ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રિઝ્યોનલ કોન્ફરન્સ દિલ્હી ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરી અને અન્ય અધિકારીઓ નજરે પડે છે

[9/4, 10:48 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં અત્યારસુધીમાં ‘બોઇલર તંત્ર’ દ્વારા નોંધાયેલા કાર્યરત બોઈલરોનું ૧૦૦ ટકા નિરીક્ષણ: છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નહીં*
—–
• *વર્ષ ૨૦૨૨ થી ૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૨૩ હજાર કરતાં વધુ બોઈલર અને ૬૭૫ ઇકોનોમાઇઝરને પ્રમાણિત કરાયા*
• *બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની માતબર આવક પણ થઈ*
—–
ગુજરાત આજે અનેક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. આ ઉદ્યોગોમાં વપરાતા બોઇલરોના ઉપયોગ દરમિયાન એક્સપ્લોઝન-વિસ્ફોટની ઘટના અટકાવીને જાનમાલ-મિલકતનું રક્ષણ કરવા રાજ્ય સરકારનો ટેકનોક્રેટ વિભાગ એટલે ‘બોઇલર તંત્ર’. શ્રમ આયુક્તશ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત બોઈલરોનું ૧૦૦ ટકા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ, આ કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નોંધાયા નથી.
ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તથા શ્રમ-રોજગાર રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના નેતૃત્વમાં ‘બોઈલર તંત્ર’ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૨૩,૭૧૯ બોઈલર અને ૬૭૫ ઇકોનોમાઇઝરને પ્રમાણિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૨૨ કરોડ જેટલુ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અન્વયે નિરીક્ષણ ફી થકી રૂ. ૩૬ કરોડથી વધુની માતબર આવક પણ થઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘બોઇલર તંત્ર’ રાજ્યના વિકાસ સાથે જાહેર સલામતીના લક્ષ્યાંકનો હેતુ પાર પાડવા તેમજ આજના સમયની માંગને પહોંચી વળવા હંમેશા અસરકારક અને ગુણાત્મક સેવાઓ પૂરી પાડે છે. ‘બોઇલર તંત્ર’ દ્વારા ઉદ્યોગોમાં ઉત્પાદનને અસર ન થાય તે રીતે શ્રમિક અને સંપત્તિને અકસ્માતોથી બચાવવા, બોઇલર કાયદાઓનું અસરકારક અમલીકરણ કરી કાયદાકીય રક્ષણ-સલામતી પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત ‘બોઈલર તંત્ર’ દ્વારા ઊર્જા શક્તિનો બચાવ કરી પર્યાવરણની જાળવણી કરવી, ઔદ્યોગિક સલામતી અને શાંતિનું વાતાવરણ સ્થપાય, ઉદ્યોગોમાં પ્રમાણિત સક્ષમ અને કુશળ માનવબળ પૂરું પાડી કામદારોનો ઉત્કર્ષ-વિકાસ કરવો, રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન અટકાવવું તેમજ બોઇલરોની સલામતી અને કાર્યક્ષમતામાં સતત સુધારણા કરવા જેવી વિવિધ કામગીરી પણ કરવામાં આવે છે.
બોઇલર અધિનિયમ-૨૦૨૫ મુજબ જેની વોલ્યુમેટ્રીક કેપેસીટી ૨૫ લિટરથી વધુ તથા વર્કિંગ ગેજ પ્રેશર ૧ Kg/cm2 કરતાં વધુ હોય તેમજ પાણી ૧૦૦ અંશ સેલ્સીયસ કરતાં વધુ તાપમાને ગરમ થતું હોય તેવા તમામ બોઇલરો કે સ્ટીમ જનરેટરોનો ઉપયોગ નિયમોનુસાર નોંધણી કર્યા વિના કરી શકાશે નહી, તેમ બોઈલર તંત્રની યાદીમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[9/4, 11:51 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘મેઘરાજાની મેઘમહેર’*
*રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ :*
*જ્યારે ઉત્તર ગુજરાતમાં ૯૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો*
…………………………..
*સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર*
…………………………..
*રાજ્યમાં ૯૬ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ*
…………………………..
*રાજ્યના ૮૨ ડેમ ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા*
*રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૯૨.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૯૬.૯૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૬.૯૧ ટકા, પૂર્વ-મધ્યમાં ૯૩.૭૯ ટકા, કચ્છમાં ૮૫.૧૪ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૪.૭૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં ૮૨ ડેમ ૧૦૦ ટકા, ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે જ્યારે ૧૭ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ કુલ ૯૬.૨૯ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪ જિલ્લાના ૧૫૮ તાલુકામાં સરેરાશ ૧૨ મી.મીથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને તા. ૦૪ થી ૦૭ સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા પણ IMD દ્વારા જણાવાયું છે.
જનક દેસાઈ ——————-
[9/4, 12:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *નર્મદા જિલ્લામાં માત્ર ચાર બાળકોના શિક્ષણ માટે શરૂ થયેલી*
*ગોરા સરકારી પ્રાથમિક શાળામાં અત્યારસુધી ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું*
**************
*આ શાળામાંથી અત્યારસુધીમાં ૩૫થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને*
*સરકારી – ખાનગી નોકરી મેળવી*
***************
*શિક્ષણ ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરનાર આ ગોરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શાંતિલાલને ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે*
*****************
આદિવાસી વિસ્તારોના બાળકો ભણી ગણીને સરકારી અને ખાનગી ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે ગોરા પ્રાથમિક શાળાના ‘નર્મદા રત્ન’ શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈ સતત કાર્ય કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સરદાર સરોવર નર્મદા યોજનાના પુન:વસવાટ અસરગ્રસ્તોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વર્ષ -૧૯૯૯માં ગોરા ખાતે સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી.
આ વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત થનાર શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં જ્યારે શિક્ષક તરીકે મારી નિમણુંક થઇ હતી, ત્યારે શાળાને પોતાનું મકાન ન હોવાથી શિક્ષણપ્રેમી શ્રી ગોવિંદભાઈ તડવીના મકાનના એક ખૂણામાં એક ખુરશી, ટેબલ, અલમારી અને કાળાપાટીયા સાથે પ્રાથમિક શાળા ધોરણ – ૧થી૪નું શિક્ષણકાર્ય સૌપ્રથમ માત્ર ચાર વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ શાળામાંથી અત્યારસુધીમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી – ખાનગી સહિત વિવિધ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે.
તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ નવી પહેલમાં વર્ષ-૨૦૧૮-૧૯માં ચાલો, બાળપણને વિકસાવીએ, વર્ષ-૨૦૧૯-૨૦માં નવતર એક ઉપચાર અનેક, વર્ષ ૨૦૨૦-૨૧માં શિક્ષા સેતુ, વર્ષ-૨૦૨૧-૨૨માં ઓપન સ્માર્ટ ક્લાસ, વર્ષ-૨૦૨૨-૨૩માં સ્કેનિંગ બાય લર્નિંગ, વર્ષ-૨૦૨૩-૨૪માં એનિ ટાઈમ લર્ન (A.T.L), વર્ષ- ૨૦૨૪-૨૫માં મિશન C.E.T, વર્ષ- ૨૦૨૫-૨૬માં ટોટલ ફિઝીકલ રિસ્પોન્સ (T.P.R) શરૂ કરવામાં આવી હતી. જેની જિલ્લા –રાજ્યકક્ષાએ નોંધ લેવાતા શ્રી શાંતિલાલે શિક્ષક તરીકે ‘નર્મદા રત્ન’થી ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ સુધીની સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ ઉપરાંત શ્રી શાંતિલાલ ભોઇએ CRC કક્ષાએ:- “પ્રતિભાશાળી શિક્ષક”, તાલુકા કક્ષાએ “તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક”, જિલ્લા કક્ષાએ જિલ્લા “શ્રેષ્ઠ શિક્ષક”, “ઈનોવેટીવ શિક્ષક”, પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શૈક્ષણિક ટેબ્લો માટે “સન્માનપત્ર” તેમજ નર્મદા જિલ્લા સર્વોચ્ચ સન્માન “નર્મદા રત્ન” નો ખિતાબ મળ્યો હતો. આદિવાસી બાળકોમાં શિક્ષણનો બીજ અંકુરણ કરનાર “નર્મદા રત્ન” શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈને તેમના શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓના કાર્યને ધ્યાનમાં લઈને ૫ સપ્ટેમ્બર શિક્ષક દિને તેમણે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં “ચાલો, બાળપણને વિકસાવીએ” શાળાનો ઈનોવેટીવ પ્રોજેકટ જિલ્લા કક્ષાએ ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઈનોવેટીવ પ્રોજેકટ ડિજિટલ કેસ સ્ટડી અંતર્ગત ગાંધીનગર ખાતે અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય સ્કૂલ લિડરશિપ કૉન્ફોરન્સમાં પ્રેઝન્ટેશન સ્વરૂપે દિલ્હી ખાતે રજૂ કરવાનો સોનેરી અવસર મળ્યો હતો. શિક્ષણ વિભાગે આ ઈનોવેટીવ પ્રોજેકટને SSA- સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત કરવાનો આદેશ કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, વ્યસનમૂક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય પ્રત્યે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં જન -જાગૃતિ લાવવા શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવા બદલ શિક્ષણ વિભાગ તરફથી “સ્વચ્છ વિદ્યાલય”નો પુરસ્કાર પણ શાળાને પ્રાપ્ત થયો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઓપન સ્માર્ટ ક્લાસ ઇનોવેટીવ પ્રોજેકટ દ્વારા ધોરણ- 3 થી ૫ ના કુલ- ૧૪ વિષયોના ૨૧૦ જેટલા પાઠ્યક્રમોની ૨૧૦ પીપીટી તૈયાર કરીને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પદ્ધતિથી આકર્ષક અને અસરકારક રીતે શિક્ષણકાર્ય શરૂ કરીને ખાનગી શાળાઓને પણ મફત ઓનલાઈન શિક્ષણનું સચોટ ઉદાહરણ આપ્યું હતું. આ કપરા સમયે મારું ઈનોવેશન સતત બીજીવાર રાજ્ય કક્ષાએ રજૂ થયું હતું. દરેક એકમની પીપીટીના એકમવાર QR કોડ તૈયાર કરી માસવાર, ધોરણવાર મુજબ GCERTના સુચવેલ અભ્યાસક્ર્મ પ્રમાણે ગોઠવીને જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવ્યો હતો.
શાળાના ઈનોવેશન Learning By Scanning દ્વારા તૈયાર થયેલ QR કોડને સૌથી વધુ QR કોડ બનાવાનો રેકોર્ડ INDIA BOOK OF RECORD અને WORLD RECORD OF EXCILENCE (IBR)માં સ્થાન મેળવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યની નોંધ લેવામાં આવી હતી. ધોરણ-૩ થી ૫ના કુલ-૧૪ વિષયોના ૨૫૦૦ જેટલા પાનાંને ડિજિટલ માસવાર અભ્યાસક્રમ આયોજનમાં માત્ર ૧૧ પાનામાં સમાવી બેગલેસ, પેપરલેસ અભ્યાસક્રમ તૈયાર કરવાની સાથે ભાર વગરના ભણતરની દિશામાં શિક્ષક શ્રી શાંતિલાલ ભોઈએ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.
– પ્રિન્સ ચાવલા
*************
[9/4, 1:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે*
—–
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલ તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ટાગોર હોલ, પાલડી-અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ૩૦ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે.
—–
જીગર બારોટ
[9/4, 3:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*****************
*વેરાના દરમાં સુધારા થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ*
*દિલ્હી ખાતે મળેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં લેવાયા ઐતિહાસિક નિર્ણય*
*****************
રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી #NextGenGST લાવીને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું. GST દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી છે.
તેમણે કહ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રોજિંદુ જીવન વધુ સરળ બનશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે.
નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા યોજાયેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં ખેડૂતો, સમાન્ય નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને ઇઝ ઓફ લિવીંગ એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં સુધારા થવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
આ સીમાચિહ્નરૂપી ભલામણો અંગે વિગતો આપતા નાણા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેતી માટે જરૂરી એવા ટ્રેકટર, ફર્ટીલાઇઝર, પિયતના સાધનો અને અન્ય મશીનરી વગેરે પર વેરાનો દર ૧૨ થી ૧૮ ટકા હતો, જેને ઘટાડીને હવે માત્ર ૦૫ ટકા કરવામાં આવ્યો છે, જેથી હવે ખેત પેદાશની ઊંચી લાગતમાં ઘટાડો થશે. આ મહત્વપૂર્ણ પગલાથી ગુજરાતના કરોડો ખેડૂતોને ફાયદો થશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતો ઉપરાંત સમાન્ય માણસોને રોજિંદા જીવનમાં જરૂર પડતી વિવિધ ચીજ-વસ્તુઓ પર પણ વેરાનો દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે ચીજ-વસ્તુઓ પરના વેરાની વિગતો આપી હતી.
* *પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે.*
* *પેસ્ટ્રી, કેક, ચોકલેટ, કેન્ડી, સીરીલ ફ્લેક્ષ વગેરે જેવી વસ્તુઓ પરનો વેરાનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે*.
* *ડાયાબિટીક ફૂડ, સોયામીલ્ક, દૂધની બનાવટના પીણા, ફ્રૂટ પલ્પના પીણાં વગેરે પરનો વેરા દર ૧૮ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે*.
* *ટૂથ પેસ્ટ, શેવીંગક્રીમ, સાબુ વગેરે જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર વેરાનો દર ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
* *ટેલીવીઝન, એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવા જરૂરી ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ પરનો વેરાનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.*
* *વ્યક્તિગત મેડીક્લેમ અને વ્યક્તિગત જીવન વીમાના પ્રિમિયમને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી.*
* *કેંન્સર જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતી દવાઓને પણ વેરા માફી આપવામાં આવી છે.*
* *આ ઉપરાંત સર્જીકલ આઇટમ, મેડીકલ ગ્રેડ ઓક્સિજન, ગ્લુકોમીટર જેવી વસ્તુઓ પરનો વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
* *રબર, શાર્પનર, સ્ટેશનરી બુક્સ, મેપ વગેરેની સ્ટેશનરી જેવી વસ્તુઓને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ, કાગળ, મેથેમેટીકલ બોક્સ, જીઓમેટરી બોક્સ અને કલર બોક્સ પર વેરાનો દર ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
* *મૂર્તિઓ, લેમ્પ, પેઇન્ટીંગ, સ્ટોન વર્ક જેવી હેંડીક્રાફટની વસ્તુઓ પર વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે.*
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ૧૨૦૦ CC થી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી પેટ્રોલ, LPG અને CNG વેરીયન્ટ ગાડીમાં તેમજ ૧૫૦૦ CCથી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી ડીઝલ ગાડીઓ પરનો વેરાનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો નાના અને મધ્યમ વર્ગના પરિવારોને થશે. વેરાના દરમાં આ સુધારાથી સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારો આવશે અને સામાજીક સુરક્ષામાં વધારો થશે.
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રીન્યુએબલ એનર્જીના વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સોલાર, વીન્ડ તેમજ દરિયાઇ મોજાથી ઉત્પન્ન થતી ઊર્જા માટેના સાધનો અને તેના પાર્ટસ પર પણ વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૦૫ ટકા કરવામાં આવ્યો છે. માઇક્રો તેમજ નાના ઉધોગને આ સુધારાથી અનેક ફાયદા થશે.
વેરાના દરમા ઘટાડો થવાથી વસ્તુઓનો ઉપભોગ વધશે. વસ્તુ કે સેવાના વર્ગીકરણમાં સુધારો થવાથી લીટીગેશન ઘટશે જેથી “ Ease of doing business”ને પણ વેગ મળશે. રજીસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવાના સુધરાઓથી ધંધામાં કેશફ્લોમાં વધારો થશે તેમજ કોમ્પ્લાયન્સ કોસ્ટમાં ઘટાડો કરીને ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશમાં વધારો થશે. આ ઉપરાંત રીફંડ પ્રક્રિયામાં સરળીકરણ તેમજ રીફંડ અરજીનો ઝડપી નિકાલ થતા નાણાકીય લિક્વીડીટીના પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આમ, GST કાઉન્સિલ દ્વારા તમામ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સિમાચિન્હરૂપ ભલામણથી ભારત તેમજ ગુજરાતનુ અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે તેમજ“ગતિમાન ગુજરાત, ગતિમાન ભારત”ની અને “વિકસીત ભારત – ૨૦૪૭”ની સંકલ્પના સાકાર થશે.
******
નિતીન રથવી
[9/4, 3:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *04-09-25* | *Time* *03:00* *PM*
*LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના સંદર્ભમાં નવી દિલ્હી ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ઇન્ટરેક્શન મીટ કાર્યક્રમ.*
*#VGRCMeetDelhi #VibrantGujarat #VGRC2025*
*Vibrant Gujarat Regional Conferences – Interaction Meet with leading industrialists at New Delhi #VGRCMeetDelhi #VibrantGujarat #VGRC2025*
*YouTube :-* https://www.youtube.com/watch?v=KLPe-OINpx8
*YouTube :-* https://www.youtube.com/watch?v=drvXTfzI5Ns
*FB :-* https://www.facebook.com/share/v/17UVjuPpan/
*FB :-* https://www.facebook.com/share/v/14MqbuxENAh/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1963538447995736303
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1963538446238302611
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/4, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/bhupendrapbjp/status/1963503730751672530?s=46&t=XykMrD58Vm_Ei6p2jdjghQ
[9/4, 6:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે ફળદાયી સંવાદ-બેઠક*
————
*ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશીપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ સ્ટેટ છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા- ઔદ્યોગિક ક્ષમતા-આર્થિક સંભાવના અને સાંસ્કૃતિક વિરાસત વધુ ઉજાગર કરશે.
* ગુજરાતની વિકાસ યાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ સંચાલિત હશે.
* ‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી VGRC વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભમિકા નિભાવશે.
* VGRC રોકાણકારોને રિજનલ ઇકોસિસ્ટમ સાથે સીધા જોડાણનો અને સ્થાનિક MSME તથા આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાનો અવસર આપશે.
