જાન્યુઆરી ૧૨મી ને રવિવારે લોસએન્જલસના વૈષ્ણવો શ્રીજી મંદિરનાં મેદાનમાં ઉત્તરાયણની ઉજવણી માટે ભેગાં થયાં હતાં… આજે વાતાવરણ ખૂબજ સુંદર હતું અને પવન પણ માફકસર હતો.. આ પવનની મંદમંદ લહેરોમાં નાના મોટા સૌ એ પતંગ ચગાવવાની મઝા માણી હતી… કાપ્યો… કાપ્યો ની બૂમોથી વાતાવરણ ગૂંજતું હતું… પતંગ ચગાવવાના આ આનંદ સાથે તાજો પોંક અને ગરમાં ગરમ ચા નાસ્તા ની મઝા સૌ એ માણી હતી…. ત્યાર બાદ ઉત્તરાયણના મનોરથની સજાવટના દર્શન નો લાભ લેતાં સૌ વૈષ્ણવોએ સર્ઘન કેલિફોર્નિયાનાં જાણીતા ગાયક જયશ્રીબેન ગોહિલનાં સુંદર ભજન-કીર્તનનો આનંદ માણ્યો હતો.. ગુજરાતીઓનો સ્પેશ્યલ એવો ઉત્તરાયણ નો સ્વાદિષ્ટ ગળ્યો અને તીખાં ખીચડોના મહાપ્રસાદ સાથે સૌ વૈષ્ણવો છુટાં પડયાં………………
( તસ્વીર;- અને માહિતી;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )