ભાજપ ના લોકો ને ગોદી મીડિયા ની જાહેરાત ના બટકા નાખી વાહ વાહ કરાવવી ગમે..પણ હમણાં જો લખ્યું હોય કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત પ્રજા ના પૈસાની રૂપાણી સરકાર ની ઉઘાડી લૂંટ…કેમ અમારા ટેકસ ના પૈસા નો અમે હિસાબ માંગી ના શકીએ..? લૂંટાતા રોકી ના શકીએ?…..૨૪ વરસ માં કરેલું ગુજરાત સરકાર નું અઢી લાખ કરોડ દેવું શું ૨૬ ભાજપ ના સાંસદ કે ભાજપ ના મોદી શાહ કહ્યાગર ઉધોગપતિઓ ભરશે કે જવાબદારી લેશે?
.ગુજરાત ના મોટા મીડિયા ઓ ને કરોડો ની બે ત્રણ નિગમ અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ની જાહેરાતો આપી.સરકારે ટ્રમ્પ ના કાર્યક્રમ બાબતે સોના. ચાંદી ના વાસણો ના વરખ ખર્ચ જાહેરાત ખર્ચ.હજારો બોર્ડિંગ.ઝાકમઝોળ લાઈટિંગ,રોડ અને રસ્તા.કરોડો રૂપિયા ના મોંઘા દાટ ભોજન. એકઠી કરેલી ભગવી ભીડ ને લાવા.લઈ જવા જમાડવા .નાસ્તા કરાવવા અને ફૂડ પેકેટ વહેંચવા ના લખલૂટ ખર્ચ હવે નાગરિક અભિનંદન સમિતિ જેવી રાતો રાત ઊભી કરાયેલ આયોજન સમિતિ ના લોકો નહિ પણ ગુજરાત સરકાર તમામ ખર્ચ કરશે તેવો મીડિયા ના પ્રશ્નો માં જવાબ અપાયો છે .કહ્યાગરા ટ્રમ ની વાહ વાહ આગલા ૨૪ કલાક મા પોતાના મીડિયા ઓ મા જેને પણ કરી હશે તેમને કાર્યકમ માં લાવા અને કાઈ જવાની વ્યવસ્થા માહિતી ખાતા દ્વારા ખાસ લોકો ને સાથે મૂકી કરવામાં આવનાર છે .ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક(૨૦૧૪) અને જન ફરિયાદ દેશ વિદેશ (૧૯૯૬) તેમજ વર્લ્ડ વાઈડ જન ફરિયાદ ન્યુઝ.કોમ(૨૦૨૦) પોર્ટલ ના અધિકૃત સંપાદક દ્વારા ભાજપ ના પ્રવક્તા ને મીડિયા ને લઈ જવાની જવાબદારી બાબતે પૂછતા જવાબ મળ્યો કે સેન્ટ્રલ મીડિયા આવનાર હોવાથી માહિતી ખાતા ની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવનાર છે અને માહિતી ખાતું નક્કી કરે કે કોને લઈ જવા કે નહિ..આં બાબતે જિલ્લા માહિતી અધિકારી ને પૂછતા માલૂમ પડ્યું કે અમે માહિતી ખાતા નો મુખ્ય કચેરી સાથે છીએ અને મુખ્ય કચેરી નક્કી કરે તે લીસ્ટ મુજબ અમારે અમને આપેલ બસ માં લઇ જવા અને લાવવા.ફૂડ પેકેટ આપવા અને બીજી સૂચના હશે તે કરવા અમે બંધાયેલ છે..જેથી આ લખાય છે ત્યાં સુધી અમારા જેવા માત્ર સરકાર ની વાહ વાહ નહિ કરતા અને પ્રજા ના પ્રશ્નો ને તટસ્થ વાચા આપતા તેમજ સરકારી કોઈક આર્થિક અખબાર ને નિયમિત હોવા છતાં જાહેરાતો ના આપી ને અવગણના કરતા લોકો ને કોઈ જ આમંત્રણ આં કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ નથી કે સરકારી કોઈ જ પ્રેસ આમંત્રણ માં જાણી જોઈ ને બોલાવવામાં આવતા નથી.માત્ર વાહ વાહ કરવા સરકાર ની વાહ વાહ કરતી પ્રેસ રિલીઝ પ્રવક્તાએ દ્વારા મોકલી પ્રસિદ્ધ કરવા સંબંધ અંતર્ગત દબાણ કરવામાં આવે છે.ભાજપ શાશન માં તટસ્થ મીડિયા ના અનેક શું પ્રસિદ્ધ વાંચન સામગ્રી થી લોકચાહના મેળવેલા મીડિયા ને રૂપાણી સરકાર ભારો ભાર અન્યાય કરીને માહિતી ખાતા ના નિયમો માં તઘ લઘી ફેરફારો કરી જાની જોઈ ને અન્યાય કરી ખોટા નિયમો વિરુદ્ધ ખોટા જરૂર વિનાના ડોક્યુમેન્ટ મંગાવી મંગાવી જાહેરાત ના મંજૂર કરી આર્થિક ફટકો આપી ભાજપ ની ફૂટ રાજકીય નીતિરીતિ થી અખબારી આલમ ને ગળે ટૂંપો દેવાનો પ્રયત્ન કરી રહી છે .ઇલેક્ટ્રોનિક મીડિયા ના ચેનલ ના માલિકો ને પણ સરકારી વાહ વાહ રૂપી જાહેરાતો આપી બધીજ રીતે સાચવી ગોદી મીડિયા ની એક ટોળકી ને સાચવી આજકાલ માહિતી ખાતું બેસી રહ્યું છે .વર્ષોથી માહિતી ખાતા ના અધિકારીઓ ને ભાજપ ના દબાણ વશ બનાવી અખબારી આલમ ને પ્રેશર માં રાખી સતત છેલ્લા કેટલાયે સમય થી અન્યાય થઈ રહ્યો છે. હમણાં જ રાજકોટ કલેકટર ની સહી થી ઉઘાડો દેખી શકાય તેવો ભ્રષ્ટાચાર થયો અને પ્રજાસત્તાક દિન ની રૂપાણી ના કાર્યક્રમ ની પ્રસિદ્ધિ કરવા રાજકોટ કલેકટર પોતાની સહી ના આઠ સ્થાનિક મીડિયા કરમી ને બોલાવી ૫૦-૫૦ હાજર ન ચેક આપ્યા અને વિરોધ થતાં કલેકટર પ્રસિદ્ધિ માટે આપ્યા તેવો ખુલાસો પણ કર્યો.નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કેન્દ્ર સરકાર નો છે જ નહિ તેવો ખુલાસો વિદેશ મંત્રાલય દ્વારા તેમના અધિકારી રવિશ કુમાર દ્વારા કરવામાં આવ્યો તેમ છતાં મોદીજી અમેરિકા ના ઉધોગપતિ અને રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ ને ગુજરાત ખાતે પોતે ગુજરાત સરકાર ના પ્રજાના પૈસે પોતાના સ્વ નિર્ણય થી રૂપાણી સરકાર ઉપર દબાણ કરી બોલાવી રહ્યા છે અને જેના હિસાબ પેટે અને આયોજન બાબતે રાતો રાત કહ્યાગરા લોકો ની નાગરિક અભિનંદન સમિતિ પણ બનાવી ચૂક્યા છે કે જેનું હજુ સુધી ઓફિશિયલ એડ્રેસ કે વેબસાઈટ જેવું કાઈ છે નહીં.મીડિયા ના અને ગુજરાત ના અનેક બુદ્ધિજીવીઓ આં કાર્યક્રમ બાબતે કોઈ ને પૂછ પરછ કરી શકે તેવું હજુ સુધી કોઈ કાર્યાલય કે કોઈ વ્યક્તિ ના નંબર.નામ એડ્રેસ આપવામાં આવ્યા નથી..જેમ અત્યાર સુધી મોદીજી અઢી લાખ કરોડ ગુજરાત સરકાર નું દેવું સરકાર ની તિજોરી ઉપર વધારી આવા મહેમાન ગતી રૂપી વાઇબ્રન્ટ..ના કાર્યક્રમો કરી ચૂક્યા છે અને અનેક ઠાલા.જુઠ્ઠા વચનો જનતાને આપી.બેવકૂફ બનાવી.સહાનુભૂતિ ની વોટ બેંક નું તરકટ ઉભુ કરી બહુમત મેળવી દિલ્હી પ્રધાન મંત્રી તરીકે બેસી ને ગુજરાત ની જનતા માં પણ બહુમત ૨૬ સાંસદ.કહ્યાગરા પ્રજા અને સરકાર વચ્ચે ના એજન્ટ.દલાલરૂપી ભગવી કહ્યાગરી સાંસદ ની ભૂમિકા મોદીજી ના કહેવા પ્રમાણે અદા કરી રહ્યા છે .ભાજપ પક્ષ ની શરૂવાત થી હબ સમાન ગુજરાત ના અનેક ભાજપ ના જન્મ કાળ થી જોડાયેલા મોટાભાગ ના લોકો ને મોદીજી દૂર કરી પોતાની મન માની થી પાર્ટી ચલાવી લોકશાહી ના ખૂન સમાન સરમુખત્યાર શાહી ના શાશન થી મોદી જનતા પાર્ટી હોય તેવી લોકો ને પ્રતીતિ કરાવી ગુજરાત ને અને કોર્પોરેશન.નગરપાલિકાઓ અને પંચાયતો ને દેવા મા ઉતારી નાખ્યા છે એક માત્ર દેવું કરીને વિકાસ ને નામે ખોટી પ્રસિદ્ધિ નો દેશ ને હાની કારક રાજકીય ખેલ મુઠ્ઠીભર ઉદ્યોગ પતીઓ ને સરકારી સબસિડી ની લાલચો આપી મોદીજી ખેલી રહ્યા છે.પ્રજાકીય સંગઠનો અને સામાજિક સંગઠનો ના નેતાઓ પણ પોતાના સામાજિક સેવાઓના કાર્યક્રમો તટસ્થ.ન્યાયિક રીતે કરી ના શકે અને તેમાં હસ્તક્ષેપ કરી પોતાના સામાજિક સન્માનો કરાવી શાશક રાજકીય નેતાઓ ને દલાલ ની ભૂમિકા ભજવવા મજબૂર કરી આવા સંગઠન અને સમાજો ઉપર જાતીય વૈમનસ્ય કરાવી જો હુકમી થી કાયદા અને કાનૂન નો દૂર ઉપયોગ કરી કબ્જો જમાવી બેઠા છે. પ્રજાકીય અન્યાય થાય લોકો ના આવા આંદોલનો ને ખોટા મન ઘડ વચનો ની લાલચો આપી આંદોલનો સમેટાઈ પોતાની બહાદુરી બતાવી ભાવિ પેઢી ને પારાવાર નુકશાન અત્યાર ની સરકાર માં દેખાઈ રહ્યું છે. જાપાન ના વડાપ્રધાન આવ્યા..યુનો ના સેક્રેટરી આવ્યા.કેનેડા.ઓસ્ટ્રેલિયા ના વડા પ્રધાનો પોતાના મંત્રી મંડલ સહિત ગુજરાત મહેમાન ગતી માણી.