
[7/21, 12:27 AM] Pradip Raval: *રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવના ભાગરૂપે તમામ 33 જિલ્લાના શહેરો- હાઈવે પર આવેલા 267 પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર રાજ્યવ્યાપી દરોડા*
————–
*આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલાયો*
—————
રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત તા.18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શહેરો- હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરી હતી.આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ, તોલમાપ તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશ રૂપે રાજ્યના તમામ 33 જિલ્લામાં અલગ-અલગ પેટ્રોલ-ડીઝલ પંપોની આકસ્મિક તપાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં અમદાવાદ જિલ્લામાં
-3,પંચમહાલમાં -2 તેમજ વડોદરા, સુરત, કચ્છ,ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર- સાબરકાંઠા અને મોરબી જિલ્લામાં 1-1 એમ કુલ 16 પેટ્રોલ અને ડીઝલ પંપનો સમાવેશ થાય છે.
આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક, ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના પેટ્રોલ-ડીઝલ પંપ ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા કુલ 16 જેટલા પેટ્રોલ-ડીઝલ પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે.આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.
વધુમાં આ તપાસણી દરમિયાન પેટ્રોલ-ડીઝલ પંપોમાં ડિલિવરી તપાસવા જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, કેપેસિટી મેજર ફેરચકાસણી/મુદ્રાકન ન કરાવવું ,ડીસ્પેંસિગ યુનિટનું ફેર ચકાસણી/મુદ્રાકન ન કરાવવું,ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવું જેવી ગેરરીતિઓ સામે આવી છે.પેટ્રોલ-ડીઝલ પંપો પર બહોળા પ્રમાણમાં પોતાની દૈનિક જરુરીયાતોને પહોંચી વળવા તેમજ મુસાફરી દરમિયાન ગ્રાહકો પેટ્રોલ-ડીઝલની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમને પેટ્રોલ-ડીઝલ ખરીદીમાં છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યના પેટ્રોલ-ડીઝલ પંપો પર તંત્રના કાયદા / નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે ગ્રાહકોના હિતમાં આ બે દિવસ દરમિયાન રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે
જનક દેસાઈ.
*******************
[7/21, 12:29 AM] Pradip Raval: [7/19, 3:25 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લામાં કલેકટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક*
…..
*જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમં ગાંધીનગર જીલ્લાના નાગરીકોના પ્રશ્નોના સમાધાન અને હિત માટે ચર્ચા કરવામાં આવી*
……….
*લોકોની અરજીઓના યોગ્ય નિકાલ થાય અને વહીવટી કામગીરીને ઝડપી , પારદર્શક અને પરિણામ સભર બનાવવા નાગરિકોની સુવિધા અને સુખાકારીના મુખ્ય ધ્યેય સાથે ટીમવર્કની ભાવના અને જનસેવાના સંકલ્પ થકી કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ – કલેક્ટરશ્રી મેહુલ કે.દવે*
…………………………………..
ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
સંકલન બેઠકમાં કલોલ અને માણસાના ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા વીજળી, રોડ રસ્તા, આવાસ, વરસાદી પાણીના નિકાલ અને અન્ય વિકાસકામો અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત બેઠક અંતર્ગત નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલ થાય અને વહીવટી કામગીરીને ઝડપી , પારદર્શક અને પરિણામ સભર બનાવવા પણ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા ઉપસ્થિત અધિકારીઓને સૂચન આપતા જણાવાયું હતું કે, જનતાના પ્રશ્નો અને તેના સોલ્યુશન વચ્ચે અધિકારી મધ્યસ્થ માધ્યમ છે, નાગરિકોની સુવિધા અને સુખાકારી એ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. સાથે જ કલેક્ટરશ્રીએ ટીમવર્કની ભાવના અને જનસેવાના સંકલ્પ સાથે કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, માણસા ધારાસભ્યશ્રી જે. એસ પટેલ, કલોલ ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, જિલ્લા પોલીસવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી નિશા શર્મા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
[7/19, 4:00 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ગામના પ્રવેશ માર્ગ પર ચોમાસાથી ક્ષતિગ્રસ્ત ૩૦૦ મીટરના ડામરના રોડનું સમારકામ પૂર્ણ કરાયું*
……..
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને અગ્રતા આપીને જુદા જુદા વિસ્તારોમાં રોડ-રસ્તાના સમારકામ અને નવા રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કડીરૂપે, હાલમાં ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા કુડાસણ ગામના પ્રવેશ માર્ગ પર અંદાજે ૩૦૦ મીટર લાંબા ડામરના રોડનું સરફેસિંગ અને સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
ચોમાસા દરમિયાન માર્ગ પર પડેલા ખાડાઓ અને ખરાબ થયેલી સપાટીને તાત્કાલિક સુધારીને સ્થાનિક નાગરિકોને સરળતાથી અવરજવર કરી શકે તે સુનિશ્ચિત કરવા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમારકામ દ્વારા કુડાસણ ગામમાં પ્રવેશ કરનાર અને બહાર નીકળનાર વાહનચાલકોને માર્ગ પરની અડચણો દૂર થતાં મોટી રાહત મળશે, પરિણામે ટ્રાફિકની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
આ નવનિર્મિત રોડની કામગીરીનું નિરીક્ષણ ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સિટી એન્જિનિયરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કામની ગુણવત્તા અને સમયસર કામગીરી પૂર્ણ થવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓના સમારકામની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે, જેથી સમગ્ર શહેરના માર્ગો સુચારુ રૂપે કાર્યરત રહી શકે.
[7/19, 4:59 PM] Neha Talaviya.Mahiti: *આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા સ્વામિનારાયણ ગૌશાળા ,પેથાપુર ખાતે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ*
……
*ચારેય તાલુકાના મળી ૧૫૦ જેટલા ખેડૂત મિત્રોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ મેળવી*
..…….
