27 ઓગસ્ટ.2025 “ગણેશ ચતુર્થી”ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો.(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.(ગણેશ ચતુર્થી નિમિત્તે 60 થી વધારે સાહિત્ય સર્જકોની રચનાની કલાત્મક ઈ બુક ખાસ જુવો)

 

27 NG pdf-4_page-0001 (2)

 

ગણેશ ચતુર્થી નિમિત્તે 60 થી વધારે સાહિત્ય સર્જકોની રચનાઓ ની ઈ બુક 2025

https://drive.google.com/drive/u/1/folders/1FZm98oCRDKoFyS0xuO4HvQpe-Ne892ef

*****************************

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/26, 10:46 AM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
તા.26 ઓગસ્ટ 2025

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનથી આપી આત્મીય વિદાય
———
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન, ગાંધીનગરથી આત્મીય વિદાય આપી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રવાસ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા પ્રદાન કરનાર સાબિત થશે. તેમની લોક કલ્યાણકારી દ્રષ્ટિ, સેવા ભાવના અને મજબૂત સંકલ્પશક્તિ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે.
———
[8/26, 11:52 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *26-08-25* | *Time* *11:00* *AM*

*LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના ગ્લોબલ બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલને ફ્લેગ-ઑફ તથા TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઈબ્રીડ બેટરી ઈલેક્ટ્રોડ્સના ઉત્પાદનનો શુભારંભ કાર્યક્રમ. #PMinGujarat*

*LIVE: Hon’ble PM inaugurates green mobility & green energy projects at Hansalpur in Ahmedabad district #PMinGujarat*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=XCbPPaZyjY4

*YouTube  :-* https://www.youtube.com/watch?v=sgz-y9Qhoj8

*FB        :-* https://www.facebook.com/share/v/1DSUGqwyPf/

*FB        :-* https://www.facebook.com/share/v/1Lgo1MuS2D/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1960213182028685589

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1960213184624865702

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/26, 12:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *સચિવાલય- ગાંધીનગર ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલી “કુંજવાટિકા”નું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે લોકાર્પણ*
***********************************
*”કુંજવાટિકા”માં નાના ભુલકાઓને પ્રેમ, સંસ્કાર, વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર અપાશે: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*

*“આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપી શકશે”*
***********************************
સચિવાલય-ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓના બાળકોને સ્વસ્થ અને સલામત વાતાવરણ મળી રહે તે હેતુથી સચિવાલયના બ્લોક નં.૧૦ ના બીજા માળે “કુંજવાટિકા” શિશુ સંભાળ કેન્દ્રનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ “કુંજવાટિકા”નું રૂ. ૪૮ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, “કુંજવાટિકા”માં નાના ભુલકાઓને પ્રેમ, સંસ્કાર, વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપી શકશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરકારી કચેરી કે સંસ્થામાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. આ સંજોગોમાં નોકરી કરતી મહિલાઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય તે માટે તેમના કાર્યસ્થળે જ સરકાર દ્વારા શિશુ સંભાળ કેન્દ્રો ઉભા કરવા જરૂરી બન્યા છે. જેથી નોકરી કરતી મહિલાઓ સંપૂર્ણ નિશ્ચિત થઈને બાળકોને શિશુ સંભાળ કેન્દ્રોમાં મોકલી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા સચિવાલય સંકુલ અને અમદાવાદ ખાતે કુલ ચાર શિશુ સંભાળ કેન્દ્ર કાર્યરત છે. જેમાં બે નવા સચિવાલય, એક જુના સચિવાલય અને એક અમદાવાદ, બહુમાળી ભવન ખાતે શિશુ સંભાળ કેન્દ્ર ગ્રાન્ટ ઇન એઇડ ધોરણે કાર્યરત છે.

આ શિશુ સંભાળ કેન્દ્રોમાં ૧૦૨ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાં નોકરી કરતી મહિલાઓના ૬ વર્ષ સુધીના બાળકને પ્રવેશ આપવામાં આવે છે. આ બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સવારે દૂધ, બપોરે જમવાનું અને ત્યારબાદ નાસ્તો પણ આપવામાં આવે છે.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ સહિત સમાજ સુરક્ષા પ્રભાગના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
*****************************************
ઋચા રાવલ
[8/26, 1:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંત સરોવર બેરેજની*
*પ્રત્યક્ષ મુલાકાત કરી સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા*
…………………………
*મંત્રી શ્રી કુંવરજીએ સંબંધિત અધિકારીઓને*
*નીચાણવાસમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા સૂચના આપી હતી*
…………………………
ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજની આજે સવારે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી. મંત્રી શ્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦ થી ૩૦૦ મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે ધરોઇ બંધમાંથી તા.૨૩ ઓગસ્ટ-૨૦૨૫ થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ધરોઇ બંધના નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે. હાલમાં ધરોઇ બંધની જળસપાટી ૬૧૭.૨૨ ફૂટ છે તથા ૮૨ ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. ધરોઇ બંધમાં પાણીની આવક ૪૨,૬૮૧ ક્યુસેક અને જાવક ૩૮,૯૭૬ ક્યુસેક છે.

