8/3/2026 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક,j janfariyadnews youtube channel links જૂવો.s

08-03-2026_10 Jan Fariyad_New 8 NG PDF (2)

[3/7, 11:53 AM] Dilip Gajjar.Mahiti.Press: *સોલધરા ગામની “લખપતિ દીદી”, જેણે ગ્રામ્ય ભૂમિ પર સ્વ-નિર્ભરતાનો નવો ઇતિહાસ રચ્યો: VGRC દક્ષિણ ગુજરાતમાં બનશે આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ*
***
*ગ્રામ વિકાસથી વૈશ્વિક ફલક સુધી: દક્ષિણ ગુજરાતની આત્મનિર્ભર મહિલા ઉદ્યોગકાર અસ્મિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહી છે યોગદાન*
***
*ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું અને આજે 10 લાખથી વધુની આવક*

*********

*ગાંધીનગર, 7 માર્ચ 2026 :* “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન અશોકભાઈ પટેલ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે, એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય 10 મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત મિશન” ને સાકાર કરે છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2026માં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો અને ગ્રામીણ ઉદ્યોગકારોને વૈશ્વિક બજાર સાથે જોડવા પર ભાર મૂકવામાં આવશે. આ મંચ દ્વારા અસ્મિતાબેન જેવી મહિલા ઉદ્યોગકારોને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાની નવી તકો મળશે.

*મધ-ઉછેરથી આત્મનિર્ભરતાની શરૂઆત*

ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામમાં જન્મેલ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ, ખેડૂત પરિવારમાં ઉછર્યાં. નાનપણથી ખેતી અને પશુ-પાલનનું જ્ઞાન ઘૂંટ્યું. ATD (આર્ટ ટીચર ડિપ્લોમા) ભણતાં ભણતાં પિતાના અવસાનનો ઘા સહ્યો, પરંતુ પ્રગતિશીલ સસરા-સાસુ અને પોતાનો આત્મવિશ્વાસ જ એમની ઢાલ બન્યો. લગ્ન પછી પણ B.A.ની ડિગ્રી મેળવી, જ્ઞાન અને સ્વ-ઉત્કર્ષ ક્યારેય અટક્યો નહીં.

ખેતીની આવક માર્યાદિત, ઘર ચલાવવું મુશ્કેલ; આ મુશ્કેલ દૌરમાં વર્ષ 2010-11માં અસ્મિતાબેને મધ-ઉછેરનો (Beekeeping) કોર્સ પૂર્ણ કર્યો. ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું, બજારમાં વેચ્યું. 2014માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બેકરી કોર્સ કર્યો. આ ઉત્સાહ અને ઝોક જ એમની ઓળખ બની ગઈ.

*’સહ્યાદ્રી સખી મંડળ’ – 10 મહિલાઓ, 1 સ્વપ્ન*

2015માં ગ્રામ વિકાસ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ અસ્મિતાબેને 10 મહિલાઓ સાથે ‘સહ્યાદ્રી સખી મંડળ’ની સ્થાપના કરી. શરૂઆતમાં કેરી, લીંબુ અને કરંડાના અથાણાં અને મોસમી ઉત્પાદનો બનાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ.

મિશન મંગલમ હેઠળ ₹15,000નું રિવોલ્વિંગ ફંડ મળતાં રાગી (નાગલી) આધારિત ઉત્પાદનો, પાપડ, બિસ્કિટ અને લોટનું ઉત્પાદન શરૂ થયું. ઉત્પાદનો સ્થાનિક, જિલ્લા તથા પ્રાદેશિક કૃષિ મેળાઓમાં પ્રદર્શન અને વેચાણ થવા લાગ્યા. પછી ₹2,00,000ની વ્યવસાયિક હેતુ માટે ધિરાણ મેળવી હળદર પ્રોસેસિંગ અને પીસવાની મશીન ખરીદી, જેના દ્વારા કુદરતી હળદર પાવડરનું ઉત્પાદન શરૂ થયું.

આજે સહ્યાદ્રી સખી મંડળની અન્ય મહિલાઓ સાથે મળીને અસ્મિતાબેને કુદરતી અને હસ્તનિર્મિત ખાદ્યપદાર્થોનું ઉત્પાદન શરુ કર્યું. આજે તેમના સ્વસહાય જૂથની મહિલાઓ ઘરે બેઠાં મધ પેકિંગ અને પ્રોસેસિંગનું કાર્ય સંભાળે છે, જ્યારે અન્ય મહિલાઓ અથાણું, આમળાની કેન્ડી, નાગલીની વેફર અને વાંસના હસ્તકલા ઉત્પાદનો બનાવે છે અને વેચે છે. આ ઉત્પાદનો સ્થાનિક બજારમાં વેચાતાં હોવા ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સરસ મેળાઓમાં પણ ભવ્ય રીતે રજૂ થાય છે.

