[8/28, 7:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ*
————-
*કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિ*
————
*-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ -:*
* ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ લઈ જશે
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે
————-
*-: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ :-*
* 10 લાખ યુવા પ્રતિભા થકી ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે
* ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે
* વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને
* દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો થઈ રહ્યા છે
————
*સાણંદ અને ધોલેરા ઓટોમોબાઇલ સહિતના અન્ય ઉદ્યોગોની સાથે સેમિકન્ડક્ટર હબ પણ બની ગયા છે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
————
ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર ૨૦૨૪માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને એક વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે, તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત હરહંમેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગુજરાતે હંમેશાં લીડ લીધી છે. સેમીકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૨માં સેમી કંડક્ટર પોલીસી લોન્ચ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ભારત સરકારે ગુજરાતમાં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એક સાથે ચાર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ અવશ્ય લઈ જશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે. વર્લ્ડ ઇકોનોમી એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં ગ્લોબલ ઇકોનોમીમાં ભારતનું યોગદાન ૨૦ ટકા સુધી પહોંચશે. એટલું જ નહીં ગ્લોબલ રેટિંગ એજન્સી એ પણ ભારતની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરી છે.
કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટરના ૧૦ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. ગુજરાતમાં સાણંદ અને ધોલેરા ખાતેના સેમિકોન પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, એના માટે ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સેક્રેટરી સીઈઓ જેમ કાર્ય કરે છે. મુખ્યમંત્રીશ્રી સહિતની સમગ્ર એફિશિયન્ટ ટીમને શુભેચ્છા પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે. રાજ્ય સરકારનો સતત મળતા સહયોગથી આ ક્ષેત્રે ઝડપી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશનું સ્વપ્ન છે કે ભારતમાં જ સેમી કન્ડક્ટર ચીપની ડિઝાઇન થાય અને દેશમાં જ તેનું નિર્માણ થાય. સીજી પાવરના અહીંના પ્લાન્ટની પાયલોટ લાઈન પર ટૂંક સમયમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપ તૈયાર થશે અને વડાપ્રધાનશ્રીના હાથે બહાર પડશે, એવી આશા કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે એવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૌશલ્યવાન યુવાનો આવનાર સમયમાં દેશની એક મોટી તાકાત બની રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે દેશની 70 યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલી સેમિકન્ડક્ટર ચીપની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ પણ થઈ રહ્યું છે. વિશ્વમાં બહુ ઓછા દેશો એવા છે, જ્યાં ચીપની ડિઝાઇન અને નિર્માણ બંને આ રીતે થતા હોય.
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સાણંદ ખાતેના પ્લાન્ટના આજના પ્રારંભથી ગુજરાત હવે સેમિકન્ડક્ટરનું હબ બની ચૂક્યું છે, એનું ગૌરવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભ પછી રાજ્યમાં આર્થિક અને ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને એઆઈ જેવા નવાં ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે. રાજ્ય સરકારની વિશેષ નીતિઓ, સિંગલ વિન્ડો સિસ્ટમ, આંતર માળખાકીય તથા ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરેને કારણે ગુજરાતે ઉદ્યોગોનો વિશ્વાસ જીત્યો છે.
સીજી પાવરના ચેરમેન શ્રી વેલાયન સુબય્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રારંભ માત્ર સીજી પાવર માટે જ નહિ સમગ્ર દેશ માટે એક માઇલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનશે.
સીજી સેમીના ચેરમેન શ્રી ગિરીશ ચતુર્વેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીએસટીના સચિવ શ્રીમતી પી. ભારતીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની પહેલો અને કામગીરીની પ્રગતિ અંગે વાત કરી હતી.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ભારત સરકારના ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી સુશીલ પાલ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી, સીજી સેમીના સીઇઓ જેરી એગેન્સ્ટ તેમજ વોઈસ પ્રેસિડેન્ટ ઉપરાંત સીજી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ પ્લાન્ટ પર કાર્યરત અધિકારી -કર્મચારીઓ હાજર રહ્યા હતા.
