12,13,14,15,16,17 નવેમ્બર.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ વાંચો(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

17 NG PDF-1 (1) 16-11-2025 JAN FARIYAD12 NG pdf-3 (1) 13 NG pdf-2 (1) 14 NG PDF-3 15 NG PDF-2 16 NG pdf-2

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[11/13, 12:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિશ્વ મધુપ્રમેહ દિવસ: ૧૪ નવેમ્બર*

*રાજ્યમાં ૩૦થી વધુ વયનાં નોંધાયેલા ૧.૭૦ કરોડમાંથી ૧.૬૮ કરોડ નાગરીકોનું બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ કરાયું*
*********************
• *એન.સી.ડી. સ્ક્રીનીંગ ડ્રાઇવ કેમ્પેઇનમાં ૧.૦૫ કરોડ નાગરીકોની વિનામૂલ્યે ડાયાબિટીસ તપાસ*
• *સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ૧૫.૭૪ લાખ મહિલાઓની ડાયાબિટીસ માટે તપાસ*
*********************

સમગ્ર વિશ્વ માટે બિનચેપી રોગ એક પડકાર બની ગયો છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બિનચેપી રોગોની અટકાયત અને નિયંત્રણ માટેની દિશામાં અનેકવિધ નવા પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. દેશના નાગરીકોની બદલાયેલી જીવનશૈલીમાં પરિવર્તન સાથે બિનચેપી રોગોનું પ્રમાણ ઘટાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં અનેક સ્વાસ્થ્ય સંબંધી યોજનાઓ અમલી બનાવાઈ છે.

કેન્દ્ર સરકારના નેશનલ એન.સી.ડી. પોર્ટલ પર તા.૦૭ નવેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ રાજ્યમાં ૩૦થી વધુ વયનાં નાગરીકોનું આશા દ્વારા સૂચિત વયજુથમાંથી કુલ ૧.૭૦ કરોડ નાગરીકોનું કોમ્યુનીટી બેઝ્ડ એસેસમેન્ટ ચેકલીસ્ટ ફોર્મ ભરાયું છે. જેમાંથી કુલ ૧.૬૮ કરોડ નાગરીકોનું બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી હાયપરટેન્શનના કુલ ૩૯,૪૭,૬૧૦ અને ડાયાબિટીસના કુલ ૨૯,૭૭,૩૨૬ નાગરીકોનું વિનામૂલ્યે નિદાન કરાયું છે.

જ્યારે ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં બિનચેપી રોગોની અટકાયત માટે એન.સી.ડી. સ્ક્રીનીંગ ડ્રાઇવ કેમ્પેઇનમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો પૈકી ડાયાબિટીશ માટે કુલ ૧,૦૫,૧૧,૨૭૩ નાગરીકોની વિનામૂલ્યે તપાસ કરાઈ હતી. જેમાંથી ડાયાબિટીસ અને હાયપરટેન્શનમાં નિદાન પામેલ દર્દીઓને આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલો ખાતેથી દાક્તરી સલાહ મુજબ વિનામૂલ્યે સારવાર અપાઈ હતી. આ ઉપરાંત સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની કુલ-૧૫,૭૪,૬૫૩ મહિલાઓનું ડાયાબિટીસ માટે તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું.

યુવાનોમાં વધતાં જતાં બિનચેપી રોગોનાં જોખમને અટકાવવા તેમજ નિયંત્રણ માટે એક પહેલ સ્વરૂપે ‘બિનચેપી રોગોની અટકાયત અને નિયંત્રણ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં યુવાનો ડાયાબિટીસ અને હાયપરટેન્શન’ની તપાસ કરાવીને વિનામૂલ્યે સારવાર-નિદાન કરાવી શકે છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે બાદ ઓનલાઇન નોંધણી કરી જરૂરીયાત વાળા દર્દીઓને કેન્દ્ર સરકારની “આયુષ્માન ભારત” યોજના સાથે સાંકળીને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સારવાર અપાય છે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યમાં દર મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસને એન.સી.ડી. ડે-નોન કમ્યુનિકેબલ ડિસીઝ તરીકે રાજ્યનાં તમામ હેલ્થ સેન્ટર પર બિનચેપી રોગોની તપાસ અને સારવાર કરાય છે.

દેશભરમાં ૧૪ નવેમ્બરને “વિશ્વ ડાયાબિટીસ દિવસ” ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોનાં તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં રોગોની અટકાયત, નિયંત્રણ, વહેલાં નિદાન અને સારવારનાં વ્યવસ્થાપન અંગે નાગરીકોમાં જનજાગૃતી લાવવા આ દિવસે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ડાયાબિટીસ અટકાયત અને નિયંત્રણ પર જાગૃતિ સત્રો યોજવા અને આરોગ્ય વાર્તાલાપ, વહેલાં નિદાન માટે બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજવા અને કાઉન્સેલિંગ સત્રો યોજવામાં આવે છે.

આ ઉપરાંત સ્વસ્થ જીવનશૈલી પ્રથાઓને પ્રોત્સાહન આપતી પ્રચાર-પ્રસાર સામગ્રીનું પ્રદર્શન અને પ્રચાર-પ્રસાર કરવો, સમુદાય સ્થળોએ સ્થાનિક મીડિયા, સોશિયલ મીડિયા થકી સંપર્ક અને સંદેશાવ્યવહાર કરવા, નાગરિકોને બિન-સંચારી રોગો નિવારણ અને નિયંત્રણ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમ(NP-NCD) હેઠળ ઉપલબ્ધ વિનામૂલ્યે સ્ક્રીનીંગ, દવાઓ અને નિદાન સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
******************************
ઋચા રાવલ
[11/13, 12:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ*
***
*મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા*
****
*કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિશેષ ઉપસ્થિતિ*
*****
*મુખ્યમંત્રીશ્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ  થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી અને “નવું ભારત @150” ગીતના સ્વરો સાથે થયો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “મિશન ફોર મિલિયન ટ્રીઝ” કોફી ટેબલ બુકનું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી હતી.

આ પ્રસંગે ભારતીય-અમેરિકન લેખક શ્રી જય પટેલે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” પ્રકાશિત કર્યું છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહ-લિખિત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યા બાદ તેમણે ઇનોવેશન પેવિલિયન અંતર્ગત રિસાયકલ ગ્રીન સ્ટોલ, IOTA Diagnostic Pvt. Ltd. ના સ્ટોલની, WeHear અને KeenKey LLP જેવા ઉદ્યોગોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્પિરિચુઅલ પેવેલિયન ખાતે સંતો-મહંતોની મુલાકાત લઈ પ્રસાદ ગ્રહણ કરી સ્વાદ અને સંસ્કૃતિના સંગમરૂપે વૈવિધ્યસભર ખાદ્ય પરંપરાને પણ વધાવી હતી.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તથા ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025ના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,  સામાજિક અને ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને મંત્રીશ્રી રિવાબા જાડેજા, રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રી રજનીકાંત પટેલ, અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાંગા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, ક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી જયેશ ત્રિવેદી, નેશનલ બુક ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ શ્રી પ્રોફેસર મિલિંદ સુધાકર, નેશનલ બુક ભારતના નિયામક શ્રી યુવરાજ મલિક, સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G)ના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી મનીષ બહેટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો, સાહિત્યકારો અને  મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક  ફેસ્ટિવલ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025માં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ લિંક પર https://drive.google.com/file/d/1Z2oWVkkv_Xjkx7N3f6zLt9hrKVpCKUO7/view?usp=drive_link થી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક – સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકાશે.

*અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025′ વિશે:

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે ઝોન-વાઇઝ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  ઝોન 1 – ચિલ્ડ્રન્સ કોર્નર (NCCL પેવેલિયન), જેમાં સવારના સ્લોટ્સ (સવારે 9 થી 12.30) શાળા જૂથો માટે ખાસ તૈયાર કરાયેલા છે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, બેસ્ટ-આઉટ-ઓફ-વેસ્ટ અને ડાન્સ-ડ્રામા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઝોન 2 – જ્ઞાન ગંગા, જેમા રોજિંદા લેખન અને ડિઝાઇન સ્ટુડિયો (સવારે 10 થી સાંજે 5) ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ-સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ જેમ કે ફેબ્રિક પપેટ, ઝાઈન મેકિંગ, ટેરાકોટા હોર્સ, માતા-ની-પચ્છેડી, ઓઈલ પેઈન્ટિંગ, મેટલ એમ્બોસિંગનો સમાવેશ થાય છે. જ્યારે ઝોન 3 – સ્કૂલ બોર્ડ શતાબ્દી મહોત્સવ પેવેલિયનમાં ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના સિટી લેવલના ફાઇનલ રાઉન્ડ (રોજ સવારે ૧૦ થી સાંજે ૭:૩૦) યોજાશે.

મુખ્ય આકર્ષણો અને ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ્સની વાત કરીએ તો, 13  અને 14 નવેમ્બર ક્વિઝ, 15 નવેમ્બર વાર્તાકથન (Storytelling), 16 નવેમ્બર ફેન્સી ડ્રેસ, 17 નવેમ્બર કિડ્સ પેનલ ડિસ્કશન, 18 નવેમ્બર ઇન્ટર-સ્કૂલ કોન્ટેસ્ટ, 19 નવેમ્બર ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ, 20 નવેમ્બર બુક રીડિંગ કોન્ટેસ્ટ તેમજ 21 નવેમ્બર મસ્તી કી પાઠશાલા મુખ્ય આકર્ષણો રહેશે. આ ઉપરાંત વિજેતાઓને ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ સાંજે 5.30  થી 7.30  દરમિયાન  અંદાજિત 4 થી 7 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના દરરોજ સાંજે 5.30 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહાકુંભનો પ્રારંભ થશે. કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, કવિઓ સાથે ગ્રાન્ડ મુશાયરો, તેમજ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેજેએસ ઢીલોન અને આઈપીએસ (નિવૃત્ત) કે વિજયકુમાર સાથે શૌર્ય સંવાદ થશે.

આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે.

*ફૂડ ફોર થોટ ફેસ્ટ – 2025 વિશે*

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G) ના સહયોગથી ફરી એક વખત 13 થી 16 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શાકાહારી ફૂડ ફેસ્ટિવલ “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” નું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરા, સંસ્કૃતિ અને વિચારવિમર્શના સંયોગને ઉજવતો આ ફૂડ ફેસ્ટિવલ ચાર દિવસ સુધી શહેરના નાગરિકો, દેશ-વિદેશના ફૂડ લવર્સ અને ક્યુલિનરી એક્સપર્ટને એક સાથે જોવા મળશે.

આ વર્ષે ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ ત્રણ થીમ આધારિત પેવિલિયન રહેશે, જે પોતાના પ્રકારનો એક અનોખો અનુભવ પૂરું પાડશે. TAJ Soulinaire દ્વારા બનાવાયેલ લક્ઝરી પેવિલિયન ફાઈન ડાઇનિંગનું અનુભૂતિપૂર્ણ માહોલ પૂરું પાડશે, જેમાં વિશ્વસ્તરીય શાકાહારી વાનગીઓને સ્થાનિક સ્વાદ સાથે રજૂ કરવામાં આવશે. TAJની અનુભવી ક્યુલિનરી ટીમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ મેનૂમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળશે. લંચ, ડિનર અને હાઈ–ટીની વ્યવસ્થા સાથે આ પેવિલિયન સામાન્ય નાગરિકોને પણ ફાઇન ડાઇનિંગનો વૈભવી અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.  આ ફેસ્ટિવલનો ધાર્મિક અને આધ્યાત્મિક ભાગ “સ્પિરિચ્યુઅલ પેવિલિયન” હેઠળ પ્રસ્તુત થશે. અહીં પુરી સ્થિત જગન્નાથ મંદિરનો પ્રસિદ્ધ મહાપ્રસાદ મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ તૈયાર કરીને પીરસવામાં આવશે, જેથી અમદાવાદના મુલાકાતીઓને પુરી જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદનો અનુભવ મળી શકે.

આ ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો “કોફી પેવિલિયન” પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બ્રૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ જીવંત રીતે રજૂ કરવામાં આવશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપવામાં આવશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કરેલી કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બ્રૂઇંગ ટેક્નિક્સ અંગે વર્કશોપ્સ પણ યોજાશે.

આ વર્ષે ફેસ્ટિવલમાં અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારી રહેશે. નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી છે)માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ ક્રેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનું ડેમો પ્રસ્તુત કરશે.

આ ફેસ્ટિવલ દરમિયાન દર સાંજે 5:30 થી 8:00 વાગ્યે લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટાસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદય સિંહ, પદ્મશ્રી ડૉ. પુષ્પેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાતો હાજરી આપશે.
***
[11/13, 1:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *માર્બલનું માન વધ્યું: બનાસકાંઠાના અંબાજી માર્બલને મળ્યો GI Tag*
——————-
*અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન*
——————-
*અંબાજી માર્બલને મળેલ GI ટેગ શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક બન્યું છે :- કલેક્ટરશ્રી મિહિર પટેલ*
——————-
માહિતી બ્યુરો,પાલનપુર
સમાચાર સંખ્યા: ૮૮૩/૨૭

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે.

અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે.

અંબાજી માર્બલ માટેની આ નોંધણી Ambaji Marbles Quarry and Factory Associationના નામે કરવામાં આવી છે, જેમાં Stone Artisan Park Training Institute (SAPTI), Commissioner of Geology and Mining, અને Collector, Banaskanthaની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે. આ સિધ્ધિ બદલ કલેકટરશ્રીએ બનાસ વાસીઓ અને અંબાજી માર્બલ ક્વોરી અને ફેક્ટરી એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા.

*અંબાજી માર્બલનું વિશેષ મહત્વ*

અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઈમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્ત કૌશલ્યનું પ્રતીક છે.

*જી.આઇ. ટેગ શું છે? કોણ આપે છે?*

ભૌગોલિક સંકેત (GI) એ એવું પ્રમાણપત્ર છે, જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદને આપવામાં આવે છે, જે તે વિસ્તારની ભૂગોળ, માટી, પરંપરા અથવા કુદરતી લક્ષણો પર આધારિત હોય.

ભારતમાં GI ટેગ ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) હેઠળ, ચેન્નાઇ સ્થિત જીઆઇ રજિસ્ટ્રી ઓફિસ દ્વારા આપવામાં આવે છે.

*GI ટેગ મળવાથી થનારા ફાયદા*

🔹 વિશ્વસ્તરીય ઓળખ: “Ambaji Marble” તરીકે વૈશ્વિક બજારમાં અનન્ય બ્રાન્ડ ઇમેજ મળશે.
🔹 નકલી ઉત્પાદનો સામે સુરક્ષા: અન્ય વિસ્તારોના માર્બલને અંબાજી માર્બલ તરીકે વેચી શકાશે નહીં.
🔹 સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન: રોજગાર, ખાણકામ અને ફેક્ટરી ક્ષેત્રે નવી તકો વધશે.
🔹 નિકાસમાં વધારો: વિદેશી માર્કેટમાં વિશ્વાસ અને માંગ બંને વધશે.
🔹 પરંપરાગત કૌશલ્યનું જતન: સ્થાનિક કલાકારો અને કારીગરોના હસ્તકૌશલ્યને નવી માન્યતા મળશે.

*દિલ્હીમાં બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહને જી.આઇ. ટેગ પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત*

ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીશ્રી પીયુષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી શ્રી ગુરુપ્રીત સિંહને જી.આઇ. (ભૌગોલિક ઓળખ) ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
***
[11/13, 2:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત પર્વ: રંગો, રસો અને રિવાજોનો ઉત્સવ:*
——
*ભારત પર્વ–૨૦૨૫: એકતા નગરમાં સ્વાદ, સંસ્કૃતિ અને સંગમની પ્રસરી સુગંધ*
——
*સ્ટુડિયો કિચનની સ્વાદયાત્રા: લાઇવ સ્ટુડિયો કિચનમાં દરેક વાનગીઓનો સ્વાદ કહે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા!’*
——-
*ભારત પર્વમાં દરેક વાનગી પ્રદેશની સુગંધ, સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ કરાવે છે: પર્યટક હર્નિષા રાવ*
——-
*ભારત પર્વના આ સ્ટુડિયો કિચનમાં ભલે પ્રાંત અને વાનગીઓ અલગ પરંતુ સ્વાદનો ભાવ એક છે ‘ભારતીય’.*
——-

ગાંધીનગર, તા.૧૩ નવેમ્બર
ભારત એ વિવિધ સંસ્કૃતિ, ધર્મો, પરંપરાઓ, વ્યંજનો અને માન્યતાઓની ઓળખ ધરાવતો વિશાળ દેશ છે. વિશ્વભરમાં ખાનપાનની વાતનો ડંકો વાગે ત્યારે ભારતનું નામ સૌ પ્રથમ હરોળમાં લેવાતું હોય છે. કારણ કે ભારતના દરેક રાજ્યની પરંપરાંગતથી લઇ સ્ટ્રીટફૂડના ભોજનની યાદી પોતપોતાની વિશેષતાઓ સાથે એક અલગ ઓળખ ધરાવે છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર યોજાયેલા ભારત પર્વ–૨૦૨૫ એ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને એક જ આંગણે એકત્ર કરી અદભૂત સંકલન સર્જ્યું છે. દેશના દરેક ખૂણેથી આવેલા કલાકારો, શિલ્પકારો, રસોઇયાઓ અને દર્શકો માટે આ પર્વ એક જીવંત ઉજવણી બની રહ્યો છે.
આ વર્ષે ભારત પર્વની ઉજવણી પહેલી વાર દિલ્હીના લાલ કિલ્લાની બહાર ગુજરાતની ધરતી પર, એકતા નગર ખાતે થઈ રહી છે. રાજપીપળાના વતની હર્નિષા હિમાશું રાવે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના વિઝનને લઈને ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી થવી એ ગૌરવની બાબત છે. અહીં દરેક પ્રાંતની વાનગીઓ, નૃત્યો, લોકકળા, હસ્તકલા અને શિલ્પકલા બધું એક જ સ્થળે જોવા-માણવા મળ્યું એ એક જીવંત ભારતની ઝલક છે.
ભારત પર્વમાં ‘સ્ટુડિયો કિચન’ વિશેષ આકર્ષણ બન્યું છે. અહીં દરરોજ દેશના વિવિધ પ્રાંતોના માસ્ટરચેફ્સ પોતાની પ્રાંતની ખાણીપીણીની વિશિષ્ટ વાનગીઓ રજૂ કરે છે. ગુજરાતના ફાફડા-જલેબી, ઢોકળા અને હાંડવોના સુગંધ વચ્ચે દક્ષિણ ભારતના ઈડલી-દોસા, ઉત્તર ભારતના છોલે-ભટુરે અને કાશ્મીરના રોગનજોશ જેવી લાજવાબ વાનગીઓ સ્વાદપ્રેમીઓને આકર્ષે છે એમ હર્નિષા એ ઉમેર્યું હતું.
પર્યટક હર્નિષા કહે છે કે, અહીં દરેક વાનગી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે. સાઉથ અને નોર્થના ફ્યુઝનથી બનેલી કેટલીક વાનગીઓ તો ખૂબ જ અનોખી લાગી. ખાણીપીણીમાં આ પ્રકારનો સંમન્વય આજે સ્વસ્થ ભારતની દિશામાં એક નવો પ્રયાસ લાગે છે. અહીં દરેક વાનગી પાછળ એક વાર્તા છે, પ્રદેશની ધરતીની સુગંધ, લોકોની સંસ્કૃતિ અને તેમની પરંપરાનો અહેસાસ કરાવે છે. લાઈવ કિચનમાં વાનગીઓ તૈયાર થતી જોવું એ પોતે જ એક કલાત્મક અનુભવ છે. એકતાનગર ખાતે ભારત પર્વમાં લોકકલા, નૃત્ય અને સંગીતના તાલથી ગુંજી ઉઠ્યો છે. રાજસ્થાનની કઠપુતળી કળા, પંજાબના ભાંગડા, ગુજરાતનો ગરબા અને દક્ષિણ ભારતનું ભરતનાટ્યમ સૌએ પોતાની સંસ્કૃતિનો અહેસાસ કરાવ્યો હતો. વિવિધતામાં એકતાનું જીવંત દ્રશ્ય ભારત પર્વમાં અહીં જોવા મળ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, પ્રદર્શની સ્ટોલોમાં દેશભરની હસ્તકળા, વસ્ત્રો, શિલ્પો અને હેન્ડમેડ પ્રોડક્ટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાનના મીરરવર્કથી લઈને ઉત્તરપૂર્વના બાંસના હસ્તઉદ્યોગો અને કાશ્મીરી પાશ્મીનાની સુંદરતાએ ભારતની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરી છે. હર્નિષાએ ઉમેર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભારત પર્વનો અનુભવ એ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો રહ્યો છે. આ ભારત પર્વ ઉત્સવ ભારતીય એકતાનું પ્રતિક બન્યું છે. અહીં દરેક પ્રાંત, ભાષા અને સ્વાદ એક થઈને ભારતની આત્માને જીવંત કરે છે. ભારત પર્વના આ સ્ટુડિયો કિચનમાં ભલે પ્રાંત અને વાનગીઓ અલગ હોય પરંતુ સ્વાદનો ભાવ એક છે ‘ભારતીય’ એમ તેમણે કહ્યું હતું.
એકતા નગર ખાતે આયોજિત ભારત પર્વએ સ્વાદ, સંગીત, સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાનો અનોખો મેળો છે જ્યાં ભારત પોતે પોતાના રંગમાં ઝૂમે છે.
. . . . . . . . . .
*(ખાસ લેખ: મહેશ કથિરીયા)*
x-x-x
[11/13, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત*
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે*
———–
*મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં નુકસાનીનો સર્વે-પંચરોજકામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રર્કિયા સરકારના સંબંધિત વિભાગોએ 24X7 કાર્યરત રહીને એક અઠવાડિયામાં પુરી કરવાના અપનાવેલા સંવેદનશીલ અભિગમ માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો*
———-
*કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
* રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16500થી વધુ ગામોનો નુકસાની સર્વે ત્વરાએ હાથ ધરાયો – ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપીંગ કરાશે
* ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું નહી કરવુ પડે
* મળવાપાત્ર સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે
* https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ આપદાની વેળાએ ધરતીપુત્રોની સાથે રહીને આપેલા આ ઉદારતમ પેકેજ માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

એટલું જ નહીં, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીશ્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીશ્રીએ વધાવ્યો છે.

