20 સપ્ટેમ્બર 2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

20 NG pdf-1 (1)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[9/18, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ*

*રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી ૮માં ‘પોષણ માસ’ની મુખ્ય છ થીમ પર વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ યોજાશે*

*રાજ્યને સુપોષિત બનાવવા, બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ*
**************
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર, નાગરીકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરીણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યનાં બાળકો, માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ વર્ષે દેશભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ દેશ રોશન’ના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક પોષણલક્ષી નવતર આયામો હાથ ધર્યા છે. ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં વર્ષ ૨૦૧૮થી દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં ‘પોષણ પખવાડિયું’ અને સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ ઊજવવામાં આવે છે. આ મિશનનો હેતુ દરેક નાગરીકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિઘ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

પોષણ માસ દરમિયાન મુખ્ય ૬ થીમ પર રાજ્યમાં ઊજવણી કરવામાં આવશે. જેમાં પોષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને નાગરીકોને પોષણ અંગે જાગૃત કરવામાં આવશે.

*૧) સ્થૂળતા અંગે જાગૃતિ- ખાંડ, મીઠું અને તેલના વપરાશ ઘટાડવો*

સ્થૂળતા એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે અને તેનાથી બચવા માટે જાગૃતિ કેળવવી અત્યંત આવશ્યક છે. આ માટે, આપણે આપણા આહારમાં ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘટાડવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ ત્રણેય ઘટકોનો વધુ પડતો ઉપયોગ શરીરના વજનમાં વધારો કરે છે, જેના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. આ અંગે જનજાગૃતિની પ્રવૃત્તીઓ કરવામાં આવશે.

*૨) પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ / પોષણ ભી પઢાઈ ભી*

પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE) એ બાળકના સર્વાંગી વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. આ કાર્યક્રમ અંતર્ગત ‘પોષણ ભી પઢાઈ ભી’ (PBPB) પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહારની સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ બાળકોના શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને સુનિશ્ચિત કરે છે. આ પહેલ હેઠળ, આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને રમત-ગમત આધારિત શિક્ષણ અને સંતુલિત આહાર અપાય છે.

*૩) સંયુકત પગલાં અને ડીઝીટલાઇઝેશન*

પોષણની કામગીરી પર સર્વાંગી રીતે ઘ્યાન કેન્દ્રિત કરવા માટે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, પર્યાવરણ જેવા વિભાગો સાથે મળીને કામ કરવામાં આવે છે. સ્થાનિક સંસ્થાઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો (આંગણવાડી, આશા), શાળાઓ અને સમુદાયો સાથે સંકલન કરી આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. ઝડપ અને ચોકસાઈ વધારવા માટે કાગળ આધારિત ડેટાથી મોબાઇલ- એપ્લિકેશન પોષણ ટ્રેકરમાં કામગીરી કરવામાં આવે છે.

*૪) નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ*

નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ બાળકના યોગ્ય વિકાસ અને પોષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જન્મના પહેલા છ મહિના સુધી નવજાત શિશુ માટે ફક્ત માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર છે. ત્યારબાદ છ મહિના પછી બાળકોને પૂરક આહાર આપવાની શરૂઆત કરવી જોઈએ. આ પ્રથાઓનું પાલન કરવાથી બાળકોને સુપોષીત બનાવી શકાશે. આ પોષણ માસમાં માતા-પિતાને આ બાબતે જાગૃત કરાશે.

*૫) બાળકોના પોષણ અને સાર સંભાળમાં પુરૂષોની સહભાગીતા વધારવી*

બાળકોના પોષણ અને સાર સંભાળમાં માત્ર માતા જ નહીં પરંતુ પિતા અને પરિવારના અન્ય પુરૂષ સભ્યોની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પુરુષોની સક્રિય ભાગીદારી બાળકોના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. આનાથી પરિવારમાં પોષણ અને આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા આવશે અને માતા પરનો ભાર પણ હળવો થશે. પિતા બાળકોની સંભાળ રાખવામાં સહભાગી થાય છે ત્યારે બાળકોમાં સુરક્ષાની ભાવના વધે છે અને તેમનો માનસિક અને ભાવનાત્મક વિકાસ વધુ સારો થાય છે.

*૬) ‘વોકલ ફોર લોકલ’ – સ્થાનિક ખાદ્ય પદાર્થો અને ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન*

‘વોકલ ફોર લોકલ’ એ આત્મનિર્ભર ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પહેલ સ્થાનિક ખાદ્ય પદાર્થો અને પરંપરાગત ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે. આપણા દેશમાં દરેક પ્રદેશમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પૌષ્ટિક અને સ્વસ્થ આહાર આધુનિક પ્રોસેસ્ડ ફૂડ કરતાં વધુ ફાયદાકારક છે. સ્થાનિક ખોરાકનું સેવન કરવાથી માત્ર શરીરને જ નહીં પરંતુ પર્યાવરણ અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સકારાત્મક પ્રયત્નો અને સમાજના સહયોગથી ‘સ્વસ્થ અને સુપોષિત ગુજરાત’ બનાવવાની દિશામાં પોષણ અભિયાન એક મજબૂત પગલું સાબિત થઈ રહ્યું છે. **************************
ઋચા રાવલ
[9/18, 1:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું*
———-
*૪૩૦૦ ચોરસ મિટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષો સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે*
———-
*અમદાવાદ મહાનગર પાલિકાના મિશન ફોર મિલિયન ટ્રીઝ-૨૦૨૫માં અત્યાર સુધીમાં ૪૦.૮૦ લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ*
————
*દરેક વાવેતર સ્થળના જીઓ ટેગીંગ અને LIDAR સર્વે ટેક્નોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધી અને સર્વાઈવલ રેટનું મોનિટરીંગ*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.

તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો, સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખ ૮૦ હજાર ૧૮૦ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે.

એટલું જ નહિ, પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ૫૪,૮૮૩ તુલસીનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં આવતી અગિયારસના દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્વ ધરાવતા કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી જેવા વૃક્ષો મળી કુલ ૪૯૧ વૃક્ષોનું વિતરણ-વાવેતર કરવામાં આવેલું હતું.

વડાપ્રધાનશ્રીના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા 12,820 તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ મિશન ૪ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે અને LIDAR સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું મોનિટરીંગ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુત્રજીવા વૃક્ષનું વાવેતર સાથે રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં ગુરૂવારે યોજવામાં આવેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે આ વિસ્તારમાં મિયાવાંકી પધ્ધતિથી ૪૩૦૦ ચોરસ મીટરમાં આર્યુવેદીક સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન છે, આ ઉપરાંત સેવા સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સોસાયટીઓ પણ જોડાઈ હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી ડો શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમુલભાઇ ભટ્ટ , મ્યુનિ કમિશનર બંછાનીધી પાની, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ચેરમેન હેરિટેજ કમિટી જયેશ ત્રિવેદી, શાસક પક્ષનેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ બહેન ડાગા, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ તથા AMCના પદાધિકારીઓ/કર્મચારીઓ, જેલના અધિકારીઓ,પ્રબુદ્ધ નાગરિકો, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, સહિત શહેરીજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સૌએ પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
———–
[9/18, 1:50 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1TKAYyVI05gOGwEfOiSkyrs7MxE-8WCZw?usp=sharing
[9/18, 1:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે*
***
*નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થશે*
***
*ગાંધીનગર, 18 સપ્ટેમ્બર, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાનશ્રી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે.

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે.

*‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ સાકાર કરશે*
‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલૉજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે.

*હેરિટેજ કૉમ્પ્લેક્સના કારણે હજારો લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે*
આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે.

*‘આત્મનિર્ભર ભારત’ વિઝન થશે સાકાર, મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમને મળશે પ્રોત્સાહન*
અત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે. આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે.

*વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ આ કૉમ્પ્લેક્સમાં બનશે*

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે.

*સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ જોવા મળશે*

આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

*નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે*

સૌથી અગત્યની વાત એ પણ છે કે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથે-સાથે દુનિયાની સૌથી મોટી અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.

*X-X-X*
[9/18, 3:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક*
****
*ગાય-ભેંસની સંખ્યા 12થી વધીને 230 થઇ, આ વર્ષે 100 નવી ભેંસો ખરીદીને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે*
****
*ગુજરાતની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર, રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત*
****
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
****

*ગાંધીનગર, 18 સપ્ટેમ્બર 2025:* દેશના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેના માધ્યમથી દેશના દરેક ગામડાના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે. આ વિઝન પર આગળ વધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે આજે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજને પ્રેરણા આપી રહી છે. આવી જ એક સાફલ્યગાથા બનાસકાંઠાના માનીબેનની છે જેમણે વર્ષ 2024-25માં ₹1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે તેઓ ₹3 કરોડનું દૂધ વેચવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે.

કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા 65 વર્ષીય માનુબેન જેસુંગભાઈ ચૌધરી સ્થાનિક ધી પટેલવાસ (કસરા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દરરોજ 1100 લિટર દૂધ ભરાવે છે. વર્ષ 2024-25માં તેમણે 3,47,180 લીટર દૂધ ભરાવ્યું હતું જેનું મૂલ્ય ₹1,94,05,047 થાય છે. તેમની આ સિદ્ધિના લીધે તેમણે આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી” શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બનાસકાંઠાના બાદરપુરા ખાતે તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં તેમને આ સિદ્ધી બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

*આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદવાની તૈયારી*
માનુબેન આ સફળતાને નવી ઉંચાઇએ લઇ જવા માંગે છે. તેમના પરિવારમાં ત્રણ દીકરાઓ પૈકી સૌથી નાના વિપુલભાઇએ જણાવ્યું હતું કે, “બનાસ ડેરી તરફથી યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે અને અમે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે 2011માં 10થી 12 જેટલી ગાય અને ભેંસ હતી જેની સંખ્યા હવે 230થી વધુ થઇ ગઇ છે. અમારી પાસે અત્યારે 140 મોટી ભેંસ, 90 ગાય અને 70 જેટલા નાના બચ્ચા છે. આ વર્ષે અમે 100 ભેંસ ખરીદીને દૂધ ઉત્પાદનને વધારવા માંગીએ છીએ. આ વર્ષના અંતે અમે ત્રણ કરોડથી વધુ મૂલ્યનું દૂધ વેચવા માટે તૈયારી કરી રહ્યા છીએ.”

