31 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

31 Ng pdf-1

31 jan fariyad

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/29, 6:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC) જીરાના વેપારમાં ઊંઝાના વૈશ્વિક નેતૃત્વને ઉજાગર કરશે*
***
*ઉત્તર ગુજરાતની ઊંઝા APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં 2025માં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું*
***
*ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC વૈશ્વિક જીરાના વેપારમાં ઊંઝાની ભૂમિકા દર્શાવશે*
***
*ઊંઝાએ જીરાની નિકાસમાં ગુજરાતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું*
***
*ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2025:* ગુજરાત જીરું અને અન્ય મસાલાઓના બીજની નિકાસમાં અગ્રેસર છે, જે દેશની કુલ નિકાસમાં લગભગ 80%નું યોગદાન આપે છે. મહેસાણામાં સ્થિત ઊંઝા શહેરે જીરાના વેપારમાં ગુજરાતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે, જે ભારત અને વિદેશોમાં પણ જીરાનો પુરવઠો પૂરો પાડે છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, મહેસાણા જિલ્લામાંથી વિશ્વભરના 101 દેશોમાં આશરે ₹3995 કરોડના જીરા અને અન્ય મસાલાઓના બીજની નિકાસ કરવામાં આવી હતી. આ માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ચીન (25%), બાંગ્લાદેશ (16%), UAE (10%), USA (5%) અને મોરોક્કો (4%)નો સમાવેશ થાય છે.

કૃષિ મંત્રાલયના એગમાર્કનેટના ડેટા અનુસાર, 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2025 દરમિયાન ઊંઝા APMCમાં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું હતું, જે ગત વર્ષના 46,313 મેટ્રિક ટનની સરખામણીએ 17.5%નો મજબૂત વધારો દર્શાવે છે.

આ ઉપરાંત, મજબૂત સપ્લાય ચેઇન એ સુનિશ્ચિત કરે છે કે, ઊંઝા મસાલા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બની રહે, જેથી તે હજારો ખેડૂતો અને વેપારીઓને રોજગાર અને વ્યવસાયની તકો મળી રહે. 2023-24 માટેના સત્તાવાર અંદાજા મુજબ જ પ્રદેશમાં 72,100.59 મેટ્રિક ટન જીરુંનું ઉત્પાદન થયું હતું. આમાં બનાસકાંઠામાં સૌથી વધુ 41,800.73 મેટ્રિક ટન અને પાટણ 29,900.09 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.

જીરાના વેપારમાં ઊંઝાની સફળતા રાજ્યના “વિકસિત ગુજરાત @2047″ના વ્યાપક વિઝનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં ખેતી, પ્રોસેસિંગ અને નિકાસ ખેડૂતોની વૈશ્વિક પહોંચ સુધારવા માટે સાથે મળીને કામ કરે છે. ઊંઝા સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડતો પ્રવેશદ્વાર છે, જે વિશ્વના મસાલા ઉદ્યોગમાં ભારતનો વધતો પ્રભાવ દર્શાવે છે. આ સિદ્ધિ આગામી ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ખાતે ઉપરોક્ત મસાલા વેપાર અને કૃષિ ઉત્પાદનના વિકાસને વેગ આપશે.

*X-X-X*
[8/29, 8:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *જિલ્લા કક્ષાએ પસ્પર સંકલનથી નાગરિકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાકિદ*
——-
_*ઓગસ્ટ-૨૫ના રાજ્યસ્વાગતમાં ૧૭૦ જેટલી રજૂઆતો થઈ*_
*મુખ્યમંત્રીશ્રીએ ૧૨ રજૂઆતો રાજ્ય સ્વાગતમાં સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળી*
*મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા ૧૬૦ રજૂઆતો સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવી*
——–
*ઓગસ્ટ -૨૫ના જિલ્લા સ્વાગતમાં ૧૫૨૯ – તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલન રાખીને લોકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવાની તાકિદ ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમની સમક્ષ રજુ થયેલી ૧૨ રજુઆતોમાંથી ખેતરમાં નર્મદાની કેનાલ અવાર-નવાર છલકાવાથી એક ખેડૂતને થતા નુકશાનનું કાયમી નિવારણ અને નુકશાનીનું વળતર ચુકવવા સરદાર સરોવર નર્મદા નિગમને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગતમાં કુલ ૧૭૦ રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી ૧૬૦ જેટલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી ૧૨ રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા આવાસોના દસ્તાવેજોની કામગીરીમાં ઝડપ લાવવા અને જરૂરી સુવિધાઓ આપવા હાઉસિંગ બોર્ડના કમિશ્નરશ્રીને સુચનાઓ આપી હતી.

બનાસકાંઠા જિલ્લાના સામાન્ય અને નાના વર્ગના ૪૫૦થી વધુ લોકોએ દસ્તાવેજ કરીને ખરીદેલી બિન ખેતીની જમીનનો લાંબા સમયથી તેમને કબજો મેળવવામાં થઈ રહેલી મુશ્કેલીની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરેલી રજુઆત અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને લેન્ડ ગ્રેબીંગની આ રજુઆત પરત્વે કડક કાર્યવાહી કરવાની સુચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કુદરતી પાણીના વહેણમાં ગેરકાયદેસર બાંધકામ કરી નદીનું પાણી અટકાવવાના પ્રશ્નો, કેનાલ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ચૂકવવા, જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા અંગેના પ્રશ્ન સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવાના જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.

આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓગસ્ટ-૨૫ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૫૨૯ અને તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
——–
[8/30, 12:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *“ગુજરાતના કૃષિ વિકાસનો સથવારો; બીજ નિગમનો ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત બીજવારો”*
********************************
*બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
********************************
• બે વર્ષમાં આશરે ૧.૩૦ લાખ ક્વિન્ટલના વધારા સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં ૩.૬૮ લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન

• ચાલુ વર્ષે આશરે ૩.૪૦ લાખ ક્વિન્ટલ અને વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪ લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવાનો લક્ષ્યાંક

• બીજ નિગમ દ્વારા ૨૪ પાકની ૧૨૫થી વધુ જાતના ગુણવત્તાયુક્ત બિયારણનું થાય છે ઉત્પાદન સહ વેચાણ

• ઉત્પાદિત બીજના વેચાણ માટે હાલમાં નિગમ પાસે કુલ ૧,૨૮૯ અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ઉપલબ્ધ
**************************
ગુજરાતીમાં એક કહેવત છે કે “જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એમનું વર્ષ બગડ્યું”. તેવી જ રીતે, કૃષિ ક્ષેત્રમાં પણ કહી શકાય કે, ‘જેનું બિયારણ નબળું, એ ખેડૂતનું આખું વર્ષ નબળું’. કારણ કે, કોઇપણ પાકના ઉત્પાદનમાં ગુણવત્તાયુક્ત બીજવારો (બિયારણ) સૌથી પાયાનું અને મહત્વપૂર્ણ ઘટક હોય છે. જો બીજ જ ઉત્તમ ન હોય, તો જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેવા બધા જ પરિબળો નિરર્થક સાબિત થાય છે. ગુણવત્તાયુક્ત બિયારણ ખેતી ખર્ચ ઘટાડીને અને ઉત્પાદન વધારીને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.

ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવાના શુભ આશય સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. બીજ નિગમ દ્વારા ગત વર્ષે કુલ ૩.૬૮ લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જેની સામે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં આશરે ૩.૪૦ લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, બીજ નિગમ દ્વારા ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ અને જીરૂ સહિત કુલ ૨૪ મુખ્ય પાકોની અંદાજે ૧૨૫થી વધુ જાતોના ગુણવત્તાયુક્ત બિયારણોનું ઉત્પાદન સહ વેચાણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી બીજ નિગમ દ્વારા બિયારણનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે. નિગમ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૩.૭૫ લાખ ક્વિન્ટલ બીજ ઉત્પાદનનું તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪ લાખ ક્વિન્ટલથી વધુ બીજ વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બીજ નિગમ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨.૩૮ લાખ ક્વિન્ટલ બિયારણના ઉત્પાદન સામે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૩.૬૮ લાખ ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કે, માત્ર બે જ વર્ષમાં બિયારણના ઉત્પાદનમાં ૧.૩૦ લાખ ક્વિન્ટલ વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે, વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨.૪૯ લાખ ક્વિન્ટલ બિયારણના વિતરણ સામે ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૨.૯૭ લાખ ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરવામાં આવ્યું હતું. એમાં પણ, માત્ર બે જ વર્ષમાં ૪૮,૦૦૦ ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, બીજ નિગમ સતત પોતાનું કાર્યક્ષેત્ર અને ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે.

*રાજ્ય સરકારની ભૂમિકા અને બીજ નિગમની કાર્યપદ્ધતિ*
*૧. ગુણવત્તાની ખાતરી:* નિગમ દ્વારા જે તે વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો સાથે મળીને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાવણીથી લઈને પાકની કાપણી, પ્રોસેસિંગ, પેકેજિંગ અને સ્ટોરેજ સુધીની તમામ બાબતોનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરવામાં આવે છે. જેમાં ઉત્પાદિત થયેલા બીજને પ્રમાણન એજન્સી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે બીજની આનુવંશિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા અને અંકુરણ ક્ષમતા ઉચ્ચતમ સ્તરની છે.

*૨. વ્યાજબી ભાવ અને સરળ ઉપલબ્ધતા:* નિગમ દ્વારા રાજ્યભરમાં ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સહકારી સંસ્થાઓ અને ખાનગી અધિકૃત બીજ વિક્રેતાઓ મારફત બીજનું વેચાણ-વિતરણ કરવામાં આવે છે. હાલમાં, નિગમ કુલ ૧,૨૮૯ અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ધરાવે છે, જેમાં ૪૦૧ સહકારી સંસ્થાઓ, ૩૬૭ કૃષિ-ક્લિનિક્સ અને કૃષિ વ્યવસાય કેન્દ્રો, ૫૨૧ ખાનગી સંસ્થાનો સમાવેશ થાય છે. આ નેટવર્કના માધ્યમથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતોને પણ સમાન ભાવે અને સરળતાથી બિયારણ મળી રહે છે.

*૩. કૃષિ સંશોધનને વેગ:* બીજ નિગમ કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા નવી ભલામણ કરાયેલી જાતોના બીજ ઉત્પાદનને પ્રાધાન્ય આપે છે અને જૂની જાતોનું ઉત્પાદન ઘટાડીને, વેરાયટલ રિપ્લેસમેન્ટ રેટ (VRR) અને સીડ રિપ્લેસમેન્ટ રેશિયો (SRR) વધારવાનો પ્રયાસ કરે છે. જેથી નવી, વધુ ઉપજ આપતી અને રોગપ્રતિકારક જાતો ઝડપથી ખેડૂતો સુધી પહોંચે છે અને સમગ્ર કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં સુધારો થાય છે.

એટલા માટે જ, આજે ગુજરાત રાજ્ય બીજ નિગમ માત્ર બિયારણનું ઉત્પાદન અને વેચાણ કરતી એક સંસ્થા જ નહિ, પરંતુ ગુજરાતના અનેક ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક બન્યું છે.
****************************
નિતિન રથવી
[8/30, 12:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *30-08-25* | *Time* *11:45* *AM*

*LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 76મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ.*
*સ્થળ: ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક, તા: ગળતેશ્વર, જિ: ખેડા*

*CM attends 76th state-level Van Mahotsav celebration organized near Galteshwar temple, Kheda*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=bfNARWICEeA

*YouTube  :-* https://www.youtube.com/watch?v=Dc4BSEQ5lZg

*FB        :-* https://www.facebook.com/share/v/1CVKUpTfX3/

*FB        :-* https://www.facebook.com/share/v/16rx4aPz8D/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1961675766741205018

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1961675765248041057

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/30, 12:29 PM] +91 81289 64121: ☝️Some more photographs for the story
[8/30, 2:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *૭૬મા વન મહોત્સવની ઉજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વર માં
::::::::::::::::
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી

૦૦૦૦૦

*મુખ્યમંત્રીશ્રી પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા*
૦૦૦૦૦૦૦

 

૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪ માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં  મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

આ તકે મુખ્યમંત્રીનીશ્રી સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ શ્રી રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષક શ્રી મિતલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.
[8/30, 4:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે ઈકો સિસ્ટમ ઉભી કરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
*76 માં વનમહોત્સવનો સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના ગળતેશ્વરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી*
*વન મંત્રી – વન રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
———-
*રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ*
———
_*:: મુખ્યમંત્રીશ્રી::*_
* આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે.
* વન સાથે જનને જોડતા વન મહોત્સવ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જન ઉત્સવ બન્યા છે.
* ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા પર્યાવરણ સંતુલન – ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે.
* ‘એક પેડ માં કે નામ’ ૨.૦માં આ વર્ષે રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય છે.
* અગાઉના વર્ષમાં ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું હતું.
* રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચોરસ કિલોમીટરનો વન આવરણ વધારો થયો છે.
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઉભી કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ક્લાઈમેટ ચેંજના પડકારો સામે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ – મિશન લાઈફ, હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ તથા જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અને અમૃત સરોવરનું નિર્માણ તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.

“આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે” મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. એટલુ જ નહિ, વડાપ્રધાનશ્રીએ પણ પર્યાવરણ સંતુલન અને જાળવણીને હંમેશા પ્રાયોરીટી આપી છે. આ હેતુસર તેમણે વન મહોત્સવનું પરંપરાગત પ્રારૂપ બદલીને વન સાથે જન જનને જોડ્યા છે અને વન મહોત્સવોને જન મહોત્સવો બનાવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન, મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે તેની પણ ભૂમિકા આપી હતી.

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે દેશમાં બીજું સ્થાન મેળવ્યુ છે અને આ વર્ષે ‘એક પેડ મા કે નામ ૨.0’માં સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનો લક્ષ્યાંક છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે વેપાર ઉદ્યોગના વિકાસ સાથે માનવ જીવનના વિકાસ માટે ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરુ પાડીને સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે અને વન મહોત્સવો આ માટેનું સક્ષમ માધ્યમ છે.

