ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો
[8/26, 7:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.
વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, રાષ્ટ્ર અને રાજ્યની પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ બળ પ્રદાન કરશે એવી કામનાઓ મુખ્યમંત્રીશ્રીએ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.
તેમણે ઇકોફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરીને પર્યાવરણ જાળવણી સાથે શ્રીજીની આરાધના-ઉપાસના કરવાનો પણ સૌને અનુરોધ કર્યો છે.
——-
[8/26, 7:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ત્રણ લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કર્યા*
*પાણીના ઝડપી પ્રવાહમાં બોટ દ્વારા જવું મુશ્કેલ જણાતા વહીવટી તંત્ર દ્વારા એરલિફ્ટ કરાયા*
****
આજ રોજ ઘરોડા તા. ખેડા પાસે કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ૩ ઇસમો ધનજીભાઈ રામાભાઇ દેવીપૂજક ૫૫ (ધરોડા),મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર ૫૦ (કોદરીયા) અને પૂરીબેન મંગાભાઈ ઠાકોર ૪૮ (કોદરીયા)
ફસાયેલ હોવાનાં સરપંચશ્રી દ્વારા જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
યાંત્રિક બોટ દ્વારા પાણીમાં ઝડપી પ્રવાહ માં 1.2 કિમી જવું મુશ્કેલ જણાતા એરલિફ્ટ કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું. જે બાદ આશરે ૬:૦૦ વાગે સાંજે એરફોર્સમાં હેલિકોપ્ટર દ્વારા તમામને એરલિફ્ટ કરી સુરક્ષિત અને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા.
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ દ્વારા ઉત્તમ સંકલન સાધીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
[8/27, 11:23 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં આગામી 29 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન કરવામાં આવશે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી*
***
*ખેલકૂદ વિશ્વના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર દેશ ઉજવશે ખેલકૂદ, ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ*
***
*નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી દરમિયાન ગુજરાતમાં યોજાશે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમો, તમામ પ્રતિસ્પર્ધીઓ દ્વારા લેવામાં આવશે ‘ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા’*
***
*ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘ખેલ મહાકુંભ 2025’ માટેના રજિસ્ટ્રેશનની થશે શરૂઆત*
***
*ગાંધીનગર, 27 ઓગસ્ટ:* ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે. ‘એક ઘંટા ખેલ કે મૈદાન મેં’ (એક કલાક રમત-ગમતના મેદાનમાં) અને ‘હર ગલી હર મૈદાન, ખેલે સારા હિંદુસ્તાન’ (દરેક ગલી દરેક મેદાન, રમે આખું હિંદુસ્તાન) જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ, ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવશે, અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષે, રાષ્ટ્રીય રમત-ગમત દિવસના રોજ શ્રેષ્ઠ ખેલાડીઓને રાષ્ટ્રીય રમત-ગમત પુરસ્કારો આપવામાં આવે છે, જે દેશભરમાં રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠતા અને સિદ્ધિઓને માન્યતા આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સાહસિક અને સમાવેશી વિઝન સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ છે, દેશમાં ફિટનેસ અને રમતગમતની મજબૂત સંસ્કૃતિનું નિર્માણ કરવું, રમત-ગમત થકી સમગ્ર ભારતને એક કરવું અને તમામ માટે ફિટનેસને પ્રોત્સાહન આપવું.
*ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ઉજવણી માટે તૈયારીઓ*
ગુજરાતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ત્રણ દિવસની ઉજવણી માટે તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવશે. આ માટે, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સક્રિય કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક મોટો રમત-ગમતનો કાર્યક્રમ અને તાલુકા સ્તરે અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ માટે જિલ્લાવાર નોડલ અધિકારીઓ (DSDO અને DSO)ની નિમણૂંક કરવામાં આવશે. વધુમાં, તમામ જિલ્લાઓમાં વીઆઇપી અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
*ગુજરાતમાં ત્રણ દિવસ વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન*
ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી માટે ગુજરાતમાં 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ દિવસે, એટલે કે 29 ઓગસ્ટ, 2025ના રોજ તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ પ્રતિસ્પર્ધીઓ દ્વારા ‘ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા છે:
_*‘હું પ્રતિજ્ઞા લઉં છું, કે હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ. હું મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા અને રમત-ગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું જે પણ રમત રમું છું, તેમાં શ્રેષ્ઠતા, સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત્ કરવાનો પ્રયાસ કરીશ.’*_
પ્રથમ દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત, તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં રમત-ગમત સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, સેમિનાર, શારીરિક અને માનસિક ફિટનેસ પર ચર્ચાઓ, પોસ્ટર મેકિંગ જેવી પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવશે. આ સાથે જ, આ દિવસે ‘ખેલ મહાકુંભ 2025’ માટે તમામ જિલ્લાઓમાં રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે.
બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યના પોલીસ વિભાગના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રમત-ગમત સ્પર્ધાઓ અને ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે થનારી સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં અન્ય વિભાગો પણ હિસ્સો લેશે. પોલીસ વિભાગ દ્વારા તેમના સંબંધિત જિલ્લાઓમાં રમવામાં આવતી એક અથવા વધુ લોકપ્રિય રમતોનું આયોજન કરવામાં આવશે.
ત્રીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યના તમામ જિલ્લા મુખ્યાલયો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ‘સન્ડે ઓન સાયકલ’ (રવિવારનો દિવસ સાયકલ પર) કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી-મુક્ત ગુજરાત’ ને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં NCC, NSS, સામાજિક અને રાજકીય નેતાઓ, ધાર્મિક નેતાઓ, NGOs વગેરે દ્વારા સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો સક્રિય રીતે જોડાશે, જેમાં રમત-ગમત વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ ખાતું, શહેરી વિકાસ અને આવાસ વિભાગ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો તેમજ અન્ય તમામ વિભાગોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો આ કાર્યક્રમ અંગે રાજ્યના નાગરિકોમાં જાગૃતિ લાવશે અને લોકો સક્રિય રીતે આ કાર્યક્રમમાં જોડાય તે સુનિશ્ચિત કરશે.