———–
[8/28, 7:39 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1sjzrHyQssnOWV0I8Ufe8W2wG_Q6R4b2d?usp=sharing
[8/28, 9:24 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/bhupendrapbjp/status/1961093502332264906?s=46&t=XykMrD58Vm_Ei6p2jdjghQ
****************************
(ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો)
[8/25, 7:17 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નંબર ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ : કંટ્રોલ રૂમ દ્વારા નાગરિકો માટે અન્ય નંબરો જાહેર કરાયા*
.…….
*જરુર જણાયે બદલાયેલા નંબરનો ઉપયોગ કરવા નાગરિકોને મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા અનુરોધ*
…….
હાલમાં ગાંધીનગર જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૫૬૭૨૦ ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ હોઈ આકસ્મિક સંજોગોમાં નગરજનોને કોઈ તકલીફ નો સામનો ન કરવો પડે તે માટે કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નં.૦૭૯-૨૩૨-૪૫૮૭૦, ૦૭૯-૨૩૨-૪૫૮૭૫, ૦૭૯-૨૩૨-૪૫૮૭૭ ચાલુ કરવામાં આવેલ છે.જેથી જરુર જણાય ઉપયુક્ત બદલાયેલા નંબરનો ઉપયોગ કરવા જાહેર જનતાને જણાવવા મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
…..
*નેહા તલાવિયા*
[8/26, 1:00 PM] Neha Talaviya.Mahiti: *સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંત સરોવર બેરેજની*
*પ્રત્યક્ષ મુલાકાત કરી સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા*
…………………………
*મંત્રી શ્રી કુંવરજીએ સંબંધિત અધિકારીઓને*
*નીચાણવાસમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા સૂચના આપી હતી*
…………………………
ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજની આજે સવારે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી. મંત્રી શ્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦ થી ૩૦૦ મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે ધરોઇ બંધમાંથી તા.૨૩ ઓગસ્ટ-૨૦૨૫ થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ધરોઇ બંધના નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે. હાલમાં ધરોઇ બંધની જળસપાટી ૬૧૭.૨૨ ફૂટ છે તથા ૮૨ ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. ધરોઇ બંધમાં પાણીની આવક ૪૨,૬૮૧ ક્યુસેક અને જાવક ૩૮,૯૭૬ ક્યુસેક છે.
જનક દેસાઈ ………………….
[8/26, 1:22 PM] Neha Talaviya.Mahiti: જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાંધીનગર ખાતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજગાર ભરતી મેળો યોજાશે
******************************
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૯/૦૮/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડી માર્ટ, સરગાસણ ક્રોસ રોડ, સરગાસણ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ડી માર્ટ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ૧૨ પાસ તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF559143967 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
………….
અશ્વિન ઘટાડ
[8/26, 4:56 PM] Neha Talaviya.Mahiti: *તા.૨૭ થી તા.૦૭ સપ્ટેમ્બર સુધી ચાલનાર ગણેશોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે તકેદારીના ભાગરૂપે કલેક્ટરશ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સજ્જ*
………..
*વહીવટી તંત્ર દ્વારા GMC વિસ્તારમાં સાત કુત્રિમ કુંડ, દહેગામમાં બે તથા માણસા ખાતે એક મળી કુલ ૧૦ કુંડ બનાવાશે*
……….
*કલોલ નગરપાલિકા દ્રારા મુર્તિના વિસર્જન માટે ઈન્દિરા બ્રીજ સાબરમતી નજીકના GMC દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા તંત્રનો અનુરોધ*
………
તા.૨૭.૦૮.૨૦૨૫ થી તા.૦૭.૦૯.૨૦૨૫ સુધી ગણેશોત્સવની ઉજવણી સમગ્ર દેશ અને રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં પણ ધામધુમથી થશે.ત્યારે ઉજવણીના આમાં હોલમાં અને એમાં પણ જ્યારે અતિશય વરસાદને કારણે ખાસ કરીને જળાશયોના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, તેવા સમયે જિલ્લાનાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રધ્ધાળુઓ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના કર્યા બાદ ગણેશચતુર્થી પછીના અલગ અલગ દિવસે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવા ભાઈ જનક જળાશયો સુધી ન જાય અને,ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ગાંધીનગર જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તારમાં તેમજ તાલુકાઓમાં કૃત્રિમ કુંડની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમાંજ કરે, તેવા આશયથી જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ છે તેની વિગતો આ મુજબ છે,
૧.સુખડેશ્વર મહાદેવ -પેથાપુર,૨.સે.30 સાબરમતી નદી બ્રીજ પાસે,3.ધોળેશ્વર મહાદેવ,૪.સંત સરોવર, ઈન્દ્રોડા,૫.કોટેશ્વર મહાદેવ,૬.ભાટ ટોલ પ્લાઝા,૭.સિગ્નેચર બ્રીજ, પી.ડી.પી.યુ રોડ.
જ્યારે દહેગામ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં જે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે તે મુજબ
૧.પાલૈયા તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર,૨.ઊટડિયા મહાદેવ (ઉત્કંઠેશ્વર મહાદેવ) તા. ખેડા
અને માણસા નગરપાલિકા દ્રારા ગણપતિજીની મુર્તિના વિસર્જન માટે
હેત્વા તળાવ ખાતે અને કલોલ નગરપાલિકા દ્રારા ગણપતિજીની મુર્તિના વિસર્જન માટે
ઈન્દિરા બ્રીજ સાબરમતી નજીકના GMC દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
……
*નેહા તલાવિયા*
[8/26, 4:58 PM] Neha Talaviya.Mahiti: *અખિલ ભારત હિન્દુ મહાસભા- ગૌરક્ષા દ્વારા ગાંધીનગર ખાતે મહાસંમેલનનું આયોજન*
…….
તા.૨૬ ઓગસ્ટના રોજ, ગાંધીનગર સેકટર -૧૭, ટાઉનહોલ ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા- ગૌરક્ષા દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષાના નવા કાર્યાલયનું ઉદ્ધાટન પણ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડો.મુન્નાર કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. તથા ડૉ. બીનાબેન પટેલ,લાયન્સ ક્લબ અમદાવાદ સીટીના પ્રેસિડેન્ટ તથા મેટ્રો કલ્ચરલ ક્લબના ચેરમેન અને જાણીતા લેખિકા છે તેમના દ્વારા લખાયેલ “દિવ્ય ઔષયદાત્રી – ગાય માતા” પુસ્તકનું લોકાર્પણ પણ સમારંભમા અધ્યક્ષશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત અખીલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડો.મુન્નારકુમાર શર્મા, મહંત શ્રી જય રામગીરીજી, મહંતશ્રી લખીરામ બાપુ, મહંત શ્રી ગણેશદાસજી, શ્રી જયરામભાઈ ભુવાજી, શ્રી ગુરુ ગૌભક્ત શ્રી કાલિદાસજી મહારાજ, અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરમભાઇ દેસાઈ, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષક શ્રી કિશોરભાઈ ઠક્કર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
….
*નેહા તલાવિયા*
[8/26, 6:02 PM] Neha Talaviya.Mahiti: સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેઠળ માણસા તાલુકાના ચરાડા ગામે શિબિર યોજાઈ હતી
****************************
નાણાકીય સમાવેશનના ૩ મહિના માટેના જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં તા. 26/08/2025 રોજ માણસા તાલુકાના ચરાડા ગામે સીબીઆઈ ની ચરાડા શાખા દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસબીઆઇ, LHO ના ડીજીએમ રીટેલ મેડમ રીચા યાદવ, એફઆઈ મેનેજર મૌલિક પટેલ,લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર બળદેવ ચાવડા,બ્રાન્ચ મેનેજર સીબીઆઈ ચરાડા, ચરાડા નાગરીક બેન્કના બ્રાન્ચ મેનેજર, MDCC બ્રાન્ચ મેનેજર, K G HIGH SCHOOL ના આચાર્યશ્રી, FLC તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે જણાવ્યુ હતું. આ શિબિરમાં ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા વીમા નોધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે, જેમાં વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર કરી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન FLC અનિલ પુરોહીત દ્વારા કરવામાં આવ્યું હતું.
……….
અશ્વિન ઘટાડ
[8/28, 12:11 PM] Neha Talaviya.Mahiti: *નાનાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વરદાનરૂપ*
……..
*પ્રાકૃતિક ખેતી એકદમ સરળ, પાણી બચાવતી, અને શુન્ય ખર્ચે થતી ખેતી*
……..