માનુબેનના પરિવાર દ્વારા ગાયો અને ભેંસોની જાળવણી માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની પાસે બન્ની, મહેસાણી અને મુરાહ પ્રજાતિની ભેંસો છે તેમજ એચ એફ ગાયોની સાથે ચાર દેશી કાંકરેજ પ્રજાતિની ગાય પણ ઉપલબ્ધ છે.

*16 પરિવારને રોજગારી, દૂધ દોહન કામગીરી માટે મશીનરી*
પશુપાલનની આ કામગીરીમાં અત્યારે માનુબેન સાથે 16 જેટલા પરિવાર સંકળાયેલા છે. ગાય અને ભેંસોના દૂધ દોહનની કામગીરી માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. પશુપાલનની તમામ કામગીરીમાં તેમના પરિવારના સભ્યો પણ સક્રિયપણે સહયોગ આપીને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપી રહ્યા છે. વિપુલભાઇના જણાવ્યા અનુસાર, “અમે ત્રણેય ભાઇઓ ગ્રેજ્યુએટ છીએ અને અમે સૌ આ કામગીરીમાં સંકળાયેલા છીએ. પશુપાલન ક્ષેત્રમાં આવક વધવાથી ઘણા નવયુવાનોને આ કામમાં સામેલ થવાની પ્રેરણા મળશે.”

*રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત*
ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડેરી કો-ઓપરેટિવ્સ અને સ્વસહાય જૂથોની સંખ્યા પણ નોંધનીય છે. રાજ્યમાં કુલ 16,000થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જેમાંથી 4150 જેટલી મહિલા સંચાલિત મંડળીઓ છે. રાજ્યના કુલ 36 લાખથી વધુ સભાસદો પૈકી 11 લાખથી વધુ સભાસદો મહિલા છે. બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં, જ્યાં એક દિવસમાં 90 લાખ લિટર જેટલું દૂધ સંપાદન થાય છે, ત્યાં પણ મહિલા પશુપાલકોનું નોંધપાત્ર યોગદાન છે. બનાસ ડેરીમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની છે.
*x-x-x*
[9/18, 5:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો :*
*કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ વરસ્યો*
…………………………..
*રાજ્યમાં ૯૭ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-ખરીફ વાવેતર*
…………………………..
 *રાજ્યના ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા*
 *રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૯૭.૭૨ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૯ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૮ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫માં આજની સ્થિતિએ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જનક દેસાઈ ——————-
[9/18, 8:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*
………..
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પ્રેરક સંબોધન સાથે ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ*
……….
-:રાજ્યપાલશ્રી:-
• જે હું મારા માટે ઈચ્છું, તે જ બીજા માટે કરું તે ધર્મ.’
• જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય, તે જ ધર્મ છે
• ઈશ્વરના સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છે
……….
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદ ૨૦૨૫નો આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં શુભારંભ થયો હતો.

આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કર્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી, આંતરરાષ્ટ્રીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પરિષદમાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુ શ્રોતાઓને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન છે.

તેમણે ભારતીય શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” અર્થાત જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ વિભાવનાને વિશાળ દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. પ્રથમ તો ધર્મની વ્યાખ્યા સમજવી પડે, ધર્મ એટલે શું તે જાણવું પડે. ધર્મ વિશેની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે, જે મુજબ, ‘જે હું મારા માટે ઈચ્છું, તે જ બીજા માટે કરું તે ધર્મ.’

પોતાના વક્તવ્યમાં શાસ્ત્રોને ટાંકીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, “श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम् | आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ||”. અર્થાત્ સત્ય અને દયા પરમેશ્વરે સૌમાં મૂક્યાં છે અને તે સૌને પ્રિય છે. સૌ કોઈ ઈચ્છે છે કે મારી સાથે સત્ય વ્યવહાર થાય, મારી સાથે ક્રૂર વ્યવહાર ન થાય. પણ જેવી તે અપેક્ષા રાખે છે, તેવું તે બીજા સાથે આચરતો નથી. જો મનુષ્ય પોતે પણ તેવું જ આચરે તો ધર્મની માંગલિક સ્થિતિનાં દર્શન થાય.

રાજ્યપાલશ્રીએ વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, પરિગ્રહ-અપરિગ્રહ આમાંથી ધર્મ શું છે અને અધર્મ શું છે તે ચકાસવું હોય તો એ જોવું પડે કે કોણ વધુ ટકે છે અને શું શાશ્વત છે. અહિંસા કે હિંસા, સત્ય કે અસત્ય, જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય, તે જ ધર્મ છે.

આ તકે રાજ્યપાલશ્રીએ ઉપનિષદમાં આલેખિત કર્મ અને પુનઃજન્મના ગહન ખ્યાલને સ્પષ્ટ કર્યા હતા અને તેની ઊંડાણપૂર્વકની સમજ ઉપસ્થિતોને આપી હતી.
તેમણે ઈશ્વરના ગુણોનું વર્ણન કરીને સમજાવ્યું કે સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છે, અને આ થકી તેમણે ભક્તિ માર્ગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

રાજ્યપાલશ્રીએ પુનઃજન્મ અને કર્મફળ જેવા સિદ્ધાંતો માટે સ્વામી દયાનંદ સરસ્વતીની ટિપ્પણી અને સમજણ અંગે વિશદ છણાવટ કરી હતી.

આ પ્રસંગે ભારતના કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે, માનવના અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો અને તેના જવાબ શોધવાની જહેમતે જ વિવિધ માનવ સભ્યતાને આકાર આપ્યો છે. ‘હું કોણ છું?’, ‘હું શા માટે છું?’, ‘મારા અસ્તિત્વનો ધ્યેય શું છે?’ આવા પ્રશ્નો માનવીને હજારો વર્ષોથી થતા આવ્યા છે. આ સવાલોએ જ માનવ સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાઓને આકાર આપ્યો છે અને માનવીની પ્રગતિને દિશા આપી છે. કોઈ સભ્યતા કેવા આધ્યાત્મિક સવાલો પૂછે છે અને તેના જવાબ કેવી રીતે શોધે છે, તેના આધારે તેની પ્રગતિ નક્કી થતી હોય છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, “धर्मेण हीनाः पशुभिः समानाः” અર્થાત્ ધર્મ વિનાનો માનવી પશુ સમાન છે. ધર્મ અને ધમ્મ એકબીજાના પૂરક છે.

પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે. આ આધ્યાત્મિક ખ્યાલોની માનવ જીવનમાં ઉપયોગીતા અંગે પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ વિસ્તૃત વિવેચન કર્યું હતું.

આ ગરિમામય પરિષદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિ મહારાજ, ભૂતાનના રોયલ ગવર્નમેન્ટના ગૃહ મંત્રી શ્રી ત્શેરિંગ, મોરેશિયસના કળા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મહેન્દ્ર ગોંદીયા, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમીબેન ઉપાધ્યાય સહિત વિવિધ ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા મહાનુભાવો, અગ્રણીઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………
[9/19, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ*
****
*મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ*
****
*81 રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ*
****

*ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2025:* યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

*દરેક ઘરમાં વાર્ષિક ₹16 હજારથી વધુનો લાભ*
પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ ₹13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે.

આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, “આ છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે.”
*x-x-x*
[9/19, 12:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુધારેલી યાદી*

*ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*ગાંધીનગર પાસેના એક ગામમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આસામનો વિધર્મી યુવાન ફલાઇટમાં આસામ ભગાડી ગયો હતો: ગાંધીનગર પોલીસે આસામ ખૂંદીને આરોપીને શોધી પાડ્યો, યુવતીને સુરક્ષિત પરત લવાઈ*

*ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા*
….
ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે અને તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આસામથી આવા એક ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં શોધી લેનાર ગાંધીનગર જિલ્લા પોલીસની સમગ્ર ટીમને આ સમગ્ર ઓપરેશન પાર પાડી ગાંધીનગરની દીકરીને તેના પરિવારને સોંપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગાંધીનગર પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી છે. ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો. યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી ગયો હતો ત્યાર બાદ ત્યાં જઈને તે મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું. તેમ છતાં આસામના જિલ્લાઓ ખૂંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર ૭ પોલીસની ટીમે તેને શોધી કાઢી યુવતીને પરિવારજનોને પરત કરવાની કાર્યવાહી કરી છે.

બનાવની વિગત એવી છે કે, તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. યુવતીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી-ફોસલાવીને આસામ ભગાડી ગયો છે. આ યુવક, જેનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદીન છે, તે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.

આ ઘટનામાં ‘લવ જેહાદ’ની શંકા જણાતા યુવતીના પરિવારે ગાંધીનગરના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, ડીઆઈજી શ્રી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલના સુપરવિઝનમાં LCB-1 અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમોને આ ઘટનાની બારીક તપાસની સૂચના આપવામાં આવી હતી.

સેક્ટર-7ના પો.સ.ઈ. યુ.એમ. ગઢવી અને તેમની ટીમ, તથા LCB-1ના જે.જે. ગઢવીની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી અને ગુમ થયેલી યુવતીને ટ્રેક કરવામાં આવ્યા જો કે આરોપી આસામ પહોંચી ગયા બાદ મોબાઈલ ફ્લાઇટ મોડ પર કરી તેનો ઉપયોગ માત્ર વાઇફાઇ કોલિંગ માટે જ કરતો હોવાથી લોકેશન મેળવવું મુશ્કેલ હતું.