આજની તારીખે, અસ્મિતાબેનની વાર્ષિક આવક ₹10.20 લાખ છે – એટલે કે, આજે તેઓ માત્ર એક લખપતિ દીદી નથી, પરંતુ તેમના ગામ અને સમુદાયમાં એક માનનીય અને માર્ગદર્શક સ્ત્રી છે. તેઓ આ સફળતાનું શ્રેય મિશન મંગલમ યોજના તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામડાંની મહિલાઓ સુધી લાભ પહોંચાડવા માટે કરાયેલા પ્રયાસોને આપે છે.

*રાષ્ટ્રીય સ્તરે માન્યતા*

NRLM (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) હેઠળ અસ્મિતાબેનના કાર્યને કારણે તેમને અનેક પ્રશંસા મળી છે. તેમને માનનીય વડાપ્રધાનશ્રીને ત્રણ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાત સરકાર તરફથી “કૃષિ રત્ન પુરસ્કાર” પ્રાપ્ત થયો છે, તેમજ એપ્રિલ 2015માં જિલ્લા કક્ષાએ કૃષિ ટેકનોલોજી વ્યવસ્થાપન એજન્સી – આત્મા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

*સહ્યાદ્રીનો વારસો*

અસ્મિતાબેન પટેલની સફર માત્ર વ્યક્તિગત સફળતા નથી; તે ગ્રામિણ અર્થતંત્ર, મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસનું મોડેલ છે. સહ્યાદ્રી સખી મંડળ દ્વારા સ્થાનિક કાચા માલ, પરંપરાગત કુશળતા અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને રોજગાર સર્જનનું અનોખું ઉદાહરણ ઊભું થયું છે.

અસ્મિતાબેન ગર્વથી કહે છે, “જેમ એક મજબૂત વૃક્ષના મૂળ એકતામાં હોય અને તેની ડાળીઓ અવસર મળે એમ ફેલાય છે – તેમ આ અમારું જૂથ પણ આજે મજબૂત ઊભું છે.” તેમની આ સ્વરોજગારની સફર એ સાબિત કરે છે કે જ્યારે મહિલાઓ એકસાથે જોડાય છે, ત્યારે તેમનો વિકાસ ઘરથી સમાજ સુધી અને ત્યાંથી દેશના દરેક ખૂણાની ધરતી સુધી પહોંચે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતાબેન જેવી “લખપતિ દીદી” ઓને સલામ, જેઓ માટીમાંથી ઉગીને સહ્યાદ્રી જેવી અડગ શક્તિ બની છે અને સમાજમાં પરિવર્તનનું નવું પ્રકરણ લખી રહી છે.

*X-X-X*
[3/7, 3:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના ૭૩ આદિવાસી ગામોની ૫૩ હજાર ૫૦૦ એકરથી વધુ જમીનને લિફ્ટ ઈરીગેશન સુવિધાનો લાભ*
———-
*સુરત જિલ્લાના ઉમરપાડા – નર્મદાના ડેડિયાપાડા તાલુકાના આદિજાતિ ખેડૂતોના ખેતરે પાણી પહોંચાડતી ઉકાઈ જળાશય આધારિત તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યુ*
———–
*ઉમરપાડાના ૨૯ ગામોની ૧૯૧૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપવા ૨૧૦ કરોડ રૂપિયાના ખર્ચે થનારા યોજનાના એક્સટેન્સનનું ભૂમિપુજન સંપન્ન*
———
*વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી લીડ લેવા આદિજાતિ વિસ્તારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન*
———
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* *વડાપ્રધાનશ્રીએ આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રૂ. ૨ લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાની ભેટ આપી છે.*
* *આગામી પાંચ વર્ષમાં અંબાજીથી ઉમરગામના આદિજાતિ બેલ્ટમાં શિક્ષણ-આરોગ્ય-રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને વેગ મળશે.*
* *છેવાડાના અને નાનામાં નાના માનવીના વિકાસને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સાકાર થયો છે.*
———
*રાજ્ય સરકાર ‘નળ સે જલ’ થી લઈને ‘ખેતર સુધી જળ’ પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે: આદિજાતિ વિકાસમંત્રીશ્રી નરેશભાઈ પટેલ*
—–
*રાજ્યમાં ૧૪,૭૫૬ નાના ચેકડેમો બનાવી ૧.૫૨ લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે: પાણી પૂરવઠા, જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ*
——
*સુરત શહેર-જિલ્લામાં રૂ.૧૨૬ કરોડના વિવિધ વિકાસકામોના ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત*
—–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહવાન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ આદિજાતિ ગામોની ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહવાન કર્યું હતું.

ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજના રૂ.૬૫૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ થઈ છે તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૨૦૮.૫૧ કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ ઈ-તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના ૨૯ ગામોની ૧૯,૧૪૧ એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદશ્રીઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લામાં ૧૨૬ કરોડ રૂપિયાના ૧૨ જેટલા વિકાસકામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે વન અધિકાર નિયમ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને સનદ વિતરણ, પીએમએવાય આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાયનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા વિકાસની રાજનીતિનો યુગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયો છે. વિકાસની દરેક યોજનાના કેન્દ્રમાં તેમણે નાના માનવીના હિતોને પ્રાથમિક્તા આપી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદાના ડેડિયાપાડાના ગામોમા તો ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજનામાં ૮૭ માળ જેટલી ઉંચાઈએથી પાણી પાઈપલાઈન દ્વારા લિફ્ટ કરીને આદિવાસી વિસ્તારોને સિંચાઈ માટે પુરું પાડવાનું ઈજનેરી કૌશલ્યયુક્ત આયોજન પણ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપથી પાર પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ સરળતાથી પહોંચાડવા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

એટલું જ નહિ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે પાંચ વર્ષ માટે રૂ. ૨ લાખ કરોડની ‘જનજાતીય કલ્યાણ યોજના’ની ભેટ આપી છે તેની તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. વાર્ષિક રૂ. ૩૫,૦૦૦ કરોડની જોગવાઈ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને આનાથી વધુ વેગ મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસની રાજનીતિના વડાપ્રધાનશ્રીના અભિગમથી આદિવાસી ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે. આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ-કોલેજો અને મેડિકલ કોલેજો શરૂ થવાથી આજે આદિવાસી દીકરા-દીકરીઓ એન્જિનિયર અને ડોક્ટર બની રહ્યા છે. પાયલટ બનવા માટે પણ સરકાર રૂ. ૨૫ લાખ સુધીની લોન સહાય આપી રહી છે, તેનો લાભ લઈને આદિવાસી યુવાનો આસમાન સર કરી રહ્યા છે.

‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેય સાથે વિકાસકામોની સાથોસાથ દેશના ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રામ મંદિરના નિર્માણથી લઈને પાવાગઢના શિખર પર ધ્વજારોહણ સુધીના સાંસ્કૃતિક પૂન: જાગરણની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રવચનની શરૂઆત રાજ્યના પૂર્વ મંત્રી અને ઉમરેઠના ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી હતી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. અમારી સરકાર ‘નળ સે જલ’ થી લઈને ‘ખેતર સુધી જળ’ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં જે વિસ્તારોને નસીબને ભરોસે છોડી દેવાયા હતા, ત્યાં આજે ઈજનેરી કૌશલ્યથી આપણે લિફ્ટ ઈરીગેશન- પાણીને ઉદ્દવહન કરીને પહોંચાડી રહ્યા છીએ. જ્યારે ખેડૂતના ખેતરમાં બારેમાસ પાણી હશે, ત્યારે જ તે સમૃદ્ધ થશે અને તેનો લાભ રાજ્યના અર્થતંત્રને થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવમોગરા અને શબરીધામ જેવા ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. આદિવાસી સમાજની દિકરીઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. ભગવાન બિરસા મુંડાના નામે દરેક તાલુકામાં લાઇબ્રેરી સ્થાપવાની દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

પાણી પૂરવઠા, જળસંપત્તિ રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. પરિશ્રમ અને નક્કર આયોજન સાથે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ૧૪,૭૫૬ નાના ચેકડેમો બનાવી ૧.૫૨ લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. જ્યારે ૭૩૫ મોટા ચેકડેમ ચેકડેમ દ્વારા ૮૦,૫૦૦ એકર વિસ્તારમાં પાણી પહોંચાડાયું છે. ૩૫૦૦ તળાવો ઊંડા કરી ખેડૂતોને પાણી મળતું રહે તે માટેની વ્યવસ્થા કરી છે.

શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના અંતરિયાળ વિસ્તારો માટે રૂ.૯૧૨ કરોડની ઉદવહન પાઈપલાઈન યોજનાનું કામ પ્રગતિમાં છે. આ યોજનાના લાભથી અંદાજિત ૬૯ હજાર એકર વિસ્તાર અને ૧૪,૧૧૭ કુટુંબોને સીધો લાભ મળશે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ હોવા છતાં જાન્યુઆરી મહિનાથી પાણીની તંગી વર્તાય છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે વિવિધ નદીઓ પર આ વર્ષે રૂ.૫૨૨ કરોડ ખર્ચે અંદાજિત ૨૪૯ ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન છે, જેનાથી ૧૬,૯૯૦ એકર વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડૂતો માટે સકારાત્મક રહી છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદિનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડૂતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે. ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે

સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું સિંચાઈ યોજનાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજના સાકાર થવાથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારોના આંગણે સોનાનો સૂરજ ઊગ્યો છે. આ યોજના થકી પહાડી અને જંગલ વિસ્તારના છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચતા આ સમગ્ર વિસ્તાર નંદનવન બનશે અને પર્યાવરણ અને સંસ્કૃતિનુ જતન કરતા આદિવાસી સમાજના આદિવાસી ખેડૂતોની ખેતીનો કાયાકલ્પ થશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં અંદાજે ૧૭ કિમી લાંબી પાઈપલાઈન નાખીને ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવાયું છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપશે. આ તબક્કે તેમણે શિક્ષણ ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં સાયન્સ કોલેજના અદ્યતન ભવનના નિર્માણ માટે રૂ. ૨૭ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઇ ઢોડીયા, દર્શનાબેન દેશમુખ, મોહનભાઈ કોંકણી, સંદિપભાઈ દેસાઈ, જિ. પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભાવિનીબેન પટેલ, જળસંપતિ વિભાગના સચિવ પી.સી. વ્યાસ, સુરત જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધી, નર્મદા સુરત જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી, અગ્રણીઓ ભરત રાઠોડ, નીલ રાવ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ, આદિજાતિ ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
—–
[3/7, 3:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો*

*અમરેલીના સનાળામાં કૃષિ મંત્રીશ્રીએ સ્વયં ટ્રેક્ટર ચલાવી સવડું (હળ) હાંક્યું*

*કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી, ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ચર્ચા કરી*
*******************
ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીશ્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો.

કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે, હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીશ્રીને જોઈને ત્યાં હાજર અન્ય ખેડૂતો પણ ગદગદિત થયા હતા.

આ વેળાએ કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી હતી. તેમણે ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માટી સાથેનો આ સ્પર્શ ખેડૂતોના રાત-દિવસના પરિશ્રમ અને સંકલ્પની અનુભૂતિ કરાવે છે. જગતના તાતની મહેનત અને તેમના સંઘર્ષને નજીકથી અનુભવવાની આ ક્ષણ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી છે.

મંત્રીશ્રીએ ખેડૂતોના પ્રશ્નો અને તેમની આશાઓને પ્રત્યક્ષ રીતે સમજવાનો પ્રયાસ કરીને રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને દરેક તબક્કે સહાયરૂપ થવાની ખાતરી આપી હતી.

ખેડૂતપુત્ર તરીકે કૃષિ મંત્રીશ્રીનો આ સરળ વ્યવહાર જ દર્શાવે છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અન્નદાતાઓના સુખ-દુઃખમાં સહભાગી થવા માટે હંમેશા તત્પર છે.
*****************************
[3/7, 3:24 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1X8COFRbdF__L5gm4rNwOdwe7ctTGiNuv
[3/7, 3:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ અને વૈજ્ઞાનિક સશકતીકરણનો નૂતન અધ્યાય*
………………
*ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા એક વર્ષમાં ૮.૮૨ લાખથી વધીને ૯. ૦૭ લાખ સુધી પહોંચી*
……………………………………
‘સા વિદ્યા યા વિમુક્તયે’ – એટલે કે વિદ્યા તે છે જે સર્વે બંધનોમાંથી મુક્તિ અપાવે છે. આ ઉક્તિ આજના યુગમાં મહિલાઓના જીવનમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકાને સચોટ રીતે ચરિતાર્થ કરે છે. દર વર્ષે તા. ૮ માર્ચના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ઉજવવામાં આવે છે.માનવ સભ્યતાના અભ્યુદય કાળથી જ ઇતિહાસના નિર્માણમાં નારી શક્તિનું પ્રદાન પાયાનું રહ્યું છે. વૈદિક કાળના પ્રખર તત્વચિંતક ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રાનું ભારતીય દર્શનશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આ વારસો ઇસરોના ચંદ્રયાન-૩ મિશન માટે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકોમાં પણ દ્રશ્યમાન થાય છે. ચંદ્રયાન-૩ મિશનના લોન્ચ સમયે ઇસરોના મિશન મોનિટરિંગ કેન્દ્રમાં પરંપરાગત ભારતીય પરિધાનમાં કાર્યરત મહિલાઓ સ્પેસ ઇજનેર અને વૈજ્ઞાનિક તરીકેની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. આ દૃશ્ય ટેકનોલોજીકલ સફળતાનું પ્રતિક નહોતું, પરંતુ તે ભારતની મહિલાઓની ક્ષમતા, આત્મવિશ્વાસ અને સમર્પણનું પ્રેરણાદાયક પ્રતિબિંબ હતું. આ ક્ષણ દરેક ભારતીયની સ્મૃતિમાં ગૌરવપૂર્ણ રીતે આજે પણ સચવાયેલી છે.

આધુનિક સમયમાં મહિલાઓ તમામ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતના શૈક્ષણિક સૂચકાંકોમાં વૃદ્ધિ થઇ રહી છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીનીઓના પ્રવેશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સામાજિક આર્થિક સમીક્ષા ૨૦૨૫-૨૬ મુજબ રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વર્ષ ૨૦૨૩-૨૪માં ૮.૮૨ લાખ હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૯. ૦૭ લાખ થઇ છે. આ ઉપરાંત મહિલા શિક્ષકોની સંખ્યા વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૧,૨૫૯ હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૩,૭૮૫ થઇ છે. ટેકનીકલ શિક્ષણમાં વિદ્યાર્થીનીઓની પ્રવેશ સંખ્યામાં ક્રમિક વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૨-૨૩ વિધાર્થીનીઓની સંખ્યા ૨૪,૭૩૨ હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧,૮૮૭ થઇ છે.

અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ ૨૦૨૧-૨૨ મુજબ દેશમાં ઉચ્ચ શિક્ષણ સ્તર પર વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત(STEM) વિષયોમાં કુલ નોંધણીમાં મહિલાઓની ૪૩ ટકા ભાગીદારી છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રકાશિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેટેસ્ટિક રિપોર્ટ-૨૦૨૩ અનુસાર, દેશમાં સંશોધન અને વિકાસ પ્રવૃતિમાં STEM પ્રોફેશનલ તરીકે કાર્યરત કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી ૧૮.૬ ટકા છે. અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ ૨૦૨૧-૨૨ પ્રમાણે જેન્ડર મુજબ એનરોલમેન્ટની સંખ્યામાં ગુજરાત દેશના અગ્રણી ૧૦ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આ સર્વે મુજબ રાજ્યમાં અનુસ્નાતક કક્ષાએ ૧,૧૮,૭૪૭ અને પીએચ.ડી. કક્ષાએ ૩,૭૩૪ મહિલાઓનું એનરોલમેન્ટ થયું છે.

‘સશક્ત મહિલા, સમૃદ્ધ ગુજરાત’અભિગમ મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તીકરણ દ્વારા રાજ્યના વિકાસને વધુ વેગ આપશે.
……………………….
હરેશ્વરી રાબા
[3/7, 7:48 PM] Amit Chauhan.GUJ.INFO.Deptr.patrakar: *મહેસુલ વિભાગ દ્વારા ગાંધીનગરમા “પોટલક ગેધરીંગ”નુ આયોજન કરાયું*
……
મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ‘ટીમ બિલ્ડિંગ’ કાર્યક્રમ
.. ….
કર્માચારીઓએ પોતપોતાના ઘરેથી બનાવીને લાવેલાં ભોજનના રસાસ્વાદ સાથે પેઇન્ટિંગ અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારીઓ અને તેમના બાળકોનું કૌશલ્ય પ્રદર્શન
……..
ગાંધીનગર:
…….
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) શ્રી જયંતિ રવિની પ્રેરણા અને નવીન પહેલ હેઠળ આજે મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ગાંધીનગરમા “પોટલક ગેધરીંગ”નું આયોજન કરાયું હતું.
વધુમાં એક વિશેષ ‘ટીમ બિલ્ડિંગ’ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માત્ર વહીવટી ચર્ચાઓ જ નહીં, પરંતુ અધિકારીઓની સર્જનાત્મકતા અને ખેલદિલી ખીલે તે હેતુથી પેઇન્ટિંગ (ચિત્રકલા) અને વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વહીવટી કાર્યની વ્યસ્તતા વચ્ચે અધિકારીઓમાં માનસિક તાજગી અને પરસ્પર તાલમેલ વધારવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ હતો.

આ કાર્યક્રમમાં રાહત કમિશનર શ્રી આલોક પાંડે, સેટલમેન્ટ કમિશનર શ્રીમતી બીજલ શાહ તેમજ NDRFના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ બિલ્ડિંગના ભાગરૂપે યોજાયેલી રમતગમતની સ્પર્ધાઓમાં અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી તેમની વચ્ચે ‘ટીમ વર્ક’ની ભાવના પ્રબળ બની હતી. આ ઉપરાંત, પેઇન્ટિંગ એક્ટિવિટી દ્વારા કર્મચારીઓએ પોતાની કલાત્મક સૂઝ રજૂ કરી હતી. NDRFના અધિકારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપન અને મહેસૂલ તંત્ર વચ્ચેના સમન્વયને એક નવો આયામ આપ્યો હતો.

અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિએ જણાવ્યું હતું કે, કલા અને રમતગમત માનવીને તણાવમુક્ત રાખી નવી ઉર્જા આપે છે, જે કાર્યક્ષમ વહીવટ માટે અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે ‘પોટલક’ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં તમામ અધિકારીઓએ એકસાથે ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા મહેસૂલ વિભાગના અધિકારીઓએ એક મજબૂત ટીમ તરીકે રાજ્યની જનતાની સેવા કરવા માટેનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

