: શ્રી સંઘવી ધારશી રવાભાઇ સ્થા . જૈન સંઘ – લીંબડીના આંગણે બ્રહ્મક્ષત્રિય ભુપેન્દ્રભાઇ આશરાનો દીક્ષા મહોત્સવ યોજાયો
લીંબડીના શ્રી સંઘવી ધારશી રવાભાઇ સ્થા . જૈન સંઘના આંગણે આજે તા ૧લી ફેબ્રુઆરીના રોજ ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો.
મુળ જામનગર જીલ્લાનાં લાલપુરના વતની અને હાલ રાજકોટ રહેતા શ્રી ભુપેન્દ્રભાઇ નટવરલાલ આશરા ૬૧ વર્ષની વયે પૂ . રામ ઉતમકુમારજી મ . સા ( આનંદ ) ના હસ્તે દીક્ષા અંગીકાર કરવામાં આવેલ.
લીંબડીની સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેશવ – રામવાટીકામાં આયોજીત દીક્ષા મહોત્સવ સ્થળે લીંબડી ગોપાલ સંપ્રદાયના ભોળીયાનાથ ભગવાન રામગુરૂદેવશ્રીના સુશિષ્ય પૂ . રામઉતમકુમારજી મ . સા ( આનંદ ) મુમુક્ષુ ભુપેન્દ્રભાઇ આશરાને દીક્ષા પ્રદાન કરાવેલ.
ગઇકાલે શુકવારે તેમની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી . સ્વામીવાત્સલ્ય સંઘ જમણ યોજાયુ હતુ . આજે દીક્ષાદિને પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
દીક્ષા મહોત્સવના મુખ્ય દાતા તરીકે પાલનપુર નિવાસી નયનાબેન સમીરભાઇ રસીકલાલ મહેતા સહ પરિવાર ( હાલ મુંબઇ ) દીક્ષાદિન નવકારશી સ્વામી વાત્સલ્ય સંઘ જમણના દાતા ભગવતીભાઇ . બી . લોઢાજી ( મુંબઇ ) તથા સહાયક દાતાઓ આ પ્રસંગે ઉજળો બનાવ્યો હતો હજારો ની સંખિયા માં લોકો પ્રસાદ લીધો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા લીંબડી ગોપાલ સંપ્રદાયનાં પ્રમુખ સુરેશભાઇ કે . તુરખીયા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી હતી.રિપોર્ટર..દિપકસિંહ વાઘેલા..