

*शेषाद्री चारी होंगे भारत के नए उपराष्ट्रपति*
*जगदीप धनखड़ के इस्तीफे के बाद*
*बहुभाषाविदचिंतक, राष्ट्रवादी विचारधारा के प्रमुख वक्ता*
*विदेश नीति और सांस्कृतिक मामलों के जानकार*
*संसद को मिलेगा एक गंभीर, विद्वान और संतुलित मार्गदर्शक*
*भारत को मिला एक विचारशील नेतृत्व का नया अध्याय!*
****************************
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/4, 12:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘રક્ષાબંધન’ નિમિતે*
*બાળકો ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી ‘ઇકો ફ્રેન્ડલી રાખડી’ તૈયાર કરી શકે તે માટે*
*ગીર ફાઉન્ડેશન દ્વારા ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજાઈ*
…………………………
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી. જેમાં ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલા અંદાજે ૪૦ થી ૫૦ જેટલા બાળકો સહિત તેમના વાલીઓ અને યુવાનોએ પણ આ એક્ટિવિટીમાં સહભાગી થઇને અલગ અલગ પ્રકારની ઇકો ફ્રેન્ડલી સુંદર રાખડીઓ તૈયાર કરી હતી.
નાગરીકોને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા, પર્યાવરણ પ્રત્યે સવાંદનશીલતા લાવવા અને ‘મિશન લાઈફ’ના ઉદ્દેશને સાકાર કરવા ગીર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન આ પ્રકારની અલગ અલગ થીમ આધારિત નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ રાખી મેકિંગ એક્ટિવિટીમાં બાળકો પોતાની જાતે કેવી રીતે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને નવા આઈડિયા સાથે રાખડી તૈયાર શકે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જૂના તોરણના મોતી,મણકા,નળાસરી, પિસ્તાની છાલ,ન્યુઝ પેપર વગેરેનો ઉપયોગ કરીને મનગમતી રાખડીઓ પણ બનાવવાનું શીખવાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરની યાદીમાં જાણવાયું છે.
————–
જનક દેસાઈ
[8/6, 11:05 AM] Dilip Gajjar.Mahiti.Press: *ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવા એક પ્રેરણાદાયી પહેલ*
*છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૨૦ જેટલા ‘માટી મૂર્તિ મેળાઓ’નું સફળ આયોજન: કારીગરોને રૂ. ૧.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ*
—–
*કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે ૫૦ ટકા સબસિડીથી ‘રેડી ટુ યુઝ’ માટી, મેળામાં વિનામૂલ્યે વેચાણ માટે સ્ટોલ તથા પ્રતિ દિન રૂ. એક હજાર લેખે મેળા સહાય*
—–
• *ચાલુ વર્ષે તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં કુલ ૫ સ્થળોએ વેચાણ માટે ‘માટી મૂર્તિ મેળા’નું આયોજન*
• *અત્યારસુધીમાં ’માટી મૂર્તિ મેળા’માં કુલ ૧,૭૦૨ કારીગરો દ્વારા રૂ. ૧૫.૫૧ કરોડની માટીની મૂર્તિઓનું વેચાણ*
• *POPની મૂર્તિઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા સરકાર કટિબદ્ધ*
—–
પર્યાવરણ સંરક્ષણની સાથે પ્લાસ્ટર ઓફ પેરિસ-POPની મૂર્તિઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા તેમજ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દર વર્ષે ‘માટી મૂર્તિ મેળા’નું સફળ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ગણેશોત્સવ દરમિયાન ૨૦ જેટલા મેળાઓમાં કુલ ૧,૭૦૨ કારીગરો દ્વારા રૂ. ૧૫.૫૧ કરોડની માટીની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવ્યું છે. આ મેળાઓના સફળ આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧.૫૧ કરોડથી વધુની સહાય પણ ચૂકવવામાં આવી છે.
કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શનમાં રાજ્યના હરિયાળા ભવિષ્ય માટે ચાલુ વર્ષે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં વિવિધ પાંચ સ્થળોએ વેચાણ માટે ‘માટી મૂર્તિ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્થામાં નોંધાયેલા માટી મૂર્તિકારોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવણી તેમજ મેળા સહાય આપવામાં આવશે. જે અંતર્ગત ચાલુ વર્ષે અત્યારસુધીમાં રાજ્યના કુલ ૩૯૦ કારીગરોને અંદાજે ૨૩૧ ટન ‘રેડી ટુ યુઝ’ માટીનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટીના મૂર્તિકારોની પ્રોત્સાહન યોજના અન્વયે સંસ્થામાં નોંઘણી થયેલા કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે ૫૦ ટકા સહાયથી ‘રેડી ટુ યુઝ’ માટી આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ‘માટી મૂર્તિ મેળા’માં પ્રોત્સાહનરૂપે વિનામૂલ્યે વેચાણ માટે સ્ટોલ તથા કારીગરોને પ્રતિ દિન રૂ. ૧,૦૦૦ લેખે મેળા સહાય પણ ચૂકવવામાં આવે છે.
નાગરિકોમાં માટીની મૂર્તિના ઉપયોગ અંગેની જનજાગૃતિ માટે આ સંસ્થા દ્વારા વિવિધ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત હોર્ડિંગ્સ, ટીવી ક્વિકી, રેડિયો ઝિંગલ્સ અને ડિજિટલ મીડિયાના માધ્યમ દ્વારા ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના ઉપયોગનો સંદેશ દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓમાં જીવંત નિદર્શન દ્વારા પરંપરાગત કારીગરી અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની સમજને પ્રોત્સાહન મળે તે માટે યુવા પેઢીને પણ જોડવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં માટીની મૂર્તિના ઉપયોગ અંગેની જાગૃતિમાં સતત વધારો થયો છે.
*સ્ટોલ મેળવવા માટેની વિગત:*
કારીગરો માટે માટી અને વેચાણના સ્ટોલ મેળવવા સંસ્થા દ્વારા બહોળી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવે છે. આ જાહેરાતમાં દર્શાવેલા નિયત સમયગાળા દરમિયાન લાભાર્થીઓએ ઈ-કુટીર પોર્ટલ https://e-kutir.gujarat.gov.in/ પર અરજી કરી નોંધણી કરવાની રહે છે. વધુ વિગતો માટે કચેરીના ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૫૧૬૮૧-૫૭ પર સંપર્ક કરવા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનની યાદીમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં રાજ્યમાં ગણેશોત્સવ દરમિયાન મહદઅંશે પ્લાસ્ટર ઓફ પેરિસ- POPની મૂર્તિઓનું જ સ્થાપન અને વિસર્જન કરવામાં આવતું હતું. આ POPને તેમાં રહેલા જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ જેવા તત્વોના કારણે પાણીમાં ઓગળવા માટે ખૂબ સમય લાગે છે, તેમજ નદી, તળાવ અને દરિયાના પાણીને ઝેરી બનાવે છે. આ ઉપરાંત મૂર્તિના સુશોભન માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક રંગોમાં મરક્યુરી, લીડ, કેડમિયમ અને કાર્બનની ઉપસ્થિતિના કારણે પણ પાણીના કુદરતી સ્ત્રોતને ખૂબ નુકશાન પહોંચે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને વર્ષ ૨૦૧૫-૧૬થી માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
—–
જીગર બારોટ
[8/6, 12:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને*
*આજની યુવા પેઢી જાણે-સમજે તેવા હેતુ સાથે રાજ્યભરમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર*
………………………
*ગાંધીનગર ખાતે*
*રાજ્યકક્ષાના ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત આયોજિત ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર*
—————–
*રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આજ તા. ૦૬ થી ૧૨ ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી*
……………………..
*’જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્’ના મંત્ર સાથે આયોજિત ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં શાળા, કોલેજ, સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૬૫૦થી વધુ સંસ્કૃત પ્રેમીઓ સહભાગી થયા*
————–
ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી તા. ૦૬ થી ૧૨ ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તેમ,આજે પેથાપુર ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્યકક્ષાના ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત ગાંધીનગરના પેથાપુર ખાતે આજે ભવ્ય ‘વેદયાત્રા-સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પૂજાવિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સંસ્કૃત ભાષાનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રી ડૉ. ડિંડોરે કહ્યું કે, દર વર્ષે ‘રક્ષાબંધન’ના દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજથી રાજ્યભરના તમામ જિલ્લોમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાના વધુ પ્રચાર-પ્રસાર માટે ‘જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્’ના મંત્ર સાથે આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ સહિત વેદોનું પૂજન, ઋષિ પૂજન, શાસ્ત્રો પૂજન વગેરે દિવસોની ઉજવણી સ્વરૂપે વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે. જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે તા. ૧૨ ઓગસ્ટના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાશે તેમ,જણાવી મંત્રીશ્રીએ સૌને સંસ્કૃત સપ્તાહની શુભેચ્છાઓ પાઠવીને આ સપ્તાહમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રિટાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિ રહી આ યાત્રામાં સહભાગી થયા હતા.
‘જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્’ના સૂત્રોચ્ચાર તેમજ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરતા પ્લે કાર્ડ સાથે રામદેવપીર મંદિરથી પેથાપુર ચોકડી સુધી યોજાયેલી ”સંસ્કૃત ગૌરવ યાત્રા’માં જિલ્લા વહીવટીતંત્ર- રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ડૉ. મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રિન્સિપાલ ડૉ. આશિષ દવે, માધ્યમિક શાળા, સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૬૫૦થી વધુ સંસ્કૃત પ્રેમીઓ સહભાગી થયા હતા. ————–
જનક દેસાઈ
[8/6, 12:29 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1NfMeDi_WpqdqwDBoPTP3rmqKwPCjTRku?usp=sharing
[8/6, 1:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રાવણ ૨૦૨૫ : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ*
*”વંદે સોમનાથ” કલા મહોત્સવ: નટરાજ સોમનાથના ચરણોમાં કલા અર્પણ*
……………………
*ભારતીય ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના*
*માર્ગદર્શનમાં સોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાન*
……………………
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. વિશેષ રૂપે શ્રાવણ ૨૦૨૫માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ સ્થળે દેશભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.
*પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની સાંસ્કૃતિક પુનઃ સ્થાપના:*
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં સદીઓ પહેલાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા પોતાનું નૃત્ય પ્રસ્તુત કરીને કલા અને કલ્યાણના દેવતા નટરાજ સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી તે અનેક ગ્રંથો અને લેખોમાં પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન કલા આરાધનાની દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલ શિવ તત્વને પુનઃઉજાગર કરવાના દિવ્ય સંકલ્પને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “વંદે સોમનાથ કલા મહોત્સવ”ના અભૂતપૂર્વ આયોજનના સ્વરૂપમાં મૂર્ત સ્વરૂપ મળ્યું છે.
*શ્રેણીબદ્ધ આયોજનો:*
શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત ત્રણ વિશેષ મંચ પર ગાયન, વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભક્તિ અને કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) અને ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગ સાથે આયોજિત આ મહોત્સવનું ધ્યેય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો છે.
*પ્રથમ ચરણ:*
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના પ્રથમ ચરણમાં, શ્રી પવિત્રા ભટ્ટ અને તેમની ટીમે ભરતનાટ્યમની મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિ આપી હતી. આ સિવાય શ્રી કદમ પરીખ અને વૃંદે કથક નૃત્ય દ્વારા દર્શકોને રોમાંચિત કરી મુક્યા હતા, જ્યારે નમ્રતા મેહતા અને સિદ્ધિ વાયકર દ્વારા પારંપરિક ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
*દ્વિતીય ચરણ:*
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના બીજા ચરણમાં, શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમજ સમુદ્ર દર્શન વોકવે એમ બે દિવ્ય સ્થાનો ખાતે પુનાથી આવેલ નાદરૂપ વૃંદ દ્વારા કથક નૃત્ય, શ્રીમતિ રેમાં શ્રીકાંત (ECPA)ફાઉન્ડેશન વડોદરા અને તેમના શિષ્યો દ્વારા ભરત નાટ્યમ અને સોનલ શાહ અને તેમના શિષ્યો દ્વારા હુડો, રાહડો, સહિત પારંપરિક ગુજરાતી નૃત્યો, ગાર્ગી બ્યાબર્તી અને દેવાંશી દેવગૌરી તેમજ શ્રીમતી દેવિકા દેવેન્દ્ર એસ મંગલા મુખીએ કથક નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા.
