5 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો.(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો) janfariyadnews youtube channel links જૂવો.

આપ દર્શકો ન સાથે સહકારથી janfariyadnews monetize youtube channel 11 લાખ વાચકો સુધી પહોંચી શક્યું છે.ગૂગલ દ્વારા અપાયેલ સર્ટિફિકેટ બદલ દર્શકો નો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.તંત્રી

5 NG pdf

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો) 

[8/4, 11:04 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’*
*ગુજરાતમાં અત્યારસુધીમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વિક્રમજનક ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા*
……………………
*હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા*
*રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતમાં VCE મદદરૂપ થશે*
……………………
*પ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતું ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા,*
*પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકાશે*
……………………
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં PM જન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. ૦૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ત્રણ મહિના માટે વિશેષ રીતે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાઓની ઘર આંગણે નજીવા દરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને જરૂરિયાત નાગરિકોને આર્થિક અને સામાજિક સલામતી પૂરી પાડવામાં આવી રહી છે.

કેન્દ્રની આ યોજનાઓનો લાભ રાજયના છેવાડાના નાગરિકને ઘર આંગણે વિનામૂલ્યે મળી રહે તે માટે રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતો તથા શહેરી સ્થાનિક સંસ્થાનોમાં આ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં મદદરૂપ થવા સેવારત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક-VCEને આ જવાબદારી આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ જે નાગરીકોને બેંકમાં ખાતું ના હોય તો ખોલાવવા ઉપરાંત KYC તેમજ જે ખાતામાં વારસદારોની નોંધણી બાકી હોય તેમાં નોંધણી કરાવવી, ડિજિટલ છેતરપિંડી નિવારણ, બેંકમાં દાવા વગરની થાપણો અંગે વિવિધ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સંદર્ભે વધુ વિગતો માટે નજીકની બેંક શાખા, બેંક મિત્ર કે VCEને સંપર્ક કરવાનો રહેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘વિકસિત ભારત’ના વિઝન અંતર્ગત ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ને ગુજરાતમાં સફળ બનાવવા રાજ્ય સ્તરીય પ્રારંભ ગત તા. ૦૧ જુલાઈ ૨૦૨૫ના રોજ ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાંથી કરાયો હતો. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

PMJDY યોજના અંતર્ગત ૧૦ વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા તેમજ બેંક ખાતું ના હોય તેવા તમામ ભારતીય નાગરિકો ઝીરો બેલેન્સથી મૂળભૂત બચત બેંક થાપણ તેમજ નાનું ખાતું ખોલાવી શકે છે. ઝીરો બેલેન્સ ખાતું હોવાથી તેમાં કોઈ લઘુતમ બેલેન્સ જરૂરી હોતું નથી. ખાતેદારે ATM અને PoS ઉપયોગ માટે રૂપે-RuPay ડેબીટ કાર્ડ આપવામાં આવે છે. આ RuPay કાર્ડ ધારક કાર્ડનો ઉપયોગ ૯૦ દિવસમાં ઓછામાં ઓછો એકવાર કરે તો તેને રૂ. ૦૨ લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. વધુમાં ૦૬ મહિના સંતોષકારક સંચાલન પછી ખાતેદારને રૂ. ૧૦,૦૦૦ સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર-DBT હેઠળ LPG સબસિડી, પેન્શન, મનરેગા વેતન અને વિવિધ શિષ્યવૃત્તિ સીધી ખાતેદારના ખાતામાં જમા કરવી, મોબાઈલ અને UPI સપોર્ટ જેવી અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે જેનો પાત્રતા ધરાવતા તમામ નાગરીકોએ લાભ લેવા નાણા વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

જનક દેસાઈ ……………………….
[8/4, 12:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા*
——–
*યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્તંભેશ્વરમાં યાત્રી સુવિધાના બે કરોડ રૂપિયાના કામો થયા છે*
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.

ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો.

તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા.

ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે. મંદિરના શિવલિંગ પર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપમેળે અભિષેક થાય છે.

આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાંત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી પર્પસ હોલ, પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રીશ્રી સાથે આ આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, પૂર્વ મંત્રી શ્રી છત્રસિંહ મોરી અને પદાધિકારીઓ તથા સ્તંભેશ્વર મહાદેવના મહંત શ્રી વિદ્યાનંદજી મહારાજ અને સંતો પણ જોડાયા હતા.
——–
[8/4, 12:15 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1wjOJFYSZnX0MKkH36ybfYm9zNEP83FfE
[8/4, 12:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘રક્ષાબંધન’ નિમિતે*
*બાળકો ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી ‘ઇકો ફ્રેન્ડલી રાખડી’ તૈયાર કરી શકે તે માટે*
*ગીર ફાઉન્ડેશન દ્વારા ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજાઈ*
…………………………
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી. જેમાં ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલા અંદાજે ૪૦ થી ૫૦ જેટલા બાળકો સહિત તેમના વાલીઓ અને યુવાનોએ પણ આ એક્ટિવિટીમાં સહભાગી થઇને અલગ અલગ પ્રકારની ઇકો ફ્રેન્ડલી સુંદર રાખડીઓ તૈયાર કરી હતી.

નાગરીકોને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા, પર્યાવરણ પ્રત્યે સવાંદનશીલતા લાવવા અને ‘મિશન લાઈફ’ના ઉદ્દેશને સાકાર કરવા ગીર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન આ પ્રકારની અલગ અલગ થીમ આધારિત નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ રાખી મેકિંગ એક્ટિવિટીમાં બાળકો પોતાની જાતે કેવી રીતે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને નવા આઈડિયા સાથે રાખડી તૈયાર શકે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જૂના તોરણના મોતી,મણકા,નળાસરી, પિસ્તાની છાલ,ન્યુઝ પેપર વગેરેનો ઉપયોગ કરીને મનગમતી રાખડીઓ પણ બનાવવાનું શીખવાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરની યાદીમાં જાણવાયું છે.
————–
જનક દેસાઈ
[8/4, 12:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *04-08-25* | *Time* *12:30* *PM*

LIVE: ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિતિ.
સ્થળ : અંકલેશ્વર, જિ.ભરૂચ

LIVE: CM inaugurates & lays foundation of development works of Bharuch district from Ankleshwar

*YouTube  :-* https://www.youtube.com/watch?v=K5fBTOWE0nI

*YouTube  :-* https://www.youtube.com/watch?v=ObRXRbHaRLc

*FB        :-* https://www.facebook.com/share/v/14FYu3G9nKr/

*FB        :-* https://www.facebook.com/share/v/1CDM4ue79V/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1952266465425629206

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1952266464200896735

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/4, 1:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું*
———
*૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮૧૫ હેક્ટર(૨૦૧૫ એકર) વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર GIDC દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓની તેમની મૂલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધિન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમ હાથ ધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મૂલાકાત લીધી હતી. તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય માર્ગ-રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ તથા પ્રી-કાસ્ટ વરસાદી પાણીની ગટર, ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લ્યુઅન્ટ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીશ્રીએ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ રૂ. ૫૫૦ કરોડના ખર્ચ થઈ રહ્યા છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ. ૩૯૨૦ કરોડના ખર્ચે આકાર પામશે અને સંભવતઃ માર્ચ-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જશે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીને આ મૂલાકાત દરમિયાન આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રી સાથે આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, જી.આઈ.ડી.સી.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી પ્રવિણા ડી. કે., ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જી.આઈ.ડી.સી.ના ચીફ ઈજનેર શ્રી મેણાત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———
[8/4, 1:28 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1BxIyUAUZNlcQsNGbFgCR5cF835fUs9Kp?usp=sharing
[8/4, 2:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના ૭૫ ટકા સુધીની સહાય*
*********************
*APEDA માન્ય સંસ્થાઓ ખાતેથી સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે*
*********************
ગુજરાતની ધરતીને રસાયણમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપરાંત સેન્દ્રીય ખેતીને પણ પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ APEDA દ્વારા માન્ય કરાયેલી સંસ્થાઓ મારફતે સર્ટિફિકેશન કરાવવાની પ્રક્રિયામાં ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન માટે થતા ખર્ચમાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

APEDA માન્ય ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCO) ખાતે સર્ટિફિકેશન માટે ખેડૂતોને થતા ખર્ચમાંથી ૭૫ ટકા સુધીની એટસોર્સ સહાય-સબસીડી આપવામાં અને ખેડૂતોએ માત્ર ૨૫ ટકા જ નાણા ભરવાના રહે છે. જ્યારે, APEDA માન્ય અન્ય સંસ્થાઓ ખાતે સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતોને ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૨,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

