7 Ng pdf (1) [pdf-
jan fariyad


(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના ગાંધીનગર જિલ્લા સહિત સમાચારો)
[9/5, 6:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *’શિક્ષક દિવસે’ સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’નો નવતર અભિગમ*
*******
● *મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ*●
¤ *શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે*
¤ *બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે*
¤ *વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ*
¤ *રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષણ મેળવે તે માટે શિક્ષકની ભૂમિકા મહત્વની*
******
*રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર’શિક્ષક-સારસ્વત’ને મુખ્યમંત્રી નિવાસસ્થાને નિમંત્રી તેમના અનુભવો – કારકીર્દિ નિચોડના સદઉપયોગ માટે મુક્ત મને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’ કરતા
મુખ્યમંત્રીશ્રી*
*******
*મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત ૧૯ જિલ્લાના ૩૭ શિક્ષકોને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા*
********
*શિક્ષકોએ મુક્ત મને મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના અનુભવો શેર કર્યા*
*********
‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન -વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ ૧૯ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ૩૭ શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’
યોજ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે શુભેચ્છા આપતા કહ્યું હતું કે, કર્મના સિદ્ધાંત મુજબ આપણે હંમેશા સારા કાર્ય કરતા રહીએ તે જરૂરી છે. શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે. શિક્ષક હંમેશા તમામ માટે પ્રેરણારૂપ હોય છે. બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.સરકાર હંમેશા નકારાત્મકતાને હકારાત્મક રીતે લઈને તેના ઉપર શિક્ષણના વિકાસ માટે કાર્ય કરી રહી છે આપણે પણ શિક્ષણમાં આ મંત્રને અપનાવવો જોઈએ.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે તેમ,જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષકોએ બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સિમિત ન રાખતા સાથો સાથ વ્યવહારુ જ્ઞાન પણ પીરસવું જોઈએ.સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે સાથે સાથે બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી,વીજળી શૌચાલય,સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટીબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, રાષ્ટ્રના ભાવીનો આધાર વિદ્યાર્થીઓ પર રહેલો છે ત્યારે દેશનો દરેક બાળક શિક્ષણ મેળવે તે જરૂરી છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષિત બને તે માટે શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે. શાળા અને બાળકોના વિકાસ માટે SMC સાથે ગામના શિક્ષણપ્રેમી લોકોનો પણ વધુને વધુ સહયોગ લેવો જોઈએ જેથી શિક્ષણકાર્યને વધુ બળ મળે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયની છેવાડાની શાળામાં પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ મળતી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે.
આજે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’ના પ્રથમ મણકાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠક તેમજ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયા સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ યોજનાઓથી શિક્ષણમાં થતા ફાયદાઓનો પણ શિક્ષકોએ તેમના પ્રતિભાવોમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌ
શિક્ષકોને સન્માનપત્ર આપ સન્માનિત કરીને તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સંવાદના પ્રારંભે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમારે કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું હતું કે, રાજ્યના
વિવિધ ૧૯ જિલ્લાના અંતરીયાળ વિસ્તારની શાળાઓના ૩૭ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.જેમાં સરકારી શાળામાં સંખ્યા વધારવા, બાળકો નિયમિત આવતા થાય, શાળા કક્ષાએ વિવિધ પરીક્ષાની માટે તૈયાર કરી શકે તેમજ શાળા સમય સિવાય શિક્ષણ માટે વધુ સમય આપે છે તેવી વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશ જોષીએ સારસ્વત સાથેના પ્રેરણા સંવાદમાં ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી તેમજ વિવિધ જિલ્લાઓમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષક,મદદનીશ શિક્ષક અને આચાર્યશ્રી આ સંવાદમાં સહભાગી થયા હતા.
*********
[9/5, 6:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *’શિક્ષક દિવસે’ સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’ના નવતર અભિગમનો ગાંધીનગરથી પ્રારંભ*
*******
*શિક્ષકોએ મુક્તમને મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના અનુભવો શેર કર્યા તેના મુખ્ય અંશો*
*********
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠક અને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાને સન્માનિત કરી તેઓ સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો.
૧ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું કે, તેઓની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ક્રાફ્ટ ક્ષેત્રે સિલાઈ અને એમ્બ્રોડરી કામ શીખવવામાં આવી રહ્યું છે. આ કળા શીખેલા વિદ્યાર્થીઓ શાળાના અન્ય વિદ્યાર્થીઓના ગણવેશ સીવી ‘લોકલ ફોર વોકલ’ ના મંત્રને સાકાર કરી રહ્યા છે.
૨ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠકે પોતાના અભિપ્રાયો આપતાં કહ્યું કે, અમારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઇત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી રહી છે. શાળામાં વર્ષ ૨૦૧૮થી એક અનોખો સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે જ્યાંથી શાળાની ન્યુઝ ચેનલના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. શાળાના આધુનિકરણ માટે સરકારની સાથે સમાજે પણ જવાદારીમાં સહભાગીતા બતાવી છે. શાળામાં વિશેષ ફંડ ઉભું થાય તે માટે એસએમસી સભ્યો અને શિક્ષકો દ્વારા દર મહિને સ્વેચ્છાએ રૂ.૧૦૦- ૧૦૦ આપવામાં આવે છે.જેના પરિણામે છેલ્લા ૧૦ વર્ષમાં શાળા પાસે રૂ.૧.૨૭ કરોડથી વધુનું ભંડોળ એકત્રિત થયું છે.
જેમાંથી કુલ ૪૫ કોમ્પ્યુટરની આધુનિક લેબની સાથે આ વર્ષે સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AI અને રોબોટિક લેબ પણ શરૂ કરી છે
૩ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાએ શિક્ષણને રસસભર કેવી રીતે બનાવી શકાય તે જણાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓનું વાંચન, લેખન અને ગણન સુધરે તે હેતુથી ૨૦૦થી વધુ શૈક્ષણિક રમકડાઓ TLMનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ રમકડાઓથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાદી, સરળ સમજ મળી રહી છે સાથેસાથે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.
૪. *શ્રી દિપીકાબેન બાબુભાઈ પટેલ*
આ સંવાદમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની પે સેન્ટર કોઠ કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી દિપીકાબેન બાબુભાઈ પટેલે ભાગ લીધો હતો. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી આ જ શાળામાં નિસ્વાર્થ ભાવે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહ્યાં છે. તેમણે બાળકોની નિયમિતતા વધારવા માટે હાજરી ચાર્ટ અને વાલી સંપર્ક જેવી પ્રવૃત્તિઓ અપનાવી છે, જેના પરિણામે ખાનગી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં જ ભણવા માટે સફળતા મળી છે. તેમના પ્રયાસોથી શાળામાં ૩૫૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેનાથી શાળા હરિયાળી બની છે. બાળકોને શાળામાં રમવું અને ભણવું ગમે તે માટે તેઓ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર ભાર મૂકે છે. તેમના સેવાકાર્યથી બાળકો, વાલીઓ અને ગ્રામજનો તરફથી તેમને ખૂબ સહકાર અને સન્માન મળ્યું છે.
૫ *શ્રી વિજયભાઈ અશોકભાઈ ગોંડલિયા*
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ઝીંઝકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયભાઈ અશોકભાઈ ગોંડલિયાએ ભાગ લીધો હતો. તેઓ હંમેશા ઉત્સાહી અને ઈનોવેટિવ શિક્ષક તરીકેની ઓળખ ધરાવે છે અને બાળકોને કેવી રીતે શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
શ્રી ગોંડલિયાએ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે બાળકોમાં કૌશલ્યો, મૂલ્યો અને સકારાત્મક વલણો વિકસાવવા માટે અનેક કાર્યો કર્યા છે. બાળકોના નામાંકન, હાજરી અને પરિણામોમાં તેમણે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે.
