(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[9/1, 4:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારમાં સારી સપાટીવાળા બારમાસી માર્ગો – ઓલવેધર રોડની સુવિધા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય*
—
*રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર*
—
*:4196 કિલોમીટરના 1258 માર્ગોની રિસરફેસિંગ સહિતની કામગીરી હાથ ધરાશે:*
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ માતબર રકમમાંથી જે માર્ગોના રિસરફેસિંગ સહિતના કામો થવાના છે, તેમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં 1609 કિલોમીટરના 487 માર્ગો, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 1059 કિલોમીટરના 272 ગ્રામીણ માર્ગોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકો, અગ્રણીઓ દ્વારા બારમાસી રસ્તાની સુવિધા માટે કરવામાં આવતી રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 4196 કિલોમીટર લંબાઈના 1258 માર્ગોની મરામત તથા રિસરફેસિંગ કામો માટે આ નાણાંની ફાળવણી કરી છે.
આ માર્ગોનું રિસરફેસિંગ અને અન્ય અનુષંગિક કામગીરી પૂર્ણ થતાં ગ્રામીણ વિસ્તારોનું રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગીન થવાથી કનેક્ટિવિટી વધશે અને નાના ગામોમાં પણ આંતરિક તેમજ શહેરો સાથેના વાહન યાતાયાતમાં વધુ સરળતા મળશે.
—
[9/1, 4:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%*
***
*ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે ઉત્તર ગુજરાત, વૈશ્વિક સ્તરે હાજરી મજબૂત બનાવવાનું લક્ષ્ય*
***
*ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પ્રદર્શિત થશે*
***
*ગાંધીનગર, 01 સપ્ટેમ્બર 2025:* ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો નોંધનીય ફાળો છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે સરકારની વિવિધ પહેલો અને રોકાણની તકોને આભારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સન ફાર્મા, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ વગેરે ગ્લોબલ કંપનીઓ આવેલી છે.
*ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%*
ગુજરાતના કુલ ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12% છે. મહેસાણામાં બલ્ક ડ્રગનું ઉત્પાદન, API, મધ્યસ્થી અને ફોર્મ્યુલેશનમાં નોંધપાત્ર તકો રહેલી છે. ટોરેન્ટ ફાર્મા જેવી જાણીતી કંપનીઓના કારણે આ તકોમાં વધારો થયો છે. કંપનીનો USFDA દ્વારા માન્ય પ્લાન્ટ ઇન્દ્રાદ (કડી, મહેસાણા) ખાતે આવેલો છે, જે 30 મિલિયન વાયલ (શીશી) વાર્ષિક ક્ષમતા સાથે API અને ફોર્મ્યુલેશન બંનેનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટમાં ગ્લોબલ ઇન્સ્યુલિન ઉત્પાદક નોવો નોર્ડિસ્ક માટે ખાસ સુવિધા પણ છે. ટોરેન્ટ ભારતમાં એકમાત્ર કંપની છે જે નોવો નોર્ડિસ્ક માટે કરાર હેઠળ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.
પાટણમાં નાની અને મધ્યમ ફાર્મા કંપનીઓની મજબૂત હાજરી છે જે ઇન્જેક્ટેબલ અને ફોર્મ્યુલેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિલ્લામાં મેડટેક ક્ષેત્રમાં પણ આશાસ્પદ વૃદ્ધિ જોવા મળી રહી છે, જેનું નેતૃત્વ વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ ડિવાઇસ અને હોસ્પિટલ ટ્રોલી, સ્ટ્રેચર વગેરે જેવા આવશ્યક તબીબી ઉપકરણો બનાવતી કંપનીઓ કરી રહી છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજો આવેલી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ), ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી (સિદ્ધપુર), એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગણપત યુનિવર્સિટી (ખેરવા, મહેસાણા), બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પાલનપુર), સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને આર્ડેક્ટા હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ખેડબ્રહ્મા) જેવી સંસ્થાઓ આવેલી છે.
આ ઉપરાંત, સરકારી અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં વ્યાપક અને નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે, જે ઉત્તર ગુજરાતના હેલ્થકેર ક્ષેત્રને સુદ્રઢ બનાવે છે. આ પ્રદેશમાં હેલ્થ કેર સેન્ટરનું મજબૂત નેટવર્ક પણ છે, જેમાં 318 PHC અને 75 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC)નો સમાવેશ થાય છે.
મજબૂત ઇકોસિસ્ટમ અને વ્યૂહાત્મક સ્થાન સાથે, આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ રહેશે. આ કાર્યક્રમને સરકાર, ઉદ્યોગ અને યુનિવર્સિટીઓ વચ્ચેના મજબૂત સહયોગનો પણ લાભ મળશે. તેઓ દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ભાવિને આકાર આપવા માટે તૈયાર છે.
*X-X-X*
[9/1, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ-2ની પ્રગતિ અને ફેઝ-3ના આયોજન અંગે રાઉન્ડટેબલ કોન્ફરન્સ યોજાઈ*
******************************
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ કોન્ફરન્સમાં રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહભાગી થયા*
******************************
*કોન્ફરન્સમાં ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ SBM-G ફેઝ-2 હેઠળ ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિઓ વર્ણવી*
******************************
*:: મંત્રી શ્રી રાઘવજી પટેલ ::*
• SBM-Gના ફેઝ-2 હેઠળ ગુજરાતમાં ૪૪ લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું; ગોબરધન યોજના હેઠળ ૧૧,૨૨૩ બાયોગેસ પ્લાન્ટ બન્યા
• ૮,૦૦૦થી વધુ સામુદાયિક શૌચાલયો, ૫.૧૩ લાખ વ્યક્તિગત સોક પીટ અને ૧.૩૬ લાખ સામુદાયિક સોક પીટનું નિર્માણ
• ૧૧,૭૪૦ સેગ્રીગેશન શેડનું નિર્માણ અને ૨૦,૨૬૦ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના વાહનો સુવિધા ઉપલબ્ધ થઇ
******************************
નવી દિલ્હીના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) ફેઝ-2ની પ્રગતિ પર રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને SBM-G ફેઝ-3 પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા.
આ પરિષદમાં ભારતના વિવિધ રાજ્યોમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-2 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવા ઉપરાંત SBM-Gના ફેઝ-3ના આયોજન અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ચર્ચા દરમિયાન વિવિધ પડકારો, તેના ઉકેલ અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પરિષદમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૨ હેઠળ થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને ખરા અર્થમાં સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં “સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G)”ની પ્રેરણા આપી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના અમલીકરણમાં ગુજરાત ટોચના રાજ્યો પૈકીનું એક બન્યું છે.