તેમણે બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરીને રાજ્યના ખેડૂતો પર આવી પડેલી વિપદામાં સમગ્રતયા 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે.

કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે.

આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

* તેમણે વધુમાં ઉમેર્યુ કે, ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.
* ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી.
* આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
* આ માટે ૧૬૫૦૦ થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે.

કૃષિમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
———
[11/13, 3:59 PM] Dilip Gajjar.Mahiti.Press: સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
*
દેવમોગરા ધામ ખાતે બિરાજમાન છે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા, કણી-કંસરી અહીં યોજાય છે નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો
*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે
*
ગાંધીનગર, 13 નવેમ્બર 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રીએ 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે. નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન વડાપ્રધાનશ્રી પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેનો મહિમા અનેરો છે.

સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે. સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદિ કાળથી ખૂબ અનેરો મહિમા રહ્યો છે.

હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો હતો. ભયંકર દુષ્કાળને કારણે, અન્ન-જળ ખૂટી પડ્યા હતા અને પશુ-પક્ષી, અને માનવી બધા જ દુઃખી થઈ ગયા હતા. આવા સંકટના કપરા કાળમાં આ વિસ્તારના પ્રજા પાલક ગોર્યા કોઠારે આવશ્યક અન્નનું વિતરણ કરવાનું શરૂ કર્યું. પરંતુ, સમય જતાં ગોર્યા કોઠારના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા ત્યારે તેમની પાલક પુત્રી, યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું. ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી. એટલે કે, આદિ-અનાદિ કાળથી લઈને આજ સુધી માતાજીના અન્ન ભંડારો સમગ્ર માનવજાત માટે હંમેશા ભરેલા રહ્યા છે.

સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ આ મંદિરમાં અનેક પેઢીઓથી લાખો ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની સમસ્યાઓ અને દુઃખોના ઉકેલ મેળવવા માટે આવે છે. મંદિરના પુજારી દ્વારા માતાજીને આહ્વાન કરવામાં આવે છે અને આશીર્વાદ આપીને દરેક વ્યક્તિના કલ્યાણની મંગળકામના કરવામાં આવે છે. માતાજીના ચરણોમાં જે પણ વ્યક્તિ રડતો આવે છે, દુઃખી માણસ તે હસતાં હસતાં પાછો ફરે છે.

આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે મહાશિવરાત્રિનો મેળો
દેવમોગરા ખાતે જ્યાં રાજા પાંઠા-વિનાદેવનું સ્થાનક છે, ત્યાં દર વર્ષે મહાશિવરાત્રિ પર એક ભવ્ય ગઢ યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રામાં પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને ગઢમાં જંગલો-પર્વતોની વચ્ચે આવેલા કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે. એટલું જ નહીં, માતાજીની પૂજા કરીને આગામી વર્ષ માટે ખેતીવાડી તથા વરસાદ, હવામાનનો (હોલકો ઠોકીને) વરતારો લેવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ આ મુજબ તેમની ખેતીવાડીનું આગોતરું આયોજન કરે છે. મેળા દરમિયાન માતાનાં આંગણામાં આવેલ કાકળનાં વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો આવી જાય છે. સવારે ભક્તો તેના દર્શન કરે છે અને જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય એ દિશામાં વર્ષ દરમ્યાન ખેતીવાડીનું કામ સારું થશે તેવું માને છે.

દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રીનાં આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી ભરાતો આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે. આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન માટે ભેગા થાય છે, જે ખરેખર આહ્લાદક દ્રશ્ય હોય છે. આ મંદિરમાં ડાબી બાજું શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિના પણ લોકો ભાવથી દર્શન કરે છે. આમ એકજ મંદિરમાં બે માતાજી બિરાજમાન છે.

દેવમોગરા ધામ: આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક
આદિજાતિ સમુદાય હજારો વર્ષોથી તેમની અનોખી પરંપરાનું પાલન કરે છે, જેમાં તેઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે નવા પાકને વાંસની ટોપલીમાં મૂકે છે અને શાકભાજી, પૂજાનાં સામાનની હિરી (હિજારી) બાંધી માથા પર મૂકીને રંગબેરંગી વસ્ત્રો અને મહિલાઓ સોના-ચાંદીના ઘરેણામાં સજ્જ વાજતેગાજતે હોબ યાત્રા પર નીકળે છે. સવા મહિનાના વ્રત-ઉપાસના કરીને યાહા પાંડોરી દેવમોગરાનાં ચરણોમાં ધાન્ય-અન્નને શ્રદ્ધા સાથે સમર્પણ કરે છે અને ત્યાર પછી નવા ધાન્યને આરોગવામાં આવે છે. આમ, દેવમોગરા ધામ એ ફક્ત એક સ્થાનક જ નથી, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે અને સ્થાનિક પ્રદેશના ઘેરીયાઓ હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન સવા મહિનો ઘરની બહાર નિકળી જઈને ઘરે-ઘરે ફરી ઘેરીયા બને છે અને નવ રસના શ્રૃગાંર સાથે મન મૂકીને નાચગાન કરે છે અને હોળીના આગલા દિવસે હોળી ચોક ખાતે હોળી પ્રગટાવીને નાચ-ગાન વાજિંત્રો સાથે પરંપરાગત વેશભૂષામાં સજ્જ બની મહિલાઓ પણ હોળીના લોલે (ગીત) ગાઈને આનંદ ઉત્સવ મનાવે છે.

X-X-X
[11/13, 7:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રાકૃતિક કૃષિ એ માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
————
*પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્તા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*
————
*પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવતી કામગીરીની રાજ્ય સ્તરીય સમીક્ષા બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા*
————
*13, નવેમ્બર 2025, ગુરુવાર*
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રોત્સાહક પરિણામો ખેડૂતો અને લોકોની સમક્ષ આવી રહ્યા છે અને ગુજરાત તેનું નેતૃત્વ કરી રહ્યુ છે. પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામો પર રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઝીણવટ પૂર્વક સંશોધનો થઈ રહ્યા છે, જેના અત્યાર સુધીમાં આવેલા તારણોએ સાબિત કર્યુ છે કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. તેમજ જમીન અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગ્રામ્ય સ્તરે પ્રાકૃતિક કૃષિનો ફેલાવો થાય અને વધુને વધુ ખેડૂતો તાલીમ લઈ અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા પ્રયાસોને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. જેના પરિણામ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ પણ વધી રહ્યુ છે. જો કે તેના માટે ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના યોગ્ય સર્ટિફિકેશનની વ્યવસ્થા ગોઠવવા પણ રાજ્યપાલશ્રીએ સૂચન કર્યું હતું.

પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે રાજ્યપાલશ્રીએ સૂચનો આપ્યા હતા. તેમણે રાજ્યભરમાં સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા, અખબારો, ખેડૂતોની સાફલ્ય ગાથા અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોનું પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજયમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ અંગે ખેડૂત હિતલક્ષી માર્ગદર્શન આપી તેનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. કૃષિ મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ સાથે વધુને વધુ ખેડૂતો જોડાય તે માટે નવી બાબતો અને પ્રયોગોને અપનાવવા જણાવ્યું હતુ. તેમજ કૃષિ વિભાગ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, સહાયકારી યોજનાઓ, તાલીમ, સંશોધન અને શિક્ષણ અંગે થતી કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો આપ્યા હતા.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ.અંજુ શર્મા, રાજભવનના અગ્ર સચિવશ્રી અશોક શર્મા, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
———-
[11/13, 8:02 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.

રાજ્યના મહાનગરોના મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાસનદાયિત્વ સંભાળ્યું ત્યારથી રાજ્યમાં માર્ગો-રોડ-રસ્તા-પૂલોના બાંધકામમાં ક્વોલિટી પર સતત ભાર મૂક્યો છે.

આવા પ્રજાહિતના કામોમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ કરવાની વાત ચલાવી લેતા નથી તેની પ્રતીતિ તેમણે અનેકવાર કરાવી છે. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાથી લેવાયા છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુરૂવારે બપોરે યોજેલી આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે.

જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના આર.સી.સી. રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ તેમણે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પ્રભારી મંત્રીશ્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ સૂચના આપી હતી.

તેમણે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ બેઠકમાં કહ્યુ કે, શહેરોમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ જેવા સ્થળો જ્યાં લોકોની વધુ અવર-જવર હોય ત્યાં રોડ રિપેરીંગના કામોની લોકોને અનુભૂતિ થાય તે રીતે શહેરી સત્તાતંત્રો અને માર્ગ-મકાન વિભાગ કામગીરી કરે. માર્ગ દુરસ્તી માટેની મળતી ફરિયાદોનું સત્વરે નિવારણ આવે સાથોસાથ અન્ય રિપેરીંગ અને રસ્તાના નવા કામો પણ થતા રહે તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સલાહકર શ્રી એસ.એસ. રાઠૌર, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ સુશ્રી રેમ્યા મોહન, માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયા, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ અને માર્ગ-મકાન તથા શહેરી વિકાસ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[11/13, 8:02 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1heR4JkV6WVGDV6wcsvZEU26ILTTcEVkc?usp=sharing
[11/13, 9:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની મુલાકાતે*
૦૦૦૦૦૦૦૦૦
*રાજ્યપાલશ્રીનું સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ*
*૦૦૦૦૦૦૦૦૦*
*રાજ્યપાલશ્રીએ પ્રકૃતિ- પર્યાવરણના જતનનો સંદેશ આપતા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત બગોયા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું*
*૦૦૦૦૦૦૦૦૦*
*પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ, સ્વચ્છતા આપણો નિયમિત આગ્રહ બને તે મહત્વનું : રાજ્યપાલશ્રી*
*૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી બગોયા મુકામે “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સહભાગી બન્યા*
*૦૦૦૦૦૦૦૦૦*
*રાજ્યપાલશ્રીએ બગોયા ગામના ચોકમાં સહજ રીતે ગ્રામજનોને પ્રેરક સંબોધન કર્યું*
*૦૦૦૦૦૦૦૦૦*

*અમરેલી તા.૧૩ નવેમ્બર,૨૦૨૫ -* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અંતર્ગત પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવાની સાથે ગામના ચોક- ચોરાહેથી ગ્રામજનોને સહજ રીતે સંબોધન કર્યું હતું.

રાજ્યપાલશ્રીને સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, બગોયા ગામના અગ્રણીશ્રીઓ, ગ્રામજનો અને શાળાની બાળકીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. રાજ્યપાલશ્રીએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

રાજ્યપાલશ્રીએ બગોયા ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે. આપણે ઝેરમુકત કૃષિ અપનાવવી જરુરી બની છે. કેન્સર, ડાયાબિટીસ વગેરે બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. યુરિયા, ડી.એ.પી ખાતરનો ખેતીમાં વપરાશ વધતા પર્યાવરણ પર ગંભીર અસરો થઈ રહી છે. આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વ માટે ખતરો બની છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી વાતાવરણ પણ દૂષિત થઈ રહ્યું છે, યુરિયામાં નાઇટ્રોજન હોય છે, જે હવાના ઓક્સિજન સાથે મળીને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક એવો નાઈટ્રસ ઓક્સાઇડ ગેસ બનાવે છે. જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક ગણાતા કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ ૩૧૨ ગણો નુકસાનરૂપ છે.

તેમણે ખાસ આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ધરતી બિનઉપજાવ બની રહી છે, પર્યાવરણીય સમસ્યાઓ વકરી રહી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિથી જ લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકશે.

આ સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને પોતાના ઘરની સાથે ઘરની આસપાસનો વિસ્તારની પણ સાફ સફાઈ નિયમિત રીતે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા થકી સમ્માન વધે છે. ઉપરાંત ગ્રામજનોને વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેર કરવા માટે પ્રેરિત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ ગણાવી હતી.

રાજ્યપાલશ્રી બગોયા પ્રાથમિક શાળાની મુલાકાત કરીને સુવિધા અને વ્યવસ્થાઓથી વાકેફ થયા હતા. તેમજ બાળકો અને શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. આ તકે સર્વે મહાનુભાવો “સ્વચ્છતા અભિયાન” માં સહભાગી બનીને લોકોને “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નો સંદેશ આપ્યો હતો. વધુમાં રાજ્યપાલશ્રીએ સફાઈ કર્મીઓને સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રી બગોયા પ્રાથમિક શાળાના સામાન્ય રૂમમાં રાત્રિ રોકાણ પણ કરશે.

આ તકે સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી ઝેડ.વી.પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા,
બગોયા સરપંચ શ્રી મનસુરશા શેખ, ઉપસરપંચ શ્રી ધનસુખભાઈ કોઠીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*૦૦૦૦૦૦૦૦૦*
[11/13, 9:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે*
*૦૦૦૦૦૦૦૦૦*
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાવરકુંડલાના બગોયા મુકામે અનુસૂચિત જાતિના પરિવારનું સ્નેહસભર આતિથ્ય માણ્યું*
*૦૦૦૦૦૦૦૦૦*

*અમરેલી તા. ૧૩ નવેમ્બર,૨૦૨૫ –* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે સાંજનું ભોજન ગ્રહણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ શ્રી રમેશભાઈ વાઢેરના ઘરે પરિવારના સભ્યની જેમ ભરેલા ભીંડા, મગનું શાક, બાજરાના અને જુવારના રોટલા,દાળ-ભાત, દેશી ગાયનું દૂધ, ઘી, ગોળ સાથે શુદ્ધ અને સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તેમજ ખૂબ સહજતાથી વડીલ ભાવે આ પરિવારનાં સભ્યોની પૃચ્છા કરી હતી. આમ, રાજ્યપાલશ્રીએ બગોયા મુકામે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.

આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ વાઢેર પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

૦૦૦૦૦૦૦૦૦૦
[11/13, 9:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સાવરકુંડલાના બગોયા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ ગ્રામસભા યોજાઈ*
*૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજ્યપાલશ્રીએ ગ્રામ વ્યવસ્થા, ગ્રામ સંસ્કૃતિ, ભેદભાવથી પર રહીને સર્વોચ્ચ સ્થાને બિરાજતી માનવતા અને કર્મ એ જ ધર્મ સહિતની બાબતે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડયું*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*દરેક બાળક સંસ્કાર સાથે શિક્ષિત અને દિક્ષિત બને, ભારતના શ્રેષ્ઠ નાગરિક બને અને નશામુકત જીવનશૈલી અપનાવવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રી*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*અમરેલી તા.૧૩ નવેમ્બર,૨૦૨૫ -* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકાના બગોયા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ ગ્રામસભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

ગ્રામસભા દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના સપૂત અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ દેશના ૫૬૨ નાના-મોટા રજવાડાઓને એક કરી દેશને એકતાના અતૂટ સૂત્રથી બાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ગ્રામ વ્યવસ્થા, ગ્રામ સંસ્કૃતિ, ભેદભાવથી પર રહીને સર્વોચ્ચ સ્થાને બિરાજતી માનવતા અને કર્મ એ જ ધર્મ સહિતનો મહિમા વર્ણવતા ગ્રામજનોને ભાઈચારાની ભાવના મજબૂત કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

દરેક બાળક સંસ્કાર સાથે શિક્ષિત અને દિક્ષિત બને, ભારતના શ્રેષ્ઠ નાગરિક બને અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

માણસ – માણસ વચ્ચેના નાના મોટા ભેદભાવ, અમીરી-ગરીબી, ઈર્ષા, દ્વેષ સહિતના ભેદભાવોથી ઉપર ઉઠીને માનવીએ માનવતાને સર્વોચ્ચ સ્થાન આપવું અનિવાર્ય છે. કર્મની પ્રધાનતા, કર્મને જ ધર્મ માની ગુણવત્તાયુક્ત જીવનશૈલી વિકસાવીને માનવીએ જીવનને સમૃદ્ધ બનાવવું જોઇએ તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

સમાજમાં મોર્ડન જીવનશૈલી થકી પરિવારો તુટી રહ્યા છે, ત્યારે રાજ્યપાલશ્રીએ બગોયા સ્થિત શ્રી રમેશભાઈ વાઢેરના સયુંકત પરિવારની એકતાને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયનું મહત્વ, ગૌમૂત્ર અને ગાયના છાણનો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉપયોગ સહિતની બાબતે રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડી પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

આ તકે જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત,સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી ઝેડ.વી.પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, બગોયા સરપંચ શ્રી મનસુરશા શેખ,ઉપસરપંચ શ્રી ધનસુખભાઈ કોઠીયા સહિત બગોયા ગ્રામ પંચાયત સર્વ સભ્યશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*00000000*
[11/14, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’*

*રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને કુલ રૂ. ૧,૪૩૨ કરોડ કરતાં વધુ ફંડ તેમજ રૂ. ૩,૬૫૨ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટનું વિતરણ કરાયું*
—–
• *ગ્રામીણ મહિલાઓને રોજગારી પૂરી પડતી સંસ્થા-‘ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ*
• *અત્યારસુધીમાં રાજ્યની ૫.૯૬ લાખ મહિલાઓ બની “લખપતિ દીદી”*
• *ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૧૨ હજારથી વધુ કૃષિ સખીઓને અપાઈ તાલીમ*
• *છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૦થી વધુ સરસ ફેર, પ્રાદેશિક મેળા, રાખી મેળા અને નવરાત્રી મેળાઓનું આયોજન*
• *આ મેળાઓ થકી ૫,૯૫૦થી વધુ સ્વ-સહાય જૂથોની મહિલાઓએ રૂ. ૪૮ કરોડથી વધુનું વેચાણ કર્યું*
—–
દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જરૂરિયાતમંદ ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ થકી રોજગારી પૂરી પાડતી સંસ્થા એટલે રાજ્ય સરકાર સંચાલિત ‘ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ’-GLPC.

રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૬૯ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૬ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૦ કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. ૧,૧૭૪.૬૩ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. ૧,૪૩૨ કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. ૩,૬૫૨ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં “લખપતિ દીદી” પહેલ હેઠળ અત્યારસુધીમાં કુલ ૫.૯૬ લાખ લખપતિ દીદી બનાવવામાં આવી છે. આ ઉપરાંત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૧૨ હજારથી વધુ કૃષિ સખીઓને તાલીમ પણ આપવામાં આવી છે તેમજ કૃષિ વિભાગના સહયોગથી ૧૨૫ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર સંચાલિત GLPCની કૃષિ આજીવિકા હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓ કૃષિ પર્યાવરણીય પદ્ધતિઓ, એગ્રી ન્યુટ્રી ગાર્ડન, પશુપાલન, નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગ, ડ્રોન દીદી, પ્રોડ્યુસર ગ્રુપ, કેટલ ફીડ યુનિટ, પોલ્ટ્રી, બકરાં ઉછેર જેવી વિવિધ યોજનાઓ સાથે સંકળાયેલી છે. જેમાં રાજ્યની અંદાજે ૨.૭૭ લાખ મહિલાઓ પાક આધારિત પ્રવૃત્તિઓમાં, ૬.૧૧ લાખ મહિલાઓ પશુપાલન ક્ષેત્રમાં, ૧૦ હજાર મહિલાઓ વનઉત્પાદન ક્ષેત્રમાં અને ૧૬ હજાર કરતાં વધુ મહિલાઓ મત્સ્યપાલન ક્ષેત્રમાં કાર્યરત છે.

આ ઉપરાંત GLPCની નોન ફાર્મ આજીવિકા હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, હેન્ડલૂમ અને હસ્તકલા, માટી કામ, ટેક્સટાઇલ ઉત્પાદન, કેન્ટીન અને કેટરિંગ સેવા, બેંક પ્રતિનિધિ, હાથથી બનેલા સ્વચ્છતા ઉત્પાદનોના ઉત્પાદન, સર્વિસ સેગમેન્ટ વગેરે સાથે પણ સંકળાયેલી છે. ચાલુ વર્ષે રાજ્યમાં ૫૦ જેટલી નવી કેન્ટીનની સ્થાપના સાથે કુલ ૨૦૦ મંગલમ કેન્ટીનો થકી સ્વ-સહાય જૂથોની મહિલાઓને આજીવિકા મળી રહી છે.

વધુમાં, CSR પ્રવૃત્તિ અંતર્ગત રાજ્ય સરકારે સ્ટેટ ગ્રામીણ આજીવિકા મિશન-SRLM હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન, પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ, બાયફ, CSR બોક્સ, સુપથ ફાઉન્ડેશન જેવી અનેક NGO, કંપનીઓ તથા ટ્રસ્ટ સાથે જોડાણ કર્યું છે. જેના પરિણામે કસ્ટમ હાયરિંગ સેન્ટર, કેટલ ફીડ યુનિટ, માઇક્રો એન્ટરપ્રાઇઝ, કેન્ટીન વગેરે જેવી આજીવિકા પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં વિકસાવવામાં આવી શકશે.

રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને સીધી માર્કેટ લિંકેજ માટે સરસ ફેર, સખી ક્રાફ્ટ બજાર ઇવેન્ટ, નેશનલ એક્ઝિબિશન, ગ્રામ હાટ, રેલવે સ્ટેશન પર રિટેલ સ્ટોર, ડિજિટલ કેટલોગ, સોશિયલ મીડિયા પ્રમોશન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ વગેરે મારફતે સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૨૦૦થી વધુ સરસ ફેર, પ્રાદેશિક મેળા, રાખી મેળા અને નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૫,૯૫૦થી વધુ SHGને તેમના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ માટે અસરકારક માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવ્યું છે. જે અન્વયે આ સ્વ-સહાય જૂથોની મહિલાઓએ રૂ. ૪૮ કરોડથી વધુનું વેચાણ કર્યું છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બે નવી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે, જેમાં “જી-સફલ યોજના” હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. ૫૦૦ કરોડનું રોકાણ કરીને ૫૦ હજાર અંત્યોદય પરિવારોને સમૃદ્ધ અને ગ્રામિણ આજીવિકા આધારિત ઉદ્યોગો માટે સહાય આપવામાં આવશે. જ્યારે બીજી યોજના “જી-મૈત્રી યોજના” હેઠળ રૂ. ૫૦ કરોડના સ્ટાર્ટઅપ ફંડ સાથે ૧૦ લાખ ગ્રામિણ મહિલાઓને આજીવિકા મળી રહેશે.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન(DAY-NRLM) વર્ષ ૨૦૧૧માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ ગ્રામિણ ગરીબ મહિલાઓને સ્વ-સહાય જૂથોમાં(SHGs) સંગઠિત કરવાનો અને તેમને આજીવિકાનું વિવિધિકરણ, આવકમાં વધારો અને જીવનની ગુણવત્તામાં સુધારણા માટે લાંબા ગાળાનો સહકાર પૂરો પાડવાનો છે. તા. 30 એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં આ મિશન ૨૮ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશોમાં(દિલ્હી અને ચંદીગઢ સિવાય) ૭૪૫ જિલ્લાઓના ૭,૧૪૪ બ્લોકમાં અમલી છે. જે અંતર્ગત કુલ ૧૦.૦૫ કરોડ મહિલાઓને ૯૦.૯૦ લાખથી વધુ સખી મંડળો સાથે જોડવામાં આવી છે.
—–
જીગર બારોટ
[11/14, 12:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઇ*
—–
*વિધાનસભાના સચિવશ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી*
—–
ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને આજે વિધાનસભાના સચિવ શ્રી સી.બી.પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા. ૧૪મી નવેમ્બર, ૧૮૮૯ના રોજ અલ્લાહાબાદ (પ્રયાગરાજ) મુકામે થયો હતો. તેઓ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની ‘બાળદિન’ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પિતા શ્રી મોતીલાલ નહેરુ સાથે અંગ્રેજોના કાળાકાયદા વિરુદ્ધ મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા હતા અને જીવનભર ગાંધીજી સાથે રહ્યા હતા.

વર્ષ ૧૯૪૭થી ૧૯૬૪ દરમિયાન ભારતના વડાપ્રધાન રહી પંડિત જવાહરલાલ નહેરુએ ભારતની શાન દુનિયાભરમાં વધારી, પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા. બિનજોડાણવાદી નીતિ, અણુયુગનો સમન્વય, પંચવર્ષીય યોજના તેમની દેણ હતી. ઝડપી આર્થિક વિકાસ દ્વારા સામાજિક ન્યાય હાંસલ કરવા, સંપત્તિની ન્યાયિક વહેંચણી કરવા અને સમાનતા વધારવા તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.
—–
જીગર બારોટ
[11/14, 1:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે મગફળીની ખરીદી (14/11/2025)*

*ખરીદી:* ૪૫,૫૦૦ થી વધુ મેટ્રિક ટન

*મૂલ્ય:* રૂ. ૩૩૦.૫ કરોડથી વધુ

*ખેડૂતો:* ૧૯,૬૦૦ થી વધુ

*કેન્દ્રો:* ૨૧૯
[11/14, 3:26 PM] Dilip Gajjar.Mahiti.Press: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી
**
ડેડિયાપાડા ખાતે આયોજન, વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
**
પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરશે, એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન
**
દેશ સહિત ગુજરાતમાં ઉત્સાહભેર થઇ રહી છે જનજાતીય ગૌરવ વર્ષ 2025ની ઉજવણી
**
ગાંધીનગર, 14 નવેમ્બર, 2025: જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. આગામી 15 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે.

આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનશ્રીની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે.

₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
ગુજરાતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી ₹7667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી ₹2112 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવંત પ્રસારણ રાજ્યના આદિજાતિ જિલ્લાના 23 તાલુકાઓમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી સભાને સંબોધિત પણ કરશે.

રાજ્ય સરકાર તરફથી ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો
• માર્ગ અને મકાન વિભાગ : મોવી-ડેડિયાપાડા રોડ, અવધા-તુતરખેડ રોડ, બારડોલી-મહુઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા-ડભોઇ રોડ પર R.O.B.L.C (રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ), હાંસપોર અબ્રામા અમલસાડ રોડ પર એરુ ચાર રસ્તા પાસે મેજર બ્રિજનું પુન:નિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી, સુરખાય-અનાવલ- ભીનાર રોડ અને સિંધરોટ – શેરખી – કોયલી રોડને ફોર લેન કરવાની કામગીરી.
• શહેરી વિકાસ વિભાગ: વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નિર્માણ, કોયલી ટીપી સ્કિમ ખાતે ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્ક, આણંદના ખંભાતમાં પાણી પુરવઠા યોજના અને સુરતમાં મહારાણા પ્રતાપ જંક્શન (લિંબાયત ઝોન) ખાતે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ.
• સ્વાસ્થ્ય વિભાગ: પંચમહાલના હાલોલમાં 100 બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ.
• જળ સંસાધન વિભાગ: વડોદરામાં વાઘોડિયા ખાતે આજવા સરોવર પર બાંધનું નિર્માણ.

રાજ્ય સરકાર તરફથી લોકાર્પણ થનારા વિકાસકાર્યો
• માર્ગ અને મકાન વિભાગ : ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ, તાપીમાં રિસર્ફેસ થયેલ ઉચ્છલ-નિઝર રોડ.
• પાણી પુરવઠા વિભાગ: છોટાઉદેપુરમાં હાંદોડ અને રોઝકુવા ખાતે પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગતના કાર્યો.
• ગ્રામ વિકાસ વિભાગ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર રાજ્યમાં 61,125 આવાસોનું લોકાર્પણ.
• શહેરી વિકાસ વિભાગ: નવસારી મહાનગરપાલિકામાં મોડર્ન ટાઉનહોલ.
• રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ: નર્મદામાં સ્માર્ટ ગ્રીન તાલુકા લાઇબ્રેરી.

કેન્દ્ર સરકારના વિકાસકાર્યો
કેન્દ્ર સરકાર તરફથી આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે 4 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને 6 વિકાસકાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો
₹3777 કરોડના ખર્ચે 190 આશ્રમ શાળાઓ, 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 14 ટ્રાઇબલ મલ્ટી માર્કેટિંગ કેન્દ્રો અને 748 કિ.મી રોડ કનેક્ટિવિટી (6 કિ.મી બ્રિજ સાથે) પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે
સમગ્ર આદિજાતિ વિસ્તારોમાં પીએમ-જનમન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત 01 લાખ પાકા આવાસો, 10 હજાર ઘરોમાં નળ કનેક્શન, 228 મલ્ટી પર્પઝ સેન્ટર્સ, 42 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, દિબ્રૂગઢ ખાતે આસામ મેડિકલ કોલેજમાં 1 સેન્ટર ઓફ કમ્પિટન્સ અને મણિપુરમાં ઇમ્ફાલ ખાતે ટ્રાઇબલ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ માટે વહીવટી કમ તાલીમ બિલ્ડિંગ.

ગુજરાતમાં જનજાતીય ગૌરવ રથયાત્રા દ્વારા ઉજવણી
ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં આયોજિત આ રથયાત્રા બે રૂટમાં (ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર) શરૂ થઇ છે, જેનું સમાપન 13 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે કરવામાં આવ્યું. અત્યાર સુધી આ રથયાત્રામાં 7 લાખથી વધુ લોકો અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થયા છે. કાર્યક્રમ દરમિયાન 282 આરોગ્ય શિબિર, 63 સેવાસેતુ કાર્યક્રમ તેમજ સફાઇ કાર્યક્રમ, શાળા-કૉલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આદિજાતિ જિલ્લાઓ સિવાય રાજ્યના 20 અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન અને તેમના યોગદાન વિશે જાગરૂકતા લાવવામાં આવી રહી છે.

એકતાનગર ખાતે પેવેલિયનનું ઉદ્ઘાટન
જનજાતીય ગૌરવ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે 1 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર રાષ્ટ્રીય સ્તરની એક દિવસીય સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિવાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી બિરસા મુંડાના જીવન પર આધારિત ઝાંખી અને પ્રદર્શન માટેના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની પરંપરાગત હસ્તકલા અને વાનગીઓના પ્રોત્સાહન અને વેચાણ માટે 10 સ્ટોલનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે, “ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં, આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જોઉં છું ત્યારે મને ધરતી આબા ભગવાન બિરસા મુંડાનો ચહેરો જોવા મળે છે. આપણાં બધા માટે ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે. સદીઓથી તેઓ ભારતના આત્માનો હિસ્સો છે. જે સમયે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે માનવતાનો અવાજ બની રહ્યા હતા, લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરૂદ્ધ એક અધ્યાય લખી ચુક્યા હતા. ”
x-x-x
[11/14, 5:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઊર્જા વિભાગના વિવિધ પ્રકલ્પોનું નિરીક્ષણ કરતા ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ*

*લોડ ડિસ્પેચ સેન્ટર, સ્કાડા, સબ સ્ટેશન, સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર, ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાત*

*વીજ વિતરણથી માંડી ગ્રાહક સેવા સહિતની બાબતોમાં ઓટેમેશન વધારી સર્વિસ બહેતર બનાવવા મંત્રીશ્રીનું પ્રેરક સૂચન*

રાજ્ય સરકારના નૂતન મંત્રીમંડળમાં ઊર્જા વિભાગનું દાયિત્વ સંભાળ્યા બાદ વડોદરાની પહોંચેલા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ, મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વીજ વિતરણથી માંડી ફરિયાદ નિવારણ સુધીના વિવિધ તબક્કાની કામગીરીમાં ઓટેમેશન વધારવા ઉપર ભાર મૂક્યો હતો.

ઊર્જા મંત્રીશ્રીએ તેમની મુલાકાતનો પ્રારંભ જેટકોના સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર(SLDC)થી કર્યો હતો. ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ શ્રી જેનુ દેવન, શ્રી ઉપેન્દ્ર પાંડે, શ્રીમતી પ્રીતિ શર્મા, શ્રી સોમેશ બંદોપાધ્યાય સહિતના અધિકારીઓ દ્વારા લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા થતી કામગીરીની માહિતી પૂરી પાડી હતી. એસએલડીસી ૨૪ કલાક કાર્યરત રહેતું કેન્દ્ર છે.

અહીં વીજળીની માંગ અને પુરવઠાને ધ્યાને રાખી ખરીદ ભાવોની સમીક્ષા સહિતનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં દિવસ રાત ૨૪ બાય ૭ વીજળીની માંગ અને પુરવઠાનું સંતુલન સતત જળવાઈ રહે તે રીતે એક જ સ્થળેથી નિયંત્રણની વ્યવસ્થા મંત્રીશ્રીએ નિહાળી હતી.

આ સેન્ટર ઊર્જા વિભાગના હ્રદય સમાન છે. તેમણે અહીં એનર્જી અકાઉંટિંગની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે પ્રેરક સૂચનો કર્યા હતા.

તત્પશ્ચાત, શ્રી પટેલે ગોત્રી સ્થિત ૨૨૦ કિલોવોટ સબ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે ટ્રાન્ફોર્મર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની પ્રક્રિયા નિહાળી હતી. તેમણે અહીં મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી વીજસેવાઓ બહેતર બનાવવા માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.

તદ્દઉપરાંત, ઊર્જા મંત્રીશ્રીએ સુપરવાઇઝરી કન્ટ્રોલ એન્ડ ડાટા એક્વિઝીશન સેન્ટર, સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઊર્જા વિભાગ દ્વારા વીજ નિયંત્રણ, પુરવઠા સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં નવી અરજીઓની મંજૂરી પ્રક્રીયા, લોડ વધારવા ઘટાડવાને લગતી કામગીરી, માળખાકીય સુવિધાને લગત કામગીરી કરવામાં આવે છે.

વીજ ગ્રાહકો સાથે સીધી રીતે સંકળાયેલા કસ્ટમર કેર સેન્ટરની મુલાકાતે પણ મંત્રીશ્રી પહોંચ્યા હતા. કુબેર ભવન સ્થિત ગ્રાહક સેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની ૧૪ સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે ? કસ્ટમર કેર સેન્ટરમાં ગ્રાહકોના ટોલ ફ્રી નંબર /હેલ્પલાઈન પરના કોલ કે સોશ્યિલ મીડિયાના માધ્યમ ઇમેઇલ, વોટ્સએપ, વિગેરે થકી મળતી ફરિયાદોનું નિરાકરણ પ્રત્યક્ષ રીતે તેમણે નિહાળ્યું હતુંં.
જેમાં મીટરમાં નામ બદલવા, ફોલ્ટ રેક્ટિફિકેશન કોલ, નવા વીજ જોડાણ સહિતની બાબતોથી તેઓ માહિતગાર થયા હતા. આ ઉપરાંત ગ્રાહક દ્વારા થતી ફરિયાદનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે ? તેની પણ પ્રત્યક્ષ ફોન કોલ દ્વારા જાણકારી મેળવી હતી.

મંત્રીશ્રીએ ગ્રાહક સેવામાં ઓટેમેશન વધારી તેમાં ત્વરિત સેવાઓ કેવી રીતે આપી શકાય એ દિશામાં કામ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

૦૦૦
[11/14, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઊર્જા વિભાગ હવે ડાટા ડ્રિવન ફોરકાસ્ટ કરી ભવિષ્યનું આયોજન કરશે*

*રાજ્યના ઊર્જા વિભાગના ક્રાંતિકારી પોર્ટલ ઊર્જા સવર્ધનમનું લોંચિંગ કરતા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ*

*રાજ્યના તમામ સબ સ્ટેશનો, સબ ડિવિઝન, ગ્રાહકોની માહિતી પોર્ટલ ઉપર સંગ્રહિત કરી વીજ વપરાશને ફોરકાસ્ટ કરી શકાશે*

ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે વીજ વિભાગ માટે ક્રાંતિકારી સાબિત થનારા વેબપોર્ટલ ઊર્જા સંવર્ધનમનું લોંચિંગ કર્યું છે. આ વેબપોર્ટલમાં વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકો દ્વારા થતાં વીજ વપરાશ સહિતનો તમામ ડેટા સંગ્રહિત કરી ભવિષ્યની યોજનાઓનું અમલીકરણ કરવા માટે ચાવીરૂપ સાબિત થશે.

મંત્રીશ્રીએ વીજ સંવર્ધનમ પોર્ટલનું લોંચિંગ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકાર વિકાસ કામોનું લાંબાગાળાનું આયોજન કરે છે અને ભવિષ્યના આયોજન માટે ટેક્નોલોજીનો વિનિયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપક્રમમાં વીજ સંવર્ધનમ પોર્ટલ કાર્ય કરશે.

વીજ સંવર્ધનમના ફિચર્સ અંગે માહિતી આપતા શ્રી પટેલે જણાવ્યું કે, આ પોર્ટલમાં રાજ્યના તમામ સબ સ્ટેશન, સબ ડિવિઝનની માહિતી ફિડ કરવામાં આવી છે. ક્યાં વિસ્તારમાં, ક્યાં સમયમાં કેટલો વીજ વપરાશ થાય છે ? તેનો રિયલ ટાઇમ ડેટા આ પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત ગ્રાહક સેવાઓ સુદ્ધઢ કરવા માટે તેમના વીજ વપરાશ ઉપરાંત ક્યારે લાઇન ટ્રીપ થઇ, કેટલા સમય માટે ટ્રીપ થઇ, કેટલા સમય માટે શટ ડાઉન થયું ? એ તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ ઉપરથી મળી રહેશે.