*X-X-X*
[8/27, 1:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC) ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે*
***
*ગ્રીન ગુજરાત પર ફોકસ: VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન*
***
*સોલાર વિલેજથી માંડીને વિંડ પ્રોજેક્ટ સુધી, ગુજરાત સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય માટે થઈ રહ્યું છે સજ્જ*
***
*VGRC: ગુજરાતનું હરિત ઊર્જા અભિયાન કેન્દ્રસ્થાને*
***
*ગાંધીનગર, 27 ઓગસ્ટ, 2025:* વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાના ગુજરાતના મજબૂત વિઝન અને મહત્વાકાંક્ષી મિશનની સાથે, ઉત્તર ગુજરાત આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC)માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે સજ્જ છે. આ કોન્ફરન્સીસ રાજ્યની ગ્રીન એનર્જી પહેલો જેવી કે, મોટા પાયાના રિન્યુએબલ એનર્જી પાર્ક્સ, ઓફશોર વિંડ પ્રોજેક્ટ્સ, વિતરિત સૌર ઊર્જાની પહેલો, તેમજ ઊર્જા જરૂરિયાતો અને ક્લાઇમેટ સંબંધિત પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે વિકસિત કરવામાં આવી રહેલા આધુનિક ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉજાગર કરશે.
વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે સુસંગત, ગુજરાતે પહેલેથી જ એક સીમાચિહ્ન હાંસલ કરી લીધું છે. રાજ્યની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાના 50%થી વધુ હવે નવીનીકરણીય સ્ત્રોતોમાંથી (નાણાકીય વર્ષ 2024-25) આવે છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (પવન-સૌર) રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે, જેની પ્રસ્તાવિત ક્ષમતા 37.35 GW છે. ભારતનો પ્રથમ નિયરશોર વિંડ પાયલટ પ્રોજેક્ટ ભાવનગરમાં મહુવા ખાતે શરૂ કરવામાં આવ્યો છે, જેના થકી ગુજરાત પવન ઊર્જા ક્ષેત્રે એક ડગલું આગળ વધશે. વધુમાં, ગુજરાત વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે, જે રાષ્ટ્રીય લક્ષ્યાંકના 60% યોગદાન આપશે.
ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના આંકડા (માર્ચ 2025 સુધી) મુજબ, ઉત્તર ગુજરાતના તમામ નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાં સૌર ઊર્જા સ્થાપિત ક્ષમતા સૌથી વધુ છે, જે રાજ્યની 4,578 MWની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 94.4%નું યોગદાન આપે છે.
પાટણ જિલ્લો 2,361.86 MWની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે રાજ્યમાં ટોચના સ્થાને છે. જિલ્લાની આ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સૌર, પવન અને સ્મોલ હાઇડ્રો (લઘુ જળવિદ્યુત) ઊર્જા દ્વારા સંચાલિત છે. પાટણમાં 749 MWની ક્ષમતા ધરાવતો ચારણકા સોલાર પાર્ક આવેલો છે, જે ગ્રીડ ઇન્ટિગ્રેશન અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે એક સફળ મોડેલ છે.
મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ છે, જે 24X7 સૌર ઊર્જાથી ચાલે છે. મોઢેરામાં 15 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે 6 MWનો સોલાર પ્લાન્ટ સંકલિત છે. વધુમાં, બનાસકાંઠાના રાધાનેસડા સ્થિત 700 MWનો અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ અદ્યતન સૌર માળખાકીય સુવિધાઓ અને કાર્યકારી શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપી રહ્યો છે.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ, પીએમ-કુસુમ (PM-KUSUM), પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના વગેરે સહિતના મુખ્ય રાષ્ટ્રીય મિશનોને આગળ વધારવામાં ગુજરાતનું નેતૃત્વ, સમાવિષ્ટ ઊર્જા સુલભતા અને લાંબા ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ પહેલો ગુજરાતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવે છે. આગામી સમયમાં આયોજિત થનારી VGRCs ગુજરાતની ઝડપથી વિકસી રહેલી નવીનીકરણીય ઊર્જા ઇકોસિસ્ટમમાં રોકાણની તકો, ટેક્નોલોજી ભાગીદારી અને નીતિગત નવીનતા શોધવા માટે હિસ્સેદારોને એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડશે.
*X-X-X*
[8/27, 1:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *ફિલ્મફેર એવોર્ડ શૉ-૨૦૨૫ માટે MOU સાઇનિંગ કાર્યક્રમ*
*મહાનુભાવ*: *માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા,*
*તારીખ : *૨૮-૮-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *બપોરે ૩.૦૦ કલાકે
*સ્થળ : *નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*નોંધ : કાર્યક્રમ બાદ હાઈ- ટી સાથે લઈશું*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[8/27, 4:21 PM] Dilip Gajjar.Mahiti.Press: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાને કેબિનેટે મંજૂરી આપી
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2161195
[8/27, 4:57 PM] Dilip Gajjar.Mahiti.Press: ખાસ લેખ:-
*ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫*
_________
*સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે*
_________
*દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે, પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે*
_________
*વર્ષ ૧૯૬૦થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું*
__________
(માહિતી બ્યુરો,પાલનપુર)
અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર- ચુડામણીમાં આ ૫૧ શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડ્યું હતું.
અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસા યંત્રની પૂજા થાય છે. આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોક વાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.
માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં માઁ અંબે દ્રશ્યમાન થાય છે.
પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે.
અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા ૧૯૬૦થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે.
અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.
***
[8/27, 4:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*
__________
*અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો*
__________
*પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો કાર્યરત*
___________
*અંબાજી મહા મેળા પ્રસાદ વ્યવસ્થા માટે ૨૭થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરાશે*
___________
(માહિતી બ્યુરો, પાલનપુર)
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે.
આજરોજ અંબાજી ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે.
શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા સૂચન કરાયું હતું.
અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન ૧૦૦ કી.ગ્રા, ખાંડ ૧૫૦ કી.ગ્રા, ઘી ૭૬.૫ કી.ગ્રા અને ઈલાયચી ૨૦૦ ગ્રામ એમ કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે. ભાદરવી પૂનમ મહા મેળામાં મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. પ્રસાદ ઘરમાં કુલ ૭૫૦ જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે. મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ – ૨૭ જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રસાદ ઘર શુભારંભ પ્રસંગે અધિક કલેક્ટરશ્રી અને અંબાજી મંદિર વહીવટદારશ્રી કૌશિક મોદી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કે.કે.ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***
[8/27, 7:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *ફિલ્મફેર એવોર્ડ શૉ-૨૦૨૫ માટે MOU સાઇનિંગ કાર્યક્રમ*
*મહાનુભાવ*: *માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા,*
*તારીખ : *૨૮-૮-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *બપોરે ૩.૦૦ કલાકે
*સ્થળ : *નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*નોંધ : કાર્યક્રમ બાદ હાઈ- ટી સાથે લઈશું*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[8/28, 8:04 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *ફિલ્મફેર એવોર્ડ શૉ-૨૦૨૫ માટે MOU સાઇનિંગ કાર્યક્રમ*
*મહાનુભાવ*: *માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા,*
*તારીખ : *૨૮-૮-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *બપોરે ૩.૦૦ કલાકે
*સ્થળ : *નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*નોંધ : કાર્યક્રમ બાદ હાઈ- ટી સાથે લઈશું*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[8/28, 11:16 AM] Dilip Gajjar.Mahiti.Press: *ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે*
*************************************
*ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
*************************************
* રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી રાઘવજી પટેલ*
* ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે*
*************************************
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઇ શકે. એટલા માટે જ, હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે.
રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરુ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે વિશેષતઃ કહ્યું હતું કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૮.૫૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. ૧૬,૨૨૩ કરોડથી વધુના મૂલ્યના કુલ ૨૩.૪૭ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણશીઓનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૫૨ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૫૩ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૫૬૦ પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૦૬૫ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
*************************
નિતિન રથવી
[8/28, 12:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૮૯ ટકા વરસાદ વરસ્યો*
…………………………..
*રાજ્યના ૧૦૦ ડેમ હાઈએલર્ટ, ૨૮ ડેમ એલર્ટ અને ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર*
*રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૯ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.
– પ્રિન્સ ચાવલા
*****
[8/28, 12:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫*
****
*દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય રમતોમાં ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ*
****
*રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા ૮૧ દિવ્યાંગ ખેલાડીઓને રૂ.૮ કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યા*
*****
યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે, તેમનામાં રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં ખેલ મહાકુંભ, શક્તિદૂત, ઇન્સ્કૂલ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર તેમનો જુસ્સો વધારી રહી છે. છેલ્લા બે વર્ષમાં દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા ૮૧ પેરા ખેલાડીઓને કુલ રૂ.૮ કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યાં છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રમત – ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી આગળ વધારી રહ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોમેન્સ સેન્ટર મળી રહે અને રમત ગમત ક્ષેત્રે તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી આ વર્ષે બજેટમાં રૂ. ૩૩ કરોડના ખર્ચે પેરા હાઈ પરફોમેન્સ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓએ પેરા એશિયન ગેમ્સ-૨૦૨૩ અંતર્ગત ચેસ, એથ્લેટિક્સ, પેરા ટેબલ ટેનિસ, બેડમિન્ટન રમતમાં ૪ ગોલ્ડ અને ૬ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આ ઉપરાંત વર્ષ-૨૦૨૪માં ૨૨મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પેરા એથ્લેટિક્સ રમતમાં હાઈ જંપ, લોંગ જંપ, જેવલીન, ૧૦૦મી-૨૦૦મી-૪૦૦મી દૌડ, લોંગ જંપ, ડિસ્કસ સહિતની રમતમાં ૧૧ ગોલ્ડ, ૧૫ સિલ્વર, ૧૩ બોન્ઝ એમ કુલ -૩૮ મેડલ જીત્યા હતા.
વધુમાં ૨૩મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦મી ફ્લાય, ૫૦મી બેક, ૫૦મી ફ્રી, ૪*૧૦૦ મેડલી સ્વિમિંગ, સી.પી.એફ.એસ.આઈ નેશનલ સ્વિમિંગ ૫૦મી ફ્રી સ્વિમિંગ, ૧૦૦મી ફ્રી સ્પર્ધામાં ભાગ લઈને ૦૯ ગોલ્ડ, ૦૭ સિલ્વર અને ૦૫ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
આ ઉપરાંત પેરા ટેબલ ટેનિસ, યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૪માં સિંગલ ક્લાસ -૩-૪-૫-૬-૭-૮, ડબલ એમ.એસ ૧૪, ડબલ એક્સ ડબલ્યુ-૭, ડબલ ડબ્લ્યુ એસ-૧૪, ડબલ ડબ્લ્યુ ડબ્લ્યુ ૧૦, ડબલ એમ ડબ્લ્યુ-૮માં ભાગ લઈને પેરા ખેલાડીઓએ ૧૨ ગોલ્ડ, ૦૯ સિલ્વર અને ૨૧ બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
દિવ્યાંગ ખેલાડીઓએ ૨૧માં સિનિયર અને ૧૬માં જૂનિયર નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૪માં પાવર લિફ્ટિંગ ૪૧ કિ.લો, ૪૫-૪૯-૫૪-૬૫-૭૨-૭૩-૮૬-૮૮ કિ.લો કેટેગરીમાં ૦૫ ગોલ્ડ, ૦૭ સિલ્વર અને ૦૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. પાંચમાં બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૩ અને છટ્ઠા પેરાબેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૪માં મિક્સ્ડ ડબલ એસ.એચ-૬, મિક્સ્ડ ડબલ એસ.એચ એસ.એલ -૩, એસ.યુ-૫ રમતમાં ૧ સિલ્વર અને ૦૪ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
દિવ્યાંગ ખેલાડીઓએ આઠમાં બોચ્ચિયા નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૩-૨૪માં બોચ્ચિયા રમતમાં બીસી-૧ શ્રેણીમાં ૦૧ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એ.આઈ.સી.એફ.બી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપ ૨૦૨૨ અને ૨૦૨૩ ચેસની રમતમાં ૨ ગોલ્ડ તેમજ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૪માં ૧૦ મી. એરરાઈફલ ડીફ સ્પર્ધામાં ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ તેમજ ૨૨માં કે.એસ.એસ શૂટિંગ ચેમ્પિયનશીપ -૨૦૨૩ અને ૨૦૨૪માં ૦૨ સિલ્વર મેડલ તેમજ પેરા કેનોઈંગ રમતમાં ૨ સિલ્વર મેડલ હાંસલ કરીને કુલ ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં પેરા ખેલાડીઓ તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને સમર્પણથી રાજ્યનું ગૌરવ વધારતા આવ્યા છે. તેમની આ સિદ્ધિઓ આજના યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થશે. ખેલાડીઓનો રમત ગમત ક્ષેત્રે વધુ વિકાસ અને તેમના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
– પ્રિન્સ ચાવલા
*****
[8/28, 12:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *28-08-25* | *Time* *12:30* *PM*
*LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન લોન્ચ કાર્યક્રમ. #VGRC2025 #VibrantGujarat*
*LIVE: CM launches Vibrant Gujarat Regional Conference at Ahmedabad #VGRC2025 #VibrantGujarat*
*YouTube :-* https://www.youtube.com/watch?v=X8zXSTloYzk
*YouTube :-* https://www.youtube.com/watch?v=bqTLwI4uCDU
*FB :-* https://www.facebook.com/share/v/14JC1Py2hev/
*FB :-* https://www.facebook.com/share/v/1B3gxJr1yE/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1960958232962458079
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1960958233767764143
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/28, 3:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *28-08-25* | *Time* *03:00* *PM*
*LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ફિલ્મફેર એવોર્ડ્સ 2025 અંગે MoU હસ્તાક્ષર સમારોહ.*
*LIVE: MoU signing ceremony for Filmfare Awards 2025 in the august presence of CM*
*YouTube :-* https://www.youtube.com/watch?v=ap4oRLbIA5k
*YouTube :-* https://www.youtube.com/watch?v=nVxTgNDzFQ0
*FB :-* https://www.facebook.com/share/v/1CYBS3JJRg/
*FB :-* https://www.facebook.com/share/v/1B2MoQBiKS/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1961002650360832237
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1961002652839673987
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/28, 4:47 PM] Dilip Gajjar.Mahiti.Press: વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે ગુજરાતની વધુ એક નવતર પહેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું
::ઉદ્યોગ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ::
———–
રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક – આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બનશે
———
રિજિયોનલ કોન્ફરન્સની બધી જ અપડેટ માટે વન સ્ટોપ સોલ્યુશન
કોન્ફરન્સના લોગો – વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ થયા
———-
ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ઊભી થયેલી આગવી ઈમેજ “વોકલ ફોર લોકલ”થી વધુ ઉજાગર કરવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરિણામકારી બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
———–
આગામી ૯ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાશે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ
——–
સૌરાષ્ટ્ર – મધ્ય ગુજરાત – દક્ષિણ ગુજરાત ઝોનમાં પણ રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતની આ ઈમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે.
મુખ્યમંત્રીશ્રી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કોન્ફરન્સના લોગો, વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા રાજ્ય મંત્રી શ્રી ભીખૂ સિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.
રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી ૯, ૧૦ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતા પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં હવે ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે, આપણે એવું રાષ્ટ્ર-રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રીસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. સ્વદેશી અને આત્માનિર્ભરતાને પ્રમોટ કરવા વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોલ કોન્ફરન્સ આ મંત્રને સાકાર કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં જે ઉદ્યોગ આવે તે જે જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની વિશેષતાઓ છે ત્યાં સ્થપાય તે માટેના પ્રયાસોમાં આ રિજિયોનલ કોન્ફરન્સ પરિણામદાયી બનશે.
એટલું જ નહીં, ક્વોલીટી પ્રોડક્ટથી તે જિલ્લાની બ્રાન્ડ ઈમેજ ઊભી થશે અને વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચતા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો ધ્યેય પાર પડશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ સમિટથી વડાપ્રધાનશ્રીએ રાજ્યના ઉદ્યોગો અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી જે નેમ રાખી હતી તે આ સમિટની ઉત્તરોત્તર સફળતાથી પાર પડી છે અને ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હબ બન્યું છે. મોટા ઉદ્યોગો આવવાથી તેને અનુરૂપ નાના ઉદ્યોગો અને એમ.એસ.એમ.ઈ. વિક્સ્યા છે અને એમ.એસ.એમ.ઈ. તો રાજ્યના ઔદ્યોગિક વિકાસનું બેક બોન બન્યું છે.
વાયબ્રન્ટ સમિટને પગલે જે ઉદ્યોગો અને રોકાણો ગુજરાતમાં આવે તેને જમીન મેળવવાથી લઈને ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન અને વ્યવસ્થાઓ પણ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસથી રાજ્ય સરકારે સરળ બનાવી છે. અનેક રિફોર્મ્સ અને ૨૦થી વધુ પોલિસિઝ દ્વારા ગુજરાત પોલિસી ડ્રિવન અને પ્રો-એક્ટિવ ગવર્નન્સ સ્ટેટ બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની આ નવતર પહેલ રાજ્યના ઉદ્યોગોને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ તથા લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરાવવામાં માટેનું મહત્વનું પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટમાં ૪૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું અને ૨૬૦૦થી વધારે એમોયુ થયા હતા. આ સફળ આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા અને તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. એ સમયે રાજ્યનું ઉત્પાદન ૧,૪૨,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને ૨૨ લાખ કરોડથી પણ વધુનું થયું છે. વર્ષ ૨૦૦૩ની સરખામણીએ માથાદીઠ આવક ૧૮,૩૯૨ રૂપિયાથી વધીને ૨,૭૩,૦૦૦ રૂપિયા થઈ છે. ઉત્પાદન ૪૪ હજાર કરોડ રૂપિયા હતું, તે ૬.૩૦ લાખ કરોડથી વધુ એટલે કે ૧૫ ગણું વધ્યું છે. એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ આઉટપુટ પણ ૧,૪૮,૦૦૦ કરોડથી વધીને ૨૧ લાખ ૫૦ હજાર કરોડથી વધુનું થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ગુજરાત રાજ્યમાં નાના ઉદ્યોગકારોની સંખ્યામાં પણ ઉતરોત્તર વધારો થયો છે. વર્ષ ૨૦૦૩માં નાના ઉદ્યોગકારોની સંખ્યા માત્ર દોઢ લાખ હતી, જે આજે વધીને ૨૧ લાખથી પણ વધારે છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૩થી લઈને ૨૦૨૫ સુધીમાં ૫.૫૦ લાખ કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં ૧૪૦થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો. ૯૮ હજારથી વધુ લોકોએ એમઓયુ કર્યા અને ૪૫ હજારથી વધુ લોકોએ ગુજરાતમાં મૂડી રોકાણ કરવાનું નક્કી કર્યું. આ સાથે ૮૧ લાખ રોજગારીનું સર્જન થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં થઈ, જેના કારણે ગુજરાતનો વિકાસ દિન પ્રતિદિન આગળ વધી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મમતા વર્માએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વભૂમિકા આપી હતી.
ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે વિકાસની ગતિને વેગ આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને દરેક પ્રદેશની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરવાનો છે.
આ સંમેલનો રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા (૯-૧૦ ઓક્ટોબર ૨૦૨૫), કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ (૮-૯ જાન્યુઆરી ૨૦૨૬), દક્ષિણ ગુજરાત માટે સુરત (૯-૧૦ એપ્રિલ ૨૦૨૬) અને મધ્ય ગુજરાત માટે વડોદરા (૧૦-૧૧ જૂન ૨૦૨૬) નો સમાવેશ થાય છે.
શ્રી સ્વરૂપે વધુમાં ઉમેર્યું કે આ સંમેલનો દ્વારા લોકો, ઉદ્યોગસાહસિકો, યુવાનો અને સ્થાનિક નેતૃત્વને એક મંચ પર લાવીને તેમની આકાંક્ષાઓને શાસનની નીતિઓ સાથે જોડવાનો પ્રયાસ થશે. ઉપરાંત, પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત મૂલ્યવર્ધિત પાક ઉત્પાદન અને ગ્રીન એનર્જી જેવા ઉભરતાં ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ, ખાણ વિભાગના કમિશનર શ્રી ધવલ પટેલ, જીઆઈડીસીના એમ.ડી. શ્રીમતી પ્રવીણા ડી.કે., ઈન્ડેક્ષ બીના જોઈન્ટ એમ.ડી. શ્રી કેયુર સંપત સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
————
[8/28, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1GdloJYCUupEjmvi2GCmlR2Z0P5TJf7Ls
[8/28, 4:58 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
ગુજરાત રાજ્ય માહિતી આયોગ
********
*દિલ્હીમાં યોજાયેલી NFICI AGM માં ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલીકરણ માટે અપનાવાયેલ ‘શ્રેષ્ઠ પ્રથાઓ’નું શાનદાર પ્રસ્તુતિકરણ (Presentation)*
******
ભારતની નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશન્સ (NFICI)ની ૧૫મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કેન્દ્રીય માહિતી આયોગના નેજા હેઠળ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ CIC ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.
સભાનું ઉદઘાટન ડૉ. જીતેન્દ્રસિંહ, માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો), વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય; પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય; પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી; કર્મચારીઓ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય; પરમાણુ ઊર્જા વિભાગ અને અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું. આ બેઠકમાં દેશભરના મુખ્ય માહિતી કમિશનરો તથા માહિતી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આરટીઆઈ કાયદાના અમલીકરણને વધુ સુદ્રઢ બનાવવા, શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને નિરર્થક અરજીઓને ઘટાડવા માટે કાર્યક્ષમ નિવારણ પદ્ધતિ માટેના પગલાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
સ્વાગત ભાષણમાં શ્રી હીરાલાલ સામરિયા, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશન્સ ઓફ ઇન્ડિયા (NFICI) ના અધ્યક્ષ અને મુખ્ય માહિતી કમિશનર, કેન્દ્રીયમાહિતી આયોગે, શાસનમાં પારદર્શિતા અને જવાબદેહિતા સુનિશ્ચિત કરવામાં માહિતી આયોગોની વિકસતી ભૂમિકાને રેખાંકિત કરી.
આ અવસરે માનનીય મંત્રી શ્રી. જિતેન્દ્રસિંહ દ્વારા RTI જર્નલના પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું– જે દેશમાં આરટીઆઈ કાયદા સંબંધિત વિકાસ, પ્રવૃત્તિઓ અને ઐતિહાસિક ચુકાદાઓ પર આધારિત અદ્યતન પ્રકાશન છે. માન.મંત્રીશ્રીએ ગુજરાતના યોગદાનની નોંધ લેતા જણાવ્યુ કે, “અમે ગુજરાત રાજ્ય માહિતી આયોગ માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે નવા RTI જર્નલમાં ગુજરાત માહિતી આયોગના ૧૦ મહત્વપૂર્ણ ચુકાદાઓ સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માન્ય ૪ મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.”
ડૉ. જીતેન્દ્ર સિંહે, માન.મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં સરકારે પારદર્શિતા, કાર્યક્ષમતા અને નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી. તેમણે COVID-19 લોકડાઉન દરમિયાન પણ ઓનલાઈન સુનાવણીઓ દ્વારા લગભગ ૧૦૦% આરટીઆઈ કેસોના નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય માહિતી આયોગોના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમજ તેમણે “મૅક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટ”ના પ્રધાનમંત્રીના સુત્ર પરથી પ્રેરિત સુધારાઓ જેવી કે જૂના નિયમોની નાબૂદી અને નાગરિક સેવાઓના સરળીકરણ પર વિશેષ પ્રકાશ પાડયો.
કાર્યક્રમના મંચ પર શ્રી હીરાલાલ સામરિયા, મુખ્ય માહિતી કમિશ્નર, કેન્દ્રીય માહિતી આયોગ તથા ડૉ. સુભાષ સોની, મુખ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. સુભાષ સોની, મુખ્ય માહિતી કમિશનર ગુજરાત રાજ્ય માહિતી આયોગ, દ્વારા “શ્રેષ્ઠ પ્રથાઓ” વિષય પર શાનદાર Presentation કરવામાં આવ્યુ; જેમાં આરટીઆઈ અરજીઓ અને અપીલોના ઝડપી અને કાર્યક્ષમ નિવારણ માટે ગુજરાત માહિતી આયોગે અપનાવેલા નવીન ઉપાયો અને સિસ્ટેમેટિક સુધારણાઓ રજૂ કર્યા.
