7 Ng pdf-1 (1) 8 NG PDF-2 (1) 9 NG pdf-2
Janfariyad Diwali Advt. Letter News Of Gandhinagar Diwali Advt. Letter
ગુજરાત રાજ્ય ગાંધીનગર માહિતી ખાતાના સમાચાર
[10/6, 11:34 AM] Dilip Gajjar.Mahiti.Press: *વન્યજીવ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત*
*‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું આયોજન*
………………
*‘તૃણાહારી વન્યજીવોની નિવસન તંત્રમાં ખાસ ભૂમિકા’*
*તેમજ સ્વદેશી અભિયાનને બળ આપવા માટીમાંથી રમકડાં બનાવવા અંગે વર્કશોપ યોજાયો*
…………………….
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. ૦૨ થી ૦૮ ઓક્ટોબર-૨૦૨૫ વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આજે તા. ૦૫ ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા હતા. આ નેચર વોકમાં તેઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વન વિસ્તારોમાં વન ભ્રમણ સાથે વન્યજીવો, નિવસન તંત્ર, પર્યાવરણના વિવિધ ઘટકો, પક્ષી દર્શન, વનસ્પતિ દર્શન સહિત માનવ-વન્યજીવ સહજીવન જેવા વિવિધ પાસાઓ પર પ્રત્યક્ષ વિગતો આપીને માહિતગાર કર્યા હતા.
આ સાથે ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦ થી વધુ હોમગાર્ડના જવાનો જોડાયા હતા. તેઓને હોમગાર્ડના જવાનો ખાસ કરીને વનવિસ્તાર નજીક માનવ-વન્યજીવ ઘર્ષણ સમયે તેઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વન્યજીવ રેસ્ક્યુ અંગે પણ વિવિધ માહિતી આપવામાં આવી હતી તેમ, ગીર ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહના ઉદ્દેશની પરિપૂર્તિ કરવા માટે “તૃણાહારી વન્યજીવો” થીમ નક્કી કરવામાં આવી હતી. તૃણાહારી વન્યજીવો નિવસન તંત્રમાં એક ખાસ ભૂમિકા ભજવે છે. તૃણાહારી વન્યજીવો વનસ્પતિજન્ય ખોરાક ખાઈને બીજવિકિરણ, વૃક્ષોના પુનર્જનન અને વન વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે સાથોસાથ માંસાહારી પ્રાણીઓને પણ ખોરાક પુરો પાડીને નિવસન તંત્રની પ્રક્રિયાઓને ધબકતી રાખે છે. ગુજરાતમાં ચિત્તલ, સાબર અને ભેંકર એ હરણની જાતિઓ જોવા મળે છે જ્યારે કાળીયાર, નીલગાય, ચોશિંગા અને ચિંકારા એ મૃગની જાતિઓ છે. આ વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરવામાં આવ્યા હતાં.
આ સિવાય ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટીમાંથી વન્યજીવોના રમકડાં બનાવવા જેવી સુંદર પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં ચાકડા પર માટીના કોડીયા, વાસણો વગેરે સહિત માટીમાંથી રમકડાં બનાવાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં બાળકોએ માટીના વિવિધ વન્યજીવોના રમકડા બનાવાતા શિખ્યા હતા અને પોતે બનાવીલ રમકડાં સાથે લઈ ગયા હતા. મોટેરાઓએ પણ માટી ખૂંદીને પોતાનું બાળપણ યાદ કર્યું હતું. આ કાર્યમાં ૧૦૦ થી વધુ ભાઈ-બહેનો અને બાળકોએ સહભાગી થઈને ‘ગીર’ ફાઉન્ડેશનની સર્જનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
જનક દેસાઈ …………………..
[10/6, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: વિકાસ સપ્તાહ
24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના
વિકાસ સપ્તાહની ઉજવણી…
સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવણી.
કુલ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા, કુલ 13 જેટલા વિષયોનો સમાવેશ.
પ્રત્યેક દિવસની ‘Theme Based’ ઉજવણી
યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું આયોજન.આ ઉજવણી દરમિયાન ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવાનું આયોજન.
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ ભારત વિકાસ પ્રતિજ્ઞા વિભાગઃ સામાન્ય વહીવટ વિભાગ
વિધાનસભાના પ્રાંગણમાં માન. મુખ્યમંત્રીશ્રી, માન. મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે.
આ જ સમયે રાજ્યના 34 જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે.
આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા વિકાસ સપ્તાહની વિધિવત શરૂઆત કરવામાં આવશે.
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ યુવા સશક્તિકરણ કાર્યક્રમ વિભાગઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
7 થી 15 ઓક્ટોબર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન.
સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના Locations ઉપર પદયાત્રા.
દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન,
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ
મુખ્ય કાર્યક્રમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે
જેમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત-2047 ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન , ચિંતન કરાશે અન્ય 50 સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ આત્મનિર્ભર ભારત વિભાગઃ સહકાર વિભાગ
માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલ લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રીને 1 કરોડ થી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ.
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી માર્ગદર્શનમાં દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજિક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડ જેટલા પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે.
વિષયો – આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હૈ, આયુષ્માન ભારત, નાણાંકીય સમાવેષીકરણ અને DBT , સોલાર રૂફટોપ યોજના, તા. 22 સપ્ટેમ્બર થી આવેલ GST સુધારા.
દર વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા 1.50 કરોડ પોસ્ટ કાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં 1 કરોડથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા તે અભૂતપૂર્વ સિદ્ધિ છે.
7 ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે કરાયું છે જેને લોકો નિહાળી શકશે.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટકાર્ડ
રાજ્યની જુદી જુદી કૉલેજોના વિદ્યાર્થીઓએ માન. વડાપ્રધાનશ્રીના
સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદૂર, જી.એસ.ટી. ક્રાન્તિ અને ભારતને અગ્રેસર બનાવવાની પહેલને આવકારી, પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી .
જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ 4.50 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા.
આ ઉપરાંત ૧૦૦ કૉલેજ / યુનિવર્સિટીમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાનોનું પણ આયોજન કરાયું , જે પૈકી ૬ર વ્યાખ્યાનો પૂર્ણ થયેલ છે. જેમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવવાથી રાજ્ય અને રાષ્ટ્રને સમૃદ્ધ અને ઉત્કૃષ્ટ બનાવવાના સોપનો બતાવવામાં આવ્યા.
તારીખ 08/10/2025
કાર્યક્રમનું નામઃ રોજગાર મેળો વિભાગઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ, અન્ય કુલ 33 રાજ્યવ્યાપી કાર્યક્રમો.
50 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ.
25 હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ.
ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે 100 થી વધુ MOU
ઉદ્યોગ અને ખાણ વિભાગઃ
તા. 09 અને 10 ઓક્ટોબર, 2025 – ઉદ્યોગ સાહસિકતા દિવસ
મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન
MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ
રીવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો.
અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@2047ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન વગેરે
ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન.
તા. 11 ઓક્ટોબર, 2025
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ.
પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન.
વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન.
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત.
રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત.
તા. 15/10/2025ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં 1 કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત.
ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન.
તમામ સરકારી સંસ્થાઓમાં “ સ્વચ્છતા શપથ”.
તારીખ: 12/10/2025 થી 13/10/2025
વિભાગ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ.
સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન.
તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રીસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન.
તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા.
તારીખ: 14/10/2025
કાર્યક્રમ: કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન.
તારીખ: 15/10/2025
કાર્યક્રમ: ખાતમુહૂર્ત અને લોકાર્પણ ના કાર્યક્રમો, વિભાગ : સામાન્ય વહીવટ વિભાગ
લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે (કાર્યક્રમનું આયોજન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા કરાશે)
રૂ. 1 કરોડથી થી રૂ. 25 કરોડ સુધીના રૂ. 3326 કરોડના કામો.
તા. 07/10/2025 થી 15/10/2025
વિભાગઃ શિક્ષણ વિભાગ
Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર.
દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમ (તા. 15/10/2025, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે)
તા. 07/10/2025 થી 15/10/2025
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
આરોગ્યની વિવિધ યોજનાઓ થકી વિકાસ સપ્તાહ દરમ્યાન લક્ષ્યાંક હાસલ કરવા ખાસ ઝુંબેશ
અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ
નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું
૩૨ કિ.ગ્રા.થી ઓછું વજન ધરાવતી અંદાજિત ૧૦૦૦ સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ
વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ
વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક માન. ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્રી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ
રાજ્ય નાં ૨૪ શહેરોમાં “સ્વસ્થ હૃદય” વોક નું આયોજન
રાજ્યની ૨૪ મેડીકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation) તાલીમ શિબિરોનું આયોજન
કેન્સર સ્ક્રીનીંગની ટ્રેનિંગ માટેનું જીસીઆરઆઇ સાથે એમ.ઓ.યુ.
૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન
જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ
પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરી નું E book મારફતે લોન્ચિંગ
તા. 07/10/2025 થી 15/10/2025
માહિતી અને પ્રસારણ વિભાગ
24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના શીર્ષક હેઠળની પુસ્તિકાનું પ્રકાશન
My.Gov.India પોર્ટલ પરથી વિકાસ સપ્તાહ ક્વિઝ કમ્પીટીશનનું આયોજન
My.Gov.India પોર્ટલ પરથી ફોટો અને રીલ કમ્પીટીશનનું આયોજન
*****
[10/6, 1:12 PM] Dilip Gajjar.Mahiti.Press: ૭ ઓકટોબર – વિશ્વ કપાસ દિવસ
*કપાસમાં ગુજરાત ૨૩.૭૧ લાખ હે. વાવેતર વિસ્તાર, ૭૧ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેકટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય*
**********
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
**********
*ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ: ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં ૩૭૩ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટરનો વધારો*
**********
*ગુજરાતે વિકસાવેલી કપાસની સંકર-૪ જાત પછી સમગ્ર દેશમાં શરૂ થયેલા સંકર કપાસ યુગથી ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો*
**********
મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.
ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે, જે દેશની સરેરાશ કપાસ ઉત્પાદકતા કરતા પણ વધુ છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને કપાસ દ્રારા અબજો રૂપિયાની આવક થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.
વર્ષ ૧૯૭૧માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-૪ નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ ૨૦૨0-૨૧માં ભારતે રેકોર્ડ બ્રેક રૂ. ૧૭,૯૧૪ કરોડની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૯ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.
ગુજરાત આજે કપાસના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમે છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. આજે દેશના કુલ કપાસ વાવેતરમાં ૨૦ ટકા અને કુલ કપાસ ઉત્પાદનમાં આશરે ૨૫ ટકાનો ફાળો ગુજરાતનો છે. રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ રહેશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રી કહ્યું કે, બીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ ૨ બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ને વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં અન્ય બે બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૧૦ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૧૨ બીજી-૨ જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની ચાર જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી.
સમગ્ર વિશ્વમાં સતત થઇ રહેલ વસ્તી વધારાના કારણે ભવિષ્યમાં કુદરતી રેસા, વસ્ત્રો, ખાદ્યતેલ અને પશુ આહાર માટેના કપાસીયા ખોળની હાલ કરતા વર્ષ ૨૦૩૦ સુધીમાં દોઢ ગણી અને ૨૦૪૦ સુધીમાં બમણી સંભવિત જરૂરીયાતો ઊભી થશે. આ જરૂરિયાતોને ધ્યાને લઈને સંશોધનો, નવા અને અદ્યતન વિચારો તેમજ ઘરેલું ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવી કપાસની નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં ગુજરાત અમૂલ્ય ફાળો આપી શકે છે, તેવો મંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
**********
નિતિન રથવી
[10/6, 1:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણામાં VGRCનું ઉદ્ઘાટન, ઉત્તર ગુજરાતમાં વૈશ્વિક વ્યાપાર અને ઉદ્યોગસાહસિકતાનો ઉત્સાહ ઉજાગર થશે*
***
*ઉત્તર ગુજરાતની VGRCમાં જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ સહિતના વૈશ્વિક દેશોની ભાગીદારી*
***
*ક્ષેત્રીય આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓનું પ્રેરણાદાયક મંચ બનશે VGRC ઉત્તર ગુજરાત*
***
*ગાંધીનગર, 6 ઓક્ટોબર, 2025:* ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. આ આયોજન ઉત્તર ગુજરાતની ‘વિકસિત ગુજરાત-વિકસિત ભારત @2047’ની યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ભવ્ય સંમેલનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ; ઇસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન અને ભારતીય વાયુ સેનામાં ગ્રુપ કેપ્ટન અને ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી શ્રી શુભાંશુ શુક્લા પણ ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટન સમારોહ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો VGRC પ્રદર્શનની મુલાકાત લેશે, જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવશે.
ઉત્તર ગુજરાત VGRCમાં આંતરરાષ્ટ્રીય સહભાગિતા પણ વ્યાપક રીતે જોવા મળશે, જેમાં ભાગીદાર દેશોમાં જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેતનામ સામેલ છે. કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત વિશેષ સેમિનારો માટે નેધરલેન્ડ પણ એક ભાગીદાર દેશ તરીકે જોડાશે. આ આયોજનમાં વિશ્વ બેન્ક, જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), રશિયન સંઘનું વ્યાપાર પ્રતિનિધિમંડળ, ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચૅમ્બર (ICBC) અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની ભાગીદારી રહેશે.
લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તે સિવાય ટોરેન્ટ, વેલ્સ્પન, NHPC, NTPC, કોસોલ, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, મારુતિ સુઝુકી, પાવરગ્રીડ કૉર્પોરેશન લિમિટેડ અને ONGC જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાશે.
ઉભરતી તકો અને ટકાઉ નવીનતાઓને પ્રકાશિત કરવા માટે, આ કાર્યક્રમમાં જાહેર ક્ષેત્રના એકમો, MSMEs, કુટીર ઉદ્યોગો અને ગ્રામીણ સ્ટાર્ટઅપ્સ સહિત કૃષિ-ટેક, ગ્રીન એનર્જી અને ફૂડ-ટેક માટે વિશેષ પેવેલિયન સ્થાપિત કરવામાં આવશે, જે ભારતની ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમનું વૈવિધ્યસભર પ્રદર્શન કરશે.
ભારતની વધી રહેલી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને ધ્યાનમાં રાખીને આ સમારોહમાં જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેતનામ માટે વિશેષ આંતરરાષ્ટ્રીય પેવેલિયનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જે દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ ભાગીદારી અને ટેક્નોલોજીના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપશે.
પ્રદર્શનના ભાગરૂપે, દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલ્વે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં, રિવર્સ બાયર-સેલર મીટમાં (RBSM) 17 દેશોના 34 આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ભાગ લેશે, જેનાથી વેપાર અને વ્યવસાયની તકોને પ્રોત્સાહન મળશે. આ દરમિયાન ખરીદદારો અને સ્થાનિક વિક્રેતાઓ વચ્ચે નિકાસને પ્રોત્સાહન આપવા માટે 500થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્યોગસાહસિકો, માર્ગદર્શકો અને સંસ્થાઓને મહત્વપૂર્ણ નેટવર્કિંગ તકો પૂરી પાડવા માટે ઉદ્યમી મેળાનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને વિવિધ સરકારી યોજનાઓ, નીતિઓ અને પહેલો વિશે જાગરૂક કરવાનો તેમજ નવીનતા, ઉદ્યોગ વિકાસ અને ગુજરાતના ઝડપથી વિકસિત થઇ રહેલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
આ અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે પરંપરાગત ક્ષેત્રીય વ્યંજનો અને મિલેટ આધારિત વાનગીઓ ધરાવતા ફૂડ કોર્ટમાં ઉત્તર ગુજરાતના સમૃદ્ધ પાક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. આ પહેલ ભારતની શ્રી અન્ન (બાજરી) ને સ્વસ્થ જીવન અને ટકાઉ ખેતીના પ્રતીક તરીકે લોકપ્રિય બનાવવાની વૈશ્વિક પહેલ સાથે સુસંગત રહેશે.
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ની ભાવના સાથે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા, ગ્રામ્ય સ્તરે નવીનતા અને સામુદાયિક વિકાસની શક્તિનો ઉત્સવ મનાવશે. આ આયોજન ક્ષેત્રીય સશક્તિકરણ, વૈશ્વિક સહયોગ અને ટકાઉ પ્રગતિને નવી ઊર્જા આપશે જેનાથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં વધુ મજબૂતી આવશે.
*X-X-X*
[10/6, 1:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ*
—–
*રાજ્યની ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
——
*-:વિકાસ સપ્તાહ દરમિયાન યોજાનારા મુખ્ય કાર્યક્રમો:-*
• મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સરકારી કચેરીઓ, શાળા-કોલેજોમાં તેમજ ઓનલાઈન માધ્યમથી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાશે
• સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન
• ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાન માળા, પદયાત્રા તેમજ દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
• રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ
• રૂ. ૧ થી ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામો
—–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
જે અંતર્ગત ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે, એમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે, તેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ જ સમયે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા-કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. વધુમાં આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસ સપ્તાહની વિધિવત શરૂઆત કરવામાં આવશે.
*તા. ૦૭/૧૦/૨૦૨૫*
યુવા સશક્તિકરણ કાર્યક્રમ
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન, સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના લોકેશન પર પદયાત્રા, દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે જેમાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત@૨૦૪૭ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન-ચિંતન કરાશે. આ ઉપરાંત અન્ય ૫૦ સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે.
*આત્મનિર્ભર ભારત*
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલા લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા વડાપ્રધાનશ્રીને એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમનું તા. ૦૭ ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી માર્ગદર્શનમાં દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજીક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડથી વધું પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે. આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હે, આયુષ્માન ભારત, નાણાકીય સમાવેષિકરણ અને DBT, સોલાર રૂફટોપ યોજના, તા. ૨૨ સપ્ટેમ્બરથી આવેલ GST સુધારા જેવા વિવિધ વિષયો પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
*દર વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા ૧.૫૦ કરોડ પોસ્ટ કાર્ડ છાપવામાં આવે છે જ્યારે માત્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખુબ જ ટુંકાગાળામાં ૧ કરોડથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા તે અભૂતપૂર્વ સિધ્ધિ છે.*
*તા. ૭ ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે, જેને નાગરિકો નિહાળી શકશે.*
આ ઉપરાંત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજયની જુદી જુદી કૉલેજોના વિધાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદુર, જી.એસ.ટી. ક્રાન્તી અને ભારતને અગ્રેસર બનાવવાની પહેલને આવકારી પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૪.૫૦ લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
આ ઉપરાંત ૧૦૦ કૉલેજ / યુનિવર્સિટીમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાયનોનું પણ આયોજન કરાયું છે, જે પૈકી ૬ર વાખ્યાનો પૂર્ણ થયા છે. જેમાં તજજ્ઞ વકતાઓ દ્વારા વિધાર્થીઓને સ્વદેશી અપનાવવાથી રાજય અને રાષ્ટ્રને સમૃધ્ધ અને ઉત્કૃષ્ટ બનાવવાના સોપનો બતાવવામાં આવ્યા છે.
*તા. ૦૮/૧૦/૨૦૨૫*
રોજગાર મેળો કાર્યક્રમ
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સાથે અન્ય કુલ ૩૩ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે.
જેમાં ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૫ હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ પણ કરવામાં આવશે.
વધુમાં, ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે ૧૦૦થી વધુ MOUs પણ કરવામાં આવશે.
*તા. ૦૯/૧૦/૨૦૨૫ અને ૧૦/૧૦/૨૦૨૫*
મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન
પ્રવક્તા મંત્રીશ્રીએ વિગતો આપતા કહ્યું કે, MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રિવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો, અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન તેમજ ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.
*તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫*
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત, રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં ૧ કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત તથા ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન તેમજ તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ” લેવડાવવામાં આવશે.
*તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫*
રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ દિવસે નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ, સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન, તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રિસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન તેમજ તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
*તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫*
કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ,
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
*તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫*
ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં રૂ. ૧ કરોડથી રૂ. ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામોનો સમાવેશ થાય છે.
વધુમાં, પ્રવક્તા મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા પણ Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર તેમજ દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ
વિકાસ સપ્તાહ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ, નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦થી વધુ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું કરવામાં આવશે.
આ ઉપરાંત વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ, વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્રી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ, રાજ્યની ૨૪ મેડીકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation) તાલીમનું આયોજન, ૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન, જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ, પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરી નું E book મારફતે લોન્ચિંગ કરવામાં આવશે.
વધુમાં, આ સપ્તાહ દરમિયાન માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના શીર્ષક હેઠળની પુસ્તિકાનું પ્રકાશન, My.Gov.India પોર્ટલ પરથી વિકાસ સપ્તાહ ક્વિઝ કમ્પીટીશનનું આયોજન, My.Gov.India પોર્ટલ પરથી ફોટો અને રીલ કમ્પીટીશનનું આયોજન કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
—–
[10/6, 3:17 PM] Dilip Gajjar.Mahiti.Press: _વિકાસ સપ્તાહ_
*7 ઓક્ટોબર, યુવા સશક્તિકરણ દિવસ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા 24 વર્ષમાં બન્યું સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ*
***
*છેલ્લા 24 વર્ષમાં યુવાહિતલક્ષી રાજ્ય સરકારે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે યુવાનોને બનાવ્યા સશક્ત, વિશેષ ક્ષેત્રના અભ્યાસ માટે રાજ્ય બહાર ન જવું પડે એ માટે વિવિધ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી કાર્યરત*
***
*સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી*
***
*ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2009માં દેશની એકમાત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટી (હવે RRU)ની સ્થાપના થઈ*
***
*ગાંધીનગર, 06 ઓક્ટોબર 2025:* કોઈપણ રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય તેની યુવા શક્તિ પર નિર્ભર હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ બાબત પર ભાર મૂકીને વિકસિત ભારતના વિઝનમાં પણ યુવાનોને કેન્દ્રસ્થાને રાખ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન તરીકે તેમણે છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કર્યું છે. 7 ઓક્ટોબર 2025ના રોજ તેમના માર્ગદર્શનમાં રાજ્યની વણથંભી વિકાસ યાત્રાના સફળ 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આ અંતર્ગત આ વર્ષે 7 ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, યુવાનોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણથી લઈને વિશ્વકક્ષાના ઉચ્ચશિક્ષણ સાથે રોજગાર-સ્વરોજગારના અવસરો આપવા માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કર્યો છે, જેના આજે સકારાત્મક પરિણામો આપણે સૌ જોઈ શકીએ છીએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ ગુજરાત આજે સેક્ટર-સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે.
*ગુજરાતના યુવાનોને ઘરઆંગણે જ મળી ઉચ્ચ શિક્ષણની ઉત્તમ સુવિધા*
આજથી 24 વર્ષ પહેલાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ, ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવું પડતું હતું, પરંતુ આજે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીઓની તેમજ ટેક્નિકલ શિક્ષણમાં સીટ્સની સંખ્યા વધારી છે. 24 વર્ષ પહેલાં રાજ્યમાં માત્ર 21 યુનિવર્સિટી હતી, જેની સંખ્યા આજે 108 સુધી પહોંચી ગઈ છે. વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિશ્વસ્તરીય શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુજરાતને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવાના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.
*સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું ગુજરાત*
યુવાનોને જે તે ક્ષેત્રનું ગુણવત્તાયુક્ત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતમાં આજે ચોક્કસ ક્ષેત્રને લગતું શિક્ષણ પ્રદાન કરતી વિવિધ યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે, જે એક યુનિક કોન્સેપ્ટ છે. કુલ 108 યુનિવર્સિટી પૈકી 9થી વધુ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી છે, જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેક્નોલૉજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલૉજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.
*કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી: સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી*
યુવાનોના કૌશલ્યને ધ્યાનમાં રાખીને રોજગારી આપવાના ઉદ્દેશથી ગુજરાતમાં વર્ષ 2021માં કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)ની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી દ્વારા વિક્ટોરિયા યુનિવર્સિટી (ઓસ્ટ્રેલિયા), ફ્લિન્ડર્સ યુનિવર્સિટી (ઓસ્ટ્રેલિયા), ITEES (સિંગાપુર) જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીમાં જાન્યુઆરી 2024થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ અને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે.
*ગાંધીનગરમાં છે દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી*
2009માં સ્થપાયેલી ગાંધીનગરમાં સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરતી દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. તેના નિર્માણમાં અજન્મા શિશુથી વર્ષના તરુણના સર્વાંગી શિક્ષણની સંકલ્પના છે. યુનિવર્સિટીમાં ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર, જન્મથી ત્રણ વર્ષનાં બાળકોની માતાઓ માટે ‘શિશુ પરામર્શન કેન્દ્ર’, ભારતીય જીવનદર્શન અને શિક્ષણ મુજબ શિક્ષણ-વ્યવસ્થા, વ્યક્તિત્વ વિકાસ શિબિરો વગેરેનું આયોજન કરે છે.
*વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના*
સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી હતી. આ પ્રકારની યુનિવર્સિટી સ્થાપનાનો પ્રેરણાદાયી વિચાર નવા ભારતની દિશામાં રેલવે અને પરિવહન ક્ષેત્રમાં ફેરફાર માટે નિમિત બનશે. 3000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજો, રેલ કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટર અને વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધાઓ છે.
*રાજ્યમાં છે દેશની એકમાત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી*
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2009માં રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી (હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-આરઆરયુ) ની સ્થાપના કરી હતી. નોંધનીય છે કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. આ દેશની એકમાત્ર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે.
*વૈશ્વિક શિક્ષણનું કેન્દ્ર બનવા તરફ ગુજરાતની આગેકૂચ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ગુજરાતના યુવાનોને રોજગાર આપીને, તેમને કૌશલ્ય પ્રદાન કરીને અને તેમને સન્માન આપીને એક નવીન દ્રષ્ટિકોણ સાથે રાજ્ય સરકારે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારી છે. 7 ઓક્ટોબરે રાજ્ય સરકાર વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સશક્તિકરણ દિવસ મનાવી રહી છે, ત્યારે આ દિવસ એ સૂચવે છે કે ગુજરાત આજે વૈશ્વિક શિક્ષણનું કેન્દ્ર બનાવવા અને યુવાશક્તિને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
*X-X-X*
[10/6, 4:07 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)
*******
૦૯ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે “ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર” પર સેમિનાર યોજાશે
***
ગુજરાત સરકાર હેઠળના ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB), ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MBSIRDA) દ્વારા ઉત્તર ગુજરાત રિજિયન માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના ભાગ રૂપે “ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સેમિનાર ૦૯ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ બપોરે ૨:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે સેમિનાર હોલ નંબર ૭ ખાતે યોજાનાર છે. આ સેમીનાર ગુજરાતના ઔદ્યોગિક વિકાસ એજન્ડાને આગળ વધારવામાં એક અગત્યનુ પગલું રહેશે.
આ પહેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મજબૂત પાયા પર આધારિત છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, આ પહેલ શરુ કરવામા આવેલ હતી. હંમેશ માટે વાઇબ્રન્ટ ગુજરાતનું ગુજરાતને રોકાણ અને ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં વિશેષ યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્ય ” વિકસિત ભારત @૨૦૪૭ ” ના રાષ્ટ્રીય ધ્યેય સાથે સુસંગત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આનો ઉદ્દેશ સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમને મજબૂત બનાવવાનો, ઘણા ક્ષેત્રોમાંથી રોકાણ આકર્ષવાનો અને વૈશ્વિક સહયોગ વધારવાનો છે. આ રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે, આ “ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર” ના સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ છે.
આ સેમિનારમાં સંકલિત આયોજન, સસ્ટેનિબીલીટી, સ્માર્ટ અને ગ્રીન ઔદ્યોગિક સુવિધાઓ અને સક્ષમ નીતિગત માળખા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવશે. તે, આંતરદૃષ્ટિનું આદાનપ્રદાન કરવા અને શ્રેષ્ઠ પ્રથાઓને શેર કરવા માટે સરકાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના મુખ્ય હિસ્સેદારોને એક મંચ પર લાવશે. રિજનલ વિકાસના અર્થે ઔદ્યોગિક ક્લસ્ટરો પર એક પેનલ ચર્ચા પણ યોજાશે, જેમાં નવીનતા, માળખાગત વિસ્તરણ અને સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવામાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે.
આ સેમિનારનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના ઉદ્યોગ અને શ્રમ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં NICDC ના CEO શ્રી રજત સૈની, IAS અને GIDB ના CEO શ્રી પી. સ્વરૂપ, IAS સહિત ઉચ્ચ નિષ્ણાતો ઉપસ્થિત રહેનાર છે. તેમની સાથે અગ્રણી બહુપક્ષીય વિકાસ ભાગીદારોના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ – GIZ ના શ્રી રઘુ બાબુ અને ADB ના શ્રી સમીર ખાતીવાડા પણ જોડાનાર છે. આ સેમિનારમાં મેસ્કોટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય પટેલ, મારુતિ સુઝુકીના સિનિયર વીપી શ્રી સંજય બારોનિયા તથા મહિન્દ્રા લાઇફસ્પેસિસના ચીફ બિઝનેસ ઓફિસર-ઇન્ડસ્ટ્રિયલના શ્રી વિક્રમ ગોયલ, જેવા અગ્રણી વ્યક્તિઓ પણ હાજર રહેશે, જેઓ સરકાર, વિકાસ એજન્સીઓ અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના ગાઢ સહયોગ પર પ્રકાશ પાડશે.
વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે, કૃપા કરીને https://www.vibrantgujarat.com/north-gujarat-region ની મુલાકાત લો.
******
[10/6, 4:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ*
*****
*સરકારી તંત્ર- નાગરિકો વચ્ચે આયોગે સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય બનાવ્યું :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
****
*અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ :- મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની*
****
• *ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્રણ લઘુપુસ્તિકાઓના આધારે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેના વીડીયોની પ્રસ્તુતી*
******
કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NFSU કેમ્પસ- ગાંધીનગર ખાતે આયોજિત આ ઉજવણીમાં રાજ્યના માનનીય મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. માહિતી આયોગની ટીમે RTIના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોનાં હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળનુ રાજ્ય બન્યું છે.
વધુમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્વ. શ્રી અટલ બિહારી બાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળી રહે તે માટે, આ RTI Act -૨૦૦૫ બનાવવામાં આવ્યો હતો. કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા અને કેટલાક નાગરિકો તેને આવકનો સાધન બનાવવાનો પ્રયત્નો કરતા હોય છે. ૫૦૦-૧૦૦૦ કિ.મી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ કરતા આર.ટી.આઈ એક્ટવિસ્ટો ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે. આ પ્રકારની ટોળકીઓનુ દેશમાં એક નેટવર્ક છે. આ નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર બધા વિભાગો સાથે સંકલનમાં રહીને અગ્રેસર કામગીરી કરી રહી છે.
સુરત જિલ્લામાં ફફ્ત એક જ વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સો સામે ૮૫ થી વધારે કેસો કરીને ૧૦૫ લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે. અમદાવાદ શહેરમાં ૧૨ જેટલા કેસો માત્ર ૧૫ દિવસમાં કરવામાં આવ્યા હતા. આ ગુનેગારોને જેલ ભેગા કરવા ઉપરાંત પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું કામ સૌ પ્રથમ કાર્ય ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. આ કાયદો લોકોના હિતમાં બનવવામાં આવેલો કાયદો છે કોઈ આર.ટી.આઈ એજન્ટોના હિતમાં બનાવવામાં આવેલો કાયદો નથી તેમ શ્રી સંઘવીએ કહ્યું હતું.
વધુમાં શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે, ગુજરાત એવું પહેલું રાજ્ય હશે જ્યાં વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સોની યાદી બનાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. RTIના નામનો ઉપયોગ કરીને આવા એજન્ટોને પ્રતિબંધિત કરવાનું કામ ગુજરાત માહિતી આયોગે કર્યું છે આ ઉત્તમ કામગીરી કરવા બદલ હું ગુજરાત માહિતી આયોગની ટીમને અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોનીએ જણાવ્યું હતું કે, આર.ટી.આઈ સપ્તાહ અંતર્ગત આજે દેશ – દુનિયામાં કેટલાક નાગરિકો ગુજરાત માહિતી આયોગની સોશિયલ મીડિયા ચેનલોથી જોડાઈને આર.ટી.આઈ કાયદાની સમજણ લઇ રહ્યા છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજી મળવાથી તેના નિકાલની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. નાગરિકોને તેમના કેસની સુનાવણીની જાણ ઈમેલ અને ફોન કરીને કરવામાં આવે છે. આ પ્રકારની પારદર્શક કામગીરીથી દેશના અન્ય માહિતી આયોગ ગુજરાત પાસેથી પ્રેરણા લઇ રહ્યા છે.
ગુજરાત માહિતી આયોગની વેબસાઇટને નવીનીકરણ કરીને વધુ પ્રજાલક્ષી બનાવવા આવ્યું છે. આ વેબસાઈટ પર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદા, અધિનિયમ તેમજ રાજ્ય સરકારની સૂચનાઓ મુકવામાં આવે છે. નાગરિકોને RTIને લગતી માહિતી મળી રહે તે પ્રકારની માહિતી વેબસાઈટ પર મુકવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા એક વર્ષમાં ૨ લાખથી વધુ નાગરિકો વેબસાઇટની મુલાકાત લઈને RTI વિશે માહિતગાર થયા છે તેમ શ્રી સોનીએ જણાવ્યું હતું.
વધુમાં શ્રી સોનીએ ઉમેર્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા ૧.૪૦ લાખથી વધુ અપીલનો નિકાલ કરવામાં આવ્યો છે. અત્યારે માત્ર ૧૨૦૦ અપીલ પેન્ડીંગ છે. આજે ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર ૬૦-૯૦ દિવસમાં અપીલનો નિર્ણય કરવામાં આવે છે. આ ઝડપી અપીલનું નિર્ણય કરનાર ગુજરાત રાજ્ય માહિતી આયોગ પ્રથમ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અધિનિયમની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ નહિ કરતા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીને સુધારણા તેમજ સમજણ માટે એક તક આપવામાં આવે છે. જો જરૂર જણાય તો તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે, આયોગ દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં ૫૦૦ જેટલા કેસોમાં જાહેર માહિતી અધિકારીઓને રૂ.૪૨ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્રણ લઘુપુસ્તિકાઓના આધારે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય માહિતી કમિશનર શ્રી સુબ્રમણિયમ ઐયર, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી નિખિલભાઈ ભટ્ટ, શ્રી વિપુલ રાવલ, શ્રી ભરત ગણાત્રા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, નાગરિક સંગઠનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વર્ચ્યૂઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતાં.
– પ્રિન્સ ચાવલા
****************
[10/6, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*
—–
*કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે*
—–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૬,૯૨૧ કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષશ્રીના, દંડકશ્રીના, નાયબ દંડક અને ઉપદંડકશ્રી તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
—-
[10/6, 6:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*’વિકાસ સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે ‘ આરોગ્ય વિભાગના વિવિધ સાધન સહાય વિતરણ કાર્યક્રમ*
*મહાનુભાવ*:
માન.આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
*દિનાંક: *૦૭-૧૦-૨૦૨૫,
બુધવાર*
*સમયઃ *સાંજે ૩.૦૦ કલાકે
*સ્થળ : GMERS ઓડિટોરિયમ હોલ, સિવિલ હોસ્પિટલ,ગાંધીનગર*
*આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[10/6, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી સંપન્ન*
———-
*વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુ સેનાએ અપ્રતિમ સાહસ અને પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાના ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ કમાન્ડના વાયુ સૌનિકો સહિત એરફોર્સ પરિવારને ૯૩મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, ભારતીય વાયુ સેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ વાયુ સીમાની સુરક્ષા સાથો સાથ સામાજિક દાયિત્વમાં પણ યોગદાન આપી રહ્યુ છે તેને બિરદાવતા જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ મા કે નામ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં ‘સ્વાક’ સક્રિય ભાગીદાર રહ્યુ છે. તેમણે વાયુસેના પરિવારની મહિલાઓ દ્વારા સંચાલિત ‘સંગીની’ સંગઠનની સામાજિક અને કલ્યાણકારી કાર્યોની પહેલની પણ પ્રશંસા કરી હતી.
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે સ્વાગત પ્રવચનથી મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા અને એરફોર્સ વર્ષગાંઠ ઉજવણીની ભૂમિકા આપી હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સિનિયર એર સ્ટાફ ઓફિસર શ્રી એસ. શ્રીનિવાસ સહિત વાયુ સેનાના અધિકારીઓ, વાયુ સૈનિકો અને તેમના પરિવાર જનો આ ઉજવણીમાં સહભાગી થયા હતા. એરફોર્સ બેન્ડની કર્ણપ્રિય સૂરાવલિઓથી આ ઉજવણી વધુ શૌર્યસભર બની હતી.
———–
[10/6, 6:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી*
*રાજકોટ ખાતે આવેલી મે. ગુજરાત ફૂડ્સમાંથી અંદાજે રૂ. ૪ લાખની કિંમતનો ૧,૩૦૦ કિ.ગ્રા. પનીરનો જથ્થો નાશ કરાયો*
—–
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૈયા, રાજકોટ ખાતે આવેલી મે. ગુજરાત ફૂડ્સ (License No: 10723030000054)નું આકસ્મિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન પનીરમાં પામોલિન તેલની ભેળસેળની પ્રબળ શંકા તથા સ્થળની અનહાયજેનિક પરિસ્થિતિમાં પનીર બનતું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સ્થળ પરથી તંત્ર દ્વારા પનીરનો એક નમૂનો લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો, જ્યારે બાકીનો અંદાજે રૂ. ૪ લાખની કિંમતનો ૧,૩૦૦ કિ.ગ્રા. જેટલા ઉત્પાદિત પનીરનો નાશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાજર માલિકને જગ્યા પર ચોખ્ખાઈ રાખવા અને Schedule-IV નું પાલન કરવા જણાવીને તે માટે ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[10/7, 11:20 AM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ*
***********
*૭ ઓક્ટોબર :- યુવા સશક્તિકરણ દિવસ*
**********
*ખેલ મહાકુંભના પરિણામે ૧૧ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ, સિલ્વર અને બ્રોચ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું*
**********
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન શ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાનશ્રીએ નવી દિશા આપી છે. જે સંદર્ભે તા.૦૭ ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ -૨૦૧૦માં શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના યુવાનોનો રમત ગમત ક્ષેત્રે રસ વધે તે શુભ આશય સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના ૧૧ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાં ગુજરાતની માના પટેલે સ્વીમીંગ રમતમાં, એલાવેનીલ વાલરીવને- શુટિંગમાં, તસ્નીમ મીરે -બેડમિન્ટનમાં, સરિતા ગાયકવાડે અને મુરલી ગાવિતે -એથ્લેટીકસમાં, મોક્ષ દોશીએ -ચેસમાં, દ્વીપ શાહે – સ્કેટીંગમાં, અનિકેત દેસાઇએ -સોફટ ટેનીસમાં, કલ્યાણી સક્સેનાએ – સ્વીમીંગમાં, વિશ્વા વાસણવાલાએ -ચેસમાં, સનોફર પઠાણે -કુસ્તીમાં, અનુષ્કા પરીખે -બેડમિન્ટનમાં, માધવીન કામથ અને ઝીલ દેસાઇએ –ટેનીસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બોન્ઝ મેડલ મેળવીને ગુજરાતના યુવાઓને પ્રેરણા આપી છે.
કોઈ પણ દેશ ત્યારે જ સશક્ત બને છે, જ્યારે તે દેશના યુવાઓ સશક્ત બને. ખેલ મહાકુંભ જેવા માધ્યમથી ગુજરાતના યુવાનો આજે રમત ગમત ક્ષેત્રે પોતાની સુવર્ણ કારકિર્દી ઘડવાની સાથે દેશ- રાજ્યનું પણ નામ રોશન કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “રમશે…..ગુજરાત…જીતશે…ગુજરાત” અને ‘ખેલે તે ખીલે’ જેવા મંત્ર સાથે શરુ કરેલા ખેલ મહાકુંભે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાવાન બાળકો – યુવાઓના સપનાને નવી પાંખ આપી છે. રાજ્યના નાગરિકોની રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાય અને રમત-ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે ખેલ મહાકુંભ વર્ષ -૨૦૨૫માં ૭૨ લાખથી વધુ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ૪૩.૮૦ લાખથી વધુ પુરુષ ખેલાડીઓ અને ૨૮.૭૪ લાખથી વધુ મહિલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતના યુવા ખેલાડીઓ માટે આ વર્ષે ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધા આગામી તા. ૦૬ થી ૧૦ નવેમ્બર દરમિયાન, જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૧૧ થી ૩૦ નવેમ્બર દરમિયાન, ઝોન કક્ષાની સ્પર્ધા તા. ૦૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા તા. ૧૬ થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનો રમત –ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડીને આગળ વધી શકે તે માટે આ વર્ષના બજેટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનાં માળખાગત સુવિધાઓના વિકાસ અર્થે રૂ.૧૨૫ કરોડની જોગવાઈની મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પેર્ફોમેન્સ સેન્ટરનું નિર્માણ કરવા માટે પણ રૂ.૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– પ્રિન્સ ચાવલા
***********
[10/7, 11:26 AM] Dilip Gajjar.Mahiti.Press: *”વિકાસ સપ્તાહ” અંતર્ગત આવતી કાલે ગાંધીનગર ખાતે*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન*
—–
*૫૭ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર તથા ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે*
—–
*રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી ૧૩.૯૯ લાખ કરતા વધુને રોજગારી અપાઈ*
—–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.
જે અંતર્ગત તા. ૮ ઓકટોબર, ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને શ્રમ-રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ યોજાશે. આ કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી ૩૨ જિલ્લા મથક પર પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રોજગાર ભરતી મેળા મારફતે ૫૦ હજાર રોજગારવાંચ્છુઓને રોજગારી આપવાના લક્ષ્યાંક સામે છેલ્લા છ મહિનામાં ૬૫૮ ભરતીમેળાઓ થકી ૨,૯૦૮ નોકરીદાતાઓ દ્વારા પસંદગી પામેલા ૫૭,૫૦૨ ઉમેદવારોને રોજગાર એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ દર ઘટાડવાના ભાગરૂપે નવિન પહેલ થકી ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરવામાં આવશે. વધુમાં ITIની ઉભરતી ક્ષિતિજો અને વિકાસની નૂતન પરિભાષાને સાકાર કરવા ઔદ્યોગિક એકમો સાથે MoUs દ્વારા સહભાગિતા વધારવાના ભાગરૂપે ૧૦૦થી વધુ એકમો સાથે MoUs કરવામાં આવશે. જેથી આગામી સમયમાં ૧૫૦ જેટલી ITIમાં ૨૦ હજાર જેટલા તાલીમાર્થીઓની તાલીમ ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી અંદાજે ૧૩.૯૯ લાખ કરતા વધુ યુવાઓને રોજગારી આપવામાં આવી છે.
રાજ્યની રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સર્વે મુજબ ભારતના ૩.૨ ટકા બેરોજગારી દરની સરખામણીએ ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.
વધુમાં, ભારત સરકાર દ્વારા માર્ચ-૨૦૨૩માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦ર૩’ મુજબ વર્ષ ૨૦ર૨માં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવેલું છે.
—–
જીગર બારોટ
[10/7, 12:00 PM] Dilip Gajjar.Mahiti.Press: ગાંધીનગરના જે કોઈ પત્રકાર મિત્રોએ વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ સમિટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમણે આજે *સાંજે ૪ વાગ્યા સુધીમાં તેમના પાસ ન્યૂઝ અને મીડિયા રિલેશન શાખામાંથી* મેળવી લેવા વિનંતી
આભાર સહ 🙏🏻
[10/7, 12:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *પદ્મશ્રી ડૉ. ગણપત પટેલની સાફલ્યગાથા: સામાન્ય શરૂઆતથી એક વિશ્વકક્ષાના ઉદ્યોગપતિ અને શિક્ષણ ક્ષેત્રના એક દિશાદર્શક નેતા તરીકેની સફર*
**
*ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનો સમૃદ્ધ વારસો ઉજાગર થશે*
**
*ગાંધીનગર, 7 ઓક્ટોબર, 2025:* ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ભુણાવ ગામમાં એક સામાન્ય શરૂઆતથી કેલિફોર્નિયામાં અભ્યાસ સુધીનો ડૉ. ગણપત પટેલની સાફલ્યગાથા પ્રેરણાદાયક છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. ગણપત પટેલે શિક્ષણ ક્ષેત્રમાં તેમના સ્વપ્નને સાકાર કરવા માટે ‘ગણપત યુનિવર્સિટી’ની સ્થાપના કરી. તેઓ એક વિઝનરી નેતા છે જેઓ તેમના યોગદાનથી સમાજને સશક્ત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે.
*ગણપત યુનિવર્સિટીમાં VGRCનું આયોજન*
મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરવામાં આવશે. ગણપત યુનિવર્સિટી નવીનતાનું એક પ્રતિષ્ઠિત કેન્દ્ર છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં ઉદ્યોગ તેમજ શિક્ષણ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો એકસાથે આવશે અને સેમિનાર અને પેનલ ચર્ચાઓના માધ્યમથી તેમના વિચારો રજૂ કરશે.
*ઉત્કૃષ્ટતાની સફર*
12 જાન્યુઆરી, 1945ના રોજ મહેસાણાના ભુણાવ ગામમાં જન્મેલા ડૉ. પટેલે ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણની શરૂઆત કરી. ત્યારબાદ અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે એન્જિનિયરિંગના અભ્યાસ માટે અમેરિકા પ્રસ્થાન કર્યું. ત્યાં તેમણે આઈઓવા સ્ટેટ યુનિવર્સિટી અને ત્યારબાદ કેલિફોર્નિયાની પોલિટેક્નિક યુનિવર્સિટી, પોમોના ખાતે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ 1969માં પૂર્ણ કર્યો.
*ડૉ. પટેલને મળેલા સન્માન અને તેમના મૂલ્યો*
શિક્ષણ અને સમાજ માટે તેમના યોગદાનનું સન્માન કરતા ભારત સરકારે તેમને 2019માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તે સિવાય તેમને અમેરિકાની ‘અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન’ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને કાલ પોલી યુનિવર્સિટી, પોમોઆ દ્વારા વર્ષ 2018માં ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્નસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ડૉ. પટેલે ડિઝાઇન એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને અમેરિકાની અગ્રણી કંપનીઓ સાથે કામ કર્યું, જેમાં યુએસ એવિએશન ઇન્ડસ્ટ્રી,લોકહીડ (અઝુઝા), કલ્વર સિટીમાં એબોટ ટ્રાન્ઝિસ્ટર લેબ અને જાણીતી કમ્પ્યુટર સિસ્ટમ ઉત્પાદક કંપની બરોઝ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જોકે તેમનું સપનું ઉદ્યોગસાહસિક બનવાનું હતું. 1978માં, તેમણે ચેરોકી ઇન્ટરનેશનલની સ્થાપના કરી, જે એક સફળ વૈશ્વિક કંપની બની. બાદમાં તેમણે 2004માં તે કંપનીને જનરલ ઇલેક્ટ્રિક (GE) ને વેચી દીધી. શિક્ષણના સ્વપ્નને સાકાર કરવા માટેતેમણે 2005 માં “ગણપત યુનિવર્સિટી” ની સ્થાપના કરી જેથી યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે અને સામાજિક પરિવર્તન લાવી શકાય.
આજે, ગણપત યુનિવર્સિટી તેમના વિઝન અને સમર્પણનું પ્રતીક બનીને ઉભી છે. 300 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ કેમ્પસમાં આધુનિક પ્રયોગશાળાઓ, નવીનતા કેન્દ્રો, ડિજિટલ વર્ગખંડો અને પર્યાવરણને અનુકૂળ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારે તેને શ્રેષ્ઠતા કેન્દ્ર (સેન્ટર ઓફ એક્સલન્સ) તરીકે માન્યતા આપી છે, જ્યારે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિએશન કાઉન્સિલ (NAAC) તરફથી “A” ગ્રેડ અને QS I-GAUGE તરફથી ડાયમંડ રેટિંગ પણ મેળવ્યું છે.
ગણપત યુનિવર્સિટી માનનીય વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત @2047” ના વિઝન અને ગુજરાત સરકારના જ્ઞાન આધારિત, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અર્થતંત્ર બનાવવાના ધ્યેયને સમર્થન આપે છે. આજના ઉદ્યોગો માટે તાલીમ અને નવી કુશળતા પૂરી પાડવા માટે વિવિધ સેક્ટર સ્કીલ કાઉન્સિલ અને NSDC ઇન્ટરનેશનલ સાથે યુનિવર્સિટી નજીકથી જોડાઇને કાર્ય કરી રહી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, એલાન્ફોચિપ્સ, ટીસીએસ, બોશ રેક્સરોથ, બજાજ ઓટો અને એમક્યોર ફાર્મા જેવી કંપની સાથે યુનિવર્સિટીએ ગહન ભાગીદારી કરી છે જેના લીધે વિદ્યાર્થીઓને ઉદ્યોગો સંબંધિત વાસ્તવિક અનુભવ મેળવવામાં મદદ મળે છે.
ગણપત યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે મરીન એન્જિનિયરિંગમાં બી.ટેક અને નોટિકલ સાયન્સમાં બી.એસસી જેવા મેરીટાઇમ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. તેમાં એક અનોખું શિપ-ઇન-કેમ્પસ અને 360° નેવિગેશન સિમ્યુલેશન સેન્ટર છે, જેને ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તરફથી A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે ડૉ. ગણપત પટેલના જીવનભરના સમર્પણને ફરી એકવાર ઉજાગર કરવામાં આવશે. ગણપત યુનિવર્સિટીના આંગણે જ્યારે આ ભવ્ય આયોજન થયું છે ત્યારે ડૉ. પટેલની સાફલ્યગાથા સૌના માટે પ્રેરણારૂપ બનશે.
*x-x-x*
[10/7, 1:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ*
————
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ – મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી*
————
*:: વિધાનસભા પોડિયમમાં સામુહિક પ્રતિજ્ઞા પઠન ::*
————
*નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવી શકાશે*
————
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.
તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2025 સુધીની 24 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ – મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.
દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીએ અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને વરિષ્ઠ સચિવશ્રીઓએ જે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી તે અક્ષરસઃ આ મુજબ છે.
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
* હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
* જ્ઞાતિ,ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી,બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી એ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
* “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
* ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.
————
[10/7, 1:13 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1Fi2CHKiJJisIsIBkWXFsn2fwTuz75vHD?usp=sharing
[10/7, 2:02 PM] Dilip Gajjar.Mahiti.Press: ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી ગુજરાતની પેઢીઓ સામે રાજ્ય સરકારના કડક પગલા
**********
સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને CDSCOની સઘન તપાસ
**********
*:: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ::*
* તપાસ અહેવાલમાં દેખાયેલી ક્ષતિઓના આધારે બંને પેઢીઓને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ અપાયો
* બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચવા માટે પણ કડક આદેશ આપવામાં આવ્યા
* સાવચેતીના ભાગરૂપે બંને પેઢીમાંથી અન્ય કફ સિરપના કુલ ૧૪ નમૂનાઓ લઇ તેને વધુ ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા
**********
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ (Not of Standard Quality – NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ ૬૨૪ ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. ૦૩ થી ૦૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.
આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે, તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના ૦૩ દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના ૧૧ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ ૧૪ નમૂનાઓ વધુ ચકાસણી અર્થે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોના જન આરોગ્ય અને દર્દી સુરક્ષાના હિતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યના તમામ મદદનીશ કમિશ્નરોને અસુરક્ષિત કફ સિરપ દવાઓના જોખમથી જનતાનું રક્ષણ કરવા, રાજ્યમાં ઉત્પાદિત તેમજ વિતરણ થતી દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની સંપૂર્ણ અને કડક તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલ તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, જાહેર કરાયેલી નોટ ઑફ સ્ટાન્ડર્ડ કફ સિરપ દવાઓના વેચાણ, પુરવઠા અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર ચેનલ પર આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ મદદનીશ કમિશનરોને રીકોલ અને તપાસની કાર્યવાહીનું સતત મોનિટરિંગ રાખી, કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંયુક્ત કમિશ્નર (ડ્રગ્સ) ને નિયમિત રીતે દરરોજ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયો દ્વારા FDCA, ગુજરાત દવાઓની ગુણવત્તા નિરીક્ષણ અને ટ્રેસેબિલિટી સિસ્ટમને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
*********
[10/7, 3:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય*
*************
*નાગરિકોની લાગણીઓ અને વહીવટી સરળતા માટે સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર કરાયા – પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
*************
*સુરત ના 8, મહીસાગરના 20 અને ખેડા જિલ્લાના 11 જેટલા ગામોમાં ફેરફાર*
*************
*ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ) ના બદલે ફાગવેલ રહેશે*
*********************
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી.
વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે.
આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪.૦૯.૨૦૨૫ના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરવામાં આવી.
આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટરશ્રી અને સરકારને મળેલ વિવિધ રજૂઆતો , નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાના ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે.
વધુમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ના બદલે ‘ફાગવેલ’ રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કલેક્ટરશ્રી સુરત, મહિસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
***********************
[10/7, 3:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાશે*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 શુક્રવારે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.
‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવાનો છે.
10 ઓક્ટોબર શુક્રવારે સાંજે 6:00 વાગ્યે ગિફ્ટ સિટીમાં આ શો નિહાળવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવેલી છે. આ માટે www.giftgujarat.in પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
પ્રસિદ્ધ સર્જક શ્રી મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રીઓ તથા સમાજ જીવનના વિવિધ અગ્રણીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.
———
[10/7, 3:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી_૦૭/૧૦/૨૦૨૫*
*રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’*
*********
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો તા. ૯મી ઓક્ટોબરે મહેસાણાથી કરાવશે શુભારંભ: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
*********
*રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક – આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું પ્લેટફોર્મ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ બનશે: ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ*
*********
*જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ જેવા દેશો તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર, યુએસઆઈએસપીએફ, વિશ્વ બેંક અને રશિયન ફેડરેશનનું વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ થશે સહભાગી*
*********
● *રાજકોટ ખાતે તા. ૮-૯ જાન્યુઆરીએ, સુરત ખાતે તા. ૯-૧૦ એપ્રિલે અને વડોદરા ખાતે તા. ૧૦-૧૧ જૂન ૨૦૨૬ના રોજ રિજનલ કોન્ફરન્સ યોજાશે*
● *દરેક પ્રાદેશિક સંમેલનો બે દિવસ યોજાશે : જેમાં વિવિધ સેમિનાર, પ્રદર્શન, પ્રાદેશિક પુરસ્કારો, MoU, B2B-B2G બેઠકો, ખરીદ-વેચાણ બેઠકોનું પ્લેટફોર્મ, વિક્રેતા માર્ગદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન*
*********
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ યોજવાનું નક્કી કર્યું છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો મુખ્યમંત્રીશ્રી મહેસાણાથી તા. ૯મી ઓકટોબર, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે, તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ના આયોજન અંગે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. આ પત્રકાર પરિષદમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, iNDEXTbના એમ.ડી. શ્રી કે.સી.સંપત, માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણી ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્યોગ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ કમિશનર શ્રી પી.સ્વરૂપે રીજનલ કોન્ફરન્સિસ વિશે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું એક અનેરૂ પ્લેટફોર્મ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ બનશે એટલું જ નહીં ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ઊભી થયેલી આગવી ઈમેજને “વોકલ ફોર લોકલ” થકી વધુ ઉજાગર કરવા આ કાર્યક્રમ પરિણામકારી બનશે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટની સફળતાને પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા, તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનની મહેસાણા ખાતે તા. ૯-૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ, દક્ષિણ ગુજરાત ઝોનની સુરતમાં તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મધ્ય ગુજરાત ઝોનની વડોદરામાં તા. ૧૦-૧૧ જૂન, ૨૦૨૬ના રોજ આ રીજનલ કૉન્ફરન્સ યોજાશે.
કમિશનરશ્રીએ કહ્યું કે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં ૧૦ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નું સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ‘વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ સફળતાના સમિટ’ વિષય પર એક કાર્યક્રમ પણ યોજ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતના સફળ મોડેલને વધુ અસરકારક બનાવવા માટે રાજય સરકાર હવે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનોનું આયોજન કરી રહી છે. આ પ્રાદેશિક સંમેલનો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના માપદંડો મુજબ જ યોજાશે. પ્રાદેશિક કક્ષાએ ઉપસ્થિત ઔદ્યોગિક ગૃહોની પ્રતિભાને પ્રદર્શિત કરવા તેમજ સ્થાનિક ઔદ્યોગિક વિકાસમાં ઉદ્દીપક બને તે પ્રકારે વિકસિત ભારત@૨૦૪૭ અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના વ્યાપક વિઝન સાથે સુગ્રથિત વિકાસ માટે એક અગત્યનું માધ્યમરૂપ બની રહેશે.
વધુમાં, પ્રદેશના દરેક જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો અને ત્યારબાદ પ્રાદેશિક સંમેલન યોજાશે. પ્રાદેશિક સંમેલનના લગભગ એક બે મહિના પહેલા આયોજિત જિલ્લા સ્તરીય એક દિવસીય કાર્યક્રમો યોજાશે. જેમાં જુદાજુદા હિસ્સેદારો સાથે ચર્ચા-વિચારણા, જિલ્લાના વિશિષ્ટ પડકારોની ઓળખ, શ્રેષ્ઠ બાબતોનું દસ્તાવેજીકરણ અને આગામી પ્રાદેશિક સંમેલન માટેની જરૂરિયાતો નક્કી કરાશે. ઉત્તર ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન માટે અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કમિશનરશ્રીએ જણાવ્યું કે, પ્રાદેશિક સંમેલનો બે દિવસ યોજાશે, જેમાં જિલ્લા-સ્તરીય જરૂરિયાતો સંદર્ભે રોકાણ સુવિધા, વૈચારિક આદાનપ્રદાન અને નેટવર્કિંગ માટે એક અસરકારક માધ્યમ તરીકે સેવા આપશે. આ સંમેલનો ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, સરકારી સંસ્થાઓ, વિદેશી વેપારગૃહો, વેપાર અને ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સહિત, વિવિધ હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દરેક પ્રાદેશિક સંમેલનમાં ઉદ્ઘાટન અને સમાપન સત્ર, ક્ષેત્ર-વિશિષ્ટ અથવા જિલ્લા-વિશિષ્ટ સેમિનાર, વ્યાપાર પ્રદર્શની, પ્રાદેશિક પુરસ્કારો, MoU પર હસ્તાક્ષર, B2B અને B2G બેઠકો, ખરીદ-વેચાણ બેઠકોનું પ્લેટફોર્મ, વિક્રેતા માર્ગદર્શન કાર્યક્રમ, અગ્રણી પ્રવાસન સ્થળો તેમજ સ્થાનિક ઔદ્યોગિક ક્લસ્ટરોની પર્યટન મુલાકાતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
તેમણે ઉમેર્યું કે, આ પ્રાદેશિક સંમેલનો ફક્ત પ્રાદેશિક સિદ્ધિઓ દર્શાવવા અને નવિન આયામોની જાહેરાત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ પ્રાદેશિક અર્થતંત્રોને સશક્ત બનાવીને, શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપીને તેમજ વ્યૂહાત્મક રોકાણોને સરળ બનાવીને ગુજરાતની વિકાસગાથાને આગળ વધારવાની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પહેલનો સત્તાવાર રીતે પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત નવી દિલ્હીમાં ઉદ્યોગપતિઓ, મિશનના વડાઓ, રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઇન્ટરેક્શન મીટ પણ યોજી હતી. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત મહેસાણામાં યોજાનાર કોન્ફરન્સમાં ક્રોસ સેક્ટરલ ફોકસ કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ કરાયો છે.
*VGRC (ઉત્તર ગુજરાત)*
*તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૫, ગુરૂવાર*
• ઉદ્ઘાટન સમારોહ
• 21 સેમિનાર
• 2 રાઉન્ડટેબલ કોન્ફરન્સ
• 3 પેનલ ચર્ચાઓ
• વડનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ
*તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫, શુક્રવાર*
• રીજીનલ MSME કોન્ક્લેવ
• 11 સેમિનાર
• 10 પેનલ ચર્ચાઓ
• વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ
• સમાપન સત્ર
આ બંને દિવસે ઉદ્યમી મેળો, રિવર્સ બાયર સેલર મીટ અને B2B/B2G મીટિંગનું આયોજન કરવામાં આવશે.
● *પ્રાદેશિક પ્રદર્શન*
તા. ૦૯ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન એક્ઝિબિશન હોલ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી પ્રદર્શની યોજાશે. જે તા. ૧૧થી ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ સુધી જાહેર ભાગીદારી માટે ખુલ્લું રહેશે. ૧૮,૦૦૦ ચો.મી.ના કુલ વિસ્તારમાં યોજાનાર આ પ્રદર્શનમાં MSME, કુટીર અને ગ્રામીણ ક્ષેત્રો માટે ૧,૦૦૦ ચો.મી.નું પેવેલિયન બનાવાશે.
મુખ્ય વિશેષતાઓમાં રિવર્સ બાયર-સેલર મીટ, પાર્ટનર કન્ટ્રી પેવેલિયન, B2G અને B2B ઝોન, સ્ટાર્ટઅપ સ્ટોલ અને ઉદ્યમી મેળાનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રીજનલ ફૂડ ફેસ્ટ, ફૂડ કોર્ટ, ODOP અને GI ટેગ ડિસ્પ્લે, સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રોડક્ટ લોન્ચ, ફૂડ પ્રદર્શન અને દૈનિક લકી ડ્રો, હેલ્પડેસ્ક, કંટ્રોલ રૂમ અને પોપ-અપ સ્ટેજનો સમાવેશ થાય છે.
● *રિવર્સ બાયર સેલર મીટમાં* (RBSM) કુલ ૪૦ દેશોમાંથી ૩૮ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સહભાગી બનશે જેમાં વિવિધ ક્ષેત્રોના દરેક ખરીદનાર માટે તકો ઉપલબ્ધ થશે.
• કૃષિ: ઘઉં, બાજરી, બટાકા, ટામેટાં, સોયાબીન, ચીકુ વગેરે
• મસાલા: જીરું, વરિયાળી, ઇસબગુલ, ધાણા, રાયડો, વગેરે
• ડેરી ઉત્પાદનો: દૂધ, ચીઝ, દૂધ પાવડર, મીઠાઈઓ, માખણ, વગેરે
• ઓટોમોબાઈલ: સ્પેરપાર્ટ્સ અને ઘટકો
• ફૂડ પ્રોસેસિંગ: પીનટ બટર, પોટેટો ચિપ્સ, અને વધુ
● *તા. ૯ અને ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પર્યટન અને ઉદ્યોગ મુલાકાતો*
સવારે ૮:૦૦ કલાકથી આખા દિવસના પર્યટન પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
જેમાં અનંત અનાદી વડનગર ખાતે બૌદ્ધ મઠ, સંગ્રહાલયો, મંદિરો અને સાંસ્કૃતિક પ્રદર્શનો, અંબાજીમાં આધ્યાત્મિક પ્રવાસ (અંબાજી મંદિર અને ગબ્બર હિલ), ગુજરાતમાં બુદ્ધનો વારસો (તારંગા ગુફાઓ અને પુરાતત્વીય સ્થળો), પ્રકાશથી ઊંડાણ સુધી: મંદિર અને વાવ (રાણી-કી-વાવ, પટોલા સંગ્રહાલય, મોઢેરા સૂર્ય મંદિર) અને લાઇન ઓફ ડ્યુટી: નડાબેટ ખાતે એક દિવસ (ભારત-પાકિસ્તાન સરહદ પર આકર્ષણો, સંગ્રહાલયો અને રીટ્રીટ પરેડ) સમાવેશ કરવામાં આવશે.
સવારે ૯:૦૦ કલાકથી અડધા દિવસના પ્રવાસો શરૂ થશે, જેમાં સાંસ્કૃતિક અને વારસાના અનુભવો દર્શાવવામાં આવશે જેમ કે રાણી કી વાવ અને પટોલા મ્યુઝિયમ, મોઢેરા સૂર્ય મંદિર, લાઇટ એન્ડ સાઉન્ડ શો, સિદ્ધપુર, સોલવોક (ધાર્મિક વિધિઓ અને વારસા સ્થળો) અને પૃથ્વીના પડઘા (બાલાસિનોર ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમ).
ઔદ્યોગિક મુલાકાતોમાં મોઢેરા સૂર્ય મંદિર (અડધો દિવસ), ચારણકા ખાતે ગુજરાતનો પ્રથમ સૌર પાર્ક અને રાઘનેસડા ખાતે ૭૦૦ મેગાવોટ UMSPP નો સમાવેશ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ઉદ્યોગકારો, સ્ટાર્ટ અપ અને વિદ્યાર્થીઓ કે જેઓ પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય એ લોકોને ઉદ્યોગ અંગેનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી ઔદ્યોગિક એકમોની સ્થળ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળ મુલાકાત દરમિયાન ડેલિગેટ્સને જે તે ઉદ્યોગ ગૃહમાં ઉત્પાદન પ્રોસેસ, કાચા માલની ઉપલબ્ધતા, વેચાણની તકો અંગે જાણકારી આપવામાં આવશે. વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર ડેલિગેટને નોંધપાત્ર ઉદ્યોગ ગૃહો જેવા કે મારુતિ સુઝુકી, હોન્ડા મોટર્સ, બનાસ ડેરી, દૂધ સાગર ડેરી, સાબર ડેરી, ફણીધર ફુડ પાર્ક જેવા એકમોમાં મુલાકાત કરી ઉદ્યોગને લગતું પ્રેક્ટિકલ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૬ ઑકટોબર સુધી કુલ ૧૩,૨૪૬ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં ૨૧૬ આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૧૧,૭૩૨ વ્યક્તિગત અને ૩૫ આંતરરાષ્ટ્રીય સહિત ૧૫૧૪ કંપની સહભાગી થનાર છે. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ (કૃષિ સેમિનાર) જેવા દેશો સહભાગી બનવા પુષ્ટિ આપી છે. તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર (ICBC), યુએસઆઈ એસપીએફ, વિશ્વ બેંક, રશિયન ફેડરેશનનું વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ પણ સહભાગી બનશે
આ કોન્ફરન્સમાં રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ ઉપસ્થિત રહેવા સંમતિ આપી છે. જેમાં મહામહિમ શ્રી કેઇચી ઓનો, રાજદૂત, ભારતમાં જાપાન દૂતાવાસ (સહભાગી દેશ), મહામહિમ શ્રી ન્ગ્યુએન થાન હૈ, ભારતમાં સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના દૂતાવાસના વિશેષ અને પૂર્ણાધિકારી રાજદૂત (સહભાગી દેશ), શ્રી પેટ્રિક જોન રાટા, હાઈ કમિશનર, ભારતમાં ન્યુઝીલેન્ડ હાઈ કમિશન, મહામહિમ સુશ્રી જેક્લીન મુકાંગીરા, ભારતમાં રિપબ્લિક ઓફ રવાંડાના હાઈ કમિશનર, મહામહિમ શ્રી ધરમકુમાર સીરાજ, હાઈ કમિશનર, ભારતમાં સહકારી પ્રજાસત્તાક ગુયાનાના હાઈ કમિશન, મહામહિમ ડો. ઓલેક્ઝાન્ડર પોલિશચુક, રાજદૂત, ભારતમાં યુક્રેન દૂતાવાસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્રીય, માહિતી અને પ્રસારણ; અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન, ચેરમેન, ઈસરો, વિશ્વ બેંક,દક્ષિણ એશિયા ક્ષેત્રના વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી જોહાન્સ ઝુટ્ટ, ટોરેન્ટ ગ્રુપના વાઇસ ચેરમેન અને એમડી, શ્રી જીનલ મહેતા, અદાણી સિમેન્ટ લિમિટેડના એમડી, એપીએસ ઈઝેડ અને ચેરમેન, શ્રી કરણ અદાણી, અરવિંદ લિના વાઇસ ચેરમેન, શ્રી કુલીન લાલભાઈ, સેવીના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી જક્ષય શાહ, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી મનીષ કિરી અને શ્રી ગણપત પટેલ, શ્રી શંકરભાઈ ચૌધરી, જસ્ટિસ બેલા ત્રિવેદી, શ્રીમતી નેહા મહેતા, શ્રી હિતુભાઈ કનોડિયા, શ્રી અસિતકુમાર મોદી અને ડૉ. કરસનભાઈ પટેલ જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે
*અન્ય ત્રણ રીજનલ કોન્ફરન્સના ફોકસ ક્ષેત્રો*
*કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની કોન્ફરન્સ* તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાશે. જેમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, મત્સ્યઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા, ખનિજો, ઓફશોર પવન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
*દક્ષિણ ગુજરાત ઝોનની કોન્ફરન્સ* તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર, SGCCI, સુરત ખાતે યોજાશે. જેમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ અને એપેરલ, જેમ્સ અને જ્વેલરી, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
*મધ્ય ગુજરાત ઝોનની કોન્ફરન્સ* તા.૧૦-૧૧ જૂન ૨૦૨૬ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, વડોદરા ખાતે યોજાશે. જેમાં સેમિકન્ડક્ટર અને ESDM, IT&ITeS, બાયોટેક / બાયોફાર્મા, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ અને એપેરલ, ઓટો અને ઓટો કોમ્પોનેન્ટ્સ, શિક્ષણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
*******
[10/7, 4:17 PM] Dilip Gajjar.Mahiti.Press: _વિકાસ સપ્તાહ_
*8 ઓક્ટોબર, રોજગાર દિવસ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા 24 વર્ષમાં રોજગારની વિપુલ તકોનું સર્જન થયું*
***
*કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી: સ્કિલ અભ્યાસક્રમો દ્વારા રોજગાર ક્ષમતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત સંસ્થા*
***
*કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ અત્યારસુધીમાં વિવિધ અભ્યાસક્રમો હેઠળ 12000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી*
***
*રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોના પરિણામે ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો*
***
*ગાંધીનગર, 07 ઓક્ટોબર 2025:* 7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને 24 વર્ષ પૂર્ણ થયા છે. 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આ અંતર્ગત આ વર્ષે 8 ઓક્ટોબરે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.
*રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોના પરિણામે ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો*
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાનો માટે કૌશલ્ય વિકાસ થકી રોજગારની વિપુલ તકોનું સર્જન કરીને તેમને સશક્ત બનાવવા વિવિધ પહેલો આદરી છે. આજથી 24 વર્ષ પહેલાં ગુજરાતના યુવાનોને શિક્ષણ અને રોજગાર માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. આજે યુવાનોને ઉચ્ચ અભ્યાસથી લઈને રોજગારના નોંધપાત્ર અવસરો પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારે છેલ્લા બે અઢી દાયકાઓથી રાજ્યના યુવાનોને રોજગારીની અનેક તકો મળી રહે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
*કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી: સ્કિલ અભ્યાસક્રમો દ્વારા રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ*
યુવાનોને જે-તે ક્ષેત્રનું ગુણવત્તાયુક્ત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતમાં આજે ચોક્કસ ક્ષેત્રનું શિક્ષણ પ્રદાન કરતી વિવિધ યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે, જે એક યુનિક કોન્સેપ્ટ છે. ગુજરાત આજે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે. આમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) સ્કિલ અભ્યાસક્રમો દ્વારા યુવાનોમાં કૌશલ્ય વિકસાવીને રોજગાર ક્ષમતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ઓક્ટોબર 2021માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
*ઉભરતા ઉદ્યોગ અને નવીનતમ ટેક્નોલૉજીની માંગ આધારિત અભ્યાસક્રમો*
કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)આ યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગ અને ઉદ્યોગ સંગઠનોની ભાગીદારી સાથે કૌશલ્ય તાલીમ અને શિક્ષણ માટે એક અનોખું મોડેલ વિકસાવવામાં આવ્યું છે. જે માટે વિવિધ ઉદ્યોગગૃહો સાથે 69 જેટલા એમઓયુ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગોની હાલની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર થાય તે માટે સંશોધન કરી નવા અભ્યાસક્રમો વિકસાવવામાં આવ્યા છે, જે યુવાનોને કૌશલ્યવાન બનાવીને તેમને રોજગારની તકો મળે એ સુનિશ્ચિત કરે છે. હાલમાં આ સંસ્થા દ્વારા સ્ટીલ ટેક્નોલૉજી, ગ્રીન અને રિન્યૂએબલ એનર્જી, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થકેર, એગ્રી સર્વિસિસ, લોજીસ્ટિક્સ જેવા રોજગારીની વિપુલ તકો ધરાવતા વિવિધ અભ્યાકસક્રમો ચલાવવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા અત્યારસુધીમાં ઉક્ત દર્શાવેલ ક્ષેત્રોના વિવિધ અભ્યાસક્રમોમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ સફળ થયા છે.
KSU ખાતે દરેક અભ્યાસક્રમ ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને ડિઝાઇન કરવામાં આવે છે જે ઉભરતા ઉદ્યોગ અને નવીનતમ ટેક્નોલૉજીની માંગને આધારિત હોય છે. આ ઉપરાંત, તે રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ દ્વારા વ્યવહારીક શિક્ષણ અને કારકિર્દી પ્રગતિને પ્રોત્સાહન આપે છે. યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ કમ્પ્યુટિંગ, સ્કૂલ ઑફ સાયન્સ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને ફાઇનાન્સ, સ્કૂલ ઓફ હેલ્થકેર, એગ્રી અને અન્ય સર્વિસીસ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ અને સ્કૂલ ઓફ ડ્રોન્સ જેવી 6 સ્કૂલો કાર્યરત છે. KSU ખાતે જે વિવિધ ક્ષેત્રના કોર્સ ઉપલબ્ધ છે તેમાં ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેક્નોલૉજી, પેરા મેડિકલ ક્ષેત્ર, સ્ટીલ ક્ષેત્ર, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે.
*સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી*
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા સ્કૂલ ઓફ ડ્રોન્સ, KSU એ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (RPTO) લાઇસન્સ મેળવનાર પ્રથમ રાજ્ય યુનિવર્સિટી છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે અને સર્ટીફિકેટ મેળવ્યા બાદ 60 જેટલા ડ્રોનનું ઉત્પાદન પણ કરેલ છે. ડ્રોન એપ્લિકેશનની વધતી માંગને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2024થી 9 અદ્યતન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ સંસ્થાએ 621 ડ્રોન પાઇલટ્સ, 1151 ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી તથા 157 ડ્રોન એપ્લિકેશન કોર્સમાં તાલીમ આપેલ છે.
કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં બી.એસસી. ઇન સ્ટીલ ટેક્નોલૉજી, પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વગેરે કોર્સમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. જે પૈકી યુનિવર્સિટી દ્વારા 657 વિદ્યાર્થીઓને તા. 08 ઓક્ટોબર 2025ના રોજ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી/ડિપ્લોમા એનાયત કરવામાં થશે.
*X-X-X*
[10/7, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમવાર નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન”કાર્યક્રમ યોજાયો*
—————-
*ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા,ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ*
————–
રાજ્યમાં પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામથી ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન શ્રી મનસુખભાઇ માંડવિયા, ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ શ્રી પી.કે. મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નવી દિલ્હીના વિનય માર્ગ સ્થિત સિવિલ સર્વિસિસ ઓફિસર્સ ઈન્સ્ટિટ્યૂટ (CSOI) ખાતે યોજાયો હતો, જેમાં અનેક અતિથિઓ અને ગણમાન્ય પ્રતિભાઓએ ગુજરાતની રંગતભરી સંસ્કૃતિમાં ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત બોલીવુડ ગાયિકા ભૂમિ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલ મોહક ગરબા પ્રદર્શન હતું, જેણે પોતાના ઊર્જાસભર અને આત્મીય સંગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા.મહેમાનોએ પણ ગરબાના રંગમાં રંગાઈને મા શક્તિની આરાધના કરી હતી.
આ પ્રસંગે ગુજરાત પર્યટન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીમાં નવરાત્રીની ભાવના અને ગુજરાતની સંસ્કૃતિનો ઉત્સવ લાવીને તેમને ગર્વની અનુભૂતિ થઈ છે, તેમજ “પધારો ગુજરાત,જ્યાં જીવન એક ઉત્સવ છે’નો સંદેશ વધુ મજબૂત બનાવ્યો છે.
—————
[10/7, 5:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫- સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ*
———-
*17મી ઓક્ટોબરથી 15 નવેમ્બર -2025 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી થશે*
——
* *એકતા નગરને 7.6 કિમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાશે*
—–
* *સમગ્ર ભારતવાસીઓને એકતા પ્રકાશ પર્વ દરમિયાન એકતાનગરની મુલાકાત કરીને કાયમી સંભારણુ બનાવવા અપીલ – શ્રી અમીત અરોરા, મુખ્ય કારોબારી અધિકારી, SoUADTGA*
——-
એકતા નગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન તા.20 ઓક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે. એકતા નગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતાનગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દિપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળાહળ ઉજવણી કરાશે. જેમાં કુલ 7.6 કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાશે.
એકતા નગર ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પૂર્વે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વનું આયોજન આગામી તારીખ 17મી ઓક્ટોબર-2025થી 15 નવેમ્બર -2025 દરમિયાન થનાર છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવું અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે.
આ માટે સમગ્ર એકતાનગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિમીના વિસ્તારમાં લાઈટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવશે, આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દમિયાન ખાસ ડિઝાઈન કરવામાં આવેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેને ડેમ વ્યૂ-પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાશે. આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બની રહેશે. જે લોકો રાત્રિ રોકાણ કરે છે તેમને દિવસ અને રાતનો નજારો અદભૂત રીતે માણી શકે છે.
ભાગ-2માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને 13 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિક સેલ્ફિ પોઈન્ટ/ફોટો બૂથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વૉક-વેને 7 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ હશે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમીત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના લોખંડી પુરૂષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ તેમજ દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતા નગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી તેમજ ચેરમેનશ્રી – સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં SSNNL અને SoU વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન-સૂચારૂ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગરના પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે. અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જન જન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળશે.
00000
[10/7, 5:54 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ: સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૨૪ વર્ષની ઉજવણી*
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે ૧૮૦ Truenat મશીનોના લોકાર્પણ કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરાયા*
૦૦૦૦૦૦૦
*કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ એમ.ઓ.યુ, “સ્વસ્થ નાગરિક સશક્ત શહેર” પુસ્તિકાનું વિમોચન કરાયું*
૦૦૦૦૦૦૦૦
*-:આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ:-*
*- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પ્રવર્તતી રૂઢિગત માન્યતાઓને બદલાવવાનો પ્રયાસ કર્યો*
*-આયુષ્માન કાર્ડ અંતર્ગત ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિ:શુલ્ક*
*-૧૨,૦૦૦ જેટલી એમ.બી.બી.એસ. ડૉક્ટરોની જગ્યા સામે ૨૦,૦૦૦ જેટલી અરજીઓ પ્રાપ્ત થવી ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપે છે*
૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૭ ઓક્ટોબર –
રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ૧૮૦ Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામકશ્રી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં.
કેન્સર
કેન્સર પણ એક ગંભીર રોગ છે. રાજ્યમાં જોવા મળતા ૭૫ ટકા કરતાં વધુ કેસો એડવાન્સ સ્ટેજમાં જ નિદાન પામે છે, જેના કારણે દર્દી અને તેમના પરિવાર પર ભારે આર્થિક ભારણ પડે છે અને જીવનગુણવત્તા ઘટે છે. પરંતુ જો વહેલી તકે નિદાન થાય તો સારવાર અસરકારક બને છે, ખર્ચ ઘટે છે અને દર્દીનું જીવનગુણવત્તા જળવાઈ રહે છે.
*ગુજરાતમાં મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ રોગોના વહેલા નિદાન માટે રાજ્ય સરકાર GCRI સાથે મળીને વિશાળ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યું છે. આશરે ૨૭,૦૦૦ આરોગ્ય કર્મીઓને રૂ. ૬.૭૨ કરોડના ખર્ચે તાલીમ આપવામાં આવશે.*
ટીબી મુક્ત ભારતની નેમમાં ગુજરાતની પ્રતિબધ્ધતાને દર્શાવતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા” મંત્રને ધ્યાને રાખી રાષ્ટ્રસેવા માટે દિવસ-રાત કાર્ય કર્યું છે. માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પણ અનેક રૂઢિગત માન્યતાઓને બદલાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે, જેના પરિણામે આજે સમાજમાં જેન્ડર રેશિયો મિશન એટલે કે દીકરા-દીકરી સમાનતા, સ્વચ્છતા જેવા મહત્વના વિષયો પર લોકોમાં જાગૃતતા આવી છે. સામાન્ય ગરીબ ઘરના લોકોને હવે આરોગ્યની સારવાર માટે મુશ્કેલી વેઠવી પડતી નથી. પ્રધાનમંત્રી શ્રીએ આપેલ જન કલ્યાણકારી યોજના આયુષ્માન કાર્ડ અંતર્ગત પાંચ લાખ સુધીની સારવાર હવે નિ:શુલ્ક થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ સાથે જ જેનેરીક દવાઓના કારણે અગાઉ ૧૦૦ રૂપિયામાં મળતી દવાઓ આજે રૂ.૩૦ થી પણ ઓછામાં મળતી થઈ છે.
૨૦૦૧ બાદની ગુજરાતની સ્થિતિના પરિવર્તન વિશે જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળથી વિકાસના નવા યુગ અને વિકાસની રાજનીતિનો પ્રારંભ થયો જેના પરિણામો ગુજરાત આજે મેળવી રહ્યું છે. સ્વાભિમાન, સ્વમાન અને રોજગાર સાથે દેશના નાગરિકો આત્મનિર્ભર બની રહ્યા છે. આઝાદી સમયે ગાંધીજીએ સ્વચ્છતા, શૌચાલય, અસ્પૃશ્યતા અને સ્વદેશી જેવા મૂલ્યોનો આગ્રહ રાખ્યો હતો જેનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી આહવાન કરી સ્વદેશી અને સ્વનિર્ભરતાની આહલેક જગાવી છે ત્યારે કાપડ, અન્ન, ઇલેક્ટ્રોનિક્સ કે કોઈપણ વસ્તુ સ્વદેશી જ ઉપયોગમાં લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
જ્યારે આજે ૧૨,૦૦૦ જેટલી એમ.બી.બી.એસ. ડોક્ટરોની જગ્યા સામે ૨૦,૦૦૦ જેટલી અરજીઓ તંત્રને પ્રાપ્ત થઈ છે જે ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપી જાય છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને વિકસિત ભારતની પરિકલ્પનામાં વિકસિત ગુજરાત માટે પ્રયત્નશીલ રહેવા અને વિકસિત ભારત તરીકે ભવિષ્યની પેઢી એક સ્ટેટસ એટલે કે ગૌરવ મેળવી શકે તેવા રાષ્ટ્રના નિર્માણ માટે સહયોગી બનવા અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમારોહમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ૨૦૦૧ પહેલા ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપની આપદાઓ સાથે જ માળખાકીય સુવિધાઓની અત્યંત તકલીફ હતી. એક સમયે એવો હતો જ્યારે લોકોને પીવા માટે સામાન્ય દિવસોમાં વ્યક્તિદીઠ માત્ર ૨૦લી. પાણી અને ઉનાળામાં વધુમાં વધુ ૩૦ લીટર પાણી આપી શકવાની ક્ષમતા રહેતી. આ માટે પણ ૧૮૦૦ ટીડીએસ, ૨૨૦૦ ટીડીએસના ભાંભરા પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર રહેતા.
પ્રધાનમંત્રીશ્રીએ આફતને અવસરમાં પલટાવી ભૂકંપ બાદ અનેક વ્યવસ્થાઓ વિકસાવી. સૌરાષ્ટ્રની પાણીની તકલીફ માટે નર્મદાના નીરનો ઉપયોગ કર્યો. આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ૨૪ કલાક પાણીની વ્યવસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે. ૧૯૯૫માં એમબીબીએસમાં માત્ર ૫૫૦ સીટ ઉપલબ્ધ હતી, જે આજે ૧૫ ગણી થઈ છે. ડોક્ટર, પેરામેડિક સ્ટાફ તમામને વિશિષ્ટ તાલીમ સાથે તૈયાર કરવામાં આવ્યા છે, જેના પરિણામે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ લોકો ગુજરાતમાં સારવાર અર્થે આવી રહ્યા છે.
આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ઉમદા પ્રયાસને દર્શાવતી “સ્વસ્થ નાગરિક સશક્ત શહેર” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ તથા અંગદાન માટેના શપથ લઇ દેશના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આરોગ્ય કમિશનર અર્બન શ્રી હર્ષદ પટેલે આભાર દર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને રેસીડેન્ટ ડોક્ટર્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/7, 5:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ*
———–
*મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૫થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો મુખ્યમંત્રીશ્રીનો કર્મચારી હિતલક્ષી અભિગમ*
———–
*છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૬૯ લાખ કર્મચારીઓ અને ૪.૮૨ લાખ પેન્શનર્સને મળશે લાભ*
———–
*મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે*
———–
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવેલ છે.
આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૬૯ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૨ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૪૮૩.૨૪ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૧૯૩૨.૯૨ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.
———-
[10/7, 6:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*’વિકાસ સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ*
*મહાનુભાવ*:
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
માન. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
*દિનાંક: *૦૮-૧૦-૨૦૨૫,બુધવાર*
*સમયઃ બપોરે ૧૨.૩૦ કલાકે*
*સ્થળ* : ટાઉન હોલ,
સેક્ટર -૧૭,ગાંધીનગર
*આ કાર્યક્રમના કવરેજ માટે માત્ર દૈનિક અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.*
*કાર્યક્રમ બાદ ભોજન સાથે લઈશું*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[10/7, 6:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)ના અધિકારીઓ સાથે બેઠક યોજી*
******************************
*ભારત સરકારે કપાસ માટે રૂ. ૮,૦૬૦ પ્રતિ કિવન્ટલ (રૂ. ૧,૬૧૨ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો*
*******************************
*:: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે કૃષિ મંત્રીશ્રીએ CCIને કરેલા વિવિધ સૂચનો ::*
• ટેકાના ભાવ કરતા કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની કરવા અનુરોધ કર્યો
• વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઇ શકે તે માટે જરૂર જણાયે નોંધણીની સમયમર્યાદા વધારવા સૂચન
• કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા સૂચના આપી
******************************
*રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવવા કૃષિ મંત્રીશ્રીનો અનુરોધ*
******************************
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની કહ્રીડી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ બેઠકમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સહિત ભારતીય ભારતીય કિસાન સંઘના મહામંત્રી શ્રી આર. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ સારો હોવાથી કપાસનું પુષ્કળ વાવેતર થયું છે અને કપાસની પરિસ્થિતિ પણ એકંદરે સારી જોવા મળી છે, જેથી રાજ્યમાં કપાસનું ઉત્પાદન પણ પુષ્કળ થવાની સંભાવના છે. ભારત સરકાર દ્વારા કપાસ માટે રૂ. ૮,૦૬૦ પ્રતિ કિવન્ટલ એટલે કે, રૂ. ૧,૬૧૨ પ્રતિ મણ ટેકનો ભાવ જાહેર કર્યો છે. જેની સામે હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવની સરખામણીએ રૂ. ૮૦૦ થી રૂ. ૧,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ઓછો છે. આવી સ્થિતિમાં મહત્તમ ખેડૂતો કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા આવવાની સમભાવના હોવાથી ખેડૂતોને કોઇપણ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા કૃષિ મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા કૃષિ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજીસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો, લંબાવવા માટે પણ મંત્રીશ્રીએ CCIના અધિકારીઓને ભલામણ કરી હતી. આ ઉપરાંત કૃષિ મંત્રીશ્રીએ ખેડૂત પાસેથી તેના જમીન રેકર્ડ મુજબ તથા જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાને રાખીને ઉત્પાદિત તમામ કપાસનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા માટે જણાવ્યું હતું.
વધુમાં, મંત્રી શ્રી પટેલે CCIના અધિકારીઓને APMC કેન્દ્રો ખાતે હરાજીમાં ઉભા રહીને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ સીધી ખરીદી APMC કેન્દ્રો તથા નિયત સેન્ટરો ખાતેથી પણ કરવા સૂચન કર્યું હતું. રાજ્યના જે ખેડૂતોનું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન થયું ન હોય, તો પણ તેવા ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરવાની જરૂરી અનુમતિ મેળવવા તેમણે CCIના અધિકારીઓને જણાવ્યુ હતું.
કૃષિ મંત્રીશ્રીએ આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આ બેઠક યોજીને ખેડૂતોના હિતાર્થે વિવિધ સૂચનો કર્યા હતા અને રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.
******************************
નિતિન રથવી
[10/7, 7:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ – શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના*
**
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો*
**
*જીએસટી રિફોર્મ અને સ્વદેશી અભિયાન બદલ ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડ થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા*
———-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ પણ આભાર મોદીજી પોસ્ટકાર્ડ અભિયાનમાં સહભાગી*
———
*તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદમાં આયોજિત વિકાસ પ્રદર્શનનું મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યુ*
———
*આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના વડાપ્રધાનશ્રીએ કરેલા આહવાનમાં સહકારી સંગઠનો – સંસ્થાઓ પણ સહકાર સે સમૃદ્ધિ સાથે જોડાયા*
——–
_*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*_
* *વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં આપણે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત તરફની અવિરત કૂચ જારી રાખવી છે.·*
*
*
*લોકોએ આટલી મોટી સંખ્યામા લખેલા પોસ્ટકાર્ડ એ વડાપ્રધાનશ્રીએ સામાન્ય માનવીની કરેલી સેવા અને દરકાર પ્રત્યે આભારની અનુભૂતિ છે*
———-
*વડાપ્રધાનશ્રીને લખેલો આ દરેક પોસ્ટ કાર્ડ પત્ર નથી, પણ દરેક ગુજરાતીના દિલની વાત છે: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
**
*૧૪૦ કરોડ ભારતીયો જો સ્વદેશીનું એક ડગલું માંડે તોપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ રોકી ન શકે: સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા*
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં ઉજવાનારા વિકાસ સપ્તાહ અન્વયે અમદાવાદમાં યોજાયેલા વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળીને વિકાસની રાજનિતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો.
તેમના નેતૃત્વમાં ઓક્ટોબર ૨૦૦૧થી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસયાત્રા સુશાસનના ૨૫માં વર્ષમાં પ્રવેશી છે. આપણે વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં હવે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત ૨૦૪૭ તરફની અવિરત કૂચ જારી રાખવી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી.એસ.ટી.માં પરિવર્તન કારી સુધારાઓથી દેશના સામાન્ય માનવીને મોટો લાભ કરાવ્યો છે. એટલુ જ નહિ, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જન જનને વિકાસમાં જોડ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સમાજના વિવિધ વર્ગો અને ગુજરાતની સહકારી સંસ્થાઓ, બેંકો, દુધ મંડળીઓ સહિતના સહકારી સંગઠનો વગેરે દ્વારા ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ અંતર્ગત વડાપ્રધાનશ્રીને લખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યુ કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટેના અથાક પ્રયત્નો આપણને નવી દિશા આપતા રહે તે માટે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિકાસ સપ્તાહ સાથે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષનો પણ સુયોગ થયો છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને સાકાર કરવા વિકાસ સપ્તાહ અંતર્ગત આ વર્ષે આપણે સ્વદેશી તથા વોકલ ફોર લોકલને વધુને વધુ પ્રોત્સાહન આપવું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ “ગ્યાન”ના ચાર મુખ્ય પિલ્લર સહિત સમાજની વ્યાપક સહભાગીદારીથી આ વિકાસ સપ્તાહને આપણે વિકાસની નવી દિશા આપવાની નેમ રાખી છે.
તેમણે કહ્યુ કે, સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં સ્વદેશી ચળવળને વેગવાન બનાવવામાં આવી હતી. હવે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સમૃદ્ધ ભારત માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ તરફ આપણે જવુ છે.
આ માટે આપણા દેશના યુવકો અને કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને તથા સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ભાર આપીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું તેમ તેમણે ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવા માટે ઓછી માળખાગત સુવિધાઓ વચ્ચે મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ શરૂ કરી હતી. ત્યારે આજે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ગતિ કરી રહેલા ભારતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીનો મંત્ર આપ્યો છે. દેશની વ્યાપારી ખાધ ઘટાડીને દેશને આર્થિક સમૃદ્ધિ અપાવવાનો આ રાજમાર્ગ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે દેશને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવા વડાપ્રધાનશ્રીએ અનેક નવતર પહેલ સૂચવી છે. આજથી ૨૪ વર્ષ પહેલાં શરૂ થયેલી એ વિકાસયાત્રાના ફળ સ્વરૂપ આજે આપણે આ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ. જેમાં રાજ્યના ખેડૂતો, પશુપાલકો, યુવાનો સૌ કોઈ જોડાયા છે. વડાપ્રધાનશ્રીને ઉદ્દેશીને લખેલો આ દરેક પોસ્ટ કાર્ડને પત્ર નહીં, પણ દિલની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ત્યારે આજના આ પ્રસંગને મંજિલ નહીં, પરંતુ માત્ર પડાવ ગણીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવીને સૌ કોઈને ફાળો આપવા શ્રી પટેલે અપીલ કરી હતી.
આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ સૌને વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે આજથી ૨૪ વર્ષ પહેલાં ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમવાર શપથ લઈ સેવા, સમર્પણ અને જનવિશ્વાસની સાથે સુશાસનની યાત્રા શરૂ કરી હતી.
શ્રી વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે આજના ડિજિટલ યુગમાં સમગ્ર ગુજરાતે અને ખાસ કરીને સહકાર ક્ષેત્રના અનેક નાગરિકો-પરિવારોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી GST રિફોર્મ્સ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાન મુદ્દે આભાર વ્યક્ત કરવાનું આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં રાજ્યનાં ૧૨ હજાર ગામડાંની ૨૬ હજાર મંડળીના સભાસદો, ૫.૫૦ લાખ જેટલા કૉલેજના યુવાનો અને ૧.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે ઉમેર્યું કે દેશના ૧૪૦ કરોડ ભારતીયો જો સ્વદેશીનું એક ડગલું માંડે તોપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ રોકી શકે તેમ નથી. ત્યારે આગામી તહેવારોમાં સૌ નાગરિકોને સ્વદેશી ખરીદીને પ્રાધાન્ય આપી, આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
સહકાર વિભાગના સચિવશ્રી સંદીપ કુમારે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.
કાર્યક્રમમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત ‘હર ઘર સ્વદેશી’ મુહિમમાં યોગદાન આપવા અને સ્વદેશી અપનાવવા સૌએ શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દૂધ સંઘો અને ડીસીસીબીને મળેલ પોસ્ટકાર્ડ, અમુલ ફેડ ખાતે મળેલ પોસ્ટકાર્ડ, જીએસસી બેંક ખાતે મળેલ પોસ્ટકાર્ડ અને પ્રેસથી ડિસ્પેચ થયેલ પોસ્ટકાર્ડ મળીને કુલ ૭૫ લાખથી પણ વધુ આભાર પોસ્ટ કાર્ડ રાજ્યના ખેડૂતો અને નાગરિકોએ વડાપ્રધાનશ્રીને લખ્યા છે. આ કાર્યવાહીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં તથા લીમકા બુક ઓફ રેકોર્ડ અને અન્યમાં વિશ્વવિક્રમ તરીકે સમાવવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. આ પ્રસંગે આ મુહિમ આધારિત ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમમાં શહેરના મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, અમદાવાદના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જીએસસી બેંકના ચેરમેનશ્રી અજય પટેલ, જીસીએમએમએફના ચેરમેન શ્રી અશોક ચૌધરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને હોદ્દેદારો, ચીફ પોસ્ટ માસ્તર જનરલ શ્રી ગણેશ સાવડેકર, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રીઓ તથા ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રીઓ તથા ડિરેક્ટરશ્રીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[10/8, 3:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જન વિશ્વાસ – સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા અવસરે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો બીજો દિવસ*
———
*વિશાળ યુવાશક્તિ – ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણી સૌથી મોટી મૂડી છે અને વડાપ્રધાનશ્રીએ આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કર્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ સંપન્ન*
———–
*658 ભરતી મેળાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળવનારા 55 હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્રો – 25 હજારથી વધુ યુવાઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત થયા*
———
*ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન મળે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે એમ.ઓ.યુ. થયા*
———
_*મુખ્યમંત્રીશ્રી*_
* પોતાની સ્કિલ, વિલ અને ઝિલથી પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતી યુવાશક્તિને સ્કિલ ડેવલપમેન્ટ માટેનો નવો રાહ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દર્શાવ્યો.
* યુવાનોના ઈનોવેશનને વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રોત્સાહનથી અનેક સ્ટાર્ટઅપ આત્મનિર્ભર બન્યા અને ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 4 વર્ષથી અગ્રેસર રાજ્ય બન્યું.
* વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભરભારત- વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને ઝિલી લેવા યુવાઓને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વિશાળ યુવાશક્તિ સમાન ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણી સૌથી મોટી મૂડી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી રાજ્યમાં તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના બીજા દિવસે ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આ સમારોહનું રાજ્ય ભરના 33 જિલ્લાઓની આઈ.ટી.આઈ.માં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં યોજાયેલા 658 ભરતી મેળાઓમાં ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવેલા 57,502 યુવાઓને પ્રતિક રૂપે નિમણૂક પત્રો પણ આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં તથા મંત્રીશ્રીઓનાસસ્તે જિલ્લાઓમાં આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિભાગે આઈ.ટી.આઈના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે પ્રોવિઝનલ ઓફર લેટર આપવાની કરેલી પહેલરૂપે 25,000 થી વધુ યુવાઓને આવા લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એટલું જ નહીં, ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન બળ મળી રહે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથેના એમ.ઓ.યુ. પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ રોજગાર તથા ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને મળેલા આ રોજગાર અવસરો તેમના ઘર પરિવારમાં દિપાવલીનો આર્થિક ઉજાસ બનવા સાથે આત્માનિર્ભરતાના નવા કદમ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે, પોતાની સ્કીલ, વીલ અને ઝિલથી પથ્થરમાંથી પણ પાણી કાઢવાની ક્ષમતા ધરાવતી યુવા શક્તિને સ્કીલ ડેવલપમેન્ટ માટેનો નવો રાહ વડાપ્રધાનશ્રીએ દર્શાવ્યો છે. આ 24 વર્ષમાં ગુજરાતના યુવાઓને અપાર અવસરો આપીને તેમણે જોબ સિકરથી જોબ ક્રિયેટર બનાવ્યા છે. ‘હર હાથ કો કામ’ સૂત્ર વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં સાકાર થઈ રહ્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.
રાજ્યમાં આવતા ઉદ્યોગોને યોગ્ય માનવબળ મળે તે માટે ઇન્ડસ્ટ્રી અને આઈ.ટી.આઈના જોડાણનું જે મોડલ વડાપ્રધાનશ્રીએ આપ્યું છે તેને સ્કિલ અભ્યાસક્રમો દ્વારા આગળ વધારતા રાજ્ય સરકારે કૌશલ્યા ધી સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, એ.આઈ., હેલ્થ કેર, એગ્રી સર્વિસીસ જેવા રોજગારીની વિપૂલ તકો ધરાવતા વિવિધ અભ્યાસક્રમોમાં આ યુનિવર્સિટીના 12,000થી વધુ યુવા સફળ થયા છે. ગુજરાતમાં યુવાશક્તિના ઇનોવેશનને પણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જે વેગ મળ્યો છે તેના પરિણામે 12,500થી વધુ સ્ટાર્ટઅપ આત્મનિર્ભર બન્યા છે અને ગુજરાત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં અગ્રેસર છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ છેલ્લા એક દશકમાં 15 મિલિયનથી વધુ યુવાઓને વિવિધ અભ્યાસોમાં સઘન તાલીમ અપાવી છે અને કુશળતા તથા ટેકનિકલ લાયકાત સાથે જોડ્યા છે. આવા સ્કિલ્ડ યુવાઓને પી.એમ. રોજગાર એપ્રેન્ટીસશીપ અંતર્ગત ઉદ્યોગોમાં રોજગાર પણ આપ્યા છે. દેશના યુવાઓ આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી રૂપિયા એક લાખ કરોડની પી.એમ. વિકસિત ભારત રોજગાર યોજનાની પણ વિગતો શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર લોકલ – હર ઘર સ્વદેશી અભિયાનને ઝિલી લેવા યુવાશક્તિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક આહવાન પણ આ તકે કર્યું હતું.
શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના ૫૭ હજાર કરતાં વધુ યુવાઓને આજે રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા છે, જે આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રોજગાર મેળાઓની સાથે યુવાઓને કંપનીઓના માર્ગદર્શન હેઠળ અભ્યાસ બાદ તુરંત જ નોકરી મળી રહે તે માટેની વ્યવસ્થા થાય એ પ્રકારની પહેલ ગુજરાતે કરી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી સમયમાં પ્રવેશ મેળવનારા ૧૦૦ ટકા યુવાઓને ભણતર દરમિયાન જ સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આજે સિંગલ વિન્ડોના માધ્યમથી રજીસ્ટ્રેશન દ્વારા નોકરી આપી અને મેળવી શકાય છે. રોજગાર મેળા અને અન્ય ભરતીઓના માધ્યમથી અનેક યુવાઓને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતના ૩.૨ ટકાના રોજગારી દરની સામે ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જેટલો છે. આ દરમાં વધુ ઘટાડો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી નાગરિકો ગુજરાતમાં આવીને સારી નોકરી પ્રાપ્ત કરીને સ્થાયી થઈ શકે છે, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝને પણ યુવાઓને રોજગારી આપવા માટે સહાય આપવામાં આવે છે, તેમ જણાવી મંત્રીશ્રીએ રોજગારી પ્રાપ્ત કરનાર સૌ યુવાઓને શુભેચ્છા આપી હતી.
શ્રમ, કૌશલ્ય અને રોજગારના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે સ્વાગત કરતાં કહ્યું હતું કે, આગામી સમયમાં યુવાઓને રોજગારી આપતા આવા કાર્યક્રમો અંતર્ગત વધુમાં વધુ અસરકારક કામગીરી કરવામાં આવશે. આજે યુવાઓને રોજગારી પત્ર એનાયત, પ્રોવિઝનલ ઓફર લેટર અને ઉદ્યોગો સાથે MoU કરવાના કાર્યક્રમનું ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આગામી વર્ષથી ૧૦૦ ટકા વિદ્યાર્થીઓને ભણતર દરમિયાન જ પ્રોવિઝનલ ઓફર લેટર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
રોજગાર અને તાલીમના નિયામક શ્રી નીતિન સાંગવાને આભારવિધિ કરી હતી.
રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, શ્રમ નિયામક શ્રી કે.ડી. લાખાણી, કૌશલ્ય વિકાસ નિયામક શ્રી કમલેશ રાઠોડ સહિત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં યુવાનો અને રોજગાર દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાંથી ૧.૫ લાખ કરતાં વધુ યુવાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
———
[10/8, 3:23 PM] Dilip Gajjar.Mahiti.Press: 08-10-2025 Attendance in Youth Employment and Skills Empowerment inauguration program at Gandhinagar under development week photo: https://photos.app.goo.gl/a63LoV8DcKa4yoE96
[10/8, 4:17 PM] Dilip Gajjar.Mahiti.Press: _વિકાસ સપ્તાહ_
*9 ઓક્ટોબર, પોષણ દિવસ: શ્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 24 વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ અમલી*
***
*ગુજરાતની પોષણ પહેલોની મોટી અસર: છેલ્લા 7 વર્ષોમાં અંડરવેટ બાળકો 39.7%થી ઘટીને 17.2%, સ્ટંટિંગ 39%થી ઘટીને 30.9%, શારીરિક દુર્બળતા 25% થી ઘટીને 6.7% થઈ*
***
• *પોષણ સુધા, દૂધ સંજીવની યોજના અને પૂર્ણા યોજનાનો વિસ્તાર વધ્યો, ત્રણેય યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા 20 લાખને પાર*
• *મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 53,065 આંગણવાડી કેન્દ્રોમાં અમલી, દર વર્ષે 5 લાખ મહિલાઓ-બાળકો સુધી લાભ પહોંચાડવાનું લક્ષ્ય*
• *ટેક હોમ રાશન અને હોટ કૂક્ડ મીલનો લાભ 28 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યો*
***
*ગાંધીનગર, 8 ઓક્ટોબર, 2025:* ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેને 24 વર્ષ પૂર્ણ થયા છે. તેમની જનસેવાના 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત 9 ઓક્ટોબરનો દિવસ પોષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. છેલ્લા 24 વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
રાજ્યમાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ તેમજ તેમના બાળકોને પૂરતું પોષણ અને આહાર મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. આજે વડાપ્રધાન તરીકેના તેમના ‘સહી પોષણ, દેશ રોશન’ના મંત્રને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની પોષણ સંબંધિત પહેલોના સકારાત્મક પરિણામો હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. પોષણની પહેલો અમલી કરવાને કારણે રાજ્યના બાળકોમાં ઓછું વજન, સ્ટંટિંગ (ઓછી હાઇટ) અને શારીરિક દુર્બળતા જેવા પડકારોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. છેલ્લા 7 વર્ષના આંકડાઓ પર નજર નાખીએ, તો ICDS એટલે કે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ (સંકલિત બાળવિકાસ સેવાઓ) હેઠળ પોષણ માટે ગુજરાત સરકારના વ્યાપક અને સઘન પ્રયાસોના પરિણામે 2019માં ઓછા વજનવાળા બાળકોનું પ્રમાણ 39.7% હતું, જે 2025માં ઘટીને 17.2% થયું છે, સ્ટંટિંગ એટલે કે ઓછી હાઇટનું પ્રમાણ 39% થી ઘટીને 30.9% થયું છે તેમજ શારીરિક દુર્બળતા 25%થી ઘટીને 6.7% થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ પોષણ સંબંધિત યોજનાઓનો લાભ લગભગ 45 લાખથી વધુ મહિલાઓ મેળવી રહી છે.
*દરેક માતા, દરેક બાળક પોષિત: 5 લાખ લાભાર્થીઓ સુધી પહોંચવાનું ‘મુખ્યમંત્રી માતૃશક્તિ મિશન’*
માતાઓ અને બાળકોના પોષણ તેમજ આરોગ્યને સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સમગ્ર રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભધારણથી લઈ શિશુના જન્મ પછી શરૂઆતના બે વર્ષ સુધી મહિલાઓ અને તેમના બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યના 53,065 આંગણવાડી કેન્દ્રોમાં મહિલાઓને દર મહિને 1 લીટર મગફળીનું તેલ, 1 કિલોગ્રામ તુવેર દાળ તથા 2 કિલોગ્રામ ચણાની ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવે છે.
આ પહેલ થકી માતાઓ અને બાળકોના આરોગ્યમાં જ સુધારો નથી જોવા મળી રહ્યો, પણ તેમનો સમગ્રતયા વિકાસ પણ સુદૃઢ થયો છે. દર વર્ષે લગભગ 5 લાખ મહિલાઓ તેમજ બાળકોને આ યોજનાથી લાભાન્વિત કરવાનું મિશન છે, જે માતૃત્વ અને બાળપણના શરૂઆતના વર્ષોમાં શ્રેષ્ઠ પોષણ તથા આરોગ્ય સુનિશ્ચિત કરવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
*ટેક હોમ રાશન અને હૉટ કૂક્ડ મીલનો લાભ 28 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યો*
માતાઓ અને બાળકોના પોષણ તેમજ આરોગ્યને સુદૃઢ બનાવવા માટે ગુજરાતમાં 2017થી ટેક હોમ રાશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રો સુધી રાશન પહોંચાડવાનું કાર્ય ત્રણ મુખ્ય ડેરી કો-ઓપરેટિવ્સ તથા ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી કરવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ સગર્ભા તથા સ્તનપાન કરાવતી માતાઓને દર મહિને 1 કિલોગ્રામ રાશનના ચાર પૅકેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બીજી બાજુ, છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની વયના સામાન્ય બાળકોને બાળ શક્તિ આહારના સાત પૅકેટ તથા ગંભીર રીતે કુપોષિત બાળકોને દસ પૅકેટ આપવામાં આવે છે.
આ સાથે જ, 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં દરરોજ હૉટ કૂક્ડ મીલ એટલે કે ગરમ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે, જેથી બાળકોનું પોષણ સ્તર સુદૃઢ થવાની સાથે તેમના પ્રારંભિક વિકાસમાં મદદ મળે છે. અત્યાર સુધી ટેક હોમ રાશન પ્રોગ્રામથી 16.5 લાખથી વધુ માતાઓ તથા બાળકોને લાભ મળ્યો છે, જ્યારે હૉટ કૂક્ડ મીલનો લાભ 11.6 લાખથી વધુ બાળકો સુધી પહોંચ્યો છે. આ રીતે, 28 લાખથી વધુ લાભાર્થીઓ આ બંને યોજનાઓ સાથે સંકલિત થયા છે.
*પોષણ સુધા, દૂધ સંજીવની તથા પૂર્ણા યોજના: રાજ્ય સરકારની માતૃત્વ તથા બાળ આરોગ્ય સંબંધિત પહેલ*
માતાઓ, બાળકો તથા કિશોરીઓના પોષણ અને આરોગ્યને સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે સતત મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પોષણ સુધા યોજના રાજ્યની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે, જેનો પ્રારંભ 2017-18માં 10 જિલ્લાઓથી થયો હતો અને હવે 14 આદિવાસી જિલ્લાઓના 106 તાલુકાઓમાં આ યોજના સક્રિય છે. આ યોજના હેઠળ દર મહિને લગભગ 1.2 લાખ મહિલાઓ સુધી વિશેષ ભોજન, આયર્ન તેમજ ફોલિક એસિડ, કૅલ્શિયમની ગોળીઓ અને આરોગ્ય પરામર્શ પહોંચાડવામાં આવે છે.
આ જ દિશામાં દૂધ સંજીવની યોજનાએ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. તેના હેઠળ 6 મહીનાથી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં અઠવાડિયામાં પાંચ દિવસ 100 મિલીલીટર ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. બીજી બાજુ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને અઠવાડિયામાં બે વાર 200 મિલીલીટર પોષણયુક્ત દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પહેલથી લગભગ 9.3 લાખ લાભાર્થીઓના પોષણ સ્તરમાં સુધારો થયો છે, જેનાથી માતાઓ તથા બાળકોનું આરોગ્ય સશક્ત થયું છે. આ જ રીતે, પૂર્ણા યોજના હેઠળ રાજ્યની 15થી 18 વર્ષની અંદાજે 10 લાખ કિશોરીઓને દર મહિને 1 કિલોગ્રામના ચાર પૅકેટ પોષણયુક્ત આહાર તથા દર અઠવાડિયે આયર્ન-ફોલિક એસિડ ટૅબલેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ત્રણેય પહેલોનો ઉદ્દેશ કુપોષણ તેમજ એનીમિયાને ઘટાડવાની સાથે-સાથે બાળકો તથા કિશોરીઓને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનાવવાનો પણ છે.
*X-X-X*
[10/8, 5:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ-બહેનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખ્યાં*
—–
*GST સુધારા, સહકારી માળખાનું વિસ્તૃતિકરણ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષયો અંતર્ગત કૃતજ્ઞતા વ્યક્ત કરવા પોસ્ટ કાર્ડ લખાયા*
—–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સહકારી માળખાનો અભૂતપૂર્વક વિકાસ થઈ રહ્યો છે, જેના પરિણામે પશુપાલકો-ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે ખૂબ સદ્ધર બન્યા છે. સહકારી ક્ષેત્રે લેવાયેલા લોકહિતકારી નિર્ણયો બદલ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ મારફત વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશ માટે અંદાજે ૧.૫૦ કરોડ પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતના સહકાર ક્ષેત્ર દ્વારા ખુબ જ ટૂંકા સમયગાળામાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ લખેલા પોસ્ટકાર્ડોનું, આત્માનિર્ભર ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, વિકસિત ભારત @ 2047, ઓપરેશન સિંદૂર, અટલ બ્રિજ, આપણી મેટ્રો વગેરે જેવી થીમ ઉપરનું, પ્રદર્શન વલ્લભ સદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો જાહેર જનતા તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ સુધી લાભ લઈ શકશે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં GSTમાં ઘટાડો, મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અભિયાન જેવા લેવામાં આવેલા વિવિધ પગલાંઓના પરિણામે ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂત સૌ માટે સુખાકારીનો નવો યુગ શરૂ થયો છે. વધુમાં, GST સુધારણાના પગલાંથી ઉપકરણો, ખાતર, બિયારણ બધું જ સસ્તું થયું છે, જેથી ખેડૂતો પાસે પૈસાની વધુ બચત થઈ છે અને આર્થિક રીતે સશક્ત બન્યા છે. આમ, ડેરી અને કૃષિ ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ખૂબ સારો વેગ મળ્યો છે.
સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં રાજ્યમાં આવેલ ૧૨૦૦૦ ગામડાઓમાં આવેલ દૂધ ઉત્પાદક મંંડળીઓ, પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ, માર્કેટિંગ સોસાયટીઓ, પ્રોસેસિંગ સોસાયટીઓ,તથા અન્ય મંડળીઓ એમ કુલ ૨૮૦૦૦ થી વધુ સહકારી મંડળીઓ તથા સ્ટેટ કો-ઓપરેટીવ બેંક, સેન્ટ્રલ કો-ઓપ. બેંક, ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, દૂધ સંધો,ગુજરાત રાજ્ય કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન, ખરીદ-વેચાણ સંધોના સભાસદો દ્વારા વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે. જે અંતર્ગત PACS કોમ્પ્યુટરાઇઝેશન, ઝીરો ટકા વ્યાજ સહાય, ગોડાઉન બાંધવા માટે સહાય, CSC થી સભાસદોને ગ્રામીણ કક્ષાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ, PACS પાણી સમિતી તરીકે કાર્યરત, ખાતર વિતરણ, PMKSK, વિશ્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ, PACS ઇન્સેટીવ મારફત થતા આર્થિક લાભ, મલ્ટીસ્ટેટ સહકારી મંડળીઓ: NCEL, NCOL, BBSSL ના સભાસદ, પ્રાકૃતિક ખેતી, પમ્પ સિંચાઈ યોજના હેઠળ પિયત સહકારી મંડળીઓને સહાય, દૂધ મંડળીઓને સોલાર રૂફટોપ માટે સહાય, દૂધઘરથી પશુપાલકોને લાભ, કિસાન સન્માન નીધિ, સૌરાષ્ટ્ર માટે પાણી આપતી સૌની યોજના, મહિલાઓને સન્માન, ટેકાના ભાવે MSP, વિધવા સહાય, સ્વદેશી-વોકલ ફોર લોકલ જેવી અનેક ખેડૂતલક્ષી/પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે.
—–
જીગર બારોટ
[10/8, 6:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *સાયબર ક્રાઇમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સાયબર જાગૃતિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*ગુજરાત પોલીસના કોન્સ્ટેબલને પણ ડાર્કવેબ, બ્લોકચેઈન, બીગ ડેટા, AI જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી તાલીમ અપાશે*
*NFSU, ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ ‘હેક્ડ 2.0’નું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું*
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે આજે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ ‘હેક્ડ 2.0’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં AI-આધારિત છેતરપિંડી અને અત્યાધુનિક રેન્સમવેર જેવા વિકસતા ડિજિટલ જોખમો જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે જાગૃતિ. જે કોઈ સાયબર ક્રાઈમનો શિકાર બને તેણે તરત જ 1930 નંબર ડાયલ કરવો. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો વધુ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને વડીલો ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યાં છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ અત્યંત જરૂરી છે.
આવા પડકારજનક સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીના કરેલા આ મહત્ત્વપૂર્ણ પ્રયાસને મંત્રીશ્રીએ બિરદાવીને બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.
“હેક્ડ 2.0” અભિયાન સમાજને સાયબર ક્રાઈમથી બચાવવા અને તેની જાળમાં લોકો ન ફસાય તે માટેના પ્રયાસ માટે મહત્વપૂર્ણ પગલું છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સાયબર ક્રાઈમથી થતાં ગુનાઓમાં જતાં રહેલા રૂપિયાને અટકાવવાના કિસ્સાઓમાં ગુજરાત પોલીસને 42 ટકા સફળતા મળી છે. ગુજરાત પોલીસના કોન્સ્ટેબલને પણ ડાર્કવેબ, બ્લોકચેઈન, બીગ ડેટા, AI જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે. જેનાથી આગામી વર્ષોમાં પડકારજનક ગુનાઓને અટકાવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે.
NFSUના કુલપતિ ‘પદ્મશ્રી’ સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસે સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફોરેન્સિક્સ સહિતની માહિતી આપીને એક મહત્ત્વની બાબત જણાવી હતી કે, લોકોએ મોબાઈલ કે ઈમેલમાં આવતી કોઈ પણ અજાણી અથવા અપ્રમાણિત લિંક્સ (unknown or unverified links) પર ક્લિક ન કરવું જોઈએ, કારણ કે એક જ ક્લિકથી તેઓની મહેનતની કમાણી લૂંટાઈ શકે છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસના માર્ગદર્શનમાં સાયબર એક્સપર્ટ તૈયાર થઈ રહ્યાં છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તંત્રી શ્રી હરિતભાઈ મહેતા જાગૃત પ્રહરી તરીકે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ જવાબદારી વહન કરી રહ્યાં છે.
આ પ્રસંગે સીઆઈડી-ક્રાઈમ ડીજીપી શ્રી કે.એલ.એન.રાવ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રેસિડેન્ટ એડિટર શ્રી હરિત મહેતા સહિત વિષય તજજ્ઞો ઉપસ્થિત હતા.
….
[10/8, 6:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ*
*પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ*
……..
*રેડક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના પત્રકારોની આરોગ્ય તપાસ કરવામાં આવશે*
…….
પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે.
‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સૌપ્રથમ પત્રકારશ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને હજુ વધુ કેવી રીતે ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય તે મુદ્દે પત્રકારશ્રીઓનાં મંતવ્યો જાણ્યાં હતાં.
શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, આ સેવાનો મને આનંદ છે અને વધુમાં વધુ પત્રકારો આ આરોગ્ય કેમ્પમાં જોડાઈને આ સેવાનો લાભ લે તે માટે અમે કાર્યરત છીએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં જરૂર પડ્યે આરોગ્ય કેમ્પમાં જટિલ રોગ માટે તજજ્ઞ ડોક્ટરોની પણ મદદ લઈશું. તેમણે ઉપસ્થિત પત્રકાર મિત્રોને આ આરોગ્ય કેમ્પનો લાભ લેવા અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરવા અનુરોધ કર્યો હતો.
ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનની સફળતાનો ચિતાર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ગત વર્ષે ૨૨૦૦ જેટલા પત્રકારોએ આરોગ્ય તપાસ માટે નોંધણી કરાવી હતી. ૨૬૪ જેટલા પત્રકારોને આરોગ્ય સમસ્યા જણાઈ હતી. જેમાંથી ૪૪ જેટલા પત્રકારોને ગંભીર બીમારી જણાતા હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા.
માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માહિતી ખાતા અને રેડ ક્રોસ વચ્ચે પત્રકારોની આરોગ્ય તપાસણી માટે થયેલો એમઓયુ કદાચ દેશની આ પ્રથમ ઘટના છે. કોઈ સરકારી વિભાગ રેડક્રોસ સાથે આ પ્રકારે MOU કરીને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરે તે અનન્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. મુખ્યમંત્રીશ્રીના સૂચનને પગલે આપણે આ વર્ષે પણ પત્રકારોની આરોગ્ય તપાસ માટે રાજ્યવ્યાપી કેમ્પ રેડ ક્રોસની મદદથી કરવાના છીએ.
શ્રી બચાણીએ આ તકે રેડ ક્રોસની સ્થાપનાની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, રેડ ક્રોસની સ્થાપના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવાના ઉમદા હેતુ સાથે થઈ હતી, જેના મૂળમાં હેનરી ડ્યુનાન્ટના ‘મેમરી ઓફ સોલફેરીનો’ પુસ્તકનો પ્રેરણા સ્ત્રોત રહેલો છે. યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા, કુદરતી આફતોમાં અને રોગચાળામાં નાગરિકોની આરોગ્ય સેવા રેડ ક્રોસનું મૂળ મેન્ડેટ છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત રેડ ક્રોસે આ મેન્ડેટથી આગળ વધીને પત્રકારોની આરોગ્ય સેવા અને આરોગ્ય તપાસનો અભિયાન શરૂ કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે.
શ્રી બચાણીએ પત્રકારોને અનુરોધ કરતાં કહ્યું કે, જીવનશૈલી ભાગદોડ ભરેલી હોય છે છતાં આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને વ્યાયામ, યોગ્ય ભોજન સહિતની સ્વાસ્થ્ય દરકાર રાખવી જોઈએ.
રેડ ક્રોસ ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી પ્રકાશ પરમારે રેડ ક્રોસની પ્રવૃત્તિઓનો ચિતાર ઉપસ્થિતોને આપ્યો હતો. તેમણે માહિતી ખાતાના સહયોગથી આયોજિત આ મહત્ત્વપૂર્ણ કેમ્પેઇનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…….
[10/8, 7:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો*
*શૈક્ષણિક અભ્યાસને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સંકલિત કરીને યુવાનોને પ્રથમ દિવસથી જ રોજગાર માટે તૈયાર કરવામાં યુનિવર્સિટીનું યોગદાન મહત્વપૂર્ણ: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
****************************
*કૌશલ્યા યુનિવર્સિટી એટલે શૈક્ષણિક જ્ઞાન, ઉદ્યોગ અને ટેક્નોલોજીનો સમન્વય: કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી પંકજ જોષી*
****************************
*પ્રથમ દીક્ષાંત સમારોહમાં ૩૨૬ વિદ્યાર્થીઓને પોસ્ટ ડિપ્લોમા, ૧૪૫ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, ૨૨ ડિપ્લોમા અને ૨૧ એડવાન્સ ડિપ્લોમા ડિગ્રી સહિત ૬૫૭ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત*
****************************
કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આજે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારંભ સાથે શિક્ષણ અને કૌશલ્યના સંગમના નવા યુગની શરૂઆત થઈ છે. દેશના ભવિષ્ય એવા આજના યુવાનોમાં રહેલા કૌશલ્યને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમવાર આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંત સિંહ રાજપુતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રથમ દીક્ષાંત સમારંભમાં ૬૫૭ યુવાનોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૩૨૬ વિધાર્થીઓને પોસ્ટ ડિપ્લોમા, ૧૪૫ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, ૨૨ ડિપ્લોમા અને ૨૧ એડવાન્સ ડિપ્લોમા ડિગ્રીનો સમાવેશ થાય છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાંથી ૧૮ વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મંત્રીશ્રીના હસ્તે સુવર્ણ ચન્દ્રક એનાયત કરાયા હતા.
મંત્રીશ્રી રાજપૂતે કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવાની દિશામાં ગુજરાત સિંહફાળો આપી રહ્યુ છે ત્યારે ગુજરાતને વિકાસ એન્જિન તરીકેની ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં આ યુનિવર્સિટી મહત્વપૂર્ણ સાબિત થશે. આ યુનિવર્સિટી શૈક્ષણિક અભ્યાસને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સંકલિત કરીને વિદ્યાર્થીઓને માત્ર શિક્ષિત જ નહીં પરંતુ અભ્યાસના પ્રથમ દિવસથી જ રોજગાર માટે તૈયાર કરે છે. વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીએ એક વિશિષ્ટ પહેલ કરીને ૬૯થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સાથે MoU કર્યા છે.
શૈક્ષણિક જગત અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલી આ યુનિવર્સિટી રોજગાર અને સ્વ-રોજગાર કેન્દ્રિત વ્યાવસાયિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગામી સમય કૌશલ્ય વિકાસનો છે ત્યારે આ યુનિવર્સિટી વિશેષ કૌશલ્ય ધરાવતા યુવાઓને તૈયાર કરી રહી છે. આ તમારા જીવનની માત્ર શરૂઆત છે આવનારા સમયમાં તમારે વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શૈક્ષણિક જ્ઞાન, ઉદ્યોગ અને ટેક્નોલોજીનું સમન્વય કરીને કૌશલ્યા યુનિવર્સિટી એવા યુવાનોને ઘડી રહ્યું છે, જે માત્ર નોકરી વાંછુક નહીં પરંતુ ભવિષ્યના રોજગાર સર્જક બનશે. યુનિવર્સિટીની દરેક સ્કૂલ ઉદ્યોગો સાથે મળીને કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરી રહી છે. આ યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, રિન્યુએબલ એનર્જી, ડ્રોન અને ફિનટેક જેવી નવીન ટેક્નોલોજી પર કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ ડૉ. એસ. પી. સિંઘે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, શિક્ષણ જ્ઞાન પ્રદાન કરે છે પરંતુ કૌશલ્ય વ્યક્તિને વધુ સશક્ત બનાવે છે. તેમણે વિધાર્થીઓને પોતાના જીવનમાં સતત અભ્યાસ અને ઇમાનદારીના ગુણો અપનાવવાની સલાહ આપી હતી. આજે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ સ્કિલ અને ઇનોવેશનના વાહક બની યુનિવર્સિટીનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આર્સેલર મીત્તલ નીપોન સ્ટીલના પ્રતિનીધી શ્રી અશુતોષ તેલાંગે આજે પદવી પ્રાપ્ત કરનાર તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવી વિકસિત ભારતના નિર્માણમાં કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના મહત્વપર્ણ યોગદાન વિશે વિગતે માહિતી આપી હતી.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયર, બોર્ડ ઑફ ગવર્નન્સ, એકેડેમિક કાઉન્સિલ અને સ્કિલ કાઉન્સિલના સભ્યો, વિવિધ સ્કૂલ્સના અધ્યક્ષ, અને ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.
*******************************************
ઋચા રાવલ
[10/8, 7:03 PM] Dilip Gajjar.Mahiti.Press: 08-10-2025 KAUSHALYA THE SKILL UNIVERSITY 1st CONVOCATION -MINI.SHRI BALVANTSINH RAJPUT PHOTO
https://photos.app.goo.gl/T9FN6H6eeKSB5aVj9
[10/8, 7:09 PM] Dilip Gajjar.Mahiti.Press: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ
*નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા*
*ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*
*ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ*
*NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો અને ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ*
….
ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૮૦ જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે ગુજરાત પોલીસની ટેક-પોલીસિંગની દિશામાં વધુ એક સિધ્ધિ દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું છે કે, આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.
અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)માં સમાવવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.
*NAFISની સફળતા: 48 કલાકમાં મુંબઈથી આરોપી ઝડપાયો*
NAFIS સિસ્ટમની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે, જેમાં અમદાવાદના એક ગુનાનો આરોપી મુંબઈથી માત્ર 48 કલાકમાં ઝડપાયો હતો.
અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા એક કેસમાં જ્યારે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવી અને તેને NAFISમાં અપલોડ કરવામાં આવી, ત્યારે તેનું મેચિંગ થતાં જ સીધો મેસેજ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયને મળ્યો. તુરંત જ, ગુજરાતના DGP શ્રી વિકાસ સહાય દ્વારા મુંબઈ પોલીસ કમિશનરશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો અને આરોપી અંગેની વિગતો શેર કરવામાં આવી.
આ ઝડપી સંકલન અને કાર્યવાહીના પરિણામે, મુંબઈ પોલીસે માત્ર 48 કલાકમાં આરોપીને શોધી કાઢ્યો અને તેને ગુજરાત પોલીસને સોંપ્યો હતો. ગુજરાત પોલીસના આ ટેક-આધારિત અભિગમ આધારે આરોપી મુંબઈથી પકડાઈ ગયો ગયો. મુંબઈ પોલીસે આરોપીને ૪૮ કલાક શોધીને ગુજરાત પોલીસને સોંપી દેતા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા મુંબઈ પોલીસની આ સમગ્ર ટીમને અભિનંદન પાઠવીને પ્રશંસાપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.
…
[10/8, 7:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ :*
…………………
*રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘વિકાસ સપ્તાહ’ને યુવા-વિદ્યાર્થીઓનો અદભૂત પ્રતિસાદ :*
*નિબંધ, ચિત્ર, ઓનલાઈન ક્વિઝ તેમજ સેમિનારમાં ૧.૧૦ લાખથી વધુ અધિકારીઓ-સ્પર્ધકો સહભાગી*
…………………..
*વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્વરૂપે ૪,૫૭૯ કાર્યક્રમો યોજાયા*
………………………
વિકાસ સપ્તાહના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં જનતાનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. વિકાસ સપ્તાહ અંતર્ગત બે દિવસમાં વિવિધ સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસની થીમ સાથે આયોજિત નિબંધ, વક્તૃત્વ, ચિત્રસ્પર્ધા, ઓનલાઈન ક્વિઝ, વ્યાખ્યાનમાળા, વિકાસ પદયાત્રા તેમજ વિવિધ સેમિનાર એમ કુલ ૪,૫૭૯ કાર્યક્રમોમાં અંદાજે ૧.૧૦ લાખથી વધુ યુવા, સ્પર્ધકો અને અધિકારીઓ સહભાગી થયા છે.
તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર શપથ ગ્રહણ કરીને રાજ્યનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં તેમણે વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો તા. ૭ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો. વિકાસ સપ્તાહમાં તા.૭ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રી મંડળના સભ્યો સહિત અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાએ ૭,૭૪૦ તેમજ જિલ્લા કક્ષાએ ૧૨,૬૯૧ પદાધિકારીઓ અધિકારીઓ અને નાગરિકો સહભાગી થયા હતા.
વિકાસ સપ્તાહના બે દિવસ દરમિયાન રાજ્યના રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કુલ ૨,૨૨૭ નિબંધ સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૪૧,૪૩૭ યુવાઓ સહભાગી થયા હતા. આજ રીતે વક્તૃત્વ સ્પર્ધાના કુલ ૧,૫૬૮ કાર્યક્રમોમાં ૧૬,૨૮૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિકાસ કામોની થીમ પર તજજ્ઞો દ્વારા આયોજિત ૯૧ જેટલા વ્યાખ્યાનમાળા કાર્યક્રમોમાં ૨૧,૭૧૮ જેટલા પ્રબુદ્ધ નાગરિકો-યુવાઓ જોડાયા હતા.
આ ઉપરાંત જિલ્લા યુવા વિકાસ અધિકારીઓ દ્વારા જિલ્લાની અગ્રગણ્ય સંસ્થા અને યુનિવર્સિટીમાં કુલ ૫૯ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં કુલ ૧૯,૯૩૯ અધ્યાપકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કુલ છ સ્થાનો પર આયોજિત વિકાસ પદયાત્રાના કાર્યક્રમમાં ૧,૧૨૦ યુવાઓ જોડાયા હતા. વધુમાં ૧૨ જેટલા વિકાસ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૧,૯૫૬ યુવક-યુવતીઓ સહભાગી થયા હતા. રાજ્યભરમાં ૪૫ જેટલી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં ૧,૪૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૨ જેટલા નિબંધ લેખનના કાર્યક્રમોમાં૧,૫૧૯ સ્પર્ધકો જોડાયા હતા. ચિત્રકામમાં રસ ધરાવતાં યુવાઓ દ્વારા રાજ્યના વિવિધ ૧૧૪ સ્થળોએ વિકાસની થીમ આધારિત ૩૦૭ ભીંત ચિત્રો દોરવામાં આવ્યા હતા. જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં કુલ ૧૯૮ સ્પર્ધકો સહભાગી થયા હતા. વિવિધ ૩૭૫ ક્વિઝ સ્પર્ધામાં કુલ ૪,૪૦૮ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કુલ છ સ્થાનો પર લખપતિ દીદી અને ડ્રોન દીદીના વિષય સાથે આયોજિત સેમિનાર-વેબિનારમાં ૨૫૬ મહિલાઓ જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪ સ્થાનો પર વિકાસ સપ્તાહ સંદર્ભે આયોજિત વર્કશોપમાં રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતાં જેમા ૫૯૯ યુવાઓ સહભાગી થયા હતા.
……………………….
જનક દેસાઇ
*****************************
ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો
[9/30, 6:15 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં ઈસનપુર મોટા દુધ સહકારી મંડળીના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦૦
*સહકારથી સમૃદ્ધિ અંતર્ગત દૂધ મંડળીઓને માઇક્રો એ.ટી.એમ.,તમામ પેકસ મંડળીઓના ડિજિટલાઈઝેશન, ગોડાઉન વગેરે સુવિધાઓ આપવા બદલ સહકારી સભ્યોએ આભાર વ્યક્ત કર્યો*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૩૦ સપ્ટેમ્બર- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિનથી ગાંધીનગર જિલ્લાની વિવિધ સહકારી મંડળીના સભ્યો દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવા તથા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં આજરોજ સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર તથા એપીએમસીના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાની ઇસનપુર મોટા દૂધ સહકારી મંડળી ખાતે સભ્યો દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.
ઇસનપુર મોટા દૂધ સહકારી મંડળીના સભાસદએ જણાવ્યું હતું, કે પ્રધાનમંત્રીશ્રીએ સહકારી મંડળીઓ માટે અલગથી વિભાગની સ્થાપના કરી અમારી સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત નાનામાં નાની દૂધ મંડળીને પણ માઈક્રો એ.ટી.એમ આપવામાં આવ્યું છે, તમામ મંડળીઓનું ડિજિટલાઈઝેશન થયું છે ત્યારે દેશની પ્રગતિ માટેના આવા નકકર પગલાંઓ બદલ અમે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.
ડભોડા સેવા સહકારી મંડળી ખાતે ગુજરાત રાજ્યના સહકારી મંડળી રજીસ્ટ્રાર શ્રી મિતેશ પંડ્યા, સંયુક્ત રજીસ્ટ્રાર શ્રી ચેતન પરમાર, શ્રી શ્વેતા પટેલ તથા ગાંધીનગર જિલ્લા રજીસ્ટ્રાર શ્રી સ્તુતિ વ્યાસની ઉપસ્થિતિમાં આશરે સો જેટલા સભાસદોએ પોસ્ટ કાર્ડ લખીને ભાવ વ્યક્ત કર્યો હતો. ડભોડા સેવા સહકારી મંડળીના સભાસદશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીને વિશેષ યોજના દ્વારા ઈ-પેકસ બનાવી છે, જેનાથી તમામ વ્યવહારો કોમ્પ્યુટરાઈઝ થયા છે. સહકારી મંડળીમાં જન ઔષધિ કેન્દ્ર, આરોગ્ય માટે મા કાર્ડ યોજના વગેરે જેવી સુવિધાઓ પણ મળી છે. ત્યારે સહકારી મંડળીઓને આર્થિક ઉન્નતિ તરફ લઈ જવામાં પ્રધાનમંત્રીશ્રીના વિઝન અને પ્રતિબધ્ધતા માટે અમે તેમના આભારી છીએ.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/30, 8:23 PM] Neha Talaviya.Mahiti: *મહિલાની તબિયત બગડતાં 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી જીવન બચાવી લેવામાં આવ્યું*
……
*મહિલા દર્દીનો આશરે કુલ રૂપિયા 2.50લાખની કીંમતનો સામાન 108ના સ્ટાફ દ્વારા ઈમાનદારીથી પોલીસને જમા કરાવવામાં આવ્યો*
…..
*’જો પોતાની ફરજમાં આવતું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તો તેના જેવું પુણ્ય બીજું કોઈ નથી’-કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે*
…….
‘જો પોતાની ફરજમાં આવતું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તો તેના જેવું પુણ્ય બીજું કોઈ નથી’, કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા વારંવાર કર્મચારીઓને આજ વાત કહી તેને રોજિંદા જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવે છે. ત્યારે હાલમાં નવરાત્રીના પર્વમાં સૌને વહેલા ઘરે જવાની ઉતાવળ હોય છે, તેવા સમયે 108 ના કર્મચારીઓ લોકોની સેવામાં નિષ્ઠાથી ખડે પગે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં દર્દીઓ ના આરોગ્યની ચિંતા કરવા સાથે તેમના માલ સામાન અને કીંમતી વસ્તુઓ પણ તેમને સહી સલામત મળે તે રીતે જવાબદારીથી કાર્ય કરતા 108 ના કર્મચારીઓની કામગીરી ખરેખર સરાહનીય છે.
