*હૈદરાબાદ મધ્યે આર પી રોડ સ્થિત શ્રી ગુજરાતી સેવા મંડળ સંચાલિત સ્કૂલના T.I.M.E kid’s દ્વારા પ્રિ-પ્રાઇમરી ના વિદ્યાર્થીઓ માટે ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ વાર્ષિક રમતગમત દિવસની વિદ્યાર્થીઓના વાલીઓ અને વડીલોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલી. જેમાં પ્રિ-પ્રાઇમરી અને નર્સરીના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી રમતો પ્રદર્શિત કરવામાં આવેલી.*
*સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત શ્રીમતી બ્રિન્દા સંપત દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવેલ. ટાઇમ્સ kid’s ના ઉપાધ્યક્ષ શ્રી જયેશ નાયર સાહેબ નું મુખ્ય અતિથિ તરીકે અને અતિથિ વિશેષ જનરલ મેનેજર શ્રીમતી સીમા સિંગ નું સ્વાગત કરેલ. આ તબક્કે ગુજરાતી હાઇસ્કૂલના આચાર્ય શ્રીમતી ચંદ્રાશ્રી નાયડુ એ બંને અતિથિઓનું સન્માન કરીને મંચસ્થ કરેલા.*
*બંને મહાનુભવો એટલે કે મહેમાનશ્રીઓ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલી. આ તબક્કે વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલી દ્વારા તાલીઓના ગડગડાટથી અભિવાદન કરવામાં આવેલું. શ્રીમતી બ્રિન્દા સંપટ દ્વારા નવ વર્ષથી આ સંસ્થા સાથે કામ કરી રહ્યા છે અને તેણીને આ બાબત ખૂબ જ હર્ષ અને ગર્વ ની લાગણી અનુભવે છે તેમ જણાવેલ.*
*વિદ્યાર્થીઓ અને હાજર વાલીઓ દ્વારા વિવિધ રમત-ગમતમાં ભાગ લીધેલો અને વાલીઓએ રમત ગમત બાબતે પોતાનું કૌવત પ્રદર્શન કરી સૌના મન જીતી લીધેલા અને તેમને હાજર પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કરી અને અભિવાદન કરેલ.*
*આ તબક્કે ટાઇમ્સ kid’s માર્કેટિંગ ટીમ ના શબનમ ખાન અને શ્રી તેજસભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલા.*
*દરેક સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાને મહેમાનશ્રી, પ્રિન્સિપાલ શ્રીમતી ચંદ્રાશ્રી નાયડુ, વિગેરે દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવેલા.*
*શ્રી ગુજરાતી સેવા મંડળ સિકંદરાબાદની સ્કૂલ ના વિદ્યાર્થીઓ માટે માનદ મંત્રીશ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા દીપ પ્રાગટ્ય કરી, સ્કૂલના વિદ્યાર્થીઓને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનું જ્ઞાન ફિલ્મ અને વિડિયો દ્વારા મળી રહે તે હેતુથી એક પ્રોજેક્ટર રૂમનું ઉદ્ઘાટન કરેલ. આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષવા અને સામાન્ય જ્ઞાન વૃદ્ધિ માટે આ પ્રોજેક્ટર અને પ્રોજેક્ટર રૂમ ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા ગુજરાતી સેવા મંડળના ટ્રસ્ટી સેક્રેટરીશ્રી જશભાઈ પટેલ તરફથી વ્યક્ત વ્યક્ત કરવામાં આવેલી. જ્યારે સચિવ શ્રી જનકભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવેલ કે, આપણી સ્કૂલ માં જે જે પ્રોગ્રામો નો વિડીયોકરણ કે ફોટોગ્રાફી થાય તે તે દર્શાવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા.*અહેવાલ. તરૂણ મહેતા…