આ અવસરે વન અને પર્યાવરણ મંત્ર શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સાંસ્કૃતિક વનોનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધિય વૃક્ષો વિશે જાગૃત કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક યોગદાન આપવા, વૃક્ષ આચ્છાદન વધારવા અને લોકો, વિદ્યાર્થીઓ તથા બાળકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ ૩૯,૨૯૫ હેક્ટરમાં વાવેતર અને ૨૦ અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ ૧૦૦૦ ગામોમાં ગામ દીઠ ૫૦ રોપા વાવવામાં આવશે. ૨૦૨૫-૨૬માં ૩૪ પવિત્ર ઉપવનો બનશે અને ૧૯,૮૯૫ હેક્ટરમાં ૧૫૩.૯૦ લાખ રોપાઓનું વાવેતર થશે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. ખેડા જિલ્લામાં પણ આ દિશામાં કામગીરી કરતા ગોવિંદપુરા ખાતે વન કવચ અને “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ પીપલગ ગામે વન નિર્માણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે ‘ગ્રીનગ્રોથ’ને વિકાસના પાંચમા સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે. તેમણે વર્ષ ૨૦૨૫-૨૬ માં “હરિત વન પથ” યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર ૧૦૦ હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૫,૦૦૦ હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, ૧૩૦ અમૃત સરોવરો ફરતે ૨૦૦ રોપા દીઠ વાવેતર અને ૧૩૬ વનકુટીર નિર્માણ અને ૧૦૦ કિસાન શિબિર યોજવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા, મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એ.પી સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યજીવ, ડો. જયપાલસિંઘ, કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અન્ય અગ્રણીઓ, મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
———–
[8/30, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *’યોગ’ બનશે વિકસિત ગુજરાત થકી “વિકસિત ભારત@૨૦૪૭”નો આધારસ્તંભ*
—–
*સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસને પ્રદાન કરતું કલ્પવૃક્ષ એટલે ‘યોગ’*
—–
*‘યોગ’-‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર, યાદશક્તિ વધે અને એકાગ્રતાનો વિકાસ થાય*
—–
આપણો દેશ આગામી વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. આ ગૌરવશાળી પ્રસંગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “વિકસિત ભારત@૨૦૪૭”નું એક ભવ્ય વિઝન નિર્ધારિત કર્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. જેમાં ‘યોગ’ પર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જો રાજ્ય અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય તો ‘યોગ’ તેનો સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દરવર્ષે તા. ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. જેના પરિણામે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં ‘યોગ’ ને અપનાવવામાં આવ્યો છે. ‘યોગ’ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ એક સર્વાંગી જીવનપદ્ધતિ છે. વ્યક્તિગત સ્વાસ્થ્યથી લઈને રાષ્ટ્રીય અર્થતંત્ર સુધી અને સમાજમાં શાંતિથી લઈને વિશ્વમાં આધ્યાત્મિક નેતૃત્વ સુધી ‘યોગ’ દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. ‘યોગ’ એ એક કલ્પવૃક્ષ છે, જે આપણને સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ – બધું જ પ્રદાન કરે છે.

*આરોગ્યમાં ક્રાંતિ*

આજે આપણા દેશના નાગરિકોની તંદુરસ્તી અર્થે આરોગ્ય વિભાગ દ્વારા નોંધપાત્ર રકમ ફાળવવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, થાઇરોઇડ, કેન્સર જેવી જીવનરશૈલી સંબંધિત બિમારીઓ પર કરોડોનો ખર્ચ થાય છે. આ રોગોનું મૂળ કારણ અસંતુલિત જીવનશૈલી, અનિયમિત આહારપદ્ધત્તિ અને સતત વધતો તણાવ છે. જો દેશનો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ‘યોગ’ને અપનાવે તો આ રોગોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. નિયમિત ‘યોગ’ કરવાથી શરીર મજબૂત બનશે, મન શાંત રહેશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેના પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટશે, દવાઓ પરનો ખર્ચ ઓછો થશે અને સરકારનું આરોગ્ય બજેટ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાશે

*શિક્ષણમાં ગુણવત્તા*

વિદ્યાર્થીઓ એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આજના યુગમાં સોશિયલ મીડિયા, મોબાઈલની લત અને સ્પર્ધાત્મક દબાણને કારણે એકાગ્રતા ઘટી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ ચિંતાથી પીડાઈ રહ્યા છે. ‘યોગ’ અને ‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર બને છે, યાદશક્તિ વધે છે અને એકાગ્રતાનો વિકાસ થાય છે. આમ, શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા બંને ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકશે તેમજ વધારે પ્રમાણમાં સંશોધન, નવું જ્ઞાન તથા નવી શોધો થશે. જે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે.

*ઉત્પાદન અને અર્થતંત્રમાં વધારો*

ઉદ્યોગો અને કારખાનાઓની સાચી તાકાત તેમના કામદારોમાં છે. જો કર્મચારી તંદુરસ્ત હશે તો ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધી જશે. ‘યોગ’ કર્મચારીઓને શારીરિક રીતે સુદૃઢ બનાવે છે અને માનસિક સ્થિરતા આપે છે. નિયમિત ‘યોગ’ કરનાર કર્મચારી ઓછા બીમાર પડે છે, જેથી આરોગ્ય રજામાં ઘટાડો થાય છે. તદુપરાંત કાર્યસ્થળ પર શિસ્ત, ઉત્સાહ અને ટીમ વર્ક વધે છે. જેના પરિણામે ઉદ્યોગોમાં ઉત્પાદન અને નિકાસમાં વધારો થાય છે તથા દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે.

*સમાજમાં સુખ-શાંતિ*

આજે સમાજમાં વધી રહેલી હિંસા, અપરાધ અને તણાવનું મૂળ કારણ મનનું અસંતુલન છે. ‘યોગ’ મનને શાંતિ આપે છે, વિચારશક્તિને સ્પષ્ટ કરે છે તેમજ વ્યક્તિને ધૈર્યવાન બનાવે છે. જો યુવાનો ‘યોગ’ને જીવનમાં અપનાવે, તો તેઓ નશાખોરી, ગુનાઓ અને હતાશાથી દૂર રહી શકે છે. ‘યોગ’ વ્યક્તિને પ્રતિક્રિયા આપવાને બદલે સમજદારીપૂર્વક જવાબ આપવાનું શીખવે છે, જેથી કુટુંબમાં સુખ-શાંતિ વધે છે અને સમાજમાં એકતા મજબૂત બને છે. ‘યોગ’ માત્ર વ્યક્તિગત જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન લાવવાનો પણ શ્રેષ્ઠ માર્ગ છે.

*આધ્યાત્મિક ઉન્નતિ*

ભારત હંમેશા વિશ્વને આધ્યાત્મિકતા આપનાર દેશ રહ્યો છે. આજના સમયમાં જ્યારે વિશ્વ તણાવ, યુદ્ધ, પર્યાવરણ સંકટ અને અસંતોષનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત પાસે વિશ્વને સાચો માર્ગ બતાવવાની તક છે. ‘યોગ’ દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. આંતરિક શાંતિ, પ્રેમ અને કરુણા જાગૃત થાય છે. જો ભારતના કરોડો નાગરિકો ‘યોગ’થી પ્રેરિત થશે, તો ભારત “વિશ્વગુરુ” તરીકે ઉભરી આવશે અને સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપનાર દેશ બનશે.

આવો, આપણે સૌ સાથે મળીને ‘યોગ’ને જીવનશૈલી બનાવીએ, આરોગ્યને તંદુરસ્ત બનાવીએ, શિક્ષણ અને અર્થતંત્રને આગળ ધપાવીએ તેમજ સમાજમાં સુખ-શાંતિ સ્થાપીને ભારતને વિશ્વનો સાચો માર્ગદર્શક બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સર્વે નાગરિકોને આહ્વાન કર્યું છે.
—–
જીગર બારોટ
[8/30, 4:57 PM] Dilip Gajjar.Mahiti.Press: Cm sir Galteshwar Van mahotsav coverage

https://drive.google.com/drive/folders/1qUd_onAHyBPISVfP8DvCdEhsaSmMsV-7?usp=sharing
[8/30, 5:35 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
30 ઓગસ્ટ 2025

*મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
——-
*ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ*
——-

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 19મી સદીના મહાન પુરુષ, સમાજ સુધારક અને વેદોના મહાન પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું અને ભારતને સામાજિક, ધાર્મિક અને રાજકીય જાગૃતિની દિશા પણ આપી હતી. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી અને “ કૃણવંતો વિશ્વમાર્યમ” નો ઉદઘોષ કરીને ભારતીય સમાજને નવી ઉર્જા આપી હતી.

