(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/7, 8:47 AM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય*
———
*મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકાર આર્થિક સહાય આપશે*
———
*ખૂટતા વર્ગખંડ બાંધકામ – વિશિષ્ટ ખંડોના નિર્માણ – નવા ટોયલેટ બ્લોક્સ – પીવાના પાણીની સુવિધા – દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા 80:20ના ધોરણે સહાય*
—————
*2025-26ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે અમલ કરાશે
:::::::::::::::
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.O અન્વયે ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય મળશે*
———————
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અમલી થયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ પછી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાની ભલામણો કરવામાં આવેલી છે.
રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભમાં શાળાકીય શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન અને ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે.
રાજ્યમાં ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલું જ નહિ, શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવી રહેલા પરિણામલક્ષી પગલાંઓને પરિણામે આવી શાળાઓમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ વધારો થવાની પણ સંભાવનાઓ રહેલી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા સમયની આવી જરૂરીયાતો અંગે વિઝનરી પ્લાનિંગ સાથે ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં પણ સરકારી શાળાઓની જેમ માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના દિશાદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26થી 5 વર્ષ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે શિક્ષણ જગતના અને શાળાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ યોજના શરૂ કરીને શાળા સંચાલક મંડળ સંઘની માંગણીનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ યોજના અન્વયે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગતની આવી ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય શાળાઓમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ફક્ત એક જ વાર મળી શકશે.
શાળાઓને જે માળખાકીય સુવિધાઓ માટે આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે તેમાં ખૂટતા વર્ગખંડના બાંધકામ, પુસ્તકાલય, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, વોકેશનલ રૂમ, ગર્લ્સ રૂમ વગેરે વિશિષ્ટ ખંડોના બાંધકામ, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ છાત્રો માટેના નવા ટોયલેટ બ્લોક્સ તથા પીવાના પાણીની સુવિધા અને અન્ય મેજર રિપેરીંગ તેમજ રંગરોગાન, કમ્પાઉન્ડ વોલ અને દિવ્યાંગ માટે જરૂરી સુગમ્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આવી સુવિધાઓ માટે થનારા ખર્ચના 80 ટકા રાજ્ય સરકાર આપશે તથા બાકીના 20 ટકા રકમ સંબંધિત શાળા મંડળ દ્વારા ભોગવવાની રહેશે.
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત આવતી અને આ સહાય માટે પાત્રતા ધરાવતી ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં નિયત નમૂનામાં દરખાસ્ત કરીને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલો આ શિક્ષણ હિતલક્ષી નિર્ણય ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ બનશે અને સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે.
આ અંગેના વિધિવત ઠરાવો શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે.
——-
[8/7, 12:16 PM] Dilip Gajjar.Mahiti.Press: લમ્પી રોગ સામે રાજ્ય સરકાર સજ્જ: ઘનિષ્ઠ સારવાર અને રસીકરણથી પશુઓને કરાયા સુરક્ષિત
********
રાજ્યના ૧૨ જિલ્લામાં લમ્પીના ૪૬૨ કેસ નોંધાયા; લમ્પીગ્રસ્ત પશુઓને યુદ્ધના ધોરણે સારવાર અપાતા ૪૨૬ પશુ સ્વસ્થ થયા
********
ગૌ વંશને લમ્પી રોગ સામે રક્ષણ આપવા રાજ્યના ૨૩ લાખથી વધુ પશુઓમાં રોગપ્રતિકારક રસીકરણ કરાયું
********
રાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના દિશાનિર્દેશથી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લમ્પીગ્રસ્ત પશુઓની ઘનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. સાથે જ, આસપાસના વિસ્તારોના સ્વસ્થ પશુઓમાં આ રોગ પ્રસરે નહિ, તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
વરસાદી વાતાવરણમાં મચ્છર/માખીઓનો ઉપદ્રવ વધતા રાજ્યના ૧૨ જિલ્લાના ૧૭૨ ગામમાં લમ્પીના અત્યાર સુધીમાં ૪૬૨ કેસ નોંધાયા હતા. રાજ્યના ગૌ વંશને મચ્છર/માખીથી ફેલાતા આ લમ્પી રોગથી બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા તુરંત જ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને લમ્પીગ્રસ્ત પશુઓને અલગ કરીને તેમની સઘન સારવાર શરુ કરવામાં આવી હતી.
પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત પશુઓને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી, જેના પરિણામે આજે ૪૨૬ પશુઓ સ્વસ્થ થયા છે. જ્યારે, ૨૮ પશુઓ સારવાર હેઠળ છે. પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિદ્રારકા, જામનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, તાપી અને અમદાવાદને મળીને કુલ ૧૨ અસરગ્રસ્ત જિલ્લામાં પશુઓને લમ્પીથી રક્ષિત કરવા સર્વેલન્સ અને રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૌ વંશને લમ્પી રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ૭ લાખથી વધુ પશુઓને મળીને સમગ્ર રાજ્યના કુલ ૨૩ લાખથી વધુ પશુઓનું વર્ષ ૨૦૨૫ દરમિયાન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણના પરિણામે જ ગુજરાતના મહત્તમ પશુઓને લમ્પીમુક્ત રાખવામાં સફળતા મળી છે. રાજ્યમાં હજુ પણ ક્યાંય પશુઓમાં લમ્પી રોગ જણાય તો પશુપાલકોએ તુરંત જ ટોલ ફ્રી નંબર-૧૯૬૨ પર સંપર્ક કરીને અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે, જેથી અસરગ્રસ્ત પશુને ઝડપથી સારવાર આપીને સ્વસ્થ કરી શકાય.
**********
નિતિન રથવી
[8/7, 1:05 PM] Dilip Gajjar.Mahiti.Press: “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”
*ગુજરાતભરમાં તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા”અભિયાનનું થશે ભવ્ય આયોજન: રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
********************
* *રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ૨ થી ૩ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે*
* *જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે*
* *તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાશે*
***********
ભારત સરકાર દ્વારા આગામી તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ પર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે. જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ક્રમશ તા. ૯, ૧૦, ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા મથક, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અનેક સંસ્થાઓ સહભાગી થશે. તિરંગા યાત્રા ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે અને શહેરોને સ્વચ્છ રાખવા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ અભિયાનના ભાગરૂપે આગામી તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવશે. રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, તિરંગા ચિત્ર સ્પર્ધા તથા તિરંગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના જવાનો અને પોલીસકર્મીઓને મોકલવા માટે બાળકો દ્વારા તિરંગા રાખડી પણ તૈયાર કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોમાં અંદાજે ૨ કિલોમીટરના રૂટ પર ત્રિરંગા યાત્રા/મેગા પરેડ યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં નાગરીકો સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવશે. રાજ્યના વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે જાણિતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.
***********
[8/7, 2:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર*
****
*સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી*
****
*ગાંધીનગર,7 ઓગસ્ટ, 2025 :* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરિણામે જુલાઇ 2025 સુધી રાજ્યમાં 5 લાખ 96 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે. આવનારા સમયમાં ગુજરાત 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનવા માટે મદદરૂપ થઇને મહિલા સશક્તિકરણનું અભૂતપૂર્વ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.
*રાજ્યમાં 10 લાખથી વધુ સંભવિત લખપતિ દીદીની ઓળખ*
રાજયના તાલીમબધ્ધ કમ્યુનિટી રિસોર્સ પર્સન (સી.આ.પી.) દ્રારા અત્યારે 10.74 લાખ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે જેઓ લખપતિ દીદી બની શકે છે. ઓળખ કરાયેલ સંભવિત લખપતિ દીદીની હાલની પ્રવૃત્તિ તથા તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતો, થયેલ ખર્ચ અને આવકની વિગતો મેળવવા માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્રારા ડિજિટલ આજીવિકા રજીસ્ટર તૈયાર કરવામા આવ્યું છે. આ ડિજિટલ આજીવિકા રજીસ્ટરથી મળેલી માહિતિના આધારે ઓળખ કરવામાં આવેલી લખપતિ દીદીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ, એસેટ, આર્થિક સહાય, તથા માર્કેટીંગ માટે જરૂરી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
*કઈ રીતે કામ કરે છે લખપતિ દીદી યોજના ?*
આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી માટે નીચેની વિગત અનુસાર આવક ગણતરી કરવામાં આવે છે:
• કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાનની કુલ આવક.
• નોન ફાર્મ એક્ટિવિટી જેવીકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ, સર્વિસીઝ વગેરેની આવક.
• પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો તેની આવક.
• ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક.
• સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલ રકમ.
• કમિશન, માનદ વેતનથી પ્રાપ્ત આવક.
*124 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 10 હજારથી વધુ કોમ્યુનીટી રીસોર્સ પર્સનને તાલીમ*
આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજીટલ આજીવિકા રજીસ્ટર પર ડેટા અપડેટ કરવામાં આવે છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે.
