10 NG PDF-4 11 NG PDF-4 12 NG pdf-4 13 NG PDF-4 14 NG PDF-4 14-12-2025_48 Jan Fariyad 15 NG PDF-3 16 NG PDF-3 17 NG PDF-2 (1) 18 NG pdf-4 19 NG PDF-4
ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો
[12/17, 5:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *અણધારી આફતમાં ગુજરાત સરકારે ખેડૂતોને કરેલા ટેકાથી રાજ્યનો ખેડૂત ફરી બેઠો થયો*
*રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર; ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટરનો વધારો થયો: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*****************************************
• રવિ સિઝનમાં આજદિન સુધીમાં ૫.૯૯ લાખ મે.ટન યુરિયા અને ૧.૭૫ લાખ મે.ટન DAP વિવિધ જિલ્લામાં સપ્લાય કરાયું.
• યુરિયાના સપ્લાયમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૭૨,૪૫૦ મે. ટનનો વધારો.
• આગામી ૧૫ દિવસમાં વધુ ૧.૪૧ લાખ મે. ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન.
• હાલની સ્થિતિએ રાજ્યમાં યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ ૩.૪૦ લાખ મે. ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ.
*****************************************
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ. ૧૧,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂ. ૧૫,૦૦૦ કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. જેના પરિણામે સહાય મળતા આજે ગુજરાતનો ખમીરવંતો ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને થયેલા નુકસાન બાદ રવિ સિઝનમાં વાવેતર ઘટવા અંગે અનેક ચર્ચાઓ હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની મદદથી ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૩૭.૧૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટર વધુ છે.
તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ઘઉંનું ૧૦.૮૩ લાખ હેક્ટર, ચણાનું ૭.૧૦ લાખ હેક્ટર, તેલીબિયાં પાકનું ૨.૬૬ લાખ હેક્ટર, મસાલા પાકોનું ૩.૨૪ લાખ હેક્ટર અને બટાટા પાકનું કુલ ૧.૫૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટા પાકના વાવેતરમાં ૨૧ ટકાની વૃદ્ધિ થઈ છે. જે દર્શાવે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓના પરિણામે ખેડૂતો વધુ વાવેતર કરવા માટે પ્રેરાયા છે.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખાતરની ઉપલબ્ધતા અંગે જણાવ્યું હતું કે, રવિ સિઝન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૫,૯૯,૪૦૫ મેટ્રિક ટન યુરિયા અને ૧,૭૫,૩૯૪ મેટ્રિક ટન DAP સપ્લાય કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૭૨,૪૫૦ મેટ્રિક ટન યુરિયા વધુ સપ્લાય કરવામાં આવ્યું છે. વાવેતર સમયે DAP પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્યમાં DAPના કુલ વિતરણના આંકડા પરથી ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, માત્ર ડિસેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ કુલ ૧,૭૯,૧૨૫ મેટ્રિક ટન યુરિયા વિવિધ જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યું છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને લઈને આગામી ૧૫ દિવસમાં વધુ ૧,૪૧,૮૭૫ મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ ૩,૪૦,૬૯૬ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.
*****************************************
નિતિન રથવી
[12/17, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળી રાજ્ય મંત્રી મંડળની બેઠક*
******************************
• અમદાવાદમાં સરકારી શાળામાં ભણતી દીકરી માહી ભટ્ટને ‘નાસા સ્ટેમ’માં ગાઈડ તરીકે આમંત્રણ મળતા મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા
• સરકારી યોજનાઓના લાભ કોઈ પણ પ્રકારના વિલંબ વગર સીધો લાભાર્થીને મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાં મુખ્યમંત્રીશ્રીની સૂચના
• રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના આયોજનની કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરીને મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા
******************************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તમામ મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદની ૧૪ વર્ષની દીકરી માહી ભટ્ટની ગૌરવશાળી સિદ્ધિને બિરદાવી હતી. સરકારી શાળામાં યોજાતા વિજ્ઞાન મેળામાં રસપૂર્વક ભાગ લેતી આ દીકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની AMC સંચાલિત સરકારી શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની આ દીકરી માહીને ‘નાસા સ્ટેમ’માં ગાઈડ તરીકે આમંત્રણ મળવા બદલ મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે દીકરી અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યના નાગરિકોનું હિત અને સર્વાંગી વિકાસ એ ગુજરાત સરકારની કાર્યશૈલીના કેન્દ્રમાં છે, તેમ જણાવતાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. આ જાહેરાતો અને નિર્ણયોનો લાભ રાજ્યના છેવાડાના નાગરીક સુધી સુયોગ્ય રીતે પહોંચે તેની ખાતરી કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે. સરકાર દ્વારા લેવાતા દરેક પ્રજાલક્ષી નિર્ણયો અને દરેક યોજનાનું સત્વરે અમલીકરણ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે. આ ઉપરાંત કોઈપણ પ્રજાલક્ષી નિર્ણય બાદ તેમાં કોઈપણ પ્રકારના વિલંબ વગર ત્વરિત અમલીકરણ કરવા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત આગામી ૧૦ જાન્યુઆરીથી રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ અંગે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અને આયોજનની મુખ્યમંત્રીશ્રીએ તલસ્પર્શી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે, આ સમિટને વધુ સાર્થક બનાવી સામાન્ય નાગરિકો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે વહીવટી તંત્રને અત્યારથી જ સજ્જ થવા સૂચના આપી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
**********
ઋચા
[12/17, 5:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ – ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
*રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ ₹૨૮૦૦ કરોડની રકમના ચેક વિતરણનો ગૌરવશાળી સમારોહ અમદાવાદમાં યોજાયો*
———-
*નાયબ મુખ્યમંત્રીશ્રી – શહેરી વિકાસ મંત્રીશ્રી – શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ*
———-
_*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*_
* *વિઝનરી લિડરશીપ અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલોપમેન્ટ કરી શકાય તેનું ઉદાહરણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે દેશને બતાવ્યું.*
* *ક્લાયમેટ ચેન્જના પડકારો સામે રાજ્યના શહેરોએ ગ્રીન સ્પેસ–ગ્રીન ગ્રોથ-ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છ સર્વેક્ષણમાં લિડ લીધી છે.*
* *વિકાસના કામોમાં ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપીએ.*
* *ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં ઉજવાય ત્યાં સુધીમાં રાજ્યના શહેરોને દેશમાં ઉત્કૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે.*
———-
*શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાંથી શરૂ કરેલા વિકાસપથ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
———-
*દરેક વિકાસકાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તેને પ્રાથમિકતા બનાવીએ: શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે.
શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા 2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે તેવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે.
તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન કરતાં ઉમેર્યુ કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે.
આપણા ૬ શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો શ્રી ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે.
તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ અનુરોધ મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીશ્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે.
તેમણે કહ્યું કે મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીશ્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાં નાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવે સતત તકલીફોમાં જીવવું પડતું હતું. પરંતુ, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શાસનધૂરા સંભાળ્યા બાદ ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે.
તેમણે ઉચ્ચકક્ષાની માળખાગત સુવિધાઓ સાથે નગરોના સતત વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે રાજ્યની ૯ નગરપાલિકાઓ આજે મહાનગરપાલિકાઓ બની છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપી, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સ્વચ્છતા સહિત અન્ય ક્ષેત્રોમાં અને નાગરિક સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા એકસાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
શહેરી વિકાસમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે અનેકવિધ આયામો અને યોજનાઓ અમલી બનાવી હતી. જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત સહિતની યોજનાઓ અને અભિયાનો ઉપરાંત આદિજાતિ વિકાસ માટે અલાયદું બજેટ તથા ૨૦૦૫માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાનો પાયો શ્રી નરેન્દ્રભાઈએ નાખ્યો હતો.
એ જ દિશામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગનું બજેટ ૨૨,૦૦૦ કરોડથી વધારીને ૩૦,૦૦૦ કરોડ કર્યું છે. શહેરોમાં રોડ રસ્તા, સેનિટેશન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સહિતના શહેરી વિકાસના પ્રકલ્પોના નિર્માણ માટે શહેરી વિકાસ વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે તેમ જણાવી, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારોને તેમણે દરેક વિકાસકામ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધી હતી. એ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ શહેરી વિકાસ વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને લોકોની સુખાકારી વધારવા માટે અનેકવિધ પ્રકલ્પોના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ અવસરે રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અમદાવાદનાં મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, શહેરીવિકાસ અગ્રસચિવ એમ. થેન્નારસન, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ શ્રીમતી રેમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિક કમિશનર શ્રીમતી વીણા પટેલ તેમજ રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——–
[12/17, 6:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *17122025 INTERNATIONAL AUTOMOBILE CENTER OF EXCELLENCE FUNCTION -HON’BLE MINISTER SHRI NARESHBHAI PATEL*
https://photos.app.goo.gl/KfFRcs7ws1SzyHkM6
[12/17, 6:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકી કુલ ૩૦૧ આદિજાતિ વિધાર્થીઓની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર દ્વારા અપાઈ:આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ*
——
*ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતે*
*આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર ૩૭૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા*
——
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતે હાઇ એન્ડ સ્કિલ ટ્રેનિંગ લીધેલા ૩૭૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલા આ વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થકી ટાટા મોટર, મધરસન, એમજી મોટર, નોબલ ઓટોમોબાઇલ જેવી વિવિધ ઓટોમોબાઈલ કંપનીઓમાં નોકરી પ્રાપ્ત કરી છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી દ્રષ્ટિકોણના પરિણામે ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ–IACE કાર્યરત કરવામાં આવ્યું છે. જે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ટ્રેનિંગ સેન્ટર ખાતે ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર ૩૭૬ વિદ્યાર્થીઓ પૈકી કુલ ૩૦૧ આદિજાતિ વિધાર્થીઓની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમાં આ વિદ્યાર્થીઓની તાલીમ, રહેવાની, જમવાની સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ ઉપર ધ્યાન આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ હંમેશા પોતાની સ્કિલ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ ઉત્તમ પરિણામ મળશે. આ ટ્રેનિંગ સેન્ટરમાં ૨૫ કરતાં વધુ હાઇ સ્કિલ ટ્રેનર દ્વારા કંપનીઓની જરૂરિયાત મુજબ તાલીમ આપવામાં આવી છે, જે તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે.
આ કાર્યક્રમાં આદિજાતી વિભાગના નિયામક શ્રી આશિષકુમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકીના સંયુક્ત સાહસથી ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. આ સંસ્થામાં ઓટોમોટિવ ક્ષેત્રમાં વિશેષ શૈક્ષણિક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ અંતર્ગત દાહોદ, ભિલોડા, ખેડબ્રહ્મા, માંડવી, વાંસદા, બીલીમોરા સહિતની આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.
આ પ્રસંગે IACEના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઈ. રાજીવ, આદિજાત વિભાગના સહાયક નિયામક શ્રી એસ.એમ. કાકડ, પ્રોજેક્ટ હેડ શ્રી મહેન્દ્રભાઈ સહિત વિવધ ટ્રેનર અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
——
જીગર બારોટ
[12/17, 10:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો-ગ્રામજનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*
*હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ સ્થગિત કરવાનો લીધો નિર્ણય*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક*
….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા.
HUDA મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
[12/17, 10:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના સુદ્રઢ આયોજન સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*
*સાધુ સંતો, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું*
…..
આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન અનુસંધાને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
સંતોની રવેડી લાઇવ સ્ટ્રીમિંગ અને શાહી સ્નાન, સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય મેડિકલ સુવિધા, ફૂડ ચેકીંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે સુદ્રઢ વ્યવસ્થા કરવા તેમજ શહેરના મહત્વના સ્થળો પર સુશોભન વ્યવસ્થા, ભોજન પ્રસાદ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની તમામ બાબતો પર બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, પદાધિકારીશ્રીઓ, સાધુ સંતશ્રીઓ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
….
[12/18, 10:35 AM] Dilip Gajjar.Mahiti.Press: *’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ ગુજરાતે કર્યા 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન*
********
*5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે*
******
*નાગરિકોએ કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો*
*****
*માર્ચ 2027 સુધીમાં ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યમાંથી 50 ટકા પૂર્ણ*
********
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી ’પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા રાજ્યના મંત્રીશ્રી કૌશિક વેકરીયા અને ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક મહત્વપૂર્ણ સિધ્ધી હાંસલ કરી છે.
ગુજરાતમાં હાલમાં ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે. આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યના 50 ટકા કરતાં વધુ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં આ યોજનાના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
મહત્વના નિર્ણયો:
રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, ૬ કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.૨૯૫૦ની સહાય તથા ૬ કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.
આ યોજનામાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપનમાં અગ્રેસર જીલ્લાઓ:
• સુરત – 65,233 નં
• અમદાવાદ – 59,619 નં
• રાજકોટ – 56,084 નં
• વડોદરા – 43,656 નં
• જુનાગઢ – 22,858 નં
સિદ્ધિઓના મુખ્ય પરિબળો:
રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ, ગ્રાહક-પ્રથમ અભિગમ, નીતિ આધારિત આયોજન અને સરળ પ્રક્રિયાઓ ગુજરાતની સફળતાના મુખ્ય પરિબળો છે. રાજ્યમાં રહેણાંક સોલાર સ્થાપન માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી વેચાણની સુવિધા પણ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ ધરાવતા રહેણાંક ગ્રાહકો માટે બેંકિંગ ચાર્જ લાગુ પડતા નથી, જેના કારણે નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ વગર સરળતાથી યોજનાનો લાભ મળી રહ્યો છે.
’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ રહેણાંક ક્ષેત્રમાં 2 kW સુધી રૂ. 30,000 પ્રતિ kW, ૨ kWથી વધુ ૩ kW સુધી રૂ. 18,000 પ્રતિ kW અને 3 kW થી વધુની ક્ષમતા માટે કુલ રૂ. 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે.
*******
[12/18, 11:24 AM] Dilip Gajjar.Mahiti.Press: *સ્વચ્છતા, ઊર્જા, સમૃદ્ધિ અને સુશાસનનું સમન્વય:’ગોબરધન યોજના’*
—–
*અત્યાર સુધીમાં ૧૨ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને સ્વચ્છ-સ્વાવલંબી ગામના નિર્માણ તરફ ગુજરાતની આગેકૂચ*
—–
*લાભાર્થીને માત્ર રૂ. ૫ હજારના રોકાણ થકી વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, સારા આરોગ્યની સાથે રોજગારીની તકો*
—–
ગ્રામીણ સ્તરે જૈવિક કચરાનો વ્યવસ્થિત ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ગેસ તેમજ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી પશુપાલકોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે ‘ગોબર ધન યોજના’. આ યોજના અંતર્ગત રાજ્યમાં કમિશનર ગ્રામ વિકાસ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ અત્યાર સુધીમાં ફેઝ-૧માં ૭,૪૨૩થી વધુ અને ફેઝ-૨માં ૪,૮૨૦ એમ કુલ ૧૨,૨૪૩ લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ થકી લાભ આપવામાં આવ્યો છે. આમ, રાજ્ય સરકાર દ્વારા સુશાસન અને સંવેદનશીલ શાસનની ભાવનાથી ‘ગોબર ધન યોજના’ને માત્ર એક પર્યાવરણીય પહેલ તરીકે નહીં, પરંતુ ગ્રામ વિકાસના સર્વાંગી મોડેલ તરીકે વિકસાવવામાં આવી છે.
રાજ્યમાં ગ્રામીણ સ્તરે વધુમાં વધુ નાગરિકો ‘ગોબર ધન યોજના’નો લાભ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં ૫૦ ક્લસ્ટર માટે ૧૦ હજાર પ્લાન્ટ સ્થાપવા રૂ. ૨૫.૫૦ કરોડની નવી બાબતની ૧૦૦ ટકા રાજ્ય ફાળા તરીકે મંજૂર કરવામાં આવી છે, જે રાજ્ય સરકારની વૈકલ્પિક ઊર્જા પ્રાપ્તિ અને સ્વચ્છતા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. કુલ રૂ. ૪૨ હજારના ખર્ચે ૨ ઘન મીટર ક્ષમતાવાળો બાયોગેસ પ્લાન્ટ તૈયાર થાય છે, જે બનાવવા માટે લાભાર્થીએ રૂ. ૫ હજાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫ હજાર તેમજ મનરેગા હેઠળ રૂ. ૧૨ હજારનો ફાળો આપવામાં આવે છે. આમ, લાભાર્થી માત્ર રૂ. ૫ હજારનું રોકાણ કરીને બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરી શકે છે.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોને ઓડીએફ+ સ્ટેટસ તરફ લઈ જવા માટે ગોબરધન યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બાયોગેસ પ્લાન્ટ દ્વારા પશુ છાણ અને બાયોડિગ્રેડેબલ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરી વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય સુધારણા, રોજગારીના અવસરો તેમજ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ખાતર મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે. આ રીતે રાજ્ય સરકારે સુશાસનના મધ્યમથી ગ્રામીણ સ્તરે નાગરિકો સુધી વિવિધ યોજનાઓ પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે.
*બાયોગેસ પ્લાન્ટના ફાયદા*
બાયોગેસના વપરાશથી એલ.પી.જી સિલિન્ડરનો ખર્ચ બચે છે અને લાકડાં સળગાવવાના કારણે થતું પ્રદૂષણ અટકે છે. આ ઉપરાંત સ્લરીમાંથી મળતું દુર્ગંધરહિત ઓર્ગેનિક ખાતર જૈવિક ખેતીમાં ખૂબ ઉપયોગી નીવડે છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. એક સર્વે મુજબ ગ્રામીણ સ્તરે બાયોગેસ પ્લાન્ટના ઉપયોગ થકી ધુમાડા, આંખમાં લાગતા ચેપ, શ્વાસની તકલીફ તેમજ મચ્છર-માખીથી થતા રોગોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આમ, નાગરિકોના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર જોવા મળી રહી છે.
રાજ્યના સામાન્ય, એસસી, એસટી સહિત તમામ પાત્ર પરિવારો કે જેમની પાસે બે અથવા વધુ ગાય-ભેંસ જેવાં પશુઓ હોય તે પરિવારો ‘ગોબરધન યોજના’નો લાભ લઈ શકે છે. આ યોજના ખરેખર ગુજરાતને સ્વચ્છતા, ઊર્જા, રોજગારી અને સમૃદ્ધિના માર્ગે આગળ ધપાવતી લોકહિતકારી યોજના સાબિત થઈ રહી છે.
*લાભાર્થીની સફળતાની વાત*
સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાના ખોડુ ગામના ‘ગોબરધન યોજના’ના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મેં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ગોબર ધન યોજનાનો લાભ જિલ્લા ગ્રામ વિકાસ કચેરી મારફત મેળવ્યો હતો. હાલમાં મારા સાત એકર જંગલ ફાર્મમાં ગોબર ધન પ્લાન્ટ કાર્યરત છે. અમે પશુધનનું ખાતર તો પ્લાન્ટમાં નાખીએ જ છીએ. જેનાથી અમને મળતા ગેસ દ્વારા વાડીએ ચૂલા મારફત ચાર લોકોની રસોઈ પણ બનાવીએ છીએ. ગોબર ધનની સ્લરી નીકળે તે સીધી કુંડીમાં નાખી બાદમાં ટપક પદ્ધતિ ખેતી પાકમાં છંટકાવ કરીએ છીએ, જેના પરિણામે મારા ખેતરમાં વાવેલા અંજીર, જાંબુ, દ્રાક્ષ, લીંબુ, મોસંબી, દાડમ, આયુર્વેદિક છોડ ઉપરાંત લીલા શાકભાજીનું સારું ઉત્પાદન થઈ રહ્યું છે.
—–
જીગર બારોટ
[12/18, 11:24 AM] Dilip Gajjar.Mahiti.Press: *વિધાનસભાની ખાતરી સમિતિ આગામી તા. ૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી જુનાગઢ અને ગીર સોમનાથના અભ્યાસ પ્રવાસે*
——
*સમિતિ રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, અભયારણ્ય, રેસ્ક્યૂ સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત કરી અધિકારીઓ સાથે કરશે બેઠક*
——
સરકારે આપેલી ખાતરીઓ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિ આગામી તા. ૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી જુનાગઢ અને ગીર સોમનાથના અભ્યાસ પ્રવાસે જશે. જેમાં આ સમિતિ રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, અભયારણ્ય, રેસ્ક્યૂ સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત કરીને સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી અંગે સમીક્ષા બેઠક કરશે. તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.
આ સમિતિ સંભવિત તા. ૨૧ ડિસેમ્બર, રવિવારના રોજ ધોળકા GIDC અને નળ સરોવરની સ્થળ તપાસ કરીને સંલગ્ન અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે જ્યારે બીજા દિવસે તા. ૨૨ ડિસેમ્બરના રોજ સાસણગીર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લેશે. આ સમિતિ પ્રવાસના અંતિમ દિવસે તા. ૨૩ ડિસેમ્બરના રોજ જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રેસ્ક્યૂ સેન્ટર, રેફરલ સેન્ટર, સારવાર કેન્દ્ર તેમજ અન્ય નૈસર્ગિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરીને અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[12/18, 12:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી*
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.
ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૧.૪૦ કલાકે અને મધ્યરાત્રિના ૧૨.૧૦ કલાકે ઉપડશે.
આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.
૧. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ₹ ૫૦ રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
૨. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના ૧૦:૦૦ વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
3. રાત્રિના ૧૦:૦૦ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.
૪. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-૧ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
૫. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યે તેમજ સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ ૧૨:૧૦ વાગ્યે ઉપડશે.
******
[12/18, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરના પ્રતિષ્ઠિત‘WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ ૨૦૨૫’ માં જીબીયુની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ વિજેતા*
……………………………
*ગર્ભાશયમાં ગર્ભ ટકાવી રાખશે mRNA ટેકનોલોજી: જીબીયુના વિદ્યાર્થીઓ વધુ એક ક્રાંતિકારી આવિષ્કારની દિશામાં…..*
……………………………
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUના વિદ્યાર્થીઓએ તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈવીએફ (IVF) પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે આ વિદ્યાર્થીઓએ mRNA-આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે. આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) દ્વારા આજે આયોજિત ‘WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ્સ ૨૦૨૫’ માં ‘યંગ લોરિએટ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ટીમમાં ટીમ લીડર તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિન જૈન તેમજ મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ તથા મેડિકલ બાયોટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે.
*શું છે સમસ્યા અને કેવી રીતે ભવિષ્યમાં ઉકેલ આવશે ?*
આજકાલ અનેક દંપતીઓ ગર્ભધારણ માટે આઈવીએફ જેવી આધુનિક પ્રક્રિયાનો સહારો લે છે, પરંતુ આંકડા દર્શાવે છે કે પ્રથમ પ્રયાસમાં લગભગ ૪૦ થી ૫૦ ટકા કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે. તેનું મુખ્ય કારણ ‘રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોર’ (RIF) છે, જેમાં ભ્રૂણ ગર્ભાશયની દીવાલ સાથે સફળતાપૂર્વક જોડાઈ શકતું નથી.
આ પડકારને પહોંચી વળવા જીબીયુની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ એ એક ખાસ mRNA કન્સ્ટ્રક્ટ તૈયાર કર્યું છે. આ ટેકનોલોજી ગર્ભાશયના આંતરિક સ્તરો (Epithelial અને Stromal layers)ની સ્થિરતામાં નોંધપાત્ર વધારો કરશે અને તેને ગર્ભ ધારણ કરવા માટે વધુ સક્ષમ બનાવશે. આ ક્રાંતિકારી થેરાપીના ઉપયોગથી ભવિષ્યમાં આઈવીએફના સફળતાના દરમાં મોટો બદલાવ આવશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે.
*‘સાયન્સ ફોર સોસાયટી’: રાષ્ટ્રીય ફલક પર જીબીયુનો ડંકો*
VASCSC દ્વારા આયોજિત આ સ્પર્ધા ‘સાયન્સ ફોર સોસાયટી’ થીમ પર આધારિત હતી, જેમાં દેશભરની અનેક ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જીબીયુની ટીમે સાબિત કર્યું કે વિજ્ઞાનનો સાચો ઉપયોગ જનસામાન્યની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા માટે થવો જોઈએ. આ સિદ્ધિ બદલ ટીમને રૂ.૫૦,૦૦૦ની સ્કોલરશિપ અને યંગ લોરિએટ એવોર્ડ જ્યારે ડો રોહિણી નાયરને પણ રૂ. ૧૫,૦૦૦/-ની ફેલોશિપ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.
ટીમ ‘ઇમ્મુનોસ્ટેટ’ને મેડિકલ બાયોટેકનોલોજીના પ્રોફેસર ડૉ. રોહિણી આર. નાયર દ્વારા મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. નાયર પોતે સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. તેઓ પ્રતિષ્ઠિત ‘મેરી-ક્યુરી કો-ઇન્વેસ્ટ ફેલોશિપ’ (Marie-Curie Co-Invest Fellowship) અને ‘રામલિંગસ્વામી રી-એન્ટ્રી ફેલોશિપ’ મેળવી ચૂક્યા છે.તાજેતરમાં જ તેમને ‘ગેટ્સ ફાઉન્ડેશન ઇન્ડિયા’ (Gates Foundation India) તરફથી મહત્વપૂર્ણ સંશોધન ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે. ડૉ. રોહિણી નાયરે આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ એવોર્ડ યુનિવર્સિટીમાં વિકસતી મજબૂત સંશોધન સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીન અને અસરકારક ઉકેલો રજૂ કરવાની ઉત્કૃષ્ટ ક્ષમતા દર્શાવે છે.
*વિકસિત ભારત @ ૨૦૪૭ અને BioE3 નીતિને વેગ*
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ભારત સરકારની નવી BioE3 નીતિ (Biotechnology for Economy, Employment and Environment) ના ઉદ્દેશો સાથે સુસંગત છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ ના દ્રષ્ટિકોણ અને રાજ્ય સરકારના ટેકનોલોજી આધારિત વિકાસના અભિગમને સાકાર કરવામાં આ સંશોધન પાયારૂપ સાબિત થશે. સંસ્થાના નાયબ કુલસચિવ અને એકેડમિક વિભાગના વહીવટી વડા શ્રી વિમલ શાહે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આખા ગુજરાતમાં જીબીયુ એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં ભારતના ૧૭ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સંશોધન કરવા માટે માસ્ટર્સ ડિગ્રી કરવા આવે છે અને આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રી અને સોસાયટીને મદદરૂપ થઇ શકે એવા સંશોધનો માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજેતરમાં યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ થયેલ એક વિદ્યાર્થીને અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જિયા યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે રૂ. એક કરોડની ફેલોશીપ મળેલ છે જે યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે.
પ્રોડક્ટ-ઓરિએન્ટેડ સંશોધન દ્વારા ભવિષ્ય માટે બાયોટેક વ્યાવસાયિકો તૈયાર કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (જીબીયુ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત, વિશ્વની પ્રથમ સમર્પિત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે. GIFT સિટી પાસે ૨૩ એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટી સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથેના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
………….
જનક દેસાઇ
[12/18, 2:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું*
00
*જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલમૉડલ તરીકે આગળ વધશે : શ્રી હર્ષ સંઘવી*
00
*પોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : શ્રી હર્ષ સંઘવી*
00
*સાઇબર ક્રાઇમને ડામવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસની ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક, માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવાયા : શ્રી હર્ષ સંઘવી*
00
*નાગરિકો સાથે પ્રેમથી જ્યારે ગુનેગારો સાથે વધારે કડકાઈથી વર્તવા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીનું સૂચન*
00
*અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘ખાખી ભવન’, એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું*
00 00 00 00 00 00
નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસનું યુનિક પોલિસિંગ છે. આ વિસ્તારમાં શહેરી વસાહતો પણ આવેલી છે તો અંતરિયાળ ગામડાંઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વિરાસતો છે તો બીજી તરફ ઔદ્યોગિક એકમો પણ મોટી સંખ્યામાં આવેલા છે. નાગરિકોની સેવા અને સુવિધા માટે જે વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે, તેના માટે સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસને અભિનંદન પાઠવું છું. જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલમૉડલ તરીકે આગળ વધશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનને કારણે આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ આવ્યું છે અને ઉદ્યોગો સ્થપાતા હજારો લોકોને રોજગારી મળી છે. આ વિકાસને કારણે સામાન્ય લોકોનાં સપનાં હતાં, એ સાકાર થઈ શક્યાં છે. ઔદ્યોગિક શાંતિ બાબતે પણ પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે, એવું તેમણે ઉમેર્યું હતું.
એડીઆર-શિલ્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકનો ડેટા એક પોર્ટલ પર આવશે, જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે. અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે, એવું તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મીઓના ડેટા માટે એચઆરએમએસની પહેલને તેમણે બિરદાવી હતી.
આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
શ્રી હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ જેવી કામગીરી માટે ગુજરાત પોલીસની ભરપૂર પ્રશંસા કરી હતી અને આજે લોકોને ખોવાયેલી-ચોરી થયેલી વસ્તુઓ પોલીસના સહકારથી વહેલી તકે મળવા લાગી છે, એનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સાયબર ક્રાઇમ અંગે ગુજરાત પોલીસની કામગીરીની વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એક જ દિવસમાં આપણે સાઇબર ગઠિયાઓ પાસેથી રૂ. 33 કરોડ પાછા મેળવી શક્યા છીએ. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા, જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાઇબર ગઠિયાઓથી બચાવ લેવાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સાઇબર ક્રાઇમના અપરાધીઓ જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એવું જણાવીને શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યૂલ – શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયંન અને માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
શ્રી હર્ષ સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ રેન્જ આઈજી સુશ્રી વિધિ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા તો અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ઉમદા કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. તેરા તુજકો અર્પણ અંતર્ગત ચાર નાગરિકોને તેમના ચોરાયેલાં નાણાં-ઘરેણાં પરત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે એક પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, સ્માર્ટ પોલીસ સ્ટેશન, એડીઆર-શિલ્ડ, સાઇબર પોલીસિંગ, શસ્ત્રો, ડોગ સ્કોડ, ફોરેન્સિક સ્ટોલ, પોલીસનાં અત્યાધુનિક વાહનો અને સાધનો દર્શાવતા સ્ટોલ હતા, જેની મુલાકાત નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રસપૂર્વક લીધી હતી.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના અગ્ર સચિવ સુશ્રી નિપૂણા તોરવણે, જેલ અને સીઆઈડી ક્રાઇમના વડા શ્રી કે.એલ.એન. રાવ, એસીબીના નિયામક શ્રી પીયૂષ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓમાં શ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી અમિત ઠાકર, શ્રી હાર્દિક પટેલ તથા અમદાવાદ શહેર અને ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
..
[12/18, 3:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન*
*
*પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વિકાસ અને રોકાણની નવી તકો*
*
*ગાંધીનગર, 18 ડિસેમ્બર 2025:* વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 ડિસેમ્બર, 2025 એ વિવિધ કાર્યક્રમો આરંભ થશે અને બીજા દિવસે 20 તારીખે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી પ્રદર્શન યોજાશે. આ તમામ કાર્યક્રમો તાજાવાળા હોલ અને નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ તથા મહિલા સશક્તિકરણ માટેનું “સશક્ત નારી મેળા” અને પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિત કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્સ્ટેન્શન) શ્રી આર. એન. ડોડીયા (IAS) ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ-ખંભાળિયા ખાતે 19 ડિસેમ્બર 2025ના બપોરે 3:00 કલાકે આયોજિત કાર્યક્રમમાં પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કરશે અને ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ (IAS)ની વિશેષ હાજરી રહેશે. આ એક દિવસીય જિલ્લાસ્તરીય કાર્યક્રમો સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવે છે.
ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં 19 ડિસેમ્બર 2025ના સવારે 10:30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી સચિવશ્રી તથા પ્રભારીમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત જીઓલૉજી એન્ડ માઇનીંગના કમિશનર ડૉ. ધવલ પટેલ (IAS)ની વિશેષ હાજરી રહેશે. તેઓ VGRC અંગે પ્રસ્તુતિ આપી ખનિજ ક્ષેત્ર, ઔદ્યોગિક વિકાસ અને રાજ્યની નીતિઓ અંગે માર્ગદર્શન આપશે, જે ઉદ્યોગકારો માટે ઉપયોગી સાબિત થશે.
બોટાદ જિલ્લામાં 19 ડિસેમ્બર 2025ના સવારે 10:00 કલાકે આયોજિત એક દિવસીય કાર્યક્રમમાં પ્રભારીમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી પ્રવિણા ડી કે. ની વિશેષ હાજરી રહેશે. તેઓ ઉદ્યોગ વિકાસ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ તકો અંગે માર્ગદર્શન આપશે, જેના દ્વારા સ્થાનિક MSMEs અને સ્ટાર્ટ-અપ્સને નવી દિશા મળશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે 19 ડિસેમ્બર 2025ના સવારે 10:30 કલાકે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે તથા કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સેક્રેટરી અને કમિશનર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ (IAS) દ્વારા પ્રાદેશિક કોન્ફરન્સ અંગે વિશેષ રજૂઆત કરવામાં આવશે. અહીં સ્ટાર્ટ-અપ, ઇનોવેશન, MSMEs અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. VGRC અંતર્ગત યોજાતી આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ મજબૂત બનાવી “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
X-X-X
[12/18, 5:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *અટલ નેતૃત્વ, અવિરત વિકાસ*
*આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY-MA) અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા*
***
*AB PMJAY – MA હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાત પ્રથમ સ્થાન પર*
***
*ઓલ ઇન્ડિયા સર્વિસિસ (AIS) તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ, પેન્શનરોને AB PMJAY – MA યોજનાનો લાભ આપવા માટે ‘કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના’, G કેટેગરી અંતર્ગત લગભગ 6.40 લાખ જેટલા લાભાર્થીઓની નોંધણી*
***
ગાંધીનગર, 18 ડિસેમ્બર, 2025:
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાના ઉદ્દેશથી સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનો મંત્ર આપ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપતી કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના છે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના સાથે જોડવામાં આવી છે.
સંયુક્તપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY – MA) હેઠળ રાજ્યના 1,20,14,556 કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે.
વધુમાં, જુલાઈ, 2023માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ AB PMJAY – MA અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કુટુંબદીઠ વાર્ષિક વીમાની રકમ ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે.
આ બાબત દર્શાવે છે કે, ગુજરાતે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત અને સુલભ બનાવી છે, જે રાજ્યમાં સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવે છે કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે આપણે ગુજરાતમાં યોગથી આયુષ્માન સુધીના પ્રકલ્પો અમલી બનાવ્યા છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આપણે ₹5 લાખની આર્થિક સહાય વધારીને ₹10 લાખ કરી છે. આ યોજના થકી ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં પણ લોકોને ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહી છે. આજે સરકારી હોસ્પિટલોમાં પણ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ગુજરાત થકી વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના લક્ષ્યાંકને આપણે સાકાર કરીશું.”
*AB PMJAY – MA હેઠળ આર્થિક સહાય ₹5 થી વધીને ₹10 લાખ થતા પ્રિમિયમની રકમમાં વધારો*
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY – MA) હેઠળ જ્યારે ₹5 લાખની આર્થિક સહાય આપવામાં આવતી હતી, ત્યારે 1 જુલાઈ, 2021 થી 10 જુલાઈ, 2022 સુધી કુટુંબદીઠ પ્રિમિયમની રકમ ₹2177.10 હતી, અને તે સમયગાળા દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹1681.20 કરોડ થયો હતો. ત્યારબાદ, 11 જુલાઈ, 2022 થી 10 જુલાઈ, 2023 દરમિયાન પ્રિમિયમ ₹1492 હતું, જે દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹1363.52 કરોડ થયો હતો.
10 જુલાઈ, 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી, જેનાથી પ્રિમિયમની રકમ વધીને ₹3708 થઈ છે. કુલ નાણાકીય ખર્ચની વાત કરીએ તો, 11 જુલાઈ, 2023થી 10 જુલાઈ, 2024 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹2676.26 કરોડ જ્યારે 11 જુલાઈ, 2024 થી 10 જુલાઈ, 2025 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹ 3210.03 કરોડ થયો છે.
AB PMJAY – MA યોજના હેઠળ રાજ્યમાં કુલ 2090 હોસ્પિટલો એમ્પેનલ્ડ છે, જેમાંથી 1132 સરકારી જ્યારે 958 ખાનગી હોસ્પિટલો છે. આ યોજના હેઠળ નવેમ્બર, 2025 સુધીમાં કુલ 2299 પ્રોસિજરો તેમજ 50 SRS પ્રોસિજરોને આવરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન પર છે.
*રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનરો માટે ‘કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના’*
ગુજરાત સરકાર દ્વારા મે, 2025માં રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ ઉપરાંત, ઓલ ઇન્ડિયા સર્વિસિસ (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો અને રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને પણ AB PMJAY-MA હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ આપવામાં આવે છે. ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MA કાર્ડ આપવામાં આવે છે. G કેટેગરી અંતર્ગત કુલ 6.40 લાખ જેટલા લાભાર્થીઓ છે.
*66 વર્ષીય ફારુકભાઈને હૃદયરોગની સારવાર માટે AB PMJAY–MA હેઠળ મળી ₹5,24,040ની આર્થિક સહાય*
અમદાવાદના નિવાસી 66 વર્ષીય ફારુકભાઈ ખિમાણી એક જનરલ સ્ટોર ચલાવે છે, જેમની આર્થિક સ્થિતિ ઘણી સામાન્ય છે. ફારુકભાઈને હૃદયમાં દુખાવો થતા યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. તેમનો ઇસીજી કરવામાં આવ્યો, જેનાથી કોરોનરી આર્ટરી ડીસીઝની જાણ થઈ. તેમને હૃદયની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી, જેના માટે ઘણો ખર્ચ થાય એમ હતો. આ સમયે તેમની મદદે આવી પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા અમૃતમ યોજના (PMJAY–MA), જે હેઠળ તેમને રાજ્ય સરકાર દ્વારા ₹5,24,040ની આર્થિક સહાય આપવામાં આવી. મે, 2025માં PMJAY-MA હેઠળની સહાયથી ફારુખભાઈની કોરોનરી એન્જિયોગ્રાફી અને ત્યારબાદ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ (CABG) ની સર્જરી કરવામાં આવી. ત્યારબાદ, તાજેતરમાં, એટલે કે ડિસેમ્બર, 2025માં જ તેમને શ્વાસની તકલીફ થતા યુએન મહેતા હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા અને ત્યાં સફળતાપૂર્વક તેમની CRT-P ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે. હાલ તેઓની તબિયત ઘણી સારી છે અને રાહત અનુભવે છે. ફારૂકભાઈ જણાવે છે કે, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમને અને તેમના જેવા દર્દીઓને ખૂબ મદદરૂપ થઈ રહી છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ માટે સરકારે આ યોજના લાગુ કરી તે માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર!
X-X-X
[12/18, 5:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે CID ક્રાઈમે હાથ ધરી ખાસ ઝુંબેશ*
….
*બે તબક્કામાં યોજાયેલા ૩૦ દિવસના આ વિશેષ અભિયાનમાં ૯૦૧ વ્યક્તિઓને શોધી પરિવાર સાથે તેમનું સુખદ મિલન કરાવ્યું: સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ*
….
રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વે તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૯૦૧ ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલના એડીજીપી શ્રી અજય કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ કુલ ૩૦ દિવસ માટે બે તબક્કામાં રાજ્યભરમાં હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા દાખવીને આ કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના તમામ મહાનગરના કમિશ્નરશ્રીઓ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓના તાબાના પોલીસ સ્ટેશનોમાં તેમજ સી.આઈ.ડી. ક્રાઈમ મીસીંગ સેલમાં વિશિષ્ટ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા સતત માર્ગદર્શન અને દૈનિક સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.
બે તબક્કામાં યોજાયેલી આ ખાસ ઝુંબેશના ૩૦ દિવસના સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી ૬૧૪ મહિલાઓ અને ૨૮૭ પુરુષો મળીને કુલ ૯૦૧ વ્યક્તિઓની સફળતાપૂર્વક શોધખોળ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસની સી.આઈ.ડી. (ક્રાઈમ) શાખા દ્વારા ગુમ બાળકો અને વ્યક્તિઓની નિયમિત શોધખોળ હેતુસર સમયાંતરે વિશેષ અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. શોધાયેલા બાળકો/વ્યક્તિઓને તેમના પરિવારો સાથે પુનઃસ્થાપિત કરવાની કાર્યપદ્ધતિ પણ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.
…
[12/18, 5:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાવ- થરાદ જિલ્લામાં આગામી રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ અને વિકાસ કાર્યોની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજાઈ*
____________
*પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું*
____________
*૨૬મી જાન્યુઆરીના રોજ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે*
_____________
*વાવ – થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ :- પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ*
_____________
*વાવ – થરાદ જિલ્લો રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બને તે દિશામાં સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીએ:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી*
_____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૯૬૫/૪૯
વાવ- થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ કલેકટર કચેરી ખાતે આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ તથા નવ નિર્મિત વાવ-થરાદ જિલ્લાના વિકાસ કાર્યોની સ્થિતિને લઈને અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર નવા બનેલા વાવ – થરાદ જિલ્લા ખાતે આગામી રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે જેમાં એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય કાર્યક્રમની ઉજવણી કરાશે.
આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી વાવ – થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે તેનું ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે જરૂરી છે. નવનિર્મિત વાવ- થરાદ જિલ્લામાં પ્રથમ વખત રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન યોજાવાનો હોવાથી તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી જિલ્લાવાસીઓ માટે આ ઉજવણી ગૌરવભરી અને યાદગાર બનાવે તે જરૂરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા તથા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ કાર્યો પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જિલ્લામાં વરસાદી પાણીનો કાયમી ઉકેલ, વરસાદથી નુકસાન પામેલા રોડ- રસ્તાની સમયસર મરામત, જરૂરી હ્યુમન રિસોર્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા તેમજ ઘર- ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે અસરકારક અમલવારી પર ખાસ ભાર મૂક્યો હતો. બેઠકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા માર્ગ ધોવાણની વિગતવાર યાદી મંગાવી, નુકસાનગ્રસ્ત માર્ગોની તાત્કાલિક મરામત કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત વાવ- થરાદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. તેમણે વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા, વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સીનો સમયસર નિકાલ કરવા તથા વાવ – થરાદ જિલ્લો રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બને તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર પ્રજાની પડખે ઊભી છે ત્યારે છેવાડાના વ્યક્તિના વિકાસ માટે આપણે સૌકોઈ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ.