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, મહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષ, બલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજા, જાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, સ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શોને વ્યવહારમાં મૂક્યા છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશીની ભાવના, મહિલા સશક્તિકરણ અને સામાજિક સંવાદિતાના અભિયાનો મહર્ષિ દયાનંદના ઉપદેશોનું આધુનિક સ્વરૂપ છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ વૈશ્વિક સ્તરે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપી છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.

રાજ્યપાશ્રી પ્રાકૃતિક કૃષિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહર્ષિ દયાનંદજીએ હંમેશા પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ ભાવનાથી પ્રેરિત થઈને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આવા સમયમાં, પ્રાકૃતિક ખેતી એ એકમાત્ર ઉપાય છે જે ખેડૂતો, ઉપભોક્તાઓ અને પર્યાવરણ બધા માટે ફાયદાકારક છે.

રાજ્યપાલશ્રીએ સેક્સ્ડ સોર્ટેડ સીમન ટેકનોલોજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ટેકનોલોજી દૂધ ઉત્પાદનમાં વધારો કરશે અને પશુપાલનમાં આર્થિક ક્રાંતિ લાવશે. આ તકનીકથી ગાયોમાં વાછરડીઓના જન્મની શક્યતાઓ વધુ હોય છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પશુપાલન ક્ષેત્રને નવી ગતિ આપી છે અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે. તેમણે સત્ય અને સ્વદેશી પર ભાર મૂક્યો હતો. તેમનું માનવું હતું કે, જ્યાં સુધી સમાજ શિક્ષણ, સમાનતા અને આત્મનિર્ભરતા અપનાવે નહીં ત્યાં સુધી રાષ્ટ્રનો વાસ્તવિક ઉત્થાન શક્ય નથી.

રાજ્યપાલશ્રીએ યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ કરી હતી. મહર્ષિ દયાનંદે ‘વેદો તરફ પાછા વળો’નું સૂત્ર આપ્યું હતું, જેની આજના સમયમાં પણ જરૂરિયાત છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સ્વામી દયાનંદ સરસ્વતીજીના વિચારો અને ઉપદેશો આજે પણ ભારતીય સમાજને શક્તિ અને દિશા પ્રદાન કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રાકૃતિક કૃષિ, પશુધન સંવર્ધન, આત્મનિર્ભરતા, સ્વદેશી, શિક્ષણ અને સંસ્કારી સમાજ દ્વારા ભારત આગામી વર્ષોમાં વિશ્વ સમક્ષ પોતાને “વિકસિત ભારત” તરીકે રજૂ કરશે.

આ તકે ‘1857 ડાયરી: ધ હીડન પેજીસ’ ફિલ્મના ટીઝર, પોસ્ટર અને વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી દિપકભાઈ ઠક્કરે ગુજરાતમાં આર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી સુરેશચંદ્ર આર્યએ કાર્યક્રમનો ઉદ્દેશ અને રૂપરેખા વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં વાનપ્રસ્થ સાધક આશ્રમના પ્રબંધક ન્યાસી મુનિ શ્રી સત્યજીત, દર્શન યોગ મહાવિદ્યાલયના સ્વામી શ્રી બ્રહ્મવિદાનંદ જી આચાર્ય, દર્શન યોગધામ પ્રબંધક સમિતિના અધ્યક્ષ શ્રી આચાર્ય દિનેશ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના શ્રી વિજયભાઈ બોરીચા, રાજ્યભરના આર્યસમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/30, 5:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં*

*’GP-SMASH’ પહેલથી વધુ એક નાગરિકને ઘરે બેઠા થયું સમસ્યાનું નિરાકરણ*

*કેનેડામાં રહેતા યુવાને X પર કરેલી ફરિયાદના આધારે ગુજરાત પોલીસે રૂ. ૬૫ હજાર પરત અપાવ્યા*

*કેનેડાના યુવાને લગ્નના કપડા ખરીદવા વડોદરાના વેપારીને એડવાન્સ બુકિંગ એમાઉન્ટ જમા કરાવી, બુકિંગ કેન્સલ કરવા છતાં વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની પોસ્ટ મૂકી હતી*

*ગુજરાત પોલીસે ટાઇમ ઝોન ડિફરન્સ હોવાના કારણે મોડી રાત્રે અરજદારનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી લીધી, વડોદરાના વેપારીને ત્યાં પોલીસ પહોંચી ને વેપારીએ અરજદારના ફસાયેલા પૈસા પરત કરી દીધા*
….
ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systametic Handling) પહેલને પરિણામે વધુ એક નાગરિકને ઘરે બેઠા પોતાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

આયુષ નામના યુવાને વડોદરાના એક વેપારી પાસેથી લગ્ન પ્રસંગ માટે ₹75,000ના કપડાં બુક કરાવ્યા હતા અને ડિપોઝિટ પણ જમા કરાવી હતી. પરંતુ, કોઈ કારણસર બુકિંગ રદ કરવું પડ્યું હતું. વડોદરાના વેપારી નાણાં પરત આપવા તૈયાર ન હતા. આ અરજદાર વિદેશમાં રહેતા હોવાથી ગુજરાત આવી શકે તેમ ન હતા. આથી, કેનેડાથી યુવાને તા.28મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9:11 કલાકે ગુજરાત પોલીસના X હેન્ડલ @GujaratPolice પર પોતાની ફરિયાદ ટ્વીટ કરી હતી.

ગુજરાત પોલીસને ટ્વીટ મળતાં જ ગાંધીનગરમાં ૨૪*૭ કાર્યરત GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ શ્રી રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા કોમેન્ટ કરી અને ફોન પર વાતચીત કરી. ભારત અને કેનેડાના સમયમાં લગભગ 9 કલાક અને 30 મિનિટનો તફાવત હોવાથી, વડોદરા પોલીસની ટીમે રાત્રિના સમયે ફરિયાદી સાથે ફોન પર સંપર્ક કરીને સમગ્ર વિગતો મેળવી. આ ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી, તાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો.

પોલીસ દ્વારા તપાસ શરૂ થતાં જ વેપારીએ કેનેડાના યુવાનને તાત્કાલિક ₹65,000 પરત આપી દીધા. આ સુખદ પરિણામ મળ્યા બાદ ફરિયાદીએ વડોદરા પોલીસ, GP-SMASH, અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

*GP-SMASH: લોકોની મદદ માટે સોશિયલ મીડિયા પર 24×7 કાર્યરત*

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ અનેક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તા.1લી માર્ચથી શરૂ થયેલા GP-SMASH પ્રોજેક્ટના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના બારીક સુપરવિઝન હેઠળ GP-SMASH સ્ટેટ ટીમ 24×7 ત્રણ શિફ્ટમાં લોકોની મદદ માટે કાર્યરત છે. અત્યાર સુધીમાં, આ ટીમને 650થી વધુ ફરિયાદો અને રજૂઆતો મળી છે, જેમાંથી મોટાભાગની સમસ્યાઓનું ઘરે બેઠા ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં GP-SMASHએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટ સાચા અર્થમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ઝડપી અને અસરકારક મદદ પૂરી પાડી રહ્યો છે.
….
[8/30, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં જન્મ-મરણની નોંધણી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરવાની રહેશે*
—–
રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આગામી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી કરવાની રહેશે. આ પોર્ટલ બપોરે ૧૨.૦૦ કલાકથી કાર્યરત થશે, તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.
જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારશ્રીઓને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, આ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.