*સુરતના અંકિતાબેનની આવક એક વર્ષમાં 2 લાખ થઇ*
લખપતિ દીદી કાર્યક્રમને રાજ્ય સરકારે સફળતાપૂર્વક જમીન પર અમલમાં મૂક્યો છે. તેના પરિણામે મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સુરતના મહુવા તાલુકાના શેખપુર ગામના અંકિતાબેન પીનલભાઈ પટેલે વર્ષ 2024માં ડ્રોન પાયલટ તરીકે કામગીરી શરૂ કરી હતી. માત્ર એક વર્ષમાં જ તેમણે ડ્રોનથી દવાઓનો છંટકાવ કરીને ₹2 લાખની કમાણી કરી છે. આ કામગીરી શરૂ કર્યા પહેલા તેઓ પરિવાર સાથે ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતાં. અંકિતાબેન કહે છે, _“હવે કોઈના પર નિર્ભર નથી રહેવું પડતું. અમને ઓર્ડર પણ સતત મળી રહ્યા છે અને સારી આવક પણ થઇ રહી છે. મારા હસબન્ડ તરફથી પણ મને પૂરતો સપોર્ટ મળે છે. મારા પરિવારને આ કામગીરીથી ઘણી આર્થિક મદદ થઇ છે.”_
*x-x-x*
[8/7, 4:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં*
*જિલ્લા વિકાસ અધિકારીઓ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકોની એક દિવસીય સંયુક્ત પરિષદ*
————
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વપૂર્ણઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*ગામતળ નીમ કરવાની પ્રક્રિયા તથા પ્લોટ ફાળવણી પ્રક્રિયાને વધુ સરળ-પારદર્શી બનાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ*
————
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* ગ્રામીણ આવાસ નિર્માણ યોજનાઓના લક્ષ્યાંકો અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ સ્તરે વધુ આવાસોથી સૌને માથે પાકી આવાસ છતની વડાપ્રધાનશ્રીની નેમ પણ સાકાર થશે
* ટેકનોલોજીના આજના સમયમાં સરકારી સેવાઓ જવાબદેહ બની છે
* સતર્કતા સાથે સત્તાના જનસેવામાં સદુપયોગની ક્લેરિટી-સ્પષ્ટતા સાથે કાર્યરત રહીએ
* ગ્રામીણ જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનારી કલ્યાણ યોજનાઓના અમલથી જનસેવા અને અત્યોદય ઉત્થાનની મોટી જવાબદારી જિલ્લા વિકાસ અધિકારીઓને મળી છે
————
*ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની પ્રેરક ઉપસ્થિતિ*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વપૂર્ણ ગણાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગ્રામોત્થાનથી વિકસિત ભારત સંકલ્પ પાર પાડવા માટે ગામોને અદ્યતન સુવિધાઓ આપીને વિકાસની હરોળમાં તેજ ગતિએ જોડવાની નેમ રાખી છે.
જિલ્લા વિકાસ અધિકારીઓની યુવા ટીમ આ માટે ગ્રામીણ અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને આજીવિકા, આવાસ, આયુષ્માન ભારતથી આરોગ્ય સેવાઓ, શૌચાલય, સ્વચ્છતા જેવી અનેક જન કલ્યાણ યોજનાઓ પહોંચાડવા માટે સેવા ભાવના કેળવીને નેતૃત્વ કરે તે આવશ્યક છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં યોજાયેલી જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકશ્રીઓની સંયુક્ત પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યું હતું. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગામતળ નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ આ પરિષદમાં કર્યું હતું. તેમણે આ અંગે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ કાર્યરત કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં પ્લોટ ફાળવણી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી થવાથી આવાસ નિર્માણ યોજનાઓના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકશે.
એટલું જ નહિ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ સ્તરે વધુ આવાસો બનવાથી સૌને માથે પાકી આવાસ છતની વડાપ્રધાનશ્રીની નેમ પણ સાકાર થશે.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ગ્રામીણ જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનારી કલ્યાણ યોજનાઓના અમલની મોટી જવાબદારી અને તેને સફળ કરવાની તક જિલ્લા વિકાસ અધિકારીઓને મળી છે. આ તકને જનસેવા અને અત્યોદય ઉત્થાનની ઈશ્વરીય તક તરીકે સ્વીકારીને પૂરી કર્તવ્યનિષ્ઠાથી ફરજ અને જવાબદારી અદા કરવાનો કાર્યસંતોષ લઈ શકાય.