આખરે, ગઈકાલે આસામના હોજાઈ જિલ્લાના મુરાજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી આ આરોપીને શોધી કાઢવામાં આવ્યો અને યુવતીને સુરક્ષિત રીતે તેની પાસેથી મુક્ત કરી ગાંધીનગર પરત લાવી તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.

ગાંધીનગર પોલીસે આ પ્રશંસનીય કામગીરી દ્વારા આ પ્રકારના ગુનાઓને રોકવા અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે.

આ કાર્યવાહીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે:
* ડી.બી. વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી-1
* જે.જે. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી-1
* બી.બી. ગોયલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સેક્ટર-7
* એમ.એન. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, સેક્ટર-7
* યુ.એમ. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સેક્ટર-7
* કેતનકુમાર રમણલાલ, એ.એસ.આઈ., એલ.સી.બી-1
* રાકેશભાઈ મોહનભાઈ, અ.હે.કો., સેક્ટર-7
[9/19, 12:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના ૧,૯૨,૭૦૦થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા*
***********************************
*ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે*
***********************************
*બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. ૮૦૦ કરોડ અને અન્ય મશીનરીની ખરીદી માટે બમણાથી પણ વધુ રૂ. ૫૯૦.૯૮ કરોડની જોગવાઈ*
***********************************
*ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં ટ્રેકટર માટે ૩.૨૪ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૫૪૨ કરોડ તેમજ અન્ય મશીનરી માટે ૩.૭૯ લાખ ખેડૂતોને રૂ. ૧,૨૩૮ કરોડની સહાય આપી*
***********************************
ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની ખરીદી કરી શકતો નથી. જે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરીને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના ૮૦,૦૦૦ ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે રૂ. ૮૦૦ કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષની બજેટ જોગવાઈની સરખામણીએ બમણી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં રૂ. ૫૯૦.૯૮ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે ગત વર્ષની જોગવાઈની સાપેક્ષે બમણાથી પણ વધુ છે.

ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાયરૂપ થવા કૃષિ વિભાગ દ્વારા ૮૦,૦૦૦ ખેડૂતોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે ૭૬,૦૦૦ જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે પણ રાજ્યના ૧,૧૬,૭૦૦થી વધુ ખેડૂતોને ખેત ઓજારોની ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, ટ્રેક્ટર સહિતની વિવિધ મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા એકંદરે કુલ ૧,૯૨,૭૦0થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દરેક તબક્કે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ટ્રેક્ટરની ખરીદી માટે ૩.૨૪ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ. ૧,૫૪૨ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેક્ટર સિવાયની અન્ય મશીનરીની ખરીદી માટે પણ છેલ્લા દશ વર્ષમાં ૩.૭૯ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧,૨૩૮ કરોડથી વધુ સહાય આપવામાં આવી છે. આમ, ગુજરાતના ખેડૂતોને છેલ્લા એક દાયકામાં મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૨,૭૮૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતોને વર્ષ ૨૦૧૧-૧૨થી જ ભારત સરકારે નિયત કરેલા ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર તેની કુલ કિંમતના ૨૫ ટકા અથવા રૂ. ૪૫,૦૦૦ તેમજ ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની કિંમતના ૨૫ ટકા અથવા રૂ. ૬૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવતી હતી. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેકટરની કુલ કિંમતના ૨૫ ટકા અથવા રૂ. ૧,૦૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
***********************************
નિતિન રથવી
[9/19, 3:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦૦૦
*-:રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:-*
*- બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે*
*- ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, બાળકોમાં સહકાર અને સંકલનનો ભાવ કેળવાય છે, તે ક્યારેય ડિપ્રેશનનો ભોગ બનતું નથી,મેદસ્વિતાથી દૂર રહે છે*
*- સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે બાળકો માતા પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વાળે, સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લે*
૦૦૦૦૦૦૦૦૦
*મેદાન જીવનના પાઠ ભણાવે છે.,કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી*
*-પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા* ૦૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં આજથી શરૂ થયેલા અને ત્રણ દિવસ ચાલનારા, ખેલ ભારતી-૨૦૨૫ ને ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મશાલ પ્રગટાવીને ખુલ્લો મૂકયો હતો.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કાર્યક્રમ ખેલ ભારતી-૨૦૨૫ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ મલ્લખમ અને તલવારબાજીના કાર્યક્રમોની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૂજય બાપુ એવું માનતા કે, “જીવનભર અનેક કાર્યો કરવામાં વ્યસ્ત રહેવાથી તેમને ક્યારેય ખેલાડીની જેમ એક મેદાન મળ્યું ન હતું.” આ વાતના ખેદ સાથે બાપુ હંમેશા કહેતા કે,” બાળક અભ્યાસ સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ રહેવું જોઈએ. તંદુરસ્તીએ જીવનની સૌથી મોટી મૂડી છે.” ત્યારે સાદરા ખાતેના આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા ૧૧૦૦ જેટલા બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને સ્વાતંત્ર્ય દિને જણાવ્યું હતું કે, સ્વસ્થ ભારત જ વિકસિત ભારતનો આધાર બની શકશે. આજે દેશમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ બીમારીઓના સમાધાનનું મૂળ પ્રાકૃતિક ખેતી છે તેમ કહી તેમણે સ્પર્ધામાં આવેલા બાળકોને અપીલ કરી હતી કે, તપસ્વી ખેડૂતના અને ગામડાના બાળકો દરેક પ્રકારનો સંઘર્ષ કરવો જાણે છે ત્યારે આ બાળકો તેમના માતા-પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આગ્રહ કરે તો સ્વસ્થ ભારતનું નિર્માણ થશે.

રાજ્યપાલશ્રી ઉમેર્યું હતું કે, ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, સાથે જ બાળકોમાં સહકારની ભાવના અને સંકલનનો ભાવ કેળવાય છે તેથી તે ક્યારેય એકલું બની ડિપ્રેશનનો ભોગ બનતું નથી,સાથે જ મેદસ્વિતાથી દૂર રહે છે. આ સાથે તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલી દરેક ટીમને ખેલદિલીથી રમતોમાં જોડાવા અને દ્વેષથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

ખેલકૂદ અને યોગના માધ્યમથી સ્વસ્થ અને ખુશ રહેવા જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં ભારતનો દરેક પરિવાર જોડાઈ શકે છે. આ માટે દરેક પરિવારે સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવો જોઈએ. બજારમાં મળતી વસ્તુઓની યાદી તૈયાર કરી આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા રૂપિયા આપણા દેશમાં જ રહે તેવો પ્રયત્ન કરવા અને સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લેવા તેમણે આગ્રહ કર્યો હતો.

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેલભારતીમાં ભાગનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, શીખ આપતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં મેદાનનું ખૂબ મહત્વ છે. મેદાન જીવનના પાઠ ભણાવે છે. રમતમાં જીતવા કરતા ભાગ લેવો એ વધુ મહત્વનું છે. આપણી તંદુરસ્તી મેદાનથી નક્કી થાય છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી.
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલપતિ ડો.શ્રી હર્ષદ પટેલે વિદ્યાર્થીઓને સાદરા ગામનું મહત્વ અને ઈતિહાસ જણાવ્યો હતો.

રાજ્યપાલશ્રીનું સાદરા પરિસરમાં બેન્ડવાજા સાથે વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થિનીઓએ માથે કળશ લઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. ખેલના મેદાનમાં મલ્લખમનો વ્યાયામ, તલવારબાજી, પરેડ, અવનવા કરતબો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહાનુભાવોનું દિલ જીતી લીધું હતું.

ખેલ ભારતી-૨૦૨૫ના ભવ્ય સમારંભમાં, અમદાવાદના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, સાદરાના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ રાવલ, ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શારીરિક શિક્ષણ વિદ્યાશાખાના ડીન શ્રી ડો.પ્રભુલાલ કાસુન્દ્રા, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાના અધ્યક્ષ સુશ્રી ચાર્મી પંચાલ, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, અધ્યાપકો, સાદરાની અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાંઓ, સાદરા ગામના આગેવાનો અને ગુજરાત વિદ્યાપીઠ સાદરાના વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦
*પારૂલ- દિવ્યા*
[9/19, 3:43 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1aVGizxYfRVDgHkrj17W3xEIDMVFbOsdp?usp=sharing
[9/19, 4:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક*
—–
*GUJCOST દ્વારા ગાંધીનગર ખાતેથી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’નું લોન્ચિંગ કરાયું*
—–
*વિજેતાઓને ઇનામ ઉપરાંત અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત તેમજ STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની સોનેરી તક મળશે: DST સચિવ સુશ્રી પી. ભારતી*
—–
વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના ૨૦૦ વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની પણ સોનેરી તક મળશે, તેમ ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ના લોન્ચિંગ પ્રસંગે DST સચિવ સુશ્રી પી. ભારતીએ જણાવ્યું હતું.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ સ્પર્ધાનું DST સચિવ સુશ્રી પી. ભારતીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત GUJCOSTના આ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જુનિયર લેવલ અને સિનિયર લેવલના વિદ્યાર્થીઓ માટે ‘ક્વિઝ બેંક’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

સચિવશ્રી ભારતીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે ક્વિઝ જુનિયર લેવલ (ધોરણ ૯ અને ૧૦) તથા સિનિયર લેવલ (ધોરણ ૧૧ અને ૧૨) એમ બે સ્તરે યોજાશે. જેમાં દેશભરના તમામ માધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ www.stemquiz.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૩૦ ઓકટોબર, ૨૦૨૫ સુધીમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

GUJCOSTના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી શ્રી નરોત્તમ સાહુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, GUJCOST વર્ષ ૨૦૨૨થી ગુજરાત STEM ક્વિઝનું સફળ આયોજન કરી રહ્યું છે. આ ક્વિઝની ત્રીજી આવૃત્તિ – ગુજરાત STEM ક્વિઝ ૩.૦માં દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના ૧૦.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જ્યારે આ વર્ષે દેશભરમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે GSBTMના મિશન ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, GSEMના મિશન ડાયરેક્ટર શ્રી નેહા કુમારી, GCERTમાંથી ડૉ. વિજય પટેલ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી રિજનલ અને ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક, CBSE, જવાહર નવોદય વિદ્યાલય સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
—–
જીગર બારોટ
[9/19, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે યોજાશે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ*
***
*વડાપ્રધાનશ્રી ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે*
***
*ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUsનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે*
***
*UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન*
***
*વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે ₹5894 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું અને ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ*
***
*ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાનશ્રી પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વધુમાં, વડાપ્રધાનશ્રી ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી ₹1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઇ રહ્યા છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.

*ગુજરાતને મળશે ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ*

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે, જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના ₹23,830 કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ₹5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.

*કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન*

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનશ્રી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.

*ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત*

વડાપ્રધાનશ્રી ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો નીચે મુજબ છે:
• *ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત,*
o ₹270 કરોડના ખર્ચે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બડેલી ગામમાં સરકારી પડતર જમીન પર 45 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
o ₹303 કરોડના ખર્ચે રાજ્યના ચાર જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલીને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (MVCC) લગાવવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત,*
o ₹583.90 કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
o ₹525.10 કરોડના ખર્ચે જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ માટે ઓપીડી, એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત* ₹440.7 કરોડના ખર્ચના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વિવિધ રોડ-રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતીકરણ કરવું, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરેનો સમાવેશ
• *શહેરી વિકાસ વિભાગના* ₹267.16 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં,
o ભાવનગર ખાતે કુંભારવાડામાં 45 MLD ક્ષમતાવાળા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ અને કુંભારવાડાથી દસનાલા સુધીનો ચાર-લેન પેવર રોડ અને વરતેજ ગામ ખાતે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ જેવા કાર્યોનું ખાતમુહૂર્ત
o જામનગર ખાતે એલસી નંબર 188 (હાપા) ખાતે રેલ્વે ઓવર બ્રિજ, ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ફેઝ-1) તેમજ પુનઃસ્થાપન કરવામાં આવેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ
• *જળ સંપત્તિ વિભાગ* હેઠળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામ ખાતે ₹56 કરોડના ખર્ચે ‘ચાંચ એન્ટી-સી ઇરોઝન’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *પાણી પુરવઠા વિભાગ* અંતર્ગત ₹38.27 કરોડના ખર્ચે જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
• *કૃષિ વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ વિભાગ* અંતર્ગત ₹39.46 કરોડના ખર્ચે ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે તૈયાર થનારા ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત

*X-X-X*
[9/19, 6:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *પશ્ચિમ ક્ષેત્રની પાવર યુટિલિટીઝ માટે એકતા નગર ખાતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપનું આયોજન*

રાજપીપલા, શુક્રવાર:- વીજ મંત્રાલય, ભારત સરકાર હેઠળની સાઇબર સિક્યુરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ – પાવર (CSIRT-Power) દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના સહયોગથી એકતા નગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો.

આ વર્કશોપમાં કેન્દ્રીય સરકાર, રાજ્યની પાવર યુટિલિટીઝ તેમજ ખાનગી ક્ષેત્રની પાવર યુટિલિટીઝ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ તથા દાદરા-નગર હવેલી સંઘપ્રદેશોમાંથી 200 થી વધુ પ્રતિનિધિશ્રીઓએ ભાગ લીધો.

શ્રી અમિત અરોરા, IAS, મુખ્ય વહીવટદાર અને સીઈઓ, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) તથા શ્રી અગ્નીશ્વર વ્યાસ, IFS, ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, કેવડિયાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમની શોભા વધારી. અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમ કે શ્રી એલ.કે.એસ. રાઠોડ (ડિરેક્ટર, સાઇબર સિક્યુરિટી, CSIRT-Power), શ્રી શૈલેશકુમાર ગુપ્તા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, SECI), શ્રી મહેશ મહેંદલે (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, WRLDC), શ્રી ટી. શ્રીનિવાસ (સીઆઈએસઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગ્રીડ-ઈન્ડિયા) અને શ્રી ડી.એચ. વસાવા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GSECL) ઉપસ્થિત રહ્યા હતાં.

શ્રી અમિત અરોરાએ કેવડિયામાં ઉપસ્થિત સૌને આવકાર્યા અને તેમને એકતા નગર અને આસપાસના આકર્ષક સ્થળોની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. તેમણે વીજ મંત્રાલય, CSIRT-Power અને GSECLને આ વર્કશોપનું આયોજન કરવા બદલ આભાર માન્યો અને અદ્યતન ટેક્નોલોજી તથા વધતા સાયબર ખતરા વિષે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે શ્રી અગ્નીશ્વર વ્યાસે ઉલ્લેખ કર્યો કે પાવર સેક્ટર અન્ય ક્ષેત્રોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને વધતા સાઇબર ખતરાઓને જોતા પાવર સેક્ટરમાં સાઇબર સુરક્ષાનું મહત્વ વધતું જાય છે.

શ્રી સોમેશ બંદોપાધ્યાય, મેનેજિંગ ડિરેક્ટર, GSECL એ વર્ચ્યુઅલ રીતે જોડાઈને સૌનું સ્વાગત કર્યું અને સાઇબર સિક્યુરિટીના મહત્વ વિષે ચર્ચા કરી હતી.

શ્રી એલ.કે.એસ. રાઠોડે આ પ્રસંગે જણાવ્યું કે CSIRT-Power 24×7 માળખા હેઠળ પાવર સેક્ટરમાં સાઇબર સુરક્ષા માટે કાર્યરત છે અને મંત્રાલયે સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા અનેક પગલાં લીધાં છે. તેમણે આ અભિયાનને પ્રોત્સાહન આપવા બદલ કેન્દ્રીય વીજ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, સચિવ (પાવર) શ્રી પંકજ અગ્રવાલ, CEA અધ્યક્ષ શ્રી ઘનશ્યામ પ્રસાદ અને CISO-MoP શ્રી આર.પી. પ્રધાનનો આ તબક્કે આભાર માન્યો હતો.

GSECLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી.એચ. વસાવાએ જણાવ્યું હતું કે GSECL, ગુજરાત રાજ્યની એક પ્રગતિશીલ સંસ્થા છે, જે ભવિષ્યમાં ઉભા થતા સાયબર સિક્યુરિટી ખતરાઓને ઘટાડવા માટે સતત પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે કંપની હંમેશા ભવિષ્યના પડકારો, ખાસ કરીને સાયબર હુમલાઓ જેવા ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર રહે છે. શ્રી ટી. શ્રીનિવાસ (ગ્રીડ-ઈન્ડિયા)એ સુરક્ષિત ગ્રીડ ઓપરેશનના મહત્વ વિષે વાત કરી હતી.

શ્રી મહેશ મહેંદલે (WRLDC)એ પશ્ચિમ ક્ષેત્રમાં લેવાતા પ્રયત્નોની માહિતી આપી અને જણાવ્યું કે પશ્ચિમ રાજ્યોએ સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા પ્રોત્સાહિત પગલાં લીધા છે.

SECI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી શૈલેષ કુમાર ગુપ્તાએ ભારતીય પાવર સેક્ટર પરના કોઈપણ નિકટવર્તી ખતરાનો સામનો કરવા માટે પાવર સેક્ટરના વ્યાવસાયિકો સક્ષમ બને તે માટે ક્ષમતા નિર્માણના પગલાં લેવા બદલ ઉર્જા મંત્રાલયનો આભાર માન્યો. તેમણે ગ્રીડ સાથે નવીનીકરણીય ક્ષમતાને સંકલિત કરવા અને સાયબર સુરક્ષા માટે SECI દ્વારા લેવામાં આવતા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

શ્રી ચંદ્રકાંત પેંડોરે (GUVNL)એ સંસ્થાની સાઇબર સુરક્ષા માળખાની વિગત આપી જેમાં 24×7 મોનિટરિંગ, ફાયરવોલ, એન્ટી-મેલવેર સિસ્ટમ તથા નિયમિત સુરક્ષા અપડેટ્સનો સમાવેશ થાય છે.

વર્કશોપ દરમિયાન ભાગ લેનારોએ સાઇબર સુરક્ષા પર શોર્ટ ફિલ્મ જોઈ, CSIRT-Power, CERT-In અને NCIIPC દ્વારા તકનીકી પ્રેઝેન્ટેશનો સાંભળ્યા તથા ક્વિઝ અને ચર્ચાઓમાં ભાગ લીધો.

કાર્યક્રમનું સંચાલન શ્રી આશિષ ગોયલ (CSIRT-Power), શ્રી પ્રતીક શ્રીવાસ્તવ (CSIRT-Power), શ્રી વિજય ડોડીયા (GSECL) અને તેઓની ટીમે કર્યું.

શ્રી આશિષ કુમાર લોહિયા (CSIRT-Power)એ આભાર વ્યક્ત કરીને વર્કશોપનું સમાપન કર્યું હતુંં.

0000
[9/19, 8:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૩૦ હજારથી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા*
………….
*રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫ લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો*
………
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં કુલ ૩૦,૨૧૯ થી વધુ સ્વાસ્થ ચકાસણી કેમ્પ યોજાયા હતા.

જેમાં તા. ૧૯ ના રોજ ૧૦૦૫૧ કેમ્પનું રાજ્યવ્યાપી આયોજન કરાયું હતું.

રાજ્યની સબ સેન્ટરથી લઈ મેડિકલ કોલેજમાં આ વિવિધ કેમ્પોનું આયોજન થયું હતું.

રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫,૩૭,૪૫૬ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો.

આ અભિયાન અંતર્ગત ૫,૩૬,૧૮૩ જેટલા લેબટેસ્ટ અને ૨૩,૬૨૫ જેટલા એક્સ-રે કરવામાં આવ્યા.
આ ચકાસણી બાદ ૯૬૩૨ જેટલા નાગરિકોનું સ્ક્રિનિંગ કર્યા બાદની સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૭.૩૫ લાખ નાગરિકોનું હાયપરટેન્શન , ૬.૯૩ લાખ નાગરિકોનું ડાયાબિટીસ અને ૪.૪૯ લાખ વ્યક્તિઓના ઓરલ , બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી ‌ છે.

૧.૯૧ લાખ લોકોની ટી.બીની બીમારીનું પણ સ્ક્રીનીંગ કરાયું છે.

આ અભિયાન અંતર્ગત ૪૨ હજાર થી વધુ આયુષ્માન કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા .

 

ગુજરાત રાજ્ય સરકાર, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન (SNSPA) ના નેજા હેઠળ, રાજ્યભરમાં આરોગ્ય શિબિરોના સંગઠન દ્વારા સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા ચાલુ રાખે છે. ચાલુ પહેલના ભાગ રૂપે, સામાન્ય આરોગ્ય તપાસ, વિશિષ્ટ તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક રેફરલ્સ પર કેન્દ્રિત આરોગ્ય શિબિરો યોજવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
…………….
[9/19, 9:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય સામુદ્રિક ક્ષેત્રના વિકાસને નવી દિશા આપતા 27 MOU સંપન્ન*
——–

*ભાવનગરની ભૂમિ પરથી દેશના મેરિટાઇમ ક્ષેત્રના સર્વાંગી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ*
——-
*ભારત મેરિટાઈમનું સુપર પાવર બનશે-કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ*
——-
*જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું -કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા*
——-

ભાવનગર તા.19 સપ્ટેમ્બર, ભારત વૈશ્વિક ક્ષેત્રે આજે અગ્રીમ હરોળમાં બિરાજી રહ્યું છે, તેનું કારણ ભારતે તમામ ક્ષેત્રોમાં સાધેલો વિકાસ છે, આવું જ એક ક્ષેત્ર છે સામુદ્રિક ક્ષેત્ર, કે જેમાં એક સમયે ભારતનો ડંકો વાગતો હતો. ભારત હવે સામુદ્રિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં દ્વારા ફરીથી આ ક્ષેત્રે પોતાનું આધિપત્ય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ બન્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ભાવનગરની ધરતી પરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે સામુદ્રિક ક્ષેત્રે વિકાસની ગતિ તેજ કરવા માટે શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU આજે કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતાં.

આ પ્રસંગે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોગ્ય કાર્યક્રમ, યોગ્ય દિશા અને યોગ્ય દર્શનને લીધે આજે સમગ્ર દેશ જાગૃત થઈ વિકાસની દિશામાં અગ્રેસર બન્યો છે.

ભારતે સામુદ્રિક શક્તિ, સંપદા અને સામર્થ્યને ઓળખી વૈશ્વિક પડકારોનો સામનો કરી સાગર માલા જેવા કાર્યક્રમો દ્વારા સામુદ્રિક ક્ષેત્રમાં પોર્ટ, લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક માપદંડો હાંસલ કર્યા છે.મલ્ટી મોડલ કનેક્ટિવિટી, ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ સાથેના લક્ષ્ય અને પારદર્શક નીતિ થકી દેશની ગતિ તેજ બની રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જે પણ MOU થયા છે તેના સહભાગીઓ નિશ્ચિત રહે, આ તમામ MOU વાસ્તવમાં સાકાર થવાના છે. સ્વદેશી, આત્મનિર્ભર બનવા માટે ‘અમે પણ કોઈથી કમ નથી’ ના મંત્ર સાથે સૌ આગળ વધી રહ્યા છીએ.

મેરિટાઈમ વિઝન 2030, ઇન્ડિયા વિઝન 2030 ના વિઝનને સાકાર કરી ભારત વિશ્વના 10 શીપ બનાવતા દેશોમાં ચોક્કસ નામ નોંધાવશે. આ માટે સહકારના મંત્ર સાથે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે તેવી વિભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ભારતે તેની શક્તિ બતાવીને સ્વાશ્રયી બની આયાતકાર નહીં પરંતુ નિકાસકાર દેશ બનશે. આ ઉપરાંત, 21મી સદી ભારતની બની રહેવાની છે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભારત મેરિટાઇમનું સુપર પાવર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, સામુદ્રિક ક્ષેત્રે આગામી સમયમાં પણ અનેકાનેક પગલાંઓ દ્વારા ભવ્ય ભારતના ઇતિહાસને પુનઃજીવંત કરાશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભારતના દરિયાઈ ક્ષેત્રના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકતાં જણાવ્યું કે આજે થયેલા 27 મહત્વપૂર્ણ MoU શીપ બ્રેકિંગ, શીપયાર્ડ, શિપ રિપેર સહિત સમગ્ર વહાણવટા ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.

​શ્રી માંડવીયાએ ઐતિહાસિક સંદર્ભ ટાંકતા જણાવ્યું હતું કે, જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું છે. તેમણે ભારતના પૌરાણિક સામ્રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો જે તેમના વિદેશ વેપાર માટે જાણીતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતના બંદરોના નામ આજે પણ વિદેશની સ્ટ્રીટમાં જોવા મળે છે ,જે આપણા દરિયાઈ વારસાનો ગૌરવપૂર્ણ પુરાવો છે.​તેમણે ઉમેર્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જેના નામ પરથી હિંદ મહાસાગર ઓળખાય છે, જે આપણી મેરિટાઇમ શક્તિનું અનોખું પ્રતિક છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. પોર્ટ, શિપયાર્ડ, કોસ્ટલ હાઇવે અને રેલવે નેટવર્કના સર્વાંગી વિકાસથી આ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે સરકાર ટેક્સ માળખામાં સતત સુધારો કરીને ટેક્સ ઘટાડી રહી છે, ત્યારે આ ઉદ્યોગ સતત વિકાસની રાહ પર આગળ વધી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

​શ્રી માંડવીયાએ તેમના સંબોધનના અંતે જણાવ્યું હતું કે આજે થયેલા આ સમજૂતિ કરારો માત્ર કાગળ પરના કરારો નથી, પરંતુ ભારતના દરિયાઈ ક્ષેત્રે થઈ રહેલા બદલાવ અને પ્રગતિનું જીવંત પ્રતિક છે.

પોર્ટ, શિપીંગ અને વોટરવેઝનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શાંતનું ઠાકુરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી સામુદ્રિક ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છે. આ ક્ષેત્રનાં વિકાસ સાથે ભારતે સમગ્ર વિશ્વને જોડ્યું છે. આજે સહી થનારા MOU મેરિટાઈમ ક્ષેત્રની આપણી ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતકાળમાં નીતિ નિર્ધારણ સાથે ઉદ્યોગ અને સરકાર એકસાથે મળીને સામુદ્રિક ક્ષેત્રનો વિકાસ કરતાં શિપીંગનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે.

ભૂતકાળમાં વહાણ નિર્માણ એ ભારતની શાન હતો. પછી આપણે તેનાથી દૂર થયા હતા. પરંતુ, આજે આ ક્ષેત્રના વિકાસ સાથે શીપ બિલ્ડીંગ દ્વારા ચીન કરતાં વધુ આગળ વધી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ આ તકે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત દેશ આજે બદલાઈ રહ્યો છે. આવતીકાલે તેમના કરકમલોથી અનેક વિકાસકાર્યો લોકાર્પિત થવાના છે તે ભાવનગર અને ગુજરાત માટે ગૌરવનો અવસર બની રહેવાનો છે.ભાવનગરના રતનપરમાં શીપ બિલ્ડીંગ માટે આજે MOU થયાં છે ત્યારે ભાવનગરમાં અનેક રોજગારીનાં અવસર પ્રાપ્ત થવાનાં છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ભારતના સામુદ્રિક ક્ષેત્રને આધુનિક, સમાવેશી અને વૈશ્વિક કક્ષાનું બનાવવાની દિશાની શરૂઆત ભાવનગર ખાતેથી થઈ છે. આ ઐતિહાસિક 27 જેટલા MoU વિકાસની નવી દિશા ખોલનારા બની રહેશે.

આ સાથે ભારત સામુદ્રિક ક્ષેત્રમાં વૈશ્વિક વ્યાપાર દ્વારા રોજગારી સર્જન અને રાષ્ટ્રીય વિકાસની કડીમાં મહત્વપૂર્ણ બની રહેશે, તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દરિયાઈ વેપાર દ્વારા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકારે સામુદ્રિક ક્ષેત્રે નવા બદલાવ લાવીને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં શિપ બિલ્ડીંગ અને નવાચારમાં પણ અગ્રેસર બની રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામુદ્રિક ક્ષેત્રે પર્યાવરણ રક્ષણની નેમ સાથે વૈશ્વિક નેતૃત્વ પ્રસ્થાપિત કરવા દેશ સાહસિક રીતે આગળ વધી રહ્યો છે, તેમ જણાવતાં અંતમાં તેમણે MoU પર હસ્તાક્ષર કરનાર તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

સ્વાગત પ્રવચન કરતા પોર્ટ, શિપિંગ, અને વોટરવેઝ વિભાગના સચિવ શ્રી ટી.કે.રામચંદ્રને જણાવ્યું હતું કે, ભારતીય સામુદ્રિક ક્ષેત્રે ભારે વિકાસની સંભાવનાઓ છે અને ગુજરાત સરકાર દ્વારા આ ક્ષેત્રે લેવાનાર તમામ પગલાઓમાં સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.ગુજરાતના લોથલ ખાતે બની રહેલા નેશનલ હેરિટેજ મેરિટાઇમ કોમ્પલેક્ષના નિર્માણમાં પણ ગુજરાત સરકાર સક્રિય રસ લઈ સહયોગ આપ્યો છે તે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વેંકટપતિ એસ. દ્વારા આભાર વિધિ કરાઈ હતી.

આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, સેજલબેન પંડ્યા, દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલકુમાર, બંદર અને પોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આર.સી. મીના, સંયુક્ત સચિવ સર્વશ્રી આર. લક્ષ્મણ, સંદીપ ગુપ્તા, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ રાજકુમાર બેનીવાલ, જનરલ મેનેજર શ્રી કલ્પેશ વિઠલાણી સહિત દેશભરના મેરિટાઇમ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકો, સહભાગીઓ, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000000000000000000

[9/18, 5:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ખનિજના બિન-અધિકૃત વહન અને ખનન અંગે આકસ્મિક ચેકિંગ કરી આશરે ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦૦
*બિનઅધિકૃત ખનીજ વહન કરતા ૦૯ વાહનોની જપ્તી સાથે વાહન માલિકોને ૧૯.૪૩ લાખનો દંડ કરાયો*
૦૦૦૦૦૦૦૦
*જિલ્લા સમાહર્તા શ્રી દવેના નેતૃત્વમાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી કરાવવા વહીવટી તંત્ર સજજ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના અનુસાર મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૦૪ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન અને ખનન અંગે આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ, સાદી રેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ-૦૯ વાહનો પૈકી ૦૫ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૦૪ વાહનો ઓવરલોડ ખનિજનું વહન કરતા જણાયા હતા.જેથી ચેકિંગ દરમ્યાન આશરે ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે જપ્ત કરેલા વાહનો ડમ્પર નં. (૧) GJ-06-BT-3514ના ડમ્પર માલિકશ્રી હાજાભાઈ (૨) GJ-24-X-1956 ડમ્પરનાં માલિકશ્રી જીગરભાઈ મોદી (૩) GJ-18-AZ-9407 ડમ્પરનાં માલિકશ્રી રૈયાભાઈ ભરવાડ (૪) GJ-02-AT-9177 ડમ્પરનાં માલિકશ્રી અનીલભાઈ (૫) GJ-08-AU-5824 ડમ્પરનાં માલિકશ્રી લક્ષ્મણભાઈ ગઢવી (૬) GJ-18-BW-6454 ડમ્પરનાં માલિકશ્રી મહેન્દ્રસિંહ (૭) GJ-24-X-7504 ડમ્પરનાં માલિકશ્રી મેહુલકુમાર પટેલ (૮) GJ-18-BV-6523 ડમ્પરનાં માલિકશ્રી જીગ્નેશભાઈ પટેલ (૯) GJ-27-X-8743 ડમ્પરનાં માલિકશ્રી બીકાસકુમાર ઠાકોર છે.
જપ્ત કરેલ વાહનો જાસપુર રોડ, કલોલ ડી માર્ટ પાસે, રીંગ રોડ ગાંધીનગર, નારદીપુર રોડ, સીહોલી ચોકડી, અડાલજ-પોર રોડ ખાતેથી પકડવામાં આવ્યાં છે.આ વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ હેઠળ કુલ-૧૯.૪૩ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમયાંતરે તપાસ હાથ ધરી, ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી હેતુ આકસ્મિક ચેકિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 5:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં શરૂ*
૦૦૦૦૦૦૦
*અઢાણા-મણીપુર રોડ, ધોળાકૂવા-રાજપુરા રોડ જેવા મુખ્ય માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી પૂર્ણ કરાઈ*
૦૦૦૦૦૦૦
​ગાંધીનગર તા.૧૮ સપ્ટેમ્બર-, કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લામાં રોડ-રસ્તાને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન રોડને થયેલા નુકસાનને ઝડપથી દૂર કરીને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા જિલ્લામાં ૭ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર શ્રી તેજસ માંગુકીયાના જણાવ્યા અનુસાર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં રોડની બંને બાજુ ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી-ઝાંખરાને દૂર કરીને રસ્તો અને સાઈડપટ્ટી સ્પષ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચોમાસામાં પાણી ભરાવાથી કે અન્ય કારણોસર રોડ પર પડેલા ખાડાઓનું પેચવર્ક પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કરાઈ એપ્રોચ રોડ, અઢાણા- મણીપુર રોડ, ધોળાકૂવા થી રાજપુરા જતો રોડ અને મુલાસણા એપ્રોચ રોડ જેવા મુખ્ય માર્ગો પર આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રોડ પરના માર્કિંગ જેમ કે ગેરુ, ચૂનો, વ્હાઈટવોશ અને સાઈનબોર્ડને ફરીથી સ્પષ્ટ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં સરળતા રહે. રોડ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસામાં બ્રિજને થયેલું સામાન્ય નુકસાન અને અન્ય જાળવણીના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ કામગીરી ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 6:17 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં ૧૦ સ્પેશિયાલિસ્ટ કેમ્પ સહિત કુલ ૧૭૪ કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*જિલ્લાના કુલ ૨૦,૯૬૮ લાભાર્થીઓએ કેમ્પનો મેળવ્યો લાભ:૧૫,૧૭૧ લાભાર્થીઓનું ટી.બી.સ્ક્રીનિંગ કરાયું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૪ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ સ્પેશિયાલિસ્ટ કેમ્પ તેમજ ૧૬૪ સ્ક્રિનિંગ કેમ્પ દ્વારા જિલ્લાના કુલ ૨૦ હજાર ૯૬૮ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આરોગ્ય કેમ્પોમાં અલગ-અલગ બીમારી માટે તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. સાથે જ ૧૫ હજાર ૧૭૧ લાભાર્થીઓનું ટી.બી.માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેમજ નવા ૩૪ નિક્ષય મિત્રોની નોંધણી કરવામાં આવી હતી. ૩૫૮ લાભાર્થીને પી.એમ.જે.વાય.કાર્ડ આપવામાં આવ્યા અને કુલ ૭૫૯૨ લોકોની નિ:શુલ્ક લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 6:47 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા લવારપુર શાખા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગાંધીનગર તાલુકાના લવારપુર ગામે જન સુરક્ષા કેમ્પ યોજાયો*
૦૦૦૦૦૦૦૦
*પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી અપાઈ*
૦૦૦૦૦૦૦
*સ્વસહાય જૂથને રૂ.દોઢ લાખની લોનનો ચેક વિતરિત કરવામાં આવ્યો તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસનની કામગીરી કરવામાં આવી*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-, નાણાંકીય સમાવેશન અન્વયે સમગ્ર રાજ્યમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જન જનને કેમ્પ દ્વારા જોડી પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે વિષે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ધરી વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર દ્વારા વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજરોજ લવારપુર ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની લવારપુર શાખા દ્વારા જન સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
શિબિરમાં એક સ્વસહાય જૂથને રૂ.દોઢ લાખની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એસ.બી.આઇ ગાંધીનગર પ્રશાસનિક કાર્યાલયના ડી.જી.એમ શ્રી દેબેન્દ્રકુમાર સાહુ , ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલયના એ.જી.એમ. શ્રી રોહિતકુમાર, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર શ્રી બળદેવ ચાવડા, એફઆઇ મેનેજરશ્રી મૌલિક પટેલ, એસ.બી.આઇ. લવારપુરના બ્રાન્ચ મેનેજરશ્રી, સરપંચશ્રી કનુભાઈ પ્રજાપતિ, માજી સરપંચ, એફએલસી, એસ.એચ.જી.ની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 7:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦
*૪૩ સગર્ભાઓની નિષ્ણાંત દ્વારા તપાસ: ૮૬ લોકોનું ટી.બી. સ્ક્રીનીંગ કરાયું*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ હોસ્પિટલ, દહેગામના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૪૩ સગર્ભાઓની તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય શિબિરમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યને લગતું, તથા અન્ય લોકોને વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લાભાર્થીઓનું ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરી, સગર્ભા સ્ત્રીઓને કેમ્પ પર જ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિક્ષય મિત્ર દ્વારા ૩ ટી.બી.ના દર્દીને કીટ વિતરણ કરવામાં આવી તથા ટી.બી.ના ૮૬ શંકાસ્પદ દર્દીઓના એકસ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/19, 12:31 PM] Neha Talaviya.Mahiti: *ખાસ લેખ*
…..
*પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી)*
*પદ્ધતિ વચ્ચે સામ્યતા અને તફાવત છે*
……
*પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી બંનેમાં પ્રકૃતિનું શોષણ અને દોહન નથી કરવાનું: આ બંને ખેતી પદ્ધતિ કુદરતી સ્ત્રોતોના જતનની વાત પર ભાર મૂકે છે*
……
*પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી)*
*બંને કૃષિ પદ્ધતિમાં રસાયણના ઉપયોગ પર પ્રતિબંધ*
…..
*ઓર્ગેનિક કૃષિ (સેન્દ્રિય ખેતી) એ સર્વગ્રાહી પ્રણાલી :*
*જે માટીના જીવો, છોડ, પશુધન, લોકોનો સમાવેશ કરે*
…..
*ઓર્ગેનિક ઉત્પાદનનું ધ્યેય પર્યાવરણ સાથે ટકાઉ અને*
*સુમેળભર્યું હોય તેવા સાહસો વિકસાવવાનું*
……
*પ્રાકૃતિક ખેતી એ એક એવી પ્રણાલી છે, કે જ્યાં કુદરતના*
*નિયમોને કૃષિ પદ્ધતિઓ પર લાગુ કરવામાં આવે*
……
સામાન્ય રીતે આપણે સૌ રસાયણમુક્ત ખેતીને સજીવ ખેતી તરીકે જાણીએ છીએ. સેન્દ્રિય ખેતી, ટકાઉ ખેતી કે અંગ્રેજીમાં ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે જુએ છે.

