11 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

11 Ng pdf-1

આજે ૧૧ ઓગસ્ટ શ્રી દિલીપ ગજ્જર નો જન્મદિવસ.પેથાપુર ના વતની.૧૯૭૧ ની સાલમાં જન્મ.અભ્યાસ MSC, MED, MASTER OF JOURNALISM, હાલમાં તેઓ નાયબ માહિતી નિયામક, ન્યૂઝ એન્ડ મિડીયા રીલેશન શાખા, માહિતી ખાતુ, ગાંધીનગર.તેમની વિશિષ્ટ કામગીરીમાં તેઓ અભ્યાસ પૂર્ણ કરી 1-1-2000ના રોજ માહીતી ખાતામાં વર્ગ-3 માહિતી મદદનીશ તરીકે સરકારી સેવાની શરૂઆત થઈ હતી અને આજે નાયબ માહિતી નિયામક (ઈ.ચાર્જ) ન્યૂઝ એન્ડ મિડીયા રીલેશન શાખા ગાંધીનગર ખાતે કાર્યરત. 25 વર્ષની સેવા દરમિયાન માન.નરેન્દ્રભાઈ, આનંદીબેન પટેલ, સ્વ.વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રીકાળ દરમિયાન તેમની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તથા માન.પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ સાથે પી.આર.ઓ તરીકે કામ કરવાની તક મળી છે અને એ કામે જ મને ધણુ શીખવ્યું છે, નોકરી દરમિયાન મિડીયાના મિત્રોનો તેમજ ખાતાના ઉચ્ચ અધિકારી કર્મચારીઓનો પ્રેમ, માર્ગદર્શન અને સહયોગ આજીવન મળ્યો છે અને મળતો રહે છે જ સૌનો આભાર..( શુભેચ્છાઓ આપવા તેમનો
મો 99784 40941 ) ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક પરિવારની શુભેચ્છાઓ..

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો) 

[8/9, 3:28 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા સમગ્ર આદિવાસી સમાજનું મોટું સન્માન છે.

એટલું જ નહીં દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષ સુધી આદિવાસીઓએ ચલાવેલી લડતના યોગદાન પણ તેમણે ઉજાગર કર્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની આ વર્ષે ઉજવાઈ રહેલા ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે આયોજિત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

તેમણે આ અવસરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના 2500 જેટલા વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને 1 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી.

રક્ષાબંધનના પવિત્ર પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાબંધન પણ કર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાએ “અબુઆ દિશુમ – અબુઆ રાજ” એટલે કે આપણો દેશ આપણું રાજના મંત્ર સાથે આદિવાસી યુવાઓને આઝાદી જંગ માટેની પ્રેરણા આપી હતી તેનું સ્મરણ કરીને ભગવાન બિરસા મુંડા ની ભાવ વંદના કરી હતી.

તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાના કાર્યો, જીવન કવનને આઝાદીના દશકો સુધી ઉપેક્ષિત રાખવામાં આવ્યા અને આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસ માટે અનેક યોજનાઓ સાકાર કરીને વિકાસની મુખ્ય ધારામાં તેમને લાવી દીધા છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે દેશમાં 24 હજાર કરોડની પી.એમ. જનમન યોજના તેમજ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે રાજ્યના 102 તાલુકાના 4,265 ગામોને યોજનાકીય લાભ અને વન અધિકાર અધિનિયમ-2006 અંતર્ગત 68 હજાર હેક્ટર વન જમીનના અધિકારપત્રો રાજ્યમાં આપવામાં આવ્યા છે તેની ભૂમિકા આપી હતી.

રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓને એક દસકા માં 4300 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ અભ્યાસ માટે આપી છે તેમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના આદિવાસીઓએ આઝાદી ની લડતમાં આપેલા યોગદાન અને એમની શહાદતની સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન, પાલદઢ વાવમાં વિરાંજલી વન તેમજ આદિવાસી સમાજનાં આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત@2047ના સંકલ્પને પાર પાડવામાં આદિવાસીઓના સહયોગને મહત્વનો ગણાવતા કહ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસીઓ માટે વૈશ્વિક વિકાસની તકો ખુલી છે.