ખોટું આચરણ કરનારાઓને સાંખી લેવાશે નહીં એવી તાકીદ કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વચન, કર્મ અને આચરણ ત્રણેય સરખા જ રાખીને જનહિતમાં કાર્યરત રહીને સરકારી સેવા દીપાવવાનો ભાવ હંમેશા હૈયે રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ટેકનોલોજીના આજના સમયમાં સરકારી સેવાઓ જવાબદેહ બની છે. એટલું જ નહીં, લોકોની જાગરૂક્તા પણ વધી છે ત્યારે યોજનાઓના જિલ્લાઓમાં અમલીકરણ ટીમના વડા તરીકે જિલ્લા વિકાસ અધિકારીઓએ ક્વોલિટી વર્ક, સમયબદ્ધ આયોજન અને લોકોની અપેક્ષાની કસોટીએ ખરા ઉતરવું પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, લોકોના કામ સરળતાથી અને ઝડપી થાય તેનું મહત્તમ ધ્યાન રાખીને સતર્કતા સાથે સત્તાનો જન સેવામાં સદુપયોગ થાય તેવી ક્લેરિટી-સ્પષ્ટતા સાથે કાર્યરત રહેવું પડે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ગ્રામીણ વિકાસ સહિતના વિકાસ કામો માટે નાણાની કોઈ સમસ્યા નથી અને નાણાંકીય રીતે રાજ્ય સમૃદ્ધ છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીઓએ છેક છેવાડાના સ્તર સુધી વિકાસ લાભ ૧૦૦ ટકા પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે.
જિલ્લા વિકાસ અધિકારીઓની યુવા ટીમને પ્રોત્સાહન અને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિકસિત ભારતનો સંકલ્પ આ યુવા ટીમના સહયોગ અને સથવારે જ પાર પાડવાનો છે એવી લાંબી સફર તેમણે સરકારી સેવાઓમાં તય કરવાની છે. આ માટે નવા વિચારો સાથે જનહિત યોજનાઓને સિદ્ધ કરવા અત્યારે જ્યાં છીએ ત્યાંથી વધુ ગતિએ આગળ વધીને સેવારત રહેવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પંચાયત વિભાગની વિવિધ યોજનાઓની સરળ સમજ આપતી પૂસ્તિકા તેમજ સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટના પ્રથમ ન્યુઝ લેટરનું વિમોચન પણ આ તકે કર્યું હતું.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને ‘વિકસિત ગુજરાત’ થકી સાકાર કરીએ. પ્રધાનમંત્રી ફ્લેગશીપ યોજનાઓના વધુ સુચારૂ અમલથી ગુજરાતના ગામડાઓમાં સાચા અર્થમાં વધુ બદલાવ આવશે. કેચ ધ રેઇન, સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ જેવા પર્યાવરણ-આરોગ્ય લક્ષી આયામો દ્વારા ગ્રામીણ વિસ્તારની સુખાકારીમાં વધારો થશે. નરેગા યોજના અંતર્ગત લેબલ બજેટ પ્રમાણે માનવદિન ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરીને શ્રમિકોની માંગણી પ્રમાણે કામ અને કરેલ કામનું સમયસર વેતન મળે તે સુનિશ્ચિત કરીએ જેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા વધુ જીવંત રાખી શકાય.
મંત્રી શ્રી રાઘવજીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ બનેલા તમામ અસ્કયામતોનો નિયમિત ઉપયોગ થાય તેમજ તમામ અસ્કયામતોની મરામત અને નિભાવણી થાય તે વધુ સુનિશ્ચિત કરવું પડશે. સેનીટેશન માટે કોઇ પણ કામો બેવડાઇ નહિ તેમજ ૧૫માં નાણાંપંચની રકમનો સેનિટેશનના કામોમાં વધુ સુયોગ્ય ઉપયોગ થાય તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ રાજ્યના ગ્રામીણ વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતાં કુટુંબોને પાકું આવાસ બનાવવા માટે નાણાંકીય સહાય પૂરી પાડી, પાયાની સુવિધાઓ સાથે નવા આવાસના બાંધકામ માટે સહાયરૂપ બનવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર કર્યો છે. જેને મૂર્તિમંત કરવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્રારા રૂ. ૫૦,૦૦૦ની વધારાની સહાય આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રામ વિકાસ વિભાગની મહત્વપૂર્ણ યોજનાઓ ગ્રામિણ જીવન ધોરણને અસરકારક અને અનેકવિધ સુવિધાઓ પુરી પાડતી યોજનાઓ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે સૌ સાથે મળીને આ યોજનાઓનો અસરકારક અને સુયોગ્ય રીતે અમલીકરણથી ગુજરાતના ગ્રામિણ જીવનને વધુ ઉન્નત-સમૃદ્ધ બનાવવામાં ડીડીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની બની જાય છે.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાવાર યોજનાઓના અમલની સમીક્ષા, નાગરીકોને લાભ પહોંચે તે માટેની કામગીરી અને સુશાસનના માધ્યમથી સારા પરિણામો મેળવવાનો પ્રયત્ન આ બેઠકનો મુખ્ય હેતુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ થકી સમાવેશી લોક કેન્દ્રિત અને સર્વગ્રાહી વિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, આર્થિક અને સામાજિક સૂચકાંકો, શાસન તથા વહીવટ સહિત નવ થીમ સંબંધિત પંચાયત સ્તરે થતી કામગીરી અને તેની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે ભારત સરકારના પંચાયત એડવાન્સ ઇન્ડેક્સની રચના કરવામાં આવી છે.
પંચાયત એડવાન્સમેન્ટ સૂચકાંક ૨.૦માં કુલ ૧૭૪ જેટલા ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જે અન્વયે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં સામેલ લાઈન ડિપાર્ટમેન્ટની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં, મુખ્ય સચિવશ્રીએ જિલ્લાના અધિકારીઓને ફિલ્ડ વર્ક વધારવા, આકસ્મિક મુલાકાતો લેવા, સમયસર વેરા વસૂલાત કરવા તથા પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓનો નાગરિકોને મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ એક દિવસીય પરિષદમાં પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ સ્વાગત પ્રવચનમાં પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળની ફ્લેગશીપ યોજનાઓની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીશ્રી ધીરજ પારેખ, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા, ગ્રામ વિકાસ કમિશનરશ્રી અજય દહિયા સહિત જિલ્લાઓના વિકાસ અધિકારીઓ, નિયામકશ્રીઓ, રાજ્ય નોડલ અધિકારીઓ સહિત પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……………………
[8/7, 4:11 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1BB_YWDuLAYEnRFjMKgyCl0UeORBPGPTz?usp=sharing
[8/7, 4:15 PM] Dilip Gajjar.Mahiti.Press: _*એક રાખી દેશ કે જવાનો કે નામ*_
*ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીની બહેનોએ સાડા ત્રણ લાખથી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલી*
———–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો*
————
*મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિ*
————–
*ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં ગુજરાતની સિદ્ધીની નોંધ લેવાઈ – મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રમાણપત્ર-એવોર્ડ પ્રસ્તુત કરવામાં આવ્યો*
———
દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે.
રાજ્યની ૫૩ હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના જવાનોને ગાંધીનગરમાં પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
ગુજરાતની આ પહેલને ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યુ છે તે અંગેનું સર્ટીફિકેટ અને મેડલ ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.
સરહદના જવાનો જે પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાની પ્રેરણા અને માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ શ્રાવણ મહિનાની પૂર્ણિમા-રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલી છે.
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યુ કે, દેશની સીમાઓ સાચવતા અને ઘર પરીવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું છે.
તેમણે કહ્યુ કે, આપણી સેનાએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર સફળ બનાવીને દેશની બહેનોના સિંદૂરની રક્ષા કરી છે.
ગુજરાતની બહેનોએ આવા વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ-બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિ મય બનાવ્યો છે.
આ રક્ષાસુત્ર કળશનો આર્મી, બી.એસ.એફ., સી.આર.પી.એફ., અને એન.ડી.આર.એફ.ના ગાંધીનગર સ્થિત જવાનોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકર, મહિલા બાળ વિકાસ કમિશનર શ્રી ડૉ. રણજીત કુમાર સિંહ, મહિલા બાળ કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, BSF, CRPF, NDRFના જવાનો, પ્રોગ્રામ ઓફિસર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની આંગણવાડી કાર્યકર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/7, 4:15 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/dYhrsHGRKPP5nJN6A
[8/7, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ અમારો સંકલ્પ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*
********
*સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્યાણના ૧૮ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાયનું ઈ-વિતરણ કરાયું.*
*********
• *વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ ૧૭,૪૪,૩૬૦ લાભાર્થીઓને રૂ.૩૬૬.૦૭ કરોડની સહાય અપાઈ*
• *અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ ૧,૪૦,૧૯૧ લાભાર્થીઓને રૂ.૨૭.૮૩ કરોડની શૈક્ષણિક, યોજનાકીય સહાય અને લોનની ચૂકવણી*
******
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય તથા લોનનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ગાંધીનગર ખાતેથી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૧૮,૮૪,૫૫૧ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાય આપવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આજે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમો દ્વારા કુલ ૧૭,૪૪,૩૬૦ લાભાર્થીઓને રૂ.૩૬૬.૦૭ કરોડની તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમો દ્વારા કુલ ૧,૪૦,૧૯૧ લાભાર્થીઓને રૂ.૨૭.૮૩ કરોડની શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય અને લોનની ચૂકવણી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ અમારો સંકલ્પ છે. આજના આ ઈ-વિતરણ કાર્યક્રમ થકી પછાત વર્ગના વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ સમાજના જરૂરીયાતમંદ અને આર્થિક રીતે નબળા નાગરિકોને લાભ આપવામાં આવશે. રાજ્યના જરૂરરિયાતમંદ નાગરિકોને યોજનાકીય લાભો સંપૂર્ણ પારદર્શીતાથી મળે તે હેતુથી આ સમગ્ર પ્રક્રીયા ઓનલાઈન કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાજની મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો, ગરીબો અને વંચિતો સર્વેનો સર્વાંગી વિકાસ થાય ત્યારે સમગ્ર સમાજનું કલ્યાણ થશે. આ તમામ નાગરિકોનો સર્વાંગી વિકાસ એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા અમલી પ્રિ મેટ્રીક શિષ્યવૃતિ-ગણવેશ સહાય યોજનામાં ૧૭,૨૮,૨૨૪ વિદ્યાર્થીઓને રૂ.૨૯૧.૯૨ કરોડની શિષ્યવૃતિ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ૪,૦૧૭ લાભાર્થીઓને રૂ.૨૧.૫૬ કરોડની સહાય, કુંવરબાઇનું મામેરૂ યોજનામાં ૧૦,૨૩૯ દિકરીઓને રૂ.૧૨.૨૮ કરોડની સહાય, સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં ૩૫૯ લાભાર્થીઓને રૂ. ૮૦ લાખની સહાય તથા વિદેશ અભ્યાસ લોન યોજનામાં ૪૫ વિદ્યાર્થીઓને રૂ.૬.૩૯ કરોડની લોન આપવામાં આવશે.
આ ઉપરાંત વિકસતી જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમની સ્વરોજગારલક્ષી તેમજ શૈક્ષણિક લોન યોજના અંતર્ગત ૧,૪૭૬ લાભાર્થીઓને રૂ.૩૩.૧૨ કરોડની લોન-સહાય ચુકવાઈ છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા અમલી પ્રિ મેટ્રીક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય યોજનામાં ૧,૩૯,૩૦૭ વિદ્યાર્થીઓને રૂ.૧૮.૯૭ કરોડની શિષ્યવૃતિ, ડૉ.આંબેડકર આવાસ યોજનામાં ૩૫૯ લાભાર્થીઓને રૂ.૧.૭૦ કરોડની સહાય, કુંવરબાઇનું મામેરૂ યોજનામાં ૩૪૫ દિકરીઓને રૂ.૦.૪૧ કરોડની સહાય, વિદેશ અભ્યાસ લોન યોજનામાં ૨૩ વિદ્યાર્થીઓને રૂ.૩.૪૫ કરોડની લોન ચૂકવવામાં આવે છે.
આ ઉપરાંત નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની શૈક્ષણિક અને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંતર્ગત ૧૫૭ લાભાર્થીઓને રૂ.૩.૩૦ કરોડની લોન તથા સહાય ચુકવામાં આવશે.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, બિન અનામત નિગમના એમ.ડી શ્રી પી.ડી.પલસાણા, અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક શ્રી રચિત રાજ, વિકસતી જાતિ કલ્યાણના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
****************
ઋચા રાવલ
[8/7, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાતના માછીમારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
*માછીમારીની નવી સીઝન શરુ થાય તેના પાંચ દિવસ આગાઉ તા. ૧૧ ઓગસ્ટથી જ બોટ માટે ડીઝલ વિતરણ શરુ કરાશે: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
***********************
*સીઝનની શરૂઆતમાં ડીઝલ માટે બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો*
**********************
માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા. ૧૬ ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તા. ૧૧ ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.