ડેટા ડ્રિવિન ફોરકાસ્ટ કરવા માટે ઊર્જા સંવર્ધનમ ચાવીરૂપ સાબિત થશે. ક્યાં વિસ્તારમાં કેટલા વીજ વપરાશ થશે ? તે સંગ્રહિત માહિતીના આધારે કહી શકાશે અને તે મુજબ નવા સબ સ્ટેશનો નાંખવા, નવી લાઇનો નાખવા સહિતની કામગીરીનું આયોજન કરી શકાશે.

ભવિષ્યમાં ઊર્જા ઉત્પાદનને પણ આ પોર્ટલ સાથે સાંકળવામાં આવશે. જેથી નવા સ્ત્રોત, વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી શકાશે.

૦૦૦
[11/14, 7:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમરેલી જિલ્લાના કૃષ્ણગઢ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજાયો*
૦૦૦૦૦૦૦
*ગ્રામજનોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ત્યજી પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી*
૦૦૦૦૦૦૦
*-:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી:-*
• *’આગામી પેઢીને શુદ્ધ હવા-પાણી અને ખોરાક આપવા પ્રાકૃતિક કૃષિ અપનાવો’*
• *’રાસાયણિક ખાતરોના અવિવેકી ઉપયોગના કારણે ખેતીલાયક જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર સતત ઘટી રહ્યુ છે’*
• *’રાસાયણિક ખાતરોના અતિરેકથી કેન્સર થવાની સંભાવનાઓ વધી રહી છે’*
૦૦૦૦૦૦૦
*ગામની આંતરામાળખાકીય સુવિધાઓ માટે ડૉ.મુંજપરા પરિવારના રૂ. ૨૫ કરોડના અનુદાનથી નિર્મિત થનારા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન*
૦૦૦૦૦૦૦૦

*અમરેલી તા.૧૪ નવેમ્બર, ૨૦૨૫ (શુક્રવાર)* – રાજયમાં પ્રાકૃતિક કૃષિની આહલેક જગાવી છેવાડાના વિસ્તારો સુધી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા આપવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવ્રતજીએ મિશન મોડમાં પ્રયાસો હાથ ધર્યા છે. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને ગીરકાંઠાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના રહેવાસી વતનપ્રેમી ડૉ.સંજય મુજપરા પરિવારના રૂ. ૨૫ કરોડના અનુદાનથી વિકસિત થનાર આંતરમાળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન થયું હતું.

ગ્રામજનોને રાસાયણિક ખાતર અને જંતુનાશકો ત્યજી પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. રાસાયણિક ખાતરોના અવિવેકપૂર્ણ ઉપયોગ અને જંતુનાશકોના અતિરેકથી જમીન બિનઉપજાઉ થઈ રહી છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ રસાયણિક ખાતરોમાં આવતા મીઠાની માત્રાના કારણે ખેતીલાયક જમીનના સ્તર કઠણ થઈ રહ્યા છે. જમીનની પાણી શોષવાની ક્ષમતા અને ફળદ્રુપતા ઘટી રહી છે. જમીનને પૂરતું પોષણ ન મળતું હોવાથી પૂરતું ઉત્પાદન મળતું નથી. સામાન્ય વરસાદના કિસ્સામાં પણ ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય છે. પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેમાં ઉનાળામાં જૂન મહિનામાં પણ જમીનના ભેજના લીધે પાણીની સમસ્યા રહેતી નથી.

રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક મિશનના લીધે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયસોને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ બીજની પસંદગી, જીવામૃત, ઘનજીવામૃત, આંતરપાક અને પાક સંરક્ષણના ઉપાયો યોગ્ય રીતે કરવામાં આવે તો રાસાયણિક ખાતર યુક્ત ખેતી જેટલું ઉત્પાદન જ પ્રથમ વર્ષથી મળવા લાગે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતોના મિત્ર તરીકે કામ કરે છે. તે જમીનમાં ૮-૧૦ ફૂટ સુધી ઉંડાણમાં સુક્ષ્મ દર કરી અને જમીન ફળદ્રુપ બનાવે છે. દેશીગાયના છાણના ખોરાકથી અળસિયા પાકને પોટેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન સહિતના જરૂરી પોષક તત્વો આપે છે. આ અળસિયાના કારણે જમીનમાં પાણી શોષવાની ક્ષમતા વધે છે અને ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળે છે.’

પ્રકૃતિના નિયમોને આધિન પ્રાકૃતિક કૃષિના પરિબળો સમજાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેવી રીતે જંગલમાં યૂરીયા-ડી.એ.પી કે જંતુનાશકોના ઉપયોગ વગર ઝાડ-પાનનો વિકાસ થાય છે તેવી જ રીતે પ્રાકૃતિક કૃષિમાં પણ પાકને પૂરતું પોષણ મળી શકે છે. દેશીગાયના ૦૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સુક્ષ્મજીવાણું હોય છે જે જમીનને પોષણ આપે છે.’

આગામી પેઢીને શુદ્ધ હવા-પાણી અને ખોરાક આપવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જરુરી છે તેમ ભારપૂર્વક જણાવતા રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, રસાયણિક ખાતર યુક્ત શાકભાજી અને અનાજના લીધે ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં કેન્સરના ૭૦,૦૦૦ કેસ નોંધાયા હતા જે વધીને પ્રતિદિન ૭૯૦ જેટલા કેન્સરના નવા દર્દી નોંધાઈ રહ્યા છે. ડાયાબિટીસ, કિડની વગેરે સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. પ્રાકૃતિક ખેતી કુદરતના સિદ્ધાંતો આધારિત છે, તે ખેતી સાથે હવા પાણી અને પ્રકૃતિને શુદ્ધ રાખે છે.’

રાજ્યપાલશ્રીએ દેશી ગાયની ઉચ્ચકોટીની ઓલાદના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વિભાગના માધ્યમથી કરવામાં આવેલા પ્રયાસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુપાલકોને ઉચ્ચ ઓલાદની ગાય મળે તે માટે ગુણવત્તાયુક્ત બીજ રૂ. ૫૦ના દરે આપવામાં આવે છે. જેના દ્વારા વાછરડીનો જ જન્મ થાય છે અને વાછરડી જ્યારે મોટી થાય ત્યારે તેની દૂધ આપવાની ક્ષમતા સામાન્ય ગાય કરતાં વધારે હોય છે. પશુપાલકો દેશી ગાયની ઓલાદના સંવર્ધન માટે કરવામાં આવેલી આ પહેલને અપનાવી અને સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે.’

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કૃષ્ણગઢ ગામને પોતાની સંપતિમાંથી રુ. ૨૫ કરોડનું અનુદાન આપી અને કૃષ્ણગઢ ગામને શહેરોમાં હોય તેવી ગટર-ડ્રેનેજ,પીવાના પાણીની લાઇન (અંદાજે ૩૮૦૦ રનીંગ મીટર) આર.સી.સી.ના રસ્તા (આશરે ત્રણ લાખ ચોરસ ફુટ), સ્ટ્રીટ લાઇટના પોલ (આશરે ૩૫૦), આધુનિક સુવિધાઓ સાથેનું પ્રાથમિક શાળાનું નવુ ભવન, સામાજિક કાર્યક્રમો માટેનું બિલ્ડીંગ (પટેલ વાડી), ખોડિયાર માતાજીના નવા મંદિરનું નવ નિમાર્ણ, આખા ગામમાં સી.સી.ટી.વી કેમેરા, પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન સેન્ટર, શ્રી સરદાર પટેલ તથા જેમણે આ ગામની રચના કરી છે તેવા પ્રજાપ્રિય મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજીના નામથી ગામની બે દિશામાં પ્રવેશદ્વાર, નવું ગ્રામ પંચાયત ભવન તથા જરૂરી સુવિધાઓ સાથેનું અંતિત્રધામ તૈયાર કરવા માટે વનતપ્રેમી ડૉ.સંજય મુંજપરા અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, સૌરાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી પરષોતમભાઈ ગેવરિયા, કથાકારશ્રી ગિરિ બાપૂ, ગામના સંરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રી, શિક્ષણવિદો, કવિશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*જય* *૦૦૦૦૦૦*
[11/14, 7:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આંબરડી માઘ્યમિક શાળા ખાતે “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦૦૦
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના મજબૂત નેતૃત્વ સાથે દેશની ગરિમા અને ગૌરવને વિશ્વસ્તર સુધી પહોંચાડી છે*
– *- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*
૦૦૦૦૦૦૦૦૦૦
*આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકસાવીને દેશની ઉન્નતિમાં સહયોગી બનવાની પ્રેરણા આપતા રાજ્યપાલશ્રી*
૦૦૦૦૦૦૦૦૦
*”સ્વાવલંબન યાત્રા” હેઠળ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લોકોના ઘરે જઈને સ્વાવલંબી બનવાનો અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો અનુરોધ કરશે*
૦૦૦૦૦૦૦૦

*અમરેલી તા.૧૪ નવેમ્બર, ૨૦૨૫ (શુક્રવાર)* –
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકાની આંબરડી માઘ્યમિક શાળા ખાતે “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતા થકી સ્વ અને રાષ્ટ્રની ઉન્નતિના વિવિધ પાસાઓ અંગે જાગૃત કર્યા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વાવલંબન જીવન અંગેના વિચારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદી વખતે દેશના યુવાનો સંસ્કૃતિ અને વિરાસતને બચાવીને સ્વાવલંબી બને તે માટે વર્ષ ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ગુજરાતના યુવાઓ કૌશલ્ય વિકસાવીને દેશનું મજબૂત નેતૃત્વ કરી શકે તે માટે ગાંધીજીએ આત્મનિર્ભરતાનો વિચાર આપણને સૌને આપ્યો હતો. સ્વદેશીની પ્રબળ ભાવના સાથે દરેક વ્યક્તિને પોતાની વેશભૂષા, ભાષા અને સંસ્કૃતિના ગૌરવ સાથે જીવન જીવવું જોઈએ. અન્ય પર આધારિત રહ્યા વિના સ્વાવલંબી બનીને આત્મગૌરવ અને આત્મનિર્ભરતા સાથે આગળ વધવું જોઈએ. ગાંધીજીના આ મિશનને આગળ વધારતા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” યોજાઈ રહી છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, આજે દેશ આત્મનિર્ભર ભારતની નેમ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનું મજબૂત નેતૃત્વ કરીને દેશની ગરિમા અને ગૌરવને વિશ્વસ્તર સુધી પહોંચાડી છે. આપણા સૌની પણ ફરજ છે કે આપણી આસપાસ રહેતા લોકો સુધી આત્મનિર્ભરતાનો વિચાર પહોંચાડવો જોઈએ.

નાગરિકો અને વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુ ખરીદવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આપણા કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદેશી વસ્તુ ખરીદવાથી આપણું હૂંડિયામણ વિદેશમાં જતું રહે છે, ત્યારે ભારતને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે સ્વદેશી વસ્તુઓનો જ વપરાશ કરવો જોઈએ.

રાજ્યપાલશ્રીએ “રાષ્ટ્રીય બાળ દિવસ” ઉપર વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર ઘડતર વિશે અમૂલ્ય માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થી જીવનકાળમાં ખેલકૂદ, વ્યાયામ, યોગ, શારીરિક બળ, ઇન્દ્રિયો પર સંયમ, મન પર નિયંત્રણ રાખીને પોતાના જીવનને સકારાત્મક આકાર આપવો જોઈએ. શિક્ષકશ્રીઓને અક્ષર જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓને માતા-પિતા પ્રત્યેની જવાબદારી, સામાજિક રીત રિવાજો, દેશ પ્રત્યે સાચો નાગરિક ધર્મ નિભાવવાની પણ સમજણ આપવા જણાવાયું હતું. તેમજ વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચવાની પ્રેરણા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ યાત્રા હેઠળ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લોકોના ઘરે જઈને સ્વાવલંબી બનવાનો અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો અનુરોધ કરશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહેશ કસવાલા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી વિક્લ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, આચાર્ય શ્રી મુકેશ માલવિયા, સહકારી અગ્રણી શ્રી દીપક માલાણી, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ,નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
[11/15, 11:47 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ*
……………………….
*સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી*
*હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન*
*આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે*
………………………..
વડાપ્રધાનશ્રીના ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો-સ્થાનિક કલાકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી કુલ રૂા. ૧૭.૫૨ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરીને ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ની દિશામાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વેચાણમાં નિગમ દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પર તથા સરકારી કચેરીઓમાં કરેલ સુશોભનની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

કુટિર ઉદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીથી દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સ્વદેશી હાથશાળ – હસ્તકલાની પરંપરાગત ઉત્પાદનોની ખરીદી કરીને આપણા વારસાનું જતન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગરોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે હેતુથી ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નિગમના તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો (ટીસીપીસી) મારફત સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજવસ્તુઓના રૂા.૧૩૦૩.૨૨ લાખના ખરીદ ઓર્ડર કારીગરોને આપવામાં આવ્યા છે. આ વેચાણ દ્વારા રાજ્યભરના કુલ ૭,૦૦૦થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહનની સાથે સાથે રોજગારી આપવામાં આવી છે.

નિગમ દ્વારા વધુમાં આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદુન,લખનઉ, કોલકાતા,સુરત, સુરજકુંડ-ફરીદાબાદ વગેરે સ્થળોએ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવનાર છે.

આ ઉપરાંત નિગમ અંતર્ગત કાર્યરત યોજનાઓ તથા એમ્પોરિયમ્સ થકી “સ્વદેશી અપનાવો”ના ભાવને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રચાર પ્રસાર અને પ્રસિદ્ધિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે,જેથી નાગરિકો સ્થાનિક કારીગરોને સહાય કરી શકે અને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા પ્રોત્સાહિત કરી શકાય. સાથે જ જનજાગૃતિ અને વ્યાપક પહોંચ માટે વિવિધ મીડિયા માધ્યમો જેમ કે રેડીયો ઇન્ટરવ્યુ, વ્યાપક આઉટડોર એડવર્ટાઇઝિંગ માટે હોર્ડીગ્સ તથા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર એડવર્ટાઇઝિંગ બોર્ડ્સ વગેરેના ઉપયોગથી કેન્દ્ર સરકારની “વોકલ ફોર લોકલ” પહેલને વધુ બળ મળી રહ્યુ છે.“સ્વદેશી અપનાવો”ના સંદેશને અસરકારક રીતે રજૂ કરવાની સાથે સાથે ગુજરાતની સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલાના વારસાને ઉજાગર કરવામાં આવી રહ્યો છે.

વધુમાં ગરવી ગુર્જરીના ઉપક્રમે કારીગરોના કૌશલ્ય અને તેઓ દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોને અદ્યતન ડિઝાઇન તથા બજારની જરૂરિયાત મુજબ વસ્તુઓને વિકસાવવામાં પણ મદદ કરવામાં આવે છે. જે અંતર્ગત ગરવી ગુર્જરી ડિઝાઇન વર્કશોપ, તાલીમ, માર્કેટ ટ્રેન્ડ ડેવલપમેન્ટ સેશન અને સ્પેશિયલ ડિઝાઇન કેમ્પનું આયોજન કરે છે. જેના દ્વારા પરંપરાગત કળાને આધુનિક સમયની જરૂરીયાત મુજબ ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવે છે. આમ, નિગમ દ્વારા સ્વદેશી ઉત્પાદનો સ્થાનિક બજારથી લઇને વૈશ્વિક બજાર સુધી પહોચાડવાના વિવિધ સ્વરૂપે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનો સીધો લાભ રોજગારીરૂપે સ્થાનિક કારીગરોને મળી રહ્યો છે. આ સ્વદેશી વસ્તુઓની ખરીદી ગરવી ગુર્જરીના ગાંધીનગર,અમદાવાદ,વડોદરા,ભૂજ,સાળંગપુર, લિબંડી,ભરૂચ, આણંદ,દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા,સુરેન્દ્રનગર,
એકતાનગર અને રાજકોટમાં આવેલા આઉટલેટ ઉપરાંત
www.garvigurjari.gujarat.gov.in પરથી ઓનલાઇન પણ કરી શકાય છે તેમ,હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા જણાવાયું છે.
…………………….
જનક દેસાઇ
[11/15, 3:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *WATCH LIVE*

*Date* *15-11-25* | *Time* *02:30* *PM*

*LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ*
*સ્થળ : ડેડીયાપાડા, જિ.નર્મદા*

*LIVE: Janjatiya Gaurav Divas celebration in the presence of Hon’ble PM Shri Narendra Modi at Dediapada*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=BBLA3UGr03M

*YouTube  :-* https://www.youtube.com/watch?v=nnUW8r4N63o

*FB        :-* https://www.facebook.com/share/v/1C3sLTJCHY/

*FB        :-* https://www.facebook.com/share/v/1DfiKyTmxg/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1989619341894279587?s=20

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1989619339356774624?s=20

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[11/15, 3:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *ત્રિપુરા વિધાનસભાની “પિટિશન સમિતિ”ના સભ્યોએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત*
******************************
*પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભા ખાતે NeVA સેવા કેન્દ્ર, ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી વિવિધ સુવિધાઓ અંગે માહિતગાર કરાયા*
******************************
*ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભા અને ત્યાં ઉપલબ્ધ સેવા-સુવિધાઓથી પ્રભાવિત થયું*
******************************

ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના ૦૬ સભ્યોનું પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ શ્રી અભિષેક દેબરોય ઉપરાંત સમિતિના સભ્ય સર્વ શ્રી શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બિરાજિત સિન્હા, અશોકેચંદ્ર મિત્રનો સમાવેશ થાય છે. આ મુલાકાત વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા અને નાયબ સચિવ શ્રી દિનેશ ચૌધરી સહિતના અધિકારી-કર્મચારીઓએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળનું ભાવભર્યું સ્વાગત કરીને તેમને ગુજરાત વિધાનાભાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી.

આ મુલાકાત વેળાએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળના સભ્યોને ગુજરાતમાં કાર્યરત PMJAY યોજના, નલ સે જલ યોજના તથા PM સૂર્ય ઘર જેવી વિવિધ કેન્દ્રીય પુરસ્કૃત પ્રજાલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ, હાલ રાજ્યમાં તેની સ્થિતિ અને આ યોજનામાં ગુજરાતે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓની ભૂમિકા આપવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરુ કરેલા ફ્લેગશીપ અને પ્રજાલક્ષી કાર્યક્રમ – “મુખ્યમંત્રીશ્રીના જન ફરિયાદ નિવારણ – રાજ્ય સ્વાગત કાર્યક્રમ” તથા તેના પોર્ટલ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ સ્વાગત કાર્યક્રમના વિચાર અને તેની કાર્યપદ્ધતિ જાણીને ખૂબ જ પ્રભાવિત થયું હતું.

વધુમાં, આ પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન આપતી NeVA સેવા કેન્દ્રની કામગીરી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. તદુપરાંત, તેમણે વિધાનસભા ગૃહની મુલાકાત કરીને રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા ઉપરાંત પત્રકારો માટે, VVIP મહેમાનો માટે, અધિકારીઓ માટેની અલાયદી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો પણ ગૃહની કામગીરી નિહાળી શકે તે માટે બનાવવામાં આવેલી પ્રેક્ષક ગેલેરી સહિતની સુવિધાઓ નિહાળી હતી.

આ દરમિયાન વિધાનસભાનાં સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતાએ ત્રિપુરાની પિટિશન સમિતિના સભ્યોને ગુજરાત વિધાનસભાના નિયમોની અર્પણ કરીને ગૃહની કાર્યપદ્ધતિ તથા વિધાનસભાની વેબસાઈટ અંગે પણ ખ્યાલ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાનું આ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૮ નવેમ્બર એટલે કે, ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિધાનસભા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને દ્વારકા સહિતના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરશે.