આ બેઠક દરમિયાન નવનિર્મિત વાવ- થરાદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સી તેમજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં દિયોદર ધારાસભ્યશ્રી કેશાજી ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી જે.એસ. પ્રજાપતિ, પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી તુષાર જાની સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***
[12/18, 5:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાવ – થરાદ પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ૬૬ કે.વી ઢીમા, રાણપુર (આ.વાસ) અને ભડથ સબ સ્ટેશનનું કરાયું લોકાર્પણ*
___________
*સરહદી વિસ્તારમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પહોંચાડવો રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે:- મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ*
____________
*નર્મદા કેનાલ અને સતત વીજ પુરવઠાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો:- મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ*
____________
*રાજ્ય સરકારનું વિકાસ મોડેલ: વાવ- થરાદ જિલ્લામાં દર મહિને વિકાસ કાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે:- રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર*
____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા :- ૯૬૫/૫૪
વાવ – થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે ૬૬ કેવી ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કેવી સબ સ્ટેશન ઊભું કરાયું છે. આ સબ સ્ટેશન થકી સરહદી વિસ્તારના ૧૬થી વધુ ગામડાઓને અવિરત વીજળી પુરવઠો મળી રહેશે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાવ-થરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ તેમની સમજણ અને જાગૃતિનો ઉત્તમ દાખલો છે. પાણી સંરક્ષણ પ્રત્યેની સભાનતા સાથે ખેડૂતો જળ સંચયનું કાર્ય કરી રહ્યા છે.
આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં એક જ માંગ હતી કે ગામડાઓને પૂરતી વીજળી મળે. શહેરોમાં ૨૪ કલાક વીજળી મળતી હોય તો ગામડાઓમાં કેમ નહીં અને નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારોને કેમ ન મળે, તે પ્રશ્નો લોકો ઉઠાવતા હતા. પરંતુ આજે આ પરિસ્થિતિમાં મોટુ પરિવર્તન આવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીએ ગામડાઓમાં ૨૪ કલાક વીજળીનો પુરવઠો આપ્યો છે. ખેડૂતોને ખેતી પાક માટે દિવસે વીજળી આપી છે. તેમણે કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી, જેની સ્થાપનાશ્રી ગલબાભાઈએ કરી હતી, તેને આજે વિશ્વ સ્તર પર પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેનો સીધા લાભ આજે પશુપાલકોને મળી રહ્યો છે.
પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડાં કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારીઓ ૨૪×૭ સેવા આપી વીજ પુરવઠો ચાલુ રાખે છે, તે ગર્વની બાબત છે. તેમણે ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સંયમપૂર્વક અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યને સતત વેગ આપવામાં આવી રહ્યો છે.
નવનિર્મિત સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોને સતત પ્રાધાન્ય આપ્યું છે. રાજ્ય સરકારના વિકાસ મોડલ હેઠળ વાવ – થરાદ જિલ્લામાં દર મહિને નવા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ સબ સ્ટેશનના લોકાર્પણથી અંદાજે ૯ કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામડાઓને ગુણવત્તાપૂર્ણ વીજ પુરવઠો મળશે, જેનાથી ખેતી ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થશે. ભૂતકાળમાં આ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો મળતો નહોતો, પરંતુ રાજ્ય સરકારના વિકાસ પ્રત્યેના દ્રઢ સંકલ્પના પરિણામે હવે સતત અને વિશ્વસનીય વીજળી ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જેટકોના MDશ્રી ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયરશ્રી કે.એસ.રાઠોડ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
***
[12/18, 6:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત દેશનું સેમીકન્ડક્ટર અને સોલાર હબ બનવા તરફ અગ્રેસર: નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*શ્રી હર્ષ સંઘવીએ સાણંદ-બાવળામાં વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી અને નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું*
……..
ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી.
શ્રી હર્ષ સંઘવીએ દિવસની શરૂઆતમાં સાણંદ-૨ GIDC ખાતે કાર્યરત સેમીકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ Micron Technology, Kaynes Semicon Private Limited અને CG SEMI Private Limited ના એકમોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે ટેકનોલોજીના ક્ષેત્રે ગુજરાતની વધતી જતી મજબૂત પક્કડ અને ભાવિ આયોજનો અંગે ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી હતી.
ત્યારબાદ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે સ્થિત ક્રિસ્ટલ લોજિસ્ટિક્સ પાર્કમાં INOX Wind ના WTG મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને INOX Solarના PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, INOX ગ્રુપના દેવાંશ જૈન, કિરીટસિંહ ડાભી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્લાન્ટની કાર્યપ્રણાલીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે આયોજિત સભાને સંબોધતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈ એક કંપનીના શરૂ થવાથી આસપાસના અનેક પરિવારોના જીવનમાં કેવું મોટું પરિવર્તન આવે છે, તેનું જીવંત ઉદાહરણ આજે અહીં જોઈ શકાય છે. INOXના આ સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટના માધ્યમથી હજારો સ્થાનિક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
આ નવા ઉદ્યોગના આગમનથી માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ આસપાસના નાના-મોટા અનેક વ્યાપાર પણ ધમધમતા થશે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ પણ રોકાણકાર પોતાની મૂડી રોકવાનું વિચારે છે ત્યારે તે મુખ્ય બે બાબતો પર ધ્યાન આપે છે: પહેલી તેની મૂડીની સુરક્ષા અને બીજી તે રોકાણ પર મળતું વળતર.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત એવું રાજ્ય છે જે રોકાણકારોને આ બંને બાબતની ખાતરી આપે છે. અહીં રોકાયેલા રૂપિયા રોકાણકારોની આવનારી પેઢીને વ્યાજ સહિત શ્રેષ્ઠ વળતર સાથે પરત મળે છે. ગુજરાતની શ્રેષ્ઠ પોલિસી ડ્રિવન કાર્યશૈલીને કારણે જ આજે રાજ્ય સોલાર સેલ, સોલાર ગ્લાસ અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં સમગ્ર દેશનું સૌથી મોટું હબ બની ગયું છે.
વિકાસના રોડમેપ અંગે વાત કરતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, પોર્ટ અને ધોલેરા સર જેવા પ્રકલ્પો જે રીતે તૈયાર કરવામાં આવ્યા છે, તેનો મહત્તમ લાભ અહીંના ઉદ્યોગોને મળવાનો છે.
તેમણે શ્રી કિરીટસિંહ ડાભી અને જિલ્લા પ્રશાસનને અભિનંદન આપતા કહ્યું હતું કે વહીવટી તંત્રના સાથ-સહકારને કારણે જ આટલા મોટા પાયે મૂડી રોકાણ અહીં શક્ય બન્યું છે, જેના કારણે સ્થાનિક યુવાનોને પોતાના સપના સાકાર કરવા માટે ઘરઆંગણે જ રોજગારના અવસરો મળ્યા છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતા વતી INOX GFL ગ્રુપનું ગુજરાતની ધરતી પર સ્વાગત કર્યું હતું.
……..
[12/19, 12:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રી દરબારસાહેબ દેસાઈની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભા ઇન્ચાર્જ સચિવ શ્રી રીટાબેન મેહતાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા*
***************************
ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપી દેનાર એવા સાચેસાચા પ્રજાના દરબાર શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા ઇન્ચાર્જ સચિવ શ્રી રીટાબેન મેહતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી દરબારસાહેબે ગામડાના ખેડૂતો અને ગરીબ માણસો માટે ખૂબ સારા કાર્યો કર્યા હતા. તેમણે રાજા તરીકે મળતી સુવિધાઓ અને વૈભવની જગ્યાએ સાદગીને જીવનમાં ઉતારી હતી. શ્રી દરબારસાહેબે ખેડૂતોને શાહુકારો દ્વારા લેવામાં આવતા વ્યાજમાંથી મુક્ત કરવા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા.
શ્રી દરબારસાહેબે આણંદ, બોરસદ, વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી. આ ઉપરાંત તેઓ સુરતના હરિપુરા ગામે ભરાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં સક્રિય રહ્યા હતા. શ્રી દરબારસાહેબે પોતાના રજવાડાનું વિલીનીકરણ થાય તે પહેલા સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધિકારી-કર્મચારીશ્રીઓ તથા શ્રીમતી આર. જી. પટેલ કન્યા શાળા, ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત રહીને શ્રી દરબારસાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા.
***************************
ઋચા રાવલ
[12/19, 1:38 PM] Dilip Gajjar.Mahiti.Press: _અટલ નેતૃત્વ, અવિરત વિકાસ_
*
*ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત થઇ*
*
*જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું*
*
*iORA પોર્ટલ પર છેલ્લા ત્રણ વર્ષમાં 17.9 લાખથી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી, ફીડબેક સેન્ટર દ્વારા 40 હજારથી વધુ કૉલ દ્વારા પ્રતિસાદ મેળવવામાં આવ્યો*
*
*ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ દ્વારા જમીન સંપાદન અને ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી બની*
*
*ગાંધીનગર, 19 ડિસેમ્બર 2025:* રાજ્યના નાગરિકો સુધી પ્રભાવી અને અસરકારક સેવા વિતરણ સુનિશ્વિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જરૂરી મહેસૂલી સુધારા કરીને સુશાસનનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. તેમનું નેતૃત્વ પારદર્શિતા, સરળતા અને ટેક્નોલોજી આધારિત વહીવટ માટે જાણીતું છે. તેથી જ ગુજરાત સરકારે અમલમાં મૂકેલા વ્યાપક સુધારાઓ આજે રાજ્યના ખેડૂતો, ઉદ્યોગો અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. જમીન નોંધણીથી લઈને બિનખેતીની મંજૂરી સુધીની પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાથી ગુજરાત સુશાસનનું રોલ મોડેલ બન્યું છે. આ સુધારાઓને લીધે રાજ્યના વિકાસને નવી ગતિ મળી છે, જે “ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ” અને “ઈઝ ઑફ લિવિંગ”ને મજબૂતી આપે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ગવર્નન્સને નવી ગતિ આપી છે. ઇ-ધરા જેવી પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેના લીધે ખરાઇ સાથેના જમીન રેકોર્ડ સુરક્ષિત અને ઝડપથી નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. પરિણામે જમીન સંબંધિત વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કાયદાકીય સુરક્ષા જાળવીને પ્રક્રિયાને સરળ બનાવવા માટે બિનખેતી (NA) મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવામાં આવી છે. તેમાં સમયસર મંજૂરી મળવાથી સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉદ્યોગોને ફાયદો થવાની સાથે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથો સાથ, ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ હેઠળ 34 જિલ્લાઓમાં જમીન માપણી અને રીસર્વેની કામગીરી ના કારણે જેના કારણે જમીન વિવાદોમાં ઘટાડો થયો છે અને ખેડૂતોને લોન, પાક વીમા અને સરકારી સહાય સરળતાથી મળી રહી છે.
*iORA પોર્ટલ પર 17.9 લાખથી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી*
જમીન ફાળવણીને લગતા સુધારા અંતર્ગત iORA પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો સુધી ઝડપી અને પારદર્શક સેવાઓ પહોંચવામાં સરળતા મળી છે. 7/12 સિવાય, વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી 36થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ iORA પોર્ટલ દ્વારા ઘેરબેઠાં લઈ શકાય છે. વર્ષ 2022થી 18 ડિસેમ્બર 2025 સુધીમાં iORA પોર્ટલ ઉપર વિવિધ પ્રકારની 36 સેવાઓને લગતી કુલ 17.9 લાખથી વધારે અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. આ ફેસલેસ સર્વિસના કારણે સેવાઓમાં પારદર્શિતા આવી છે અને નિર્ણય પ્રક્રિયા ઝડપી બની છે. iORA ફીડબેક સેન્ટર પર 40799 જેટલાં કોલ ના જવાબ આપવામાં આવ્યા છે.
*સેવાઓમાં ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીકલ સુધારા*
મહેસૂલી સેવાઓમાં ડિજિટલ ટેક્નોલોજીને સામેલ કરવાથી કામગીરી વધુ સરળ, પારદર્ષક અને ઝડપી બની છે. ગરવી 2.0 પોર્ટલના રાજ્યવ્યાપી અમલીકરણ દ્વારા દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ઓનલાઇન અને ફેસલેસ બનાવવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત ડ્રોન ફ્લાઇટ દ્વારા 8700થી વધુ ગામોમાં સર્વે પૂર્ણ કરીને 11.52 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. જન સેવા અને ઈ-ધરા કેન્દ્રો પરથી ફિઝિકલ સહી-સિક્કા વગરની ડિજિટલ સહી અને QR કોડવાળી નકલો (VF-6, VF-7, 8A) મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે. તે સિવાય અરજદાર હવે સીટી સરવે કચેરીની રૂબરૂ મુલાકાત કર્યા વગર ઓનલાઇન માધ્યમથી ઇ-સીલ દ્વારા પ્રમાણિત કરેલી પ્રોપર્ટીકાર્ડની નકલ ઘરે બેઠા મેળવી શકે છે.
*અત્યાધુનિક ટેક્નોલોજીથી જમીનનું મેપિંગ, ₹3339 કરોડથી વધુના મૂલ્યની જમીન દબાણમુક્ત કરાઇ*
મહેસૂલ વિભાગે ISROની અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી રાજ્યના સમગ્ર ભૂભાગનું ઉચ્ચ રિઝોલ્યુશન ક્ષમતા સાથે મેપિંગ હાથ ધર્યું છે. આ પહેલ અંતર્ગત સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો, લીઝ પર આપેલી જમીનનો દુરુપયોગ અને મર્યાદા બહારના ખનન (Mining) જેવી પ્રવૃત્તિઓ પર સચોટ દેખરેખ રાખવામાં આવે છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા કોઈપણ અનધિકૃત ફેરફાર થતાં જ ‘iORA’ અને ‘RO Diary’ પર સ્વચાલિત (Automatic) એલર્ટ જનરેટ થાય છે, જેનાથી જમીન પર ત્વરિત કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય છે. રાજ્યમાં સરકારી જમીનોના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ દ્વારા અત્યાર સુધીમાં 3990 હેક્ટરથી વધુ જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પુનઃપ્રાપ્ત કરાયેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹3339 કરોડથી વધુ છે.
*ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ દ્વારા જમીન સંપાદન અને ખેડૂતોને વળતરની પ્રક્રિયા ઝડપી બની*
જમીન સંપાદનની કામગીરીને ઝડપી બનાવવા માટે ગતિશક્તિ પોર્ટલ સાથે એકીકરણ કરવામાં આવ્યું છે જેના લીધે રાજ્યના જાહેર ક્ષેત્રના 60 જેટલા મહત્વના પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે, આબુરોડ-તારંગા હિલ રેલવે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્વના પ્રોજક્ટ્સમાં સફળતાપૂર્વક જમીન સંપાદન થવાથી ખેડૂતોને ઝડપથી વળતર મળી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત નિર્માણની યાત્રા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.
*x-x-x*
[12/19, 1:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘૧૦૮ ઇમરજન્સી સેવા’: રાજ્યના નાગરિકો માટે સુરક્ષા કવચ*
………………………..
*રાજ્યમાં નવેમ્બર – ૨૦૨૫ સુધીમાં ૧.૮૬ કરોડથી વધુ કોલ ૧૦૮માં નોંધાયા: ૬૦ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ ૨૨.૫૫ લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમરજન્સી સેવા પૂરી પડાઈ*
……………………..
ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે.
રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી નવેમ્બર–૨૦૨૫ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૮૬ કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૮ દ્વારા ૬૦.૨૩ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ ૨૨.૫૫ લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૮ લાખથી વધુ નાગરિકોના જીવ બચાવવામાં આવ્યા છે. તદુપરાંત એમ્બ્યુલન્સમાં ૯૭,૨૯૫ જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર ૫૯,૯૦૩ એમ કુલ ૧.૫૭ લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
રાજ્યમાં ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૨થી કાર્યરત ૪૩૪ જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧.૩૭ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે તેવી જ રીતે વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૭.૪૦ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા ૩.૪૭ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં કુલ ૫૨.૨૯ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. વર્ષ -૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૭૫૮ જેટલા નાગરિકોનો આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
રાજ્યના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૫થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલ જેમાં પોલીસ, ફાયર, મેડીકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે તેમ, ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસની અખબારી યાદીમાં જણાવ્યું છે.
– પ્રિન્સ ચાવલા
***********
[12/19, 3:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૨૧ ડિસેમ્બરના રોજ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી અને યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે*
—–
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિ*
—–
*નાગરિકો, સંસ્થાઓ, વિચારકો અને નેતાઓને એક જ મંચ પર લાવીને હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ*
—–
માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તા. ૨૧ ડિસેમ્બરના રોજ બપોરે ૨:૩૦ કલાકથી રાજ્યસ્તરીય ધ્યાન કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરના દિક્ષાંત સમારોહનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત તેમજ ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કામગીરી કરી રહ્યું છે. યોગ અને ધ્યાનને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમ એ જ દિશામાં એક મોટી પહેલ છે, જે ગુજરાતને વધુ આધ્યાત્મિક અને માનસિક રીતે જાગૃત બનાવશે. તા. ૨૧ ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેને વિશેષ માનવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય બે હેતુઓમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ભાવપૂર્ણ અને અર્થસભર ઉજવણી કરવાનો, જ્યારે દ્વિતીય હેતુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલા યોગ કોચ અને યોગ ટ્રેનર્સનો દીક્ષાંત સમારોહ યોજવાનો છે. આ દીક્ષાંત સમારોહ રાજ્યમાં યોગ શિક્ષણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.
આ કાર્યક્રમમાં ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની પાવન ઉપસ્થિતિમાં હજારો સાધકો એકસાથે સામૂહિક ધ્યાનમાં ભાગ લઈ માનસિક શાંતિ, આંતરિક ઊર્જા અને આધ્યાત્મિક જોડાણનો અનુભવ કરશે. રાજ્યના તમામ નાગરિકો, યોગપ્રેમીઓ અને સાધકોને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનવા અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીને સ્મરણિય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શિશપાલ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
—–
જીગર બારોટ
*******************************
[12/16, 6:46 PM] Neha Talaviya.Mahiti: *આરોગ્ય શાખા જીલ્લા પંચાયત ગાંધીનગર ખાતે જિલ્લા આરોગ્ય કમિટીની બેઠક યોજાઈ*
…..
તા.૧૧/૧૨/૨૦૨૫ના રોજ અધ્યક્ષશ્રી મિનાક્ષી જી . હિરાનીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીનગર ડૉ. અશોક વૈષ્ણવ, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીનગર ડૉ. ગૈતમ નાયક, એડવાઈઝરી કમિટીના મેમ્બરો, પદાધીકારીઓ અને કર્મચારીની બેઠક આરોગ્ય શાખા જીલ્લા પંચાયત ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
જે અંતર્ગત પીસીપીએનડીટી એડવાઈઝરી કમિટીની મિટીંગમાં ગાંધીનગર જીલ્લામાં નવીન બનેલ કુલ ચાર હોસ્પિટલોને પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત ન્યુ રજીસ્ટ્રેશન આપવા માટે,કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે,અને રીન્યુઅલ માટે અરજી કરેલ બે જુની હોસ્પિટલને પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત રિન્યુઅલ રજીસ્ટ્રેશન કરવા માટે ઠરાવવામાં આવ્યું છે.
પીસીપીએનડીટી એડવાઈઝરી કમિટીની મિટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગર દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની નોંધણી પામેલ, હોસ્પિટલોની નિયમીત ચકાસણી કરવા સુચનાં આપવામાં આવી છે.તથા ગાંધીનગર જીલ્લા ખાતે ઓછો સેક્સ રેશીયો એટ બર્થ વાળા ગામોમાં જનજાગૃતિ લાવવા માટે આઈ.ઈ.સી પ્રવૃતી કરાવવા માટે કમિટી દ્વારા સુચના આપવામાં આવી. ઉપરાંત પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત એક રજીસ્ટર્ડ હોસ્પિટલને અને એક ડિલર કંપની એમ કુલ બે સંસ્થાને કાયદાના ભંગ બદલ નોટીસ આપવાની કાર્યવાહી કમિટી દ્વારા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું તથા,રજીસ્ટ્રેશન રિન્યુઅલ EXPIRE થયેલ એક હોસ્પિટલનું USG મશીન સીલ કરવાની કાર્યવાહીને કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે.પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત અધિક નિયામકશ્રી (પ.ક) ગાંધીનગર દ્વારા મળેલ પત્રની સુચનાઓ મુજબ રજીસ્ટર્ડ ડોક્ટરો દ્વારા ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ એફ ભરતી વખતે લાભાર્થીનો ટેકો, આઇડી અને આભા આઇડી ફરજીયાત એન્ટ્રી કરવા કમિટી દ્વારા ઠરાવવામાં આવ્યું છે.
….
*નેહા તલાવિયા*
[12/17, 1:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૯/૧૨/૨૦૨૫ નાં રોજ સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે*
…………..
ગાંધીનગર તા.૧૭ ડિસેમ્બર –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૯/૧૨/૨૦૨૫નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખ-૭, સમર્પણ સર્કલ, સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના ધો.૧૦ થી ઓછું ભણેલા, ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાનાં જેવા કે, M.Sc (Organic/Analytical), M. Pharma વિષયમાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF248524392 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને ૫ કોપી બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
..…………..
*દિવ્યા ત્રિવેદી*
[12/17, 4:40 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા સમાહર્તા શ્રી મેહુલ દવેએ માણસા તાલુકાના મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા ગ્રામજનોને અપીલ કરી*
………….
*યાત્રાધામની સ્વચ્છતા પર ભાર મૂકી, મંદિરને પવિત્રતા સાથે આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર જણાવી સ્વચ્છતામાં જ પ્રભુતાનો સંદેશ આપતા કલેક્ટરશ્રી દવે*
…………
*પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી લોક સંવાદ સાધ્યો: આરોગ્ય સેવાઓને જન સેવાનું માધ્યમ બનાવવા સ્ટાફને આપી સૂચના*
……….
ગાંધીનગર તા.૧૭ ડિસેમ્બર-નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને સૂચન મુજબ , ગાંધીનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લા સમાહર્તા શ્રી મેહુલ દવેએ કમર કસી છે . કલેકટરશ્રી પોતે યાત્રાધામોની વિશેષ મુલાકાતો લઈ રહ્યા છે.
આજે માણસા તાલુકાના મહુડી ખાતે કલેક્ટર શ્રી દવેએ ગ્રામજનો સાથે બેઠક યોજી, ગામ માં તેમજ મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિરની આસપાસ સ્વચ્છતા જળવાય તેમજ ટ્રાફિકનું યોગ્ય નિયમન થાય તે માટે અપીલ કરી હતી. યાત્રાધામની સ્વચ્છતા પર ભાર મૂકી, તેમણે મંદિરની પવિત્રતાને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર જણાવી સ્વચ્છતામાં જ પ્રભુતાનો સંદેશ આપ્યો હતો.
જિલ્લા સમાહર્તાશ્રીએ સૌ પ્રથમ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય દફતર નિરીક્ષણ કરી, જરૂરી સુચનાઓ આપી હતી. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડીની મુલાકાત લઈ ઓપીડીમાં આવેલ દર્દીઓને પૂરતી આરોગ્ય સુવિધા મળે છે કે કેમ તે અંગે પૃચ્છા કરી, હાજર સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી આરોગ્ય સેવાઓને જન સેવાનું માધ્યમ બનાવવા માટે જણાવ્યું હતું.
……………
દિવ્યા ત્રિવેદી
[12/17, 5:41 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: _સાફલ્ય ગાથા_
*ગાંધીનગર જિલ્લાના ત્રણ યુવાનોની કલ્પના થી કલ્પતરુ સુધીની સફર*
………….
*આશાથી આત્મનિર્ભરતા સુધીના પ્રવાસમાં માર્ગદર્શક બની સહકાર આપતી રાજ્ય સરકારની જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર*
………….
*”માત્ર મેરિટ અને રોજગાર કચેરીના સહયોગથી અમને કલ્પતરુ જેવી મોટી કંપનીમાં સુપરવાઇઝરની પોસ્ટ મળી, ગુજરાત સરકારની આ વ્યવસ્થા પારદર્શક અને યુવાહિતલક્ષી”- અક્ષય, આર્ય અને વંદન*
…………..
ગુજરાતનું યુવા ધન સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે.રાજ્યમાં યુવાઓને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં સરકાર અને તેનો રોજગાર વિભાગ ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી જિલ્લાના અનેક યુવાનો માટે આશાથી આત્મનિર્ભરતા સુધીના તેમના પ્રવાસમાં માર્ગદર્શક બની સહકાર આપી રહી છે.
ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામના અક્ષય સોલંકી, માણસાના દેલવાડા ગામના વંદન રાવલ અને ગાંધીનગરના આર્ય પંચાલ -ત્રણ નવયુવાનો માટે અભ્યાસ બાદ રોજગારી મળવા સુધીનો આ પ્રવાસ માત્ર નોકરી મેળવવાનો નહીં, પણ પોતાની ક્ષમતા સાબિત કરવાનો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ પોતાની કારકિર્દીને લઈને અનેક સપનાઓ તેમણે સેવ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા આ યુવાનો માટે યોગ્ય તક મેળવવી એ એક મોટો પડકાર હતો.
ડિપ્લોમાના છેલ્લા સેમેસ્ટર પછી, આ ત્રણેય યુવાનોને ગુજરાત સરકારની રોજગાર વિનિમય કચેરી વિશે જાણ થઈ. માત્ર ૨૧ વર્ષના અક્ષય સોલંકીએ પોતાના ભાઈ પાસેથી રોજગાર કચેરી વિશે જાણ થતા જ તાત્કાલિક ત્યાં નોંધણી કરાવી હતી. જ્યારે ગાંધીનગરમાં સેક્ટર ૨માં રહેતા આર્ય પંચાલને પિતા દ્વારા રોજગાર કચેરીની માહિતી અપાતા, તેણે તુરંત જ રોજગાર કચેરીએ રૂબરૂ મુલાકાત લઇ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ સમયે માણસાના દેલવાડા ગામના વંદન રાવલે સોશિયલ મીડિયાના સદુપયોગ થકી રોજગાર કચેરી વિશે માહિતી મેળવી, ગુજરાત સરકારના ‘અનુબંધમ’ (Anubandham) પોર્ટલ પર નોંધણી કરાવી અને ગાંધીનગર રોજગાર કચેરીની મુલાકાત લીધી. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત ‘રોજગાર ભરતી મેળા’ વિશે તેમને ત્યાંથી માહિતી મળી અને આ પ્લેટફોર્મ તેમના માટે આશીર્વાદ સમાન સાબિત થયું.
રોજગાર વિનિમય કચેરીના કાઉન્સેલરોએ તેમને માત્ર ખાલી જગ્યાઓ વિશે જ નહીં, પણ કલ્પતરુ જેવી મોટી કંપનીઓમાં સુપરવાઇઝર તરીકે કયા પ્રકારના ટેકનિકલ કૌશલ્યોની જરૂર હોય છે, તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલા ભરતી મેળામાં જ્યારે કલ્પતરુ કંપની આવી, ત્યારે સ્પર્ધા ખૂબ જ કઠિન હતી. જે અંગે સ્વાનુભવ જણાવતા અક્ષય સોલંકીએ જણાવ્યું હતું કે,”મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી, અમારી પાસે ડિગ્રી તો હતી, પણ ઉદ્યોગ જગતનો કોઈ અનુભવ નહોતો. સ્પર્ધા કઠિન હોવા છતાં રોજગાર કચેરીના માર્ગદર્શન સાથે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી આજે હું કલ્પતરુમાં સુપરવાઇઝરની પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યો છું. જે માટે હું રોજગાર કચેરી તથા સરકારની આવી મહત્વપૂર્ણ સેવા બદલ હૃદય પૂર્વકનો આભાર વ્યક્ત કરુ છું.
આજે આ ત્રણેય મિત્રો કલ્પતરુના પ્રોજેક્ટ સાઇટ પર સુપરવાઇઝર તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. આ નોકરી મળવાથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે, તેમના મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક ટેકો મળ્યો સાથે જ એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરવાનો અનુભવ મળી રહ્યો છે. સરકારી માધ્યમથી પારદર્શક રીતે મળેલી આ નોકરીએ તેમના ગામ અને સમાજમાં તેમનું માન વધાર્યું છે.
સરકારની રોજગાર વિનિમય કચેરીની સેવાઓને બિરદાવતા ત્રણેય નવયુવાનોએ કહ્યું હતું કે,”અમે કલ્પના પણ નહોતી કરી કે કોઈ પણ વગ કે ભલામણ વગર, માત્ર મેરિટ અને ગાંધીનગર રોજગાર કચેરીના સહયોગથી અમને કલ્પતરુ જેવી મોટી કંપનીમાં સુપરવાઇઝરની પોસ્ટ મળશે. ગુજરાત સરકારની આ વ્યવસ્થા પારદર્શક અને યુવાહિતમાં છે.”
અક્ષય, આર્ય અને વંદનની આ સફળતા એવા દરેક યુવાન માટે પ્રેરણા છે જેઓ ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. “મહેનત તમારી અને માર્ગદર્શન સરકારનું” આ સમન્વયથી જ “ઉજ્જવળ ગુજરાત” ના સપના સાકાર થઈ રહ્યા છે.