ભારત પર વર્ષોથી પશ્ચિમીકરણની અસરને કારણે લોકોનું જીવન જ નહીં, પણ કૃષિ પર પણ નોંધપાત્ર ખરાબ અસર થઈ છે. આ મશીન યુગમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી ખાદ્ય ચીજોમાં ઝેર આવી રહ્યું છે. દેશમાં કૃષિ માટે લાંબા સમયથી ઉપયોગમાં લેવાતાં રસાયણોને કારણે, જમીને પણ તેની ફળદ્રુપતા ગુમાવવાનું શરૂ કર્યું છે.
જો કે, દેશનાં નાગરિકોને રસાયણ મુકત શુદ્ધ અનાજ અને શાકભાજી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં શૂન્ય ખર્ચમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે યોજનાઓ શરૂ કરી છે. સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. તેમનું માનવું છે કે દેશનાં ૮૦ ટકા નાનાં ખેડૂતો એટલે કે જેની પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે તેમને પ્રાકૃતિક ખેતીથી સૌથી વધુ ફાયદો થશે. આમાંના મોટાભાગનાં ખેડૂતો રાસાયણિક ખાતરો પર ઘણો ખર્ચ કરે છે. જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે છે, તો તેમની સ્થિતિ વધુ સારી બની શકે છે.
નાનાં ખેડૂતો માટે કુદરતી ખેતી કોઈ વરદાન કરતાં ઓછી નથી, કારણ કે હાલમાં, ખેડૂતોને રસાયણો વગેરે માટે ભારે કિંમત ચૂકવવા માટે લોન લેવી પડે છે અને દેવાનો આ ભાર વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી ખેડૂતો માત્ર દેવામાં જ નથી ડૂબી રહ્યાં પરંતુ તે ખેતરોમાં ઝેર પણ ઉગાડી રહ્યાં છે. આ ઝેર આપણાં શરીરમાં અનાજ અને શાકભાજી દ્વારા જાય છે, જેનાં કારણે કેન્સર જેવાં ગંભીર રોગો સતત ફેલાય છે. પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરતાં ખેડૂત દેવાની મુશ્કેલીથી મુક્ત છે, જ્યારે સામાન્ય લોકોનું આરોગ્ય પણ પ્રાકૃતિક ખેતીથી સુરક્ષિત રહે છે. જો આપણે આપણાં કુટુંબ અને સમાજને સ્વસ્થ રાખવું હોય, તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ ફરવું પડશે. આ એક મોટું, પરંતુ મહત્વપૂર્ણ પગલું છે.
…..
*નેહા તલાવિયા*
[8/28, 12:15 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:તમામ પ્રશ્નોના સ્થળ પર નિવારણ કરાયા*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૮ ઓગસ્ટ- રાજ્ય સ્તરે કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ ના રહે અને પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૧૧ જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, ગટરના પાણીના નિકાલ, બાંધકામ દબાણ, રસ્તાના કામ, જમીન રિસર્વે વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. જેમાંના તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા, જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[8/28, 12:40 PM] Neha Talaviya.Mahiti: ખેલ મહાકુંભ-૨૦૨૫ રજિસ્ટ્રેશન
*************************
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે
*********************************
ખેલ મહાકુંભ-૨૦૨૫નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૫થી શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૯/૨૦૨૫ સાંજે ૬.૦૦ સુધીની રહેશે
**********************************
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન
હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા,
ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
(૧) રજિસ્ટ્રેશન:-
૧. ખેલ મહાકુંભ-૨૦૨૫નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૫થી શરૂ કરવામાં આવનાર ખેલ મહાકુંભ-૨૦૨૫ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૯/૨૦૨૫ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.
૨. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
3. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇપણ ખેલાડી બે રમત કરતાં વધુ
રમતમાં ભાગ લઇ શકશે નહી. એક જ KMK IDથી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે તો
જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે.
૪. જે ખેલાડી પાસે જુના KMKID હોય તેઓએ જુના KMK IDથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
૫. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.
૬. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
૭. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
(૨) સ્પર્ધાઓ
૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ.
૧ .૯ વર્ષથી નીચે વયજુથ માટે ૩૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૨.૧૧ વર્ષથી નીચે વયજુથ માટે ૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૩.૧૪ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪. ૧૭ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫.ઓપન એજ ગ્રુપ વયજુથ માટે એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬.૪૦ વર્ષથી ઉપર વયજુથ માટે રસ્સાખેંચ
૭.૬૦ વર્ષથી ઉપર વયજુથ માટે રસ્સાખેંચ
૨. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ.
૧. ૧૧ વર્ષથી નીચે વયજુથ માટે ચેસ
૨. ૧૪ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
૩.૧૭ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
૪.ઓપન એજ ગ્રુપ વયજુથ માટે એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
૫.૪૦ વર્ષથી ઉપર વયજુથ માટે ચેસ
૬.૬૦ વર્ષથી ઉપર વયજુથ માટે ચેસ
૩. જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
૨.૧૪ વર્ષથી નીચે વયજુથ માટે સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ,
ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન,
કરાટે, આર્ટીસ્ટીક સ્ક્રેટીંગ
૩. ૧૭ વર્ષથી નીચે વયજુથ માટે સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ
ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન,
કરાટે, રગ્બી
૪. ઓપન એજ ગ્રુપ વયજુથ માટે સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ,કરાટે, યોગાસન, રગ્બી, આર્ટીસ્ટીક સ્ક્રેટીંગ
૫. ૪૦ વર્ષથી ઉપર વયજુથ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ,શુટીંગબોલ
૬.૬૦ વર્ષથી ઉપર વયજુથ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ
૪. સીધી રાજયકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચે વયજુથ માટે સ્વીમીંગ, સ્કેટીંગ
૨.૧૪ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ,ટેકવોન્ડો, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ,સેપક ટકરાવ
૩.૧૭ વર્ષથી નીચે વયજુથ માટે એથ્લેટીક્સ, સ્વીમીંગ,જુડો,કુસ્તી,આર્ચરી,ટેકવોન્ડો,વેઈટલીંફટીંગ,ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીકસ, સ્ક્રેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ,સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
૪.ઓપન એજ ગ્રુપ વયજુથ માટે એથ્લેટીકસ,સ્વીમીંગ, ટેકવોન્ડો, જૂડો,કુસ્તી, આર્ચરી,જિમ્નાસ્ટીકસ,સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્ક્રેટીંગ, વેઈટલીંફટીંગ, ફેન્સીંગ,બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, ઘોડેસવારી,
વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
૫.૪૦ અને ૬૦ વર્ષ થી ઉપર વયજુથ માટે યોગાસન
(૩) સ્પર્ધાના સામાન્ય નિયમો :-
૧.સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે.
૨.જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિધાર્થીઓની ટીમ
હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ
વિધાર્થીઓ હોવા જોઈએ.
૩.રજિસ્ટ્રેશન કરતી વખતે જેતે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહી.
૪.કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે.
૫.રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
૬.ખેલાડી ગુજરાત રાજયનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
૭.ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
૮.શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે
તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
૯.કર્મચારીના કિસ્સામાં અન્ય રાજયમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
૧૦.સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ
સાથે લઇને આવવાની રહેશે.
ખેલ મહાકુંભ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફ્લેગશીપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.
…..
અશ્વિન ઘટાડ
[8/28, 2:23 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર પંચાયત અને મકાન વિભાગ દ્વારા ડામરના રોડનું સમારકામ કરાયું*
…….
*પાલજથી રામપુરા અને પ્રાંતિયાને જોડતા રોડ પર પેચવર્કની કામગીરીથી ગ્રામજનોને રાહત*
………
ગાંધીનગર વિકાસ કાર્યોને પંચાયત અને મકાન વિભાગ દ્વારા અગ્રતા આપીને જુદા જુદા વિસ્તારોમાં રોડ-રસ્તાના સમારકામ અને નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
જેની કડીરૂપે, હાલમાં ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા પાલજથી રામપુરા અને પ્રાંતિયાને જોડતા રોડ પર પેચવર્કથી સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.જથી આ કામગીરી થકી ગ્રામજનોને અવર જવરમાં રાહત થઈ છે.
ચોમાસા દરમિયાન માર્ગ પર પડેલા ખાડાઓ અને ખરાબ થયેલી સપાટીને તાત્કાલિક સુધારીને સ્થાનિક નાગરિકોને સરળતાથી અવરજવર કરી શકે તે સુનિશ્ચિત કરવા આ પ્રકારની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવી છે.જેનાથી વાહનચાલકોને માર્ગ પરની અડચણો દૂર થતાં મોટી રાહત મળશે, પરિણામે ટ્રાફિકની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
……..