————
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશેઃ મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી*
————
*ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યુઃ DPIIT સચિવ શ્રી અમરદીપસિંઘ ભાટીયા*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે યોજાયેલી સંવાદ બેઠક રોડ-શોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો જે વિચાર આપ્યો હતો તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ શરૂ કરી રહ્યાં છીએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની પણ ભૂમિકા વ્યાપક પ્રાદેશિક વિકાસ સંભાવનાઓના સંદર્ભમાં આપી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે.
આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકો સિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. એટલું જ નહિ, સ્થાનિક એમ.એસ.એમ.ઇ. અને આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાની તક મળશે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, આવી રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારના આયોજનથી રિજનલ પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકો સામે પ્રસ્તુત કરવાનો મંચ મળશે.
‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
તેમણે આગામી 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનારી વી.જી.આર.સી.માં સક્રિય સહભાગી બનવાનું ઉદ્યોગ અગ્રણીઓને ઇજન પાઠવ્યું હતું.
આ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2003માં રાજ્યમાં શરૂ થયેલી સમિટ હવે પોલિસી, પાર્ટનરશીપ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લેટફોર્મ બની ગઈ છે.
ગુજરાત 2047માં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા સજ્જ છે તેની ભૂમિકા આપતા મુખ્યસચિવશ્રીએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ-2017 દ્વારા રાજ્યમાં નિશ્ચિત સમયાવધિમાં મંજૂરીઓનો નિકાલ ફરજિયાત બનાવાયો છે. 200થી વધુ વ્યવસાય સંબંધિત મંજૂરીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે એન્ડ ટુ એન્ડ ઓનલાઈન અરજી પદ્ધતિ સાથેનું ઇન્વેસ્ટર્સ ફેસેલિટેશન પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવેલું છે.
એટલું જ નહિ, સનરાઈઝ સેક્ટર્સ એવા સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન તથા ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં રોકાણો આકર્ષિત કરવામાં પણ ગુજરાત સફળતાપૂર્વક આગળ રહ્યું છે. તેને વધુ વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશે તેવો વિશ્વાસ મુખ્ય સચિવશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સચિવ શ્રી અમરદિપસિંહ ભાટીયાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ થવા જઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સરાહના કરતાં જણાવ્યુ હતુ કે, આ કોન્ફરન્સથી ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવી ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે અને આ કોન્ફરન્સના કારણે નાના શહેરોમાં નવા સ્ટાર્ટ અપ્સને વિકસવાની તક મળશે.
ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે તેને પણ તેમણે બિરદાવ્યું હતું. ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જન વિશ્વાસ બિલથી આવેલા સુધારો અંગે સચિવ શ્રી ભાટીયાએ છણાવટ કરી હતી અને સિંગલ વિન્ડો સિસ્ટમા કારણે ઉદ્યોગ માટેની જરૂરી મંજૂરીઓમાં પારદર્શિતા અને ઝડપ આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતિ મમતા વર્માએ આ ઇન્ટરેક્શન મીટમાં સૌને આવકારીને VGRCનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરુપે રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જર્નીમાં VGRCની પ્રાદેશિક વિશેષતાઓ અને વિકાસ સંભાવનાઓ સાથેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, ફિક્કીના પ્રેસિડેન્ટ શ્રી હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના સીઈઓ અને એમડી શ્રી રાજીવ ગાંધી તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
————
[9/4, 6:13 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1UOPpIs6E-S1hQ1kttwjqAPvg26DGJUn9?usp=drive_link
*****************************
[9/3, 6:48 PM] Neha Talaviya.Mahiti: *આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલ ભાદરવી પૂનમના પદયાત્રી કેમ્પનો ૧૩૦૦૦ થી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો* આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર દ્વારા માનનીય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મંજૂરી અને માર્ગદર્શન થી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ભાદરવી પૂનમ ના પદયાત્રીઓ માટે આયુષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેની તારીખ અને સ્થળ ની વિગત નીચે મુજબ છે:
૧) ગિયોડ અંબાજી માતાજી મંદિર, તા. ૨૯/૮ થી ૧/૯
૨) મહાકાળી માતાજી મંદિર, ક -૭ સર્કલ, તા. ૩૦/૮ થી ૧/૯..
૩) ધેધુ ચોકડી, તા. ૩૦/૮ થી ૨/૯ સુધી આ કેમ્પ યોજાયેલ હતો.
જે પૈકી ગિયોડ મન્દિર ખાતે ના સેવા કેમ્પ નો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ
જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કવિતાબેન ઠાકોર
જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શનાભાઈ પટેલ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર
તાલુકા સદસ્ય શ્રીમતી દક્ષાબેન પટેલ.
જિલ્લા પંચાયત ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ
ચિલોડા સરપંચ શ્રીમતી શ્વેતલબેન
સામાજિક અગ્રણી શ્રી દશરથજી કાકોર તથા જૈમિનભાઈ પટેલ ના હાથે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ હતો.
ધેધુ ચોકડી ખાતે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ,
માનનીય ધારાસભ્યશ્રી માણસા શ્રી જે. એસ. પટેલ,
તાલુકા પંચાયત માણસા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી જાગૃતિબેન પરમાર,
સામાજિક અગ્રણી દિલીપભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ આયુષ સેવા કેમ્પમાં તમામ તકલીફો જેવી કે પેટની તકલીફો, તાવ, શરદી, ખાંસી, પગના દુઃખાવા, પગમાં ફોલ્લા પડવા વગેરે માટે આયુર્વેદ અને હોમીયોપેથી સારવાર આપવામાં આવશે તથા પગના દુઃખાવા માટે આયુર્વેદ ઔષધ યુક્ત તેલની માલિશ અને શેક ની સેવા પણ આપવામાં આવેલ હતી. આ કેમ્પનો કુલ ૧૩૨૭૬ લોકોએ લાભ લીધેલ હતો. જેમાં ૪૦૭૭ દર્દીઓને આયુર્વેદ સારવાર, ૧૪૮૦ દર્દીઓને હોમીયોપેથી સારવાર, ૨૩૨૨ દર્દીઓને માલિશ અને શેક, ૨૯૮૯ દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાવિતરણ, ૨૪૦૮ લોકોને સંશમની વટી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
વૈદ્ય ભાવના પટેલ
જિલ્લા આયુર્વેદ અધિકારી
ગાંધીનગર
[9/4, 1:42 PM] Neha Talaviya.Mahiti: *શિક્ષક દિવસ વિશેષ લેખ*
…………….
