ગીર સોમનાથ જીલ્લા ના એક તાલુકા પોલીસ સ્ટેશન ની હદ મા ગ્રામ્ય વિસ્તાર મા રહેતી એક વિધવા ત્રણ સંતાનો ની માતા સંતાનો નું ભરણ પોષણ કરતી મહિલા એ. ઊના પ્રાંત ના જિલ્લા એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલ ને અને જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા ને લેખિત માં એવી અરજી આપી હતી કે તેમણે સાત વરસ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા પતિ દેશી દારૂ બનાવી વેચવાનો ધંધો કરતો હતો. તે. તેમને ધંધામાં મદદ કરતી હતી.તેમને સંતાન મા નાના ત્રણ બાળકો છે. એક વરસ પહેલાં તેમના પતિ નું હૃદય રોગ ના હુમલા થી મોત થયું હતું પ્રેમ લગ્ન કરેલ હોય પિયર પક્ષ ના લોકો એ સબંધ તોડી નાખેલ હતો એટલે તેમણે પોતાની વાડી માં દેશી દારૂ બનાવી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. અને જિલ્લા એસ.ઓ.જી. માં ફરજ બજાવતા પોલીસ સલીમ અને અન્ય પોલીસ તેમને દારૂ વેચવા માટે રૂપિયા 5000/અને 2000/ના હપ્તા લઇ જતા અને શારીરિક શોષણ કરવા મજબૂર કરતા અને મોબાઈલ ફોન ઉપર બીભત્સ મેસેજ કરી અવાર નવાર જુદી જુદી જગ્યાએ મહિલા ની મરજી વિરૂદ્ધ શારીરિક શોષણ કરતા અને અંતે મહિલા કંટાળી જઈ જુદી જુદી જગ્યાએ લેખિત મા અરજી કરેલ હતી.
જે અરજી ના અનુસંધાને એ.એસ.પી.જીતેન્દ્ર અગ્રવાલે ઊના તેમની ઓફીસ માં મહિલા પી.એસ.આઇ. આર.એચ.સુવા ની હાજરી માં ઓન કેમેરા વિડિયો રેકોર્ડીંગ કરી મહિલા નું ચાર કલાક નિવેદન લીધું હતું. અને ગીર ગઢડા તાલુકા પોલીસ સ્ટેશન મા આરોપી 1, સલીમ દોસ્ત મહમદ મકરાણી બ્લોચ SOG પોલીસ હેડ કોન્સ્ટેબલ, 2,મોહન નારણ મકવાણા પોલીસ HC ગીર ગઢડા પોલીસ સ્ટેશન 3, ઊના હોમગાર્ડ માં ફરજ બજાવતા હનીફ સતાર ભાઈ શામદાર રે. ઊના 4, પરેશ ભીમાભાઇ શિગડ રે. કેસરિયા પાન ની દુકાન ધરાવતો પોતાને એલ.સી.બી. પોલીસ તરીકે ઓળખ આપી હતી તેમની સામે આઇપીસી કલમ 376, 354મુજબ ગુનો નોંધી અને ચારે આરોપી ની ધરપકડ કરી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા એ જણાવેલ કે હાલ મહિલા ને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી છે. અને તેમનું કાઉસિલિંગ કરવામાં આવશે. આ મહિલા સામે અગાઉ દેશી દારૂના ગુનાઓ નોંધવા મા આવેલ હતા અને તેમની સામે અટકાયતી પગલાં પણ ભરાયેલ છે. હજુ પણ કોઈ ની સંડોવણી બહાર આવશે તો તેમને પણ છોડવામાં આવશે નહિ પોલીસ ની છબી ખરડવા માં જેની ભૂમિકા હસે તેની સામે પણ પગલાં લેવામાં આવશે.
આમ પોલીસ જ રક્ષક ની જગ્યા એ ભક્ષક બને અને અબળા મહિલા નું શારીરિક શોષણ કરે મજબૂરી નો લાભ લે તો આવા પોલીસ કર્મચારીઓ સામે પ્રજામાં ફિટકાર વરસી રહ્યો છે.
ગિર સોમનાથ : વિધવા મહિલા એ પોલીસ કર્મી અને અન્ય સામે દારૂના હપ્તા અને શારીરિક શોષણ બાબતે કરી ફરિયાદ..(પોલીસ ની કામગીરી થી પ્રજા નારાજ!)(તસ્વીર સાથે)(ઉના.રિપોર્ટર દ્વારા)
******************************************
કચ્છમાં અપહરણ અને ખંડણી નો કેસ ના નોંધવા બદલ બે આઈપીએસ અને છ પોલીસ અધિકારી વિરુદ્ધ cid crime માં ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળેલ મુજબ ફરિયાદીના અપહરણની ફરિયાદ ના લેતા 6 પોલીસ અધિકારીઓ અને 2 આઇપીએસ અધિકારી વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમ માં ફરિયાદ નોંધાયા ના સમાચાર જાણવા મળેલ છે.
******************************************
Janfariyadnews (YouTube channel link)
અહી કોઈપણ રાગદ્વેષ વિના જન જાગૃતિ ના ભાગ રૂપે સમાચારો.ફોટાઓ પ્રાપ્ય થયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમછતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નું ધ્યાન દોરવાથી યોગ્ય કરવામાં આવશે.તંત્રી