આ ઉપરાંત APEDA માન્ય તમામ સંસ્થા પાસેથી જે ખેડૂતો દ્વારા સેન્દ્રીય ખેતી સંબંધીત સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા હોય, તેવા ખેડૂતોને “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ વાર્ષિક ધોરણે પ્રોત્સાહન રૂપે પ્રતિ હેક્ટર રૂ. ૫,૦૦૦ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ઇનપુટ સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે માટે APEDA માન્ય સંસ્થાઓ પાસેથી સેન્દ્રીય ખેતી સંબંધિત સર્ટિફિકેટ મેળવ્યું હોય તેવા તમામ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે.

આ યોજના હેઠળ સહાય મેળવવા માટે રાજ્યમાં સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ઉક્ત બંને ઘટકોની સહાયનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. સેન્દ્રીય ખેતીની યોજના હેઠળના રજીસ્ટ્રેશન/સર્ટિફિકેશન સહાય અને ઇનપુટ સહાય માટેની અરજીઓ મેળવવા માટે પોર્ટલ સતત ખુલ્લું રાખવામાં આવ્યું છે.
**************************
નિતિન રથવી
[8/4, 4:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે ગુજરાતમાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની થશે ઉજવણી*
***
*ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ‘યોજના પંચકમ્’ અંતર્ગત અમલમાં મૂકી છે પાંચ વિશિષ્ટ યોજનાઓ*
***
*સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના હેઠળ વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે મળશે નાણાકીય સહાય*
***
*ગાંધીનગર, 4 ઓગસ્ટ:* સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે, ‘अमृतं संस्कृतं मित्र, सरसं सरलं वच: । एकता-मूलकं राष्ट्रे, ज्ञान-विज्ञान-पोषकम् ।।’ એટલે કે, આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ઉક્તિનો ઉલ્લેખ કરતાં લોકો વધુમાં વધુ સંસ્કૃત વાંચે અને તેનો અભ્યાસ કરે એ બાબત પર ભાર મૂક્યો છે. વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ભારતની ઋષિ-પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ છે. સંસ્કૃત એ માત્ર એક ભાષા નથી, પણ જીવન દ્રષ્ટિ છે- જે માનવીના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા (રક્ષાબંધનના દિવસે)ના દિવસે સંસ્કૃત દિન ઉજવવામાં આવે છે અને તેના પ્રચાર-પ્રસાર માટે ભારતભરમાં સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે છે. આ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિન છે ત્યારે 6થી 12 ઓગસ્ટ 2025 સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવશે.

*રાજ્યમાં 6થી 8 ઓગસ્ટ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થશે*
વર્ષ 1969માં ભારત સરકાર અને સંસ્કૃત સંસ્થાઓના સહયોગથી સંસ્કૃત દિનની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો, તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને નવી પેઢીને આ પ્રાચીન ભાષા સાથે જોડવાનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતમાં 6થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિવસ અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવવામાં આવશે.

સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન જિલ્લા અને રાજ્ય કક્ષાએ થશે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાઓ, સંસ્કૃત વિદ્વાનો, કવિઓ, લેખકો સંસ્કૃત ગૌરવરૂપ જ્ઞાન વારસાની ઝાંખીઓનું પ્રદર્શન, સંસ્કૃત સાહિત્યકૃતિ, સંસ્કૃત ગાન, સૂત્રોચ્ચાર સાથે યાત્રામાં જોડાશે. બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિને મુખ્યમંત્રીશ્રી, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અધિકારીઓ, મંત્રીશ્રીઓ વગેરે સંસ્કૃત ભાષામાં સંદેશ પાઠવશે. તૃતીય દિવસે સંસ્કૃત સાહિત્ય દિને સમગ્ર રાજ્યમાં વિવિધ સ્તરે વેદપૂજન, વ્યાસપૂજન, ઋષિપૂજન, આચાર્યપૂજન, સંસ્કૃત સાહિત્ય સંબંધિત સભાઓ, વ્યાખ્યાનોના આયોજન દ્વારા સમાજમાં સંસ્કૃત સાહિત્યનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