વધુમાં, તમામ શહેરી વિસ્તારમાં કાર્યરત હોસ્પિટલને CRS Portalમાં મેપિંગ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે સંબંધિત રજિસ્ટ્રાર દ્વારા જાહેર રજા(તા. ૩૧/૦૮/૨૦૨૫)ના દિવસે પણ કચેરી ચાલુ રાખી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[8/30, 10:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગણેશોત્સવમાં સહભાગી થયા*
*****
*ઘાટલોડિયા, ગોતા, સોલા, થલતેજ અને મેમનગરમાં ગણેશ પંડાલમાં મુખ્યમંત્રીશ્રીએ શ્રીગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી*
*****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ ગણેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઘાટલોડિયા, ગોતા, સોલા, થલતેજ અને મેમનગરમાં વિવિધ ગણેશ પંડાલમાં શ્રીગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને શુભાશિષ મેળવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ શ્રીજીની આરતીનો લ્હાવો પણ લઈને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વંદે માતરમ ચોકના રાજા, સોલા ભાગવતના રાજા, મનોકામનાપૂર્ણ ગણેશ, પાટીદાર યુવા સંગઠન ગણેશ ઉત્સવ, શ્રી પંચદેવ યુવા મંડળ ગણેશોત્સવ, ગાર્ડનના રાજા, મેપલ ટ્રી ગણેશ, ગુરુકુળના મહારાજા તથા સમર્પણ યુવક મંડળના ગણેશોત્સવમાં ઉપસ્થિત રહીને ભક્તજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભવ્ય ગણેશ પંડાલોની થીમ, સજાવટ અને ગણેશ સ્થાપનના આયોજનને બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી મેયરશ્રી સહિત હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

***************************
[8/30, 10:11 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/15Ti_hbbPPeMYorqrkyCuqriAsVeQhVYO
[8/30, 10:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *દરેક બાળક પરિવારનું ગૌરવ અને રાષ્ટ્રનું ભવિષ્ય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
………
*રાજ્યપાલશ્રીએ ૧૩ વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલું પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન કર્યું*
……..
*રાજ્યપાલશ્રી:-*
• બાળકના એક સંકલ્પથી દેશ અનેક ડગલાં આગળ વધી શકે છે
• બાળક સચવાઈ જશે, તો દેશ અને સમાજ પણ સચવાઈ જશે
……….

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં એજ્યુકેશન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ‘નન્હે સપને નઈ ઉડાન’ કાર્યક્રમમાં બાળકોના ઘડતર, શિક્ષણ અને સંસ્કાર થકી રાષ્ટ્રનિર્માણ વિષય પર પ્રેરક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે ૧૩ વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલા પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ભારતના બાળકો વિવિધ ક્ષેત્રોમાં કીર્તિમાન સ્થાપી રહ્યા છે. જ્યારે બાળક લેખન, રમતગમત, શિક્ષણ કે નોકરી જેવા ક્ષેત્રોમાં આગળ વધે, ત્યારે તે પરિવાર માટે ખુશીનો અવસર હોય છે. તેમણે આવા આયોજનોને બાળકો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા, જેનાથી તેમને પોતાના માર્ગે આગળ વધવાની ધગશ વધે છે.

રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, દરેક બાળક પરિવારનું ગૌરવ અને રાષ્ટ્રનું ભવિષ્ય છે. બાળકના એક સંકલ્પથી દેશ અનેક ડગલાં આગળ વધી શકે છે. તેમણે નાનપણથી જ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરનારા માતા-પિતા અને ગુરુજનોની પ્રશંસા કરી હતી.

રાજ્યપાલશ્રીએ ‘મહાજનો યેન ગતઃ સ પંથા:’ એટલે કે મહાન લોકો જે માર્ગે ચાલ્યા હોય, તેને અનુસરવાની સલાહ આપી હતી. તેમણે વાલીઓને જણાવ્યું કે, બાળકોના શિક્ષણ અને સંસ્કારની સાથે સાથે તેઓ કેવું ભોજન લે છે, તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે બાળકોને મોબાઈલના વ્યસનથી દૂર રાખવા અને સારી સંગત, સારા-નરસાનું ભાન તથા વિવેક શીખવવાની વાત કરી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જો બાળક સચવાઈ જશે, તો દેશ અને સમાજ પણ સચવાઈ જશે.

આ ઉપરાંત, તેમણે ગુલામીના સમયગાળા, અંગ્રેજી શાસન, વિદેશી આક્રમણકારો અને મેકોલોની શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ કરીને માતૃભાષાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.

રાજ્યપાલશ્રીએ ભોજન અને સ્વાસ્થ્ય પર ભાર મૂકતા કહ્યું કે, શરીરમાં કોઈ પણ રોગ અચાનક આવતો નથી, પરંતુ વર્ષોથી ધીમે ધીમે પાંગરતો હોય છે. તેમણે રાસાયણિક ખાતરોથી ઉત્પન્ન થયેલા ખોરાકને ધીમા ઝેર સમાન ગણાવી, સૌને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા અનાજ અને શાકભાજી આરોગવાનો આગ્રહ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું અનિવાર્ય છે. તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવીને નેચરોપેથી અને નૈસર્ગિક જીવનશૈલીના મહત્ત્વ વિશે પણ સમજાવ્યું.

કાર્યક્રમના અંતે, પ્રોફેસર શશિકાંત શર્માએ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વંશિકા સિંઘના પરિવારજનો અને એજ્યુકેશન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.****************************

ગાંધીનગર જિલ્લા ના માહિતી ખાતાના સમાચારો

[8/29, 12:38 PM] Neha Talaviya.Mahiti: *”રમશે ગુજરાત, જીતશે ગુજરાત”*
…….
*”ચક દે ઇન્ડિયા” અને “ખેલશે ગુજરાત”ની ભાવના સાથે ગાંધીનગર ખાતે કલેકટરશ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો*

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત‌ દેશ રમત ક્ષેત્રે અનેક નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છે- કલેકટર શ્રી ગાંધીનગર*
.‌……
*રમત એ માત્ર એક ક્રિયા નથી, ટિમ વર્ક મહેનત, ખેલ દિલ અને શિષ્ટાચાર શીખવાનું માધ્યમ પણ છે -કલેકટર શ્રી ગાંધીનગર*
……
*જેટલું શરીર મજબૂત તેટલી જીવનમાં ચિંતાઓ અને રોગો ઓછા, અને વિદ્યાર્થી જીવન એટલે શરીર મજબૂત કરવાનો શ્રેષ્ઠ તબક્કો- કલેકટર શ્રી ગાંધીનગર*
‌…….
*કલેકટરશ્રી ગાંધીનગર સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો*
…..
*મેજર ધ્યાનચંદ જેવું સ્પષ્ટ લક્ષ્ય રાખતા પ્રેક્ટિસ થતી પરફેક્ટ બનવા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી .જે પટેલ*
‌……
*કલેક્ટરશ્રીના હસ્તે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનનો પણ આજથી વિધિવત શુભારંભ કરવામાં આવ્યો*
………

ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં આવેલી ઓમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચિલોડા ખાતે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે કલેકટર શ્રી મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સના કેન્દ્ર તરીકે ભારત રમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને નવા કિર્તીમાન સ્થપાઈ રહ્યાં છે. આજના સમયમાં રમતો માત્ર મનોરંજન માટે નથી, રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. રમતોથી અનેક ગુણો વિકાસ પામે છે તેથી જ જીવનમાં સ્પોર્ટ્સનું ખુબ જ મહત્વ છે. તેમણે કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આજના વિદ્યાર્થીઓ દેશની આવતીકાલ છે માટે મેજર ધ્યાનચંદના મનમાં દેશ અને ભારત માતાનું નામ વિશ્વ ફલક પર લાવવાની જે દ્રઢ ભાવના હતી તે જ ભાવનાથી નવી પેઢી જો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ યોગદાન આપે તો 2047 માં વિકસિત ભારત જોવાનું આજનું આપણું સ્વપ્ન ચોક્કસ પરિપૂર્ણ થશે.