*તૃતીય ચરણ:*
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના ત્રીજા ચરણમાં સોમનાથના ત્રણ અદ્ભુત દ્રશ્ય સ્થાનો પર એકસાથે યોજવામાં આવ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર સમીપ સાગરદર્શન અપ્રોચ એરિયા, સમુદ્ર દર્શન પથ પ્રોમેનેડ વોક વે અને સોમનાથ મંદિરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે અંજલિ મેમોરીયલ કમિટી દ્વારા ભરતનાટ્યમ, મુંબઈના આનંદલહારી સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા શિવ આરાધના, કોલકાતાના ધ્રુબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ ફાઉન્ડેશન દ્વારા પારંપરિક શૈલીમાં ભરતનાટ્યમ અને પૂણેથી આવેલ ઈશાવસ્ય ગુરુકુલમ દ્વારા કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
*ચોથું ચરણ:*
કાર્યક્રમના ચોથા ચરણમાં તા. ૦૪ ઓગસ્ટના રોજ ઉદયપુર રાજસ્થાનથી શ્રી કૃષ્ણેન્દુ સહા અને નૃત્યોર્મી સ્કૂલ દ્વારા ઓડિસી નૃત્ય, પુણે મહારાષ્ટ્રના કલાવર્ધિની ડાન્સ કંપની દ્વારા ભરતનાટ્યમ, અમદાવાદના શ્રીમતી સ્મિતા શાસ્ત્રી નૃત્ય વૃંદ દ્વારા કુચીપુડી અને દિલ્લીથી શ્રીમતી લીના માલાકાર વિજ અને ટીમ દ્વારા કથક નૃત્યો પ્રસ્તુત કરી શિવ આરાધના કરવામાં આવી હતી.
*આગામી સમયમાં યોજાનાર પાંચમું અને છઠ્ઠો ચરણ :*
પાંચમું ચરણ તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે, જેમાં દિલ્હીથી શ્રીમતી સુબ્રતા પંડા અને રસા સ્કૂલ ઓફ ઓડિસી ડાન્સ દ્વારા ઓડિસી નૃત્ય, વડોદરાની તત્વ અકાદમીની શ્રીમતી દ્યુતિ પંડ્યા દ્વારા કથક નૃત્ય અને અમદાવાદના અપલ શાહના એસ.પી.એ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ દ્વારા પરંપરાગત ટિપ્પણી નૃત્યો રજૂ કરીને શ્રી સોમનાથ મહાદેવની ભક્તિમાં નૃત્યાર્પણ કરવામાં આવશે.
જ્યારે છઠ્ઠું ચરણ શ્રાવણના અંતિમ સોમવારે તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવશે. જેમાં દિલ્હીથી શ્રીમતી લિપ્સા સતપથિ અને તેમની ટીમ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ, દિલ્હીથી કલામંડલમ વિશ્નુપ્રિયા અને તેમની ટીમ દ્વારા દુર્લભ રીતે જોવા મળતું મોહિનિયાટ્ટમ, વડોદરાની કલ્પ સર્જનિ દ્વારા કથક, અમદાવાદની નૃત્યમ અકાદમી દ્વારા ભરતનાટ્યમ અને કદમ નૃત્ય કેન્દ્ર દ્વારા કથક નૃત્યના અત્યંત કલાત્મક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
*સમાપન:*
“વંદે સોમનાથ” માત્ર એક કલા મહોત્સવ નથી; તે સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુનઃપ્રતિષ્ઠા છે. ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સોમનાથ તીર્થ ફક્ત ધાર્મિક જ નહીં,પરંતુ સંસ્કૃતિ ગૌરવમય વારસાનું કેન્દ્ર બની રહ્યું છે – જ્યાં ભક્તિ, ભવ્ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થાય છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ અને IGNCA આયોજિત આ કાર્યક્રમોમાં એવી લાગણી અનુભવી શકાય છે કે જાણે મહારાણી ચૌલાદેવીના સમયમાં જેમ સોમનાથમાં હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્મક સ્વર્ણિમ સતયુગ આજે ફરી સ્થાપિત થઈ ચૂક્યો છે.
……………………..
જનક દેસાઈ
[8/6, 1:17 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1G_Wux7NVWGGFQHKBrX9BZwOIcLgm8b32?usp=sharing
[8/6, 3:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘ*
—
*ગુજરાત અને NTPC વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટસમાં સહયોગની તકો વધારવા અંગે વિચાર વિમર્શ કર્યો*
—
મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન – NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરદીપસિંઘે ગાંધીનગરમાં લીધી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમા ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં NTPCના ચેરમેનશ્રીએ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુકિલિયર અને પમ્પ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે NTPC અને ગુજરાત વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં રહેલી સહયોગની તકો વિસ્તારવા અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં NTPCની સબસિડિયરી NTPC ગ્રીન એનર્જી લીમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સરિત મહેશ્વર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
—
[8/6, 4:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *પેરિસ પેરા ઓલિમ્પિક ૨૦૨૪ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી*
————–
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પેરિસ પેરા ઓલિમ્પિક-2024ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે શ્રી નવદીપ સિંહના કોચ શ્રી સુનિલ તંવર તેમજ બનાસકાંઠાના પેરા અથલેટ્સ શ્રી ભાવનાબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ બંન્ને ખેલાડીઓ અને કોચનું સાલ ઓઢાડી સન્માન કરીને ઉત્સાહ વધાર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ દ્વારા દેશનું નામ રોશન કરવા બદલ રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવી ઉન્નત ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
————–
[8/6, 4:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇ*
—–
*ગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા તેમજ પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે*
—–
*મંત્રી શ્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળને સહકારી ક્ષેત્રે માર્ગદર્શન આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવી*
—–
કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીશ્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. ૪ થી ૭ ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે પધાર્યું છે. આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ત્રિપુરાના સહકારિતા મંત્રીશ્રી સહિત અધિકારીઓના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવી હતી.
આ પ્રસંગે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આજે ગુજરાતે સહકારિતા ક્ષેત્રમાં અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસિલ કરી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે સહકારિતા ક્ષેત્રે સૌના સાથ અને સહકાર થકી રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકોને તેનો મહત્તમ ફાયદો મળી રહ્યો છે. સહકારિતા મંત્રી શ્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પડ્યું હતું.
રાજ્યની મુલાકાતે પધારેલા ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં કો-ઓપેરેશન વિભાગ સહકારથી સમૃદ્ધિના વિઝન થકી દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે પણ ત્રિપુરામાં ગુજરાતની જેમ જ સહકારિતા ક્ષેત્રનો વિકાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે વધુ રોજગારી ઊભી કરીશું, જેના પરિણામે ત્રિપુરાના ગ્રામીણ અર્થતંત્રનો ખૂબ વિકાસ થશે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં ચોથા નંબરની અર્થવ્યવસ્થા છે, તેમાં સહકારી ક્ષેત્રનો ખૂબ મોટો ફાળો રહેલો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓના પ્રતિનિધિ મંડળે ગત રોજ બનાસ ડેરીની મુલાકાત લઈને વિગતો મેળવી હતી. વધુમાં, આ પ્રતિનિધિ મંડળ અમૂલ ડેરી, ત્રિભોવન સહકારી યુનિવર્સિટી, GSC બેંક તેમજ વિવિધ પેક્સ મંડળીઓ અને દૂધ મંડળીઓની સંભવિત મુલાકાત થકી વિસ્તૃત માહિતી મેળવશે.
આ બેઠકમાં સહકારિતા વિભાગના સચિવ શ્રી સંદિપકુમારના માર્ગદર્શનમાં સહકારી મંડળીઓ વિશે વિગતવાર માહિતી આપતા રજિસ્ટ્રાર શ્રી મીતેશ પંડયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૩ જિલ્લાઓના ૨૫૧ તાલુકાઓમાં કુલ ૮૯ હજાર કરતાં વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં ૧.૮૮ કરોડ કરતાં વધુ સભાસદો જોડાયેલા છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૦ હજાર કરતાં વધુ પેક્સ, ૧૬ હજાર કરતાં વધુ દૂધ ઉત્પાદન સમિતિઓ, ૩૦ હજાર કરતાં વધુ હાઉસિંગ સર્વિસ સમિતિઓ, ૨૨૫ જેટલી APMC, ૧૩ સુગર મિલ, ઇથેનોલ પ્લાન્ટ સહિત સહકાર ક્ષેત્રે અનેક મૂળભૂત સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
અમૂલ ફેડરેશનના એમડી શ્રી જયેન મેહતાએ માહિતી આપતા કહ્યું હતું કે, વાર્ષિક રૂ. ૯૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા અમૂલ ફેડરેશનમાં કુલ ૧૯ હજાર કરતાં વધુ દૂધ મંડળીઓ નોંધાયેલી છે, જેમાં ૪,૩૦૦ જેટલી દૂધ મંડળીઓ તો માત્ર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ કુલ દૂધ મંડળીઓ દ્વારા દર રોજ અંદાજે ૩ કરોડ લિટર જેટલું દૂધ ભરાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, આજે અમૂલ દેશની સૌથી મોટી FMCG બ્રાન્ડ છે, જેમાં રાજ્યના ૩૬ લાખ કરતાં વધુ પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે. આ ઉપરાંત આગામી સમયમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ‘સહકાર ટેક્ષી’ પણ શરૂ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ટેક્ષી ડ્રાઈવરો પણ સહકારિતા ક્ષેત્રે જોડાઈને તેનો સવિશેષ લાભ મેળવી શકશે.