*સંસ્કૃત સંવર્ધનથી સંસ્કૃતિનો પ્રસાર કરી રહ્યું છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ*
ગુજરાતમાં સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારના ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ દ્વારા યોજના પંચકમ્ અંતર્ગત પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે-
_1. સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના:_ રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક સંસ્કૃત સપ્તાહ અને દિવસ ઉજવવાની પહેલ
_2. સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના:_ વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે નાણાકીય સહાય
_3. સંસ્કૃત પ્રોત્સાહન યોજના:_ માધ્યમિક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી, શિક્ષક અને શાળાઓને પ્રોત્સાહન
_4. શ્રીમદ્ ભગવત્ ગીતા યોજના:_ ગ્રંથ ‘શ્રીમદ્ ભગવત્ ગીતા’થી અબાલ-વૃદ્ધ સૌ જીવન જીવવાની સાચી દિશા પર ચિંતન કરતા થાય અને ગીતા કંઠસ્થ કરે એ માટે પ્રોત્સાહન
_5. શત સુભાષિત કંઠપાઠ યોજના:_ નૈતિક મૂલ્યોના સિંચન માટે 100 સુભાષિતો કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહન

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘યોજના પંચકમ્’નું લક્ષ્ય સંસ્કૃત ભાષાનું જતન કરવાનો, તેની લોકપ્રિયતા વધારવાનો અને ભવિષ્યની પેઢીઓને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે.

*ટેક્નોલૉજી અને શિક્ષણના માધ્યમથી સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ*
સંસ્કૃત દિવસની ઉજવણી માટે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણકે, પ્રાચીન ભારતમાં શિક્ષણ સત્ર આ દિવસે શરૂ થયું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરતા હતા અને હાલમાં પણ વેદ અધ્યયનનો પ્રારંભ શ્રાવણી પૂર્ણિમાથી થાય છે. આ દિવસ ઋષિ-મુનિઓની પરંપરા અને વૈદિક જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃત દિન અને સંસ્કૃત સપ્તાહ એ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આધુનિક સમયમાં ટેક્નોલૉજી અને શિક્ષણના માધ્યમથી સંસ્કૃતને વધુ લોકપ્રિય અને સુલભ બનાવવાના પ્રયાસો કરી રહી છે.

*X-X-X*
[8/4, 4:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે*
———-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૬ કિલોમીટરના માર્ગનું ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું*
———-
*ભરૂચમાં એક જ દિવસમાં એકસાથે રૂ. ૬૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો વિકાસ ઉત્સવ*
———-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને વિઝનરી નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિથી મોટું પરિવર્તન આવ્યું છે – ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
_*મુખ્યમંત્રીશ્રી*_
* વડાપ્રધાનશ્રીએ જી.ડી.પી.ના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધાં છે.
* વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અપનાવવા કરેલા આહવાનને પગલે વોકલ ફોર લોકલથી સ્વદેશી-સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાની નેમ છે.
* ભરૂચ-અંકલેશ્વર-ઝધડીયા-દહેજનો આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ટાઉન્સ તરીકે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે.
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી. માર્ગને રૂ. ૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.

આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે.

મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકાર્પણ-ખાતમૂહર્તના વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં એક સાથે સમગ્રતયા ૬૩૭ કરોડ રૂપિયાના ૩૪ વિવિધ વિકાસકામો જિલ્લાના નાગરિકોને આપ્યા હતા.

આ વિકાસ કામોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના ૫૭૬ કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા રમતગમત સંકુલ, શાળાના ઓરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની પણ ભેટ ભરૂચ જિલ્લાને મળી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભરૂચને મળેલા આ વિકાસ કામો લોકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, મજબૂત અને વિઝનરી નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવા મોટા વિકાસલક્ષી પરિવર્તન આવી શકે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અનુભવી રહ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ જી.ડી.પી.ના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલા લીધા છે. એટલું જ નહિ, સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આત્મનિર્ભરતા વધે તે માટે વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોના વધુને વધુ ઉપયોગની પણ હિમાયત કરી છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશમાં પાછલા ૧૧ વર્ષમાં અનેક રિફોર્મ્સ થયા છે અને વિકાસની હરણફાળ જોતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ સતત વધ્યો છે. લોકો ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે અને તેમને વિશ્વાસ છે કે ટેક્સના આ પૈસા દેશના વિકાસ માટે ઉપયોગમાં આવવાના છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આઈ.ટી. અને સેવાક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી વિકાસની ગતિ તેજ બની છે અને દેશનું અર્થતંત્ર ઝડપથી વિશ્વમાં ત્રીજા મોટા અર્થતંત્રના સ્થાને પહોંચવા સજ્જ થયું છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના બે-અઢી દાયકાના માર્ગદર્શક નેતૃત્વમાં બમણી થઈ છે. ભરૂચ-અંકલેશ્વર-ઝઘડીયા-દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સીટી અને ટાઉન્સ તરીકે ડબલ એન્જિન સરકારે વિકસાવ્યો છે. એટલું જ નહિ, દેશના કેમિકલ કેપિટલ તરીકે ભરૂચ ખ્યાતિ પામ્યું છે અને દેશના અનેક રાજ્યોના યુવાઓ-લોકો માટે આ જિલ્લાના ઉદ્યોગો રોજગારીના અવસરો પૂરા પાડે છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક, દહેજ પી.સી.પી.આઈ.આર., એલ.એન.જી ટર્મિનલ તથા વાલિયાના ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને સી-ફૂડ પાર્કથી ભરૂચના આર્થિક, ઔદ્યોગિક વિકાસમાં બળ મળ્યુ છે.