મંત્રી શ્રી પટેલે SBM-G હેઠળ ગુજરાતમાં થયેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે, SBM-Gના ફેઝ-2 હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૪૪ લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાહી કચરાના વ્યવસ્થાપન હેઠળ રાજ્યમાં ૮,૦૦૦થી વધુ સામુદાયિક શૌચાલયો, ૫.૧૩ લાખથી વધુ વ્યક્તિગત સોક પીટ અને ૧.૩૬ લાખથી વધુ સામુદાયિક સોક પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે, ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજ્યના ૨૦,૨૬૦ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના વાહનોની સુવિધા પૂરી પાડવા સાથે ૧૧,૭૪૦ સેગ્રીગેશન શેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ રાજ્યમાં ૧૧,૨૨૩ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને નિર્મળ ગુજરાત જેવી અન્ય યોજનાઓ સાથે જોડીને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરેક ગામના ઈ-વ્હીકલને GPS સિસ્ટમ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા સાથે હાલમાં પાઇલટ બેઝ પર કામ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત SBM-G હેઠળ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બનાવાયેલા બનાસકાંઠા જિલ્લાના વેડંચા મોડેલને CIPS અને FICCI એવોર્ડ તેમજ ગોબરધન યોજના માટે પણ ગુજરાતને FICCI તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૩ હેઠળ ગુજરાતના તથા ભારતના તમામ ગામોની સંપૂર્ણ સ્વચ્છતા સુનિશ્ચિત થશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પરિષદમાં ગુજરાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ હાથ ધરેલી શ્રેષ્ઠ પ્રણાલીઓની વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા સૌને અર્પણ કરવામાં આવી હતી. સાથે જ, ગુજરાતના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણેએ SBM-G યોજનાની શ્રેષ્ઠ પ્રણાલીઓ પર એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.
****************************
નિતિન રથવી
[9/2, 10:59 AM] Dilip Gajjar.Mahiti.Press: *SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર*
***
*સ્વાગત કાર્યક્રમના માધ્યમથી મહુવાના ભરતભાઈનો જમીન માલિકીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ ગયો*
***
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં સ્વાગતના માધ્યમથી 2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ*
***
*ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો SWAGAT ઓનલાઇન કાર્યક્રમ*
***
*ગાંધીનગર, 02 સપ્ટેમ્બર 2025:* ગુજરાત સરકાર છેલ્લા બે દાયકામાં જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી વિવિધ પહેલોને અમલી બનાવવામાં મોખરે રહી છે. સુશાસનને પ્રોત્સાહિત કરનારી આવી જ એક પહેલ છે- SWAGAT એટલે કે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય ઍપ્લિકેશન ઑફ ટેક્નોલૉજી. વર્ષ 2003માં જ્યારે વિશ્વ ડિજિટલ ક્રાંતિ માટે તૈયાર થઇ રહ્યું હતું, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સામાન્ય જનતા અને વહીવટીતંત્ર વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેક્નોલૉજીમાં રહેલી ક્ષમતાનો અહેસાસ થયો અને તેમણે સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદોની રજૂઆત સીધી જ મુખ્યમંત્રી સમક્ષ કરી શકે છે.
નોંધનીય છે કે, સ્વાગત કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યારસુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નાગરિકો દ્વારા કુલ 15,84,535 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાંથી 15,79,002 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.
*SWAGAT: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં 2,39,934 પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ*
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સ્વાગત કાર્યક્રમની બાગડોર સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ સ્વાગત કાર્યક્રમ મારફતે રાજ્યના નાગરિકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. દર મહિનાના ચોથા ગુરૂવારે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રીશ્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે અને તેની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવે છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 2,39,934 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા ભરતભાઈ કાબાભાઈ ખોડીફાડને પોતાના જ પ્લોટની માલિકી સત્તાવાર રીતે મળી ન હતી. મહુવા નગરપાલિકાએ ગરીબ લોકોને પ્લોટ ફાળવવા માટે ભરતભાઈના દાદાની 9 એકરની જમીન સંપાદન કરેલી હતી. આ જમીન પૈકી તેમને મળવાપાત્ર રહેણાંકની જમીનનો કબજો નગરપાલિકાએ સુપરત કર્યો ન હતો. આ જમીન તેમને રહેણાંક હેતુ માટે ફાળવવાનો ઠરાવ વર્ષ 1967માં નગરપાલિકાએ કર્યો હતો. જોકે, તેમના વડવાઓની અજ્ઞાનતાને લીધે જમીન પરના મકાનનો દસ્તાવેજ કરાવેલ ન હતો. તેમણે જ્યારે દસ્તાવેજ કરાવવા માટે નગરપાલિકા પાસે પરમિશન માગી ત્યારે તેમને ફરીથી વિભાગની મંજૂરી લેવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરતભાઈએ મકાન પોતાના નામે કરાવવા માટે તાલુકા, જિલ્લા અને છેલ્લે રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરી હતી.
ભરતભાઈ કહે છે કે, “મુખ્યમંત્રીશ્રીએ મિત્રભાવે મારી ફરિયાદ સાંભળી અને તેમણે આ મુદ્દે સંબંધિત અધિકારીઓને જમીનનો દસ્તાવેજ કરી આપવા સૂચના આપી હતી. આમ, મુખ્યમંત્રીશ્રીના હસ્તક્ષેપના કારણે મારો વર્ષો જૂનો મુદ્દો ઉકેલાઈ ગયો અને મારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે જે લોનની જરૂર હતી, એની પ્રક્રિયા અમે કરી શક્યા.”
*કેવી રીતે કાર્ય કરે છે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ?*
ઉલ્લેખનીય છે કે, સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અને તેને સમકક્ષ વર્ગ-૧ના ઑફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.
આ ઉપરાંત, રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો રૂબરૂ અથવા ટપાલ કે પોસ્ટ દ્વારા પણ માન. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને મોકલાવે છે. આ અરજીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સંબંધિત જિલ્લાને મોકલીને લોકોના પ્રશ્નો સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા WTC (Write to CMO- સીએમઓને લખો) ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીના કાર્યાલયને મોકલાવી શકે છે. રાજ્યના નાગરિકોની સમસ્યાઓને દૂર કરીને તેમને ઇઝ ઑફ લિવિંગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશાં પ્રતિબદ્ધ છે.
*X-X-X*
[9/2, 11:39 AM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત*
*બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ*
**************
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૧માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે.
*****************
નિતિન રથવી
[9/2, 12:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘આદિ કર્મયોગી અભિયાન’ એ દેશનું*
*સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન*
*:– આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર*
…………………..
*આ અભિયાનને સફળ બનાવવા આદિજાતિ વિકાસ વિભાગ સાથે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટોને* *પણ સાંકળવામાં આવ્યા છે :- આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ*
…………………..
*ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવાશે*
*આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે*
……………….
આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગાંધીનગરથી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે.” આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમ, મંત્રીશ્રીએ કહ્યું હતું.
ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે. આ અભિયાન વડાપ્રધાનશ્રીના દુરંદેશી નેતૃત્વનું પરિણામ છે. PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે. આ અભિયાનમાં ભારત દેશના ૦૧ લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે તેમ, મંત્રી શ્રી ડિંડોરે ઉમેર્યું હતું.