તેમણે રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, શાસ્ત્રોમાં પણ કીધું છે કે, શરીર જેટલું મજબૂત હશે એટલી જ જીવનમાં ચિંતાઓ ઓછી, બીમારીઓ ઓછી હશે. અને વિદ્યાર્થી જીવન એ શરીર મજબૂત કરવાનું શ્રેષ્ઠ તબક્કો છે. સાથે જ તેમણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ની વ્યાખ્યા સમજાવતા, તરુણ અવસ્થાથી જ 24 કલાકમાંથી ઓછામાં ઓછો એક કલાક મેદાનમાં વિતાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ દ્વારા પણ રાષ્ટ્રીય રમતગમત દિવસે ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદને લોકો હોકીના જાદુગર તરીકે ઓળખે છે, આ સાથે જ મેજર ધ્યાનચંદના જીવન સાથે સંકળાયેલી વાર્તા વિદ્યાર્થીઓને સંભળાવી તેમણે તેમનો ઉત્સાહ વધાર્યો હતો, અને કહ્યું હતું કે જ્યાં છીએ ત્યાં તે ફિલ્ડમાં મેજર ધ્યાનચંદ જેવું લક્ષ રાખી એવી પ્રેક્ટિસ થતી પરફેક્ટ બનીએ કે આપણી અવેજી કોઈ પૂરી ન શકે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. તથા ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓ દ્વારા ફિટ ઈન્ડિયા અંતર્ગત જાતને શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ સાથે જ કલેકટરશ્રી સહિતના મહાનુભાવો એ ચક દે ઇન્ડિયાના નારા સાથે રૂબરૂ ખેલ મેદાન માં ખેલાડીઓ દ્વારા રમાતી રમતો નિહાળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ઓમ લેન્ડમાર્ક સ્કૂલના પ્રિન્સિપલ શ્રી શિવમ ભટ્ટે સૌને આવકારી કાર્યક્રમમી રૂપરેખા આપી હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મલય ભુવા, શાળાના ટ્રસ્ટી શ્રી અશોક દવે, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મહેશ ચૌધરી ,જિલ્લા શાસનાધિકારીશ્રી, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો,સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
…….
*નેહા તલાવિયા*
[8/29, 12:38 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1ZKmurgFk-j3Cs0EILLQt9TXmqvumjNR4?usp=sharing
[8/29, 3:04 PM] Neha Talaviya.Mahiti: *મૂળ કચ્છી પણ ગાંધીનગર ને પોતાની કર્મભૂમિ બનાવી રગ્બી રમતથી જાણીતા બનેલા બે રમતવીરો એટલે નમ્રતા ભુડિયા અને દીગલ ભિમાણી*
……..
*ગાંધીનગર જિલ્લાનું ગૌરવ: ગુજરાતના બે પ્રતિભાશાળી રગ્બી ખેલાડીઓ સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા ટોપ ૨૦ ખેલાડીઓની યાદીમાં સ્થાન પામી ભારતીય નેશનલ કેમ્પ માટે પસંદગી પામ્યા*
…….
*Mission Olympic 2036ના ભાગરૂપે યોજાતા U-18 National Rugby Camp – કોલકાતામાં બંને રમતવીરો તાલીમ લઈ રહ્યા છે*
…..
*આવતા મહિને નમ્રતા અને દીગલ બંને ખેલાડીઓ ચીનમાં યોજાનારી એશિયન U-18 રગ્બી ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ માટે રમશે: તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત છે*
‌‌…….
*બંને ખેલાડીઓનું પ્રદર્શન ઓલિમ્પિક 2036માં ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે*
……
ગુજરાત રાજ્ય સાથે ગાંધીનગર જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ છે કે, ગાંધીનગર જિલ્લામાં આવેલ ઓમ લેન્ડમાર્ક શાળાના બે શ્રેષ્ઠ રગ્બી ખેલાડીઓ નમ્રતા ભુડિયા અને દીગલ ભિમાણીએ સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા માત્ર ૨૦ શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. હાલ તેઓ ભારતીય રગ્બી નેશનલ કેમ્પમાં સામેલ થઈ દેશનું પ્રતિનિધિત્વ કરવા તાલીમ લઈ રહ્યા છે.
નમ્રતા અને દીગલ બંનેએ પહેલાથી જ પોતાના સતત કૌશલ્ય અને મહેનતથી રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. જેઓ પાછલા છ વર્ષથી ગાંધીનગર ખાતે રગ્બી રમત માટે ટ્રેનિંગ મેળવી રહ્યા છે.

આ સમયગાળા દરમિયાન તેઓએ બે વખત અંડર 18 DHL Rugby India Camps માં અને એક વખત અંડર 20 Rugby India Development Campમાં સ્થાન મેળવ્યું હતું.
હાલમાં તેઓ Mission Olympic 2036ના ભાગરૂપે યોજાતા U-18 National Rugby Camp – કોલકાતામાં તાલીમ લઈ રહ્યા છે. આ કેમ્પ ખાસ કરીને ભારતને ઓલિમ્પિક 2036 માટે તૈયાર કરવાનો દીર્ઘદ્રષ્ટિપૂર્વકનો પ્રયાસ છે.
નમ્રતા ભુડિયાએ તાજેતરમાં ભારતીય રગ્બી સ્ક્વોડ સાથે મલેશિયામાં યોજાયેલી ફ્રેન્ડલી મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની આ આંતરરાષ્ટ્રીય હાજરીએ ગુજરાત તથા ભારત બંને માટે ગૌરવની લાગણી ઊભી કરી છે. આવતા મહિને નમ્રતા અને દીગલ બંને ખેલાડીઓ ચીનમાં યોજાનારી એશિયન U-18 રગ્બી ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ સાથે રવાના થવાના છે. આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ તેમના રમતજીવનમાં મહત્વપૂર્ણ મંજિલ સાબિત થવાની છે.નમ્રતા ભુડિયા અને દીગલ ભિમાણીની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત છે. રાજ્યના અનેક યુવા ખેલાડીઓ હવે રગ્બી જેવી વૈશ્વિક રમત તરફ પ્રોત્સાહિત થશે. ગુજરાત રગ્બી એસોસિએશન અને કોચિંગ સ્ટાફે જણાવ્યું છે કે, આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે અને ઓલિમ્પિક 2036 સુધી ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.
……
*નેહા તલાવિયા*
[8/29, 3:13 PM] Neha Talaviya.Mahiti: આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા આયુષ સેવા કેમ્પનો નું આયોજન કરાયું છે
********************************

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળની વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને મંજૂરી થી ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે ગીયોડ અંબાજી મંદિર પરિસર માં, ધેધુ ચોકડી ખાતે સીતારામ આશ્રમ ખાતે અને ક -7 મહાકાળી મંદિર ખાતે આયુષ સેવા કેમ્પનો નું આયોજન કરાયું છે.જેમાં આજ રોજ ગીયોડ મંદિર ખાતે ના સેવા કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ આયુષ સેવા કેમ્પમાં પદયાત્રીઓને આયુર્વેદ દવાથી માલિશ અને શેક કરી આપવામાં આવે છે. તથા આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ આપવામાં આવનાર છે.જેનો પદયાત્રી ઓ એ લાભ લઈ શકે છે.