*નેહા તલાવિયા*
[8/28, 3:32 PM] Neha Talaviya.Mahiti: *મનમાં ઘણા ખચકાટ સાથે પ્રાકૃતિક કૃષિની શરૂઆત,અને આજે “ચોખ્ખું પ્રાકૃતિક કૃષિ થકી પકવેલું અનાજ અને શાકભાજી ખાવું અને ખવડાવવું” એ એક ધરતીપુત્ર તરીકે વિષ્ણુભાઈ પુજાભાઈ પટેલના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે*
……………………………………….
*સાડા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાથી ખેતરની જમીન પણ ખૂબ જ ફળદ્રુપ બની પરિણામે એક માત્ર રીંગણના પાકમાંથી જ આ એક વર્ષમાં એક લાખ જેટલો ચોખ્ખો નફો મેળવતા કનીપુરના ખેડૂત*
………………………………….
*રાજ્યપાલ શ્રી અને જિલ્લાના વડા કલેક્ટરશ્રી પણ પોતે જ્યારે ખેડૂતો વચ્ચે જઈ રૂબરૂ મુલાકાત દ્વારા આમ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરતા હોય ત્યારે ખેડૂતોનો ઉત્સાહ અને વિશ્વાસ બંને વધી જાય છે – ખેડૂત વિષ્ણુભાઈ*
……………………
*પ્રાકૃતિક ખેતી કરી પાછલા સાડા ચાર વર્ષમાં મગ ,રવૈયા, ટામેટા, ચોળી ,ડાંગર, લીંબુ, પપૈયા વગેરે જેવા સફળ પાક મેળવતા ખેડૂત વિષ્ણુભાઈ પુજાભાઈ પટેલ*
…………………..
પ્રાકૃતિક કૃષિ વિશે આટલું બધું સાંભળ્યું, હવે શરૂઆત કરવી કે કેમ? જો હું શરૂઆત કરું અને અસફળ થાઉં તો શું થશે?, માત્ર છાણિયા ખાતર થી શું સારી ખેતી થઈ શકશે? અને એમાં પણ વળી ખેત ઉત્પાદન ઓછું થઈ ગયું તો? આ બધા પ્રશ્નો વચ્ચે મનમાં કચવાટ સાથે અને આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈને જેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી તેવા દહેગામ તાલુકાના કનીપુર ગામના પ્રગતિશીલ ખેડૂત વિષ્ણુભાઈ પુજાભાઈ પટેલ પાછલા સાડા ચાર વર્ષથી પોતાના દોઢ વીઘા ખેતરમાં સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ખેડૂત વિષ્ણુભાઈ પ્રાકૃતિક કૃષિની શરૂઆત અંગે જણાવે છે કે, આત્માના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન થકી, તેઓએ પ્રાકૃતિક કૃષિ ની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક કૃષિની આ શરૂઆતમાં તેઓના મનમાં ઘણો ખચકાટ હતો,કે આ નવીન શરૂઆતમાં સફળ થવાશે કે કેમ! પરંતુ જમીનની અને પાકની ગુણવત્તામાં દિવસે ને દિવસે વધતા સુધારાએ પોતાના આ નિર્ણયથી વિષ્ણુભાઈ આજે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખૂબ જ ખુશ છે. એમાં પણ વળી ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવે વારંવાર પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની મુલાકાત લેવા દહેગામ આવતા રહે છે. ત્યારે તેમના વિચારો થકી પણ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જણાવતા વિષ્ણુભાઈ ઉમેરે છે કે, રાજ્યપાલ શ્રી પોતે અને જિલ્લાના વડા કલેક્ટરશ્રી પણ જ્યારે ખેડૂતો વચ્ચે જઈ રૂબરૂ મુલાકાત દ્વારા આમ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરતા હોય ત્યારે ખેડૂતોનો ઉત્સાહ અને વિશ્વાસ બંને વધી જાય છે.
આ અંગે વધુમાં તેઓ જણાવે છે કે,પાછલા સાડા ચાર વર્ષમાં મગ ,રવૈયા, ટામેટા, ચોળી ,ડાંગર, લીંબુ, પપૈયા વગેરે જેવા સફળ પાક મેળવ્યા છે. અને સામાન્ય કરતાં પ્રાકૃતિક ખેતી થકી પકવેલા શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનો ભાવ પણ તેમને સારો મળી રહ્યો છે.