*અભિયાનના મુખ્ય હેતુઓ*
• *પ્રતિભાવશીલ, પારદર્શક અને જવાબદાર શાસનને પ્રોત્સાહન આપવું.*
• *નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બનાવવું.*
• *સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવી.*
• *રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવું.*
• *વિકસિત ભારત@2047 માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવા.*
• *વસવાટ (habitation) થી રાજ્ય સુધી બહુસ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવું.*
• *કન્વર્ઝન્સ દ્વારા છેલ્લા માઈલ ડીલેવરી સુનિશ્ચિત કરવી (PM-JANMAN, Dharti Aaba Abhiyan, Sickle Cell Mission, EMRS, scholarships)*
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાનને PM-JANMAN, DA-JGUA, રાષ્ટ્રીય સિકલ સેલ નાબૂદી અભિયાન, EMRS વિસ્તરણ અને શિષ્યવૃત્તિ વગેરે યોજનાઓનું એકીકરણ કરી રાષ્ટ્રીય મિશન સાથે સુમેળ સાધવાનો છે. આ અભિયાનમાં આદિજાતિ વિકાસ વિભાગ સાથે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટોને પણ સાંકળવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, તેમજ ડ્રીન્કિંગ વોટર અને સેનિટેશન વિભાગનો સમાવેશ થાય છે.
મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ૦૩ કેડરની કેટેગરી પાડવામાં આવી છે, જેમાં (1) આદી કર્મયોગી, (2) આદિ સહયોગી અને (3) આદિ સાથીનો સમાવેશ થાય છે. જેમાં (1) આદિ કર્મયોગીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ, (2) આદિ સહયોગીમાં યુવા નેતાઓ, શિક્ષકો, ડોક્ટરો, સમાજ કાર્યકરો અને (3) આદિ સાથીમાં આદિવાસી નેતા, આદિવાસી વૈદુ ભગતો, SHGsના સભ્યો, આંગણવાડી કાર્યકર, વોલેન્ટિયર વગેરેને અનુક્રમે રાજ્ય, જિલ્લા અને તાલુકો સ્તરે તાલીમ આપીને આદિવાસી લોકોમાં ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકસાવવાનો છે.
તેમણે કહ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગ અને લાઈન ડિપાર્ટમેન્ટના કુલ – ૦૮ અધિકારીશ્રીઓએ મહારાષ્ટ્રના પૂણે ખાતે ઉપસ્થિત રહીને આદિ કર્મયોગી અભિયાન-રિજ્યોનલ પ્રોસેસ લેબ અંતર્ગત આદિ કર્મયોગી અંગેની સ્ટેટ માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ મેળવી હતી. ગત તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય ખાતે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત એક દિવસનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં આદિજાતિ વિકાસ વિભાગના અને લાઇન ડિપાર્ટમેન્ટના કુલ-૭૦ થી વધુ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન નારાયણી હાઈટ્સ હોટેલ, ભાટ, ગાંધીનગર ખાતે આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૫ જિલ્લાના ૧૦૪ થી વધુ અધિકારીઓને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ આપવામાં આવી હતી. આદિજાતિઓની વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત એક દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજાઈ ગયા છે તેમજ સપ્ટેમ્બર-૨૦૨૫ માસના પ્રથમ અઠવાડિયામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડીસ્ટ્રીકટ પ્રોસેસ લેબ અંતર્ગત તાલુકામાંથી આવેલા અધિકારીશ્રીઓને બ્લોક માસ્ટર ટ્રેનરની તાલીમ આપવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ આદિ કર્મયોગીથી આદિ સહયોગી અને આદિ સહયોગીથી આદિ સાથી સુધી પહોંચવાનો છે. આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા પછાત અને ગરીબ લોકોને સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તે માટે ગ્રામ્ય કક્ષાએ વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એકશન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે, આ આયોજન નીચેથી ઉપર જશે. ગ્રામીણ કક્ષાએ એક આદિ સેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવશે અને સ્થાનિક આદિવાસી લોકોની જરૂરિયાતો અને પ્રશ્નો સમજવામાં આવશે અને તેના ઉકેલો પણ સ્થાનિક કક્ષાએથી મળે તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભારતમાં અને ગુજરાતમાં “સવિશેષ ગ્રામસભા” યોજાનાર છે. આ વિશેષ ગ્રામસભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આપણે સૌએ સાથે મળીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવાનું છે. આપણને એક અવસર મળ્યો છે કે આપણે સૌ સાચા આદિ કર્મયોગી, આદિ સહયોગી અને આદિ સાથી બનીએ અને આદિજાતિના જે કુટુંબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમને સમયસર અને યોગ્ય લાભ પહોંચાડવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
જનક દેસાઈ/ ઋચા રાવલ ……………………
[9/2, 12:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય શિક્ષક દિવસ -૨૦૨૫ (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – ૦૧)*
***************
*વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત કૌશલ્ય વિકાસ અને શિક્ષણની આવનારા સમયમાં તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનિયમિત વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરવા સતત પ્રયત્ન કરું છું. :- પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદ*
***************
*શ્રી મીનેશભાઈ વાળંદ દ્વારા ભણાવાયેલી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની*
************
શિક્ષક ક્યારે પણ સાધારણ હોતો નથી.. આ વાત આચાર્ય શ્રી ચાણકયએ કહી હતી. અમદાવાદ જિલ્લાની વાલીન્ડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદે આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. આ અસાધારણ શિક્ષકે ધોરણ ૮ પાસ કરેલી ૫૦થી વધુ દીકરીઓને આદર્શ નિવાસી શાળા-સેક્ટર ૧૩, ગાંધીનગર ખાતે પ્રવેશ અપાવ્યો હતો. આ દીકરીઓના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પણ તેમણે ઉપાડી હતી. જેના પરિણામ સ્વરૂપે આજે આમાંથી મોટાભાગની વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ જેવા અભ્યાસક્રમો પૂર્ણ કરીને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની છે.
દેશના ભવિષ્યને ઉજળું બનાવતા આ શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ૧૯ વર્ષ પહેલા જ્યારે તેઓ ધોલેરાની વાલીન્ડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા, ત્યારે ધોલેરા તાલુકામાં દીકરીઓનો શાળાએ ભણવા જવાનો દર ખૂબ ઓછો હતો. આ બાબત ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ વધે તે માટે “પેટર્ન ઓફ વાલીન્ડા” નામથી એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત અનિયમિત વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરવા નવીન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જેમાં મહિનાનું કેલેન્ડર તૈયાર કરીને વધુ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના ઘરે જઈને ‘મોહલ્લા પ્રાર્થના’ કરવાનો અનુક્રમ શરુ કર્યો હતો, જેથી આસ-પાસના રહેવાસીઓમાં પણ શિક્ષણના મૂલ્યો અંગે જાગૃતિ આવે.