…………
*આલેખન: ડો.દિવ્યા ત્રિવેદી*
[12/17, 5:49 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા
…………….
ગાંધીનગર જિલ્લામાં કુલ ૦૮ મશીનરી વાહનોનો આશરે ૪.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
……………
ગાંધીનગર તા.૧૭ ડિસેમ્બર –
ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો વિરુદ્ધ તા. ૧૬ ડિસેમ્બરના રોજ સતત ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. એફ.એસ. ગાંધીનગર, જિલ્લા કચેરી અમદાવાદ, જિલ્લા કચેરી સાબરકાંઠા તથા જિલ્લા કચેરી મહેસાણા તરફથી જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત માણસા પોલીસ તેમજ પ્રાંતિજ પોલીસ દ્વારા પણ સક્રિય રીતે મદદ લેવામાં આવી હતી.
ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાના લાકરોડા ગામ થી (૧) XCMG કંનીનુ એસ્કેવેટર મશીન સીરીયલ નંબર. 1244/812046200 મશીન ભાડેથી લાવનાર ચૌધરી વિષ્ણુભાઈ રહે.કોટડા, જી.બનાસકાંઠા (૨) હુન્ડાઈ એસ્કેવેટર મશીન સીરીયલ નં.N633DO4336, મશીન ભાડેથી લાવનાર રાવળ વિષ્ણુભાઈ રહે.અમરાપુર, તા.માણસા, જી.સાબરકાંઠા (૩) એસ્કેવેટર મશીન, Chasis-21SE2140123631, જેના માલિક અજયસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ રહે.સીતવાડા, તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠા (૪) હુન્ડાઈ એસ્કેવેટર મશીન Chasis-HYNDEGM3LE0060254 ના માલિક સૂર્યદેવસિંહ દિવાનસિંહ રાઠોડ રહે,સીતવાડા, તા.પ્રાંતિજ, જી. સાબરકાંઠા (૫) JCB મશીન Chasis-NKJ770EXAPKH34564, ના માલિક ગોવાલસિંહ ભવાનસિંહ રાઠોડ રહે. સીતવાડા, તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠા (૬) ડમ્પર નં-GJ-09-AU-6782 ના માલિક ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા રહે.નિકોલ, તા.જી.અમદાવાદ (૭) એસ્કેવેટર મશીન નંબર Chasis-SY014CE0320D8 ના માલિકશ્રી ઈશ્વરસિંહ કાળુસિંહ રાઠોડ રહે.સીતવાડા, તા.પ્રાંતિજ, જી. સાબરકાંઠા (૮) એસ્કેવેટર મશીન નંબર Chasis-SY020CE003708 ના માલિક ધર્મેન્દ્રસિંહ ઝાલમસિંહ રાઠોડ રહે.સીતવાડા, તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠા દ્વારા બિનઅધિકૃત સાદીમાટી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યાં છે.
આમ, કુલ ૦૮ વાહનોનો આશરે કુલ ૪.૨૫ કરોડ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
******
અશ્વિન ઘટાડ
[12/17, 6:20 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામ ખાતે મમતા દિવસે મધુકામિનીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું*
*****************
ગાંધીનગર, ૧૭ ડિસેમ્બર
દંતાલી ખાતે આજે પર્યાવરણ સંવર્ધનના હેતુસર મધુકામિની વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મમતા દિવસની મુલાકાત દરમિયાન કસ્તુરીનગર ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વૃક્ષારોપણ દ્વારા હરિત પર્યાવરણ અને સ્વસ્થ સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.
[12/17, 7:04 PM] Neha Talaviya.Mahiti: *ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારશ્રીના નવનિયુક્ત શિક્ષણ મંત્રીશ્રીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું*
….
*ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા મંત્રી શ્રી રિવાબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું*
…..
*’નમો કે નામ રક્તદાન’ અંતર્ગત ૫૬૨૫૬ બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મંત્રીશ્રીના હસ્તે સંઘને અર્પણ કરાયું*
….
*કમજોર વિદ્યાર્થીનો અર્થ એ નથી કે તે સક્ષમ નથી, શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થીની યોગ્યતા અને ક્ષમતાને આધારે તેને પ્રગતિની રાહ આપવાની છે – મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા*
….
*શિક્ષકો પર સમાજ વ્યવસ્થાને અને સરકારને ખૂબ ભરોસો છે, જેને કારણે મહત્વના દરેક કાર્યોમાં શિક્ષકોને સામેલ કરવામાં આવે છે- મંત્રી શ્રી રિવાબા જાડેજા*
……
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ
(સરકાર માન્ય) કારોબારી સભા દ્વારા
રાજ્ય સરકારશ્રીના નવનિયુક્ત મંત્રીશ્રીઓના સન્માન સમારોહનું આયોજન,વિધા સમીક્ષા કેન્દ્ર,સેક્ટર-૧૯, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ. પ્રધુમનભાઇ વાજા શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, શ્રીમતી રીવાબા જાડેજા શિક્ષણમંત્રીશ્રી (રા.ક.), ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતાં.
નવનિયુક્ત શિક્ષણમંત્રીશ્રીઓના સન્માન સમારોહ પ્રસંગે મંત્રીશ્રીઓના સન્માન સાથે સાથે, ‘નમો કે નામ રક્તદાન’ અંતર્ગત ૫૬૨૫૬ બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પણ મંત્રીશ્રીના હસ્તે, શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યું હતું. તથા શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી સન્માન પ્રાપ્ત કરનાર દહેગામ લવાડના શિક્ષિકા શ્રી નીમાબેન ગિરીશકુમાર પારેખ તથા, દહેગામના જીવરાજના મુવાડા શાળાના શિક્ષક શ્રી બીપીન પુરી ગોસ્વામીને પણ આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.તથા રાજ્યના વિવિધ જિલ્લા સંઘો દ્વારા આ તકે મંત્રીશ્રીઓને નોટબુક અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ તમામ નોટબુક જરૂરત મંદ વિદ્યાર્થીઓ માટે આપી એક નવા વિચાર સાથે વિદ્યાર્થીના ભવિષ્યની નીવ મજબૂત બનાવવા નાનકડો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ સન્માન પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાએ પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણ સંઘની સિદ્ધિઓને યાદ કરતા જણાવ્યું હતું કે,સંઘ દ્વારા શિક્ષણ મંત્રી તરીકે આજે જે સન્માન કરવામાં આવ્યું છે, તે માત્ર અમારુ નહીં પણ ગુજરાતના બાળ દેવનું સન્માન છે.એટલે આ સન્માન મા સરસ્વતીના ચરણમાં સમર્પિત કરીએ છીએ.
આ પ્રસંગે ઉદબોધન કરતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ મજબૂત હશે તો ભારત ને વિશ્વ ગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે એટલે કે,તેનો પાયો પ્રાથમિક શિક્ષણ જ છે, જેને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. આ સાથે જ તેમણે હક અને ફરજ ને સિક્કા ની બંને બાજુ ગણાવતા જણાવ્યું હતું કે, હક માટે જે રીતે સંપૂર્ણ સમર્પણથી લડી શકીએ તે જ રીતે સંપૂર્ણ સમર્પણથી પોતાની ફરજ પણ નિભાવીએ તો, ગુજરાત હંમેશા વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બની રહેશે. અને આ જ ભાવના સાથે આપણે સૌએ વિકસિત ભારતમાં આપણો ફાળો આપવાના સદભાગ્યનું ગૌરવ લેવું જોઈએ.
આ પ્રસંગે શિક્ષકોને અનુલક્ષીને મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખો કમજોર વિદ્યાર્થીનો અર્થ એ નથી કે તે સક્ષમ નથી, શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થીની યોગ્યતા અને ક્ષમતાને આધારે, ભવિષ્યમાં તેને આગળ વધવાની કેડી કંડારવામાં મદદરૂપ થવાની જવાબદારી નિભાવવાની છે. અને આમ એક ભારત શ્રેષ્ઠ ભારત ના વડાપ્રધાન શ્રી ના સ્વપ્નને શિક્ષણ સાથે જોડવાથી ભારતને વેસ્ટ બનાવવામાં શિક્ષક તરીકે તમે પણ ફાળો આપી શકશો. અને ભવિષ્યમાં શિક્ષિત, સંસ્કાર અને સશક્ત ભારત નિર્માણ માં શિક્ષકના યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
આ ઉપરાંત 2002 -03 થી શરૂ થયેલ,શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંગે પણ વાત કરી તેના સકારાત્મક પરિણામો આપણે વર્તમાનમાં જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં હાલ શિક્ષણનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે, ત્યારે શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવવાના ગર્વ હોવાનું પણ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધનની શરુઆતમાં, મંચ પરથી જે બે શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે તેમને ખુબ ખુબ અભિનંદન. પાઠવતા ઉમેર્યું હતું કે,માતા પિતા પછી જો કોઈ પવિત્ર અને નિસ્વાર્થ ભાવે બાળકના હિતેચ્છુ હોય તો તે શિક્ષક છે.અને આવા શિક્ષકો અને સરકાર વચ્ચે સંઘ સેતુનું કાર્ય કરે છે. એક સિસ્ટમ સુધારવા માટે નાની નાની ક્ષતીઓને ધ્યાને રાખવી જરૂરી છે, માત્ર કોઈ એક વર્ગ બદલાવાથી સિસ્ટમ નથી બદલાતી. અને આ સિસ્ટમ સુધારવાનું કામ સરકારની સાથે સાથે સંઘ પણ કરી રહ્યો છે.
વધુમાં શિક્ષણ અંગે તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નથી. મૂળ ભારતીય પરંપરા આધારિત શિક્ષણ અને સંસ્કાર થકી સિંચાયેલ બાળક ભારતને આવતીકાલનું શ્રેષ્ઠ નાગરિક બની શકે છે.અને આ કાર્ય માત્ર સરકાર કે સંઘનું નથી, આપણા સૌના સહિયારા પ્રયાસથી પાર પાડવાનું છે.અને એમાં પણ માત્ર હું જ કામ કરું છું,કે મારાથી જ થાય,એના બદલે મારા ભાગનું અને મારા કર્મનું હું કરું છું,આ વાત સ્વીકારી લઈએ તો કોઈ કાર્ય આપણને થકાડે જ નહીં.આ સમજાવતા મંત્રી શ્રીએ રામાયણનો પ્રસંગ વર્ણવી સમજ આપી આપણા ભાગે આવેલ ખિસકોલી કાર્ય નિષ્ઠાથી કરવા જણાવ્યું હતું.
આ તકે તેમણે એસ.આઈ.આર અંતર્ગત બી.એલ.ઓની પ્રશંસનિય કામગીરી બદલ અભિનંદન પાઠવતા ઉમેરી હતું કે, શિક્ષકો પર સમાજ વ્યવસ્થાને અને સરકારની ખૂબ ભરોસો છે, જેને કારણે મહત્વના દરેક કાર્યોમાં શિક્ષકો ને સંમિલિત કરવામાં આવે છે. વ્યક્તિ ઘડતર નિર્માણ ઉપરાંત સમાજ વ્યવસ્થામાં પણ શિક્ષકની ભૂમિકા મહત્વની છે. માત્ર રાજ્ય કે રાષ્ટ્ર નહીં પણ વિશ્વસ્તરે કમ્પેરીઝન કરી શકાય એવી શૈક્ષણિક વ્યવસ્થા આપણે ઊભી કરી છે, જેમાં માત્ર ભરતરનું ભાર નહીં પણ ગુણાત્મક શિક્ષણ પર આપણે વધુ ભાર મૂક્યો છે.
બાળકોને શિક્ષકો આજીવન યાદ રહે છે શિક્ષકો તેમના માટે પહેલો આદર્શ હોય છે,એટલે જ ભાવી ભારતનું સર્જન કરવાની ક્ષમતા શિક્ષકોમાં રહેલી છે.
નવનિયુક્ત મંત્રીશ્રીના સન્માન સમારંભમાં કેન્દ્રીય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખશ્રી બસવરાજ ગુરીકરજી તથા જોઈન સેક્રેટરી શ્રી વિનોદ ઠાકરાનજીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સંઘના મહામંત્રી શ્રી જૈમીન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ કાર્યાધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત સંગઠનની કાર્ય સૂચિ વિશે માહિતી સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સૌને આપી હતી.
આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા તથા નવનિયુક્ત મંત્રીશ્રીના સન્માનમાં વધારો કરતાં રાજ્યના વિવિધ જિલ્લાઓના શિક્ષણ સંઘના પ્રમુખશ્રીઓ, મહામંત્રી શ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા સભ્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
….
*નેહા તલાવિયા*
[12/17, 7:09 PM] Neha Talaviya.Mahiti: તારીખ: 17-12-2025
પ્રેસ નોટ નં.58
SIR 2025
………………..
મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થવામાં ગણતરીના કલાકો જ બાકી
………………………
રાજ્યમાં મુસદ્દા મતદારયાદી તૈયાર કરવાની કામગીરી પૂર્ણતાના આરે
………………………
તા.19.12.2025ના રોજ પ્રસિધ્ધ થશે SIRની મુસદ્દા મતદારયાદી
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી ફોર્મ પરત આવવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો હતો. ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.હવે તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે તેથી માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.
રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે.આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી.ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી હતી. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી.
ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.
આમ, આ મતદારયાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે.
મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ,
• તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.
• જે ભારતના નાગરિક છે અને SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.
………………………
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/18, 2:41 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મતદારયાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત ૧૯ ડિસેમ્બરે ગાંધીનગર જિલ્લાની મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરાશે*
……………
*મુસદ્દા મતદારયાદી અંગેના હકક-દાવા અને વાંધા અરજીઓ તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાન નોંધણી અધિકારીશ્રીઓની કચેરીઓ ખાતે રજુ કરી શકાશે*
……………
ગાંધીનગર તા.૧૮ ડિસેમ્બર –
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી જાહેર કરવામાં આવેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ ૩૪-દહેગામ, ૩૫-ગાંધીનગર (દક્ષિણ), ૩૬-ગાંધીનગર (ઉત્તર), ૩૭-માણસા તથા ૩૮-કલોલ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોના ગણતરી ફોર્મ (EF) ભરવા અંગેની કામગીરી તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલ છે અને તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ ફોટાવાળી મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી અંગેના હકક-દાવા અને વાંધા અરજીઓ તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાન નોંધણી અધિકારીશ્રીઓની કચેરીઓ ખાતે રજુ કરી શકાશે. આ મુસદ્દા મતદારયાદીમાં No mapping કેટેગરીના મતદારોને તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીના સમયગાળામાં આ મતદારોને નોટીસો પાઠવી કચેરીના કામકાજના દિવસો દરમિયાન સાંભળવામાં આવનાર છે તેમજ આ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ કરવામાં આવશે.
ફોટાવાળી મુસદ્દા મતદારયાદીની એક નકલ સંબંધિત મતદાન મથકો ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.જેથી તમામ મતદારોને તેઓના મતદાન મથકે આ પ્રસિધ્ધિ કરેલ મતદારયાદીમાં પોતાનું નામ જોઈ લેવા અને મતદારયાદી અંગે કોઈ વાંધા-સૂચનો હોય તો સંબંધિત મતદાન નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાન નોંધણી અધિકારીશ્રીઓની કચેરીઓનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરાવી શક્શે. જેથી તમામ મતદારોને આ અંગેનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
…………….
*દિવ્યા ત્રિવેદી*
[12/18, 3:53 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લામાં અક્ષરધામ ગ્રામહાટ ખાતે તા.૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નું આયોજન*
……
*ગાંધીનગર જિલ્લાના ત્રિ-દિવસીય મેળાનો શુભારંભ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષા મંત્રીશ્રી કાંતીલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યો*
……
*“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ને પ્રોત્સાહન આપવા ૮૫ જેટલા સ્વદેશી સ્ટોલ ઉભા કરાયા*
…….
*આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે-મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા*
….
*સશક્ત નારી મેળા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગરની કામગીરી અને સુવ્યવસ્થિત આયોજન બદલ કલેકટરશ્રીને મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ અભિનંદન પાઠવ્યા*
……
*જિલ્લાના નાગરિકોને જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”ની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેનો અનુરોધ*
……
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. મારફત તા.૧૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં તા.૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગ્રામહાટ, અક્ષરધામ મંદિરની સામે, ગાંધીનગર ખાતે જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નું આજે ભવ્ય ઉદ્ઘાટન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષા મંત્રીશ્રી કાંતીલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના આ સશક્ત નારી મેળામાં “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ના સંદેશને સાર્થક કરતા ૮૪ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહઉદ્યોગ ઉત્પાદનો, સ્વસહાય જૂથ (SHG)ના ઉત્પાદનો, કૃષિ આધારિત વસ્તુઓ, મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ ત્રણ દિવસ કરવામાં આવશે.
આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
તથા મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો અને મહિલા કલ્યાણ સંબંધિત યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં પણ આ મેળો મજબૂત માધ્યમ બની રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે,આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે. આ સાથે જ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષ માટે રોજગાર માટે એક આવું સ્થળ અને એ પણ પ્રવાસન સ્થળની એકદમ નજીક હોય તેવી વ્યવસ્થા થકી સ્વદેશી અભ્યાનને તો નવો વેગ મળશે જ પરંતુ ગાંધીનગરના આ સ્થાયી વેચાણ કેન્દ્રને તેમણે એક મોડલ તરીકે ગણાવતા ઉમેર્યું હતું કે, અન્ય જિલ્લાઓમાં પણ આવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બનવા સાથે તેમને સ્વદેશી વસ્તુઓ બનાવે જાણ માટે કાયમી પ્લેટફોર્મ મળી રહેશે.વધુમાં આ મેળામાં ઉપસ્થિત તમામ બહેનોના વ્યવસાયને વેગ આપવા બેન્ક દ્વારા સહાયની વિગતો અને નોંધણી માટે પણ સ્થળ પરજ વ્યવસ્થા ઉભી કરવાની તંત્રની તૈયારી ને બિરદાવી હતી.
તદુપરાંત ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના નાગરિકો, પ્રવાસીઓ અને મહિલાઓને આ જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”ની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પણ વહીવટી તંત્ર વતી અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્વદેશી અભિયાનને વેગ આપતા આ ત્રિ-દિવસીય મેળાના શુભારંભ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ સહિત મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
…..
*નેહા તલાવિયા*
[12/18, 3:53 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1NFVc_KnLuRCU3sf5aOpnebZ9Z49FznVm?usp=sharing
[12/18, 3:55 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1-8aw0gZ5nAGYMOpDo-BxY8w0LfFeKbEZ?usp=sharing
[12/18, 4:15 PM] Neha Talaviya.Mahiti: *ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ લોન ટેનિસ સ્પર્ધા અંતર્ગત ગુજરાત સેક્રેટરીની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો*
…..
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ લોન ટેનિસ સ્પર્ધા તા.16/12/25 થી 22/12/25 દરમિયાન ગાંધીનગર ગુ
ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધા માં ગુજરાત સેક્રેટરીની ટીમ ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.જેમાં rsb mumbai ની સામે ગુજરાતની ટીમે પ્રથમ મેચમાં સ્કોર 8/1 તેમજ, બીજી મેચ માં પણ 8/2 સ્કોર થી આગળ રહી તૃતીય નંબર મેળવ્યો છે.
ગુજરાતની ટીમના ખેલાડી હિરલ પટેલ, જયાબેન ખાંટ, જાનવી, અને રસીલા ડામોરને આ ઉપલબ્ધી બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
…
*નેહા તલાવિયા*
[12/18, 5:27 PM] Neha Talaviya.Mahiti: *જયશ્રીબેન ચાવડા એટલે એક એવા મહિલા જેમણે ક્યારેય કોલેજમાં પગ પણ નહોતો મુક્યો, તેઓ પોતાની હસ્તકલા અને ભરતગુંથણની કળા થકી નામચીન ફેશન ડિઝાઇનિંગ શિખવતી સંસ્થામાં તાલીમ આપવા ગર્વભેર જઈ રહ્યા છે*
……
*સ્વદેશી ઉત્પાદનોના સહારે નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ જયશ્રીબેન ચાવડા*
***********************
*હાથવણાટથી નારી સશક્તિકરણની સફરમાં ૧૬૫ બહેનોને પગભર બનાવતા ૬૨ વર્ષીય જયશ્રીબેન ચાવડા ગામડાની બહેનો માટે આશાનો દીપક બન્યાં*
***********************
સશક્ત નારી મેળામાં નારી સશક્તિકરણ અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહનનો સશક્ત સંદેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મેળામાં ‘વોકલ ફોર લોકલ’ તથા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના વિચારને આત્મસાત કરી દેશી ઉત્પાદનોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ મેળામાં સહભાગી બનેલા અમદાવાદના ૬૨ વર્ષીય જયશ્રીબેન ચાવડાની પ્રેરણાદાયક હાજરી સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. કહેવાય છે ને કે ‘મન હોય તો માળવે જવાય’ એ કહેવતને સાર્થક કરતા, છેલ્લા અનેક વર્ષોથી હેન્ડ વર્કના ક્ષેત્રમાં કાર્યરત જયશ્રીબેન ચાવડા કુર્તા મટીરીયલ તથા દુપટ્ટા જેવા સ્વદેશી હસ્તકલા ઉત્પાદનો તૈયાર કરે છે, અને તેની સાથે અનેક મહિલાઓને આ ભરતગુંથણનુ તાલીમ આપી રોજગારીનો અવસર પણ પૂરો પાડી રહ્યા છે.
જયશ્રીબેન ચાવડા આ અંગે જણાવે છે કે, તે પોતે વધુ ભણેલા નથી,પણ તેમને ભરતગુંથણનો શોખ નાનપણથીજ હતો.જેને તેમણે પોતાના હાથનો જાદુ બનાવી દિધો, જયશ્રીબેનના હાથની આ જાદુઈ હસ્તકળા તેમણે મહિલા ઉત્કર્ષ માટે વાપરતાં,ગામડાની બહેનો માટે જાણે પ્રગતિના નવા દ્વારા ખોલી દીધા.
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માત્ર ખેતકામ સુધી સીમિત ન રહે, પરંતુ તેમને ઘરબેઠા રોજગાર મળી રહે,તે હેતુથી જયશ્રીબેને ગ્રામ્ય મહિલાઓને વર્ષોથી નિશુલ્ક તાલીમ આપે છે. હાલ તેમની સાથે ૬૫થી વધુ બહેનો નિયમિત રીતે કાર્યરત છે,જ્યારે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ બહેનોને તેઓ સ્વમાનભેર આત્મનિર્ભર બનાવવામાં સફળ રહ્યા છે.અને આ બહેનો હવે પોતપોતાના વિસ્તારમાં પોતાની રીતે સ્વતંત્ર વ્યવસાય કરવા સાથે અન્ય મહિલાઓને પણ કલા શિખવાડી પગભર બનાવી રહ્યા છે.
જયશ્રીબેન ચાવડાને તેમના નારી સશક્તિકરણ માટેના મહત્વપૂર્ણ યોગદાન બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તરફથી પ્રશંસા પત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન તેમણે પોતાની સાથે જોડાયેલી બહેનો તથા તેમના પરિવારજનોની જવાબદારી ઉઠાવીને માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કર્યું હતું.
આ ઉપરાંત જયશ્રીબેન ચાવડાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી,દમણ તેમજ રાજસ્થાનની મોહનદાસ સુખડીયા ફેશન કોલેજ સહિત વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપી છે. તેમણે ગરવી ગુર્જરી મેળા, ઇન્ડેક્ષ સ્ત્રી ગવર્મેન્ટ મેળા, મહિલા મેળા ગાંધીનગર સહિત અનેક પ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે.
આજે સશક્ત નારી મેળામાં ભાગ લેવાનો અવસર મળ્યો તે તેમના માટે ગૌરવની વાત હોવાનું તેમણે જણાવતાં,સ્વદેશી ઉત્પાદન દ્વારા નારી શક્તિનું સશક્તિકરણ કરવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ છે તેમ કહ્યું હતું.
સશક્ત નારી મેળા જેવા સ્વદેશી અભિયાનને વેગ આપતા આયોજનો થકી મહિલા શક્તિને ઉજાગર કરવા બદલ,ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
************
*અશ્વિન ઘટાડ*
[12/18, 5:31 PM] Neha Talaviya.Mahiti: ગાંધીનગર જિલ્લામાં પૂર્વ સૈનિકો તથા શહીદ/દિવગત સૈનિકોના ધર્મપત્નીઓનું સમેલન યોજાશે
*******************************
ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તેમજ શહીદ/સ્વ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતો માટે એક માહિતીપ્રદ સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમેલન તારીખ. ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, સેક્ટર-૭/સી, ગાંધીનગર ખાતે યોજાશે.
આ સમેલન દરમિયાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્રીય સૈનિક બોર્ડ તેમજ નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય દ્વારા પૂર્વ સૈનિકો તથા શહીદ/સ્વ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ આર્થિક સહાય યોજનાઓ, કલ્યાણકારી લાભો અને સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો, શહીદ/સ્વ સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોને આ સમેલનમાં હાજરી આપવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદ તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સાથે જ જાહેર હિતમાં આ અખબારી યાદી દ્વારા આપવામાં આવે છે.
આ સમેલનમાં હાજરી આપવા ઇચ્છુકોએ તેમની હાજરી અંગેની જાણકારી તારીખ ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદના ટેલીફોન નંબર ૦૭૯-૨૬૮૫૧૩૮૨ પર આપવાની રહેશે, જેથી યોગ્ય આયોજન અને વ્યવસ્થા કરી શકાય છે.
************
અશ્વિન ઘટાડ
[12/18, 6:35 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: તા.18-12-2025
પ્રેસ નોટ નં.59
SIR 2026
………………..
તા.19.12.2025ના રોજ પ્રસિધ્ધ થશે SIRની મુસદ્દા મતદારયાદી
………………………
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
• રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાશે.
• તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને મુસદ્દા મતદારયાદીની હાર્ડ કોપી તથા સોફટ કોપી સુપ્રત કરશે.
• ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ બુથ લેવલ એજન્ટો સાથે બુથ લેવલ ઓફિસર્સની તમામ મતદાન મથકોએ મિટિંગ પૂર્ણ કરવામાં આવેલી છે, તથા તેઓને ASD (ગેરહાજર, સ્થાંળતરિત, મૃત) મતદારોની યાદી પણ આપવામાં આવેલ છે.
• સમગ્ર SIRની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા, માન્ય રાજકીય પક્ષો સાથે અવાર નવાર મિટિંગ કરીને તેમના પ્રશ્નો અન્વયે હકારાત્મક અભિગમ સાથે મુસદ્દારૂપ મતદારયાદી પ્રસિધ્ધ થવા જઇ રહી છે.
મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ,
• તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.
મતદારોને ખાસ જણાવવાનું કે,
આપનું નામ મુસદ્દા મતદારયાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો.
• વેબસાઇટ http://ceo.gujarat.gov.in
• વોટર પોર્ટલ : voters.eci.gov.in
• ECINET App
• BLO પાસેથી
• જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
જો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે સોગંદનામું રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
જો મુસદ્દા મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
મુસદ્દા મતદારયાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
………………………
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/18, 7:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ હવે એન.એફ.એસ.એ અને વય વંદના પ્રકારના કાર્ડ દ્વારા લોકોને મળી રહ્યો છે સ્વાસ્થ્ય વીમાનો લાભ*
………..…
*ગાંધીનગર જિલ્લામાં હાલ સુધીમાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ કેટેગરી અંતર્ગત કુલ ૬,૯૫,૯૯૫ લાભાર્થીઓને તથા ૭૦ વર્ષથી ઉપરના કુલ ૨૭૯૬૭ વયો વૃદ્ધોને વય વંદના યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ અપાયા*
……………
*આયુષ્માન એપ દ્વારા ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવવું બન્યું સરળ*
……………
વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી ગુજરાતમાં લાખો પરિવારોને આરોગ્યની આપાતકાલીન મુશ્કેલીઓમાં પણ તાત્કાલિક સારવારની સુવિધા મળતી થઈ છે.
ભારત સરકારની આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ હવે બે અલગ-અલગ પ્રકારના કાર્ડ દ્વારા લોકો સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં, NFSA રેશનકાર્ડ ધારકો અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ગાંધીનગર જિલ્લામાં હાલ સુધીમાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ કેટેગરી અંતર્ગત કુલ ૬,૯૫,૯૯૫ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે ૭૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટેની વય વંદના યોજના અંતર્ગત જિલ્લાના કુલ ૨૭૯૬૭ વયો વૃદ્ધોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં દહેગામ તાલુકાના ૬૧૨૫, ગાંધીનગર તાલુકાના ૬૦૭૧, કલોલ તાલુકાના ૬૮૮૧, અને માણસા તાલુકાના ૮૮૯૦ વરિષ્ઠ નાગરિકોને કાર્ડની સુવિધા પહોંચાડવામાં આવી છે.
આ બંને કેટેગરીમાં આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા અને વિશેષતા જાણીએ તો, NFSA પ્રકારના PM-JAY કાર્ડ મુખ્યત્વે એવા પરિવારો માટે છે જેઓ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ રેશનકાર્ડ ધરાવે છે.
જે પરિવારો પાસે NFSA રેશનકાર્ડ છે અને જેમની વાર્ષિક આવક નિયત મર્યાદા (સામાન્ય રીતે ₹4 લાખ સુધી) ની અંદર છે, તેઓ આ કાર્ડ મેળવી શકે છે.
ગુજરાતમાં આ કાર્ડ ધારકોને પરિવાર દીઠ વાર્ષિક ₹૧૦ લાખ સુધીની મફત સારવાર મળે છે. (કેન્દ્ર સરકારના ₹૫ લાખ + રાજ્ય સરકારના વધારાના ₹૫ લાખ). આ કાર્ડ ‘ફેમિલી ફ્લોટર’ ધોરણે કામ કરે છે, એટલે કે પરિવારના તમામ સભ્યો એક જ મર્યાદામાં સારવાર કરાવી શકે છે.જેમા ગંભીર બીમારીઓ, ઓપરેશન અને હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ આવરી લેવામાં આવે છે.
વય વંદના પ્રકારનું PM-JAY કાર્ડ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર ૨૦૨૪માં ખાસ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે છે.
આ માટે ૭૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ ભારતીય નાગરિકો કાર્ડ મેળવવાને પાત્ર છે. આ કાર્ડ માટે કોઈ આવક મર્યાદા નથી. પછી ભલે તે અમીર હોય કે ગરીબ, દરેક ૭૦ વર્ષથી વધુ વયના નાગરિક તેનો લાભ લઈ શકે છે.
આ કાર્ડ અંતર્ગત વ્યક્તિગત રીતે વાર્ષિક ₹૫ લાખ સુધીનું ફ્રી હેલ્થ કવર મળે છે. જો કોઈ પરિવાર પાસે પહેલેથી NFSA હેઠળનું PMJAY કાર્ડ હોય, તો તે પરિવારના ૭૦ વર્ષથી ઉપરના સભ્યોને આ ₹૫ લાખનું વધારાનું (Top-up) કવર મળશે, જે ફક્ત તેમના માટે જ હશે.
જો વરિષ્ઠ નાગરિક CGHS અથવા ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસની અન્ય સ્કીમમાં હોય, તો તેઓ આ કાર્ડ અથવા જૂની સ્કીમ બેમાંથી એક પસંદ કરી શકે છે.
*કાર્ડ કેવી રીતે કઢાવવું?*
કોઈપણ ભારતીય નાગરિક’Ayushman App’ ડાઉનલોડ કરીને જાતે KYC કરી શકે છે અથવા નજીકના VCE (ગ્રામ પંચાયત), જન સેવા કેન્દ્ર (CSC) અથવા સરકારી હોસ્પિટલના આયુષ્માન મિત્રનો સંપર્ક કરી આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે. આ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ હોવું અનિવાર્ય છે.
આયુષ્માન કાર્ડ (PM-JAY) માટે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ અરજી કરી શકો છો. જે માટે આયુષ્માન એપ (Ayushman App) દ્વારા અરજી કરી શકાશે.
*સ્ટેપ 1: એપ ડાઉનલોડ કરો*
– સૌથી પહેલા Google Play Store પરથીNHA દ્વારા બનાવેલી ‘Ayushman App’ ડાઉનલોડ કરો.
*સ્ટેપ 2: લોગિન પ્રક્રિયા*
– એપ ખોલીને ‘Login’ પર ક્લિક કરો.
– ત્યાં ‘Beneficiary’ વિકલ્પ પસંદ કરો.
– તમારો મોબાઈલ નંબર નાખો અને ‘Verify’ પર ક્લિક કરો. તમારા નંબર પર આવેલો OTP નાખીને લોગિન કરો.
*સ્ટેપ 3: લાભાર્થીની શોધ (Search)*
– હવે એક નવું પેજ ખુલશે જેમાં વિગતો ભરો:
– State: Gujarat
– Scheme: PMJAY (સામાન્ય માટે) અથવા PMJAY-VAY VANDANA (૭૦ વર્ષથી વધુ ઉંમરના માટે)
– Search By: ‘Ration Card’ અથવા ‘Aadhaar Number’ પસંદ કરો.
– District: તમારો જિલ્લો પસંદ કરો.
– વિગતો ભરીને ‘Search’ પર ક્લિક કરો.
*સ્ટેપ 4: KYC પ્રક્રિયા*
– સર્ચ કર્યા પછી તમારા પરિવારના સભ્યોના નામ દેખાશે.
– જે સભ્યનું કાર્ડ બનાવવું હોય તેના નામ સામે ‘Do E-KYC’ પર ક્લિક કરો.
– KYC માટે ‘Aadhaar OTP’ નો વિકલ્પ સૌથી સરળ છે (આ માટે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે).
– OTP વેરીફાય કર્યા પછી તમારો લાઈવ ફોટો પાડવાનો રહેશે.
*સ્ટેપ 5: કાર્ડ ડાઉનલોડ*
– બધી વિગતો સબમિટ કર્યા પછી, જો તમારી વિગતો આધાર સાથે મેચ થશે તો તમારું કાર્ડ તરત જ ‘Approve’ થઈ જશે.
– તમે ‘Download Card’ પર ક્લિક કરીને તેને PDF સ્વરૂપે સાચવી શકો છો.
*જરૂરી દસ્તાવેજો* (Documents Needed)
– આધાર કાર્ડ (મોબાઈલ નંબર લિંક હોવો હિતાવહ છે).
– રેશનકાર્ડ (NFSA હોવું જરૂરી છે).
– મોબાઈલ ફોન (OTP માટે).
વય વંદના કાર્ડ માટે, જો તમે ૭૦+ વયના છો અને તમારું નામ લિસ્ટમાં નથી, તો તમે ‘Aadhaar Card’ના આધારે નવું રજીસ્ટ્રેશન પણ તે જ એપમાં કરી શકો છો.
ઓનલાઈન સિવાય નજીકના ‘Common Service Center’ (CSC) અથવા ગ્રામ પંચાયતમાં VCE પાસે જઈને પણ કાર્ડ કઢાવી શકાશે.
……………
*આલેખન: ડો.દિવ્યા ત્રિવેદી*
[12/18, 8:19 PM] Neha Talaviya.Mahiti: *PMJAY માત્ર એક યોજના કે કાર્ડ નથી,એ માદંગીના આકસ્મિક ખર્ચને પહોંચી વળતો એવો સાચો મિત્ર છે,જેને સરકારે તમારા સુધી પહોંચાડ્યો છે*
……
*”આટલી ઉંમરે ફરી મારા પગ પર ચાલતી થઈ એટલે આ મારો નવો જન્મ જ છે,જે સરકારની સહાય થકી અને આયુષ્માન કાર્ડના લાભથી મને મળ્યો છે”-જડીબા ઠાકોર*
….
*વિકટ પરિસ્થિતિમાં આયુષ્માન કાર્ડ જુના ટંક માંથી એ રીતે મળી આવ્યું,જાણે તેમની ઈચ્છા પૂર્તિ માટે ચિરાગ માંથી કોઈ જીન નિકળી આવ્યો હોય!*
…
*અમારા જેવા મધ્યમ વર્ગના માણસો માટે શેર લાવી શેર ખાવું જેવી પરિસ્થિતિમાં દવાખાનાનો અણધાર્યો ખર્ચ અધિકમાં દુકાળ જેવી પરિસ્થિતિ લઈને આવ્યો હતો-વિક્રમભાઈ ઠાકોર*
……
PMJAY માત્ર એક યોજના કે કાર્ડ નથી,એ માદંગીના આકસ્મિક ખર્ચને પહોંચી વળતો એવો સાચો મિત્ર છે,જેને સરકારે તમારા સુધી પહોંચાડ્યો છે,જેણે લાખો કરોડો પરિવારને માંદગીના સમયમાં કે દવાખાનાના આકસ્મિક ખર્ચ વખતે વ્યાજની ચક્રવ્યુહમાં ફસતા બચાવ્યા છે. આજે પણ ગાંધીનગર જિલ્લાના એક એવા જ પરિવારની વાત જેમને સરકારની આ એક યોજનાએ નવી દિશા સાથે તેમના માતાને ઢળતી ઉંમરે જીવવાની નવી આશા આપી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ‘PMJAY’ એટલે મેડિકલ ઈમરજન્સી સમયમાં સંકટની સાંકળ એમ જણાવતાં ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામના વિક્રમભાઈ રવાજી ઠાકોર જણાવે છે કે,આ વર્ષે તેમના ૭૫ વર્ષીય માતા જડીબાને ઘુંટણમાં તકલીફ થતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.જ્યાં તેમને ઢાંકણીનું ઓપરેશન કરાવવાની જરૂર પડશે તેવું નિદાન આવતા પહેલાતો પરિવાર ચિંતામાં સરી પડ્યો હતો.કારણકે આ ઓપરેશનનો ખર્ચ ગાંધીનગરની બે ચાર મોટી હોસ્પિટલમાં પુછતા દોઢથી પોણા બે લાખ રૂપિયા જેટલો કિધો હતો.
આ અંગે વિક્રમભાઈ જણાવે છે કે, મધ્યમ વર્ગના માણસો માટે શેર લાવી શેર ખાવું આવી પરિસ્થિતિમાં આ અણધાર્યો ખર્ચ અધિકમાં દુકાળ જેવી પરિસ્થિતિ લઈને આવ્યો હતો.પરંતુ તેમના મનમાં પોતાના માતાજી માટે એક લાગણી હતી કે મારે બા ને ઉભા કરવાના જ છે.એટલે વિક્રમભાઈ અને તેમના નાનાભાઈ બંનેએ વિચાર્યું હતું કે,ગમે તે થાય આપણા બા માટે ભલે વ્યાજે પૈસા લેવા પડે કે પછી દર દાગીના વેચવા પડે,બા ને તો ઉભા કરવાના જ છે.
કહેવાય છે ને કે સાચી લાગણી અને માંગણી સામે ભગવાન પણ નમી જાય છે,અને રસ્તો બતાવે જ છે, એવું જ આ ઠાકોર પરિવાર સાથે બન્યું.ગાંધીનગર સિવિલના RMO એ તેમને ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલમાં બાને ઓપરેશન માટે લઈ જવાની સલાહ આપી.પણ હજુ ખર્ચનો પ્રશ્ન તો ઉભો જ હતો. જેનો જવાબ પણ સિવિલના RMO દ્વારા જ મળી ગયો.
શરુઆતમાં જ્યારે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં, ત્યારે આ પરિવાર દ્વારા પણ કાર્ડ બનાવડાવી લેવામાં આવ્યા હતાં.પરંતુ બિમારી અને ખર્ચની ચિંતા ગણો કે પછી સમય સાથે ભુલાયેલ કાર્ડ હોય જે ગણો તે,પણ આ વિકટ સ્થિતિમાં સિવિલના RMO દ્વારા કાર્ડની સમજ અપાતા,દિકરાને ઘણા સમય પહેલાં કરાવેલું આયુષ્માન કાર્ડ યાદ આવ્યું,જુના ટંક માંથી આ કાર્ડ એ મળતા પરિવાર એટલો ખુશ થઈ ગયો કે,જાણે તેમની ઈચ્છા પૂર્તિ માટે ચિરાગ માંથી કોઈ જીન નિકળી આવ્યો હોય!
પછી તો શું,સિવિલના RMOએ ચિઠ્ઠી લખી આપી અને જડી બાને ૨૯ માર્ચ ૨૦૨૫ના રોજ હાઈટેક હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવાયા.અને બિલકુલ નિશુલ્ક ઢાંકણી નું ઓપરેશન સફળ રીતે થઈ ગયું.અને આજે જડી બા ઘોડીના ટેકે એકલા હરતા ફરતા પણ થઈ ગયા છે.
આ અંગે જડીબેન ઠાકોર જણાવે છે કે, “આટલી ઉંમરે ફરી મારા પગ પર ચાલતી થઈ એટલે આ મારો નવો જન્મ જ છે.અને મને આમ ફરી હરતી ફરતી કરવા બદલ હું આપણા મોદી સાહેબ અને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખુબ ખુબ આભાર માનું છું.જેમણે આ કાર્ડ આપી અમારી ચિંતા મટાડી દીધી છે.”
…..
*નેહા તલાવિયા*
[12/19, 12:05 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા.27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આજરોજ તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દવે પ્રેસ મીડિયાના તમામ મિત્રોને પ્રેસ બ્રીફ કરશે. તેથી તમામ મીડિયા મિત્રોને આ માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.*
*તા. 19/12/2025*
*સમય: સાંજે 6:30 કલાકે*
*સ્થળ: સમિતિ ખંડ, કલેકટર કચેરી, ગાંધીનગર*
*નાયબ માહિતી નિયામક,*
*ગાંધીનગર*
[12/19, 3:21 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ખેલમહાકુંભ-૨૦૨૫ના ખેલાડીઓએ તા.૦૩ જાન્યુઆરી સુધીમાં રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રોકડ પુરસ્કાર માટે ફોર્મ જમા કરાવવાના રહેશે*
…………
ગાંધીનગર તા.૧૯ ડિસેમ્બર –
સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલમહાકુંભ-૨૦૨૫માં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન-સંચાલન કરવામાં આવ્યું હતું.
ખેલમહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ઝોન/તાલુકાકક્ષા/મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનાં રોકડ-પુરસ્કાર ફોર્મ જમા કરાવવાના બાકી હોય તેવા ખેલાડીઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલમહાકુંભ-૨૦૨૫ રજિસ્ટ્રેશનની વિગત, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ તા.૦૩/૦૧/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાની રહેશે. ૦૩ જાન્યુઆરી બાદ રોકડ-પુરસ્કાર અંગેની માહિતી સ્વીકારવામાં આવશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ દ્વારા રાજ્યમાં સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, વિવિધ રમતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ આવી શાળા/ગ્રામ્ય/ઝોન/તાલુકા/જિલ્લા/મહાનગરપાલિકા અને પ્રદેશ રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો રાજ્ય સરકારનો ઉમદા આશય છે.
………….
*દિવ્યા ત્રિવેદી*
*******************************
અહીંયા પ્રસિદ્ધ થયેલા સમાચારો જનજાગૃતિના ભાગરૂપે વિડિયો ફોટાઓ અને સમાચાર મૂકવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી
