27 NG pdf-7 28 NG 29 NG PDF-5 30-11-2025 Jan Fariyad 1NG pdf (1) 2 NG pdf-2 (1) 3 NG pdf-4 (1) 4 NG pdf-4 5 NG PDF-2 (3) 6 NG pdf-4
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[12/1, 12:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના શિલજ કેમ્પસ ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા*
**********************
*ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં LoI સંપન્ન*
**********************
*અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન KSU ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ કરશે*
**********************
કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ” હેઠળ નવા અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન સંસ્થા સહભાગી બનશે. આ માટે ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યા યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એક્યુકેશને લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના શિલજ કેમ્પસ ખાતે વિવિધ ઉદ્યોગગૃહોની સહાયતાથી વર્ષ ૨૦૨૫-૨૬માં “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડીંગ એન્ડ ટ્રેનિંગ”ની નવી બાબત મંજૂર કરવામાં આવી હતી. જેમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ઉદ્યોગગૃહો કેપિટલ અને ઓપરેશનલ ખર્ચ સાથે કૌશલ્યા યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરશે અને બદલાતી ટેકનોલોજીને અનુરૂપ તાલીમ કાર્યક્રમો ઉદ્યોગોની મદદથી ચલાવી શકાશે.
આ કાર્યક્રમ હેઠળ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા કૌશલ્યા કેમ્પસ ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે આજે ગાંધીનગર ખાતે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવ, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. પી. સિંઘ, રજિસ્ટ્રાર શ્રી રેખા નાયર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
**********************
નિતિન રથવી
[12/1, 3:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ – એલજી શ્રી મનોજ સિંહા*
*સરદાર સાહેબના યોગદાનો ષડયંત્રના ભાગરૂપે રૂપે દબાવી દેવામાં આવ્યા હતા – ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*મેનપૂરા ખાતે સરદાર@૧૫૦ એકતા પદયાત્રા અતર્ગત યોજાયેલી સરદાર ગાથામાં ભારત સરદાર પટેલની દેશસેવા થઇ જીવંત*
*મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી ત્રિકમભાઇ છાંગાની સરદાર ગાથામાં પ્રેરક ઉપસ્થિતિ*
વડોદરા જિલ્લાના મેનપૂરા ખાતે પહોંચેલી સરદાર@૧૫૦ એકતા પદયાત્રા દરમિયાન યોજાયેલી સરદાર ગાથામાં ‘કાશ્મીર, હૈદરાબાદ અને સરદાર’ વિષય ઉપર પ્રકાશ પાડતા જમ્મ-કાશ્મીરના રાજ્યપાલ શ્રી મનોજ સિંહાએ જણાવ્યું કે, જો તે સમયે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સરદાર પટેલ પાસે હોત, તો કદાચ છ દાયકાથી પણ વધુ સમય સુધી આ સમસ્યા બની ન રહેતી જે ત્યાંના લોકોએ વેઠી છે. સરદાર પટેલ મૂળભૂત રીતે કર્મઠ વ્યક્તિ હતા અને તેમના જીવન દર્શનને ટાંકતા તેમણે કહ્યું કે ‘ઇતિહાસ લખવામાં સમય બરબાદ કરવાને બદલે, તેનું નિર્માણ કેમ ન કરવું’. સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ”.
શ્રી સિંહાએ સરદાર પટેલને ભારતનો આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદી પછી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું ક્ષણે-ક્ષણ સમર્પિત કર્યું હતું. સરદાર સાહેબે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ, સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને કુશળ સંગઠન શક્તિના બળ પર ૫૬૨ જેટલી રિયાસતોનું ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. રાજ્યપાલે સ્પષ્ટપણે જણાવ્યું કે જો સરદાર પટેલ ન હોત, તો કદાચ ભારતનો ભૂગોળ ખંડિત થઈ ગયો હોત.
રાજ્યપાલશ્રીએ આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીના આ ઐતિહાસિક અવસર પર આયોજિત આ પદયાત્રા સરદાર સાહેબના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતો અને તેમની શિક્ષા પર ચાલવાનો સંકલ્પ છે. આ પદયાત્રા ભારત નિર્માણના સામૂહિક સંકલ્પનું પ્રતીક છે, તેમજ યુવા ઊર્જા સાથે વિકસિત ભારતના નિર્માણને ગતિ આપવાની પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે જો ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં ગૌરવ અનુભવે છે, તો તેની પાછળ સરદાર પટેલના આદર્શો અને તેમના વિઝનની સૌથી મોટી તાકાત રહેલી છે.
શ્રી મનોજ સિંહાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના આ અધૂરા સ્વપ્નને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ બંધારણમાંથી અનુચ્છેદ ૩૭૦ ને સમાપ્ત કરીને પૂર્ણ કર્યું છે. આ પગલાથી લાંબા ઇંતેજાર પછી સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનું કાર્ય થયું અને ‘એક દેશમાં એક નિશાન, એક વિધાન અને એક પ્રધાન’નો સંકલ્પ સાકાર થયો. તેમણે ઉમેર્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, સ્થિરતા અને આશાના નવા યુગની શરૂઆત થઈ છે, જ્યાં હવે પથ્થરબાજી થતી નથી કે પાકિસ્તાનના ઇશારે કોઈ બંધ કે હડતાળ થતી નથી.
યુવાનોને આહ્વાન કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સરદાર સાહેબે કહ્યું હતું કે, “એકતા વિના કોઈ પણ રાષ્ટ્ર મહાન બની શકતું નથી”. એકતા જ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ હોય છે, જેના ત્રણ મહત્વપૂર્ણ આધારસ્તંભો છે : સામુહિક મૂલ્ય, સામુહિક ઓળખ અને એક સમાન ઉદ્દેશ્ય. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રના વિકાસ માટેના પાંચ આધારસ્તંભો – કાયદાનું શાસન (રૂલ ઓફ લો), રાષ્ટ્રીય ઓળખ અને સામાજિક સૌહાર્દ, મેરિટોક્રેસી અને શિક્ષિત માનવ મૂડી, સામાજિક આર્થિક સમતા અને સુશાસન – આ બધાનો મુખ્ય આધાર આપણી એકતા છે. એકતા એ રાષ્ટ્રનું અદ્રશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે પ્રગતિને નિરંતર સુનિશ્ચિત કરે છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ડભોઈના મેનપુરા ખાતે આયોજિત ‘સરદાર સભા’ માં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી ઐતિહાસિક રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના દૂરંદેશી વિચારો, દેશની એકતા માટેના તેમના મહત્વના નિર્ણયો અને દેશને એક રાખવામાં તેમના મહત્વના ફાળાને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનો છે. આ ઐતિહાસિક યાત્રાઓનું આયોજન કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના દરેક જિલ્લાઓ, વિધાનસભા અને લોકસભાના ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છે, જેથી સરદાર સાહેબના વિચારો આ દેશના યુવાનો સુધી પહોંચી શકે.
ઉપ મુખ્યમંત્રીશ્રીએ દેશના ઇતિહાસ અંગે સ્પષ્ટપણે વાત કરતા જણાવ્યું કે, સરદાર સાહેબ દ્વારા દેશ માટે કરવામાં આવેલા કામો અને આપેલા યોગદાનોને ષડયંત્રના ભાગરૂપે રૂપે દબાવી દેવામાં આવ્યા હતા. દેશના નાગરિકોને ક્યારેય એવો અંદાજ ન આવી શકે કે દેશને એકત્ર રાખવા માટે સરદાર સાહેબની દૂરંદેશીના અને તેમના એક પછી એક કડક નિર્ણયોના પરિણામે આજે આપણે સૌ એક છીએ. સરદાર સાહેબના વિચારો, ઉપલબ્ધિઓ અને નિર્ણયો દેશના યુવાનો સુધી ન પહોંચાડવા માટેનું ષડયંત્ર વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે, આપણા સૌનું નસીબ સારું છે કે ૨૦૧૪માં આપણને એક એવા પ્રધાનમંત્રીશ્રી મળ્યા, જેમણે પોતાના માટે નહીં પણ દેશ માટે એક પછી એક નિર્ણયો લીધા. આજે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીના સ્વરૂપમાં જે યાત્રા નીકળી રહી છે, તે દેશના ઇતિહાસની સૌથી મોટી યાત્રા છે.
એકતા યાત્રાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું કે, શ્રી માંડવિયા સરદાર સાહેબના વિચારો ગામેગામ પહોંચે અને લોકોના જીવનમાં બદલાવ લાવે તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો લઇ રહ્યા હતા અને દેશભરમાંથી પધારેલા યુવા સાથીઓને વ્યવસ્થા પૂરી પાડવા તથા તેમને સમાજ માટે યોગદાન આપવા પ્રેરિત કરવા માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી સતત આ પદયાત્રામાં જોડાયેલા છે.
શ્રી સંઘવીએ રાષ્ટ્રીય એકતાના મૂલ્ય પર ભાર મૂકતા એક મહત્ત્વપૂર્ણ વાત કહી. તેમણે લોકોને પૂછ્યું કે જો સરદાર સાહેબે આ દેશને એકત્ર રાખવા માટે કાર્ય ન કર્યું હોત અને ૫૬૫ રજવાડાઓએ તેમના વિચારો સાથે જોડાઈને દેશને એક રાખવા માટે રજવાડાઓનો ત્યાગ ન કર્યો હોત, તો આજે પરિસ્થિતિ કેવી હોત તેનો અંદાજ નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જો સરદાર સાહેબ ન હોત, તો રામ મંદિર, પંજાબના ગોલ્ડન ટેમ્પલ, કે માં વૈષ્ણવ દેવીના ધામમાં દર્શન કરવા જવા માટે પાસપોર્ટ લઈને જવું પડત અને પાસપોર્ટ પર સિક્કો લગાવીને જ દર્શન મળતા. તેવી જ રીતે, દેશભરમાંથી આવેલા યુવાનોને આજે ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ પર વીઝા લેવો પડત. આ દેશને એક રાખનારા સરદાર સાહેબને આપણે સૌએ વંદન કરવા જોઈએ અને નમન કરવા જોઈએ.
આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ‘સરદાર @ 150’ અંતર્ગત વડાપ્રધાનશ્રીના પ્રયાસથી સરદાર સાહેબે કરેલા અનેક કામોનો ઇતિહાસ આજે આપણી નજર સામે છે, જે અગાઉ ભુલાવી દેવામાં આવ્યા હતા. સરદાર સાહેબનું સમગ્ર જીવન આઝાદીની લડાઈમાં નેતૃત્વ કરવામાં સમર્પિત થયું હતું. સરદાર સાહેબ એવા મહાપુરુષ હતા જેમણે ધીકતી કમાણી છોડીને, સમૃદ્ધિનું પ્રતીક ગણાતી ઇંગ્લેન્ડની શિક્ષણની ડિગ્રી અને સફળ પ્રેક્ટિસનો ત્યાગ કરીને, જેલ જવાનો રસ્તો પસંદ કર્યો હતો, જે ખૂબ મોટી વાત હતી. વડાપ્રધાન થવા માટેના તમામ ગુણો સરદાર સાહેબમાં હોવા છતાં, તેમને વડાપ્રધાન ન બનાવાયા, છતાં તેમણે જરાય મનની અંદર કડવાશ રાખ્યા વગર દેશે આપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં આ વિસ્તારની ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા વર્ણવી હતી.
કાયમી પદયાત્રી તરીકે જોડાયેલા હિમાચલ અને છત્તીસગઢના યુવાનોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ગામના તેજસ્વી છાત્રો, અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી ત્રિકમભાઇ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, શ્રી અશ્વિનભાઇ વકીલ, અગ્રણી શ્રી રસિકભાઇ પ્રજાપતિ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
[12/1, 3:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે આયોજિત “સરદાર @૧૫૦ યુનિટી માર્ચ” અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે વડોદરા ખાતે વરણમા વિસ્તારથી મેનપુરા સુધીની પદયાત્રામાં પદયાત્રી તરીકે સહભાગી થયા.*
*આશરે ૧૪ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ બાદ મેનપુરા ખાતે સરદાર ગાથા કાર્યક્રમમાં નાગરિકોને સરદાર સાહેબના જીવન કવન અને તેમની ગાથાઓથી નાગરિકોને માહિતગાર કર્યા*
• નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વક્તવ્યના મુખ્ય અંશો
*સરદાર સાહેબે દેશને એક રાખવા માટે કરેલા મક્કમ નિર્ણય બાદ કરેલા અથાક પ્રયત્નોને પરિણામે આપણે અત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે વિઝા લેવા નથી પડતા.*
*સરદાર સાહેબ દ્વારા કરેલા કાર્યો અને સરદાર સાહેબે દેશ માટે આપેલા યોગદાનોને કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રૂપી દબાવી દેવામાં આવ્યા હતા.*
*દેશના નાગરિકોને, આ દેશને એક રાખવા માટે સરદાર સાહેબની દુરંદેશીના અને એમના એક પછી એક તમામ નિર્ણયોના કારણે આજે આપણે સૌ લોકો એક છીએ.*
*ષડયંત્રરૂપે સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબની ઉપલબ્ધિઓ સરદાર સાહેબના નિર્ણયોને દેશના યુવાનો સુધી ના પહોંચવા દેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું.*
*દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી છે, એટલું જ નહીં, ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત યુનિટી માર્ચના આયોજન થકી સરદાર સાહેબના ભવ્ય ઇતિહાસ, ગાથા, જીવન કવન અને સ્મૃતિને જીવંત રાખવા અને દેશભરના બાળકોથી માંડીને યુવાનો વડીલો સુધી આ ભવ્ય ઇતિહાસની ગાથા પહોંચાડવાના પ્રયાસો કર્યા છે.*
*સરદાર સાહેબે સોમનાથ જઈને પ્રતિજ્ઞા કરી હતી કે આ આપણું સોમનાથનું મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરીને જ જંપીશ. આજે વર્તમાનમાં જે સોમનાથનું મંદિર છે એ સરદાર સાહેબના આ સંકલ્પનું પરિણામ છે.*
*દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને સંકલ્પ આપ્યો છે કે, વર્ષ 2047 સુધીમાં વિશ્વની અંદર આપણો દેશ “વિકસિત ભારત” તરીકે ઊભરી આવશે. વિકસિત ભારત સંકલ્પને સાકર કરવા આપણે સૌએ એક થઈને મહેનત કરવી પડશે, પરસેવો પાડવો પડશે અને એના માટે આપણે સૌએ આત્મનિર્ભર બનવું પડશે.*
*સ્વદેશી અપનાવવા સંકલ્પ લેવો પડશે. સ્વદેશી એટલે કે જે ચીજવસ્તુની બનાવટમાં ભારતના લોકોનો પરસેવો હોય. આપણે સૌએ સ્વદેશી અપનાવવા મક્કમતાથી નિર્ણય લેવાનો છે.*
*આ યાત્રા જે જે ગામમાંથી નીકળી છે ત્યાં ત્યાં આજે સરદાર સાહેબના સંકલ્પો પૈકી એક ઐતિહાસિક સંકલ્પ લેવા પ્રત્યેક ગ્રામજનોએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આહવાન કર્યું.*
……
[12/1, 3:54 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ના લક્ષ્યો સિદ્ધ કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ*
*******************************************
*ગુજરાતની નીતિ ઘડતરમાં સહભાગી થવાની સુવર્ણ તક: બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં GRIT ની વેબસાઈટ પર અરજી કરી શકશે*
*******************************************
*સસ્ટેનેબિલિટી, આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ, કૃષિમાં નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ જેવા ચાર મુખ્ય વિષયો આધારિત દરખાસ્તો મંગાવાઈ*
*******************************************
ગુજરાત સરકારના મુખ્ય નીતિગત વિચારમંચ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા રિસર્ચ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સંશોધન પ્રોજેક્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ટકાઉ અને સર્વસમાવેશક વિકાસ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ના લક્ષ્યો સાથે સુસંગત અને નિર્ણાયક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
રિસર્ચ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સંશોધન પ્રોજેક્ટ્સ માટે બિન-શૈક્ષણિક વ્યક્તિઓ તેમજ બિન-શૈક્ષણિક સંસ્થાઓ આગામી તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે. તમામ પાત્રતા ધરાવતા અરજદારોને નિયત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન પ્રસ્તાવો રજૂ કરવા માટે GRIT દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઇપણ ઈચ્છુક વ્યક્તિ કે સંસ્થાએ અરજી ફરજિયાતપણે GRITની અધિકૃત વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન રજૂ કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા GRITની વેબસાઇટ: https://grit.gujarat.gov.in/Home/NonAcademic પર ઉપલબ્ધ છે.
પ્રાપ્ત થયેલી તમામ દરખાસ્તોનું મૂલ્યાંકન પ્રાસંગિકતા, પદ્ધતિસરની સચોટતા, નીતિગત અસરની સંભાવના જેવા મુખ્ય માપદંડોના આધારે કરવામાં આવશે. જેમાં સંશોધન પ્રસ્તાવની રાજ્ય સરકારની નીતિગત અગ્રતાઓ અને વિકાસ લક્ષ્યો સાથેની સુસંગતતા, સંશોધનની પદ્ધતિ, ડિઝાઇન અને વિશ્લેષણની ગુણવત્તા અને વૈજ્ઞાનિકતા તથા સંશોધનના તારણોના રાજ્ય સ્તરે નીતિ નિર્ધારણ અને અમલીકરણ પરની સંભવિત સકારાત્મક અસર જેવા માપદંડોને ધ્યાને લેવામાં આવશે.
વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે સંશોધન દરખાસ્તો સસ્ટેનેબિલિટી, આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ, કૃષિ મૂલ્ય-શૃંખલામાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા તેમજ ગુજરાતમાં સેવા ક્ષેત્રના વિકાસ સહિતના મુખ્ય ચાર ક્ષેત્રો હેઠળ આમંત્રિત કરવામાં આવી છે.
*૧. સસ્ટેનેબિલિટી: નેટ ઝીરો તરફનું પ્રયાણ:* ભારતની વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, રાજ્યના ઓછા કાર્બન ઉત્સર્જનયુક્ત, આબોહવા-સ્થિતિસ્થાપક અર્થતંત્ર તરફના સંક્રમણને ટેકો આપતા સંશોધન.
*૨. આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ:* આદિવાસી પ્રદેશોમાં આજીવિકાને મજબૂત કરવા, માનવ વિકાસ સૂચકાંકોમાં સુધારણા લાવવા અને ટકાઉ સામાજિક-આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટેના વ્યૂહાત્મક અભ્યાસો.
*૩. કૃષિ મૂલ્ય-શૃંખલામાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા:* ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા અને કૃષિ-મૂલ્ય શૃંખલાને સુદૃઢ કરવાના હેતુસર, પ્રણાલીગત ખામીઓને નિવારતી અને ઉદ્યોગસાહસિક મોડેલોનું નિર્માણ કરતી નવીન દરખાસ્તો.
*૪. ગુજરાતમાં સેવા ક્ષેત્રનો વિકાસ:* રાજ્યના મુખ્ય સેવા ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહિત કરવા અને વિકાસની નવી તકોને ઉજાગર કરવા માટે વ્યૂહાત્મક વિકાસના ક્ષેત્રો પર કેન્દ્રિત સંશોધન.
*******************************************
નિતિન રથવી
[12/1, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને
ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
…………………………
દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
………………………
93.14% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લાની આગેકૂચ
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં 93.14 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 93.14
2 ગીરસોમનાથ 88.91
3 બનાસકાંઠા 88.42
4 સાબરકાંઠા 88.32
5 મોરબી 88.00
6 મહીસાગર 87.98
7 છોટા ઉદેપુર 87.61
8 પંચમહાલ 87.02
9 પાટણ 86.56
10 સુરેન્દ્રનગર 86.44
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/1, 5:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સામૂહિક અને વ્યક્તિગત શૌચાલયોનુ રંગ-રોગાન કરાયું*
**************************************
*મરામત, વ્યાપક સાફ-સફાઈ બાદ સુંદર ભિંતચિત્રો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા*
***************************
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધારવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ ગામોના તમામ સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયોની મરામત, વ્યાપક સાફ-સફાઈ અને રંગરોગાન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનને સફળ બનાવવા ગ્રામ પંચાયત, સ્વચ્છતા કમિટી, સ્થાનિક સ્વયંસેવકોનો સક્રિય સહકાર મળ્યો છે. શૌચાલયોની દીવાલોને નવી રંગત આપવામાં આવી હતી તેમજ તૂટેલી ટાઇલ્સ, દરવાજા અને પાણીની ટોટીઓ જેવી સુવિધાઓની મરામત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ અને આસપાસના પરિસરની સંપૂર્ણ સફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લાના જૂના સાદુળકા, બાદનપર, વીરવાવ ગામમાં સામુહિક શૌચાલયોને રંગરોગાન કરી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લાના બરઈ, ફણસા, વીરવલ, પલાણ તેમજ અમદાવાદ જિલ્લાના નાના ડોડીસરા, સુરેન્દ્રનગર જિલ્લાનાં કળમ સહિત ગામોમા સામૂહિક શૌચાલયો અને વ્યક્તિગત શૌચાલયોને રંગરોગાન કરવામાં આવ્યું હતું.
“હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” થીમ હેઠળ આયોજીત આ અભિયાન અંગે ગામના નાગરિકોને શૌચાલયના નિયમિત ઉપયોગ, સમયસર જાળવણી, હાથ ધોવાની આદત તેમજ સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તદુપરાંત, સ્વચ્છતા પ્રતિજ્ઞા, સ્પર્ધા અને નાનકડા જાગૃતિ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. વિશ્વ શૌચાલય દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ સ્વચ્છતા માટે સામૂહિક પ્રતિબદ્ધતાનો દિવસ છે. શૌચાલયની સુવિધા તમામ માટે ઉપલબ્ધ બનાવવાના સાથે તેની નિયમિત જાળવણી અને સંચાલન પણ એટલું જ મહત્વનું છે. આ અભિયાનથી ગામડાઓમાં સ્વચ્છતા અંગે નવો ઉત્સાહ જોવા મળશે. સાથે જ, લોકોમાં શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતાની સંસ્કૃતિ અપનાવવા પ્રેરણા પણ મળશે.
***************************
નિતિન રથવી
[12/1, 6:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક મંગળવાર, 2 ડિસેમ્બરે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે.
આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે.
મંગળવારે યોજાનારી એસ.એલ.બી.સી.ની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરશ્રીઓ, અધિકારીઓ સહભાગી થશે.
2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાશે.
આ ઉપરાંત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વિવિધ યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોની થયેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે.
——-
[12/1, 6:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રેસ રીલીઝ*
*લોક ભવન, ગાંધીનગર*
*તા. 01/12/2025*
*જનકેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવા ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત ‘લોકભવન’*
——–
ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે.
‘લોક ભવન’ તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર માનનીય રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, ‘લોકભવન’નું મૂળતત્ત્વ છે જનતા સર્વોપરી. આ ભવન સરકાર અને રાજ્યના લોકો સાથે સેવા અને સહકારના સંવાદનો સેતુ બને — એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. રાજભવન માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી સીમિત ન રહે, પરંતુ સમાજના કલ્યાણ, આશાઓ અને સમસ્યાઓ સાથે જીવંત રીતે જોડાય એ જ સાચા અર્થમાં ‘લોક ભવન’ છે.”
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયા છે, જેમ કે પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણનું મજબૂતીકરણ, યુવાનો અને શોધાર્થીઓ સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિવાસી વિકાસને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ. આ નિર્ણય રાજ ભવનના જનસેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે.
મહત્વનું છે કે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના ગ્રામ વિસ્તારની મુલાકાત લઈ રાત્રિ નિવાસ કરે છે. તેમજ ગામના અનુસુચિત જાતિ/જનજાતિ પરિવાર સાથે સાદું ભોજન તેમજ ગ્રામસફાઈ, પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ અને ગામના સર્વાંગી વિકાસ માટે જનસંવાદ યોજી રહ્યા છે.
[12/1, 9:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો*
****
*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
• રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે
• મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે પારસીઓનું મોટું યોગદાન રહ્યું છે
• સખાવતનું બીજું નામ પારસી છે
– પારસીઓએ ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ’નો સંદેશ આત્મસાત્ કર્યો છે
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે. પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના ‘સ્વધર્મ’ના સંદેશને જીવ્યા છે અને કદી પોતાના ધર્મને છોડ્યો નથી. પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો છે. પોતાના ધર્મની રક્ષા માટે ૧૩૦૦ વર્ષો પહેલા તેઓ ઈરાનથી સ્થળાંતરણ કરીને ગુજરાતમાં આવ્યા હતા અને સાકરની જેમ ભળી ગયા અને રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જેમ ભગવાન શ્રી કૃષ્ણે આપેલું ગીતાનું જ્ઞાન સદીઓથી સચવાયું છે તેમ પવિત્ર આતશની રક્ષાથી ધર્મને ટકાવી રાખવાની ગાથા યુગો સુધી સચવાઈ રહે તે માટે નવસારીમાં ટાઈમ કેપ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કાર્ય પારસી સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આ ટાઈમ કેપ્સ્યુલ ચરિતાર્થ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસની જે વિભાવના આપી છે એને પારસી સમુદાયે સાકાર કરી છે. સાથે જ, પારસી સમાજના વિસ્તાર માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલી પીએમ જીઓ પારસી યોજનાનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
પારસી સમાજ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી ગયો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા છે. તેમના પૂર્વજોએ હંમેશા સમાજને કંઈક ને કંઈક આપ્યું છે. એટલે જ કહેવાય છે કે સખાવતનું બીજું નામ પારસીઓ છે. અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે. આ ટ્રસ્ટ હેલ્થકેર, એજ્યુકેશન અને સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાનત માટે સમર્પિત રહ્યું છે. એચઆઇવી ગ્રસ્ત લોકો માટે પણ આ ટ્રસ્ટ કલ્યાણના અનેક કામો કરે છે. તેમના માધ્યમથી દર વર્ષે હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે માઇનોરિટી હોવા છતાં પણ પારસી સમુદાયે પોતાના સંસ્કારો, મૂલ્યો અને કુનેહને પેઢી દર પેઢી આગળ વધાર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આઝાદી કાળથી લઈને આજ સુધી દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારા મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા, ફરદુનજી મર્જબાન, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન, સહિતના પારસી અગ્રણીઓને આ તકે યાદ કર્યા હતા.
પારસી સમુદાયના ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજી શ્રી ખુર્શીદ દસ્તુરે અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પારસી સહિત સૌ સમાજને સાથે લઈને સૌના વિકાસ માટે સતત પ્રયાસરત રહેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ સૌનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ વિથ વિરાસત’નો મંત્ર આપ્યો છે. પારસી પ્રિસ્ટ્સનું સન્માન આ મંત્રને સાકાર કરે છે. વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્ય, શિક્ષણ, જીવનશૈલી સહિતની દરેક બાબતે સતત પ્રગતિ કરી રહ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં પારસી સમાજ પોતાનું સક્રિય યોગદાન આપવા તત્પર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી ખંભાતાએ આ પ્રસંગે અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ની કામગીરી અંગે જાણકારી આપીને આવનારા સમયમાં પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે શરૂ કરવામાં આવનાર શિષ્યવૃતિની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પારસી સમાજની નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તેવા વિવિધ કાર્યક્રમો તથા નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં દેશભરમાંથી પારસી સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે.
આ પ્રસંગે વડા દસ્તુરજી શ્રી ટેમટન મિર્ઝા, વડા દસ્તુરજી શ્રી સાયરસ દસ્તુર, AKBTના ટ્રસ્ટી શ્રીમતી પરસીસ અરીઝ ખંભાત, શ્રીમતી બિનાઈસા પીરુઝ ખંભાતા તેમજ પારસી સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*******
[12/1, 9:38 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/14f3YVFsr7XFj9U_oPcVexRXQV-vXU1X7
[12/2, 11:35 AM] Dilip Gajjar.Mahiti.Press: અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-૨૦૨૫
*ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું*
*આ માત્ર એવોર્ડ સમારોહ નથી, પરંતુ આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકામદારોની જ નહીં, આપણા સૌની*
*આપણા વિક્રમ સંવતની ભવ્યતા, ઇતિહાસ તેમજ વિશેષતા સમજાવવા આગામી બેસતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ૧૦ હજાર લોકોને તૈયાર કરવા નાયબ મુખ્યમંત્રીશ્રીની અપીલ*
……
અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર ૧૨ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ વોક, લેખન તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિવિધ માધ્યમો થકી રાજ્યના બાળકોથી માંડીને વડીલો સુધી ગુજરાતના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા અતુલ્ય વારસાની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે, ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ ૨૦૨૫’ નો આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે.
અતુલ્ય વારસાના પ્લેટફોર્મ થી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું કાર્ય કરી રહેલા આ સૌ સૈનિકોના કાર્યની પ્રશંસા કરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ અડગ મનના માનવીઓ સાંસ્કૃતિક વારસાના સૈનિક તરીકે જે કાર્ય કરી રહ્યા છે તેમાં મહેનત વધુ અને સફળતા ધીમી છે. આ પ્રકારના શ્રેષ્ઠ કાર્ય માટે રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ટીમને ખાતરી આપી હતી કે, આ કામગીરીને વધુ ગતિ આપવા માટેના પ્લાનિંગ તૈયાર કરો, બજેટ માટે આ પ્રકારની કામગીરી ક્યારેય અટકશે નહીં.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જોવાલાયક સ્થળો અને ઐતિહાસિક સ્થળો પર સ્વચ્છતા જાળવણીના મુદ્દા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે. સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકામદારોની જ નહીં, આપણા સૌની છે. કચરો ગમે ત્યાં ન ફેંકવાની એક સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે. આ બદલાવ માટે આપણે એક પગલું આગળ વધો, સરકાર દસ પગલાં આગળ વધશે.
શ્રી હર્ષ સંઘવીએ અતુલ્ય વારસાની મજબૂત ટીમને એક મહત્વની જવાબદારી સોંપતા કહ્યું હતું કે, સૌથી જૂનું કેલેન્ડર આપણું વિક્રમ સંવત છે. રાજ્યના સૌ બાળકો, યુવાનો અને નાગરિકો વિક્રમ સંવતની ભવ્યતા, ઇતિહાસ તેમજ વિશેષતા સમજાવી શકે તે માટે આગામી બેસતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને તૈયાર કરો. દિવાળી પછી બેસતું વર્ષ કેમ ઉજવવામાં આવે છે તેની વિશેષતા સાથેનો સમગ્ર ઇતિહાસ ગર્વ સાથે ગુજરાતનો દરેક વ્યક્તિ સમજે અને બીજાને પણ સમજાવી શકે.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક શ્રી કપિલભાઈ ઠાકર સહિત કલાપ્રેમીઓ, સંસ્કૃતિના ઉપાસકો અને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માનિત થયેલા ૧૧૫ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
….
[12/2, 1:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *સેવા, સમર્પણ અને સખાવત થકી રાષ્ટ્રનિર્માણમાં મહામૂલું યોગદાન આપતો પારસી સમુદાય*
****
*અમદાવાદમાં પારસી ધર્મગુરુઓના ભવ્ય સન્માન સમારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા*
****
*અરીઝ ખંભાતા ટ્રસ્ટ સહિત પારસી સમાજના મહાનુભાવોના સામાજિક યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યું*
****
અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પારસી ધર્મગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે અને સખાવતનું બીજું નામ પારસી છે. મુખ્યમંત્રીશ્રીએ પારસી સમાજની સેવા અને સમર્પણની ભાવનાની સરાહના કરી હતી.
આ સન્માન સમારંભનું આયોજન અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT) દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરે છે. AKBT આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત છે અને HIV ગ્રસ્ત લોકોના કલ્યાણ માટે પણ નોંધપાત્ર કાર્ય કરે છે. આ પ્રસંગે ટ્રસ્ટે પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે નવી શિષ્યવૃત્તિની જાહેરાત પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે પારસી સમાજના દિગ્ગજો જેવા કે મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરેના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ’નો સંદેશ આત્મસાત્ કર્યો છે અને તેઓ ગુજરાતના સામાજિક જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારંભ ઉપરાંત અન્ય વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ સમારોહમાં દેશભરમાંથી પારસી સમાજના અગ્રણીઓ, વડા દસ્તુરજીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
******
[12/2, 1:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક યોજાઇ*
***********************
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી: નાયબ મુખ્યમંત્રીશ્રી*
***********************
*::નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી::*
* દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ગુજરાતે લીડ લીધી
* રાજ્યના બેન્કિંગ નેટવર્ક પૈકી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત
* સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા કરશે પરિણામલક્ષી કામગીરી
* ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં બેન્કના સહયોગથી પોલીસે ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરી
***********************
*શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન*
***********************
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.
દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે. આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે. જે સાબિત કરે છે કે, રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રાજ્યના ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી.
ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ક્રાઇમની ૧૦૦ ટકા રાશિ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે. ૧૯૩૦ પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂળીને સુરક્ષિત કરી શકાય.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરીને પોતાની જીવનભરની કમાણી રૂ. ૪૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા.
આ બેન્કના સતર્ક મેનેજર શ્રી જયેશ ગાંધીને કઈક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી એફ.ડી તોડવા અને આટલી મોટી રકમ તાત્કાલિક બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કર્યા હતા. વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને આવતા મેનેજરશ્રીએ ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો.
રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો ચોક્કસપણે ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવામાં રાજ્ય સરકારને સફળતા મળશે, તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે કોવિડ મહામારી દરમિયાન આર્થિક સંકળામણમાં નાગરિકોને સહાયરૂપ થયેલી બેન્કોની કામગીરીની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે સ્વામિત્વ યોજના જેવી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને વધુ સાર્થક અને ઝડપી બનાવવા માટે લીડ લઈને જરૂરી સહયોગ આપવા તમામ બેન્કોને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી-ગુજરાતના ચેરમેન શ્રી દેબદત્ત ચંદ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સોનાલી સેન ગુપ્તા, ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી મનોજ અયપ્પને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે, બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને સંયોજક શ્રી અશ્વિની કુમારે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
આ બેઠકમાં ગુજરાતના નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી રાજીવ ટોપનો, નાણા વિભાગના ઇકોનોમિક અફેર્સના સચિવ શ્રી આરતી કંવર સહિત રાજ્યના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરશ્રીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા.
******************
નિતિન રથવી
[12/2, 1:36 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/Qp6UvFbTM41MqGXr7
[12/2, 3:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*
*હવે ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ ૨૦૨૫-૨૬થી સંત સુરદાસ યોજનાનો મળશે લાભ*
****************
•*છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ*
•*બીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જોગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશે*
****************
દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જોગવાઇ હતી તેને પણ વર્ષ ૨૦૨૪-૨૫માં દુર કરવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવીને ‘વિકલાંગ’ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપીને સમાજમાં તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે. આ પરિવર્તન માત્ર એક શબ્દનું નથી, પરંતુ રાષ્ટ્રના દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે. વર્ષ ૨૦૧૬માં, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ પસાર કરીને દિવ્યાંગોના અધિકારોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડી છે. આ કાયદાથી દિવ્યાંગોને માત્ર અધિકારો જ નહીં, પણ સમાનતા અને સુરક્ષાનું કવચ મળ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં વિનામુલ્યે મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત કરી છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે. દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ આ યોજનાઓ થકી સાર્થક થઈ રહ્યો છે.
*દિવ્યાંગો માટેના વિવિધ કલ્યાણકારી નિર્ણયો*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ આઈ.ડી. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જોગવાઈને દુર કરીને હવેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ટુ-વ્હીલર મેળવી શકે છે.
દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને ૧૦૦% વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧૦૦૦ સહાય આપવામાં આવે છે. મોટોરાઇઝડ ટ્રાઇસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરની નવી યોજના અમલી બનાવાઈ છે.
દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામુલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે. આ પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી તેના દિવ્યાંગતાનું પ્રમાણપત્રના આધારે જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.
સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
******
ઋચા રાવલ
[12/2, 5:01 PM] Dilip Gajjar.Mahiti.Press: 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને
ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
…………………………
દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદ, રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
………………………
93.55% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લાની આગેકૂચ
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં 93.55 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 93.55
2 ગીરસોમનાથ 89.62
3 મોરબી 89.07
4 સાબરકાંઠા 89.00
5 બનાસકાંઠા 88.96
6 મહીસાગર 88.91
7 છોટા ઉદેપુર 88.81
8 પંચમહાલ 87.88
9 અરવલ્લી 87.67
10 સુરેન્દ્રનગર 87.45
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 16 લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4.40 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 23 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.82 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/2, 8:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પારસી સમુદાયનો ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો*
**
*વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમાજના અગ્રણીઓને ‘પારસી રત્ન’ એવોર્ડથી સન્માનિત કરતા રાજ્યપાલશ્રી*
**
*રાજ્યપાલશ્રીના હસ્તે અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ*
**
*-:રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:-*
– રાષ્ટ્રનિર્માણમાં પોતાના ઉત્કૃષ્ટ યોગદાન થકી પારસી સમુદાયે દેશમાં સતત સન્માન પ્રાપ્ત કર્યું
– ઉદ્યોગ, શિક્ષણ, રિસર્ચ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રે પારસી સમુદાયનું પ્રેરણારૂપ યોગદાન
– અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમ પારસી સમુદાયની સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રસ્તુત કરે છે
***
02 ડિસેમ્બર 2025, અમદાવાદ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો હતો. અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી નિર્માણ પામનારા અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજસેવા અને અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલશ્રીએ ‘પારસી રત્ન’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં રાષ્ટ્રભક્ત એવા પારસી સમુદાયનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પોતાનાં ઉત્કૃષ્ટ યોગદાન થકી આ સમુદાયે દેશમાં સતત સન્માન પ્રાપ્ત કર્યું છે.
સફળ વ્યક્તિ કોને કહેવાય એ વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ‘ જે વ્યક્તિ બીજાનો બની જાય અથવા બીજાને પોતાનાં બનાવે તેવા વ્યક્તિને સફળ વ્યક્તિ કહેવાય’. દેશમાં પારસી સમુદાયના આગમન સમયે તત્કાલિન મહારાજા જયસિંગના જાણીતા પ્રસંગનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, દૂધમાં સાકર ભળે એમ ભળી જઈને પારસી સમુદાયે દેશના વિકાસમાં મોટુ યોગદાન આપ્યું છે અને અત્યારે પણ સતત દેશના વિકાસમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, અંગ્રેજોના શાસન પછી દેશમાં ગરીબી હતી. એવા કપરાં સમયમાં પારસી સમુદાયે ભારતમાં ઉદ્યોગ, શિક્ષણ, રિસર્ચ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રે સતત પ્રેરણારૂપ કાર્ય કરીને દેશને એક નવી ઉંચાઈએ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ટાટા ગ્રુપે દેશને પહેલી સ્ટીલ ફેક્ટરી, પહેલો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પહેલી આધુનિક હોટલ, રિસર્ચ સંસ્થાન, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી સહિતના અનેકવિધ પ્રકલ્પો આપ્યા છે. કોરોના સમયે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના સક્રિય પ્રયત્નોના લીધે આપણને ઝડપથી કોરોના વેક્સિન મળી, જેણે દેશ દુનિયાના લોકોનો જીવ બચાવ્યો.
મુંબઈને દેશની આર્થિક રાજધાની બનાવવામાં પારસી સમાજનું મહત્વનું યોગદાન છે એમ તેમણે જણાવીને આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા શ્રી દાદાભાઈ નવરોજી, ૧૯૭૧ની લડાઈમાં યોગદાન આપનારા ફિલ્ડ માર્શલ શ્રી શામ માણેકશા, કાર્યક્રમમાં ઉપસ્થિત રિટાયર્ડ બ્રિગેડિયર શ્રી જહાંગીર અંકલેશ્વરિયા સહિત પારસી સમુદાયના મહાનુભાવોના યોગદાનનું આ તકે રાજ્યપાલશ્રીએ સ્મરણ કર્યું હતું.
અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામનારા અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ સિનિયર સિટીઝન હોમ પારસી સમુદાયની સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રસ્તુત કરે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો છે ત્યારે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં અને વિકસિત ભારતના નિર્માણમાં પારસી સમાજ આ જ રીતે પોતાનું સક્રિય યોગદાન આપતો રહેશે એવો આશાવાદ રાજ્યપાલશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
પારસી સમુદાય એ આપણા રાષ્ટ્રની મોટી સંપદા છે તેમ જણાવીને રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પારસી સમુદાય ભલે ઓછી સંખ્યામાં હોય, પણ તેમણે હંમેશા સમાજને ઉત્તમ અને વધુ આપવાનો ભાવ દર્શાવ્યો છે. આ સમુદાય પોતાના બાળકોને સમાજ કલ્યાણ, લોકકલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું બાલ્યાવસ્થાથી જ શીખવે છે.
પારસી સમુદાયના ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજી શ્રી ખુર્શીદ દસ્તુરે અરુઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પારસી સમુદાય હંમેશા દેશના વિકાસમાં અને સામાજિક કલ્યાણમાં પોતાનું યોગદાન આપતો રહ્યો છે.
અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ સ્વાગતમાં સૌને આવકાર્યા હતા. તેમણે રાજ્યપાલશ્રીને સોશિયલ
રિફોર્મર ગણાવતા જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં શરૂ કરાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાન, વૈદિક અભ્યાસ સહિતના અભિયાનો આજે સમાજમાં મોટો બદલાવ લાવી રહ્યા છે. રાજભવનને લોકભવન તરીકે જાહેર કરવાના રાજ્યપાલશ્રીના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી.
આ સમારોહમાં પારસી સમુદાયના ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજીશ્રીઓ, AKBTના ટ્રસ્ટી શ્રીમતી પરસીસ અરીઝ ખંભાતા, શ્રીમતી બિનાઈસા પીરુઝ ખંભાતા તેમજ દેશભરમાંથી પારસી સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
——
[12/3, 12:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *છાપરા ફૂડ પાર્કના લોન્ચ સાથે ગુજરાતે કૃષિ મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવી*
**
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – રાજકોટ અને કચ્છ દ્વારા મુખ્ય રોકાણોની પૂર્વ સમીક્ષા: GIDC એ રાજકોટ ફૂડ પાર્ક પ્લાાનનું અનાવરણ કર્યું*
**
*સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ પાવરહાઉસ: છપરા ખાતે GIDC પાર્કનું અનાવરણ*
*ગાંધીનગર 3 ડિસેમ્બર, 2025:* ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે.
ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20 કૃષિ ક્લસ્ટર્સ સાથે રાજ્યમાં કૃષિ ઉત્પાદનની વિશાળ ક્ષમતા છે. જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રે પહેલેથી જ મજબૂત હાજરી છે. રાજકોટ તો ખાદ્ય પ્રોસેસિંગ અને આનુષંગિક ઉદ્યોગો માટે જાણીતું કેન્દ્ર છે, જ્યાં બાલાજી વેફર્સ જે રાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરી ગુજરાતના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સંદર્ભમાં છાપરાની નવી ઔદ્યોગિક વસાહત આ સમગ્ર ઇકોસિસ્ટમને વધુ વેગ આપશે.
*પ્રોજેક્ટની ઝાંખી અને સ્થાનના ફાયદા*
છાપરામાં 35 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવનાર ફૂડ પાર્કને સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેની ભૂગોળીય સ્થિતિ ઉદ્યોગક્ષેત્ર માટે અનેક સુવિધાઓ સાથે આશીર્વાદરૂપ છે. સ્ટેટ હાઇવેની નજીક હોવાને કારણે આંતરિક પરિવહન સરળ બને છે, જ્યારે રાજકોટ રેલવે સ્ટેશન અને હિરાજર એરપોર્ટની નજીકતા ઉદ્યોગોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવે છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ના નિકટ સંચાલનને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. કંડલા જેવા આંતરરાષ્ટ્રીય બંદરથી 200 કિલોમીટરના અંતરે સ્થિત હોવાથી નિકાસ આધારિત ઉદ્યોગો માટે પણ આ પાર્ક એક વ્યૂહાત્મક સ્થાન બની રહેવાની શક્યતા છે.
*મુખ્ય માળખાગત સુવિધાઓ*
GIDC દ્વારા પાર્કમાં આધુનિક ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં આવશે, જેમાં સુવ્યવસ્થિત આંતરિક માર્ગવ્યવસ્થા, પીવાલાયક પાણી, સતત વીજ પુરવઠો અને ગેસ પાઇપલાઇન જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, એડમિન કોમ્પ્લેક્સ, કોમન ફેસિલિટી સેન્ટર (CFC), સ્ટ્રીટ લાઇટિંગ જેવી વ્યવસ્થાઓ પાર્કની દરેક જરૂરિયાતને પહોંચી વળશે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ગુણવત્તા નિયંત્રણ હંમેશા મુખ્ય પરિબળ હોય છે, એ વાતને અનુરૂપ અહીં આધુનિક લેબોરેટરી, રિસર્ચ અને ટેસ્ટિંગ સુવિધાઓ સ્થાપિત થવાની છે. સાથે જ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને અન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓ ઉત્પાદન, સંભાળ અને પુરવઠા શૃંખલાને વધુ કાર્યક્ષમ બનાવશે.
*રોકાણની સંભાવના*
ગુજરાત સરકારે રોકાણ આકર્ષવા, ટકાઉ કૃષિ-ખાદ્ય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને આજીવિકા પર આધારિત સમુદાયોની આવક વધારવા માટે ખાદ્ય પ્રક્રિયા અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. મુડેથા (બનાસકાંઠા) અને છાપરા (રાજકોટ) ખાતેના પ્રોજેક્ટ્સ આ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે અને સામૂહિક રીતે ₹ 500 કરોડનું રોકાણ આકર્ષવાનો હેતુ છે. આ રોકાણથી આશરે 30,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાનો અંદાજ છે. 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ સમગ્ર ફૂડ પ્રોસેસિંગ મૂલ્ય શૃંખલાને વધુ સારી બનાવવા, રોકાણો આકર્ષવા અને કચ્છ અને રાજકોટ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના વિકાસ માટે સહયોગી ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
[12/3, 1:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેબિનેટ બ્રીફીંગ*
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે મિડીયાના મિત્રોને મળશે. આ મિડીયા બ્રીફિંગમાં આપને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*તારીખઃ* ૦૩-૧૨-૨૦૨૫, બુધવાર*
*સમયઃ બપોરે ૩.૩૦ કલાકે*
*સ્થળઃ નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[12/3, 1:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’*
……………….
*છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ મુજબ રાજ્યમાં સિંહ, મોર, નીલગાય,*
*વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી*
…………………………
*રાજ્યમાં ૨૦૦૧માં ૩૨૭ની સામે વર્ષ-૨૦૨૫માં સિંહની સંખ્યા વધીને ૮૯૧ નોંધાઇ*
…………………………
*જંગલના રાજા સિંહ બાદ ગુજરાત હવે વાઘનું પણ નિવાસસ્થાન*
*રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે*
*વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા*
*છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો*
…………………………
વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. કુદરતી વનરાજી, ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
નોંધનીય છે કે, દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે. ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના દાહોદમાં આવેલા રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઇ છે જે રાજ્યની જીવ સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે. હવે ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧, વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વર્ષ ૨૦૨૫માં વધીને ૮૯૧ થઈ છે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીના માર્ગદર્શનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર ૨.૮૫ લાખથી વધુ, નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા ૦૨ લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૨,૧૪૩ ગીધ, ૧,૪૮૪ વણીયર, ૧,૦૦૦થી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ ૯.૫૩ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે.
આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ
સિદ્ધિ છે.
*વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ:*
વન વિભાગની વન્યપ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લા સ્તરે ઉપસ્થિત થતા વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે વન્યપ્રાણીઓના અવર જવર વાળા વિસ્તાર તેમજ સ્થાનિક લોકોના નિવાસના વિસ્તારોમાં વન્યપ્રાણી રેસ્ક્યુ રીલિઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા અંગેના વિવિધ ઉપાયો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.
આ ઉપરાંત હાલ ગુજરાતમાં બ્રિડીંગ સેન્ટર ખાતે બ્રિડીંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલ વન્યપ્રાણીઓ બ્રિડીંગ માટે જરૂરીયાત મુજબના વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડીંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુકત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી દર વર્ષે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર આપવા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫માં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અંદાજે ૧૭ હજારથી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે રાજ્યના નાગરિકો માટે સન્માનની ક્ષણ છે.
———-
જનક દેસાઈ
[12/3, 1:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાનોને યોગ્ય તકો તથા રોજગાર અવસરો આપીને તેમની અસિમ શક્તિને વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડવાની GARCના છઠ્ઠા અહેવાલમાં ભલામણો*
——-
*ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો*
——-
_*છઠ્ઠા અહેવાલની મુખ્ય ભલામણો*_
* ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા
* સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ ટેસ્ટ (CET)
* દર બે વર્ષે નિશ્ચિત રિક્વીઝેશન વિન્ડો
* સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન
* કેન્ડિડેટ ફ્રેન્ડલી – એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ
* રિક્વિઝનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડીજીટલ વર્કફ્લો
* ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો – પુનર્ગઠન
* કોમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ
* 10 વર્ષનું ભરતી કેલેન્ડર
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર – વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.
આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી છે.
_*GARCના આ છઠ્ઠા અહેવાલમાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તે અનુસાર,*_
*1. ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન*
જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે ૯ થી ૧૨ મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા ૬ થી ૯ મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે.
*2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)*
સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.
*3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો*
દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. આના પરિણામે, ભરતી પ્રક્રીયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ આ છઠ્ઠા ભલામણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
*4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)*
હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યુ છે.
*5. કેન્ડિડેટ ફ્રેન્ડલી – એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ*
ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણ GARCના આ અહેવાલમાં થઈ છે.
*6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો*
એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડિયે અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.
*7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન*
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.
*8. Computer-Based પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ*
રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવવામાં આવેલું છે.
*9. ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર*
દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ GARCએ કરી છે.
દેશના વિકાસમાં અગ્રેસર ગુજરાતના યુવાનોને ઝડપથી વધુ અને અસરકારક રોજગારીની તકો ઉપલબદ્ધ કરાવવાના સંકલ્પને આ ભલામણોથી પાર પાડી શકાશે.
એટલું જ નહિ, GARCએ સુચવેલી આ ભલામણો અમલમાં મુકાવાથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે, રાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાય, લાંબા સમયથી પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય અને સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ સાકાર થશે.
મુખ્યમંત્રીશ્રીને GARCનો આ છઠ્ઠો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો તે અવસરે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા તથા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.
————
[12/3, 1:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *03122025 SIXTH REPORT OF GUJARAT ADMINISTRATIVE ADMINISTRATIVE REFORMS COMMISSION (GARC) SUBMITTED TO HON. CM SHRI BHUPENDRABHAI PATEL*
https://photos.app.goo.gl/hSa7znzA1oQkK6Eu7
[12/3, 2:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા રાજય સરકારનો નવતર અભિગમ*
*******
*સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગ “Winter Bliss”નું ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિમોચન*
********
ગુજરાતની પરંપરા, શુદ્ધતા અને પૌષ્ટિકતાને એક જ છત્ર નીચે લાવી
સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે.
ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન એવા અનોખી પહેલ “Winter Bliss” પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગનું આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું હતું.
● “Winter Bliss” શું છે?
“Winter Bliss” ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલના માધ્યમથી સ્વ સહાય જૂથની બહેનોની આવકમાં વધારો, તેમના ઉત્પાદનોને બજારમાં સીધી પહોંચ અને ઉદ્યોગ સાહસિકતાનું મજબૂત પ્લેટફોર્મ મળે છે. આ હેમ્પરમાં શિયાળામાં પરંપરાગત રીતે બનાવાતી 14 પૌષ્ટિક વસ્તુઓને સ્વચ્છતા, શુદ્ધતા અને આધુનિક પેકેજિંગ સાથે રજૂ કરવામાં આવી છે.જેમાં 24 જિલ્લાના કુલ 40 સખી મંડળો આ ઉત્પાદનોના ઉત્પાદન અને પેકેજિંગમાં સક્રિય છે. તમામ વસ્તુઓ મહિલાઓ દ્વારા હાથ બનાવટની, શુદ્ધ અને પરંપરાગત રેસીપી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. આ પહેલ સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરે છે.
પ્રીમિયમ કોમ્બો હેમ્પર્સ: આકર્ષક પેકેજિંગમાં ઉપલબ્ધ આ કોમ્બોમાં પસંદગીના ઉત્પાદનોને એકસાથે મિક્સ કરીને આકર્ષક પેકેજિંગમાં આપવામાં આવે છે. આ તમામ હેમ્પર્સ FSSAI પ્રમાણિત, સ્વચ્છ ઉત્પાદન અને આકર્ષક પેકેજિંગ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કિમતના કોમ્બો ઉપલબ્ધ છે.