તેમણે નીતિ આયોગના માર્ગદર્શનમાં વિકસી રહેલા સુરત ઇકોનોમિક રિજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધામાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરાવાના છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં ‘કેચ ધ રેઈન’, ‘એક પેડમાં કે નામ’, સ્વચ્છતા અભિયાન અને મેદસ્વિતા મુક્તિ જેવા વડાપ્રધાનશ્રીએ આપેલા લોકહિત- રાષ્ટ્રહિતના સંકલ્પો સાકાર કરવામાં ભરૂચ જિલ્લો પણ મહત્તમ યોગદાન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગના ત્રણ લાભાર્થીઓને, પ્રધાનમંત્રી આવાસ યોજના બે લાભાર્થીઓને, મિશન મંગલમના બે લાભાર્થીઓને કુલ ૫૧ લાખના લાભ સહાય વિતરણ અને ત્રણ લાભાર્થીઓને પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર માટે પીએમજય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું, 5G ટેકનોલોજી એટલે ગરવું, ગુણવંતું, ગ્રીન-ગ્લોબલ ગુજરાત દેશનું પ્રથમ 5G રાજ્ય બનવા તરફ છે. ગુજરાત વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે તેના કારણે જ ભરૂચ જિલ્લામાં પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા 638 કરોડ રૂપિયાના કામોની ભેટ ભરૂચ જિલ્લાના નાગરિકોને મળી રહી છે તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવન કરતા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ કાર્યકર્મની રૂપરેખા આપીને આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઇ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, અરૂણસિંહ રાણા, રિતેષ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
———
[8/4, 4:35 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1yzwIGmDVgWMGIzGoKHG5gl-rRXDyKuir?usp=sharing
[8/4, 5:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરમાં ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું*

*આગામી તા. ૦૮ ઓગસ્ટ સુધી મહાત્મા મંદિર ખાતે આયોજિત રાખીમેળામાં વિવિધ ૧૦૦ પ્રકારના સ્ટોલનું પ્રદર્શન સહ વેચાણ*
*******************
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું હતું. આગામી તા. ૦૮ ઓગસ્ટ સુધી
એટલે કે, પાંચ દિવસ યોજાનારા આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે પ્રદર્શન હોલ નં. ૨, મહાત્મા મંદિર ખાતે ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.

આ રાખીમેળામાં મહિલા કારીગર દ્વારા ઉત્પાદિત અવનવી ડીઝાઇનની રાખડીઓ તેમજ ભાઈ દ્વારા બહેનને આપવામાં આવતી ભેટ માટે પણ જુદી-જુદી વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં ગૃહ સુશોભન, ચણીયા ચોળી, કટલરી, ડ્રેસ મટીરીયલ, સાડી સહિતની વિવિધ હાથ બનાવટની ચીજ-વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલાઓને આત્મનીર્ભર બનાવવા માટે કામગીરી કરી રહી છે. તેમના દ્વારા દર વર્ષે મહિલાઓને પગભર બનાવવા અને તેમના વ્યાપારને એક પ્લેટફોર્મ પુરુ પાડવા માટે વિવિધ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રદર્શન સહ વેચાણ મેળા યોજના અંતર્ગત જુદા-જુદા જીલ્લાઓમાં ૧૬ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળાઓ થકી ૭૩૯ મહિલા કારીગરોએ રૂ. ૩૫૪.૭૮ લાખનું વેચાણ કર્યું હતું.

વોકલ ફોર લોકલના સંકલ્પને સાર્થક કરતા ગાંધીનગરની જનતા મહિલા કારીગર પાસેથી સીધા જ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી શકશે. જેમાં ગાંધીનગર જીલ્લાના તેમજ આજુબાજુના વિસ્તારના અંદાજીત એક લાખ કરતા પણ વધુ નાગરીકો સહભાગી થવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયોજીત થતા આ પ્રકારના મેળામાં ભાગ લેવા માટે મેળા પોર્ટલ mela gwedc.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. સ્ટોલ બુકીંગ માટે ઓનલાઇન પ્રતિ દિન એક સ્ટોલના રૂ. ૨૦૦ ફી ભરવાની હોય છે. રજીસ્ટ્રેશન કરાવેલી મહિલાઓનો ઓનલાઇન ડ્રો બાદ સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે.
‘રાખીમેળા’નું ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પુષ્પાબેન નીનીમા ઉપસ્થિત રહ્યાં હતા.

****************************
ઋચા રાવલ
[8/4, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી*
——–
*ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા અંકલેશ્વરમાં પાંચ હેક્ટર વિસ્તારમાં ૩૨ કરોડના ખર્ચે ડેડીકેટેડ ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ ઝોન વિકસાવાઈ રહ્યો છે*
——–
*૫૧૦ વાહનોના પર્કિંગ અને ૧૩ મીટર ઉંચાઈના પી.ઈ.બી. વેરહાઉસની સુવિધા ઉપલબ્ધ*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે નિર્માણ થઈ રહેલા ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીની ભરૂચ જિલ્લાની એક દિવસિય મુલાકાત દરમિયાન તેમણે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા પાંચ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા આ ડેડીકેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ ઝોનની કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ મુલાકાત કરી હતી.

આ ટ્રાન્સપોર્ટ પાર્ક-નગરનું નિર્માણ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં વધતી જતી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા તથા ઉદ્યોગના માલસામાનના સંગ્રહ માટે એસ્ટેટની લોજિસ્ટિક્સ કામગીરી વધુ સંગીન બનાવવા કરવામાં આવ્યું છે.

૧૩ મીટર ઊંચાઈ ધરાવતું પી.ઈ.બી. વેરહાઉસ તથા ૫૧૦ વાહનો માટે પાર્કિંગની સવલતો આ ટ્રાન્સપોર્ટ નગરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અંદાજે રૂ. ૩૧.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા આ નગરની મોટાભાગની કામગીરી પૂર્ણતાને આરે છે તથા ઇન્ટરનલ રોડ, પ્રી કાસ્ટ ડ્રેઈન, રિચાર્જ વેલ અને સિક્યુરિટી કેબિન તથા કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

પેટ્રોલ પંપ, ગેરેજ, વિશ્રામ ગૃહ તથા કોમર્શિયલ એક્ટિવિટી માટેના જે આયોજનો આ ટ્રાન્સપોર્ટ નગરમાં છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીને આ મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી.

આ નિરીક્ષણ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી સાથે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, ડી. કે. સ્વામી, રિતેશ વસાવા અને અધિકારીઓ-પદાધિકારીઓ પણ જોડાયા હતા.
——-
[8/4, 5:42 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1BN1L9coSW_X6lrLXOYAtLSfVW6cCTcnZ?usp=sharing
[8/4, 6:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગત વર્ષે ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ઝડપથી નિકાલ તેમજ આયોગના ૨૫૦ જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મુકાયા: મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની*
——
*ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રીના હસ્તે ત્રણ લઘુપુસ્તિકાઓ અને પોડકાસ્ટનું અનાવરણ કરાયું*
—–
ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ, આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી. તેમણે ઉમેર્યું કે, આયોગની વેબસાઈટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગના ૨૫૦ જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી, માહિતીનો ફોટો પાડવાની તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવાની મંજૂરી આપવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી, જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ આયોગ દ્વારા કરવામાં આવેલી સિમાચિન્હરૂપ કામગીરીનો ચિતાર આપતા મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું.

ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે આજે મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીના અધ્યક્ષસ્થાને લઘુપુસ્તિકા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સોની અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃત પટેલના હસ્તે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ત્રણ લઘુપુસ્તિકાઓની સુધારેલી આવૃત્તિનું વિમોચન તેમજ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ-AI સોફ્ટવેરના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ પોડકાસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય માહિતી કમિશનર ડૉ. સોનીએ કહ્યું કે, RTI એક્ટની કામગીરીમાં અરજદારોને સર્વોચ્ચ સુગમતા આપવાના હેતુસર આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ત્રણ લઘુપુસ્તિકાઓ તેમજ ઓડિયો પોડકાસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફેસબૂક અને યૂ ટ્યુબ જેવા ડિજિટલ માધ્યમો થકી પણ માહિતી આયોગની કામગીરી અનેક નાગરિકો સુધી પહોંચી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમારોહમાં પૂર્વ મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃત પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત માહિતી આયોગમાં કોઈ કેસની પેન્ડનસી નથી, તે ખૂબ સરાહનીય કાર્ય છે. આ સિદ્ધિ આયોગની સમગ્ર ટીમ વર્કને આભારી છે. આજે RTI કેસોની ફરિયાદ, અપીલ, ઝડપી નિકાલ, સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ જેવી વિવિધ કામગીરીના પરિણામે અનેક નાગરિકોને તેનો સવિશેષ ફાયદો મળી રહ્યો છે.

આ પ્રસંગે ત્રણ લઘુપુસ્તિકાઓ તથા ઓડિયો પોડકાસ્ટ તૈયાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપનાર આયોગના કાયદા અધિકારી સુશ્રી જાગૃતિબેન પટેલ, નાયબ સચિવ શ્રી કે.કે.રાવલ અને મુખ્ય માહિતી કમિશનરશ્રીના અંગત સચિવ ડૉ. નિરવ ઠક્કરને પ્રશંશાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પુસ્તક વિમોચન અવસરે પૂર્વ રાજ્ય માહિતી કમિશનર શ્રી કિરીટભાઈ અધ્વર્યુ અને શ્રી રમેશભાઈ કારીયા, પ્રવર્તમાન રાજ્ય માહિતી કમિશનર સર્વે શ્રી સુબ્રમણિયમ ઐયર, શ્રી મનોજભાઇ પટેલ, શ્રી નિખિલભાઈ ભટ્ટ, શ્રી વિપુલભાઈ રાવલ, શ્રી ભરતભાઈ ગણાત્રા, સચિવ શ્રી જયદીપ દ્વિવેદી સહિત આયોગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——
જીગર બારોટ
[8/4, 7:13 PM] +91 99784 01911: *દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર યોજાશે*
———————–
રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટર શ્રીઓને અને અન્ય અધિકારીશ્રીઓને “હર ઘર તિરંગા”ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે , આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. બીજો તબક્કો 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રોલિઝ,wash infrastructure અને સ્વચ્છતા દિવસ સાથે યોજાશે. જ્યારે ત્રીજો તબક્કો 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ, સ્વતંત્રતા દિવસની તૈયારી અને ઉજવણી સાથે યોજાશે.

હર ઘર તિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓ માં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. સ્વચ્છ સુજલ ગામનો સંકલ્પ લેવાશે. બધી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર સમારોહનું આયોજન કરાશે. યુવાનોને તિરંગા સાથે સેલ્ફી લેવા અને તેના અપલોડ કરવા પ્રોત્સાહિત કરાશે, ગ્રામ પંચાયત અને શાળામાં ધ્વજ વંદન સમારોહનું આયોજન કરાશે. સ્થાનિક સમુદાયો અને શાળાના બાળકોની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. શહેરી શાળાઓ અને જાહેર સ્થળોએ દિવાલ સજાવાશે . ગ્રામીણ વિસ્તારોમાં પણ શાળાઓ અને જાહેર ઈમારતોની દીવાલોને સજાવાશે. અનેકવિધ કાર્યક્રમ દ્વારા રાજ્યભરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને જાગ્રત કરાશે.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્મા અને જિલ્લાના અન્ય અધિકારીઓ જોડાયા હતા.
…….
પારુલ મણિયાર

*******JANFARIYADNEWS********

YOUTUBE Monitize channel links

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમમાં પ્રસિદ્ધ કરવા અમારા વ્હોટ્સ up નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચારો ફોટાઓ અને વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.

તંત્રી : 9824653073(પ્રદીપ રાવલ)