૬ *શ્રી રમેશભાઈ કલજીભાઇ મારીવાડ*
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની લાલપુર (ભેમાપુર) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રમેશભાઈ કલજીભાઇ મારીવાડ પણ જોડાયા હતા. તેઓ એક લોકપ્રિય, સરળ અને નિખાલસ કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની છાપ ધરાવે છે. તેઓશ્રી બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરે છે. વર્ગ શિક્ષણને આનંદદાયક, પ્રવૃત્તિમય અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે તેઓ TLM (Teaching Learning Material)નો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓશ્રી કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા સરકારી કાર્યક્રમોના હેતુઓ સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાલી સંપર્ક દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવીને તેઓ ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં સફળ રહ્યા છે.
૭ *શ્રીમતી રીટાબેન મૂળજીભાઇ પટેલ*
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતી રીટાબેન મૂળજીભાઇ પટેલે ભાગ લીધો હતો. તેમણે શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી સુનિશ્ચિત કરી છે અને આચાર્ય તેમજ વર્ગ શિક્ષક તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે. તેમના પ્રયાસોથી શાળા વ્યસનમુક્ત, પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બની છે. તેમણે શાળામાં વિવિધ તહેવારો અને વિશેષ દિવસોની ઉજવણી કરી છે, તેમજ ફૂલછોડ ગાર્ડન, ષધ બાગ અને કિચન ગાર્ડનનું નિર્માણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, શાળાએ ૨૦૨૪-૨૫ના ગુણોત્સવમાં ૮૨.૨૦% સાથે A** ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શિક્ષણની સાથે સાથે, તેઓ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવે છે અને શિષ્યવૃત્તિ તેમજ CET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે.
૮ *શ્રી અરવિંદભાઈ ડી. ગવળી*
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની પ્રાથમિક શાળા ઘુબીટાના મદદનીશ શિક્ષક શ્રી અરવિંદભાઈ ડી. ગવળીએ ભાગ લીધો હતો. તેઓશ્રી એક કર્મનિષ્ઠ શિક્ષક છે જેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તેઓ વર્ગ શિક્ષણને આનંદદાયી, પ્રવૃત્તિમય અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે ટી.એલ.એમ. (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) નો મહત્તમ ઉપયોગ કરે છે. શૈક્ષણિક કાર્ય ઉપરાંત, તેમણે સામાજિક ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન, વ્યસનમુક્તિ અને વાલી સંપર્ક જેવા સરકારી કાર્યક્રમો દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવીને સર્વ શિક્ષા અભિયાનના હેતુઓને સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે. તેમનો ઉત્કૃષ્ટ વ્યવહાર બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથેના સંબંધોમાં જોવા મળે છે, જે તેમને સમાજમાં લોકપ્રિય બનાવે છે.
૯ *શ્રી ધારાબેન એમ. પટેલ*
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની માંગુ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી ધારાબેન એમ. પટેલે ભાગ લીધો હતો. તેઓ પર્યાવરણ અને શિક્ષણના સુભગ સમન્વય માટે જાણીતા છે. તેમણે શાળામાં ECCO ક્લબની સ્થાપના કરી ઔષધીય વનસ્પતિ અને કિચન ગાર્ડનનો ઉછેર કર્યો છે, જેનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે પણ થાય છે. તેમના પ્રયાસોથી શાળાએ છેલ્લા ત્રણ વર્ષથી ગુણોત્સવ પરિણામમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ગયા વર્ષે ૯૨.૧% સાથે A ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ શિક્ષણના વિવિધ ઓનલાઈન પોર્ટલ જેમ કે UDISE Plus અને SSA પોર્ટલ પર માહિતી નિયમિત રીતે અપડેટ કરે છે. બાળકોની નિયમિતતા અને ૧૦૦% હાજરી જાળવી રાખવામાં પણ તેઓ સફળ રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ‘એક પેડ મા કે નામ’ જેવા પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમો અને ખેલ મહાકુંભ, બાળમેળા અને આનંદદાયી શનિવાર જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
૧૦ *શ્રીમતી ઉર્મિલાબેન લખામાંજી ડોડીયાર*
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ચિઠોડા-1 પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી ઉર્મિલાબેન લખામાંજી ડોડીયારે ભાગ લીધો હતો. તેઓ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે SMC સમિતિ સાથે મળીને સક્રિય પ્રયાસો કર્યા છે. તેઓ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે બાળમેળા અને વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકોનો રસ જળવાઈ રહે તે માટે તેઓ હિન્દી ભાષા કોર્નર અને TLM (Teaching Learning Material) નો ઉપયોગ કરીને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેમણે સામાજિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શાળા સ્વચ્છતા, પ્રાર્થના કાર્યક્રમ, વૃક્ષારોપણ, ઇકો ક્લબ અને વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી દ્વારા તેઓ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. તેમના પ્રયાસોથી શાળાએ તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મેળવ્યું છે અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના કેળવવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.
૧૧ *શ્રીમતી નીતાબેન ભરતભાઈ વસાવા*
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા વૈજાલીના મુખ્ય શિક્ષક શ્રીમતી નીતાબેન ભરતભાઈ વસાવાએ ભાગ લીધો હતો. તેઓના નેતૃત્વ હેઠળ, શાળાએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૫ સુધી સતત A+ ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન જાળવી રાખ્યું છે, અને ૨૦૨૫માં ૮૯% સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ, શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપરાંત સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેમના પ્રયાસોથી બાળ વાર્તા સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ શક્યા છે. ખેલ મહાકુંભમાં પણ વિદ્યાર્થીઓએ ચેસ અને લાંબી કૂદ જેવી રમતોમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, CET પરીક્ષામાં ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને બે કન્યાઓનું જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં પણ સિલેક્શન થયું છે. શ્રીમતી વસાવાના નેતૃત્વમાં શાળાની S.M.C. સમિતિ પણ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે.
૧૨ *શ્રી બિપીનકુમાર ધીરૂભાઈ વસાવા*
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા ધુપીના મુખ્ય શિક્ષક શ્રી બિપીનકુમાર ધીરૂભાઈ વસાવાએ ભાગ લીધો હતો. તેઓશ્રી ‘Look Positive, Think Positive’ ના ધ્યેય સાથે શૈક્ષણિક કાર્ય કરાવે છે અને બાળકોના સર્વાંગી વિકાસમાં ઊંડો રસ ધરાવે છે. તેઓશ્રી પ્રવૃત્તિસભર અને મૂલ્યલક્ષી શિક્ષણના હિમાયતી છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેઓ ચિત્ર નિર્માણ, બાળગીત, વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષારોપણ, અને ઔષધબાગ જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપે છે. તેમણે બાળકોમાં વાંચન-લેખન અને ગણનની કચાસ દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય પર ભાર મૂક્યો છે. રિસેસના સમયમાં પણ તેઓ બાળકોને વાંચન કરાવે છે. તેઓ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ શૈક્ષણિક સાધનો બનાવવાની કલામાં નિપુણ છે, જેનો ઉપયોગ કરીને બાળકોને સરળતાથી ભણાવે છે.