આ સાથે જ તેઓ પોતાના ખેતરમાં લહેરાતા રીંગણ બતાવી જણાવી છે કે, કોઈપણ રાસાયણિક છંટકાવ કે ખાતર વગર માત્ર દશપર્ણીના છંટકાવ અને છાણિયું ખાતરથી આ વર્ષે રીંગણનો પાક વધુ સારો રહ્યો છે.દશપર્ણીના છંટકાવને કારણે આ વર્ષે ફ્લાવરિંગ પણ સારું થવા સાથે જીવતો કે સડો પણ લાગ્યો નથી.
પ્રાકૃતિક ગાય આધારિત ખેતી માટે તેમની પાસે પોતાની બે ગાય છે, જેથી તેના છાણ અને ગૌમુત્ર થકી તેઓ છાણીયા ખાતર નું જાતે જ ઉત્પાદન કરી ખેતરોમાં માત્ર છાણિયા ખાતરનો ઉપયોગ કરી શુદ્ધ પ્રાકૃતિક અનાજ પકવી રહ્યા છે.
દશપર્ણી અંગે વિશેષ જણાવતા તેઓ ઉમેરે છે કે, દશ પ્રકારની વિવિધ વનસ્પતિઓના અર્કથી તૈયાર થતા આ છંટકાવને કારણે પાકમાં જીવાતો આવવી કે સડો લાગવા જેવા પ્રશ્નો ટાળી શકાય છે. 20 લીટર દશપર્ણીના ઉપયોગથી તેઓએ દોઢ વીઘા ખેતરના પાકમાં બે વાર છંટકાવ કર્યો છે. જેના કારણે રીંગણના પાકને તેઓ જીવાતો ના હુમલા તથા સડાથી બચાવી શક્યા છે.
સાડા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાથી ખેતરની જમીન પણ ખૂબ જ ફળદ્રુપ બને છે, અને એના કારણે જ આજે તેઓ સહર્સ જણાવે છે કે, તેમને માત્ર આ એક રીંગણના પાકમાં આ એક વર્ષમાં એક લાખ જેટલું ચોખ્ખો નફો થયો છે.
સાથે જ તેઓ ઉમરે છે કે, ચોખ્ખું પ્રાકૃતિક કૃષિ થકી પકવેલું અનાજ અને શાકભાજી ખાવું અને ખવડાવવું એ એક ધરતીપુત્ર તરીકે તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે.
…..
*નેહા તલાવિયા*
[8/28, 3:41 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી અવિરત*
……
*જીલ્લામાં છેલ્લા ૦૪ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન/ખનનની આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરાઈ*
……………..
*જપ્ત થયેલા કુલ-૨૦ વાહનો પૈકી ૧૧ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૦૯ વાહનો ઓવરલોડ ખનિજનુ વહન કરતા આશરે ૬.૦૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા ૦૪ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન/ખનનની આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ, સાદીરેતી તથા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત વહન સબબ કુલ-૨૦ વાહનો પૈકી ૧૧ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૦૯ વાહનો ઓવરલોડ ખનિજનુ વહન કરવા સબબ આશરે ૬.૦૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે જપ્ત કરેલા વાહનોની વિગતો (૧)GJ-18-BW-6463, (૨) GJ-18-BT-2660, (૩)GJ-08-AW-0484, (૪) GJ-27-TD-6832 ,(૫) GJ-13-AX-4360 ,(૬) GJ-24-X-6861, (૭) GJ-18-AZ-9465, (૮) GJ-24-X-7185 ,(૯) GJ-18-AZ-9444 ,(૧૦) GJ-01-LT-9323, (૧૧) GJ-18-BW-7788 ,(૧૨) GJ-27-TF-4574, (૧૩) GJ-02-ZZ-4987, (૧૪) GJ-24-X-6717 ,(૧૫) GJ-02-AT-8850 ,(૧૬) NL-07-AA-4233 છે. જે જપ્ત કરેલ વાહનો અંબોડ, ઉવારસદ, છત્રાલ, નારદીપુર, જાસપુર, રાણકપુર રોડ ખાતેથી પકડવવામાં આવેલ છે. તેમજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ઇન્ફોસીટી નાં સહયોગથી ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા મોજે-ઇન્દ્રોડા તા.જી.ગાંધીનગર ખાતેથી પસાર થતી સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં ૦૪ ટ્રેક્ટરો ને સાદીરેતી ખનીજના બિન-અધિકૃત ખનન/વહન સબબ સીઝ કરવામાં આવેલ. જે ટ્રેક્ટરોની વિગતો (૧૭) ટ્રેક્ટર ચેચીસ નં.MBNAAAEFKHJF00607, (૧૮) ટ્રેક્ટર ચેચીસ નં.MBNAAAEDUPJF04939,(૧૯) ટ્રેક્ટર નં.GJ-18-BE-5149, (૨૦) ટ્રેક્ટર નં.GJ-18-H-7127 છે.આ જપ્ત કરેલ વાહનો પૈકી ૧૪ વાહન માલિકો પાસેથી કુલ-૨૭.૮૫ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ સાદી રેતી ખનિજના બિનઅધિકૃત ખનન કરાયેલાં વિસ્તારની માપણીની કાર્યવાહી હાથ ધરી ટ્રેક્ટર માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
