6. ઓગસ્ટ 2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

6 Ng pdf (1)

 

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો

[9/4, 12:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *નર્મદા જિલ્લામાં માત્ર ચાર બાળકોના શિક્ષણ માટે શરૂ થયેલી*
*ગોરા સરકારી પ્રાથમિક શાળામાં અત્યારસુધી ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું*
**************
*આ શાળામાંથી અત્યારસુધીમાં ૩૫થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને*
*સરકારી – ખાનગી નોકરી મેળવી*
***************
*શિક્ષણ ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરનાર આ ગોરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શાંતિલાલને ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે*
*****************
આદિવાસી વિસ્તારોના બાળકો ભણી ગણીને સરકારી અને ખાનગી ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે ગોરા પ્રાથમિક શાળાના ‘નર્મદા રત્ન’ શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈ સતત કાર્ય કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સરદાર સરોવર નર્મદા યોજનાના પુન:વસવાટ અસરગ્રસ્તોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વર્ષ -૧૯૯૯માં ગોરા ખાતે સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી.

આ વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત થનાર શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં જ્યારે શિક્ષક તરીકે મારી નિમણુંક થઇ હતી, ત્યારે શાળાને પોતાનું મકાન ન હોવાથી શિક્ષણપ્રેમી શ્રી ગોવિંદભાઈ તડવીના મકાનના એક ખૂણામાં એક ખુરશી, ટેબલ, અલમારી અને કાળાપાટીયા સાથે પ્રાથમિક શાળા ધોરણ – ૧થી૪નું શિક્ષણકાર્ય સૌપ્રથમ માત્ર ચાર વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ શાળામાંથી અત્યારસુધીમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી – ખાનગી સહિત વિવિધ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે.

તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ નવી પહેલમાં વર્ષ-૨૦૧૮-૧૯માં ચાલો, બાળપણને વિકસાવીએ, વર્ષ-૨૦૧૯-૨૦માં નવતર એક ઉપચાર અનેક, વર્ષ ૨૦૨૦-૨૧માં શિક્ષા સેતુ, વર્ષ-૨૦૨૧-૨૨માં ઓપન સ્માર્ટ ક્લાસ, વર્ષ-૨૦૨૨-૨૩માં સ્કેનિંગ બાય લર્નિંગ, વર્ષ-૨૦૨૩-૨૪માં એનિ ટાઈમ લર્ન (A.T.L), વર્ષ- ૨૦૨૪-૨૫માં મિશન C.E.T, વર્ષ- ૨૦૨૫-૨૬માં ટોટલ ફિઝીકલ રિસ્પોન્સ (T.P.R) શરૂ કરવામાં આવી હતી. જેની જિલ્લા –રાજ્યકક્ષાએ નોંધ લેવાતા શ્રી શાંતિલાલે શિક્ષક તરીકે ‘નર્મદા રત્ન’થી ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ સુધીની સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ ઉપરાંત શ્રી શાંતિલાલ ભોઇએ CRC કક્ષાએ:- “પ્રતિભાશાળી શિક્ષક”, તાલુકા કક્ષાએ “તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક”, જિલ્લા કક્ષાએ જિલ્લા “શ્રેષ્ઠ શિક્ષક”, “ઈનોવેટીવ શિક્ષક”, પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શૈક્ષણિક ટેબ્લો માટે “સન્માનપત્ર” તેમજ નર્મદા જિલ્લા સર્વોચ્ચ સન્માન “નર્મદા રત્ન” નો ખિતાબ મળ્યો હતો. આદિવાસી બાળકોમાં શિક્ષણનો બીજ અંકુરણ કરનાર “નર્મદા રત્ન” શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈને તેમના શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓના કાર્યને ધ્યાનમાં લઈને ૫ સપ્ટેમ્બર શિક્ષક દિને તેમણે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં “ચાલો, બાળપણને વિકસાવીએ” શાળાનો ઈનોવેટીવ પ્રોજેકટ જિલ્લા કક્ષાએ ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઈનોવેટીવ પ્રોજેકટ ડિજિટલ કેસ સ્ટડી અંતર્ગત ગાંધીનગર ખાતે અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય સ્કૂલ લિડરશિપ કૉન્ફોરન્સમાં પ્રેઝન્ટેશન સ્વરૂપે દિલ્હી ખાતે રજૂ કરવાનો સોનેરી અવસર મળ્યો હતો. શિક્ષણ વિભાગે આ ઈનોવેટીવ પ્રોજેકટને SSA- સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત કરવાનો આદેશ કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, વ્યસનમૂક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય પ્રત્યે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં જન -જાગૃતિ લાવવા શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવા બદલ શિક્ષણ વિભાગ તરફથી “સ્વચ્છ વિદ્યાલય”નો પુરસ્કાર પણ શાળાને પ્રાપ્ત થયો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઓપન સ્માર્ટ ક્લાસ ઇનોવેટીવ પ્રોજેકટ દ્વારા ધોરણ- 3 થી ૫ ના કુલ- ૧૪ વિષયોના ૨૧૦ જેટલા પાઠ્યક્રમોની ૨૧૦ પીપીટી તૈયાર કરીને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પદ્ધતિથી આકર્ષક અને અસરકારક રીતે શિક્ષણકાર્ય શરૂ કરીને ખાનગી શાળાઓને પણ મફત ઓનલાઈન શિક્ષણનું સચોટ ઉદાહરણ આપ્યું હતું. આ કપરા સમયે મારું ઈનોવેશન સતત બીજીવાર રાજ્ય કક્ષાએ રજૂ થયું હતું. દરેક એકમની પીપીટીના એકમવાર QR કોડ તૈયાર કરી માસવાર, ધોરણવાર મુજબ GCERTના સુચવેલ અભ્યાસક્ર્મ પ્રમાણે ગોઠવીને જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો.

શાળાના ઈનોવેશન Learning By Scanning દ્વારા તૈયાર થયેલ QR કોડને સૌથી વધુ QR કોડ બનાવાનો રેકોર્ડ INDIA BOOK OF RECORD અને WORLD RECORD OF EXCILENCE (IBR)માં સ્થાન મેળવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યની નોંધ લેવામાં આવી હતી. ધોરણ-૩ થી ૫ના કુલ-૧૪ વિષયોના ૨૫૦૦ જેટલા પાનાંને ડિજિટલ માસવાર અભ્યાસક્રમ આયોજનમાં માત્ર ૧૧ પાનામાં સમાવી બેગલેસ, પેપરલેસ અભ્યાસક્રમ તૈયાર કરવાની સાથે ભાર વગરના ભણતરની દિશામાં શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.

– પ્રિન્સ ચાવલા
*************
[9/4, 1:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે*
—–
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલ તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ટાગોર હોલ, પાલડી-અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ૩૦ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે.
—–
જીગર બારોટ
[9/4, 3:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*****************
*વેરાના દરમાં સુધારા થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ*

*દિલ્હી ખાતે મળેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં લેવાયા ઐતિહાસિક નિર્ણય*
*****************
રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી #NextGenGST લાવીને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું. GST દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી છે.
તેમણે કહ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રોજિંદુ જીવન વધુ સરળ બનશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે.

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા યોજાયેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં ખેડૂતો, સમાન્ય નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને ઇઝ ઓફ લિવીંગ એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં સુધારા થવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

આ સીમાચિહ્નરૂપી ભલામણો અંગે વિગતો આપતા નાણા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેતી માટે જરૂરી એવા ટ્રેકટર, ફર્ટીલાઇઝર, પિયતના સાધનો અને અન્ય મશીનરી વગેરે પર વેરાનો દર ૧૨ થી ૧૮ ટકા હતો, જેને ઘટાડીને હવે માત્ર ૦૫ ટકા કરવામાં આવ્યો છે, જેથી હવે ખેત પેદાશની ઊંચી લાગતમાં ઘટાડો થશે. આ મહત્વપૂર્ણ પગલાથી ગુજરાતના કરોડો ખેડૂતોને ફાયદો થશે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતો ઉપરાંત સમાન્ય માણસોને રોજિંદા જીવનમાં જરૂર પડતી વિવિધ ચીજ-વસ્તુઓ પર પણ વેરાનો દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે ચીજ-વસ્તુઓ પરના વેરાની વિગતો આપી હતી.

* *પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે.*
* *પેસ્ટ્રી, કેક, ચોકલેટ, કેન્ડી, સીરીલ ફ્લેક્ષ વગેરે જેવી વસ્તુઓ પરનો વેરાનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે*.
* *ડાયાબિટીક ફૂડ, સોયામીલ્ક, દૂધની બનાવટના પીણા, ફ્રૂટ પલ્પના પીણાં વગેરે પરનો વેરા દર ૧૮ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે*.
* *ટૂથ પેસ્ટ, શેવીંગક્રીમ, સાબુ વગેરે જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર વેરાનો દર ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
* *ટેલીવીઝન, એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવા જરૂરી ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ પરનો વેરાનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.*
* *વ્યક્તિગત મેડીક્લેમ અને વ્યક્તિગત જીવન વીમાના પ્રિમિયમને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી.*
* *કેંન્સર જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતી દવાઓને પણ વેરા માફી આપવામાં આવી છે.*
* *આ ઉપરાંત સર્જીકલ આઇટમ, મેડીકલ ગ્રેડ ઓક્સિજન, ગ્લુકોમીટર જેવી વસ્તુઓ પરનો વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
* *રબર, શાર્પનર, સ્ટેશનરી બુક્સ, મેપ વગેરેની સ્ટેશનરી જેવી વસ્તુઓને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ, કાગળ, મેથેમેટીકલ બોક્સ, જીઓમેટરી બોક્સ અને કલર બોક્સ પર વેરાનો દર ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
* *મૂર્તિઓ, લેમ્પ, પેઇન્ટીંગ, સ્ટોન વર્ક જેવી હેંડીક્રાફટની વસ્તુઓ પર વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ૧૨૦૦ CC થી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી પેટ્રોલ, LPG અને CNG વેરીયન્ટ ગાડીમાં તેમજ ૧૫૦૦ CCથી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી ડીઝલ ગાડીઓ પરનો વેરાનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો નાના અને મધ્યમ વર્ગના પરિવારોને થશે. વેરાના દરમાં આ સુધારાથી સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારો આવશે અને સામાજીક સુરક્ષામાં વધારો થશે.

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રીન્યુએબલ એનર્જીના વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સોલાર, વીન્ડ તેમજ દરિયાઇ મોજાથી ઉત્પન્ન થતી ઊર્જા માટેના સાધનો અને તેના પાર્ટસ પર પણ વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે. માઇક્રો તેમજ નાના ઉધોગને આ સુધારાથી અનેક ફાયદા થશે.

વેરાના દરમા ઘટાડો થવાથી વસ્તુઓનો ઉપભોગ વધશે. વસ્તુ કે સેવાના વર્ગીકરણમાં સુધારો થવાથી લીટીગેશન ઘટશે જેથી “ Ease of doing business”ને પણ વેગ મળશે. રજીસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવાના સુધરાઓથી ધંધામાં કેશફ્લોમાં વધારો થશે તેમજ કોમ્પ્લાયન્સ કોસ્ટમાં ઘટાડો કરીને ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશમાં વધારો થશે. આ ઉપરાંત રીફંડ પ્રક્રિયામાં સરળીકરણ તેમજ રીફંડ અરજીનો ઝડપી નિકાલ થતા નાણાકીય લિક્વીડીટીના પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આમ, GST કાઉન્સિલ દ્વારા તમામ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સિમાચિન્હરૂપ ભલામણથી ભારત તેમજ ગુજરાતનુ અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે તેમજ“ગતિમાન ગુજરાત, ગતિમાન ભારત”ની અને “વિકસીત ભારત – ૨૦૪૭”ની સંકલ્પના સાકાર થશે.
******
નિતીન રથવી
[9/4, 3:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *04-09-25* | *Time* *03:00* *PM*

*LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના સંદર્ભમાં નવી દિલ્હી ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ઇન્ટરેક્શન મીટ કાર્યક્રમ.*
*#VGRCMeetDelhi #VibrantGujarat #VGRC2025*

*Vibrant Gujarat Regional Conferences – Interaction Meet with leading industrialists at New Delhi #VGRCMeetDelhi #VibrantGujarat #VGRC2025*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=KLPe-OINpx8

*YouTube  :-* https://www.youtube.com/watch?v=drvXTfzI5Ns

*FB        :-* https://www.facebook.com/share/v/17UVjuPpan/

*FB        :-* https://www.facebook.com/share/v/14MqbuxENAh/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1963538447995736303

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1963538446238302611

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/4, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/bhupendrapbjp/status/1963503730751672530?s=46&t=XykMrD58Vm_Ei6p2jdjghQ
[9/4, 6:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે ફળદાયી સંવાદ-બેઠક*
————
*ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશીપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ સ્ટેટ છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા- ઔદ્યોગિક ક્ષમતા-આર્થિક સંભાવના અને સાંસ્કૃતિક વિરાસત વધુ ઉજાગર કરશે.
* ગુજરાતની વિકાસ યાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ સંચાલિત હશે.
* ‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી VGRC વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભમિકા નિભાવશે.
* VGRC રોકાણકારોને રિજનલ ઇકોસિસ્ટમ સાથે સીધા જોડાણનો અને સ્થાનિક MSME તથા આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાનો અવસર આપશે.
————
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશેઃ મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી*
————
*ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યુઃ DPIIT સચિવ શ્રી અમરદીપસિંઘ ભાટીયા*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે યોજાયેલી સંવાદ બેઠક રોડ-શોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો જે વિચાર આપ્યો હતો તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ શરૂ કરી રહ્યાં છીએ.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની પણ ભૂમિકા વ્યાપક પ્રાદેશિક વિકાસ સંભાવનાઓના સંદર્ભમાં આપી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે.

આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકો સિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. એટલું જ નહિ, સ્થાનિક એમ.એસ.એમ.ઇ. અને આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાની તક મળશે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, આવી રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારના આયોજનથી રિજનલ પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકો સામે પ્રસ્તુત કરવાનો મંચ મળશે.

‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

તેમણે આગામી 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનારી વી.જી.આર.સી.માં સક્રિય સહભાગી બનવાનું ઉદ્યોગ અગ્રણીઓને ઇજન પાઠવ્યું હતું.

આ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2003માં રાજ્યમાં શરૂ થયેલી સમિટ હવે પોલિસી, પાર્ટનરશીપ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લેટફોર્મ બની ગઈ છે.

ગુજરાત 2047માં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા સજ્જ છે તેની ભૂમિકા આપતા મુખ્યસચિવશ્રીએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ-2017 દ્વારા રાજ્યમાં નિશ્ચિત સમયાવધિમાં મંજૂરીઓનો નિકાલ ફરજિયાત બનાવાયો છે. 200થી વધુ વ્યવસાય સંબંધિત મંજૂરીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે એન્ડ ટુ એન્ડ ઓનલાઈન અરજી પદ્ધતિ સાથેનું ઇન્વેસ્ટર્સ ફેસેલિટેશન પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવેલું છે.

એટલું જ નહિ, સનરાઈઝ સેક્ટર્સ એવા સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન તથા ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં રોકાણો આકર્ષિત કરવામાં પણ ગુજરાત સફળતાપૂર્વક આગળ રહ્યું છે. તેને વધુ વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશે તેવો વિશ્વાસ મુખ્ય સચિવશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સચિવ શ્રી અમરદિપસિંહ ભાટીયાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ થવા જઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સરાહના કરતાં જણાવ્યુ હતુ કે, આ કોન્ફરન્સથી ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવી ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે અને આ કોન્ફરન્સના કારણે નાના શહેરોમાં નવા સ્ટાર્ટ અપ્સને વિકસવાની તક મળશે.

ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે તેને પણ તેમણે બિરદાવ્યું હતું. ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જન વિશ્વાસ બિલથી આવેલા સુધારો અંગે સચિવ શ્રી ભાટીયાએ છણાવટ કરી હતી અને સિંગલ વિન્ડો સિસ્ટમા કારણે ઉદ્યોગ માટેની જરૂરી મંજૂરીઓમાં પારદર્શિતા અને ઝડપ આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતિ મમતા વર્માએ આ ઇન્ટરેક્શન મીટમાં સૌને આવકારીને VGRCનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરુપે રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જર્નીમાં VGRCની પ્રાદેશિક વિશેષતાઓ અને વિકાસ સંભાવનાઓ સાથેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, ફિક્કીના પ્રેસિડેન્ટ શ્રી હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના સીઈઓ અને એમડી શ્રી રાજીવ ગાંધી તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
————
[9/4, 6:13 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1UOPpIs6E-S1hQ1kttwjqAPvg26DGJUn9?usp=drive_link
[9/5, 8:57 AM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં*
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પૂર્વાર્ધ રૂપે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ અને હેડ ઓફ ધ મિશન સાથે સંવાદ-બેઠક સંપન્ન*
————
*45 દેશોના રાજદૂતો-ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ સહભાગી થયા*
————
*ગુજરાત 69 બિલિયન યુએસ ડોલરના FDI અને નિકાસમાં 27% ના યોગદાન સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* રાજદ્વારીઓ ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ઇકોનોમીઝના નિર્ણાયક પાર્ટનર
* વેપારી રાજ્યની ઇમેજથી આગળ વધીને ગુજરાત હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર
* AI, સ્પેસ ટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, ઈવી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં ગુજરાત દેશનું પથ પ્રદર્શક રાજ્ય
* દેશનો સૌથી લાંબો સમુદ્ર કિનારો – 49 પોર્ટ્સ – પીએમ ગતિશક્તિ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગુજરાત લોજિસ્ટિક્સમાં અગ્રિમ રાજ્ય
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે, 69 બિલિયન યુએસ ડોલરના એફ.ડી.આઈ. અને નિકાસમાં 27%ના યોગદાન સાથે ગુજરાત સુદ્રઢ વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે મોડી સાંજે યોજાયેલી આ સંવાદ બેઠકમાં 45 જેટલા રાષ્ટ્રોના રાજદૂતો, ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ સંવાદ બેઠકમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઈમેજથી આગળ વધીને હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર છે.

તેમણે ઉમેર્યું કે, એ.આઈ., સ્પેસટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, ઈ.વી. અને ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સના ઉદ્યોગોના કેન્દ્ર સાથે ગુજરાત દેશનું પથપ્રદર્શક રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં ગુજરાત ગ્રોથ, સ્ટેબિલિટી અને ઓપોર્ચ્યુનિટીઝનું ઉજ્જવળ પ્રતીક અને વૈશ્વિક રોકાણકારો માટે એક ટ્રસ્ટેડ પાર્ટનર પણ છે.

નીતિ આધારિત શાસન, રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણ અને સુગ્રથિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ગુજરાતની સ્ટ્રેન્થ છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો, 49 પોર્ટ્સ અને પીએમ ગતિશક્તિ અન્વયે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે લોજિસ્ટિક્સ અને નિકાસમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં, ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનો ફાળો આપે છે.

VGRCની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ પહેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં વિસ્તૃત કરશે, MSMEને સશક્ત બનાવશે અને પ્રાદેશિક રીતે સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે.

તેમણે રાજદ્વારીઓ અને ભાગીદાર દેશોને VGRC થીમ, “પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ” સાથે અનુરૂપ અને ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇકોનોમીઝના નિર્માણમાં ગુજરાત સાથે સહભાગી થવા તેમજ વેપાર, રોકાણ, ટેકનોલોજી, અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સાથે આગામી રિજનલ કોન્ફરન્સીસમાં ભાગ લેવા માટે રાજદ્વારી સમુદાયને ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધો પ્રભાગના સચિવ શ્રી સુધાકર દાલેલાએ જણાવ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા પછીનું મહત્વનું કદમ છે અને પ્રાદેશિક શક્તિઓ દર્શાવવા, જમીની સ્તરના વિકાસને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક આકાંક્ષાઓને વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના વ્યાપક વિઝન સાથે સુસંગત પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.