આ ઉપરાંત બાળકોને કલા સંસ્કૃતિ સાથે જોડવા માટે “શાળામાં કવિ કહે છે” નામથી એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના કવિઓની કાવ્યરચના સંગીતના રૂપમાં ગાઈને બાળકોને ભણાવવામાં આવે છે. વધુમાં, શિક્ષકો અને બાળકો સાથે મળીને ટિફિન ડે અને ફિલ્મ નિદર્શન-ડેની ઉજવણી કરે છે. જેથી બાળકોને શાળામાં હળવું અને રસપ્રદ વાતાવરણ મળતા તેઓ નિયમિત ભણવા આવે. “પેટર્ન ઓફ વાલીન્ડા” અભિયાનની ખાસ વાત એ છે કે, જે વાલી પોતાના બાળકને નિયમિત શાળાએ મોકલે ત્યારે તે બાળક અને વાલીનું સન્માન કરવામાં આવે છે. આવા અનેક પ્રયાસો અને રાજ્ય સરકારના સહકારથી આજે ધોલેરા તાલુકાના બાળકોમાં ભણવાની જિજીવિષા જાગી છે.
વધુમાં શ્રી મીનેશભાઈએ કહ્યું હતુ કે, રમત ગમત ક્ષેત્રે પણ વાલીન્ડા પ્રાથમિક શાળાના બાળકો પાછળ ન રહે તે માટે શાળાના બાળકોને કઈ રમતમાં રસ છે, તે જાણી રાજ્ય સરકારના ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવામાં આવે છે. જેની ફલશ્રુતિરૂપે શાળાની જ એક દીકરી – બંસી કિરીટભાઈ મેરે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ કુસ્તીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ દીકરી હાલ સરકારી સ્પોર્ટ્સ સ્કૂલમાં બેડમિન્ટન અને કુસ્તીનો અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એશિયન ગેમ્સ -૨૦૨૫માં ટેકવોન્ડો રમતમાં પણ આ દીકરીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ ઉપરાંત શ્રી મીનેશભાઈ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સૃષ્ટિ એન.જી.ઓ. અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ-IIM સાથે મળીને ઉનાળા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે ચિલ્ડ્રન ક્રિએટિવિટી વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન અને વૈચારિક કૌશલ્ય વિકસાવવાની તક મળે છે. આમાંથી એક વિદ્યાર્થીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યો છે.
દર વર્ષે ૫ સપ્ટેમ્બરને ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાનારા શિક્ષક દિવસ કાર્યક્રમમાં અમદાવાદના પ્રતિભાશાળી શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદને શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી મીનેશભાઈએ શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ વર્ષ – ૨૦૧૧માં વાંચે ગુજરાત અંતર્ગત ગુજરાત ગૌરવ એવોર્ડ, વર્ષ -૨૦૧૩માં ભારત રત્ન સરદાર પટેલ સાહિત્યિક એવોર્ડ, વર્ષ -૨૦૧૬માં માતૃભાષા અભિયાન દ્વારા રાજ્યના શ્રેષ્ઠ ભાષા શિક્ષક એવોર્ડ, વર્ષ -૨૦૧૯માં રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રેષ્ઠ આચાર્ય સન્માન, વર્ષ -૨૦૨૦માં અચલા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન તેમજ વર્ષ -૨૦૨૧માં અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન દ્વારા પુરુસ્કૃત કરવામાં આવ્યા હતા.
– પ્રિન્સ ચાવલા
************
[9/2, 12:47 PM] Dilip Gajjar.Mahiti.Press: છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા અને વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”
********************
એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દરવર્ષે આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીઓને વિવિધ સેવાનો લાભ મળે છે
**********************
સેવા કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે ચા-નાસ્તો, શરબત, પાણી, સફરજન અને વિસામાની વ્યવસ્થા
************************
માઁ જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી, જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ બની છે.
*એક સંકલ્પથી શરૂ થયેલી યાત્રા*
ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ ૧૯૯૫થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના ૮ કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ ૧૯૯૯માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે. માઁ અંબાને આપેલું આ વચન પૂરું કરવા માટે ગામના યુવાનોએ “માઁ વેડાઈ સેવા કેન્દ્ર”ની સ્થાપના કરીને પદયાત્રીઓની સેવા શરૂ કરી હતી.
*સેવાનો વિસ્તરતો વ્યાપ*
સેવા શરુ કર્યાના શરૂઆતના પાંચ વર્ષ સુધી યુવાનોના સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓને ફક્ત લીંબુ શરબત અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. સમય જતાં દાતાઓના સહયોગથી આ સેવા કેમ્પમાં પાણી-શરબત સાથે વિવિધ પ્રકારના નાસ્તા, ચા અને મેડિકલ સેવાઓ પણ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના સહકારથી પદયાત્રીઓ માટે એક વિશાળ વિસામાનું પણ નિર્માણ કરવાનું શરુ કર્યું હતું, જેથી પદયાત્રીઓ બે ઘડી આરામ કરી શકે. આ સેવા કેમ્પ દ્વારા છેલ્લા દસ વર્ષથી માઈભક્તોને સતત સફરજનનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. સફરજનને કાપી, તેના પર મસાલો નાખીને શ્રદ્ધાળુઓને માઁ વેડાઈના પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
*શ્રમ અને સમર્પણની ગાથા*
આ સેવા કેમ્પમાં માત્ર પૈસાનું જ નહીં, પરંતુ શ્રમનું પણ દાન થાય છે. ગામના ધંધો, સરકારી-ખાનગી નોકરી અને મોટી ખેતી કરતા યુવાનો પણ આ ચાર દિવસ દરમિયાન સેવા કેમ્પમાં આવીને રાત-દિવસ શ્રદ્ધાળુઓની સેવા કરે છે. દર વર્ષે આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીઓ આ સેવા કેન્દ્રનો લાભ લે છે. જેમાં ગાંધીનગર, માણસા, વિજાપુર, હિંમતનગર અને વિસનગર તાલુકાના ભક્તોનો પણ સમાવેશ થાય છે. ૧૦ વર્ષ પહેલા સફરજનની સેવા શરૂ કર્યા બાદ, દર વર્ષે લગભગ રૂ. ૫ લાખથી વધુનો ખર્ચ થાય છે. પરંતુ, માઁ વેડાઈની કૃપાથી અને દાતાઓના સહયોગથી આ સેવા અવિરતપણે હજુ પણ ચાલુ છે અને આગામી અનેક વર્ષો સુધી સતત ચાલુ રહેશે.
***********************
[9/2, 1:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ આજે એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના મિત્રોને સંબોધન કરશે.*
*તારીખઃ* ૨/૯/૨૦૨૫, મંગળવાર
*સમયઃ* બપોરે ૩.૩૦ કલાકે
*સ્થળઃ* નાણા મંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧
આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[9/2, 2:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રથમ દિવસે પોર્ટલ પર એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતા પોર્ટલ ક્રેશ થયું હતું*
*અપડેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું છે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
*નોંધણી પ્રક્રિયા તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે; જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમયમર્યાદા લંબાવવામાં આવશે*
**************
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત તા. ૧ સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.
આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. ૨ સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.
************
નિતિન રથવી
[9/2, 2:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી*
***
*મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરે આયોજિત VGRCમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
***
*સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ*
***
*ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભારતનો સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસો ઉજાગર થશે*
***
*ગાંધીનગર, 02 સપ્ટોમ્બર 2025:* 2500 વર્ષ કરતાં પણ વધુ સમયથી ધબકતું વડનગર શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. આ ઐતિહાસિક શહેરના સમૃદ્ધ વારસાના સંરક્ષણ માટે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું અને 1 ફેબ્રુઆરીથી તેને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, 31 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર ભારતમાંથી કુલ 95,658 મુલાકાતીઓએ વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી છે.
આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમના મુલાકાતીઓનો આ આંકડો સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે. આ મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે, મ્યુઝિયમમાં દરેક વ્યક્તિની સુલભતા સુનિશ્ચિત કરવામાં આવી છે અને આ સ્થળ શૈક્ષણિક હેતુ માટે પણ લોકપ્રિય બની રહ્યું છે.
*સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ*
આ સંગ્રહાલય વ્યાપક ખોદકામ દરમિયાન મળી આવેલી કલાકૃતિઓના માધ્યમથી વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ રજૂ કરે છે. 13,525 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ મ્યુઝિયમમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન, ભાષા વગેરે પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરી આવેલી છે. 4,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ખોદકામ સ્થળે પુરાતત્વીય અવશેષો 16થી 18 મીટરની ઊંડાઈએ જોઈ શકાય છે. મુલાકાતીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.
આ સંગ્રહાલયમાં માટીકામ, શેલવર્ક, સિક્કા, ઝવેરાત, શસ્ત્રો અને સાધનો, શિલ્પો, રમતગમતનો સામાન અને ખાદ્યાન્ન, હાડપિંજરના અવશેષો જેવી જૈવિક સામગ્રી સહિત 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.
*VGRCમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) યોજાશે. આ પ્રાદેશિક પરિષદમાં વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બનશે, જે પ્રદેશનો ઐતિહાસિક વારસો ઉજાગર કરશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં ભારતનો સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત થશે ત્યારે ગુજરાત પ્રવાસનની કામગીરીની નોંધ પણ લેવાશે.
***
[9/2, 4:01 PM] Dilip Gajjar.Mahiti.Press: નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
*નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ*
****************
*નાગરિકોએ તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે*
****************
*આ નિર્ણયથી રાજ્યના ૧.૭૫ કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન આશરે રૂ. ૪૦૦ કરોડથી વધુનો લાભ થશે*
***************
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ. ૪૦૦ કરોડથી વધુનો લાભ થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારનું સક્રિય અભિગમ દર્શાવે છે.
જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવતા ફ્યુઅલ સરચાર્જના દરને પ્રતિ યુનિટ ૫૦ પૈસા ઘટાડીને રૂ. ૩.૩૫ થી રૂ. ૨.૮૫ કરવામાં આવ્યો હતો. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર-૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જના દરને વધુ ૪૦ પૈસા ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન-૨૦૨૫ દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ અને વાણિજ્યિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
****************
નિતિન રથવી
[9/2, 4:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *“અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા- ૨૦૨૫”*
*********
*અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના*
*ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકો-વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવાયું*
…………………..
• *અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે*
• *વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે*
• *GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન*
• *પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે*
…………………..
લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. અંબાજી પદયાત્રા માર્ગ પર ગત વર્ષે ૭૬૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ ૧૦ બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના ઉપક્રમે ક-રોડ ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે. આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે.
મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્સવો થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. અંબાજી ખાતે વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો ચાલીને આસ્થા સાથે માં અંબાના દર્શન કરે છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંઘ, ગામ અને શહેરો દ્વારા પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સ્વાભાવિક ક્રમે ઉત્પન્ન થતા વિવિધ કચરાના નિકાલ માટે GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું અવિરત મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવો એ આપણા સૌની ફરજ છે.
આ અભિયાનમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને અભિનંદન આપીને પદયાત્રાના માર્ગ પર આવતા ગામો અને શહેરો પર સ્વેચ્છાએ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.
દર વર્ષે GPCB અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અંબાજી પદયાત્રાના માર્ગના સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘન કચરાના નિકાલ અને રીસાઈકલ કરવાથી પર્યાવરણના જતનની સાથે રોજગારી પણ ઉપલબ્ધ થાય છે.
પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશા સાથે કલાકારો દ્વારા જાગૃતિ દર્શાવતું શેરી નાટક ભજવીને સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમ, GPCB ગાંધીનગરની યાદીમાં જણાવાયું હતું.
……………
જનક દેસાઈ
[9/2, 5:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ ફ્લેગ ઓફ કાર્યક્રમ
*મહાનુભાવ*: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
*તારીખઃ* ૦૩/૦૯/૨૦૨૫, બુધવાર
*સમયઃ* સવારે ૧૧.૩૦ કલાકે
*સ્થળઃ* હેલિપેડ ગ્રાઉન્ડ, સચિવાલય, ગાંધીનગર
• આ કાર્યક્રમના કવરેજ માટે સૌ મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[9/2, 5:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી*
*રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૧૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૦૯ જળાશયો વોર્નિંગ લેવલ પર*
*રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ*
*****************
રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૧૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૦૯ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં NDRF અને SDRFના અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુપાલન વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*********************************
ઋચા રાવલ
[9/2, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે હરિયાણાના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહ*
———
હરિયાણા રાજ્ય સરકારના ઉદ્યોગો અને વાણિજ્ય,વન-પર્યાવરણ અને વન્યજીવન, વિદેશ સહકાર તથા સૈનિક અને અર્ધ સૈનિક કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
મંત્રી શ્રી રાવ નરબીર સિંહે પ્રકૃતિ અને માનવ કલ્યાણ માટે રાજ્યપાલશ્રી દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન તેમજ શિક્ષણ, આરોગ્ય તથા સંસ્કૃતિ પર આધારિત સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રી વચ્ચે કૃષિ, સહકાર, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.
———-
[9/2, 6:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલે ગાંધીનગર ખાતેથી ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે*
********************
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૧ સેજા કચેરી, ૧ ઘટક કચેરી અને ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં પરંપરાગત પદ્ધતિથી અને GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
*****************************
(ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો)
[9/2, 1:01 PM] Neha Talaviya.Mahiti: *સંસ્કૃતિ તથા સભ્યતા સાથે બાળકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા મોબાઈલની લત છોડાવી, મેદાનમાં મોકલવાનો વારંવાર અનુરોધ કરતાં કલેકટર શ્રી મેહુલ કે.દવે*
…..
*જમતી વખતે મોબાઈલ બિલકુલ નહીં વાપરતા સહ પરિવાર જમવાથી તથા અઠવાડિયામાં એક કે બે દિવસ મોબાઈલ બિલકુલ ન વાપરવાના એક પ્રકારના ઉપવાસથી પરિવારમાં એકતા અને લાગણી ખૂબ જ મજબૂત બને છે- કલેક્ટરશ્રી મેહુલ કે.દવે*
…….