૧૩ *શ્રી વિજયકુમાર શીવાભાઈ ચૌધરી*
કચ્છ જિલ્લાના રાપર તાલુકાની માલીસરાવાંઢ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયકુમાર શીવાભાઈ ચૌધરીએ ભાગ લીધો હતો. તેઓશ્રીએ ટેકનોલોજીયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો છે. તેમણે શાળાનો ડેટા એકીકૃત કરીને બ્લોગ અને કોમ્પ્યુટર લેબનું નિર્માણ કર્યું છે. અંતરિયાળ વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનું તેમનું કાર્ય પ્રશંસનીય છે. તેમના ઇનોવેશનને ઓરોબિંદો સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળ્યું છે. તેઓ જિલ્લાના ઇનોવેશન સેલમાં KRP (Key Resource Person) તરીકે અને વિવિધ વિષયોમાં RP (Resource Person) તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમના પ્રયાસોથી શાળાએ સતત ત્રણ વર્ષ સુધી INSPIRE AWARD મેળવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને સાંદીપનિ વિદ્યાગુરુ એવોર્ડ, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ જેવા સન્માનો મળ્યા છે.
*************************
[9/6, 12:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી*
*******************
*રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર*
*******************
*મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ SEOC-ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી*
********************
*:: મુખ્ય સચિવશ્રીના જિલ્લા કલેકટરશ્રીઓને આદેશ ::*
• સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું
• જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા
• ગણેશ વિસર્જનમાં નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિસર્જન માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી
• આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવી
*******************
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેકટરશ્રીઓને મુખ્ય સચિવશ્રીએ આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રીએ બેઠકમાં જણાવ્યા મુજબ આજે તા. ૬ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલ તા. ૭ સપ્ટેમ્બરના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.
મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં, આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ આજે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરીકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે દ્વારા પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ અમે NDRF સહિતના સંબંધિત વિભાગોને તેમજ સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનું કુલ સરેરાશ વરસાદ ૯૮ ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં ૧૨ NDRF અને ૨૦ SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****************
નિતિન રથવી
[9/6, 2:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *છેલ્લા પાંચ વર્ષમાં વિકસતી જાતિના ૭૩ હજારથી વધુ નાગરીકોનું પોતાના ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર*
*પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના થકી વિકસતી જાતિના નાગરીકોનું સ્વપ્ન બની રહી છે હકીકત*
***************************
• *આવાસ યોજના હેઠળ બાંધકામ માટે રૂ.૧.૭૦ લાખની સહાય*
• *લક્ષ્યાંક પૂર્ણ થાય ત્યાં સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવાની સમય મર્યાદા વધારાઈ*
**********************
સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં વિકસતી જાતિના ૭૩,૪૬૯ નાગરીકોને પોતાના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર થયું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લક્ષ્યાંક સામે અરજીઓ મળે ત્યાં સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવાની સમય મર્યાદામાં વધારવામાં આવી છે.
આ યોજના હેઠળ લાભાર્થીને આવાસ બાંધકામ માટે રૂ.૧.૭૦ લાખની સહાય આપવામાં આવે છે. જેમાં મકાન બાંધવાની નાણાંકીય સહાય ચાર હપ્તામાં ચુકવાય છે. પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૦,૦૦૦, બીજા હપ્તા પેટે રૂ. ૮૦,૦૦૦, ત્રીજા હપ્તા પેટે રૂ.૫૦,૦૦૦ જ્યારે ચોથા હપ્તા પેટે આવાસનું બાંધકામ પુર્ણ થયેથી રૂ.૧૦,૦૦૦ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતાં નાગરીકોને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધા DBT મારફતે ચૂકવવામાં આવે છે.
સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા અમલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક નાગરીકો ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાય, બેંક લોન તથા સબસિડીની સુવિધાઓ આપવામાં આવે છે. તેમના મકાનમાં વીજળી, પાણી, શૌચાલય જેવી મૂળભૂત જરૂરિયાતો પણ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ અરજીઓ મંગાવવાની સમય મર્યાદામાં વધારો કરાયો છે તેમાં SEBC વર્ગના ભરૂચ, સુરત, વલસાડ, ગાંધીનગર સહિત કુલ ૧૧ જિલ્લાઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના ગાંધીનગર, મહેસાણા, વડોદરા, સુરત સહિત કુલ ૧૧ જિલ્લાઓના નાગરીકો આવાસ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિના અમદાવાદ, ભાવનગર, સાબરકાંઠા, રાજકોટ સહિત કુલ ૨૩ જિલ્લાઓના નાગરીકો આવાસ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગ્રામીણ તથા શહેરી એમ બંને જગ્યાએ વસવાટ કરતા વાર્ષિક રૂ. ૬ લાખની આવક મર્યાદા ધરાવતાં નાગરીકો આવાસ માટે અરજી કરી શકે છે. આ યોજના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઘર એ માત્ર ચાર દિવાલો નથી, પરંતુ એક પરિવારમાં સુરક્ષા, સન્માન અને સપનાઓનું પ્રતીક છે. આ જ વિચારને આધારે રાજ્ય સરકારે દરેક ગરીબ પરિવારને પોતાના મકાનનું સ્વપ્ન પૂરું કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ યોજના હેઠળ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઘર વગરના પરિવારોને પાકા મકાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. પહેલા જે પરિવાર ઝૂંપડામાં કે અસ્થાયી છત નીચે રહેતા હતા, તેઓ આજે પાકા, મજબૂત અને સગવડસભર નિવાસમાં પોતાના જીવનને નવી દિશા આપી રહ્યા છે.
આજે હજારો પરિવારો આ યોજનાથી લાભાન્વિત થઈને નવા ઘરનો આનંદ માણી રહ્યા છે. બાળકો માટે અભ્યાસ કરવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ, મહિલાઓ માટે ઘરનું સન્માન અને વડીલો માટે જીવનના અંતિમ વર્ષોમાં સુરક્ષા આ બધું જ આ યોજનાની આપણી પ્રજાને મોટી ભેટ છે. આ યોજનાની એક વિશેષતા એ છે કે તેમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંતને સમાવવામાં આવ્યો છે. સમાજના સૌથી અંતિમ નાગરીક સુધી વિકાસનો લાભ પહોંચાડવાની પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની અંત્યોદયની વિચારસરણી આ યોજનાથી સાર્થક થઈ રહી છે.
****************************
[9/6, 3:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું*
**********
*ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫” યોજાઈ*
**********
*સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન-ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ*
**********
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કોન્ફરન્સમાં પરિવહન ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને નવી તકો માટેના ઉકેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ જણાવ્યું હતું કે, GSRTC દ્વારા પ્રતિદિન રાજ્યના આશરે ૨૭ લાખથી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. મુસાફરોને ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવા ઉપરાંત GSRTCએ પર્યાવરણ સુરક્ષાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. જેના પરિણામે આજે ગુજરાત ઇલેક્ટ્રિક અને CNG બસો જેવી નવીન પહેલથી હરિત પરિવહન વ્યવસ્થા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
આ સમિટમાં GSRTCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. નાગરાજને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જાહેર પરિવહન કરતા મુસાફરો આરામ, સલામતી અને વિવિધ પરિવહન માધ્યમો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટીની અપેક્ષા રાખે છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની આ અપેક્ષાઓને સંપૂર્ણ પ્રતિબધ્ધતા સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સમિટમાં એસેટ મોનેટાઈઝેશન અને નોન-ફેર રેવન્યુ મોડલ જેવા ભવિષ્યલક્ષી મોડલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
*SBI સાથે ઐતિહાસિક ભાગીદારી-MOU*
આ સમિટનું સૌથી મોટું આકર્ષણ GSRTC અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) વચ્ચે થયેલો સમજૂતી કરાર (MoU) રહ્યો હતો. SBI અને GSRTC વચ્ચેનો આ કરાર જાહેર પરિવહનમાં નાણાકીય સ્થિરતા અને નવીનતા લાવશે. SBIના અધિકારીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, SBIની ગ્રીન ફાઇનાન્સિંગ પહેલ અગાઉથી જ રૂ.૬૩,૦૦૦ કરોડથી વધુ છે. GSRTC સાથેની આ ભાગીદારી ભારતમાં ટકાઉ પરિવહનને વધુ વેગ આપશે.
