(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/28, 6:27 PM] +91 99784 01911: *ગાંધીનગર ખાતે તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ‘આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન સંદર્ભે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો*
****************
*રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ‘આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન ચાલશે*
*આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન*
****************
• *આદિજાતિ વિસ્તારોનો વિકાસ અને નાગરીકોને રોજગારી આપવાના હેતુસર જિલ્લાથી લઈને પંચાયત કક્ષા સુધીના કુલ ૨૦ લાખ યુવાનોને તૈયાર કરાશે*
• *આ કર્મયોગીઓ આરોગ્ય, શિક્ષણ, રોડ, અને વીજળી જેવા મૂળભૂત જરૂરીયાતોને પૂર્ણ કરવાની કામગીરીમાં મદદ કરશે*
• *ગુજરાતમાં ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચલાવાશે*
****************
સેવા, સમર્પણ અને સુશાસનની ભાવના સાથે આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય અને છેવાડાના નાગરીકો સુધી યોજનાકીય લાભ પહોંચાડવાના આશય સાથે રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આદિ કર્મયોગી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સંદર્ભે આદિજાતિ નિયામક શ્રી આશિષકુમારની અધ્યક્ષતામાં તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ગાંધીનગર ખાતે કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય, ગુજરાત સરકારના આદિજાતિ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ માટે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ વિકાસ કાર્યોનો આદિવાસી વિસ્તારના લાભાર્થીને લાભ મળે તે હેતુથી જિલ્લા કક્ષાએ એક એક આદિ કર્મયોગીને તાલીમ અપાશે. જેમાં તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓને પણ આદિ કર્મયોગીની તાલીમ અપાશે. આ મુજબ જ પંચાયત કક્ષા સુધી કુલ ૨૦ લાખ યુવાનોને તૈયાર કરાશે. આ તાલીમ થકી આદિવાસી વિસ્તારોનો વિકાસ તેમજ નાગરીકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.
આ અભિયાનનો હેતુ ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. જેમાં એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરાશે. આ મિશન બહુ વિભાગીય સંકલનને પ્રેરિત કરે છે, સહભાગી શાસનને વધુ ગાઢ બનાવે છે અને નીચેથી ઉપર નાગરીકો દ્વારા સંચાલિત શાસન પ્રણાલી દ્વારા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃ નિર્માણ કરે છે.
ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસવાટ કરતા ૧૦.૫ કરોડથી વધુ આદિવાસી નાગરિકોનો આ અભિયાનમાં સમાવેશ થાય છે. તેઓ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં રહે છે. દાયકાઓથી થતા નાણાકીય ખર્ચ અને બહુ વિવિધ યોજનાઓના અમલીકરણ છતાં આદિવાસી સમુદાયનું આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા, પાણીની ઉપલબ્ધતા, શાસન વ્યવસ્થામાં પહોંચમાં પ્રણાલીગત અંતર યથાવત છે. આ કાયમી પડકારોનો સામનો કરવા અને વડાપ્રધાનશ્રીના છેલ્લા માઈલ સુધીના શાસન અને લોક કેન્દ્રિત વિકાસના વિઝનને પૂર્ણ કરવા માટે આદિવાસી વિભાગ દ્વારા આદી કર્મયોગી અભિયાન શરૂ કરાયું છે. જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.
આ કર્મયોગીઓ આરોગ્ય, શિક્ષણ, રોડ, અને વીજળી જેવા મૂળભૂત જરૂરીયાતો પૂર્ણ કરવાની કામગીરીમાં મદદ કરશે. આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી વિસ્તારોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે. આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) ના વ્યાપક માળખા સાથે જોડાયેલું છે.
આ અભિયાનમાં આદિવાસી નાગરિકોને વિકાસના સક્રિય સહ-નિર્માતાઓમાં રૂપાંતરિત કરવાના છે. આ અભિયાન આદિવાસીઓની આકાંક્ષાઓની મૂળભૂત પ્રણાલીઓ અને લોક કેન્દ્રિત શાસન વ્યવસ્થાઓને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરાશે.
આ વર્કશોપના સમાપન પ્રસંગે નિયામકશ્રીએ આદિ કર્મયોગી અભિયાન વિશે ઉંડાણમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના સંયુક્ત સચિવ, કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરી તથા આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગના ૭૦ થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
*************************************
ઋચા રાવલ
[8/28, 7:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ*
————-
*કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિ*
————
*-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ -:*
* ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ લઈ જશે
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે
————-
*-: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ :-*
* 10 લાખ યુવા પ્રતિભા થકી ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે
* ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે
* વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને
* દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો થઈ રહ્યા છે
————
*સાણંદ અને ધોલેરા ઓટોમોબાઇલ સહિતના અન્ય ઉદ્યોગોની સાથે સેમિકન્ડક્ટર હબ પણ બની ગયા છે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
————
ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર ૨૦૨૪માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને એક વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે, તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત હરહંમેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગુજરાતે હંમેશાં લીડ લીધી છે. સેમીકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૨માં સેમી કંડક્ટર પોલીસી લોન્ચ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ભારત સરકારે ગુજરાતમાં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એક સાથે ચાર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ અવશ્ય લઈ જશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે. વર્લ્ડ ઇકોનોમી એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં ગ્લોબલ ઇકોનોમીમાં ભારતનું યોગદાન ૨૦ ટકા સુધી પહોંચશે. એટલું જ નહીં ગ્લોબલ રેટિંગ એજન્સી એ પણ ભારતની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરી છે.
કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટરના ૧૦ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. ગુજરાતમાં સાણંદ અને ધોલેરા ખાતેના સેમિકોન પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, એના માટે ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સેક્રેટરી સીઈઓ જેમ કાર્ય કરે છે. મુખ્યમંત્રીશ્રી સહિતની સમગ્ર એફિશિયન્ટ ટીમને શુભેચ્છા પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે. રાજ્ય સરકારનો સતત મળતા સહયોગથી આ ક્ષેત્રે ઝડપી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશનું સ્વપ્ન છે કે ભારતમાં જ સેમી કન્ડક્ટર ચીપની ડિઝાઇન થાય અને દેશમાં જ તેનું નિર્માણ થાય. સીજી પાવરના અહીંના પ્લાન્ટની પાયલોટ લાઈન પર ટૂંક સમયમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપ તૈયાર થશે અને વડાપ્રધાનશ્રીના હાથે બહાર પડશે, એવી આશા કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે એવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૌશલ્યવાન યુવાનો આવનાર સમયમાં દેશની એક મોટી તાકાત બની રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે દેશની 70 યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલી સેમિકન્ડક્ટર ચીપની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ પણ થઈ રહ્યું છે. વિશ્વમાં બહુ ઓછા દેશો એવા છે, જ્યાં ચીપની ડિઝાઇન અને નિર્માણ બંને આ રીતે થતા હોય.