જનક દેસાઈ ………………….
[8/26, 3:09 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1VYPbPcSvpt6nT7Ecn_ruBBdxet_YNrl8?usp=drive_link
[8/26, 4:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવી, લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો*
———
*રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી*
———
_*-:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:-*_
* ભારત-જાપાનની મિત્રતા ‘મેઇડ ફોર ઇચ અધર’ છે
* ભારત પાસેની ડેમોક્રસી, ડેમોગ્રાફી અને સ્કિલ્ડ વર્કફોર્સનો લાભ કોઈ પણ રોકાણકાર દેશ માટે ‘વિન-વિન સિચ્યુએશન’ છે
* કેન્દ્ર સરકારે છેલ્લાં એક દસકામાં બનાવેલી નીતિઓ દેશના ઉદ્યોગોના વિકાસમાં ખૂબ કારગત નીવડી છે
* વિશ્વના 100થી વધુ દેશોમાં ઉપયોગમાં લેવાનારા ઈ-વ્હીકલ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ લખ્યું હશે, તે દરેક ભારતીય માટે ગૌરવની પળ
——–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ઉદ્યોગોને સામાજિક-આર્થિક વિકાસનું મોટું માધ્યમ માને છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
_*:: મુખ્યમંત્રીશ્રી ::*_
* માંડલ, હાંસલપુર, બેચરાજી વિસ્તારમાં ઑટોમોબાઇલ સેક્ટરની સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે.
* ગુજરાત અને જાપાનનો સંબંધ વિશ્વાસ, વ્યાપાર અને સંસ્કારનો છે.
———
*જાપાનના રાજદૂત શ્રી કેઇચી ઓનો તેમજ સુઝુકી મોટર કોર્પોરેશનના ડાયરેક્ટર-પ્રેસિડેન્ટ શ્રી ટી.સુઝુકીની વિશેષ ઉપસ્થિતિ*
———–
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ જિલ્લાના હાંસલપુર ખાતે મારુતિ-સુઝુકીના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનના શુભારંભ પ્રસંગે ભારત અને જાપાનની મિત્રતાને ‘મેઇડ ફોર ઈચ અધર’ ગણાવતાં કહ્યું કે હવેથી દુનિયાના એકસોથી વધુ દેશોમાં ફરતાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ લખ્યું હશે, તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપીને ‘સ્વદેશી’ની વ્યાખ્યા કરતાં કહ્યું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વધુ વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર થઈ હોય, તે આપણા માટે સ્વદેશી જ છે.

વડાપ્રધાનશ્રીએ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતાં અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદભવને રેખાંકિત કરતાં, બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ‘e VITARA’ને લીલી ઝંડી આપી હતી. TDSG લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના એંશી ટકા બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે તે સુનિશ્ચિત કરશે.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ગણેશ ઉત્સવના આ ઉલ્લાસમાં આજે ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના આપણા લક્ષ્યની દિશામાં આ એક મોટી છલાંગ છે. તેમણે ઉમેર્યું કે આજથી ભારતમાં બનેલાં ઈલેક્ટ્રિક વાહનોની 100 જેટલા દેશોમાં નિકાસ થશે અને આજથી શરૂ થતાં હાઇબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના ઉત્પાદનને પણ ભારત અને જાપાની મિત્રતાને નવો આયામ આપનારું બનશે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આજથી આશરે તેર વર્ષ પહેલાં ગુજરાતમાં સુઝુકીના હાંસલપુર પ્લાન્ટનો પાયો નંખાયો હતો, એ દૃષ્ટિએ મારુતિ-સુઝુકીના આ પ્લાન્ટની ઉંમરનું આ તેરમું વર્ષ છે, તે એક દૃષ્ટિએ ટીનએજનો પણ પ્રારંભ છે. આ ઉંમર પાંખો ફેલાવવાનો અને સપનાઓના ઊડાનની શરૂઆતનો કાલખંડ હોય છે. ત્યારે આગામી સમયમાં મારુતિનો આ પ્લાન્ટ નવા ઉમંગ અને ઉત્સાહથી પાંખો ફેલાવશે અને આગળ વધશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે 2012માં તેમના મુખ્યમંત્રીકાળમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે મારુતિ સુઝુકીને જમીન આપીને વિકાસના બીજ રોપ્યાં હતાં. આ વિઝન અને વિશ્વાસને મારુતિ-સુઝુકી કંપની આગળ ધપાવી રહી છે.