GSC બેંકના સીઇઓ શ્રી પ્રદીપ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા છેલ્લા ૬ મહિનામાં સહકારી ક્ષેત્રે જોડાયેલા પશુપાલકો અને ખેડૂતોના નવા ૨૭ લાખ કરતાં વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, આજદિન સુધીમાં રાજ્યની કુલ ૧૪,૩૭૮ ગ્રામ પંચાયતો પૈકી ૮૭ ટકા કરતાં વધુ ગ્રામ પંચાયતોમાં વિવિધ બેન્કિંગ સેવાઓ આપવામાં આવી રહી છે. જેવી કે ગ્રામીણ કક્ષાએ બેંક એકાઉન્ટ ઓપનિંગ, ક્રોપ લોન, માઇક્રો ATM જેવી અનેક બેન્કિંગ સેવાઓ જિલ્લા કે તાલુકા મથકે ગયા વિના ઘરઆંગણે મળી રહી છે.
આ બેઠકમાં GCMMF અને દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, ત્રિપુરા સહકારિતા વિભાગના રજીસ્ટ્રારશ્રી, સંયુક્ત રજિસ્ટ્રારશ્રી અને એપેક્ષ કો-ઓપરેટિવે સોસાયટીના ચેરમેનશ્રીઓ સહિત ગુજરાત સહકારિતા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[8/6, 4:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય*
………..
*૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના ૧,૨૮૨ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા અને ખાસ રજા: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
**************
* • બિનસરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને ૨૦ દિવસની મેડીકલ રજા મળશે
* • ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ૧૫ ખાસ રજાઓ મળશે
**************
રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને માટે ૨૦ માંદગી રજા અને ૧૫ ખાસ રજા આપવામાં આવશે.
આ નિર્ણયનો કુલ ૧,૨૮૨ કર્મચારીઓને લાભ મળશે જેમાં ૧,૧૬૭ શૈક્ષણિક અને ૧૧૫ બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડીકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બિમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન ૧૦ રજાઓ પુરા પગારમાં અથવા ૨૦ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે.
આ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતા ૧૫ ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ લઇ જઈ શકાશે નહી તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
**************
ઋચા રાવલ
[8/6, 4:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર*
*:પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ:*
• સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે
• સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ૧૦ કલાક વીજળી આપવામાં આવશે
• આગામી સમયમાં જરૂરીયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી અપાશે
************
રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરીકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડુતોની રજુઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડુતોને કોણપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે.
આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે.
ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે.
જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
*અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ ૧૧ જિલ્લાઓમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.*
*સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ ૧૧ જિલ્લામાં ૧૦ કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.*
**********************
-ઋચા રાવલ
[8/6, 5:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *7 ઓગસ્ટ, નેશનલ હેન્ડલૂમ ડે*
*વર્ષ 2024-25માં ગુજરાતની 246થી વધુ હેન્ડલૂમ કૉઓપરેટિવ સોસાયટીઓએ ₹290 કરોડથી વધુની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું*
***
*ગુજરાત સરકારની પેકેજ યોજના હેઠળ હેન્ડલૂમ સહકારી મંડળીઓને મળે છે હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય, મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાય*
***
*હાથશાળના વણકરોને ટેકો આપવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છે*
***
*ગાંધીનગર, 6 ઓગસ્ટ:* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના હાથશાળ વણકરોની કારીગરી અને તેમના સમૃદ્ધ વારસાને ટેકો આપીને તેમનું આર્થિક ઉત્થાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટેના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પેકેજ સ્કીમ અમલમાં છે. આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે, જે અંતર્ગત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ એટલે કે હાથશાળ ઉત્પાદનોના વેચાણ પર વળતર સહાય આપવામાં આવે છે. વર્ષ 2024-25ની વાત કરીએ, તો આ યોજના હેઠળ રાજ્યની 246થી વધુ હેન્ડલૂમ કૉઓપરેટિવ સોસાયટીઓ (હાથશાળ સહકારી મંડળીઓ)એ લાભ મેળવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ₹290 કરોડથી વધુ મૂલ્યની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં હેન્ડલૂમ સેક્ટરનો સતત વિકાસ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાથશાળ વણકરોનું સન્માન કરવા અને ભારતમાં હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2015માં 7 ઓગસ્ટના દિવસને ‘નેશનલ હેન્ડલૂમ ડે’ એટલે કે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસ હાથવણાટના સાંસ્કૃતિક, પરંપરાગત અને આર્થિક મહત્વને ઉજાગર કરે છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે, ‘સરકાર તેના વણકરોને વિશ્વનું સૌથી મોટું બજાર પૂરું પાડવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે.’
*પેકેજ સ્કીમ હેઠળ હેન્ડલૂમ સોસાયટીઓને હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર મળે છે વળતર સહાય*
તહેવારો દરમિયાન હાથશાળ પર ઉત્પાદિત થતી ચીજવસ્તુઓનું વેચાણ વધારવા તેમજ તેમને બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રિબેટ (પેકેજ) સ્કીમ લાગુ કરવામાં આવી છે. હાથશાળ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા અને સુલભતા વધારવા માટે, આ યોજના હેઠળ ગુજરાત સરકાર હાથશાળ સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવતા વેચાણ પર વળતર સહાય આપે છે.
હાથશાળ સહકારી મંડળીઓને હાથશાળના ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય મળે છે, જ્યારે મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાય મળે છે. આ ઉપરાંત, મહિલા સહકારી મંડળીઓ માટે વાર્ષિક 120 દિવસના સમયગાળા માટે વેચાણ પર 15% અને 20%ની વિશેષ વળતર સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ પ્રયાસોના પરિણામે વર્ષ 2024-25માં 246થી વધુ હાથશાળ સહકારી મંડળીઓએ ₹290 કરોડથી વધુના હાથશાળ ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. આ વેચાણ પર રાજ્ય સરકાર દ્વારા આ સહકારી મંડળીઓને ₹73.82 કરોડની વેચાણ પર વળતર સહાય આપવામાં આવી છે, જે હાથશાળ વણકરોના ઉત્થાન માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
*હાથશાળના વણકરોને ટેકો આપવા માટે ગુજરાત સરકારની પરિવર્તનકારી યોજનાઓ*
ગુજરાત સરકારે હાથશાળ વણકરોને ટેકો આપવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા, બજાર સ્પર્ધાત્મકતા સુધારવા અને રોજગારની તકો ઊભી કરવા માટે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
*હાથશાળની ટોચની સંસ્થાઓને જાહેરાત અને પ્રચાર માટે સહાય:*
આ યોજના હેઠળ, રાજ્યની ટોચની હાથશાળ સંસ્થાઓ તેમજ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમને ગુજરાત રાજ્યમાં અને રાજ્ય બહાર પ્રદર્શનોમાં ભાગ લેવા તેમજ જાહેરાત અને પ્રચાર કરવા માટે સહાય આપવામાં આવે છે. ટોચની સંસ્થાઓને રાજ્યમાં પ્રદર્શનો માટે ₹70,000 સુધીની અને રાજ્ય બહાર પ્રદર્શનો આયોજિત કરવા માટે ₹1,50,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, જાહેરાત માટે વાર્ષિક ₹1,00,000 અને મેળા અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે ₹25,000ની વધારાની સહાય મળે છે. આ યોજના હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે અને વણકરોના રોજગારને વેગ આપે છે.
*મિલ ગેટ પ્રાઇસ સ્કીમ:*
આ યોજના સુનિશ્ચિત કરે છે કે વણકરો ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે, બજાર મૂલ્યમાં વધારો કરે અને વણકરો માટે વધુ રોજગારીનું સર્જન થાય. આ યોજના હેઠળ, રાજ્યના માન્ય ડેપો મારફતે ખરીદવામાં આવેલા ગુણવત્તાયુક્ત યાર્ન (સૂતર) પર 15% સબસીડી આપવામાં આવે છે.
*બજારમાં સ્પર્ધાત્મકતા માટે તાલીમ અને આધુનિકીકરણ*
રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા વણકરોના કૌશલ્ય વિકાસ માટે વણકરોને ટૂંકા અને લાંબા ગાળાની તાલીમ આપવામાં આવે છે, જેમાં પ્રતિ તાલીમાર્થી ₹4500 પ્રતિ માસ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. મૂલ્યવર્ધિત ઉત્પાદનો, ડિઝાઇન, અને પ્રોટોટાઇપ વિકસિત કરવા માટે નિગમ દ્વારા વીવર્સ સર્વિસ સેન્ટર, NID અને NIFT સાથે સહયોગ કરવામાં આવે છે, જેથી હાથશાળ ઉત્પાદનો મિલ અને પાવરલૂમના ઉત્પાદનો સામેની સ્પર્ધામાં બજારમાં ટકી રહે.
આ ઉપરાંત, હાથશાળ ઉત્પાદનોની દ્રશ્યતા વધારવા માટે વ્યાપક માર્કેટિંગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે, જેમાં હોર્ડિંગ્સ, કિઓસ્ક, વૉલ પેઇન્ટિંગ્સ, રોડ શૉ , ફેશન શૉ વગેરે દ્વારા પ્રચાર-પ્રસારનો સમાવેશ થાય છે. હાથશાળના ઉત્પાદનોનું માર્કેટિંગ ગુજરાતની અંદર અને બહાર ‘ગરવી-ગુર્જરી’ બ્રાન્ડ દ્વારા ઈ-કોમર્સ અને એમ્પોરિયા ચેઇન દ્વારા કરવામાં આવે છે. વધુમાં, ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ (iNDEXT-c) દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શનો અને એક્સ્પો દ્વારા હાથશાળ ઉત્પાદનોની પહોંચને વધુ વિસ્તૃત કરવામાં આવે છે.
*X-X-X*
[8/6, 7:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન*
—–
*SOUને વધુ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બનાવવા SOU પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ – વોક-વે – હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ તથા પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકવા સહિતના આયોજનોની ફળદાયી વિસ્તૃત ચર્ચા-પરામર્શ થયા*
—-
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પૂરતી નિવાસ સુવિધાઓના વિકાસની ચાલી રહેલી કામગીરીને વધુ ઝડપી અને આયોજનબદ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એ ગુજરાત સરકાર દ્વારા સોસાયટી ઓફ રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૮૬૦ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે સ્થાપવામાં આવેલી એક સ્વાયત સંસ્થા છે.
આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ રૂપે એક રાષ્ટ્રીય સ્મારક નેશનલ મેમોરિયલ વિકસાવવાનો તથા સરદાર સાહેબની યાદમાં વિવિધ જનહિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.
આ હેતુસર મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ૧૦ સભ્યોની ગવર્નિંગ બોડી રચવામાં આવેલી છે આ બોડીમાં મુખ્ય સચિવશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષશ્રી ઉપરાંત નાણાં વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન-પર્યાવરણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. સહિતના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, SOU પરિસરને વધુ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બનાવવા SOU પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ, વોક-વે, હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ તથા પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકવા સહિતના આયોજનોની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અમિત અરોરાએ આ ગવર્નિંગ બોડીના બેઠકના કાર્ય એજન્ડાઓ તથા SOUમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રવાસન વિકાસ કામો સહિતના વિવિધ કામોની વિસ્તૃત વિગતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિભાવ અને જાળવણી માટે આવનારા દિવસોમાં ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા માટેનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પણ બેઠકમાં વિચારણા થઈ હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી મુકેશ પુરી, નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજ, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલીયા આ બેઠકમાં સહભાગી થયા હતા.
———-,————————————————————–
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડીયો અને ફોટાઓ અમોને અમારી ચેનલ તેમજ અખબારી માધ્યમમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા માત્ર જન જાગૃતિના ભાગરૂપે સમાચારો ફોટાઓ અને વિડિયો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
તંત્રી:પ્રદીપરાવલ(9824653073,7861038840)