1) Nutrinest – ₹2499
જેમાં ખજૂર પાક, મેથી લાડુ, અડદિયા, ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ અને કાળા તલ કચરિયા સામેલ છે.
2) Healthy Bites – ₹1699
જેમાં ખજૂર પાક, મેથી લાડુ, અડદિયા અને ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ સામેલ છે.
3) Rooted Joy – ₹1499
જેમાં ડ્રાય ફ્રૂટ કોકોનટ લાડુ, મેથી લાડુ, અડદિયા અને ગુંદર લાડુ સામેલ છે.
યોજનાનો હેતુ અને અપેક્ષિત પરિણામ
અ) મહિલાઓનું સશક્તિકરણ: સ્વ સહાય જૂથોની બહેનોની આવકમાં વધારો, Seasonal ઉત્પાદનોની રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય બજાર સુધી પહોંચ, મહિલા આધારિત ઉદ્યોગો માટે ટકાઉ આજીવિકાનિર્માણ માટેની કડી વિકસાવવી
બ) પરંપરાગત પૌષ્ટિકતાનો પ્રચાર: શિયાળામાં ગુજરાતની પરંપરાગત રેસીપીનું રાજ્યસ્તરીય બ્રાન્ડિંગ,શુદ્ધતા, સ્વાસ્થ્ય અને ઘરેલુ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સનો પ્રચાર
ક) ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી આપવી: ખરીદી–ઉત્પાદન–પેકેજિંગ–માર્કેટિંગ સુધીની સંપૂર્ણ મહિલાઓ આધારિત સપ્લાય ચેઇન
“Winter Bliss” એ ગુજરાતના 24 જિલ્લાના 40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત 14 ઉત્પાદનો સાથેનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલ ગ્રામ્ય મહિલા ઓની આજીવિકા વધારવા, તેમના ઉત્પાદનોને રાજ્યસ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા અને પરંપરાગત ગુજરાતી પૌષ્ટિકતાને આધુનિક રીતે રજૂ કરવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
આ પ્રસંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે,ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર શ્રી સુધીર કે. પટેલ સહિત વિભાગના અંધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
********
[12/3, 2:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘ENGIMACH’ એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત-દેશની એન્જિનિયરિંગ*
*ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
………………………..
*ગાંધીનગર ખાતે*
*એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાઈના સૌથી મોટા*
*એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ*
………………………..
*ત્રિદિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અંદાજે ૧,૧૦૦ કંપનીઓ સહભાગી*
*૦૧ લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૧૦,૦૦૦ વધુ ઉત્પાદનોનું પ્રદર્શન*
*એક્ઝિબિશનમાં ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’નું આયોજન*
………………………..
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાઈના સૌથી મોટા ૧૭માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. ૦૩ થી ૦૭ ડિસેમ્બર-૨૦૨૫ સુધી યોજાશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ ૧,૧૦૦થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે ૫૦ હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં ૦૧ લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી ૫૦૦થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનના માધ્યમમાંથી કંપનીઓને બિઝનેસ મળવાની સાથેસાથે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં હોટલ સહિત વિવિધ નાના-મોટા વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે.
તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સાથે આ વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. તેના માધ્યમથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૮૦ થી ૧૦૦ દિવસ સુધી વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન યોજાય છે જેના પરિણામે સ્થાનિક વેપારીઓને ખૂબ મોટો વેપાર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન સેન્ટર ખાતે આવનાર કંપનીઓને વધુ સારી સુવિધા આપવાના ઉદ્દેશ સાથે આગામી સમયમાં આ સેન્ટરને વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈને AI તેમજ રોબોટ આધારિત મશિનરીની માહિતીની સાથે-સાથે ટેકનોલોજીમાં અપડેટ વિશે કંપની માલિકો પાસેથી વિગતો મેળવી સંવાદ કર્યો હતો. વધુમાં આ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘મેઈક ઈન ઈન્ડિયા’,’આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી અભિયાન’ને વધુ પ્રોત્સાહન આપીને ભારતને એન્જિનિયરિંગ મશિનરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ આત્મનિર્ભર બનાવવા સૌ ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો.
અંદાજે ૦૧ લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં ૧૦,૦૦૦ વધુ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું છે.એક્ઝિબિશનમાં વિવિધ ઉદ્યોગો વચ્ચે ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’ પણ યોજાશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિત ચૌધરી, ઊર્જા
વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ,એક્ઝિબિટર્સ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…………
જનક દેસાઈ
[12/3, 2:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *જે કોમ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
*મોટા ફોફળીયા પહોંચેલી સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં સહભાગી થતાં રાજ્યપાલશ્રી, સરદાર ગાથામાં મનનીય પ્રવચન*
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં પહોંચે તે પૂર્વે પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે.
સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા, ખાસ કરીને ‘બારડોલીના સરદાર’ તરીકેની તેમની ભૂમિકા પર વિશેષ ચર્ચા રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો મૂળ રીતે ખેડૂતો છે, અને તેમના પૂર્વજો પણ ખેડૂત રહ્યા છે.
તેમણે બારડોલી સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ સમજાવતા કહ્યું કે, વર્ષ ૧૯૨૮માં અંગ્રેજોનું શાસન હતું, અને ખેડૂતોની હાલત અત્યંત દયનીય હતી. તે સમયે અંગ્રેજોએ ખેતી માટે નહેરો, વીજળી કે રસ્તાની કોઈ વ્યવસ્થા કરી નહોતી, અને વરસાદ ન થવાને કારણે પાક પણ થતો નહોતો. આવી સ્થિતિમાં અંગ્રેજ સરકારે ખેડૂતો પરનો ભૂમિકર સીધો ૩-૪ ટકા થી વધારીને ૨૨ ટકા કરી દીધો હતો, અને કેટલાક ખેડૂતોની જમીન પર તો આ ટેક્સ ૬૦ ટકા સુધી લાદવામાં આવ્યો હતો. જ્યારે ખેડૂતો આ ટેક્સ ચૂકવી શક્યા નહીં, ત્યારે અંગ્રેજોએ તેમના મવેશિયો અને જમીન પણ છીનવી લીધા હતા.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ મુશ્કેલીના સમયે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી. તેઓ ખેડૂતો માટે બારડોલીના ગામડે ગામડે ફર્યા હતા. જ્યાં તેમણે દરેક ખેડૂત ભાઈઓ અને બહેનોને એકઠા કર્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કર્યો અને તેમને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કર્યું હતું. તેમણે લોકોને સમજાવ્યું કે જો આપણે સંગઠન શક્તિનો પરિચય આપીશું અને બહાદુરી બતાવીશું, તો આપણે આ મોટી તાકાતને પણ ઝુકાવી શકીશું.
સરદાર પટેલની સંગઠન શક્તિના પરિણામે ખેડૂત વર્ગ, અને ખાસ કરીને બહેનો, સત્યાગ્રહમાં મક્કમ રહ્યા હતા. અંગ્રેજોએ ખૂબ ડરાવ્યા અને ધમકાવ્યા, પરંતુ ખેડૂતો ટસથી મસ ન થયા હતા. આ આંદોલનની સફળતા જોઈને બારડોલીની બહેનોએ વલ્લભભાઈને ‘સરદાર’નો ખિતાબ આપ્યો હતો અને તેઓ ત્યારથી ‘સરદાર’ વલ્લભભાઈ પટેલના નામથી જાણીતા થયા હતા. આ વિજયના પરિણામે અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું હતું. ૨૨ ટકા તથા ૬૦ ટકા કરવામાં આવેલો કર ઘટાડીને માત્ર ૬.૩ ટકા કરવો પડ્યો હતો. આ સફળતા માત્ર ખેડૂતોનો વિજય નહોતો, પરંતુ તેણે આખા દેશમાં મંદ પડી ગયેલા અંગ્રેજો વિરોધી આંદોલનમાં નવો જોશ અને શક્તિ ઊભી કરી હતી.
રાજ્યપાલશ્રીએ આઝાદી પછીના સરદારના યોગદાનને યાદ કરતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ શાંતિપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હતા અને ઈશ્વરે તેમને સંગઠન શક્તિના દેવતા તરીકે ધરતી પર મોકલ્યા હતા. જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે તે ૫૬૨ રજવાડાઓમાં વહેંચાયેલું હતું. સરદારે પોતાની મજબૂત ઈચ્છા શક્તિ અને વીરતાના પરિચયથી તમામ રાજા-રજવાડાઓને સમજાવ્યા અને રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં બાંધ્યા હતા. તેમણે જુનાગઢ અને હૈદરાબાદના શાસકોને પણ યોગ્ય રીતે સમજાવીને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું હતું.
જોકે, આ ૫૬૨ રજવાડાઓમાંથી જમ્મુ-કાશ્મીરનો ઉકેલ લાંબા સમય સુધી આવ્યો નહીં. રાજ્યપાલશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે, ગુજરાતની ધરતીના બીજા લાલ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્યાંથી કલમ ૩૭૦ હટાવીને સરદારના અખંડ ભારતના મિશનને પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા જ્યાં પણ હશે, તે સંતુષ્ટ હશે. અંતે, તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીએ સરદાર પટેલને જે સન્માનના હકદાર હતા તે આપ્યું છે. આજે કેવડિયા ખાતે તેમની ૧૮૨ મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રતીક તરીકે ઊભી છે, જે દેશના ખૂણે ખૂણેથી આવતા લોકોને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પ્રેરણા આપે છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની આ પવિત્ર ધરતીએ જે મહાપુરુષને જન્મ આપ્યો, જેમણે પોતાનું સમગ્ર જીવન ‘રાષ્ટ્રાય સ્વાહા’ કરીને જીવ્યું, એવા મહાપુરુષની ૧૫૦મી જન્મજયંતિના પદયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ ગૌરવની વાત છે.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ‘સરદાર @ ૧૫૦’ અત્યાર સુધીમાં ૧૧૫ કિલોમીટર પૂર્ણ થઈ ચૂકી છે. આ યાત્રાના પ્રારંભથી જ અનેક લોકો જોડાયા છે. જેમાં અનેક રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને અનેક આગેવાનોએ ભાગ લીધો છે. મંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી આ બધા લોકોનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. આ યાત્રા આવનારી પેઢી માટે ખૂબ મોટો સંદેશો છે. મંત્રીશ્રીને અનેક યુવા મિત્રો સાથે વાતચીત કરવાનો પણ અવસર મળ્યો હતો, અને તેમણે આ યુવા મિત્રોનું સહ દિલથી સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે ૫૬૨ જેટલી દેશી રિયાસતોને અખંડ ભારતની અંદર એક સૂત્રમાં બાંધીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. તેમના વિચારો, તેમનો ત્યાગ, આજની પેઢી જ નહીં પણ ભવિષ્યની પેઢી પણ ભૂલી શકવાની નથી. તેમણે ઉમેર્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારતનું સપનું લઈને ચાલવાની પ્રેરણાથી જ આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી શ્રેષ્ઠ ભારતનું સપનું લઈને ચાલી રહ્યા છે, જેમાં આપણે સૌ જોડાઈ રહ્યા છીએ. મંત્રીશ્રીએ નવી પેઢીને આહ્વાન કરતા કહ્યું હતું કે આપણે સૌએ આમાંથી પ્રેરણા લઈને દેશને આત્મનિર્ભર ભારત બનાવવામાં સહભાગી થવાનું છે. તેમણે દેશની આર્થિક પ્રગતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત આજે ઇકોનોમીની દ્રષ્ટિએ પૂરા વિશ્વની અંદર ચોથા ક્રમે છે અને ટૂંકા સમયમાં ત્રીજા સ્થાને પહોંચવાની તૈયારીમાં છે, જેનો ખૂબ મોટો ફાયદો આવનારી પેઢીને થવાનો છે. અંતે, મંત્રીશ્રીએ સવારથી મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયેલા લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને સરકાર વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રી કાયમી પદયાત્રીઓ સાથે રાષ્ટ્રીય પદયાત્રામાં સહભાગી બન્યા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સરદાર ગાથા દરમિયાન ગામના તેજસ્વી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલે કરી હતી.
આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી પી. સી. બરંડા, પૂર્વ મંત્રી શ્રી વલ્લભભાઈ કથિરીયા, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી બ્રીજેશભાઈ મેરજા, ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, કલેકટર શ્રી ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦
[12/3, 3:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સરકારી કોલેજના ૨૨૫ ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી: ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા*
*********************
• *રાજ્યના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારી આપવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ*
• *ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે અમદાવાદ ખાતે તા. ૦૧ થી ૦૪ ડિસેમ્બર દરમિયાન વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન*
*********************
વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં રાજ્યના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારી આપવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.
રાજ્યની વિવિધ સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ ૨૦૨૫માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત મુજબ રોજગારી આપવા માટે વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગાંધીનગર દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે એલ. ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ, અમદાવાદ ખાતે તા. ૦૧ થી ૦૪ ડિસેમ્બર દરમિયાન એક વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડ્રાઇવમાં રાજ્યની ૪૭ જેટલી સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ ૨૦૨૫માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લેવા માટે રીલાયન્સના નિર્ધારિત પોર્ટલ પર આશરે ૩૮૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ઓનલાઈન ટેસ્ટ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના ૬૦૮ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના ૭૨૮ વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યુ માટે ડીગ્રી એન્જિનિયરિંગના આશરે ૪૭૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી ડીગ્રી એન્જિનિયરિંગના ૨૨૫ વિધાર્થીઓ સિલેકટ થયા છે. તેમજ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઇન્ટરવ્યુ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની પ્રક્રિયા હાલ ચાલુ છે.
વિદ્યાર્થીઓને ટેક્નિકલ શિક્ષણ બાદ રોજગારી આપવાના હેતુથી રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હસ્તકની તમામ ડિગ્રી અને ડિપ્લોમા સરકારી ઇજનેરી કોલેજો ખાતે પ્લેસમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. આ સેલ દ્વારા વિદ્યાર્થીઓની રસ, રૂચિ, કલા, કૌશલ્યો અનુસાર તેમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા હોય તેવી કંપનીઓ સાથે ઈન્ટરવ્યુ કરાવીને રોજગારી આપવામાં આવે છે.
****************
ઋચા રાવલ
[12/3, 4:05 PM] +91 99784 01911: *આજે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ૧૪૧મી જયંતી*
*******************
*ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે નાયબ દંડક શ્રી વિજય પટેલ સહિત સમગ્ર વિધાનસભા પરિવારે ડૉ. તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી*
*******************
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ૧૪૧મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ શ્રી ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. ૩જી ડિસેમ્બર-૧૮૮૪ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન ૧૯૦૭થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન ૧૯૧૭થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન ૧૯૨૦માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો.
તેઓ આઝાદીની લડતમાં અંત સુધી ગાંધીજીના અતિવિશ્વાસુ સાથીદાર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં તથા ખાદી પ્રચારના કામમાં પણ અથાગ પરિશ્રમ કર્યો હતો. આ ઉપરાંત તેમણે “ઇન્ડિયા ડિવાઈડેડ” જેવા અન્ય પુસ્તકોનું લેખન કર્યું છે. સાથે જ, તેમણે બંધારણસભાના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી.
આજના આ ગૌરવશાળી દિવસે તેમના તૈલીચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ-ગાંધીનગર અને આર્મી પબ્લિક સ્કૂલ-અમદાવાદના વિદ્યાર્થીઓ પણ વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
********************
નિતિન રથવી
[12/3, 4:25 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક
…………………………
BJP, INC, AAP અને BSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા
………………………
માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO શ્રી હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની જેમ ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. જે પ્રશંસાને પાત્ર છે. નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના કુલ 50 હજારથી વધુ BLA પણ મતદાનયાદીની ખાસ સઘન સુધારણામાં મદદરૂપ બની રહ્યા છે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વસ્તી જટિલતાને ધ્યાને લઈને BLOની મદદ માટે રાજ્યભરમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની પણ નિયુક્તિ કરાઈ છે. આગામી તબક્કાઓમાં BLO અને BLAની ભૂમિકા મહત્વની હોઈ, માન્ય રાજકીય પક્ષો વધુમાં વધુ BLAની નિયુક્તિ કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ કર્યો હતો.
મતદારોની મુંઝવણ અને પ્રશ્નોના સમાધાન માટે તા.15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર એમ 6 દિવસ રાજ્યભરમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 50 લાખથી વધુ લોકોએ લીધો હતો. આગામી તબક્કાઓમાં પણ આવા કેમ્પ આયોજીત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તા. 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ સમાવિષ્ટ ન હોય તેવા મતદારોની યાદી સમાવિષ્ટ ન થવાના કારણો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રકાશિત કરવામાં આવશે તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને તે કારણસર તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નં 6 ભરી શકશે. તા.15 જાન્યુઆરી 2026 પહેલા જે મતદારનું ફોર્મ નં 6 મતદાર નોંધણી અધિકારીને મળી જશે, તેમના ફોર્મ મંજૂર થયેથી તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. તા. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે અને તેવા મતદારોના નામનો સમાવેશ SIR બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે. બેઠકના અંત ભાગમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓએ પણ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચને સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/3, 5:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ – કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ*
*શિનોરના બિથલી ગામે સરદાર@૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રાનું ભવ્ય સ્વાગત, શ્રી પાટીલ પદયાત્રામાં સહભાગી થયા*
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રાનું શિનોર તાલુકાના બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી સી. આર. પાટીલ સહભાગી થયા હતા.
શ્રી પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે. તેમણે ટાંચા સાધનો સાથે ૫૬૨ રજવાડાઓને જોડીને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી. મહાત્મા ગાંધીજી જ્યારે સ્વતંત્રતા અને અખંડ ભારત બનાવવા માટે સત્યાગ્રહ કરતા હતા, ત્યારે તેમના પ્રયત્નને ખરા અર્થમાં જમીન પર ઉતારનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિષ્ઠા અને પ્રતિભાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિશ્વમાં સૌથી મોટી પ્રતિમાનું સર્જન કરાવ્યું છે. આ લોખંડની પ્રતિમા માટેનું લોખંડ આખા દેશના અલગ અલગ ખેડૂતોએ પોતાના ખેતીના સાધનોમાંથી થોડો થોડો ભાગ આપીને સહયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ વિશ્વનું એક ઉદાહરણ છે કે જેણે અખંડ ભારતની રચના કરી, તેને આખા દેશના સહયોગથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
વળી, સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વનો દાખલો બારડોલીનો સત્યાગ્રહ છે. જ્યારે આ સત્યાગ્રહ ચરમ સીમા પર હતો, ત્યારે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેના નેતૃત્વ માટે મોકલ્યા હતા, અને આશ્રમમાં લાંબો સમય રહ્યા બાદ ત્યાંની એક બહેને તેમને સરદાર’નું બિરુદ આપ્યું હતું. આ સફળ નેતૃત્વ કરવાને કારણે જ વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા.
તેમણે પદયાત્રામાં જોડાયેલા હજારો લોકોને સંબોધતા સંકલ્પ લેવા માટે આહ્વાન કર્યું હતું કે આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમણે બતાવેલી દિશામાં આગળ વધવું જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક યુવાને એવો સંકલ્પ કરવો જોઈએ કે અખંડ ભારતને તોડવાના કોઈપણ પ્રયત્નનો મજબૂત થાય એ રીતે સામનો કરવામાટે તેઓ તૈયાર રહેશે. વિશ્વને એવો સંદેશ મળવો જોઈએ કે “અમે લોખંડી પુરુષના વારસ છીએ અને અમારી તરફ આંખ ઊંચી કરીને જોવાવાળાને જવાબ આપવાની તાકાત રાખી છીએ”.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાનું ભારત, અખંડ ભારતની અખંડતા જાળવવા માટે આપણે બલિદાન આપવા સુધી તૈયારરહીશું, તેવા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. તેવી તેમણે હાંકલ કરી હતી.
આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[12/3, 5:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *આંગણવાડી કાર્યકર/તેડાગર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહ*
*મહાનુભાવ*: *માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન.મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ*
*તારીખ : *૪-૧૨-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *સવારે ૧૦.૩૦ કલાકે
*સ્થળ : *મહાત્મા મંદિર, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
નોંધ: મીડિયાના મિત્રોએ ગેટ નંબર-૧ થી પ્રવેશ લેવાનો રહેશે
*નોંધ:- કાર્યક્રમ બાદ પત્રકારશ્રીઓ માટે કાર્યક્રમ સ્થળે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[12/3, 5:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી રાજ્ય મંત્રી મંડળની બેઠક*
*******************************
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરની તમામ સરકારી શાળાઓના ટોઇલેટ બ્લોકની સઘન મરામત અને સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવા સૂચનાઓ આપી: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને ગંદકીને અટકાવવા મુખ્યમંત્રીશ્રીનો આદેશ: પ્રવક્તા મંત્રીશ્રી*
*હવા પ્રદૂષણ સામે અત્યારથી જ એલર્ટ થઈને તેને ઘટાડવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશ આપ્યા*
*******************************
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ટોઇલેટ બ્લોકની ઝુંબેશ સ્વરૂપે વ્યાપક મરામત અને સાફ-સફાઈ હાથ ધરવા માટે આદેશ કર્યો છે.
તેમણે આ સંદર્ભે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરની તમામ શાળાઓમાં ટોઇલેટ બ્લોકની સઘન તપાસ કરીને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં ખાસ ઝુંબેશના ભાગરૂપે સેનિટેશન, ડ્રેઈનેજ, પાણીની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના નદી-નાળાઓમાં ગંદકી અને પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં વહેલી તકે નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે દિશાનિર્દેશ કર્યા છે.
તેવી જ રીતે, રાજ્યમાં હવા પ્રદૂષણને ઘટાડવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
****************************
નિતિન રથવી
[12/3, 5:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે અત્યાર સુધીમાં રાજ્યના ૩.૩૯ લાખથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. ૧૦૯૮ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*****************
• *કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અત્યાર સુધીમાં ૨૯.૮૦ લાખથી વધુ અરજીઓ મળી*
• *અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે*
• *બાકી રહેલા ખેડૂતો આગામી તા. ૫ ડિસેમ્બર સુધી સહાય મેળવવા અરજી કરી શકશે*
*****************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.
આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE/VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૫ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ ૨૯.૮૦ લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ ૪.૯૧ લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. ૧૪૯૭ કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં ૩.૩૯ લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. ૧૦૯૮ કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોને પણ તબક્કાવાર તેમના બેંક ખાતામાં ઝડપથી સહાય ચૂકવવામાં આવશે. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
****************************************
ઋચા/નીતિન
[12/3, 7:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળો આસપાસ હોટલ અને નાસ્તાની લારી/દુકાનો પર સરપ્રાઈઝ “ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઈક”*
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં તમામ કલેક્ટર અને મહાનગરના કમિશનરોને અપાયા હતા આદેશ*
*ફૂડ ક્વોલિટીમાં ખામી જણાય તે તમામ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ*
*યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ યાત્રિકો માટે શુધ્ધ પાણી, સ્વચ્છ શૌચાલય, સફાઈ વ્યવસ્થા અને ફૂડ ક્વોલિટી સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ખાસ એક્શન પ્લાન તૈયાર કરાશે*
…..
રાજ્યના તમામ જિલ્લાના કલેકટર, મહાનગરપાલિકા કમિશનર અને દેવસ્થાનના વહીવટદારશ્રીઓ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
રાજ્યના નાગરિકો અને ખાસ કરીને યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો પર જતા યાત્રાળુઓને સારામાં સારી પાણીની સુવિધા, યાત્રાળુઓના ધસારાનો અભ્યાસ કરીને આવા સ્થળોએ તે જરૂરિયાત મુજબ પબ્લિક ટોયલેટની સંખ્યા વધારવા અને તે તમામ શૌચાલય નિયમિત નીટ એન્ડ ક્લીન રાખવાની યોજના તૈયાર કરવા, દિવ્યાંગ અને વરિષ્ઠ યાત્રાળુઓ માટે ખાસ સુવિધા ગોઠવવા તેમજ આ તમામ સ્થળો આસપાસની હોટલ, દુકાનો અને લારીઓમાં વેચાતા ફૂડની ગુણવત્તા પર ખાસ ચેકીંગ કરવા જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
રાજ્યના પ્રવાસન સ્થળો અને યાત્રાધામ સ્થળો તથા તેની આસપાસના વિસ્તારોમાં દુકાનો લારીઓ અને હોટલો પર વેચાતા નાસ્તા અને ભોજનની ગુણવત્તા ચકાસણીના મુદ્દા પર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભાર મુક્યો અને આજે તા. ૩ જી ડિસેમ્બરે રાજ્યભરમાં સાંજે ૪ વાગે સરપ્રાઈઝ “ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઈક” કરવા તમામ કલેક્ટર અને મહાનગર પાલિકા કમિશનરોને સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુણવત્તામાં ખામી જણાય તેવા તમામ હોટલ, લારીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. દર અઠવાડિયે આ પ્રકારની આકસ્મિક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યના તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળ ઉપર સ્વચ્છતા રાખવા ઉપરાંત આ સ્થળોને જોડતા તમામ રૂટ પર પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર/ શહેર કમિશનર દ્વારા આકસ્મિક ચેકિંગ સહિતની ડબલ વેરિફિકેશન વ્યવસ્થા ગોઠવવા કડક સુચના આપવામાં આવી. તે ઉપરાંત તમામને સ્વચ્છતા જાળવણી માટે એક ખાસ SOP તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
….