આ Presentation ને સમગ્ર દેશમાંથી ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા ખુબજ બીરદાવવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલા RTI પોકેટ બુકલેટ્સ તથા ઓડિયો પૉડકાસ્ટ્સને પણ દેશના તમામ આયોગો દ્વારા વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઈ.
ગુજરાત તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ માનનીય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની એ કર્યું, સાથે માનનીય રાજ્ય માહિતી કમિશનર – શ્રી સુબ્રમણિયમ અય્યર, શ્રી મનોજ પટેલ, શ્રી નીખિલ ભટ્ટ, શ્રી વિપુલ રાવલ, શ્રી ભરત ગણાત્રા તથા કાયદા અધિકારી સુશ્રી.જાગૃતિ પટેલ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમનું સમાપન ડૉ. સુભાષ સોની દ્વારા આપાયેલ આભારવિધિ સંબોધન સાથે થયું, જેમાં તેમણે દેશભરના પ્રતિનિધિઓ, મહાનુભાવો અને તમામ સ્ટેકહોલ્ડર્સનો આરટીઆઈ માળખાને મજબૂત બનાવવામાં કરેલા અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
શ્રી હીરાલાલ સામરિયા, મુખ્ય માહિતી કમિશ્નર, કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા સમગ્ર ભારતના મુખ્ય માહિતી કમિશનરો અને માહિતી કમિશનરોને એક જ મંચ પર લાવવાના થયેલા પ્રયત્નોની સૌએ વિશેષ પ્રશંસા કરી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય માહિતી આયોગે માહિતી અધિકાર અધિનિયમના અમલમાં પારદર્શિતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નાગરિક સશક્તિ કરણ અને ઉત્કૃષ્ટતાના ધોરણો સ્થાપિત કરવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો.
********
[8/28, 6:00 PM] +91 99784 01911: *અખબારી યાદી*
——–
UIDAIએ દેશભરની શાળાઓને 5થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે સમયસર આધાર મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) સુનિશ્ચિત કરવા હાકલ કરી
———–
UIDAIના CEOએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને શાળાઓમાં કેમ્પનું આયોજન કરીને બાકી MBU પૂર્ણ કરવા વિનંતી કરી
——–
UIDAI અને શિક્ષણ મંત્રાલયે યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) પ્લેટફોર્મ પર લગભગ 17 કરોડ બાળકો માટે આધારમાં બાકી MBU સુવિધા આપવા માટે હાથ મિલાવ્યા
———-
ભારતના યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI) એ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન પર આધાર સંબંધિત શાળાના બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)ની સ્થિતિ ઉપલબ્ધ કરાવવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે હાથ મિલાવ્યા છે – જે એક એવું પગલું જે કરોડો વિદ્યાર્થીઓને આધારમાં MBU ઉપલબ્ધ કરાવશે.
પાંચ વર્ષની વયના બાળકો અને પંદર વર્ષની વયના બાળકો માટે આધારમાં MBU સમયસર પૂર્ણ કરવું ફરજિયાત આવશ્યકતા છે. આધારમાં બાળકોના બાયોમેટ્રિક ડેટાની ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે. લગભગ 17 કરોડ આધાર નંબર છે જેમાં ફરજિયાત બાયોમેટ્રિક્સ અપડેટ બાકી છે.
બાળક માટે આધારમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરવું આવશ્યક છે, નહીં તો તેમને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે, NEET, JEE, CUET જેવી સ્પર્ધાત્મક અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં નોંધણી માટે પ્રમાણીકરણ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ અને વાલીઓ છેલ્લી ઘડીએ આધાર અપડેટ કરવાની ઉતાવળમાં હોય છે, જે ચિંતામાં વધારો કરે છે. સમયસર બાયોમેટ્રિક્સ અપડેટ કરીને આ સમસ્યા ટાળી શકાય છે.
UIDAIના CEO શ્રી ભુવનેશ કુમારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મુખ્ય સચિવોને પત્ર લખીને આ પહેલ વિશે માહિતગાર કર્યા છે અને તેમને લક્ષિત MBU કેમ્પનું આયોજન કરવામાં સહયોગ કરવા વિનંતી કરી છે.
UIDAIના CEOએ તેમના પત્રમાં લખ્યું છે કે, “એવું વિચારવામાં આવ્યું હતું કે શાળાઓ દ્વારા શિબિર યોજવાથી બાકી રહેલા MBU પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. મુખ્ય પ્રશ્ન એ હતો કે શાળાઓને કેવી રીતે ખબર પડશે કે કયા વિદ્યાર્થીઓએ બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી. UIDAI અને ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની ટેકનિકલ ટીમોએ UDISE+ એપ્લિકેશન દ્વારા ઉકેલને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે સાથે મળીને કામ કર્યું છે. હવે બધી શાળાઓ બાકી રહેલા MBU વિશે માહિતી મેળવી શકશે”.
UDISE+ વિશે
યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ એક શૈક્ષણિક વ્યવસ્થાપન માહિતી પ્રણાલી છે અને તે શાળા શિક્ષણ સંબંધિત વિવિધ આંકડા એકત્રિત કરે છે.
UIDAI અને શાળા શિક્ષણ વિભાગની આ સંયુક્ત પહેલ બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
————
[8/28, 6:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU થયા*
————–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
————–
*ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* ફિલ્મફેર એવોર્ડમાં રાજ્ય સરકારનો સહયોગ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને સુસંગત છે
* ગુજરાતમાં ફિલ્મ મેકિંગના કારણે સ્વદેશી અને આત્મનિર્ભરતાને વેગ મળશે
————
70મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા.
આ એમ.ઓ.યુ. પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર શ્રી પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના શ્રી રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-2025નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મ ફેર ટ્રોફી-બ્લેક લેડીનું અનાવરણ કર્યું હતું.
ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે, તે સંદર્ભમાં આ MOU સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી ભીખૂ સિંહ પરમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર શ્રી પ્રભવ જોશી, તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વીનિત જૈન, ટાઇમ્સ ગ્રુપના ડાયરેક્ટર શ્રી રોહિત ગોપાકુમાર, લોકપ્રિય હિંદી ફિલ્મ મેકર શ્રી કરણ જોહર તથા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિને નવી દિશા આપી છે અને સર્વાંગી વિકાસને પગલે ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતાને ફિલ્મ મેકિંગ ઉદ્યોગ ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપી શકે તેમ છે. ભારતીય ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સનું ગુજરાતમાં આયોજન થવાથી લોકલ ઈકોનોમીને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ શકશે. એટલુ જ નહિ, સ્થાનિક ઉત્પાદનો ના ખરીદ-વેચાણથી વોકલ ફોર લોકલ દ્વારા સ્વદેશી અપનાવવાનું વડાપ્રધાનશ્રીનું આહવાન પણ પરિપૂર્ણ થશે.
વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મિંગ ઈન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે તેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ એમ.ઓ.યુ. મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાત કોન્સર્ટ ઈકોનોમીનું પણ એક મોટું સેન્ટર બની રહ્યું છે. એક લાખની બેઠક ક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે જ દર્શાવે છે કે અમદાવાદ મોટા કોન્સર્ટનું આયોજન કરવા માટે કેપેબલ છે.
આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનશે. કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને સોમનાથ તથા દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બિચ જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળોને ફિલ્મફેર એવોર્ડ્સ હાઇલાઇટ કરશે.
ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓનો વિકાસ કરવામાં રોકાણ કરશે.
આ વિકાસકાર્યો માત્ર એવોર્ડ સેરેમની માટે જ નહિ, પરંતુ ગુજરાતના પ્રવાસન માળખામાં વૃદ્ધિ કરવામાં પણ ફાયદાકારક બનશે અને લાંબા ગાળે ગુજરાતને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે.
આ પ્રસંગે ટાઇમ્સ ગ્રૂપના એમડી શ્રી વિનીત જૈને કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં બીજીવાર ફિલ્મ ફેર એવોર્ડ-૨૦૨૫નું સફળ આયોજન થવા જઈ રહ્યું છે. આ બદલ તેમણે ટાઈમ્સ ગ્રુપ વતી ગુજરાતનાં વિકાસલક્ષી વિઝન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાતનાં નાગરિકોનો આભાર માન્યો હતો. ૭૦ વર્ષથી ભારતીય સિનેમાના બેસ્ટ ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સંસ્કૃતિ અને મનોરંજનના સમન્વયના પરિણામે ફિલ્મ તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે.
ગુજરાત પ્રવાસન નિગમના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ જગતનો પ્રસિદ્ધ ફિલ્મફેર એવોર્ડ- ૨૦૨૫ ગુજરાતમાં બીજી વાર યોજાવા જઈ રહ્યો છે તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે. ગુજરાતે અગાઉ આઈસીસી વર્લ્ડ કપ, ફિલ્મ ફેર એવોર્ડ અને કોલ્ડ પ્લે કોન્સર્ટ જેવી મોટી ઇવેન્ટની યજમાની પણ કરી છે. ગુજરાત સરકારે ફિલ્મ સહિત ઉદ્યોગોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ, ટેક્સમાં રાહત સહિત અનેક પ્રોત્સાહનો આપ્યા છે. આ ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૫ માટેના એમઓયુ ગુજરાતમાં ફિલ્મ ક્ષેત્રે નવા માઈલસ્ટોન સાબિત કરશે તેમ, જણાવી ફિલ્મ ફેર એવોર્ડ માટે ગુજરાતની પસંદગી કરવા બદલ રાજ્ય સરકાર વતી તેમણે આભાર માન્યો હતો.
વર્લ્ડ વાઈડ મીડિયાના CEO શ્રી રોહિત ગોપાકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતે ચાર તત્વોની ઓળખ બનાવી છે. જેમાં પ્રાચીન એટલે કે હડપ્પાની શોધ સાથે સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત, આધ્યાત્મિક જેમાં દ્વારકા અને પાલીતાણા, કલાત્મકમાં કચ્છ અને ડાંગનું ભરતકામ-કલા કારીગીરી અને ચોથું આધુનિક છે, જે શ્વેત ક્રાંતિ જેવી કે અમૂલ, વાઇબ્રન્ટ ગુજરાત કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ ઉપરાંત ગુજરાતની ઓળખસમું પાંચમું તત્વ મનોરંજન છે. ગુજરાત સરકારે જે ફિલ્મ નીતિ ઘડી છે, તે રાજ્ય માટે ખૂબ જ મહત્વની છે. રાજ્યમાં બીજીવાર ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૫ના આયોજન થકી ગુજરાતના વિઝનને વધુ મજબૂત કરવાની અમને તક મળી છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રી કરણ જોહરે કહ્યું હતું કે, જ્યારે આપણી ફિલ્મો નોમિનેટ થાય છે અને જીતીએ છીએ, ત્યારે તે આપણાં સૌ માટે એક ઐતિહાસિક પળ હોય છે. આમ, ફિલ્મ ફેર એવોર્ડ્સ આપણા બધા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ગત વર્ષે મને ગુજરાતમાં ૬૯માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે માટે અને આ વર્ષે ફરીથી ૭૦માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું.
અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, ‘લેન્ડ ઓફ કલ્ચર’ તરીકે ઓળખાતા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં મારા મિત્રો હોવાને પરિણામે મને આ રાજય પ્રત્યે વિશેષ લાગણી છે. મારી કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ પણ મને ગુજરાતની ધરતી ઉપર ગત વર્ષે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મળ્યો હતો અને આગામી વર્ષે પણ ગુજરાત ફિલ્મ ફેર એવોર્ડનું યજમાન બન્યું છે, તે મારા માટે ગૌરવ સમાન છે.
