષા આપવા સાયબર ક્રાઈમ ટીમ ૨૪*૭ કાર્યરત*

• *આકસ્મિક રીતે કોઈ નાગરિક જો સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત ૧૯૩૦ નંબર પર ફરિયાદ નોંધાવવી*
**********************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી આચરવામાં આવતા આવા ગંભીર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર છે, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

નવા વર્ષના હર્ષોલ્લાસ વચ્ચે રાજ્યના નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સચેત રહેવા રાજ્ય સરકાર વતી પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ નાગરીકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડથી નાગરિકોને બચવવા સાયબર ક્રાઈમ ટીમ ૨૪*૭ કાર્યરત છે.

સરકાર ટેકનોલોજીના માધ્યમથી તમામ નાગરીકોને સુરક્ષા પૂરી પાડી રહી છે, પરંતુ નાગરિકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. જો કોઈ નાગરિક આકસ્મિક રીતે સાયબર ફ્રોડનો ભોગ બને, તો વિલંબ કર્યા વગર તુરંત ૧૯૩૦ નંબર પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવવાથી સાયબર ફ્રોડને અટકાવી શકાય છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ લિંક્સ ફરતી થઈ છે. જેમાં તમારા નામનું સ્પેશિયલ કાર્ડ જુઓ અથવા ફ્રી ગિફ્ટ મેળવવા લિંક ખોલો જેવા આકર્ષક મેસેજ વાસ્તવમાં સાયબર ક્રિમિનલ્સની જાળ હોઈ શકે છે. આવી કોઈપણ પ્રકારની લિંક ન ખોલવા નાગરીકોને અનુરોધ છે.

આ પ્રકારની અજાણી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં વાયરસયુક્ત ફાઈલ ડાઉનલોડ થઈ શકે છે. આ વાયરસ તમારા સ્માર્ટફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી દે છે. તમારી એક નાની ભૂલના કારણે બેંક એકાઉન્ટની વિગતો, OTP, ખાનગી ફોટા અને અંગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે. જેથી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે શુભેચ્છાઓ પાઠવવા માટે માત્ર સાદા ટેક્સ્ટ મેસેજ, ફોટા કે વિડીયોનો જ આગ્રહ રાખવો. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું અને કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન ‘ઇન્સ્ટોલ’ કે ‘અપડેટ’ નહીં કરવી. તદુપરાંત, અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ ફાઈલ ડાઉનલોડ કરવી નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું.
*********************
ઋચા રાવલ
[12/31, 5:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *૭૦ લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર*
*************************
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મહાનગરોને સ્લમ ફ્રી બનાવવા કરેલી મહત્વકાંક્ષી પહેલોના આજે સકારાત્મક પરિણામ મળ્યા: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*************************
* છેલ્લા બે દાયકામાં સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી આબાદી ૩૮ ટકાથી ઘટીને ૫ ટકા સુધી પહોંચી

* મુખ્યમંત્રીશ્રીએ સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા કેબિનેટ બેઠકમાં નિર્દેશ આપ્યો

* સુરતની જ તર્જ પર રાજ્યના અન્ય નગરો-મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી
********************
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીશ્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા.

મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ ૨૦૦૬માં સુરતની લગભગ ૩૮ ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી.

ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાનશ્રીએ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને ૫ ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને તેવા સાનુકૂળ સંજોગો ઊભા થયા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સાનુકૂળ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

સુરત શહેર જો આ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તો સુરત ભારતનું પ્રથમ મોટું સ્લમ ફ્રી શહેર બનશે. જોકે, ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી લગભગ ૧૦ લાખ છે. જેની સરખામણીમાં, સુરતની વસ્તી આશરે ૭૦ થી ૮૦ લાખ છે, જે આ સિદ્ધિને વ્યાપ અને જટિલતાની દ્રષ્ટિએ વધુ નોંધપાત્ર બનાવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સુરતની જ તર્જ પર તબક્કાવાર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં અત્યારથી જ પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી, તેમ પણ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
********************
નિતિન રથવી
[12/31, 6:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘૫ ટ્રિલિયન ઇકોનોમી’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત બનશે પથદર્શક*
*******************************
*ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાન આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી રાજ્યનો GDP દર વધારવાની દિશામાં કાર્ય કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*

*મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં જિલ્લાવાર GDP (District GDP) વૃદ્ધિ માટે ઉચ્ચ સનદી અધિકારીઓને આપ્યું માર્ગદર્શન: પ્રવક્તા મંત્રીશ્રી*
*******************************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ‘૫ ટ્રિલિયન ઈકોનોમી’ બનાવવાનું જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લાઓના GDP દરમાં વૃદ્ધિ કરીને સમગ્ર રાજ્યનો આર્થિક વિકાસ દર વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી.

મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં લેવાયેલા શ્રેણીબદ્ધ આર્થિક સુધારાઓને પરિણામે ભારતના GDP દરમાં ઉત્તરોત્તર વધારો અને મોંઘવારી દરમાં ઘટાડો થઇ રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાત હંમેશા ગ્રોથ એન્જિન રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના સર્વાંગી અને સમાન આર્થિક વિકાસ માટે એક નવો રોડમેપ રજૂ કર્યો છે.

કેબિનેટ બેઠકની વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં અવલોકન કર્યું છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓ આર્થિક રીતે ખૂબ પ્રગતિશીલ છે, જ્યારે અમુક જિલ્લાઓમાં હજુ પણ વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે. મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય સચિવશ્રી સહિતના તમામ ઉચ્ચ સનદી અધિકારીઓને સૂચના આપી છે કે, દરેક જિલ્લાની આગવી વિશેષતા અને ત્યાં રહેલી વિકાસની સંભાવનાઓને ઓળખીને તે મુજબનો એક્શન પ્લાન તૈયાર કરીને જે જિલ્લાઓનો GDP દર ઓછો છે, ત્યાં આર્થિક ગતિવિધિઓ વધારીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવે.

મંત્રીશ્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકારના આ સુદ્રઢ આયોજન અને જિલ્લા સ્તરે આર્થિક સશક્તિકરણના કારણે ગુજરાત વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
****************************
નિતિન રથવી
[12/31, 6:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ૫ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક*

*આ લક્ષ્યાંકને હાંસલ કરવા અત્યારથી જ જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્દેશ આપ્યો: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*********************
ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “હર સર કો છત”ના કાર્ય મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં આગામી પાંચ વર્ષ દરમિયાન એક કરોડથી વધુ આવાસ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

જે અંતર્ગત ગુજરાત પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં આશરે ૫.૫૦ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. આ આવાસોના નિર્માણથી ગુજરાતના લાખો ગરીબ પરિવારોને પાકા આવાસ મળશે.

આગામી પાંચ વર્ષમાં આવાસ નિર્માણના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ અત્યારથી જ જમીન સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને વિવિધ કામગીરી હાથ ધરવા માટે રાજ્યના વહીવટી તંત્રને કેબિનેટ બેઠકમાં આદેશો આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
*********************
નિતિન રથવી
[12/31, 7:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના*
***
*આધુનિક અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી સંભવિત સાયબર ખતરા સામે રાજ્ય સરકારની પૂર્વ તૈયારી*
***
*રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા સાથે વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કરવામાં આવશે*
***
*ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025:* ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ કોર કમિટી અને ટાસ્કફોર્સ રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગરૂકતા કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે.

રાજ્યની 24 કલાક વીજ પુરવઠાની વ્યવસ્થામાં હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ ગ્રીડ અને SCADA જેવી આધુનિક પ્રણાલીઓ સામેલ કરવામા આવી હોવાથી, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલાઓની સંભાવના વધી જાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

આ કમિટી અને ટાસ્કફોર્સ ઊર્જા ક્ષેત્રના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે IT અને સાયબર સુરક્ષાને લગતી વ્યવસ્થાઓ, સાયબર સુરક્ષા નીતિ અને તેની ઘટનાઓના વ્યવસ્થાપન અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે. તે સિવાય તેમાં જરૂરી સુધારા અને સાયબર સિક્યોરિટી પ્રણાલીનું નિર્માણ કરવા માટે એક રોડમેપ પણ રજૂ કરશે. તેના માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ભાગીદારી પણ કરવામાં આવશે અને સાયબર ડ્રિલ અને તાલીમ સાથે જાગરૂકતા કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવશે. રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે જડબેસલાક બનાવવા માટે એક મજબૂત અને સુવ્યવસ્થિત પ્રણાલી વિકસિત કરવાના ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

*x-x-x*
[12/31, 7:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે અનોખી સંવેદના*
———–
*ખાસ સમય ફાળવીને ડાંગના વનવાસી બાળકો સાથે સંવાદ-મુલાકાત કરી*
————
*ડાંગ જિલ્લાના માલેગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી સાથેની મુલાકાત યાદગાર સંભારણું બની*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના દાખવીને ડાંગના બાળકો સાથે ખાસ સમય ફાળવીને ગાંધીનગરમાં મુલાકાત કરી હતી.

ડાંગ જિલ્લાના માલેગામની શાળાના શિક્ષકો સહિત 150થી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રી સાથેની તેમની આ સહજ મુલાકાત આદિજાતિ વિદ્યાર્થીઓ માટે યાદગાર સંભારણું બની હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બાળકો પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અદ્યતન સુવિધાઓની વિગતો પણ જાણી હતી.

સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકીયાના ટ્રસ્ટીપણા હેઠળ સંચાલિત પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ડાંગ જિલ્લાના માલેગામમાં વનવાસી વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણ અને વિકાસનો અનોખો સેવાયજ્ઞ ચાલે છે.

પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા 2002થી શરૂ થયેલા સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરમાં ડાંગ જિલ્લાના 142 અંતરિયાળ ગામોના 400થી વધુ બાળકો આ નિવાસી શાળામાં અભ્યાસનો લાભ મેળવી રહ્યાં છે.

આ શાળામાં ભણીને આ વર્ષે 1 વિદ્યાર્થી આઈ.આઈ.ટી દિલ્હીમાં અને 2 વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટી રૂડકી અને ગોવામાં છે. અગાઉ 182 એન્જિનીયર્સ, 22 ડોક્ટર્સ, 36 શિક્ષકો અને 65 જેટલા વિદ્યાર્થીઓએ પેરામેડિકલ અભ્યાસનો લાભ મેળવ્યો છે તેની વિગતોથી પણ મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સંસ્થાના અગ્રણી શ્રી પી. પી. સ્વામી તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
————
[12/31, 7:59 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1VQSoNchelMfHyzpk8D9KGquSdD4pelFc?usp=sharing
[12/31, 9:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય*
————–
*૩૪ જિલ્લાઓની જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે*
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ માટે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની બધી જ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે.

રાજ્યમાં ધારાસભ્યશ્રીઓને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે 2.5 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પ્રવર્તમાન છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓએ પોતાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ કામોને વેગ મળે અને સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને પ્રાથમિકતા આપી શકાય તેવા આશયે જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતો કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા આ રૂપિયા એક કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખને ફાળવવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગને આપ્યા છે.

————–
[12/31, 9:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *સિરામિક ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકારનો અગત્યનો નિર્ણય*
———-
*મોરબી તથા થાનગઢ- સુરેન્દ્રનગરના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરાયો*
——–
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને
ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં
ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ ભાવ ઘટાડો આવતીકાલે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. ગુજરાત ગેસ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના સિરામીક એકમોને પણ જાણ કરવામાં આવી છે.
———————————————————————————————

ગાંધીનગર પ્રાદેશિક માહિતી ખાતા ની કચેરી ના સમાચાર

[12/22, 11:48 AM] Neha Talaviya.Mahiti: ગાંધીનગર કચેરી ખાતે બૉમ્બ સ્કોડ દ્વારા સલામતી તપાસ
*******************************

તારીખ 19/12/2025 ના રોજ સલામતીના ભાગરૂપે બૉમ્બ સ્કોડ (BDDS) દ્વારા કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે બૉમ્બ તપાસ કામગીરી કરવામાં આવી હતી.

આ તપાસ કામગીરી કલેક્ટરશ્રી મેહુલ.કે.દવે, શ્રી એન. આર. શર્મા (આર.એ.સી.) તથા શ્રી આર. જી. પ્રજાપતિ (ડિઝાસ્ટર મામલતદારશ્રી) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.
બૉમ્બ સ્કોડ (BDDS) તરફથી શ્રી ધર્મેન્દ્રભાઈ (પીએસઆઈ – BDDS) સહિત ૪ કોન્સ્ટેબલ, ડોગ હેન્ડલર, બોમ્બ શોધી કુતરો (બેલ્જિયમ) સાથે ટીમ ઉપસ્થિત રહી હતી.

આ સાથે ડી.પી.ઓ મૌલિક. પી. પંડ્યા , નાયબ મામલતદાર ભાવનાબેન શુક્લા તથા નાયબ મામલતદાર અશ્વિન રબારી હાજરીમાં સમગ્ર કલેક્ટર કચેરીમાં સઘન તપાસ કરવામાં આવી હતી.
***************
અશ્વિન ઘટાડ
[12/22, 1:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ઈફકો કંપની પ્લાન્ટમાં કેમિકલ પાઇપમાં લીક થતા દુર્ઘટના સર્જાઈ: ફાયર, એન.ડી.આર.એફ., પોલીસ દ્વારા દુર્ઘટનાને કાબૂમાં લેવાઇ*
***********
*ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ, ઈફકો કંપની, NDRF, GSDMA તથા ડીઇઓસી ગાંધીનગર દ્વારા કેમિકલ હેઝાર્ડ પરની મોકડ્રિલને પૂર્ણ કરવામાં આવી*
***********
ગાંધીનગર તા.૨૨ ડિસેમ્બર –
તા. ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ ઈફકો કંપનીમાં પ્લાન્ટની અંદર કેમિકલ પાઇપમાં લીક થઈ જતા તાત્કાલિક ત્યાંના કર્મચારી દ્વારા ઇમરજન્સી સાયરન વગાડી સૌને સાવચેત કરવામાં આવ્યા હતા. તેમણે યુનિટ હેડ-એકજુકીટીવ ડાયરેકટર શ્રી સંદીપ ઘોષ તથા ડે.જનરલ મેનેજરશ્રી ફાયર એન્ડ સેફટી શ્રી રજનીકાંત શર્માને જાણ કરી હતી. આ દરમિયાન ઈફકો ફાયર વિભાગ દ્વારા તથા ત્યાં રહેલ પાણીના પ્રવાહ દ્વારા દુર્ઘટનાને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ કાબુમાં ના આવતા તાત્કાલિક 079-232-56720 પર ડીઇઓસી કલેક્ટર કચેરી ને જાણ કરવામાં આવી હતી.
ડીઇઓસી દ્વારા એસી.ઓ.સી,ડિઝાસ્ટર મામલતદારશ્રી આર. જી. પ્રજાપતિ,કલેકટર શ્રી મેહુલ કે દવે, આર. એસ.સી શ્રી એન.આર.શર્મા, મામલતદાર શ્રી કલોલ નવીન ચંદ્ર. જે.નાયી, ફાયર વિભાગ કલોલ, મદદનીશ નિયામકશ્રી એમ.ડી. દવે, એન. ડી.આર.એફ, 108, મેડિકલ હોસ્પિટલના ડો.સૃષ્ટિ, પોલીસ વિભાગ, જીપીસીબી વિભાગ તમામને જાણ કર્યા બાદ ઈફકો કંપનીમાં તમામ ઇમરજન્સી સેવાઓ પહોંચી તથા ઘટના ને કાબુમાં લેવામાં આવી હતી.
અંતમાં સિનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટ નેહલ અજમેરાએ ઉપસ્થિત રહી કેમિકલ નોર્મલ જાહેર કરતાં ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ ઈફકો કમ્પની, NDRF, GSDMA તથા ડીઇઓસી કલેકટર કચેરી ગાંધીનગર દ્વારા કેમિકલ હેઝાર્ડ પરની મોકડ્રિલને પૂર્ણ કરવામાં આવી હતી.
સંપૂર્ણ મોકડ્રિલ દરમ્યાન ડીશના ડે.ડાયરેકટર શ્રી જે. બી બોડાદ, મદદનીશ નિયામક શ્રી એમ.ડી. દવે,NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી વિક્રમ સિંહ,‌ડીપીઓ શ્રી મૌલીક.પી. પંડ્યા, ભાવનાબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતાં.
…………
*દિવ્યા ત્રિવેદી*
[12/22, 5:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત No Mapping અને Uncollectable (EF) કેટેગરીના મતદારોને માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્કનો પ્રારંભ*
**********
*જિલ્લા સેવા સદન, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા*
**********
*હેલ્પ ડેસ્કનો રૂબરૂ લાભ લેવા અનુરોધ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ દવે*
**********
ગાંધીનગર તા.૨૨ ડિસેમ્બર –
ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તમામ મતદારો તરફથી ભરવાના થતાં ગણતરી ફોર્મ (EF) ભરવા અંગેની કામગીરીનો સમયગાળો પૂર્ણ થયો છે. જે અંતર્ગત મતદારોના નામ વર્ષ-૨૦૦૨ની મતદારયાદીમાં મેપીંગ થયેલ નથી તેવા મતદારોને સંબંધિત મતદાન નોંધણી અધિકારીશ્રીઓ/મદદનીશ મતદાન નોંધણી અધિકારીશ્રીઓ મારફત નોટીસ પાઠવી રૂબરૂ બોલાવી જરૂરી આધાર-પુરાવાઓ મેળવી તેઓને સાંભળી જરૂરી યોગ્ય નિર્ણય કરવા અંગે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
આ પ્રકારે મુસદ્દા મતદારયાદીમાં No Mapping અને Uncollectable (EF) કેટેગરી સહિતના કોઈપણ મતદારોને જરૂરી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ગાંધીનગર જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી), સેકટર-૧૧, ગાંધીનગર ખાતે ભોંયતળીયે હેલ્પ ડેસ્કની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં, સંબંધિત મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતે પણ આ પ્રકારે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. મતદારોને સંબંધિત સ્થળોએ ઉભા કરવામાં આવેલ હેલ્પ ડેસ્કનો રૂબરૂ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
**********
*દિવ્યા ત્રિવેદી*
[12/22, 5:41 PM] Neha Talaviya.Mahiti: *માર્ગ સલામતી માસ -૨૦૨૬ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની શાળાઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન*
***************************
*વિદ્યાર્થીઓની ચિત્રકલામાં ઝળહળી ઊઠયા માર્ગ સલામતીના અસરકારક સંદેશા*
***************************
ગાંધીનગર, તા.૨૨ ડિસેમ્બર

માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ માર્ગ સલામતી અંગે જાગૃતિ વિકસે તે હેતુસર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર જિલ્લાના અશ્વિન પટેલ કોમર્સ કોલેજ, કડી કેમ્પસ, સેક્ટર–૨૩, ગાંધીનગર ખાતે ધોરણ ૬ થી ૮ તથા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગાંધીનગર શહેર તથા જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ, ઓવર-સ્પીડિંગના જોખમો, ટ્રાફિક નિયમોનું પાલન, ‘રાહ-વીર’ યોજના તેમજ જવાબદાર માર્ગ વર્તન જેવા મહત્વપૂર્ણ માર્ગ સલામતી વિષયો પર કલાત્મક અને વિચારપ્રેરક ચિત્રો દોર્યા હતા. વિદ્યાર્થીઓના ચિત્રોમાં માર્ગ સલામતી પ્રત્યેની સમજ, જવાબદારી અને સર્જનાત્મકતા સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થતી જોવા મળી હતી.

ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રોકડ પુરસ્કારો તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય, ચોથા અને પાંચમા ક્રમાંકને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત માન. મેયરશ્રી મીરાબેન પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી દિલીપભાઈ રાણા, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરશ્રી સતીશભાઈ પટેલ, ડી.પી.ઈ.ઓ.શ્રી પીયુષભાઈ પટેલ, કડી કેમ્પસના પ્રેસિડેન્ટશ્રી વી.પી. પટેલ તથા યુથ સંયોજકશ્રી પી.કે. વાલેરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
**************
અશ્વિન ઘટાડ
[12/22, 6:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત ખેડૂતોને મળતો દિવસે વીજળીનો લાભ ખેડૂતો માટે મોટી રાહત: જિલ્લાના ૧૯૦૦૦થી વધુ ખેડૂતોને મળી રહ્યો છે લાભ*
………….
*દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી મળવાથી ઝેરી જીવજંતુઓથી અમારો બચાવ થયો, પાણી વાળવામાં સરળતા મળી, સરકારે અમારા હિત માટે લીધેલા નિર્ણયથી મળી મોટી રાહત- લાભાર્થી હરેશભાઈ પટેલ*
…………..
*”સરકાર દ્વારા દિવસે ખેડૂતોને વીજળી આપવાનો નિર્ણય વાત કરવામાં ભલે નાનો લાગે, પરંતુ ખેડૂતો માટે આ ઘણી મોટી રાહત છે,જેની કિંમત એક ખેડૂત પુત્રથી વધુ કોણ સમજી શકે”- ખેડૂત લાભાર્થી પસાભાઈ પટેલ*
‌……………
‘કિસાન સૂર્યોદય યોજના’ એટલે કે ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તેવી યોજના. વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દિવસે પણ ખેતરમાં વીજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ પહેલા માત્ર રાત્રે જ ખેતરોમાં વીજળી મળતી જેથી જાનવરોના, જીવ જંતુઓના ઘણા ડર રહેતા, સાથે જ માત્ર રાત્રે જ વીજળી મળતી હોવાથી શિયાળામાં રાત્રે અતિશય ઠંડીમાં પાણી વાળવા ખેડૂતો મજબૂર હતા.ખેડૂતોને આ બધી તકલીફોથી મુક્તિ અપાવવા સરકારશ્રીએ ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો અને કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો. આજે ગાંધીનગર જિલ્લામાં ૩૨૬ ફીડર દ્વારા ૧૯,૨૪૩ ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે.
આ નિર્ણય અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલૈયા ગામના, ખેડૂત શ્રી પસાભાઈ છોટાભાઈ પટેલ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવે છે કે, “ઘણા વર્ષો સુધી માત્ર રાત્રે ખેડૂતોને વીજળીની સગવડ મળતી, જેથી ખેતરમાં પાણી વાળવાનું કામ માત્ર રાત્રેજ કરી શકાતું, જેનાથી ઘણા બધા પ્રશ્નો અને સમસ્યા સર્જાતી હતી. જેવી કે, મજુરોને ઉંઘ આવી જાય અને બોર ચાલુ રહી જાય તો પાણીનો ઘણો વેડફાટ થતો હતો, અને વળી ક્યારેક તો અમુક પાકને પણ નુકસાન થતું. ભૂતકાળમાં મોડી રાત્રે અંધારામાં ખેતરમાં ઝેરી જીવજંતુ કરડવાના પણ ઘણા કિસ્સા બન્યા હતા, આમ જીવનું જોખમ પણ લાગતું. આ બધા વચ્ચે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ખેડૂતોની દરકાર કરી, અને ખેડૂતોની દિવસે આઠ કલાક વીજળી આપી આ બધી સમસ્યાઓથી મુક્તિ અપાવી છે.આ નિર્ણય વાત કરવામાં ભલે નાનો લાગે, પરંતુ ખેડૂતો માટે આ ઘણી મોટી રાહત છે. અને એટલે જ આ નિર્ણયની કિંમત એક ખેડૂત પુત્રથી વધુ કોણ સમજી શકે.”
આજ રીતે નાંદોલ ગામના હરેશભાઈ પટેલે કિસાન સૂર્યોદય યોજનાને વધાવતા કહ્યું હતું કે, “પહેલા રાત્રે અમને થ્રી ફેઝ વીજળી આપવામાં આવતી હતી, ત્યારે રાતના સમયે ઝેરી જીવજંતુઓનો ડર રહેતો. ઘણીવાર બે-ચાર કલાક ઊંઘી જવાના કારણે વીજળીનો પણ બગાડ થતો હતો. રાત્રે પાણી વાળવું પણ મુશ્કેલ રહેતું પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં અમને દિવસે વીજળી મળી. જેનાથી અમને ખૂબ જ ફાયદો થયો છે. દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી મળવાથી તેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય છે. ઝેરી જીવજંતુઓથી અમારો બચાવ થયો છે અને મજૂરોને પણ દિવસે વીજળી મળવાથી પાણી વાળવામાં તકલીફ પડતી નથી જે બદલ અમે સરકારનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.” આમ, કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોના જીવનમાં આશાનો અજવાસ લઈને આવી છે.
……………
*દિવ્યા-નેહા*
[12/22, 8:07 PM] Neha Talaviya.Mahiti: *આગામી ઉત્તરાયણ-૨૦૨૬ ના તહેવાર પ્રસંગે,ગાંધીનગર શહેર વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી મંજુરી મેળવવા અરજી મંગાવવામાં આવે છે*
….
*હંગામી પતંગ વિતરણની અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૧.૧૨.૨૦૨૫*
…..
*પતંગ વેચાણ માટે સેક્ટર-૬ ખાતે ૩૮ સ્ટોલ, સેકટર-૧૧ ખાતે ૩૨ પ્લોટો, સેક્ટર-૨૧ ખાતે ૩૧ તથા સેક્ટર – ૨૨ ખાતે ૪૭ સ્ટોલ હંગામી રીતે ફાળવવા બાબત*
……
આગામી ઉત્તરાયણ-૨૦૨૬ ના તહેવાર પ્રસંગે,ગાંધીનગર શહેર વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી મંજુરી મેળવવા રસ ધરાવતા લોકો અથવા સંસ્થાઓએ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ગાંધીનગર મારફતે અરજી કરવા આ યાદીથી જણાવવામાં આવે છે. મંજુરી મેળવવાનું અરજી ફોર્મ ભરતી વખતે નીચે મુજબના સૂચનો ધ્યાને રાખવા ગાંધીનગર પ્રાંત શ્રી પાર્થ કોટડીયા દ્વારા વિનંતી કરવામાં આવી છે.જે નીચે મુજબ છે.

(৭) હંગામી પરવાનાની અરજી ઉપર રૂા.૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.

(२)અરજીની સ્કૃટીની ફી રૂ. ૩૦૦/- તથા પ્રોસેસ ફી રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૮૦૦/- જરૂરી ફી ” ૦૦૭૦, ઓ.એ.એસ.સી. જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અથવા બેન્ક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે.

(3) ગાંધીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટ (સ્ટોલ) સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ અથવા અધિક્ષક ઈજનેરશ્રી ગાંધીનગર તરફથી નિયત કરવામાં આવેલ સેક્ટર-૬ ખાતે ૩૮ સ્ટોલ, સેકટર-૧૧ ખાતે ૩૨ પ્લોટો, સેક્ટર-૨૧ ખાતે ૩૧ તથા સેક્ટર – ૨૨ ખાતે ૪૭ સ્ટોલ માટે જ હંગામી મંજુરી આપવાની છે. જેથી જે તે રોકટર પુરતી જ સ્ટોલ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે. અરજીમાં મથાળે પસંદગીના સેક્ટરની વિગત અવશ્ય લખવાની રહેશે. અરજદાર ફક્ત કોઇપણ એકજ સેક્ટરમાં અરજી કરી શકશે. એકથી વધુ અરજી કરેલ હોવાનું ધ્યાને આવશે તેઓની તમામ સ્ટોલ માટેની અરજીઓ આપોઆપ રદ્દ થયેલી ગણાશે. તેમજ એક કુટુંબમાંથી એકજ વ્યક્તિ અરજી કરી શકશે.
(૪) જો એક કુટુંબમાથી એક થી વધુ અરજી કરેલ હોવાનું ધ્યાને આવશે તો એક જ અરજી(પ્રથમ) ધ્યાને લેવામા આવશે અન્ય અરજી આપોઆપ રદ થયેલ ગણાશે. જે પ્લોટ ફાળવાશે તેમાં જ ધંધો કરવાનો રહેશે. પ્લોટનું ભરેલ ભાડું રીફંડ મળશે નહિ.

(૫) પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઈટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા અરજદારે જાતે કરવાની રહેશે.

(૬) મંજુરીની શરતઓ પ્રમાણે આગ/અકસ્માત માટેની સાવચેતીના પગલાં માંગણીદારે લેવાના રહેશે. આમ છતાં કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી અરજદારની રહેશે. જરૂર જણાયે મંજુરી માટે અરજી કરનારે વિમો લેવાનો રહેશે.

(૭) અરજદારે ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરવા અધિકૃત કરી શકશે નહિ કે અન્યને વાપરવા આપી શકશે નહિ. સ્ટોલની ફાળવણી થયેથી પુરેપુરૂ ભાડુ જમા કરાવ્યા બાદ જ ફાળવેલ સ્ટોલમાં ધંધો શરૂ કરવાનો રહેશે. તેમજ ફાળવેલ જગ્યા સીવાયની વધારાની કોઇ જ જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

(८) અરજદાર કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજુ કરવાનું રહેશે.
(૯) ફાયર ઓફિસરશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ જ પતંગ-દોરીનું વેચાણ શરૂ કરવાનું રહેશે.
(૧૦) ઉતરાયણ-૨૦૨૬ નિમિતે પતંગ-દોરી વિતરણ કરવા માટે અરજી ફોર્મ જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતેથી મેળવવાનું રહેશે. તેમજ તા. ૨૩-૧૨-૨૦૨૫ થી તા.૩૧-૧૨-૨૦૨૫ દરમ્યાન કામકાજના ચાલુ દિવસોએ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, સેક્ટર-૧૧, ગાંધીનગરમાં કચેરી સમય દરમિયાન અરજી રજુ કરવાની રહેશે. તથા અરજી ફોર્મ જનરોવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતેથી મેળવવાની રહેશે.

(૧૧) હંગામી પતંગ વિતરણની અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૧.૧૨.૨૦૨૫ ના ૧૭-૦૦ કલાક સુધી રહેશે. જે અરજી રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, સેક્ટર-૧૧, ગાંધીનગરમાં જ સંપુર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ રજુ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ ફોર્મ/અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.

(૧૨) સરકારશ્રીના વખતો વખતના નિયમો, સુચનાઓ તેમજ જાહેરનામાં જે વર્તમાન સમયમાં અમલમાં હોય તે તેમજ હવે પછી જે જાહેરનામું બહાર પાડવામાં આવે તેનો ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે.

(૧૩) હંગામી સ્ટોલ માટે લેવાની થતી તમામ સબંધિત ખાતાઓની પરવાનગી જે તે અરજદારે જાતે મેળવી લેવાની રહેશે.

(૧૪) કોઈ પણ પ્રતિબંધીત ચીજવસ્તુઓનું વેચાણ અથવા તેનો સ્ટોક રાખી શકશે નહીં એક વેચાણ કરી શકશે નહીં. અન્યથા તેઓની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

(૧૫) કોઈપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ.
….
*નેહા તલાવિયા*
[12/22, 8:22 PM] Neha Talaviya.Mahiti: *નિમંત્રણ*

*કાર્યક્રમ*: ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ

*મહાનુભાવ*:
• માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
• માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
• માનનીય પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

*તારીખઃ* ૨૩/૧૨/૨૦૨૫, મંગળવાર
*સમયઃ* સાંજે ૦૪:૦૦ કલાકે
*સ્થળઃ* રામકથા મેદાન, સેક્ટર ૧૧, ગાંધીનગર

• આ કાર્યક્રમના કવરેજ માટે સૌ મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

આભાર સહ,

*ન્યૂઝ અને મીડિયા રિલેશન શાખા, માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[12/22, 9:30 PM] Neha Talaviya.Mahiti: *અડાલજ ખાતે થીમ બેઝડ ડેસ્ટિનેશન પાર્ક અને હેરિટેજ સ્ટેપવેલ મ્યુઝિયમ સાથે નિર્માણ કરાયેલા, પ્રવેગ અડાલજ થીમ પાર્કને મુખ્યમંત્રી શ્રીના હસ્તે ખુલ્લો મુકાયો*
…..
*મુખ્યમંત્રીશ્રીના હસ્તે 10થી વધુ લોકોને એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2025 સેશન-7થી સન્માનિત કરવામાં આવ્યા : કુલ 125થી વધુ લોકોને આ એવોર્ડ અપાયા*
……
*ગુજરાતના પ્રવાસન ધામોને સ્વચ્છતામાં અગ્રેસર અને સ્વદેશી ચીજવસ્તુના ઉત્પાદન અને ઉપયોગ માટે લીડ લેનારા ધામ તરીકે વિકસાવવા આહવાન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
….
ગાંધીનગર ,22 ડિસેમ્બર 2025
ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા, થીમ બેઝડ ડેસ્ટિનેશન પાર્ક અને હેરિટેજ સ્ટેપવેલ મ્યુઝિયમ સાથે નિર્માણ કરાયેલા, પ્રવેગ અડાલજ થીમ પાર્કને , આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ઇફકો ચેરમેન શ્રી દિલીપ સાંઘાણી,પ્રવેગના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી ડોક્ટર વિષ્ણુકુમાર પટેલ અને ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી ડોક્ટર રાજેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે 10થી વધુ લોકોને એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2025 સેશન-7થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 125થી વધુ લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના કેટલાક વિભાગોના આઇ.એ.એસ. અધિકારીઓ, કલાકારો સહિત અનેક વ્યક્તિઓને પ્રવાસન ક્ષેત્રને પ્રમોટ કરવા માટે ટ્રોફી અને સન્માન પત્રથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓને લોકો વિશ્વ પ્રવાસી કહે છે.
તમે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ કે હરવા ફરવાના સ્થળે જાવ, તમને ગુજરાતી અચૂક જોવા મળે જ.
વિશ્વ પ્રવાસી ગુજરાતીઓને અને આપણા ગુજરાતને એક એવી વિઝનરી લીડરશીપ અને આગવી સોચ ધરાવતું નેતૃત્વ મળ્યું છે.વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી ગુજરાત આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકતું થયું છે.

વિશ્વ પ્રવાસી ગુજરાતીના ગુજરાતને જોવા-જાણવા અને માણવા દુનિયાભરના લોકો આવતા થયા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે,
ગુજરાત જ્યારે 1960માં અલગ રાજ્ય બન્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર જ ધરાવતું આ રાજ્ય શું ડેવલપમેન્ટ કરશે એવો સૌને સવાલ થતો હતો. આદરણીય મોદી સાહેબે આગવા વિઝનથી આજે એ જ રણ, દરિયો અને ડુંગરને વર્લ્ડ ટૂરિઝમ એટ્રેક્શન બનાવી દીધા છે.આ બધું તો આપણે ત્યાં હતું જ, પરંતુ એને પ્રવાસન સ્પોટ તરીકે વિકસાવવાની ઈચ્છાશક્તિનો અભાવ હતો.
મોદી સાહેબે કચ્છના રણમાં રણ ઉત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે, આખી દુનિયા આ રણ જોવા આવશે અને આજે એ વાત સાચી પડી છે. ચાલુ વર્ષે 10 લાખ પ્રવાસીઓ સફેદ રણ જોવા આવ્યા છે. ટુરીઝમને રૂપિયા 161 કરોડની આવક થઈ છે.પ્રવાસન સ્થાનો અને યાત્રાધામો, ફરવાલાયક સ્થળોનો 100 ટકા કાયાકલ્પ કરીને હોલિસ્ટિક ડેવલપમેન્ટનો જે વિચાર તેમણે આપ્યો તે સાકાર થયો છે.આજે આપણે જ્યાં બેઠા છીએ તે અડાલજની વાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ડેઝર્ટ ટુરિઝમ, હેરિટેજ ટુરીઝમ, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, પેટ્રિઓટિક ટુરિઝમ અન એડવેન્ચર્સ ટુરિઝમ માટે ગુજરાતમાં અપાર અવસરો છે, એનો ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું કે. સોમનાથથી સાપુતારા, કચ્છના રણથી નડાબેટ સીમા દર્શન, આદ્યશક્તિ અંબાજીથી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા-માંડવી બીચ, આ બધાનાં સંગમથી ગુજરાતે વિશ્વને અચંબિત કર્યું છે.વડાપ્રધાન શ્રીએ પ્રવાસન માત્ર પર્યટન કે મનોરંજન પૂરતું ન રહે તેનું પણ ડેવલપમેન્ટ વિઝન આપ્યું છે. આવાં સ્થળોનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કનેક્ટિવિટી, લાઇટ-પાણી વગેરેથી ઇઝ ઓફ ટુરીઝમ વધાર્યું છે.   તેમના દિશાદર્શનમાં આપણે પ્રવાસન સ્થળોને સર્વગ્રાહી વિકાસનાં સ્થાનો બનાવ્યાં છે. અર્થતંત્ર, પર્યાવરણ, સંસ્કૃતિ અને સમાજ ચારેયનો સંતુલિત વિકાસ પ્રવાસનથી કર્યો છે.
ટીમ ગુજરાત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઇન્ક્લુઝન, ટેકનોલોજી સાથે પરંપરા અને વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણના ધ્યેય સાથે કામ કરી રહી છે.ગુજરાતમાં મેડિકલ એન્ડ વેલનેસ ટુરિઝમ, રૂરલ એન્ડ ટ્રાઇબલ ટુરિઝમ તથા ફિલ્મ એન્ડ એડવેન્ચર ટુરિઝમ સેક્ટરના વિકાસથી વિશ્વના અન્ય દેશોના લોકો પણ અહીં લાભ લેતા થયા છે, તેમ કહી જણાવ્યું કે, પ્રવાસનને કારણે નાનામાં નાના ગામના સ્થાનિક ધંધા, રોજગાર, હસ્તકલા કારીગરોના કલા વારસાને બજાર મળે તે માટે વોકલ ફોર લોકલને સરકાર પ્રમોટ કરી રહી છે.પતંગોત્સવ, નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, બીચ ફેસ્ટિવલ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલને કારણે પારંપરિક કલા, હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળ્યું છે.
કોઈપણ રાજ્યમાં ટુરિઝમ ડેવલોપમેન્ટના પાયામાં શાંતિ, સલામતી, સુરક્ષા સુવિધા અને સસ્ટેનેબિલીટી છે, એમ કહી તેમણે ગુજરાતના પ્રવાસનને પ્રતિષ્ઠા અપાવનારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોને એવોર્ડ્સનું ગૌરવ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન શ્રીના 2047 સુધીમાં વિકસિત ભારત – આત્માનિર્ભર ભારતનો સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી એ, વડાપ્રધાનશ્રીના નવ સંકલ્પ, સ્વદેશીને પ્રોત્સાહન અને સ્વચ્છતા તથા સ્વદેશ દર્શનનું આહવાન કર્યું હતું.
તેમણે પ્રેરણાદાયી ઉદબોધનમાં ઉમેર્યું કે, આપણે પણ ગુજરાતના પ્રવાસન ધામોને સ્વચ્છતામાં અગ્રેસર અને સ્વદેશી ચીજવસ્તુઓ-ઉત્પાદનોના ઉપયોગ માટે લીડ લેનારા ધામ બનાવીએ.સૌ સાથે મળીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-પ્રવાસન સમૃદ્ધ આત્મનિર્ભર ગુજરાત બનાવીએ.
આ વેળાએ પ્રવેગના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન અને અક્ષર ટ્રાવેલ્સના શ્રી મનીષ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
*************
પારુલ મણિયાર
[12/22, 9:30 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1VrBa88pMVXwnIs2MIbxBBZusXwepkv0k?usp=sharing
[12/22, 9:34 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1f2L0kidCaea-AoFS7MQOx8XW6UEnrfv1?usp=sharing
[12/22, 10:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અભિયાન તથા સેમિનારનું ગાંધીનગરમાં સફળ આયોજન*
…………..
ગાંધીનગર જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતા અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગેજિયા (GEZIA), ગાંધીનગરના સહયોગથી “આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અભિયાન” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, સેક્ટર-૨૫, ગાંધીનગર ખાતે તારીખ ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયો હતો.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગરના માનનીય કલેક્ટર શ્રી મેહુલ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં આત્મનિર્ભર ભારતના વિઝન, સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવાની જરૂરિયાત તથા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા આર્થિક સશક્તિકરણ અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત સરકારના સંયુક્ત ટેક્નિકલ એડવાઈઝર શ્રી નીલ શ્રીમાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આત્મનિર્ભરતા માટે ટેક્નોલોજી, ગુણવત્તા અને નવીનતા (Innovation)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

સેમિનારમાં ડીજીએફટી, અમદાવાદ દ્વારા “સ્વનિર્ભરતા માટે ડીજીએફટીની ભૂમિકા” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત “મેક ઇન ઇન્ડિયા, મેક ઇટ સ્માર્ટ – ઇન્ડસ્ટ્રી 4.0 દ્વારા મેન્યુફેક્ચરિંગમાં ઉત્કૃષ્ટતા” વિષય પર નાસકોમના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થ જી. કામત દ્વારા ઉપયોગી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગેજિયા સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનોના પ્રમુખો, ગાંધીનગર જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર સેમિનાર ઉદ્યોગકારો માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.

કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગરના જનરલ મેનેજર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
……….
[12/23, 2:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સચિવાલય તાલીમ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા નવનિયુક્ત કર્મચારીઓ માટે પૂર્વ-સેવા તાલીમનું આયોજન કરાયું*
******************
*સચિવાલય તાલીમ કેન્દ્ર દ્વારા DySO તાલીમાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાતો, યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન*
****************************
ગાંધીનગર, તા.23 ડિસેમ્બર

સચિવાલય તાલીમ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ GIFT સિટી મેનેજમેન્ટના સહયોગથી તાલીમાર્થી DySO અધિકારીઓ માટે વિવિધ શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વહીવટમાં આધુનિક અભિગમ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા માટે તાલીમાર્થી અધિકારીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ગાંધીનગર,GIFT City તેમજ પોલો ફોરેસ્ટ જેવી મહત્વપૂર્ણ સ્થળોની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાતો દ્વારા તાલીમાર્થીઓને ટેક્નોલોજી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગેનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું.
આ ઉપરાંત, સચિવાલય તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમાર્થી DySO માટે યોગ અને પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે, સ્વ-રક્ષણ (Self-Defense) તાલીમ દ્વારા અધિકારીઓને શારીરિક તથા માનસિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો, જેથી તેઓ તણાવમુક્ત અને કાર્યક્ષમ કાર્યશૈલી અપનાવી શકે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી DySO દ્વારા “વિવિધતામાં એકતા” વિષય પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે જ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી તથા “વંદે માતરમ” ગીતની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જે દ્વારા દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.
******************
અશ્વિન ઘટાડ
[12/23, 4:42 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “પઢાઈ ભી, પોષણ ભી” ના વિઝનને સાકાર કરતી યોજના “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”*
***********
*ગાંધીનગર જિલ્લાના આશરે ૧ લાખ ૨૧ હજારથી વધુ બાળકો સહિત ગુજરાતના અંદાજે ૩૨,૨૦૦થી વધુ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે લાભ*
***********
*ગાંધીનગરની મગોડી પ્ર. શાળા છે આદર્શ: પ્રોટીન અને કેલરીયુક્ત ખોરાકથી કુપોષણ સામે બાળકોનું રક્ષણ થયું,સ્વચ્છતા અને વાનગીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવાથી બાળકોની એકાગ્રતા, શક્તિ અને ઉત્સાહમાં વધારો થયો*
***********
ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ અને શિક્ષણને સુદ્રઢ બનાવવા માટે ‘સુપોષિત ગુજરાત મિશન’ અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એક ક્રાંતિકારી કદમ સાબિત થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “પઢાઈ ભી, પોષણ ભી” ના વિઝનને સાકાર કરતી આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોને શાળામાં ભૂખ્યા પેટે ભણવું ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ યોજના હેઠળ ગુજરાતની અંદાજે ૩૨,૨૦૦થી વધુ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને શાળા શરૂ થાય તે પહેલાં, પ્રાર્થના સમયે જ પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવે છે. આ અલ્પાહારમાં સરેરાશ ૨૦૦ કિલો કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન હોય છે. અલ્પાહારમાં સુખડી, ચણા ચાટ, મિશ્ર કઠોળ ચાટ અને શ્રી અન્ન (બાજરી-જુવાર જેવા મિલેટ્સ)માંથી બનેલી વાનગીઓ અને ફળોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ ખૂબ જ સચોટ રીતે થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લાની ૬૩૩ શાળાઓ પૈકી દહેગામ તાલુકાના ૩૧૯૭૮, ગાંધીનગર તાલુકાના ૪૦,૪૨૫, કલોલ તાલુકાના ૩૦,૦૧૩ તથા માણસા તાલુકાના ૧૮,૮૩૯ મળી કુલ ૧,૨૧,૨૫૫ બાળકોને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે. જેમાં મગોડી પ્રાથમિક શાળા શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. મગોડી પ્રાથમિક શાળામાં બાળકોને દરરોજ તાજો અને ગરમાગરમ નાસ્તો આપવામાં આવે છે. શાળાના સંચાલકો અને રસોઈયાઓ દ્વારા સ્વચ્છતા અને વાનગીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેથી બાળકો હોંશે હોંશે નાસ્તો કરે છે.
પોષણયુક્ત નાસ્તો મળવાને કારણે બાળકોમાં શાળાએ આવવાનો ઉત્સાહ વધ્યો છે. ખાસ કરીને શ્રમિક પરિવારોના બાળકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે, જેનાથી શાળામાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટ્યો છે.
શાળાના શિક્ષકો શ્રી મેહુલભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, સવારમાં બાળકો શાળાએ આવે ત્યારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે જેથી બાળકોની એકાગ્રતામાં સુધારો જોવા મળ્યો છે. બાળકો હવે વર્ગખંડમાં વધુ સક્રિય રહે છે અને શારીરિક રીતે પણ વધુ મજબૂત બની રહ્યા છે. પ્રોટીન અને કેલરીયુક્ત ખોરાકથી કુપોષણ સામે બાળકોનું રક્ષણ થયું છે. જેમ “ભૂખ્યા પેટે ભજન ન થાય” તેમ, ભૂખ્યા પેટે શિક્ષણ પણ મુશ્કેલ છે. નાસ્તો મળવાથી બાળકોની ભણવામાં રુચિ વધી છે. આ સાથે તમામ જ્ઞાતિ-જાતિના બાળકો સાથે બેસીને નાસ્તો કરે છે, જેના થકી સમાનતાની ભાવના કેળવાય છે.
આ તકે શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાને વધાવતા એક સાદે કહ્યું હતું કે, “શાળામાં અમને મસાલા ચણા, સુખડી, સફરજન જેવો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે જેનાથી અમને ખૂબ રાહત મળે છે.”
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માત્ર ભોજનની યોજના નથી, પરંતુ તે ગુજરાતના ભવિષ્યને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવાનું અભિયાન છે. મગોડી જેવી શાળાઓ આ મિશનના સાચા વાહક બનીને અન્ય શાળાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી રહી છે.
**********
*આલેખન:ડો.દિવ્યા ત્રિવેદી*
[12/23, 4:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ સલામતી માસ -૨૦૨૬ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની શાળાઓ માટે નાટ્ય સ્પર્ધા યોજાઈ*
***************************
*વિદ્યાર્થીઓની નાટ્યકલામાં ઝળહળી ઊઠયા માર્ગ સલામતીના અસરકારક સંદેશા*
***************************
ગાંધીનગર, તા.23 ડિસેમ્બર
માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર જિલ્લાના કોલેજ સ્તરના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ તેમજ સંવેદનશીલ અભિગમ વિકસે એ હેતુથી અશ્વિન પટેલ કોમર્સ કોલેજ, કડી કેમ્પસ, સેક્ટર ૨૩, ગાંધીનગર ખાતે નાટ્ય સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
‌ ગાંધીનગર જિલ્લા તેમજ શહેરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ નાટક સ્પર્ધામાં માર્ગ અકસ્માતોના કારણો, ઓવર-સ્પીડિંગના જોખમો, હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ, ટ્રાફિક નિયમોનું પાલન, બાળકોને લાઇસન્સ વગર ગાડી ચલવવવા આપવાથી થતાં જોખમો, ‘રાહ-વીર’ યોજના તેમજ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા જેવા મહત્વપૂર્ણ માર્ગ સલામતી વિષયો પર રમુજ સાથે કલાત્મક, વિચારપ્રેરક અને સંદેશાત્મક નાટકો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓના અભિનય અને રજૂઆત દ્વારા માર્ગ સલામતીનો સંદેશ સ્પષ્ટ, ભાવનાત્મક અને અસરકારક રીતે દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્પર્ધા સિવાય “જવનિકા આર્ટ ફાઉન્ડેશન” ટીમના કલાકારો દ્વારા માર્ગ સલામતી પર જ એક ખાસ કૃતિ રજુ કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ, સીટ બેલ્ટ, લાઇસન્સ વિના વાહન ન ચલાવવું, ઓવરસ્પીડીંગ ન કરવું જેવી બાબતોને ખુબ જુસ્સાપૂર્વક રજુ કરાઈ હતી.
કાર્યક્રમ બાદ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ વિજેતા કોલેજ ટીમો પણ ઘોષિત કરવામાં આવી હતી જેમાં પ્રથમ સ્થાને ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, દ્વિતીય ગવર્મેન્ટ કોમર્સ કોલેજ અને તૃતીય સ્થાને ગવર્મેન્ટ સાયન્સ કોલેજે ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમોને આગામી માર્ગ સલામતી માસ ૨૦૨૬ના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ફરી પોતાની કૃતિ રજુ કરવા તક આપવામાં આવશે તેમજ રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં નિર્ણાયકશ્રી તરીકે અમદાવાદ યુનિવર્સીટીના એકેડમિક ડાયરેક્ટર ડૉ.જયરાજ પંડ્યા, CEPT યુનિવર્સીટીનાં પ્રોફેસરશ્રી અમોલ મજમુદાર તેમજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરશ્રી સતીશભાઈ પટેલ, કડી કેમ્પસના યુથ સંયોજકશ્રી પી.કે.વાલેરા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……………
*વંદન સોલંકી*
[12/23, 5:22 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા*
…………….

*ગાંધીનગર જિલ્લામાં કુલ 07 ડમ્પર વાહનોની આશરે કુલ ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો*
……………

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા ત્રણ મહિલા ખનિજ અધિકારી જેમાં ૦૨ રોયલ્ટી ઇન્સ્પેકટર કું મેહુલા સભાયા તથા દેવયાનીબા જાડેજા તથા ૦૧ માઈન્સ સુપરવાઈઝર કું સગુણા ઓઝા દ્વારા ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ ખાતે ધોળાકુવા-શાહપુરને જોડતો ધોળેશ્વર મહાદેવ બ્રિજ નીચે સાબરમતી નદીપટ્ટમાં સાદીરેતી ખનિજના બિનઅધિકૃત ખનન/વહનની પ્રવૃત્તિની થતી હોવાની ફરિયાદના અનુસંધાને છેલ્લા ૦૧ અઠવાડિયાથી તપાસ અન્વયે ૦૨ એસ્કેવેટર મશીન અને ૦૫ ડમ્પરો મળી કુલ ૦૭ મશીનરી/ડમ્પરોનાં કુલ આશરે ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

તા.૨૧,૨૨/૧૨/૨૦૨૫ ના  રાત્રીના તપાસ સમયેથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી કરવામાં આવેલ.    
સદર તપાસમાં (૦૧) એક પીળા કલરનું હિટાચી એક્સ્કેવેટર મશીન જેનો ચેચીસ નં 20SE1420101161 જેના માલિક નવઘણભાઈ ભરવાડ (૨) પીળા કલરનું સન્ની એક્સ્કેવેટર મશીન જેનો ચેચીસ નં PUNJD141AHP3273953 જેના માલિક અરવિંદભાઈ અરજણભાઈ વણઝારા ને તપાસ સમયે સાદી રેતી ખનીજનું બિન-અધિકૃત ખોદકામ કરતાં ચાલુ હાલતમાં પકડાયેલ છે તથા (૩) વાહન ડમ્પર નં GJ-18-AU-3074 તથા (૪) વાહન ડમ્પર નં GJ-18-BW-3199 જેના વાહન માલિક કરણભાઈ માકડિયા (૫) વાહન ડમ્પર નં GJ-26-T-6784 જેના વાહન માલિક વિશાલભાઈ ભરવાડને તપાસ વાળા બિનઅધિકૃત વિસ્તારમાં સાદીરેતી ખનિજ ભરવા આવેલ હોવાથી, અને (૬) વાહન ડમ્પર નં GJ-18-BW-6471 જેના વાહન માલિક કિરણભાઈ ઓડ (૭) વાહન ડમ્પર નં GJ-08-AW-9955 જેના વાહન માલિક નરેશભાઈ ઠાકોરને વલાદ અને ફિરોજપુર ખાતેના સ્ટોક વિસ્તારમાં સાદીરેતી ખનીજના બિનઅધિકૃત વહન કરવા સબબ પકડાયેલ છે. સદર જપ્ત કરેલ ૦૨ એક્સ્કેવેટર એસ્કેવેટર મશીનો તથા ૦૫ ડમ્પરો મળી કુલ ૦૭ ને કલેકટર કચેરી કમ્પાઉન્ડ અને ઘણપ ચેકપોસ્ટ ખાતે સીઝ કરી રાખવામાં આવેલ છે.

  વધુમાં આશરે ૦૧ વર્ષ અગાઉ સદર જગ્યાએ જ આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું ખનન/વહન કરતા ૦૨ (બે) લોડર મશીન તથા ૦૨ (બે) ડમ્પરો પકડવામાં આવેલ હતા. જેમાં કુલ આશરે ૭૦ લાખની ખનિજ ચોરીની દંડકીય રકમ બાબતે ડભોડા પોલીસ સ્ટેશન ખાતે તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આમ કુલ ૦૭ એસ્કેવેટર મશીન/ડમ્પરો મળી કુલ આશરે કુલ ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે જપ્ત કરેલ મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

*વંદન સોલંકી*
[12/23, 5:45 PM] Neha Talaviya.Mahiti: સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર: સંવેદના, સંયમ અને સહયોગથી 37 વર્ષીય મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન
********************************
સખી બની સખી: એક મહિલાને મળ્યો ફરી પરિવારનો આધાર
********************************
સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર દ્વારા સંકટગ્રસ્ત મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન
********************************
ગાંધીનગર, તા.23 ડિસેમ્બર
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં સંકટગ્રસ્ત મહિલાઓને સહારો આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. આ યોજનાના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ઓડિટોરિયમ હોલ પાછળ, સિવિલ કેમ્પસ, સેક્ટર–12 ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 22 ડિસેમ્બર 2025ના રોજ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી 37 વર્ષીય મહિલાને તેમના પરિવાર સાથે ફરી એકવાર મિલન કરાવવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામ વિસ્તારમાં બે દિવસથી બિનવારસી હાલતમાં ભટકતી મહિલાને જોઈને એક અજાણી વ્યક્તિએ માનવતાના ભાવથી 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરી. મહિલાની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાથી તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શકતા ન હતા અને ગુસ્સાની સ્થિતિમાં હતા. આ જાણ થતાં જ અભયમ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લાવવામાં આવ્યા. સેન્ટર પહોંચ્યા બાદ પણ મહિલા ગુસ્સામાં દરવાજા પર ઊભા રહી “મને જેલમાં રાખી છે” અને “મારે ઘરે જવું છે” એવું વારંવાર કહેતા હતા. સેન્ટરના કર્મચારીઓએ અડગ ધીરજ, સંવેદના અને શાંતિપૂર્વક એક કલાકથી વધુ સમય સુધી તેમની સાથે વાતચીત કરી. અંતે મહિલાએ સેન્ટરમાં પ્રવેશ લીધો, પાણી પીધું અને ધીમે ધીમે શાંત બન્યા.

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે,મહિલા ઉત્તર પ્રદેશના છે, યુપીની ભાષા બોલે છે પરંતુ હિન્દી સમજતા હતા. તેઓ બે દિવસ અગાઉ કોઈને જાણ કર્યા વગર અંબાજી દર્શન માટે ઘરેથી નીકળી ગયા હતા. મોબાઇલ ફોન કે કોઈ સંપર્ક નંબર ન હોવાથી અને પોતાનું પૂરું સરનામું યાદ ન હોવાથી પરિવાર સાથે સંપર્ક કરવો મુશ્કેલ બન્યો હતો. તેમ છતાં કાઉન્સેલિંગ દરમિયાન તેમણે એટલું જણાવ્યું કે તેમના ઘરની નજીક એરપોર્ટ છે અને રામ ત્રિપાઠી સ્કૂલ આવેલ છે.

આ માહિતીના આધારે સેન્ટર દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના પરિવારજનોએ અગાઉથી જ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના સહયોગથી મહિલાના પતિનો સંપર્ક નંબર મળ્યો અને તેમની સાથે વાતચીત તેમજ વિડિયો કોન્ફરન્સ પણ કરાવવામાં આવી. ત્યારબાદ મહિલાના પતિ અને દીકરાને સેન્ટર પર બોલાવવામાં આવ્યા અને મહિલાનું પરિવાર સાથે સુખદ અને ભાવનાત્મક મિલન કરાવવામાં આવ્યું. પોતાના પતિ અને દીકરાને જોઈને મહિલા ખૂબ જ આનંદિત થયા. આ પ્રસંગે સેન્ટરની ટીમ દ્વારા મહિલાને ભવિષ્યમાં આ રીતે એકલા ઘરેથી ન નીકળવા, નિયમિત સારવાર લેવા તથા માનસિક આરોગ્યની દવાઓ સમયસર લેવાની સમજ આપવામાં આવી. સાથે જ પરિવારને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું કે જરૂર પડ્યે ફરીથી સખી વન સ્ટોપ સેન્ટરનો સહારો લઈ શકાય.

આ સમગ્ર ઘટનામાં સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર દ્વારા સંવેદનશીલતા, કાઉન્સેલિંગ, પોલીસ સંકલન અને માનવતાપૂર્ણ અભિગમથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જે મહિલાના જીવનમાં ફરીથી પરિવારની ખુશી અને સુરક્ષાનો દીવો પ્રગટાવવાનું કાર્ય બની રહ્યું.
**********
અશ્વિન ઘટાડ
[12/23, 5:54 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)
………………………
આગામી તા. 18 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશે
………………………
આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 ડિસેમ્બર સુધીમાં કુલ 69,760 નાગરિકો તરફથી ફોર્મ 6 મળ્યા
………………………

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 ડિસેમ્બર સુધીમાં કુલ 69,760 નાગરિકો તરફથી ફોર્મ 6 મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
………………………
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/23, 7:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટર કચેરી ખાતે સુશાસન દિવસ નિમિત્તે “પ્રશાસન ગાંવ કી ઓર” વિષય પર વર્કશોપ યોજાયો*
**********
*નિવૃત આઈ.એ.એસ શ્રી વી.એસ. ગઢવીએ આપ્યું માર્ગદર્શન*
**********
*ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કર્મયોગીઓની પહોંચ, સંપર્કો, જીણવટભરી સૂઝ એ તેમને કર્મનિષ્ઠ પ્રજાસેવક તરીકે ઓળખ આપે છે- શ્રી વી.એસ.ગઢવી*
**********
ગાંધીનગર તા 23 ડિસેમ્બર-
સુશાસન દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ માટે “પ્રશાસન ગાંવ કી ઔર” વિષય પર ડિસેમિનેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત આઇ.એ.એસ. શ્રી વી.એસ. ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
     શ્રી વી.એસ.ગઢવીએ કહ્યું હતું કે,” ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કર્મચારીઓની પહોંચ, તેમના સંપર્કો, આપાતકાલીન સ્થિતિમાં તેમની જીણવટભરી સૂઝ એ તેમને કર્મનિષ્ઠ પ્રજા સેવક તરીકે ઓળખ આપે છે.”તેમણે પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો તાજા કરી કર્મયોગીઓને નૈતિકતા, કર્મનિષ્ઠા અને તમામ સ્તરના કર્મચારીઓની કામગીરીને વખાણી હતી.
       તેમણે પાયાના સ્તરે આયોજન, ક્રાઈસીસ મેનેજમેન્ટ અને કટોકટીના સમયે નવી વિચારધારા સાથે પ્રશંસનીય કામગીરી કરતા લોકોને બિરદાવ્યા હતા. આ વર્કશોપમાં ગાંધીનગર જિલ્લાની “રાજ્ય સેવક આપને ગામ” નવી પહેલ અંગેની કામગીરીનું ફિલ્મ નિદર્શન કરાયું હતું. સાથે જ પ્રાંત અધિકારી શ્રી કલોલ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી તેમજ ડી.કયુ.એ.એમ.ઓ. દ્વારા જનસેવા કેન્દ્ર,  કલોલમાં તમામ ગામોમાં લાઇબ્રેરીની સુવિધાઓ, સમરસ હોસ્ટેલ અને આરોગ્યમાં ગરવી અને હેલ્ધી ગાંધીનગર અંગે પ્રેઝન્ટેશન સાથે રજુઆત કરવામાં આવી હતી.
      આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા, ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એ.ડી.વણઝારા તથા ગાંધીનગર જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
************
*દિવ્યા ત્રિવેદી*
[12/24, 3:00 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1pUHh4ALCJqe8thPpv3PMUf-_4gz7-C2n?usp=sharing
[12/24, 3:00 PM] Neha Talaviya.Mahiti: * ગુજરાતે લેન્ડમાર્ક SpaceTech Round Table નું આયોજન કર્યું: ભારતના Space Economy માટે નવાં જોડાણો સ્થાપિત કર્યા *
————–
રાજ્યની Space Economy ને વેગ આપનારા છ મહત્વનાં MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા : મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાથે દેશની 8 કંપનીની B2G બેઠકો યોજાઈ
વડાપ્રધાનશ્રીની લીડરશીપમાં ઇન્ડિયા બદલાઇ રહ્યું છે,આજે અધિકારીઓ સામેથી ફોલોઅપ લે છે. આ ન્યૂ ઇન્ડિયા છે.
Space Economy માટે ઇનોવેટર્સ અને રોકાણકારોને ખીલવા માટે તકો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.
– મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
*********************************

ગાંધીનગર, 24 ડિસેમ્બર, ૨૦૨૫
ભારતના વિકસતા Space Economyમાં અગ્રણી બનવાની રાજ્યની મહત્વાકાંક્ષામાં એક મહત્વપૂર્ણ કદમરૂપે “Gujarat SpaceTech Round Table” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના PDEU ના બોર્ડ રૂમમાં યોજાયેલી આ ઇવેન્ટમાં વ્યૂહાત્મક ચર્ચાઓ અને સહયોગી પહેલ માટે મુખ્ય સરકારી અધિકારીઓ, અગ્રણી Space Technology નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકો એકઠા થયા હતા.
Round Tableની શરૂઆત અનૌપચારિક નેટવર્કિંગ સત્ર સાથે થઈ હતી. Gujarat State Electronics Mission (GSEM)ના મિશન ડાયરેક્ટર, સુશ્રી નેહા કુમારી (IAS)એ ગુજરાતની વ્યાપક SpaceTech પહેલ અને ભારતના સ્પેસ સેક્ટરમાં યોગદાન આપવાની વિઝનરી ભૂમિકા રજૂ કરીને સત્રનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં SAC ISROના શ્રી ડી. કે. પટેલ (Head, DWD/MRG/EPSA) અને IN-SPACe ના Technical Director શ્રી રાજીવ જ્યોતિએ રાષ્ટ્રીય અવકાશ ઉન્નતિ અંગે મહત્ત્વનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.
ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ સુશ્રી પી. ભારતી (IAS) એ વિશેષ સંબોધનમાં સ્પેસ સેક્ટરમાં વૃદ્ધિ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટની રૂપરેખા આપી હતી.
મંત્રીશ્રી મોઢવાડિયાએ તેમના વિશેષ સંબોધનમાં સ્પેસ ટેકનોલોજીમાં ઇનોવેશન અને વિકાસને સમર્થન આપવા માટે ગુજરાતના સમર્પણનો પુનરોચ્ચાર કર્યો હતો.
Gujarat State Electronics Mission (GSEM) વિશે Gujarat State Electronics Mission (GSEM) એ ગુજરાત સરકારની એક વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય Electronics, Semiconductor, અને SpaceTech manufacturing માટે વિશ્વસ્તરીય ઇકોસિસ્ટમ બનાવવાનો છે. GSEM એ ગુજરાતને Electronic System Design and Manufacturing (ESDM), semiconductor fabrication, અને SpaceTech innovation માટે અગ્રણી રાષ્ટ્રીય હબ તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મિશન દ્વારા, રાજ્ય વૈશ્વિક રોકાણો આકર્ષવા, અદ્યતન સંશોધનને પ્રોત્સાહન આપવા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને સક્ષમ કરવા માંગે છે, જે ભારતના તકનિકી વિકાસને વેગ આપશે.
શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે,મજબૂત પોલિસી ફ્રેમવર્ક, ઉદ્યોગ ભાગીદારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે, GSEM ગુજરાતના ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપમાં વ્યવસાયો, ઇનોવેટર્સ અને રોકાણકારોને ખીલવા માટે તકો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.વડાપ્રધાનશ્રીની લીડરશીપમાં ઇન્ડિયા બદલાઇ રહ્યું છે.દેશમાં પહેલા અધિકારીઓ ઓફિસ અવર્સ પછી ફોનનો જવાબ નહોતા આપતા.આજે માત્ર ૧૦ મિનિટમાં રાત્રે જવાબ મળી જાય છે. અધિકારીઓ સામેથી ફોલોઅપ લે છે. આ ન્યૂ ઇન્ડિયા છે.
આ ઇવેન્ટમાં industry interactionમાં કંપનીઓના પરિચય અને ઓપન-હાઉસ ચર્ચાઓ દ્વારા ઉદ્યોગના હિતધારકો અને સરકારી સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ થયો હતો.
ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી, વન અને પર્યાવરણ, મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં, ગુજરાત સરકારે Optimized Solutions, Catalyx, Piersight Space, Spantrik, Satleo Lab, અને Orbit Space જેવી છ અગ્રણી SpaceTech કંપનીઓ સાથે Memoranda of Understanding (MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા. જે મજબૂત SpaceTech ecosystem માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સુશ્રી નેહા કુમારીએ કાર્યક્રમના મુખ્ય નિષ્કર્ષો અને ભાવિ સહયોગ માટેના આગામી પગલાંઓની સમજૂતી સાથે Round Table નું સમાપન કર્યું હતું.
મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ પદે – હાઈ ઈમ્પેક્ટ Business-to-Government (B2G) બેઠક યોજાઈ હતી. આ બેઠકે ઉદ્યોગ જગતના નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે ગુજરાતના સ્પેસ સેક્ટર માટેના વ્યૂહાત્મક વિઝનને અમલમાં મૂકવા માટે ઊંડા જોડાણનું મંચ પૂરું પાડ્યું હતું.
**********************
પારુલ મણિયાર
[12/24, 3:00 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1itrVJchgSIXDdKp_rWmMGSdpdYf8Na6T?usp=sharing
[12/24, 5:05 PM] Neha Talaviya.Mahiti: તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)
………………………
આગામી તા. 18 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશે
………………………
આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.23 ડિસેમ્બર સુધીમાં કુલ 92,235 નાગરિકો તરફથી ફોર્મ 6/ 6A મળ્યા
………………………

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.23 ડિસેમ્બર સુધીમાં કુલ 92,235 નાગરિકો તરફથી ફોર્મ 6/ 6A મળ્યા છે. જે પૈકી 69,760 ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને 22,475 ફોર્મ ત્યારપછી મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે કુલ 13,331 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે. જે પૈકી 11,074 મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને 2,257 ત્યારપછી મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

………………………
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/25, 10:40 AM] Neha Talaviya.Mahiti: *જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે‌.દવેની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો*
…..
*જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો*

*અરજદારોની સામે નહીં સાથે રહી તેમની સમસ્યાનો ઉકેલ સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપથી તથા સંવેદનાત્મક અભિગમથી કરો – કલેકટરશ્રી મેહુલ કે.દવે*
‌…….
જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ૧૨ ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અરજદારો બાંધકામ દબાણ, રસ્તાના રિપેરિંગ, જમીન માપણી જેવા પ્રશ્નોની રજુઆત કરી હતી. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.તથા અરજદારોની સામે નહીં સાથે રહી તેમની સમસ્યાનો ઉકેલ કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા
….
*નેહા તલાવિયા*
[12/25, 1:01 PM] Neha Talaviya.Mahiti: *સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થતા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ*
…..
પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કાર્યક્રમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઓનલાઇન કાર્યક્રમમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરના સભાખંડ ખાતેથી જિલ્લાના અધિકારીઓ ઓનલાઇન માધ્યમ દ્વારા જોડાયા હતા.જેમાં ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે ની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ સહિત નિવાસી અધીક કલેક્ટરશ્રી તેમજ જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સુશાસન, પારદર્શક વહીવટ, જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ તથા જનસેવા સંબંધિત મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુશાસન દિવસના અવસરે ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી ની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્ષમ, પારદર્શક અને જનકેન્દ્રિત શાસન પ્રણાલીને વધુ સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
‌….
*નેહા તલાવિયા*
[12/26, 2:57 PM] Neha Talaviya.Mahiti: *’વાયદાની વ્યવસ્થા નહીં, કે વ્યવસ્થાના વાયદા નહીં’પણ રૂબરૂ મુલાકાતો દ્વારા વ્યવસ્થાની ચકાસણી એજ સચોટ કાર્ય શૈલી -કલેકટરશ્રી મેહુલ કે. દવે*
‌…..
*સેવા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થા સાથે નાગરિક સુરક્ષા પણ મહત્વની બાબત છે, આ વાતને ધ્યાને રાખી કલેક્ટર શ્રી દ્વારા માણસા પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ કામગીરી ચકાસવામાં આવી*
‌……

“વાયદાની વ્યવસ્થા નહીં, કે વ્યવસ્થાના વાયદા નહીં”પણ રૂબરૂ મુલાકાતો દ્વારા વ્યવસ્થાની ચકાસણી અને ગ્રામજનો સાથે સંવેદનાત્મક સંવાદ દ્વારા નિખાલસપણે વ્યવસ્થા અંગે સુવિધા ના પ્રશ્નો ની ચર્ચા દ્વારા નિરીક્ષણ કરવું, અને ક્ષતિ જણાય તો તેનું યોગ્ય નિરાકરણ, આજ કાર્ય નીતિ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે દવે દ્વારા કાયમ ગ્રામ્ય મુલાકાતો તથા દફતર ચકાસણી કરવામાં આવે છે.
જે અંતર્ગત તા. 20 /12/ 2025ના રોજ માણસાના ઈટલા અને પરબતપુરા ગામ તથા માણસા જનસેવા કેન્દ્ર અને માણસા પોલીસ સ્ટેશનની મુલાકાત કલેકટરશ્રી દ્વારા રૂબરૂ લેવામાં આવી હતી.
જે અંતર્ગત કલેકટર શ્રી દ્વારા માણસા તાલુકાના ઈટલા તથા પરબતપુરા ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ દ્વારા સુવિધા અને વ્યવસ્થા બાબતેની, જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગે અહેવાલ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માણસા જન સેવા કેન્દ્ર ખાતે આવેલા લાભાર્થીઓ અને અરજદારો સાથે પણ કલેક્ટરશ્રીએ તેમને મળતી જન સેવા સુવિધા ના મંતવ્યો જાણ્યા હતા. તથા ઈટલા અને પરબતપુરા ગામમાં ગ્રામ પંચાયત મુલાકાત, દફતર ચકાસણી તથા આંગણવાડીની પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત સેવા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થા સિવાય નાગરિક સુરક્ષા પણ મહત્વની બાબત છે, આ વાતને ધ્યાને રાખી કલેક્ટર શ્રી દ્વારા માણસા પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ કામગીરી અને અન્ય વ્યવસ્થાઓની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ સંતુષ્ટિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગ્રામજનો વહીવટી તંત્રની કામગીરીથી સંતુષ્ટ છે ,અને સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ મજબૂત રીતે કાર્યરત છે. જેથી તેમણે સંતોષ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે,રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે જનસેવા અને જન સુખાકારી માટે પ્રતિબદ્ધ છે, ત્યારે સરકારની તમામ યોજનાઓ અને વ્યવસ્થાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યવસ્થિત પહોંચે અને જરૂરત મંદો સુધી તેનો લાભ પહોંચે તે માટે આ મુલાકાતો ખૂબ જ મહત્વની છે. જેનાથી તેઓને અંતરિયાળ ગામના નાગરિકો પાસેથી સાચો રીવ્યુ મળવા સાથે વ્યવસ્થામાં કચાશ જણાય તો તેને સુધારવાનો પણ મોકો મળે છે.
ટૂંકમાં કહેવામાં આવે તો કોઈને માત્ર ખોટા વાયદા ન કરતા, યોગ્ય રીતે વ્યવસ્થાપૂર્ણ પરિસ્થિતિમાં સરકારના નિયમ અનુસાર જન જનને સહાય મળે તે જ મૂળ ધ્યેયથી, સરકાર સાથે જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર પણ કલેક્ટરશ્રીના નેતૃત્વમાં મજબૂત રીતે કાર્યરત છે.
……
*નેહા તલાવિયા*
[12/26, 3:59 PM] Neha Talaviya.Mahiti: *ભારતીય સંગીત જગતના મહાનાયક કહો કે ગાયન સમ્રાટ મોહમ્મદ રફી સાહેબની ૧૦૧મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી*
…..
ભારતીય સંગીત જગતના મહાનાયક કહો કે ગાયન સમ્રાટ મોહમ્મદ રફી સાહેબની ૧૦૧મી જન્મ જયંતિ તા. ૨૪ ડિસેમ્બર ના રોજ અમદાવાદ, ચાંદખેડા હાઈવે પર ના 2GM( RAJU2GOOD) મ્યુઝિકલ સ્ટુડિયોના માલિક રાજુભાઈ અને દિપીકાબેન દ્વારા તા. ૨૪/૧૨/૨૦૨૫ રોજ રફી સાહેબના જન્મદિને આ સ્ટુડિયો ના સંગીતપ્રેમી ગાયકો દ્વારા રફી સાહેબે ગાયેલા અમદાવાદ ના રેકોર્ડ બ્રેક ૫૩ ગાયનો ગાઈ અને બર્થડે કેક થી યાદગાર જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી. રફી સાહેબની જીવન યાત્રા ૫૫ વર્ષની ( વર્ષ ૧૯૨૪ થી ૧૯૮૦) જેમાં ૪૦ વર્ષો ગાયનો ની સંગીત સાધના સાથે ૨૮૦૦૦ થી પણ વધુ દેશભક્તિ, રોમેન્ટિક, દર્દભર્યા ફિલ્મી ગાયનો ગાઈ ને ભારતના ઇતિહાસિક સંગીત રેકૉર્ડ ગાયનો ગાઈ ને કરેલ છે. તેમના જીવનકાળ માં ૬ ફિલ્મફેર અવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ,૧૯૬૭ માં પદ્મશ્રી અવોર્ડ, ૭૦૦૦ ગાયનો જુદી જુદી ભાષા માં , ૧૯૫૦_૬૦વર્ષે બિના ગીત માલા રેકોર્ડ માં ટોપ સ્થાને, દરેક ફિલ્મ કલાકારો સાથે ૧૦૦ કરતા વધુ ગાયનો ગાઈ,સૌથી વધુ સાંભળતી ડિજીટલ મ્યુઝિક પ્લેટફોર્મ, ઓનલાઇન વિડિઓ પોર્ટલ પર સૌથી વધારે રફી સાહેબ ના ચાહકો …. વિ. બાબતો સંગીત ક્ષત્રએ માનવજાત ને સાગર સમાન ભેટો આપી છે. આજે જન્મે દિવસે દરેક વર્ષે તમને યાદ કરીએ અને સારાગુણો અપનાવીએ જ સાચી સેલિબ્રેશન, શ્રધાંજલિ 🌹🙏🌹
[12/26, 4:40 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં મતદારો સહભાગી અને સહયોગી બને તેવી કલેકટરશ્રી ગાંધીનગરની નમ્ર અપીલ*
…..

ગાંધીનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટરશ્રી મેહુલ કે. દવે તરફથી મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, મત ગણતરી ફોર્મ એકત્ર કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારબાદ તા.૧૯મી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે. જેથી જિલ્લાના મતદારોએ ડ્રાફ્ટ મતદારયાદીમાં તેમના નામ છે કે કેમ તે ચકાસી લેવા જરૂરી છે. જે અન્વયે જિલ્લાના નાગરીકો મતદારયાદીમાં પોતાના નામની ચકાસણી આ ખાસ ઝુંબેશના દિવસોએ બી.એલ.ઓશ્રી પાસેથી કરાવી શકશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ ચકાસણીના અન્ય વિકલ્પો જોઈએ તો,કમી યાદી ઓનલાઇન ચેક કરવા માટે https://chunavsetu-search.gujarat.gov.in/ASD/SearchADSEPIC.aspx,

મતદારયાદીમાં મતદારોનું નામ ચેક કરવા માટે https://electoral search.eci.gov.in લિંક ઉપલબ્ધ છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જે મતદારોના નામ ગણતરી ફોર્મ ન ભરવાના કારણે ડ્રાફ્ટ (મુસદ્દા) મતદારયાદીમાંથી નીકળી ગયા હોય તેવા પુખ્ત વયનાં નાગરીકોએ પોતાનું નામ પુનઃ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર ૬ એકરાર નામા સહિત જરૂરી પુરાવા આપીને ભરવાનું રહેશે.

આ ઉપરાંત, ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવિષ્ટ નામની સામે વાંધો હોય તો તેવા કિસ્સામાં મતદારે ફોર્મ નંબર ૭ ભરીને રજૂ કરવાનું રહેશે. જે મતદારોએ ગણતરી ફોર્મ માં ૨૦૦૨ની વિગતો ભરેલ નથી તેઓએ આ ખાસ ઝુંબેશના દિવસોએ ગણતરી ફોર્મમાં જણાવેલ ૧૨ પુરાવાઓ પૈકીનો પુરાવો બી.એલ.ઓને જમા કરાવવાના રહેશે. એસ.આઈ.આર.ની આ કામગીરીને ઝુંબેશના ભાગરૂપે આગળ ધપાવવા માટે તા. ૨૭ ડિસેમ્બર અને ૨૮ ડિસેમ્બર તેમજ તા. ૩ જાન્યુઆરી અને ૪ જાન્યુઆરીના દિવસે બી.એલ.ઓ. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે, જેથી મતદારો ફોર્મ નંબર ૬, ફોર્મ નંબર ૭ રજૂ કરી શકશે અથવા માર્ગદર્શન મેળવી શકે છે. તેમ જણાવવામાં આવે છે.
…..
*નેહા તલાવિયા*
[12/26, 4:58 PM] Neha Talaviya.Mahiti: *છેલ્લા ૧૫ મહિનાથી ઉત્તર પ્રદેશ,બરેલીનો મુકબધીર કિશોર દિલ્હી અને દિલ્હીથી ગુજરાત ગાંધીનગર એમ ભટક્યો,*
*છેવટે ગાંધીનગર વહીવટી તંત્રના પ્રયાસે તેનો માત્ર ચાર દિવસમાં પરિવાર સાથે મેળાપ કરાવ્યો*
……
*છેલ્લા ૧૫ માસ થી બાળકની મળવાની આશા મુકી દિધેલ પરિવારે બાળક ને વિડિયોકોલ પર જોતા હરખના આંસુ રોકી ન શક્યા*
……………….

*જિલ્લા વહિવટી તંત્ર ગાંધીનગર દ્વારા ૧૫ વર્ષના મુકબધિર બાળકને તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યો*
……………….

*પરિવારથી વિખુટા પડેલા બાળકને શોધીને પરત મિલન કરાવવા બદલ સરકારશ્રીનો આભાર માનતા અયાનના વાલીશ્રી*
……………….

વિચારો કે તમારું બાળક રમવા જાય અને ઘરે આવતા જરાક મોડું થઈ જાય છે,તમે એને શોધવા મથો પણ જલદી મળે નહીં તો મા બાપ તરીકે આપણા સૌની હાલત શું થાય!બસ‌ એવીજ હાલત ઉત્તર પ્રદેશના બરેલીની એક એવી માતાની હતી જેનું મુકબધીર બાળક તેનાથી ૧૫ મહિના દુર રહ્યું, બાળક ક્યાં છે,કેવી હાલતમાં છે કોઈ જ ખબર નહીં, બાળકની ગુમ થયાની ફરિયાદ નોંધાવી, બહું કોશિશ કરી અને છેલ્લે હારીને પરિવારે બાળક મળવાની આશા છોડી દીધી.પણ માને વિશ્વાસ હતો કે,તેનો દિકરો તેને પાછો મળશે.અને‌ માના આ વિશ્વાસને ખરો સાબિત કર્યો છે, આપણા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ.

વિગતે વાત કરવામાં આવે તો તા.૦૨/૧૨/૨૦૨૫ બપોરે ૦૩:૦૦ કલાકે દોલતપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી કેપીટલ રેલવે સ્ટેશન ગાંધીનગર પર કેપીટલ રેલવે પોલીસ, ગાંધીનગરને આશરે ૧૫ વર્ષનો મુકબધિર બાળક બિનવારસી હાલતમાં મળી આવતા,બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના આદેશથી બાળકને સરકારી બાળગૃહ સેકટર -૧૭ ગાંધીનગર ખાતે સંભાળ અને રક્ષણ માટે સંસ્થાકીય આશ્રય હેઠળ મુકવામાં આવ્યો હતો.

બાળક બોલી તેમજ સાંભળી શક્તો ન હોવાથી તેનું નામ સરનામું કે વાલીવારસ, ઘર પરિવાર સંબંધિત કોઇ પણ માહિતી બાળક પાસેથી મળતી ન હોવાથી, બાળકનું સાંકેતિક ભાષામાં અવારનવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બાળક કોઇ પણ પ્રકારની માહિતી આપતો ન હતો. બાળક અક્ષરજ્ઞાન ન ધરાવતો હોવાથી તે ફક્ત તેનું નામ “અયાન”જ લખી શક્તો હતો.અને સાંકેતિક ભાષામાં બાળકે પોતે મુસ્લિમ છે, તેમ જણાવેલ હતુ.આ સિવાય અન્ય માહિતી આપતો ન હોવાથી બાળકના પરિવારની શોધખોળ કરવીએ પડકારરૂપ પરિસ્થિતી સંસ્થા માટે ઉભી થઇ હતી.

આખરે બાળકનું વારંવાર ફોલોઅપ કાઉન્સેલિંગ કર્યું અને બાળકને પારીવારીક સભ્યો પ્રત્યે લાગણી ઉદ્ભવ કરાવતા, સાંકેતિક ભાષામાં મસ્જિદ દર્શાવતા ,બાળક દિલ્હી થી આવતી દોલતપુર એક્સપ્રેસ માં આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ પછી બાળકને ગુગલ મેપમાં દિલ્હીની પ્રખ્યાત જગ્યાઓ બતાવતા બાળકને લાલ કિલ્લાની જાણ કરી હતી. તેને લાલકિલ્લો ગુગલ મેપ દ્વારા બતાવતા બાળકે સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે,લાલકિલ્લાની પાછળ આવેલ દિલ્હીજંક્શન રેલ્વે સ્ટેશન પરથી તે ટ્રેનમાં બેઠો હતો.ત્યાર બાદ તેને દિલ્હીની તેમજ આસપાસ ના રાજ્યોની અલગ અલગ જગ્યાઓ પર આવેલ મસ્જીિદ, મદરેસાના ધાર્મિક સ્થળો ના ફોટોગ્રાફ સોશિયલ મિડિયા દ્વારા બતાવેલ જેમાં વધુમાં એક સોશિયલ મિડિયા એકાઉન્ટમાં બાળકને રીલ સર્ચ કરી બતાવતા રીલ ના બેકગ્રાઉન્ડ માં આવતા મકાનો, ગલીઓ ને બતાવતો કે, તે જગ્યા પર તેનું ઘર છે. જેથી તેના એકાઉન્ટની રીલો વિશે વધારે શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે તે, બરેલી ઉત્તરપ્રદેશથી બનાવેલ હોઇ બરેલી, ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરેલ અને ત્યાંથી કંટ્રોલ રૂમ બરેલી, ઉત્તર પ્રદેશ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં બાળક “અયાન” ની માહિતી મોકલી હતી.જેના થોડા સમય બાદજ બરેલી પોલીસસ્ટેશન દ્વારા સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે બાળક “અયાન” કે જેની ગુમ થયાની ફરિયાદ તા. ૨૩/૧૦/૨૦૨૪ ના રોજ નોંધાયેલ છે.જેથી બાળકના પરિવારની માહિતી મળી હતી અને ત્યાંથી બાળકના આધાર પુરાવા આવતા જાણવા મળ્યું કે,બાળક અયાન સાથે અન્ય બે બાળકો કોઇને જાણ કર્યા વગર બરેલી ઉત્તરપ્રદેશથી નીકળી ગયા હતા.અને ત્યારબાદ અયાન સિવાય અન્ય બે બાળકો ઘરે પરત આવી ગયા,પરંતુ બાળક અયાન ઘરે પરત ન આવતા બાળકના માતાપિતાએ બાળક “અયાન”ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બાળક ઘરેથી નીકળી જઇ દિલ્હી પહોચી ગયો અને ત્યારે દિલ્હી રેલ્વે સ્ટેશન પર બિનવારસી હાલતમાં મળી આવતા બાળક”અયાન”ને દિલ્હી બાળ ગૃહમાં આશ્રય હેઠળ મુકેલ પરંતુ ત્યાંથી તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સંસ્થામાંથી નાસી જઇ દિલ્હી જંક્શન સ્ટેશન પરથી દોલતપુર એક્સપ્રેસ ટ્રેનમાં બાળક બેસી ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર આવતા કેપીટલ રેલ્વે પોલીસ દ્વારા અત્રેથી સંસ્થામાં આશ્રય હેઠળ મળ્યો હતો. જેથી ફકત ૪ દિવસમાં બાળકની કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરીને સતત તેના પ્રયાસ કરતા બાળક ના વાલી નો સંપર્ક થયેલ અને બાળક ને વિયોકોલ પર વાત કરાવેલ જેથી માતાપિતાને પોતાનો દિકરો મળી ગયો. અને તેને વિડિયોકોલ પર વાત કરાવતા તેના માતાપિતા ખુશીથી રડી પડયા અને છેલ્લા ૧૫ માસથી બાળકના મળવાની આશા મુકી દિધેલ પરંતુ બાળક ને વિડિયોકોલ પર જોતા તેમના હરખ ના આંસુ આવી ગયા હતા.

આમ બાળકના વાલી મળી જતા બાળકને તેના પરિવારમાં પરત મોકલવા માટે પહેલા બાળક ને દિલ્હી બાળગૃહ ખાતે બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના આદેશથી બાળક અયાનના સફળ પારિવારિક પુનઃસ્થાપન અંગે જિલ્લા વહિવટી તંત્ર ગાંધીનગર તેમજ બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા કચેરી અને સરકારી બાળ સંભાળ ગૃહ ગાંધીનગરના સંયુક્ત પ્રયાસ સંકલનથી એક મુકબધીર બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી સત્કાર્યના સાક્ષી બન્યા છે.
……..