[12/4, 9:13 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *આંગણવાડી કાર્યકર/તેડાગર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહ*
*મહાનુભાવ*: *માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન.મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ*
*તારીખ : *૪-૧૨-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *સવારે ૧૦.૩૦ કલાકે
*સ્થળ : *મહાત્મા મંદિર, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
નોંધ: મીડિયાના મિત્રોએ ગેટ નંબર-૧ થી પ્રવેશ લેવાનો રહેશે
*નોંધ:- કાર્યક્રમ બાદ પત્રકારશ્રીઓ માટે કાર્યક્રમ સ્થળે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[12/4, 11:11 AM] +91 99784 01911: *નોંધ:- મીડિયાના મિત્રો માટે મહાત્મા મંદિર ખાતે ભોજનની વ્યવસ્થા પ્રથમ માળે સેમિનાર હોલ ૩ ખાતે કરવામાં આવી છે.*
🇮🇳🙏🏻
[12/4, 12:02 PM] +91 99784 01911: *WATCH LIVE*
*Date* *04-12-25* | *Time* *11:30* *AM*
*LIVE: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદગી પામેલ ઉમેદવારોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ.*
*સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર*
*CM gives appointment letters to candidates selected as Anganwadi karyakar & Tedagar*
*YouTube :-* https://www.youtube.com/watch?v=FDeUVLJ1zAg
*YouTube :-* https://www.youtube.com/watch?v=5wXRgp7rAaY
*FB :-* https://www.facebook.com/share/v/1SX3GjMjjr/
*FB :-* https://www.facebook.com/share/v/1BZyy8cVTu/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1996461580054348020?s=20
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1996461580708643120?s=20
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[12/4, 12:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની પ્રાચીન ટાંગલિયા કલાને વિશ્વમંચે પહોંચાડતું VGRC રાજકોટ*
*ગુજરાતની 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને VGRC માં મળશે વૈશ્વિક રોકાણકારો સાથે નવી તક*
*“વિકાસ ભી, વિરાસત ભી”: ટાંગલિયા કલાના માધ્યમથી ગુજરાતની સમૃદ્ધ ઓળખ*
*પદ્મશ્રી લવજીભાઈ પરમારના યોગદાનથી ટાંગલિયા કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી*
******
*ગાંધીનગર, 4 ડિસેમ્બર 2025:* માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના પ્રેરણાદાયી મંત્રને સાકાર બનાવતાં, રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. આ પરિષદમાં ગુજરાતની પ્રાચીન અને ગૌરવસભર ટાંગલિયા કલા કેન્દ્રસ્થાને રહેશે.
ગુજરાતની 700 વર્ષ જૂની હાથશાળ કલા – ટાંગલિયા તેના વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્ન – ‘દાણા’ માટે વિશ્વભરમાં જાણીતી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢીદર પેઢી સંરક્ષિત કરવામાં આવેલી આ કલામાં તાણા–પેટામાં વધારાના વેફ્ટ દોરાને સૂક્ષ્મતા અને ચાતુર્યપૂર્વક ફેરવી વિવિધ ભૌમિતિક આકૃતિઓ વણી કાઢવામાં આવે છે. આ ટેકનિકની દુર્લભતા, ચોકસાઈ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વને કારણે ટાંગલિયાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (GI) દરજ્જો મળ્યો છે, જે તેની પ્રામાણિકતાને પુષ્ટિ આપે છે અને તેના સમયાતીત વારસાને સુરક્ષિત રાખે છે.
ગુજરાતની એક પ્રાચીન કારીગરી, ટાંગલિયા વણાટની ઉત્કૃષ્ટ કળા, જે એક સમયે વિસ્મૃતિની અણી પર હતી, બદલાતા સમય અને મોટા પાયે ઉત્પાદનને કારણે જોખમમાં મુકાઈ ગઈ હતી. એક સમયે સંભવિત રીતે ખોવાયેલી કલા, આ 700 વર્ષ જૂની પરંપરા હવે એક નોંધપાત્ર વૈશ્વિક પુનરુત્થાનનો અનુભવ કરી રહી છે, જે પ્રાચીન કલાકૃતિઓ માટે વિશ્વની વધતી જતી પ્રશંસા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
આ વૈશ્વિક પુનર્જાગૃતિને આગળ વધારવામાં પદ્મશ્રી લવજીભાઈ પરમારનું યોગદાન અવર્ણનીય છે. ટાંગલિયા વણાટ કળાના આ માસ્ટરે ચાર દાયકાથી વધુ સમયથી આ પરંપરાને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવા માટે અવિરત પ્રયત્નો કર્યા છે. યુવા પેઢીને આ વારસાથી જોડવા તેમણે સ્થાપિત કરેલું કોમન ફેસિલિટી સેન્ટર તાલીમ, ટેક્નિકલ માર્ગદર્શન અને બજાર સપોર્ટ પૂરો પાડીને અનેક નવા યુવા કારીગરોને પ્રોત્સાહિત કરે છે. દેશભરના પ્રદર્શનો અને વિવિધ ડિઝાઇનર – વિક્રેતાઓ સાથેના સહકાર દ્વારા તેમણે આ કલાને ફરી જીવંત બનાવી, જેથી તેમને “ટાંગલિયાનો ત્રાંહાર” જેનો અર્થ થાય છે ટાંગલિયાનો તારણહાર તરીકે ઓળખ મળીને સન્માનિત સ્થાન પ્રાપ્ત થયું.
ટાંગલિયા કલાની વૈશ્વિક સ્વીકાર્યતામાં વધારો સુરેન્દ્રનગરના કારીગર બલદેવ મોહનભાઈ રાઠોડના ઉલ્લેખનીય કાર્યથી વધુ સ્પષ્ટ થાય છે. તેમના દ્વારા બનાવાયેલ ટાંગલિયા શર્ટ હોલિવૂડ ફિલ્મ “F1”માં પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ દ્વારા પહેરાતા, આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતની કારીગરીને અનોખું સ્થાન મળ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના માર્ગદર્શક સિદ્ધાંતને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરતી ટાંગલિયા કલા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાગત હસ્તકૌશલ્યનું પ્રતીક બની છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આ વારસાને પ્રોત્સાહિત કરવા, કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે નવા અવસર સર્જવા અને વૈશ્વિક બજારો સાથે જોડાણ વધારવા માટે સશક્ત મંચ પૂરો પાડશે. કચ્છ-સૌરાષ્ટ્ર જેવા વિકાસશીલ વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાથી રાજ્ય સરકારની સમાવેશી વૃદ્ધિ, કૌશલ્ય વિકાસ અને પરંપરાગત આજીવિકાના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.
સ્થાનિક કારીગરો, યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સાંસ્કૃતિક રાજદૂતોને એક જ મંચ પર લાવી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માત્ર આર્થિક સમૃદ્ધિ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક આત્માને ઉજવણી આપતી એક અનોખી પહેલ બની રહેશે. આ કાર્યક્રમ એ સંદેશને પુનઃસ્થાપિત કરશે કે પ્રગતિ ત્યારે જ શ્રેષ્ઠ બને છે, જ્યારે તે સમુદાયોને સશક્ત બનાવે છે, વારસાને સંરક્ષે છે અને દરેક ઘરમાં ગૌરવની ભાવના જગાવે છે.
X-X-X
[12/4, 4:32 PM] +91 99784 01911: *ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો*
**********************************************
*ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૧.૨૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો*
**********************************************
*છેલ્લા બે દાયકામાં રાજ્યના ૧૬.૨૮ લાખથી વધુ ખેડૂતોએ ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી*
**********************************************
*સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ આ ૧૬.૨૮ લાખ ખેડૂતોને રૂ. ૯૨૨૪.૨૭ કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ*
**********************************************
આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.
પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૫ થી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં ગુજરાતના ૧૬.૨૮ લાખથી વધુ ખેડૂતોએ આશરે ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અને આ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૯૨૨૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો રૂ. ૫૭૪૦.૭૧ કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. ૩૪૮૩.૫૬ કરોડ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે હરણફાળ ભરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે ૧.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જ્યારે, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં પણ આશરે ૧.૨૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો, જે માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂ. ૬૦૫.૪૨ કરોડની સહાય આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂ. ૩૨૯.૪૨ કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. ૨૭૬ કરોડનો છે.
સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દૃષ્ટિએ ૪.૮૮ લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં મોખરે અને ત્યારબાદ, ૧.૮૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય તેમજ ૧.૩૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે.
આ ઉપરાંત ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં રાજ્યના મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના ૮.૯૨ લાખથી વધુ મધ્યમ વર્ગના ખેડૂતોએ ૧૬.૪૨ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. જ્યારે, રાજ્યના ૪.૯૮ લાખથી વધુ નાના ખેડૂતોએ ૫.૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં, ૧.૮૩ લાખથી વધુ સીમાંત ખેડૂતોએ ૧.૨૩ લાખ હેક્ટર વિસ્તારમાં અને ૫૫ હજારથી વધુ મોટા ખેડૂતોએ ૧.૪૯ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો છે.
ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તાર પૈકી ૨૦.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ ૪.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુખ્ય ખેતી પાકોમાં મગફળી માટે ૧૧.૦૨ લાખ હેક્ટર, કપાસ માટે ૭.૫૬ લાખ હેક્ટર અને શેરડી માટે ૦.૧૬ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે, બાગાયતી પાકોમાં બટાટા પાક હેઠળ ૨.૨૦ લાખ હેક્ટર, કેળ પાક હેઠળ ૦.૩૪ લાખ હેક્ટર, આંબા પાક હેઠળ ૦.૧૮ લાખ હેક્ટર અને શાકભાજી પાકો હેઠળ ૦.૯૨ લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.
ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી-રજીસ્ટ્રેશન કરાવીને અપનાવી શકે છે. પ્રી-રજીસ્ટ્રેશન માટે ખેડૂત પોતાનું **“પૂરું નામ – જિલ્લો – તાલુકો – ગામ”**ના ફોર્મેટમાં લખીને GGRCના મોબાઈલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર SMS કરીને નોંધણી કરી શકે છે. આ ઉપરાંત GGRCની વેબસાઇટ “khedut.ggrc.co.in” ઉપર જઈને ખેડૂતો વિગતો દાખલ કરીને નોંધણી કરી શકે છે. અરજીની પૂર્વ નોંધણી બાદ GGRCના માન્ય સપ્લાયર્સ આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે.
**********************************************
નિતિન રથવી
[12/4, 5:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાયલીમાં શ્રી ઓમકારેશ્વર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને કુંભોત્સવમાં સહભાગી થતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યું*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આર્ષ વિદ્યા મંદિર દ્વારા સ્થાપિત શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તથા કુંભાભિષેક મહોત્સવમાં સહભાગી થયા હતા. તેમણે શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન વૈદિક પરંપરા અને સંતો-ઋષિઓ દ્વારા આપવામાં આવેલું શાશ્વત જ્ઞાન માનવજીવનનો મૂળ આધાર છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે માનવે બાહ્ય વિજયો તો મેળવ્યા છે, પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને અજ્ઞાન જેવા આંતરિક દુશ્મનો પર વિજય મેળવવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાન છે. આ જ્ઞાનને જીવંત રાખવા પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી, સ્વામી શ્રી પરમાનંદજી તથા સમગ્ર ગુરુ-શિષ્ય પરંપરા સતત પ્રયત્નશીલ છે.
તેમણે આર્ષ વિદ્યા મંદિર દ્વારા સંચાલિત શૈક્ષણિક પરંપરાની પ્રશંસા કરતાં જણાવ્યું કે, અહીં બાલિકાઓને ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવીને આધ્યાત્મિકતા સાથે આધુનિક શિક્ષણ આપવામાં આવે છે, જે રાષ્ટ્રનિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે. આ જ પરંપરાના ભાગરૂપે ગૌશાળાનું નવનિર્મિત ભવન તથા ગૌ-આધારિત કુદરતી ખેતીના કાર્યક્રમોને તેમણે ભારતીય સંસ્કૃતિના પુન:ર્જીવિત થવાનું પ્રતીક ગણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો કે, વેદોમાં ગાયને વિશ્વની માતા કહેવામાં આવી છે. રાસાયણિક ખેતીના કારણે આજે ડાયાબિટીસ, કેન્સર, કિડની તથા પેન્ક્રિયાસના રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જે પચાસ વર્ષ પહેલાં સમાજમાં અજાણ્યા હતા. જમીનની ફળદ્રુપતા નષ્ટ કરનાર યુરિયા તથા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગૌ-આધારિત શુદ્ધ સ્વદેશી કુદરતી ખેતી અપનાવવી આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ આર્ષ વિદ્યા મંદિર તથા તેની ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે થઈ રહેલા અમૂલ્ય કાર્યોની સરાહના કરી હતી.
આ પ્રસંગે આર્ષ વિદ્યા મંદિરના સંતોમહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
[12/4, 6:57 PM] +91 99784 01911: *નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ*
____________
*વડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા:- નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી*
____________
*સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે: વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત:- નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી*
____________
*વડગામમાં ૪ કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી કાર્યરત: વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે ઘરઆંગણે કરી શકશે*
_____________
*૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઉભી કરાઈ*
_____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા :- ૯૬૫/૧૦
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવા કટિબધ્ધ છે. સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે. વડગામનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કામ કરી રહી છે. આ લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિક યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકારશ્રી દ્વારા વડગામ ખાતે ૬૯૮.૦૫ ચો.મી.જમીન પર અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરી ખાતે કુલ ૧૬૯ વિદ્યાર્થીઓને બેસવાના ક્ષમતાવાળી G+૧ ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ- અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા ૨૦ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર આ લાઇબ્રેરી થકી વડગામ આજુબાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે.શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે.
નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમત ગમત રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વડગામ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
***
[12/4, 6:57 PM] +91 99784 01911: *નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું કર્યું લોકાર્પણ*
____________
*કુલ રૂ.૯.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઈન્ડોર હોલ થકી સ્થાનિક રમતવીરોને મળશે ઘર આંગણે સુવિધાઓ*
____________
*બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, શુટિંગ રેન્જથી લઈને જીમ સહિતની સુવિધાઓ હવે એક જ છત હેઠળ મળી રહેશે*
_____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા :- ૯૬૫/૧૧
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સંવાદ સાધ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે.
કુલ રૂ. ૯.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે.
આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે ૨૦૦ મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામેલ ઇન્ડોર હોલ થકી બનાસકાંઠા જિલ્લામાં રમત ગમત ક્ષેત્રની સુવિધાઓમાં વધારો થશે. ખેલ ક્ષેત્રની આધુનિક સુવિધાઓ મળવાથી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે.
આ પ્રસંગે રમત ગમત રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી સંદિપ સાંગલે, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
***
[12/4, 7:00 PM] +91 99784 01911: *પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
—-
*શિનોરના બાવળીયા ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પરિસંવાદમાં રાજ્યપાલશ્રીનો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ*
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ… પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી માત્ર જમીનને બંજર બનાવે છે એટલું જ નહીં, પરંતુ કેન્સર અને અન્ય ગંભીર રોગો માટે પણ જવાબદાર છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવામાં કોઈ જોખમ નથી. “પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, ઊલટું વધે છે; અને તે સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે અમૃત સમાન છે,” એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, તેઓ હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર ખાતેના ગુરુકુળમાં ૨૦૦ એકર જમીન અને ૪૦૦ ગૌમાતાઓ સાથે છેલ્લા નવ વર્ષથી એક પણ ટીપું યુરિયા, ડીએપી અથવા જંતુનાશક નો વપરાશ કર્યા વગર શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે. જે લોકોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમના ઉત્પાદન વર્ષ પ્રતિ વર્ષ વધ્યા છે, આ વાતનો હું જીવંત સાક્ષી છું.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે તેમણે કહ્યું કે, મોટા ભાગના ખેડૂતોની જમીનમાં ઓર્ગેનિક કાર્બન ૦.૫ થી નીચે આવી ગયું છે, જે જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનું સૂચવે છે. યુરિયા અને જંતુનાશકો ધરતીના મિત્ર સૂક્ષ્મજીવો, અળસિયા અને પરોપકારી કીટકોને નષ્ટ કરી દેતા હોવા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
યુએનઓના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે વિશ્વમાં ખેત ઉત્પાદન ૧૦ ટકા ઓછું થઈ ગયું છે અને આ રીત ચાલુ રહી તો ઉત્પાદન હજુ ઘટશે.
ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન ઘટી શકે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનને પોલી બનાવે છે, જે ધરતીને વધારે પાણી શોષવામાં મદદ કરે છે. તેથી કમોસમી વરસાદ હોય ત્યારે પણ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું નુકસાન ઓછું થાય છે, જ્યારે રાસાયણિક ખેતીથી બનેલી કડક જમીનમાં પાણી ભરાઈ પાક બરબાદ થઈ જાય છે.
યુરિયા અને ડીએપીમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણ સાથે મળીને નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે.
રાજ્યપાલશ્રીએ કૃત્રિમ બીજ દાન સહિત કૃષિ અને પશુપાલન કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમની શરૂઆતમાં નાયબ ખેતી નિયામક શ્રી જે. ડી. ચારેલએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા ધામેલિયા, નાયબ કલેક્ટર શ્રી શિવમ બારિઆ, આત્મા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, કૃષિ વિભાગનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
—–
[12/4, 7:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતનો ગાંધીનગરમાં ગૌરવશાળી સમારોહ*
******
*‘વિકસિત ભારત @૨૦૪૭’ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોએ નિભાવવાની છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
******
_*-:મુખ્યમંત્રીશ્રી:-*_
* બાળકના ઘડતરમાં આંગણવાડી પ્રથમ પગથિયું છે.
* રાજ્યમાં ૫૩,૦૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત વધુ ૧૭૦ આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.
* નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું વડાપ્રધાનશ્રીએ આપેલું લક્ષ્ય પાર પાડવા માતાના પોષણ અને સ્વાસ્થ્ય તેમજ ભુલકાઓના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ.
******
*આંગણવાડી કાર્યકરો માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ*
******
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી ૯૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા.
રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિમહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે.
તેમણે સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત – સમૃદ્ધ ભારત બનાવવાની સેવા તક નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી છે તેને સાર્થક કરવા વિકસિત ભારત @૨૦૪૭ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું આહવાન કર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય આપ્યું છે તેને પાર પાડવા રાજ્ય સરકાર માતાઓના પોષણ અને સ્વાસ્થ્ય તેમજ ભુલકાઓના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, બાળ માનસનું સંસ્કાર સિંચન કરીને તેને ભવિષ્યનો નાગરિક બનાવવાનું દાયિત્વ નિભાવતી આંગણવાડી કાર્યકર – તેડાગર બહેનો માતા યશોદાની જેમ બાળકોનું લાલન પાલન અને ઘડતર કરે છે.
વડાપ્રધાનશ્રીએ આવી બહેનોને માતા યોશોદાનું ગૌરવ સન્માન આપ્યું છે અને આંગણવાડી કેન્દ્રને નંદઘરની ઓળખ આપી છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો.
એક સમયે જૂના-પુરાણા મકાનો, પંચાયત ઘરો અને મંદિરોમાં ચાલતા બાળમંદિરોની સ્થિતિ બદલવા માટેનું વિઝન આપીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સંપૂર્ણ સુવિધાયુક્ત આંગણવાડી-નંદઘરોના નિર્માણ કરાવ્યા છે તેના પરિણામે આજે રાજ્યમાં ૫૩,૦૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુ ૧૭૦ જેટલા નવા આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સમારોહમાં કરતાં આવનારા વર્ષોમાં નવા ૧૦ હજારથી વધુ નંદઘરો બનાવવાના રાજ્ય સરકારના આયોજનની વિગતો આપી હતી.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરીને રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોના બાળકો માટે દૂધ સંજીવની યોજના હેઠળ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ દૂધ ઉપરાંત સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટેની પોષણ સુધા યોજના, ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે આ ઉપરાંત આંગણવાડીથી લઈને પ્રાથમિક શાળાના ૪૧ લાખથી વધુ બાળકો માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ પણ શરૂ કરવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલે રાજ્યની આંગણવાડીઓમાં નિમણૂક મેળવનાર તમામ બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તમે આજથી સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાયા છો. તમે સૌ ભવિષ્યના નાગરિક એવા બાળકોના પ્રથમ શિક્ષિક બનવાના છો. તમે જે સંસ્કાર, શિક્ષણ અને પોષણનું બીજ રોપશો તેમાંથી આવતીકાલનું ગુજરાત ખીલશે.
રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકો માટે ઊર્જાના કેન્દ્રો બન્યા છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવશાળી છે. નવી નિમણૂક મેળવી રહેલી બહેનો તેમના ઘરઆંગણે રોજગારી મેળવીને આત્મનિર્ભર બની છે. આ બહેનો રાજ્યમાં સ્ત્રી સશક્તીકરણની નવી ગાથા લખશે. બહેનોને અપાયેલા નિમણૂક પત્રો એ માત્ર નિમણૂક પત્ર નથી પરંતુ બાળકોને સુપોષિત અને શિક્ષિત કરવાના દસ્તાવેજ છે તેમ તેમણે જણાવ્યું હતું.
આંગણવાડી કેન્દ્ર સમાજ નિર્માણનું સૌથી પાયાનું એકમ છે. આંગણવાડી કાર્યકરો બાળકને માતાના ખોળા જેવી સુરક્ષા, પોષણ અને પ્રારંભિક શિક્ષણ આપે છે. આંગણવાડી વ્યવસ્થા સરકારની પ્રત્યેક યોજના અને પ્રત્યેક સંદેશને સાચા અર્થમાં છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડે છે. રાજ્ય સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓનો બાળકોને સુધી સુયોગ્ય રીતે પહોંચાડવાની જવાબદારી આપ સૌ કાર્યકરોની છે. સશક્ત માતા અને સ્વસ્થ બાળક થકી સુપોષિત ગુજરાત બનાવવાના સંકલ્પમાં આપ સૌ શિલ્પકારની ભૂમિકા સુપેરે નિભાવશો તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સાથે રાજકોટ, સુરત અને વડોદરા ઝોનના નવા નિમણૂક પામનારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએથી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલે આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે પોષણની સેવાઓ, પા પા પગલી – પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ડિજિટલ પહેલ, અને પોષણ સંગમ સહિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વિગતો મેળવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે પ્રાસંગિક ઉદબોધન કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી. સાથે જ તેમણે, ગુજરાતની સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય, પોષણ, સુખાકારી અને શિક્ષણ માટે દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત આંગણવાડી બહેનોને અભિનંદન પાઠવીને દેશના ભાવી માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. જ્યારે, કાર્યક્રમના અંતે ICDS કમિશનર શ્રી રણજીતકુમાર સિંઘે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
***********
[12/4, 7:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *04122025 HON’BLE CM SHRI BHUPENDRABHAI PATEL GIVES APPOINTMENT LETTERS TO CANDIDATES SELECTED AS ANGANWADI KARYAKAR & TEDAGAR*
https://photos.app.goo.gl/M8jCF3zwjtjXm9579
[12/4, 7:28 PM] +91 90671 31372: *ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી*
——————-&
*“યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ”, મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી*
——————-&
*ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે: ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી*
——————-&
માહિતી બ્યુરો, પાલનપુર
તા.૦૪/૧૨/૨૦૨૫
સમાચાર સંખ્યા: ૯૬૫/૧૨
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજરોજ ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રમત સંકુલ યુવાઓના સપનાં સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રંથાલય ભવનનું ઇ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે રમત સંકુલના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધાઓને “યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ” ગણાવી પ્રશંસા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાઓ, બાળકો અને વડીલો સહિત દરેક નાગરિક માટે વિકાસની નવી તક ઉભી થઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે આજે “યુવાઓનું સ્વપ્ન સાકાર થયું છે” અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે એની સાક્ષાત્ અસર બનાસમાં જોવા મળી છે. જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓ ઉભી કરાઈ છે.
પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામમાં 20 હજાર પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો.
યુવાઓ મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વમંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા–પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો.
રાજ્ય સરકાર દ્વારા યુવાશક્તિને પ્રોત્સાહન આપવા પૂરું પાડવામાં આવી રહેલા પ્લેટફોર્મ બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર અને ટીમ બનાસનો આભાર વ્યક્ત કર્યો.
ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સંઘર્ષ, સેવા અને બલિદાન જેવી મૂલ્યોમાંથી નેતૃત્વના ગુણો વિકસે છે. સાચું નેતૃત્વ એ છે, જેનાથી કોઈનું જીવનધોરણ ઊંચું ઉઠે અને સમાજને નવી દિશા મળે.
રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે, જે યુવાશક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત થશે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આજે ડીસાના યુવાઓનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન સાકાર થયું છે. આ સુવિધાઓની ભેટ બદલ તેમણે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મંચસ્થ મહાનુભાવોને વિનમ્ર આવકારતા ધારાસભ્યશ્રીએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવનાર દરેકનો આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં રમત ગમત રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી માવજી દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી સંદિપ સાંગલે, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ
આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, ૨૦૦ મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે.
[12/4, 8:58 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવ ૨૦૨૫-૨૬નો પ્રારંભ કરાવ્યો*
—
*ધોરડો ખાતે રણોત્સવમાં “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના”ની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તૃત થયો*
—
*કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. ૧૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
—
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલો રણોત્સવ આર્થિક સામાજિક વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ અને ગ્લોબલ ઇવેન્ટ બન્યો છે
* સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું “ધોરડો મોડેલ” વિશ્વભરના તજજ્ઞો માટે એક કેસ સ્ટડી
* રણોત્સવમાં પરંપરાગત કચ્છી ભૂંગાઓ અને આધુનિક ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો “વિકાસ ભી વિરાસત”નો અભિગમ સાકાર થયો.
* રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ ૨૦૨૫નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થયું છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના ૧૫૦ વર્ષના અવસરને સાંકળતા “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના” થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન કર્યુ હતું.
તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. ૧૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતા કહ્યુ હતું કે, એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે.