આ શુભારંભ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કવિતાબેન ઠાકોર,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શનાભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર,તાલુકા સદસ્ય શ્રીમતી દક્ષાબેન પટેલ.,જિલ્લા પંચાયત ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ,ચિલોડા સરપંચ શ્રીમતી શ્વેતલબેન,સામાજિક અગ્રણી શ્રી દશરથજી કાકોર તથા જૈમિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
……..
અશ્વિન ઘટાડ
[8/29, 5:17 PM] Neha Talaviya.Mahiti: ગુજરાતના રમતવીરો
થઈ જાઓ તૈયાર… આવ્યો સુવર્ણ અવસર “ખેલ મહાકુંભ”નો..
આજથી ખેલમહાકુંભ-૨૦૨૫ માટે રજિસ્ટ્રેશનનો શુભારંભ થાય છે.

રજિસ્ટ્રેશન તારીખ
29 ઑગસ્ટથી 22 સપ્ટેમ્બર 2025

રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ
https://khelmahakumbh.gujarat.gov.in

વધુ માહિતી માટે સંપર્ક કરો
ટોલ ફ્રી નંબર 1800 274 6151
[8/29, 5:24 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
‌……….
*કેશ ક્રેડિટ કેમ્પમાં 28 સ્વ સહાય જૂથો ને 73.56 લાખ ના ધિરાણ ના ચેક નું વિતરણ કરવામાં આવ્યા*
‌…….
તા.29/08/2025 ના દિવસે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન દહેગામ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

ક્રેડિટ કેમ્પમાં નિયામકશ્રી ડી.આર.ડી.એ દ્વારા સહાય જૂથોની બહેનોને કેમ્પ થકી લોન મેળવી પોતાની આજવિકા ઊભી કરવા માટે સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી, નિયામક શ્રીના હસ્તે કેશ ક્રેડિટ કેમ્પમાં 28 સ્વ સહાય જૂથો ને 73.56 લાખ ના ધિરાણ ના ચેક નું વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ કેમ્પ અંતર્ગત ધારાસભ્ય શ્રી , નિયામક શ્રી DRDA, પ્રમુખશ્રી તાલુકા પંચાયત, કારોબારી સમિતિના ચેરમેન શ્રી ,તાલુકા વિકાસ અધિકારી શ્રી દહેગામ DLMશ્રી (NRLM),બેન્ક મેનેજરશ્રી HDFC,BGGB તેમજ સ્ટાફ અને જેમના માટે કેમ્પ નું આયોજન કરેલ હતું તેવા SHG ના બહેનો હાજર રહ્યા હતા.
…..
*નેહા તલાવિયા*
[8/30, 12:35 PM] Neha Talaviya.Mahiti: *અગત્યનું*
આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની ગરીમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે, ડાયલ 112 અંતર્ગત શરૂ થઈ રહેલ “જનરક્ષક પ્રોજેક્ટ”ના લોકાર્પણ પ્રસંગે કવરેજ માટે ઉપસ્થિત રહેવા, તમામ પ્રેસ અને મીડિયાના મિત્રોએ ગાંધીનગર એસ‌.પી કચેરી ખાતેથી પાસ કઢાવી લેવા વિનંતી છે.
[8/30, 2:52 PM] Neha Talaviya.Mahiti: *અગત્યનું*
આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કવરેજ માટે ઉપસ્થિત રહેનાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ *આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અથવા આવતીકાલે સવારે 10 થી‌ 03ના સમયગાળામાં* એસ.પી કચેરી ગાંધીનગર ખાતેથી પાસ મેળવી લેવા વિનંતી છે.
*નોંધ* દરેક પ્રેસ મીડિયાના મિત્રોને ખાસ જણાવવાનું કે,પાસ માટે આપના બે ફોટા, એક્રેડિશન કાર્ડ, આધાર કાર્ડ, પ્રેસ પ્રતિનિધિ કાર્ડ લઈ જવું, તથા આ દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ સાથે રાખવી.
*જે લોકો પાસે એક્રેડિટેશન કાર્ડ ન હોય તેમણે પ્રેસ પ્રતિનિધિનું પોતાનું ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે*
[8/30, 4:54 PM] Neha Talaviya.Mahiti: *’યોગ’ બનશે વિકસિત ગુજરાત થકી “વિકસિત ભારત@૨૦૪૭”નો આધારસ્તંભ*
—–
*સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસને પ્રદાન કરતું કલ્પવૃક્ષ એટલે ‘યોગ’*
—–
*‘યોગ’-‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર, યાદશક્તિ વધે અને એકાગ્રતાનો વિકાસ થાય*
—–
આપણો દેશ આગામી વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. આ ગૌરવશાળી પ્રસંગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “વિકસિત ભારત@૨૦૪૭”નું એક ભવ્ય વિઝન નિર્ધારિત કર્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. જેમાં ‘યોગ’ પર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જો રાજ્ય અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય તો ‘યોગ’ તેનો સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દરવર્ષે તા. ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. જેના પરિણામે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં ‘યોગ’ ને અપનાવવામાં આવ્યો છે. ‘યોગ’ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ એક સર્વાંગી જીવનપદ્ધતિ છે. વ્યક્તિગત સ્વાસ્થ્યથી લઈને રાષ્ટ્રીય અર્થતંત્ર સુધી અને સમાજમાં શાંતિથી લઈને વિશ્વમાં આધ્યાત્મિક નેતૃત્વ સુધી ‘યોગ’ દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. ‘યોગ’ એ એક કલ્પવૃક્ષ છે, જે આપણને સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ – બધું જ પ્રદાન કરે છે.

*આરોગ્યમાં ક્રાંતિ*

આજે આપણા દેશના નાગરિકોની તંદુરસ્તી અર્થે આરોગ્ય વિભાગ દ્વારા નોંધપાત્ર રકમ ફાળવવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, થાઇરોઇડ, કેન્સર જેવી જીવનરશૈલી સંબંધિત બિમારીઓ પર કરોડોનો ખર્ચ થાય છે. આ રોગોનું મૂળ કારણ અસંતુલિત જીવનશૈલી, અનિયમિત આહારપદ્ધત્તિ અને સતત વધતો તણાવ છે. જો દેશનો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ‘યોગ’ને અપનાવે તો આ રોગોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. નિયમિત ‘યોગ’ કરવાથી શરીર મજબૂત બનશે, મન શાંત રહેશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેના પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટશે, દવાઓ પરનો ખર્ચ ઓછો થશે અને સરકારનું આરોગ્ય બજેટ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાશે

*શિક્ષણમાં ગુણવત્તા*

વિદ્યાર્થીઓ એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આજના યુગમાં સોશિયલ મીડિયા, મોબાઈલની લત અને સ્પર્ધાત્મક દબાણને કારણે એકાગ્રતા ઘટી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ ચિંતાથી પીડાઈ રહ્યા છે. ‘યોગ’ અને ‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર બને છે, યાદશક્તિ વધે છે અને એકાગ્રતાનો વિકાસ થાય છે. આમ, શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા બંને ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકશે તેમજ વધારે પ્રમાણમાં સંશોધન, નવું જ્ઞાન તથા નવી શોધો થશે. જે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે.