– પ્રિન્સ ચાવલા
**********************************
[11/15, 5:56 PM] Prince Chawla.Mahiti: *સુધારેલી યાદી*

*પીટીશન કમિટી- ત્રિપુરાના ૦૬ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે*
************
*પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે NeVA સેવા કેન્દ્ર, ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર*
*************

ત્રિપુરાના કુલ ૦૬ સભ્યોનું પીટીશન કમિટી પ્રતિનિધિ મંડળ આગામી તા.૧૮ નવેમ્બર, ૨૦૨૫ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અન્વયે આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. વિધાનસભા ખાતે ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્રિપુરાના પીટીશન કમિટીના ૦૬ સભ્યોને વિધાનસભા ખાતે કાર્યરત વિવિધ કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી.

રાજ્યમાં કાર્યરત પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે, ‘PMJAY’ યોજના, ‘નલ સે જલ’ યોજના, ‘PM સૂર્ય ઘર યોજના’ જેવી અનેક યોજનાઓને ગુજરાતમાં કેવી સુચારુ રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તેની વિધાનસભાના અધિકારીઓશ્રીઓએ ત્રિપુરા કમિટીના સભ્યોને માહિતી આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના જન ફરિયાદ નિવારણ ‘Swagat ઓનલાઈન પોર્ટલ’ની વિશે જાણી તેઓ ખૂબ પ્રભાવિત થયા.

વિધાનસભા મુલાકાત દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્રની કામગીરી, મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ વિશે અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતાએ પીટીશન કમિટીના સભ્યોને ગુજરાત વિધાનસભાના નિયમોની પુસ્તક આપી હતી. આ ઉપરાંત વિધાનસભાની વેબસાઈટ અંગે ખ્યાલ આપ્યો હતો.

આ પ્રસંગે ત્રિપુરા પીટીશન કમિટીના અધ્યક્ષ શ્રી અભિષેક દેબરોય તેમજ કુલ પાંચ સભ્યો શ્રી શંભુલાલ ચાકમાં, શ્રી અંતરા સરકાર ડેબ, શ્રી નંદિતા ડેબબારમા, શ્રી બિરાજિત સિન્હા, શ્રી અશોકેચંદ્ર મિત્ર અને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા, નાયબ સચિવ શ્રી દિનેશ ચૌધરી સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત કરશે.

– પ્રિન્સ ચાવલા
[11/15, 6:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *’આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ અંતર્ગત ૧૭ વિદેશી પ્રતિનિધિઓની ટીમ ગાંધીનગરમાં ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાતે*
************

રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ના ભાગરૂપે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ-BISAGની ૧૭ વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન વિદેશી પ્રતિનિધિઓની ટીમે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમમાં બાંગ્લાદેશ, અલ્જીરિયા, તાજિકિસ્તાન, બ્રુનેઇ દારુસ્સલામ, યુગાન્ડા, કિંગડમ ઓફ ઇસ્વાતિની, નાઇજેરિયા, ઇસ્વાતિની, મોરીશિયસ અને શ્રીલંકાના પ્રતિનિધિઓનો સહભાગી થયા છે.

‘ગીર’ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર અને રિસર્ચ એસોસિયેટ ડૉ. લોપામુદ્રા દાસે ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાનો પરિચય આપી પર્યાવરણીય શિક્ષણ તથા સંશોધનની કામગીરી વિશે માહિતી આપી હતી. નાયબ નિયામક -આર.એન્ડ.ડી શ્રી અમિત નાયક અને મદદનીશ વન સંરક્ષક ડૉ.રેણૂકા દેસાઈએ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતની પારિસ્થિતિકિય અને ‘ગીર’ ફાઉન્ડેશનના કાર્યો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં પર્યાવરણીય ક્ષેત્રના વિવિધ પડકારો અને સંયુક્ત પ્રયાસો થકી પર્યાવરણ સંરક્ષણ અંગે ૧૭ વિદેશી પ્રતિનિધિઓની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત પ્રતિનિધિમંડળે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ડાયનોસોર અને ફોસિલ પાર્ક, બોટાનિકલ ગાર્ડન અને ઝૂ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

– પ્રિન્સ ચાવલા
********
[11/15, 6:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત સરકારના દ્વારા જમીન વહીવટ સંબંધિત ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત અનુભવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી પુનઃ સંશોધન દરખાસ્તો*
******************************
ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગ (DoLR) દ્વારા જમીન વહીવટ સંબંધિત ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત અનુભવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી પુનઃ સંશોધન દરખાસ્તો (Research Proposals) મંગાવવામાં આવી છે. આ સંસોધન દરખાસ્તો મોકલવા અંગેની માર્ગદર્શિકા, પાત્રતા, અનુદાનની વિગતો તથા અરજી પત્રક DoLRની વેબસાઈટ https://cdolr.gov.in/documents/ ના ડોક્યુમેન્ટ સેક્શનમાં ઉપલબ્ધ છે.

• જમીન વહીવટના નીચે મુજબના વિષયો માટે સંશોધન દરખાસ્તો આમંત્રિત કરવામાં કરેલ
1. Land administration
2. Land policies, laws and regulations
। 3. Monitoring land governance and land tenure security
4. Land aid socio-economic development
5. Land use management
6. Land markets, land value, land transactions
7. Geospatial technology in land governance
8. Innovative land management tools and techniques

જમીન સંસાધન વિભાગ હેઠળ સંસ્થાકીય સંશોધન અનુદાનની દરખાસ્તોનો મુખ્ય હેતુ સંશોધન ક્ષેત્રે કાર્યરત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જ્યારે, વ્યક્તિગત સંશોધન અનુદાન દરખાસ્તોનો હેતુ સંસ્થાઓમાં કાર્યરત ફેકલ્ટી સભ્યો, વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિઓને જમીન સંબંધી વિષયો પર સંશોધન માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જેથી જમીન સંબંધિત ટેકનોલોજી અને અન્ય સંબંધિત વિષયોમાં જ્ઞાન તથા કાર્યપદ્ધતિનો વિકાસ થઇ શકે.
**************************
[11/15, 6:39 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190359
[11/15, 7:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ૧૫ નવેમ્બર- જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ગૌરવભરી ઉજવણી*
———
*વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ – ગુજરાતના જનજાતી સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું લોન્ચિંગ*
———
*રાષ્ટ્રીય સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે જનજાતિ સમુદાય હરહંમેશ અગ્રિમ હરોળમાં ઉભો રહ્યો છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી*
——-
*વડાપ્રધાનશ્રીએ બિરસા મુંડાના વંશજ શ્રી સુખરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા*
——–
_*:-વડાપ્રધાનશ્રી:-*_
* જનજાતિ યુવાનોને મહેનત, પરંપરા, કાબેલિયત વિરાસતમાં મળ્યા છે
* જનજાતિ સમાજની માટીની મહેંક, પરંપરા, પુરૂષાર્થ અને ભાવિ આકાંક્ષાઓને એકસૂત્રમાં જોડીને જનજાતીય ગૌરવને પુન: ઉજાગર કરવાનું બીડું અમારી સરકારે ઉઠાવ્યું છે
* ૨૦૧૪ પહેલા ભગવાન બિરસા મુંડા અને તેમના યોગદાનને ભૂલાવી દેવામાં આવ્યા: આ સરકારે આ જનજાતિ જનનાયકોને ઉચિત સન્માન અપાવ્યું
* સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છેડ્યું છે: આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું સિકલસેલ હેલ્થ સ્ક્રીનીંગ પૂર્ણ કરાયું
——–
_*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*_
* દેશભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરીને વડાપ્રધાનશ્રીએ તેમને સાચા અર્થમાં સન્માન આપ્યું
* ‘આપણો દેશ, આપણું રાજ’ના સૂત્રની પ્રેરણા સાથેનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન ‘આત્મનિર્ભર-વિકસિત ભારત’ના સંકલ્પના રૂપમાં ચરિતાર્થ થઈ રહ્યું છે
——
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય અને ગૌરવભરી ઉજવણીમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ ભાવવંદના કરતાં જણાવ્યું હતું કે, દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે જનજાતિ સમુદાય હરહંમેશ અગ્રિમ હરોળમાં ઉભો રહ્યો છે.

આઝાદીની લડાઈ, જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા તેમજ જનજાતિ સંસ્કૃતિના જતન માટે જન-જનમાં ચેતના પ્રગટાવનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડા તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ હતું.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને યાદગાર બનાવવા અને જનજાતિય નાયકોના શૌર્ય તથા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં ૨૦૨૫નું વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે.

વડાપ્રધાનશ્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ૧૫મી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કુલ રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું પણ લોન્ચિંગ કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા દેવમોગરા ધામમાં જનજાતિઓના આરાધ્ય યાહા મોગી પાંડોરી માતાના દર્શન અને પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે સમારોહના સભામંડપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં જનજાતિ બાંધવોનું અભિવાદન ઝીલ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વિશાળ જનજાતિ જનસમુદાયને સંબોધતા વધુમાં જણાવ્યું કે, ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના શુભ અવસરે આપણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો છે. આ એ જ જનમંત્ર છે જેનાથી ‘વિકાસમાં કોઈ પાછળ ન રહે અને કોઈ વિકાસથી વંચિત પણ ન રહે’ની ભાવના સાથે સરકારે જનજાતિઓના ઉત્કર્ષનો માર્ગ કંડાર્યો છે.

આઝાદીના જંગ અને દેશના વિકાસમાં જનજાતિઓના યોગદાનની સરાહના કરતા વડાપ્રધાનશ્રીએ ભૂતકાળની સરકારો દ્વારા જનજાતિ સમુદાય પ્રત્યેની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, છ દાયકા સુધી દેશ પર શાસન કરનારા વિપક્ષો દ્વારા ભગવાન બિરસા મુંડાની સદંતર ઉપેક્ષા થઈ હતી. એટલું જ નહીં, જનજાતિઓને અન્યાય કરવામાં આવ્યો અને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાને બદલે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

જનજાતિ બંધુઓને તેમની સરકારે આપેલા ગૌરવ-સન્માન સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને જનજાતિ સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે.

પી.એમ. જનમન યોજના હેઠળ અતિ પછાત જનજાતિઓ માટે રૂ. ૨૪,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશના ૬૦,૦૦૦ જેટલા ગામડાઓ પી.એમ. જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ યોજનાકીય લાભ મેળવી રહ્યા છે. અમારી સરકારે અતિ પછાત જનજાતિ જિલ્લાઓની આકાંક્ષી જિલ્લાઓ તરીકે ઓળખ કરીને વધુ બજેટની ફાળવણીથી સર્વાંગી વિકાસ તરફ પ્રેરિત કર્યા છે તેમ પણ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, વન ઉપજની સંખ્યા ૨૦ સ્થાને વધારીને ૧૦૦ કરવામાં આવી છે, ઉપરાંત વન ઉપજ પરની એમ.એસ.પી. પણ વધારી છે અને જનજાતિ વિકાસના માર્ગમાં આવતી બાધાઓ નિવારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને સતત કર્તવ્યરત છે.

જનજાતિ સમુદાયમાં જ જોવા મળતા જોખમી સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન આદર્યુ છે, ઉપરાંત જનજાતિ વિસ્તારોમાં ડિસ્પેન્સરી- દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું હેલ્થ સ્ક્રીનીંગ થઈ ચૂક્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાશ્રીએ કહ્યું કે, જનજાતિઓના ઈતિહાસ, કલા, સંસ્કૃતિ, પ્રાચીન ભાષાને પુન: જીવંત કરવા માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સીટીમાં શ્રી ગોવિંદ ગુરુ ચેર જનજાતિ ભાષા પ્રમોશન સેન્ટરની પણ સ્થાપના કરી છે, જ્યાં ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, દબલા, ચૌધરી, કોંકણા, કુંભી, વારલી, ઢોડિયા વગેરે જેવી તમામ જાતિઓની બોલીઓનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં જનજાતિ ગાથાઓ, લોકકાવ્યો, લોકવાર્તાઓ અને પ્રાચીન ગીતોનો સંગ્રહ અને સંવર્ધન કરવામાં આવશે એમ જણાવી હજારો વર્ષોથી જનજાતિ કલા અને સંસ્કૃતિનું ગૌરવગાન થાય અને ભારતીય ચેતનાનો અભિન્ન હિસ્સો બનાવવાના સરકારના પ્રયાસોની છણાવટ કરી હતી.

વડાપ્રધાનશ્રીએ જનજાતિ વિસ્તારોમાં ભૂતકાળની વિકટ સ્થિતિની સ્મૃતિ તાજી કરતા કહ્યું કે, બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, જ્યારે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત થઈ છે. આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે.

વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાનો વ્યાપ વધારી અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ બેલ્ટને વિકાસના ફળો પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને બિરદાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ભાવવંદના કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના વીરલાઓને સન્માન આપીને ભવ્ય ઇતિહાસને પુનર્જીવિત કરીને લોકો સમક્ષ મૂક્યો અને વિકાસ ભી, વિરાસત ભી સાકાર કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, દેશેને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનારા જનજાતિઓના આરાધ્ય ભગવાન બિરસા મુંડા અને અનેક જનજાતિ વીર શહીદોનો ભવ્ય ઇતિહાસ આઝાદી પછી દાયકાઓ સુધી ઉપેક્ષિત હતો. તેમને સન્માન આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. તેમણે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતી ૧૫ નવેમ્બરને દેશમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઉભી કરી છે.
માનગઢ ક્રાંતિના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનગઢ ક્રાંતિ સંગ્રામના લડવૈયા ગોવિંદ ગુરુ અને ભીલ બાંધવોની સ્મૃતિમાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું માનગઢમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ થયું છે. અંગ્રેજોના દમનનો ભોગ બનેલા ૧૨૦૦ જનજાતિ બંધુઓનું સ્મારક પણ સાબરકાંઠાના પાલ-દઢવાવમાં તેમણે ઉભું કરાવીને એ અમર શહીદોનો ઈતિહાસ લોકો સામે મૂક્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીએ આવી ભવ્ય વિરાસત સાચવીને બેઠેલા જનજાતીય સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે અનેક સફળ આયામો પાર પાડ્યા છે. તેમણે જ ઉમરગામથી અંબાજી સુધીના આખાય જનજાતીય પટ્ટાના સર્વગ્રાહી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પી.એમ. જનમન માટે ૨૪ હજાર કરોડ રૂપિયા સાથેનું મિશન દેશમાં શરૂ થયું છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓના અમલમાં અગ્રેસર રહેવાની મેળવેલી સિદ્ધિઓને આ પી.એમ. જન મનમાં પણ જાળવી રાખી છે. ખાસ નબળા આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ ફાળવણીમાં ગુજરાતે દેશમાં બેસ્ટ પર્ફોરમન્સ સ્ટેટનો પુરસ્કાર મેળવવાનું ગૌરવ તેમણે વ્યક્ત કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાવ્યું છે. ગુજરાતમાં આ અભિયાનમાં ૨૧ જિલ્લામાં ૭૦૦થી વધુ સેવા કેમ્પ કરીને પાંચ લાખથી વધુ જનજાતિઓના લોકોને આવરી લીધા છે અને ૨૨ જેટલી વિકાસલક્ષી યોજનાઓનો લાભ ૧ લાખ ઉપરાંત જનજાતીય બંધુઓને આપ્યો હોવાનું ઉમેર્યુ હતું.

શિક્ષણ અને આરોગ્યની વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જનજાતીય વિસ્તારોમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી, પરંતુ આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જનજાતીય વિસ્તારોમાં ૧૨ સાયન્સ કોલેજ, બે યુનિવર્સીટીઓ અને ૧૧ મેડિકલ કોલેજો થવાના લીધે જનજાતીય પરિવારોના સંતાનો ડોક્ટર-એન્જિનીયર બનતા થયા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જનજાતિ સમુદાયોની આરોગ્ય સુખાકારી વધુ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત જીનોમ સિક્વન્સીંગ પ્રોજેક્ટ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ધરતી આબા ભગવાન બિરસા મુંડા અને જનજાતીય સમાજના યોગદાનને લોકો સુધી પહોંચાડવા રાજ્યમાં 7થી 13 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ રથયાત્રાના આયોજનની સફળતા પણ મુખ્યમંત્રીશ્રીએ વર્ણવી હતી.

વડાપ્રધાનશ્રીએ બિરસા મુંડાના વંશજ શ્રી સુખરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

જનજાતિ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાકીય સહાયથી જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનના અનુભવો વડાપ્રધાનશ્રી સમક્ષ વર્ણવ્યા હતા.

આ વેળાએ વડાપ્રધાનશ્રીએ ગુજરાત એસટીની ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ મંચ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. વડાપ્રધાનશ્રીનું જનજાતિ સમુદાયના પ્રતિક સમાન કોટી, કડું અને ગમછો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ જનજાતિ વિકાસને રજૂ કરતી શોર્ટ વિડીયો ફિલ્મ નિહાળી હતી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમતગમત, ઉદ્યોગ, યુવક સેવા પ્રવૃત્તિ રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીત, પ્રદેશ સંગઠન અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી શાહમીના હુસૈન, જનજાતિ વિભાગના નિયામકશ્રી આશિષ કુમાર, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાખા ડબરાલ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મોટી સંખ્યામાં જનજાતિ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
——–
[11/16, 9:24 AM] Dilip Gajjar.Mahiti.Press: #આજે #નેશનલ #પ્રેસ ડે*
સૌ મિડીયાના મિત્રોને નેશનલ પ્રેસ ડેની ખૂબ ખૂબ શૂભકામનાઓ આપણી કામગીરી આમ તો એકસરખી જ છે. એટલે પ્રેસનોટ અને મિડીયા સંકલનની કામગીરી જેમાં આપ સૌ મિડીયાના મિત્રોનો અપાર પ્રેમ અને અપાર સહયોગ મલ્યો છે, મલે છે અને મળી રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો મિત્રો આવો આપણે એ જ જોમ અને જુસ્સાથી એકબીજાના વધુ ને વધુ સહકાર સાથે કામ કરીએ, ઈશ્વર પણ આપણને આજ રીતે ટીમ વર્કથી કામ કરવાની વધુ ને વધુ શકિત આપે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ…
[11/16, 10:47 AM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન, પ્રદેશમાં વિકાસ, રોકાણ અને નવી તકોને મળશે પ્રોત્સાહન*
***
*રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે બીજી રિજનલ કોન્ફરન્સ, કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર યોજાશે સેમિનાર*
***
*રાજકોટ ખાતે VGRC કાર્યક્રમ પહેલાં ડિસેમ્બર 2025માં 11 જિલ્લા-સ્તરીય કાર્યક્રમોનું આયોજન*
***
*ગાંધીનગર, 16 નવેમ્બર 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરી રહી છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે. બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે, જેનું આયોજન જાન્યુઆરી 2026માં રાજકોટમાં થશે.

ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. દરેક રિજનલ કોન્ફરન્સનો હેતુ પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવાનો અને તેના વિકાસને વેગ આપવાનો છે. દરેક રિજનલ કોન્ફરન્સ પહેલાં એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરવામાં આવશે.

*રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026એ યોજાશે બીજી VGRC, એ પહેલાં ડિસેમ્બરમાં 11 જિલ્લા-સ્તરીય કાર્યક્રમોનું આયોજન*
બીજી વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન રાજકોટ શહેરમાં 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે. આ કોન્ફરન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે. આ કોન્ફરન્સમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. આ કાર્યક્રમમાં MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર સેલર મીટ (RBSM), અને વિવિધ પ્રદર્શનો અને ટ્રેડ ફેર (વ્યાપાર માટેના મેળાઓ) યોજાશે, જે સહભાગીઓને નેટવર્કિંગ અને પાર્ટનરશિપ માટે ઉત્તમ તકો પ્રદાન કરશે. આ ઉપરાંત, ડિસેમ્બર 2025માં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

*કચ્છ–સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન આપશે VGRC*
કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ તેની ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને વિકસતા અર્થતંત્ર માટે જાણીતો છે. કચ્છ-સૌરાષ્ટ્રનું વ્યૂહાત્મક સ્થાન અને કંડલા–મુન્દ્રા જેવા મહત્વના બંદરો લોજિસ્ટિક્સ, વેપાર અને ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશ પેટ્રોકેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં અગ્રેસર છે, જેને મજબૂત માળખાગત સુવિધાઓ અને નવીનતા-આધારિત પહેલોનો ટેકો મળ્યો છે. એટલું જ નહીં, અહીંનું આધ્યાત્મિક અને હેરિટેજ ટુરિઝમ આ પ્રદેશની પરંપરાઓને જીવંત રાખે છે, સાથે સાથે વ્યવસાય અને વિકાસને પણ ટેકો આપે છે.

કચ્છ અને સૌરાષ્ટ્રની VGRC માટેના મુખ્ય ક્ષેત્રોમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માછીમારી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સિરામિક, કપાસ અને પ્લાસ્ટિકની નિકાસ, બ્રાસ કોમ્પોનન્ટ્સ, સીફૂડ પ્રોસેસિંગ, કોસ્ટલ ટૂરિઝમ અને અનેક અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ વ્યાવસાયિક તકો ઉપલબ્ધ છે.

*મહેસાણાની VGRCમાં ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU પર હસ્તાક્ષર થયા*
મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન થયું હતું, જેમાં ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU પર હસ્તાક્ષર થયા હતા. બે દિવસીય આ કોન્ફરન્સમાં 29,000થી વધુ લોકો હાજર રહ્યા હતા અને 80થી વધુ દેશોના 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વૈશ્વિક અને સ્થાનિક સહયોગનું ઉત્તમ ઉદાહરણ દર્શાવતા આ કાર્યક્રમમાં 160થી વધુ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને 100થી વધુ બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ (B2G) મિટિંગ્સ યોજાઈ, જેને કારણે ભાગીદારી અને રોકાણની મહત્વપૂર્ણ તકો ઊભી થઈ.

*ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલ દરમિયાન ₹41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ*
મહેસાણા ખાતે આયોજિત રિજનલ કોન્ફરન્સમાં 410થી વધુ પ્રદર્શકોએ ઇનોવેશન (નવીનતા) સાથે પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી. ઉદ્યમી મેળામાં 9,000થી વધુ ઉદ્યોગસાહસિકોને ₹900 કરોડથી વધુની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી, જ્યારે RBSM (રિવર્સ બાયર–સેલર મીટ) અંતર્ગત 850થી વધુ ગુજરાત બેઝ્ડ સેલર્સ સાથે 2,200થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું, જેના પરિણામે નિકાસ માટે ₹500 કરોડથી વધુની બિઝનેસ ઇન્કવાયરી થઈ. આ ગુજરાતની ઉદ્યોગસાહસિક ક્ષમતા સૂચવે છે.

*X-X-X*

********************************

[11/11, 7:14 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માણસાના સોજા ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં*

*સોજા ગામ એકતાના બળે વડાપ્રધાનશ્રીના “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કરી રહ્યું છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

_*:: મુખ્યમંત્રીશ્રી ::*_
* દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાના સ્વરૂપો અને પરાક્રમોના જ્ઞાન સાથે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાને બળ મળે છે.
* સોજા ગામ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી આદર્શ ગામ બને
…………..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના માણસા તાલુકાના સોજા ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”નો કાર્યમંત્ર સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ દ્વારા અર્ધશતાબ્દી મહોત્સવ અવસરે આયોજિત ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાકાર થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, વીર વેલુડા મહારાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને સોજા ગામની રક્ષા કરી હતી. આજે સોજા ગામના શ્રી વીર વેલુડા સેવા મંડળના દરેક ઉંમર, દરેક જાતિ, દરેક વર્ગના લોકો ખભેખભા મિલાવીને સમરસતાનું કાર્ય કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, એકતાના બળે સોજા ગામ વડાપ્રધાનશ્રીના “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કાશી, ઉજ્જૈન, અયોધ્યા, સોમનાથમાં જે રીતે વિકાસને વિરાસત સાથે જોડી એ જ રીતે સોજા ગામ પણ વિકાસ અને વિરાસતને આગળ વધારી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, આ અર્ધ શતાબ્દી મહોત્સવને વધુ પવિત્ર બનાવવા માટે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ માતૃશક્તિનો મહાન ગ્રંથ છે. તેમા માં ભગવતીના મહિમાનું વર્ણન છે.

માતાજીના અનેક સ્વરૂપો દેવી ભાગવત અને શક્તિ ઉપાસનાના સાહિત્યમાં જોવા મળે છે. દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાના સ્વરૂપોનું અને પરાક્રમોનું જ્ઞાન મળે છે, સાથે જ શક્તિ સ્વરૂપા માતાનું મહત્વ સમજાતા સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાને પણ બળ મળે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે તેમાં સોજા ગામ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી આદર્શ ગામ બને તેવી પ્રેરણા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

કથાકાર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ મુખ્યમંત્રીશ્રીને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં સેવા મંડળના કાર્યકર્તાઓ તથા સરપંચ શ્રી સુશીલાબેન પટેલ અને મોહનભાઈએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

અર્ધ શતાબ્દી મહોત્સવની આ ઉજવણી પ્રસંગે ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, અગ્રણી શ્રી નારાયણભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી ભાવિનભાઈ પટેલ, શ્રી ઘનશ્યામસિંહ વાઘેલા, શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી અનિલભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
………
*દિવ્યા ત્રિવેદી*
[11/11, 8:40 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *SIR -2026*
*ગાંધીનગર જિલ્લામાં ૨૪ ફેકટરી તથા ૧૨ બાંધકામ સાઇટ પરના શ્રમજીવીઓને નોંધણી અંગે સમજૂત કરાયા*
૦૦૦૦૦૦૦
*શ્રમયોગીઓને રૂબરૂ મુલાકાત દ્રારા મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી અપાઇ*
૦૦૦૦૦૦૦

ગાંધીનગર તા.૧૧ નવેમ્બર -ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026)જાહેર કરવામાં આવ્યો છે.‌ જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૦૫ વિધાનસભા મતવિસ્તાર ૩૪-દહેગામ, ૩૫-ગાંધીનગર દક્ષિણ, ૩૬-ગાંધીનગર ઉત્તર, ૩૭-માણસા અને ૩૮-કલોલમાં Enumarationના તબકકામાં ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સાથે તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લાના સ્થળાંતરિત મતદારોને SIR વિશે સમજૂત કરવામાં આવી રહ્યાં છે. જેમાં કુલ ૨૪ ફેક્ટરીમાં આશરે ૨૮૦ અને કુલ ૧૨ બાંધકામ સાઇટ પર આશરે ૨૪૦થી વધુ શ્રમિકોને મતદાર યાદીની ખાસ સુધારણા કાર્યક્રમ SIR- 2026માં નોંધણી અંગે વિશેષ સમજણ આપવામાં આવી હતી. આ માટે જિલ્લા વહીવટી તંત્રના સ્થળાંતરિત મતદારો માટેના નોડલ અધિકારી દ્વારા તમામ સ્થળોએ શ્રમયોગીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને‌ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં એક પણ મતદાર એસ.આઇ.આર અંતર્ગત સમાવિષ્ટ થવામાં બાકાત ન રહી જાય તે માટે લોકોની રૂબરૂ મુલાકાત કરી સમજુત કરવામાં આવી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[11/12, 4:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પેથાપુર ગામે કૈલાશધામ વૃધ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધ મતદારોને એસ.આઈ.આર. વિશે માર્ગદર્શન આપતા ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે*
…………
*વૃધ્ધ વડીલોના ગણતરી ફોર્મ ભરાઈ સંબંધિત બી.એલ.ઓ.ને સમયસર મળી રહે તે અંગે સંવેદનશીલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સંબંધિતોને સૂચના*
………..
ગાંધીનગર તા.૧૨ નવેમ્બર –
હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૨/૧૧/૨૦૨૫ ના રોજ ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેએ પેથાપુર ગામ ખાતે આવેલ કૈલાશધામ વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
મુલાકાત વેળાએ સંવેદનશીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવેએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની વિગતોથી તમામ વડીલ વૃધ્ધોને અવગત કર્યા હતા તેમજ વહીવટી તંત્ર દ્વારા વડીલ વૃધ્ધોને મતદારયાદીના આ કાર્યક્રમમાં પ્રશાસન તરફથી જરૂરી સાથ સહકાર આપી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તેમણે મતદારયાદીના આ તબક્કામાં તમામ વડીલોના ગણતરી ફોર્મ (EF) ભરાઈ સંબંધિત બી.એલ.ઓ.ને પરત મળી રહે તે અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ તકે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બી.એલ.ઓ. તરફથી અગાઉ વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને ગણતરી ફોર્મ (EF) પૂરા પાડવામાં આવ્યા હતા.
જે પૈકી ૧૬-વડીલ વૃધ્ધ મતદારોના ફોર્મનું વર્ષ-૨૦૦૨ ની મતદારયાદી સાથે મેપીંગ/મેળવણું કરી જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તથા બી.એલ.ઓ.ને આ ફોર્મ પરત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા, જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સંજયભાઈ પટેલ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી જી.એચ.સિંધાવત, ગાંધીનગરના બી.એલ.ઓ. સુપરવાઈઝર, બી.એલ.ઓ અને સરકારી શ્રમ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……
દિવ્યા -વંદન
[11/12, 4:57 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *શતાયુ સજજનબાએ SIRની કામગીરી અંગે હર્ષ વ્યકત કરી પ્રશાસનને આપ્યા આશીર્વાદ*
………..
હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ કે. દવે તથા અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા ગાંધીનગર જિલ્લાના પેથાપુર મુકામે આવેલ કૈલાશધામ વૃધ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી.
આ સંસ્થાની મુલાકાત વેળાએ શતાયુ-૧૦૨ વર્ષના વડીલ મતદાર શ્રી સજ્જનબા ચાવડાએ મળીને વહીવટી તંત્ર સમક્ષ ખુશી વ્યક્ત કરી હતી તેમજ આ વડીલ વૃધ્ધા તથા વૃધ્ધાશ્રમના અન્ય વડીલો થકી લોકશાહી જીવંત હોવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. મતદારયાદીના સુધારણા માટે ચાલી રહેલ કાર્યક્રમ અંગે કરવામાં આવેલી આજની આ મુલાકાત દરમિયાન તમામ વડીલ વૃધ્ધોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો તેમજ પ્રશાસનને આશીર્વાદ પ્રદાન કર્યાં હતાં.
…………
દિવ્યા ત્રિવેદી
[11/12, 5:22 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાશે આરોગ્ય ચકાસણી કેમ્પ*
………….
ગાંધીનગર તા.૧૨ નવેમ્બર –
રાજ્ય સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.૧૩ નવેમ્બરના રોજ સરકારી કુમાર છાત્રાલય, ગુડા પંપીંગ સ્ટેશન પાસે, વાવોલ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાશે.
કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી આરોગ્ય તપાસ કરવામાં આવશે. જેમાં આંખ, કાન, નાક, ગળા, ચામડી તેમજ દાંત સંબંધિત તપાસ અને નિદાન કરી દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
……..
દિવ્યા ત્રિવેદી
[11/12, 5:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં તા.૧૪ નવેમ્બરે ટાઉનહોલ ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવશે*
………
*કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક યોજાઈ*
……..
ગાંધીનગર તા.૧૨ નવેમ્બર –
સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગવાન શ્રી બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૪/૧૧/૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે ટાઉનહોલ સેક્ટર-૧૭ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યકમ યોજાશે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભે આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં ૧૪ નવેમ્બરના રોજ ટાઉનહોલ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાએ શિક્ષણના પ્રસારને વિશેષ મહત્વ આપ્યું હતું અને વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવીને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું. તેમણે આશ્રમની સ્થાપના કરીને સમાજને એક નવી દિશા આપી હતી. ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા, આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ તે માટે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
……….
*દિવ્યા-વંદન*
[11/12, 5:59 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *SIR -2026*
*ગાંધીનગર જિલ્લામાં ૨૪ ફેકટરી તથા ૧૨ બાંધકામ સાઇટ પરના શ્રમજીવીઓને નોંધણી અંગે સમજૂત કરાયા*
૦૦૦૦૦૦૦
*શ્રમયોગીઓને રૂબરૂ મુલાકાત દ્રારા મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી અપાઇ*
૦૦૦૦૦૦૦

ગાંધીનગર તા.૧૧ નવેમ્બર -ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026)જાહેર કરવામાં આવ્યો છે.‌ જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૦૫ વિધાનસભા મતવિસ્તાર ૩૪-દહેગામ, ૩૫-ગાંધીનગર દક્ષિણ, ૩૬-ગાંધીનગર ઉત્તર, ૩૭-માણસા અને ૩૮-કલોલમાં Enumarationના તબકકામાં ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સાથે તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લાના સ્થળાંતરિત મતદારોને SIR વિશે સમજૂત કરવામાં આવી રહ્યાં છે. જેમાં કુલ ૨૪ ફેક્ટરીમાં આશરે ૨૮૦ અને કુલ ૧૨ બાંધકામ સાઇટ પર આશરે ૨૪૦થી વધુ શ્રમિકોને મતદાર યાદીની ખાસ સુધારણા કાર્યક્રમ SIR- 2026માં નોંધણી અંગે વિશેષ સમજણ આપવામાં આવી હતી. આ માટે જિલ્લા વહીવટી તંત્રના સ્થળાંતરિત મતદારો માટેના નોડલ અધિકારી દ્વારા તમામ સ્થળોએ શ્રમયોગીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને‌ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં એક પણ મતદાર એસ.આઇ.આર અંતર્ગત સમાવિષ્ટ થવામાં બાકાત ન રહી જાય તે માટે લોકોની રૂબરૂ મુલાકાત કરી સમજુત કરવામાં આવી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[11/12, 6:57 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા ૧૫૦૦થી વધુ એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા: નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું*
…………
*ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રીશ્રી કૌશિક વેકરિયા સહભાગી થયા*
………….
_*-:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-*_
* કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ, સિક્યુરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરીની ભૂમિકા ખૂબ મહત્વની છે.
* વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકાર થઈ રહ્યો છે
* સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઇલની એક ક્લિકથી પહોંચે તેવું વડાપ્રધાનશ્રીનું લક્ષ્ય
……………..
*દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીના સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન, સમય અને શક્તિની બચત થતા કાર્યક્ષમતા વધશે*
………………..
*નોટરીની તમામ કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઈઝેશન થતાં પર્યાવરણનું રક્ષણ થશે, પેપરલેસ ગવર્નન્સને મળશે વેગ*
…………….
*ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ૧,૫૦૦થી વધુ વકીલોને નોટરી તરીકે નિમણૂક અપાઈ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
………….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા ૧૫૦૦થી વધુ એડવોકેટશ્રીઓને ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

તેમણે રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે નોટરી પોર્ટલને લોન્ચ કરી, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીના હિતને, તેની સરળતાને ઈઝ ઓફ લિવિંગના કેન્દ્રસ્થાને રાખી છે. તેમણે દરેક ભરતી પ્રક્રિયા કે યોજનાઓના લાભ વિતરણમાં પારદર્શિતા સાથે મેક્સિમમ ગવર્નન્સ મિનીમમ ગવર્નમેન્ટનો શાસન મંત્ર અપનાવ્યો છે. ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ મંત્રને સાકાર કરતો અવસર છે.

તેમણે કહ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન મહત્ત્વનો પાયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસન માટે સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે અંગ્રેજોના સમયના બિનજરૂરી કાયદાઓ રદ કરી કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકાર થઈ રહ્યો છે. ત્રિપલ તલાક, કલમ ૩૭૦ની નાબૂદી અને ભારતીય ન્યાય સંહિતાનો સુચારું અમલ તેમના માર્ગદર્શનમાં પાર પડ્યો છે. કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવા માટે નોટરી તરીકેની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.

કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટીસિટીનું દાયિત્વ નોટરીના શિરે છે. નોટરી દ્વારા નોટરાઈઝ કરેલા દસ્તાવેજોને કાયદાકીય માન્યતા મળે છે તેમજ કોર્ટ અને અન્ય જગ્યાઓ પર આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઈઝ ઓફ ડુઈંગ પણ વધે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઇલની એક ક્લિકથી લોકો સુધી પહોંચે તેવું લક્ષ્ય તેમણે રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની પારદર્શક પહોંચને સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આજે ગુજરાતમાં શરૂ થયેલું નોટરી પોર્ટલ વડપ્રધાનશ્રીના ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરતું વધુ એક કદમ છે. નવા પોર્ટલના પરિણામે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સર્વને સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીના સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે. જેથી નોટરીની સેવા લેવા માટેના સમય અને શક્તિની બચતથી કાર્યક્ષમતા વધશે. તેમ મુખ્યમંત્રીશ્રીએ નોટરી પોર્ટલ લોંચ કરતા જણાવ્યું હતું.

નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સુરક્ષિત અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ જાળવવામાં પણ મદદ મળશે. નોટરીની તમામ કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઈઝેશન થતા કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું રક્ષણ થશે. જેનાથી પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને વેગ મળશે. તેનો વિશેષ ઉલ્લેખ તેમણે કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત નોટરી તરીકે પસંદગી થયેલા એડવોકેટને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ૧,૫૦૦થી વધારે વકીલોને નોટરી બનાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨,૯૦૦ નોટરીની જગ્યાઓ સામે આ જગ્યાઓમાં બમણાથી વધુનો વધારો કરીને આજે ૬,૦૦૦ કરવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે. આજે નોટરી માટેનું ઈ-પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઈ-પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોના સમયની બચત થશે. અસીલના હિત સાથે સમાજના હિતનું પણ ધ્યાન રાખી, ઝડપી ન્યાય માટે સહકાર આપવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ વકીલોને અપીલ કરી હતી.

વધુમાં નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા અટકાવવા તેમજ ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યા તે એક ઐતિહાસિક નિર્ણય હતો. આ કાયદાના અમલથી ગઈ કાલે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો. અમરેલીમાં ગૌહત્યા કરનારને આ કાયદા હેઠળ આજીવન કેદની સજા થઈ છે. જે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે લાવેલા કડક કાયદાનું પરિણામ છે.

ગુજરાતમાં પોક્સો કેસોમાં ૨૪ કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવાની સફળતા મળી છે. એક મહિનામાં ૧૫થી વધુ કેસોમાં ચાર્જશીટ થઈ, જેમાં ઘણાને ફાંસી તથા આજીવન કેદની સજા થઈ છે.

કાયદા વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, નોટરી એ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ સ્થાપિત કરનાર છે. નોટરીની કામગીરીથી છેતરપિંડી થવાની શક્યતાઓમાં ઘટાડો થાય છે. નોટરી દ્વારા પ્રમાણિત દસ્તાવેજોને કાયદાકીય રીતે માન્યતા મળે છે. યોગ્ય રીતે અને યોગ્ય પક્ષકાર દ્વારા જ્યારે દસ્તાવેજો બનાવવામાં આવે છે ત્યારે નોટરીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે. ખાસ કરીને મિલકતના દસ્તાવેજો, વેચાણખત વગેરે દસ્તાવેજોમાં નોટરીના સહી સિક્કાથી કાયદાકીય પ્રક્રિયા સરળ બને છે. આજે ૧૫૦૦ જેટલા નોટરીને એક સાથે નિમણૂક મળી છે, ત્યારે લોકોની સુવિધામાં વધારો થશે. નોટરી દ્વારા પારદર્શક રીતે ઓનલાઇન પ્રોસેસ દ્વારા પણ લોકોને કાયદાકીય સુવિધાઓ મેળવવામાં સરળતા રહેશે. આ સાથે મંત્રીશ્રીએ લોકોના નોટરી પર રહેલા વિશ્વાસની જાળવણી કરવા નવનિયુક્ત નોટરીને અપીલ કરી હતી.

કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધન પ્રસંગે બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે કહ્યું હતું કે, દેશમાં બાર કાઉન્સિલને સહાય કરવાનો પ્રારંભ ગુજરાતમાં ૨૦૧૦માં પ્રધાનમંત્રીશ્રી મોદીએ રૂ.૨ કરોડ ૨૩ લાખની ગ્રાન્ટ આપીને, ઇ-લાઈબ્રેરીની સુવિધા થકી કર્યો હતો. જેમાં આગળ વધી હાલ સુધીમાં ગુજરાત સરકારે બાર કાઉન્સિલને વિવિધ કામગીરી માટે ૨૮ કરોડ જેટલી માતબર રકમની સહાય આપી છે. વળી, હાલમાં જ કેન્દ્ર સરકારે ૮,૦૮૬ વકીલોને નોટરીની ઉપાધિથી નવાજ્યા હતા , જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ૧૫૦૦ વકીલોને નોટરી પ્રમાણપત્ર આપવાથી રાજ્યમાં, કુલ ૯,૫૦૦ જેટલા વકીલો ગુજરાતના નોટરી તરીકે નિયુક્ત થયા છે. જેની સીધી અસર જનતાના કાર્યોમાં સરળતાથી જોવા મળી રહી છે, આજે દરેક ગામમાં નોટરી જનસેવા માટે ઉપલબ્ધ છે.

આ સમારોહમાં મુખ્ય સચિવશ્રી મનોજ દાસ, સંયુક્ત સચિવ શ્રી એચ.એસ વર્મા, એડવોકેટ જનરલશ્રી કમલ ત્રિવેદી,લો-યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી નીતિન મલિક, ઉપરાંત બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
………..
*દિવ્યા – પ્રિન્સ*
[11/12, 10:15 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લામાં ૧૧ ડમ્પર વાહનોનો આશરે કુલ ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
…………
*કલોલ, ખાત્રજ, અડાલજ, સરગાસણ અને પીપળજ પાસેથી ગેરકાયદેસર ખનિજ વહન કરતા ડમ્પરોને ઝબ્બે કરાયા*
………..

ગાંધીનગર તા.૧૨ નવેમ્બર –
કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહને અંકુશ લાવવા માટે રાઉન્ડ ધ ક્લોક રોડ ચેકિંગની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી દરમ્યાન ક્ષેત્રિય ટીમ દ્વારા છેલ્લા ૨૪ કલાક દરમ્યાનમાં સાદી રેતી ખનીજોના રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ગેરકાયદેસર ખનિજ વહન કરતા વધુ કુલ ૧૧ ડમ્પર વાહનો પકડવામાં આવ્યાં છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ખાત્રજ-કલોલ રોડ પરથી કુલ ૦૭ વાહનો પકડવામાં આવ્યા હતા. જેમાં (૧) વાહન ડમ્પર નં. GJ-13-AX-9602 ના વાહન માલિક વિક્રમસિંહ દોલતસિંહ પરમાર દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતા, (૨) વાહન ડમ્પર નં. GJ-02-AT-8769ના વાહન માલિક નરેન્દ્રભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા (૩) વાહન ડમ્પર નં. GJ-13-AX-4546 ના વાહન માલિક રામભાઈ ખંભાલીયા દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ છે.
આ ઉપરાંત, ગાંધીનગર જિલ્લાના કલોલ પાસેના કલોલ-અડાલજ રોડ પરથી (૪) વાહન ડમ્પર નં. GJ-18-BW-9755 ના વાહન માલિક મુન્નાભાઈ ભરવાડ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા, (૫) વાહન ડમ્પર નં. GJ-24-X-7524 ના વાહન માલિક અલ્કેશભાઈ જોશી દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા (૬) વાહન ડમ્પર નં. DD-02-G-9258 ના વાહન માલિક મિલનભાઈ પંચાલ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યા છે. આ સાથે અડાલજ પાસેથી કુલ ૦૨ વાહનો પકડવામાં આવેલ જેમાં (૭) વાહન ડમ્પર નં DD-02-G-9344 ના વાહન માલિક ચિરાગભાઈ બલુચીયા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા અને (૮) વાહન ડમ્પર નં DD-02-G-9481 ના વાહન માલિક અરવિંદભાઈ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડાયા હતા.
પાટનગરના સરગાસણ પાસેથી (૯) વાહન ડમ્પર નં JH-07-M-0643 ના વાહન માલિક ઉમંગભાઈ કુંડારિયા દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા તથા (૧૦) વાહન ડમ્પર નં GJ-18-BW-1304 ના વાહન માલિક અશ્વિનભાઈ રાઠોડ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યાં હતા. પીપળજ પાસેના પીપળજ ચેકપોસ્ટ પાસેથી(૧૦) વાહન ડમ્પર નં GJ-27-TG-2227ના વાહન માલિક વિકાસ ઠાકુર દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યા હતા. આમ, કુલ ૧૧ ડમ્પર વાહનોનાં આશરે કુલ ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[11/13, 12:23 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ પદયાત્રા યોજાશે*
…………….
*વિધાનસભા વિસ્તાર અનુસાર કલોલ, માણસા, દહેગામ, ગાંધીનગર દક્ષિણ અને ગાંધીનગર ઉત્તર ખાતે કાર્યક્રમ યોજાશે*
…………….
ગાંધીનગર તા.૧૩ નવેમ્બર –
ભારતના લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં આગામી તા.૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તાર ખાતે પદયાત્રા યોજવામાં આવશે.
જે અનુસાર તા.૧૯ નવેમ્બરના રોજ કલોલ તાલુકાના નારદીપુર થી મોખાસણ-ભાદોલ-ધમાસણા સુધીની પદયાત્રાનો સવારે ૧૦:૦૦ વાગ્યાથી પ્રારંભ થશે. આ સાથે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પીડીપીયુ ક્રોસ રોડ, શ્યામ શુકન પાસેથી થઈ સરદાર ચોક કુડાસણ સુધીની પદયાત્રાનો પ્રારંભ બપોરે ૪:૦૦ વાગ્યે કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર ઉત્તર અને માણસા વિસ્તારમાં તા.૨૦ નવેમ્બરના રોજ પદયાત્રા યોજવામાં આવશે.જેમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામેથી સલકી-વર્ધાના મુવાડા- અંગુથલા અને ધારિસણા સુધીની પદયાત્રા બપોરે ૩:૦૦ કલાકે, ગાંધીનગર ઉત્તરમાં સરઢવ- રૂપાલ થી રાંધેજા સુધીની પદયાત્રા બપોરે ૩:૦૦ કલાકે અને માણસા તાલુકાના લોદરા થી રીદ્રોલ- પાટણપુરા- આજોલ સુધીની પદયાત્રાનો બપોરે ૩:૦૦ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે.
આ પદયાત્રાઓમાં સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,અગ્રણીઓ, વહીવટી તંત્રના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહેશે, જેમાં જાહેર જનતાને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવે છે.
……….
દિવ્યા ત્રિવેદી
[11/13, 12:24 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત વાવોલ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો*
………….
*કલેકટર શ્રી મેહુલ દવેએ કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું કર્યું નિરીક્ષણ:લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો*
…………
ગાંધીનગર તા.૧૩ નવેમ્બર –
રાજ્ય સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત આજરોજ સરકારી કુમાર છાત્રાલય, ગુડા પંપીંગ સ્ટેશન પાસે, વાવોલ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો.
કલેકટર શ્રી મેહુલ દવેએ આરોગ્ય ચકાસણી કેમ્પની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં આંખ, કાન, નાક, ગળા, ચામડી તેમજ દાંત સંબંધિત તપાસ અને નિદાન, ઉપરાંત લીવર, કિડની તથા સિકલસેલ એનીમિયા અંગે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
કેમ્પમાં ૩૦૦થી વધુ લોકોએ આરોગ્ય ચકાસણી કરાવી હતી. મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી ગાંધીનગર, ડો. કલ્પેશ જસપરા,અન્ય તબીબો તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
……..
દિવ્યા ત્રિવેદી
[11/13, 1:21 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કૃષિ રાહત પેકેજને આવકારતા ગાંધીનગર જિલ્લાના ખેડૂત અગ્રણી શ્રી વિષ્ણુભાઇ પટેલ*
……….
ગાંધીનગર તા.૧૩ નવેમ્બર –
કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશન હેઠળ ગુજરાતના ખેડૂતો માટે રૂ.૧૦૦૦૦ કરોડ જેટલી મતદાર રકમનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે. આ સાથે જ મગફળી,અડદ, મગ જેવા પાકોની ટેકાના ભાવની ખરીદીનો પણ શુભારંભ થઈ ચૂક્યો છે.
ગાંધીનગર જિલ્લાના ખેડૂત અગ્રણી શ્રી વિષ્ણુભાઈ પટેલે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતા રાહત સહાય પેકેજ અને ટેકાના ભાવની ખરીદીના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, સામાન્ય રીતે આટલા વર્ષોમાં કમોસમી વરસાદ કે માવઠામાં લગભગ ૧-૨ કલાક કે ૧ દિવસ વરસાદની સ્થિતિ રહેતી હતી. પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુ પત્યા પછી જે કમોસમી વરસાદ થયો તેની પેટર્ન અલગ પ્રકારની હતી. જેમાં છ થી સાત દિવસ સળંગ વરસાદ પડવાથી ખેડૂતોને સોયાબીન, મગફળી, મગ, અડદમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.
૬-૭ દિવસ કમોસમી વરસાદ પડવાથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં ૫૧૦૦૦ જેટલી ટીમ બનાવી ૧૬૫૦૦ ગામોમાં ત્રણ જ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર જ દિવસમાં રૂ.૧૦૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ, પાટણ- બનાસકાંઠામાં અગાઉ પણ થયેલા નુકસાન બદલ રૂ.૧૦૦૦ કરોડની સહાય અને મગફળી ,મગ, અડદ તથા સોયાબીનની ટેકાના ભાવથી ખરીદી માટે રૂ.૧૫૦૦૦ કરોડનું ખરીફ પાક ખરીદી પેકેજ જાહેર થતાં કુલ રૂ.૨૬૦૦૦ જેટલી રકમ ખેડૂતોને મદદરૂપ થવા માટે ફાળવવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સહાયનો લાભ પિયત અને બિન પિયત દરેક ખેડૂતને મળવાપાત્ર છે. જેમાં ૧ હેકટરે રૂ.૨૨૦૦૦ આપવામાં આવશે. આ સહાયના લાભથી એક પણ ખેડૂત વંચિત ન રહી જાય તે માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને વિશ્વાસ આપ્યો છે. આ માટે ખેડૂત પોતે પણ ઓનલાઇન નુકસાનીનો સર્વે કરી શકે છે તેમજ ગામના તલાટી, ગ્રામ સેવક અને સરપંચને સાથે રાખીને પણ સર્વે કરાવી શકે છે. આ સહાય રવિ સિઝન પહેલા ચૂકવવામાં આવશે ત્યારે ખેડૂતોના હિતાર્થે આટલી માતબર રકમ ફાળવવા માટે શ્રી વિષ્ણુભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
………….
દિવ્યા ત્રિવેદી
[11/14, 9:46 AM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિશ્વ ડાયાબિટીસ ડે*

દર વર્ષે 14 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.‌ આ દિવસની શરૂઆત વર્ષ 1991માં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કરવામાં આવી હતી.
આ દિવસ ડૉ. ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે — તેઓએ વર્ષ 1921માં ઇન્સ્યુલિનની શોધ કરી, જે ડાયાબિટીસ સામે લડતમાં ક્રાંતિ સમાન સાબિત થઈ. આ ઉજવણીનો મુખ્ય હેતુ
વધતા ડાયાબિટીસના કેસો સામે જાગૃતિ ફેલાવવી.

લોકોમાં સ્વસ્થ ખોરાક, નિયમિત વ્યાયામ અને તણાવમુક્ત જીવનશૈલી અંગે પ્રેરણા આપવી.

ડાયાબિટીસ દર્દીઓને સમજાવવું કે આ રોગને કુદરતી રીતે કન્ટ્રોલ કે રિવર્સ કરવું શક્ય છે. આરોગ્ય સંસ્થાઓ અને સરકારોને રોકથામ માટેના પગલાં મજબૂત કરવા પ્રોત્સાહિત કરવું.

*ડાયાબિટીસ – એક જીવનશૈલીનો પડકાર:*

ડાયાબિટીસ હવે માત્ર એક રોગ નહીં, પણ આધુનિક જીવનશૈલી સાથે જોડાયેલ મોટો પડકાર બની ગયો છે.
અયોગ્ય આહાર, તણાવ અને વ્યાયામના અભાવને કારણે તેની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

ડૉ. નેહલ ગજેરા જણાવે છે —
વિશ્વભરમાં ઝડપથી ફેલાતી ડાયાબિટીસની મહામારી હવે માત્ર વયસ્કોમાં જ નહીં પરંતુ યુવાનો અને બાળકોમાં પણ ઝડપથી જોવા મળી રહી છે. આધુનિક જીવનશૈલી, ખોરાકમાં પૌષ્ટિકતાનો અભાવ, તણાવ અને શારીરિક નિષ્ક્રિયતા — આ બધું મળી ડાયાબિટીસને વેગ આપે છે.

“ડાયાબિટીસથી ડરવું નહીં, સમજવું. દવા નહીં, યોગ્ય દિશા જરૂરી છે. કુદરતી રીતે સ્વસ્થ થવાની શક્તિ આપણામાં છે.”
ડાયાબિટીસને કન્ટ્રોલ કરવું કે રિવર્સ કરવું અશક્ય નથી, જો આપણે જીવનશૈલીમાં યોગ્ય પરિવર્તન લાવીએ તો. દવાઓ માત્ર લક્ષણો નિયંત્રિત કરે છે, પરંતુ મૂળ કારણ દૂર કરવા માટે કુદરતી અને વૈજ્ઞાનિક રીતે બેલેન્સ્ડ ડાયેટ, નિયમિત વ્યાયામ અને યોગ પ્રાણાયામ જરૂરી છે.”

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મહત્વની ત્રણ બાબતો છે:

સ્વસ્થ આહાર: શુગર ફ્રી ઋતુ અનુસાર ફળ અને શાકભાજી પ્લાન્ટ-બેઝ્ડ ડાયેટ અપનાવવી.
ખોરાકમાં પ્લાસ્ટિક પેકિંગ થયેલો ખોરાક તેમજ મેંદાનો ઉપયોગ ટાળવો જોઈએ.
ઠંડા પીણા અને પ્રિઝર્વેટિવ નાખેલા ખાદ્ય પદાર્થો નો ઉપયોગ ટાળવો જોઈએ.

નિયમિત વ્યાયામ: રોજના ઓછામાં ઓછા 45 મિનિટનું શારીરિક એક્ટિવિટી. જે દરેક ડાયાબિટીસ દર્દીએ પોતાના શરીરની તાસીર મુજબ પસંદ કરવી જોઈએ જેમકે ડાયાબિટીસમાં વધારે વજન હોવું તેમજ વજન ઓછું થઈ જવું આ બંને લક્ષણો સામાન્ય હોય છે જે વ્યક્તિનું વજન વધારે હોય એમણે કેલરી બર્નર અને ફેટ બર્નર એક્સરસાઇઝ કરવી જોઈએ પણ જે લોકોનું વજન ઓછું હોય એમણે સુગર બર્નર એક્સરસાઇઝ કરવી જોઈએ.
હંમેશા એક્સ્પોર્ટની સલામ મુજબ જ કસરત અને ડાયેટ ના પ્રયોગો કરવા જોઈએ.

માનસિક સંતુલન: તણાવ ઘટાડવો, ધ્યાન અને યોગ દ્વારા મનને શાંત રાખવું.

છેલ્લા 20 વર્ષના મારા પોષક આહારના અનુભવ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ડાયાબિટીસ એ ગંભીર બીમારી નું કારણ ત્યારે જ બની શકે છે જ્યારે વ્યક્તિ ડાયાબિટીસને અવગણના ના કરી અને એમના ખોરાક અને શારીરિક શ્રમથી અળગો રહે છે. ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે તો કોઈ પણ ઉંમરના વ્યક્તિ પોતાના જીવનશૈલીમાં ફેરફાર કરી પોતાના બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકે છે.