આ સંદર્ભે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી તા. ૧૬ ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે. માછીમારી માટે જતા માછીમાર ભાઈઓની બોટ માટે સીઝન શરુ થાય ત્યારથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે. સીઝન શરુ થવાના દિવસે જ ડીઝલ વિતરણ થતા બંદરો પર બોટનો ટ્રાફિક સર્જાય છે અને માછીમારોને વિવિધ અગવળતાઓ થાય છે. જેથી સીઝન શરુ થાય તે આગાઉ જ ડીઝલ વિતરણ માટેની પરવાનગી આપવા ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી અનેક માછીમાર આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
માછીમાર આગેવાનો અને સંગઠનોની આ રજૂઆત રાજ્ય સરકારને યોગ્ય જણાઈ આવતા, તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માછીમારો ભાઈઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પાંચ દિવસ અગાઉથી એટલે કે, તા. ૧૧ ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરુ કરવામાં આવશે, તેમ મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
*********************
નિતિન રથવી
[8/7, 5:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી-૨૦૨૫ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*
***
*ચૂંટણી યોજવી જરૂરી બનશે તો ૯મી સપ્ટેમ્બરના રોજ મતદાન થશે*
***
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952ની કલમ 4 ની પેટા-કલમ (4) અને (1) હેઠળ, ભારતના ચૂંટણી પંચે 07.08.2025 ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, 2025 માટે નામાંકન દાખલ કરવા, તેની ચકાસણી કરવા અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખો તેમજ મતદાનની તારીખ (જો જરૂરી હોય તો)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જાહેરનામું આજે ભારતના ગેઝેટમાં પ્રકાશિત થયું છે અને રાજ્યના ગેઝેટમાં તેમની સત્તાવાર ભાષાઓમાં ફરીથી પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.
ઉપરોક્ત સૂચના અને ભારતીય ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, 2025 માટેના રિટર્નિંગ અધિકારી અને રાજ્યસભાના મહાસચિવે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974ના નિયમ 3 હેઠળ ભારતના ગેઝેટમાં, ઉપરોક્ત નિયમો સાથે જોડાયેલા ફોર્મ 1 માં એક જાહેર સૂચના પ્રકાશિત કરી છે, જે રાજ્ય ગેઝેટમાં તેમની સત્તાવાર ભાષાઓમાં પણ ફરીથી પ્રકાશિત થઈ રહી છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર
1) RO/ARO ને ઉમેદવારીપત્રો પહોંચાડવાનું સ્થળ RO નું કાર્યાલય, રૂમ નં. RS-28, પહેલો માળ, સંસદ ભવન, નવી દિલ્હી રહેશે.
2) ઉમેદવારીપત્રો પહોંચાડવાની તારીખ અને સમય: 21.08.2025 પહેલા કોઈપણ દિવસે (જાહેર રજા સિવાય) સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે.
3) સિક્યોરિટી ડિપોઝિટ: ૧૫,૦૦૦ રૂપિયા, રોકડમાં RO પાસે અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં અથવા સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવાના રહેશે.
4) નામાંકન પત્ર સાથે રજૂ કરવાના દસ્તાવેજો:
a. જે સંસદીય મતવિસ્તારમાં ઉમેદવાર મતદાર તરીકે નોંધાયેલ છે તે મતદાર યાદીમાં ઉમેદવારની નોંધણીની પ્રમાણિત નકલ.
b. સિક્યોરિટી ડિપોઝિટની રસીદ.
5) ઉપર દર્શાવેલ કાર્યાલયમાંથી દર્શાવેલ સમયે ઉમેદવારીપત્રોના ફોર્મ મેળવી શકાશે.
6) ઉમેદવારીપત્રોની ચકાસણીનું સ્થળ: રૂમ નં. F-100, સંગોષ્ઠી-2, પહેલો માળ, સંસદ ગૃહ, નવી દિલ્હી રહેશે.
7) ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ અને સમય: 22.08.2025 સવારે 11 વાગ્યે.
જો ચૂંટણી યોજવી જરૂરી બને તો, ભારતીય ચૂંટણીપંચના તા. 07.08.2025ના જાહેરનામા પ્રમાણે મતદાન 09.09.2025ના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન રૂમ નં F-101, વસુધા, પહેલો માળ, સંસદ ભવન, નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે.
[8/7, 5:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઉતરાખંડમાં ખીર ગંગા નદીમાં આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં ફસાયેલા ગુજરાતના ૧૪૧ જેટલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ*
************
*ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં સુરક્ષિત છે :- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*************
*ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકાર અને ત્યાંના SEOC સાથે સતત સંપર્કમાં*
*************
ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલ પુરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
વધુમાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે જેમને મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડી છે તેમને તમામ પ્રકારની મેડિકલ સારવાર સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે.
વધુમાં શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગુજરાતથી ઉતરાખંડના ઉત્તર કાશી જગ્યામાં ફસાયેલા પ્રત્યેક નાગરિકને બચાવવા માટે પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે.
રાજ્ય સરકાર સતત ઉતરાખંડ સરકારના સતત સંપર્કમાં રહીને વહેલી તકે તમામ ગુજરાતના પ્રવાસીઓનો રેસ્ક્યુ કરી લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
*જેમાં પાટણ(હારિજ) ના પ્રવાસીઓ માટે ૧૨ ટુર ઓપરેટર સાથે વાત કરાઇ છે અને ટુર ઓપરેટરે જણાવ્યું કે બધા યાત્રાળુઓ સુરક્ષિત છે.*
*અમદાવાદના ૯૯ યાત્રાળુઓ મંદાકિની ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. તેમજ ઉત્તરકાશીએ નજીકના તબીબી કેન્દ્રમાંથી તબીબી સહાય માટે ૪ યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.*
*જ્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ૧૦ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું ડીઈઓસી બનાસકાંઠાએ જણાવ્યું છે.*
*ભાવનગર ૧૫ યાત્રાળુઓ ધારાલીથી ૩૦ કિમી દૂર અને વડોદરાના ૫ યાત્રાળુઓ આર્મી કેમ્પ ગંગોત્રીમાં સુરક્ષિત છે.*
વહીવટીતંત્રે યાત્રાળુઓ અને ત્યાના નાગરિકોને સહયોગ આપવા માટે અપીલ કરી છે.
ધરોલીની આસપાસ બંધ રસ્તાઓ ફરીથી ખોલવાનું કામ ચાલી રહ્યું છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ઉત્તરાખંડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
– પ્રિન્સ ચાવલા
…………
[8/7, 7:44 PM] Dilip Gajjar.Mahiti.Press: મહેસૂલ વિભાગનું ઓફોશિયલ
ફેસબૂક એકાઉન્ટ,
ટ્વીટર (X) એકાઉન્ટ,
યુ-ટ્યુબ ચેનલ તેમજ તાજેતરમાં જ
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
લાઇવ કરેલ છે. જેની લિંક / I.D. નીચે મુજબ છે.
ફેસબૂક https://www.facebook.com/share/191UkEx7rV/?mibextid=wwXIfr
X (ટ્વીટર) https://x.com/revenuegujarat
યુ-ટ્યુબ: https://youtu.be/gmArdrt9AzE
ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/revenuegujarat/
સહુને આ લિંક ખોલીને ચેનલ્સ / એકાઉન્ટ ફોલો કરવા વિનંતી છે
[8/7, 8:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
……
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ*
…….
–: મુખ્યમંત્રી શ્રી:–
• ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે
• રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને
• બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે
…….
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમનીનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
આ નવા હોદ્દેદારો આગામી ૨૦૨૫-૨૬ના કાર્યકાળ માટે પદભાર સંભાળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે ભારત વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બન્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે.”
તેમણે ગુજરાત સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નીતિઓની ભૂમિકા આપતા કહ્યું કે, આ નીતિઓને કારણે રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટર સરકારની નીતિઓથી સંતુષ્ટ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નવી કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન કવર અને વોટર હાર્વેસ્ટિંગ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.
તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂકીને કહ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે આપણો દેશ આત્મનિર્ભર બને.
સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની તમામ રજૂઆત સાંભળવા તૈયાર છે સાથે જ કોઈ ગેરલાભ ન લઈ જાય તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.
તેમણે ઉમેર્યું કે, આપણે બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે. દરેક સ્કીમ ગ્લોબલ સ્ટાન્ડર્ડની બને અને એક પણ ઇંચનું ખોટું બાંધકામ નથી જ કરવાનું એવા અભિગમ સાથે આગળ વધવાનું છે.
આ પ્રસંગે શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદને ગિફ્ટ સિટી, ઓલમ્પિક ડ્રીમ અને ધોલેરા જેવા મોટા પ્રકલ્પો મળ્યા છે, એટલે અમદાવાદ એક આધુનિક યુગના નવા જંકચર પર ઊભું છે. ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ રાજ્ય સરકારના સહકારથી આકાશને આંબી રહ્યો છે.”
નવનિયુક્ત પ્રમુખ શ્રી આલાપ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, “અમદાવાદ સમગ્ર દેશનું ફાઈનાન્સિયલ કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફ અગ્રેસર છે. સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા સૌ સ્ટેક હોલ્ડરની જવાબદારી વધી જાય છે.”
આ કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાત અને અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે, ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત ગુજરાત ભરના રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા વ્યવસાયીકો ઉપસ્થિત રહ્યા હતા.
…………….. . . . ……………………..
તમારી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો ફોટાઓ અને વિડિયો અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચાર ફોટાઓ અને વિડિયો માત્ર જન જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.તંત્રી(9824653073)પ્રદીપ રાવલ