આ સમિટમાં ‘ઈ-ગવર્નન્સ મેગેઝિન’નો એક વિશેષાંક લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં GSRTC અને ગુજરાતની હરિત પરિવહન પહેલોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિટમાં ટાટા મોટર્સ, ચાર્જઝોન, JSL, એમનેક્સ અને SBI જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત જાહેર અને ખાનગી પરિવહન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓને “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ -૨૦૨૫” એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ, સલામતી અને નોન-ફેર રેવન્યુ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, GSRTC નાગરિક-કેન્દ્રિત, પર્યાવરણને અનુકૂળ અને ડિજિટલી સશક્ત પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતને ભારતની હરિત અને એકીકૃત મોબિલિટી ક્રાંતિનું નેતૃત્વ કરવા માટેનો સંકલ્પ આ સમિટ દ્વારા વધુ મજબૂત બન્યો છે.
– પ્રિન્સ ચાવલા
************
[9/6, 5:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે*
****************
*મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન શરૂ કરાયું*
****************
*ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ*
****************
ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ-૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા, ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેવા જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇતે પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
****************
નિતિન રથવી
[9/6, 6:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *અરવલ્લી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન*
***
*કાર્યક્રમમાં થયેલા MoUથી ₹460 કરોડથી વધુનું રોકાણ, રોજગારીની નવી 1300 તકો પેદા થશે*
***
*અરવલ્લી, 6 સપ્ટેમ્બર 2025:* અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કુલ 10 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ વિભાગના 5 MOU થકી ₹344.23 કરોડ અને ખાણ-ખનીજ વિભાગના 5 MOU થકી ₹125 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પરિયોજનાઓ દ્વારા અંદાજિત 1300 લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે, જે અરવલ્લી જિલ્લાના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સફળ મોડલ હવે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાદેશિક સ્તરે વિસ્તરિત કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઉદ્યોગ કમિશનર, શ્રી પી. સ્વરૂપે (IAS) સંબોધનમાં જણાવ્યું કે, “2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત આજે રિજનલ સ્તરે પહોંચી છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક સામૂહિક પ્લેટફોર્મ ઊભું થયું છે, જે સ્કિલ ડેવલપમેન્ટ, MSME, અને લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે નવી તકો ખોલી રહ્યું છે. આજે આ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.”
ઓદ્યોગિક ક્ષેત્રમાં થયેલા બદલાવ અંગે જણાવતા GMDCના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી રૂપવંત સિંહે (IAS) જણાવ્યું કે, “આજે આપણે AIના યુગમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છીએ. છેલ્લા 100 વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે અનેક બદલાવ આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રિજનલ સ્તરે આયોજન એ સફળ નેતૃત્વનું પરિણામ છે. આ પહેલથી ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે.”
માનનીય કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકે જણાવ્યું, “આ રિજનલ કોન્ફરન્સ અરવલ્લી જિલ્લાના વિકાસનું ઉદાહરણ છે. આ પહેલથી જિલ્લાના ઉદ્યોગો અને રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થશે. અરવલ્લી જિલ્લો આજે ઔદ્યોગિક વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.”
માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે સંબોધનમાં ઉમેર્યું, “માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી વાયબ્રન્ટ ગુજરાત આજે દેશ-વિદેશમાં નામના મેળવી રહી છે. આજે કરોડોના MOU થકી ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આવી કોન્ફરન્સથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે, અને ગુજરાત આર્થિક પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે.”
આ કાર્યક્રમમાં માનનીય શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, અરવલ્લી,સુશ્રી સ્નેહલબેન પટેલ, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, મોડાસા; શ્રી નિરજ શેઠ, પ્રમુખશ્રી, નગરપાલિકા, મોડાસા; શ્રી ભિખાજી દુધાજી ડામોર, પ્રમુખશ્રી, અરવલ્લી જિલ્લા ભાજપ; માનનીય કલેક્ટરશ્રી, અરવલ્લી; માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અરવલ્લી; શ્રી કનુભાઈ પટેલ, પ્રમુખશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ; શ્રી ફૂલચંદભાઈ કછવા, મેનેજિંગ ડિરેક્ટર, ગ્રીનફે ફાર્મ ફૂડ્સ પ્રા. લિ.; અને શ્રી વિજય શાહ, મેનેજિંગ ડિરેક્ટર, વી હિયર ઇનોવેશન પ્રા. લિ. ઉપસ્થિત રહ્યા.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રિજનલ કોન્ફરન્સ અરવલ્લી જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે મહત્વનું પગલું સાબિત થશે. વાયબ્રન્ટ ગુજરાતની આ પહેલ ગુજરાતના વિકાસની ગાથાને વધુ મજબૂત કરશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.
*X-X-X*
[9/6, 6:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ભેટ*
—-
*ગુજરાત એસ.ટી. નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિ:શૂલ્ક મુસાફરીનો લાભ આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય*
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતો નો તેમણે સંવેદનાપૂર્ણ અને સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વનો નિર્ણય કર્યો છે.
એવોર્ડી શિક્ષકોને આજીવન નિ:શૂલ્ક મુસાફરીના આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને મળશે. ઉપરાંત ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય-રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા શિક્ષકોને પણ આ લાભ મળવાપાત્ર થશે.
—
[9/6, 7:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી*
*ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર*
***********
*બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ, ખાતેથી ઘીના કૂલ બે નમૂના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા*
**************
*બાકીનો આશરે ૫.૫ ટન જેટલો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. ૩૫ લાખથી વધુ થાય છે તે* *જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો*
**************
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં અલગ અલગ ૧૦ જગ્યાએ રેડ કરી ૨૮ નમુના લેવામાં આવ્યો હતો. આ નમૂના પૈકી અંદાજિત ૪૬ ટન જેટલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કે જેની કિંમત આશરે રૂ. ૧.૮ કરોડ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં શ્રી કોશિયાએ ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન- ૨૦૨૫ દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી ભેળસેળ યુક્ત ઘીની રેડ કરી આશરે ૩.૫ લાખથી વધુની કિંમતનો ૬૫૦ કિ.લોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા ઉક્ત વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવતા આજ વેપારી દ્વારા ઘી બનાવી લાયસન્સ વગર ના મુ. ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટ નં.૧૦૧માં આવેલ ખાનગી જગ્યાના ગોડાઉન પર તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વહેલી સવારે આકસ્મિક રેડ કરવામાં આવી હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પર જવાબદાર શ્રી ભાવેશ અશોકભાઇ ચોખાવાલાને સંપર્ક કરતાં તેઓ પોતે ઉક્ત સ્થળ પર હાજર થયા હતા. ત્યારબાદ તંત્રના અધિકારીઓએ ગોડાઉનની તપાસ કરતાં “ગુમર બ્રાન્ડ” ઘીના ૧૫ કિ.લોના ૧૨૪ ટીન અને લેબલ વગરના ધી ના ૧૫ કિ.લો પેક ટીનનો ૨૩૨ નંગનો શંકાસ્પદ જથ્થો હાજર સ્થિતીમાં જોવા મળ્યો હતો. જેમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના કુલ ૨ નમુનાઓ ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે ૫.૫ ટનનો જથ્થો સીઝ કર્યું જેની અંદાજીત કિમત રૂ. ૩૫ લાખ કરતાં વધારે થાય છે. ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સ નો કોઈ જથ્થો માલૂમ પડેલ ન હતો. વધુમાં ઉત્પાદક સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો. આથી, ઉક્ત ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કર્યા હોવાની પ્રબળ આશંકા ના આધારે ઉક્ત નિયમોનુસારની કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ શ્રી કોશિયાએ જણાવ્યું હતું.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ કમિશનર ડો. એચ. જી. કોશિયાએ વધુમાં ઉમેર્યું હતું.
– પ્રિન્સ ચાવલા
******************
[9/7, 9:24 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ*
¤ *છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૧૦ ઈંચ, પોશીના, ધરમપુરમાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ, પાલનપુરમાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ*
¤ *રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા : સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો*
********
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ,
સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ ૩૮ તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય ૭૫ તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે.
*દિલીપ ગજજર*
********
[9/7, 11:51 AM] Dilip Gajjar.Mahiti.Press: *ચોમાસું:૨૦૨૫*
*રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ*
******
*માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા આઈ.એમ.ડી દ્વારા સૂચના*
*******
*સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ : ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર*
*******
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા સૂચના આપી છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે.
રાજ્યમાં તા.૧-૬-૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૫,૫૯૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન.ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.
*દિલીપ ગજજર*
********
[9/7, 6:29 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તા.7 સપ્ટેમ્બર 2025
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે*
——
*આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત થનાર સાર્ધશતી સમારોહ માટે આમંત્રણ પાઠવામાં આવ્યું*
——
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી અને તેમને આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત થનાર સાર્ધશતી સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.
પ્રધાનમંત્રીશ્રીએ આ ઐતિહાસિક સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સંમતિ આપી હતી અને તેમણે દેશ – વિદેશમાં આર્ય સમાજના વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય વિશે પણ પ્રતિનિધિમંડળ પાસેથી માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીશ્રીએ શિક્ષણ, સામાજિક સુધારણા અને સંસ્કૃતિની જાળવણી માટે આર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રતિનિધિમંડળના સભ્યોએ પ્રધાનમંત્રીશ્રીને છેલ્લા બે વર્ષમાં આર્ય સમાજ દ્વારા સમાજના હિતમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતગાર કર્યા હતા.
આ પ્રતિનિધિમંડળમાં જ્ઞાનજ્યોતિ આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર આર્ય, ડી.એ.વી. મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. પૂનમ સુરી, સાર્વદેશીક સભાન શ્રી પ્રકાશ આર્ય, શ્રી ધર્મપાલ આર્ય, આયોજન સમિતિના અગ્રણી સભ્ય શ્રી વિનય આર્ય, અમેરિકા આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ શ્રી ભુવનેશ ખોસલા, આર્ય સભા મોરિશિયસના પ્રમુખ શ્રી હરિદેવ રામધણી તથા વૈદિક વિદ્વાન ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકર ઉપસ્થિત રહ્યા હતા.
——————————————————————————-
[9/6, 12:54 PM] Neha Talaviya.Mahiti: *મુખ્ય સચિવશ્રી પંકજ જોશીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ: આગામી ૪૮ કલાક ભારે થી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ,સબંધિત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું*
…….
*ધરોઈ ડેમમાંથી ૪૭,૮૩૮ ક્યુસેક પાણી છોડવામાં આવશે: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અને ગાંધીનગર તાલુકાના નદી કિનારાના ગામડાઓ એલર્ટ*
……
*પડી રહેલા ભારે વરસાદને પગલે,નદી કિનારાના ગામડાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા સંબંધિત અધિકારીઓને આદેશાનુસાર વિનંતી*
….
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને ધ્યાન લેતા મુખ્ય સચિવશ્રી પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રી સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસી.એસ શ્રી જયંતિ રવિ, રાહત કમિશનર શ્રી આલોક પાંડે, આઈ.એમ.ડીશ્રી એમ .કે દાસ પણ જોડાયા હતા.
આ વિડિયો કોન્ફરન્સ અંતર્ગત મળેલ સૂચના મજબ,તા. ૦૬ અને ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમ્યાન (આગામી ૪૮ કલાક) ભારે થી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ,સબંધિત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું છે.
તદુપરાંત તમામ તલાટી કમ મંત્રીશ્રી પોતાના ગામે હાજર રહે અને વરસાદની સ્થિતિ વિશે ગ્રામ્યજનોને અને તંત્રને માહિતગાર કરતા રહે , કોઈ આકસ્મિક સંજોગોમાં વહીવટી તંત્રને તરતજ જાણકારી આપે કે જેથી કોઈ મોટી નુકશાની થતી અટકાવી શકાય અને યોગ્ય પગલાં લઈ શકાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,ધરોઈ ડેમમાંથી ૪૭,૮૩૮ ક્યુસેક પાણી છોડવાનું હોય માણસા, ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના, સાબરમતી નદી કિનારાના ગામોમાં પાણી આવવા અંગેની સંભાવના હોવાથી તકેદારીના ભાગરૂપે સ્થાનિકોને જાહેર ચેતવણી આપવા, તેમજ જરૂરી તમામ આનુષંગિક કાર્યવાહી કરવા તમામ સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા આદેશાનુસાર વિનંતી કરવામાં આવી છે.
……
*નેહા તલાવિયા*
[9/6, 1:28 PM] Neha Talaviya.Mahiti: *સંત સરોવરમાં આઉટ ફ્લો વધવાની સંભાવના હોઈ એલર્ટ: કલેકટર શ્રી મેહુલ કે.દવે સહિત જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં*
…..
*સંત સરોવર ખાતે રૂબરૂ મુલાકાત કરી કલેકટર શ્રીએ સંબંધિત અધિકારીઓ પાસે પરિસ્થિતિનો રૂબરૂ અહેવાલ મેળવ્યો*
……
*વધતા જળસ્તરને કારણે કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ન બને તે અંગે તકેદારી રાખવા કલેક્ટર શ્રી દ્વારા તંત્રને સુચન*
……..
વધુ વરસાદને પરિણામે ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાથી ધરોઈ ડેમના કુલ 8 દરવાજા 2.3 મીટર, 13:00 કલાકે ખોલવામાં આવ્યા છે.જેમાંથી કુલ ૭૯૫૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જેના પરિણામે સંત સરોવર માં આઉટ ફ્લો વધવાની સંભાવના હોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ બાબતની ગંબીરતાથી નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપતા, રૂબરૂ સંત સરોવર ખાતે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી છે.આ મુલાકાત અંતર્ગત કલેકટરશ્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી પરિસ્થિતિ અંગે વધુ જાણકારી મેળવવામાં આવી હતી.સાથે જ વધતા જળસ્તરને કારણે કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ન બને તે અંગે પણ તકેદારી રાખવા સુચન કરવામાં આવ્યું છે.
...
*નેહા તલાવિયા*
[9/6, 4:03 PM] Neha Talaviya.Mahiti: *સાબરમતી નદી માંથી છોડાયેલ પાણી બાબતે માણસા અને ગાંધીનગર તાલુકાના ગ્રામજનોને સૂચિત કરવા સાથે વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષામાં ખડે પગે*
……
*નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપતા વહીવટી તંત્ર દ્વારા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ રૂબરૂ બેઠકોનો દોર ચાલુ*
…..
*નદી કિનારે કે કોઈપણ ભયજનક સ્થળ જેવા કે વીજપોલ, ભયજનક વૃક્ષો, વરસાદને કારણે તુટી શકે તેવા કાચા બાંધકામો નજીક ન જવા સુચન*
…….
*સાબરમતી નદીમાં વધતા જળસ્તરને કારણે જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો*
……
*સાબરમતી નદીમાં પાણીની આવક વધતા સુરક્ષાના ભાગરૂપે કુલ ૧૬ પોઇન્ટ પર ૩૬ ફાયર જવાનોને તૈનાત*
…….
*ગાંધીનગર ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ દ્વારા PA સિસ્ટમ મારફતે લોકોને જાગૃત કરવા માટે ચાલુ વરસાદે પણ સતત સરાહનીય કામગીરી*
…..
ઉપરવાસમાં પાણીની આવક વધતા ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના સાબરમતી નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરતા નદી કિનારે, ગણેશ વિસર્જન કે અન્ય કોઈ કારણોસર ન જવા ગાંધીનગર ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ ની ટીમ દ્વારા PA સિસ્ટમ મારફતે લોકોને જાગૃત કરવા માટે ચાલુ વરસાદે પણ સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અને જરૂર જણાયે રેસ્કયુ માટે પણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ઉપરોક્ત કામગીરી માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર શ્રી રાજેશ પટેલ તથા સબ ફાયર ઓફિસર નિશાંત સિંહ પુવાર ને આ કામગીરી અંતર્ગત નોડલ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પેથાપુર સુખડેશ્વર મહાદેવ, સેક્ટર 30 બ્રિજ નીચે, સેક્ટર 30 દશામાં મંદિર ખાતે, સંત સરોવર ઇન્દ્રોડા, શાહપુર બ્રીજ, ધોળેશ્વર મહાદેવ, સિગ્નેચર બ્રિજ પી.ડી.પી.યુ, ભાત ટોલનાકા, કોટેશ્વર મહાદેવ, કરાઈ સાયફન બ્રિજ, નભોઈ બ્રિજ, ખોરજ અડાલજ બ્રિજ, સુઘડ બ્રિજ, અંબાપુર બ્રિજ, ઝુંડાલ બ્રિજ મળી કુલ ૧૬ પોઇન્ટ પર ૩૬ ફાયર જવાનોને તૈનાત કરતા, સાબરમતી જળાશય માંથી છોડાતા પાણીને કારણે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે,જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અને આજ પ્રમાણે સાબરમતી નદી માંથી છોડાયેલ પાણી બાબતે ગ્રામજનોને સૂચિત કરવા ગાંધીનગર તથા માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપતા,બેઠકનો દોર ચાલુ છે.જે અંતર્ગત ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે કે કોઈપણ ભયજનક સ્થળ જેવા કે વીજપોલ, ભયજનક વૃક્ષો, વરસાદને કારણે તુટી શકે તેવા કાચા બાંધકામો નજીક ન જવા સુચન કરવામાં આવી રહ્યું છે.
……
*નેહા તલાવિયા*
[9/6, 4:05 PM] Neha Talaviya.Mahiti: સાબરમતી નદી માંથી છોડાયેલ પાણી બાબતે ગ્રામજનોને સૂચિત કરવામાં આવ્યા
[9/6, 4:33 PM] Neha Talaviya.Mahiti: 👆🏻સાદરા ખાતે નદીકાંઠાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે જાહેર ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.ઉપરાંત ભયજનક કાંઠા પર સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા.
[9/6, 4:35 PM] Neha Talaviya.Mahiti: 👆🏻તલાટીશ્રી વલાદ દ્વારા ગામ આગેવાનો તથા લોકોને નદી કિનારે ન જવા તથા કોઈ ઘટના બને તો સત્વરે તંત્રને જાણ કરવા સમજૂતી આપવામાં આવી.
[9/6, 5:36 PM] Neha Talaviya.Mahiti: 👆🏻કલોલ તાલુકામાં પડી રહેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા,તલાટી સહિત અધિકારીઓ દ્વારા ગ્રામ અગ્રણીઓને સાવચેતી અને સલામતીના ભાગરૂપે,જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કલોલના ગુનામા અને વરસોડા ખાતે પણ આ કામગીરી કરવામાં આવી છે.
[9/6, 5:57 PM] Neha Talaviya.Mahiti: *વરસાદની આગાહી: નાગરિકોને સાવચેતી અને તકેદારીના પગલાં ભરવા અનુરોધ*
……
*કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર હંમેશા નગરજનોની પડખે હોવાનું જણાવતા કલેકટર શ્રી ગાંધીનગર*
…..
*કલેક્ટર શ્રી મેહુલ કે.દવેએ વિડિયો કોન્ફરન્સ દ્વારા દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારની કામગીરી અને જરૂર જણાયે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી*
…..
*કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા આજે સંપૂર્ણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ રૂબરૂ તો, કેટલાક સ્થળોની વિડિયો કોન્ફરન્સ મારફતે માહિતી મેળવવામાં આવી*
…….
વધુ વરસાદની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી મેહુલ કે. દવેની આગેવાનીમાં જિલ્લાના તમામ નાગરિકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.
જેના ભાગરૂપે કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા આજે સંપૂર્ણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ રૂબરૂ તો, કેટલાક સ્થળોની વિડિયો કોન્ફરન્સ મારફતે માહિતી મેળવવામાં આવી છે. તથા જરૂર જણાય ત્યાં નગરજનોની સેવામાં પોતે 24 કલાક ઉપસ્થિત હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
આ સાથે દરેક તાલુકાની પરિસ્થિતિનો અહેવાલ મેળવતા કલેકટર શ્રી એ, પ્રાંત શ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થકી માહિતી મેળવી હતી. આ વીડિયો કોન્ફરન્સ અંતર્ગત તેમણે મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, ઇરીગેશન વિભાગ, ફાયર, વિસ્તરણ અધિકારી શ્રી વગેરે સાથે વાતચીત કરી તેમની કામગીરી અને જરૂર પડે તો કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી હતી.
આ સાથે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રહી જે કામગીરી કરી રહ્યું છે, તેનો સચોટ અહેવાલ મળતા તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. સાથે દરેક અધિકારી, કર્મચારી ને આવનાર ૪૮ કલાક સુધી પોતાની ફરજ પર હાજર રહી, વરસાદને કારણે નાગરિકને પડતી મુશ્કેલી અથવા ઘટનાને સીધા કલેક્ટર શ્રી સુધી પહોંચાડવાનું પણ સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે,આ બેઠક અંતર્ગત કેટલાક અધિકારીઓ તે સમયે ગ્રામ્ય મુલાકાતો કરી રહ્યા હતા, જેથી કલેક્ટરશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જે તે ગામના સરપંચશ્રીઓ સાથે પણ વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર હંમેશા નગરજનોની પડખે હોવાનું જણાવતા કોઈ પણ મુશ્કેલી સર્જાય તો વહીવટી તંત્રનો સંપર્ક કરવા કહ્યું હતું.
કલેકટરશ્રી ની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સ અંતર્ગત તમામ લાઈન ડિપાર્ટમેન્ટ પોતાના કર્મચારીઓને એલર્ટ રાખવા, બચાવ અને રાહતના સંશાધનોથી સજ્જ રહેવા, કંટ્રોલરૂમ ચાલુ રાખવા, કોઈપણ નાનામાં નાની ઘટનાની માહિતી તુરંત જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે પહોંચાડવા સૂચનો કર્યા હતા.
…..
*નેહા તલાવિયા*
[9/6, 6:29 PM] Neha Talaviya.Mahiti: *દહેગામ મલાવ તળાવ વિસ્તાર,તથા ખજુરીયા તળાવ ખાતે સ્થળ મુલાકાત કરી, આસપાસના રહીશોને તળાવ આસપાસ ન જવા સુચના અપાઈ*
…..
*આકસ્મિક સંજોગોમા તાત્કાલીક નગરપાલીકા દહેગામ તથા મામલતદાર કચેરી દહેગામના કંટ્રોલરુમમા સંપર્ક કરવા જણાવાયું*
…..
હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે અન્વયે કલેકટર શ્રી ગાંધીનગરના સુચન મુજબ પ્રાંત અધિકારીશ્રી ગાંધીનગર,મામલતદારશ્રી દહેગામ તથા ચીફ ઓફીસરશ્રી દહેગામ દ્વારા નગરપાલીકા વિસ્તારમા આવેલ નાંદોલ રોડ પર ફાટકના પાછળના ભાગે આવેલ મલાવ તળાવ વિસ્તાર,તથા ખજુરીયા તળાવ ખાતે સ્થળ મુલાકાત કરી, આસપાસના રહીશોને હાલની વરસાદની સ્થિતીને ધ્યાનમા લેતા કોઇપણ નાગરીકને તળાવ બાજુ ન જવા,તથા આકસ્મિક સંજોગોમા તાત્કાલીક નગરપાલીકા દહેગામ તથા મામલતદાર કચેરી દહેગામના કંટ્રોલરુમમા સંપર્ક કરવા સુચના આપવામાં આવી હતી.
…
*નેહા તલાવિયા*
[9/6, 7:11 PM] Neha Talaviya.Mahiti: *The Gujarat IAS Officers’ Wives Association દ્વારા ‘માતૃસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ*
….
*બોરીજ વિસ્તારની આંગણવાડી કેંન્દ્ર નં.૩ માં સર્ગભા, ધાત્રીમાતા અને ૨ વર્ષના બાળકોની માતાઓ સાથે ‘માતૃસંવાદ’*
……
આજરોજ ગાંધીનગર શહેરના બોરીજ વિસ્તારની આંગણવાડી કેંન્દ્ર નં.૩ માં The Gujarat IAS Officers’ Wives Association દ્વારા સર્ગભા, ધાત્રીમાતા અને ૨ વર્ષના બાળકોની માતાઓ સાથે ‘માતૃસંવાદ’ નું આયોજન કરવામાં આવ્યુ જેમાં સર્ગભાવસ્થાની શરૂઆતથી ૯ માસ સુધી શુ કાળજી લેવી જોઇએ કેવો આહાર લેવો જોઇએ. કયા-પ્રકારની પ્રવૃતીઓ અને કસરત કરવી જોઇએ તેની સંપુર્ણ માહિતી આપી.
ત્યારબાદ બાળકના જ્ન્મથી લઇ ૬ માસ સુધી માત્ર માતાનું દુધ આપવાનું છે. માતાના દુધના ફાયદા ઉપરી આહાર અને બાળકને દુધ પિવડાવતી માતા માટે કેવો ખોરાક લેવો જોઇએ તેની સમજ આપવામાં આવી..
આ ઉપરાંત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મળતા ટેક હોમ રેશનની વાત કરવામાં આવી રાજ્યની અમુલ, સુમુલ અને બનાસડેરીમાંથી પૌષ્ટીક અને સંપુર્ણ શુધ્ધ રીતે બનતા ટેક હોમ રેશન જે વિવિધ પ્રકારના અનાજ અને ધાન્યોમાંથી બને છે. અને તેમાં જરૂરી તમામ શુક્ષ્મ પોષાક તત્વો ઉમેરવામાં આવે છે. તેની અગત્યતા સમજાવી લાભાર્થીને કેટલા પેકેટ આપવામાં આવે છે. ચર્ચા કરવામાં આવી.
The Gujarat IAS Officers’ Wives Association સભ્યો દ્વારા સર્ગભા, ધાત્રીઅને બાળકોની માતા સાથે ચર્ચા કરી તેઓના ખાન-પાનની ટેવો રોજ બાળકોની સંભાળ અને વ્યક્તિગત સ્વચ્છતા અને જીવનમાં આનંદીત વાતવરણમાં રહી માનસીક આરોગ્ય વિશે વાત કરી . વગેરે બાબતે ચર્ચા કરી.
ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ ગાંધીનગરની ઓફિસના ડૉ. અદિશ દ્વારા સર્ગભા અને ધાત્રી અવસ્થામાં પોષાણની જરૂરિયાત આરોગ્ય અંગેની કાળજી અને બાળકોને થતા રોગોનો અટકાવ બાબતે તથા સરકારશ્રીની પોષણ અંગેની વિવિઘ યોજના બાબતે સમજ આપવામાં આવી. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાની આઇસીડીએસની સમગ્ર ટીમ હાજર રહી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતુ.
…..
*નેહા તલાવિયા*
[9/6, 7:25 PM] Neha Talaviya.Mahiti: સંત સરોવરની મળેલી માહિતી મુજબ સાંજે ૦૭:૦૦ કલાક સુધીમાં કુલ ૨૭૦૦૦ ક્યુસેક પાણીની આવક તથા ૨૫૫૯૫ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલ સંત સરોવરની સપાટી ૫૧.૬૦ મીટર નોંધવામાં આવેલ છે, તથા સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
[9/6, 8:16 PM] Neha Talaviya.Mahiti: *મેશ્વો નદી કિનારાના ગામોના નાગરીકોએ, નદી પર આવતા કોઝવે પર પાણી વધુ હોવાથી અવરજવર ન કરવા તંત્રનો અનુરોધ*
….
*અસર પામતા ગામોની આ યાદી મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામડાઓ સમાવિષ્ટ*
……
જવાનપુરા બેરેજ માંથી ૦૪ દરવાજા ખોલી કુલ *૪૫૦૦* ક્યુસેક પાણી છોડવામાં આવેલ હોઈ, મેશ્વો નદી કિનારાના ગામોમાંના નાગરીકોએ, નદી પર આવતા કોઝવે પર પાણી વધુ હોય તેવા સંજોગોમાં કોઈ અવર જવર ના કરે તે અંગે તકેદારી રાખવા સારું જાણ કરવામાં આવી છે.
તલોદ ખાતે આવેલ જવાનપુરા ડેમમાંથી પાણી છોડવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જે ગામોમાં અસર પહોંચે તેમ હોય તે ગામોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
અસર પામતા ગામોની આ યાદી મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વડોદ, બાવળની મુવાડી, માસંગ, ખાખરા તથા નજીકના અન્ય નદીકિનારાના ગામોનો સમાવેશ થતાં
આ ગામોમાં રહેતા તથા અન્ય તમામ માણસોને મેશ્વો નદીના પટમાં આવવાની વહીવટી તંત્ર તરફથી મનાઇ ફરમાવવામાં આવે છે.
……
[9/7, 9:33 AM] Neha Talaviya.Mahiti: જિલ્લાના દરેક નાગરિકોને વર્તમાનમાં પડી રહેલા ભારે વરસાદ ને પગલે હાલાકી ભોગવી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કલેકટર શ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. ત્યારે કલોલ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ના રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.જે મુજબ કલોલ ઓવરબ્રિજ નીચે, માધુપુર રોડ પૂર્વ તરફ, વખારીયા ચોક, મામલતદાર કોર્ટ ની આગળ અને જેપી ગેટ પાસે કામગીરી હાથ ધરવામાં આવી છે.👇🏻
[9/7, 10:04 AM] Neha Talaviya.Mahiti: Sant Sarovar
Date:- 07/09/2025
Time:-9:00
FRL:- 55.50 m
Present Water Level:- 53 m
Inflow:- 1,21,660 cusec (Lakroda)
Outflow:- 92,700 cusec
Gate no : Free Flow
[9/7, 10:27 AM] Neha Talaviya.Mahiti: *જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વન વિભાગની સરાહનીય કામગીરી*
…..
ગાંધીનગર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર સ્થિત સરગાસણ અને તારાપુરની વચ્ચે એસ.જી હાઇવે વાળા મુખ્ય રોડ પર ઝાડ પડી ગયેલ હતું.તેને હટાવી માર્ગ સંપૂર્ણ પણે ખુલ્લો કરવાની કામગીરી વન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.તથા આ માર્ગ પર વાહન વ્યવહાર ફરી ચાલુ કરી દેવાયો છે.
એ જ રીતે રોડ નંબર 7 , SP ઑફિસ પાસે પડી ગયેલ ઝાડ પણ વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે સતત વહીવટી તંત્રનો કામગીરીનો જુસ્સો વધારતા, દરેકને ટેલિફોનિક સૂચના આપવા સાથે કેટલીક જગ્યાઓએ રૂબરૂ પણ પહોંચી રહ્યા છે.
…..
*નેહા તલાવિયા*
[9/7, 10:37 AM] Neha Talaviya.Mahiti: *સતત પડી રહેલા વરસાદને કારણે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સુરક્ષાત્મક પગલાં લેતી કાર્યવાહી અવિરત ચાલુ*
……
ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શાહપુર બ્રિજ ખાતે પબ્લીકની વધારે પ્રમાણમાં અવરજવર હોવાથી દરેક બ્રિજ ઉપર હોમગાર્ડના જવાન મૂકવામાં આવ્યા છે.જેથી ચાલુ વરસાદને કારણે કોઈ પણ અઘટિત ઘટના ન બને.
આ ઉપરાંત આજે સવારથી જ ફાયરના જવાનો દ્વારા નદી કાંઠાના વિસ્તારો પર PA સિસ્ટમ દ્વારા ગ્રામજનોને નદી કાંઠે ના જવા માટે વારંવાર ફાયર વિભાગના જવાનો દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે.
…..
*નેહા તલાવિયા*
[9/7, 12:27 PM] Neha Talaviya.Mahiti: *ભારે વરસાદને કારણે જળાશયો સુધી પાણી જોવા ન જતાં, જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા કલેક્ટરશ્રી ગાંધીનગરનો નાગરિકોને અનુરોધ*
……
આજે રજાનો દિવસ હોવાથી નગરજનો પાણીનો પ્રવાહ જોવા વિવિધ બ્રિજ પર કે,નદી કાંઠે જઈ રહ્યા છે.ત્યારે સંત સરોવર ખાતે આવી રહેલા નાગરિકોને રોકવા ત્યાં હોમગાર્ડ ના જવાનો મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,આ સાથે જ ફરીથી કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વધું પડતો વરસાદ અને જળાશયોમાં વધતા પાણીને કારણે,આપની અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાને લેતા જોખમ ન ખેડવા વિનંતી કરી છે.અને આ સાથેજ આટલા વરસાદમાં પણ ખડે પગે સુરક્ષા માટે કાર્યરત જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જણાવ્યું છે.
….
*નેહા તલાવિયા*
[9/7, 1:04 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે.દવેની સુચના થકી,જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના ૬૯ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું*
…….
*શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે આરોગ્ય અને ગરમ ભોજન સહિત પ્રાથમિક સુવિધાઓની વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી*
…….
ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ ગ્રાઉન્ડ લેવલ પર અવિરત કામગીરી કરી રહી છે, ત્યારે કલેક્ટર શ્રી ગાંધીનગરની સુચના થકી પ્રાંત શ્રી પાર્થ કોટડીયા સહિત અધિકારીઓ અને ફાયરની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી,વધુ વરસાદ અને નદીમાં વધતા જળસ્તરને કારણે, અસરગ્રસ્ત થઈ શકે તેવા ગાંધીનગર મહાનગરપાલિકાના જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના ૬૯ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું છે.આ શેલ્ટર હોમ ખાતે આરોગ્ય સેવાઓ સાથે ગરમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
…..
*નેહા તલાવિયા*
[9/7, 1:11 PM] Neha Talaviya.Mahiti: *મેશ્વો નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાતા દહેગામ તાલુકાના હરસોલી ગામના 23 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળાંતર*
……
ઉપરવાસ માં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાઈ હોય દહેગામ તાલુકાના હરસોલી ગામે નદી કિનારે વસવાટ કરતાં કુલ -23 જેમાં 10 -મહિલા,9- પુરુષ તથા 4- બાળકોનો સમાવેશ થાય છે,તે તમામનું વહીવટીતંત્ર દ્વારા, સુરક્ષિત હરસોલી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
….
*નેહા તલાવિયા*
[9/7, 1:29 PM] Neha Talaviya.Mahiti: દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ખજુરી વાસ ખાતેથી સુરક્ષાના કારણોસર ખસેડવામાં આવેલા, ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરતા વહિવટી તંત્ર દ્વારા તેમના આરોગ્યની તપાસ કરી,જરૂર જણાય તે પ્રમાણે સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.👇🏻
[9/7, 3:22 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા કલેકટરશ્રીની આગેવાનીમાં સમગ્ર વહીવટી તંત્ર આ મુશ્કેલી પરિસ્થિતિને પહોંચી વળવા મેદાને*
…….
*ચાલુ વરસાદે પણ લોકોના ઘર સુધી પહોંચી તેમના આરોગ્ય તથા પ્રાથમિક સુવિધાની તકેદારી લેવામાં આવી*
…
દહેગામ તાલુકામાં વરસાદને કારણે જે મુશ્કેલી સર્જાઈ છે, તેમાં નગરજનોની સુરક્ષાને ધ્યાને રાખતા કલેકટરશ્રી મેહુલ કે.દવેની આગેવાનીમાં દહેગામના પ્રાંતશ્રી સહિત સમગ્ર વહીવટી તંત્ર તેમની સુરક્ષા અને સુવિધામાં ખડે પગે કાર્યરત છે, ત્યારે દહેગામના ચીફ ઓફિસરશ્રી દ્વારા ચાલું વરસાદે પણ લોકોના ઘર આંગણે પહોંચી સલામતીના ભાગરૂપે સુચના આપવા સાથે જરુર જણાયે લોકોને શેલ્ટર હોમ સુધી પણ પહોંચાડવાની સરાહનીય કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
….
*નેહા તલાવિયા*
[9/7, 4:55 PM] Neha Talaviya.Mahiti: *નાની માછંગને જોડતા એક માત્ર માર્ગનું ભારે વરસાદને પગલે ધોવાણ થતાં વહીવટી તંત્ર દ્વારા ચાલુ વરસાદે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ*
.…..
*વરસાદી માહોલ દરમિયાન સતત તંત્ર કાર્યરત : કલેકટર શ્રી દ્વારા દર કલાકે રુબરુ અને ટેલીફોનિક સંપર્ક થકી કામગીરીનો અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે*
…..
દહેગામ તાલુકાના નાની માછંગને જોડતા એક માત્ર માર્ગનું ભારે વરસાદને પગલે ધોવાણ થતાં, વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ વરસાદે આ માર્ગ સમારકામની કામગીરી તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ માર્ગ મરામતની કામગીરી મામલતદાર શ્રી દહેગામ અને કાર્યપાલક ઇજનેરશ્રીની ઉપસ્થિતિમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.અને દહેગામના નાની માછંગ ગામના નાગરિકોને આ માર્ગની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં અગવડોનો સામનો ન કરવો પડે તે માટે પણ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા વારંવાર તંત્રને સુચનો કરવામાં આવી રહ્યા છે.
વરસાદી માહોલ દરમિયાન સતત તંત્ર દ્વારા દરેક તાલુકામાં કાર્યરત ટીમ દ્વારા જે પણ કામગીરી થઈ રહી છે, તેનો રૂબરૂ અથવા ટેલીફોનિક અહેવાલ દર કલાકે કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે મેળવી રહ્યા છે. અને આ માહિતીને આધારે આગળની કાર્યવાહી નું આયોજન પણ કરતા, નગરજનોને ઓછામાં ઓછી હાલાકી ભોગવી પડે તે પ્રમાણે કામગીરી નું સૂચન પણ કરી રહ્યા છે.
….
*નેહા તલાવિયા*
[9/7, 8:28 PM] Neha Talaviya.Mahiti: જિલ્લામાં સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલા અંડર બ્રિજમાં પાણીના નિકાલ તેમજ સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
****************************
આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વિડિયો અને સમાચાર અમોને અમારા whatsapp નંબર 6353019026,7861038840 ઉપર મોકલી આપો.
અહીં પ્રસિદ્ધ થતા સમાચાર.વિડિઓ ફોટો માત્ર જન જાગૃતિ ન અભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી:પ્રદીપ રાવલ(9824653073)