№############################

[3/7, 1:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: વિશેષ લેખ: ૮મી માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
*ગાંધીનગરના સેક્ટરમાં ગુંજતા બૂટના અવાજ: BSF કોન્સ્ટેબલ નીતાબેન પટેલની દાહોદથી ગાંધીનગર સુધીની પ્રેરણાદાયી ઉડાન*
********
*સંઘર્ષ, સમર્પણ અને સપનાઓની જીતનું પ્રતીક, દેશની સરહદો અને સુરક્ષા માટે સજ્જ ગુજરાતની દિકરી નીતાબેન પટેલ*
********
*ખેડૂત પિતાની લાડલીએ ITI ના અભ્યાસ બાદ રણમેદાન પસંદ કર્યું, પતિએ આપી પાંખો અને આજે ગાંધીનગરના આંગણે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે નીતાબેન પટેલ*
*********
સામાન્ય રીતે ગુજરાતના યુવાનો સંરક્ષણ દળોમાં ઓછા જોવા મળે છે ત્યારે ગુજરાતની દીકરી સરહદની સુરક્ષા માટે તૈનાત હોય એ કોઈ મહાન સિદ્ધિથી ઓછું નથી. જ્યારે આખું વિશ્વ ૮મી માર્ચે ‘મહિલા દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવી મહિલા શક્તિ ફરજ બજાવી રહી છે, જેનું જીવન સંઘર્ષ, સમર્પણ અને સપનાઓની જીતનું પ્રતીક છે. આ વાત છે દાહોદ જિલ્લાના દેગાવાડા ગામની દીકરી નીતાબેન પટેલની, જે આજે સીમા સુરક્ષા બળ (BSF) માં કોન્સ્ટેબલ તરીકે દેશની સરહદો અને સુરક્ષા માટે સજ્જ છે.
નીતાબેનનો ઉછેર દાહોદના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા. ભલે સુવિધાઓ ઓછી હતી, પણ નીતાબેનના સંસ્કારોમાં દેશભક્તિ વણાયેલી હતી. નાનપણથી જ જ્યારે તેઓ કોઈ સૈનિકને યુનિફોર્મમાં જોતા, ત્યારે તેમના મનમાં એક જ તમન્ના જાગતી: “મારે પણ વરદી પહેરીને ભારત માતાની સેવા કરવી છે.”
તેમણે અભ્યાસમાં ક્યારેય પાછી પાની કરી નહીં. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ તેમણે ITI નો અભ્યાસ પૂર્ણ કર્યો, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. પરંતુ તેમનું અસલી લક્ષ્ય તો ડિફેન્સ ફોર્સમાં જોડાવાનું જ હતું. આ માટે તેમણે તૈયારી નો પ્રારંભ કર્યો પરંતુ ઘણા સમય સુધી સાચી દિશા મળતી નહોતી.
આ સમયમાં જ સામાજિક પરંપરા મુજબ નીતાબેનના લગ્ન થયા અને સમય જતાં તેઓ બે સુંદર સંતાનોની માતા બન્યા. સામાન્ય રીતે, લગ્ન અને બાળકો પછી મોટાભાગની સ્ત્રીઓ પોતાના સપનાઓને બાજુ પર મૂકી દેતી હોય છે. પરંતુ નીતાબેન માટે આ માત્ર એક નવી શરૂઆત હતી.
નીતાબેનની સફળતા પાછળ તેમના પતિનો સિંહફાળો છે. એક પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ વચ્ચે જ્યારે નીતાબેને BSF માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમના પતિએ તેમને રોકવાને બદલે ‘પાંખો’ આપી. તેમણે ઘરની જવાબદારીઓમાં સાથ આપ્યો અને નીતાબેનને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પોતાની મંજિલ સુધી પહોંચે.તૈયારી દરમિયાનમાં નીતાબેનની મિત્રના ભાઈએ બંને બહેનોને સંરક્ષણની પરીક્ષાઓ માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને નીતાબેન બી.એસ.એફ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
પસંદગી થયા બાદ, તેમને તાલીમ માટે પંજાબ મોકલવામાં આવ્યા. પંજાબની કડકડતી ઠંડી અને શારીરિક રીતે થકવી દેનારી તાલીમમાં પણ નીતાબેન અડગ રહ્યા. પોતાના બે નાના બાળકોથી દૂર રહીને દેશસેવા માટે સજ્જ થવું એ કોઈ પણ માતા માટે ભાવનાત્મક રીતે સૌથી મોટી પરીક્ષા હોય છે, અને નીતાબેન તેમાં સુવર્ણ અક્ષરે ઉત્તીર્ણ થયા. વર્ષ ૨૦૧૪માં નીતાબેનનું પ્રથમ પોસ્ટિંગ રાજસ્થાન થયું.
આજે નીતાબેન પટેલ BSF ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. ગાંધીનગરના શિસ્તબદ્ધ માહોલમાં તેઓ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે. સવારે વહેલા ઉઠીને પરેડથી લઈને ઓફિસિયલ ડ્યુટી સુધી, તેઓ દરેક કામમાં માહિર છે.
ગાંધીનગરના સેક્ટરમાં જ્યારે તેઓ યુનિફોર્મમાં સજ્જ થઈને નીકળે છે, ત્યારે તે દ્રશ્ય માત્ર એક નોકરીનું નહીં પણ સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ સફર એ વાત સાબિત કરે છે કે જો મનમાં મક્કમતા હોય, તો અંતરિયાળ ગામડાની યુવતી પણ દેશના સર્વોચ્ચ સુરક્ષા દળમાં સ્થાન મેળવી શકે છે.
‌આંતરરાષ્ટ્રીય મહિલા દિને નીતાબેન પટેલની સંઘર્ષથી સફળતાની ગાથા દરેક સ્ત્રીને સંદેશ આપે છે કે,શિક્ષણ એ જ સાચી તાકાત છે. લગ્ન એ સપનાઓનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે અને પરિવારનો સાથ ગમે તેવા અશક્ય કામને શક્ય બનાવી શકે છે. “દીકરી, વહુ અને માતા – આ ત્રણેય ભૂમિકાઓની સાથે ‘દેશના સૈનિક’ તરીકેની ભૂમિકા ભજવવી એ જ સાચી નારી શક્તિ છે.”
દાહોદની આ દીકરીએ આજે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર હેડક્વાર્ટરના પટાંગણમાં ગુંજતા તેમના બૂટના અવાજમાં હજારો ગુજરાતી યુવતીઓના સપનાઓનો પડઘો સંભળાય છે.આ મહિલા શક્તિ જ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રેરણામૂર્તિ છે.
************
*આલેખન:ડો.દિવ્યા ત્રિવેદી*
[3/7, 4:51 PM] Neha Talaviya.Mahiti: *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ*
…..
*કોઈપણ મહિલા કર્મયોગી માટે માતૃત્વ અડચણ ન બને તે માટે માતૃત્વનેજ કર્મ બનાવી લેતી ઘોડીયાઘરની બહેનો*
…..
*’ઘોડિયાઘર’ યોજનાએ નોકરિયાત માતાઓના સપનાને આપી નવી પાંખો*
……
*સરકાર અને સમાજ સાથ આપે, તો એક સ્રી માટે માતૃત્વ ક્યારેય કરિયરની આડે આવતું નથી, બલ્કે તે પ્રગતિનો નવો માર્ગ કંડારે છે*
……
*અંહી બાળકોને અમે અમારા પોતાના સંતાન સમજીને સાચવીએ છીએ, જેથી તેમની માતાઓ ઓફિસમાં પૂરા આત્મવિશ્વાસથી કામ કરી શકે – ઘોડિયાઘર સંચાલિકા હેમાંગી મહેતા*
…..
*સરકારી નગરીમાં આ કેન્દ્ર માત્ર બાળકોને રાખવાની જગ્યા નથી, પણ ‘માની હૂંફ’ આપતું એક સંસ્કાર કેન્દ્ર છે- સીડીપીઓ ગાંધીનગર પ્રીતિ પટેલ*
…..

આજના આધુનિક યુગમાં સ્ત્રી ‘અબળા’ મટી ‘સબળા’ બની છે. આકાશમાં વિમાન ઉડાડતી પાયલોટ હોય કે સરહદ પર તૈનાત સુરક્ષાકર્મી, આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પરંતુ, આ ઉંચી ઉડાન પાછળ એક મૌન સંઘર્ષ છુપાયેલો હોય છે જે છે,ઘર, પરિવાર અને ખાસ કરીને નાના બાળકોની જવાબદારી.

ગાંધીનગર જેવા ‘સરકારી નગર’માં, જ્યાં અનેક મહિલાઓ પોતાના વતન કે સંયુક્ત પરિવારથી દૂર નોકરી અર્થે સ્થાયી થઈ છે, ત્યાં માતૃત્વ અને વ્યવસાય વચ્ચે સમતુલા જાળવવી એક પડકાર છે. આ પડકારને તકમાં બદલવાનું કામ કર્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ‘ઘોડિયાઘર’ સુવિધાએ.

નિશ્ચિંત માતા, સુરક્ષિત બાળપણ
ગાંધીનગરના સેક્ટર-6 ની પ્રાથમિક શાળામાં કાર્યરત ઘોડિયાઘર આજે સેંકડો નોકરિયાત માતાઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. જાન્યુઆરી 2025 થી શરૂ થયેલું આ કેન્દ્ર માત્ર બાળકોને રાખવાની જગ્યા નથી, પણ ‘માની હૂંફ’ આપતું એક સંસ્કાર કેન્દ્ર છે.

આ ઘોડિયાઘરના સંચાલિકા હેમાંગીબેન મહેતા જણાવે છે કે,”એક મહિલા તરીકે હું બીજી મહિલાની વેદના સમજી શકું છું. જ્યારે એક માતા પોતાના નાનકડા બાળકને અમારા ભરોસે મૂકીને જાય છે, ત્યારે એ જવાબદારી અમે મમતાથી નિભાવીએ છીએ. અહીં બાળકોને અમે અમારા પોતાના સંતાન સમજીને સાચવીએ છીએ, જેથી તેમની માતાઓ ઓફિસમાં પૂરા આત્મવિશ્વાસથી કામ કરી શકે.”

ગાંધીનગર સીડીપીઓ શ્રી પ્રીતિબેન પટેલના જણાવ્યા અનુસાર, આ ઘોડિયાઘરમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.બાળકોને બે સમયનો પૌષ્ટિક નાસ્તો અને એક સમયનું ભોજન આપવામાં આવે છે.રમત-ગમત સાથે પ્રાર્થના, બાળગીતો અને અક્ષરજ્ઞાન દ્વારા બાળકોના વ્યક્તિત્વનું ઘડતર થાય છે.

તાલીમબદ્ધ સ્ટાફના કારણે માતા પિતા નિશ્ચિંત બની બાળકોને અહીં મુકે છે‌.આ બાળકોને સાચવતી બહેનોને સમયાંતરે ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી બાળકોને માતૃસ્નેહની કમી ન વર્તાય.

સ્ત્રી જ સ્ત્રીના વિકાસનો પાયો છે,પણ સામાન્ય રીતે કહેવાય છે કે ‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’, પરંતુ આ ઘોડિયાઘરનું મોડેલ આ કહેવતને જડબાતોડ જવાબ આપે છે. અહીં કાર્યરત મહિલાઓ અન્ય નોકરિયાત માતાઓના બાળકોને સાચવીને પરોક્ષ રીતે દેશના અર્થતંત્ર અને સ્ત્રી સશક્તિકરણમાં બહુમૂલ્ય ફાળો આપી રહી છે. એક માતા જ્યારે બીજી માતાના બાળકને સુરક્ષિત રાખે છે, ત્યારે જ દેશની દીકરી ખરા અર્થમાં ઉંચી ઉડાન ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય,કલેકટર કચેરી અને ઉદ્યોગ ભવન જેવા કાર્ય સ્થળો પર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી માતાઓ પોતાના બાળકો માટે નિશ્ચિત બની પોતાનું કાર્ય કરી શકે છે.

આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, આપણે એવી તમામ માતાઓને સલામી આપીએ જેઓ ઓફિસની ફાઈલો અને બાળકની દૂધની બોટલ બંનેને કુશળતાપૂર્વક સંભાળે છે. ગાંધીનગરનું આ ઘોડિયાઘર સાબિત કરે છે કે જો સરકાર અને સમાજ સાથ આપે, તો માતૃત્વ ક્યારેય કરિયરની આડે આવતું નથી, બલ્કે તે પ્રગતિનો નવો માર્ગ કંડારે છે.

*આલેખન:નેહા તલાવિયા*
[3/7, 5:14 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1agDf-7b_GoB3ypnr6yjlzKWGMq2hpcI9?usp=sharing
[3/7, 5:14 PM] Neha Talaviya.Mahiti: *છેવાડાના માનવી સુધી પહોંચ્યું શાસન: રેશનકાર્ડથી લઈને આધાર સુધીની તમામ સેવાઓ હવે તમારા ઉંબરે*
……
*ગાંધીનગરના સાદરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ઈ.ચા. કલેક્ટરશ્રી જે.એન વાઘેલાએ સ્થળ વિઝીટ કરી કામગીરી નિહાળી*
….
*૧૦૦૦થી વધુ ગ્રામજનોએ ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ લીધો*
……
રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ હેઠળ છેવાડાના માનવીને કચેરીઓના ધક્કા ખાધા વગર પારદર્શક અને ઝડપી વહીવટી સેવાઓ મળી રહે,તે હેતુથી ગાંધીનગર તાલુકાના સાદરા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રને પ્રજાના દ્વારે લઈ જઈને પ્રશ્નોના સ્થળ પર જ નિકાલની આ વ્યવસ્થા ગ્રામીણ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને તેમના ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમના સમય અને શક્તિનો બચાવ કરવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી જે.એન. વાઘેલાએ સાદરા ખાતે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમને વધુ અસરકારક અને ગ્રામજનો માટે મહત્તમ લાભદાયી બનાવવા માટે ઉપસ્થિત સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સેવા સેતુ શિબિરમાં પુરવઠા શાખાને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું કે સુધારો કરવો તેમજ રેશનકાર્ડ ધારકોની e-KYC જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ, નવા આધારકાર્ડ તેમજ આધાર સુધારણા, PMJAY કાર્ડ અને ઉંમરના દાખલા જેવી મહત્વની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે બીપી-ડાયાબિટીસ તપાસ તથા વીમા અને બેન્કિંગ સેવાઓનો લાભ પણ ગ્રામજનોએ લીધો હતો.

સાદરા અને આસપાસના ગ્રામજનો પોતાના દસ્તાવેજોમાં જરૂરી સુધારા-વધારા ઘર આંગણે જ કરાવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. આ તકે ગાંધીનગર મામલતદાર શ્રી મહેશ ગોહિલ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને સેવારત રહ્યા હતા. અંદાજે ૧૦૦૦થી વધુ લાભાર્થીઓએ આ શિબિરનો ઉત્સાહપૂર્વક લાભ મેળવી વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.
…..
*નેહા તલાવિયા*
[3/7, 6:36 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૫/૦૩/૨૦૨૬ એ જિલ્લા સ્વાગત કાર્યક્રમ*
….
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી, ‘ ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સમિતિખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી.

*નેહા તલાવિયા*

#########################

 

અહીંયા પ્રસિદ્ધ થયેલ તમામ સમાચારો વીડિયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધા જનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *