(૩) જેતપુર માં ગુમ્સુધા યુવતી ને શોધી તેમના પરિવાર ને સીટી પોલીસ દ્વારા સોંપવામાં આવી
જેતપુર જૂનાગઢ ઝૂંપડપટી માં રહેતા મનીસા બેન મુનભાઈ સોંલકી એ જેતપુર સીટી પોલીસ મા અરજી લખાવેલ હતી કે પોતાની દીકરી પૂજા ઉર્ફ પાયલ ઉંમર 15 કે જે મુકબધીર હોઈ બપોર ના સમયે ઘરે થી જતી રહેલ હોઈ તેવી અરજી આપેલ જેતપુર સીટી પીઆઇ વિકેપટેલ અરજી નિ ગંભીરતા સમજી તરત અલગ અલગ ટિમ બનાવી અને જેતપુર ના સ્થાનિક યુવાનો ને સાથે રાખી બાળકી ને અલગ અલગ વિસ્તાર મા શોધતા મૂક બધીર બાળકી કણકિયા પ્લોટ માથી મળી આવતા સીટી પીઆઇ વિકેપટેલ દ્વારા તેમના માતા પિતા ને સોંપી આપેલ આમ માત્ર થોડીજ કલાક મા બાળા ને શોધી કાઢતા લોકો દ્વારા જેતપુર સીટી પોલીસ સ્ટાફ નિ કામગીરી નિ સરાહના કરેલ.
(૨) બે માસ પૂર્વ થયેલ ફેટલ અક્સમાત ના આરોપી ને પકડી પાડતી જેતપુર સીટી પોલીસ
રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તેમજ જેતપુર વિભાગ ના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ નાઓએ ધારેશ્વર ચોકડી પાસે આજથી બે માસ પૂર્વ રાત્રી ના આઠેક વાગે મજૂરી કામ કરી પરત આવતા હર ગોવીંદ જવાહીર સાહની ધારેશ્વર પાસે રસ્તો ક્રોસ કરી રહેલ ત્યારે રવિ ભાઈ અશોકભાઈ કેસરિયા પોતાની ગાડી સ્વીફટ ડિજાઇર લઈ આવી રહેલ ત્યારે હરગોવિદ જવાહીર સાહની ને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજેલ જેમની ફરિયાદ જેતપુર સીટી પોલીસ મા નોંધાયેલ હતી કારચાલક ને પકડવાની સૂચના હોઈ જેતપુર સીટી પીઆઇ વિકેપટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ ના સર્વેલન્સ સ્ટાફ ના માણસો તપાસ માં હોઈ તે દરમ્યાન પો હેડ કો ભાવેશ ભાઈ ચાવડા નાઓની હકીકત ના આધારે જેતપુર કણકિયા પ્લોટ માં થી આરોપી તથા સ્વીફટ ડીજાયર કાર એક્સિડન્ટ થયેલ હાલતમા પકડી પાડી કાર ચાલક રવિ ભાઈ કેસરિયા તેમજ કાર કબ્જે કરી અટક કરેલ આ સમગ્ર કામગીરી મા જેતપુર સીટી પીઆઇ વિકેપટેલ સાહેબ. પો. સ. ઈ. એસ આર ખરેડી સાહેબ તેમજ જેતપુર સીટી પોલીસ સ્ટાફ કામગીરી કરેલ.
(૩) જીઆઇડીસી પાછળ હોકળા માં આવેલ કુવા માં પડી જતા યુવાન નું મોત
જેતપુર જીઆઈડીસી પાછળ આવેલ જય ગોપાલ કારખાનામાં સાડી છાપવા નું કામ કરતા જીઆઈડીસી મા રહેતા સમીર શકીલ ભાઈ મન્સૂરી શેખ ઉ 18 મૂળ ગામ સરાયદોલત. ગુરહાન પૂર ઉત્તર પ્રદેશ નું હોકળા માં આવેલ કુવા માં પડતા મોત નિપજલ હતું વીરપુર પોલીસ ઘટના સ્થળે આવી મૃતક ને પીએમ અર્થ જેતપુર હોસ્પિટલ ખસેડાયેલ કારખાના ના માલિક ના કહેવા અનુસાર સમીર આજે આખો દિવસ કારખાને રજા રાખેલ હતી તેથી તેમના માસ્ટર ને જાણ કરેલ માસ્તરે સમીર નિ આજુબાજુ ના કારખાનામાં તપાસ કરેલ પણ સમીર નો પતો લાગેલ નહીં એક કારખાનામાં બોઇલર માં કામ કરતા મજુરે કહેલ કે કદાચ માછલી પકડવા ગયો હશે તેથી માસ્ટર પાછળ હોકલા માં તપાસ કરતા સમીર ના કપડાં અને ચપલ જોતા પોતાને કંઈક અજુગતું લાગતા કારખાને દાર ને જાણ કરતા તેમણે સેવાભાવી ફિરોજભાઈ ખેભર ને જાણ કરતા ફિરોજભાઈએ હોકળા મા આવેલ કુવા મા જોતા સમીર નો મૃત દેહ તરતો હોઈ તરત પોલીસ અને નગરપાલિકા ને જાણ કરતા જેતપુર નગરપાલિકા ના તરવયા દ્વારા સમીર ના મૃત દેહ ને બહાર કાઢી જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડવામા આવેલ વધુ તપાસ વીરપુર પોલીસ ચલાવી રહેલ છે