તેમણે “વોકલ ફોર લોકલ” સ્વદેશીના વધુને વધુ ઉપયોગની વડાપ્રધાનશ્રીની હાકલ આદિવાસી સમાજ સ્થાનિક ઉત્પાદનો, કલાકારીગરીની ચીજવસ્તુઓ, મિલેટ અન્નના વ્યાપક ઉપયોગથી ઝિલી લે તેવો પ્રેરક અનુરોધ પણ કર્યો હતો

આદિજાતિ વિકાસ અને શ્રમ, રોજગાર રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પરભુ ભાઇ વસાવા તથા ધારાસભ્યો, પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ અને લાભાર્થી પરિવારો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
[8/9, 3:28 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1ONGLzTt7gIxeorkqho89_y0J32kRj5SN?usp=sharing
[8/10, 11:22 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ*

*આજે સવારે ૧૧:૩૦ કલાકે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાશે*
…..
પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આજે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કરશે.

આજે સવારે ૧૧:૩૦ કલાકે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાશે.

આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે.

[8/10, 3:21 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :

*દિવ્યાંગજનો એ આપણા સમાજનું અભિન્ન અંગ છે*

*દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ*

૦૦૦૦૦
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતની સાધન સહાયનું વિતરણ*
૦૦૦૦
*દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાની પહેલને બિરદાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
૦૦૦૦
*સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં રાજ્યપાલશ્રી*
૦૦૦૦

માહિતી બ્યૂરો, ભુજ :

આજરોજ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ ગણાવીને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સારસંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બાબત બની ગઈ છે. દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોય સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલી આધુનિક સાધન સામગ્રી તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. સમાજના દુઃખીજનો પ્રત્યે સેવાભાવના કેળવવા અનુરોધ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જે મનુષ્યમાં જરૂરિયાતમંદ માટે દયાભાવ પ્રગટ ના થાય તે મનુષ્ય પથ્થર સમાન છે. મનુષ્ય અવતારમાં પરોપકાર અને સતકાર્યો કરીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા રાજ્યપાલશ્રીએ આહવાન કરી ધરતી પર તમામ જીવો માટે કલ્યાણની ભાવના રાખવા જણાવ્યું હતું.

પ્રાચીન ભારતની વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વગરનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા નાગરિકોએ હંમેશા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા કાર્યોને રાજ્યપાલશ્રીએ અંતરમનથી બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના આ પ્રયાસોથી તેમનામાં એક નવો ઉત્સાહ પેદા થશે, તેઓ માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ જ સક્ષમ થશે. દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રૂ. ૨૫૮૧ કરોડની જોગવાઈ કરી છે. આજના સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતાં ઝેરી રસાયણોથી મનુષ્યોમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું છે. યુરીયા-ડી.એ.પીનો ખેતીમાં ઉપયોગથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓ યુવાનોમાં પ્રવેશી રહી છે. રાજ્યપાલશ્રીએ સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકારના પ્રયાસોની પ્રસંશા કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે ફાયદાકારક છે તેમ જણાવીને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને અપનાવવાથી ઉત્પાદન ઘટે છે તે વાતને ખોટી હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં નાના પાયેથી શરૂ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં સહભાગી થવા, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવા રાજ્યપાલશ્રીએ અપીલ કરી હતી.

રાજ્યપાલશ્રીએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવાના સંકલ્પ‌ સાથે આગળ વધવાનું જણાવીને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાઈ-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી સ્વાગત ગીતની પ્રસ્તુતિને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત દર્શકોએ મનમૂકીને બિરદાવી હતી.