વાઇબ્રન્ટ ગુજરાત ની વિદેશી દેશ અને વિદેશ ના મીડિયામાં પાઉન્ડ અને ડોલર ના ભાવે પ્રસિદ્ધિ કરી લખલૂટ ખર્ચ કરી પોતાની ભગવી પ્રસિદ્ધિ કરી…. વિદેશી મૂડીરોકાણ ના બહાને ગોઠવેલ મોદીજી ના આમંત્રણથી કાર્યક્રમ મા અનેક વિદેશ થી માનીતા અને ભાજપ ને ફંડ કરનાર રાજકીય સામાજિક લોકો આવી ને ગયા..કોઈ કરોડો કે અબજો ના રોકાણો બતાવેલ એમ.ઓ.યુ પ્રમાણે થયા નહિ અને સરકારી જમીનની સબસિડી થી વહેચણી રોકાણ રૂપિયે થઈ.ઉદ્યોગો સ્થપાયા નહિ અને બેન્કો ની સરકારી ભલામણ ને લીધે કરોડો ની લોનો પણ ઈચ્છા વ્યાજ ની સલવાઇ ગઈ અને આવા અનેક લોકો આજે દેશ વિદેશ માં જતા રહી ચૂપ થઈ ને બેઠા છે. વાઇબ્રન્ટ ના નામે આર્થિક આકડાજાલ ની સરકારી વાહ વાહ ગોદી મીડિયામાં છપાવી.પ્રજાને મૂર્ખ બનાવી મોદીજી ની રાજકીય સત્તા ની કારકિર્દી સિલ્વર જયુબિલી વટાવી રહી છે. ગાંધી અને સરદાર ના નામે જેટલો લાભ દલા તરવાડી ની જેમ લઈ શકાય તેટલો લઈ ને રાજકારણીઓ એ ગુજરાત ને બદનામ.બરબાદ દેવાદાર બનાવી દીધું છે તેમાં કોઈ શંકા ને સ્થાન નહિ..હજુ પણ ભાજપ સરકાર ને કોઈ ઈજ્જત આબરૂ શરમ જેવું કાઈ લાગતું હોય તો પ્રજાને જવાબ આપે કે ટ્રમ્પ જેવા અમેરિકન ઉદ્યોગ પતિ પોતાના પુત્ર દ્વારા ગુરગામ.મુંબઈ.પુના માં એસ્ટેટ માં પાંચ પ્રોજેક્ટ ચલાવી સાથે સાથે અમેરિકા ના રાષ્ટ્ર પ્રમુખ તરીકે રહી ભારત માં બિન સરકારી કાર્યક્રમ મા પોતાના ચૂંટણી પ્રચાર માં આવી રહ્યા છે કે મોદીજી ની મિત્રતા માં ગુજરાત માં કોઈ એસ્ટેટ નો પ્રોજેક્ટ નાખવા આવી રહ્યા છે…અને તે કાર્યક્રમ નો તમામ ખર્ચ ગુજરાત સરકાર કરશે તો તેમાં ગુજરાત ની જનતા ને કે સરકાર ને શું બેનિફિટ થશે.?….આં પ્રશ્ન ગુજરાત ના પ્રજાના પ્રતિનિધિ તરીકે હું ગુજરાત સરકાર અને મોદીજી પ્રધાન મંત્રી ને તેમજ નમસ્તે ટ્રમ્પ ના આયોજક નાગરિક અભિનંદન સમિતિ ને મારા રજિસ્ટર્ડ મીડિયા ના સંપાદક દ્વારા પૂછી રહ્યો છું .. પ્રદીપ રાવલ. તંત્રી..જન ફરિયાદ દેશ વિદેશ..સાપ્તાહિક…ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક અને જન ફરિયાદ ન્યુઝ.કોમ પોર્ટલ.ગાંધીનગર..મો.9824653073
આ અંગે ના વાચકો ના અભિપ્રાય અમોને prdpraval@yahoo.co.uk mail દ્વારા મોકલી આપજો જેથી નામ સહિત પ્રસિદ્ધિ આપી શકાય..