*નેહા તલાવિયા*
[12/26, 5:29 PM] Neha Talaviya.Mahiti: *કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ ૨૮ ડિસેમ્બરે જાસપુર ઉમિયાધામ મુલાકાતે*

*ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં આયોજન બેઠક મળી*
….
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ તા. ૨૮/૧૨/૨૦૨૫ ના રોજ વિશ્વ ઉમિયાધામ, એસ. જી. હાઈવે, જાસપુર ખાતે પધારનાર છે. જે ધ્યાને લેતા વ્યવસ્થાના ભાગરૂપે કલેકટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં તા.૨૬ ડિસેમ્બરના રોજ આયોજન બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠક અંતર્ગત કલેકટર શ્રી દ્વારા જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓને કાર્યક્રમ અંતર્ગત સુચારુ વ્યવસ્થા અંતર્ગત જરૂરી સુચનો સાથે કાર્યક્રમમાં પોતાને ભાગે આવેલા કાર્યમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રોત્સાહિત પણ કર્યા હતા.

આ બેઠક અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી નિશા શર્મા, પ્રાંત શ્રી કલોલ મયંક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
….
*નેહા તલાવિયા*
[12/27, 1:30 PM] Neha Talaviya.Mahiti: *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ગાંધીનગર*
………
*નામ નોંધણી ભૂલશો નહિ, મતદાનનો મોકો ચૂકશો નહિ: ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગરની નાગરિકોને અપીલ*
‌‌………..
*ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી વ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા મત મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી*
…..
*ગાંધીનગર જિલ્લામાં આજે અને કાલે BLOશ્રી પોતાના મતદાન મથક ખાતે હાજર રહી નોંધણી કામગીરી કરી રહ્યા છે, સહયોગ કરવા કલેકટરશ્રીની અપિલ*
…………….
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. “નામ નોંધણી ભૂલશો નહિ, મતદાનનો મોકો ચૂકશો નહિ”ના સંદેશ સાથે ગાંધીનગર ચૂંટણી વિભાગ દ્વારા
ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે અને આવતીકાલે ગાંધીનગરમાં BLOશ્રી પોતાના મતદાન મથક ખાતે હાજર રહેશે.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવેએ આ કામગીરી નિરિક્ષણ કરવા સાથે નાગરિકોમાં આ કામગીરીની મહત્તા સમજાવતા, આજે અનેક બુથોની મુલાકાત કરી બી.એલ.ઓ શ્રી તથા નગરજનોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા આજે ગાંધીનગર શહેરી વિસ્તારના ૩૫- દક્ષિણ વિધાનસભા મથક 98/408 – સરગાસણ-3
એસ એન વિદ્યામંદિર, રૂમ નં.009, સરગાસણ,99/408 – સરગાસણ-4
એસ એન વિદ્યામંદિર, રૂમ નં.011, સ
100/408 – સરગાસણ-5
એસ એન વિદ્યામંદિર, રૂમ નં.012, 101/408 – સરગાસણ-6
એસ એન વિદ્યામંદિર, રૂમ નં.019,
102/408 – સરગાસણ-7
એસ એન વિદ્યામંદિર, રૂમ નં.008, 103/408 – સરગાસણ-8
એસ એન વિદ્યામંદિર, રૂમ નં. 007,
104/408 – સરગાસણ-9
સરગાસણ પ્રાથમિક શાળા, રૂમ નં. 2,
105/408 – સરગાસણ-10
એસ એન વિદ્યામંદિર, રૂમ નં. 018, સરગાસણ ખાતે મુલાકાત કરી હતી.

ઉપરાંત ૩૬- ગાંધીનગર ઉત્તર વિધાનસભા સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર- ૩ના મત મથક નંબર 116,118, 120, 122 તથા સરકારી પ્રાથમિક શાળા 2, સેક્ટર 24
ભાગ 202, 203, 205 અને 206 ની પણ મુલાકાત લીધી હતી ‌

ઉલ્લેખનીય છે કે આ તકે, કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા નાગરિકોને માહિતગાર કરતા જણાવવામાં આવ્યું હતું કે, તા. ૨૭/૧૨/૨૦૨૫ (શનિવાર), ૨૮/૧૨/૨૦૨૫ (રવિવાર), ૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર)ના રોજ યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે.

મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ- ૬, ફોર્મ- ૬ અ, મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર નંબર લિંક કરવા માટે ફોર્મ-૬ B, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા.૦૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે.

વધુમાં મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે Voter Helpline મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in અને www.nvsp.in ઉપલબ્ધ છે. ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નં. ૧૯૫૦ પર સંપર્ક કરી શકે છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટરશ્રી ગાંધીનગરએ જિલ્લાના નાગરિકોને જણાવ્યું છે.
‌……
*નેહા તલાવિયા*
[12/28, 8:52 PM] Neha Talaviya.Mahiti: *રાજ્યભરમાંથી 20 હજાર જેટલા યુવાનો એક સાથે, એક સ્થળે આત્મનિર્ભર થવાનો સંકલ્પ લઈ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો*
………………..
*વી.યુ.એફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનનું કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું*
…..
*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ*

*થોડી મહેનતથી, હિંમતથી પ્રયાસ કરો મોકાઓની ભરમાર વડાપ્રધાન શ્રી એ યુવાનો માટે પાથરીને રાખી છે*

*આઈડિયા થી સ્ટાર્ટઅપની યાત્રા આપણે પૂરી કરી ચૂક્યા છીએ, સ્કિલથી સ્કેલ ની યાત્રા પણ આપણે પૂરી કરી ચૂક્યા છીએ અને હવે લોકલ થી ગ્લોબલની યાત્રા આપણે પૂર્ણ કરવાની છે*
………………
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

* વિશ્વનું સૌથી ઊંચુ ૫૦૪ ફૂટનું આ ભવ્ય મંદિર ભારતની એકતા અને સંસ્કૃતિનું પ્રતીક*

* શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, રમતગમત તેમજ મહિલા સશક્તિકરણ, જેવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં કાર્યરત અનેક પ્રવૃત્તિઓ અભિનંદનને પાત્ર*
………………………

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત “યુવા બિઝનેસ સંમેલન 2025” ની ઉજવણી કલોલ,જાસપુર ઉમિયાધામ ખાતે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ અવસરે વી.યુ.એફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન નું પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જગ જનની મા ઉમિયાનું ગગનચુંબી મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે, વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં 15,000 થી વધુ યુવાનોને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે, આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ એક એપ લોન્ચિંગનો ઉલ્લેખ કરતાં,તે તૈયાર કરનારા સૌને તેમણે હૃદયપૂર્વક થી ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે, સંપૂર્ણ પ્રોફેશનલ પદ્ધતિથી પાટીદાર સમાજના યુવાનો માટે સંરક્ષણ, સંવર્ધન અને વૃદ્ધિ માટેની આ એપ તૈયાર કરવામાં આવી છે. સાથે જ ઇન્ફોર્મેશનને આજના જમાના ની સૌથી મોટી તાકાત જણાવતા તેમણે કહ્યું હતું કે, મનમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય હાથમાં મૂડી પણ હોય પરંતુ યોગ્ય માહિતી ન હોય તો આ બધું જ શૂન્ય છે. એક જમાનામાં આ કાર્યમાટે કન્સલ્ટન્ટ રાખવામાં આવતા હતા, તેનું કામ આજે આ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ દ્વારા સુંદર રીતે થવાનું છે, ત્યારે આ એપનો વધુમાં વધુ લાભ લેવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.
તેમણે વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોને નેટવર્કિંગનો અવસર મળશે, ટેકનોલોજીના એક્સપોઝર સાથે અનુભવ મળશે, બિઝનેસમાં મેન્ટરસીપ મળશે. અને ડિજિટલ માર્કેટિંગ સ્પેસ એક્સેસ પણ આ એપથી યુવાનોને મળશે.
સાથે જ જે લોકો દેશના અર્થતંત્રને, ગુજરાતના અર્થતંત્રને આગળ વધારવા માટે ઉત્સુક હોય તેવા યુવાનો માટેની આ વ્યવસ્થા ઉમિયા ફાઉન્ડેશન એ કરી છે જેના માટે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા,કે ક્લાયન્ટ ,મેન્ટર, કરિયર ,ઓપોર્ચ્યુનિટી અને માર્કેટ સુધીનું સીધો સંપર્ક આ એપના માધ્યમથી થઈ શકે છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વિચાર ચાલતો હતો, ત્યારથી ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી એ તેમને આ કાર્યમાં જોડિયા હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, 16 ડિસેમ્બર 2016 ના દિવસે આ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. ત્યારથી આજ સુધી મક્કમ ગતિથી, સમયબદ્ધ રીતે ઉમિયા ફાઉન્ડેશનનું કાર્ય આગળ વધ્યું છે. મા ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહારના સૌ લોકોમાં જગાડવાનું કાર્ય ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ સહિત ગુજરાતમાં વસતા દરેક સમાજો મા ઉમિયાના નેજા હેઠળ એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને, મજબૂત પાંખ બને તેના માટે ઉમિયા ફાઉન્ડેશનની ખૂબ સુંદર કામ કર્યું છે. જેમાં ઘણા બધા યુવાનોને સ્કોલરશીપ, ઉચ્ચ શિક્ષણ અને ઉજવળ ભવિષ્ય તરફ પગલા મંડાવાનું કાર્ય ઉમિયા ફાઉન્ડેશન કર્યું છે.
૫૦૪ ફુટ ઉંચુ ઉમિયા મા નુ ભવ્ય મંદિર જ્યાં બનવાનું છે, એ ભૂમિના પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ દર્શન કર્યા સાથે જ અસ્થાયી રૂપે બનેલા મંદિરમાં પણ તેમણે માના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. તેનો ઉલ્લેખ કરતા તેઓ જણાવે છે કે, 2014 થી 2025 સુધીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશે આર્થિક વિકાસના ક્ષેત્રોમાં અનેક પ્રકાર થી હરણફાળ ભરી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને ઉલ્લેખીને તેમણે ઉમેર્યું હતું કે,જરાક મહેનતથી, હિંમતથી પ્રયાસ કરો મોકાઓની ભરમાર વડાપ્રધાન શ્રી એ યુવાનો માટે પાથરીને રાખી છે. 2014માં જ્યારે વડાપ્રધાન શ્રી એ દેશનું શાસન સંભાળ્યું ત્યારે, આપણે દુનિયાની 11 માં નંબરની અર્થવ્યવસ્થા પર હતા. 11 માં નંબરથી આપણે ચોથા નંબર પર પહોંચી ગયા છે. આપણે ચોથા નંબરથી ખુશ થઈ ગયા છે પણ હવે તૈયારી રાખવાની છે 2027માં આપણે ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા જઈ રહ્યા છે તેની.

માત્ર યુવાનોને લગતી વાત કરવામાં આવે તો, સમગ્ર દેશમાં 2014માં સ્ટાર્ટઅપની સંખ્યા 5,500 હતી આજે 2 લાખ 6 હજાર સ્ટાર્ટપ ભારતમાં નોંધાઈ ચૂક્યા છે. જેના માધ્યમથી અસ્થાયી રૂપે તો અનેક ગણી, પરંતુ સ્થાયી રૂપે પણ 18 લાખ લોકોને રોજગારી મળી છે. અને ચાર યુનિકોન સ્ટાર્ટ અપ 2014 માં હતા. જે આજે 120 સુધી પહોંચી ચુક્યા છે.
યુવાનોને સ્ટાર્ટઅપોનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું હતુ કે,વર્તમાનમાં આપણે google, youtube, facebook વાપરીએ છીએ તેની શરૂઆત પણ એક નાનકડા સ્ટાર્ટઅપથી થઈ હતી. આપણા વડાપ્રધાન શ્રી એ સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના, વોકલ ફોર લોકલ, અને લોકલ ફોર ગ્લોબલ સુધીની આખી ચેન યુવાનોના વિકાસ માટે ઊભી કરી છે.
આ તકે યુવાનો દ્વારા લેવામાં આવનાર આત્મનિર્ભર ભારતના શપથ અંગે પણ ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ આત્મનિર્ભર ભારતની રચના કરીએ અને આઝાદીનો જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય ત્યારે 15 ઓગસ્ટ 2047, માં દરેક ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં આપણું ભારત નંબર એક પર હોય તેવા ભારતની રચના કરવા તરફ આગળ વધતા આપણું યોગદાન આપીએ,અને સમગ્ર વિશ્વમાં નંબર એક પર હોય તેવા ભારતની રચના કરવી હોય તો બે મહત્વપૂર્ણ વાતો ભાર મુકવો પડશે,જેમં એક આત્મનિર્ભર ભારત છે.દરેક ક્ષેત્રમાં દરેક વસ્તુમાં ભારતે આત્મનિર્ભર બનવું પડશે, અને આત્મનિર્ભર થવું હશે તો આપણે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો પડશે. આ બે સંકલ્પ થકી આપણું દરેક કદમ ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ ની દિશામાં હોય, જે ભારતમાં નથી બન્યું કે નથી બનતું તે બધું જ ભારતમાં બને તેવી વ્યવસ્થા ઊભી કરવી અને દરેક ભારતીય ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે તેવો સંકલ્પ કરે, આ બે સંકલ્પ થાય તો આપણા સૌને આપણા દેશને પ્રથમ નંબરે લઈ જતા કોઈ અટકાવી નહીં શકે. આજે આઈડિયા થી સ્ટાર્ટઅપની યાત્રા આપણે પૂરી કરી ચૂક્યા છીએ, સ્કિલથી સ્કેલ ની યાત્રા પણ આપણે પૂરી કરી ચૂક્યા છીએ અને હવે લોકોથી ગ્લોબલની યાત્રા આપણે પૂર્ણ કરવાની છે. વિશ્વભરમાં ભારતના ઉત્પાદનો જાય અને સમગ્ર દેશ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે એ ચક્ર ગોઠવતા આપણા ભારતની આત્મનિર્ભર બનાવવામાં મોટો ફાયદો થશે.
એક નાનકડો સંકલ્પ ખૂબ મોટું પરિવર્તન કરી શકે છે, તેમ જણાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, 2017 -18 માં વડાપ્રધાન શ્રી એ ડિજિટલ રેવન્યુલેશન ની કલ્પના કરી હતી અને 2024- 25 માં વિશ્વમાં જેટલા પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે, તેમાં 50% ટ્રાન્જેક્શન ભારતમાં થયું છે.
2013- 14 માં ડિજિટલ ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2024- 25 માં 23 હજાર 834 કરોડ રૂપિયા થયું છે. જો સંકલ્પ હોય ,નેતૃત્વ હોય અને દિશા નક્કી હોય તો આપણે ઘણું બધું પરિવર્તન કરી શકીએ છીએ. પી એલ આઈ યોજનાઓ એ આપણા એફડીઆઈ માં 69 ટકા ની વૃદ્ધિ કરી છે. લગભગ 40 હજારથી વધુ કોમ્પ્લાયન્સ આપણે હટાવી દીધા છે અને 3400 થી વધુ કાનૂની પ્રાવધાનો માંથી આપણે ક્રિમિનલિટી સમાપ્ત કરી છે. દેશના જીડીપી 4.19 મિલિયન ડોલરે પહોંચી છે. હવે પાંચ મિલિયન ડોલર ઇકોનોમીનો એક બેઝ બનાવી એના પરથી પણ આપણે આગળ નીકળવાનું છે. 1 કરોડ 63 લાખ યુવાનો સ્કિલ યુક્ત બને અને આ બધું જ પ્લેટફોર્મ દેશના યુવા મિત્રો માટે તૈયાર છે, જરૂરત છે માત્ર પરિશ્રમની, પુરુષાર્થની અને માહિતીના સટીક ઉપયોગની. ગુજરાતમાં યુવા ઉદ્યોગપતિ બનવા વાળા ઉદ્યોગપતિઓનું સંમેલન હોય ત્યારે વધારે કંઈ કહેવાનું ન હોય, એમ હળવી શૈલીમાં રમુજ કરતા તેમણે ગુજરાતીઓની વેપાર સ્કિલને પણ બિરદાવી હતી. અને ઉમેર્યુ હતું કે, ખૂબ મોટું પ્રોટેન્શિયલ આપણા માટે વડાપ્રધાન શ્રી એ તૈયાર કર્યું છે. ઉપરાંત વિશ્વ ફાઉન્ડેશન ઉમિયાધામ જેવા અનેક સંસ્થાનો યુવાનોના હિતમાં કાર્ય કરવા તૈયાર છે, દેશમાં એક સુંદર ઇકો સિસ્ટમ યુવાનોના ભવિષ્યને સવારવા માટે બની છે ત્યારે ગુજરાત સહિત દેશના યુવાનો જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી‌ આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળ ‘મોદી ૩.૦’ હેઠળ ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વના ઉદ્યોગકારો અને રોકાણકારોનો ભારત પર ભરોસો વધી રહ્યો છે. ભારતમાં ‘મેક ઇન ઇન્ડિયા’ – ‘મેડ ફોર ધ વર્લ્ડ’ની સફળતા આનું જીવંત ઉદાહરણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં શાંતિ, સલામતી અને સુરક્ષાના પરિણામે ભારતમાં વૈશ્વિક પ્રગતિની સાથોસાથ મોટા રોકાણકારો આજે દેશમાં રોકાણ કરી રહ્યા છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ દ્વારા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રીય ચેતના અભિયાનના મંત્ર સાથે જે કાર્ય થઈ રહ્યા છે તે શ્રી વડાપ્રધાન શ્રીના વિઝન સૌનો સાથ ….સૌનો વિકાસ…. સૌનો વિશ્વાસ….. અને સૌના પ્રયાસ….ના મંત્ર સાથે સુસંગત છે.

વધુમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,
વિશ્વનું સૌથી ઊંચુ ૫૦૪ ફૂટનું આ ભવ્ય મંદિર ભારતની એકતા અને સંસ્કૃતિનું પ્રતીક છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં કાર્યરત શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, રમતગમત તેમજ મહિલા સશક્તિકરણ, જેવી અનેક પ્રવૃત્તિઓ અભિનંદનને પાત્ર છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ‘એક ભારત… શ્રેષ્ઠ ભારત’ બનાવીને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની દિશા દેશને આપી છે.. ગુજરાતને આ વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા અઢી દાયકાથી મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઈબ્રન્ટ સમિટ શરૂ કરાવીને રાજ્યના વિકાસને વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે. વાઈબ્રન્ટની ઉત્તરોત્તર સફળતાને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનીને અનેક ક્ષેત્રોમાં દેશમાં નંબર વન સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન શ્રી મોદીના સુશાસન કાળથી ૧૨૫૦ ટકાના વધારા સાથે માથાદીઠ આવક ૩ લાખ ૨૨ હજાર ૪૯૨ થઈ છે. જી.એસ.ડી.પીમાં પાછલા ૨૪ વર્ષમાં આપણે ૧.૨૩ લાખ કરોડથી વધીને ૨૨.૩ લાખ કરોડ સુધી પહોંચ્યા છે, એટલું જ નહી સમયની સાથે ગુજરાતમાં બજેટની સાઈઝ ૩૬ હજાર કરોડથી વધીને ૩.૭૦ લાખ કરોડ થઈ છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૧- ૦૨માં ૧.૮૫ લાખ MSME ઉદ્યોગો હતા. જે આજે વધીને ૨૭.૯ લાખ થયા છે, રાજ્યમાં આ સેક્ટર દ્વારા યુવાનોને રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થઈ છે.

આ ઉપરાંત ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ છે. દેશની કુલ જી.ડી.પીમાં ગુજરાતનો હિસ્સો ૮.૨ ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૧૭ ટકા છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ચાર સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. છેલ્લા ચાર વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત દેશમાં નંબર વન સ્થાન પર છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં સ્થાનિક અર્થતંત્રને વધુ વેગ મળે અને સ્થાનિક ઉત્પાદન વધે તથા ગુજરાતમાં રોજગારીનું સર્જન થાય તે માટે રાજ્યમાં ચાર રીજનલ વાઈબ્રેન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાઈબ્રેન્ટ સમિટમાં અહી ઉપસ્થિત સર્વે યુવા ઉદ્યોગ સાહસિકોને રાજકોટ ખાતે આગામી ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાનાર ‘વાઈબ્રેન્ટ કોન્ફરન્સમાં’ ભાગ લેવા સૌ યુવાનોને મુખ્યમંત્રી શ્રીએ નિમંત્રણ આપ્યું હતું.
આજના ત્રિવિધ કાર્યક્રમમાં સંબોધન કરતા દાતાશ્રીઓને અભિનંદન આપતાં કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, વિકાસ એટલે શું?સમાજ માટે કરોડો રૂપિયા પણ નાની રકમ લાગે એજ વિકાસ.આવી સંસ્થાઓ યુવાનોને નવી દિશા આપવા સાથે સરકારના સહાયક બની રહ્યા છે.
આ તકે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે. ભક્તિ અને આસ્થા સાથે સેવાકીય પ્રકલ્પોનો સમન્વય એટલે ઉમિયાધામ.સામાન્ય પરિસ્થિતિમાં ઉદભવેલો વિચાર પરિવર્તન લાવે છે.આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાનની વાત સાથે યુવા વિકાસની પણ વાત કરી હતી.અને ગર્વ સાથે જણાવ્યું હતું કે, સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’hની મુલાકાતે આવતા પ્રવાસીઓ ચોક્કસ વિશ્વ ઉમિયાધામની મુલાકાત લેશે.
ઉલ્લેખનિય છે કે,આ પ્રસંગે રાજ્યભરમાંથી 20 હજાર જેટલા યુવાનો એક સાથે, એક સ્થળે આત્મનિર્ભર થવાનો સંકલ્પ લઈ રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યો હતો.તથા સંસ્થાએ 28000 વૃક્ષો વાવીને ઉછેરવાનું પણ સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી પટેલે સ્વાગત સંબોધન કર્યું હતું.
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે યોજાયેલા આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિક વેકરીયા, સાંસદ શ્રી ઓ હસમુખભાઈ પટેલ તથા હરિભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા અમદાવાદના મેયર શ્રી પ્રતિભાવ જૈન સહિત વિવિધ મહાનુભાવો, દાનવીરો, પાટીદાર સમાજના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……………………..
નેહા- પ્રિન્સ
[12/29, 11:15 AM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગરની જશ્વી મેવાડાએ રાજ્યકક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું*
….
તા.૨૫ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ગાંધીનગર જિલ્લાની નાનકડી દિકરી જશ્વી મેવાડાએ પરિવાર સાથે જિલ્લાને પણ ગૌરવ અપાવ્યું છે.

વિગતે વાત કરવામાં આવે તો,11 વર્ષીય જશ્વી મેવાડા ધોરણ 6માં અભ્યાસ કરે છે.તેણીએ SKDI સ્ટેટ લેવલ કરાટે ટુર્નામેન્ટમાં 24 કિલોગ્રામ વેઇટ ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર‌ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં દિકરીઓ રમતજગતમાં પરચમ લહેરાવી રહી છે, ત્યારે આ દિકરીઓ વિશ્વ સ્તરે ઝળકી દેશનું નામ‌ રોશન કરશે, તથા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલોની વણઝાર હશે તે કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
…..
નેહા તલાવિયા
[12/29, 12:17 PM] Neha Talaviya.Mahiti: એક દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશ તાલીમ કેમ્પસનું સફળ આયોજન
********************************
યોગ, સંસ્કાર અને સંગઠન સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો સંદેશ આપતો કાર્યક્રમ
*****************************
ગાંધીનગર, 29 ડિસેમ્બર

યોગના પ્રચાર અને પ્રસારને વધુ મજબૂત બનાવવા તથા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગવંતુ બનાવવા માટે એક દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશ તાલીમ કેમ્પસનું સફળ આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરનો હેતુ ટ્રેનરોને યોગ, આહાર વિજ્ઞાન, સંગઠન શક્તિ તથા આધ્યાત્મિક ઉર્જા વિષયક નવતર માર્ગદર્શન આપવાનો રહ્યો.

કાર્યક્રમની શરૂઆત સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ દ્વારા પ્રાર્થના મંત્ર સાથે કરવામાં આવી હતી. તેમણે યોગના અમુક મહત્વપૂર્ણ આસનોના નિયમો અને યોગ્ય પદ્ધતિ વિશે વિસ્તૃત સમજ આપી મેદસ્વિતાને કઈ રીતે હરાવી શકાય તેની માહિતી આપી હતી. ત્યારબાદ ઝોન કોર્ડીનેટર કૃષ્ણાબેન દ્વારા સત્સંગનું મહત્વ અને સંગઠન દ્વારા સમાજમાં યોગ ચેતના ફેલાવવાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યોગ કોચ અને કોઓર્ડીનેટરે અનિલભાઈ દ્વારા આહાર વિજ્ઞાન વિષયક સેશનમાં સ્વસ્થ જીવનશૈલી માટે સાત્વિક આહારનું મહત્વ સમજાવ્યું. શોભનાબેન શાહ દ્વારા ઇન્ટરએક્ટિવ સેશન યોજાઈ જેમાં પ્રશ્નોત્તરી સાથે સાઈટિકા જેવી સમસ્યાઓમાં યોગ દ્વારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની પદ્ધતિ શીખવવામાં આવી હતી.

વિશેષ આકર્ષણરૂપે યોગ એક્સપર્ટ ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ દવે દ્વારા સેશન લેવામાં આવ્યું, જેમાં તેમણે આસન, અપાર યુદ્રા તેમજ યુનિવર્સ ઉર્જા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયક રહ્યું હતું.
આ ઉપરાંત ઝોન, જિલ્લા તથા અપડેટ કોઓર્ડીનેટરો દ્વારા યોગ ક્લાસમાં સંખ્યા વધારવા, તેમજ સોશિયલ મીડિયા મારફતે યોગનો વ્યાપ વધારવા માટે પોસ્ટ લાઈક, શેર અને ફોલો કરવાની પ્રાયોગિક સમજ આપવામાં આવી. આ કાર્યક્રમના અંતે જનજાગૃતિ માટે રેલી કાઢી ડોર-ટુ-ડોર યોગ ટ્રેનર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
***************
અશ્વિન ઘટાડ
[12/29, 12:51 PM] Neha Talaviya.Mahiti: *જોડાઈએ સરકારના પ્રાકૃતિક કૃષિ અપનાવો અભિયાન સાથે,અને શરુ કરીએ મજબૂત અને સ્વસ્થ ભારતના ભવિષ્યના સંકલ્પ સાથે નવી સફર*
…..
*પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી શિયાળામાં સૌની મનગમતી તુવેરના વાવેતર વિશે જાણીએ*
‌……
*ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીની પ્રાકૃતિક કૃષિની આ શ્રેણીમાં આજે પ્રાકૃતિક પદ્ધતિથી તુવેરના પાકના વાવેતર અને જાળવણી વિશે વાત*
‌……
*ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો*
……
ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની શ્રેણીમાં આપણે અનેકવિધ ફળો,શાકભાજી, અનાજ અને કઠળોના વાવેતર અને તેના ફાયદાઓ વિશે માહિતી મેળવીએ છીએ. જેમાં આજે આપણે શિયાળામાં સૌની મનગમતી તુવેરના પાકના વાવતેર વિશે જાણકારી મેળવીશું.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તુવેરનાં વાવેતર તથાં તેનાં ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર આપણે જાણીએ.

*તુવેરનો વાવેતર સમય, અંતર અને જાતોની પસંદગી :-*

ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૧ અને ગુજરાત તુવેર -૧૦૩, બી.ડી.એન.-૨, જી.જે.પી.-૧ જેવી સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેન્ટિમીટરે વાવેતર કરવું જોઈએ.
રવિ ઋતુ માટે તુવેરની ગુજરાત તુવેર-૧૦૨ જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેન્ટીમીટરે વાવેતર કરવું જોઈએ.

*બીજ સંસ્કાર અને ઘન જીવામૃત :-*
સારાં ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા તુવેરનાં બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા જોઈએ. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું જોઈએ. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય છે. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું જોઈએ. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટવું જોઈએ. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાક લીધાં પહેલાં લીલાં ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો જોઈએે. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહેવું જોઈએ.

*જીવામૃતનો ઉપયોગ :-*

વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું જોઈએ. ત્યારબાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું જોઈએ.

*જીવામૃતનો પાક ઉપર છંટકાવ :-*

*પ્રથમ છંટકાવ :-*
વાવેતરના એક મહિના પછી ૫ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
*બીજો છંટકાવ :-*
પહેલાં છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
*ત્રીજો છંટકાવ :-*
બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
*ચોથો છંટકાવ :-*
ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
*પાંચમો છંટકાવ :-*
ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
*છઠ્ઠો છંટકાવ :-*
પાંચમાં છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.

*રોગ-જીવાત :-*
(ક) ચૂસીયા પ્રકારની જીવાત :-
ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો જોઈએ.
(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય :-
૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો જોઈએ.
(ગ) કૃમિ (સુંડી) :-
૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો જોઈએ.
(ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ :-
૩ લીટર અગ્નિઅસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો જોઈએ.
(ચ) ફૂગના રોગ :-
ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતાં રોગોનાં નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરવો જોઈએ. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારેચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા મદદરૂપ થઈ શકે તેવી રસપ્રદ માહિતી મેળવવા માટે જોડાઈએ, સરકારના પ્રાકૃતિક કૃષિ અપનાવો અભિયાન સાથે,અને શરુ કરીએ મજબૂત અને સ્વસ્થ ભારતના ભવિષ્યના સંકલ્પ સાથે નવી સફર.
……
*નેહા તલાવિયા*
[12/30, 11:27 AM] Neha Talaviya.Mahiti: *બાળ લગ્ન નાબૂદી અંતર્ગત કાયદાનું પાલન અને બાળપણનું રક્ષણ અનિવાર્ય*
……………………..
*ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત’ ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે, તેમાં સહયોગી બનો અને આપણા દિકરા દિકરીઓના ભવિષ્ય સાથે રમત કરતા અસામાજિક તત્વોને રોકવામાં પ્રસાસનના મદદગાર બનો – કલેક્ટરશ્રી મેહુલ કે.દવે*
………………..
*સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ બાળ લગ્ન જેવા સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા માટે કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા અપીલ*
…………………..
*તમે ગર્વથી કહી શકો ‘મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત’ અને ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં બાળ લગ્ન મુક્ત બનાવવાના સરકારના લક્ષ્યાંકને પુર્ણ કરવામાં સહભાગી બનો*
……………………
*જો ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય કે, થવાની તૈયારી હોય, તે તમારા ધ્યાનમાં આવેતો એક જાગૃત નાગરિક તરિકે તાત્કાલિક તેની જાણ પ્રશાસનને કરો-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી*
………………………
તમારી સામે સમાજની બે છબી છે, જેમાં એક છબીમાં તમારા પોતાના દીકરા દીકરીઓ ખુલ્લા આકાશમાં ભણતરની પાંખો મેળવી, પ્રગતિની ઊંચી ઉડાન ભરી રહ્યા છે. જ્યારે બીજી છબીમાં ‘બાળ લગ્ન’ જેવા કુરિવાજોની બેડીઓમાં બંધાઈ તમારું સંતાનો અંધારીયા કૂવામાં હંમેશા માટે ધકેલાઈ ગયું છે! એનું બાળપણ હંમેશા માટે છીનવાઈ ગયું છે. તમને આ બે છબી માંથી કઈ છબી સ્વીકાર છે!
આમ જણાવતાં કલેકટર શ્રી આપણી સમક્ષ એક કડવી વાસ્તવિકતાની સહજ અનુભૂતિ કરાવતા જણાવે છે કે, જો આપણે આપણા સંતાનો માટે ખુલ્લા આકાશની ઉડાન ઇચ્છતા હોઈએ તો, સમાજમાંથી બાળ લગ્ન જેવા કુરિવાજને જડમૂળથી તિલાંજલિ આપવી જ પડશે. તો અને તો જ એ નિર્દોષ બાળકોના બાળપણ સહિત આપણા રાષ્ટ્રના ભવિષ્યને પણ મજબૂત કરી શકીશું.
‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ૨૦૩૦ સુધીમાં રાષ્ટ્રને બાળ લગ્ન મુક્ત બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.બાળ લગ્ન એ એક ગંભીર બિન-જામીનપાત્ર કાયદાકીય ગુનો છે.જેમાં ગુનેગારને કાયદામાં બે વર્ષ સુધીની સખત કેદ અને રૂ.૧ લાખ સુધીના દંડની જોગવાઈઓ પણ છે.
બાળ લગ્ન અટકાવવા એ માત્ર સરકાર કે સરકારી તંત્રની નહીં પણ,એક સજાગ નાગરિક તરિકે આપણા સૌની સહિયારી જવાબદારી છે.જો આપની આસપાસ આવો ગુનો થતો જોવો છો તો ચુપ ન રહો, તાત્કાલિક પોલીસને અથવ ટોલફ્રી નંબર પર જાણ કરો અને સક્રિય સહયોગ આપો,
તમારી આસપાસ થતા બાળ લગ્ન અટકાવવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, પોલીસ સ્ટેશન, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ અથવા ૧૧૨ અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ને જાણ કરો.અને નિશ્ચિત રહો, જાણકારી આપનારની ઓળખ ન તો તમને પુછવામાં આવશે, ન તમારી સાથે જોડાયેલી કોઈ પણ માહિતી લીક થશે.
*વિશેષ અહેવાલ:*
દેશભરમાંથી બાળ લગ્નની સામાજિક કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ ની એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઝુંબેશ અમલી કરવામાં આવી છે. આ અભિયાન ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ના સિદ્ધાંતોને અનુસરીને યુવા છોકરીઓને સશક્ત બનાવવા, તેમના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલનો મુખ્ય લક્ષ્યાંક ‘બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬’ના કડક અમલ અને વ્યાપક જાગૃતિ દ્વારા ૨૦૩૦ સુધીમાં ભારતને સંપૂર્ણપણે બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે, જેથી દરેક બાળકને તેના કાયદાકીય અને નૈતિક અધિકારો પ્રાપ્ત થાય અને તેમનું બાળપણ સુરક્ષિત રહે.
વર્તમાનમાં, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની આગેવાનીમાં ‘મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત’ ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે દૂર કરવાનો અને તેના ભયાનક ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં નાગરિકોને બાળ લગ્ન ન કરવવા અંગે જાગૃત કરવામાં આવે છે અને સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કુરવા માટે કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગે કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બાળ લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પરંતુ તે એક ગંભીર કાયદાકીય ગુનો છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ, છોકરીના ૧૮ વર્ષ અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા સંજોગોમાં કરવામાં આવતા લગ્નો ગેરકાયદેસર ગણાય છે. આ કાયદાની જોગવાઈઓ સ્પષ્ટ છે કે, જો કોઈ વ્યક્તિ આવા બાળ લગ્ન કરાવે, તેનું સંચાલન કરે, અથવા તેમાં મદદગારી કરે, તો તે વ્યક્તિને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ ગુનો બિન-જામીનપાત્ર છે, જે તેની કાયદાકીય ગંભીરતા દર્શાવે છે. કાયદાની અજાણતા, શિક્ષણનો અભાવ અને દીકરીઓની જવાબદારીમાંથી વહેલા મુક્ત થવાની વિચારસરણી જેવા કારણોસર સમાજમાં બાળ લગ્ન થતા હોય છે, પરંતુ હવે કાયદાનું કડક પાલન અનિવાર્ય છે.
બાળ લગ્નના કારણે યુગલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક અસરો થાય છે. નાની ઉંમરમાં લગ્ન થવાથી સગીર વયની બાળાઓમાં ગર્ભવતી થવાનું પ્રમાણ વધે છે, જેના પરિણામે અપરિપક્વ પ્રસુતિ, સગીર માતાના મૃત્યુનો ઊંચો દર, ગર્ભપાત કે મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુઓમાં માંદગી, અશક્તિ, મૃત્યુજ મંદબુદ્ધિનાં બાળકોનું છે, જે સમગ્ર પેઢીના વિકાસને અવરોધે છે. વધુમાં, બાળ લગ્ન બાળકની, ખાસ કરીને બાળકીની, સ્વતંત્રતાને રૂંધે છે અને નાની ઉંમરમાં જ તેમના પર કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ આવી પડે છે, જે સ્ત્રીઓ ઉપર ત્રાસ અને અત્યાચારને પણ વેગ આપે છે.
બાળ લગ્ન સંપૂર્ણ રીતે નાબૂદ થાય તે માટે જાગૃતિ અને સક્રિય સહયોગ આપવાની અપીલ કરતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીએ પણ આ અંગે જણાવ્યું હતું કે, જો તમારા ધ્યાનમાં ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય કે થવાની તૈયારી હોય, તો નાગરિકોએ તાત્કાલિક તેની જાણ કરવી. જાણ કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ અધિકારીશ્રી, સહયોગ સંકુલ બિલ્ડીંગ, ગાંધીનગર અથવા જે તે જિલ્લાનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશન, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ અથવા ૧૧૨ અને મહિલા હેલ્પ લાઈન નંબર ૧૮૧ નો પણ સંપર્ક કરી શકાય છે. દરેક ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનોને પણ આ દૂષણ અટકાવવામાં મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે, જેથી ભારતના બાળકોનું બાળપણ સુરક્ષિત રહે અને ૨૦૩૦ સુધીમાં બાળ લગ્ન મુક્ત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.
……………………..
*નેહા તલાવિયા*
[12/30, 12:29 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે તા.૩૦ ડિસેમ્બરના રોજ કલોલ તાલુકાના પિયજ ગામની આકસ્મિક ચકાસણી મુલાકાતે*
………………………
*’વિકસિત ભારત ૨૦૪૭’ ના ધ્યેયને પરિપૂર્ણ કરવા, રામસેતુ નિર્માણની મદદગાર ખિસકોલી સમાન આપણે આપણું, ખિસકોલી કાર્ય કરી આત્મસંતોષ મેળવીએ. આ ઉદાહરણ દ્વારા પોતાના ભાગે આવેલી દરેક ફરજ નિભાવવા પણ કલેક્ટરશ્રીએ કર્મચારીઓને અનુરોધ કર્યો*
………………..
*’વિકસિત ભારત ૨૦૪૭’ ના પાયામાં ગ્રામ્ય વિકાસ, અને છેક છેવાડાના નાગરિકો અને જરૂરત મંદોના જીવનમાં વિકાસનો પ્રકાશ પથરાય તે ખૂબ અનિવાર્ય : આ ધ્યેયને લક્ષ્યમાં રાખતા જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા દર અઠવાડિયે ઓછામાં ઓછા બે થી ચાર ગામડાઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી રહી છે*
………………………….
કોઈપણ વ્યવસ્થાને યોગ્ય રીતે અને એકધારી વ્યવસ્થિત નિભાવવા માટે મજબૂત અને કાર્યદક્ષ પ્રબળ નેતૃત્વ ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે, સરકાર સૌથી છેવાડાના નાગરિકોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે, ત્યારે આ વિકાસના વેગ અને યોજનાઓની લ્હાણી જનજન સુધી પહોંચાડવાની કામગીરી યોગ્ય રીતે થાય, અને જરૂરત મંદોના જીવનમાં વિકાસનો પ્રકાશ પથરાય તે ખૂબ અનિવાર્ય છે.
અને આ જ કામગીરી અર્થે જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે પોતાની વ્યસ્તતા માંથી પણ સમય ફાળવી દર અઠવાડિયે ઓછામાં ઓછા બે થી ચાર ગામડાઓની મુલાકાત કરતા રહે છે.
આ મુલાકાતો અંતર્ગત મુખ્યત્વે તેઓ આરોગ્ય કેન્દ્ર દ્વારા જન આરોગ્યની, પંચાયત દ્વારા જનસેવાની, આંગણવાડી અને પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણ જેવી મહત્વની સુવિધાઓ અંગે ચકાસણી કરતા રૂબરૂ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરે છે. એટલું જ નહીં આ મુલાકાતો અંતર્ગત કલેકટરશ્રી સરકારના ‘પ્રાકૃતિક કૃષિ’ અભિયાન, ‘એક પેડ મા કે નામ’ અભિયાન, ‘સ્વચ્છ ભારત’ અભિયાન જેવી મહત્વની બાબતો અને તેના ફાયદા અંગે પણ ચર્ચા કરતા, જન જનને આ અભિયાનમાં જોડવા પ્રયાસ કરતા રહે છે. ઉપરાંત તેઓ આ મુલાકાતો અંતર્ગત બાળકોમાં હાલ જોવા મળતા મોબાઈલના દૂષણના પરિણામોને કારણે, ઉદભવતી પરિસ્થિતિને નાથવા મોબાઇલની લત છોડાવી, બાળકોને હાલરડા, દેશભક્તિ ના ગીતો અને વાતો સંભળાવવા, તથા પારિવારિક ભાવનાને મહત્વ આપી સહ ભોજન તથા માતૃ પિતૃ પૂજન દ્વારા આપણી અદ્વિતીય સંસ્કૃતિ આગલી પેઢી સુધી પહોંચાડવા પણ સામાજિક સંદેશ આપતા રહે છે.

આવા જ સંદેશ સાથે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેતા.૩૦ ડિસેમ્બર ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામે પહોંચી, આંગણવાડી કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની ચકાસણી કરી હતી. જ્યાં તેમણે ગ્રામજનો સાથે પણ ઉપરની બધી જ બાબતે ચર્ચા કરવા સાથે તેમના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
સાથે જ દરેક કર્મચારીઓને ઉલ્લેખીને તેમણે જણાવ્યું હતું કે,’વિકસિત ભારત ૨૦૪૭’ ના ધ્યેયને પરિપૂર્ણ કરવા, રામસેતુ નિર્માણની મદદગાર ખિસકોલી સમાન આપણે આપણું, ખિસકોલી કાર્ય કરી આત્મસંતોષ મેળવીએ. આ ઉદાહરણ દ્વારા પોતાના ભાગે આવેલી દરેક ફરજ નિભાવવા પણ કલેક્ટરશ્રીએ કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. જેથી જ્યારે વિકસિત ભારતની ઉજવણી થાય, ત્યારે આપણે અને આપણો પર પરિવાર આત્મસંતોષ અને ગર્વની લાગણી સાથે તેમાં સહયોગી હોવાનું ગૌરવ લઈ શકીએ.
ઉલ્લેખનીય છે કે, કલેકટરશ્રીની આ મુલાકાત અંતર્ગત કલોલ પ્રાંત શ્રી મયંક પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
……
*નેહા તલાવિયા*
[12/30, 4:33 PM] Neha Talaviya.Mahiti: *નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર*
…..
*’સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર દ્વારા નવી ઉર્જા સાથે નવવર્ષનું સ્વાગત*
……
*૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે YouTube Live ના માધ્યમથી લાખો લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે*
……

*ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને યુવાધનને આપશે પ્રોત્સાહન*
……
*વેસ્ટર્ન પાર્ટી કલ્ચર છોડી ભારતીય સંસ્કૃતિ અપનાવવા Genz ને આહવાન*
……
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ નું આયોજન કરવામાં આવ્યું છે.

પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ જ્યારે યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ ભવ્ય અભિયાન હાથ ધરાયું છે.જેમાં ઘરે બેઠા લાખો લોકો જોડાશે.
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube Liveના માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે, અગાશી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે.

*પાર્ટીથી યોગ તરફનો સંદેશ:* આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી (GenZ) ને એ સંદેશ
આપવાનો છે કે,૧લી જાન્યુઆરી એ માત્ર વેસ્ટર્ન કલ્ચરની જેમ નવા કેલેંડર વર્ષ ઉજવવાનો દિવસ નથી, પરંતુ આપણા શરીર અને મનને ઊર્જાવાન બનાવવાનો અવસર છે. નૂતન વર્ષની સૂર્યનારાયણની નુતન કિરણને નમસ્કાર કરવાનો અવસર છે. ‘વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ’ અને ‘વિદેશીથી સ્વદેશી તરફ’ ના મંત્ર સાથે આ કાર્યક્રમ ગુજરાતના યુવાધનને નવી દિશા આપશે.

*ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહન:*
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લાઈવ સમ દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.

*સહયોગ અને જનભાગીદારી:*
આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડમી અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ૩૧મી ડિસેમ્બરની મોડી રાત સુધીની પાર્ટીઓની બદલે, ૧લી જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ અને સૂર્ય નમસ્કાર સાથે વધાવે.

*કઈ રીતે જોડાવું*
નાગરિકોએ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:00 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લો.
……
*નેહા તલાવિયા*
[12/30, 7:15 PM] Neha Talaviya.Mahiti: *રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન*
***
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિધ્ધ કરવાના ગુજરાતના પુરૂષાર્થરૂપે ગુજરાતે સાધેલી ઔધોગિક પ્રગતિ અને કલા-સંસ્કૃતિની સમૃધ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉધોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર , સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને પણ રજૂ કરાઇ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી વિક્રાંત પાંડે, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યૉગ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઈન્ચાર્જ નિયામક શ્રી પ્રેમસિંઘ કંવર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
[12/31, 11:52 AM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિ ખાસ લેખ*
……
*પ્રાકૃતિક ખેતીમાં જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ઉપાય એટલે દશપર્ણી અર્ક*
…..
*ખેતીલક્ષી દવાઓના ખર્ચમાંથી મુક્તિ અપવાતો જીવાત નિયંત્રણ અર્ક*
…..
*વિવિધ પ્રકારના ફળ, ફૂલ, ઔષધ અને વેલ સહિતના છોડના પાંદડાઓમાંથી ઘરબેઠાં વગર ખર્ચે તૈયાર થાય છે દશપર્ણી અર્ક*
…….

રાજ્યમાં આગમી પાંચ વર્ષમાં સો ટકા પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવો મિશન અંતર્ગત પ્રયાસો થઈ રહ્યા છે.
ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્મન કર્યુ હતું. આ કડીના ભાગરુપે રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે.જેના નકશે કદમ પર ચાલતા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સાથે ગાંધીનગર જિલ્લામાં ૧૦૦% ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે‌.દવે દ્વારા પણ ખેડૂતોના ખેતરે ખેતરે ફરી પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે ચાલો જાણીએ સરળ અને ખર્ચ રહિત પ્રાકૃતિક કૃષિમાં દશપર્ણી અંગે વિશેષ માહિતી.

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે. ખેતીલક્ષી રાસાયણિક દવાઓના ખર્ચમાંથી મુક્તિ અપાવતો ઉપાય એટલે દશપર્ણી અર્ક, જે ઘરબેઠાં તૈયાર કરી શકાય છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખેતરમાં પાક દરમિયાન ઉદ્દભવતી જીવાતોના નિયંત્રણ માટેના વિવિધ ઉપાયો પૈકી દશપર્ણી અર્ક એ રામબાણ ઈલાજ છે. દશપર્ણી અર્ક ખેડૂતો જાતે બનાવી અને તેના ઉપયોગ થકી બધા જ પ્રકારની જીવાત અને ફુગ પર નિયંત્રણ મેળવી શકાય છે.

દશપર્ણી અર્ક બનાવવાની રીત : પ્રથમ દિવસ : ૨૦ લીટર ગૌમૂત્ર તેમજ ર કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લિટર પાણીમાં ઉમેરી લાકડીથી બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરની પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હિંગ પાવડર ઉમેરી આ મિશ્રણને હલાવી તેને આખી રાત કોથળાથી ઢાંકવું.

બીજો દિવસ : ઉપરોક્ત મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિલોગ્રામ તમાકુ પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો.
ત્રીજો દિવસ : (અ) કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સીતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર આ ઉપરાંત (બ) નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાનાં પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડ, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુંવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું (હાંડવેલ) અને ગળોની વેલના પાંદડા ઉપરોક્ત ‘અ’ માંથી કોઈપણ પાંચ અને ‘બ’ માંથી કોઈપણ પાંચ એમ કુલ દસ વનસ્પતિનાં પાંદડા દરેક વનસ્પતિના ૨ કિલોગ્રામ એટલે કે ૨૦ કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મિનિટ દિવસમાં બરાબર હલાવો.

ઉપયોગ : ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.

ખાટી છાશ : સાતથી દશ દિવસની ૧૦ લીટર ખાટી છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાશ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે.
……
[12/31, 3:07 PM] Neha Talaviya.Mahiti: ખેલ મહાકુંભ-3.0 (2024-25)
વિજેતા ખેલાડીઓ માટે રોકડ-પુરસ્કાર દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ જાહેર
******************************
ગાંધીનગર , તા.31 ડિસેમ્બર
ખેલ મહાકુંભ-3.0 (2024-25) અંતર્ગત ઝોન, તાલુકા, મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા પર વિજેતા બનેલા તથા હજુ સુધી રોકડ-પુરસ્કાર પ્રાપ્ત ન કરનાર ખેલાડીઓ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ, જે ખેલાડીઓને રોકડ-પુરસ્કાર મળ્યો નથી તેઓએ ખેલ મહાકુંભ-3.0 નું રજિસ્ટ્રેશન વિગત, સાથે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આવશ્યક રીતે જમા કરાવવાની રહેશે.

આ દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ 01 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદા પછી કોઈપણ ખેલાડીની પુરસ્કાર સંબંધિત માહિતી સ્વીકારવામાં નહીં આવે, તેવું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જણાવાયું છે.

નોંધ – જે ખેલાડીઓના બેન્ક વિગત અપડેટ કરાવવાના બાકી હોય તેવા જ ખેલાડીઓ અત્રેની જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી ખાતે રૂબરૂ આવીને દિન-૨માં બેન્ક ડીટેલ અપડેટ કરાવી લેવી જેની ખાસ નોંધ લેવી. આપેલ સમય મર્યાદામાં જો અપડેટ કરાવવામાં આવશે નહિ તો તેની સંપૂર્ણ જવાબદારી ખેલાડી/વાલી/શાળા/સંસ્થા/કોચ ની રહેશે.
************
અશ્વિન ઘટાડ
[12/31, 6:32 PM] Neha Talaviya.Mahiti: *કલેકટર શ્રીના માર્ગદર્શન હેઠળ વર્ષના અંતિમ દિવસે પણ ભૂસ્તર તંત્ર ટીમ સતર્ક : નવા વર્ષે પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ તંત્રની કામગીરી અવિરત રહેશે*
……
*છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૦૭ વાહનો સહિત આશરે રુપિયા ૨.૧૦ કરોડ કિંમતનો મુદ્દામાલ જપ્ત*
……
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવકમાં ઉતરોત્તર વધારો કરવાના હેતુથી તથા બિનઅધિકૃત ખનિજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરી સરકારશ્રીની રોયલ્ટીની આવકમાં વધારો થાય તે હેતુથી અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ સતત ચેકિંગ અંગેની કામગીરી કરવામાં આવે છે. જે બાબતે અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૬ ડમ્પર વાહનો પકડવામાં આવેલ જેમાં મોજે. શેરથા, તા.કલોલ, જી.ગાંધીનગર શેરથા-કલોલ રોડ પરથી (૧) ડમ્પર વાહન નં GJ-08-AY-2060 ના વાહન માલિકશ્રી મોન્ટુભાઈ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનિજ ભરી વહન કરતા પકડવામાં આવેલ, મોજે. પુન્દ્રાસણ, તા.કલોલ, જી.ગાંધીનગર ના પુન્દ્રાસન ચોકડી ખાતેથી (૨) ડમ્પર વાહન નં GJ-09-AW-0230 ના વાહન ભરતભાઈ ઓંડ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનિજ ભરી વહન કરતા પકડવામાં આવેલ. મોજે. ટીંટોડા, તા., જી.ગાંધીનગર ના ટીંટોડા રોડ પરથી (૩) ડમ્પર વાહન નં NL-06-A-6470 ના વાહન માલિક શ્રી મુકેશભાઈ પંચાલ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. આંધના, તા.કલોલ, જી.ગાંધીનગર ના આંધના –કલોલ રોડ પરથી (૪) ડમ્પર વાહન નં GJ-24-X-4314 ના વાહન પ્રભાતભાઈ રબારી દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. ગીયોડ, તા.જી.ગાંધીનગર ના ગીયોડ ગામ પાસેથી (૫) ડમ્પર વાહન નં GJ-18-BW-6804 ના વાહન માલિકશ્રી વિક્રમભાઈ ઓડ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ
આમ, કુલ ૦૭ વાહનોની આશરે કુલ ૨.૧૦ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આપની આસપાસ બનતી ઘટનાઓ ના વિડિઓ,ફોટાઓ,સમાચારો અમોને અમારા વ્હોટ્સ અપ ઉપર અમારા જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ થતા અખબાર માં પ્રસિદ્ધ કર્વ મોકલી આપો. વ્હોટ્સ અપ નંબર 6353019026,7861038840