આજના આ ખાસ દિવસ માટે એક સંદેશ છે કે ડાયાબિટીસ એ આપણી જીવનશૈલીથી આપણે જાતે ઉદ્ભવ કરેલી બીમારી છે તો આપણે જીવનશૈલીને સુધારી આ બીમારીમાંથી મુક્ત થઈ શકીએ છીએ…
[11/14, 1:21 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મેયરશ્રી મીરાંબહેન પટેલની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી*
………
*આદિજાતિ બંધુઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી તરફ આગળ વધે, આર્થિક સશક્ત બને તેવી અભ્યર્થના વ્યક્ત કરતા મેયરશ્રી*
……..
*વિશિષ્ટ સિધ્ધિઓ બદલ ૨૮ આદિજાતિ બાંધવોને સન્માનિત કરાયા*
………
ગાંધીનગર તા.૧૪ નવેમ્બર –
ભગવાન શ્રી બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે અંતર્ગત મેયર શ્રી મીરાંબહેન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યકમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયર શ્રી મીરાંબહેને કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતા અનેક પર્વોની આ વર્ષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આદિજાતિના ગૌરવવંતા ઇતિહાસને દર્શાવતા જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી પણ થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ સમાજના છેવાડાના વંચિતો આદિજાતિઓને સમાન પ્રવાહમાં લાવવા અનેક યોજનાઓ અમલવારી બનાવી છે. આદિજાતિઓને તમામ સ્તરે આગળ વધારવા અને તેનો ગૌરવ સાથે વિકાસ થાય તે માટે તેમણે અનેક પગલાં લીધા છે.
આદિજાતિઓનું ગૌરવ ભગવાન શ્રી બિરસા મુંડાએ પોતાની દીર્ઘદ્રષ્ટિ અને અડીખમ શક્તિ સાથે ધીરજ અને શૌર્યથી પોતાની જમીન અને લોકોની અંગ્રેજોથી મુક્તિ માટે લડત આપી હતી ત્યારે આજે આદિજાતિ બંધુઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી તરફ આગળ વધે, આર્થિક સશક્ત બને તેવી અભ્યર્થના મેયરશ્રીએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, જન્મથી નહીં વ્યક્તિ કર્મથી મોટો છે ત્યારે ભગવાન શ્રી બિરસા મુંડા કે જેઓએ માત્ર ૨૫ વર્ષની ઉંમરે એક નાના સમુદાયમાંથી મહાન સમાજ સુધારક અને સમાજ સંરક્ષક તરીકે જાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આદિજાતિ બાંધવો અંધશ્રદ્ધા, કુરિવાજોને દૂર કરી સામાજિક મૂલ્ય અને શિક્ષણ સાથે પ્રગતિ કરી ઉજવણી કરે તેમ અનુરોધ કર્યો હતો.
સમારોહમાં અગ્રણી શ્રી અનિલભાઈ પટેલે ભગવાન શ્રી બિરસા મુંડાના જીવન કવન વિશે અને તેમના દ્વારા સમાજને આપેલા દસ સુધારક વિચારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉજવણી અંતર્ગત મહાનુભાવોના હસ્તે આદિજાતિના વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરેલ ૪ લોકો, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાની નિબંધ, ચિત્ર,ગાયન અને દેશભક્તિ ગીત સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ૬ વિદ્યાર્થીઓ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૮ રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ટાઉનહોલ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ અને વિવિધ વિભાગોની આદિજાતિ યોજનાઓની માહિતી માટે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરી અમીન, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, અગ્રણી શ્રી આશિષ દવે, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………
દિવ્યા ત્રિવેદી
[11/14, 2:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રજ્ઞાચક્ષુ ડો. દક્ષાબેન તડવીએ સન્માન બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો*
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રતિભાવ વ્યક્ત કરતા પ્રજ્ઞાચક્ષુ શ્રી ડો.દક્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે હાલમાં તેઓ ગાંધીનગરમાં કોમર્સ કોલેજમાં અંગ્રેજીની પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ મૂળ કેવડિયા એકતાનગર જિલ્લાના ડુંગરાળ વિસ્તારના વતની છે. જ્યાંથી તેઓએ તેમના માતા પિતાની સહાય થકી આગળ વધી એમ.ફીલ અને પી.એચડીની ઉપાધિ મેળવી છે. આજના કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થતાં તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
……….
[11/14, 2:49 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કુસ્તીના નેશનલ લેવલ પાર્ટિસિપેન્ટ ક્રિસ બાયડે હર્ષ વ્યક્ત કર્યો*
ડી.એલ.એસ.એસ. માણસા ખાતે અભ્યાસ કરતા અને કુસ્તીના નેશનલ લેવલ પાર્ટિસિપેન્ટ ક્રિસ બાયડે કહ્યું હતું કે, આજે બિરસા મુંડા ભગવાનની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં મને કુસ્તીમાં સિદ્ધિઓ મળ્યા બદલ સન્માનિત કરવામાં આવ્યો છે. જે માટે મને અત્યંત હર્ષની લાગણી અનુભવાય છે.
……….
[11/14, 2:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારી પાર્વતી પારઘીને સન્માનિત કરાઈ*
રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારી પાર્વતી પારઘીએ જણાવ્યું હતું કે, “હું હેન્ડબોલની રમતવીર છું. જેમાં મેં રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ રમતમાં ભાગ લીધો છે. આજે આ સિદ્ધિઓ બદલ જાતીય ગૌરવ વર્ષની ઉજવણીના સમારોહમાં મને સન્માનિત કરવામાં આવી તે બદલ હું સરકારશ્રીની આભારી છું.”
………..
[11/14, 2:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *એથલેટિક્સમાં સિદ્ધિઓ બદલ સન્માનિત કરાતા અનિતા પારઘીએ આનંદની અનુભૂતિ વ્યક્ત કરી*
ચૌધરી હાઇસ્કુલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી અનિતા પારઘીએ પોતાની રમત વિશે જણાવતા કહ્યું હતું કે,” હું એથ્લેટિક્સમાં ૮૦૦ મીટર લેવલની રમત રમું છું. ૨૦૧૯થી હું ડીએલએસએસ સાથે જોડાઈ છું.૨૦૨૪માં રાજ્ય કક્ષાની રમતમાં મે બેસ્ટ ટાઈમિંગની સિદ્ધિ મેળવી હતી. આ સાથે રાષ્ટ્રીય સ્તરે પણ રમી હતી, જેમાં મારો આઠમો ક્રમાંક હતો. આજે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મારૂ સન્માન કરવામાં આવ્યું, જે બદલ હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું.”
………
[11/14, 3:10 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *તાલુકા કક્ષા યુવા ઉત્સવઃ૨૦૨૫-૨૬ માટે તા.૨૫ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ*
…………..
*૩ વિભાગની કુલ-૩૦ સ્પર્ધાઓનું આયોજન*
…………..
ગાંધીનગર તા.૧૪ નવેમ્બર –
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ માટે તા.૨૫/૧૧/૨૦૨૫ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.
આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ “અ” (૦૧/૦૯/૨૦૦૫ થી ૩૧/૦૮/૨૦૧૦ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ “બ” (૦૧/૦૯/૧૯૯૬ થી ૩૧/૦૮/૨૦૦૫ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ક” ખુલ્લા વિભાગમાં (૦૧/૦૯/૧૯૯૬ થી ૩૧/૦૮/૨૦૧૦ વચ્ચે જન્મેલા) ઉમેદવારો ભાગ લઈ શકશે.

“અ” અને “બ” વિભાગમાં વકતૃત્વ, નિબંધ સ્પર્ધા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય-સંગીત હિન્દુસ્તાની, શાસ્ત્રીય નૃત્ય ભરત નાટયમ્, શાસ્ત્રીય નૃત્ય કથ્થક આમ કુલ ૦૮ સ્પર્ધાઓ “બ” વિભાગમાં પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઈ, લગ્ન ગીત એમ કુલ ૦૫ સ્પર્ધાઓ તથા “ક” (ખુલ્લા) વિભાગમાં લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, શાસ્ત્રીય કંઠ્ય-સંગીત કર્ણાટકી, શાસ્ત્રીય નૃત્ય મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શીઘ્ર વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી) એમ કુલ ૧૭ સ્પર્ધાઓ યોજાશે. આમ “અ”, “બ” અને “ક” વિભાગની કુલ-૩૦ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજયકક્ષા સુધીના સ્તરો રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા:૨૫/૧૧/૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે. તારીખ:૨૫/૧૧/૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
………….
દિવ્યા ત્રિવેદી
[11/14, 3:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં શિહોલી ગામના પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે તાલીમ‌ યોજાઇ*
…………….
ગાંધીનગર તા.૧૪ નવેમ્બર –
વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા ગાંધીનગર જિલ્લાનું રિસોર્સ સેન્ટર તરીકે ઘોષિત કરવામાં આવેલા પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે તા.૧૧/૧૧/૨૫ના રોજ એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવો અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના શ્રી નરેન્દ્ર મંડીર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે ચોકસાઈભરી માહિતી આપવામાં આવી હતી.આ કેન્દ્ર ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ,ગાંધીનગર,માણસા અને કલોલ તાલુકાના પ્રાકૃતિક, જૈવિક, સજીવ, જંગલ કે અન્ય ખેતી કરતા હોય અને જેમને *પ્રાકૃતિક ખેતી* માં રસ હોય તેવા ખેડૂતો માટે વ્યાખ્યાન અને પ્રાયોગિક ધોરણે સ્થળ ઉપર દેશી બીજ અને દેશી ગાય આધારિત ઘનજીવામૃત, બીજામૃત,જીવામૃત,વાફસા, આચ્છાદન અને મિશ્ર પાક નું સ્થળ પર નિદર્શન અને તાદૃશ્ય વર્ણન દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટીના પદાધિકારી, અધિકારીશ્રીઓ, ગાંધીનગર જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……..
વંદન સોલંકી
[11/14, 3:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી પાસેના ભોયણ રાઠોડ થી ઓ.એન.જી.સી. સુધીના અંદાજે ૩ કિમી રોડની મરામતનું કામ પ્રગતિ હેઠળ*
……..
ગાંધીનગર તા.૧૪ નવેમ્બર –
હાલમાં અતિ તીવ્ર કમોસમી વરસાદમાં જિલ્લાના અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી માર્ગ મરામત ડ્રાઈવ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી પાસેના ભોયણ રાઠોડ થી ઓ.એન.જી.સી. સુધીના રોડનું મરામત કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે. ત્રણ કિલોમીટર લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઈ ધરાવતો આ રસ્તો બિસ્માર થતાં રાહદારીઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી.
આ સમયે હવે વાતાવરણ ચોખ્ખું થતાં રાજ્ય સરકારના સ્તરેથી તાત્કાલિક આરોડને મંજૂર કરવામાં આવ્યો છે. આ માટે આરએન્ડબી પંચાયતના અધિક્ષક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સ્થળ મુલાકાત અને કામગીરી ઝડપી તથા સારી ગુણવત્તામાં થાય તે અંગે આયોજન કરવામાં આવ્યા છે. ખૂબ ટૂંકા ગાળામાં આ રસ્તાને રીપેર કરી સુલભ બનાવવામાં આવશે.
…………
દિવ્યા ત્રિવેદી
[11/14, 5:57 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *SIR અંતર્ગત તા.૧૫ અને ૧૬ નવેમ્બરે ખાસ ઝુંબેશ: મતદાન મથકે બી.એલ.ઓ ઉપસ્થિત રહી રૂબરૂ મદદરૂપ થશે*
……….
ગાંધીનગર તા.૧૪ નવેમ્બર –
ભારતના ચૂંટણી પંચ તરફથી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં વહીવટી તંત્ર તરફથી મતદારોને મદદરૂપ થવા માટે તારીખ ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર, આ ચાર દિવસોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ દિવસોએ સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી સંબંધિત મતદાન મથક ઉપર BLO ઉપસ્થિત રહેશે.
આ દિવસોમાં BLO દરેક મતદારને Enumeration ફોર્મ ભરવામાં, મતદારયાદીમાં નામ શોધવામાં અને કયા આધાર-પુરાવાની જરૂરી છે તે અંગે મદદરૂપ થશે. આથી તારીખ ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બરના દિવસે યોજાનાર કેમ્પમાં તમામ મતદારોને પોતાના મતદાન મથકે BLOની મુલાકાત લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી મેહુલ દવે દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
……………
દિવ્યા ત્રિવેદી
[11/15, 4:52 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *SIR અંતર્ગત સેક્ટર ૨૦ની સરકારી પ્રાથમિક શાળા ખાતે મતદારોને માહિતી સાથે માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી મેહુલ દવે*
…………..
ગાંધીનગર તા.૧૫ નવેમ્બર –
ભારતના ચૂંટણી પંચ તરફથી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં વહીવટી તંત્ર તરફથી મતદારોને મદદરૂપ થવા માટે આજરોજ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી મેહુલ દવેએ આજરોજ સેક્ટર ૨૦ની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ મતદારોને SIR કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. આ સાથે કલેક્ટરશ્રીએ મતદારોને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત સમજણ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, SIR અંતર્ગત વહીવટી તંત્ર તરફથી આજરોજ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી સંબંધિત મતદાન મથકો ઉપર બી.એલ.ઓશ્રીઓએ ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત વેળાએ મામલતદાર શ્રી ગાંધીનગર, સેકટર ૨૦ મતદાન વિસ્તારના બી.એલ.ઓશ્રી તથા વિસ્તારના મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……….
દિવ્યા ત્રિવેદી

[11/15, 4:52 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં કલેકટર શ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં મળી નવેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક*
…………
*જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા કરવામાં આવી ચર્ચા*
………..
ગાંધીનગર તા. ૧૫ નવેમ્બર-
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર શ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
બેઠકમાં કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર દ્વારા કલોલ વિસ્તારમાં પાણી ભરાવા અને દબાણ જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે જ માણસાના ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ દ્વારા સહકારી મંડળી, ખેડૂતોની મહત્વપૂર્ણ કામગીરીને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા માણસાના વિકાસ માટે વિવિધ ગ્રાન્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવેલા વીજળી, રોડ રસ્તા, બસ સ્ટેન્ડની સુવિધા તથા નેશનલ હાઇવે ઓથોરિટીને લગતા વિકાસ કામો અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના ઝડપી નિકાલ અંગે કલેક્ટરશ્રીએ તમામ વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટર શ્રી મેહુલ દવેએ તમામ અધિકારીઓને વહીવટી કામગીરીને જનસેવાનું માધ્યમ બનાવવા તથા  લોક પ્રશ્નોના ત્વરિત નિવારણ લાવવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા, અધિક કલેકટર તથા ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એ.ડી.વણઝારા તથા જિલ્લા સંકલન સમિતિના સર્વે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……….
દિવ્યા ત્રિવેદી
[11/15, 4:54 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેક્ટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ*
…………
*ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામે ૧૬.૮૧ લાખના ખર્ચે ૫૦૦૦ લી. પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી તથા વિવિધ તાલુકાઓમાં ૯ બોર મંજૂર કરાયા*
………..
ગાંધીનગર તા. ૧૫ નવેમ્બર-
કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતે અંદાજે ૧૬.૮૧ લાખના ખર્ચે ૫૦૦૦ લી. સંગ્રહ ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તથા તેને સંલગ્ન કામો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ ગાંધીનગર દ્વારા જરૂરી સર્વેક્ષણ કરાવી ગામમાં નવીન બોર અને પંપીંગ મશીનરી, એસેસરીઝ, વીજળીકરણના કામની જરૂરિયાત અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં નવા ૯ ગામો માણસા તાલુકાના હરણાહોડા, ચડાસણા, રાજપુરા અને બાપુપુરા, ગાંધીનગર તાલુકાના ટીટોડા (કૃષ્ણપુરા) અને રાયપુર તથા કલોલ તાલુકાના વાયણા, રકનપુર તથા વાંસજડા (કલોલ) ગામોમાં બોર માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી જે પટેલ નિવાસી અધિક કલેક્ટરશ્રી નિશા શર્મા, પ્રાંત અધિકારીશ્રીઓ તથા વાસ્મોના અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………….
દિવ્યા ત્રિવેદી
[11/15, 5:20 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન કરતા ઈસમો વિરૂદ્ધ ૨ દિવસીય ડ્રાઈવ યોજાઇ*
…………
*કલોલ, વલાદ, લવારપુર, સેક્ટર-૨૬ અને ૨૭ પાસેથી ગેરકાયદેસર ખનિજ વહન કરતા ૧૧ ડમ્પરોને ઝબ્બે કરાયા: કુલ ૧૮.૫૨ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી*
………..
ગાંધીનગર તા.૧૫ નવેમ્બર –
ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા  જિલ્લામાં બિન-અધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો વિરુદ્ધ તા.૧૪ અને ૧૫/૧૧/૨૦૨૫ના રોજ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડ્રાઈવ અંતર્ગત કલોલ, વલાદ, લવારપુર સેક્ટર-૨૬ અને ૨૭, ગાંધીનગરની હદ્દ વિસ્તારમાં બિનઅધિકૃત સાદી રેતી અને સાદી માટી ખનીજભરી વહન કરતા ૦૭ રોયલ્ટી પાસ વગર તથા ૦૪ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વાહનો કુલ-૧૧ ડમ્પર વાહનોને પકડી આશરે ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જેમાં કલોલ ગાંધીનગર રોડ પરથી (૧) વાહન ડમ્પર નં.NL-07-AA-4264 ના વાહન માલિક ધીરજભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા(૨) વાહન ડમ્પર નં.GJ-03-BZ-3481ના વાહન માલિક અલ્પેશભાઈ દેસાઈ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન (૩) વાહન ડમ્પર નં.GJ-17-XX-9200ના વાહન માલિક અંકિતભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા (૪) વાહન ડમ્પર નં.GJ-24-X-9900ના વાહન માલિક જીગ્નેશભાઈ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા (૫) વાહન ડમ્પર નં.GJ-01-LT-9323 ના વાહન માલિક કરણભાઈ ઓડ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા બદલ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર સેક્ટર-૨૬, ૨૭ના રોડ પરથી (૬) વાહન ડમ્પર નં.GJ-02-Z-7343 ના વાહન માલિક અરવિંદભાઈ વણઝારા દ્વારા સાદીમાટી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા (૭) વાહન ડમ્પર નં.DD-02-G-9832ના વાહન માલિક વિતેશભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા બદલ (૮) વાહન ડમ્પર નં.GJ-17-UU-7996 ના વાહન માલિક કલ્પેશભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા તેમજ વલાદ-લવારપુર રોડ પરથી (૯) વાહન ડમ્પર નં.GJ-18-AV-6448 ના વાહન માલિક કેતનભાઈ વણઝારા દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વર્ઝન કરવા (૧૦) વાહન ડમ્પર નં.GJ-18-AV-6943 ના વાહન માલિક રાજુભાઈ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા અને (૧૧) વાઉન ડમ્પર નં.GJ-23-AW-1658 ના વાઈન માલિક કેતનભાઈ વણઝારા દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યા હતા.
બે દિવસની ડ્રાઈવમાં જપ્ત કરેલ તમામ વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ કુલ ૧૮.૫૨ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે.
………
દિવ્યા ત્રિવેદી
[11/15, 5:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં અનસુચિત જાતિ કલ્યાણ અંગેની વિવિધ ત્રિમાસિક બેઠકો યોજાઈ*
………
*સફાઈ કામદારોના હિતાર્થે ગાંધીનગર મહાનગરપાલિકા, સર્વે નગરપાલિકાને વીમા, મેડિકલ, વેલ્ફેર એક્ટિવિટી અને રાહત સહાય અંગે નિયમિત કામગીરી કરવા કલેક્ટરશ્રીની સૂચના*
……….
ગાંધીનગર તા.૧૫ નવેમ્બર –
ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ હેઠળ જુદી જુદી યોજનાઓ અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટ વિશે અમલીકરણ અધિકારીશ્રીઓને ૧૦૦% ખર્ચ કરવા અંગે નિર્દેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લા તકેદારી સમિતિની બેઠક અંતર્ગત લાભાર્થીઓને ૧૦૦% સહાય ચૂકવવામાં આવી હોવા બદલ નાયબ નિયામકશ્રીની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે સાથે મેન્યુઅલ્સ સ્કેવેન્જર્સ એક્ટ-૨૦૧૩ અંતર્ગત સફાઈ કામદારોના હિતાર્થે ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લાની દરેક નગરપાલિકાઓને વીમા, મેડિકલ કે વેલ્ફેર એક્ટિવિટી અને રાહત સહાય અંગે નિયમિત કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી નિશા શર્મા, નાયબ નિયામક શ્રી ડો. ઘનશ્યામ વાઘેલા અને ગાંધીનગર જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………..
દિવ્યા ત્રિવેદી
[11/15, 5:59 PM] Neha Talaviya.Mahiti: *’આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ અંતર્ગત ૧૭ વિદેશી પ્રતિનિધિઓની ટીમ ગાંધીનગરમાં ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાતે*
************

રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ના ભાગરૂપે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ-BISAGની ૧૭ વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન વિદેશી પ્રતિનિધિઓની ટીમે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમમાં બાંગ્લાદેશ, અલ્જીરિયા, તાજિકિસ્તાન, બ્રુનેઇ દારુસ્સલામ, યુગાન્ડા, કિંગડમ ઓફ ઇસ્વાતિની, નાઇજેરિયા, ઇસ્વાતિની, મોરીશિયસ અને શ્રીલંકાના પ્રતિનિધિઓનો સહભાગી થયા છે.

‘ગીર’ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર અને રિસર્ચ એસોસિયેટ ડૉ. લોપામુદ્રા દાસે ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાનો પરિચય આપી પર્યાવરણીય શિક્ષણ તથા સંશોધનની કામગીરી વિશે માહિતી આપી હતી. નાયબ નિયામક -આર.એન્ડ.ડી શ્રી અમિત નાયક અને મદદનીશ વન સંરક્ષક ડૉ.રેણૂકા દેસાઈએ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતની પારિસ્થિતિકિય અને ‘ગીર’ ફાઉન્ડેશનના કાર્યો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં પર્યાવરણીય ક્ષેત્રના વિવિધ પડકારો અને સંયુક્ત પ્રયાસો થકી પર્યાવરણ સંરક્ષણ અંગે ૧૭ વિદેશી પ્રતિનિધિઓની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત પ્રતિનિધિમંડળે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ડાયનોસોર અને ફોસિલ પાર્ક, બોટાનિકલ ગાર્ડન અને ઝૂ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

– પ્રિન્સ ચાવલા
********************************

આપની આસપાસ બનતી ઘટનાઓ ના વિડીયો,સમાચાર અને ફોટાઓ અમારા જન જાગૃતિ માટે બહાર પાડતા અખબાર અને ચેનલ માં પ્રસારિત કરવા મોકલી આપો.