જેના જીવંત પુરાવા સ્વરૂપે ,અમદાવાદથી મોડાસા જઈ રહેલી 30 વર્ષીય શિફાબેન રાજાભાઈ ખુશ્કીવાળાની તબિયત બગડતાં, ચીલોડા સર્કલ પાસે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક મદદ મળી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
દર્દીની પાસે રહેલો કીમતી સામાન – સોનાની ચેઈન, ચાંદીના પાયલ, સોનાની નથની, ચાંદીની વીંટી, સ્માર્ટફોન, રૂપિયા 1,900 રોકડા તેમજ ચાર બેગ જરૂરી દસ્તાવેજો – EMT પરેશ ઠાકોર તથા પાયલટ ધરમશીભાઈ દેસાઈએ જવાબદારીપૂર્વક સંભાળી સિવિલ ગાંધીનગરના પોલીસ ટેબલમાં સુરક્ષિત રીતે જમા કરાવ્યો હતો.
સામાનની કુલ અંદાજિત કિંમત આશરે રૂપિયા 2.50 લાખ છે. EMT અને પાયલટની આ ઈમાનદારી તથા ફરજપ્રતિની નિષ્ઠા પ્રશંસનીય છે.
આ પ્રસંગે 108 ઇમર્જન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર શ્રી કમલેશ પઢિયાર તથા EME શ્રી દર્શિત પટેલે EMT અને પાયલટને તેમની ફરજ નિષ્ઠા અને સમયસરની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
….
*નેહા તલાવિયા*
[10/1, 12:47 PM] Neha Talaviya.Mahiti: *ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે*
———-
*સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન- અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ અપાશે*
————
ગુજરાત સહિત ભારતભરમાં પ્રતિ વર્ષ મહાત્મા ગાંધી જયંતી એટલે કે તા. ૦૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે.
Gujarat Ecological Education and Research-ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે તા. ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવવામાં આવનાર છે.જેમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુસર આ સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન- અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે તેમ,ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ સપ્તાહનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. આ વર્ષે ‘Human-Animal Coexistence’ વિષયવસ્તુ સાથે વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે માનવ અને પ્રાણીઓના સહઅસ્તિત્વ જેવી મહત્વની બાબત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન વન્યજીવો આધારિત રસપ્રદ માહિતી સહિત બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વન વિસ્તારમાં તા. ૦૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન તથા સાંજે પ્લાસ્ટિક વેસ્ટ બોટલમાંથી પ્લાન્ટર્સ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૩ ઓક્ટોબરના રોજ સાંજે ઈકો આર્ટ એક્ટિવિટી, તા.૦૪ના રોજ આયુર્વેદિક તબીબો દ્વારા નિઃશૂલ્ક રોગ નિદાન અને ચિકિત્સા શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે. જ્યારે તા. ૦૫ના રોજ સવારે નેચર વોક અને સાંજે વાઈલ્ડલાઈફ ક્લે-પોટરી આર્ટ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવનાર છે.
તા. ૦૭ના રોજ સાંજે વાઈલ્ડલાઈફ ઓરિગામી ઍક્ટિવિટિ યોજવામાં આવનાર છે. આ સાથે તા. ૦૮ ઓક્ટોબરના રોજ કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમિનાર, ફિલ્ડ એક્સપોઝર વિઝિટ સહિત અવનવી પ્રવૃત્તિઓ-કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેનો વન્યજીવ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો- વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા ગીર ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
————-
જનક દેસાઈ
[10/1, 5:25 PM] Neha Talaviya.Mahiti: *”એડવાન્ટેજ 60: પાવરિંગ એસ્પિરેશન્સ – એક્ટિવ , એબલ્ડએન્ડ એમ્પાવર્ડ”અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો*
……
*અભિયાનનો ઉદ્દેશ્ય ઉંમર વિશેના રૂઢિપ્રયોગોને બદલવાનો છે કે,૬૦ પછીનું જીવન પણ સક્રિય, સુખી અને સંતોષકારક હોઈ શકે છે*
…..
*મહાનુભાવોના વક્તવ્યમાં એક કોમન વાત,”વડીલો જીવતા જાગતા મંદિરો છે”*
……
*વરિષ્ઠો માટે એલ્ડરલાઇન-૧૪૫૬૭ સમગ્ર રાજ્યમાં કાર્યરત*
……..
*વૃદ્ધાવસ્થા આવે તેમ તેમ વ્યક્તિ ફરી બાળક બનતું જાય છે,જો તમે તમારા બાળકને નથી છોડી શકતા તો તમને બાળકમાંથી યુવાન બનાવનાર માતા-પિતાને કેમ ત્યજી દેવાય!-શંકરસિંહ ગોહિલ*
……
હેલ્પએજ ઇન્ડિયા દ્વારા તા.૦૧ ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ 2025 નિમિત્તે “એડવાન્ટેજ 60: પાવરિંગ એસ્પિરેશન્સ – એક્ટિવ , એબલ્ડ એન્ડ એમ્પાવર્ડ” નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય ભારતના વરિષ્ઠ નાગરિકોની શક્તિ , સ્થિતિસ્થાપકતા અને છુપાયેલી સંભાવનાની ઉજાગર કરવાનો છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ઉંમર વિશેના રૂઢિપ્રયોગોને બદલવાનો છે. આ દર્શાવે છે કે સાઠ પછીનું જીવન પણ સક્રિય, સુખી અને સંતોષકારક હોઈ શકે છે.
હેલ્પએજ ઇન્ડિયા દ્વારા ‘એડવાન્ટેજ 60: પાવરિંગ એસ્પિરેશન્સ’ અભિયાન શરૂ કર્યું – જ્યાં વૃદ્ધત્વ એક નવો આકાર લે છે. આ પહેલ વરિષ્ઠ નાગરિકોને સશક્ત, સક્ષમ અને સક્રિય જીવન જીવવા માટે સશક્ત બનાવે છે .
આ કાર્યક્રમમાં વિશેષ અતિથિઓ શ્રી શંકરસિંહ ગોહિલ, પ્રમુખ, બાર એસોસિયેશન ઓફ ગાંધીનગર
શ્રી એચ એમ પંચાલ, પ્રમુખ, સિનિયર સીટીઝન કાઉન્સિલ
શ્રી કિશોર શેલાડિયા, પ્રમુખશ્રી, લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર
શ્રી નિલેશ નલવાયા, ડાયરેક્ટર, હેલ્પેજ ઇન્ડિયા ગુજરાત
શ્રી જીતેન્દ્રભાઈ, સમાજ સુરક્ષા અને ન્યાય વિભાગ તેમજ સી સેસ આર વિભાગ તેમજ યુવા અનસ્ટોપેબલ ના પ્રતિનિધિ હાજર રહ્યા હતાં.
આ તમામ મહાનુભાવોના વક્તવ્યમાં એક નિચોડ હતો કે,વડિલો જીવતા જાગતા મંદિરો છે, જ્યાં તમને તમારી
દરેક સમસ્યાનું સમાધાન મળે છે.
વધુમાં મહાનુભાવો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,સમાજના વડીલો પાસે અનુભવનું સમૃદ્ધ ભાથું છે, આપણે ગમે તેટલું ભણીએ કે,ગમે તેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી લઈએ તેમ છતાં ઘરના વડીલો પાસે જે અનુભવથી મળેલું ભાથુ છે તે નથી જ મેળવી શકતા. આ સાથે જ મહાનુભાવ દ્વારા એમ પણ ઉમેરવામાં આવ્યું હતું કે, વૃદ્ધાવસ્થા આવે તેમ તેમ વ્યક્તિ ફરી બાળક બનતું જાય છે, જો તમે તમારા બાળકને નથી છોડી શકતા તો તમને બાળકમાંથી યુવાન બનાવનાર માતા-પિતાને કેમ ત્યજી દેવાય!
કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત વડીલોએ તેમના મંતવ્યો પણ જણાવ્યા હતા.તથા અશકત વડીલોને વ્હિલચેર પણ આપવામાં આવી હતી.
*હેલ્પએજ ઇન્ડિયા વિશે ખાસ*
હેલ્પએજ ઇન્ડિયા એ ભારતની એક અગ્રણી બિન-લાભકારી સંસ્થા છે, જે છેલ્લા 47 વર્ષથી વૃદ્ધ લોકોના હિત માટે કાર્યરત છે. તે આરોગ્યસંભાળ, આજીવિકા, વય-સંભાળ, આપત્તિ રાહત અને ડિજિટલ સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પ્રોગ્રામો ચલાવે છે. સંસ્થા યુએન પોપ્યુલેશન એવોર્ડ (2020) અને વયોશ્રેષ્ઠ સન્માન (2014) જેવી પ્રતિષ્ઠિત માન્યતાઓથી સન્માનિત થઈ ચૂકી છે.
હેલ્પએજ ઇન્ડિયાના સીઇઓ રોહિત પ્રસાદ અને ચેરમેન કિરણ કર્ણિકે જણાવ્યા મુજબ, વૃદ્ધોને બોજ નહીં પરંતુ મૂલ્યવાન સંસાધન તરીકે જોવું જોઈએ. “એડવાન્ટેજ 60” અભિયાન વૃદ્ધોને આત્મનિર્ભર અને સક્રિય બનાવવાનો પ્રયાસ છે.
હેલ્પએજ પહેલાથી જ આ કરી રહ્યું છે. તે રોજગાર અને આવક સર્જન કાર્યક્રમો દ્વારા અને તેમને ડિજિટલ કૌશલ્ય શીખવીને ડિજિટલ વિશ્વ માટે વૃદ્ધોને તૈયાર કરી રહ્યું છે. હેલ્પએજ વૃદ્ધોને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે નિવારક પગલાં પૂરા પાડે છે. તેના મોબાઇલ આરોગ્યસંભાળ કાર્યક્રમ દ્વારા દૂરના વિસ્તારોમાં મૂળભૂત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડી રહ્યું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના સહયોગ થી વરિષ્ઠ માટે *એલ્ડરલાઇન-૧૪૫૬૭*
પણ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે.
વધુ વિગતો માટે, હેલ્પએજ ઇન્ડિયાની મુલાકાત લઈ શકો છો.
….
*નેહા તલાવિયા*
[10/1, 6:43 PM] Neha Talaviya.Mahiti: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરે ગાંધીનગર જિલ્લાની કલોલ અને દહેગામ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની (અનામત બેઠકો સહિત) ફાળવણી અંગેનો કલોલ અને દહેગામનો આદેશ તા.૨૯-૦૯-૨૦૨૫ના રોજ કરવામાં આવ્યો છે.જે નીચે મુજબ છે👇🏻
[10/2, 11:15 AM] Neha Talaviya.Mahiti: *મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી-મેયરશ્રી*
———
‘મેરા જીવન હી મેરા સંદેશ હૈ’ નો ભારત સહિત વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર
વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની ભવ્ય પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ,સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે,ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે પણ ઉજવવાની પહેલ કરવામાં આવી છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ આ પ્રસંગે ચૌધરી વિદ્યાલયની વિદ્યાર્થીની ઓની સાથે સંવાદ કરતા કહ્યું હતું કે,આપણે પોતાના જીવનમાં ગાંધીજીના જીવન મૂલ્યોમાંથી કોઈ એક સારા વિચારનો અમલ કરવો જોઈએ. જેમાંથી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ,પાણી બચાવવું,અન્નનો બગાડ કરવો નહીં, અનુસાશન, સત્ય બોલવું, સ્વચ્છતાના આગ્રહી બનવું અને સમયનું પાલન કરવું વગેરે અપનાવી શકાય.
તેમણે જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વધુને વધુ ‘આત્મનિર્ભર’ બનાવવા આપણા દેશમાં જ બનેલી સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સૌ ભારતીયો અનુરોધ કર્યો છે,આ સ્વદેશી વિચારને આપણે સૌએ પોતાના દૈનંદિન જીવનમાં અપનાવવો જોઈએ.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી
જે.એસ.પટેલ,શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે,વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા, ઉચ્ચ અધિકારીઓ, નગરજનો તેમજ જે.એમ.ચૌધરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
————-
જનક દેસાઈ
[10/2, 11:57 AM] Neha Talaviya.Mahiti: *દહેગામ તાલુકાના બહિયલ તથા ઝાલાની મુવાડી ગામે ગ્રામસભા નું આયોજન કરાયું*
….
*’મારુ ગામ બાળવિવાહ મુક્ત’તેમજ ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત શપથ લેવામાં આવ્યા*
………
2 ઓક્ટોબરના રોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વિવિધ ગામોમાં ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યુ હતું.જે અંતર્ગત”મારું ગામ બાળવિવાહ મુક્ત” તથા “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિતેન્દ્ર મકવાણા તથા બાળ સુરક્ષા અધિકારી શ્રી સંજય પટેલ દ્વારા બહિયલ તથા ઝાલાના મુવાડા ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના તલાટી, સરપંચશ્રી, અન્ય હોદ્દેદારો તથા ગ્રામજનો પણ જોડાયા હતા.
…
*નેહા તલાવિયા*
[10/2, 2:20 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઇફકો દ્વારા નિર્મિત ધરામૃત જૈવિક દ્રાવણનું અનાવરણ કરાયું*
૦૦૦૦૦૦૦૦
*-:કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ:-*
*- નેનો ટેકનોલોજીથી નિર્મિત ધરામૃત સંપૂર્ણ સ્વદેશી ખાતર, પ્રાકૃતિક ખાતરથી જમીનની ફળદ્રુપતા વધવા સાથે પર્યાવરણને પણ ફાયદો*
*-વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ખેડૂતોની સમૃદ્ધિ અને દેશની આત્મનિર્ભરતા પ્રથમ આવશ્યકતા છે*
*-કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન, ટેકાના ભાવે ખરીદી, લાઈટબીલમાં સબસીડી, પાક ધિરાણમાં ૦% વ્યાજ વગેરે ખેડૂતોની આર્થિક ઉન્નતિ તરફના પગલાંઓ*
૦૦૦૦૦૦૦૦૦
*લેબ થી લેન્ડ સુધીની કૃષિ મહોત્સવની કડી ઇફકોના માધ્યમથી પૂરી થઈ છે: સાંસદ શ્રી પરસોતમ રૂપાલા*
૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૨ ઓકટોબર
કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અડાલજ ખાતે ઇફકો દ્વારા નિર્મિત પ્રાકૃતિક દ્રાવણ “ધરામૃત”નો અનાવરણ સમારોહ યોજાયો હતો.
મંત્રીશ્રીએ સંપૂર્ણ સ્વદેશી ખાતર ધરામૃતનું અનાવરણ કરતા કહ્યું હતું કે, પ્રાકૃતિક વસ્તુઓથી નિર્મિત આ ખાતર જમીનની ફળદ્રુપતા વધારશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. લાંબા સંશોધનો અને વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ નવી ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ આ ખાતર ખેડૂતોની સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ બનશે.
તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ખેડૂતોની સમૃદ્ધિ અને દેશની આત્મનિર્ભરતા પ્રથમ આવશ્યકતા છે.આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવી ખેડૂતોને તમામ સ્તરે મદદરૂપ બનવામાં આવી રહ્યું છે. ખેતીમાં મજૂરોની અછત દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે માટે બજેટમાં ૧૪૦૦ કરોડથી વધુની રકમની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ કુદરતી આફતો દરમ્યાન પાકના નુકસાન સમયે રાજ્ય સરકાર દ્વારા સહાય, ઉત્પાદિત જણસીના પોષણક્ષમભાવો મળે તે માટે ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોને પાક ધિરાણમાં ૦% વ્યાજ વગેરે ખેડૂતોની આર્થિક ઉન્નતિ તરફના રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ છે.
કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેતીમાં વપરાતી વીજળીના બિલમાં પણ ખેડૂતોને મોટી સબસીડી આપવામાં આવે છે, જે અંતર્ગત ૧૨ હજાર કરોડની રકમ ખેડૂતોના લાઈટ બિલની સબસીડીરૂપે અપાઈ છે અને નવા કનેક્શન માટે પણ તાત્કાલિક મંજૂરી મળે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે ગુજરાત બાગાયત અને તેલીબિયાના વિવિધ પાકોમાં રાષ્ટ્રીય સ્તરે મોખરે છે. ખેડૂતોને અકસ્માત સમયે સરકાર દ્વારા ૪ લાખના વિમા ની સહાય આપવામાં આવે છે. આમ રાજ્ય સરકાર ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ છે. આ સાથે મંત્રીશ્રીએ ખેડૂતોને ધરામૃત પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવા અને આ નવા સાહસના સફળ બનવાથી કૃષિ વિકાસમાં એક નવું આયામ ઉમેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રાજકોટના સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાએ ધરામૃતને છોડના બેલેન્સ ફૂડ સમાન જણાવી કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો ખેતીમાં થયેલી ક્રાંતિકારી યાત્રાના સાક્ષી બન્યાં છે. જેમ મનુષ્યને તમામ પોષક તત્વોની પૂર્તિ માટે એક બેલેન્સ ફૂડ લેવું જરૂરી છે તેવી જ રીતે છોડ માટે ધરામૃતમા તમામ પોષક તત્વો છે. ખેડૂતોએ પાકને શું જરૂર છે તે પ્રમાણે પાકને જરૂરી વસ્તુઓ આપવી જોઈએ તેના પર ભાર મૂકી સાંસદશ્રી ઉમેર્યું હતું કે, ખેડૂતોએ પાકને જરૂરી તેટલા જ પાણીનો ડ્રીપ દ્વારા ઉપયોગ કરવો જોઈએ અને નવી ટેકનોલોજી સાથે આવતા પરિવર્તનોનો સ્વીકાર કરી તેનો ખેતીમાં વિશેષ ઉપયોગ કરવો જોઈએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સ્તરે પ્રાકૃતિક ખેતી માટે આહલેક જગાવી છે ત્યારે પ્રાકૃતિક તત્વોથી બનેલું આ ખાતર ધરા એટલે કે જમીન માટે ખરા અર્થમાં અમૃત બનશે તથા આગામી સમયમાં ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ ઉત્પાદન સમગ્ર વિશ્વના ખેડૂતોને માટે ઉપકારક બને તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. તેમણે ખેડૂતોને તેમની સમસ્યાઓ પર ટેકનોલોજીના સહારાથી વિજય મેળવી સમૃદ્ધિ તરફ પગરણ માંડવા શુભકામનાઓ પાઠવી હતી.
લેબ થી લેન્ડની કૃષિ મહોત્સવની કડી ઇફકોના માધ્યમથી આજે પૂરી થઈ છે તેમ જણાવી સાંસદશ્રીએ છોડ માટે નાની ચીજોના ઉપયોગ તથા મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક સમયે અનાજ આયાત કરતું ભારત આજે અનાજ માટે આત્મનિર્ભર છે જ સાથે જ તે અનાજની નિકાસ પણ કરી રહ્યું છે, જે ટેકનોલોજીના ક્રાંતિકારી પરિણામો છે. વળી બજારમાં આવતા અનેક નકલી કૃષિ ઉત્પાદનો વિશે પણ તેમણે ખેડૂતોને સાવચેત કર્યા હતા તેમજ કોઈપણ સંશય સમયે કૃષિ હેલ્પલાઇન કે કૃષિ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી ખાતર, દવા વિશે જાણકારી મેળવવી જોઈએ તેમ કહ્યું હતું.
ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ ખેડૂતોને ઉત્સાહપૂર્વક આવકારી ધરામૃત વિશે જણાવ્યું હતું કે, પહેલા બનતી દવાઓમાં તત્વોની શેલ્ફ લાઈફ ઓછી હતી. દવાઓની અસરકારકતામાં સમયાંતરે ફેર પડતો હતો. ઘણીવાર દવાનું દ્રાવણ નીચે અને ઉપર આસ રહેતા ખેડૂતોને દવાના વપરાશમાં પણ મુશ્કેલી રહેતી હતી, ત્યારે હવે કેળમાંથી નીકળતા રસમાંથી કોલાઇડલ ટેકનોલોજીથી બનાવવામાં આવેલું ધરામૃત સંપૂર્ણ પ્રાકૃતિક હોવા સાથે ત્રણ વર્ષ સુધી તમામ તત્વોની અસરકારકતા જાળવી રાખશે.
સમારોહમાં ઇફકોના સ્ટેટ માર્કેટિંગ ચેરમેન શ્રી એમ.એમ.ગજેરાએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું, સાથે જ કૃષિ વૈજ્ઞાનિક ડો.લક્ષ્મણને ધરામૃત ઉત્પાદન વિશે સવિસ્તૃત જાણકારી આપી હતી.
અનાવરણ સમારોહમાં ઈફકોના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કે.જે.પટેલ, માર્કેટિંગ ડાયરેકટર શ્રી યોગેન્દ્રકુમાર, શ્રી ભાવેશ રાદડિયા, શ્રી દિનેશ શુકલા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/2, 2:59 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે તારાપુર ખાતે સ્વચ્છતા સમારોહ યોજાયો: સફાઈ કર્મીઓને સન્માનિત કરાયા*
૦૦૦૦૦૦૦૦૦૦
*-:કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ:-*
*-પૂજ્ય બાપુના સ્વચ્છ ગામડાઓના સ્વપ્નને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે પૂર્ણ*
*-ગુજરાતમાં કચરાના સેગ્રીગેશન થી માંડી તેમના ડિસ્પોઝલ માટે વિવિધ સ્તરે વિશેષ આયોજન*
*-ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે અલાયદી વ્યવસ્થાઓ, પંચાયતોને કચરાના નિકાલ માટે ઈ-રીક્ષા, વાન આપવામાં આવી*
૦૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨ ઓક્ટોબર-
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં તારાપુર પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા સમારોહ યોજાયો હતો. પૂજ્ય બાપુની જન્મ જયંતીના અવસરે મંત્રીશ્રીએ બાપુના સત્ય, કરુણા અને પ્રેમના સંદેશને યાદ કરી તેમની તસ્વીરને સૂતરની આંટી પહેરાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પૂજય ગાંધીજીએ વિશ્વને અહિંસાની રાહ દેખાડી સાથે જ તેમણે આપણને સ્વચ્છતા એ જ પ્રભુતાનો મંત્ર પણ આપ્યો છે. પૂજ્ય બાપુએ સ્વચ્છ ગામડાઓનું સ્વપ્ન સેવ્યું હતું જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે પૂર્ણ કરી રહ્યા છે. સમગ્ર દેશને સ્વચ્છ રાખવા માટે તા.૧૭ મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર સુધીના સમયગાળામાં સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્વચ્છતાલક્ષી અને પર્યાવરણલક્ષી અનેક કાર્યો કરવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સ્વચ્છતા માટે અનેક રીતે લોકોને જાગૃત કરી રહી છે તેના પરિણામે આજે ગુજરાત ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય બન્યું છે. સરકાર દ્વારા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે વિશેષ આયોજન થયા છે. ગ્રામ પંચાયતોને કચરાના નિકાલ માટે ઈ-રીક્ષા તેમજ વાન આપવામાં આવી છે. કચરાના સેગ્રીગેશન થી માંડી તેમના ડિસ્પોઝલ માટે વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં જ સફાઈ માટે વ્યક્તિદીઠ ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે તારાપુર ગામ સ્વચ્છ બને અને સ્વચ્છ તાલુકા,સ્વચ્છ જિલ્લામાં તેનું યોગદાન રહે તે માટે સૌને સહકારથી કાર્ય કરવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
મંત્રીશ્રીના હસ્તે પાંચ સફાઈ કર્મીઓને સેફટી કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા. તારાપુર ખાતે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વચ્છતા જાળવવા અને લીલા તથા સૂકા કચરા વિશેની વિસ્તૃત સમજણ આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર, ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, અધિક કમિશનર શ્રી બી.એમ.પ્રજાપતિ, મદદનીશ કમિશનર શ્રી સંદીપ વર્મા, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી વેગડા, સરપંચશ્રી તારાપુર તથા બહોળી સંખ્યામાં શાળાના બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/2, 3:07 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/11PSKe4IQgPx9Jrf7lMXoZKSMxVuIbsXT?usp=sharing
[10/2, 3:07 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/12lRlrTOrOAiDqH_9bbi1IAZFriU-ghzi?usp=sharing
[10/2, 4:14 PM] Neha Talaviya.Mahiti: *આવતીકાલે તા. ૩ અને ૪ ઓક્ટોબરના રોજ*
——-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય સંમેલન યોજાશે*
—–
*બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ*
—–
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૩ ઓકટોબરના રોજ સવારે ૯:૦૦ કલાકે આ રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન મંત્રાલય (DoLR) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોષી સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રીઓ સહભાગી બનીને વિચાર વિમર્શ કરશે.
હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે આ બે દિવસીય સંમેલનમાં ભૂમિ રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને નાગરિકોને બહેતર સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તજજ્ઞો દ્વારા અધિકારી-કર્મચારીઓને વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવશે.
આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ, મહેસૂલ કોર્ટ કેસો – પ્રક્રિયા પુનઃએન્જિનિયરિંગ, પુનર્સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન કરવામાં આવશે.
—–
જીગર બારોટ
[10/2, 4:14 PM] Neha Talaviya.Mahiti: *અગત્યનું*
1.આવતીકાલના કાર્યક્રમમાં મીડિયા મિત્રો માટે ગેટ
નંબર -1, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સવારે 8.00 કલાકેથી રજિસ્ટ્રેશન શરૂ થશે
2.અમદાવાદ કચેરીથી વાહન સવારે 9.15ને બદલે હવે સવારે 8.45 કલાકે ઉપડશે
3.મીડિયા મિત્રો માટે સવારે મીડિયા ગેલેરીમાં ચા – કોફીની વ્યવસ્થા રહેશે
🇮🇳🙏🏻
[10/2, 7:15 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *અખબારી યાદી*
———-
“ગાંધી જયંતિ”એ કલા ગુર્જરીની પૂ.બાપુને ભાવપૂર્ણ સ્વરાંજલિ
———–
સતત ૧૯માં વર્ષે “…. પીડ પરાઈ જાણે રે” કાર્યક્રમમાં ગાંધીપ્રિય ભજનો પ્રસ્તુત કરાયાં : કાર્યક્રમના સમાપને નેચર ફર્સ્ટ દ્વારા ૧૯ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગાંધીનગર, તા. ૦૨
ગાંધીનગરમાં આજે તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતિની સવારે સેક્ટર-૬માં વીર ભગતસિંહ નગર સરકારી વસાહત સામે “કલાગુર્જરી ગાંધીનગર” દ્વારા સતત ૧૯માં વર્ષે પૂ. બાપુને પ્રિય એવાં ભજનોનો “….પીડ પરાઈ જાણે રે” કાર્યક્રમ થકી ભજનાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના ગાંધી પ્રેમીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પૂ. બાપુને ભાવાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં સૌમિલ મુન્શી તથા તેમના શિષ્યોએ કરેલી ગાંધીપ્રિય ભજનોની સૂરીલી પ્રસ્તુતિમાં શ્રોતાઓ રસતરબોળ થયાં હતા.
કાર્યક્રમમાં કાર્યક્રમમા ભૂતપૂર્વ મંત્રી અરવિંદભાઈ પટેલ, નિવૃત સનદી અધિકારી, ગાંધી વિચારોના ચિંતક, સાહિત્યકાર વસંત એસ. ગઢવી, ભૂતપૂર્વ ધારાસભ્ય બાબુભાઈ મેઘજીભાઈ શાહ, નિવૃત આઈપીએસ અધિકારી હસમુખભાઈ પટેલ, ગાંધીવાદી મહિલા અગ્રણી ગીરાબેન પટેલ, જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ સહીત ગાંધી પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા. વિદ્યાર્થીનીઓએ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન, રેંટિયા પર સમૂહ સુતર કાંતણ કર્યુ હતું. “પીડ પરાઈ જાણે રે” કાર્યક્રમના સમાપન પછી નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા આ વિસ્તારમાં ૧૯ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલાગુર્જરી સંસ્થાના પ્રમુખ એન. પી. પટેલ, પુર્વ મંત્રી અને અગ્રણી ગાંધીવાદી મહેન્દ્રભાઈ ત્રિવેદી, જયરાજસિંહ સરવૈયા, આશાબહેન સરવૈયા, નિરેન બ્રહ્મભટ્ટ, નીતા બહેન પરમાર, પ્રદીપસિંહ બિહોલા, ઉમાબહેન ભટ્ટ, મનોજ જોશી અને અશોક ત્રિવેદી સહિત કલાગુર્જરી અને નેચર ફર્સ્ટના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
[10/2, 7:24 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધી જયંતીએ ગાંધીનગર જિલ્લાના ૨૮૮ ગામ ખાતે ગ્રામસભા યોજાઈ*
૦૦૦૦૦૦૦૦
*શિક્ષણ, આરોગ્ય- પોષણ, મહિલા સશકિતકરણ સહિત”મારૂં ગામ બાળ વિવાહ મુકત ગામ” વિશે ઠરાવ કરાયા*
૦૦૦૦૦૦૦૦
*”બાળમજૂર મુક્ત”ગામ બનાવવા ચર્ચા કરવામાં આવી: ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ લીધા*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૨ ઓક્ટોબર-
ગાંધી જયંતીના રોજ ગાંધીનગર જિલ્લાના કુલ ૨૮૮ ગામ ખાતે મુખ્ય ગ્રામસભા યોજવામાં આવી હતી. ગામના સર્વાંગી વિકાસ માટે વિશેષ પહેલ તરીકે યોજવામાં આવેલી ગ્રામ સભાઓમાં નવી રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને પણ ઉપસ્થિત રાખી જરૂરી મંતવ્યો મેળવવામાં આવ્યા હતા
ગ્રામ સભામાં શિક્ષણ, આરોગ્ય- પોષણ, મહિલા સશકિતકરણ, બાળ સુરક્ષા, સમાજ કલ્યાણ તેમજ ગામના સામાન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવ્યા હતા. આ સાથે તમામ ગ્રામ સભાઓ ખાતે બાળ વિવાહ મુકત ભારત અભિયાન અંતર્ગત વિશેષ ઠરાવ કરી “મારૂં ગામ બાળ વિવાહ મુકત ગામ” બનાવવા ગ્રામજનોને બાળ લગ્નથી થતા દુષણો તેના કાયદા વિષે સમજૂત કરવામાં આવ્યા હતા.
સભાઓમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના,PESA act એટલે કે પ્રોવિઝન્સ ઓફ ધ પંચાયત (એક્સટેન્શન ટુ ધ શેડયુલ્ડ એરીયા)માટેના નિયમો વિશે જાણકારી આપવામાં આવી હતી. “બાળ મૈત્રીપૂર્ણ” ગામ થીમ હેઠળ બાળમજૂર મુક્ત ગામ બનાવવા અંગેના પગલાંઓ અને વર્ષ ૨૦૨૬-૨૭ના પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા વિશે ગ્રામ સભામાં ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામસભાઓમાં ગામ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા તથા આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ૫૬ ગામ, માણસા તાલુકાના ૮૧ ગામ, ગાંધીનગર તાલુકાના ૫૮ ગામ અને દહેગામ તાલુકાના ૯૩ ગામ મળી કુલ ૨૮૮ ગામ ખાતે યોજાયેલી ગ્રામસભાઓમાં ગ્રામજનોને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન વિશે, રસોઈમાં ખાદ્યતેલના વપરાશમાં ઘટાડો કરી મેદસ્વિતામુક્ત બનવા માટે માહિતગાર કરી, લોકો નિક્ષય મિત્ર તરીકે જોડાઈ શકે તે માટે તમામ સભાઓમાં રજીસ્ટ્રેશનની સુવિધા પણ રાખવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[10/3, 3:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની રાષ્ટ્રીય પરિષદ સુશાસન સાથે સતત વિકાસ-આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યક્તાને અનુરૂપ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
_*ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ*_
* દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી-આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓની સહભાગીતા
* સેન્ટર ઓફ એક્સેલન્સ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU થયા
* વિચરતી જાતિઓના પરિવારોને સ્વામિત્વ કાર્ડ – સુરક્ષા કીટ અને રહેણાંક પ્લોટના સનદનું વિતરણ
———-
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* જમીન આપણી સભ્યતાનો આધાર – અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ અને ખેડુતોની આજીવિકા તથા ઉદ્યોગ-વેપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ છે.
* મહેસુલની જટિલ અને ગુંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અભિગમથી સરળ બનાવવા પારદર્શી અને વિશ્વસનીય પ્રશાસન માટે I-ORA તથા gARVi ૨.૦ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પરિણામકારી બન્યા છે.
* ગુજરાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૦૦૫માં ઈ-ધરા યોજનાથી ખેડૂતોની જમીનના રેકોર્ડ્સ ડિજિટાઈઝ્ડ કરવાની આગવી પહેલ કરી.
* વાવઝોડા – વરસાદ – ચક્રવાત જેવી કુદરતી આપદાઓનો સામનો ઝિરો કેઝ્યુઆલિટીથી કરવાની ક્ષમતા ગુજરાતમાં વિકસી છે.
* વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જીન બન્યુ.
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, આપણી જમીન સભ્યતાનો આધાર અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, ખેડૂતોની આજીવિકા, ઉદ્યોગ વ્યાપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ પણ જમીન છે.
આ પ્રમાણ ત્રુટિહિન અને સુગમ હોય તેની પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ ઉપયુક્ત બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલી ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે આ અવસરે નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ પણ કર્યુ હતુ.
આ દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ તથા જમીન સંસાધન મંત્રાલય (DoLR) તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ, મહેસૂલ કોર્ટ કેસો – પ્રક્રિયા પુનઃએન્જિનિયરિંગ, પુનર્સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઇ રહેલી આ નેશનલ કોન્ફરન્સ સુશાસન સાથે સતત વિકાસ, આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યકતાને અનુરૂપ કોન્ફરન્સ ગણાવી હતી
તેમણે ગુજરાતને વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો 24 વર્ષેથી જે સતત લાભ મળી રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગવી પહેલ કરીને 2005માં ઈ-ધરા યોજનાથી ખેડૂતોની જમીનના રેકોર્ડ્સનું ડિજિટાઇઝેશન શરૂ કરાવી દીધું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં ખેડૂતોને પોતાની જમીનના રેકોર્ડ્સની વિગતો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા તેવા સમયે ગુજરાતે શ્રી નરેન્દ્ર ભાઈની દીર્ઘદ્રષ્ટિથી લેન્ડ રેકોર્ડ્સ ડિજિટલી ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી. નાગરિક કેન્દ્રિત સુશાસનને સાકાર કરવા વડાપ્રધાનશ્રીની જ પ્રેરણા અને માર્ગદર્શનથી 2011માં ગુજરાતે રાજ્યભરમાં જનસેવા કેન્દ્રો શરૂ કર્યા તેની પણ વિસ્તૃત ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસુલની જટિલ અને ગુંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અને સરળ બનાવવા ગુજરાતે પારદર્શી અને વિશ્વસનીય પ્રશાસન માટે I-ORA (આઈ-ઓરા) પોર્ટલની કરેલી પહેલની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે, આ એક એવી પહેલ છે જેના પરિણામે લેન્ડ રેકોર્ડ્સ સંબંધિત 35 થી વધુ સેવાઓ એન્ડ ટુ એન્ડ ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે. એટલું જ નહીં, જમીન માપણીમાં અગાઉ જે લાંબો સમય થતો હતો તે માપણી હવે 21 દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે.
મુખ્યમંત્રીશ્રીએ gARVI-2.0 (ગરવી ૨.૦) જેવા ડિજિટલ પ્લેટફોર્મના પરિણામે નાગરિકોને ઘેર બેઠા ઇન્ડેક્સ ૨ અને લેન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પહોંચાડવામાં આવે છે તેની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, આ બધી જ ટેકનોલોજી દેશની જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિકસાવાયેલી સ્વદેશી ટેકનોલોજી છે અને તેના સફળ સંચાલનથી લેન્ડ એડમિનિસ્ટ્રેશનની નવી પહેલોને કારણે લાખો લોકો નિર્વિવાદ રૂપે પોતાની જમીનના માલિક બની શક્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આવી સીટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ પદ્ધતિઓની અગ્રેસરતાથી જ ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે તેનું ગૌરવ કર્યું હતું.
તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ-આપદા પ્રબંધનમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે કચ્છના 2001ના ભયાનક ભૂકંપ પછી જે ઝડપી પુનર્વસન કરીને આપત્તિને અવસરમાં પલટાવી છે તેની ભૂમિકા આપી હતી. કોસ્ટલ સ્ટેટ તરીકે વાવઝોડા – વરસાદ – ચક્રવાત જેવી કુદરતી આપદાઓનો સામનો ઝિરો કેઝ્યુઆલિટીથી કરવાની ક્ષમતા ગુજરાતમાં વિકસી છે તેની પણ તેમણે છણાવટ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા કેટલા વર્ષોમાં વધતી જતી કુદરતી આફતો સામે લડવાની ક્ષમતા માટે લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ટીગ્રેટેડ એપ્રોચ માટેની આવશ્યકતા સમજાવી હતી. ગુજરાતે આ અંગે નેશનલ સાઇક્લોન મિટિગેશન પ્રોજેક્ટ અન્વયે 11 કોસ્ટલ જિલ્લાઓમાં 76 જેટલા મલ્ટી પર્પઝ સાઇક્લોન સેન્ટર્સ બનાવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ નેશનલ કોન્ફરન્સનો નિષ્કર્ષ લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેયને મોર્ડન ટેકનીક્સ અને ટ્રાન્સપરન્સીથી સિટિઝન સેન્ટ્રીક એપ્રોચ સાથે વધુ સક્ષમ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે નાગરિકોના જમીન અધિકારો સુનિશ્ચિત કરવા અને પ્રાકૃતિક આપદાઓ સામે ડિઝાસ્ટર રીઝિલિયન્ટ વ્યવસ્થાઓ માટે સૌને સાથે મળીને સંયુક્ત રાષ્ટ્રીય રણનીતિ ઘડવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોષીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આજે વિવિધ ભૂમિનો સર્વે ટ્રેડિશનલ પદ્ધતિની જગ્યાએ ડ્રોન-રોબોટ જેવા અદ્યતન સાધનો અને ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. જેનો ગુજરાતના પાંચ શહેરોમાં અસરકારક અમલ શરૂ પણ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના શહેરોમાં આગામી ૨-૩ વર્ષમાં શરૂ કરવામાં આવશે.
સચિવ શ્રી જોષીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભૂમિ રેકર્ડની વ્યવસ્થા ખૂબ જ સારી છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં ડિટેલ્ડ રિ-સર્વે કરાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તેમણે રાજ્યના વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ સારું થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રીય પરિષદમાં સૌને આવકારતાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવીએ જણાવ્યું હતું કે, ભારત અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આટલાં વર્ષોમાં રાજ્યમાં જમીનને લઈને અનેક નવીન સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકોને સરળતાથી સાચી માહિતી અને સુવિધાઓ મળી રહે, તે માટે જમીનને લગતા અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો માટે iORA, ઈ-ધરા જેવી અનેક નવી પહેલ અમલી બનાવી છે. રાજ્યમાં જમીન મહેસૂલને લગતી સેવાઓ વધુ સરળતાથી થઈ શકે તે હેતુથી ૨,૩૮૯ જેટલા તલાટીઓની ભરતીની જાહેરાત કરાઈ છે જેને ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે.
રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે જમીન સર્વે, જમીન નોંધણી,જમીન વ્યવસ્થાપન,જમીન રેકોર્ડ જેવી જમીનને લગતી તમામ માહિતી ઇન્ટિગ્રેટેડ લેન્ડ એડમિનિસ્ટ્રેશન-ILA એપ્લિકેશન પર ઉપલબ્ધ થઈ જશે. બે દિવસીય આ કોન્ફરન્સમાં જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ ૮ વિષયો અંગે સેમિનાર, પેનલ ડિસ્કશન અને એક્શન સેમિનાર યોજાશે.
આ કોન્ફરન્સમાં તલાટીથી લઈને અધિક મુખ્ય સચિવશ્રી સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
આ રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સંયુક્ત સચિવ શ્રી કુનાલ સત્યાર્થી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને દેશના વિવિધ રાજ્યોના તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી-આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
———
[10/3, 4:37 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા, જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ*
***********
*જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીના ઉન્નતીકરણ પર વિશેષ પેનલ ડિસ્કશન યોજાઈ*
****************
*કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો દ્વારા જમીન અને સંપત્તિના ડિજિટલ રેકોર્ડ માટે અપનાવવામાં આવેલી નવીનતમ પ્રણાલીઓની માહિતી આપવામાં આવી*
************
*જમીન રેકોર્ડને આધુનિક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને બ્લોકચેનના ઉપયોગના મહત્વ પર ભાર અપાયો*
**********
આજરોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા, જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સમાં ‘જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીનું ઉન્નતીકરણ’ વિષય પર મહત્વપૂર્ણ પેનલ ડિસ્કશન યોજાયું હતું. મહારાષ્ટ્ર સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એસ.ચોકકલીંગમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પેનલ ડિસ્કશનમાં વિવિધ રાજ્યોના અધિકારીઓ, ટેકનિકલ નિષ્ણાતો અને બેંકિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પંચમહાલ કલેક્ટર શ્રી અજય દહિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
પેનલ ડિસ્કશનમાં ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી જેનુ દેવને જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીમાં નાગરિકોની જરૂરિયાતો, સરકાર માટેના પડકારો, ડેટા ગોપનીયતા અને છેતરપિંડી નિવારણ, ઑનલાઇન ચુકવણી, ચુકવણી સમાધાન, ઇ-દસ્તાવેજોની કાયદેસરની માન્યતા અને ઇ-સાઇનના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન સિસ્ટમના સિનિયર ટેકનિકલ ડિરેક્ટર અને વિભાગના વડા શ્રી રાજેશ ભુસારીએ નેશનલ જનરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ (NGDRS) અને તેના નવા સંસ્કરણ NGDRS 3.0 વિશે માહિતી આપી હતી, જેમાં NGDRSની વર્તમાન સ્થિતિ, શરૂઆત કરાયેલા રાજ્યો અને સંકલિત સિસ્ટમ વિશે વાત રજૂ કરી હતી.
મધ્યપ્રદેશ સરકારના સિનિયર ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર અને પ્રોજેક્ટ ઓફિસર શ્રી સ્વપ્નેશ શર્માએ મધ્યપ્રદેશની SAMPADA 2.0 એપ્લિકેશન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી, જેમાં Paperless નોંધણી, Faceless Registration વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. આ ઉપરાંત, કર્ણાટક સરકારના સહાયક ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી એચ.એલ.પ્રભાકરે કર્ણાટક સરકારના KAVERI 2.0 બ્લોકચેન પ્રોજેક્ટ અને તેની નોંધણી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી રજૂ કરી હતી. આઈ.આઈ.ટી. ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી મયંક સિંહે જમીન રેકોર્ડ સ્ટોરેજ અને ડિજિટાઈઝેશન માટે AI/ML અને બ્લોકચેનનો ઉપયોગ, તેના પડકારો અને જમીનના રેકોર્ડના પ્રકારોમાં AI/MLના ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી લાલ સિંહે જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીમાં બેંકની ભૂમિકા વિશે વિગતવાર સમજૂતી આપી હતી.
આ પેનલ ડિસ્કશનમાં મોટી સંખ્યામાં મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
********
[10/3, 6:07 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન*
*શહેરી જમીન રેકોર્ડ્સની રચના અને અપડેશન પર રસપ્રદ પેનલ ડિસ્કશન યોજાયું*
**************
ગાંધીનગર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર આયોજિત બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં આજે વિવિધ રસપ્રદ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારત સરકારના લેન્ડ એન્ડ રેકોર્ડ્સના સંયુક્ત સચિવ શ્રી કુણાલ સત્યાર્થીની અધ્યક્ષતામાં ‘શહેરી જમીન રેકોર્ડ્સની રચના અને અપડેશન’ વિષય પર એક મહત્વપૂર્ણ પેનલ ડિસ્કશન યોજાયું.
આ પેનલ ડિસ્કશનમાં વાત કરતા શ્રી કુણાલ સત્યાર્થીએ જણાવ્યું હતું કે, મહાત્મા મંદિર ખાતે આજથી ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ શરૂ થયો છે. તેમણે શહેરી જમીન રેકોર્ડ્સની રચના અને અપડૅશનનો વિવિધ હેતુસર કઈ રીતે ઉપયોગ કરી શકાય તે અંગે વિગતવાર રસપ્રદ માહિતી આપી હતી.
પેનલ ડિસ્કશન દરમિયાન હરિયાણા રાજ્યના જમીન રેકોર્ડ્સના નિયામક શ્રી ડૉ. યશપાલે જમીન માપણીની પ્રક્રિયા વિશે સવિસ્તર માહિતી આપી હતી. તેમણે કોઈ પણ જમીનની માપણી કરતી વખતે તૈયાર રાખવાની થતી સ્થાન, હદ અને નકશો સહિતની વિગતો, કોણ અને દિશા માપવા માટેના પરંપરાગત સાધનો કમ્પાસ અને થિયોડોલાઇટનો ઉપયોગ, ડ્રોન અને સેટેલાઇટ ઈમેજરીનો નકશો બનાવવા ઉપયોગ સહિતની બાબતો વિશે સરળ સમજૂતી આપી હતી.
તમિલનાડુ સરકારના સર્વે અને સેટલમેન્ટ ડિરેક્ટર શ્રી દીપક જેકબે તમિલનાડુમાં શહેરી જમીન રેકોર્ડ્સના આધુનિકીકરણ અને ડિજિટાઈઝેશનના પ્રયાસો વિશે માહિતી આપી હતી. તેમણે રેકોર્ડ્સનું ડિજિટાઈઝેશન, ઑનલાઇન ઉપલબ્ધ સેવાઓ, પડકારો, રિપોર્ટ્સ અને વહીવટી નિર્ણય અંગે વિગતવાર જાણકારી રજૂ કરી હતી. આ ઉપરાંત, સહાયક મુખ્ય નગર આયોજક શ્રી હરપાલ દવેએ શહેરી જમીન રેકોર્ડ્સ અને ટાઉન પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતા જીઓ-પોર્ટલ, સર્વેક્ષણ અને સ્પેશિયલ ડેટા મેનેજમેન્ટ માટેની સંચાલન પ્રક્રિયાઓ, ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને F-Form જેવા મહત્વના પાસાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી.
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT) યુનિવર્સિટીના સેન્ટર ફોર એપ્લાઇડ જિયોમેટિક્સના હેડ કુ.શિવાંગી સોમવંશીએ શહેરી જમીન રેકોર્ડ્સની વ્યવસ્થા બહેતર કરવા માટે જિયોગ્રાફિકલ ટેક્નોલોજીઓ અને વૈશ્વિક નવીનીકરણોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. શહેરી જમીન રેકર્ડ વ્યવસ્થાપનમાં વર્તમાન પડકારોની ચર્ચા કરી ભૂમિ આધુનિકીકરણ પહેલો, DILRMP અને NAKSHA કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. વધુમાં, તેમણે ભવિષ્યની ટેક્નોલોજીઓ જેવી કે AI અને ઓટોમેશન, તેમજ 3D કૅડેસ્ટ્રેસ અને ડિજિટલ ટ્વીન્સના ઉપયોગથી જમીન રેકોર્ડ્સના વ્યવસ્થાપનમાં આવનારા પરિવર્તનો વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
આ સમગ્ર પેનલ ડિસ્કશનનું સંચાલન નવસારી કલેક્ટર સુ.શ્રી ક્ષિપ્રા આગ્રે કર્યું હતું. આ ચર્ચામાં મહેસૂલ વિભાગના મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[10/3, 8:11 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ફોટો કેપ્શન:*
ગાંધીનગર ખાતે જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે, ત્યારે દેશભરમાંથી ગુજરાતના આંગણે આવેલા અતિથિઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત, ગુજરાતની શાન અને ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહેસૂલના અધિક સચિવ શ્રી ડો. જયંતિ રવિ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી જેનુ દેવન તથા કલેક્ટર શ્રી મેહુલ દવે સહિતના દેશના તમામ રાજ્યોના આઈ.એ.એસ, કલેક્ટરશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ તથા અધિકારીઓ અને કર્મચારીઓ ગરબે ઘુમ્યા હતા.
[10/3, 8:47 PM] Neha Talaviya.Mahiti: *યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનની 35મી ત્રિદિવસીય એન્યુઅલ કોન્ફરન્સ યોજાઈ : પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ*
…..
*ભગવાન પછી કોઈ વિશ્વાસપાત્ર હોય તો તે ડોક્ટરો છે-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
….
*સ્વદેશી અપનાવી દેશની આર્થિક સદ્ધરતામાં વધારો કરવા ડોક્ટરોને અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી*
.……
*નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યને ખુબ મોટો લાભ મળ્યો છે, જેમાં મેડિકલ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે- મુખ્યમંત્રીશ્રી*
…..
યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનની 35મી ત્રિદિવસીય એન્યુઅલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનની 35મી એન્યુઅલ કોન્ફરન્સ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતા ઉપસ્થિત ડોક્ટર્સને જણાવ્યું હતું કે,
બીજા બધા વ્યવસાય કરતાં સૌથી વધારે વિશ્વાસ જો કોઈપણ પ્રોફેશન પર કરવામાં આવતો હોય તો તે છે, ડોક્ટરોનો વ્યવસાય. ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ સમજવામાં આવે છે, જેમાં જરા પણ અતિશયોક્તિ નથી. આમ જણાવી તેમણે પોતાના અંગત અનુભવો પણ વર્ણવ્યા હતા.
આ પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યને ખૂબ મોટો લાભ મળ્યો છે,દરેક ક્ષેત્રમાં ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધ્યું અને એના કારણે, આજે દેશમાં અને મેડિકલ ક્ષેત્રમાં થયેલા સકારાત્મક પરિવર્તનને આધારે કહી શકાય કે, નાનામાં નાના માણસની મોટામાં મોટી સેવા જો કોઈએ કરી હોય તે વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવી છે.જેમાં 5 લાખ રૂપિયાની સહાય આપતી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અને ગુજરાતમાં આ સહાયમાં ઉમેરો કરી આજે 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે.જે ખૂબ મોટી સહાય છે, કારણ કે આરોગ્ય લક્ષી મોટી તકલીફ આવી પડે તેવા સંજોગોમાં ઘણી મૂંઝવણ થતી હોય છે, ત્યારે હાલમાં ગુજરાતમાં દરેક તાલુકામાં કિડની માટે ડાયાલિસિસ સેન્ટર છે.
સાથે જ મુખ્યમંત્રી શ્રી એ એમ પણ જણાવ્યું હતું કે, પહેલા 50 થી 60 વર્ષની ઉંમર પછી બધા રોગો થવાની શક્યતા રહેતી હતી, પરંતુ હવે આજે મોટી ઉંમરે થતા રોગો નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ જોવા મળે છે, ત્યારે તેના માટે કંઈક કરવામાં આવે અથવા વિચારવામાં આવે તો,ગુજરાત સરકાર હંમેશા ડોક્ટરોની સાથે રહી આગળ વધશે.
જીએસટી અંગે વાત કરી મુખ્યમંત્રી શ્રી એ, દેશને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્વદેશી વસ્તુ અપનાવવા માટે સર્વેને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ , સેક્રેટરી ડો.ઉત્તમ,પ્રેસિડન્ટ ડો.આશિષ,ડો.રાજેશ તથા ચેરમેન ડોક્ટર સેક્રેટરી ડો.રોહિત શ્રુતિ અને આમંત્રિત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
…..
*નેહા તલાવિયા*
[10/4, 1:03 PM] Neha Talaviya.Mahiti: સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પોનું સફળ આયોજન
************************
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી દેશભરમાં “સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું
*******************
સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું.સાથે સાથે “પોષણ માસ” પણ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નિયામકશ્રી, આયુષની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી દ્વારા આરોગ્ય શાખાના સંકલનથી વિવિધ નિદાન-ઉપચાર કેમ્પો અને પરિસંવાદો યોજાયા હતા.
આ અભિયાન અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં કુલ ૬૮ નિદાન કેમ્પો યોજાયા જેમાં ૫,૧૭૫ દર્દીઓને આયુર્વેદ અને હોમિયોપેથી તબીબો દ્વારા મફત સારવાર અપાઈ. ઉપરાંત ૧૦,૦૦૦થી વધુ નાગરિકોને આયુર્વેદિક દિનચર્યા, ઋતુચર્યા, રસોડા અને ઘરઆંગણાના ઔષધો તેમજ રોગ અનુસાર પથ્યાપથ્ય અંગે માહિતગાર કરવામાં આવ્યા.
આ ઉપરાંત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ હરિત આયુર્વેદ કાર્યક્રમ અંતર્ગત ૧,૨૦૦થી વધુ ઔષધીય રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું.
*******
અશ્વિન ઘટાડ
[10/4, 4:26 PM] Neha Talaviya.Mahiti: *મહાત્મા મંદિર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચા યોજાઈ*
**********
*‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસરી-એન્જિનિયરિંગ’ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલ દ્વારા માહિતીસભર ચર્ચા*
***********
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સના બીજા દિવસે આજે વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ભાગમાં ‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસ રી-એન્જિનિયરિંગ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલે માહિતીસભર ચર્ચા કરી હતી.
આ પરિચર્ચામાં ભારત સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોશીએ દેશમાં વિભિન્ન રાજ્યોમાં જમીન સંપાદનની નોંધણી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની રેવન્યુને લગતી મોટા ભાગની માહિતી ઓનલાઇન હોવાથી કોર્ટ કેસ વખતે અરજદાર અને તંત્રના સમયની બચત થાય છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગમાં સૌથી વધુ જમીનના વારસા, જમીનની હદ તેમજ જમીન સુધારણાના જૂના કેસ જોવા મળે છે. આવા કેસ રેવન્યુ કોર્ટમાં મોટા સમય સુધી પડતર રહેતા હોય છે, જેમનો ઝડપી નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત મહેસૂલી અધિકારીઓ – કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચર્ચામાં ભાગ લેતા ડૉ. જયંતિ એસ.રવિએ મહેસૂલી અદાલતોના કેસોના સંદર્ભમાં વહીવટી પ્રક્રિયાઓમાં ફેરફારો લાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મહેસૂલી કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ રહેવાના કારણે વ્યક્તિને થતા નાણાકીય, સામાજિક અને આર્થિક નુકસાન તેમજ વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં વિલંબ સહિતના વિપરીત પરિણામો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મહેસૂલી કેસોની વધતી જતી સંખ્યાની સમસ્યાના નિરાકરણ માટે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ પૂરતો નથી. પરંતુ હાલની સિસ્ટમમાં રહેલી લાંબી અને જટિલ પ્રક્રિયાઓને સુધારવા માટે પ્રોસેસ રી-એન્જિનિયરિંગ કરવું અત્યંત આવશ્યક છે.
મહેસૂલી કર્મચારીઓ ચૂંટણીઓ, પૂર સહિતની આપત્તિઓ વખતે વ્યવસ્થાપન સહિતની અન્ય કામગીરી પણ કરતો હોવાથી ઘણી વાર પ્રક્રિયામાં વિલંબ થાય છે. તેમણે સિસ્ટમમાં વિવાદના યોગ્ય સમાધાન તરફ આગળ વધવા અને સેવા વિતરણ અભિગમ અપનાવવા પર, સંપૂર્ણ પ્રક્રિયાને ડિજિટલ બનાવવા અને મહેસૂલી કર્મચારીઓને લીગલ બાબતોને લગતી તાલીમની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
ગુજરાતના મહેસૂલ નિરીક્ષણ કમિશનર શ્રી રાજેશ માંજુએ જણાવ્યું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની માહિતી અને સુવિધાઓ ઓનલાઈન છે પણ અરજદારોને એની જાણકારી ન હોવાથી તેઓને પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી જવાની જરૂર પડે છે. જિલ્લા કલેકટર, પ્રાંત અને મામલતદારોએ NIC સાથે મળીને એવી એક ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેના થકી અરજદાર તેના કેસની સૂનવણીનો સમય તેમજ તેના કેસમાં કરવામાં આવેલી કામગીરી, પ્રગતિ જાણી શકે. આમ કરવાથી અરજદાર અને અધિકારી બંનેનો સમય બચી શકશે અને વધુમાં વધુ કેસોનો નિકાલ થઈ શકશે તેમ કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
એસ.એસ.આર.ડી. શ્રી રાજેશ મહેતાએ જમીન વહીવટમાં ઝડપી, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત કેસ નિકાલના લક્ષ્ય ને હાંસલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન અને સ્માર્ટ ટેક્નોલોજી જેવી અદ્યતન ટેકનોલોજીઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે રાજ્યના વર્તમાન પરિદ્રશ્યની રૂપરેખા આપી ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, AnyRoR QR કોડ, iORA અને વર્ચ્યુઅલ સુનાવણીઓ જેવી પહેલો વિશે વિગતે ચર્ચા કરી હતી.
વડોદરા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયાએ સ્પેશ્યલ રેવન્યુ કોર્ટ-૨૦૨૫ અને રેગ્યુલર રેવન્યુ કોર્ટ, કેસોના પ્રકાર, પરિણામ, મહેસૂલી કોર્ટ કેસોનું ડેટા વિશ્લેષણ અને નિકાલ કરાયેલા કેસો વિશે વિગતવાર સમજણ આપી હતી તો એન.આઈ.સી. ડી.ડી.જી. શ્રી સંજય પાંડેયએ રેવન્યુ કોર્ટ કમ્પ્યુટરાઇઝ્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (RCCMS), ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન, લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ લેન્ડ રેકર્ડ નિયામક શ્રી અભિષેક વર્માએ હિમાચલ પ્રદેશના RMS પોર્ટલ, ત્યાંની વર્તમાન સ્થિતિ અને લેન્ડ રેકોર્ડ્સ એકીકરણ અને હિમાચલ પ્રદેશમાં મહેસૂલી પ્રક્રિયાઓ વિશેની વિગતવાર સમજણ આપી હતી.
**************
*શક્તિ – પ્રિન્સ*
[10/4, 4:29 PM] Neha Talaviya.Mahiti: *જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર પેનલ ડિસ્કશન યોજાયું*
************
*જમીન સંપાદનના પડકારો, ડિજિટલ પ્રક્રિયાનું એકીકરણ અને આવશ્યક ઉકેલો પર વિચાર-વિમર્શ કરાયો*
**********
*રાજ્ય સરકારો દ્વારા રીસર્વે મેથડોલોજી અને લેન્ડ રેકોર્ડ્સની બેસ્ટ પ્રેક્ટિસ અંગે માર્ગદર્શન અપાયું*
*********
ગાંધીનગર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આયોજિત નેશનલ કોન્ફરન્સમાં આજે ‘પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન–વર્તમાન વાસ્તવિકતાઓ અને આગળનો માર્ગ’ વિષય પર મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેયર જનરલ ઑફ ઇન્ડિયા શ્રી હિતેશ મકવાણાની અધ્યક્ષતામાં આયોજિત આ પેનલ ડિસ્કશનનું વલસાડ કલેક્ટર શ્રી ભવ્ય વર્માએ સંચાલન કર્યું હતું.
સર્વેયર જનરલ શ્રી હિતેશ મકવાણાએ સર્વેક્ષણ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને ચોક્કસ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. સેટલમેન્ટ કમિશનર શ્રી બિજલ શાહે જમીન સંપાદન અને તેના રિસર્વે સમયે આવતા પડકારો વિશે વાત કરી હતી. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલે નવા જમીન સંપાદન અધિનિયમની મુખ્ય બાબતો વિશે સમજ આપી જમીન સંપાદનમાં આવતી મુશ્કેલીઓ, જમીનની કિંમતોમાં વિસંગતતા, સંપાદન પ્રક્રિયા દરમિયાન જમીનનું રૂપાંતરણ, ડિજિટલ પ્રક્રિયાનું એકીકરણ અને રી-સર્વે પ્રોજેક્ટના પડકારો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
બિહાર સરકારના સિનિયર સેટલમેન્ટ ઓફિસર શ્રીમતી પલ્લવીએ બિહારમાં લેન્ડ રેકોર્ડ સર્વે, લેન્ડ રિફોર્મ એક્ટ, સ્પેશિયલ સર્વે એન્ડ સેટલમેન્ટ, રીસર્વે માટેના પડકારો અને સર્વેમાં સમસ્યા નિવારણ માટે લેવાયેલા પગલાં તથા બેસ્ટ પ્રેક્ટિસ વિશે માહિતી પૂરી પાડી હતી. વધુમાં મધ્યપ્રદેશ સરકારના જમીન રેકોર્ડ્સ એડિશનલ ડિરેક્ટર શ્રીમતી નમિતા ખરેએ મધ્યપ્રદેશમાં રીસર્વે કામગીરીની પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજણ આપી RCMS, SAARA અને Bhulekha પોર્ટલ તેમજ રીસર્વે મેથડોલોજી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, સેક-ઇસરોના સાયન્ટિસ્ટ શ્રી આર.એમ. ભંડેરીએ મેપિંગ અને મોનિટરિંગ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સેટેલાઇટ ઇમેજ અને GIS ઇન્ફોર્મેશન સિસ્ટમના મહત્ત્વ પર વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
*************
*શક્તિ – પ્રિન્સ*
[10/4, 4:34 PM] Neha Talaviya.Mahiti: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર આયોજિત , બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં, આજે દ્વિતીય દિવસે વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે પુનઃ એક્શન સેમિનાર યોજવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજયના અધિકારી- કર્મચારીઓએ સાત અલગ- અલગ સમૂહમાં વિવિધ વિષયો પર માહિતી અને જ્ઞાનનું આદાન-પ્રદાન કર્યું હતું.
*********
[10/4, 4:35 PM] Neha Talaviya.Mahiti: *મહાત્મા મંદિર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચા યોજાઈ*
**********
*‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસરી-એન્જિનિયરિંગ’ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલ દ્વારા માહિતીસભર ચર્ચા*
***********
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સના બીજા દિવસે આજે વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ભાગમાં ‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસ રી-એન્જિનિયરિંગ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલે માહિતીસભર ચર્ચા કરી હતી.
આ પરિચર્ચામાં ભારત સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ શ્રી મનોજ જોશીએ દેશમાં વિભિન્ન રાજ્યોમાં જમીન સંપાદનની નોંધણી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની રેવન્યુને લગતી મોટા ભાગની માહિતી ઓનલાઇન હોવાથી કોર્ટ કેસ વખતે અરજદાર અને તંત્રના સમયની બચત થાય છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગમાં સૌથી વધુ જમીનના વારસા, જમીનની હદ તેમજ જમીન સુધારણાના જૂના કેસ જોવા મળે છે. આવા કેસ રેવન્યુ કોર્ટમાં મોટા સમય સુધી પડતર રહેતા હોય છે, જેમનો ઝડપી નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત મહેસૂલી અધિકારીઓ – કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચર્ચામાં ભાગ લેતા ડૉ. જયંતિ એસ.રવિએ મહેસૂલી અદાલતોના કેસોના સંદર્ભમાં વહીવટી પ્રક્રિયાઓમાં ફેરફારો લાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મહેસૂલી કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ રહેવાના કારણે વ્યક્તિને થતા નાણાકીય, સામાજિક અને આર્થિક નુકસાન તેમજ વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં વિલંબ સહિતના વિપરીત પરિણામો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મહેસૂલી કેસોની વધતી જતી સંખ્યાની સમસ્યાના નિરાકરણ માટે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ પૂરતો નથી. પરંતુ હાલની સિસ્ટમમાં રહેલી લાંબી અને જટિલ પ્રક્રિયાઓને સુધારવા માટે પ્રોસેસ રી-એન્જિનિયરિંગ કરવું અત્યંત આવશ્યક છે.
મહેસૂલી કર્મચારીઓ ચૂંટણીઓ, પૂર સહિતની આપત્તિઓ વખતે વ્યવસ્થાપન સહિતની અન્ય કામગીરી પણ કરતો હોવાથી ઘણી વાર પ્રક્રિયામાં વિલંબ થાય છે. તેમણે સિસ્ટમમાં વિવાદના યોગ્ય સમાધાન તરફ આગળ વધવા અને સેવા વિતરણ અભિગમ અપનાવવા પર, સંપૂર્ણ પ્રક્રિયાને ડિજિટલ બનાવવા અને મહેસૂલી કર્મચારીઓને લીગલ બાબતોને લગતી તાલીમની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
ગુજરાતના મહેસૂલ નિરીક્ષણ કમિશનર શ્રી રાજેશ માંજુએ જણાવ્યું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની માહિતી અને સુવિધાઓ ઓનલાઈન છે પણ અરજદારોને એની જાણકારી ન હોવાથી તેઓને પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી જવાની જરૂર પડે છે. જિલ્લા કલેકટર, પ્રાંત અને મામલતદારોએ NIC સાથે મળીને એવી એક ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેના થકી અરજદાર તેના કેસની સૂનવણીનો સમય તેમજ તેના કેસમાં કરવામાં આવેલી કામગીરી, પ્રગતિ જાણી શકે. આમ કરવાથી અરજદાર અને અધિકારી બંનેનો સમય બચી શકશે અને વધુમાં વધુ કેસોનો નિકાલ થઈ શકશે તેમ કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
એસ.એસ.આર.ડી. શ્રી રાજેશ મહેતાએ જમીન વહીવટમાં ઝડપી, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત કેસ નિકાલના લક્ષ્ય ને હાંસલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન અને સ્માર્ટ ટેક્નોલોજી જેવી અદ્યતન ટેકનોલોજીઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે રાજ્યના વર્તમાન પરિદ્રશ્યની રૂપરેખા આપી ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, AnyRoR QR કોડ, iORA અને વર્ચ્યુઅલ સુનાવણીઓ જેવી પહેલો વિશે વિગતે ચર્ચા કરી હતી.
વડોદરા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયાએ સ્પેશ્યલ રેવન્યુ કોર્ટ-૨૦૨૫ અને રેગ્યુલર રેવન્યુ કોર્ટ, કેસોના પ્રકાર, પરિણામ, મહેસૂલી કોર્ટ કેસોનું ડેટા વિશ્લેષણ અને નિકાલ કરાયેલા કેસો વિશે વિગતવાર સમજણ આપી હતી તો એન.આઈ.સી. ડી.ડી.જી. શ્રી સંજય પાંડેયએ રેવન્યુ કોર્ટ કમ્પ્યુટરાઇઝ્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (RCCMS), ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન, લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ લેન્ડ રેકર્ડ નિયામક શ્રી અભિષેક વર્માએ હિમાચલ પ્રદેશના RMS પોર્ટલ, ત્યાંની વર્તમાન સ્થિતિ અને લેન્ડ રેકોર્ડ્સ એકીકરણ અને હિમાચલ પ્રદેશમાં મહેસૂલી પ્રક્રિયાઓ વિશેની વિગતવાર સમજણ આપી હતી.
**************
*શક્તિ – પ્રિન્સ*
[10/4, 8:02 PM] Neha Talaviya.Mahiti: *લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત અધિકારીઓ દ્વારા સાત વિષયો પર વિશ્લેષિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા*
*********
*સાધનોમાં અપડેશન, જમીનના રેકોર્ડ, જમીન માપણી સંદર્ભ નિયમો અને રીતમાં અમલીકરણ સ્તરે નવા આયામો વિષે ચર્ચા કરાઈ*
************
ગાંધીનગર તા. ૦૪ ઓક્ટોબર-
લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત અધિકારીઓ દ્વારા સાત અલગ- અલગ વિવિધ વિષયો પરના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત નાગરિક-કેન્દ્રિત માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ શાસન વિષય પર રાજકોટના કલેકટર શ્રી ઓમ પ્રકાશે પ્રેઝન્ટેશન આપ્યું હતું જેમાં કલેકટર શ્રી મોરબી દ્વારા સંયોજન કરવામાં આવ્યું હતું. બાદ લેન્ડ રેકોર્ડ અને રજીસ્ટ્રેશન સિસ્ટમ્સનું અપગ્રેડેશન વિષય પર કલેક્ટર શ્રી ભાવનગર દ્વારા પ્રસ્તુતિ અને કલેક્ટરશ્રી પોરબંદર દ્વારા સંયોજન કરવામાં આવ્યું હતું.
શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ વિષય પર કલેક્ટરશ્રી તાપી દ્વારા પ્રસ્તુતિ અને કલેક્ટર શ્રી નર્મદા દ્વારા સંયોજન, રેવન્યુ કોર્ટ કેસો – પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ વિષય પર કલેક્ટર શ્રી વડોદરા દ્વારા પ્રેઝન્ટેશન રજૂઆત અને કલેક્ટર શ્રી અમરેલી દ્વારા સંયોજન, પુન:સર્વેક્ષણ: પ્રયાસો અને જમીન સંપાદન – વર્તમાન વાસ્તવિકતાઓ અને ભવિષ્યનો માર્ગ વિષય પર બનાસકાંઠાના કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રસપ્રદ અને વ્યવહારૂ ઉકેલોની પ્રસ્તુતિ કરાઈ હતી જેનું સંયોજન જામનગરના કલેકટર શ્રી કેતન ઠકકરે કર્યુ હતું.
કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાએ આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવની વહેંચણી વિષય પર તથા આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધનના આયોજન વિષય પર કલેક્ટરશ્રી અમદાવાદ દ્વારા વિશ્લેષિત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ધ્રોલના આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી સ્વપ્નિલ સિસલે દ્વારા માનવ સંસાધન સુધારાઓને સંસ્થાકીય બનાવવામાં તથા તેમાં રચનાત્મક ભરતી, સતત તાલીમ અને ટેકનોલોજી આધારિત સેવા પ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે માટે શૈક્ષણિક સંસ્થાઓ તથા ડિજિટલ પ્લેટફોર્મના સહયોગથી, આવનાર સમયમાં આવશ્યકતાઓને અનુરૂપ ભવિષ્યનિષ્ઠ કાર્યબળ ઊભું કરવામાં આવશે તેમ નિશ્ચિત કરવામાં આવ્યું હતું.
તમામ વિષયો પર રજૂઆત બાદ ગ્રાસરૂટ લેવલ પર કામ કરતાં લોકોને આવશ્યક સાધનોમાં અપડેશનની જરૂરિયાત, રેકોર્ડની સ્થિતિ અને તેમા જરૂરી સ્ટ્રેટેજીક ફેરફાર, જમીન માપણી સંદર્ભ નિયમો અને રીતમાં અમલીકરણ સ્તરે નવા આયામો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
*************
[10/6, 11:32 AM] Neha Talaviya.Mahiti: *વન્યજીવ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત*
*‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું આયોજન*
………………
*‘તૃણાહારી વન્યજીવોની નિવસન તંત્રમાં ખાસ ભૂમિકા’*
*તેમજ સ્વદેશી અભિયાનને બળ આપવા માટીમાંથી રમકડાં બનાવવા અંગે વર્કશોપ યોજાયો*
…………………….
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. ૦૨ થી ૦૮ ઓક્ટોબર-૨૦૨૫ વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આજે તા. ૦૫ ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા હતા. આ નેચર વોકમાં તેઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વન વિસ્તારોમાં વન ભ્રમણ સાથે વન્યજીવો, નિવસન તંત્ર, પર્યાવરણના વિવિધ ઘટકો, પક્ષી દર્શન, વનસ્પતિ દર્શન સહિત માનવ-વન્યજીવ સહજીવન જેવા વિવિધ પાસાઓ પર પ્રત્યક્ષ વિગતો આપીને માહિતગાર કર્યા હતા.
આ સાથે ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦ થી વધુ હોમગાર્ડના જવાનો જોડાયા હતા. તેઓને હોમગાર્ડના જવાનો ખાસ કરીને વનવિસ્તાર નજીક માનવ-વન્યજીવ ઘર્ષણ સમયે તેઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વન્યજીવ રેસ્ક્યુ અંગે પણ વિવિધ માહિતી આપવામાં આવી હતી તેમ, ગીર ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહના ઉદ્દેશની પરિપૂર્તિ કરવા માટે “તૃણાહારી વન્યજીવો” થીમ નક્કી કરવામાં આવી હતી. તૃણાહારી વન્યજીવો નિવસન તંત્રમાં એક ખાસ ભૂમિકા ભજવે છે. તૃણાહારી વન્યજીવો વનસ્પતિજન્ય ખોરાક ખાઈને બીજવિકિરણ, વૃક્ષોના પુનર્જનન અને વન વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે સાથોસાથ માંસાહારી પ્રાણીઓને પણ ખોરાક પુરો પાડીને નિવસન તંત્રની પ્રક્રિયાઓને ધબકતી રાખે છે. ગુજરાતમાં ચિત્તલ, સાબર અને ભેંકર એ હરણની જાતિઓ જોવા મળે છે જ્યારે કાળીયાર, નીલગાય, ચોશિંગા અને ચિંકારા એ મૃગની જાતિઓ છે. આ વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરવામાં આવ્યા હતાં.
આ સિવાય ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટીમાંથી વન્યજીવોના રમકડાં બનાવવા જેવી સુંદર પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં ચાકડા પર માટીના કોડીયા, વાસણો વગેરે સહિત માટીમાંથી રમકડાં બનાવાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં બાળકોએ માટીના વિવિધ વન્યજીવોના રમકડા બનાવાતા શિખ્યા હતા અને પોતે બનાવીલ રમકડાં સાથે લઈ ગયા હતા. મોટેરાઓએ પણ માટી ખૂંદીને પોતાનું બાળપણ યાદ કર્યું હતું. આ કાર્યમાં ૧૦૦ થી વધુ ભાઈ-બહેનો અને બાળકોએ સહભાગી થઈને ‘ગીર’ ફાઉન્ડેશનની સર્જનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
જનક દેસાઈ …………………..
[10/6, 12:39 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને જોડતો નમો શક્તિ એક્સપ્રેસ-વે; જે બદલશે ઉત્તર ગુજરાતનું ભાગ્ય*
આલેખન – જિગર ખુંટ, નાયબ માહિતી નિયામક
ગુજરાતનો ઇતિહાસ વેપાર અને વાણિજ્યનો ઇતિહાસ રહ્યો છે. સદીઓ પહેલા જ્યારે સુરત ભારતનું મુખ્ય બંદર હતું ત્યારે પણ અને આધુનિક યુગમાં જ્યારે અમદાવાદને ‘ભારતનું માન્ચેસ્ટર’ કહેવામાં આવ્યું ત્યારે પણ; રાજ્યની સમૃદ્ધિનો આધાર હંમેશા તેની આર્થિક ધમનીઓ (માર્ગો) પર રહ્યો છે. આ ભવ્ય વારસાને આગળ ધપાવતાં, રાજ્ય સરકારે બજેટમાં જે મહત્ત્વાકાંક્ષી માળખાગત યોજનાની ઘોષણા કરી છે, તે માત્ર માર્ગોનું વિસ્તરણ નથી, પરંતુ આવનારા દાયકાઓ માટે ગુજરાતના આર્થિક ભૂગોળને ફરીથી આકાર આપવાની દૂરંદેશીનું પ્રતિબિંબ છે.
આગામી 9 અને 10 ઓક્ટોબરના રોજ મહેસાણા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ નું આયોજન થઈ રહ્યું છે ત્યારે વાત કરીએ એક એવા પ્રોજેક્ટની જે ઉત્તર ગુજરાતનું ભાગ્ય બદલી શકે છે. આ વર્ષના બજેટમાં, ગુજરાત સરકારે કુલ ₹96,240 કરોડના ખર્ચે બે મેગા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ રોકાણ ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને પૂર્ણ કરવા માટેના નક્કર પગલાં સમાન છે, જે રાષ્ટ્રીય સ્તરે ‘સબકા વિકાસ’ની થીમ પર આધારિત સંતુલિત અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આ પૈકીનો એક મુખ્ય પ્રોજેક્ટ છે: નમો શક્તિ એક્સપ્રેસ-વે. આ કોરિડોર માત્ર સિમેન્ટ અને સ્ટીલનો ઢાંચો નથી, પરંતુ ઉત્તર ગુજરાતના લોકો અને સૌરાષ્ટ્રના સમુદ્રી વેપાર વચ્ચેનું એક સીધું અને શક્તિશાળી જોડાણ છે, જે ઉત્તર ગુજરાતના લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
*ભૂગોળની મર્યાદા તોડતો પથ*
ગુજરાત રાજ્યના આર્થિક વિકાસની સૌથી મોટી તાકાત તેની દરિયાઈ સીમા છે, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જેવા વિસ્તારો ભૂગોળના કારણે આ દરિયાઈ લાભથી વંચિત રહ્યા છે. નમો શક્તિ એક્સપ્રેસ-વે આ ઐતિહાસિક લોજિસ્ટિકલ ખામીને દૂર કરવા માટેની એક વ્યૂહાત્મક યોજના છે. ડીસાથી શરૂ થઈને સુરેન્દ્રનગર મારફતે પીપાવાવ પોર્ટ સુધી 431 કિલોમીટરનો આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે કોરિડોર તૈયાર કરવામાં આવશે.
આ મેગા પ્રોજેક્ટ પરનો અંદાજિત ખર્ચ ₹39,120 કરોડ છે. આ ભંડોળ ગુજરાતના માળખાગત વિકાસ માટે રાજ્યના નાણાં વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા ‘વિકસિત ગુજરાત ફંડ’માંથી આવે છે. આટલું મોટું રોકાણ દર્શાવે છે કે, આ એક્સપ્રેસ-વે રાજ્યના વિકાસના બીજા એન્જિન (MSME અને સ્ટાર્ટઅપ્સ) અને પ્રથમ એન્જિન (કૃષિ) બંનેને સીધો વેગ આપવા માટેનું એક મુખ્ય સાધન છે. ભૂગોળની મર્યાદા તોડીને ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઔદ્યોગિક, સામાજિક, અને આર્થિક વિકાસ સાથે જોડી દેવાની આ યોજના, માત્ર પ્રાદેશિક સંતુલન જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં આર્થિક તકોના સમાન વિતરણની ખાતરી આપે છે. આ રીતે, સરકાર આર્થિક શક્તિના કેન્દ્રોનું વિકેન્દ્રીકરણ કરી રહી છે, જેથી વિકાસ માત્ર શહેરી વિસ્તારો પૂરતો સીમિત ન રહે.
હાલમાં આ પ્રોજેક્ટ્સ માટેની વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ રિપોર્ટ છ મહિનાની અંદર પૂર્ણ થવાની સંભાવના છે, ત્યારબાદ જમીન સંપાદન અને વાસ્તવિક નિર્માણ કાર્યનો પ્રારંભ થશે, જે 2029 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
*બંદર, ખેતી અને ઉદ્યોગનું ગઠબંધન*
નમો શક્તિ એક્સપ્રેસ-વે ગુજરાતના અર્થતંત્રના ત્રણ મુખ્ય સ્તંભો — બંદર, કૃષિ અને MSME — ને મજબૂત રીતે જોડે છે, જે વૈશ્વિક બજારમાં રાજ્યની સ્પર્ધાત્મકતા વધારશે.
કોરિડોરનો અંતિમ બિંદુ પીપાવાવ પોર્ટ છે. આ પોર્ટ માત્ર કન્ટેનર માટેનું પ્રવેશદ્વાર નથી, પરંતુ તે ભારતની ગ્રીન સપ્લાય ચેઇન્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ની નિકાસ ક્રાંતિમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. પોર્ટ પર નવા લિક્વિડ જેટ્ટીનું વિસ્તરણ પણ થઈ રહ્યું છે, જે કાર્ગો વિવિધતા અને પ્રાદેશિક આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે.
જ્યારે ડીસા, પાલનપુર અને સુરેન્દ્રનગર જેવા આંતરિક ઔદ્યોગિક અને કૃષિ હબને સીધી, ઝડપી કનેક્ટિવિટી મળે છે, ત્યારે લોજિસ્ટિક્સનો ખર્ચ આપોઆપ ઘટી જાય છે. આ ખર્ચ ઘટાડો આંતરરાષ્ટ્રીય વેપારમાં નિર્ણાયક છે. જ્યારે ગુજરાતના ઉત્પાદનોને બંદર સુધી પહોંચાડવાનો ખર્ચ ઓછો થાય છે, ત્યારે તે વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બને છે. આ કારણોસર જ ગુજરાત 2023 માં 22% ઔદ્યોગિક ઉદ્યોગ સાહસિક મેમોરેન્ડમ (IEMs) અમલમાં મૂકીને અને FDI માં 30% વૃદ્ધિ નોંધાવીને ભારતના વિકાસનું એન્જિન બની રહ્યું છે, અને આ એક્સપ્રેસ-વે આ ગતિને વધુ ઝડપ આપશે.
*MSME અને મેન્યુફેક્ચરિંગનો ઉદય*
આ આર્થિક કોરિડોર અમદાવાદ, ધોલેરા, રાજકોટ-શાપર અને મંડલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં વેપારને વેગ આપશે. સુરેન્દ્રનગરના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે, જેઓ ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે, તેમને હવે શહેરી ગ્રાહકો સુધી અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવું વધુ સરળ બનશે.
આ કનેક્ટિવિટીનો લાભ માત્ર મોટા પાયાના ઉદ્યોગોને જ નહીં, પરંતુ અર્ધ-શહેરી વિસ્તારોમાં કાર્યરત MSMEs ને પણ મળશે. કાચા માલસામાનની ઝડપી અવરજવર અને ઓછા લોજિસ્ટિક્સ ખર્ચથી ઉત્પાદન ક્ષમતા વધશે, જે પ્રધાનમંત્રીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને ગુજરાતમાં સાર્થક બનાવશે.
*કૃષિ સમૃદ્ધિનું સશક્તિકરણ*
નમો શક્તિ એક્સપ્રેસ-વેનું કૃષિ ક્ષેત્ર પરનું સૌથી મોટું પરિણામ જોવા મળશે. બનાસકાંઠાના ડીસા અને પાલનપુરના ખેડૂતો, જેઓ બટાકા અને અન્ય બાગાયતી પેદાશોનું મોટા પાયે ઉત્પાદન કરે છે , તેમને હવે તેમના પાકને બંદર અથવા મોટા બજારો સુધી પહોંચાડવા માટે ઓછો સમય અને ઓછો ખર્ચ લાગશે.
ખેતીના માલને બંદર સુધી પહોંચવામાં લાગતા સમયમાં ઘટાડો થવાથી પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે છે અને બગાડ અટકે છે. આનાથી ખેડૂતોના નફાના માર્જિનમાં સીધો વધારો થાય છે. આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને વૈશ્વિક બજારો સાથે જોડવાથી, તેઓ માત્ર સ્થાનિક બજારના ઉતાર-ચઢાવ પર નિર્ભર રહેવાને બદલે વિશ્વના ‘ફૂડ બાસ્કેટ’ બનવાના રાષ્ટ્રીય લક્ષ્યમાં મોટો ફાળો આપી શકશે
*લોકોને થશે સીધો ફાયદો*
કોઈપણ માળખાગત પ્રોજેક્ટની સાચી સફળતા આંકડાઓમાં નહીં, પરંતુ સામાન્ય માનવીના જીવનમાં આવતા પરિવર્તનમાં જોવા મળે છે. આ કોરિડોરનો સૌથી મહત્ત્વનો સામાજિક લાભ છે ‘સમયનું અંતર’ ઘટાડવું. આ એક્સપ્રેસ-વે નેટવર્કના કારણે જિલ્લા મુખ્યાલયો સુધી પહોંચવામાં માત્ર એક કલાકનો સમય લાગશે. જે પ્રવાસીઓને અગાઉ કલાકો સુધી રસ્તાઓ પર વિતાવવા પડતા હતા, તેઓ હવે ઓછા સમયમાં પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકશે.
ગંભીર તબીબી કટોકટીના સમયે, ગ્રામીણ વિસ્તારોમાંથી દર્દીઓને શહેરી વિસ્તારોની વિશિષ્ટ હોસ્પિટલો સુધી ઝડપથી પહોંચાડી શકાશે, જેનાથી અનેક જીવન બચાવી શકાય છે. વિદ્યાર્થીઓ માટે મોટા શૈક્ષણિક સંસ્થાઓ સુધી દૈનિક અવરજવર સરળ બનશે, જે દૂરના વિસ્તારોમાં રહેતા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં સક્ષમ બનાવશે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના નાગરિકો સરકારી અને વહીવટી સેવાઓ માટે જિલ્લા મુખ્યાલયો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકશે.
*પર્યાવરણ પ્રત્યે જવાબદાર વિકાસ*
આધુનિક માળખાગત વિકાસમાં પર્યાવરણની જવાબદારી મહત્ત્વપૂર્ણ છે. નમો શક્તિ એક્સપ્રેસ-વેના આયોજનમાં વન્યજીવનની અવરજવર માટે ખાસ ઓવરપાસ અને અન્ડરપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલું દર્શાવે છે કે, ગુજરાત માત્ર આર્થિક વૃદ્ધિ પર જ નહીં, પરંતુ ટકાઉ અને જવાબદાર વિકાસ પર પણ ભાર આપી રહ્યું છે, જે રાજ્યની વૈશ્વિક છબીને વધુ મજબૂત બનાવે છે.
*એક કનેક્ટેડ ગુજરાત, એક વિકસિત ભવિષ્ય*
નમો શક્તિ એક્સપ્રેસ-વે ગુજરાતના ભવિષ્યનું વચન છે. આ પ્રોજેક્ટ માત્ર સમય અને અંતર ઘટાડવા વિશે નથી; તે મૂડી રોકાણ વધારવા, નવા ઉદ્યોગોને આકર્ષવા અને આંતરિક વિસ્તારોમાં સંપત્તિનું સર્જન કરવા વિશે છે. આ કનેક્ટિવિટીને કારણે સમગ્ર કોરિડોર પર રિયલ એસ્ટેટનો વિકાસ થવાની અને વ્યાપારી તથા રહેણાંક બજારોમાં ઉછાળો આવવાની અપેક્ષા છે. એકવાર નિર્માણ શરૂ થયા બાદ, આ એક્સપ્રેસ-વે ગુજરાતના અર્થતંત્રમાં એક નવું બળ ઉમેરશે, જેનાથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નવી રોજગારીઓનું સર્જન થશે અને વેપારની નવી ક્ષિતિજો ખુલશે.
જેમ મહાત્મા ગાંધીએ સાબરમતીના કિનારેથી ગુજરાતને ‘કર્મભૂમિ’ બનાવી, તેમ આ આધુનિક આર્થિક કોરિડોર પણ ગુજરાતના ઉત્તર ભાગને તેની સૌથી મોટી આર્થિક તાકાત – દરિયાકાંઠા – સાથે જોડીને, આવનારી પેઢીઓ માટે વિકાસનો એક નવો માર્ગ નિર્ધારિત કરશે. આ રોડ માત્ર રસ્તો નથી, પરંતુ ગુજરાતના સામૂહિક ભાગ્ય તરફ દોરી જતો એક શક્તિશાળી પથ છે.
*****
[10/6, 12:57 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આઇ.ટી.આઇ. ગાંધીનગર ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો*
૦૦૦૦૦૦૦
*વર્ષ ૨૦૨૫માં ૬૭૬ તાલીમાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ સાથે ઉત્તીર્ણ: ૫૭ તાલીમાર્થીઓનું મેડલ અને સર્ટિફિકેટ દ્વારા બહુમાન કરાયું*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૬ ઓક્ટોબર-
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) ગાંધીનગર ખાતે તા.૦૪-૧૦-૨૦૨૫ શનિવારના રોજ ચોથા કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતના એફ.આઇ.એ.ના સેક્રેટરી શ્રી હર્ષદભાઈ એમ. પટેલ, એમ.સી.બી.એસ. સંસ્થાના એચ. આર. હેડ શ્રી દિનેશભાઈ ત્રિવેદી દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ૫૭ જેટલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર તાલીમાર્થીઓને ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરી તાલીમાર્થીઓનું બહુમાન કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આઈ.ટી.આઈ. ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૫માં કુલ ૬૭૬ તાલીમાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે. તાલીમના નાયબ નિયામકશ્રી કુ.મયુરીબેન કે. પ્રજાપતિના નેતૃત્વ હેઠળ પ્રિન્સિપાલ વર્ગ-૨ અમિતભાઈ રાઓલની કોર ટીમ દ્વારા સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ આચાર્યશ્રી આઈ.ટી.આઈ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.ટી.આઈ ગાંધીનગર ખાતે યુવાનોને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રદાન કરી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવામાં આવે છે. વધુમાં તાલીમાર્થીઓને આ વ્યવસાયલક્ષી તાલીમ થકી ભવિષ્યમાં તેઓને પ્રાપ્ત થતા લાભો જેવા કે પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજના, રોજગાર ભરતી મેળા, ધો.૧૦/૧૨ પાસ સમકક્ષ પ્રમાણપત્ર ડિપ્લોમા / ડીગ્રી જેવા ઉચ્ચ અભ્યાસ વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[10/6, 4:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આવતીકાલ તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫” દરમિયાન ગાંધીનગર જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે*
૦૦૦૦૦
*ક્વિઝ સ્પર્ધા, વેબિનાર, વર્કશોપ, હેકાથોન, વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ- ખાતમુહુર્ત કરવામાં આવશે*
૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૬ ઓક્ટોબર-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનતા જનાર્દનને પ્રથમ સ્થાને રાખી કરવામાં આવતા સુશાસનના અભિગમને જન-જન સુધી પહોંચાડવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવતી કાલ તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” નો શુભારંભ થશે. જે અંતર્ગત આગામી તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫” દરમિયાન વિવિધ વિષયો પર દિવસની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહ દરમિયાન જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનારા કાર્યક્રમોની વાત કરવામાં આવે તો, શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કૉન્કલેવ, Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, વેબિનાર, વર્કશોપ તેમજ રિસર્ચ પેપર, લખપતિદીદી અને ડ્રોન દીદીના કોલેજ અને યુનિવર્સિટીઓમાં સેમિનાર,”Swami Vivekananda Competitive Examination Study Centre” નું લોકાર્પણ વગેરે કાર્યક્રમો યોજવામાં આવશે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદર્શનોનું સપ્તાહ દરમિયાન આયોજન તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લાદીઠ એક વિકાસરથનું આયોજન કરવામાં આવશે.ઉપરાંત જિલ્લા કક્ષાએ પંચાયત દ્વારા વિકાસ રથના માધ્યમથી ભારત સરકાર અને ગુજરાત સરકારની અગત્યની યોજનાઓનો પ્રચાર પ્રસાર, તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ”, ગ્રામ્ય કક્ષાએ શાળાઓ અથવા સાર્વજનિક સ્થળોએ વિશેષ અતિથિની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં જનજાગૃતિ ફેલાવવી, જિલ્લા પંચાયત તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની તમામ કચેરીઓમાં સ્વચ્છતાના કાર્યક્રમો તેમજ દફતર વર્ગીકરણ તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણને લગત આઈઈસી વિડીયો નિદર્શન, સાર્વજનિક સ્થળોએ સફાઈ ઝુંબેશ તથા પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ, સ્વચ્છ ભારત મિશન(ગ્રા) યોજનાની અસ્કયામતોના લોકાર્પણ અને ખાત મુહૂર્તનું આયોજન પણ તબક્કાવાર હાથ ધરાશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ થકી જિલ્લા, તાલુકા, સેજા અને આંગણવાડી કક્ષાએ સપ્તાહની ઉજવણી કરવાની રહેશે તેમાં આઈ.વાય.સી.એફ(Infant and young Child Feeding) અંતર્ગત “સુપોષણ સંવાદ” અને “અન્નપ્રાશન”, ધાત્રી માતાઓને શિશુ અને નાના બાળકોની ખોરાક આપવાની પદ્ધતિઓ વિશે કાઉન્સેલીંગનું આયોજન કરવાનું રહેશે. પોષણ ભી પઢાઈ ભી (PBPB)/ECCE, પૂર્ણા ૧૧ થી ૧૪ વર્ષની કિશોરીઓને પોષણ અને બિન-પોષણ સેવાઓ, પોષણ વિષયક થીમ ઉપર ભીંત સૂત્રલેખન, પોષણ શપથ, Social/Digital media Campaign વિગેરેનું આયોજન કરવાનું રહેશે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે, જેમાં પ્રથમ દિવસે પાક પરિસંવાદ, પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંવાદ/વક્તવ્ય/ગોષ્ઠી, અદ્યતન ટેકનોલોજી સહિત કૃષિ પ્રદર્શન, તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય મેળા, શ્રેષ્ઠ “આત્મા” ખેડૂતો/પશુપાલકોનું સન્માન તથા બીજા દિવસે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવાનું રહેશે.
સામાન્ય વહીવટ વિભાગ(આયોજન) દ્વારા જિલ્લા કક્ષાએ ખાત મુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવાના રહેશે. જે વિભાગના સૌથી વધુ લોકાર્પણ-ખાત મુહૂર્ત કાર્યક્રમો હોય, તે વિભાગે કાર્યક્રમના સ્થળ ખાતે કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવા કાર્યવાહી કરવાની રહેશે.
*તા.૦૭ થી ૧૫ સુધી તબક્કા વાર કાર્યક્રમની રૂપરેખા*
તા.૦૭ ઓક્ટોબરના રોજ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “યુવા સશક્તિકરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે, તા.૦૮ ઓક્ટોબરના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન,તા.૦૯ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ દિવસ” તથા તા.૦૯ અને ૧૦ ઓગસ્ટના રોજ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા “ઉદ્યોગ સાહસિકતા દિવસ” તા.૧૧ના રોજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણઅને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવશે.તા.૧૨ અને ૧૩ના દિવસે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કાર્યક્રમો યોજાશે.તા.૧૪ ઓક્ટોબરે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા “કૃષિ વિકાસ દિવસ” તેમજ “રવિ કૃષિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવશે.તા.૧૫ ઓક્ટોબરના દિવસે સામાન્ય વહીવટ વિભાગ(આયોજન) નિર્માણ વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦
[10/6, 6:20 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *નિમંત્રણ*
*’વિકાસ સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે ‘ આરોગ્ય વિભાગના વિવિધ સાધન સહાય વિતરણ કાર્યક્રમ*
*મહાનુભાવ*:
માન.આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
*દિનાંક: *૦૭-૧૦-૨૦૨૫,
બુધવાર*
*સમયઃ *સાંજે ૩.૦૦ કલાકે
*સ્થળ : GMERS ઓડિટોરિયમ હોલ, સિવિલ હોસ્પિટલ,ગાંધીનગર*
*આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[10/6, 6:44 PM] Neha Talaviya.Mahiti: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી સંપન્ન*
———-
*વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુ સેનાએ અપ્રતિમ સાહસ અને પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાના ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ કમાન્ડના વાયુ સૌનિકો સહિત એરફોર્સ પરિવારને ૯૩મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, ભારતીય વાયુ સેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ વાયુ સીમાની સુરક્ષા સાથો સાથ સામાજિક દાયિત્વમાં પણ યોગદાન આપી રહ્યુ છે તેને બિરદાવતા જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ મા કે નામ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં ‘સ્વાક’ સક્રિય ભાગીદાર રહ્યુ છે. તેમણે વાયુસેના પરિવારની મહિલાઓ દ્વારા સંચાલિત ‘સંગીની’ સંગઠનની સામાજિક અને કલ્યાણકારી કાર્યોની પહેલની પણ પ્રશંસા કરી હતી.
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે સ્વાગત પ્રવચનથી મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા અને એરફોર્સ વર્ષગાંઠ ઉજવણીની ભૂમિકા આપી હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સિનિયર એર સ્ટાફ ઓફિસર શ્રી એસ. શ્રીનિવાસ સહિત વાયુ સેનાના અધિકારીઓ, વાયુ સૈનિકો અને તેમના પરિવાર જનો આ ઉજવણીમાં સહભાગી થયા હતા. એરફોર્સ બેન્ડની કર્ણપ્રિય સૂરાવલિઓથી આ ઉજવણી વધુ શૌર્યસભર બની હતી.
———–
[10/7, 3:05 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિકાસ સપ્તાહ*
*યુવા સશકિતકરણ દિનની ઉજવણી અંતર્ગત માણસા ખાતે યોજાઈ પદયાત્રા*
૦૦૦૦૦૦
*મામલતદાર કચેરીથી ચંદ્રાસર અમૃત તળાવ સુધીની પદયાત્રા દ્વારા માણસાના નાગરિકોમાં ફેલાયો સ્વચ્છતા મહામંત્ર*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૭ ઓક્ટોબર-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષમાં ગુજરાતે અનેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે.આજરોજ ૭ ઓક્ટોબરે પ્રધાનમંત્રીશ્રીના સુશાસનને ૨૪ વર્ષ પૂર્ણ થતા ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ દ્વારા સરકાર સ્વ: નાગરિકો સુધી પહોંચીને વિવિધ યોજનાઓના લાભો આપી રહી છે. પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ હતી.
વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશ ચૌધરીની અધ્યક્ષતામાં માણસા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં, ડી.એલ.એસ.એસ. માણસાના રમતવીર વિદ્યાર્થીઓએ મામલતદાર કચેરીથી ચંદ્રાસર અમૃત તળાવ સુધી પદયાત્રા કરી હતી.
યુવા સશકિતકરણ દિનની ઉજવણી માટે માણસા ખાતે યોજાયેલી આ પદયાત્રામાં રમતવીરો ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રામાં તેઓએ “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” “સ્વચ્છતા છે, ત્યાં સુખ છે” તેવા નારાઓ સાથે માણસાના લોકોને સ્વચ્છતા અન્વયે જાગૃત કર્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/7, 3:06 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરમાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ*
૦૦૦૦૦૦
*’રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર માટે પ્રતિજ્ઞાબધ્ધ થતાં કર્મયોગીઓ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૭ ઓક્ટોબર- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અન્વયે આજરોજ જિલ્લા માહિતી કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં કચેરીના તમામ કર્મયોગીઓ સહભાગી થઈ ભારતના જવાબદાર નાગરિક તરીકે ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થયા હતા.
*બોક્ષ:*
*ભારત વિકાસ પ્રતિજ્ઞા*
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.
૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/7, 3:18 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં તા.૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૭ ઓક્ટોબર-
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૩૦/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સમિતિખંડમાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવનાર છે.
જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી.
૦૦૦૦૦૦૦
[10/7, 5:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિકાસ સપ્તાહ: સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૨૪ વર્ષની ઉજવણી*
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે ૧૮૦ Truenat મશીનોના લોકાર્પણ કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરાયા*
૦૦૦૦૦૦૦
*કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ એમ.ઓ.યુ, “સ્વસ્થ નાગરિક સશક્ત શહેર” પુસ્તિકાનું વિમોચન કરાયું*
૦૦૦૦૦૦૦૦
*-:આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ:-*
*- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પ્રવર્તતી રૂઢિગત માન્યતાઓને બદલાવવાનો પ્રયાસ કર્યો*
*-આયુષ્માન કાર્ડ અંતર્ગત ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિ:શુલ્ક*
*-૧૨,૦૦૦ જેટલી એમ.બી.બી.એસ. ડૉક્ટરોની જગ્યા સામે ૨૦,૦૦૦ જેટલી અરજીઓ પ્રાપ્ત થવી ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપે છે*
૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૭ ઓક્ટોબર –
રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ૧૮૦ Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામકશ્રી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં.
કેન્સર
કેન્સર પણ એક ગંભીર રોગ છે. રાજ્યમાં જોવા મળતા ૭૫ ટકા કરતાં વધુ કેસો એડવાન્સ સ્ટેજમાં જ નિદાન પામે છે, જેના કારણે દર્દી અને તેમના પરિવાર પર ભારે આર્થિક ભારણ પડે છે અને જીવનગુણવત્તા ઘટે છે. પરંતુ જો વહેલી તકે નિદાન થાય તો સારવાર અસરકારક બને છે, ખર્ચ ઘટે છે અને દર્દીનું જીવનગુણવત્તા જળવાઈ રહે છે.
*ગુજરાતમાં મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ રોગોના વહેલા નિદાન માટે રાજ્ય સરકાર GCRI સાથે મળીને વિશાળ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યું છે. આશરે ૨૭,૦૦૦ આરોગ્ય કર્મીઓને રૂ. ૬.૭૨ કરોડના ખર્ચે તાલીમ આપવામાં આવશે.*
ટીબી મુક્ત ભારતની નેમમાં ગુજરાતની પ્રતિબધ્ધતાને દર્શાવતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા” મંત્રને ધ્યાને રાખી રાષ્ટ્રસેવા માટે દિવસ-રાત કાર્ય કર્યું છે. માત્ર રાજકીય કામગીરી જ નહીં પરંતુ સમાજમાં પણ અનેક રૂઢિગત માન્યતાઓને બદલાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે, જેના પરિણામે આજે સમાજમાં જેન્ડર રેશિયો મિશન એટલે કે દીકરા-દીકરી સમાનતા, સ્વચ્છતા જેવા મહત્વના વિષયો પર લોકોમાં જાગૃતતા આવી છે. સામાન્ય ગરીબ ઘરના લોકોને હવે આરોગ્યની સારવાર માટે મુશ્કેલી વેઠવી પડતી નથી. પ્રધાનમંત્રી શ્રીએ આપેલ જન કલ્યાણકારી યોજના આયુષ્માન કાર્ડ અંતર્ગત પાંચ લાખ સુધીની સારવાર હવે નિ:શુલ્ક થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને ૧૦ લાખ સુધીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ સાથે જ જેનેરીક દવાઓના કારણે અગાઉ ૧૦૦ રૂપિયામાં મળતી દવાઓ આજે રૂ.૩૦ થી પણ ઓછામાં મળતી થઈ છે.
૨૦૦૧ બાદની ગુજરાતની સ્થિતિના પરિવર્તન વિશે જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળથી વિકાસના નવા યુગ અને વિકાસની રાજનીતિનો પ્રારંભ થયો જેના પરિણામો ગુજરાત આજે મેળવી રહ્યું છે. સ્વાભિમાન, સ્વમાન અને રોજગાર સાથે દેશના નાગરિકો આત્મનિર્ભર બની રહ્યા છે. આઝાદી સમયે ગાંધીજીએ સ્વચ્છતા, શૌચાલય, અસ્પૃશ્યતા અને સ્વદેશી જેવા મૂલ્યોનો આગ્રહ રાખ્યો હતો જેનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી આહવાન કરી સ્વદેશી અને સ્વનિર્ભરતાની આહલેક જગાવી છે ત્યારે કાપડ, અન્ન, ઇલેક્ટ્રોનિક્સ કે કોઈપણ વસ્તુ સ્વદેશી જ ઉપયોગમાં લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
જ્યારે આજે ૧૨,૦૦૦ જેટલી એમ.બી.બી.એસ. ડોક્ટરોની જગ્યા સામે ૨૦,૦૦૦ જેટલી અરજીઓ તંત્રને પ્રાપ્ત થઈ છે જે ગુજરાતની આરોગ્યની સ્થિતિની મજબૂતીનો અંદાજ આપી જાય છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને વિકસિત ભારતની પરિકલ્પનામાં વિકસિત ગુજરાત માટે પ્રયત્નશીલ રહેવા અને વિકસિત ભારત તરીકે ભવિષ્યની પેઢી એક સ્ટેટસ એટલે કે ગૌરવ મેળવી શકે તેવા રાષ્ટ્રના નિર્માણ માટે સહયોગી બનવા અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમારોહમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ૨૦૦૧ પહેલા ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપની આપદાઓ સાથે જ માળખાકીય સુવિધાઓની અત્યંત તકલીફ હતી. એક સમયે એવો હતો જ્યારે લોકોને પીવા માટે સામાન્ય દિવસોમાં વ્યક્તિદીઠ માત્ર ૨૦લી. પાણી અને ઉનાળામાં વધુમાં વધુ ૩૦ લીટર પાણી આપી શકવાની ક્ષમતા રહેતી. આ માટે પણ ૧૮૦૦ ટીડીએસ, ૨૨૦૦ ટીડીએસના ભાંભરા પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર રહેતા.
પ્રધાનમંત્રીશ્રીએ આફતને અવસરમાં પલટાવી ભૂકંપ બાદ અનેક વ્યવસ્થાઓ વિકસાવી. સૌરાષ્ટ્રની પાણીની તકલીફ માટે નર્મદાના નીરનો ઉપયોગ કર્યો. આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ૨૪ કલાક પાણીની વ્યવસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે. ૧૯૯૫માં એમબીબીએસમાં માત્ર ૫૫૦ સીટ ઉપલબ્ધ હતી, જે આજે ૧૫ ગણી થઈ છે. ડોક્ટર, પેરામેડિક સ્ટાફ તમામને વિશિષ્ટ તાલીમ સાથે તૈયાર કરવામાં આવ્યા છે, જેના પરિણામે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ લોકો ગુજરાતમાં સારવાર અર્થે આવી રહ્યા છે.
આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ઉમદા પ્રયાસને દર્શાવતી “સ્વસ્થ નાગરિક સશક્ત શહેર” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ તથા અંગદાન માટેના શપથ લઇ દેશના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આરોગ્ય કમિશનર અર્બન શ્રી હર્ષદ પટેલે આભાર દર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને રેસીડેન્ટ ડોક્ટર્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/7, 6:34 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિકાસ સપ્તાહ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લીંબડીયા ગામે ગ્રામસભામાં રહેશે ઉપસ્થિત*
૦૦૦૦૦૦૦
*કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને ગ્રામસભા અનુસંધાને બેઠક યોજાઈ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૭ ઓક્ટોબર-
વિકાસ સપ્તાહ અનુસંધાને ગાંધીનગર જિલ્લામાં ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તા.૦૮ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર તાલુકાના લીંબડીયા ગામની ગ્રામસભામાં ઉપસ્થિત રહેશે.જેના આયોજન અંગે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ૧૦૦% સેચ્યુરેશન કામગીરી પૂર્ણ કરવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
આવતી કાલે વિકાસ રથ ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે ૯:૦૦ કલાકે, વલાદ ખાતે બપોરે ૨:૦૦ કલાકે અને લીંબડીયા ખાતે રાત્રે ૮:૦૦ પહોંચશે. જેમાં ગ્રામસભા સમયે લીંબડીયા ખાતે વિકાસ રથ દ્વારા લોકો સુધી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવશે તેમજ ફિલ્મ નિદર્શન કરવામાં આવશે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[10/7, 7:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિકાસ સપ્તાહ: સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૨૪ વર્ષની ઉજવણી*
*વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે સરઢવ ગામે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહુર્ત*
૦૦૦૦૦૦
*ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કરતા સરઢવ ગ્રામવાસીઓ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૭ ઓક્ટોબર-
સરઢવ ગામે ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આજરોજ તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીના હસ્તે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૧.૦૨ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિકાસ રથના સરઢવ ગામે વધામણા કર્યા હતા. કાર્યક્રમમાં આશરે ૬૫૦થી વધુ લોકો જોડાયા હતા.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં સરપંચશ્રી કિરીટકુમાર જોઈતારામ, ઉપસરપંચશ્રી અશોકભાઈ સાંકળચંદ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હંસાબેન ઇંદ્રવદનભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી ભરતજી રાયસંગજી ઠાકોર , તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ચેહરાજી ઠાકોર, અગ્રણી શ્રી અનિલભાઈ અંબાલાલ પટેલ, શ્રી નિલયભાઈ રોહિતભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*વંદન સોલંકી*
[10/7, 7:44 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ :પ્રથમ દિવસે રાષ્ટ્ર પ્રથમના ધ્યેય સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી*
———————————
*વિવિધ પદાધિકારીઓ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ભારત વિકાસ શપથમાં જોડાયા :વિકાસ સપ્તાહની ઉજવણીમાં ઉત્સાહથી જોડાવા નાગરિકોને અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે*
———————————-
ગાંધીનગર તા. ૦૭ ઓક્ટોબર-
વિકસિત ભારતનો અમૃત કાળ એટલે સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષ.7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાત ભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાતના વિકાસને લગતી ટૂંકી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મયંકભાઇએ જણાવ્યું હતું કે, 24 વર્ષ પહેલા નરેન્દ્ર ભાઈ મોદીએ આજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે સમાજના છેવાડાના માનવીની ચિંતા કરી. જમીન, આરોગ્ય, શિક્ષણ, ખેડૂતોના ખાતામાં સીધા નાણાકીય લાભો પહોંચાડવા અને આઇએએસ, આઇપીએસની રેન્કમાં નવ યુવાનો ઊભા રહે એવું વાતાવરણ ઊભું કર્યું છે.
મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, 24 વર્ષના ગુજરાતના વિકાસમાં દરેક ટીમની મહેનત છે. શિક્ષણ, મહિલા સુરક્ષા ,પાણી, રસ્તા અને અંતર માળખાકીય વિકાસ એમ તમામ ક્ષેત્રોમાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને અમિતભાઈ શાહને આગામી પેઢી યાદ રાખશે એવું કામ થયું છે.
અતિથિ તરીકે પધારેલા ભાવનગરના ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, દિવાળીમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ, જેથી નાના ધંધા વાળાની દિવાળી સારી જાય.
જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેએ “રાષ્ટ્ર પ્રથમ”ના મંત્ર સાથે વિકાસ સપ્તાહમાં જોડાવા માટે તમામ નાગરિકોને આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે એવું કહેનાર નરેન્દ્ર ભાઈ જેવું વિરલ વ્યક્તિત્વ ક્યારેક જ મળે.
ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે પ્રધાનમંત્રીશ્રીની ૨૪ વર્ષની વિકાસ ગાથાને વર્ણવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેચ્યુ, રણોત્સવ, વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ જેવા વૈશ્વિક કક્ષાએ પ્રથમ સ્તરના ઉપક્રમો સુધી પહોંચ્યા છીએ. ગુજરાતે અશક્યને શક્ય કરી બતાવ્યું છે, હજુ ઘણું મેળવવાનું છે એ સંકલ્પ યાત્રા સાથે પ્રધાનમંત્રીશ્રીના નિર્ણયો, સંકલ્પોને પૂર્ણ કરવામાં સહભાગી થવાનો અવસર એટલે વિકાસ સપ્તાહ.
શ્રી જે.એસ.પટેલે કહ્યું હતું કે, ભૂકંપે અરાજકતા ફેલાવી હતી, એ સમયે પ્રધાનમંત્રીશ્રીએ આફતને અવસરમાં પલટાવીને કચ્છને ફરી બેઠું તો કર્યું જ પરંતુ વિકાસની ધારામાં જોડી કચ્છને ફરી ધબકતું કર્યું. ગુજરાત વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે નવા ઇતિહાસની રચનામાં લોક ભાગીદારી થાય, લોકો જોડાય તે દિશામાં આગળ વધવું જરૂરી.
આ અવસરે વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે કલેકટર કચેરી ખાતે સંસદ સભ્યો, ધારાસભ્ય સર્વશ્રીઓ, કલેક્ટર શ્રી, ઇન્ચાર્જ ડીડીઓ શ્રીમતી વેગડા તથા સંકલનના તમામ અધિકારીઓ-કર્મચારીઓએ ભારત વિકાસના પ્રતિજ્ઞા લીધી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦
*પારૂલ મણિયાર*
[10/7, 8:17 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર શહેર વિસ્તારમાં ફટાકડાના વ્યાપારીઓ માટે હંગામી પરવાનો મેળવવા જોગ*
……..
*તા.૦૮-ઓકટોબર,૨૦૨૫થી કલેકટર કચેરી ખાતેથી ફોર્મ મેળવી શકાશે, તેમજ તા.૧૩ ઓક્ટોબર સાંજે ૦૫ કલાક સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે*
……
*ગાંધીનગર શહેરમાં સેકટર-૬, ૧૧ તથા ૨૨ ખાતે હંગામી લાયસન્સ આપવામાં આવશે*
……
આગામી દિવાળી-૨૦૨૫ના તહેવાર પ્રસંગે ગાંધીનગર શહેર વિસ્તારમાં ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા રસ ધરાવતા વ્યક્તિઓ તથા સંસ્થાઓએ નિયત નમુના અરજી ફોર્મ જનસેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ગાંધીનગરથી મેળવી અરજી કરવા આ આ યાદી માધ્યમથી જણાવવામાં આવે છે. પરવાનો મેળવવાનું અરજી ફોર્મ ભરતી વખતે યાદીમાં કેટલીક જરૂરી સૂચનો ધ્યાને રાખવા વિનંતી કરવામાં આવી છે.
જે મુજબ (૧)હંગામી ૫૨વાનાની અરજી ઉપર રૂા.૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવાની રહેશે.
(૨) ધ એક્ષપ્લોજીવ રૂલ્સ – ૨૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શીડ્યુલ-૪ના પાર્ટ-૨(એ)(૧૩)(૮) મુજબની સ્કુટીની ફી રૂ.૩૦૦/- (ત્રણસો પુરા) તેમજ શીડ્યુલ-૪ના પાર્ટ-૨(બી)(૧)(૪)(એ) મુજબની પ્રોસેસ ફી રૂ.૫૦૦/-(પાંચસો) આમ કુલ રૂ.૮૦૦/-(આઠસો) સદર પૈક “૦૦૭૦, ઓ.એ.એસ.સી.” સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા માં ચલનથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે. જે રીફંડ મળશે નહીં.
(૩) અરજદાર કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજું કરવાનું રહેશે.
(૪) સંબંધિત ફાયર ઓફિસરશ્રીનો અભિપ્રાય પણ અરજી પત્રક સાથે રજુ કરવાનો રહેશે.
(૫) ગાંધીનગર શહેરમાં સેકટર-૬, ૧૧, ૨૨ માટે હંગામી લાયસન્સ આપવાના છે. જેથી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે અને અરજીમાં પસંદગીના સેકટર નંબરની વિગત ફરજીયાત અરજી ફોર્મના પ્રથમ પાને જણાવવાની રહેશે તથા પસંદગીનું સેક્ટર ફક્ત એક જ દર્શાવવાનું રહેશે.
(૬) પ્લોટની ફાળવણી ડ્રો ગાંધીનગર શહેર માટે સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ગાંધીનગર, કાર્યપાલક ઈજનેરશ્રી પાટનગર યોજના વિભાગ-૧, ગાંધીનગર અથવા અધિક્ષક ઈજનેરશ્રી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અથવા કલેકટર કચેરી, ગાંધીનગર ધ્વારા કરવામાં આવશે અને જે સ્થળે પ્લોટ ફળવાશે તેમાં જ ધંધો કરવાનો રહેશે.
(૭) ખુલ્લા પ્લોટ માટે ભાડાની રકમ ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઈજનેરશ્રી પાટનગર યોજના વિભાગ-૧, ગાંધીનગર અથવા અધિક્ષક ઈજનેરશ્રી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી પૈકી જે કચેરીમાં ભાડુ વસુલ લેવામાં આવતું હોય તે કચેરીમાં જમા કરાવવાનું રહેશે. પુરેપુરૂ ભાડુ જમા કરાવ્યા બાદ જ ફાળવેલ સ્ટોલમાં ધંધો શરૂ કરી શકાશે.
(૮) જે સ્થળે પ્લોટ ફાળવેલ હોય તે સ્થળ માટે લાયસન્સ મેળવનાર વ્યકિતએ ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરવા અધિકૃત કરી શકશે નહીં કે અન્યને વાપરવા આપી શકશે નહીં.
(૯) પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઈટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા લાયસન્સદારે જાતે કરવાની રહેશે. ગાંધીનગર શહેરમાં જે જગ્યા પર પ્લોટ ફાળવ્યા બાદ ફટાકડા સ્ટોલ ધારકે ફાયર એન.ઓ.સીમાટે ગાંધીનગર ફાયર વિભાગ પાસેથી ફાયર એન.ઓ.સી. ફરજીયાતપણે નીયત સમય મર્યાદામાં લેવાની રહેશે. જે ફાયર એન.ઓ.સી. માટે (Gujarat Fire Safety Cop)ની વેબસાઇટ પર અરજી કરવાની રહે છે. અને ફાયર એન.ઓ.સી. મેળવવાનું રહેશે.અન્યથા ગૃહ વિભાગના તા.૦૯/૦૯/૨૦૨૫ ના ક્રમાંક:HD/ART/e-file/8/2025/5172/SB2) નું પાલન કરવાનું રહેશે.
(૧૦) લાયસન્સની શરતો પ્રમાણે આગ અકસ્માત માટેની સાવચેતીનાં પગલાં લાયસન્સદારે લેવાનાં રહેશે. આમ છતાં કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી લાયસન્સ ધારકની રહેશે. પરવાનેદારએ ફરજીયાત વિમો લેવાનો રહેશે.
(૧૧)હંગામી ૨૦૨૫ ફટાકડા લાયસન્સ મેળવવા માટે અરજી ફોર્મ નંબર.૪ (મુદ્દા નં. ૫૬) તા.૦૮.૧૦.૨૦૨૫ થી ૧૩.૧૦.૨૦૨૫ દરમ્યાન કામકાજના ચાલુ દિવસોએ જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ગાંધીનગરમાંથી કચેરી સમય દરમિયાન તથા તા.૧૩/૧૦/૨૦૨૫ના રોજ ૧૪.૦૦ કલાક સુધી મળી શકશે તથા ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.૧૩/૧૦/૨૦૨૫ના રોજ ૧૭-૦૦ કલાક રહેશે. ફોર્મ જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી ગાંધીનગરમાં જ સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સહ કચેરી સમય દરમિયાન રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ ફોર્મ / અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
(૧૨)હંગામી પરવાના સ્ટોલો માટે લેવાની થતી તમામ સબંધિત ખાતાઓની પરવાનગી જે તે અરજદારે જાતે મેળવી લેવાની રહેશે.
(૧૩)સરકારશ્રીના વખતોવખત ના પરિપત્ર/ઠરાવો/સુચનાઓ મુજબ ની અમલવારી પરવાનેદાર દ્રારા ચુસ્ત પણે કરવાની રહેશે.તેમ કરવામાં ચુક થશે તો પરવાનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે તથા તે અંગેની સંપૂર્ણ જવાબદારી પરવાનેદારની રહેશે.
કોઈપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહીં તેમ પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ યાદીમાં જણાવાયું છે.
…..
*નેહા તલાવિયા*
[10/8, 2:02 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *_સાફલ્ય ગાથા_*
*”વિકાસ સપ્તાહ: યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ દિન”*
*રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા યોજાયેલ દિવ્યાંગજનો માટેના રોજગાર મેળા બન્યા અનેક દિવ્યાંગો માટે આશાનું કિરણ*
૦૦૦૦૦
*સ્વાભિમાન, પરિશ્રમ અને સફળતાના સમન્વય એવા ગાંધીનગરના જયમીનભાઈ સાધુની રોજગાર મેળવવા માટે સાથી બની જિલ્લા રોજગાર કચેરી*
૦૦૦૦૦
*રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૬ માસમાં કુલ ૬૫૮ ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી ૫૭,૫૦૨ યુવાઓને રોજગારી અપાઈ*
૦૦૦૦૦
*ગાંધીનગર જિલ્લામાં માત્ર ૬ મહિનામાં ૨૮ ભરતી મેળા યોજાયા, દિવ્યાંગો તથા મહિલાઓ માટે વિશેષ ભરતીમેળા દ્વારા ૨૯૬ મહિલાઓ, ૧૦૦ દિવ્યાંગજનોને મળ્યો રોજગાર*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ ઓક્ટોબર-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. તેમના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા દરમિયાન ગુજરાતે અનેક સ્તરે સફળતાના શિખરો સર કર્યા છે, ગુજરાતની આ વિકાસગાથા જન જન સુધી ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજરોજ ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ દિનને ઉજવવામાં આવ્યો હતો. યુવાઓના કૌશલ્યને સશક્ત કરવા સાથે રાજ્ય સરકારની રોજગાર વિનિમય કચેરીઓ યુવા ધનને રોજગારની તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રોજગાર ભરતી મેળા મારફતે ૫૦ હજાર રોજગારવાંચ્છુઓને રોજગારી આપવાના લક્ષ્યાંક સામે છેલ્લા છ મહિનામાં ૬૫૮ ભરતીમેળાઓ થકી ૨,૯૦૮ નોકરીદાતાઓ દ્વારા ૫૭,૫૦૨ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા એપ્રિલ- ૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમ્યાન માત્ર ૬ મહિનામાં કુલ-૨૮ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૫૩ નોકરીદાતાઓ દ્વારા ૧૯૮૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમાં માજી સૈનિકો, મહિલાઓ માટેનો ખાસ ભરતીમેળો તથા સ્વરોજગાર શિબિર અને દિવ્યાંગજનો માટેનો જીલ્લા કક્ષાના ખાસ ભરતીમેળા યોજવામાં આવ્યા હતા. જેમાં ૫ નોકરીદાતાઓ દ્વારા ૨૯ માજી સૈનિકો, ૨૯૬ મહિલા ઉમેદવારો તથા ૧૦૦ ઉમેદવારોની દિવ્યાંગજનોની પસંદગી કરવામાં આવી હતી.
દિવ્યાંગજનો માટેના વિશેષ ભરતી મેળા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા શ્રી જયમીનભાઇ સાધુએ જણાવ્યું હતું કે, “મને બાળપણથી જ ચાલવામાં અડચણ હતી. પગમાં ૯૦% દિવ્યાંગતા હોવા છતાં ભણતર તરફ મેં ક્યારેય પીઠ ફેરવી ન હતી. ચાલવામાં મોટી મુશ્કેલીઓ આવતી, છતાં મારા દ્વારા શૈક્ષણિક જીવન માટે કદી વિલંબ કે શિથિલતા દાખવવામાં આવી નહીં. મારા માતા-પિતા એ મને સદાય પ્રેરણા પૂરી પાડી. શાળા દરમ્યાન ઊંચા અને આડા રોડ, ભાડાની વાહન વ્યવસ્થા, અને આરોગ્યના ચિંતાજનક મુદ્દાઓ વચ્ચે પણ હું દરરોજ શાળાએ ગયો હતો. ધો. ૧ થી ૧૨ સુધીનો અભ્યાસ મેં પ્રેરણા વિદ્યા વિહાર શાળા, ગાંધીનગરમાં પૂર્ણ કર્યો બાદમાં B.A.માં અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયો અને સંઘર્ષની શરૂઆત થઈ.”
જયમીનભાઇએ શિક્ષણ બાદ અનેક સરકારી પરીક્ષાની તૈયારી કરી, પડકારો વચ્ચે, મનોબળ જાળવી પરીક્ષાઓ આપી પણ સફળતા નહોતી મળી રહી. ત્યારે ખાનગી ક્ષેત્રમાં નોકરીની શોધના પ્રારંભે પડતી મુશ્કેલીઓ વિષે તેમણે જણાવ્યું હતું કે, TCS(Tata Consultancy Services)માં ૩ વખત ઈન્ટરવ્યૂ આપ્યો જેમાં લેખિત તેમજ મૌખિક ઈન્ટરવ્યુ આપ્યા પણ અફસોસ, મારી દિવ્યાંગતાને લીધે ઘણીવાર મને નકારવામાં આવ્યો. પસંદગીની આડમાં શારીરિક ખોડ ખાંપણ આડે આવી. આ સમયમાં નિરાશા તો ઘણી થઈ, પણ હું અટક્યો નહિ. તે સમય દરમ્યાન મને ગાંધીનગર રોજગાર કચેરી દ્રારા યોજાતા ભરતીમેળાની સોશિયલ મિડિયા instagram દ્રારા જાણ થઇ હતી. જેમાં ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતીમેળાની જાણ થતાં હું મારી માતા સાથે ત્યાં પહોંચ્યો હતો. મેળામાં મેં ફક્ત Tech Mahindra માં ઈન્ટરવ્યુ આપેલ હતો, જેમાં બીજા જ દિવસે મને રૂબરૂ ઈન્ટરવ્યુ માટે Tech Mahindra કંપની ખાતે બોલવવામાં આવ્યો જેમાં મારી અંતિમ પસંદગી કરવામાં આવી.
તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ મારી નોકરી શરુ થઇ ગઈ અને હાલ હું ત્યાં રસપૂર્વક કામ કરી રહ્યો છું. કંપનીમાં બધા ખુબ મદદરૂપ થાય છે અને હાલમાં,મારી તાલીમ દરમ્યાન રૂ. ૧૩,૩૨૫/-પ્રતિ માસ પગાર મેળવી રહ્યો છું. આ નોકરીએ નવી ઓળખ આપી, આત્મનિર્ભર બનવાની શરૂઆત કરાવી. દિવ્યાંગતા મારા માટે અવરોધ નહિ, પણ મારી ઓળખ બની. જીવનમાં એક નહીં, હજારો નકાર સાંભળ્યા, પણ આજે હું સ્વમાનભેર ઉભો છું.
જયમીનભાઇએ રાજય સરકાર તથા જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા નામાંકિત કંપનીમાં નોકરીની તક પૂરી પાડવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
જયમીનભાઈ સાધુએ નામ હવે માત્ર એક ઉમેદવારનું નહિ એક સંઘર્ષમય યાત્રાનું પ્રતિક છે. શિક્ષણ, નિષ્ફળતા, અવગણના છતાં રોજગાર મેળા દ્વારા સફળ નોકરી મેળવવાની આ કથા દરેક માટે પ્રેરણાદાયક છે, ખાસ કરીને દિવ્યાંગ યુવાનો માટે.
રાજ્યની રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.
૦૦૦૦૦૦૦
*આલેખન:ડો.દિવ્યા ત્રિવેદી*
[10/8, 2:11 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *_સાફલ્ય ગાથા_*
*”વિકાસ સપ્તાહ: યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ”*
*હિંમતથી જીતેલી જીવનયાત્રા — અસ્મિતા ઠાકોર બની અન્ય યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત*
************
*“પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, હિંમત ન હારવી. શિક્ષણ અને સતત પ્રયત્નોથી જીવનમાં સફળતા મળી શકે છે. સરકારી યોજનાઓ અને રોજગાર મેળાઓ જેવી તકોનો લાભ લઈ આપણે સ્વાવલંબન તરફ આગળ વધી શકીએ છીએ.”*
*-અસ્મિતા ઠાકોર*
************
*પરિસ્થિતિ સામે ઝૂકી નહીં, મહેનત અને આત્મવિશ્વાસથી જીવનમાં સફળતા મેળવી*
************
ગાંધીનગર, તા. ૮ ઓક્ટોબર-
જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ઘણા લોકો હાર માને છે, પરંતુ કેટલાક લોકો એવી પણ હોય છે જે હિંમત, મહેનત અને ધીરજથી પરિસ્થિતિને બદલવાની શક્તિ ધરાવે છે. જેમને માત્ર થોડા સહકારની આવશ્યકતા હોય છે. એવી જ એક પ્રેરણાદાયી કહાની છે — ગાંધીનગર જિલ્લાના અસ્મિતા ભરતભાઈ ઠાકોરની,જેમને સહકાર મળ્યો રોજગાર વિભાગનો…
અસ્મિતા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. એક અકસ્માતમાં તેમના પગમાં ગંભીર ઈજા થતા તેઓ સંપૂર્ણપણે કામ કરવા અસમર્થ થઈ ગયા. પરિવારનું મુખ્ય આવકનું સ્રોત બંધ થતા આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ, છતાં અસ્મિતાએ હિંમત હારી નહીં.
તેમણે પોતાના અભ્યાસ સાથે સાથે પરિવારની જવાબદારી ઉઠાવી. B.Com અને M.Com સુધીનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું અને સાથે ટ્યુશન આપીને પરિવારને સહાય પૂરી પાડી. ઑફિસ વર્કમાં રસ હોવાને કારણે કમ્પ્યુટર ટ્રેનિંગ કોર્સ પણ પૂર્ણ કર્યો.
રોજગારની શોધ દરમ્યાન રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ભાગ લઈ, Iris Automation Pvt. Ltd. કંપનીમાં Account Assistant તરીકે નોકરી મેળવી. હાલ તેઓ રૂ. 13,000 જેટલી માસિક આવક મેળવી પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓએ જણાવ્યું કે, અસ્મિતા ઠાકોર જેવી અનેક યુવતીઓ આજે રોજગાર મેળા અને તાલીમ કાર્યક્રમો મારફતે આત્મનિર્ભર બની રહી છે.
આજરોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોજગાર એનાયત પત્ર મેળવી અત્યંત હર્ષ વ્યક્ત કરતા અસ્મિતાબેનએ કહ્યું હતું કે, રોજગાર મેળા અને સરકારશ્રી યોજનાઓની અવગણશો નહીં એજ તમારા જીવનમાં અગત્યનો વળાંક બની શકે છે. મને નામાંકિત કંપનીમાં નોકરી મળવા બદલ હું ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર નું આભાર માનું છું
****
*આલેખન:અશ્વિન ઘટાડ*
[10/8, 2:27 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *_સાફલ્ય ગાથા_*
*”વિકાસ સપ્તાહ: યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ”*
*સફળતા!કિસ્મતમાં નહિ પરંતુ, તમારી મહેનતમાં હોય છે તે સિદ્ધ કર્યું* *-“વૈભવ ડાભી”*
………….
*”દીકરાને નોકરી મળવાની ખુશીમાં પિતાએ ગુજરાત સરકાર, જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો”*
…………….
ગાંધીનગર તા. ૦૮ ઓક્ટોબર-
ગુજરાત સરકાર યુવાનોને વધુમાં વધુ રોજગાર મળી રહે તે માટે અવારનવાર રોજગાર ભરતી મેળાની આયોજિત કરી રહી છે. નવ યુવાનો સ્વાવલંબી બને તે માટે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતના મિશન સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે.
આજરોજ યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોજગાર પત્ર મેળવતા ગાંધીનગરના પેથાપુર ગામના વતની વૈભવ ડાભી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે,” માર્ચ 2024માં મે B.Com સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને શરૂઆતમાં મેં ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા માટે તૈયારી કરી. શારીરિક અને લેખિત પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી, પરંતુ હું અંતિમ મેરિટ યાદીમાં સ્થાન મેળવી શક્યો નહીં. આ સમયમાં નિરાશા તો ઘણી થઈ, મારો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. પરંતુ, હું અટક્યો નહિ.
સફળતા કિસ્મતમાં નહિ પણ તમારી મહેનતમાં હોય છે. એટલે મેં મહેનત કરવાનું મૂક્યું નહીં અને એક દિવસ મારા મિત્રએ મને જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા યોજાયેલા રોજગાર મેળા વિશે અખબારની ક્લિપિંગ મોકલી અને મેં તે ભરતીમેળામાં ભાગ લીધો અને રોયલ મોટર્સ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યુ. ત્રણ દિવસ પછી મને બોલાવવામાં આવ્યો અને સહાયક પદની ઓફર કરવામાં આવી.
જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગરના સ્ટાફના સારા પ્રયાસોને કારણે આ સહાયક નોકરી મળી છે જેથી હું જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગરનો અને મને કામ કરવાની તક આપવા બદલ રોયલ મોટર્સ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
૦૦૦૦૦૦
*આલેખન: વંદન સોલંકી*
[10/8, 3:18 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે કટોકટી અને આપત્તિ વ્યવસ્થાપન માટે તાલીમનું આયોજન કરાયું*
…..
*’સિવિલ ડિફેન્સ’ અવેરનેસ તાલીમમાં વકીલો,ડોક્ટર, શિક્ષકો અને પોલીસ કર્મીઓ જોડાયા*
…….
*જ્યાં પણ, જ્યારે પણ જરૂર પડે આ તાલીમનો યોગ્ય ઉપયોગ કરી, લોકોના જીવન બચાવી શકવા સક્ષમ બનવામાં અનુરોધ કરતા કલેકટર શ્રી મેહુલ કે. દવે*
…….
*સિવિલ ડિફેન્સ એક એવું તંત્ર છે જેની જાણકારી માત્ર આપદા સમયેજ નહીં,હંમેશા લોકોને હોવી જ જોઈએ-શ્રી અર્જુનસિંહ વણઝારા*
….
કટોકટી, આપદા કે યુદ્ધ જેવા સમયે પ્રશાસન સાથે ખભે ખભો મિલાવી નાગરિકો પોતે પોતાના તથા પરિવારના જાનમાલનું રક્ષણ કરી શકે તે હેતુથી નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ) અવેરનેસ તાલીમનું આયોજન ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સમિતિ ખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ માળખું, આપત્તિવ્યવસ્થાપન તથા જનજાગૃતિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ફાયર સેફ્ટી નો ઉપયોગ કેવી રીતે કરવો, સિવિલ ડિફેન્સ શું છે, સિવિલ ડિફેન્સ માં કેવી રીતે જોડાઈ શકાય, નાગરિક સંરક્ષણનો અર્થે ધ્યેય અને તેનું મહત્વ તથા જીપીએસ જામર, પ્રાથમિક સારવાર અંતર્ગત cpr દ્વારા જીવન બચાવવાની પદ્ધતિ સાથે સાથે અગ્નિસામાકોનો ઉપયોગ તથા સાયરનના પ્રકારો અંગે ઉપસ્થિત સૌની માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌને સંબોધી સિવિલ ડિફેન્સની કામગીરીથી અવગત રહેતા, જ્યાં પણ, જ્યારે પણ જરૂર પડે આ તાલીમનો યોગ્ય ઉપયોગ કરી, લોકોના જીવન બચાવી શકવા સક્ષમ બનવા અનુરોધ કર્યો હતો.
આ સાથે જ મુખ્ય જમીન સંપાદન અધિકારીશ્રીએ અર્જુનસિંહ વણઝારાએ, જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ તાલીમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સ એવું તંત્ર છે, જેની જાણકારી હંમેશા લોકોને હોવી જ જોઈએ, જિલ્લા વહીવટી તંત્ર પણ તેમની સાથે હંમેશા સક્રિયતાથી જોડાયેલું છે, યુદ્ધ થાય ત્યારે જ સિવિલ ડિફેન્સની કામગીરીની જરૂર પડશે તેવું નથી, પરંતુ રોજિંદા જીવનમાં જે નાની નાની ઘટનાઓ બનતી હોય છે તેમાં પણ સિવિલ ડિફેન્સ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સીવીલ ડિફેન્સ તાલીમ અંતર્ગત, શંકરસિંહ એસ ગોહિલ પ્રમુખશ્રી ગાંધીનગર બાર એસોસિએશન તથા લાલસિંહ ગોહિલ પ્રમુખશ્રી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સહિત ૨૦ જેટલા વકીલો તથા સિનિયર ડોક્ટર્સ અને શિક્ષકો તથા પોલીસ જવાનો પણ જોડાયા હતા.
આ તકે તાલીમથી પ્રભાવિત થઈ પ્રમુખશ્રી ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા બાર એસોસિએશનના સભ્યોને પણ સિવિલ ડિફેન્સ તાલીમ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
આ તાલીમમાં સિવિલ ડિફેન્સ હેડ ઓફિસના સહયોગથી પોસ્ટ વોર્ડનશ્રી જીગરભાઈ ચૌધરી, સેક્ટર વોર્ડનશ્રી લક્ષ્મીબેન ચૌધરી તથા જય પટેલ દ્વારા સમગ્ર સમજુતી આપવામાં આવી હતી.
…..
*નેહા તલાવિયા*
[10/8, 4:12 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રેસ આમંત્રણ*
આજરોજ લીંબડીયા ગામ ખાતે રાત્રે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાશે. જેમાં તમામ દૈનિક અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને કવરેજ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.
સ્થળ: લીંબડીયા ગામ, ગ્રામ પંચાયત ઓફિસ પાસે,
તાલુકો.ગાંધીનગર
તા. ૦૮/૧૦/૨૦૨૫
સમય: સાંજે ૭:૩૦ કલાકે
[10/8, 5:46 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *“વિકાસ સપ્તાહ”*
*મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાશે પોષણ ઉત્સવ–૨૦૨૫*
૦૦૦૦૦
ગાંધીનગર તા.૮ ઓક્ટોબર-
વિકાસ સપ્તાહ–૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજય દ્વારા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તા. ૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે, ગુજરાત સ્ટેટ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે “પોષણ ઉત્સવ–૨૦૨૫” કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા,ભૂલકાં મેળો ૨૦૨૫, વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ પોષણ સંગમ (CMAM) કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાનું સન્માન વગેરે જેવાં કાર્યક્રમો યોજાશે.
કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરા પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ધારાસભ્ય સર્વ શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
૦૦૦૦૦૦
[10/8, 6:32 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રેસ આમંત્રણ*
*મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ–૨૦૨૫ કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ દૈનિક અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને કવરેજ કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવે છે.*
*તારીખ: ૯ ઓક્ટોબર, ૨૦૨૫*
*સમય: સવારે ૧૦.૦૦ વાગ્યે*
*સ્થળ: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર*
[10/8, 7:25 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *_વિકાસ સપ્તાહ_*
*વલાદ ગામે ઉજવણી દરમ્યાન રૂ. ૧૩ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ ઓક્ટોબર-
વલાદ ગામે સરપંચશ્રી હોથાજી કે. ઠાકોરના અધ્યક્ષસ્થાને તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૦.૦૦ લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૩.૦૦ લાખના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી રંજનબેન અનીલજી જાદવ, તાલુકા પંચાયત ગાંધીનગરના પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યશ્રી રણજીતકુમાર જાદવ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/8, 7:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ડભોડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦૦
*ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનોએ સંકલ્પ કર્યો*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ ઓક્ટોબર-
ડભોડા ગામે સરપંચશ્રી આનંદીબેન ભૂપતસિંહ પરમારની અધ્યક્ષતામાં તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૨૨૦થી વધુ લોકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું હતું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી મીનાબેન લલિતસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યશ્રી ક્રિષ્નાબેન ભરતસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્યશ્રી સવિતાબેન મહોબતસિંહ સોલંકી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
__________________________________
આપની આસપાસ બનતી કોઈપણ ઘટનાના સમાચાર વિડિયો ફોટાઓ અમોને અમારા અખબારી આલમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓ સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી પ્રદીપ રાવલ