*વંદન સોલંકી*
[8/28, 4:00 PM] Neha Talaviya.Mahiti: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર ધ્વારા તારીખ ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે
***********************
“લોક અદાલત એટલે લોકો ની અદાલત” ના કોઈ નો વિજય ના કોઈ નો પરાજય”
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, (નાલ્સા) ના આદેશ અનુસાર તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રાજ નેશનલ લોક અદાલનુ આયોજન કરવામાં આવેલ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટીસ તથા પેટોન ઈન ચીફ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગ્રવાલ સાહેબથી ના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવશ્રી એચ.એમ. પવાર સાહેબશ્રીના અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી તેમજ અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના સુશ્રી હિતા આઈ.ભટ્ટ સાહેબશ્રીના અધ્યક્ષતા હેઠળ તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ નેશનલ લોક અદાલનુ આયોજન કરવામાં આવેલ છે સદરહુ નેશનલ લોક અદાલતમાં નીચે મુબજના કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.
સમાધાન લાયક ફોજદારી કેસો,નેગોશીએબલ ઈન્સટુમેન્ટ એકટ-૧૩૮ના કેસ,બેન્કનાં લેણાના દાવા ,મોટર અકસ્માત વળતરના કેસ, લેબરને લગત કેસ, ઇલેક્ટ્રિકસીટી તેમજ પાણીના વેરાનાકેસ,લગ્ન વિષયક કેસ (છુટાછેડા સિવાયના),જમીન સંપાદન ના કેસ ,પે અલાઉન્સીસ અને રીટાયરલ બેનીફીટસ ને લગતી સર્વિસ મેટર,રેવન્યુ કેસ,અન્ય સીવીલ કેસ ,ટ્રાફીક ઈ-મેમો જે પક્ષકારોને, બેન્ક, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરે ઉપરોકત દર્શાવેલ કેસને લગતા પેન્ડીંગ.તેમજ પ્રિ-લીટીગેશન કેસોનુ સુખદ સમાધાન કરવા ઈચ્છતા હોય તેઓશ્રીએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ કલોલ, માણસા, દહેગામ તેમજ ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
વધુ માહિતી માટે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર, રૂમ નંબર ૧૦૧, પ્રથમ માળ, ન્યાયમંદિર, સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક કરવો.
…….
અશ્વિન ઘટાડ
[8/28, 5:52 PM] Neha Talaviya.Mahiti: *નિમંત્રણ*
*ગુજકોમાસોલની વાર્ષિક સાધારણ સભા*
આવતીકાલ તા.૨૯-૦૮-૨૦૨૫ ને શુક્રવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે, ટાઉન હોલ, ઘ-૪ સર્કલ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે ગુજકોમાસોલની વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે. આ કાર્યક્રમના કવરેજ માટે તમામ પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ છે આભાર સહ
સંપર્ક : શ્રી આર.કે.સિંધ
+91 98982 73382
****************************
આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચારો અમોને અમારા વ્હોટ્સ અપ નંબર 6353019026,7861038840 ઉપર પ્રસિદ્ધ કરવા મોકલી આપો.