ખેડૂત મિત્રોએ, એ ઉંડાણપૂર્વક રીતે સમજવું જોઈએ કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી) વચ્ચે સામ્યતા અને તફાવત બંને છે. હવે, આ સામ્યતા કઈ કઈ છે ? અને તફાવત શું છે ? તેની વિગતે ચર્ચા કરીએ.

*પ્રથમ ઉપરોક્ત બંને ખેતી પદ્ધતિઓ વચ્ચે સામ્યતા પર દ્રષ્ટિ કરીએ તો…..*

પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી બંનેમાં પ્રકૃતિનું શોષણ અને દોહન નથી કરવાનું તે વાત સ્પષ્ટ છે. આ બંને ખેતી પદ્ધતિ કુદરતી સ્ત્રોતોના જતનની વાત પર ભાર મૂકે છે. આ ઉપરાંત ખેડૂતોએ રસાયણમુક્ત ખેતી કરવી તે સૂચન પણ કરે છે.

*પ્રાકૃતિક ખેતી શું છે ? તેના પર નજર કરીએ તો….*

આ કૃષિ પદ્ધતિને ઘણી જગ્યાએ “ઓછાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે ઓળખાય છે. આ ખેતી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો મુજબ ખેતીમાં બહારના સંસાધનો બિલકુલ વાપરવાના નથી તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલાં અથવા દેશી સુધારેલા બિયારણનો જ ખેતીમાં ઉપયોગ કરવાનો છે. પાકને જરુરી પાણી વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદિત પાકના અવશેષો, ગાયના ગોબર ગૌમૂત્ર, અળસીયાની પ્રવૃત્તિને વેગવાન બનાવીને તથા લીલા પડવાશ કે અન્ય ખેતી વ્યવસ્થા દ્વારા જ કરવાની રહે છે.

*હવે, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક (સેન્દ્રિય) ખેતી વચ્ચેનો તફાવત સમજીએ….*

*(૦૧)* ઓર્ગેનિક ખેતી એ એક સર્વગ્રાહી પ્રણાલી છે. જે એગ્રોઇકો સિસ્ટમમાં વિવિધ સમુદાયની ઉત્પાદકતા અને યોગ્યતાને શ્રેષ્ઠ બનાવવા માટે રચાયેલ છે.

માટીના જીવો, છોડ, પશુધનનો સમાવેશ થાય છે. ઓર્ગેનિક ઉત્પાદનનું ધ્યેય પર્યાવરણ સાથે ટકાઉ અને સુમેળભર્યું હોય તેવા સાહસો વિકસાવવાનું છે.

જ્યારે પ્રાકૃતિક ખેતી એ એક એવી પ્રણાલી છે, કે જ્યાં કુદરતના નિયમોને કૃષિ પદ્ધતિઓ પર લાગુ કરવામાં આવે છે. આ ખેતી પદ્ધતિ દરેક ખેતીવાળા વિસ્તારની પ્રાકૃતિક જૈવ વિવિધતા સાથે કામ કરે છે. જેમાં જીવંત સજીવોની જટિલતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. છોડ અને પ્રાણીઓને કે જે દરેક ચોક્કસ ઇકો સિસ્ટમને ખાદ્ય વનસ્પતિઓ સાથે ખીલવા માટે આકાર આપે છે. અહીં સૂક્ષ્મજીવાણુઓ અને અળસિયાની સંખ્યા જમીનમાં વધારવામાં આવે છે. જેમના દ્વારા સપાટી પર જાળવી રાખેલ પાકના અવશેષોના સજીવ પદાર્થો તરીકે વિઘટનને પ્રોત્સાહન આપે છે.

*(૦૨)* ઓર્ગેનિક ખેતી આસપાસના વાતાવરણને અસર કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ અને સ્થાનિક જૈવ વિવિધતાને સારી રીતે અપનાવે છે.

*(૦૩)* પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ પર ભાર મુકવામાં આવે છે. જેનાથી ખેતી પાકોમાં રોગ જીવાત ઓછા આવે. સહજીવી પાકો એકબીજાને પોષણ આપવાનું પણ કાર્ય કરે છે.

*(૦૪)* ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદનોનું વેચાણ કરતી વખતે પ્રમાણપત્ર ફરજિયાત છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદનને ઉગાડવા કે વેચવા માટે પ્રમાણપત્રની જરૂર નથી.

*(૦૫)* ઓર્ગેનિક ખેતીમાં જમીનને રાસાયણિક ખેતીમાંથી સજીવમાં રુપાંતરિત કરવા માટે જમીનના સ્વાસ્થ્યને આધારે ૩ થી ૬ વર્ષનો સમય લાગે છે. ત્યારે રાસાયણિક ખેતીને પ્રાકૃતિક ખેતીમાં રુપાંતરિત કરવા માટે કોઈ સમયગાળો નથી.
….
[9/19, 1:33 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦૦૦
*-:રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:-*
*- બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે*
*- ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, બાળકોમાં સહકાર અને સંકલનનો ભાવ કેળવાય છે, તે ક્યારેય ડિપ્રેશનનો ભોગ બનતું નથી,મેદસ્વિતાથી દૂર રહે છે*
*- સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે બાળકો માતા પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વાળે, સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લે*
૦૦૦૦૦૦૦૦૦
*મેદાન જીવનના પાઠ ભણાવે છે.,કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી*
*-પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા* ૦૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં આજથી શરૂ થયેલા અને ત્રણ દિવસ ચાલનારા, ખેલ ભારતી-૨૦૨૫ ને ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મશાલ પ્રગટાવીને ખુલ્લો મૂકયો હતો.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કાર્યક્રમ ખેલ ભારતી-૨૦૨૫ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ મલ્લખમ અને તલવારબાજીના કાર્યક્રમોની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૂજય બાપુ એવું માનતા કે, “જીવનભર અનેક કાર્યો કરવામાં વ્યસ્ત રહેવાથી તેમને ક્યારેય ખેલાડીની જેમ એક મેદાન મળ્યું ન હતું.” આ વાતના ખેદ સાથે બાપુ હંમેશા કહેતા કે,” બાળક અભ્યાસ સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ રહેવું જોઈએ. તંદુરસ્તીએ જીવનની સૌથી મોટી મૂડી છે.” ત્યારે સાદરા ખાતેના આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા ૧૧૦૦ જેટલા બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને સ્વાતંત્ર્ય દિને જણાવ્યું હતું કે, સ્વસ્થ ભારત જ વિકસિત ભારતનો આધાર બની શકશે. આજે દેશમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ બીમારીઓના સમાધાનનું મૂળ પ્રાકૃતિક ખેતી છે તેમ કહી તેમણે સ્પર્ધામાં આવેલા બાળકોને અપીલ કરી હતી કે, તપસ્વી ખેડૂતના અને ગામડાના બાળકો દરેક પ્રકારનો સંઘર્ષ કરવો જાણે છે ત્યારે આ બાળકો તેમના માતા-પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આગ્રહ કરે તો સ્વસ્થ ભારતનું નિર્માણ થશે.

રાજ્યપાલશ્રી ઉમેર્યું હતું કે, ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, સાથે જ બાળકોમાં સહકારની ભાવના અને સંકલનનો ભાવ કેળવાય છે તેથી તે ક્યારેય એકલું બની ડિપ્રેશનનો ભોગ બનતું નથી,સાથે જ મેદસ્વિતાથી દૂર રહે છે. આ સાથે તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલી દરેક ટીમને ખેલદિલીથી રમતોમાં જોડાવા અને દ્વેષથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

ખેલકૂદ અને યોગના માધ્યમથી સ્વસ્થ અને ખુશ રહેવા જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં ભારતનો દરેક પરિવાર જોડાઈ શકે છે. આ માટે દરેક પરિવારે સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવો જોઈએ. બજારમાં મળતી વસ્તુઓની યાદી તૈયાર કરી આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા રૂપિયા આપણા દેશમાં જ રહે તેવો પ્રયત્ન કરવા અને સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લેવા તેમણે આગ્રહ કર્યો હતો.

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેલભારતીમાં ભાગનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, શીખ આપતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં મેદાનનું ખૂબ મહત્વ છે. મેદાન જીવનના પાઠ ભણાવે છે. રમતમાં જીતવા કરતા ભાગ લેવો એ વધુ મહત્વનું છે. આપણી તંદુરસ્તી મેદાનથી નક્કી થાય છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી.
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલપતિ ડો.શ્રી હર્ષદ પટેલે વિદ્યાર્થીઓને સાદરા ગામનું મહત્વ અને ઈતિહાસ જણાવ્યો હતો.

રાજ્યપાલશ્રીનું સાદરા પરિસરમાં બેન્ડવાજા સાથે વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થિનીઓએ માથે કળશ લઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. ખેલના મેદાનમાં મલ્લખમનો વ્યાયામ, તલવારબાજી, પરેડ, અવનવા કરતબો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહાનુભાવોનું દિલ જીતી લીધું હતું.

ખેલ ભારતી-૨૦૨૫ના ભવ્ય સમારંભમાં, અમદાવાદના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, સાદરાના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ રાવલ, ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શારીરિક શિક્ષણ વિદ્યાશાખાના ડીન શ્રી ડો.પ્રભુલાલ કાસુન્દ્રા, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાના અધ્યક્ષ સુશ્રી ચાર્મી પંચાલ, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, અધ્યાપકો, સાદરાની અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાંઓ, સાદરા ગામના આગેવાનો અને ગુજરાત વિદ્યાપીઠ સાદરાના વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦
*પારૂલ- દિવ્યા*
[9/19, 1:39 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1aVGizxYfRVDgHkrj17W3xEIDMVFbOsdp?usp=sharing
[9/19, 2:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેગામ અને રૂપાલ ખાતે “સ્વસ્થ નારી સશકત પરિવાર”અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા*
******************
*દહેગામની ૬૦ અને રૂપાલની ૧૫ સગર્ભાઓની નિષ્ણાંત દ્વારા તપાસ: ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરાયું*
*********
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેગામ અને રૂપાલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુશી હોસ્પિટલ દહેગામના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૬૦ અને રેવાબાઈ હોસ્પિટલ સરઢવના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૧૫ સગર્ભાઓની તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય શિબિરમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યને લગતું, તથા અન્ય લોકોને વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લાભાર્થીઓનું ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરી, સગર્ભા સ્ત્રીઓના બ્લડ ગૃપ, વજન વગેરે રિપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના હોમિયોપેથીક ડોક્ટર દ્વારા હોમિયોપેથીક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
******* અશ્વિન ઘટાડ
[9/19, 3:06 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *હિન્દી દલિત સાહિત્ય અકાદમી દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અને હિન્દી ઇતિહાસ વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો*
………………

*ત્રણ સત્રમાં હિન્દી ભાષામાં ભક્તિ કાળ, રામાયણ સાહિત્યમાં જ્ઞાન પરંપરા અને નિર્ગુણ કવિઓ વિષે વિસ્તૃત ચર્ચા કરાઈ*
………………

ગુજરાત સાહિત્ય અકાદમી, હિન્દી દલિત સાહિત્ય અકાદમી અને ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ “ભારતીય જ્ઞાન પરંપરા મે હિન્દી સાહિત્ય”વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જ્ઞાન પરંપરાએ ભારતીય સંસ્કૃતિની ઓળખાણ છે. નવી શિક્ષા નીતિ ૨૦૨૦ અનુસાર યુવા પેઢીમાં માનવીય મૂલ્યનું સ્થાપન થાય, ડિજિટલ સોશિયલ મીડિયાના અતિક્રમણ થી મુક્ત રહી રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં યોગદાન આપવા સશક્ત બને એવા ઉદેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગોષ્ઠીના પ્રથમ સત્ર ભારતીય જ્ઞાન પરંપરાના અધ્યક્ષ તરીકે ડો. વૈષ્ણવ હતા ,પાર્વતી ગોસાઈ (વિદ્યાનગર) અને ડૉ. જયંતિભાઈ ચૌધરીએ રામાયણ સાહિત્યમાં જ્ઞાન પરંપરા ના ઉદાહરણો રજૂ કર્યા ડૉ. કે. વૈષ્ણવે અધ્યક્ષીય ભાષણ આપ્યું.

હિન્દી સાહિત્યમાં ધ્યાન પરંપરાના વિષય પર વિવેકાનંદ આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડો. મમતા શર્માની અધ્યક્ષતામાં વક્તા તરીકે સંત કબીર એવોર્ડ વિજેતા શ્રી બાલકદાસ તથા ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય દિનેશભાઈ ચૌધરીએ કબીર વાણી બ્રહ્માંડ વિષે વાત કરી હતી. દિનેશભાઈએ હિન્દી સાહિત્યમાં ભક્તિકાળના આગમન અને નિર્ગુણ ભક્તિના કવિઓ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ત્રીજા સત્રમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના હિન્દી વિભાગના અધ્યક્ષ ડો જશવંતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વક્તા પ્રોફેસર સુનિલકુમાર બારીઆ, કચ્છી ભાષાના મહેશ્વરી સમાજના ડો. માધવે ભારતીય જ્ઞાન પરંપરા અંગે છણાવટ કરી હતી.
આ પ્રસંગે હિન્દી દિવસ નિમિત્તે યોજવામાં આવેલ નિબંધ સ્પર્ધાના ત્રણ વિજેતા સ્પર્ધકોને રોકડ તથા ભાગ લેનારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અપાયા તથા અંતે રાષ્ટ્રગાન સાથે સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું.

સંગોષ્ઠિના અધ્યક્ષ શ્રી એસ.એચ ચૌધરી, શ્રી ડો શંકરસિંહજી રાણા, વક્તા ડોક્ટર સુનિલકુમાર, સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ રિધ્ધીબા ઝણકાટ, શ્રી રણછોડભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ પટેલ, સંત શ્રી બાલકદાસ, શ્રી કાનજીભાઈ મહેશ્વરી, ડો મમતા શર્મા, ડો જશવંતભાઈ પંડ્યા, ડો સુનિલ બારીયા, ડો આર એચ વણકર, ડો ધનંજય ચૌહાણ, હિન્દી દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો નરસિંહદાસ વણકર, ઉપાધ્યક્ષ ડો કલ્યાણ વૈષ્ણવ, બી.એડ કોલેજની તાલીમાર્થીઓ, ચૌધરી કોલેજ કેમ્પસની ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, ગુજરાતની વિવિધ કોલેજના હિન્દીના અધ્યાપક મિત્રો, અનેક વક્તાઓએ આ વિષય સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો કલ્યાણ વૈષ્ણવે કર્યું તેમજ કાર્યક્રમમાં કબીર એવોર્ડ વિજેતા અને દાસી જીવણ એવોર્ડ વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
વંદન સોલંકી
[9/19, 3:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મેરા યુવા ભારત ગાંધીનગર અને શ્રી ગાયત્રી વિદ્યામંદિર,લીહોડા દ્વારા વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિનની વિકાસ દિવસ તરીકે ઉજવણી કરાઈ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર-, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના મેરા યુવા ભારત – ગાંધીનગર તથા શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડાના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મેરા યુવા ભારત ગાંધીનગરના શ્રી દિપભાઈ પટેલે વિદ્યાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં કૌશિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને અધ્યક્ષ શ્રી ભુમિકાબેન પટેલના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી તેમજ કાર્યક્રમના અંતે શાળામાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/19, 5:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા દહેગામ તાલુકાના હરસોલી-કડાદરા-ઝાંક રસ્તાને પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે*
૦૦૦૦૦૦૦
*અંદાજે રૂ.૯.૫૦ કરોડના ખર્ચે થશે ૭ કિ.મી. લાંબા રોડનું નવિનીકરણ: ક્રોસ ડ્રેનેજ તથા સ્લેબ કલ્વર્ટ માટે ડાયવર્ઝનની કામગીરી પ્રગતિમાં*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૯ સપ્ટેમ્બર- રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસાના વિરામ બાદ જિલ્લામાં વરસાદમાં ધોવાણ થઈ ચૂકેલા રસ્તાઓને ફરી સુદ્રઢ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા રસ્તાઓના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિભાગ દ્વારા દહેગામ તાલુકાના હરસોલી-કડાદરા- ઝાંક રસ્તાને પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે. તે માટે હાલમાં રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ છે. આ સાથે જ ૭ કિલોમીટર લંબાઇ ધરાવતા આ રસ્તામાં આવતા ત્રણ ક્રોસ ડ્રેનેજનું કામ પણ હાલમાં પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રસ્તાને ૭ મીટર પહોળો કરવામાં આવશે, સાથે જ વરસાદી પાણી ભરાવાને લીધે કાયમી તૂટી જતા રસ્તાના ૧૨૫૦ મીટર જેટલા ભાગને સી.સી.રોડ બનાવી વધુ મજબૂત કરવામાં આવશે. અંદાજે ૯.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ રોડમાં ૧.૫૦ કરોડના ખર્ચે નવો સ્લેબ કલ્વર્ટ પણ બનાવવામાં આવશે જેના માટે હાલ ડાયવર્ઝનનું કામ હાથ ધરાયું છે.
આ રોડના નવીનીકરણ અને સુદ્રઢીકરણથી હરસોલી, કડાદરા અને ઝાંખ ગામના લોકોને આવાગમન અને પરિવહન માટે સુગમતા રહેશે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ નજીકના અન્ય ગ્રામ વિસ્તારો સુધી પહોંચવા વધુ ઝડપી પરિવહન કરી શકાશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/19, 6:02 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૫ કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*જિલ્લાના કુલ ૧૪,૫૦૬ લાભાર્થીઓએ કેમ્પનો મેળવ્યો લાભ:૨૬ લોકોએ રકતદાન, ૧૮ લોકોએ નિક્ષય મિત્ર તરીકે જોડાઈ સમાજસેવામાં પ્રદાન આપ્યું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રિત તથા અન્ય સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ગામડે-ગામડે કેમ્પના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે આજે ત્રીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૫ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,૭ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૫ શહેરી આરોગ્ય કેન્દ્ર, પ અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર અને ૧૪૧ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેમ્પ યોજાયા હતા જેનો કુલ ૧૪ હજાર ૫૦૬ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પોમાં અલગ-અલગ બીમારી માટે તપાસ અને સારવાર આપવામાં આવી હતી. સાથે જ કેમ્પમાં ૨૬ લોકોએ રક્તદાન કર્યું તેમજ નવા ૧૮ નિક્ષય મિત્રોએ નોંધણી કરાવી સમાજસેવામાં પ્રદાન આપ્યું હતું. ૪૯૨ લાભાર્થીને પી.એમ.જે.વાય.કાર્ડ આપવામાં આવ્યા અને ૯૧૫ સગર્ભા માતાની નિ:શુલ્ક લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*

*****************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો ફોટાઓ અમોને અમારા અખબારમાં તેમજ ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓ અને સમાચાર માત્ર જલજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધા જે નખ લાગે તો તંત્રીનો સંપર્ક કરીને કરાઈ કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ(9824653073)