પ્રવાસન નિગમના MD શ્રી પ્રભવ જોષીએ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મિડિયા પ્રા. લીમીટેડ વચ્ચે થયેલા આ MOU અવસરે ફિલ્મ નિર્માણ અને ફિલ્મ અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા નિર્માતાઓ, કલાકારો, કસબીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
———–
[8/28, 6:19 PM] Dilip Gajjar.Mahiti.Press: 28-08-2025 MOU BETWEEN TIMES OF INDIA(FILMFARE) AND GOVT. OF GUJARAT- HON. CM PHOTO
https://photos.app.goo.gl/ZhKT2BFZekHfdbXu7
[8/28, 6:27 PM] +91 99784 01911: *ગાંધીનગર ખાતે તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ‘આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન સંદર્ભે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો*
****************
*રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ‘આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન ચાલશે*
*આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન*
****************
• *આદિજાતિ વિસ્તારોનો વિકાસ અને નાગરીકોને રોજગારી આપવાના હેતુસર જિલ્લાથી લઈને પંચાયત કક્ષા સુધીના કુલ ૨૦ લાખ યુવાનોને તૈયાર કરાશે*
• *આ કર્મયોગીઓ આરોગ્ય, શિક્ષણ, રોડ, અને વીજળી જેવા મૂળભૂત જરૂરીયાતોને પૂર્ણ કરવાની કામગીરીમાં મદદ કરશે*
• *ગુજરાતમાં ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચલાવાશે*
****************
સેવા, સમર્પણ અને સુશાસનની ભાવના સાથે આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય અને છેવાડાના નાગરીકો સુધી યોજનાકીય લાભ પહોંચાડવાના આશય સાથે રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આદિ કર્મયોગી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સંદર્ભે આદિજાતિ નિયામક શ્રી આશિષકુમારની અધ્યક્ષતામાં તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ગાંધીનગર ખાતે કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય, ગુજરાત સરકારના આદિજાતિ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ માટે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ વિકાસ કાર્યોનો આદિવાસી વિસ્તારના લાભાર્થીને લાભ મળે તે હેતુથી જિલ્લા કક્ષાએ એક એક આદિ કર્મયોગીને તાલીમ અપાશે. જેમાં તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓને પણ આદિ કર્મયોગીની તાલીમ અપાશે. આ મુજબ જ પંચાયત કક્ષા સુધી કુલ ૨૦ લાખ યુવાનોને તૈયાર કરાશે. આ તાલીમ થકી આદિવાસી વિસ્તારોનો વિકાસ તેમજ નાગરીકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.
આ અભિયાનનો હેતુ ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. જેમાં એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરાશે. આ મિશન બહુ વિભાગીય સંકલનને પ્રેરિત કરે છે, સહભાગી શાસનને વધુ ગાઢ બનાવે છે અને નીચેથી ઉપર નાગરીકો દ્વારા સંચાલિત શાસન પ્રણાલી દ્વારા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃ નિર્માણ કરે છે.
ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસવાટ કરતા ૧૦.૫ કરોડથી વધુ આદિવાસી નાગરિકોનો આ અભિયાનમાં સમાવેશ થાય છે. તેઓ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં રહે છે. દાયકાઓથી થતા નાણાકીય ખર્ચ અને બહુ વિવિધ યોજનાઓના અમલીકરણ છતાં આદિવાસી સમુદાયનું આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા, પાણીની ઉપલબ્ધતા, શાસન વ્યવસ્થામાં પહોંચમાં પ્રણાલીગત અંતર યથાવત છે. આ કાયમી પડકારોનો સામનો કરવા અને વડાપ્રધાનશ્રીના છેલ્લા માઈલ સુધીના શાસન અને લોક કેન્દ્રિત વિકાસના વિઝનને પૂર્ણ કરવા માટે આદિવાસી વિભાગ દ્વારા આદી કર્મયોગી અભિયાન શરૂ કરાયું છે. જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.
આ કર્મયોગીઓ આરોગ્ય, શિક્ષણ, રોડ, અને વીજળી જેવા મૂળભૂત જરૂરીયાતો પૂર્ણ કરવાની કામગીરીમાં મદદ કરશે. આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી વિસ્તારોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે. આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) ના વ્યાપક માળખા સાથે જોડાયેલું છે.
આ અભિયાનમાં આદિવાસી નાગરિકોને વિકાસના સક્રિય સહ-નિર્માતાઓમાં રૂપાંતરિત કરવાના છે. આ અભિયાન આદિવાસીઓની આકાંક્ષાઓની મૂળભૂત પ્રણાલીઓ અને લોક કેન્દ્રિત શાસન વ્યવસ્થાઓને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરાશે.
આ વર્કશોપના સમાપન પ્રસંગે નિયામકશ્રીએ આદિ કર્મયોગી અભિયાન વિશે ઉંડાણમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના સંયુક્ત સચિવ, કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરી તથા આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગના ૭૦ થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઋચા રાવલ
****************************
(ગાંધીનગર જિલ્લાના માહિતી ખાતાના સમાચારો)
તા.૨૭-૮-૨૦૨૫ બુધવાર ગણેશ ચતુર્થીના શુભ દિને સવારે ૧૧-૩૦ ગણેશ પૂજન-સ્થાપન દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી-બીજુ વર્ષનો પ્રારંભ વિશ્વમાં સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન નિમિત્તે જાયન્ટ્સ મેડિકલ સેન્ટર સ્ટાફ-શુભમ મેડિકલ સ્ટાફ-ગાયત્રી પરિવાર નારણપુરા- ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ-એમ્બ્યુલન્સ સ્ટાફ-લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,કિરણ પાર્ક સામે,નવાવાડજ,અમદાવાદ ખાતે સૌ સહયોગીની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યો,જેમાં સૌ ભાવિકભક્તો તથા હોસ્પીટલ સારવાર દરમ્યાન આવતા દર્દીઓ અને સગા-સબંધીઓએ-દર્શન-પૂજન-પ્રાર્થના-આરતીમાં પધારી ઉત્સવમાં શ્રધ્ધાપૂર્વક ભાગ લઈ ભાવવિભોર થઈ તથા વ્યસન મુક્તિ પ્રદર્શન નીહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.તથા સૌએ આ ઉત્સવ તા.૨૭-૮-૨૫ સવારે ૧૧-૩૦ ગણેશ સ્થાપનની શરૂઆત ત્યારબાદ બીજા દિવસથી નિત્ય સવારે ૯-૩૦ અને સાંજે ૭-૩૦ ભજન-આરતી-પૂજા-પ્રસાદ થશે જે તા૩૧-૮-૨૦૨૫ સાંજ સુધી ચાલશે.સંપર્ક: પંકજ જોષી મો.નં.૯૪૨૬૩૬૦૩૪૬ 🌹🙏
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા અમારા whatsapp નંબર 6353019026 પર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડીયો સમાચાર અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