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાના સંસ્થાપકશ્રી વિશાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સંસ્થાના કાર્યો વિશે જાણકારી આપી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, ૩૨ વર્ષ પહેલાં સ્થાપિત આ સંસ્થાનું બીજ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દિવ્યાંગજનના કલ્યાણ માટેનું વટવૃક્ષ બન્યું છે. દિવ્યાંગજનોના સક્ષમ બનાવવા માટે સંસ્થા અવિરત સેવાકાર્યો કરતી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ભચાઉ ખાતે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦૦ કરતાં વધુ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક ટ્રાઈ-સાયકલ, મેન્યુઅલ ટ્રાઈ-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવેલી ટ્રાઈ-સાયકલ અંદાજે ૪૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે, જે દિવ્યાંગજનોને ‘આજીવિકા અને આત્મનિર્ભરતા’ માટે સહાયક સાબિત થશે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયની વર્ષ ૧૯૯૧થી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગજનો, વંચિત બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, પુનર્વસન, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, લગ્ન, રોજગાર અને સશક્તિકરણના ક્ષેત્રે સંસ્થા અવિરત સેવા આપી રહી છે.

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ જૈન, સામાજિક કાર્યકર્તા શ્રી રૂદ્રરાજસિંહ મહારાજ, પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂતશ્રી રતિલાલ શેઠિયા, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નાયબ કલેક્ટરશ્રી બી.એચ.ઝાલા, દાતાશ્રીઓ, દિવ્યાંગજનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[8/10, 3:28 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :

*દિવ્યાંગજનો એ આપણા સમાજનું અભિન્ન અંગ છે*

*દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ*

૦૦૦૦૦
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતની સાધન સહાયનું વિતરણ*
૦૦૦૦
*દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાની પહેલને બિરદાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
૦૦૦૦
*સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં રાજ્યપાલશ્રી*
૦૦૦૦

માહિતી બ્યૂરો, ભુજ :

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે કચ્છના ભચાઉ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ ગણાવીને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સારસંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બાબત બની ગઈ છે. દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોય સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલી આધુનિક સાધન સામગ્રી તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. સમાજના દુઃખીજનો પ્રત્યે સેવાભાવના કેળવવા અનુરોધ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જે મનુષ્યમાં જરૂરિયાતમંદ માટે દયાભાવ પ્રગટ ના થાય તે મનુષ્ય પથ્થર સમાન છે. મનુષ્ય અવતારમાં પરોપકાર અને સતકાર્યો કરીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા રાજ્યપાલશ્રીએ આહવાન કરી ધરતી પર તમામ જીવો માટે કલ્યાણની ભાવના રાખવા જણાવ્યું હતું.

પ્રાચીન ભારતની વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વગરનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા નાગરિકોએ હંમેશા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા કાર્યોને રાજ્યપાલશ્રીએ અંતરમનથી બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના આ પ્રયાસોથી તેમનામાં એક નવો ઉત્સાહ પેદા થશે, તેઓ માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ જ સક્ષમ થશે. દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રૂ. ૨૪૮૧ કરોડની જોગવાઈ કરી છે. આજના સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતાં ઝેરી રસાયણોથી મનુષ્યોમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું છે. યુરીયા-ડી.એ.પી જેવા રાસાયણિક ખાતરોના ખેતીમાં ઉપયોગથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓ યુવાનોમાં પ્રવેશી રહી છે. રાજ્યપાલશ્રીએ સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકારના પ્રયાસોની પ્રસંશા કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે ફાયદાકારક છે તેમ જણાવીને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને અપનાવવાથી ઉત્પાદન ઘટે છે તે વાતને ખોટી હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં નાના પાયેથી શરૂ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં સહભાગી થવા, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવા પણ રાજ્યપાલશ્રીએ અપીલ કરી હતી.

રાજ્યપાલશ્રીએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવાના સંકલ્પ‌ સાથે આગળ વધવાનું જણાવીને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાઈ-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી સ્વાગત ગીતની પ્રસ્તુતિને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત દર્શકોએ મનમૂકીને બિરદાવી હતી.

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાના સંસ્થાપકશ્રી વિશાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સંસ્થાના કાર્યો વિશે જાણકારી આપી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, ૩૨ વર્ષ પહેલાં સ્થાપિત આ સંસ્થાનું બીજ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દિવ્યાંગજનના કલ્યાણ માટેનું વટવૃક્ષ બન્યું છે. દિવ્યાંગજનોના સક્ષમ બનાવવા માટે સંસ્થા અવિરત સેવાકાર્યો કરતી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ભચાઉ ખાતે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦૦ કરતાં વધુ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક ટ્રાઈ-સાયકલ, મેન્યુઅલ ટ્રાઈ-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવેલી ટ્રાઈ-સાયકલ અંદાજે ૪૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે, જે દિવ્યાંગજનોને ‘આજીવિકા અને આત્મનિર્ભરતા’ માટે સહાયક સાબિત થશે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયની વર્ષ ૧૯૯૧થી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગજનો, વંચિત બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, પુનર્વસન, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, લગ્ન, રોજગાર અને સશક્તિકરણના ક્ષેત્રે સંસ્થા અવિરત સેવા આપી રહી છે.

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ જૈન, સામાજિક કાર્યકર્તા શ્રી રૂદ્રરાજસિંહ મહારાજ, પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂતશ્રી રતિલાલ શેઠિયા, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નાયબ કલેક્ટરશ્રી બી.એચ.ઝાલા, દાતાશ્રીઓ, દિવ્યાંગજનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[8/10, 4:08 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1V9K7A3UPu0bR7Yo6xHbt91IRGtjmnRKc?usp=drive_link
[8/10, 5:45 PM] Dilip Gajjar.Mahiti.Press: ગ્રામ્ય પોલીસિંગ અંતર્ગત પોલીસ અને સરપંચ પરિસંવાદ: એક અનોખી પહેલ

*ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયા*

*ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયા*

*પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા આ અનોખા કાર્યક્રમનું આયોજન*

…..
ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી આજે સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના સરપંચોએ સાથે મળીને ગ્રામીણ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

આ અનોખી પહેલ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. તેમણે સરપંચો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.

આ જ રીતે, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયા હતા. તે ઉપરાંત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો.

રાજ્યભરમાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા આ પરિસંવાદમાં પોલીસ-સરપંચ સમન્વય માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. જે પૈકી પોલીસ અને સરપંચ વચ્ચે સંકલન વધારવા માટે દરેક ગામના સરપંચ અને પોલીસ અધિકારીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં મહત્વપૂર્ણ સૂચન થયું હતું, જેથી તાત્કાલિક માહિતીની આપ-લે થઈ શકે. ગામમાં બનતા કોઈપણ બનાવની તાત્કાલિક પોલીસને જાણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. સાયબર સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે સાયબર અવેરનેસ અને માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

તે ઉપરાંત મહિલા સુરક્ષા, નવા કાયદા, ગુનાખોરી અટકાવવા માટે ગ્રામ કક્ષાએ સીસીટીવી કેમેરા તેમજ ડ્રગ્સ અને નશાબંધી નિવારણ માટે પોલીસ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા તેમજ સુધારાના સૂચનો પણ આપ્યા હતા. એટલું જ નહીં, સરપંચોને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે. આ પહેલથી ગ્રામીણ સ્તરે પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે તેવી આશા છે.

જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં તમામ રેન્જના વડાઓ, પોલીસ અધિક્ષકશ્રીઓ તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

[8/10, 6:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પોતાની પહેલી ફલાઈટમાં ઈસરો જતા ૨૮ આદિવાસી બાળકોને વિદાય આપવા તાપીના પ્રભારીમંત્રીશ્રી સુરત એરપોર્ટ પહોંચ્યા*
——–
*મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કર્યો*
—–
*પ્રભારીમંત્રીએ બધા વિદ્યાર્થીઓને વડાપ્રધાનશ્રીને ઈસરોના યાદગાર પ્રવાસના અનુભવો વર્ણવતો પત્ર લખવાનું સૂચન કર્યું*
——–
*તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો તા.૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમિયાન શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે*

*માહિતી બ્યુરો: તાપી:રવિવાર* તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા ૨૮ આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો.

સુરત એરપોર્ટના સભાગૃહમાં મંત્રીશ્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો તા.૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટ પરથી રવાના થયા હતા.

વિદ્યાર્થીઓને યાદગાર અને મંગલમય પ્રવાસ માટે શુભેચ્છા આપતા મંત્રીશ્રીએ રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલ માટે તાપી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચેન્નઈ ઈસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને ’લર્ન વિથ ફન’, આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી. તેમણે બાળકોને ઈસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચારશક્તિ વિકસાવવા મદદરૂપ થશે. ઈસરોની મુલાકાત વિજ્ઞાન ક્ષેત્રમાં કંઈક નવું કરવા, ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે. ઈસરો મુલાકાતની મળેલી તકનો સવિશેષ લાભ લઈ મહત્તમ જ્ઞાન મેળવવા બાળકોને જણાવ્યું હતું.

વધુમાં તેમણે છેક છેવાડાના આદિજાતિ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલમેન ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગામ–રાજ્ય સહિત દેશનું નામ વિશ્વફલક પર ઉજ્જવળ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપીથી પ્રવાસ કરી ઇસરોની સાથે ચેન્નઈ સ્થિત પ્લેનેટેરિયમ અને ઝુઓલોજિકલ પાર્કની મુલાકાતે જનાર આ વિદ્યાર્થીઓને યાદગાર સંભારણા તરીકે એક સ્મરણ પુસ્તિકા બનાવવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ બાળકો સાથે બેસ્ટ ૨૮માં સ્થાન મેળવવા બદલ તેમના અને પરિવારજનોના અનુભવ અંગે ચર્ચા કરી બેસ્ટ ૨૮માં મોટી સંખ્યામાં દીકરીઓને પસંદગી મેળવવા માટે અભિનંદન આપી વધુ આગળ વધવા પ્રેરણા આપી હતી.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને વડાપ્રધાનશ્રીને ઈસરોના યાદગાર પ્રવાસના અંગત અનુભવો વર્ણવતો પત્ર લખવાનું સૂચન કર્યું હતું.

નોંધનીય છે કે, આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કરશે.

આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, સહાયક માહિતી નિયામક શ્રી સુમિત ગોહિલ સહિત વહીવટી વિભાગના વિવિધ કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦૦૦
[8/10, 7:58 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે*

*કચ્છના મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી*

*મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલશ્રી દ્વારા અનાવરણ કરાયું*

૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ :

કચ્છની એક દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ કચ્છના મુન્દ્રા પોર્ટની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ મુન્દ્રા પોર્ટ ખાતેથી આયાત-નિકાસ, પોર્ટ ઓપરેશન, પોર્ટ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સહિતની વિગતો મેળવી હતી. રાજ્યપાલશ્રીએ અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લઈને ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં ભારતની આગેકૂચની પ્રસંશા કરી હતી. ત્યારબાદ, મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલશ્રી દ્વારા અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડીરેક્ટરશ્રી રક્ષિત શાહ, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર હેડશ્રી પંક્તિબેન શાહ, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી બી.એચ.ઝાલા સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦

આપની આસપાસ બનતી કોઈપણ ઘટનાઓના સમાચાર વિડીયો અને ફોટાઓ અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા મોકલી આપો. અહીંયા કોઈપણ સમાચાર ફોટાઓને વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી : પ્રદીપ રાવલ (9824653073)