DHORAJI BAIK CHOR GANG
અત્યારની આધુનિક મોજ શોખ ની જિંદગી જીવવા માટે યુવા ધન કઈ પણ કરવા માટે તૈયાર હોય છે અને કઈ પણ કરે પણ છે, ધોરાજી ના આવાજ 3 લબર મુછિયા યુવાનો મોજ શોખ કરવા માટે ચોરી ના રવાડે ચડી ગયા છે અને મોટરસાયકલ ની ચોરી કરી રહ્યા છે, અને આ શોખે તેવો ને જેલ ની હવા ખાતા કરી દીધા
ધોરાજી પોલીસ દ્વારા રેગ્યુલર ચેકીંગ દરમિયાન એક યુવક ને એક્ટિવા સાથે તાપસ કરવા માં આવી તપાસ કરતા એક્ટિવા ના કોઈ પણ જાત ના કાગળો મળ્યા નહિ શંકા જતા પોલીસે કરી તાપસ કરતા એક્ટિવા ચોરી નું હોવા નું ખુલવા પામેલ હતું, અને વધારે પુછપરછ કરતા તે આ એક્ટિવ બીજા બે યુવકો કે જે બાઈક ની ચોરી કરતા હતા તેવો પાસે થી લીધા હોવા નું ખુલ્યું હતું,
ધોરાજી ના રહેવાસી એવા આ યુવકો ની ઉમર 19 થી 23 વર્ષ વચ્ચે હોવા નું જાણવા મળેલ, જેમાં અક્રમ ઉર્ફે ભૂરો નાસીરભાઈ પઠાણ કે જેની ઉમર માત્ર 19 વર્ષ છે, જે ચોરેલા બાઈક લઈ ને તેને વેચી દેતો હતો, જયારે અન્ય બે જીતેન્દ્ર ઉર્ફે ધનો માધવજીભાઈ દવે જેની ઉમર 23 વર્ષ અને બીજો તેનો સાગરીત સુનિલ ગોપાલ સોલંકી જે ઉંમર 22 વર્ષ નો છે, જીતેન્દ્ર અને સુનિલ બંને બાઈક ની ચોરી કરતા અને પછી તે બાઈક અકર્મ ને વેચી દેતા હતા, અક્રમ આ બાઈક માં દારૂ ની હેરાફેરી કરતા અને પછી તે દારૂના ધંધાર્થી ને વેચી દેતો હતો,
જીતેન્દ્ર અને સુનિલ ની બાઈક ચોરી કરવા માટે ની ખાસ રીત હતી, કે જેથી લોકો ને શંકા ના જાય , આ બંને સાતિર ચોર બાઈક ને પ્રથમ તો કોઈ વાહન સાથે ટો કરી ને બાંધતા જેથી લોકો ને એવું થાય કે બાઈક ને રીપેરીંગ કરવા માટે લઇ જાય છે, આવી રીતે બાઈક ની ઉઠાંતરી કરી ને પછી બાઈક ના નંબર પ્લેટ કાઢી નાખવા માં આવતી અને બાઈક ફેરવતા
ચોરેલી બાકી થી અક્રમ છે તે માં દારૂ ની હેરાફરી કરતા અને તે એક વખત જૂનાગઢ માં 17 પેટી દારૂ ની હેરાફેરીનો કેસ ચાલી રહેલ છે,
જયારે જીતેંદ્ર અને સુનિલ બંને આ ચોરેલી બાઈક વેચી ને જે પૈસા આવતા તેમાં થી મોજ શોખ કરતા અને એ પૈસા ઉડાવતા હતા
આ 3 ને ઉમર હજુ તો કોલેજ માં જઈ ને અભ્યાસ કરવા ની છે ત્યારે જ તેવો મોજશોખ માટે બાઈક ચોરી માં માસ્ટર ડિગ્રી મેળવી ચુક્યા છે અને હાલ તેવો બાઈક ચોરી માં જેલ ની હવા ખાઈ રહેલ છે
હરેશ ભાલીયા જેતપુર