વડાપ્રધાનશ્રીએ ભારત-જાપાન મિત્રતામાં સુઝુકી કંપનીના સ્વ. ઓસામો સુઝુકીશાનના યોગદાનનું પણ સ્મરણ કરીને તેમના જ વિઝનનું આ પરિણામ છે તેમ જણાવ્યું હતું.

શ્રી મોદીએ ભારતીય નાગરિકોમાં પડેલી અપ્રતિમ શક્તિઓ અને આવડતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી-એમ બંને પ્રકારનો એડવાન્ટેજ છે. આ સ્કિલ વર્કફોર્સનો લાભ ભારતમાં ઉત્પાદન માટે આવનારી દરેક કંપનીને મળી રહ્યો છે. આ દૃષ્ટિએ અહીં રોકાણ-ઉત્પાદન માટે આવનારા દરેક પાર્ટનર-દેશ માટે ‘વિન-વિન સિચ્યુએશન’ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે મારુતિ-સુઝુકી ભારતમાં બનેલી ગાડીઓને જાપાન સહિત અન્ય દેશોમાં એક્સ્પોર્ટ કરે છે. તે જાપાન અને ભારતનો એકબીજા પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. મારુતિ-સુઝુકી આજે મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. આજથી ઈવી એક્સ્પોર્ટને પણ એ જ સ્તરે લઈ જવાનો પ્રારંભ થઈ રહ્યો છે.

આજે મારુતિ-સુઝુકી જેવી કંપનીઓ ભારતની મોટી કાર એક્સપોર્ટર છે. એટલું જ નહીં, આજથી દુનિયાના દેશોમાં ચાલતી મારુતિ-સુઝુકી કંપનીની ઈવીમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું હશે. તે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે કોઈ પણ ઈવીમાં તેની બેટરી અત્યંત મહત્ત્વની હોય છે. થોડાં વર્ષો પહેલાં ભારતમાં પણ બેટરીની આયાત કરવામાં આવતી હતી. પણ, ઈવી મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે ભારતમાં બેટરી બને તે અત્યંત જરૂરી હતી. એટલા માટે 2017માં જાપાનની તોશિબા, ડેન્ઝો અને સુઝુકી કંપનીઓ દ્વારા ગુજરાતમાં ટીડીએસજી બેટરી પ્લાન્ટનો પાયો નખાયો. જેમાં ત્રણ કંપનીઓ સાથે મળીને બેટરી બનાવે છે અને ઈલેક્ટ્રોડ પણ ભારતમાં જ બને છે તેથી ભારતની આત્મનિર્ભરતાને નવું બળ મળે છે.

વડાપ્રધાનશ્રીએ તેમની સિંગાપોરયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઈવીમાં બદલવાની વાત કરી હતી. મારુતિ-સુઝુકીએ આ પડકારને સ્વીકારીને માત્ર છ જ મહિનામાં હાઇબ્રિડ એમ્બ્યુલન્સનું વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કરી બતાવ્યું છે. આ એમ્બ્યુલન્સ પીએમ-ઈડ્રાઇવ સ્કીમમાં એકદમ ફિટ છે. આશરે 11 હજાર કરોડ રૂપિયાની આ યોજનામાં ઈ-એમ્બ્યુલન્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટી આપણું ભવિષ્ય છે. હાઈબ્રિડ ઈવીથી પ્રદૂષણ ઘટશે અને આવા પ્રયાસોથી જ ભારત ખૂબ ઝડપથી વિશ્વાસપ્રદ ડેસ્ટિનેશન બનશે. તેમણે ઉમેર્યું કે ભારતે છેલ્લા દસકામાં જે નીતિઓ બનાવી, તે દેશના ઉદ્યોગોના વિકાસમાં ખૂબ કારગત નીવડી રહી છે. વર્ષ-2014માં જ્યારે તેમને વડાપ્રધાન તરીકે દેશસેવાનો અવસર મળ્યો, ત્યારથી ‘મેક ઇન ઇન્ડિયા’નો કન્સેપ્ટ શરૂ કરી, લોકલ અને ગ્લોબલ ઉત્પાદકોને અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું. આ માટે તમામ ક્ષેત્રે અનુકૂળતો બનાવાઈ રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, લોજિસ્ટિક પાર્ક સહિત અનેક ક્ષેત્રે ઉત્પાદકોને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનો પણ લાભ અપાઈ રહ્યો છે. આ માટે અનેક રિફોર્મ્સ કરીને જૂની અડચણો દૂર કરવામાં આવી છે.

આ નીતિઓના લાભ વિશે જણાવતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સરકારની આ હકારાત્મક નીતિઓના કારણે ઈલેક્ટ્રોનિક્સનું પ્રોડક્શન આશરે 500 ટકા વધ્યું છે, જ્યારે મોબાઇલ ફોનનું ઉત્પાદન 2014ની સરખામણીએ 2700 ટકા સુધી વધ્યું છે. આ જ પ્રકારે, ડિફેન્સ પ્રોડક્શનમાં પણ 200 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે.