તા.૧૯ જુલાઈના રોજ આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા સ્વામિનારાયણ ગૌશાળા ,પેથાપુર ખાતે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તથા માનવ જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ જવા માટે પ્રાકૃતિક કૃષિની ખૂબ જ જરૂરિયાત હાલના સમયમાં છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ તાલીમ અંતર્ગત ખેડૂતો તરફથી પણ સારા પ્રતિભાવ મળ્યા હતા.તથા પ્રાકૃતિક કૃષિમાં જોડાવા અને અન્યને જોડવાના આહવાન સાથે આ યજ્ઞ રૂપી કાર્યમાં સહભાગી થવા બદલ દરેક ખેડૂત મિત્રોએ ધન્યતાની લાગણી અનુભવતા, પ્રાકૃતિક કૃષિ કરવા માટે તૈયાર દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર આત્મા સ્ટાફના સંચાલનમાં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના 150 થી પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિની તાલીમનો લાભ લીધો હતો.અને પ્રાકૃતિક રીતે કરતા ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત કરી દેશી ગૌમાતાનું મહત્વ અને ઔષધીઓનું મહત્વ માનવ જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે, એ અંગે સવિશેષ માહિતી પણ મેળવી હતી
આ તાલીમ અંતર્ગત નાયબ ખેતી નિયામક , સમિતિ આત્મા, કૃષિ ભવનનાશ્રી પી. બી .ખીસ્તરીયા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સહદેવસિંહ ચાવડા, પરમ પૂજ્ય માધવપ્રકાશ સ્વામીજી – પેથાપુર ગૌશાળા, ડોક્ટર વ્રજ કાનાણી સહિત મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
[7/19, 6:06 PM] Neha Talaviya.Mahiti: *ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા સેવા સદનની મુલાકાત લેવામાં આવી*
……….
*અધિક મુખ્ય સચિવશ્રીના હસ્તે કલેક્ટર શ્રી ગાંધીનગર ના માર્ગદર્શન માં તૈયાર થયેલ સરકારી પડતર જમીનની અદ્યતન સ્થળ સ્થિતિ દર્શાવતા આલ્બમનું અનાવરણ કરાયું*
…….
*અધિક મુખ્ય સચિવશ્રીએ જન સેવા કેન્દ્ર ખાતે હાજર લોકો સાથે સંવાદ કરી લોકોને આપવામાં આવતી સેવાઓની માહિતી મેળવી*
………..
*કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા અધિક મુખ્ય સચિવ શ્રીને લોક હિતાર્થે ગામે ગામ દિશા કેમ્પ, સઘન વૃક્ષારોપણ, સોલર રૂફ ટોપ યોજના, પ્રાકૃતિક કૃષિ જેવા વિષયે કરવામાં આવેલ કામગીરીની વિગતે માહિતી આપવામાં આવી*
…….
તા.19 જુલાઈના રોજ મહેસુલ વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા સેવા સદનની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત અંતર્ગત તેઓ દ્વારા તાલુકા સેવા સદન ખાતે નવનિર્માણ થયેલ આધુનિક મોડેલ જનસેવા કેન્દ્રની મુલાકાત કરતા,જનસેવા કેન્દ્ર ખાતે લોકોને આપવામાં આવતી સેવાઓની માહિતી મેળવવા સાથે તેની ગુણવત્તા અને સુવિધાની પણ ચકાસણી કરી હતી.અને જન સેવા કેન્દ્ર ખાતે હાજર લોકો સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો પણ જાણ્યા હતા.
આ મુલાકાત દરમિયાન તેમણે વાતાનુકુલિત જન સેવા કેન્દ્ર સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત હોવાની નોંધ લીધી હતી અને ત્યારબાદ તાલુકા સેવા સદન ખાતે નિર્માણ થયેલ આધુનિક સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત કરી રજીસ્ટ્રેશન માટે આવેલ લોકો સાથે સંવાદ કરી રજીસ્ટ્રેશન સમયે મહત્તમ ઈ કેવાયસી થાય તે માટે જાગૃતિ લાવવા સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કલોલ તાલુકાના તમામ સંકલન અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા લોક હિતાર્થે ગામે ગામ દિશા કેમ્પ, સઘન વૃક્ષારોપણ, સોલર રૂફ ટોપ યોજના, પ્રાકૃતિક કૃષિ જેવા વિષયે કરવામાં આવેલ કામગીરીથી અધિક મુખ્ય સચિવ શ્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.
આ અવસરે અધિક મુખ્ય સચિવશ્રીના હસ્તે કલેક્ટર શ્રી ગાંધીનગર ના માર્ગદર્શન માં તૈયાર થયેલ સરકારી પડતર જમીનની અદ્યતન સ્થળ સ્થિતિ દર્શાવતા આલ્બમનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત અધિક મુખ્ય સચિવશ્રી દ્વારા લોક જાગૃતિ થકી સરકારી યોજનાના લાભ સ્વયંભૂ લોકો દ્વારા લેવામાં આવે અને છેવાડાના માનવી તેનાથી લાભાવિંત થાય એ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.તેઓ દ્વારા સરકારી યોજના અને સેવાનો લાભ લોકોને વધુ સરળતાથી સ્થાનિક કક્ષાએથી કેવી રીતે આપી શકાય તે માટે હાજર અધિકારીઓના નમ્ર સૂચનો મુક્ત સાંભળવામાં આવ્યા હતા. બેઠકના અંતે તેમણે હાજર અધિકારીઓને લોકસેવા માટે કટિબધ્ધ થવા પ્રોત્સાહીત કર્યા હતા.
અહીંયા માત્ર સમાચારો ફોટાઓને વિડિયો જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી ન સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી