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સાણંદ ખાતેના પ્લાન્ટના આજના પ્રારંભથી ગુજરાત હવે સેમિકન્ડક્ટરનું હબ બની ચૂક્યું છે, એનું ગૌરવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભ પછી રાજ્યમાં આર્થિક અને ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને એઆઈ જેવા નવાં ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે. રાજ્ય સરકારની વિશેષ નીતિઓ, સિંગલ વિન્ડો સિસ્ટમ, આંતર માળખાકીય તથા ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરેને કારણે ગુજરાતે ઉદ્યોગોનો વિશ્વાસ જીત્યો છે.
સીજી પાવરના ચેરમેન શ્રી વેલાયન સુબય્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રારંભ માત્ર સીજી પાવર માટે જ નહિ સમગ્ર દેશ માટે એક માઇલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનશે.
સીજી સેમીના ચેરમેન શ્રી ગિરીશ ચતુર્વેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીએસટીના સચિવ શ્રીમતી પી. ભારતીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની પહેલો અને કામગીરીની પ્રગતિ અંગે વાત કરી હતી.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ભારત સરકારના ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી સુશીલ પાલ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી, સીજી સેમીના સીઇઓ જેરી એગેન્સ્ટ તેમજ વોઈસ પ્રેસિડેન્ટ ઉપરાંત સીજી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ પ્લાન્ટ પર કાર્યરત અધિકારી -કર્મચારીઓ હાજર રહ્યા હતા.
———–
[8/28, 7:39 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1sjzrHyQssnOWV0I8Ufe8W2wG_Q6R4b2d?usp=sharing
[8/28, 9:24 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/bhupendrapbjp/status/1961093502332264906?s=46&t=XykMrD58Vm_Ei6p2jdjghQ
[8/29, 10:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૮૬,૪૧૮ કરોડના મૂડી રોકાણ સાથે ૩.૯૮ લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન*
—–
*‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ અંતર્ગત ૧.૧૦ લાખ જેટલા MSME એકમોના રજિસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર*
—–
*રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર વિકાસ-માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ ૧,૫૧૧ એકમોને કુલ રૂ. ૩૦ કરોડથી વધુનું ચૂકવણું*
—–
લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે તા. ૩૦ ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને યુવાઓને રોજગારીની વધુ તકો પૂરી પાડી આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૫થી એમ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૮૬,૪૧૮ કરોડનું મૂડી રોકાણ તેમજ ૩.૯૮ લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ૧.૬૯ લાખ કરતાં વધુ ક્લેઇમ અરજીઓ સંદર્ભે રૂ. ૭,૩૦૦ કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ નીતિઓ, નાણાકીય સહાય, તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ દ્વારા મજબૂત વાતાવરણ ઊભું કર્યું છે. જે અન્વયે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં રૂ. ૪૨,૭૭૪ કરોડથી વધુના રોકાણ દ્વારા ૧.૬૫ લાખ કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ૨૧ હજાર કરતાં વધુ એકમોને રૂ. ૯૫૮ કરોડ જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’-ZED અંતર્ગત રાજ્યના અંદાજે ૧.૧૦ લાખ જેટલા MSME એકમોનું રજિસ્ટ્રેશન અને ૬૬ હજાર કરતાં વધુ એકમોએ ZED પ્રમાણપત્ર મેળવતા ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ZED રજિસ્ટ્રેશન, સર્ટિફિકેશન તથા વાઈબ્રન્ટ ગુજરાત જેવી વિવિધ પહેલ થકી ગુજરાત દેશના MSME ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. વધુમાં, રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે ૧૭.૩૯ લાખ ઉદ્યમ રજિસ્ટ્રેશનની નોંધણી થઈ છે, જેમાં ૨.૯૧ લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ છે.
*ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ સરકારી પહેલ:*
રાજ્ય સરકાર દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૨૭.૫૦ લાખની સહાય થકી અંદાજે કુલ ૨૩૮ સેમિનાર-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા રાજ્યના હજારો ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને રોજગાર ઇચ્છુકોને પ્રેરણા મળી હતી.
રાજ્યમાં વિવિધ ક્ષેત્રના ક્લસ્ટર વિકાસ માટે રૂ. ૪.૫ કરોડ અને માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ ૧,૫૧૧ એકમોને રૂ. ૨૬.૩૮ કરોડ એમ કુલ રૂ. ૩૦ કરોડ કરતાં વધુનું ચૂકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તદુપરાંત રાજ્યમાં વિલંબિત ચૂકવણીના કેસોના ઝડપથી નિકાલ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ એમ કુલ ૬ Regional MSEFC કાઉન્સિલની રચના પણ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૩માં રાજ્યના ૩૨ જિલ્લાઓમાં નાના સ્થાનિક કક્ષાના ઉદ્યોગોની ભાગીદારી અને વિકાસના ઉદ્દેશ્ય સાથે “વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ” મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અંદાજે ૨.૭૦ લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં ૨,૬૦૦ થી વધારે એકમો દ્વારા MoU પણ કરવામાં આવ્યા હતા.
—–
જીગર બારોટ
[8/29, 10:51 AM] Dilip Gajjar.Mahiti.Press: *’વન મહોત્સવ’-૨૦૨૫*
—————
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘૭૬મો વન મહોત્સવ’ યોજાશે*
………………………..
*રાજ્યકક્ષાની આ ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી, વન મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે*
………………………..
*પાંચ હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર પામનાર આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર*
*મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને વધુ સમૃદ્ધ કરાશે*
………………………..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે તેમજ વન – પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન – પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્યકક્ષાના ‘૭૬માં વન મહોત્સવ’ની આવતીકાલ તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભવ્ય ઉજવણી કરાશે.
ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે “ગળતેશ્વર વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલ ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નો સવારે ૧૦ કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વધુમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ, વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
*ગળતેશ્વર વનના મુખ્ય આકર્ષણો*
મધ્ય ગુજરાતમાં તૈયાર થયેલા રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક “ગળતેશ્વર વન”માં નવા અભિગમ સાથે આ વનમાં આકર્ષક મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, બિલિપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, ગઝેબો, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ, માતૃવન, ચરોતર વિસ્તારના મહાનુભાવોને આવરી લેતું ચરોતર સંકુલ, ગળતેશ્વર ડાયરોમા, વોચ ટાવર, દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર ધરાવતું નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, પ્રાકૃતિક શિક્ષણ સ્થળ, મેઝ ગાર્ડન, ચેકડેમ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન, ચરક વન-પ્રતિમા, પીપળ, બેલ, આંબળા, વટ અને અશોક એમ પાંચ વૃક્ષ ધરાવતું પંચવટી વન, ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર
સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને ૨૭ ભાગમાં વિભાજીત કરીને “નક્ષત્રો” તરીકે નામ આપી ઓળખવામાં આવી છે તેવું નક્ષત્ર વન, પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભોમંડળને ૧૨ રાશિઓમાં વિભાજીત કરવામાં આવી છે તેવું રાશી વન, નવગ્રહ વન, ફોટો પોઈન્ટ, ઉધઈના રાફડાનો ઉભો છેદ, મધમાખીનું જીવનચક્ર દર્શાવતું ફોટો પોઈન્ટ, ક્રોસિંગ બ્રિજ-રેલિંગ અને સુવિધાસભર કેન્ટીન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ ઉપરાંત ગળતેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી મહી બારમાસી નદી હોવાથી સમગ્ર પંથક હરિયાળો રહે છે. પ્રવાસીઓ માટે મહત્વ ધરાવતું આ વન તૈયાર થવાથી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળતા સ્થાનિક રોજગારીના નિર્માણની સાથે આ વિસ્તારમાં નાગરિકોનું જીવન ધોરણ વધુ ઉંચુ આવશે.
*ગળતેશ્વરનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ :*
ગુજરાતના પૌરાણિક-ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગળતેશ્વરનું પણ અનેરૂ મહત્વ છે. સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. ગળતી નદી પરથી આ મંદિરનું નામ ગળતેશ્વર પડ્યું છે. સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી માત્ર ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે અંદાજે ૨૫ લાખથી વધુ ભક્તો અને પર્યટકો આવતા હોય છે. ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું છે.
મહીસાગર નદી કિનારે આવેલ ગળતેશ્વર મહાદેવના દર્શાનાર્થે તથા મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે દરરોજ અંદાજે ૭૦૦ થી ૧૨૦૦ દર્શનાર્થીઓ આવતા હોય છે. શિવરાત્રીના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ
ભરાય છે.
*વન મહોત્સવનો ઈતિહાસ :*
જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ, વન અને સહકાર મંત્રી શ્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વ. શ્રી કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૬ વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે ૭૬ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ૨૩ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે. આ વર્ષે ૭૬માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન “ગળતેશ્વર વન”નું લોકાર્પણ કરવામાં આવશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
જનક દેસાઈ ————-
[8/29, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું*
——
*તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——
*શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરાયું*
——
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે જિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો છે, તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કે, તપશ્ચર્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતશ્રીના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કરી, સકળ શ્રી સંઘને મિચ્છામી દુક્કડમ કર્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી રાજ્ય શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી શિવાભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, અગ્રણીઓ શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના શ્રી જયુભાઈ શાહ, શ્રી મનીષભાઈ કનાડીયા, હિમાંશુભાઈ શાહ, શ્રી સંજયભાઈ ઠાર, શ્રી પિયુષભાઈ દોશી, શ્રી રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
——
[8/29, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: CM sir At Bhavnagar
https://drive.google.com/drive/folders/1wbUjlJpLbUc7C2kjbLKxZ1d4lcNo7sy2?usp=sharing
[8/29, 11:46 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *29-08-25* | *Time* *11:30* *AM*
*LIVE: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.*
*CM attends award distribution ceremony organized by Sports Journalists’ Association of Gujarat*
*YouTube :-* https://www.youtube.com/watch?v=8Z7UioFow_k
*YouTube :-* https://www.youtube.com/watch?v=8myOiw9n2o8
*FB :-* https://www.facebook.com/share/v/1K6FPSE3oY/
*FB :-* https://www.facebook.com/share/v/14GeJ7YBdPB/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1961309757668720728
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1961309755106070934
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/29, 1:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *29-08-25* | *Time* *11:30* *AM*
*LIVE: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.*
*CM attends award distribution ceremony organized by Sports Journalists’ Association of Gujarat*
*YouTube :-* https://www.youtube.com/watch?v=8Z7UioFow_k
*YouTube :-* https://www.youtube.com/watch?v=8myOiw9n2o8
*FB :-* https://www.facebook.com/share/v/1K6FPSE3oY/
*FB :-* https://www.facebook.com/share/v/14GeJ7YBdPB/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1961309757668720728
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1961309755106070934
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/29, 2:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ*
———
*કૃષિમંત્રીશ્રી – વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી અને ગુજકોમાસોલના ચેરમેનશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
———-
*સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓ સહકારક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
_*મુખ્યમંત્રીશ્રી*_
* આત્મનિર્ભર ભારત માટે વેલ્યુએડિશન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ગુજકોમાસોલ જેવા સહકારી સંગઠનોએ ઝિલી લીધું છે.
* દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ્સ થયા છે.
* ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા ૧૫૦૦ જેટલી એ.પી.એમ.સી જોડવામાં આવી છે.
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, સૌને સાથે લઈને વિકાસ રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંત અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમ વાર અલાયદૂ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપીને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે.
આ ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું.
ગુજકોમાસોલ આવી જ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ જ સરળતાથી, સમયસર અને વ્યાજબી ભાવે ખાતર, દવાઓ, બિયારણો મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઉભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજકોમાસોલની બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકોમાસોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે વેલ્યુએડિશન-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું જે આહવાન કર્યું છે તેને ગુજકોમાસોલ ખેડૂતોના ઉત્પાદનોની યોગ્ય બજાર ભાવે ખરીદી, પ્રોસેસિંગ, પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડીને પાર પાડી રહ્યું છે. ગુજકોમાસોલે સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા ૧૧ વર્ષોમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશમાં ૨૯ વિવિધ ક્ષેત્રોમાં ૮ લાખ જેટલી કો-ઓપરેટિવ્સના સુચારું વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે જણાવ્યું કે, દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ્સ થયા છે. નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ્ડ અને અદ્યતન થઈ રહી છે. ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ ૧૫૦૦ એ.પી.એમ.સી.ને જોડવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનશ્રીએ આપેલા સંકલ્પને પાર પાડવામાં સહકારી ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ છેવાડાના ખેડૂતો સુધી ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના વિતરણ ઉપરાંત ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી સુપેરે પૂરી પાડવા માટેની સુદ્રઢ માળખાકીય સુવિધા ધરાવતી રાજ્યની અગ્રણી સહકારી સંસ્થા છે. ખેડૂતોની ઉન્નતિ માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં ગુજકોમાસોલ હરહંમેશ સરકાર અને ખેડૂતોની પડખે રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને ગુજકોમાસોલ ખરા અર્થમાં સાકાર કરી છે. તેમણે કહ્યું હતું કે, વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર અને સરકારના ધોરણો અનુસાર ૨૦ ટકા જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને આજે ગુજકોમાસોલ રાજ્યની એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે.
ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવાયેલા વિવિધ પરિણામલક્ષી નિર્ણયોના પરિણામે આજે ગુજકોમાસોલ સંસ્થા સભાસદોને ૨૦ ટકા સુધીનું ડિવિડન્ડ પૂરી પાડી રહી છે. એક સમયે ગુજકોમાસોલનો વાર્ષિક નફો માત્ર રૂ. ૫ કરોડ હતો, આજે ગુજકોમાસોલ રૂ. ૧૪ કરોડ જેટલો માતબર ઇન્કમટેક્સ ભરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં “વન ડિસ્ટ્રીક્ટ, વન ક્રોપ” અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રી બીપીનભાઇ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીને પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકસી રહેલા સહકારી ક્ષેત્ર ઉપરાંત ગુજકોમાસોલની કાર્યપદ્ધતિ અને તેની સિદ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આશિષ દવે, ગુજકોમાસોલના વિવિધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત વિવિધ સહકારી સંસ્થાના આગેવાન-પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/29, 2:44 PM] Dilip Gajjar.Mahiti.Press: 29-08-2025 Gujarat State Co-operative Marketing Federation Limited. Attendance on the occasion of 64th Annual General Meeting of (Gujkomasol) PHOTO https://photos.app.goo.gl/cH4ppvWbcbz1ZTQp7
[8/29, 3:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો*
———–
*રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓ અને પ્રશિક્ષકોને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા*
———–
*કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતું અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલા સ્પોર્ટ્સ કલ્ચરનો લાભ સમગ્ર દેશને મળ્યો
* ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો : ખેલ મહાકુંભ ૩.૦માં રેકોર્ડબ્રેક ૭૧ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો
* ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે સિદ્ધિના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત થયા
———–
*પદ્મશ્રી અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મીરાબાઈ ચાનુની પ્રેરક ઉપસ્થિતિ*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. કેમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે.
વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનશ્રીના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ પરિણામ છે.
ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦માં રેકોર્ડબ્રેક ૭૧ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપમેન્ટ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનના પરિણામે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ઉભરતા ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર, સાધન-સુવિધાઓ અને તાલીમ સરળતાથી પ્રાપ્ત થાય છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં બે દશકમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. ૨૦૦૨માં રાજ્યમાં ૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે રાજ્યના ખેલાડીઓ માટે ૨૪ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં નારણપુરા ખાતે ૨૨ એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગત એક દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હમણાં જ સંસદ સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક ૨૦૨૫ અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક ૨૦૨૫ પારિત કરીને કેન્દ્ર સરકારે ખેલાડીઓના હિતોના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતને વૈશ્વિક રમતગમત ક્ષેત્રનું પાવરહાઉસ બનાવવા અને ૨૦૩૬ ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી-૨૦૨૫ પણ જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌને દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને વોકલ ફોર લોકલ થકી આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનએ જણાવ્યું હતું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃતિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે. દેશમાં ‘ નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણીનો પ્રારંભ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
પદ્મશ્રી અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, ગુજરાત રમતગમત પ્રિય રાજ્ય છે. કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે, તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે. તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. આ માટે તાલીમ અને હાર્ડવર્ક પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે SJAG – સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
આ અવસરે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈનએ કહ્યું કે, આજના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ વધુ સક્રિય બને અને પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રયાસો પણ રાજ્ય સરકારના અભિગમને પીઠબળ સમાન છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા અને ઉભરતા ખેલાડીઓને સન્માનિત કરે છે એપણ એક ઉમદા કાર્ય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી તુષારભાઈ ત્રિવેદીએ કહ્યું કે, વર્ષ ૧૯૯૪માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે. રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ. રાજ્યનો રમતગમત વિભાગ પર અમારા માટે સહયોગી બન્યો છે. રમતો જ છે તે સંકળાયેલા લોકો સાથે ઉઘડતા રમતરોને યથોચીત સન્માન થાય અને રાજ્યની પ્રતિભાવો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તે પ્રકારના પ્રયાસો સંસ્થા દ્વારા કરાય છે. આજે પણ ૨૦ જેટલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમર્જીંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ, સ્વિમરમાં અરહાન હર્ષ, બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી- એથ્લેટિક્સ, અવંતિકા નેગી-જિમ્નાસ્ટ, કૃષ્ણપાલસિંહ ગોહિલ -બાસ્કેટબોલ, હવિશા બજાજ- બાસ્કેટબોલ, ધ્રુવિલ પટેલ -વોલીબૉલ, મોહમ્મદ મુર્તુઝા વાણીયા- ડેફ શૂટર, ખુશ્બુ સરોજ -ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ – સોફ્ટ ટેનિસ, ઉર્વિલ પટેલ- ક્રિકેટર, ધ્વજ હારિયા – બિલિયર્ડ્સ, માનુષ શાહ – ટેબલ ટેનિસ, વિશ્વા વાસણાવાળા- ચેસ, જ્યારે કોન્ટ્રિબ્યૂશન ઈન સ્પોર્ટ્સમાં મકસૂદભાઈ -બોક્સિંગ કોચ, કુશલ સંગતાણી- ટેબલ ટેનિસ – શ્રીમલ ભટ્ટ, ટેનિસમાં એવોર્ડ એનાયત થયા છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ.એસ.કુરૈશીને એનાયત કરવામાં આવ્યા છે.
આ અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાંગલે, સિનિયર ઇન્ડિયન ઓલમ્પિકના વાઇસ પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલ, તેમજ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો, પદાધિકારીઓ, રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ તેમજ કોચ ઉપસ્થિત રહ્યાં હતા.
———
[8/29, 3:11 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1hoogXdH6KHLzDx7pd-qrMsBcER7mhGky?usp=sharing
[8/29, 3:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુધારેલી યાદી*
*’વન મહોત્સવ’-૨૦૨૫*
—————
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘૭૬મો વન મહોત્સવ’ યોજાશે*
………………………..
*રાજ્યકક્ષાની આ ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી, વન મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે*
………………………..
*પાંચ હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર પામેલ આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર*
*મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને વધુ સમૃદ્ધ કરાશે*
………………………..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે તેમજ વન – પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન – પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્યકક્ષાના ‘૭૬માં વન મહોત્સવ’ની આવતીકાલ તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભવ્ય ઉજવણી કરાશે.
ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે “ગળતેશ્વર વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે આ પ્રસંગે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલ ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નો સવારે ૧૦ કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વધુમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. મહીસાગર નદી કિનારે નિર્માણધીન આ વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ, વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
*ગળતેશ્વર વનના મુખ્ય આકર્ષણો*
મધ્ય ગુજરાતમાં તૈયાર થયેલા રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક “ગળતેશ્વર વન”માં નવા અભિગમ સાથે આ વનમાં આકર્ષક મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, બિલિપત્ર વન, શિવલિંગ વન, શિવમૂર્તિ, ગઝેબો, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ, માતૃવન, ચરોતર વિસ્તારના મહાનુભાવોને આવરી લેતું ચરોતર સંકુલ, ગળતેશ્વર ડાયરોમા, વોચ ટાવર, દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર ધરાવતું નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, પ્રાકૃતિક શિક્ષણ સ્થળ, મેઝ ગાર્ડન, ચેકડેમ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન, ચરક વન-પ્રતિમા, પીપળ, બેલ, આંબળા, વટ અને અશોક એમ પાંચ વૃક્ષ ધરાવતું પંચવટી વન, ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર
સ્થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને ૨૭ ભાગમાં વિભાજીત કરીને “નક્ષત્રો” તરીકે નામ આપી ઓળખવામાં આવી છે તેવું નક્ષત્ર વન, પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભોમંડળને ૧૨ રાશિઓમાં વિભાજીત કરવામાં આવી છે તેવું રાશી વન, નવગ્રહ વન, ફોટો પોઈન્ટ, ઉધઈના રાફડાનો ઉભો છેદ, મધમાખીનું જીવનચક્ર દર્શાવતું ફોટો પોઈન્ટ, ક્રોસિંગ બ્રિજ-રેલિંગ અને સુવિધાસભર કેન્ટીન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ ઉપરાંત ગળતેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી મહી બારમાસી નદી હોવાથી સમગ્ર પંથક હરિયાળો રહે છે. પ્રવાસીઓ માટે મહત્વ ધરાવતું આ વન તૈયાર થવાથી સ્થાનિક અર્થ તંત્રને વેગ મળતા સ્થાનિક રોજગારીના નિર્માણની સાથે આ વિસ્તારમાં નાગરિકોનું જીવન ધોરણ વધુ ઉંચુ આવશે.
*ગળતેશ્વરનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ :*
ગુજરાતના પૌરાણિક-ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગળતેશ્વરનું પણ અનેરૂ મહત્વ છે. સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. ગળતી નદી પરથી આ મંદિરનું નામ ગળતેશ્વર પડ્યું છે. સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી માત્ર ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે અંદાજે ૨૫ લાખથી વધુ ભક્તો અને પર્યટકો આવતા હોય છે. ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું છે.
મહીસાગર નદી કિનારે આવેલ ગળતેશ્વર મહાદેવના દર્શાનાર્થે તથા મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે દરરોજ અંદાજે ૭૦૦ થી ૧૨૦૦ દર્શનાર્થીઓ આવતા હોય છે. શિવરાત્રીના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ
ભરાય છે.
*વન મહોત્સવનો ઈતિહાસ :*
જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી શ્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વ. શ્રી કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૬ વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે ૭૬ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ૨૩ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે. આ વર્ષે ૭૬માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન “ગળતેશ્વર વન”નું લોકાર્પણ કરવામાં આવશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
જનક દેસાઈ ————-
[8/29, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૭મો પદવીદાન સમારોહ યોજાયો*
——
*૧૨ વિદ્યાશાખાઓના ૯૨ અભ્યાસક્રમોના ૪૦,૭૪૫ યુવા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત*
———-
*ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો*
*સત્યવાદી અને કર્મવાદી નિર્ભય હોય છે: નિર્ભીક બની શિક્ષણ મેળવવા અને પ્રાપ્ત શિક્ષણને સમાજના ઉત્થાન અને રાષ્ટ્રની ભલાઈના માર્ગે વાળીએ*
*સ્વાધ્યાય-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ ન કરો*
-:*રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી*
———
*વીર કવિ નર્મદના પ્રેરણાવાક્ય ‘ડગલું ભર્યું તે ના હઠવું, ના હઠવું..’માંથી શીખ લઇ યુવાનોએ નિરાશાને ખંખેરી અવિરત કર્મ કરવું જોઈએ: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા*
——-
*૫૭ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત*
———–
*ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી*
——-
માહિતી બ્યુરો-સુરત:શુક્રવાર: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૭મા પદવીદાન સમારોહના દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને મહામૂલી શીખ આપતા જણાવ્યું કે ‘વાદળ જેમ વર્ષારૂપે વરસીને ધરતીની તરસ છીપાવે છે તેવી જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની તરસ સંતોષવી જોઈએ. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવનમાં વણી લેવા જોઈએ..
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૨ અભ્યાસક્રમોના ૪૦,૭૪૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૫૭ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર,શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद, धर्मं चर, स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
સત્યવાદી અને કર્મવાદી નિર્ભય હોય છે, ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, અસત્યનો પહાડ ભલે ગમે તેટલો વિશાળ હોય પરંતુ સત્ય તે પહાડને ધરાશાયી કરે જ છે. ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો. સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે જ ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.
દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે સામૂહિક પુરૂષાર્થ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે.
સ્વવિકાસની સાથે સમાજના ઉત્થાન, પરિવાર, રાજ્ય અને રાષ્ટ્રની ભલાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ એમ જણાવી રાજ્યપાલશ્રીએ તમામ પદવીધારકોને ઉજ્જવળ ભાવિની શુભકામના આપી બદલાતી દુનિયા સાથે કદમતાલ મિલાવી સતત પરિવર્તનશીલ બની રહેવા અને નવા પડકારોનો સામનો કરીને ‘વિકસિત ભારત’ તરફ દેશની આગેકૂચમાં જોડાવા પ્રેરિત કર્યા હતા.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. વિદ્યાર્થીઓએ વીર કવિ નર્મદના પ્રેરણાવાક્ય ‘ડગલું ભર્યું તે ના હઠવું, ના હઠવું..’માંથી શીખ લઇ નિરાશાને ખંખેરી નવી ઉર્જા સાથે અવિરત કર્મ કરવું જોઈએ.
તેમણે દીક્ષિત નવયુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, વર્ષોના અભ્યાસ બાદ મેળવેલું જ્ઞાનનું ભાથુ સમાજના હિત માટે ઉપયોગમાં લેવું જોઈએ. પદવી મેળવનાર દરેક યુવાઓ નિશ્ચિત લક્ષ્ય અને જીવનના શ્રેષ્ઠ મૂલ્યો સાથે ભાવિ કર્મયજ્ઞનો પ્રારંભ કરે. નિરંતર સાચી નિષ્ઠાથી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી આગળ વધવા અને યુવાઓને વિવિધ મહાપુરૂષોના દ્રષ્ટાંત આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે નવદીક્ષિતોને જાતિવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ સહિતના અનેક સામાજિક કુરિવાજોને પાછળ છોડી સત્ય અને શ્રેષ્ઠતાના માર્ગે ગૌરવભેર આગળ વધવા અને વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો સિંહફાળો આપવા આહ્વાન કર્યુ હતું.
વધુમાં શ્રી પાનશેરીયાએ હાજર તમામ વાલીઓને બાળકોના સફળ ભાવિ માટે તેમના વિશેષ યોગદાનને બિરદાવ્યું હતું અને વિદ્યાર્થીઓને હંમેશા આદર્શમૂર્તિ સમાન માતાપિતાનું સન્માન કરવા જણાવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ વીર નર્મદ યુનિવસિર્ટી શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન બની છે અને શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કર્યા હોવાનું જણાવી રાજ્યપાલશ્રી, મંત્રીશ્રીને આવકાર્યા હતા.
આ પ્રસંગે કુલસચિવ આર.સી.ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*ડિજીલોકરમાં તમામ ૪૦,૭૪૫ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે*
. . . . . . . . . . . . . . .
૫૭મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૪૦,૭૪૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલશ્રીએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.
-00-
[8/29, 6:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC) જીરાના વેપારમાં ઊંઝાના વૈશ્વિક નેતૃત્વને ઉજાગર કરશે*
***
*ઉત્તર ગુજરાતની ઊંઝા APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં 2025માં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું*
***
*ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC વૈશ્વિક જીરાના વેપારમાં ઊંઝાની ભૂમિકા દર્શાવશે*
***
*ઊંઝાએ જીરાની નિકાસમાં ગુજરાતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું*
***
*ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2025:* ગુજરાત જીરું અને અન્ય મસાલાઓના બીજની નિકાસમાં અગ્રેસર છે, જે દેશની કુલ નિકાસમાં લગભગ 80%નું યોગદાન આપે છે. મહેસાણામાં સ્થિત ઊંઝા શહેરે જીરાના વેપારમાં ગુજરાતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે, જે ભારત અને વિદેશોમાં પણ જીરાનો પુરવઠો પૂરો પાડે છે.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, મહેસાણા જિલ્લામાંથી વિશ્વભરના 101 દેશોમાં આશરે ₹3995 કરોડના જીરા અને અન્ય મસાલાઓના બીજની નિકાસ કરવામાં આવી હતી. આ માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ચીન (25%), બાંગ્લાદેશ (16%), UAE (10%), USA (5%) અને મોરોક્કો (4%)નો સમાવેશ થાય છે.
કૃષિ મંત્રાલયના એગમાર્કનેટના ડેટા અનુસાર, 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2025 દરમિયાન ઊંઝા APMCમાં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું હતું, જે ગત વર્ષના 46,313 મેટ્રિક ટનની સરખામણીએ 17.5%નો મજબૂત વધારો દર્શાવે છે.
આ ઉપરાંત, મજબૂત સપ્લાય ચેઇન એ સુનિશ્ચિત કરે છે કે, ઊંઝા મસાલા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બની રહે, જેથી તે હજારો ખેડૂતો અને વેપારીઓને રોજગાર અને વ્યવસાયની તકો મળી રહે. 2023-24 માટેના સત્તાવાર અંદાજા મુજબ જ પ્રદેશમાં 72,100.59 મેટ્રિક ટન જીરુંનું ઉત્પાદન થયું હતું. આમાં બનાસકાંઠામાં સૌથી વધુ 41,800.73 મેટ્રિક ટન અને પાટણ 29,900.09 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.
જીરાના વેપારમાં ઊંઝાની સફળતા રાજ્યના “વિકસિત ગુજરાત @2047″ના વ્યાપક વિઝનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં ખેતી, પ્રોસેસિંગ અને નિકાસ ખેડૂતોની વૈશ્વિક પહોંચ સુધારવા માટે સાથે મળીને કામ કરે છે. ઊંઝા સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડતો પ્રવેશદ્વાર છે, જે વિશ્વના મસાલા ઉદ્યોગમાં ભારતનો વધતો પ્રભાવ દર્શાવે છે. આ સિદ્ધિ આગામી ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ખાતે ઉપરોક્ત મસાલા વેપાર અને કૃષિ ઉત્પાદનના વિકાસને વેગ આપશે.
*X-X-X*
[8/29, 8:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *જિલ્લા કક્ષાએ પસ્પર સંકલનથી નાગરિકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાકિદ*
——-
_*ઓગસ્ટ-૨૫ના રાજ્યસ્વાગતમાં ૧૭૦ જેટલી રજૂઆતો થઈ*_
*મુખ્યમંત્રીશ્રીએ ૧૨ રજૂઆતો રાજ્ય સ્વાગતમાં સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળી*
*મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા ૧૬૦ રજૂઆતો સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવી*
——–
*ઓગસ્ટ -૨૫ના જિલ્લા સ્વાગતમાં ૧૫૨૯ – તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલન રાખીને લોકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવાની તાકિદ ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમની સમક્ષ રજુ થયેલી ૧૨ રજુઆતોમાંથી ખેતરમાં નર્મદાની કેનાલ અવાર-નવાર છલકાવાથી એક ખેડૂતને થતા નુકશાનનું કાયમી નિવારણ અને નુકશાનીનું વળતર ચુકવવા સરદાર સરોવર નર્મદા નિગમને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગતમાં કુલ ૧૭૦ રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી ૧૬૦ જેટલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી ૧૨ રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા આવાસોના દસ્તાવેજોની કામગીરીમાં ઝડપ લાવવા અને જરૂરી સુવિધાઓ આપવા હાઉસિંગ બોર્ડના કમિશ્નરશ્રીને સુચનાઓ આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના સામાન્ય અને નાના વર્ગના ૪૫૦થી વધુ લોકોએ દસ્તાવેજ કરીને ખરીદેલી બિન ખેતીની જમીનનો લાંબા સમયથી તેમને કબજો મેળવવામાં થઈ રહેલી મુશ્કેલીની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરેલી રજુઆત અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને લેન્ડ ગ્રેબીંગની આ રજુઆત પરત્વે કડક કાર્યવાહી કરવાની સુચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કુદરતી પાણીના વહેણમાં ગેરકાયદેસર બાંધકામ કરી નદીનું પાણી અટકાવવાના પ્રશ્નો, કેનાલ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ચૂકવવા, જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા અંગેના પ્રશ્ન સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવાના જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓગસ્ટ-૨૫ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૫૨૯ અને તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
—————_—————————————————————-
ગુજરાત રાજ્ય ગાંધીનગર માહિતી ખાતાના સમાચારો
[8/29, 11:25 AM] Neha Talaviya.Mahiti: *અખબારી યાદી તા. ૨૯.૦૮.૨૦૨૫*
——————-
*ગાંધીનગરના રાયસણમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર ભગવાન ગણેશજીનો આકર્ષક પંડાલ તૈયાર કરાયો*
—————–
હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગલીએ ગલીએ અને ગામેગામ શ્રી ગણેશોત્સવ ઉજવણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ગણપતિના દરેક પંડાલને અલગ અલગ આકર્ષક થીમ સાથે શણગારવામાં આવે છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં રાયસણના પંચેશ્વર મંદિરના કોષાધ્યક્ષ ચંદુભાઇ પટેલ અને તેમના પરિવારજનોએ તેમના નિવાસસ્થાને દેશભક્તિ રજૂ કરતી ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર ભગવાન ગણેશજીનો પંડાલ અદભૂત અને નયનરમ્ય રીતે સજાવ્યો છે.
પંડાલના દર્શન કરતાં જ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યની અપ્રતિમ સફળતા અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની રાષ્ટ્રીય ઇચ્છા શક્તિ અને નિર્ણય શક્તિનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું છે.જે આ વિસ્તારના નગરજનોમાં દર્શન માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે.
——————-
[8/29, 12:38 PM] Neha Talaviya.Mahiti: *”રમશે ગુજરાત, જીતશે ગુજરાત”*
…….
*”ચક દે ઇન્ડિયા” અને “ખેલશે ગુજરાત”ની ભાવના સાથે ગાંધીનગર ખાતે કલેકટરશ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો*
…
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ રમત ક્ષેત્રે અનેક નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છે- કલેકટર શ્રી ગાંધીનગર*
.……
*રમત એ માત્ર એક ક્રિયા નથી, ટિમ વર્ક મહેનત, ખેલ દિલ અને શિષ્ટાચાર શીખવાનું માધ્યમ પણ છે -કલેકટર શ્રી ગાંધીનગર*
……
*જેટલું શરીર મજબૂત તેટલી જીવનમાં ચિંતાઓ અને રોગો ઓછા, અને વિદ્યાર્થી જીવન એટલે શરીર મજબૂત કરવાનો શ્રેષ્ઠ તબક્કો- કલેકટર શ્રી ગાંધીનગર*
…….
*કલેકટરશ્રી ગાંધીનગર સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો*
…..
*મેજર ધ્યાનચંદ જેવું સ્પષ્ટ લક્ષ્ય રાખતા પ્રેક્ટિસ થતી પરફેક્ટ બનવા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી .જે પટેલ*
……
*કલેક્ટરશ્રીના હસ્તે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનનો પણ આજથી વિધિવત શુભારંભ કરવામાં આવ્યો*
………
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં આવેલી ઓમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચિલોડા ખાતે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે કલેકટર શ્રી મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સના કેન્દ્ર તરીકે ભારત રમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને નવા કિર્તીમાન સ્થપાઈ રહ્યાં છે. આજના સમયમાં રમતો માત્ર મનોરંજન માટે નથી, રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. રમતોથી અનેક ગુણો વિકાસ પામે છે તેથી જ જીવનમાં સ્પોર્ટ્સનું ખુબ જ મહત્વ છે. તેમણે કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આજના વિદ્યાર્થીઓ દેશની આવતીકાલ છે માટે મેજર ધ્યાનચંદના મનમાં દેશ અને ભારત માતાનું નામ વિશ્વ ફલક પર લાવવાની જે દ્રઢ ભાવના હતી તે જ ભાવનાથી નવી પેઢી જો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ યોગદાન આપે તો 2047 માં વિકસિત ભારત જોવાનું આજનું આપણું સ્વપ્ન ચોક્કસ પરિપૂર્ણ થશે.
તેમણે રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, શાસ્ત્રોમાં પણ કીધું છે કે, શરીર જેટલું મજબૂત હશે એટલી જ જીવનમાં ચિંતાઓ ઓછી, બીમારીઓ ઓછી હશે. અને વિદ્યાર્થી જીવન એ શરીર મજબૂત કરવાનું શ્રેષ્ઠ તબક્કો છે. સાથે જ તેમણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ની વ્યાખ્યા સમજાવતા, તરુણ અવસ્થાથી જ 24 કલાકમાંથી ઓછામાં ઓછો એક કલાક મેદાનમાં વિતાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ દ્વારા પણ રાષ્ટ્રીય રમતગમત દિવસે ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદને લોકો હોકીના જાદુગર તરીકે ઓળખે છે, આ સાથે જ મેજર ધ્યાનચંદના જીવન સાથે સંકળાયેલી વાર્તા વિદ્યાર્થીઓને સંભળાવી તેમણે તેમનો ઉત્સાહ વધાર્યો હતો, અને કહ્યું હતું કે જ્યાં છીએ ત્યાં તે ફિલ્ડમાં મેજર ધ્યાનચંદ જેવું લક્ષ રાખી એવી પ્રેક્ટિસ થતી પરફેક્ટ બનીએ કે આપણી અવેજી કોઈ પૂરી ન શકે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. તથા ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓ દ્વારા ફિટ ઈન્ડિયા અંતર્ગત જાતને શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ સાથે જ કલેકટરશ્રી સહિતના મહાનુભાવો એ ચક દે ઇન્ડિયાના નારા સાથે રૂબરૂ ખેલ મેદાન માં ખેલાડીઓ દ્વારા રમાતી રમતો નિહાળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે ઓમ લેન્ડમાર્ક સ્કૂલના પ્રિન્સિપલ શ્રી શિવમ ભટ્ટે સૌને આવકારી કાર્યક્રમમી રૂપરેખા આપી હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મલય ભુવા, શાળાના ટ્રસ્ટી શ્રી અશોક દવે, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મહેશ ચૌધરી ,જિલ્લા શાસનાધિકારીશ્રી, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો,સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
…….
*નેહા તલાવિયા*
[8/29, 12:38 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1ZKmurgFk-j3Cs0EILLQt9TXmqvumjNR4?usp=sharing
[8/29, 3:04 PM] Neha Talaviya.Mahiti: *મૂળ કચ્છી પણ ગાંધીનગર ને પોતાની કર્મભૂમિ બનાવી રગ્બી રમતથી જાણીતા બનેલા બે રમતવીરો એટલે નમ્રતા ભુડિયા અને દીગલ ભિમાણી*
……..
*ગાંધીનગર જિલ્લાનું ગૌરવ: ગુજરાતના બે પ્રતિભાશાળી રગ્બી ખેલાડીઓ સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા ટોપ ૨૦ ખેલાડીઓની યાદીમાં સ્થાન પામી ભારતીય નેશનલ કેમ્પ માટે પસંદગી પામ્યા*
…….
*Mission Olympic 2036ના ભાગરૂપે યોજાતા U-18 National Rugby Camp – કોલકાતામાં બંને રમતવીરો તાલીમ લઈ રહ્યા છે*
…..
*આવતા મહિને નમ્રતા અને દીગલ બંને ખેલાડીઓ ચીનમાં યોજાનારી એશિયન U-18 રગ્બી ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ માટે રમશે: તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત છે*
…….
*બંને ખેલાડીઓનું પ્રદર્શન ઓલિમ્પિક 2036માં ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે*
……
ગુજરાત રાજ્ય સાથે ગાંધીનગર જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ છે કે, ગાંધીનગર જિલ્લામાં આવેલ ઓમ લેન્ડમાર્ક શાળાના બે શ્રેષ્ઠ રગ્બી ખેલાડીઓ નમ્રતા ભુડિયા અને દીગલ ભિમાણીએ સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા માત્ર ૨૦ શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. હાલ તેઓ ભારતીય રગ્બી નેશનલ કેમ્પમાં સામેલ થઈ દેશનું પ્રતિનિધિત્વ કરવા તાલીમ લઈ રહ્યા છે.
નમ્રતા અને દીગલ બંનેએ પહેલાથી જ પોતાના સતત કૌશલ્ય અને મહેનતથી રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. જેઓ પાછલા છ વર્ષથી ગાંધીનગર ખાતે રગ્બી રમત માટે ટ્રેનિંગ મેળવી રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન તેઓએ બે વખત અંડર 18 DHL Rugby India Camps માં અને એક વખત અંડર 20 Rugby India Development Campમાં સ્થાન મેળવ્યું હતું.
હાલમાં તેઓ Mission Olympic 2036ના ભાગરૂપે યોજાતા U-18 National Rugby Camp – કોલકાતામાં તાલીમ લઈ રહ્યા છે. આ કેમ્પ ખાસ કરીને ભારતને ઓલિમ્પિક 2036 માટે તૈયાર કરવાનો દીર્ઘદ્રષ્ટિપૂર્વકનો પ્રયાસ છે.
નમ્રતા ભુડિયાએ તાજેતરમાં ભારતીય રગ્બી સ્ક્વોડ સાથે મલેશિયામાં યોજાયેલી ફ્રેન્ડલી મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની આ આંતરરાષ્ટ્રીય હાજરીએ ગુજરાત તથા ભારત બંને માટે ગૌરવની લાગણી ઊભી કરી છે. આવતા મહિને નમ્રતા અને દીગલ બંને ખેલાડીઓ ચીનમાં યોજાનારી એશિયન U-18 રગ્બી ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ સાથે રવાના થવાના છે. આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ તેમના રમતજીવનમાં મહત્વપૂર્ણ મંજિલ સાબિત થવાની છે.નમ્રતા ભુડિયા અને દીગલ ભિમાણીની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત છે. રાજ્યના અનેક યુવા ખેલાડીઓ હવે રગ્બી જેવી વૈશ્વિક રમત તરફ પ્રોત્સાહિત થશે. ગુજરાત રગ્બી એસોસિએશન અને કોચિંગ સ્ટાફે જણાવ્યું છે કે, આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે અને ઓલિમ્પિક 2036 સુધી ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.
……
*નેહા તલાવિયા*
[8/29, 3:13 PM] Neha Talaviya.Mahiti: આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા આયુષ સેવા કેમ્પનો નું આયોજન કરાયું છે
********************************
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળની વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને મંજૂરી થી ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે ગીયોડ અંબાજી મંદિર પરિસર માં, ધેધુ ચોકડી ખાતે સીતારામ આશ્રમ ખાતે અને ક -7 મહાકાળી મંદિર ખાતે આયુષ સેવા કેમ્પનો નું આયોજન કરાયું છે.જેમાં આજ રોજ ગીયોડ મંદિર ખાતે ના સેવા કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ આયુષ સેવા કેમ્પમાં પદયાત્રીઓને આયુર્વેદ દવાથી માલિશ અને શેક કરી આપવામાં આવે છે. તથા આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ આપવામાં આવનાર છે.જેનો પદયાત્રી ઓ એ લાભ લઈ શકે છે.
આ શુભારંભ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કવિતાબેન ઠાકોર,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શનાભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર,તાલુકા સદસ્ય શ્રીમતી દક્ષાબેન પટેલ.,જિલ્લા પંચાયત ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ,ચિલોડા સરપંચ શ્રીમતી શ્વેતલબેન,સામાજિક અગ્રણી શ્રી દશરથજી કાકોર તથા જૈમિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
……..
અશ્વિન ઘટાડ
[8/29, 5:17 PM] Neha Talaviya.Mahiti: ગુજરાતના રમતવીરો
થઈ જાઓ તૈયાર… આવ્યો સુવર્ણ અવસર “ખેલ મહાકુંભ”નો..
આજથી ખેલમહાકુંભ-૨૦૨૫ માટે રજિસ્ટ્રેશનનો શુભારંભ થાય છે.
રજિસ્ટ્રેશન તારીખ
29 ઑગસ્ટથી 22 સપ્ટેમ્બર 2025
રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ
https://khelmahakumbh.gujarat.gov.in
વધુ માહિતી માટે સંપર્ક કરો
ટોલ ફ્રી નંબર 1800 274 6151
[8/29, 5:24 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
……….
*કેશ ક્રેડિટ કેમ્પમાં 28 સ્વ સહાય જૂથો ને 73.56 લાખ ના ધિરાણ ના ચેક નું વિતરણ કરવામાં આવ્યા*
…….
તા.29/08/2025 ના દિવસે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન દહેગામ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
ક્રેડિટ કેમ્પમાં નિયામકશ્રી ડી.આર.ડી.એ દ્વારા સહાય જૂથોની બહેનોને કેમ્પ થકી લોન મેળવી પોતાની આજવિકા ઊભી કરવા માટે સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી, નિયામક શ્રીના હસ્તે કેશ ક્રેડિટ કેમ્પમાં 28 સ્વ સહાય જૂથો ને 73.56 લાખ ના ધિરાણ ના ચેક નું વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ કેમ્પ અંતર્ગત ધારાસભ્ય શ્રી , નિયામક શ્રી DRDA, પ્રમુખશ્રી તાલુકા પંચાયત, કારોબારી સમિતિના ચેરમેન શ્રી ,તાલુકા વિકાસ અધિકારી શ્રી દહેગામ DLMશ્રી (NRLM),બેન્ક મેનેજરશ્રી HDFC,BGGB તેમજ સ્ટાફ અને જેમના માટે કેમ્પ નું આયોજન કરેલ હતું તેવા SHG ના બહેનો હાજર રહ્યા હતા.
…..
*નેહા તલાવિયા*
****************************
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબાર અને ચેનલમાં પ્રસારિત કરવા માટે મારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા પ્રસિદ્ધ થતા કોઈપણ સમાચાર ફોટાઓને વીડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