તેમણે ગુજરાત સરકારની VGRCની આ નવીનતમ પહેલની પ્રશંસા કરતાં આ નવું પ્લેટફોર્મ રોકાણકારોમાં સમાન ઉત્સાહ પેદા કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા અને વિદેશ મંત્રાલયના આર્થિક રાજદ્વારી વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી. એસ. ગંગાધર વગેરેએ પણ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા.

આ સંવાદ બેઠકમાં રાજદ્વારીઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
————
[9/5, 9:02 AM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1AUANPmcfCKcWe5xORqkcNqn5BJREpSGq?usp=sharing
[9/5, 11:08 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *05-09-25* | *Time* *11:00* *AM*

*LIVE: શિક્ષક દિન નિમિત્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ. સ્થળ : ટાગોર હોલ, અમદાવાદ*

*LIVE: Best Teachers Award felicitation ceremony on the occasion of Teachers’ Day at Ahmedabad*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=68KdDhPj8SI

*YouTube*  :- https://www.youtube.com/watch?v=zpUjZ-YlUNo

*FB*       :- https://www.facebook.com/share/v/1AvSfx2Mxo/

*FB*       :- https://www.facebook.com/share/v/1CJUDXZQC9/

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1963837547945353236

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1963837550197678553

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/5, 11:19 AM] Dilip Gajjar.Mahiti.Press: *શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો*
……

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.

શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને ~ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ પાંચ જેટલી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલય ના બાળકો પહોંચ્યાં હતાં.

આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાન નું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે.

મુખ્યમંત્રીશ્રીએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન પણ કર્યું હતું.

આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળા ના શિક્ષકો પણ જોડાયા હતા.

*****
[9/5, 11:19 AM] Dilip Gajjar.Mahiti.Press: 05-09-2025 શિક્ષક દિવસ નિમિતે ફાળો આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
https://photos.app.goo.gl/PwMj63vf7zt376ys8
[9/5, 11:23 AM] Dilip Gajjar.Mahiti.Press: *ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર*
*****

દેશના બીજા રાષ્ટ્રપતિ, મહાન તત્ત્વચિંતક અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતિ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે આજે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડૉ. રાધાકૃષ્ણન માત્ર તત્ત્વચિંતક અને વિચારક જ નહોતા, પરંતુ શિક્ષણક્ષેત્રના મહાન દીપસ્તંભ પણ હતા. રાષ્ટ્રપતિ તરીકે તેમણે દેશના સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી રાષ્ટ્રને નવી દિશા આપવાનો ઐતિહાસિક કારભાર સંભાળ્યો હતો. તેમની યાદમાં પ્રતિ વર્ષ તા. ૫મી સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિવસ’ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસ પ્રાંતના તિરૂત્તાની ગામે એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. માત્ર ૧૮ વર્ષની વયે તેમણે સ્નાતક અને ૨૧ વર્ષની ઉંમરે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. વર્ષ ૧૯૦૯માં દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને સાથે અનેક સામયિકોમાં લેખ લખી ભારતીય દર્શનનો પ્રચાર કર્યો. તેમનું પ્રથમ પુસ્તક ‘ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર’ તરીકે પ્રકાશિત થયું હતું.

વર્ષ ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સ્વતંત્ર ભારત પછી તેઓ યુનેસ્કોમાં દેશના પ્રતિનિધિ રહ્યા હતા . બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ તેમણે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર તરીકે ભારતીય વિચારધારાનો પ્રચાર કર્યો હતો. તેમના અસાધારણ યોગદાન બદલ તેમને ‘ભારત રત્ન’, ‘ટેમ્પલટન’ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા.

આ પ્રસંગે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી. પંડ્યા સહિત અધિકારીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

_ધ્રુવી ત્રિવેદી_

[9/5, 11:41 AM] Dilip Gajjar.Mahiti.Press: *6 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ*
***
*ગુજરાતના નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરવા રાજ્યભરમાં 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત, નવા 71 સરકારી પુસ્તકાલયોના નિર્માણને મંજૂરી*
***
*રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાચકો લે છે વાંચનનો લાભ*
***
*ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરવા ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું*
***
*ગાંધીનગર, 5 સપ્ટેમ્બર, 2025:* ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ 7 આદિજાતિ જિલ્લા 14 તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ 64 સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ 64માંથી 53 સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ ચૂક્યા છે, અને 11નું કામ પ્રગતિમાં છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે, અને આ વર્ષે તાલુકા સ્તરે નવા 71 સરકારી પુસ્તકાલયોના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. એ પછી રાજ્યના તમામ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો કાર્યરત થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક વ્યક્તિને પુસ્તક વાંચનનો આનંદ માણવા માટે તેમના દિવસમાંથી સમય કાઢવા માટે પ્રેરિત કરે છે. આ દિવસને ઊજવવાનો ઉદ્દેશ દરેક લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ વાંચન પ્રવૃત્તિને કેળવી શકે અને વાંચનનો આનંદ લઇ શકે.

*રાજ્યમાં 33 જિલ્લા પુસ્તકાલયો અને 150 તાલુકા પુસ્તકાલયો*

રાજ્યમાં કુલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે, જેમાં 33 જિલ્લા પુસ્તકાલયો અને 150 તાલુકા પુસ્તકાલયો સહિત મધ્યસ્ત પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયો, રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયોનો પણ સમાવેશ થાય છે.

*મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાચકો*

રાજ્યભરમાં સ્થિત સરકારી પુસ્તકાલયો નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરે છે. રાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન 150થી વધુ વાંચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. રાજ્યના જે જિલ્લા પુસ્તકાલયો ખાતે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં પ્રતિદિન 250થી વધુ વાચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, અને તાલુકા પુસ્તકાલયો ખાતે પણ 100થી વધુ વાચકો પ્રતિદિન વાંચનનો લાભ મેળવી રહ્યા છે.

*આદિજાતિ સમુદાયો પણ મેળવી રહ્યા છે વાંચનનો લાભ*

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે, જેના થકી આદિજાતિ સમુદાયને પણ વાંચન સેવાનો લાભ મળી રહ્યો છે.

*X-X-X*
[9/5, 1:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *SVPI એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રારંભ (ICT): ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપશે*
***
*૨૦,૦૦૦ ચોરસ મીટરની સુવિધા વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકશે*
***
*ડિજિટલ પ્રક્રિયાઓ, સલામતી અને પારદર્શિતા સાથે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એર કાર્ગો શિપમેન્ટના અવરોધો દૂર કરશે*
***
અમદાવાદ, ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટીક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે. ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) સ્કેલ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે છે. તેનાથી હાલના સેટ-અપની ક્ષમતામા વૃદ્ધિ થઈ ૫૦,૦૦૦ મેટ્રિક ટન/વર્ષ થશે.

અત્યાધુનિક પ્લેટફોર્મ ICT ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વ-સ્તરીય માળખાને એકીકૃત કરે છે. ICTનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવરજવરમાં વિશ્વસનીયતા સુધારવાનો છે, જેનાથી SVPIA પર ઝડપી અને વધુ વિશ્વસનીય કાર્ગો પ્રોસેસિંગ થશે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના વ્યાપક કેચમેન્ટ વિસ્તારોને પૂર્ણ કરવામાં આવશે. આ સુવિધા વ્યાપક CCTV, નિયંત્રિત ઍક્સેસ અને મજબૂત સ્ક્રીનીંગ ટેકનોલોજીના ધોરણોને જાળવી રાખે છે. ટ્રક ગેટ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR), હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) કામગીરી અને બારકોડ ટ્રેકિંગ જેવી નવીનતાઓ માટે રીઅલ-ટાઇમ દૃશ્યતા સુનિશ્ચિત કરે છે. તેનાથી સપ્લાય ચેઇન ટેકનોલોજીમાં એક નવા ધોરણો સ્થાપિત થાય છે. ઉત્પાદન અખંડિતતા જાળવવા સમર્પિત કોલ્ડ-ચેઇન ઝોન બનાવવામાં આવ્યોં છે, જ્યારે ઉચ્ચ ડોક કાઉન્ટ્સ, બોલ ટ્રાન્સફર ડેકિંગ અને ઓટોમેટેડ સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પીક પીરિયડ્સ દરમિયાન કાર્યક્ષમતામાં વધારો કરશે.

ગુજરાતના ગતિશીલ ઔદ્યોગિક માળખાને ધ્યાને રાખતા ICT કાર્ગોના વ્યાપક સ્પેક્ટ્રમનું સંચાલન કરે છે, જેમાં ઈ-કોમર્સ, ઓટોમોટિવ ભાગો, ફાર્માસ્યુટિકલ્સ, કિંમતી વસ્તુઓ અને પેરીશબલ વસ્તુઓનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, ટોચની નિકાસમાં એન્જિનિયરિંગ માલ, વસ્ત્રો, ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણોનો સમાવેશ થાય છે. આ ટર્મિનલ રાજ્યના વિકાસમાં વૃદ્ધિ માટે ઉભરતા ક્ષેત્રો અને ઉચ્ચ-મૂલ્યના કાર્ગોનું સંચાલન કરવા તૈયાર છે. જેમાં તાપમાન-નિયંત્રિત શિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક ઘટકો, મોટા કદના સાધનો, ઝડપી ઈ-કોમર્સ કન્સાઇનમેન્ટસ વગેરેનો સમાવેશ થાય છે.

SVPIA વિશ્વસનીય, ઝડપી અને ખર્ચ કાર્યક્ષમતા વધારવા માળખાગત સુવિધાઓ, ડિજિટલ સિસ્ટમ્સ અને મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. તેનાથી ગુજરાતના ઉદ્યોગોને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. SVPI એરપોર્ટ, અમદાવાદ સહિત પશ્ચિમ ક્ષેત્ર માટે આધુનિક, કાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા સમર્પિત છે.
****
[9/5, 2:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૫ સંપન્ન*
******
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અર્પણ: પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત*
******
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*

* *વિદ્યાર્થીઓમાં સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવી, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને શિક્ષક સમુદાય સાકાર કરે*
* *આજીવન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શ્રેષ્ઠ શિક્ષક સન્માન એ ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’*
* *જીવન ઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું યોગદાન મહત્ત્વનું, એમાં લોહીનો નહીં, પણ વાત્સલ્યનો સંબંધ હોય છે*
******
*એઆઈ તાલીમ આપી શકે, પણ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો શિક્ષક જ કરી શકે: મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર*
******

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતીકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની વાત દોહરાવતાં કહ્યું કે માતા-પિતા પછી શિક્ષકો જ બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લોહીનો નહીં પણ વાત્સલ્યનો સંબંધ છે. માતા-પિતા પછી શિક્ષક જ બાળમાનસ પર સૌથી વધુ અસર કરે છે. ત્યારે ભાવિ પેઢીનું ઘડતર કરી, વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌ શિક્ષકોને અપીલ કરી હતી.

શ્રી પટેલે કહ્યું કે આપણા જીવનમાં કોઈ પણ કામને નાનું ન સમજીએ, પરંતુ જે કાર્ય કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું હોય, એ સારી રીતે નિભાવીએ તે જ સાચું શિક્ષણકાર્ય છે. તેમણે આજીવન શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી પ્રસંગે પારિતોષિક મેળવનારા સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, આજના દિવસે શ્રેષ્ઠ શિક્ષક સન્માન એ ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’ ગણાવી કહ્યું કે કોઈ પણ સમાજનો મજબૂત પાયો શિક્ષણ જ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાર વિનાના ભણતરને પ્રોત્સાહન આપી, માતા-પિતાના આર્થિક ભારને પણ હળવો કર્યો છે. તેમણે GST ના સુધાર માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે હજી બે દિવસ પહેલાં જ દેશમાં Next Gen GSTના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખ્યું છે. જેનાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે.

મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય ચાણક્યના સૂત્રને યાદ કરી શિક્ષકની મહત્તા વિશે કહ્યું કે ગુરુ ભગવાનનાં પણ દર્શન કરાવી શકે છે. પ્રાચીનકાળથી ભારતમાં જ્ઞાનનાં દર્શન કરાવનાર આ ગુરુઓ જ છે. તેમનું વિદ્યાર્થીઓ પ્રત્યેનું સમર્પણ જ્ઞાન પરંપરા અને મહાન બનાવે છે. તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરી કહ્યું કે, શિક્ષણ વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવે છે. શિક્ષકની સકારાત્મકતા સૌથી મોટી મૂડી છે.

મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણનીતિ, દીકરીઓ માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વાત કરી તેનો લાભ લેવા તેમજ વિકસિત ભારત @૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સ્વપ્નમાં સૌને સાથે મળી જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ભગવાન શ્રી કૃષ્ણ, આચાર્ય ચાણક્ય, વિનોબા ભાવે તથા કાકાસાહેબ કાલેલકરના ઉદાહરણ આપીને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ગુરુઓનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. વિદ્યાર્થીકેન્દ્રી, સમાજકેન્દ્રી લક્ષ્ય રાખીને અથાક પરિશ્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતરનું કાર્ય કરનારા શિક્ષકોને તેમણે બિરદાવ્યા હતા. વધુમાં, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ દ્વારા સમગ્ર રાજ્યની પણ સારી છબિ ઉપસાવવા માટે તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે મંત્રીશ્રીએ શિક્ષણજગતના નોબેલ પારિતોષિક સમાન ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવનારા મહારાષ્ટ્રના પરિતેવાડી ગામના શિક્ષક રણજીતસિંહ દિસાલેનું અનુકરણીય ઉદાહરણ પણ આપ્યું હતું.

શિક્ષણનાં માધ્યમોમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરતાં શ્રી ડિંડોરે કહ્યું કે આજે આધુનિક ટેક્નોલોજી અને AI કે રોબોટનો ઉપયોગ કરીને શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો શિક્ષકો જ કરી શકે છે. એ દૃષ્ટિએ શિક્ષકની ભૂમિકા કાયમી અને જિવંત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજે રાજ્યસ્તરે પારિતોષિક મેળવનારા ૩૦ શિક્ષકો તેમજ પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે, જિલ્લા કક્ષાએ ૯૪ અને તાલુકા કક્ષાએ ૧૫૩ શિક્ષકોને પણ સ્થાનિક સ્તરે સન્માનિત થવા બદલ રાજ્ય સરકાર તરફથી શિક્ષણમંત્રીશ્રીએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ‘અમારા શિક્ષક અમારા માર્ગદર્શક’ શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી કૌશિક જૈન, શ્રી દિનેશ કુશવાહ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામકશ્રી એમ.આઈ. જોષી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
******
[9/5, 2:56 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1M-AhTOoXIQ8c2Z8Yhe1gdU07i7Vp6ARp
[9/5, 5:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે જાપાનના ઈવાટે પ્રિફેક્ચરના વાઇસ ગવર્નર અને JICAનું ડેલીગેશન*
——————-
*ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં ટેકનિકલ સપોર્ટ – સ્કીલ ડેવલોપમેન્ટ માટે પ્રેક્ટીકલ નોલેજમાં સહભાગીતા અંગે મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ*
——————-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-જાપાનના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે રાજ્યમાં વધુ જાપાનીઝ રોકાણોને ગતિ મળશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.

આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલું છે. તે દરમિયાન તેમણે રાજ્યમાં કાર્યરત જાપાનીઝ સેમિકોન ઇન્ડસ્ટ્રીઝનો મુલાકાત પ્રવાસ યોજ્યો હતો.

આ ડેલીગેશન ધોલેરા SIRમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પણ આ ડેલિગેશન પ્રભાવિત થયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે તેમ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધરાવતું રાજ્ય છે અને સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ વધુ સંગીન બનાવવા માટે જાપાનના ઇવાટે પ્રીફેક્ચર સાથે ટેકનિકલ સપોર્ટ, સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રેક્ટીકલ નોલેજ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના પરસ્પર સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ શ્રીમતી પી. ભારતી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
——————-
[9/5, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: 05-09-205 JAPAN DELEGATION MEET HON’BLE CM
https://photos.app.goo.gl/hnCKEite8JYEFwxC7
[9/5, 6:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *’શિક્ષક દિવસે’ સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’નો નવતર અભિગમ*
*******
● *મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ*●
¤ *શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે*
¤ *બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે*
¤ *વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ*
¤ *રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષણ મેળવે તે માટે શિક્ષકની ભૂમિકા મહત્વની*
******
*રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર’શિક્ષક-સારસ્વત’ને મુખ્યમંત્રી નિવાસસ્થાને નિમંત્રી તેમના અનુભવો – કારકીર્દિ નિચોડના સદઉપયોગ માટે મુક્ત મને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’ કરતા
મુખ્યમંત્રીશ્રી*
*******
*મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત ૧૯ જિલ્લાના ૩૭ શિક્ષકોને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા*
********
*શિક્ષકોએ મુક્ત મને મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના અનુભવો શેર કર્યા*
*********
‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન -વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ ૧૯ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ૩૭ શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’
યોજ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે શુભેચ્છા આપતા કહ્યું હતું કે, કર્મના સિદ્ધાંત મુજબ આપણે હંમેશા સારા કાર્ય કરતા રહીએ તે જરૂરી છે. શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે. શિક્ષક હંમેશા તમામ માટે પ્રેરણારૂપ હોય છે. બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.સરકાર હંમેશા નકારાત્મકતાને હકારાત્મક રીતે લઈને તેના ઉપર શિક્ષણના વિકાસ માટે કાર્ય કરી રહી છે આપણે પણ શિક્ષણમાં આ મંત્રને અપનાવવો જોઈએ.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે તેમ,જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષકોએ બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સિમિત ન રાખતા સાથો સાથ વ્યવહારુ જ્ઞાન પણ પીરસવું જોઈએ.સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે સાથે સાથે બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી,વીજળી શૌચાલય,સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટીબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, રાષ્ટ્રના ભાવીનો આધાર વિદ્યાર્થીઓ પર રહેલો છે ત્યારે દેશનો દરેક બાળક શિક્ષણ મેળવે તે જરૂરી છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષિત બને તે માટે શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે. શાળા અને બાળકોના વિકાસ માટે SMC સાથે ગામના શિક્ષણપ્રેમી લોકોનો પણ વધુને વધુ સહયોગ લેવો જોઈએ જેથી શિક્ષણકાર્યને વધુ બળ મળે તેમ‌ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયની છેવાડાની શાળામાં પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ મળતી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે.

આજે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’ના પ્રથમ મણકાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠક તેમજ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયા સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ યોજનાઓથી શિક્ષણમાં થતા ફાયદાઓનો પણ શિક્ષકોએ તેમના પ્રતિભાવોમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌ
શિક્ષકોને સન્માનપત્ર આપ સન્માનિત કરીને‌ તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સંવાદના પ્રારંભે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમારે કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું હતું કે, રાજ્યના
વિવિધ ૧૯ જિલ્લાના અંતરીયાળ વિસ્તારની શાળાઓના ૩૭ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.જેમાં સરકારી શાળામાં સંખ્યા વધારવા, બાળકો નિયમિત આવતા થાય, શાળા કક્ષાએ વિવિધ પરીક્ષાની માટે તૈયાર કરી શકે તેમજ શાળા સમય સિવાય શિક્ષણ માટે વધુ સમય આપે છે તેવી વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશ જોષીએ સારસ્વત સાથેના પ્રેરણા સંવાદમાં ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રોનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી તેમજ વિવિધ જિલ્લાઓમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષક,મદદનીશ શિક્ષક અને આચાર્યશ્રી આ સંવાદમાં સહભાગી થ‌યા હતા.
*********
[9/5, 6:01 PM] Dilip Gajjar.Mahiti.Press: 05-09-2025 સારસ્વત સાથે પ્રેરણા સંવાદ માનનીય મુખ્યમંત્રીશ્રી
https://photos.app.goo.gl/93R2uw115bfaVF3S9
[9/5, 6:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *’શિક્ષક દિવસે’ સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’ના નવતર અભિગમનો ગાંધીનગરથી પ્રારંભ*
*******
*શિક્ષકોએ મુક્તમને મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના અનુભવો શેર કર્યા તેના મુખ્ય અંશો*
*********
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠક અને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાને સન્માનિત કરી તેઓ સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો.

૧ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું કે, તેઓની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ક્રાફ્ટ ક્ષેત્રે સિલાઈ અને એમ્બ્રોડરી કામ શીખવવામાં આવી રહ્યું છે. આ કળા શીખેલા વિદ્યાર્થીઓ શાળાના અન્ય વિદ્યાર્થીઓના ગણવેશ સીવી ‘લોકલ ફોર વોકલ’ ના મંત્રને સાકાર કરી રહ્યા છે.

૨ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠકે પોતાના અભિપ્રાયો આપતાં કહ્યું કે, અમારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઇત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી રહી છે. શાળામાં વર્ષ ૨૦૧૮થી એક અનોખો સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે જ્યાંથી શાળાની ન્યુઝ ચેનલના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. શાળાના આધુનિકરણ માટે સરકારની સાથે સમાજે પણ જવાદારીમાં સહભાગીતા બતાવી છે. શાળામાં વિશેષ ફંડ ઉભું થાય તે માટે એસએમસી સભ્યો અને શિક્ષકો દ્વારા દર મહિને સ્વેચ્છાએ રૂ.૧૦૦- ૧૦૦ આપવામાં આવે છે.જેના પરિણામે છેલ્લા ૧૦ વર્ષમાં શાળા પાસે રૂ.૧.૨૭ કરોડથી વધુનું ભંડોળ એકત્રિત થયું છે.
જેમાંથી કુલ ૪૫ કોમ્પ્યુટરની આધુનિક લેબની સાથે આ વર્ષે સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AI અને રોબોટિક લેબ પણ શરૂ કરી છે

૩ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાએ શિક્ષણને રસસભર કેવી રીતે બનાવી શકાય તે જણાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓનું વાંચન, લેખન અને ગણન સુધરે તે હેતુથી ૨૦૦થી વધુ શૈક્ષણિક રમકડાઓ TLMનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ રમકડાઓથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાદી, સરળ સમજ મળી રહી છે સાથેસાથે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.

૪. *શ્રી દિપીકાબેન બાબુભાઈ પટેલ*
આ સંવાદમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની પે સેન્ટર કોઠ કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી દિપીકાબેન બાબુભાઈ પટેલે ભાગ લીધો હતો. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી આ જ શાળામાં નિસ્વાર્થ ભાવે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહ્યાં છે. તેમણે બાળકોની નિયમિતતા વધારવા માટે હાજરી ચાર્ટ અને વાલી સંપર્ક જેવી પ્રવૃત્તિઓ અપનાવી છે, જેના પરિણામે ખાનગી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં જ ભણવા માટે સફળતા મળી છે. તેમના પ્રયાસોથી શાળામાં ૩૫૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેનાથી શાળા હરિયાળી બની છે. બાળકોને શાળામાં રમવું અને ભણવું ગમે તે માટે તેઓ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર ભાર મૂકે છે. તેમના સેવાકાર્યથી બાળકો, વાલીઓ અને ગ્રામજનો તરફથી તેમને ખૂબ સહકાર અને સન્માન મળ્યું છે.

૫ *શ્રી વિજયભાઈ અશોકભાઈ ગોંડલિયા*
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ઝીંઝકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયભાઈ અશોકભાઈ ગોંડલિયાએ ભાગ લીધો હતો. તેઓ હંમેશા ઉત્સાહી અને ઈનોવેટિવ શિક્ષક તરીકેની ઓળખ ધરાવે છે અને બાળકોને કેવી રીતે શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
શ્રી ગોંડલિયાએ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે બાળકોમાં કૌશલ્યો, મૂલ્યો અને સકારાત્મક વલણો વિકસાવવા માટે અનેક કાર્યો કર્યા છે. બાળકોના નામાંકન, હાજરી અને પરિણામોમાં તેમણે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે.

૬ *શ્રી રમેશભાઈ કલજીભાઇ મારીવાડ*
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની લાલપુર (ભેમાપુર) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રમેશભાઈ કલજીભાઇ મારીવાડ પણ જોડાયા હતા. તેઓ એક લોકપ્રિય, સરળ અને નિખાલસ કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની છાપ ધરાવે છે. તેઓશ્રી બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરે છે. વર્ગ શિક્ષણને આનંદદાયક, પ્રવૃત્તિમય અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે તેઓ TLM (Teaching Learning Material)નો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓશ્રી કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા સરકારી કાર્યક્રમોના હેતુઓ સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાલી સંપર્ક દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવીને તેઓ ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં સફળ રહ્યા છે.

૭ *શ્રીમતી રીટાબેન મૂળજીભાઇ પટેલ*
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતી રીટાબેન મૂળજીભાઇ પટેલે ભાગ લીધો હતો. તેમણે શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી સુનિશ્ચિત કરી છે અને આચાર્ય તેમજ વર્ગ શિક્ષક તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે. તેમના પ્રયાસોથી શાળા વ્યસનમુક્ત, પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બની છે. તેમણે શાળામાં વિવિધ તહેવારો અને વિશેષ દિવસોની ઉજવણી કરી છે, તેમજ ફૂલછોડ ગાર્ડન, ષધ બાગ અને કિચન ગાર્ડનનું નિર્માણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, શાળાએ ૨૦૨૪-૨૫ના ગુણોત્સવમાં ૮૨.૨૦% સાથે A** ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શિક્ષણની સાથે સાથે, તેઓ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવે છે અને શિષ્યવૃત્તિ તેમજ CET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે.

૮ *શ્રી અરવિંદભાઈ ડી. ગવળી*
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની પ્રાથમિક શાળા ઘુબીટાના મદદનીશ શિક્ષક શ્રી અરવિંદભાઈ ડી. ગવળીએ ભાગ લીધો હતો. તેઓશ્રી એક કર્મનિષ્ઠ શિક્ષક છે જેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તેઓ વર્ગ શિક્ષણને આનંદદાયી, પ્રવૃત્તિમય અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે ટી.એલ.એમ. (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) નો મહત્તમ ઉપયોગ કરે છે. શૈક્ષણિક કાર્ય ઉપરાંત, તેમણે સામાજિક ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન, વ્યસનમુક્તિ અને વાલી સંપર્ક જેવા સરકારી કાર્યક્રમો દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવીને સર્વ શિક્ષા અભિયાનના હેતુઓને સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે. તેમનો ઉત્કૃષ્ટ વ્યવહાર બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથેના સંબંધોમાં જોવા મળે છે, જે તેમને સમાજમાં લોકપ્રિય બનાવે છે.

૯ *શ્રી ધારાબેન એમ. પટેલ*
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની માંગુ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી ધારાબેન એમ. પટેલે ભાગ લીધો હતો. તેઓ પર્યાવરણ અને શિક્ષણના સુભગ સમન્વય માટે જાણીતા છે. તેમણે શાળામાં ECCO ક્લબની સ્થાપના કરી ઔષધીય વનસ્પતિ અને કિચન ગાર્ડનનો ઉછેર કર્યો છે, જેનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે પણ થાય છે. તેમના પ્રયાસોથી શાળાએ છેલ્લા ત્રણ વર્ષથી ગુણોત્સવ પરિણામમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ગયા વર્ષે ૯૨.૧% સાથે A ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ શિક્ષણના વિવિધ ઓનલાઈન પોર્ટલ જેમ કે UDISE Plus અને SSA પોર્ટલ પર માહિતી નિયમિત રીતે અપડેટ કરે છે. બાળકોની નિયમિતતા અને ૧૦૦% હાજરી જાળવી રાખવામાં પણ તેઓ સફળ રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ‘એક પેડ મા કે નામ’ જેવા પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમો અને ખેલ મહાકુંભ, બાળમેળા અને આનંદદાયી શનિવાર જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

૧૦ *શ્રીમતી ઉર્મિલાબેન લખામાંજી ડોડીયાર*
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ચિઠોડા-1 પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી ઉર્મિલાબેન લખામાંજી ડોડીયારે ભાગ લીધો હતો. તેઓ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે SMC સમિતિ સાથે મળીને સક્રિય પ્રયાસો કર્યા છે. તેઓ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે બાળમેળા અને વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકોનો રસ જળવાઈ રહે તે માટે તેઓ હિન્દી ભાષા કોર્નર અને TLM (Teaching Learning Material) નો ઉપયોગ કરીને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેમણે સામાજિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શાળા સ્વચ્છતા, પ્રાર્થના કાર્યક્રમ, વૃક્ષારોપણ, ઇકો ક્લબ અને વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી દ્વારા તેઓ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. તેમના પ્રયાસોથી શાળાએ તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મેળવ્યું છે અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના કેળવવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.

૧૧ *શ્રીમતી નીતાબેન ભરતભાઈ વસાવા*
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા વૈજાલીના મુખ્ય શિક્ષક શ્રીમતી નીતાબેન ભરતભાઈ વસાવાએ ભાગ લીધો હતો. તેઓના નેતૃત્વ હેઠળ, શાળાએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૫ સુધી સતત A+ ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન જાળવી રાખ્યું છે, અને ૨૦૨૫માં ૮૯% સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ, શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપરાંત સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેમના પ્રયાસોથી બાળ વાર્તા સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ શક્યા છે. ખેલ મહાકુંભમાં પણ વિદ્યાર્થીઓએ ચેસ અને લાંબી કૂદ જેવી રમતોમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, CET પરીક્ષામાં ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને બે કન્યાઓનું જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં પણ સિલેક્શન થયું છે. શ્રીમતી વસાવાના નેતૃત્વમાં શાળાની S.M.C. સમિતિ પણ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે.

૧૨ *શ્રી બિપીનકુમાર ધીરૂભાઈ વસાવા*
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા ધુપીના મુખ્ય શિક્ષક શ્રી બિપીનકુમાર ધીરૂભાઈ વસાવાએ ભાગ લીધો હતો. તેઓશ્રી ‘Look Positive, Think Positive’ ના ધ્યેય સાથે શૈક્ષણિક કાર્ય કરાવે છે અને બાળકોના સર્વાંગી વિકાસમાં ઊંડો રસ ધરાવે છે. તેઓશ્રી પ્રવૃત્તિસભર અને મૂલ્યલક્ષી શિક્ષણના હિમાયતી છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેઓ ચિત્ર નિર્માણ, બાળગીત, વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષારોપણ, અને ઔષધબાગ જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપે છે. તેમણે બાળકોમાં વાંચન-લેખન અને ગણનની કચાસ દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય પર ભાર મૂક્યો છે. રિસેસના સમયમાં પણ તેઓ બાળકોને વાંચન કરાવે છે. તેઓ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ શૈક્ષણિક સાધનો બનાવવાની કલામાં નિપુણ છે, જેનો ઉપયોગ કરીને બાળકોને સરળતાથી ભણાવે છે.

૧૩ *શ્રી વિજયકુમાર શીવાભાઈ ચૌધરી*
કચ્છ જિલ્લાના રાપર તાલુકાની માલીસરાવાંઢ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયકુમાર શીવાભાઈ ચૌધરીએ ભાગ લીધો હતો. તેઓશ્રીએ ટેકનોલોજીયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો છે. તેમણે શાળાનો ડેટા એકીકૃત કરીને બ્લોગ અને કોમ્પ્યુટર લેબનું નિર્માણ કર્યું છે. અંતરિયાળ વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનું તેમનું કાર્ય પ્રશંસનીય છે. તેમના ઇનોવેશનને ઓરોબિંદો સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળ્યું છે. તેઓ જિલ્લાના ઇનોવેશન સેલમાં KRP (Key Resource Person) તરીકે અને વિવિધ વિષયોમાં RP (Resource Person) તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમના પ્રયાસોથી શાળાએ સતત ત્રણ વર્ષ સુધી INSPIRE AWARD મેળવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને સાંદીપનિ વિદ્યાગુરુ એવોર્ડ, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ જેવા સન્માનો મળ્યા છે.
*************************
[9/6, 12:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી*
*******************
*રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર*
*******************
*મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ SEOC-ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી*
********************
*:: મુખ્ય સચિવશ્રીના જિલ્લા કલેકટરશ્રીઓને આદેશ ::*
• સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું

• જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા

• ગણેશ વિસર્જનમાં નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિસર્જન માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી

• આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવી
*******************
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેકટરશ્રીઓને મુખ્ય સચિવશ્રીએ આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રીએ બેઠકમાં જણાવ્યા મુજબ આજે તા. ૬ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલ તા. ૭ સપ્ટેમ્બરના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.

મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં, આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ આજે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરીકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે દ્વારા પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ અમે NDRF સહિતના સંબંધિત વિભાગોને તેમજ સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનું કુલ સરેરાશ વરસાદ ૯૮ ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં ૧૨ NDRF અને ૨૦ SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****************
નિતિન રથવી

****************************

[9/4, 3:37 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *રાષ્ટ્રીય શિક્ષક દિવસ -૨૦૨૫*

*ગાંધીનગરના રૂપાલના શિક્ષક, સાહિત્યકાર, લેખક, સમીક્ષક અને સામાજિક કેળવણીકાર ડો. પ્રહલાદ ચૌધરીને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે*
૦૦૦૦૦૦૦૦
*૧૬ વર્ષથી વરદાયિની માતા હાઇસ્કૂલ રૂપાલ ખાતે ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે કાર્યરત શ્રી ચૌધરીએ માતૃભાષામાં કેળવણી માટે વ્યાકરણ સજજતાથી લઈ રંગભૂમિ સુધી સફર ખેડી*
૦૦૦૦૦૦૦૦
*શિક્ષક તરીકે ગર્વ, બાળકોની કેળવણી મુખ્ય ધ્યેય છે બાળકોથી વિશેષ કંઈ જ નથી*
*- શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌધરી*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૪ સપ્ટેમ્બર-
શિક્ષણએ માત્ર વ્યવસાય નથી. બાળ માનસથી લઈ દેશના ભવિષ્ય ઘડતર સુધીની જવાબદારી સાથેની સેવા એટલે શિક્ષણ. પ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી દ્વારા શિક્ષણ એટલે કે કેળવણી સાથે જોડાયેલા આ શિક્ષકોને બિરદાવવામાં આવે છે. આ વર્ષે ગાંધીનગર જિલ્લાના રૂપાલ માધ્યમિક શાળાના એક એવા શિક્ષક કે જેઓ સાહિત્યકાર, લેખક, સમીક્ષક અને સામાજિક કેળવણીકાર પણ છે, તેવા ડો.પ્રહલાદભાઈ ચૌધરીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવશે.
વરદાયિની માતા કેળવણી મંડળ દ્વારા સંચાલિત વરદાયિની માતા હાઈસ્કુલ રૂપાલ ખાતે ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે છેલ્લા ૧૬ વર્ષથી સેવા આપતા ડો.પ્રહલાદભાઈ ચૌધરીએ ગુજરાતી ભાષાના પ્રચાર માટે પણ અનેરી કામગીરી કરી છે.
૧૬ વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય અને તેને સંલગ્ન ઉત્તમ કામગીરી સાથે જ પ્રહલાદભાઈએ ગુજરાતી ભાષા સજજતા માટે વ્યાકરણ સંબંધિત પુસ્તકોનું લેખન કર્યું છે. વ્યાકરણ, અભિયોગ્યતા કસોટી, સાહિત્ય જેવા વિવિધ પ્રકારના દસ પુસ્તકોના લેખન થકી શ્રી પ્રહલાદભાઈએ ગાંધીયુગના સાહિત્યથી લઈ રંગમંચના લેખન સુધીની સફર ખેડી છે. આ સાથે જ તેમણે ૨૦૧૬માં ગુજરાતી પાઠ્યપુસ્તક માટે સમીક્ષક અને વર્ષ ૨૦૨૫માં જ ધો. ૮ના પાઠયપુસ્તકમાં લેખક તરીકેની ઉમદા કામગીરી કરી છે. ગુજરાતી ભાષા સાથે સતત ૭ વર્ષ સમાજશાસ્ત્રના શિક્ષક અને ઈન્ચાર્જ આચાર્ય તરીકે પણ તેમણે સેવા આપી વહીવટી કામગીરીમાં પણ કુશળતા હાંસલ કરી છે.
બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે અદકેરો પ્રેમ જગાવવા પ્રહલાદભાઈએ શિક્ષણમાં નવતર પ્રયોગો કરી નવીન પ્રકારની ટેકનીકનો ઉપયોગ કર્યો છે.જેના પરિણામે વરદાયિની હાઈસ્કૂલ વિદ્યાર્થીઓનું ગુજરાતી ભાષાનું પરિણામ સતત ઉચ્ચ રહ્યું છે. કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે પ્રહલાદભાઈએ હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી અને ઓનલાઇન શિક્ષણના માધ્યમથી પણ બાળકોને જોડ્યા હતા.
શ્રી પ્રહલાદભાઈ સરકાર દ્વારા આયોજિત PSE, NMMS, CET, CGMS, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસક્રમ, પ્રશ્નપત્રો અને પ્રશ્નસમૂહો તૈયાર કરીને તેમને અભ્યાસ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
શિક્ષણ અને લેખન કાર્ય સાથે જ શ્રી પ્રહલાદભાઈ મિત્રવર્તુળના સહયોગ સાથે વર્તમાનની મોટી સમસ્યા એવા મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધુ પડતા વપરાશની ગંભીર અસરોથી બાળકોને બચાવવા માટે “પ્રોજેક્ટ પરમ” દ્વારા સામાજિક કેળવણીનો સેવા યજ્ઞ પણ ચલાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા તેઓ બાળકો અને વાલીઓને સેમિનાર દ્વારા નિષ્ણાંતોનું માર્ગદર્શન પહોંચાડે છે. તો, મોબાઇલ અને સોશિયલ મીડિયાની લતથી છૂટકારો અપાવવા બાળકોને એક્ટિવિટી બુક, ડિટોક્સ ચેલેન્જ, વેલનેસ કલબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
શિક્ષક તરીકે મને ગર્વ છે, બાળકોની કેળવણી એ જ મારો મુખ્ય ધ્યેય છે તેનાથી વિશેષ કંઈ જ નથી…. તેમ જણાવતા શ્રી પ્રહલાદભાઈ ચૌધરીને ‘શિક્ષણ સેવાર્થ’ના ભાવ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા કામગીરી કરવા બદલ એવોર્ડથી નવાજવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી*
[9/4, 4:22 PM] Neha Talaviya.Mahiti: *સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેઠળ દહેગામ તાલુકાના કડજોદરા ગામે શિબિર યોજાઈ*
…….

નાણાકીય સમાવેશનના ૩ મહિના માટેના જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં તા. 04/09/2025 રોજ કડજોદરા ગામે SBI ની કડજોદરા શાખા દ્વારા જન સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસબીઆઇ LHO ના DGM શ્રી અભય રંજન, AGM શ્રી નીરજકુમાર, એફઆઇ મેનેજરશ્રી મૌલિક પટેલ,લીડ ડિસ્ટ્રિક્ટ મેનજરશ્રી બળદેવ ચાવડા,બ્રાન્ચ મેનેજર SBI કડજોદરા ,સરપંચશ્રી અરવિંદસિંહ ઝાલા, શાળાના આચાર્યશ્રી, FLC, AFC તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રધાન મંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે જણાવ્યુ હતું. આ શિબિરમાં ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા વીમા નોધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે, જેમાં વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર કરી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન FLC અનિલ પુરોહીત દ્વારા કરવામાં આવ્યું હતું.
……..
*નેહા તલાવિયા*
[9/4, 5:11 PM] Neha Talaviya.Mahiti: *ટેકનિકલ કારણોસર બંધ પડેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર લેન્ડલાઇન નંબર ફરી કાર્યરત*
………
*આકસ્મિક સંજોગોમાં કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નંબરનો પણ ઉપયોગ કરી શકાશે*
……
થોડા સમય પહેલા જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૫૬૭૨૦ ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ થઈ ગયો હતો,જે હવે રાબેતા મુજબ કાર્યરત થઈ ગયેલ હોવાનું જણાવતા, ડિઝાસ્ટર મામલતદાર શ્રી ગાંધીનગરે ઉમેર્યું હતું કે,આકસ્મિક સંજોગોમાં કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૪૫૮૭૦, ૦૭૯-૨૩૨-૪૫૮૭૫, ૦૭૯-૨૩૨-૪૫૮૭૭નો ઉપયોગ જાહેર જનતા કરી શકશે.
…….
*નેહા તલાવિયા*
[9/4, 6:31 PM] Neha Talaviya.Mahiti: *”જન્મદર પ્રમાણ SRB ” વિષય અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઇ*
…….
મહિલા અને બાળ અધિકારીશ્રી દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કસ્તુરબા વિધાલય, કોબા, ગાંધીનગર ખાતે કાર્યક્રમનું‌ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દિલ્હી દ્વારા તા.૨ સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર વચ્ચે ઉજવાઈ રહેલ દસ દિવસ સ્પેશિયલ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજના દિવસની થીમ “જન્મદર પ્રમાણ SRB ” પર જિલ્લા પંચાયત ગાંધીનગરના આરોગ્ય વિભાગ તરફથી ડૉ .નેહલબેન ગજેરાએ આ કાર્યક્રમમાં હાજર રહેલ વિધાર્થીનીઓને તેમના દ્વારા મેસ્ટ્રુઅલ હાઈજીન તેમજ ગુજરાત રાજ્ય અને ગાંધીનગર જીલ્લામાં દીકરા – દિકરી જન્મદરનું પ્રમાણ અંગે સમજ આપી આ વિષયની ગંભીરતા સમજાવી હતી.
જ્યારે અશ્વિન જાસકિયા(DMC)દ્વારા મહિલા બાળની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં સાથે યોજનાની પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
…….
*નેહા તલાવિયા*
[9/5, 12:51 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્સવની ઉજવણી સે-૩૦ ખાતે મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી*
……..
*આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની સંભાળ, તેનુ જતનને પણ સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યા છે, ત્યારે વૃક્ષારોપણ એ આપણી નૈતિક ફરજ છે – ભાનુબેન બાબરીયા*
……
*કોરોના કાળમાં આપણે સૌએ જે હાલાકી જોઈ છે, તે આવનારી પેઢી ન ભોગવે અને ઓક્સિજનની માત્રા પૂરતી રહે તે માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી-મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*
…….
*આજનો આ વન મહોત્સવ આપણા સૌના જીવનમાં હરિયાળી સાથે ભાવિ પેઢી માટે સુંદર વાતાવરણ ઊભું કરશે તેવી આશા વ્યક્ત કરતા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ*
…..
*ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા, પડકારવા વૃક્ષારોપણ એ જ માત્ર એક ઉપાય-ધારાસભ્યશ્રી રીટાબેન બેન પટેલ*
…….
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને ગાંધીનગર શહેર અને જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્સવની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

ગાંધીનગર વન‌ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી પ્રસંગે,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ છે, ત્યારે આપણી સંસ્કૃતિમાં આપણા ઉત્સવોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને એટલે જ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. સાથે જ આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની સંભાળ, તેનુ જતનને પણ સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યા છે, સંસ્કૃતિ પ્રમાણે દરેકના આંગણે તુલસી હોવાનું જણાવતા મંત્રીશ્રીએ તેના ગુણધર્મોની પણ વાત કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,1950 માં આપણા ભારતના તત્કાલીન કૃષિ મંત્રી કનૈયાલાલ મુનશીએ આ વન મહોત્સવની શરૂઆત કરી હતી, એ પછી સરકારની નેમ રહીમ છે કે, કોઈપણ સરકારી ઉત્સવો ફક્ત એક કચેરી કે એક જગ્યા પૂરતા ઉત્સવ ન બનતા લોકોત્સવ બને,અને આ શુભ આશયની શરૂઆત આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. આપણી સંસ્કૃતિમાં દરેક છોડ પાછળ,ઝાડ પાછળ કંઇક મહત્વ રહેલું દર્શાવાયું છે,આજે તમે સોશિયલ મીડિયા ના માધ્યમથી લીમડો, સરગવો, એલોવેરા, તુલસી વગેરેના ઉપયોગો જાણીએ છીએ. આ બધું જ આપણને રોજીંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ખૂબ ઉપયોગી બનતું હોય છે. જે આપણને વૃક્ષોની મહત્વતા સમજાવે છે.
આપણી સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે, હું છોડમાં રણછોડ સ્વરૂપે છું, ત્યારે તેમના પ્રિય વૃક્ષ પીપળાની વાત કરવામાં આવે તો તેમાં સૌથી વધારે ઓક્સિજન રહેલું હોય છે . આ સાથે જ મંત્રી છીએ ગાંધીનગર જિલ્લામાંથી પ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વનની પણ વાત કરતા તેના રાશીવનનો ઉલ્લેખ કર્યો હતો, ઉપરાંત કોરોના કાળમાં ઓક્સિજનની કમી થતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા તેવા કપરા કાળમાં નવા નવા ઓક્સિજનના પ્લાન્ટ પર સ્થાપવાની જરૂરિયાત ઊભી થઈ હતી,જેનો ઉલ્લેખ કરતા આવી પરિસ્થિતિમાં વૃક્ષો જ આપણું બચાવ કરી શકીએ તે સૌએ સ્વીકાર્યું હોવાની વાત સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ સાથે જ તેમણે ગર્વ ભેર જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન થકી ગત વર્ષે સમગ્ર રાજ્યની આંગણવાડીમાં ત્રણ લાખ બત્રીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર એક જ દિવસમાં એક જ સમયે કર્યું હતું. આ સાથે જ તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમને જવાબદારીના ભાગરૂપે સૌ સાથે મળીને કરે તો સૌથી શ્રેષ્ઠ કામગીરી થઈ શકે એવા વિશ્વાસ સાથે નગરજનોને એક પેડ મા કે નામ 2.o માં જોડાવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ દ્વારા, પ્રાસંગિક ઉત્પાદન કરતા ગ્લોબલ વોર્મિંગ ની વૈશ્વિક સમસ્યા ને કારણે, વિશ્વમાં થતા હવામાનના ફેરફાર અને બદલાયેલા ઋતુચક્ર અંગે વાત કરી, આ અનુસંધાને વૃક્ષોની મહત્તા અને તેમના કાર્યની સમજ ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી.

આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર ના મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા પણ ગાંધીનગર શહેરી વિસ્તારમાં થયેલા વનીકરણની માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે,વૃક્ષની મહત્તા આપણા ધર્મગ્રંથોમાં પણ દર્શાવવામાં આવી છે, તેની અગત્યતા અને માન્યતા આધુનિક યુગમાં જોવા મળે છે.ભારતીય સંસ્કૃતિ વૃક્ષમાં પણ પરમાત્માનું દર્શન કરાવે છે, તુલસીને માત્ર છોડ કે વનસ્પતિ નહીં પરંતુ લક્ષ્મીજીના સ્વરૂપ તરીકે દર્શાવ્યા છે, વૃક્ષનું જીવન ઋષિ તુલ્ય જીવન જણાવતા ધર્મમાં વૃક્ષના ચાર ગુણ દર્શાવ્યા છે,ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 2004 થી શરૂ થઈ આ પરંપરા અંતર્ગત 2025 સુધી કુલ 24 સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવી છે.અને આજનો આ વન મહોત્સવ આપણા સૌના જીવનમાં હરિયાળી સાથે ભાવિ પેઢી માટે સુંદર વાતાવરણ ઊભું કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ દ્વારા, પ્રાસંગિક ઉત્પાદન કરતા ગ્લોબલ વોર્મિંગ ની વૈશ્વિક સમસ્યા ને કારણે, વિશ્વમાં થતા હવામાનના ફેરફાર અને બદલાયેલા ઋતુચક્ર અંગે વાત કરી, આ અનુસંધાને વૃક્ષોની મહત્તા અને તેમના કાર્યની સમજ ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી.
મહાનગર પાલિકા ગાંધીનગર ખાતે યોજાયેલા વન મહોત્સવ અંતર્ગત ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલ થી વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી, કોર્પોરેટરશ્રીઓ, નાયબ નિયામક શ્રી અરણ્ય ભવન ડો, ચંદ્રેશકુમાર શાનદ્વે, ગાંધીનગર જિલ્લા વન અધિકારી શ્રી રવિરાજસિંહ રાઠોડસહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……
*નેહા તલાવિયા*
[9/5, 12:51 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1YLXbCI_0_QY5BNt2D9YZVu2eDbIB_vyS?usp=sharing
[9/5, 5:10 PM] Neha Talaviya.Mahiti: *પ્રેસનોટ (ક્રેડાઈ ગાંધીનગર)*

*”ક્રેડાઈ ગાંધીનગર”ના યજમાન પદે “ક્રેડાઈ ગુજરાત”ની વાર્ષિક બોર્ડ મિટિંગ યોજાઈ*
————-
*બોર્ડ મિટિંગમાં ચર્ચાયેલા વિવિધ પ્રશ્નોની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી : મુખ્યમંત્રીશ્રીએ રાજયના વિકાસ હિતમાં અવરોધરૂપ બાબતોના નિરાકરણ માટે યોગ્ય કરવા ખાત્રી આપી*
————-
*”ક્રેડાઈ ઇન્ડિયા”ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઇ પટેલ, નેશનલ ટ્રેઝરર શ્રી અજયભાઇ પટેલ, “ક્રેડાઈ ગુજરાત”ના ચેરમેન શ્રી પરેશભાઈ ગજેરા, પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી, સેક્રેટરીશ્રી વિરલભાઈ શાહ સહિતના રાજ્યના ક્રેડાઈ ચેપટર્સના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા*
————–

ગાંધીનગર, તા. 05 (ફોટો છે)

કોન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિઅન ઓફ ઇન્ડિયા -ક્રેડાઈ ઇન્ડિયા સંલગ્ન “ક્રેડાઈ ગાંધીનગર”ના યજમાન પદે તાજેતરમાં હોટેલ પથિકાશ્રમ નિલાયા ખાતે “ક્રેડાઈ ગુજરાત”ની વાર્ષિક બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં “ક્રેડાઈ ઇન્ડિયા”ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઇ પટેલ, નેશનલ ટ્રેઝરર શ્રી અજયભાઇ પટેલ, “ક્રેડાઈ ગુજરાત”ના ચેરમેન શ્રી પરેશભાઈ ગજેરા, પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી, સેક્રેટરીશ્રી વિરલભાઈ શાહ તથા તે સહિત સંલગ્ન વિવિધ ચેપટર્સના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. વાર્ષિક બોર્ડ મિટિંગ પછી ક્રેડાઈ ગુજરાતના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમાં વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ વાર્ષિક બોર્ડ મિટિંગમાં વિવધ ચેપટરના પ્રશ્નો અંગે ચર્ચા અને તેના નિરાકરણ માટે સરકારશ્રીમાં રજુઆત કરવા અંગે હાથ ધરવામાં આવી હતી. બેઠકના પ્રારંભે “ક્રેડાઈ ઇન્ડિયા”ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલનું ક્રેડાઈ ગાંધીનગરના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ તથા પ્રેસિડેન્ટ શ્રી જશુભાઈ પટેલ દ્વારા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઇ પટેલનું ક્રેડાઈ ગાંધીનગરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી એસ. કે. પટેલ તથા શ્રી મુકેશભાઈ ચૌધરીના હસ્તે અને નેશનલ ટ્રેઝરર શ્રી અજયભાઇ પટેલનું ક્રેડાઈ ગાંધીનગરના સેક્રેટરી હ
શ્રી ઋષિકેશ ભટ્ટ તથા ટ્રેઝરર શ્રી સંદીપભાઈ શાહના હસ્તે સ્મૃતિ ચિન્હ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્રેડાઈ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ દ્વારા ક્રેડાઈ ગાંધીનગર ટીમનું સ્મૃતિ ચિન્હ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. વાર્ષિક બોર્ડ મિટિંગ પછી ક્રેડાઈ ગુજરાતના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી પરેશભાઈ ગજેરા, પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી, સેક્રેટરીશ્રી વિરલભાઈ શાહ તથા રાજયના ૩૦ જેટલા શહેરોના સીટી ચેપ્ટર એસોસીએશનના પ્રેસિડેન્ટ, સેક્રેટરીશ્રીઓ ઉપરાંત દરેક સીટી ચેપ્ટરના અગ્રગણ્ય ડેવલપર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજયના વિકાસ હિતમાં અવરોધરૂપ બાબતોના નિરાકરણ માટે યોગ્ય કરવા ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્રેડાઈ ગાંધીનગરમાંથી શ્રી જ્યંતિભાઈ શેલડીયા સહમંત્રી તરીકે અને શ્રી કિરણભાઈ પટેલ કારોબારી સભ્ય તરીકે “ક્રેડાઈ ગુજરાત”માં સેવા આપી રહ્યા છે.

*******
[9/5, 7:41 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *૫મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ*
*ગાંધીનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર શાળાઓનું સન્માન કરાયું*
૦૦૦૦૦૦૦
*જિલ્લા કક્ષાના ૪ તથા તાલુકા કક્ષાના ૭ શિક્ષકો, બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર ૧૫૨ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને બિરદાવવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*વિશેષ પ્રતિભા ધરાવતા ૯ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા*
૦૦૦૦૦૦૦
*ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી: પ્રજ્ઞા, સ્માર્ટ ક્લાસ અને વિવિધ યોજનાઓ થકી છેવાડાના વિસ્તારમાં રહેતા બાળક સુધી પણ તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી*
*-જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૫ સપ્ટેમ્બર-
ગાંધીનગરના કુડાસણની સ્કુલ ઓફ એચિવર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ૧૧ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સમારોહમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર ૧૫૨ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તથા વિશેષ પ્રતિભા ધરાવતા ૯ વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લાની ૩ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યશ્રીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવતા અધ્યક્ષા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનકાળને યાદ કરી શિક્ષકોને બાળકોના તથા રાષ્ટ્રના ભવિષ્ય નિર્માતા તરીકે નવાજ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે નવી નીતિ સાથે શિક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે જેથી આ વર્ષનો શિક્ષક દિન વિશેષ છે.
ભારતીય પરંપરામાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તુલ્ય ગણવામાં આવ્યા છે. બાળકના જીવનમાં માતા-પિતા સાથે શાળા અને શિક્ષકનું અનેરૂં મહત્વ રહેલું છે. શિક્ષક થકી નેતા, અભિનેતા કે કોઈ પણ વ્યવસાયના વ્યક્તિનો આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય છે. આ સાથે તેમણે રાજ્ય સરકારના નીટ પોર્ટલ, જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પણ હવે છેવાડાના ગામડા સુધી પહોંચી છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે નમો લક્ષ્મી યોજના દ્વારા આ વર્ષે રાજ્યની દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. નમો સરસ્વતી તેમજ જ્ઞાન સાધના જેવી યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને ૭૨૪ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ સીધી તેમના ખાતામાં પહોંચાડવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. પ્રજ્ઞા, નવતર અભિગમ, સ્માર્ટ ક્લાસ અને વિવિધ યોજનાઓ થકી છેવાડાના વિસ્તારમાં રહેતા બાળક સુધી પણ તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે શાળાઓમાં વધુમાં વધુ ગુણવતાલક્ષી શિક્ષણ મળે તે માટે અથાગ પ્રયાસના પરિણામો આજે ૧૫૨ જેટલી શાળાઓનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ૧૦૦ % પરિણામ આવ્યું છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારની ૨ અને શહેરી વિસ્તારની ૧ શ્રેષ્ઠ શાળાના આચાર્યને પણ અહીં પુરસ્કૃત કરીને તેમના પ્રયાસોને સરાહવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ ગાંધીનગર જિલ્લો વધુને વધુ સફળતાના સોપાનો પાર કરશે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે. પટેલ, અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ, શ્રી આશિષભાઈ દવે, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તેમજ વિવિધ પદાધિકારીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો, બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/5, 7:42 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1UQc46gDKoI53_HQRKnU4fjEpZ0D4Z1o7?usp=sharing
[9/6, 12:54 PM] Neha Talaviya.Mahiti: *મુખ્ય સચિવશ્રી પંકજ જોશીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ: આગામી ૪૮ કલાક ભારે થી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ,સબંધિત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું*
…….
*ધરોઈ ડેમમાંથી ૪૭,૮૩૮ ક્યુસેક પાણી છોડવામાં આવશે: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અને ગાંધીનગર તાલુકાના નદી કિનારાના ગામડાઓ એલર્ટ*
……
*પડી રહેલા ભારે વરસાદને પગલે,નદી કિનારાના ગામડાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા સંબંધિત અધિકારીઓને આદેશાનુસાર વિનંતી*
….
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને ધ્યાન લેતા મુખ્ય સચિવશ્રી પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રી સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસી.એસ શ્રી જયંતિ રવિ, રાહત કમિશનર શ્રી આલોક પાંડે, આઈ.એમ.ડીશ્રી એમ .કે દાસ પણ જોડાયા હતા.
આ વિડિયો કોન્ફરન્સ અંતર્ગત મળેલ સૂચના મજબ,તા. ૦૬ અને ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમ્યાન (આગામી ૪૮ કલાક) ભારે થી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ,સબંધિત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું છે.
તદુપરાંત તમામ તલાટી કમ મંત્રીશ્રી પોતાના ગામે હાજર રહે અને વરસાદની સ્થિતિ વિશે ગ્રામ્યજનોને અને તંત્રને માહિતગાર કરતા રહે , કોઈ આકસ્મિક સંજોગોમાં વહીવટી તંત્રને તરતજ જાણકારી આપે કે જેથી કોઈ મોટી નુકશાની થતી અટકાવી શકાય અને યોગ્ય પગલાં લઈ શકાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,ધરોઈ ડેમમાંથી ૪૭,૮૩૮ ક્યુસેક પાણી છોડવાનું હોય માણસા, ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના, સાબરમતી નદી કિનારાના ગામોમાં પાણી આવવા અંગેની સંભાવના હોવાથી તકેદારીના ભાગરૂપે સ્થાનિકોને જાહેર ચેતવણી આપવા, તેમજ જરૂરી તમામ આનુષંગિક કાર્યવાહી કરવા તમામ સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા આદેશાનુસાર વિનંતી કરવામાં આવી છે.
……
*નેહા તલાવિયા*
[9/6, 1:28 PM] Neha Talaviya.Mahiti: *સંત સરોવરમાં આઉટ ફ્લો વધવાની સંભાવના હોઈ એલર્ટ: કલેકટર શ્રી મેહુલ કે‌.દવે સહિત જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં*
…..
*સંત સરોવર ખાતે રૂબરૂ મુલાકાત કરી કલેકટર શ્રીએ સંબંધિત અધિકારીઓ પાસે પરિસ્થિતિનો રૂબરૂ અહેવાલ મેળવ્યો*
……
*વધતા જળસ્તરને કારણે કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ન બને તે અંગે તકેદારી રાખવા કલેક્ટર શ્રી દ્વારા તંત્રને સુચન*
……..
વધુ વરસાદને પરિણામે ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાથી ધરોઈ ડેમના કુલ 8 દરવાજા 2.3 મીટર, 13:00 કલાકે ખોલવામાં આવ્યા છે.જેમાંથી કુલ ૭૯૫૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જેના પરિણામે સંત સરોવર માં આઉટ ફ્લો વધવાની સંભાવના હોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ બાબતની ગંબીરતાથી નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપતા, રૂબરૂ સંત સરોવર ખાતે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી છે.આ મુલાકાત અંતર્ગત કલેકટરશ્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી પરિસ્થિતિ અંગે વધુ જાણકારી મેળવવામાં આવી હતી.સાથે જ વધતા જળસ્તરને કારણે કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ન બને તે અંગે પણ તકેદારી રાખવા સુચન કરવામાં આવ્યું છે.
..‌.
*નેહા તલાવિયા*

****************************

 

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર ફોટાઓ અને વિડિયો અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર અમારા અખબારી માધ્યમમાં અને ચેનલમાં પ્રસારિત કરવા મોકલી આપો.

અહીંયા કોઈપણ વિડીયો સમાચાર અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.

તંત્રી પ્રદીપ રાવલ (9824653073)