*ચાલો પ્રણ લઈએ, આપણે મોબાઇલને ચલાવીશું, મોબાઈલ આપણને નહીં…. મેદસ્વિતા મુક્ત ભારતના આપણે પણ સ્વસ્થ નાગરિક બનીશું અને ભાવિ પેઢીને પણ મેદસ્વિતા મુક્ત રાખતા રમતગમત સાથે જોડીશું*
……..
*મોબાઈલ પકડાવી, ટીવી નું રીમોટ પકડાવી બાળકોને મેદાન ભૂલવાડતા આપણે અજાણતા તેમને મેદસ્વિતા સાથે અનેક રોગોના શિકાર બનાવી રહ્યા છે*
…….
*આપણી દેશી રમતો, જેવી કે ખોખો, કબડ્ડી, સંતાકુકડી, પકડ દાવ, આંબલી પીપળી, સાતોડિયું, ગીલી ડંડો આ બધી રમતોથી પણ શરીરને સુડોળ મજબૂત અને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ મળે છે*
……..
*બાળકોના હાથમાં મોબાઈલ કે ટીવીના રિમોટ ની જગ્યાએ બોલ પકડાવો, સોફા કે ખુરશી માંથી ઉભા કરી મેદાનમાં દેશી રમતો શીખવાડો, તેમને જૂની રમતો નું ઘેલું લગાડો અને બાળકોની મેદસ્વિતા સાથે મનોરોગી બનતા અટકાવો*
……..
અરે મમ્મી, ચાલો ને આપણે પાર્કમાં રમવા જઈએ. નાનકડા દીકરાએ એની મમ્મીને કહ્યું, ત્યાં તો એના મમ્મીએ અકળાઈને કહ્યું, જો બેટા હું બહુ થાકી ગઈ છું, લે આ ફોન આમાં જ રમ ગેમ!!!!
અને આમજ મહિનો, બે મહિના, ચાર મહિના એમ સમય વીતતો ગયો, દીકરો મેદાન ભૂલતો ગયો અને મોબાઈલમાં ખોવાતો ગયો. ઘણા સમયે મમ્મીને ધ્યાને ચડ્યું કે દીકરાના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો છે, અને મમ્મીએ દીકરાને ધમકાવ્યો, “આજકાલ જોઉં છું બેટા હું,કે તને મોબાઈલની બહુ લત લાગી ગઈ છે!”, પણ દીકરો ક્યાં તેમની વાત સાંભળતો હતો,એ તો મોબાઈલની દુનિયામાંજ ખોવાયેલો હતો!
માને હવે ચિંતા વધી, અને દીકરાના પપ્પાને વાત કરી જુઓને આપણો દીકરો 24 કલાક મોબાઇલમાં બસ ગેમ જ રમ્યા કરે છે, જેના કારણે તેનો સ્વભાવ ,શરીર અને વર્તન બધું જ બદલાઈ રહ્યું છે, ત્યારે દીકરાના પપ્પાએ માત્ર એક જ સવાલ પૂછ્યો, આપણા દીકરાને પહેલી વાર મોબાઈલ પકડાવ્યો કોણે?
બસ આવું જ આપણું પણ છે, સરકાર મેદસ્વિતા મુક્ત ગુજરાતની કલ્પના કરતા ઘણા પ્રયાસો કરી રહી છે, પણ અજાણતા આપણે આપણી નવી પેઢીને કુટેવો આપી નથી રહ્યા ને, એ હવે આપણે જોવાનું છે. મોબાઈલ પકડાવી, ટીવી નું રીમોટ પકડાવી બાળકોને મેદાન ભૂલવાળી તો નથી રહ્યા ને તે હવે આપણે જોવાનું.
આંતરરાષ્ટ્રીય રમત દિવસ અંતર્ગત હમણાં જ આપણે ફિટનેસ અંગે ઘણા બધા કાર્યક્રમો કર્યા. સાયક્લોથન નું આયોજન પણ કર્યું, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સાયકલિંગ એ શરીરને સુડોળ અને મજબૂત બનાવવાની શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે. આ સિવાય આપણી દેશી રમતો, જેવી કે ખોખો, કબડ્ડી, સંતાકુકડી, પકડ દાવ, આંબલી પીપળી, સાતોડિયું, ગીલી ડંડો આ બધી રમતો થી પણ શરીરને સુડોળ મજબૂત અને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ મળે છે, એટલે જ આપણા વડવાઓ ઘણા વર્ષો સુધી સ્વસ્થ અને મસ્ત જીવન જીવી શક્યા છે.
આજે આપણાં પૌષ્ટિક આહારની જગ્યા જંકફુડે લઈ લીધી છે. જેથી આવનારી ભવિષ્યની પેઢીની ખાવાની આદતો સુધરે અને આ સાથે તેમના રમવાની આદતો પણ સુધારવી એ આપણા માટે વર્તમાન સમયમાં અનિવાર્ય બની ગયું છે.
બાળકોના હાથમાં મોબાઈલ કે ટીવીના રિમોટ ની જગ્યાએ બોલ પકડાવો, સોફા કે ખુરશી માંથી ઉભા કરી મેદાનમાં દેશી રમતો શીખવાડો, તેમને જૂની રમતો નું ઘેલું લગાડો તો જ ભવિષ્યની પહેલી મેદસ્વિતાનું ભોગ બનતા અટકી શકશે અને સ્વસ્થ તંદુરસ્ત રહેવા સાથે ભારતની મજબૂત પેઢી નું આપણે નિર્માણ કરી શકીશું.
માત્ર ઓનલાઇન ગેમિંગ નહીં હવે મલખમ, કુસ્તી સાથે મસ્તી કરવા બાળકને મેદાનમાં પહોંચાડવાની જવાબદારી પણ આપણી છે. સાથે સાથે તેમને પૌષ્ટિક વાનગીઓનું ઘેલું લાગે તે પણ આપણા હાથમાં છે.
ચાલો તો સાથે મળી સંકલ્પ કરીએ, આપણા બાળકોના હાથમાં મોબાઈલ નહીં આપીએ, ટીવીની લત નહીં લગાડીએ પોતે પણ મેદાનમાં રમશું અને બાળકોને પણ રમાડીશું ખરું ને!!!
કલેકટરશ્રી ગાંધીનગર, મેહુલ કે.દવે પણ આજ વાત લઈ ગામડે ગામડે દરેક મા-બાપને સચેત કરી રહ્યા છે. અને સંસ્કૃતિ તથા સભ્યતા સાથે બાળકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા મોબાઈલની લત છોડાવી, મેદાનમાં મોકલવા અનુરોધ કરે છે.અને જમતી વખતે મોબાઈલ બિલકુલ નહીં વાપરવા સહ પરિવાર જમવાથી તથા અઠવાડિયામાં એક કે બે દિવસ મોબાઈલ બિલકુલ ન વાપરવાના એક પ્રકારના ઉપવાસથી પરિવારમાં એકતા અને લાગણી ખૂબ જ મજબૂત બને છે માટે આ પ્રયોગ દરેક પરિવારે કરવો જ જોઈએ, તેવું કલેક્ટરશ્રીનું સ્પષ્ટ પણે માનવું છે.
તો ચાલો પ્રણ લઈએ, પોતે મોબાઇલને ચલાવીશું, મોબાઈલ આપણને નહીં…. મેદસ્વિતા મુક્ત ભારતના આપણે પણ સ્વસ્થ નાગરિક બનીશું અને ભાવિ પેઢીને પણ મેદસ્વિતા મુક્ત રાખતા રમતગમત સાથે જોડીશું.
….
*નેહા તલાવિયા*
[9/2, 1:10 PM] Neha Talaviya.Mahiti: છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા અને વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”
********************
એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દરવર્ષે આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીઓને વિવિધ સેવાનો લાભ મળે છે
**********************
સેવા કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે ચા-નાસ્તો, શરબત, પાણી, સફરજન અને વિસામાની વ્યવસ્થા
************************
માઁ જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી, જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ બની છે.
*એક સંકલ્પથી શરૂ થયેલી યાત્રા*
ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ ૧૯૯૫થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના ૮ કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ ૧૯૯૯માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે. માઁ અંબાને આપેલું આ વચન પૂરું કરવા માટે ગામના યુવાનોએ “માઁ વેડાઈ સેવા કેન્દ્ર”ની સ્થાપના કરીને પદયાત્રીઓની સેવા શરૂ કરી હતી.
*સેવાનો વિસ્તરતો વ્યાપ*
સેવા શરુ કર્યાના શરૂઆતના પાંચ વર્ષ સુધી યુવાનોના સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓને ફક્ત લીંબુ શરબત અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. સમય જતાં દાતાઓના સહયોગથી આ સેવા કેમ્પમાં પાણી-શરબત સાથે વિવિધ પ્રકારના નાસ્તા, ચા અને મેડિકલ સેવાઓ પણ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના સહકારથી પદયાત્રીઓ માટે એક વિશાળ વિસામાનું પણ નિર્માણ કરવાનું શરુ કર્યું હતું, જેથી પદયાત્રીઓ બે ઘડી આરામ કરી શકે. આ સેવા કેમ્પ દ્વારા છેલ્લા દસ વર્ષથી માઈભક્તોને સતત સફરજનનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. સફરજનને કાપી, તેના પર મસાલો નાખીને શ્રદ્ધાળુઓને માઁ વેડાઈના પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
*શ્રમ અને સમર્પણની ગાથા*
આ સેવા કેમ્પમાં માત્ર પૈસાનું જ નહીં, પરંતુ શ્રમનું પણ દાન થાય છે. ગામના ધંધો, સરકારી-ખાનગી નોકરી અને મોટી ખેતી કરતા યુવાનો પણ આ ચાર દિવસ દરમિયાન સેવા કેમ્પમાં આવીને રાત-દિવસ શ્રદ્ધાળુઓની સેવા કરે છે. દર વર્ષે આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીઓ આ સેવા કેન્દ્રનો લાભ લે છે. જેમાં ગાંધીનગર, માણસા, વિજાપુર, હિંમતનગર અને વિસનગર તાલુકાના ભક્તોનો પણ સમાવેશ થાય છે. ૧૦ વર્ષ પહેલા સફરજનની સેવા શરૂ કર્યા બાદ, દર વર્ષે લગભગ રૂ. ૫ લાખથી વધુનો ખર્ચ થાય છે. પરંતુ, માઁ વેડાઈની કૃપાથી અને દાતાઓના સહયોગથી આ સેવા અવિરતપણે હજુ પણ ચાલુ છે અને આગામી અનેક વર્ષો સુધી સતત ચાલુ રહેશે.
***********************
[9/2, 2:48 PM] Neha Talaviya.Mahiti: *સેક્ટર-૩-ડીનો ઓપરેશન સિંદૂરની થીમ સાથે બનાવાયેલ ગણેશ પંડાલ એટલે સંસ્કૃતિ અને સભ્યતા સાથે પ્રભુ ભક્તિ અને દેશ પ્રેમ તથા દેશભક્તિ ની અનોખી અનુભૂતિ*
…….
*”વોકલ ફોર લોકલ” અને સ્વદેશી ખાદીના ઉપયોગ થકી સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવતા દેશ હિતમાં કાર્યમાં લોકોને જોડતા સંદેસા પંડાલના દરેક ખુણે મુકવામાં આવ્યા છે*
…………………………………..
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્લોગન “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ,સૌનો વિશ્વાસ”આધારે જ કામગીરી: મંડળમાં કોઈ પ્રમુખ નથી ,કોઈ લીડર નથી, કોઈ પાસે સ્પેશિયલ પાવર નથી,માત્ર મહેનત,સંપ અને વિશ્વાસના આધારે અદભૂત આયોજન*
……………………………………..
*ગણેશજીના આશીર્વાદ સરહદની રક્ષા કરતા આ જવાનોને હંમેશા મળતા રહે એવા આશય સાથે આ વર્ષની ઓપરેશન સિંદૂર થીમ આધારિત સમગ્ર સજાવટ કરવામાં આવી છે*
……………………..
*”વોકલ ફોર લોકલ”અને સ્વદેશી ખાદી ના ઉપયોગ માટે લોકોને જાગૃત કરતા કટ આઉટ તથા સ્લોગન સાથેના બેનર જેવા કે, “દેશની સાન, સ્વદેશી સામાન”,”વિદેશી છોડો, સ્વદેશી જોડો” લગાવી નાગરિકોમાં જાગૃતિ લાવવાનો ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો*
………………………………..
ઓપરેશન સિંદુરની થીમ સાથે સજાવાયેલા ગાંધીનગર સેક્ટર 3-ડી ખાતે આવેલા ગણેશ પંડાલમાં ગણપતિ બાપાની માટીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. સાથે જ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે દેશના વીર જવાનોને એક ટ્રીબ્યુટ આપતી સજાવટ પણ કરવામાં આવી છે.
આ પંડાલની ખાસ વાત એ છે કે, લગભગ 12 વર્ષથી અહીં માટીના શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, અને સાત દિવસ સુધી શ્રી ગજાનંદની ભાવભક્તિ પૂર્ણ આગતા સ્વાગતા દ્વારા પૂજા અર્ચના કરી સાતમા દિવસે વિસર્જન કરવામાં આવે છે. દરેક વર્ષે કંઈક જુદા અને સમાજ ઉપયોગી સંદેશ આપતી થીમ પસંદ કરી પંડાલની સજાવટ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પણ અહીં “વોકલ ફોર લોકલ”અને સ્વદેશી ખાદી ના ઉપયોગ માટે લોકોને જાગૃત કરતા કટ આઉટ તથા સ્લોગન સાથેના બેનર જેવા કે, “દેશની સાન, સ્વદેશી સામાન”,”વિદેશી છોડો, સ્વદેશી જોડો” લગાવી નાગરિકોમાં જાગૃતિ લાવવાનો ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ સાથે જ ગણેશ મહોત્સવ કરતા આ મંડળની ખાસિયત એ છે કે, સેક્ટર 3-ડી મિત્ર મંડળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સ્લોગન “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ,સૌનો વિશ્વાસ”આધારે જ કામગીરી કરી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. આ મંડળમાં કોઈ પ્રમુખ નથી ,કોઈ લીડર નથી, કોઈ પાસે સ્પેશિયલ પાવર નથી અહીં અધિકારીથી માંડી કર્મચારી અને વેપારીઓ તથા વિદ્યાર્થીઓ દરેક આ મિત્ર મંડળના સભ્યો છે. અને માત્ર સંપ, વિશ્વાસ તથા વિશ્વાસથી સાત દિવસનું સમગ્ર આયોજન કરવામાં આવે છે.