*ઉત્પાદન અને અર્થતંત્રમાં વધારો*

ઉદ્યોગો અને કારખાનાઓની સાચી તાકાત તેમના કામદારોમાં છે. જો કર્મચારી તંદુરસ્ત હશે તો ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધી જશે. ‘યોગ’ કર્મચારીઓને શારીરિક રીતે સુદૃઢ બનાવે છે અને માનસિક સ્થિરતા આપે છે. નિયમિત ‘યોગ’ કરનાર કર્મચારી ઓછા બીમાર પડે છે, જેથી આરોગ્ય રજામાં ઘટાડો થાય છે. તદુપરાંત કાર્યસ્થળ પર શિસ્ત, ઉત્સાહ અને ટીમ વર્ક વધે છે. જેના પરિણામે ઉદ્યોગોમાં ઉત્પાદન અને નિકાસમાં વધારો થાય છે તથા દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે.

*સમાજમાં સુખ-શાંતિ*

આજે સમાજમાં વધી રહેલી હિંસા, અપરાધ અને તણાવનું મૂળ કારણ મનનું અસંતુલન છે. ‘યોગ’ મનને શાંતિ આપે છે, વિચારશક્તિને સ્પષ્ટ કરે છે તેમજ વ્યક્તિને ધૈર્યવાન બનાવે છે. જો યુવાનો ‘યોગ’ને જીવનમાં અપનાવે, તો તેઓ નશાખોરી, ગુનાઓ અને હતાશાથી દૂર રહી શકે છે. ‘યોગ’ વ્યક્તિને પ્રતિક્રિયા આપવાને બદલે સમજદારીપૂર્વક જવાબ આપવાનું શીખવે છે, જેથી કુટુંબમાં સુખ-શાંતિ વધે છે અને સમાજમાં એકતા મજબૂત બને છે. ‘યોગ’ માત્ર વ્યક્તિગત જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન લાવવાનો પણ શ્રેષ્ઠ માર્ગ છે.

*આધ્યાત્મિક ઉન્નતિ*

ભારત હંમેશા વિશ્વને આધ્યાત્મિકતા આપનાર દેશ રહ્યો છે. આજના સમયમાં જ્યારે વિશ્વ તણાવ, યુદ્ધ, પર્યાવરણ સંકટ અને અસંતોષનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત પાસે વિશ્વને સાચો માર્ગ બતાવવાની તક છે. ‘યોગ’ દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. આંતરિક શાંતિ, પ્રેમ અને કરુણા જાગૃત થાય છે. જો ભારતના કરોડો નાગરિકો ‘યોગ’થી પ્રેરિત થશે, તો ભારત “વિશ્વગુરુ” તરીકે ઉભરી આવશે અને સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપનાર દેશ બનશે.

આવો, આપણે સૌ સાથે મળીને ‘યોગ’ને જીવનશૈલી બનાવીએ, આરોગ્યને તંદુરસ્ત બનાવીએ, શિક્ષણ અને અર્થતંત્રને આગળ ધપાવીએ તેમજ સમાજમાં સુખ-શાંતિ સ્થાપીને ભારતને વિશ્વનો સાચો માર્ગદર્શક બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સર્વે નાગરિકોને આહ્વાન કર્યું છે.
—–
જીગર બારોટ
[8/30, 6:12 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેની‌ આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ*
………………

*જિલ્લામાં તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ ૦૩ વાહનો મળી આશરે ૯૦ લાખ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત*
………………

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રીઓ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનોને રોડ ચેકિંગ દરમ્યાન વહેલી સવારે આશરે ૦૨:૦૦ કલાકે કલોલ રોડ ખાતે ૦૨ ડમ્પર તથા ૦૧ ડમ્પર આશરે ૦૨:૩૦ કલાકે મોજે. અડાલજ ખાતે રોકી તપાસ કરતા બિનઅધિકૃત સાદીરેતી ખનીજના વહન અન્વયે ૦૨ ડમ્પર રોયલ્ટી પાસ વગર તથા ૦૧ ડમ્પર ઓવરલોડ વહન કરતા મળી કુલ ૦૩ ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં (૧) મોજે- મોટી ભોયણ, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- GJ-14-X-8236 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૩૫.૪૦ મેં.ટન રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. (૨) મોજે- અડાલજ તા., જિ. ગાંધીનગર પાસેના બાલાપીર ચોકડી ખાતેથી વાહન ડમ્પર નં- GJ-24-X-5420 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૩૦.૨૯ મેં.ટન રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. (૩) મોજે- ઓળા, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- AS-02-DC-7903 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૦૯.૯૦ મેં.ટન રોયલ્ટી પાસ કરતા વધુ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ.
આમ કુલ ૦૩ વાહનોની આશરે કુલ ૯૦ લાખ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહન વાહનમાલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
….
*વંદન સોલંકી*
[8/30, 6:32 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર શિહોલી મોટી, ગાંધીનગર ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ*
*********************************
*30 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનો લાભ લીધો*
********
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર હોય,તે ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય પ્રદેશના સહપ્રવક્તા-વ-પ્રાકૃતિક કૃષિ ફેડરેશન,ગાંધીનગરના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેકમ) મેડમ સુ.શ્રી કાદમ્બરી ત્રિવેદી મેડમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિપ સતાસીયાસાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત-વ-નાયબ ખેતી નિયામક (તાલીમ)-વ-પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી પરાગભાઈ કેવડિયા સાહેબ, મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ડો. એસ.આઇ.પટેલસાહેબ, શિહોલી મોટી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરબતજી ઠાકોર જેઓ પ્રાકૃતિક ખેતી પણ કરે છે.આ કાર્યક્રમને સંપૂર્ણ માર્ગદર્શન, વ્યાખ્યાન,પ્રાયોગિક તાલીમ, નિદર્શન અને મહાનુભાવોને તેમજ ખેડૂતોને સ્થળ ઉપર મુલાકાત સાથે પ્રાકૃતિક ખેતીની ચર્ચા વિચારણા સાથેનો તાલીમ વર્ગ નરેન્દ્ર એલ મંડીર,બી.એસસી.(એગ્રી),પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ,,પ્રાકૃતિક કૃષિ ફાર્મ (મોડેલ ફાર્મ),મુ. શિહોલી મોટી, તા.જી.ગાંધીનગર ૯૩૨૭૧૫૭૫૩૬(Wh.nu.)/૯૪૨૮૪ ૦૫૭૬૭ ખાતે યોજાયો.ખેડૂતોના અભિપ્રાય,સૂચનો, માર્ગદર્શન,ફોર્મેશન અને પ્રાકૃતિક ખેતી નું ઉત્પાદનનું વેચાણ વ્યવસ્થા માટે ગ્રેડિંગ,વેક્યુમ, પેકિંગ,વેલ્યુ એડિશન અને સાંપ્રત સ્થિતિમાં ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તમામ મહાનુભાવો અને વ્યાખ્યાતા તરફથી સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આગામી દિવસોમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા સંચાલિત આ કેન્દ્ર ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લાના તમામ ગામડાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પધારે તેવું આહવાન પણ કરવામાં આવ્યું.
…………
અશ્વિન ઘટાડ

*†**************************

આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર.વિડિઓ.ફોટાઓ અમોને અમારા અખબાર,ચેનલ માં પ્રસિદ્ધ કરવા અમોને અમારા વ્હોટ્સ અપ નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીં માત્ર જન જાગૃતિ ના ભાગ રૂપે સમાચારો.વિડિઓ.ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈનેપણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે.પ્રદીપ રાવલ(9824653073)