કેન્દ્ર સરકારની આવી જ નીતિઓ દરેક રાજ્યને મોટિવેટ કરે છે અને તંદુરસ્ત હરિફાઈ શરૂ થઈ છે. જેનો લાભ આખા દેશને મળી રહ્યો છે. તમામ રાજ્યોને પ્રો-એક્ટિવ, પ્રો-ડેવલપમેન્ટ પોલિસી, સિંગલ વિન્ડો ક્લિયરન્સ તથા કાયદાઓ અનુકૂળ બનાવવા સલાહ આપી હતી. આવી નીતિઓ હોય, તેવા રાજ્યો પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ વધે છે. આજે આખું વિશ્વ ભારત તરફ જુએ છે, ત્યારે દરેક રાજ્યએ રિફોર્મ, ગુડ ગવર્નન્સ, પ્રો-ડેવલપમેન્ટ માટે સ્પર્ધા કરી, વિકસિત ભારત @2047ના નિર્માણ માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું.

તેમણે કહ્યું કે અનેક રાજ્યોએ વિવિધ ક્ષેત્રોમાં ઉમદા પરફોર્મ કર્યું છે, પરંતુ તેનાથી વધારે સારો દેખાવ કરવાનો છે. આગામી સમયમાં ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી પર ફોકસને ધ્યાનમાં રાખીને ભારતે સેમિકંડક્ટર ક્ષેત્રમાં ટેક ઑફ કર્યુ છે. જેના પરિણામ સ્વરૂપ, દેશમાં છ સેમિકંડક્ટર પ્લાન્ટ દેશમાં તૈયાર થઈ રહ્યા છે. જેને આપણે વધારે આગળ ધપાવવાનું છે.

રેર અર્થ એલિમેન્ટ્સની જરૂરિયાત વિશે વાત કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આ ક્ષેત્રના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન પણ શરૂ કરાયું છે. જે અંતર્ગત, દેશમાં અલગ અલગ સ્થળોએ 1200 જેટલા શોધ અભિયાન ચલાવવામાં આવશે અને આવાં તત્ત્વોને શોધવામાં આવશે.

વડાપ્રધાનશ્રીએ તેમના આગામી જાપાન પ્રવાસ વિશે વાત કરતાં જણાવ્યું કે ભારત અને જાપાનની મિત્રતા માત્ર કૂટનીતિક નથી, પરંતુ સાંસ્કૃતિક છે અને બંને દેશો એકબીજાની પ્રગતિમાં પોતાની પ્રગતિ જોઈને અરસ-પરસ મદદરૂપ થાય છે. સુઝુકી સાથે શરૂ થયેલી આ મિત્રતા હવે બુલેટ ટ્રેન સુધી પહોંચી છે. ભારત-જાપાન ઔદ્યોગિક સંભાવનાઓને સાકાર કરવાની આ પહેલ ગુજરાતથી જ થઈ હતી. વીસ વર્ષ પહેલાંશરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમયથી જ જાપાન ગુજરાતનું મહત્ત્વનું ભાગીદાર છે. જે આ મિત્રતાનો પાયો મજબૂત હોવાનું દર્શાવે છે.

આગામી વર્ષોમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકતા, વડાપ્રધાનશ્રીએ આજના પ્રયાસો વિકસિત ભારત@2047નો પાયો મજબૂત બનાવવાની સાથે ભારત-જાપાનની મિત્રતા અતૂટ બનાવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

_*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*_

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્યોગોને માત્ર આર્થિક રોકાણ અને રોજગારીનું સાધન માનવાને બદલે સામાજિક-આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ માને છે.

હાંસલપુરમાં સુઝુકી મોટર્સ દ્વારા હાઈબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ મેન્યુફેક્ચરીંગ, તેમજ 100થી વધુ દેશોમાં બેટરી ઈલેક્ટ્રિક વ્હીકલ્સના એક્સપોર્ટની જાહેરાતને મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતની દિશામાં નક્કર કદમ ગણાવતા કહ્યું હતું કે, ગુજરાતની ધરતીએ હંમેશા વિકાસ અને પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. સુઝુકી મોટર્સનું આ કદમ ગુજરાતની ઇન્ડસ્ટ્રિયલ જર્નીમાં નવો સ્વર્ણિમ અધ્યાય જોડી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં તૈયાર થયેલા સાણંદ અને માંડલ-બેચરાજી જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન વિકસિત ભારતના વિઝનનું જીવંત ઉદાહરણ છે.

આ સમગ્ર વિસ્તારમાં ઑટોમોબાઇલ સેક્ટરની સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ ઓટોમોબાઈલ ક્લસ્ટર્સ ગુજરાતને વિશ્વનું ઑટોમોટિવ હબ બનાવવાની દિશામાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને જાપાનનો સંબંધ વિશ્વાસ, વ્યાપાર અને સંસ્કારનો છે. સુઝુકી, તોશિબા, ડેન્સો જેવી કંપનીઓએ રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે એ વિશ્વાસનું સૌથી મોટું ઉદાહરણ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જો સાચી નીતિઓ, સ્ટટે ઓફ ધ આર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તેમજ પ્રોએક્ટિવ ગવર્નન્સ સાથે ભળે તો એક રાજ્યને કેવી રીતે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીય હબ બનાવી શકાય તે વડાપ્રધાનશ્રીની વિઝનગરી લીડરશીપમાં ગુજરાતે સાબિત કર્યું છે.

વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાઈબ્રન્ટ સમિટ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સમિટ એક એવો મંચ છે જેણે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર પ્રસ્થાપિત કરી દીધું છે. આ સમિટે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્વેસ્ટમેન્ટ માટે નવા દ્વાર ખોલ્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આગામી વર્ષોમાં ગુજરાતનું ઑટોમોટિવ સેક્ટર સમગ્ર દુનિયાને નવી દિશા આપશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.

તેમના પ્રાસંગિક ઉદબોધનની ગુજરાતીમાં શરૂઆત કરીને જાપાનના રાજદૂત શ્રી કેઇચી ઓનોએ જણાવ્યું હતું કે જાપાન અને ભારતના ઔદ્યોગિક સંબંધો બંને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિના વાહક રહ્યા છે. આજે વડાપ્રધાનશ્રીના હસ્તે શુભારંભ બાદ ગુજરાતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં નિકાસ થશે એ બન્ને દેશો માટે આનંદ અને ગર્વની વાત છે. આજે શરૂ થઈ રહેલા બંને પ્રકલ્પો સસ્ટેનેબલ અને ક્લીન મોબિલિટી ક્ષેત્રે મહત્વના સાબિત થશે. જાપાનની ઘણી કંપનીઓ આજે ગુજરાત અને ભારતમાં સફળતાપૂર્વક તેમના ઉદ્યોગો ચલાવી રહી છે. આવનારા સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની જાપાન મુલાકાત બંને દેશો વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

સુઝુકી મોટર કોર્પોરેશનના રિપ્રેઝેન્ટેટિવ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ શ્રી ટી.સુઝુકીએ સ્વાગત પ્રવચન કરતા સૌને સુઝુકી પ્લાન્ટ ખાતે ઐતિહાસિક પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આવકાર્યા હતા.

સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી એચ. ટાકેઉચી, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના ચેરમેન શ્રી આર.સી.ભાર્ગવ, ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ શ્રી મયંકભાઇ નાયક અને શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ, સુઝુકીના અધિકારીઓ-કર્મચારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/26, 4:04 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1L8B8lqZc6oXgmVbxrSqrUbnsYHouQ05z
[8/26, 4:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના ખેડૂતો દ્વારા ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર*
****************************
*મગફળીનું સૌથી વધુ ૨૧.૮૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર; કપાસનું પણ ૨૦.૭૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર*
****************************
*મગફળીના વાવેતરમાં પ્રતિવર્ષ સતત વધારો; ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો*
****************************
• રાજ્યમાં ચાલુ સિઝનમાં તેલીબીયા પાકોનું કુલ ૩૦.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું

• ધાન્ય પાકોનું ૧૩.૫૭ લાખ હેક્ટર અને કઠોળ પાકોનું ૪.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર

• ઘાસચારાનું અત્યાર સુધીમાં ૮.૯૨ લાખ હેક્ટરથી વધુ અને શાકભાજીનું ૨.૪૯ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર
****************************
ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ નોંધાયો છે. જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં જ ૯૪ ટકા એટલે કે, ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ આવતા આ વર્ષે વિવિધ પાકોના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત છે, જેથી આગામી ૧૫ દિવસમાં રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર ૧૦૦ ટકાને પાર પહોંચવાની પૂર્ણ સંભાવના છે.

ખેતી નિયામકની કચેરીના અહેવાલ મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના સમયસર આગમનના પરિણામે ચાલુ વર્ષે ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. છેલ્લા ૩ વર્ષના વાવેતરની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૧ લાખ હેક્ટરથી વધુ એટલે કે, ૯૪ ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે.

મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મગફળી અને કપાસનું પુષ્કળ પ્રમણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે પણ મગફળી અને કપાસનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતના ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે ૨૧.૮૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી અને ત્યારબાદ ૨૦.૭૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિવર્ષ સતત વધી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું સરેરાસ ૧૭.૫૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ખેડૂતોએ ૧૯.૧૦ લાખ હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે પણ ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અત્યાર સુધીમાં જ મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ ૧૨૫ ટકા વાવેતર પૂર્ણ થયું છે, જે હજુ પણ વધવાની સંભાવનાઓ છે.

મગફળી સહિત રાજ્યમાં તેલીબીયા પાકનું ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ૨૭.૬૯ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેલીબીયા પાકોનું કુલ ૩૦.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ધાન્ય પાકોનું ૧૩.૫૭ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, કઠોળ પાકોનું ૪.૧૩ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં, ઘાસચારાનું ૮.૯૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અને શાકભાજીનું ૨.૪૯ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે મગફળી, તુવેર, સોયાબીન, ડાંગર, મઠ જેવાં પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની સરખામણીએ ૧૦૦ ટકાને પાર પહોંચ્યું છે. આ ઉપરાંત બાજરી, મકાઈ અને શાકભાજીનું વાવેતર ૯૦ ટકાને પાર પહોંચ્યું છે.
***********************
નિતિન રથવી
[8/26, 4:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ*
****
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવસભર વિદાય આપી*
****

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી.

વડાપ્રધાનશ્રીને એરપોર્ટ ખાતે વિદાય આપવા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, જીએડીનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા અને ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનશ્રીને ભાવસભર વિદાય આપી હતી.
****
[8/26, 4:17 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1LTdSKApxSSyGbidU4PWrfrPtX1ZcQt0S?usp=sharing
[8/26, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1960296512711496074?t=-3bu6E8oXC1i44Tx2TvTVA&s=19
[8/26, 6:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સર્પદંશ નિવારણ – વ્યવસ્થાપન વિષયક રાજ્યસ્તરીય એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું*
***********

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગતના સ્ટેટ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર–ગુજરાત (SHSRC-G) તથા સ્ટેટ એપીડેમિક સેલ દ્વારા “સર્પદંશ નિવારણ અને વ્યવસ્થાપન વિષયક રાજ્યસ્તરીય વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સર્પદંશના કારણે થતા મૃત્યુમાં ઘટાડો કરવા તેમજ આરોગ્ય અધિકારીઓમાં જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રસંગે ફાઉન્ડેશન ફૉર પિપલ સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર – ડૉ. ચંદ્રકાંત લાહરીયાએ જણાવ્યું હતું કે, સર્પદંશ ભારત માટે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ તેને અવગણાયેલી બિમારી તરીકે જાહેર કરી છે. ગુજરાતમાં ગ્રામ્ય તથા કૃષિ આધારિત વિસ્તારોમાં સર્પદંશની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૦૮ EMRI ખાતે આશરે ૫૫૦૦ થી ૭૦૦૦ જેટલા સર્પદંશ માટેના કોલ ડાંગ ,વલસાડ, તાપી અને નર્મદા જેવા ટ્રાઈબલ જિલ્લાઓમાંથી આવ્યા હતા.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્યકર્મીઓને WHO-ICMR પ્રોટોકોલ મુજબની સારવાર માટે, તાલીમ બાબતે તેમજ પ્રાથમિક સારવાર માટે “Carry No R.I.G.H.T.” સિદ્ધાંતના અમલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડૉ. એ. એમ. કાદરીની ઉપસ્થિતિમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં એન્ટી-સ્નેક વેનમ સીરમ (ASVS)ની ઉપલબ્ધતા, તેની યોગ્ય વહેંચણી અને સતત પુરવઠો વધારે સુદ્રઢ કરી શકાય તે અંગે આરોગ્ય અધિકારીઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સર્પદંશ અંગે જાગૃતિ વધારવા સહિતના મુદ્દાઓ પર આરોગ્યકર્મીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં શ્રી કાદરીએ જણાવ્યું કે,ચોમાસા દરમિયાન તથા બાંધકામોની જગ્યાએ સર્પદંશના કેસ વધારે જોવા મળે છે. રાજ્યની અમુક મેડિકલ કોલેજ ખાતે પણ ચોમાસા ઋતુમાં દૈનિક એકથી બે જેટલા સર્પદંશના કેસ સારવાર માટે આવતા હોય છે.

આ વર્કશોપમાં ડેપ્યુટી ડિરેક્ટર એપીડેમિક ડૉ. જયેશ કતીરા, સ્ટેટ એપીડેમિયોલોજીસ્ટ ડૉ. જયેશ સોલંકી સહિત જિલ્લા તથા મહાનગરપાલિકા આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ, મેડિકલ કોલેજોના ફેકલ્ટીશ્રી અને તબીબી અધિકારીશ્રીઓ સક્રિય ભાગ લીધો હતો.

– પ્રિન્સ ચાવલા
************
[8/26, 7:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને શુભકામનાઓ પાઠવતા મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.

વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, રાષ્ટ્ર અને રાજ્યની પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ બળ પ્રદાન કરશે એવી કામનાઓ મુખ્યમંત્રીશ્રીએ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.

તેમણે ઇકોફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરીને પર્યાવરણ જાળવણી સાથે શ્રીજીની આરાધના-ઉપાસના કરવાનો પણ સૌને અનુરોધ કર્યો છે.
——-
[8/26, 7:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ત્રણ લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કર્યા*

*પાણીના ઝડપી પ્રવાહમાં બોટ દ્વારા જવું મુશ્કેલ જણાતા વહીવટી તંત્ર દ્વારા એરલિફ્ટ કરાયા*

****

આજ રોજ ઘરોડા તા. ખેડા પાસે કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ૩ ઇસમો ધનજીભાઈ રામાભાઇ દેવીપૂજક ૫૫ (ધરોડા),મંગાભાઈ ખોડાભાઈ ઠાકોર ૫૦ (કોદરીયા) અને પૂરીબેન મંગાભાઈ ઠાકોર ૪૮ (કોદરીયા)
ફસાયેલ હોવાનાં સરપંચશ્રી દ્વારા જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

યાંત્રિક બોટ દ્વારા પાણીમાં ઝડપી પ્રવાહ માં 1.2 કિમી જવું મુશ્કેલ જણાતા એરલિફ્ટ કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું. જે બાદ આશરે ૬:૦૦ વાગે સાંજે એરફોર્સમાં હેલિકોપ્ટર દ્વારા તમામને એરલિફ્ટ કરી સુરક્ષિત અને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા.

જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ દ્વારા ઉત્તમ સંકલન સાધીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

*****************************

[8/25, 6:00 PM] Neha Talaviya.Mahiti: *‘આર્મી વુમન વેલફેર એસોસિયેશન’ વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
‌…….

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ખાતે આવેલ આર્મી રેસિડેન્સ સેક્ટર-૯, આર્મી કેમ્પ, ગાંધીનગરમાં ‘આર્મી વુમન વેલફેર એસોસિયેશન’ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમા ડો. નેહલ ગજેરા દ્વારા મહિલાઓની શારિરિક સમસ્યા જેવી કે મોનોપોઝ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર બાબતે રોગના કારણો વિષે સમજ આપી તેના સામે રક્ષમ મેળવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતોની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વધુમાં મહિલાઓને બંધારણ અનુલક્ષી શ્રી સુધિરભાઇ દેસાઈ દ્વારા રક્ષણ અને સલામતી માટે બનેલ કાયદા જેવા કે ઘરેલુ હિંસા અને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામની ની વિગતે સમજ આપવામાં આવી હતી.ઉપરાંચ અશ્વિન જાસકિયા દ્વાર મહિલા બાળની વિવિધ યોજનાની માહિતિ પણ આપવામાં આવી હતી.
‌….
*નેહા તલાવિયા*
[8/25, 7:17 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નંબર ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ : કંટ્રોલ રૂમ દ્વારા નાગરિકો માટે અન્ય નંબરો જાહેર કરાયા*
.‌‌…….
*જરુર જણાયે બદલાયેલા નંબરનો ઉપયોગ કરવા નાગરિકોને મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા અનુરોધ*
…….
હાલમાં ગાંધીનગર જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૫૬૭૨૦ ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ હોઈ આકસ્મિક સંજોગોમાં નગરજનોને કોઈ તકલીફ નો સામનો ન કરવો પડે તે માટે કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નં.૦૭૯-૨૩૨-૪૫૮૭૦, ૦૭૯-૨૩૨-૪૫૮૭૫, ૦૭૯-૨૩૨-૪૫૮૭૭ ચાલુ કરવામાં આવેલ છે.જેથી જરુર જણાય ઉપયુક્ત બદલાયેલા નંબરનો ઉપયોગ કરવા જાહેર જનતાને જણાવવા મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
…..
*નેહા તલાવિયા*
[8/26, 1:00 PM] Neha Talaviya.Mahiti: *સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંત સરોવર બેરેજની*
*પ્રત્યક્ષ મુલાકાત કરી સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા*
…………………………
*મંત્રી શ્રી કુંવરજીએ સંબંધિત અધિકારીઓને*
*નીચાણવાસમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા સૂચના આપી હતી*
…………………………
ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજની આજે સવારે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી. મંત્રી શ્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦ થી ૩૦૦ મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે ધરોઇ બંધમાંથી તા.૨૩ ઓગસ્ટ-૨૦૨૫ થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ધરોઇ બંધના નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે. હાલમાં ધરોઇ બંધની જળસપાટી ૬૧૭.૨૨ ફૂટ છે તથા ૮૨ ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. ધરોઇ બંધમાં પાણીની આવક ૪૨,૬૮૧ ક્યુસેક અને જાવક ૩૮,૯૭૬ ક્યુસેક છે.

જનક દેસાઈ ………………….
[8/26, 1:22 PM] Neha Talaviya.Mahiti: જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાંધીનગર ખાતે તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજગાર ભરતી મેળો યોજાશે
******************************

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૯/૦૮/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડી માર્ટ, સરગાસણ ક્રોસ રોડ, સરગાસણ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ડી માર્ટ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ૧૨ પાસ તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF559143967 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
………….
અશ્વિન ઘટાડ
[8/26, 4:56 PM] Neha Talaviya.Mahiti: *તા.૨૭ થી તા.૦૭ સપ્ટેમ્બર સુધી ચાલનાર ગણેશોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે તકેદારીના ભાગરૂપે કલેક્ટરશ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સજ્જ*
………..
*વહીવટી તંત્ર દ્વારા GMC વિસ્તારમાં સાત કુત્રિમ કુંડ, દહેગામમાં બે તથા માણસા ખાતે એક મળી કુલ ૧૦ કુંડ બનાવાશે*
……….
*કલોલ નગરપાલિકા દ્રારા મુર્તિના વિસર્જન માટે ઈન્દિરા બ્રીજ સાબરમતી નજીકના GMC દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા તંત્રનો અનુરોધ*
………

તા.૨૭.૦૮.૨૦૨૫ થી તા.૦૭.૦૯.૨૦૨૫ સુધી ગણેશોત્સવની ઉજવણી સમગ્ર દેશ અને રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં પણ ધામધુમથી થશે.ત્યારે ઉજવણીના આમાં હોલમાં અને એમાં પણ જ્યારે અતિશય વરસાદને કારણે ખાસ કરીને જળાશયોના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, તેવા સમયે જિલ્લાનાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રધ્ધાળુઓ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના કર્યા બાદ ગણેશચતુર્થી પછીના અલગ અલગ દિવસે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવા ભાઈ જનક જળાશયો સુધી ન જાય અને,ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ગાંધીનગર જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તારમાં તેમજ તાલુકાઓમાં કૃત્રિમ કુંડની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમાંજ કરે, તેવા આશયથી જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ છે તેની વિગતો આ મુજબ છે,
૧.સુખડેશ્વર મહાદેવ -પેથાપુર,૨.સે.30 સાબરમતી નદી બ્રીજ પાસે,3.ધોળેશ્વર મહાદેવ,૪.સંત સરોવર, ઈન્દ્રોડા,૫.કોટેશ્વર મહાદેવ,૬.ભાટ ટોલ પ્લાઝા,૭.સિગ્નેચર બ્રીજ, પી.ડી.પી.યુ રોડ.

જ્યારે દહેગામ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં જે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે તે મુજબ

૧.પાલૈયા તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર,૨.ઊટડિયા મહાદેવ (ઉત્કંઠેશ્વર મહાદેવ) તા. ખેડા

અને માણસા નગરપાલિકા દ્રારા ગણપતિજીની મુર્તિના વિસર્જન માટે
હેત્વા તળાવ ખાતે અને કલોલ નગરપાલિકા દ્રારા ગણપતિજીની મુર્તિના વિસર્જન માટે
ઈન્દિરા બ્રીજ સાબરમતી નજીકના GMC દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
……
*નેહા તલાવિયા*
[8/26, 6:02 PM] Neha Talaviya.Mahiti: સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેઠળ માણસા તાલુકાના ચરાડા ગામે શિબિર યોજાઈ હતી
****************************

નાણાકીય સમાવેશનના ૩ મહિના માટેના જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં તા. 26/08/2025 રોજ માણસા તાલુકાના ચરાડા ગામે સીબીઆઈ ની ચરાડા શાખા દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસબીઆઇ, LHO ના ડીજીએમ રીટેલ મેડમ રીચા યાદવ, એફઆઈ મેનેજર મૌલિક પટેલ,લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર બળદેવ ચાવડા,બ્રાન્ચ મેનેજર સીબીઆઈ ચરાડા, ચરાડા નાગરીક બેન્કના બ્રાન્ચ મેનેજર, MDCC બ્રાન્ચ મેનેજર, K G HIGH SCHOOL ના આચાર્યશ્રી, FLC તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે જણાવ્યુ હતું. આ શિબિરમાં ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા વીમા નોધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે, જેમાં વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર કરી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન FLC અનિલ પુરોહીત દ્વારા કરવામાં આવ્યું હતું.
……….
અશ્વિન ઘટાડ

*Janfariyadnews youtube channel links*

અપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીં કોઈપણ સમાચાર વિડિયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.તંત્રી: પ્રદીપ રાવલ(9824653073)