આ સાથે જ યુવક મિત્ર મંડળના સભ્યો દ્વારા આ વર્ષની પંડાલ સજાવટ અંગે જણાવવામાં આવ્યું છે કે, ઓપરેશન સિંદુર અંતર્ગત આપણા દેશના વીર જવાનોએ જે સફળતા મેળવી છે તેને બિરદાવવા અને ગણેશજીના આશીર્વાદ સરહદની રક્ષા કરતા આ જવાનોને હંમેશા મળતા રહે એવા આશય સાથે આ વર્ષની ઓપરેશન સિંદૂર થીમ આધારિત સમગ્ર સજાવટ કરવામાં આવી છે. આ સાથે જવાનો દેશની સરહદે લડે છે, એમ હવે આપણે પણ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરતા આપણા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા સ્વદેશી વસ્તુઓ અપનાવી, દેશની આર્થિક મજબૂતી માટે લડત આપવાની છે, માટે અહીં થોડા થોડા અંતરે એ રીતે સ્વદેશી અપનાવવાના સ્લોગન લગાવવામાં આવ્યા છે કે, બાપાના દર્શને આવનાર દરેક ભક્તોને તે નજરે ચડે, અને તેઓ સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવતા દેશના હિતમાં કાર્યકર્તા પોતાનું યોગદાન આપી શકે.
…………………………
*નેહા તલાવિયા*
[9/2, 3:01 PM] Neha Talaviya.Mahiti: *પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે*
……
*જિલ્લાના નાગરિકોએ તેમની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે*
…..
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે,લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સમિતિખંડમાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવશે. આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી.
…….
*નેહા તલાવિયા*
[9/2, 3:22 PM] Neha Talaviya.Mahiti: 👆🏻આવતીકાલે બપોરે ૧૨:૩૦ કલાકે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, લવાડ, દહેગામ ખાતે *૭૬માં વન મહોત્સવ-૨૦૨૫* ની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી *ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ની પ્રેરક ઉપસ્થિતિમાં થવા જઈ રહી છે, ત્યારે પ્રેસ અને મીડિયાના મિત્રોને કવરેજ માટે હાર્દિક આમંત્રણ છે.
[9/2, 5:14 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરમાં ૨૪×૭ પાણી પહોંચાડવા લીંકની કામગીરી પ્રગતિમાં: જોડાણ માટે ગાંધીનગરના સેક્ટર ૧ થી ૧૩માં તા. ૪ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ પાણી પુરવઠો બંધ રહેશે*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨ સપ્ટેમ્બર- ગાંધીનગર સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વોટર સપ્લાય અને સુએજ બોર્ડ (GWSSB) દ્વારા ગાંધીનગરની જનતાને ૨૪×૭ પાણીનો પુરવઠો પહોંચાડવા હાલમાં ચરેડી હેડવર્ક્સ ખાતેથી સેક્ટર ૧૪ થી ૨૯માં ટેસ્ટીંગની કામગીરી પ્રગતિમાં છે.
સેક્ટર ૧ થી ૧૩ તથા ૩૦ માં ૨૪×૭ પાણી પુરવઠો આપવા માટે સરીતા હેડવકર્સ ખાતે સંપના આંતરીક જોડાણની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવાની હોવાથી તા. ૦૪/૦૯/૨૦૨૫ (કુલ-૧ દિવસ) માટે પાણીનું શટ ડાઉન કરવામાં આવશે. જેથી ગાંધીનગર મહાનગર પાલિકાનાં સેક્ટર-૧ થી સેક્ટર-૧૩માં તા.૦૪/૦૯/૨૦૨૫ ગુરૂવાર સવારથી જ પાણી પુરવઠો બંધ રહેશે. તા.૦૫/૦૯/૨૦૨૫નાં રોજ જોડાણની કામગીરી પૂર્ણ થતાં રાત્રી પહેલાં પાણી પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે તેમ કાર્યપાલક ઈજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગની યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/2, 7:00 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી એક સુંદર વ્યવસ્થા ; ભક્તિ ભાવ પૂર્વક બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરતા બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે*
………………………………..
*બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ જે બીજા દિવસે નકામી બની જાય છે, તેના ઉપયોગથી વર્મી કમ્પોસ્ટ બનાવાશે*
………………………
ગાંધીનગર જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ સ્થાપિત થાય, તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પીઓપીની મૂર્તિઓ સાથે, દસ દિવસની પૂજા સામગ્રી જળાશયમાં પધરાવતા તે ન ઓગળવાને લીધે રઝળતીથી થવાથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચવા સાથે પ્રકૃતિને થતું નુકસાન અટકાવવા એની કાર્યો હાથ ધરાયા છે.
જે અંતર્ગત મહાનગર પાલિકા ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી ભક્તિ ભાવ પૂર્ણ બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરતા બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે.
ન સમજાય ને! તો ચાલો સમજીએ સંપૂર્ણ પ્રક્રિયા ને…
દસ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે, તંત્રના માણસો જ ગાંધીનગર ના પંડાલોમાં ફરી બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ જે બીજા દિવસે નકામી બની જાય છે, તે એકત્રિત કરે છે. આ ઉપરાંત જ્યાં વિસર્જન કુંડો બનાવવામાં આવ્યા છે, ત્યાંથી પણ તંત્ર દ્વારા આ પ્રકારની વસ્તુઓ એકત્રિત કરી તેને સેક્ટર 30 ખાતે આવેલ વર્મી કમ્પોસ્ટ બનાવતા સ્થળે લાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને ગાયના છાણીયા ખાતર સાથે એકત્ર કરી એક વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ગાંધીનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કરશે, અને આ પવિત્ર પૂજા સામગ્રીની સકારાત્મક ઉર્જા પણ તેમાં ભળશે.
પરિણામે બાપાને અર્પણ કરેલ વસ્તુઓ વેસ્ટ ન થતા બાપાના આશીર્વાદરૂપે ફરી આપણને જ અનાજ, શાકભાજી અને ફળો રુપે મળી રહેશે. છે ને અનોખો પ્રયાસ હવે સમજાયું …!
……
*નેહા તલાવિયા*
*****************************
- આપની આસપાસ બનતી ઘટનાઓના વિડિયો સમાચાર અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીં કોઈપણ વિડિઓ,સમાચાર,ફોટાઓ જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો
