
(ગુજરાત રાજ્યના માહિતી ખાતાના સમાચારો)
[9/8, 1:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુઓ મૂળ માલિકોને વગર ધક્કે ખૂબ ઓછા સમયમાં પરત અપાવી દેતી પહેલ એટલે ‘તેરા તુજકો અર્પણ’: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*રાજ્યમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અત્યાર સુધીમાં ૯૦૮૧ કાર્યક્રમો યોજી પોલીસે ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો*
*આદિજાતિ વિસ્તારમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો*
…..
વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે.
તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૦૮૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામા આવ્યો છે. મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં ૧૧૨ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખુબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર/ જાહેર કાર્યક્રમ યોજી ફરીયાદી/અરજદારશ્રીઓને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
સુરત ખાતે થયેલી લૂંટ અને તેના ડિટેક્શન અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત શહેરમાં થયેલી ૭.૮૬ કરોડની હીરાની લુંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં એટલે કે માત્ર ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કરી તેનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને માત્ર એક અઠવાડિયામાં પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.
આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતા મંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, મોટા શહેરોથી લઇને નગરો અને આદિજાતિ વિસ્તારમાંના છેવાડાના ગામડા સુધી આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, છેવાડે આવેલા સોનગઢના એક વૃધ્ધાનું ઘર જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું તે પણ આ કાર્યક્રમ હેઠળ પરત અપાવવામાં આવ્યું છે.
……
[9/8, 1:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યકક્ષાના ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી દસ્તાવેજોની નકલ મળી શકશે: મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા*
*૭/૧૨ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરાયું*
******
વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે.
તેમણે જણાવ્યું કે ૭/૧૨ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે ગાંધીનગરના સેકટર-૧૪માં રાજ્ય કક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરમાં જાળવણી માટે કોમ્પેકટરની સુવિધાવાળા વિશાળ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ/ટ્રેનિંગ રૂમ અને મ્યુઝિયમ સહિતનું કુલ-૭ માળનું ૨,૪૪,૭૨૫ ચોરસ ફૂટનું બાંધકામ કરાશે. આ બાંધકામ ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે વર્ષ-૧૮૮૮ વખતના અંગ્રેજ સરકાર દ્વારા થયેલા માપણી ટિપ્પણનું રેકર્ડ, સદરહુ ડેટા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવશે. મહેસૂલ વિભાગની વિવિધ યોજના થકી જમીન રેકર્ડના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
માનવસર્જિત અથવા કુદરતી આફતોના કારણોસર જિલ્લાઓના રેકર્ડને નુકશાન પહોંચે કે રેકર્ડ નાશ પામે, તો તેની એક કોપી ડેટા સ્ટોરેજ સેન્ટર ખાતેથી મળી શકે, તે હેતુથી આ અદ્યતન ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
******
[9/8, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રવાસન નિગમ દ્વારા*
*પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ- ૨૦૨૫ અંતર્ગત આગામી તા.૧૪ સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુર ખાતે ખાસ ઉજવણી કરાશે*
————-
*પોસ્ટ નવરાત્રીના ભાગરૂપે ‘શરદપૂનમ’ની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસ ‘ગરબા મહોત્સવ’ યોજાશે*
————–
*ઉદયપુર ખાતે આ મહોત્સવમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી શ્રી શેખાવત તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા ખાસ ઉપસ્થિત રહેશે*
————–
*આ ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે*
————–
યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫માં રોજ સાંજે ૭:૩૦ કલાકે ફિલ્ડ ક્લબ, ઉદયપુર ખાતે પ્રથમવાર“વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશિષ્ટ પ્રસંગે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત ગાયક શ્રી પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ તેમજ ગુજરાતી લોકનૃત્ય, તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા અનોખા નૃત્યથી અનન્ય ઊર્જાનો અનુભવ થશે.
આ ઉપરાંત પ્રથમવાર પોસ્ટ નવરાત્રીના ભાગરૂપે નવરાત્રી બાદ ‘શરદપૂનમ’ની રાત્રે દિલ્હીવાસીઓ માટે દિલ્હી
ખાતે ખાસ ગરબા મહોત્સવ યોજાશે તેમ પ્રવાસન નિગમ,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ ઉત્સવની તૈયારી અંતર્ગત, તા. ૮ થી ૧૩ સપ્ટેમ્બર સુધી ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સ્થાનિકો તેમજ મુલાકાતીઓ ગુજરાતી ગરબાની લય,તાલ અને ભાવના સાથે જોડાઈ શકે. આ નિ:શૂલ્ક ગરબાનો સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૭ થી ૧૧ કલાક નક્કી કરવામાં આવ્યો છે. ઉદયપુરમાં ગરબા વર્કશોપ અંગે વધુ વિગતો માટે મો. ૬૩૫૮૧ ૪૪૬૧૧ ઉપર સંપર્ક કરી શકાશે.
ગુજરાત ટુરિઝમના પ્રવક્તાએ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ કરવા સૌ નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવતાં જણાવ્યું હતું કે, ગરબા વર્કશોપ અને મુખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ્ય સહભાગીઓને ગરબાની લય અને ભાવના સાથે જોડવાનો છે. આ ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉત્સવ દરમિયાન અનુભવી નૃત્યકારોથી લઈને પ્રથમ વાર ગરબાના તાલે ઝૂમનારા ઉત્સાહીઓ માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે અને સર્વે નાગરિકો માટે પ્રવેશ નિઃશૂલ્ક રહેશે. શ્રેષ્ઠ પરંપરાગત પોશાક, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે વિવિધ સ્વરૂપે રૂ.૫૦૦૦/- સુધીની મૂલ્યના આકર્ષક વાઉચર -ઇનામો પણ જાહેર કરવામાં આવશે. ઉપરાંત,ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઝલક આપતો આ ઉત્સવ માત્ર નૃત્ય-સંગીત પૂરતો મર્યાદિત ન રહી, ખેલૈયાઓ માટે ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને પરંપરાગત વિવિધ વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ આપશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
————-
ધ્રુવી ત્રિવેદી
[9/8, 2:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *’સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત 15 વર્ષમાં રૂ. ૫૭ હજાર કરોડની જોગવાઇ કરાઇ: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
—–
*જુનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાના કુલ ૦૩ પ્રોજેક્ટ માટે કુલ રૂ. ૭૦.૮૯ કરોડની ફાળવણી*
—–
*’સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત થયેલ વિકાસ કાર્યોના વિધાનસભામા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે,*
આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ તબક્કા(વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨) માટે રૂ. ૭ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તેવી જ રીતે બીજા તબક્કા(વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭) માટે રૂ. ૧૫ હજાર કરોડ અને વર્ષ ૨૦૧૭-૧૮ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધી કુલ રૂ. ૩૫,૭૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આમ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ થી ૨૦૨૪ સુધીમાં રૂ. ૫૭,૭૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વર્ષ ૨૦૦૯માં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અમલમાં મુકવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં ૧ લાખથી વધુ વસ્તીવાળા ૫૦૦ શહેરો પસંદ કરી જૂન-૨૦૧૫માં અમૃત મિશન શરૂ કર્યું હતું, જેમાં ગુજરાતના ૩૧ શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
*જુનાગઢ મહાનગરપાલિકા*
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાના કુલ ૦૩ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી ૦૧ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે, તેમજ ૦૨ પ્રોજેક્ટમાં કામગીરી પ્રગતિમાં છે, જે વર્ષ ૨૦૨૬માં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ કુલ રૂ. ૭૦.૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન-૯ અને ૧૦માં પાણી પુરવઠા યોજનાના રૂ. ૨૨.૧૭ કરોડના કામોમાંથી રૂ. ૨૧.૦૯ કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝોન-૩માં પાણી પુરવઠા યોજનાના રૂ. ૨૧.૭૨ કરોડના તેમજ ઝોન-૭માં રૂ. ૧૩.૨૭ કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.
*વલસાડ નગરપાલિકા*
અમૃત ૨.૦ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકાની કામગીરી વિશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકામાં કુલ ૦૯ કામ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ૦૩ કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ બાકી રહેલા કુલ ૦૬ કામો વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આગામી ૨૦ થી ૨૫ વર્ષના આગોતરા આયોજન થકી પાણી પુરવઠા યોજના અંતર્ગત રાજ્યના દરેક શહેરીજનોને પોતાના ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પાઈપ લાઈન મારફત પુરૂ પાડવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
—–
[9/8, 2:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *પક્ષ – વિપક્ષ જોયા વિના પ્રજાજનોના વિકાસને કેન્દ્રમાં રાખીને સરકાર કામ કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
………………
*:- મંત્રીશ્રી ઋષિકેશ પટેલ –:*
*• સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં કુલ 776 ટી.પી. સ્કીમ મંજૂર કરાઇ , વર્ષ 2025 માં ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરાઇ*
*• રાજ્યમાં નવનિર્મિત નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પણ બાકી રહી જતા અને નવીન વિકાસ કાર્યો સત્વરે શરૂ કરાશે*
*• આવનાર સમયમાં 506 જેટલી નવીન ટી.પી. મંજૂર કરાશે, જેને સમયમર્યાદામાં આખરી કરાશે*
…………………………
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.
રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 776 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ 2025 ના ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.
રાજ્યમાં ટી.પી. એક્ટ ની તમામ જોગવાઇઓ અને નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં ટી.પી. સ્કીમની અમલવારીના વિલંબ થવાના ટેકનીકલ કારણો, કોર્ટ મેટર હોઇ શકે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો પણ સત્વરે નિકાલ લાવીને તમામ ટી.પી. સ્કીમ સમયમર્યાદામાં જ પુર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે જેમાં મહદ્અંશે સફળતા પણ મળી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.
હાલ રાજ્યમાં 506 જેટલી નવી નગર રચના યોજના(ટી.પી,) બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કાયદાકીય જોગવાઇ અનુસાર સમયમર્યાદામાં આખરી કરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.
………………………………..
[9/8, 2:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *IOT ટેકનોલોજીની મદદથી FSL માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના હિટ એન્ડ રન કેસના ડિટેક્શનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*FSL ખાતે વર્તમાનમાં IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IOT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ અને IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ*
….
રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસની મદદથી હીટ એન્ડ રન કેસમાં બનાવ સમયે વાહનની સ્પીડ મેળવી શકાય છે. ગુજરાતની FSL આ ટેકનોલોજીની મદદથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના હિટ એન્ડ રન જેવા કેસના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમદાવાદના એક ચકચારી હિટ એન્ડ રન કેસમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો જેમાં આરોપીને હજુ જામીન મળી શક્યા નથી.
તા. ૩૧મી જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વધુ વિગત આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, FSL ખાતે વર્તમાનમાં IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IOT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ અને IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વાહનમાંથી મેળવેલા ડેટાના આધારે ગુન્હા સમયે વાહનનું જી.પી.એસ. લોકેશન, વાહન અથડાવવાથી થયેલી અસર, ટ્રીપની વિગત, વાહનમાં ખરાબી હોય તો તેની વિગત, વાહન સાથે કનેકટ થયેલા મોબાઇલ જેવા પેયર્ડ ડિવાઇસની વિગત જેમાં સ્ટોર થયેલ કોન્ટેકટ અને કોલ લોગની માહિતી મેળવી ગુન્હા સંબંધીત વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી શકાય છે.
….
[9/8, 2:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *જાહેર હેતુ માટે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના ૧૬ બોર્ડ/કોર્પોરેશનને કુલ ૫.૨૩ લાખ ચો. મીટર જમીન ફાળવાઈ: મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત*
****************
*છોટા ઉદેપુર જિલ્લામાં પણ છેલ્લા બે વર્ષમાં ૩૩ બોર્ડ/કોર્પોરેશનને કુલ ૯૩,૩૨૯ ચો. મીટર જમીન ફાળવાઈ*
****************
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધા વધારવામાં મદદરૂપ થતા રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને જાહેરહિતમાં બજાર ભાવે જમીન ફાળવવામાં આવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પણ તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ ૨૨ અરજી મળી હતી. જેમાં તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૬ અરજીને મંજૂરી આપીને આશરે ૫,૨૩,૨૯૭ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.
તેવી જ રીતે, છોટા ઉદેપુર જિલ્લામાં તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેરહિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ/કોર્પોરેશન દ્વારા કુલ ૪૧ અરજી મળી હતી. તમામ આધાર-પૂરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આમાંથી કુલ ૩૩ અરજીને મંજૂરી આપીને આશરે ૯૩,૩૨૯ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બોર્ડ કે કોર્પોરેશન દ્વારા સરકારી જમીનની માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી તમામ આધાર-પૂરાવા અને ઉદ્દેશ્યની તપાસ કર્યા બાદ જંત્રી મુજબની કિંમત એડવાન્સમાં જમા લઈ તેમને જમીનનો આગોતરો કબજો સોંપવામાં આવે છે.
ભરપાઇ કરેલી જંત્રી આધારીત રકમ બાદ કરતાં બાકી રહેતી તફાવતની રકમ ભરપાઇ કરવાનાં સમયે આગોતરો કબજો સોંપ્યા તારીખથી તફાવતની રકમ ભરપાઇ કરવામાં આવે તે તારીખ સુધીનાં સમયગાળા માટે વાર્ષિક ૮ ટકાના દરે વ્યાજ પણ અરજદાર સંસ્થા પાસેથી વસૂલવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
***************
[9/8, 3:50 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો દ્વારા*
*પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ સભ્યશ્રીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી*
————
*દિવંગત આત્માઓ ની પરમ શાંતિ માટે બે મિનિટ મૌન પાળી સમગ્ર ગૃહે શ્રદ્ધાંજલિ આપી*
————–
*રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજય ભાઇ રૂપાણીના પ્રદાનને સૌએ બિરદાવ્યું*
____________
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઇ રમણિકલાલ રૂપાણી અને અમદાવાદ ની વિમાન દુર્ઘટનામા અવસાન પામેલા દિવંગતો તેમજ પૂર્વ દિવંગત સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર બુધવાર ૮મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે.
આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી સ્વ. શ્રીમતી હેમાબેન સૂર્યકાંત આચાર્ય, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વ. ઇશ્વરસિંહ શિવાજી ચાવડા અને સ્વ. શ્રીમતી નૂરજહાંબખ્ત મોહમ્મદ ઈબ્રાહીમખાન બાબી, ગુજરાતના પૂર્વ નાયબમંત્રીશ્રી સ્વ. પ્રો. બળવંતરાય બચુલાલ મણવર તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. શ્રી ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી અને સ્વ. શ્રી રણછોડભાઇ કરસનભાઇ મેરને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાનની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ માં થયેલી વિમાન દુર્ઘટના ની કરુણાંતિકાના સૌ દિવંગત મુસાફરોને પણ ભાવાંજલિ અર્પણ કરી હતી.
તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યશ્રીઓની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને તેમના આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ તેમજ સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યશ્રીઓએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને અને વિમાન દુર્ઘટના ના મૃતકોને ભાવાંજલિ આપી હતી.
સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
——————-
[9/8, 4:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કરતા મુખ્યમંત્રીશ્રી – વિધાનસભા અધ્યક્ષશ્રી*
———–
_*::સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોની ઉપસ્થિતિ::*_
*મંત્રીશ્રીઓ – ધારાસભ્યોશ્રીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કર્યું હતું.
વિધાનસભા સંકુલના પ્રથમ માળે આવેલા પોડિયમમાં દિવંગત રાષ્ટ્રીય નેતાઓ અને વિધાનસભાના દિવંગત પૂર્વ અધ્યક્ષશ્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ સહિતના દિવંગત અગ્રણીઓની તસવીર મૂકવાની અને તેમની જન્મતિથિ તથા પુણ્યતિથિએ અંજલી આપવાની પ્રણાલી પ્રસ્થાપિત થયેલી છે.
આ પ્રણાલી અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિ તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલી બહેન રૂપાણી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવી હતી
તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિના અનાવરણ વેળાએ રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ સ્વર્ગસ્થને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
——–
[9/8, 4:16 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1wbE8MR9UIZwegchRVqHMPT5jcGWNeLbb?usp=sharing
[9/8, 4:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમદાવાદના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામો સુધી રૂ. ૧,૫૩૬.૮૬ કરોડના ખર્ચે પાણી પહોંચાડાવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*********
*નળકાંઠા યોજના હેઠળ કુલ ૩૭૪ કિ.મી લાંબા પાઇપલાઈન નેટવર્કથી ૩૫,૪૮૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે*
*********
** પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે; ૨૬.૧૮ કિ.મી. પૈકી ૨૨.૭૮ કિ.મી.માં પાઇપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ*
** દ્વિતીય તબક્કાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ; દ્વિતીય તબક્કામાં ૩૪૮ કિ.મી. લાંબુ પાઈપલાઈન નેટવર્ક નાખવામાં આવશે*
** સિંચાઈના પાણીથી વંચિત રહેલા આ ગામના ખેડૂતો પાણીની ઉપલબ્ધતાથી બે સીઝન લઈને વધારે આવક મેળવી શકશે*
*********
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામના ૩૫,૪૮૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકારે રૂ. ૧,૫૩૬.૮૬ કરોડની વિશેષ “નળકાંઠા યોજના” અમલમાં મૂકી છે. નળકાંઠા યોજનામાં સાણંદ તાલુકાના ૧૪ ગામ, બાવળા તાલુકાના ૧૨ ગામ અને વિરમગામ તાલુકાના ૧૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ નળકાંઠાના છેવાડાના ગામોનો નર્મદા કમાન્ડમાં સમાવેશ કરવામાં આવશે તથા પાઇપલાઇન અને કેનાલ મારફતે આ ગામના ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં પણ સિંચાઇની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સાથે જ, ૨૩ તળાવો તથા માટીબંધને પણ ઇન્ટરલીંક કરવામાં આવશે.
નળકાંઠા યોજનાના પ્રથમ તબક્કામાં રૂ. ૩૭૭.૬૫ કરોડના ખર્ચે કુલ ૨૬.૧૮ કિલોમીટર લાંબુ એમ.એસ. પાઈપ લાઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે. યોજનાનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણતાને આરે છે. તા. ૩૧ જુલાઈ,૨૦૨૫ સુધીમાં ૨૨.૭૮ કિલોમીટર લંબાઈમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઇ છે, બાકીની કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ થશે.
યોજનાના આ પ્રથમ તબક્કામાં ગોધાવી-ગોરજ ડ્રેઈનનું લાઈનીંગ કરી ફતેવાડી નહેરમાં જોડાણ, ધોળકા શાખા નહેર અને ફતેવાડી નહેરનું જોડાણ, સાણંદ શાખા નહેરમાંથી નવી પાઇપ લાઇન તેમજ સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી ઘોડા ફીડર ડ્રેઇન સુધી નવી પાઇપ લાઇનની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ તેમણે કહ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, યોજનાના દ્વિતીય તબક્કામાં કુલ રૂ. ૧,૧૫૪.૬૫ કરોડના ખર્ચે મુખ્ય પાઇપલાઇનને લાભિત ગામોના છેવાડાના વિસ્તાર સુધી લંબાવવામાં આવશે. દ્વિતીય તબક્કાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે, જેથી દ્વિતીય તબક્કાની કામગીરી પણ ટૂંક જ સમયમાં શરુ થશે.
દ્વિતીય તબક્કામાં મુખ્ય પાઈપલાઈનથી સબ-લાઈન અને સબ-લાઈન ઉપર પ્રત્યેક ૨૫ થી ૪૦ હેક્ટર વિસ્તાર વચ્ચે એક કુંડી દ્વારા સિંચાઈનું પાણી વિતરણ કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પાઇપલાઈન થકી લાભિત ગામો સુધી પાણી પહોંચાડવા દ્વિતીય તબક્કામાં ૧૫૭ કિલોમીટર એમ.એસ અને ૧૯૧ કિલોમીટર ડી.આઈ પાઈપલાઈન મળીને કુલ ૩૪૮ કિલોમીટરનું નેટવર્ક ઉભું કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
******
[9/8, 5:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન GST રિફોર્મ્સ માટે*
*રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળીને આભાર વ્યક્ત કર્યો*
————-
*ગુજરાતના વ્યાપારી સંગઠનોએ ઔદ્યોગિક વિકાસને વેગ આપતા નવા GST સુધારાઓને સમર્થન આપ્યું*
————-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. સુધારાઓને ગુજરાતના વ્યાપારી સંગઠનોએ હકારાત્મક પ્રતિસાદ સાથે આવકાર્યા છે.
આ સંદર્ભે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને ભારત સરકારની આ પહેલ અંગે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓએ ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરાયેલા આ નવા સુધારાઓને ઉદ્યોગોના વિકાસ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું હતું. તેમણે નવા GST ફ્રેમવર્કથી રોજિંદા વ્યવસાયિક કાર્યને સરળ બનાવવા તથા લોજિસ્ટિક સુગમતા સાથેના બિઝનેસ ફ્રેન્ડલી માહોલનું નિર્માણ થશે એવી આશા પણ આ તકે વ્યક્ત કરી હતી.
એટલું જ નહિ, આ નવા સુધારાઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉદ્યોગ-ધંધાના વિકાસની ગતિને ઝડપી અને બમણી કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવા આવેલા આ પ્રતિનિધિમંડળમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેક હોલ્ડર્સ, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તેમજ અમદાવાદ એન્જિનીયરીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયા હતા.
————-
[9/8, 6:49 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજ આહિર
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજ આહિરે ગાંધીનગરમાં લીધી હતી.
ગુજરાતમાં ઓ.બી.સી.ને મળતા લાભો અને અનામતની અમલવારી અંગેની સમીક્ષા બેઠક માટે તેઓ અમદાવાદ આવ્યા છે અને તેમણે રાષ્ટ્રીય આયોગના સચિવ શ્રીમતી મીતા રાજીવલોચન અને અધિકારીઓને સાથે રાખીને સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, સામાજિક ન્યાય અને અધિકારિતા અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, આઈ. જી. પી. સુ શ્રી ગગનદિપ ગંભીર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.
તેમની આ અમદાવાદ મુલાકાત દરમિયાન તેમણે સોમવારે સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આયોગના સભ્ય શ્રી ભુવન ભુષણ કમલ સાથે ગાંધીનગરમાં લીધી હતી.
——
[9/8, 6:52 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1MV3pjuDiLe5KmPTclgR3KJ79pe6u-9jR?usp=sharing
[9/8, 9:37 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1965082902896460122?t=mAVca5gIBXywORwC1lsSrA&s=19
********†*****************†*
[9/8, 1:52 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ મેળવવા જોગ*
……
*અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૦૮-૯-૨૦૨૫ થી ૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન*
…..
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે, કરવા માંગતા હોય, આઈડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાય ના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તારીખ: ૦૮-૯-૨૦૨૫ થી તારીખ:૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન કરવામાં આવેલ છે.તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા જાણ કરવામાં આવે છે.તેમ સ્ટેટ નોડલ ઓફિસર, આત્મા, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
….
*નેહા તલાવિયા*
[9/8, 5:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાની ૨૬૫ કન્યાઓને મળ્યો કલ્યાણકારી યોજના “કુંવરબાઈનું મામેરું”નો લાભ*
૦૦૦૦૦૦
*ગાંધીનગર જિલ્લાની કન્યાઓને ૧ વર્ષમાં રૂ.૩૧.૮૦ લાખની સહાય અપાઈ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ સપ્ટેમ્બર-,
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અનેક દીકરીઓ માટે કલ્યાણકારી સાબિત થઇ છે. ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૪-૨૫ના ૧ વર્ષ દરમ્યાન જિલ્લાની અનુ. જાતિની ૨૬૫ કન્યાઓને રૂ.૩૧.૮૦ લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે રૂ.૧૨,૦૦૦/- ની નાણાંકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંન્ને માટે રૂ. ૬,૦૦,૦૦૦/- રાખવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે), સ્વ-ઘોષણા (Self-Declaration), જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.
૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
**********************†******
આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વિડિયો ને સમાચારો અમોને અમારા whatsapp નંબર 6353019026.ઉપર પ્રસિદ્ધ કરવા માટે મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચાર વિડિયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