*”ખરેખર ભારતનું ભાવિ ઘડનારા શિક્ષકોના હૈયા કોમળ અને ખભા ખૂબ મજબૂત છે.”*
…………………
*માત્ર એક પ્રયાસ : જે બાળકો શાળાએ નથી પહોંચી શક્તા તે બાળકો સુધી પહોંચાડી શાળા*
………………………….
*”આજનું બાળક આપણા દેશની આવતીકાલનું ઉજવળ ભવિષ્ય છે. જો ઉજવળ ભવિષ્યની કલ્પના કરવી હોય તો દરેક વર્ગના બાળકોના હાથમાં પુસ્તક પકડાવવું જરૂરી છે, દરેક વર્ગના બાળકોને હાથ પકડી શૈક્ષણિક જીવનમાં પ્રવેશ અપાવવો જ પડશે.”- કલેક્ટર શ્રી મેહુલ કે. દવે*
………………………….
*ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન વાઘેલાને એક દ્રશ્ય જોતા થયેલી અનુકંપા થકી ઉદભવેલા વિચારથી આજે સેક્ટર 30 ખાતે સ્લમ વિસ્તાર અને સફાઈ કામદારોના 38 બાળકોને મળી રહી છે, શિક્ષણના અજવાળે ઉજવળ ભવિષ્યની નવી દિશા*
………………………
*જિલ્લામાં ચાલતા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોના બાળકોની ચિંતા કરતા કલેક્ટરશ્રી દ્વારા આ ભઠ્ઠાની આસપાસ તેમના બાળકો સુરક્ષિત રહેવા સાથે અક્ષર જ્ઞાન મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે*
…………………………..
*મજુર વર્ગ, સફાઈ કામદારો તથા અન્ય સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણની ચિંતા કરતા એવા ત્રણ શિક્ષકોનો સિંહ ફાળો જેમણે આર્થિક ઉપાર્જનને ગૌણ સમજી આવા બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે જેઓ ક્યારેય શાળાએ નથી પહોંચ્યા*
……………………
*દિવસના 10 કલાક જેટલો સમય સ્લમ વિસ્તારોના બાળકો માટે ફાળવી તેમના જીવનમાં ભણતર અને ઘડતરનું અદભુત કાર્ય કરી રહેલા આશિકા રબારી,વનિતા પરમાર અને માનવ પ્રજાપતિ*
……………………
આપણે ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે જેમની યાદમાં શિક્ષક દિન ઉજવીએ છીએ તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે,”જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા દરેક રસ્તા ખુલ્લા જ હોય છે.” શિક્ષક અંગે ચાણક્યએ પણ કહ્યું છે કે,”શિક્ષક કભી સાધારણ નહીં હોતા”કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને સારો અને સાચો માર્ગ બતાવના શિક્ષકોની ખૂબ જ જરૂર પડે છે. વિદ્યાર્થીઓને તેમના જીવનના મૂળભૂત લક્ષ્ય સુધી પહોંચવા માટે શિક્ષકનો માત્ર એક પ્રયાસ કે વિચાર વિદ્યાર્થીઓની સફળતાની સીડી બની જતો હોય છે.
આજે જ્યારે દેશભરમાં શિક્ષકોના સન્માન માટેની ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપતાં ગાંધીનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના પ્રયાસોને પણ બિરદાવવા પડે.
કોઈ એક વ્યક્તિની અનુકંપા કે વિચારમાત્ર કઈ રીતે હજારો માટે પ્રેરણા રૂપ બની રહે છે, તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મજૂર વર્ગના બાળકોના શિક્ષણ માટે કરાયેલો એક ઉત્તમ પ્રયાસ છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન વાઘેલાને એક દ્રશ્ય જોતા થયેલી અનુકંપા થકી ઉદભવેલા વિચારથી આજે સેક્ટર 30 ખાતે સ્લમ વિસ્તાર અને સફાઈ કામદારોના 38 બાળકોને મળી રહી છે, શિક્ષણના અજવાળે ઉજવળ ભવિષ્યની નવી દિશા.
વિગતે વાત કરવામાં આવે તો, વર્ષોથી તાડપત્રીના આશરે વસવાટ કરતા સફાઈ કામદારો અને મજૂરોને મહાનગરપાલિકા દ્વારા રહેવાની સુવિધા સાથે તેમના બાળકો માટે ભણવાની પણ સુવિધા કરવામાં આવી છે.
જે અંગે કમિશનર શ્રી જણાવે છે કે, સફાઈ કામદારો અને મજૂર વર્ગ જ્યારે કામે જાય ત્યારે સવારથી સાંજ સુધી તેમના બાળકો પણ એમની સાથે આમ જ કચરાના ઢગલા પાસે રમ્યા કરતા. આ જોઈ તેમને વિચાર આવ્યો કે, આ બાળકોનું બાળપણ જો આમને આમ વિતશેતો તેમનું ભવિષ્ય અંધકારમય જ છે. એટલે તેઓએ સેક્ટર 30 ખાતે એવી શાળાની શરૂઆત કરી, જે સવારે સાત કલાકથી શરૂ થાય છે અને સાંજે જ્યાં સુધી બાળકોના મા બાપ ન આવે ત્યાં સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન બાળકોને રહેવા, ભણવા, જમવાની બધીજ જવાબદારી મહાનગરપાલિકા દ્વારા ઉઠાવવામાં આવે છે. સવારે યોગ અને પ્રાર્થનાથી શરૂ થતી આ શાળામાં દિવસભર અક્ષર જ્ઞાન ઉપરાંત બાળકની અંદર રહેલ કલાકારીગીરી ખીલવવા વિવિધ પ્રવૃત્તિઓ, ગીત સંગીત વગેરે જેવી કેળવણી આપવી એક્ટિવિટી કરવામાં આવે છે.
કમિશનર શ્રી સહર્ષ આ અંગે જણાવે છે કે, અહીં આવતા બાળકોને પહેલા એક અક્ષર પણ વાંચતા આવડતો ન હતો, કેવી રીતે બોલવું ચાલવું, શિસ્ત, રહેણી કરણી બધું જ અહીં શીખવાડ્યા પછી આજે આમાંથી ઘણા બધા બાળકો ગુજરાતી અને અંગ્રેજી વાંચતા થયા છે. આ બાળકોમાંથી જો પાંચ બાળકો પણ સારી કારકિર્દી ઘડી શકશે તો અમારો ધ્યેય પૂર્ણ છે.
સેનેટરી અધિકારી શ્રી સંદીપ ગોહિલ પણ આ બાળકોની તાલીમ સુરક્ષા અને ભણતર માટે વારંવાર સ્થળ મુલાકાત કરી તેમના ભવિષ્યની ચિંતા કરતા રહે છે. જેઓ કહે છે કે, અહીં બાળકોને જંક ફૂડ ન આપતા ફળ અને પૌષ્ટિક આહાર જ આપવામાં આવે છે.સાથે સાથે આ બાળકો આપણા તહેવારોની પણ આનંદથી ઉજવણી કરી શકે અને દરેક દિવસનું મહત્વ સમજે તે માટે અહીં ગણેશ ચતુર્થી, નવરાત્રી, 15 મી ઓગસ્ટ જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આ બાળકોનું ભણતર ચાલુ રહે તથા તેઓ પોતાના શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે મહાનગરપાલિકા અને કમિશનર શ્રી દ્વારા આગળનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે થકી અહીંથી અક્ષર જ્ઞાન મેળવેલા બાળકોનું શાળામાં નામાંકન કરાવી તેમને શૈક્ષણિક સફરને પણ શુભ શરૂઆત કરવામાં આવશે.
આજ રીતે કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે દ્વારા પણ, મજૂર વર્ગના બાળકોની ચિંતા કરતા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે. આમ પણ સામાન્ય રીતે કલેક્ટર શ્રી જ્યારે પણ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરતા હોય છે, ત્યારે બાળકોના ભણતરની ખાસ ચિંતા કરી આંગણવાડી અને પ્રાથમિક શાળાઓની મુલાકાત કરતા રહે છે. એ જ રીતે જિલ્લામાં ચાલતા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોના બાળકોની ચિંતા કરતા કલેક્ટરશ્રી દ્વારા આ ભઠ્ઠાની આસપાસ તેમના બાળકો સુરક્ષિત રહેવા સાથે અક્ષર જ્ઞાન મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જે અંગે કલેક્ટર શ્રી જણાવે છે કે, “આજનું બાળક આપણા દેશની આવતીકાલનું ઉજવળ ભવિષ્ય છે. જો અજવાળ ભવિષ્યની કલ્પના કરવી હોય તો દરેક વર્ગના બાળકોના હાથમાં પુસ્તક પકડાવવું જરૂરી છે, દરેક વારના બાળકોને હાથ પકડી શૈક્ષણિક જીવનમાં પ્રવેશ અપાવવો જ પડશે.”
*મજુરવર્ગના બાળકોના શિક્ષણણીની ચિંતા કરી નવી રાહ ચિંધનાર સાજિવતા ફાઉન્ડેશન*
સાજિવતા ફાઉન્ડેશનના શ્રી કૃતિકા પટેલ જણાવે છે કે, શિક્ષણ મેળવવાના હકથી કોઈ બાળક વંચિત ન રહે તેવા ધ્યેય સાથે આ ફાઉન્ડેશનની શરૂઆત થઈ હતી. શ્રી કૃતિકા પટેલ દ્વારા ગાર્ડનમાં રમતા મજુરના બાળકોને બગીચામાં બેસાડી રોજ એકાદ કલાક અક્ષર જ્ઞાન આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે, આપણા જિલ્લામાં ઘણા બધા એવા મજૂર વર્ગના બાળકો છે, જેઓ શિક્ષણથી વંચિત રહે છે, જેના માટે તેમણે એક ફાઉન્ડેશનની રચના કરી અને તેના સભ્ય દ્વારા શ્રમજીવીઓના બાળકો સુધી પહોંચી તેમને શિક્ષણ આપવાની શરૂઆત કરી. આજે તેઓ ગર્વથી કહે છે કે, અમારી આ એક નાનકડી પહેલ થકી અમે ઘણા બધા બાળકોને શિક્ષણના માર્ગે લઈ જઈ શક્યા છીએ, અને ઘણા બધા શ્રમજીવીઓ ના બાળકો આજે શૈક્ષણિક સુવિધા મળવાથી પોતાની કારકિર્દી બનાવી શક્યા છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમારી સાથે જ કામ કરતા આશિકાબેન રબારી પણ છે.
*……………………..*.
*બોક્ષ આઈટમ*
*એક માં ને જોતા બાળકની આંખોમાં જે ચમક આવે અને હોઠ મલકી પડે તે જ રીતે આ બાળકો આ ત્રણેય શિક્ષકોને જોઈ ખુશ થાય છે*
આપણા સમાજ જીવનમાં આ કડવી વાસ્તવિકતા છે કે, આપણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયને આજે વ્યાપાર સમજવા લાગ્યા છે! પરંતુ શિક્ષક દિવસે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કાર્યરત એવા ત્રણ શિક્ષકો અને એક એવી શાળાની વાત કરવી છે, જે ખરેખર શિક્ષક માટે આજ સુધી કહેવાયેલી દરેક કહેવતો ને સાર્થક પુરવાર કરે છે.
જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનગરપાલિકા દ્વારા મજુર વર્ગ, સફાઈ કામદારો તથા અન્ય સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણની ચિંતા કરતા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં એવા ત્રણ શિક્ષકોનો સિંહ ફાળો છે, જેમણે આર્થિક ઉપાર્જનને ગૌણ સમજી એવા બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે જેઓ ક્યારેય શાળાએ નથી પહોંચ્યા,
મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ સેક્ટર 30 ખાતેના આ નાનકડા સરસ્વતી મંદિરમાં પગ મુકતા જ મનને ખૂબ જ સંતોષ અનુભવાય તેવા વ્યવહાર અને વર્તનથી ત્રણેય શિક્ષકો બાળકો સાથે નીચે બેસી તેમને નવું નવું શીખવતા રહે છે.
આ ત્રણ શિક્ષકોના પોતાના ભણતરની વાત કરવામાં આવેતો ત્રણે વેલ ક્વોલીફાઈડ, વેલ એજ્યુકેટેડ હોવા છતાં ન જેવા પગારથી દિવસના 10 કલાક જેટલો સમય આ બાળકો માટે ફાળવી તેમના જીવન ભણતર અને ઘડતરનું અદભુત કાર્ય કરી રહ્યા છે.
જે રીતે બાળકોનો એમના પ્રત્યે લગાવ છે, જે રીતે બાળકો એમને જોતા વળગી પડે છે, તે જોતાં કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે, આ શિક્ષકો દિવસભર બાળકો સાથે કેટલી આત્મીયતાના ભાવ સાથે વ્યવહાર કરતા હશે. કારણ કે એક માં ને જોતા બાળકની આંખોમાં જે ચમક આવે અને હોઠ મલકી પડે તે જ રીતે આ બાળકો આ ત્રણેય શિક્ષકોને જોઈ ખુશ થાય છે. ત્યારે એવું લાગે કે, “ખરેખર ભારતનું ભાવિ ઘડનારા શિક્ષકોના હૈયા કોમળ અણે ખભા ખૂબ મજબૂત છે.”
આ ત્રણેય શિક્ષકો આશિકા રબારી, વનિતા પરમાર તથા માનવ પ્રજાપતિ સંવાદિતા ફાઉન્ડેશન થકી શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. ગર્વ અને આનંદની વાત એ છે કે, આ ત્રણમાંથી એક શિક્ષિકા આશિકા રબારી આ બાળકોની જેમ 2008- 9 માં આ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક જીવનમાં પ્રવેશ મેળવ્યો હતો. અને આજે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આ દિકરી અન્ય બાળકો માટે આશાનું કિરણ બની છે.
…………………………
*નેહા તલાવિયા*
[9/4, 1:43 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1dsQ8wzrFlpIfLd84C9L2XAIISBSIZpL7?usp=sharing
[9/4, 2:58 PM] Neha Talaviya.Mahiti: 👆🏻 *આમંત્રણ*
તા.૦૫/૦૯/૨૦૨૫૦ ના રોજ સાંજે પાંચ કલાકે સ્કૂલ ઓફ એચિવર, કુડાસણ,ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેના કવરેજ માટે ઉપસ્થિત રહેવા તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી હાર્દિક આમંત્રણ છે.
[9/4, 3:34 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૧૧ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયાં વરસાદની શક્યતા*
૦૦૦૦૦
ગાંધીનગર તા.૪ સપ્ટેમ્બર-, હવામાન કેન્દ્ર અમદાવાદ દ્રારા આગામી તા. ૧૧ સપ્ટેમ્બર સુધી ૬ દિવસો દરમ્યાનની ગાંધીનગર જિલ્લામાં હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આ દિવસો દરમ્યાન જિલ્લામાં છૂટાછવાયાં વરસાદની શક્યતા છે. જેમાં તા.૬ અને ૭ સપ્ટેમ્બરના રોજ ભારે થી અતિ ભારે વરસાદ સહિત અન્ય તમામ દિવસોમાં હળવા થી સામાન્ય વરસાદની સ્થિતિ રહેવાની સંભાવના જણાવવામાં આવી છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા
[9/4, 3:37 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *રાષ્ટ્રીય શિક્ષક દિવસ -૨૦૨૫*
*ગાંધીનગરના રૂપાલના શિક્ષક, સાહિત્યકાર, લેખક, સમીક્ષક અને સામાજિક કેળવણીકાર ડો. પ્રહલાદ ચૌધરીને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે*
૦૦૦૦૦૦૦૦
*૧૬ વર્ષથી વરદાયિની માતા હાઇસ્કૂલ રૂપાલ ખાતે ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે કાર્યરત શ્રી ચૌધરીએ માતૃભાષામાં કેળવણી માટે વ્યાકરણ સજજતાથી લઈ રંગભૂમિ સુધી સફર ખેડી*
૦૦૦૦૦૦૦૦
*શિક્ષક તરીકે ગર્વ, બાળકોની કેળવણી મુખ્ય ધ્યેય છે બાળકોથી વિશેષ કંઈ જ નથી*
*- શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌધરી*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૪ સપ્ટેમ્બર-
શિક્ષણએ માત્ર વ્યવસાય નથી. બાળ માનસથી લઈ દેશના ભવિષ્ય ઘડતર સુધીની જવાબદારી સાથેની સેવા એટલે શિક્ષણ. પ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી દ્વારા શિક્ષણ એટલે કે કેળવણી સાથે જોડાયેલા આ શિક્ષકોને બિરદાવવામાં આવે છે. આ વર્ષે ગાંધીનગર જિલ્લાના રૂપાલ માધ્યમિક શાળાના એક એવા શિક્ષક કે જેઓ સાહિત્યકાર, લેખક, સમીક્ષક અને સામાજિક કેળવણીકાર પણ છે, તેવા ડો.પ્રહલાદભાઈ ચૌધરીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવશે.
વરદાયિની માતા કેળવણી મંડળ દ્વારા સંચાલિત વરદાયિની માતા હાઈસ્કુલ રૂપાલ ખાતે ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે છેલ્લા ૧૬ વર્ષથી સેવા આપતા ડો.પ્રહલાદભાઈ ચૌધરીએ ગુજરાતી ભાષાના પ્રચાર માટે પણ અનેરી કામગીરી કરી છે.
૧૬ વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય અને તેને સંલગ્ન ઉત્તમ કામગીરી સાથે જ પ્રહલાદભાઈએ ગુજરાતી ભાષા સજજતા માટે વ્યાકરણ સંબંધિત પુસ્તકોનું લેખન કર્યું છે. વ્યાકરણ, અભિયોગ્યતા કસોટી, સાહિત્ય જેવા વિવિધ પ્રકારના દસ પુસ્તકોના લેખન થકી શ્રી પ્રહલાદભાઈએ ગાંધીયુગના સાહિત્યથી લઈ રંગમંચના લેખન સુધીની સફર ખેડી છે. આ સાથે જ તેમણે ૨૦૧૬માં ગુજરાતી પાઠ્યપુસ્તક માટે સમીક્ષક અને વર્ષ ૨૦૨૫માં જ ધો. ૮ના પાઠયપુસ્તકમાં લેખક તરીકેની ઉમદા કામગીરી કરી છે. ગુજરાતી ભાષા સાથે સતત ૭ વર્ષ સમાજશાસ્ત્રના શિક્ષક અને ઈન્ચાર્જ આચાર્ય તરીકે પણ તેમણે સેવા આપી વહીવટી કામગીરીમાં પણ કુશળતા હાંસલ કરી છે.
બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે અદકેરો પ્રેમ જગાવવા પ્રહલાદભાઈએ શિક્ષણમાં નવતર પ્રયોગો કરી નવીન પ્રકારની ટેકનીકનો ઉપયોગ કર્યો છે.જેના પરિણામે વરદાયિની હાઈસ્કૂલ વિદ્યાર્થીઓનું ગુજરાતી ભાષાનું પરિણામ સતત ઉચ્ચ રહ્યું છે. કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે પ્રહલાદભાઈએ હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી અને ઓનલાઇન શિક્ષણના માધ્યમથી પણ બાળકોને જોડ્યા હતા.
શ્રી પ્રહલાદભાઈ સરકાર દ્વારા આયોજિત PSE, NMMS, CET, CGMS, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસક્રમ, પ્રશ્નપત્રો અને પ્રશ્નસમૂહો તૈયાર કરીને તેમને અભ્યાસ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
શિક્ષણ અને લેખન કાર્ય સાથે જ શ્રી પ્રહલાદભાઈ મિત્રવર્તુળના સહયોગ સાથે વર્તમાનની મોટી સમસ્યા એવા મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધુ પડતા વપરાશની ગંભીર અસરોથી બાળકોને બચાવવા માટે “પ્રોજેક્ટ પરમ” દ્વારા સામાજિક કેળવણીનો સેવા યજ્ઞ પણ ચલાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા તેઓ બાળકો અને વાલીઓને સેમિનાર દ્વારા નિષ્ણાંતોનું માર્ગદર્શન પહોંચાડે છે. તો, મોબાઇલ અને સોશિયલ મીડિયાની લતથી છૂટકારો અપાવવા બાળકોને એક્ટિવિટી બુક, ડિટોક્સ ચેલેન્જ, વેલનેસ કલબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
શિક્ષક તરીકે મને ગર્વ છે, બાળકોની કેળવણી એ જ મારો મુખ્ય ધ્યેય છે તેનાથી વિશેષ કંઈ જ નથી…. તેમ જણાવતા શ્રી પ્રહલાદભાઈ ચૌધરીને ‘શિક્ષણ સેવાર્થ’ના ભાવ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા કામગીરી કરવા બદલ એવોર્ડથી નવાજવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી*
[9/4, 4:22 PM] Neha Talaviya.Mahiti: *સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેઠળ દહેગામ તાલુકાના કડજોદરા ગામે શિબિર યોજાઈ*
…….
નાણાકીય સમાવેશનના ૩ મહિના માટેના જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં તા. 04/09/2025 રોજ કડજોદરા ગામે SBI ની કડજોદરા શાખા દ્વારા જન સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસબીઆઇ LHO ના DGM શ્રી અભય રંજન, AGM શ્રી નીરજકુમાર, એફઆઇ મેનેજરશ્રી મૌલિક પટેલ,લીડ ડિસ્ટ્રિક્ટ મેનજરશ્રી બળદેવ ચાવડા,બ્રાન્ચ મેનેજર SBI કડજોદરા ,સરપંચશ્રી અરવિંદસિંહ ઝાલા, શાળાના આચાર્યશ્રી, FLC, AFC તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રધાન મંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે જણાવ્યુ હતું. આ શિબિરમાં ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા વીમા નોધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે, જેમાં વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર કરી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન FLC અનિલ પુરોહીત દ્વારા કરવામાં આવ્યું હતું.
……..
*નેહા તલાવિયા*
[9/4, 5:11 PM] Neha Talaviya.Mahiti: *ટેકનિકલ કારણોસર બંધ પડેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર લેન્ડલાઇન નંબર ફરી કાર્યરત*
………
*આકસ્મિક સંજોગોમાં કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નંબરનો પણ ઉપયોગ કરી શકાશે*
……
થોડા સમય પહેલા જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૫૬૭૨૦ ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ થઈ ગયો હતો,જે હવે રાબેતા મુજબ કાર્યરત થઈ ગયેલ હોવાનું જણાવતા, ડિઝાસ્ટર મામલતદાર શ્રી ગાંધીનગરે ઉમેર્યું હતું કે,આકસ્મિક સંજોગોમાં કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૪૫૮૭૦, ૦૭૯-૨૩૨-૪૫૮૭૫, ૦૭૯-૨૩૨-૪૫૮૭૭નો ઉપયોગ જાહેર જનતા કરી શકશે.
…….
*નેહા તલાવિયા*
[9/4, 6:31 PM] Neha Talaviya.Mahiti: *”જન્મદર પ્રમાણ SRB ” વિષય અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઇ*
…….
મહિલા અને બાળ અધિકારીશ્રી દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કસ્તુરબા વિધાલય, કોબા, ગાંધીનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દિલ્હી દ્વારા તા.૨ સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર વચ્ચે ઉજવાઈ રહેલ દસ દિવસ સ્પેશિયલ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજના દિવસની થીમ “જન્મદર પ્રમાણ SRB ” પર જિલ્લા પંચાયત ગાંધીનગરના આરોગ્ય વિભાગ તરફથી ડૉ .નેહલબેન ગજેરાએ આ કાર્યક્રમમાં હાજર રહેલ વિધાર્થીનીઓને તેમના દ્વારા મેસ્ટ્રુઅલ હાઈજીન તેમજ ગુજરાત રાજ્ય અને ગાંધીનગર જીલ્લામાં દીકરા – દિકરી જન્મદરનું પ્રમાણ અંગે સમજ આપી આ વિષયની ગંભીરતા સમજાવી હતી.
જ્યારે અશ્વિન જાસકિયા(DMC)દ્વારા મહિલા બાળની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં સાથે યોજનાની પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
…….
*નેહા તલાવિયા*
*****************************
આપની આસપાસ ભક્તિ ઘટનાઓના સમાચારો વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબાર માધ્યમ માં તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડિયો ફોટા અને સમાચારો જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. પ્રદીપ રાવલ(9824653073)