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડથી નવાજ્યુ છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો “વિરાસત ભી, વિકાસ ભી” અભિગમ સાકાર થયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળવા સાથે રણ ઉત્સવને અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલા કારીગરી ચીજવસ્તુઓને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપતાં ટૂરીઝમ સ્થળોના વિકાસ માટે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે. પ્રવાસનના વિકાસ માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ કરીને રણોત્સવને મળી રહ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજી વધારેને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની રાજ્ય સરકારની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી વડાપ્રધાનશ્રીના વિઝનથી મળી છે તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગત રણોત્સવમાં ૧૦ લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના આત્મનિર્ભર ભારતના નિર્માણના માટે નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ આ સંકલ્પને સાકાર કરવા પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ધોરડો ખાતે મુખ્યમંત્રીશ્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો. તેમણે ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત, એક ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવશ્રી રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જીએલપીસીના એમડીશ્રી સુધીર પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રભવ જોષી, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, ધોરડો ગ્રામ પંચાયત સરપંચશ્રી મિયાં હુશેન સહિતના પદાધિકારિશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
—
[12/4, 9:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *Media Invite*
National Bank for Agriculture and Rural Development (NABARD) and Internet and Mobile Association of India (IAMAI)
We are Cordially invite you to the The Earth Summit 2025- 26 in Gandhinagar
¤ Theme: Empowering Rural Innovation for Global Change
*Chief Guest*
Shri Amit Shah
Hon’ble Union Home Minister & Minister of Cooperation, Government of India
• Day & Date: Friday & Saturday, 05 – 06 December 2025
¤ *Venue Entry : Gate No. 1 Mahatma Mandir Convention & Exhibition Centre*
Sector 13C, Sector 13, Gandhinagar, Gujarat 382016*
• Time: Media registration starts from 8:30 AM onwards
Other luminaries to grace the event:
• Shri Bhupendrabhai Patel, Hon’ble Chief Minister of Gujarat
• Shri Jitubhai Savjibhai Vaghani, Hon’ble Minister of Agriculture and Farmers Welfare, Government of Gujarat
• Shri Shaji KV, Chairman, NABARD
• Dr. Ashish Kumar Bhutani, Secretary, Ministry of Cooperation, Government of India
RSVP
Rahul Dhuri, Dentsu Creative PR, Mobile: 9930844414, rahul.dhuri@dentsu.com
Ravi Namha, Dentsu Creative PR, Mobile: 8733986725, Ravi.Namha@dentsu.com
Divyata Kalhans, SGA PR, Mobile: 9910069384, divyata.kalhans@sgapl.net
Poorvi Maharesh, SGA PR, Mobile: 9560435028, poorvi.maharesh@sgapl.net
*******
[12/5, 11:46 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ*
*’વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસ કેમ્પમાં બની સહભાગી*
—–
*યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર તેમજ માનવ સ્વાસ્થ્ય-કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે: યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજી*
—–
તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્’ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓએ યોગ કેમ્પમાં સહભાગી થઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધી હતો. રાજ્યના કોમી એકતાના વારસાને વધુ મજબૂત બનાવતા રાજ્ય યોગ બોર્ડના આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને એક નવી ઊંચાઈ મળી છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, આ મારું છે કે પારકું, એવી ગણના સંકુચિત મનના લોકો કરે છે. ઉદાર ચારિત્ર્યવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે. આ યોગાભ્યાસ વર્ગમાં મુસ્લિમ મહિલાઓની સહભાગિતા એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર, માત્ર માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે. યોગ માનવસમાજ-માનવજાતિ માટે છે. તે કોઈ એક ધર્મ, જાતિ કે સમુદાયનો ઈજારો નથી. યોગ એ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે.
શ્રી યોગસેવક શીશપાલજીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડે દ્વારા રાજ્યના દરેક નાગરિકને યોગ સાથે જોડીને રોગમુક્ત અને મેદસ્વિતામુક્ત બનાવવાના જનજાગૃતિ અભિયાનને મોટા પાયે વેગ આપવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય જ સર્વોપરી પહેલ હેઠળ અમદાવાદ ખાતે મુસ્લિમ સમુદાયની મહિલાઓએ મેદસ્વિતા નિવારણ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પની મુલાકાત લઈને યોગાભ્યાસમાં સહભાગી બની હતી. જે સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપે છે.
શ્રી યોગસેવક શીશપાલજીએ ભાવપૂર્વક ઉમેર્યું હતું કે, યોગ એ જ પરિવારનો સેતુ છે, જે આપણને અંદરથી મજબૂત બનાવે છે, આપણી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે અને સૌને એકતાના તાંતણે બાંધે છે. આ સફળ આયોજન દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કેવી રીતે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
—–
જીગર બારોટ
[12/5, 12:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો*
*રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન*
*ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત, વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો*
******
*ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025:* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ 80 ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત થયું છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. આંતરિક અને દરિયાઈ માછીમારી, જળચર ઉછેર, સીફૂડ પ્રોસેસિંગ, નિકાસ, માર્કેટિંગ, સંશોધન અને શિક્ષણ વગેરેને આવરી લેતો મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર દેશમાં લગભગ 30 મિલિયન લોકોને આજીવિકા પૂરી પાડે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું સરેરાશ વાર્ષિક માછલી ઉત્પાદન લગભગ 9.30 લાખ મેટ્રિક ટન નોંધાયું છે. નાણાકીય વર્ષ 2025–26 માટે દરિયાઈ ઉત્પાદન 8,40,069 મેટ્રિક ટન અને આંતરિક ઉત્પાદન 3,31,284 મેટ્રિક ટન એમ કુલ 11,71,353 મેટ્રિક ટનનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને રાજ્યના કુલ ઉત્પાદનમાં 70 ટકા કરતાં વધુ યોગદાન આપે છે, જ્યારે રાજ્યનો સૌથી મોટો ભૌગોલિક જિલ્લો કચ્છ લગભગ 9 ટકા ફાળો આપે છે. વર્ષ 2024–25 દરમ્યાન રાજ્યના દરિયાઈ ઉત્પાદન 7,64,343 મેટ્રિક ટન રહ્યા હતા, જેમાંથી માત્ર સૌરાષ્ટ્રનો હિસ્સો 5,42,333 મેટ્રિક ટન, જ્યારે કચ્છનો 67,547 મેટ્રિક ટન રહ્યો હતો. ગુજરાતના કુલ દરિયાઈ માછલી ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ 80% છે. 2023–24ની સરખામણીએ રાજ્યએ દરિયાઈ ઉત્પાદનમાં 14 ટકા થી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 2023-24 માં 7,04,828 મેટ્રિક ટન હતો.
આ પૃષ્ઠભૂમિમાં, રાજકોટ ખાતે જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના મત્સ્યક્ષેત્રની સફળતાઓ તથા ભાવિ તકો રજૂ કરવા માટે એક અગત્યનું મંચ બની રહેશે. પરિષદમાં નીતિનિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને હિસ્સેદારો સાથે મળી નવીનતા, ટકાઉપણું અને મૂલ્યવર્ધનના નવા માર્ગોની ચર્ચા કરશે. VGRC રાજકોટ દ્વારા દરિયાકાંઠાના વિકાસ, દરિયાઈ ઈકોસિસ્ટમના સંરક્ષણ અને ગુજરાતના વાદળી અર્થતંત્રને વધુ પ્રગતિના શિખરો સુધી પહોંચાડવા રાજ્યની પ્રતિબદ્ધતા પુનઃસ્થાપિત થશે.
X-X-X
[12/5, 12:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઊંઝા ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત*
———
*આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી*
——–
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં માતબર વધારો થયો
* ₹૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ આપીને પીએમ મોદીએ જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે, ૧૧ વર્ષના તેમના કાર્યકાળમાં તબીબી સેવાની સાથે તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે.
જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ૧,૧૭૫ મેડિકલ સીટો હતી તેમના વિઝનરી નેતૃત્વમાં તેમાં માતબર વધારો થયો છે.આના પરિણામે અંતરિયાળ ગામડાઓમાં પણ હવે ડોક્ટરોની સુવિધા સરળતાથી મળતી થઈ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે લોકોનું જીવન સ્વસ્થ રહે અને મોંઘી સારવારનો ખર્ચ ઘટે તે માટે આયુષ્માન યોજના હેઠળ ₹૫ લાખની મફત સારવારની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે તેમાં વધુ ₹૫ લાખ ઉમેરીને ગુજરાતની જનતાને કુલ ₹૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
આજે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થયા છે, જેના કારણે લોકોને ગંભીર રોગોની સારવાર માટે દૂર જવું પડતું નથી તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવા માટે ડોક્ટરો અને કુશળ મેડિકલ સ્ટાફ એ પાયાની જરૂરિયાત છે અને વડાપ્રધાનશ્રીએ આ જરૂરિયાત પૂરી કરવા મેડિકલ સીટોમાં મોટો વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં PHC, CHC અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જેવું એક મજબૂત માળખું વિકસ્યું છે. મંત્રીશ્રીએ હોસ્પિટલના વ્યૂહાત્મક સ્થાનને કારણે રોડ અકસ્માત જેવી ક્રિટિકલ આપદામાં તે ખૂબ મદદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ઊંઝા ખાતે નિર્માણ પામનાર આ હોસ્પિટલનું મકાન ૧ લાખ ચોરસ ફૂટના વિસ્તાર અને ૧૦ વીઘાના વિશાળ કેમ્પસ સાથે અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરશે. હોસ્પિટલમાં ૪ ઓપરેશન થિયેટર, ૨૦૦થી વધુ પથારીઓ, ૨૦ આઇસીયુ બેડ અને ૨૦ સ્પેશિયાલિટી ક્લિનિક્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં જનરલ મેડિસિન, ન્યુરો અને સ્પાઇન, ઓર્થોપેડિક, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, કાર્ડિયોલોજી, ઓન્કો સર્જન અને ક્રિટિકલ કેર જેવા તમામ મહત્વના વિભાગો કાર્યરત થશે. તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, IVF, NICU-PICU, કીમોથેરાપી સેન્ટર અને ગાયનેક લેબર રૂમ જેવી વિશેષ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે. વધુમાં, ૨૪/૭ સેવાઓ હેઠળ ફાર્મસી, લેબોરેટરી, સીટી સ્કેન, ડિજિટલ એક્સ-રે, બ્લડ બેંક અને ‘ICU ઓન વ્હીલ્સ’ જેવી નિર્ણાયક સુવિધાઓ દર્દીઓની તાત્કાલિક સંભાળ માટે ઉપલબ્ધ રહેશે.
સાંસદશ્રી હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી જયરામગિરિજી ગુરુશ્રી બળદેવગિરિજી મહારાજ, ધારાસભ્યો શ્રી કે. કે. પટેલ (ઊંઝા), શ્રી મુકેશભાઈ પટેલ (મહેસાણા), શ્રી સરદારભાઈ ચૌધરી (ખેરાલુ), શ્રી સુખાજી ઠાકોર (બહુચરાજી), શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા (કડી), શ્રી કિરીટભાઈ પટેલ (પાટણ), ઊંઝા નગરપાલિકા પ્રમુખ સુશ્રી જીજ્ઞાબેન પટેલ, એપીએમસી ઊંઝાના ચેરમેન શ્રી દિનેશ પટેલ, અગ્રણી શ્રી ગિરીશ રાજગોર, કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન તેમજ હોસ્પિટલના દાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[12/5, 1:58 PM] Dilip Gajjar.Mahiti.Press: *દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત 8.42%ના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય*
***
*ગાંધીનગર, 05 ડિસેમ્બર 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.2% નોંધાયો છે, જેમાં ગુજરાતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. ગુજરાતના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે જ તેણે ભારતની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એટલે જ તેને ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે.
તાજેતરના ડેટા અનુસાર ગુજરાતે છેલ્લા દાયકામાં અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે. 2023-24માં ₹24.62 લાખ કરોડના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સાથે, ગુજરાત હવે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, વૃદ્ધિને સચોટ રીતે સમજવા માટે લાંબા ગાળાના પ્રદર્શનને વાસ્તવિક દ્રષ્ટિએ એટલે કે કોન્સ્ટન્ટ પ્રાઇસિસ પર માપવામાં આવે છે. આ ફુગાવાની અસરને દૂર કરે છે અને ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિમાં વાસ્તવિક વધારો દર્શાવે છે. તેના આધારે, 2012-13થી 2023-24ના સમયગાળા દરમ્યાન ગુજરાતે સરેરાશ 8.42% વૃદ્ધિ દર હાંસલ કર્યો છે, જે ₹10 લાખ કરોડથી વધુની અર્થવ્યવસ્થા ધરાવતા તમામ મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ છે. આ સાથે ગુજરાતે કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%)ને પણ પાછળ છોડી દીધા છે. એવા સમયમાં જ્યારે મોટા અર્થતંત્રો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ સેચ્યુરેશનના કારણે ધીમા પડી જાય છે, પરંતુ ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક આધાર, રોકાણ-મૈત્રીપૂર્ણ વાતાવરણ, મજબૂત માળખાગત સુવિધાઓ અને કાર્યક્ષમ નીતિઓને કારણે ઝડપથી વિકાસ પામી રહ્યું છે.
GSDPના નવા આંકડાઓ એ સૂચવે છે કે, ગુજરાતની અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોની મજબૂત કામગીરીના કારણે ઝડપથી બદલાઈ રહી છે. રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું 2023-24માં ₹7.43 લાખ કરોડનું યોગદાન રહ્યું, જે ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (GSVA) નો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રનો ફાળો ₹2.31 લાખ કરોડ અને વેપાર, પરિવહન, નાણાંકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ જેવા સેક્ટરનો ફાળો ₹7.81 લાખ કરોડ રહ્યો. તો કૃષિ, વન અને માછીમારી જેવા પરંપરાગત ક્ષેત્રોએ ₹3.69 લાખ કરોડનું યોગદાન આપીને રાજ્યનો સમાવેશી વિકાસ સુનિશ્ચિત કર્યો.
એકંદરે, મૂળ કિંમતો પર ગુજરાતનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 2011-12માં ₹6.16 લાખ કરોડથી વધીને 2023-24માં ₹24.62 લાખ કરોડ થયું, જે એક દાયકામાં લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે.
*રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર*
ગુજરાતે આર્થિક ક્ષેત્રે નવું સીમાચિહ્ન મેળવ્યું છે અને માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે. ₹3,00,957ની માથાદીઠ આવક સાથે ગુજરાત ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રો પૈકીનું એક બન્યું છે. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કરતાં વધુ છે, જે રાજ્યની ઉચ્ચ શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારી દર્શાવે છે. મજબૂત લાંબા ગાળાના વિકાસ, ઉચ્ચ માથાદીઠ આવક અને સતત વિસ્તરતા ઇકોનોમિક બેઝ સાથે ગુજરાત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું છે. 8.42% વાસ્તવિક વૃદ્ધિ દર સાથે ગુજરાત સુશાસન, સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક અમલીકરણના મોડેલ તરીકે ઊભર્યું છે.
X-X-X
[12/5, 1:59 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1lcCzvbS5ng7ZQaMK8v5UcDuBTAqltDfK?usp=sharing
[12/5, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ ૨૦૨૫*
—
*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટન*
—
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિત*
……
ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીશ્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી ‘સ્વાનુભૂતિ પ્રદર્શની’ પણ ખુલ્લી મુકી હતી.
જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મહત્ત્વના વિવિધ વિષયો પર વિશેષ સેમિનારોનું આયોજન આ સ્વદેશોત્સવમાં કરવામાં આવ્યું છે.
તદઅનુસાર, ૦૫ ડિસેમ્બરના રોજ, સ્વદેશોત્સવના પ્રથમ દિવસે ‘પર્યાવરણ સંકલ્પ સંમેલન’, ૦૬ ડિસેમ્બરે ‘સ્ટાર્ટઅપ્સ ઉડાન ૨૦૨૫’ અને ‘સ્વદેશી સંકલ્પ અભિયાન’ પર સેમિનાર યોજાશે. ૦૭ ડિસેમ્બરે ‘માતૃશક્તિની ભૂમિકા’ અને ‘સાયબર સિક્યુરિટી અવેરનેસ’ જેવા મહત્ત્વના વિષયો પર સત્રો યોજાવાના છે.
૦૮ ડિસેમ્બરે ‘આયુર્વેદ અને સ્વાસ્થ્ય’ તથા ‘Intellectual Property Rights’ પર અને ૦૯ ડિસેમ્બરે ‘પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી’ જેવા વિષયો પર સત્રો યોજાશે.
મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અવસર પૂરો પાડશે.
આ અવસરે સ્વર્ણિમ જાગરણ મંચના પદાધિકારીઓ પણ જોડાયા હતા.
——–
[12/5, 5:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “અર્થ સમિટ ૨૦૨૫-૨૬”નો ભવ્ય શુભારંભ*
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ દેશની GDPમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાની ભારત સરકારની નેમ: કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ*
************************************
*::કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી::*
• અર્થ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના અનેક મોટા પડકારોનો યોગ્ય ઉકેલ લાવી શકાશે
• ગ્રામીણ વિકાસ, કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ પરિણામલક્ષી બનાવવા એક દાયકામાં વડાપ્રધાનશ્રીએ તેના સંયુક્ત બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો
• સહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા અને દેશભરમાં ૫૦ કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવાશે
• બનાસકાંઠા-પંચમહાલનું “કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવ” મોડલ જરૂરી સુધારા બાદ સમગ્ર દેશમાં લાગુ કરાશે
• આગામી સમયમાં દેશમાં સહકાર ટેક્સી અને સહકાર ઇન્સ્યોરન્સ સેવાઓ પણ અમલમાં આવશે
************************************
*અર્થ સમિટ સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, એગ્રી સાયન્ટીસ્ટ્સ અને રિસર્ચર્સ તથા સ્કોલર્સને એક સાથે લાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
************************************
*ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરની પ્રેરક ઉપસ્થિતિ*
*************************************
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય “અર્થ સમિટ ૨૦૨૫-૨૬”નો શુભારંભ કરાવ્યો હતો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત અર્થ સમિટ એકસ્પોનું કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન કરીને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો આપનાર ક્ષેત્ર બનાવવા માટે ત્રણ ‘અર્થ સમિટ’ની શ્રેણી આયોજન કરવામાં આવ્યું છે. જેની દ્વિતીય આવૃત્તિનું મહાત્મા ગાંધીની ભૂમિ – ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. ભારતના વિકાસની પરિકલ્પના તેના ગ્રામીણ વિસ્તારને બાજુમાં રાખીને ક્યારેય ન થઇ શકે, તેમ મહાત્મા ગાંધીજીએ આઝાદી પહેલા જ કહ્યું હતું. દુર્ભાગ્યવશ ગ્રામીણ વિકાસના ત્રણ મહત્વપૂર્ણ અંગ કૃષિ, પશુપાલન અને સહકાર ક્ષેત્રને આઝાદી બાદના અનેક વર્ષો સુધી નજર અંદાજ કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી એકવાર મહાત્મા ગાંધીના મંત્રને પુનર્જીવિત કરવા માટે આ ત્રણેય ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકીને દેશમાં નવા પરિવર્તનની શરૂઆત કરી હતી. દેશની ૮૦ ટકા વસ્તીનું ભવિષ્ય નિર્ધારિત કરતા ગ્રામીણ વિકાસ, કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આ ત્રણેય મંત્રાલયના સંયુક્ત બજેટમાં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ત્રણ ગણો વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૪માં આ ત્રણેય મંત્રાલયનું સંયુક્ત બજેટ રૂ. ૧.૦૨ લાખ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩.૧૫ લાખ કરોડથી વધુ થયું છે, તેમ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે ભારત પ્રથમ નંબરે હોય, તેવો સમગ્ર દેશવાસીઓનો સંકલ્પ છે. આ પૂર્ણ વિકસિત ભારતની કલ્પના દેશના દરેક નાગરિકની સુખાકારી વિના શક્ય નથી. નાગરિકોની સુખાકારી અને સહકારી ક્ષેત્રના વિકાસ માટે આવનારા સમયમાં દેશની દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા તેમજ સમગ્ર દેશમાં ૫૦ કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવીને દેશની GDPમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
અર્થ સમિટની થીમ “એમ્પવારીંગ રૂરલ ઇનોવેશન ફોર ગ્લોબલ ચેન્જ”નો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું હતું કે, નાના-નાના બદલાવો અને નાવાચારથી ગ્રામીણ ક્ષેત્રનો દેશના અર્થતંત્રમાં ફાળો તથા નાગરીકોની સુવિધાઓ કઈ રીતે વધી શકે? તે દિશામાં ચિંતા, ચિંતન અને પરિણામલક્ષી ચર્ચાઓ કરવી એ જ આ અર્થ સમિટનો મુખ્ય લક્ષ્ય છે. આ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના અનેક મોટા પડકારોનો ઉકેલ લાવી શકાશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, આગામી વર્ષે દિલ્હી ખાતે અર્થ સમિટની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ ત્રણેય આવૃત્તિ પૂર્ણ થયા બાદ દેશના ગ્રામીણ અર્થતંત્રના વિકાસનો મજબૂત પાયો નાખવામાં આવશે અને દેશના સહકારી ક્ષેત્રને વધુ પારદર્શી, સર્વસમાવેશી અને નફાકારક બનાવવામાં આવશે.
અર્થ સમિટમાં અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ ડેલીગેટ્સ, ૧,૨૦૦થી વધુ કોર્પોરેટ્સ, ૫૦૦થી વધુ નિષ્ણાત વક્તાઓ, ૩૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૨૫૦થી વધુ એક્ઝિબીટર્સ, ૫૦થી વધુ ઇન્વેસ્ટર્સ જોડાયા હતા તેમજ ૩૦થી વધુ વર્કશોપ-માસ્ટર ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી શાહે સ્પષ્ટ કર્યું હતું કે, ટેકનોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકે નહીં, પરંતુ નાની કો-ઓપરેટિવ મંડળીઓ માટે સોફ્ટવેર ડેવલપ કરવું અને ડેટા સ્ટોરેજનો ખર્ચ કરવો શક્ય નથી. આ પડકારના સમાધાન સ્વરૂપે, નાબાર્ડ દ્વારા ‘સહકાર સારથી’ પહેલ હેઠળ ૧૩થી વધુ વિવિધ ડિજિટલ સેવાઓ પોર્ટલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવી છે, જેમાં સહકાર સારથી, સહકાર સેતુ, સંગ્રહ સારથી વગેરેનો સમાવેશ થાય છે.
આ પહેલ ગ્રામીણ, જિલ્લા અને અર્બન કો-ઓપરેટીવ બેંકોને એક છત નીચે લાવીને, તેમને ખાનગી બેંકોની સમકક્ષ આધુનિક ટેકનોલોજી પૂરી પાડશે. આ ટેકનોલોજી વસુલી, લીગલ ડોક્યુમેન્ટેશન અને KYC જેવી કામગીરીમાં મદદરૂપ થશે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ‘સહકાર સારથી’ એપ, જે કો-ઓપરેટીવ બેન્કિંગ એક્ટ હેઠળ તૈયાર કરાઈ છે, તે RBIના તમામ નિયમો-માપદંડ પૂર્ણ કરવામાં નિર્ણાયક સાબિત થશે અને આવનારા સમયમાં ઇ-કેસીસી (e-KCC) તેમજ કિસાન ક્રેડીટ કાર્ડ ધારકોને મોંઘા ક્રેડીટ કાર્ડ જેટલી સુવિધાઓ પૂરી પાડશે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં બનાસકાંઠા અને પંચમહાલમાં કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવનો એક સફળ પ્રયોગ કરાયો છે. જે અંતર્ગત દરેક કો-ઓપરેટિવ સંસ્થાનું બેંક એકાઉન્ટ અને તેની બચત કો-ઓપરેટિવ બેન્કમાં જ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ પ્રયોગના આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે અને કો-ઓપરેટીવ બેન્કોમાં હજારો કરોડની લો કોસ્ટ ડિપોઝિટ વધી છે. આ મોડલના સફળ પ્રયોગમાં ધ્યાને આવેલી નીતિ વિષયક બાબતોમાં સુધારા-વધારા સમગ્ર દેશમાં આ મોડલ અમલમાં મૂકવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક આરોગ્ય માટે અતિજરૂરી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. આજે દેશમાં ૪૯ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમના ઉત્પાદનોની વિશ્વસનિયતા માટે ભારત ઓર્ગેનિક્સ અને અમૂલ ઓર્ગેનિક્સ સાથે મળીને ભારત સરકાર લેબોરેટરીની આખી ચેઇન બનાવી રહી છે. દરેક ખેડૂત તેમના ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય સ્તરનું ઓર્ગેનિક ટેસ્ટિંગ કરાવીને ભારત સહિત સમગ્ર વિશ્વના બજારમાં તેનો નિકાસ કરી શકશે. તાજેતરમાં જ અમૂલ ઓર્ગેનિક દ્વારા ૪૦ ખાદ્ય વસ્તુઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોના વૈશ્વિક બજારમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનો હિસ્સો ૨૦ ટકાથી વધુ અને વર્ષ ૨૦૩૫ સુધીમાં ૪૦ ટકાથી વધુ હશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીએ સહકાર ક્ષેત્રના વિકાસની દિશામાં સહકાર ટેક્સીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં સહકાર ટેક્સી દેશની સૌથી મોટી ટેક્સી કંપની બનશે. દિલ્હીમાં તાજેતરમાં શરુ કરાયેલા ટ્રાયલમાં જ અત્યાર સુધીમાં ૫૧,૦૦૦ ડ્રાઈવરોએ નોંધણી કરાવી દીધી છે. તેવી જ રીતે, આગામી સમયમાં સહકાર ક્ષેત્ર કો-ઓપરેટિવ ઈન્સ્યોરન્સ પણ લાવવા જઈ રહ્યું છે, જે દરેક ગામમાં ત્રણ યુવાને રોજગારી આપશે.
*:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અર્થ સમિટની બીજી આવૃત્તિના ગાંધીનગર મહાત્મા મંદિર પરિસરમાં થયેલા આયોજનને યોગ્ય સમયનું આયોજન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કૃષિ, ગ્રામીણ, માનવતા અને નવાચારના સશક્તિકરણ માટે યોજાઇ રહેલી આ દ્વિ દિવસીય સમિટ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવવાના વિચારોને સુસંગત છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ દ્વિ દિવસીય સમિટમાં સહકારી સંગઠનો, બેંકો, પોલિસીમેકર્સ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, એગ્રી સાયન્ટીસ્ટ્સ અને રિસર્ચર્સ તથા સ્કોલર્સ વગેરેને એક પ્લેટફોર્મ પર લાવીને વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહાના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપતા ફાઇનાન્સિયલ ઇન્સ્યુઅન્સ, સર્ક્યુલર ઇકોનોમી અને ગ્રીન ગ્રોથ તથા ક્લાઇમેટ રીઝીલયન્સ, એગ્રીકલ્ચર, પ્રાકૃતિક ખેતી, પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન અને ગ્રામીણ રોજગારી તથા ગ્રામોત્થાન માટે સહકાર સે સમૃદ્ધિની જે દિશા ગુજરાતે લીધી છે, તેની વિશદ ભૂમિકા આપી હતી.
આ સમારોહ દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે “સહકાર સારથી” પહેલ તેમજ તેની ડિજિટલ સેવાઓ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના “સ્ટેટ ફોકસ પેપર ઓફ ગુજરાત ૨૦૨૬-૨૭” અને નાબાર્ડ-BCGના “ગ્રામીણ બેન્કિંગ કા ભવિષ્ય” વિષય પરના સંશોધન પત્રનું વિમોચન કર્યું હતું.
સમારોહના પ્રારંભે નાબાર્ડના ચેરમેન શ્રી શાજી કે.વી.એ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર અર્થ સમિટના આયોજનના ઉદ્દેશ્ય અને બે દિવસમાં યોજાનાર વિવિધ સત્રોની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રી અજય પટેલ, કેન્દ્રીય સહકારીતા મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભુટાની, રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, બેન્કર્સ, ઉદ્યમીઓ તેમજ મોટી સંખ્યામાં સહકારીતા ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો – ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
********************************
[12/5, 5:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *05122025 ERATH SUMMIT PHOTO*
https://photos.app.goo.gl/DnRXQbpPXRHLB3qr9
[12/5, 5:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *’પરીક્ષા પે ચર્ચા’ની ૯મી આવૃત્તિ જાન્યુઆરી-૨૦૨૬માં યોજાશે*
*કાર્યક્રમમાં ભાગ લેવા ધો. ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો-વાલીઓ માટે તા. ૧ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન https://innovateindia1.mygov.in પર સ્પર્ધાનું આયોજન*
************************
• *સ્પર્ધામાં સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર અપાશે*
• *વિદ્યાર્થીઓ તથા શાળાઓના પસંદગી પામેલા પોસ્ટર-ક્રિએટિવ વિડિયો MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરાશે*
************************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની ૯મી આવૃત્તિ જાન્યુઆરી-૨૦૨૬માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો – વાલીઓ માટે તા. ૧ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો વડાપ્રધાનશ્રીને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વિડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી શકે છે, જેમાંથી પસંદ કરેલા વિડિયોઝને MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે.
‘પરીક્ષા પે ચર્ચા-2026’ કાર્યક્રમમાં મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી થાય તે માટે રાજ્યની તમામ શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે જરૂરી જાણકારી આપવા શાસનાધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ અને શિક્ષણાધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી છે.
જિલ્લાની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે તેમજ અન્ય તમામ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓના ધોરણ-૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે પસંદગીની તક મેળવી તેમાં મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી થાય તે માટે શાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*******************
ઋચા
[12/5, 5:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *પદયાત્રા દિવસ – 10 (નર્મદા)*
*સરદાર@150 યુનિટી માર્ચ: કરમસદથી કેવડિયા સુધીની પદયાત્રા નર્મદા જિલ્લાના ભાણદ્રા ખાતે પહોંચી*
*કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ જેવા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ*
*વડાપ્રધાનશ્રીની ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા સૌની સહભાગીતા અત્યંત જરૂરી: કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી*
*વિવિધતામાં એકતા, એ જ આપણી સૌથી મોટી તાકાત – કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરી*
*વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી આજની યુવાપેઢીની: કેન્દ્રીય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર*
રાજપીપલા, શુક્રવાર :- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીને ભવ્ય બનાવવા માટે કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમીની યાત્રા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. સરદારનો માર્ગ જ ભારતને આત્મનિર્ભર, વિકસિત અને વિશ્વશક્તિ બનાવશે. આ રાષ્ટ્રીય એકતા યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો યુવાનો વિશ્વ સમક્ષ ભારતની એકતા અને યુવાશક્તિનો સંદેશ આપી રહ્યા છે.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં દેશભરના યુવાનોની ઉત્સાહભેર સહભાગીતાથી આ માર્ચ અત્યંત સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આજના યુવાનોમાં સરદાર પટેલના વિચારો, સંસ્કારો, સાહસ, આત્મસમર્પણ અને રાષ્ટ્રવિકાસની ભાવના જીવંત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. સરદાર સાહેબ જાણતા હતા કે ભલે ભાષા, ખોરાક, વેશભૂષા કે સંસ્કૃતિ અલગ હોય, પણ ભારતની ભાવના એક જ છે, એકતાની ભાવના. એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે. વધુમાં ઉમેર્યુ કે, આજે ભારતનું સામર્થ્ય યુવાઓના હાથમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનોની ભાગીદારી અનિવાર્ય છે. અને આ સ્વપ્ન ચરિતાર્થ કરવાનો મૂળ મંત્ર પણ એકતા છે.
કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદારે પણ ઉમેર્યું કે, ગુજરાતની ભૂમિ પર જન્મેલા સરદાર સાહેબને દેશને સંપૂર્ણ ભારતનો આકાર આપ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો જે નિર્ધાર કર્યો છે, તેને ચરિતાર્થ કરવાની જવાબદારી આજના યુવાપેઢીની છે.
ગ્રામસભામાં વરિષ્ઠ નાગરિકો, આત્મનિર્ભર બહેનો, ખેડૂતો તેમજ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવા બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર મેળવ્યાં હતાં. આ તકે ગ્રામસભામાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે સામૂહિક શપથ લીધા હતા.
આ તકે, યુપીના કેબિનેટ મંત્રીશ્રી અનિલકુમાર, ગુજરાત સરકારના વન વિભાગના રાજ્યમંત્રીશ્રી પ્રવીણ માળી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, રમત રાજ્યમંત્રીશ્રી જયરામભાઈ ગામિત, સાંસદ સર્વશ્રી જશુભાઈ રાઠવા, ડો. રાજકુમાર સાંગવાન, શ્રી નિખિલેશ પાલ (યુપી), શ્રી ગુલામ મોહમ્મદ સહિતના વરિષ્ઠ મંત્રીગણ અને સાંસદશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, જિલ્લા અગ્રણીશ્રી નીલભાઈ રાવ, સ્થાનિક અગ્રણીઓ સહિત પ્રચંડ જનમેદની આ ગ્રામસભામાં ઉપસ્થિત રહી હતી.
૦૦૦
[12/5, 5:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રેસ રીલીઝ*
*લોક ભવન, ગાંધીનગર*
*05 ડિસેમ્બર 2025*
*વર્લ્ડ સોઈલ ડે નિમિત્તે ભૂમિ સુપોષણ વિષય પર ઓનલાઈન માધ્યમથી આયોજિત રાષ્ટ્રીય સમ્મેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરક ઉદ્દબોધન*
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :-*
*જમીન માત્ર ઉત્પાદનનું માધ્યમ જ નહીં, પરંતુ સમગ્ર જીવનચક્રનો આધાર છે*
*જમીન સુપોષિત હશે તો જ અન્ન સુપોષિત થશે અને અન્ન સુપોષિત થશે તો જ માનવ સુપોષિત બનશે*
*જમીનના આરોગ્યનો પ્રશ્ન માત્ર ખેતીનો નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રીય આરોગ્ય અને વિકાસનો પ્રશ્ન છે*
વિશ્વ જમીન દિવસ નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, હાલોલ દ્વારા ભૂમિ સુપોષણ વિષય પર આયોજીત એક દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનમાં માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર લોકભવન ખાતેથી ઓનલાઈન માધ્યમથી પ્રેરક સંબોધન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જમીન એ માત્ર ઉત્પાદનનું માધ્યમ જ નહી પરંતુ સમગ્ર જીવનચક્રનો આધાર છે. વિશ્વભરમાં ઝડપથી ઘટતી જમીનની પોષકક્ષમતા માનવજાત માટે ગંભીર પડકાર રૂપ બની રહી છે ત્યારે ભૂમિ સુપોષણ – જમીનને જૈવિક રીતે પોષિત કરવાની દિશામાં રાષ્ટ્રીય અભિયાન એ ભારતની ભવિષ્યની અન્ન સુરક્ષા માટે અંત્યત જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તેનાથી જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતાને અને સુક્ષ્મજીવોના સ્વાભાવિક સમતોલનને માઠી અસર પહોંચી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી, જૈવિક સંસાધનોનો વિકાસ, ઘન જીવામૃત, જીવામૃત જેવા પ્રાકૃતિક આયામોથી જમીનને ફરી સુપોષિત કરી શકાય છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં થયેલા સંશોધનોમાં પ્રાકૃતિક ખેતીના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જમીનની ફળદ્રુપતા વધવા સાથે સાથે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનની ગુણવત્તામાં પણ સુધારો નોંધાયો છે.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, જમીન સુપોષિત હશે તો જ અન્ન સુપોષિત થશે અને અન્ન સુપોષિત થશે તો જ માનવ સુપોષિત બનશે. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓ અને નીતિ નિર્માતાઓને પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડીને જમીન સંરક્ષણ માટે મજબૂત કાર્ય યોજનાઓ તૈયાર કરવા સૂચન કર્યુ હતું. સાથે જ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી કે, આજની યુવા પેઢી જમીન સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ બની રહી છે, જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્ય માટે ઉત્સાહજનક છે.
ભૂમિ સુપોષણને દેશના ભવિષ્યનો શ્વાસ ગણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભૂમિ સુપોષણ અભિયાન માત્ર જમીનને જીવંત નથી કરતું, પરંતુ કૃષિને આર્થિક રીતે મજબૂત, સમાજને સ્વસ્થ અને પર્યાવરણને સુરક્ષિત બનાવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જમીનના આરોગ્યનો પ્રશ્ન માત્ર ખેતીનો નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રીય આરોગ્ય અને વિકાસનો પ્રશ્ન છે. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશભરના ખેડૂતો આ અભિયાનને રાષ્ટ્રહિતના મિશન તરીકે સ્વીકારશે અને વિકસિત ભારતના સ્વપ્નને વધુ મજબૂત આધાર આપશે.
અંતમાં રાજ્યપાલશ્રીએ તમામ આયોજનકર્તાઓ અને ભાગ લેનારાઓને અભિનંદન પાઠવીને જણાવ્યું કે, આ રાષ્ટ્રીય સમ્મેલન ભૂમિ સુપોષણ માટે ચાલી રહેલા વિવિધ પ્રયાસોને નવી દિશા અને ગતિ આપશે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના વૈજ્ઞાનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
[12/5, 6:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *૧૧ દિવસના પરિભ્રમણ બાદ સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાની એકતાનગરમાં આજે થશે પૂર્ણાહુતિ*
*પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા ઉપસ્થિત રહેશે*
ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ યાત્રા પૂર્ણ થશે. આ એકતાયાત્રાના પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે.
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા તા. ૨૬ના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. ૧૧ દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી કેવડિયા પહોંચી છે.
આ એકતા પદયાત્રા વિશેષ બની રહી છે. ગાંધીજી સાથે જોડાયેલી દાંડી માર્ચ બાદ સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઇચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.
માય ભારત એપ્લિકેશન મારફત આ યાત્રામાં જોડાયેલા દેશભરના ૧૫૦ કાયમી પદયાત્રીઓમાં પણ ગુજરાતની આગવી છબી પ્રસ્થાપિત થઇ છે. ગુજરાતની મહેમાનગતિ ઉપરાંત આ પ્રાંતની સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક બાબતોથી તેઓ સુપેરે પરિચીત થયા છે.
આ યાત્રા આયોજનની દ્રષ્ટિએ પણ સિમાચિહ્નરૂપ બની રહી છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ આ યાત્રાને સતત માર્ગદર્શન અને નેતૃત્વ પૂરૂ પાડ્યું છે. તમામ કાયમી પદયાત્રીઓ સાથેનો સંવાદ પણ અદ્દભૂત રહ્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાના યુવાન વિદ્યાર્થીઓ પણ યાત્રામાં ઉત્સાહભેર સામેલ થયા હતા.
આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોમાં સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યાહન સમયે સરદાર ગાથાઓમાં દેશભરના મહાનુભાવોએ સરદાર સાહેબના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કર્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ રંગત જમાવી હતી.
તા. ૬, ડિસેમ્બરના રોજ બપોરે ૨-૦૦ વાગ્યે એકતાનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે.
૦૦૦
દર્શન
[12/5, 6:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *IIT-G ખાતે ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભ*
*પોસ્ટ ઓફિસની સેવાને Gen-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે આ પ્રકારની પોસ્ટ ઓફિસ વિકસાવાઈ*
*આગામી તા. ૧૫ ડિસેમ્બર સુધી દેશના વિવિધ શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત ૪૬ પોસ્ટ ઓફિસ સેન્ટરનું નવીનીકરણ કરાશે*
***********************
ભારતીય પોસ્ટ વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરીને ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનો આઈઆઈટી ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મુનાના હસ્તે આ નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ પોસ્ટ કવર અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
પોસ્ટ ઓફિસ જેવી સરકારી સેવાને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે આ પ્રકારની પ્રથમ પોસ્ટ ઓફિસ વિકસાવવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાનો છે. આ રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી દેશભરના વિવિધ શૈક્ષણિક કેમ્પસ સ્થિત ૪૬ પોસ્ટ ઓફિસનાં સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવશે.
આ પ્રસંગે ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાવળેશ્વરકરે જણાવ્યું હતું કે, આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસની ડિઝાઈન સંપૂર્ણ રીતે Gen-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ તથા પ્રચાર સામગ્રીની ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેના પરિણામે પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ મળી છે.
આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ Gen-Z પોસ્ટ ઓફિસ પહેલ માટે પોસ્ટ વિભાગની પ્રશંસા કરી કહ્યું હતું કે, મહત્તમ વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો આ પોસ્ટ ઓફિસનો લાભ મળશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્રમાં કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓની સમૃદ્ધ વૈવિધ્યતા ઉજાગર કરવામાં આવી છે. આ કલા કૃતિમાં એક સમૃદ્ધ વૃક્ષ દર્શાવાયું છે, જેની ડાળીઓ પર આઈઆઈટી ગાંધીનગર પરિસરમાં વસતા અનેક પ્રકારના પક્ષીઓ દેખાઈ આવે છે—જે સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, Gen-Z આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવાઓ, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ આ પોસ્ટ ઓફિસને વધુ આધુનિક, સુલભ તથા યુવા-મૈત્રીપૂર્ણ બનાવે છે. નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તીકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતિક બન્યું છે.
આ પ્રસંગે આઈઆઈટીના વિદ્યાર્થીઓ અને સંબંધિત ફેકલ્ટીને ગુજરાતના પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસના ડિઝાઇનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાપ્રબંધક ડો. રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવની ગરીમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
********************************
ઋચા રાવલ
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
માહિતી ખાતાના જિલ્લા ના સમાચારો
[11/26, 5:28 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે.દવેની આગેવાનીમાં ભુસ્તરતંત્રની સક્રિય કામગીરી: કુલ- ૧૯ ડમ્પર ૧ લોડર મશીન સહિત આશરે ૬ કરોડનો મુદ્દામાલ જપ્ત*
…..
*છેલ્લા ત્રણ દિવસમાં સતત રોડ ચેકિંગની કામગીરી દ્વારા ગાંધીનગર જીલ્લાના વિવિધ સ્થળો પરથી ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા ભુમાફીયાઓ પર તંત્ર ત્રાટક્યુ*
……
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા જીલ્લા કલેકટરશ્રી, ગાંધીનગર દ્વારા જીલ્લામાં બિન-અધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં સતત થતી રોડ ચેકિંગની કામગીરી અન્વયે ગાંધીનગર જીલ્લાના રાંધેજા, અડાલજ, ખોરજ, છત્રાલ, વડસર, કલોલ, બોરીસણા, ગીયોડ, શેરથા, નારદીપુર, લવારપુર, ડભોડા ખાતે બિનઅધિકૃત સાદીરેતી, બ્લેકટ્રેપ તથા સાદીમાટી ખનિજના ખનન, વહન અને સંગ્રહની તપાસ દરમ્યાન જપ્ત કરેલા વાહનો તથા મશીનરીની વિગતો આપવામાં આવી છે.જે મુજબ GJ-01-ET-2105,
DD-02-G-9908,GJ-18-BT-8691,GJ-17-ZZ-8789,GJ-01-JT-3301,GJ-13-AX-6095,GJ-18-BT-9708,GJ-16-AU-7740,GJ-18-BW-5202,GJ-38-TA-5021,GJ-18-AZ-9898,GJ-24-X-7781,GJ-24-X-7263,GJ-35-T-3188,GJ-27-TD-3627,GJ-13-AX-8506,GJ-37-V-3233,GJ-02-ZZ-7142,GJ-18-BT9242 આમ કુલ ૧૯ ડમ્પર અને એક લોડર મશીન એન્જીન નં.PY3025H163708 જપ્ત કરવામાં આવ્યું છે.
તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ મોજે.ડભોડા તા.જી.ગાંધીનગર ખાતે સીમ વિસ્તારમાં કરેલ સાદીરેતી ખનીજના સંગ્રહ વાળા વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા તપાસ દરમ્યાન ૦૧ John deere લોડર મશીન એન્જીન નં.PY3025H163708 ચેચીસ નં.1VY5310EAMA016060 દ્વારા સાદીરેતી ખનીજનું બિન-અધિકૃત સંગ્રહ કરી વાહન ડમ્પર નં.GJ-18-BT9242 માં સાદીરેતી ખનીજનું વહન કરતા હોવાનું માલુમ પડતા. સદર લોડર મશીન અને ડમ્પરને જપ્ત કરી ચિલોડા ચેકપોસ્ટ મોટી શિહોલી ખાતે રાખવામાં આવ્યું છે.
આમ,બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહની તપાસ અન્વયે કુલ ૧૧ ડમ્પર વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૮ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા પકડવામાં આવેલ તથા ડભોડા ખાતેના સીમ વિસ્તારમાં ૦૧ લોડર મશીન તથા ૦૧ ડમ્પર વાહન મળી કુલ- ૨૦ મશીન/ડમ્પર વાહનો પકડી આશરે ૬.૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, તેમજ બિન-અધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉક્ત તમામ જપ્ત કરેલ વાહનો/મશીનનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ કુલ ૩૨.૧૪ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવ્યો છે.
…..
*નેહા તલાવિયા*
[11/26, 5:33 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં બાબતે*
………………….
જિલ્લા ખેતીવાડી કચેરી ગાંધીનગર દ્વારા પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં અંતર્ગત પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેઅને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
– રોગમુક્ત બિયારણ પસંદ કરવું,
– પાકની જુવાર અથવા બાજરી પાક સાથે ફેરબદલી કરવી.
– લીલી ઇયળ બહુભોજી હોવાથી શૈયા- પાળાનાં નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નિંદણનો નાશ કરવો.
– ચણાના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ધાણા, રાઈનું આંતર પાક તરીકે વાવેતર કરવું.
– ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું.
– મૂળનોકોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો.
– સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડમાં વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ (૨-૧૦° સીએયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું.
– સ્ટેટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
– ચણામાં બીજ માવજત વખતેબીજને જૈવિકરોગ નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ – ૧% વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા. રાસાયણિક બીજ માવજત માટે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો ૩ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
(માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને આણંદ કૃષિ યુનિવર્સીટી)
*વંદન સોલંકી*
[11/26, 8:47 PM] Neha Talaviya.Mahiti: *અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેની ભારતે જીતેલ પ્રતિષ્ઠિત બીડ બદલ દેશ તેમજ ગુજરાતના નાગરિકોને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઈ શાહ*
——-
*આ જીત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્રમાં પરિવર્તિત કરવાના વિઝનનો પુરાવો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
——–
*પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ સમગ્ર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખાના વિકાસ દ્વારા આગવી સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમ વિકસિત કરી હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*
——–
*કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ભારત એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધશે શ્રી અમિતભાઈ શાહ*
———-
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેની ભારતે જીતેલ પ્રતિષ્ઠિત બીડ બદલ દેશ તેમજ ગુજરાતના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ તબક્કે શ્રી શાહે કહ્યું હતું કે આ જીત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્રમાં પરિવર્તિત કરવાના વિઝનનો પુરાવો છે. પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ સમગ્ર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખાનો વિકાસ કર્યો છે. કાર્યક્ષમ, કટિબદ્ધ અને કર્મશીલ પ્રશાસન તેમજ વહીવટી સુગમતા દ્વારા રાષ્ટ્રની ક્ષમતાઓને વધારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે ગુજરાતે પોતાની દાવેદારી નોંધાવી હતી. આ અનુસંધાનમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આજે (26 નવેમ્બર)ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોએ અમદાવાદના નામ પર મહોર મારી છે. આ ભારતની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગેની જીત મેળવ્યા બાદ ભારત એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધશે. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું. 2030 માં અમદાવાદ ખાતે યોજાનાર આ કોમનવેલ્થ ગેમ્સમાં 56 જેટલા દેશોની 70 જેટલી ટીમો ભાગ લેશે.
*ડૉ. બિમલ જોષી*
મીડિયા પ્રભારી
[11/27, 6:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026*
*ગાંધીનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત મેગા કલેક્શન કેમ્પનું આયોજન*
…………..
*તા. ૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં તાલુકાની મામલતદાર તથા પંચાયત કચેરીએ ગણતરી પત્રક (Enumeration Form) જમા કરાવી શકાશે*
……………..
*કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે*
……………..
ગાંધીનગર ૨૭ નવેમ્બર ૨૦૨૫
ગાંધીનગર જિલ્લામાં હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ મત ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ.કે.દવે, નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારો દહેગામ, કલોલ, ગાંધીનગર, માણસા જેવા વિસ્તારોમાં તા. ૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં (૧) ૩૪-દહેગામ માટે મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરી, દહેગામ (૨) ૩૫-ગાંધીનગર દક્ષિણ માટે તાલુકા પંચાયત કચેરી, એમ.એસ.બિલ્ડિંગ, ગાંધીનગર, (૩) ૩૬-ગાંધીનગર ઉત્તર માટે મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, સેક્ટર-૧૧, ગાંધીનગર, (૪) ૩૭- માણસા માટે મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરી, માણસા અને (૫) ૩૮-કલોલ માટે ટાઉનહોલ, વખારીયા હાઈસ્કુલ કેમ્પસ તથા ગ્રામ્ય વિસ્તાર માટે જે તે ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૫:૦૦ કલાક સુધી તેમજ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ કલાક સુધી ગણતરી પત્રક (Enumeration Form) જમા કરાવી શકાશે.
આ કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ ની મતદારયાદીમાં શોધવામાં મદદ કરવામાં આવશે, જો મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજુ કરવા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.
મતદારો BLOનો ફોનથી સંપર્ક કરવા માટે voters.eci.gov.in પર થી “Book a call with BLO” વિકલ્પનો ઉપયોગ કરવો. છેલ્લા SIR માં તમારું નામ/માતા-પિતાનું નામ ચકાસવા માટે મતદારો https://voters.eci.gov.in ની મુલાકાત લઈ શકશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ પાત્રતા ધરાવતા મતદારોને આ વિશેષ તકનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.
…….
*વંદન સોલંકી*
[11/27, 6:57 PM] Neha Talaviya.Mahiti: *આદરજ મોટી ગામે વડલીવાળાથી પ્રાથમિક શાળા સુધીના ૫૦૦ મીટરના માર્ગ રીસરફેસિંગની કામગીરી કરાઈ*
……..
ગાંધીનગર જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તે માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત પ્રયત્નો ચાલી રહ્યાં છે.
આજ વિકાસ કાર્યોની કડીરૂપે આદરજ મોટી ગામે, વડલીવાળાથી પ્રાથમિક શાળા સુધીના રોડ ની કામગીરી કરવામાં આવી છે.વિગતે વાત કરવામાં આવે તો ૨૪ લાખ રૂપિયાના ખર્ચે ૫૦૦ મીટરના માર્ગ રીસરફેસિંગ કરવામાં આવ્યો છે.જેનાથી ગ્રામજનોને વાહન વ્યવહાર અને આવન જાવનમાં સરળતા રહેશે.
……
[11/28, 6:45 PM] Neha Talaviya.Mahiti: *જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*
———————-
*વાજબી ભાવની દુકાનો પર ગોડાઉનમાંથી આવતા આવશ્યક ચીજ વસ્તુના જથ્થા માટે ગ્રામ્ય તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યો દ્વારા જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી થાય ત્યારે, બાયોમેટ્રિક / ઓટીપી બેઝડ સિસ્ટમથી જથ્થાની ચકાસણી કરીને સહી લેવાશે : ગાંધીનગરના દહેગામથી પાયલેટ પ્રોજેક્ટનો આરંભ થશે*
———————
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના લાભાર્થીઓને, ગુણવત્તા યુક્ત અને પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા અને ડોર સ્ટેપ ડિલિવરી પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવવા માટે, આજે ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠા નિયામકની કચેરી, ગાંધીનગરના સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી અને અધિક નિવાસી કલેક્ટર સુશ્રી નિશા શર્માના અધ્યક્ષ સ્થાને, ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યોને વેરિફિકેશન લેવા અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીના માધ્યમથી આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો પહોંચે તે સમયે, ગ્રામ્ય તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા તથા આવેલા જથ્થાની ગુણવત્તાની ખરાઈ કાર્ડધારકોની હાજરીમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી, ગાંધીનગરના સંયુક્ત નિયામકશ્રી ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, વાજબી ભાવની દુકાનો પર ગોડાઉનમાંથી આવતા આવશ્યક ચીજ વસ્તુના જથ્થા માટે ગ્રામ્ય તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યો દ્વારા જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી થાય ત્યારે, બાયોમેટ્રિક / ઓટીપી બેઝડ સિસ્ટમથી જથ્થાની ચકાસણી કરીને સહી લેવાની પ્રથા અમલમાં મૂકવા માટે, ગાંધીનગરના દહેગામ ખાતેથી રાજ્યના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો આરંભ થશે. પાંચ થી ૧૫ ડિસેમ્બર વચ્ચે ટ્રાયલ શરૂ થશે. ગુજરાત સરકાર તરફથી નાગરિકોને ઉત્તમ સેવાઓ પારદર્શિતાથી મળી રહે એ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં 340 વાજબી ભાવની દુકાનો આવેલી છે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનું સુચારુ રૂપે આયોજન કરી, આવશ્યક ચીજ વસ્તુના જથ્થાના વિતરણ સાથે સંકળાયેલા તમામને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી. તેમણે આવશ્યક ચીજ વસ્તુના જથ્થાના વિતરણ સાથે સંકળાયેલા તમામ સભ્યોના સૂચનો અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ગાંધીનગર જિલ્લાના તમામ મામલતદાર અને નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.
***********
પારુલ મણિયાર
[11/30, 12:46 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા ૩૬-ગાંધીનગર ઉત્તર વિસ્તારના મતદાન મથક ૧૪૩,૧૪૪,૧૪૫ નંબરની મુલાકાત લેવામાં આવી*
…….
*SIR ની કામગીરી અંતર્ગત યોજાયેલ કેમ્પની મુલાકાત લઈ નાગરિકોનો ઉત્સાહ વધારતા કલેક્ટર શ્રી મેહુલ કે.દવે*
…….
આજ રોજ ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા ૩૬-ગાંધીનગર ઉત્તર વિસ્તારની સેક્ટર-૮ સરકારી પ્રાથમિક શાળા ખાતે આવેલા બુથ નંબર ૧૪૩,૧૪૪ તથા ૧૪૫માં SIR અંતર્ગત યોજાયેલા સ્પેશિયલ કેમ્પની મુલાકાત કરી હતી.
આ કેમ્પમાં હાજર તમામ બી.એલ.ઓ.ની કામગીરી બાબતે તેમણે સમીક્ષા કરવા સાથે, મતદાન મથક પર આવેલા મતદારો સાથે પણ સંવાદ કર્યો હતો.આ તકે કલેકટરશ્રી દ્વારા ઉપસ્થિતોને ગણતરી ફોર્મ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તમામ બી.એલ.ઓ. દ્વારા હાલ ચાલી રહેલ SIR ની કામગીરી ખુબ જ સારી રીતે કરી રહ્યા હોય, કલેક્ટરશ્રી દ્વારા તેમની કામગીરી બિરદાવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,આજની આ મુલાકાતમાં પ્રાંત શ્રી ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી ગાંધીનગર મહેશ ગોહિલ પણ હાજર રહ્યા હતા.
….
*નેહા તલાવિયા*
[11/30, 1:08 PM] Neha Talaviya.Mahiti: *૩૬ ગાંધીનગર ઉત્તર મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું*
….
*આ શિબિર અંતર્ગત મતદારો અને SIRની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ સાથે કલેકટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી*
…..
*SIRની કામગીરી અને તેની મહત્તા સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી, રૂબરૂ પહોંચાડવા કલેકટર શ્રી વારંવાર અનેક બુથોની મુલાકાત લઈ રહ્યા છે*
….
તા.૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ SIRની કામગીરી અંતર્ગત, ૩૬ ગાંધીનગર ઉત્તર મતવિસ્તાર માટે મામલતદાર કચેરી, ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત મતદારો અને SIRની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ સાથે કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવેએ રૂબરૂ મુલાકાત કરી કામગીરી અને વ્યવસ્થા અંગે સૌના પ્રતિભાવો મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,SIRની કામગીરીની મહત્તા સામાન્યમાં સામાન્ય નાગરિકને સમજાય તે ખુબ જરૂરી છે, જેનાથી આપણી પ્રબળ લોકશાહી વધારે મજબૂત બનશે.આ બધી વિગતો વિસ્તારથી સમજાવવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વ કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે વારંવાર બુથ મુલાકાતે રૂબરૂ જઈ પ્રજાને આ કામગીરીની સમજ આપી રહ્યા છે, ત્યારે આ તકે તેમની સાથે પ્રાંત શ્રી ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહિલ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઘણા બધા અધિકારીઓ પણ આ કામગીરીમાં સહભાગી બની રહ્યા છે.
….
*નેહા તલાવિયા*
[11/30, 1:39 PM] Neha Talaviya.Mahiti: *રજાના દિવસોમાં પણ કલેકટરશ્રીની આગેવાનીમાં જે ઉત્સાહથી જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ SIR ની કામગીરી કરી રહ્યા છે તેને બિરદાવતા ગાંધીનગરના રમેશભાઈ પ્રજાપતિ*
…..
*કલેક્ટરશ્રીના આત્મીયતા સભર સંવાદથી રમેશભાઈએ ખુશી વ્યક્ત કરી*
……
*ગાંધીનગર કલેકટરશ્રી પ્રજાના પ્રતિનિધિ તરીકે નાગરિકોની સારી રીતે સંભાળ લઈ રહ્યા છે- રમેશભાઈ પ્રજાપતિ*
….
૩૬-ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તાર ખાતે,મામલતદાર કચેરીમાં બે દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર અંતર્ગત શનિ-રવિ બે દિવસ SIR ની કામગીરી અંગે મૂંઝવણ અનુભવતા નાગરિકો, અથવા ફોર્મ ટેલી કરવા જેવી SIRને લગતી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
આ શિબિરમાં સરળતાથી પોતાની નોંધણી પ્રક્રિયા થતા, ગાંધીનગરના રમેશભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ જણાવે છે કે, તેઓ હાલ સેક્ટર 2 માં રહે છે. આ પહેલા તેઓ સેક્ટર 12 માં રહેતા હતા. અત્યારે તેઓ પોતાનું ફોર્મ ટેલી કરાવવા માટે આવ્યા હતા.
જે અંગે વધુમાં તેઓ ઉમેરે છે કે, આ પ્રક્રિયાની તેમને ઓછી સમજ હોવાથી, તેમની દીકરીને તેમણે અમદાવાદ થી બોલાવી હતી અને તેને સાથે લઈને આવ્યા હતા. પરંતુ કલેક્ટર કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર ના સ્ટાફની સારી, ખૂબ જ ઝડપી કામગીરીથી, તેમને કોઈ તકલીફ પડી નથી. તેઓ ઉદાહરણ આપતા ઉમેરે છે કે, તેમના ડોક્યુમેન્ટમાં એક પ્રિન્ટ ખૂટતી હતી, જે સ્થળ પરના અધિકારીએ તાત્કાલિક જાતે કરાવી આપી જેથી એક ડોક્યુમેન્ટ માટે ફરી તેમને ધક્કો ખાવો ન પડે અને તેમનું કામ અટકી ન પડે. અને એમાં પણ રજાના દિવસો દરમિયાન પણ સ્ટાફ જે ઉત્સાહથી આ કામગીરી કરી રહ્યો છે, તે જોતાં તેમણે ઘણી ખુશી થઈ હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ શિબિરની મુલાકાત ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા પણ લેવામાં આવી છે. ત્યારે તેનો ઉલ્લેખ કરતા રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે, કલેકટર શ્રી રૂબરૂ આવી આ કામગીરી પર નજર રાખી રહ્યા છે. અને સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તેનો પણ ખ્યાલ રાખી રહ્યા છે, જે ખૂબ જ મહત્વનું છે. આજે કલેક્ટરશ્રીએ જે આત્મીયતાથી રમેશભાઈને પૂછ્યું, કે તમને અહીં કોઈ અગવડતા કે પ્રશ્નો નથી ને!તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થતા ખુશ હોય જણાવ્યું છે, કે ગાંધીનગર કલેકટરશ્રી પ્રજાના પ્રતિનિધિ તરીકે નાગરિકોની સારી રીતે સંભાળ લઈ રહ્યા છે.
….
*નેહા તલાવિયા*
[12/1, 1:35 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મા.મ.વિભાગ (પંચાયત) દ્વારા સરઢવ-જંલુદ રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી*
*******
*અંદાજીત રૂ.૧૨૦ લાખના ખર્ચે ૪ કિ.મી લંબાઈના સરઢવ-જંલુદ રોડને વધુ સુગમ બનાવવામાં આવશે*
*******
ગાંધીનગર તા.૦૧ ડિસેમ્બર- રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ધોવાણ થઈ ચૂકેલા રસ્તાઓને ફરી સુદ્રઢ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર પેચ વર્ક સાથે જ માર્ગોના નવિનીકરણ અને રીસર્ફેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના મા.મ.વિભાગ (પંચાયત) દ્વારા ૧૨૦ લાખના ખર્ચે મંજૂર થયેલ અંદાજે ૪ કિ.મી લંબાઈ ધરાવતા સ૨ઢવ- જંલુદ રોડની રીસર્ફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં રસ્તાનું ધોવાણ થયું હોવાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે તાત્કાલિક આ રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા ગ્રામજનોને વાહનવ્યવહાર માટે વધુ સરળ અને સુગમ રસ્તો મળશે તેમજ ગ્રામ વિસ્તારો સુધી પહોંચવું વધુ ઝડપી બનશે.
********
*દિવ્યા ત્રિવેદી*
[12/1, 1:37 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ*
………..
ગાંધીનગર તા. ૦૧ ડિસેમ્બર- મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ૧૨:૦૦ કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો, પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં હાલની મતદારયાદીની કામગીરીની જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી રાજકીય પક્ષો અને પ્રતિનિધિશ્રીઓને તેઓના પોતાના સહાયકોને BLOને જરૂરી મદદરૂપ થઇ હવે બાકી રહેતા મતદારોના ગણતરી ફોર્મ (EF) ભરવામાં સહકાર આપવા આગ્રહભરી અપીલ કરવામાં આવી હતી.
……….
*દિવ્યા ત્રિવેદી*
[12/1, 2:08 PM] Neha Talaviya.Mahiti: ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના – ઓનલાઈન અરજી 01/12/2025 થી 10/12/2025 સુધી
*******************************
ગાંધીનગર, તા. 01 ડિસેમ્બર 2025
ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો હેતુ રાખીને બાગાયત વિભાગ દ્વારા ચલાવવામાં આવતી “ફાર્મ મિકેનાઇઝેશન યોજના” હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા સામાન્ય વર્ગના ખેડૂતોએ 01 ડિસેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 વચ્ચે i-khedut પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવી રહેશે.
નવીન આઇ-ખેડૂત પોર્ટલ મુજબ સૌપ્રથમ ખેડૂતોએ પોતાની નોંધણી (Registration) પૂર્ણ કરવી રહેશે. ત્યારબાદ ફાર્મ મિકેનાઇઝેશન યોજનાની અરજી કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવી. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ ખેડૂતે પોતાની પાસે રાખવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ ક્લેઇમ સબમિશન સમયે તે પ્રિન્ટની સહી કરેલી નકલ તથા જરૂરી સાધનિક પુરાવા સાથે જિલ્લા બાગાયત કચેરી ખાતે જમા કરવાની રહેશે.
સરકારની મિની ટ્રેક્ટર તથા કૃષિ સાધનો સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છતા બાગાયતદાર ખેડૂતોએ પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર અથવા કોઈપણ ખાનગી ઇન્ટરનેટ કેફે મારફતે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશે.આ માહિતી નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.
[12/1, 5:27 PM] Neha Talaviya.Mahiti: *કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે. દવેના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા સતત ભૂમાફિયાઓનો સફાયો ચાલુ*
……
*માધવગઢ ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં પહોંચી જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમ ભૂમાફિયાઓ પર ત્રાટકી*
…….
*સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ સાધનો સીઝ કરવામાં આવ્યા*
……..
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા ગાંધીનગર જીલ્લાની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા,ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાનાં માધવગઢ ગામે ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ આશરે ૦૧:૩૦ કલાકે આકસ્મિક તપાસ હાથ ધરતા,સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ મશીન/વાહનો/નાવડીઓ સીઝ કરવામાં આવ્યા હતાં.જે પૈકી હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન નં-HYNDN635CE0004018, મોડેલ નં-R215L ,ટાટા હીટાચી મશીન EX-110 RS-09-11-4961 તથા ૦૨ વાદળી કલરની નાવડી અને ડમ્પર નં GJ-01-AZ-6606 , વાહન નં, GJ-18-BT-6685, વાહન નં-GJ-17-XX-8730 , વાહન નં-GJ-18-BW-2186, વાહન નં-GJ-18-BW-7555, વાહન નં- GJ-18-AZ-9407 , વાહન નં-GJ-18-BT-5050, વાહન નં-GJ-18-BV-9855,વાહન નં- GJ-01-MT-6606 દ્વારા સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ વહન કરતા પકડી,સીઝ કરી આ તમામ ડમ્પરો કલેકટર કચેરી કમ્પાઉન્ડ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા છે.
જેમાં કુલ ૦૨ હિટાચી મશીન, ૦૨ યાંત્રિક નાવડી તથા ૦૯ ડમ્પરોની આશરે કુલ ૩.૭૬ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તથા આ વિસ્તારની વધુ તપાસ અર્થેની કાર્યવાહી હાલ ચાલુમાં છે, તપાસ પૂર્ણ થતાં ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહન માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
……..
*નેહા તલાવિયા*
[12/1, 5:38 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગરમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું*
********
*HIV/AIDS સંબંધિત સૂત્રોચ્ચારો દ્વારા સામાન્ય જનસમુદાયમાં જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો*
*******
ગાંધીનગર, ૧ ડિસેમ્બર ૨૦૨૫
વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day) નિમિત્તે ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર અને શહેરી ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે, તેમજ સી.એમ. પટેલ અને ચૌધરી નર્સિંગ કોલેજ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારીથી HIV/AIDS અંગે જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આશરે ૨૫૦ જેટલા લોકો જોડાયા હતા.
આ રેલી જિલ્લા અને શહેરી ટી.બી એચ આઇ.વી અધિકારી આર એમ ઓ,ડી વાય એચ ,એચ ઓ ડી માઇક્રોબાયોલોજી,ઇન્ચાર્જશ્રી, આઇ,સી.ટી.સી, નોડલ ઓફિસરશ્રી એ આર.ટી સી તથા અન્ય આરોગ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રારંભ કરાયો હતો.
આ જનજાગૃતિ રેલી GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, ગાંધીનગરથી પ્રસ્થાન કરી જનરલ OPD, સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ, પથિકા આશ્રમ સુધી યોજાઈ હતી. રેલી દરમ્યાન વિદ્યાર્થીઓ અને આરોગ્ય સ્ટાફે HIV/AIDS સંબંધિત સૂત્રોચ્ચારો દ્વારા સામાન્ય જનસમુદાયમાં જાગૃતિ ફેલાવી હતી.
જાગૃતિના હેતુસર રેલી દરમ્યાન લોકો વચ્ચે IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. HIV/AIDS અંગેના મિથકો દૂર કરવા, સારવારની સુલભતા વિશે જાણકારી આપવા તથા સમયસર તપાસની મહત્તા જનસમુદાય સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ તકે ઉપસ્થિત વિભાગના અધિકારીઓએ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં HIV/AIDS વિશે જાગૃતિ વધારવાનો સંદેશ આપ્યો હતો.
*****
અશ્વિન ઘટાડ
[12/2, 12:41 PM] Neha Talaviya.Mahiti: અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-૨૦૨૫
*ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું*
*આ માત્ર એવોર્ડ સમારોહ નથી, પરંતુ આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકામદારોની જ નહીં, આપણા સૌની*
*આપણા વિક્રમ સંવતની ભવ્યતા, ઇતિહાસ તેમજ વિશેષતા સમજાવવા આગામી બેસતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ૧૦ હજાર લોકોને તૈયાર કરવા નાયબ મુખ્યમંત્રીશ્રીની અપીલ*
……
અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર ૧૨ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ વોક, લેખન તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિવિધ માધ્યમો થકી રાજ્યના બાળકોથી માંડીને વડીલો સુધી ગુજરાતના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા અતુલ્ય વારસાની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે, ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ ૨૦૨૫’ નો આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે.
અતુલ્ય વારસાના પ્લેટફોર્મ થી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું કાર્ય કરી રહેલા આ સૌ સૈનિકોના કાર્યની પ્રશંસા કરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ અડગ મનના માનવીઓ સાંસ્કૃતિક વારસાના સૈનિક તરીકે જે કાર્ય કરી રહ્યા છે તેમાં મહેનત વધુ અને સફળતા ધીમી છે. આ પ્રકારના શ્રેષ્ઠ કાર્ય માટે રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ટીમને ખાતરી આપી હતી કે, આ કામગીરીને વધુ ગતિ આપવા માટેના પ્લાનિંગ તૈયાર કરો, બજેટ માટે આ પ્રકારની કામગીરી ક્યારેય અટકશે નહીં.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જોવાલાયક સ્થળો અને ઐતિહાસિક સ્થળો પર સ્વચ્છતા જાળવણીના મુદ્દા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે. સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકામદારોની જ નહીં, આપણા સૌની છે. કચરો ગમે ત્યાં ન ફેંકવાની એક સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે. આ બદલાવ માટે આપણે એક પગલું આગળ વધો, સરકાર દસ પગલાં આગળ વધશે.
શ્રી હર્ષ સંઘવીએ અતુલ્ય વારસાની મજબૂત ટીમને એક મહત્વની જવાબદારી સોંપતા કહ્યું હતું કે, સૌથી જૂનું કેલેન્ડર આપણું વિક્રમ સંવત છે. રાજ્યના સૌ બાળકો, યુવાનો અને નાગરિકો વિક્રમ સંવતની ભવ્યતા, ઇતિહાસ તેમજ વિશેષતા સમજાવી શકે તે માટે આગામી બેસતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને તૈયાર કરો. દિવાળી પછી બેસતું વર્ષ કેમ ઉજવવામાં આવે છે તેની વિશેષતા સાથેનો સમગ્ર ઇતિહાસ ગર્વ સાથે ગુજરાતનો દરેક વ્યક્તિ સમજે અને બીજાને પણ સમજાવી શકે.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક શ્રી કપિલભાઈ ઠાકર સહિત કલાપ્રેમીઓ, સંસ્કૃતિના ઉપાસકો અને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માનિત થયેલા ૧૧૫ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
….
[12/2, 1:00 PM] Neha Talaviya.Mahiti: ગીતા જયંતી મહોત્સવનો ભવ્ય આયોજન સફલ વિદ્યાલય ખાતે જિલ્લા સ્તરે ઉજવણી
******************************
ગાંધીનગરમાં ગીતા મહોત્સવ: સંસ્કૃતિ, નૃત્ય અને જ્ઞાનથી ગુંજી ઊઠ્યું સફલ વિદ્યાલય
********************************
ગીતા ઉપદેશનો સંદેશ: સ્કૂલ વિદ્યાર્થીઓથી ઇસ્કોન યુથ સુધી સૌની ઉર્જાસભર ભાગીદારી
*******************************
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે વિવિધ યોજનાઓ ચાલી રહી છે. તે અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજનાના ભાગરૂપે આજે ગીતા જયંતી નિમિતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ગાંધીનગર અને સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે “ગીતા જયંતી મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી” સફલ વિદ્યાલય, ગાંધીનગર ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ભવ્ય રીતે યોજાઈ.
સર્જન નૃત્યાલય, ગાંધીનગરના નૃત્ય નિર્દેશક મિતિ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સંયમી શાહ, આયુષી પટેલ, સૌમ્યા પ્રભાકર અને કૃષ્ણાંગી ચતુર્વેદીએ ગીતાનો ઉપદેશ દર્શાવતું આકર્ષક ભરતનાટ્યમ રજુ કર્યું. ઈસ્કોન યુથ ગ્રુપના સભ્યોએ સોશિયલ મીડિયાના પ્રભાવથી ભટકાતા યુવાધનને ગીતાના તાત્વિક માર્ગદર્શન દ્વારા જીવનમૂલ્યો સમજાવતું પ્રેરણાદાયી સ્કીટ રજૂ કરી સૌનું મન જીતી લીધું.
કાર્યક્રમ દરમિયાન અતિથિઓએ ગીતાના શાશ્વત જ્ઞાન, જીવનમાં તેની ઉપયોગિતા અને આધ્યાત્મિક મૂલ્યો વિષે પોતાના વિચારો વ્યક્ત કરતા પ્રેરક પ્રવચનો આપ્યા. ગાંધીનગર જિલ્લાના વાવોળ સ્થિત સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારોએ ગીતાજીના અધ્યાય ૧૫નું સુંદર પઠન કર્યું. તેમજ ગીતાંશ કંઠપાઠ સ્પર્ધામાં ભાગ લેનાર સફલ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પંડ્યા દેવાંશી અને જયતિએ અધ્યાય ૧૨નું પઠન કરી સૌનું મન મૂકી દીધું.
આ કાર્યક્રમમાં પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષશ્રી મનુભાઈ પાવરા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રાધ્યાપક જય ઓઝાશ્રી, ટ્રસ્ટીશ્રી સફલ વિદ્યાલય તથા ઇસ્કોન ગ્રુપ, સેક્ટર ૨૫ના વ્યાસ મુની દાસ અને ગોપીનાથ રસ દાસ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા.
************
અશ્વિન ઘટાડ
[12/2, 4:19 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: ખેલ મહાકુંભ-3.0 (2024-25)
વિજેતા ખેલાડીઓ માટે રોકડ-પુરસ્કાર દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ જાહેર
******************************
ગાંધીનગર : ખેલ મહાકુંભ-3.0 (2024-25) અંતર્ગત ઝોન, તાલુકા, મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા પર વિજેતા બનેલા તથા હજુ સુધી રોકડ-પુરસ્કાર પ્રાપ્ત ન કરનાર ખેલાડીઓ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે ખેલાડીઓને રોકડ-પુરસ્કાર મળ્યો નથી તેઓએ ખેલ મહાકુંભ-3.0 નું રજિસ્ટ્રેશન વિગત, સાથે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આવશ્યક રીતે જમા કરાવવાની રહેશે.
આ માટે તા. 08 ડિસેમ્બર 2025 સુધીમાં દસ્તાવેજો જમા કરવાના રહેશે. નિર્ધારિત સમયમર્યાદા પછી કોઈપણ ખેલાડીની પુરસ્કાર સંબંધિત માહિતી સ્વીકારવામાં નહીં આવે, તેવું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
************
અશ્વિન ઘટાડ
[12/2, 5:44 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા ભર્યા*
…………….
*ગાંધીનગર જિલ્લામાં કુલ 03 ડમ્પર વાહનોની આશરે 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો*
……………
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વર્ઝન અને સંગ્રહની રાઉન્ડ ધ ક્લોલ રોડ ચેકિંગ અન્વયેની કામગીરી દરમ્યાન ક્ષેત્રિય ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ગેરકાયદેસર ખનિજ ભરી વાન કરતા કુલ ૦૨ રોયલ્ટી પાસ વગર તથા ૦૧ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા એમ કુલ-૦૩ ડમ્પર વાહનો પકડી આશરે ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે,જે જપ્ત કરેલા વાહનોની વિગતો મુજબ મોજે.જેમાં (૧) મોજે.દહેગામ સીટી, તા.દહેગામ, જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.GJ-27-TT-6844 ના વાહન માલિક ચેતનકુમાર પ્રજાપતિ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા સબબ (૨) મોજે.લીમ્બડીયા, ગાંધીનગર તા.જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.GJ-18-BV-2478 ના વાહન માલિક રમેશભાઈ વણઝારા દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા સબબ (૩) મોજે.છત્રાલ, તા.કલોલ, જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.NL-06-A-6496 ના વાહન માલિક અંકિતભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા સબબ પકડવામાં આવેલ.
આમ, અત્રેની ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા છેલ્લા ૦૧ અઠવાડિયામાં ગાંધીનગર જીલ્લાના કલોલ, વલાદ, લવારપુર, ટીટોડા, જાસપુર, શેરથા, અડાલજ, ધેંધુ, નારદીપુર, નાસ્મેદ તથા ગાંધીનગર વગેરે વિસ્તારમાં ખાસ ઝુંબેશ અન્વયે ખનીજોનું વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ કુલ કુલ ૫.૫૮ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે.
*વંદન સોલંકી*
[12/3, 4:00 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સમર્પણ મૂકબધિર વિદ્યામંદિરમાં મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયો*
*********************
આજ રોજ સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર, ગાંધીનગર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સમય ફાઉન્ડેશન અને સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપક્રમ અંતર્ગત અમૃત હોસ્પિટલ, ગોતાના નિષ્ણાત ડોક્ટરોની ટીમના બાળરોગ, આંખ તથા દાંતના વિશેષજ્ઞો દ્વારા બાળકોન દાંત,આંખ વગેરે વિશે વિગતવાર નિદાન અને સલાહ-ચિકિત્સા આપી હતી.
આ કાર્યક્રમને લોકહિતકારી બનાવતા મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે ધાબળાનું વિતરણ કર્યું હતું.
******
અશ્વિન ઘટાડ
[12/3, 5:02 PM] Neha Talaviya.Mahiti: ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા ભર્યા
…………….
ગાંધીનગર જિલ્લામાં કુલ ૦૫ ડમ્પર વાહનોની આશરે ૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
……………
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વર્ઝન અને સંગ્રહ કરતા ઈસમો વિરુદ્ધ ખાત્રજ ચોકડી, તેરસા ચોકડી, કલોલ, વાવોલ, દહેગામની હદ વિસ્તારમાં તપાસ હાથ ધરી બ્લેકટ્રેપ અને સાદીરેતી ખનીજ બિનઅધિકૃત રીતે ભરી વહન કરતા ૦૧ રોયલ્ટી પાસ વગર તથા ૦૪ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા એમ કુલ-૦૫ ડમ્પર વાહનો પકડી આશરે ૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે,જે જપ્ત કરેલા વાહનોની વિગતો મુજબ મોજે.જેમાં (૧) મોજે.ખાત્રજ ચોકડી, કલોલ તા.કલોલ, જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.GJ-03-BZ-8940 અને વાહન ડમ્પર નં.GJ-03-CU-0085 ના વાહન માલિક અપાભાઈ આલ દ્વારા બ્લેકટ્રેપ ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા સબબ (૨) મોજે.વાવોલ તા.જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.GJ-01-MT-5152 ના વાહન માલિક અશ્વિનભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા સબબ (૩) મોજે.દહેગામ સીટી, તા.દહેગામ, જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.GJ-27-TT-6844 ના વાહન માલિક ચેતનકુમાર પ્રજાપતિ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા સબબ (૪) મોજે.તેરસા ચોકડી, તા.જી.ગાંધીનગર રોડ પરથી વાહન ડમ્પર નં.AS-02-DC-7132 ના વાહન માલિક જયભાઈ આલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા સબબ પકડવામાં આવેલ
આમ, અત્રેની ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા અઠવાડિયામાં ગાંધીનગર જીલ્લાના ખાત્રજ ચોકડી, તેરસા ચોકડી,કલોલ, દહેગામ તથા ગાંધીનગર વગેરે વિસ્તારમાં ખાસ ઝુંબેશ અન્વયે ખનીજોનું વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ કુલ કુલ ૮.૪૦ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે.
******
અશ્વિન ઘટાડ
[12/4, 4:00 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સદ્દવિચાર પરિવાર સંસ્થા- ઉવારસદ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી યોજાઈ*
……………
*વિશ્વ દિવ્યાંગ દિવસના રોજ સદવિચાર પરિવાર ઉવારસદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો*
…………………..
૪ ડિસેમ્બર, ૨૦૨૫
વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે સદ્દવિચાર પરિવાર સંસ્થા –ઉવારસદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ બાળકો માટે રમત-ગમત પ્રવૃત્તિઓમાં દોડ, વ્હીલચેર સ્પર્ધા, પઝલ ગેમ, સંગીત ખુરશી, વોલીબોલ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ તેમજ દિવ્યાંગોને યોજનાકીય તથા કાયદાકીય સમજ આપવામાં આવી હતી.
જેમાં કર્મચારીઓ, સંસ્થાના શિક્ષકો,૧૦૦થી વધુ બાળકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
*********
*વંદન સોલંકી*
[12/4, 4:11 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂપાલ ગામે વરદાયિની માતાજી મંદિર તથા કપિલેશ્વર મહાદેવ મંદિર આસપાસ સ્વચ્છતા ઝુંબેશ સાથે ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી કરાઈ*
………………….
ગાંધીનગર તા.૦૪ ડિસેમ્બર-
ગાંધીનગર જિલ્લામાં વિવિધ વિસ્તારમાં મહિલા વહીવટીતંત્ર દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત તા.૦૩/૧૨/૨૦૨૫ના રોજ ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરની આસપાસના વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમને સંકલનમાં રાખી મંદિરની આજુબાજુમાં આવેલ દુકાનો, લારી ગલ્લાઓમાં વેચાણ થતા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી.
અભિયાન હેઠળ આજ રોજ કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસર આસપાસના વિસ્તારમાં સ્વયંભૂ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે આસપાસના વિસ્તારમાં મંદિરના કામે વેચાણ કરવામાં આવતી વસ્તુઓના ભાવ નિયંત્રણની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા સાથે જ ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી કરી નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર લેવામાં આવી રહી છે.
………..
દિવ્યા ત્રિવેદી
[12/4, 4:47 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરવાસીઓને મળશે અંદાજે 68 કરોડના વિકાસ કાર્યોની ભેટ*
…………..
*બગીચાના આધુનિકીકરણથી લઈને યોગ સ્ટુડિયો, રમતગમત ઝોન અને ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લાવશે નાગરિકોના રોજિંદા જીવનમાં સકારાત્મક પરિવર્તનની લહેર*
………….
ગાંધીનગર તા. ૦૪ ડિસેમ્બર –
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરવાસીઓને અંદાજે 68 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળશે. કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર શહેરમાં કુલ પાંચ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓમાં વૃદ્ધિ, હરિયાળી અને આધુનિક માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ તમામ પ્રોજેક્ટ માઇલસ્ટોન પુરવાર થશે. બગીચાના આધુનિકીકરણથી લઈને યોગ સ્ટુડિયો, રમતગમત ઝોન અને ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો નાગરિકોના રોજિંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
આ વિકાસકાર્યોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7196 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા સેક્ટર ૨૨ના બગીચાનું રૂ. 2.48 કરોડના ખર્ચે આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 5,100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોકવે, કસરત સાધનો, બાળકોના રમકડાં, યુજી ટાંકી, શૌચાલય અને અન્ય સુવિધાઓ સાથે બગીચાનું નવું રૂપ નાગરિકોને આરોગ્ય, યોગ અને પ્રકૃતિનો ઉત્તમ સમન્વય આપશે. આ પ્રોજેક્ટનો સીધો લાભ આશરે 75,000 નાગરિકોને મળશે. સેક્ટર ૨૨મા જ રૂ. 1.31 કરોડના ખર્ચે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે હેતુસર 50 વ્યક્તિ ક્ષમતા ધરાવતા આધુનિક યોગ હોલ સાથે લોકર રૂમ, ચેન્જિંગ રૂમ, શૌચાલય અને વોટર કૂલરની સુવિધાઓ ધરાવતા યોગ સ્ટુડિયોનું નિર્માણ પૂર્ણ થયું છે. વૃદ્ધો તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનની પ્રવૃત્તિઓ માટે ઉત્તમ સ્થળનો લાભ આશરે 1,000 લોકોને મળશે.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સેક્ટર ૨૭મા રૂ. 3.26 કરોડના ખર્ચે 12,412 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા જૂના પાર્કને ઉચ્ચ સ્તરીય આધુનિક સુવિધાઓ સાથે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. 9,300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોકવે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, CCTV અને રમતગમત સાધનો સહિતની સુવિધાઓ નાગરિકોને આરોગ્ય અને મનોરંજન માટે ઉત્તમ માહોલ પૂરો પાડશે. આશરે 70,000 નાગરિકોને સીધો લાભ મળશે.
રેલ્વે ઓવરબ્રિજ નીચે રમતગમત વિસ્તારનો વિકાસ કામોનું રૂ. 2.7 કરોડના ખર્ચે
રોડ નં. 06, LC-11C ખાતે ઓવરબ્રિજ નીચેના અપ્રયોજ્ય વિસ્તારને ઉપયોગી બનાવતાં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો તથા ટેબલ ટેનિસ, ચેસ, કેરમ જેવી ઇન્ડોર રમતોનો આધુનિક રમતગમત ઝોન વિકસાવવામાં આવ્યો છે. શહેરના યુવા રમતવીરો માટે આ વિસ્તાર પ્રતિભા વિકસાવવાનો ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે. આશરે 500 નાગરિકોને લાભ પ્રાપ્ત થશે.
કોલાવડા–ગાંધીનગર વચ્ચે ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ રૂ. 58.17 કરોડના ખર્ચે
રોડ નં. 06 LC-11c પર 698 મીટર લાંબો અને 16 મીટર પહોળો ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ ખ–6થી 309 મીટર તથા ક–6 સર્કલથી 326 મીટર લાંબા એપ્રોચ રોડ સાથે તૈયાર થયો છે. ખોડિયાર–ગાંધીનગર સેક્શન પર આવેલા આ ROB થી શહેર, કલોલ, કોલવડા, રાંધેજા, વાવોલ, માણસા–મહેસાણા હાઇવે અને GIDC વિસ્તારોને ઝડપી અને સલામત કનેક્ટિવિટી મળશે. લેવલ ક્રોસિંગ પર થતી ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને સુગમતા મળી રહેશે.
આ પાંચેય પ્રોજેક્ટ ગાંધીનગરને સુવ્યવસ્થિત, હરિયાળું, સ્વસ્થ અને આધુનિક સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. નાગરિકોની સુખાકારી, સલામતી અને ગુણવત્તાયુક્ત જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા આ વિકાસ કાર્યો શહેરના પ્રગતિપથને નવી દિશા આપશે.
…………
દિવ્યા-અશ્વિન
[12/4, 5:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત થનાર વિકાસ પ્રકલ્પોના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ*
…………
ગાંધીનગર તા.04 ડિસેમ્બર –
કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના હસ્તે તા.5 ડિસેમ્બરના રોજ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં લોકાર્પિત થનાર વિકાસ પ્રકલ્પોના કાર્યક્રમો અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં તમામ સ્થળો ખાતે સુરક્ષા, પાણી, પાર્કિંગ, વીજળી,રોડ સહિત અન્ય બાબતોના આયોજનની સમીક્ષા કરી કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો સૂચવ્યા હતા. કલેક્ટરશ્રીએ ગાંધીનગર શહેરમાં થનાર અંદાજે 68 કરોડના વિકાસ પ્રકલ્પો તથા મોટી આદરજ ખાતે નવનિર્મિત પી.એચ.સી, પુનઃ નિર્મિત પ્રાથમિક શાળા અને પી.એન.જી ગેસ લાઇનના લોકાર્પણ પ્રસંગની આવશ્યક તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્મા તથા સંલગ્ન વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………..
દિવ્યા ત્રિવેદી
[12/4, 5:23 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરી ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ’ની ઉજવણી કરાઈ*
………
*કેબિનેટ મંત્રી શ્રી વાજાએ ઈડીઆઈઆઈએનુ પ્રદર્શન ખુલ્લું મુક્યું*
………
ગાંધીનગર તા. 04 ડિસેમ્બર-
એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ નિમિત્તે સફળ દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરીને આ દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ,મંત્રી ડૉ. પ્રદ્યુમન ગણુભાઈ વાજાએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી 20થી વધુ સ્ટોલના પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું.
સમારોહમાં સમાન તકોની આવશ્યકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું, “દિવ્યાંગજનોને જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સંભાળ સહિત સમાન તકો અને અધિકારો સુનિશ્ચિત રૂપે મળવા જોઈએ. ભારતએ વિકાસશીલ દેશોમાંનું એક છે, જે દિવ્યાંગજનોના કલ્યાણ માટે સૌથી વ્યાપક નીતિગત માળખું ધરાવે છે. સરકાર તેમજ ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓના સહકારથી, સતત દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવા અને તેમને સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે.” દિવ્યાંગોને સશક્ત બનાવવા અને તેમના જીવનને ગૌરવ અને તકોથી સમૃદ્ધ બનાવવા માટેના પ્રતિબદ્ધ પ્રયાસો માટે મંત્રીશ્રીએ ડૉ. શુક્લા અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈડીઆઈઆઈના મહાનિર્દેશક ડૉ. સુનીલ શુક્લાએ કહ્યું હતું કે, “ભારત એક સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પગલાં લેવાની જરૂરિયાત તરફ આગળ વધી રહ્યું છે. નવી વિચારસરણી અને નવું વાતાવરણ ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ પરિવર્તન માટે આવશ્યક છે કે સમાજ સતત, પ્રતિબદ્ધ અને સક્રિય પગલાં ભરે, જે લોકોમાં દિવ્યાંગજનો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા અને સમાનતાને સ્વીકારવા માટે પ્રેરણા આપે. ઈ.ડી.આઈ.આઈ.માં અમે આ દિશામાં ઉત્સાહજનક પરિણામો જોઈ રહ્યા છીએ અને દિવ્યાંગજનો માટે સહાયક તથા સમાવે એવા પરિસ્થિતિતંત્રને મજબૂત બનાવતી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ પણ વિકસાવી છે. ”
આ પ્રસંગે દિવ્યાંગ ઉદ્યમીઓને તેમના સાહસ અને મર્યાદાઓને પાર કરીને સફળતા પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત દિવ્યાંગ ઉદ્યમીઓમાં શ્રીમતી કવિતા મોદી (રવિ 555), શ્રીમતી ચેતનાબેન પટેલ (ગુરુશક્તિ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ) અને શ્રી કલ્પેશ મગનભાઈ પંડ્યા (સેલ એન્ડ રિપેરિંગ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ) નો સમાવેશ હતો. ઉદ્યમીઓને સન્માનપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA)’ પર આધારિત એક દસ્તાવેજનું વિમોચન પણ કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રની ઉપલબ્ધિઓ તથા સફળતા સાથે સંબંધિત કેટલીક પ્રેરણાદાયક કહાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ૮૦ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે બહોળી સંખ્યામાં દિવ્યાંગજન ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ)એ વર્ષ 2020માં પોતાના કેમ્પસમાં સામાજિક રક્ષા નિયામકાલય તેમજ ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાકીય અને વિકાસ નિગમ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકારના સહકારથી સેન્ટર ફોર એમપાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA)ની સ્થાપના કરી હતી. સંસ્થાએ અત્યાર સુધીમાં 416 ઉદ્યોગિતા અને કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો દ્વારા 14,754 દિવ્યાંગજન (PwDs) ને તાલીમ આપી છે, જેના પરિણામે 984 ઉદ્યમોની સ્થાપના થઈ છે.
કાર્યક્રમમાં ઈડીઆઈઆઈના મહાનિર્દેશક ડૉ. સુનીલ શુક્લા, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ વિભાગના પ્રોફેસર અને ડિરેક્ટર ડૉ. સત્યા રંજન આચાર્ય, સરકારી પ્રોજેક્ટ્સ વિભાગના પ્રોફેસર-ડિરેક્ટર ડૉ. અમિતકુમાર દ્વિવેદી તેમજ ઈડીઆઈઆઈના એસોસિએટ પ્રોફેસર શ્રી ડૉ. પ્રકાશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
……………
દિવ્યા ત્રિવેદી
[12/4, 5:33 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં ૭ ડિસેમ્બરે દિવ્યાંગ રમતવીરો માટે વિશેષ ખેલમહાકુંભ યોજાશે*
********************************
*સેક્ટર–15, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ (OH) સ્પેશિયલ ખેલમહાકુંભ*
*********************************
ગાંધીનગર, તા.૦૪ ડિસેમ્બર-
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર, જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ તા. ૦૭/૧૨/૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), સેક્ટર–15, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ (OH) સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાશે.
આ વિશિષ્ટ ખેલ મહોત્સવમાં શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ–બહેનો માટે એથ્લેટિક્સ, સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી ૪૫૦ કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરશે.
આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. વધુમાં, પ્રથમ ક્રમે આવનાર ખેલાડીને રાજ્ય સ્તરે ભાગ લેવા તક મળશે, જે ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.
દિવ્યાંગ ખેલાડીઓના ઉત્સાહવર્ધન અને સમગ્ર જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે આયોજકશ્રીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.અધિક માહિતી માટે ૭૦૧૬૮૩૫૦૫૮ પર સંપર્ક કરવા નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.
*******
અશ્વિન ઘટાડ
[12/4, 7:29 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા પીંઢરડા ગામની મુલાકાત લેવામાં આવી*
…….
*ગ્રામજનોની રૂબરૂ મુલાકાત કરી SIR વિશે સમજૂત કર્યા, 100% કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓનો ઉત્સાહ વધારતા કલેક્ટર શ્રી મેહુલ કે.દવે*
…….
આજ રોજ ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના પીંઢરડા ગામની મુલાકાત લેવામાં આવી હતી
કલેકટરશ્રીએ ગ્રામજનોને મળી એસ.આઇ.આર. અંગે સમજુત કર્યા હતા, સાથે જ “એક પણ વ્યક્તિ આ કામગીરીમાં ક્યાંય પણ બાકી ન રહી જાય તે માટે નાગરિકોને જાગૃત રહી આ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરી હતી.
આ ઉપરાંત તેમણે લોકો સાથે સંવાદ કર્યો હતો અને ગામમાં 100% SIR ની કામગીરી પૂર્ણ કરેલ બી.એલ.ઓ.શ્રીને સન્માનિત કરી અને ગામના લોકો તરફથી મળેલ સહકારને પણ બિરદાવ્યા હતા.
વધુમાં કલેક્ટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં સરકારની તમામ યોજનાઓનો લાભ મળી રહે છે કે કેમ તે અંગે પણ સમીક્ષા કરી અને ગામના લોકોને પડતી મુશ્કેલી માટે જિલ્લા વહીવટી તંત્ર હર હંમેશા ખડેપગે છે તેવી બાંહેધરી આપી હતી
ઉલ્લેખનીય છે કે,આજની આ મુલાકાતમાં ગાંધીનગરના મામલતદાર શ્રી મહેશ ગોહિલ પણ હાજર રહ્યા હતા.
….
*દિવ્યા ત્રિવેદી*
[12/4, 7:52 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આદરજ મોટી ખાતે ત્રિવિધ વિકાસ કાર્યોના થશે લોકાર્પણ*
…………..
*કલેક્ટર શ્રી મેહુલ દવે દ્વારા કાર્યક્રમોની આખરી તૈયારીઓની સમીક્ષા કરાઈ*
…………..
ગાંધીનગર તા.૪ ડિસેમ્બર –
તા. પ ડિસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાના આદરજ મોટી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ત્રિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ થનાર છે. આ અન્વયે કલેક્ટર શ્રી મેહુલ દવેએ વિકાસ પ્રકલ્પોના કાર્યક્રમોની આખરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ આદરજ મોટી કન્યા અને કુમાર શાળા ખાતે યોજાનાર કાર્યક્રમ માટે શાળાની રૂબરૂ મુલાકાત લઇ કાર્યક્રમની સ્થળ તપાસ કરી, વીજળી, સુરક્ષા અન્ય વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. સાથે જ શાળાના બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી પીએનજી ગેસ લાઇનનો શુભારંભ લાભાર્થીના આવાસથી કરનાર છે ત્યારે લાભાર્થીના ઘર અને આદરજ મોટી ખાતેના નવનિર્મિત પીએચસી કેન્દ્રની પણ કલેક્ટરશ્રીએ રૂબરૂ મુલાકાત લઇ તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત વેળા અગ્રણી શ્રી કેતનભાઇ પટેલ, ગાંધીનગરના પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા તથા પ્રોટોકોલ અધિકારી શ્રી યોગરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
………….
*દિવ્યા ત્રિવેદી*
[12/4, 8:09 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને
ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
…………………………
કુલ 12 વિધાનસભા મતવિસ્તારોમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
………………………
94.35% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ 12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કોશોદ, ખેડા જિલ્લાની મહેમદાવાદ તથા આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં 94.35 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 94.35
2 ગીરસોમનાથ 91.51
3 મોરબી 91.00
4 મહીસાગર 90.75
5 છોટા ઉદેપુર 90.71
6 સાબરકાંઠા 90.65
7 બનાસકાંઠા 90.61
8 પાટણ 90.50
9 અરવલ્લી 90.48
10 પંચમહાલ 89.92
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 6.14 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 30 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.25 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/4, 8:12 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *અગત્યનું*
*આવતીકાલે 5 ડિસેમ્બર 2025 ના રોજ, માનનીય કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે , સેક્ટર 22, સેક્ટર-27,ખ-6 પાસે અને મોટી આદરજમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થવાનું છે. આ વિકાસ કાર્યોનું કવરેજ કરવા મીડિયાના તમામ મિત્રોને ભાવભર્યુ આમંત્રણ છે. મીડિયાના મિત્રોને પોતાના પાસ આવતીકાલે સવારે એસપી ઓફિસ, સેકટર- 27 ગાંધીનગરથી, સવારે 8:00 વાગ્યાથી મેળવી લેવા વિનંતી છે. પ્રેસ પ્રતિનિધિ આઈ કાર્ડ/ એક્રેડિટેશન કાર્ડ , બે ફોટા, આધાર કાર્ડ સાથે રાખવા વિનંતી છે.*
[12/5, 6:35 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને
ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
…………………………
કુલ 21 વિધાનસભા મતવિસ્તારોમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
………………………
94.46% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ 21 વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), ગરબાડા, દેવગઢ બારિયા, અરવલ્લી જિલ્લાની બાયડ, સાબરકાંઠા જિલ્લાની ઈડર અને પ્રાંતિજ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કોશોદ અને માંગરોળ, ગીરસોમનાથ જિલ્લાની ઊના અને કોડિનાર, ખેડા જિલ્લાની મહેમદાવાદ તથા આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની જલાલપોર, પંચમહાલ જિલ્લાની કાલોલ, ડાંગ જિલ્લાની ડાંગ બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં 94.46 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
ક્રમ જિલ્લો ટકાવારી
1 ડાંગ 94.46
2 ગીરસોમનાથ 91.71
3 મોરબી 91.32
4 બનાસકાંઠા 91.19
5 મહીસાગર 91.17
6 અરવલ્લી 91.12
7 સાબરકાંઠા 91.08
8 છોટા ઉદેપુર 91.05
9 પાટણ 90.82
10 બોટાદ 90.26
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17.30 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 7 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 32.52 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.36 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[12/5, 7:53 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આદરજ મોટી ખાતે ત્રિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા*
…………..
*આદરજ,મોટી ઝુંડાલ અને સોનીપરના ગ્રામજનોને મળી શહેર જેવી ગેસ લાઇનની સુવિધા*
…………..
*મંત્રીશ્રીના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા કુમાર અને કન્યા શાળાઓના ઉદ્ધાટન કરવામાં આવ્યા*
…………..
ગાંધીનગર તા.૫ ડિસેમ્બર –
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર જિલ્લાના આદરજ મોટી ગામે ત્રિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યાં હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી શાહે આદરજ ખાતેથી આદરજ મોટી, ઝુંડાલ અને સોનીપુર ગામોમાં પીએનજી ગેસ લાઇનનો શુભારંભ લાભાર્થીશ્રી વિરમજી માનાજી ઠાકોરના આવાસથી કર્યો હતો, આ સાથે તેમણે ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત પીએચસી કેન્દ્રનું લોકાર્પણ કરી, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે પીએચસી કેન્દ્રની વ્યવસ્થાઓ અને સાધનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે આદરજની કન્યા અને કુમારશાળાના ભવ્ય ભવનોના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમનું અભિવાદન ઝીલ્યું હતું. તમામ સ્થળોએ કેન્દ્રીય મંત્રીશ્રીએ તક્તિ અનાવરણ કરી,રીબન કાપી વિકાસ પ્રકલ્પોને લોકહિતાર્થે ખુલ્લા મુક્યાં હતા.
આ તકે શાળાના ભૂલકાંઓ દ્વારા શ્લોક ગાન, પ્રાર્થના અને સામૈયું કરી કેન્દ્રીય મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને શાળાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ શાળાકીય પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું હતું. સમારોહમાં બાળકોના ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓની ગુંજથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
શ અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર તાલુકાના આદરજ મોટી, જલુંદ અને સોનીપુર – આ ત્રણ ગામોમાં ઘરેલુ PNG કનેક્ટિવિટી સાથે, ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં હવે ઘરેલુ PNG કનેક્ટિવિટી પૂર્ણરૂપે ઉપલબ્ધ થશે. રૂ.૩ કરોડના અંદાજિત ખર્ચે ૧૫ કિ.મી. MDPE પાઈપલાઇનનું નિર્માણ થકી ત્રણેય ગામોના અંદાજે ૧૫,૦૦૦ રહેવાસીઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત, સુવિધાજનક અને સતત ઊર્જા સ્ત્રોતનો લાભ પ્રાપ્ત થશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદરજ મોટીના વિસ્તાર અંતર્ગત કુલ ૭ આયુષ્માન આરોગ્ય મંદિર આવેલા છે, જેમાં આદરજ મોટી, ભોયણ, દંતાલી, પુન્દ્રાસણ, શેરથા અને ટીટોડા સહિતના કુલ ૩૪૦૮૬ લોકોનો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ સમાવેશ થાય છે. આ નવીન આરોગ્ય કેન્દ્રથી લોકોને વધુ ગુણવત્તા અને ઝડપી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે. આ સાથે પુનઃ નિર્મિત મોડલ કન્યા અને કુમાર શાળાના ભવ્ય ભવન થકી ગામના બાળકોને વધુ સુવિધાયુક્ત માળખામાં અભ્યાસ કરવાનો લાભ પ્રાપ્ત થશે.
આદરજ મોટી ખાતેના કાર્યક્રમોમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, સરપંચ શ્રી લીલાબેન અર્જુનજી, કલેક્ટર શ્રી મેહુલ દવે, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, અગ્રણી શ્રી કેતનભાઇ પટેલ તથા અનિલ પટેલ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, સોનીપુર, સરઢવ, જલુદ, રૂપાલ, ઉવારસદ, કુંદ્રાસણ, ભોયણના સરપંચશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
………….
*દિવ્યા ત્રિવેદી*
[12/5, 8:30 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે શહેરના પાંચ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ*
……………
*અંદાજીત ૬૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટથી ગાંધીનગરવાસીઓની સુખાકારીમાં થયો વધારો*
……………
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના હસ્તે તકતી અનાવરણ, વૃક્ષારોપણ સાથે ગાંધીનગરમાં પર્યાવરણથી પાથ સુધીની સુવિધાઓમાં થયો વધારો*
……………
*નાગરિકોની સુખાકારી, સલામતી અને ગુણવત્તાયુક્ત જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને લોકાર્પિત કરેલા વિકાસ કાર્યો શહેરના પ્રગતિપથને નવી દિશા આપશે*
……………
ગાંધીનગર તા.૦૫ ડિસેમ્બર –
આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે શહેરના પાંચ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સેક્ટર ૨૨માં રૂ.૨.૪૮ કરોડના ખર્ચે બગીચાનું આધુનિકીકરણ તથા રૂ. ૧.૩૧ કરોડ ના ખર્ચે યોગ સ્ટુડિયો, સેક્ટર ૨૭મા રૂ. ૩.૨૬ કરોડ ના ખર્ચે બગીચાનું આધુનિકીકરણ તથા ખ-૬ સર્કલ ખાતે રેલ્વે ઓવરબ્રિજ નીચે રૂ. ૨.૭ કરોડના ખર્ચે ગેમઝોનનું અને રૂ. ૫૮.૧૭ કરોડના ખર્ચે કોલાવડા થી ગાંધીનગર વચ્ચે ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શહેરમાં હરિયાળી વધે અને પર્યાવરણીય સંતુલન મજબૂત બને તે હેતુસર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્ હસ્તે સેક્ટર ૨૨ બગીચામાં “એક પેડ માં કે નામ”યોજના અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ યોગ સ્ટુડિયોમાં અનુભવી યોગ પ્રશિક્ષકો દ્વારા કરવામાં આવેલ યોગ, પ્રાણાયામ ક્રિયાનું નિદર્શન નિહાળી યોગ સાધકોને બિરદાવ્યા હતા. તેમણે સેક્ટર ૨૭માં બગીચાના લોકાર્પણ પ્રસંગે નવીનીકરણ થયેલ બગીચાનું અવલોકન કર્યું હતું.
શહેરના નાગરિકોના જીવનમાં આરોગ્ય અને રમતગમત વિશે જાગૃતિ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ રેલવે ઓવરબ્રિજ નીચેના ગેમઝોનને ખુલ્લો મૂક્યો હતો. આ સાથે તેમણે ગાંધીનગર થી કોલવડા સુધીના ચાર-લેન રેલવે ઓવરબ્રિજનું તકતી અનાવરણ કરી લોકાર્પિત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ખ-૬ સર્કલ ખાતે વિશાળ જનમેદનીની મુલાકાત કરી તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી,મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી તથા કોર્પોરેટરશ્રીઓ, શહેરીજનો અને બહોળી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
*બોક્સ:*
*નવા લોકાર્પિત પ્રકલ્પોની વિશેષતાઓ*
આ વિકાસકાર્યોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7196 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા સેક્ટર ૨૨ના બગીચાનું રૂ. 2.48 કરોડના ખર્ચે આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 5,100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોકવે, કસરત સાધનો, બાળકોના રમકડાં, યુજી ટાંકી, શૌચાલય અને અન્ય સુવિધાઓ સાથે બગીચાનું નવું રૂપ નાગરિકોને આરોગ્ય, યોગ અને પ્રકૃતિનો ઉત્તમ સમન્વય આપશે. આ પ્રોજેક્ટનો સીધો લાભ આશરે 75,000 નાગરિકોને મળશે. સેક્ટર ૨૨મા જ રૂ. 1.31 કરોડના ખર્ચે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે હેતુસર 50 વ્યક્તિ ક્ષમતા ધરાવતા આધુનિક યોગ હોલ સાથે લોકર રૂમ, ચેન્જિંગ રૂમ, શૌચાલય અને વોટર કૂલરની સુવિધાઓ ધરાવતા યોગ સ્ટુડિયોનું નિર્માણ પૂર્ણ થયું છે. વૃદ્ધો તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનની પ્રવૃત્તિઓ માટે ઉત્તમ સ્થળનો લાભ આશરે 1,000 લોકોને મળશે.
સેક્ટર ૨૭મા રૂ. 3.26 કરોડના ખર્ચે 12,412 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા જૂના પાર્કને ઉચ્ચ સ્તરીય આધુનિક સુવિધાઓ સાથે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. 9,300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોકવે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, CCTV અને રમતગમત સાધનો સહિતની સુવિધાઓ નાગરિકોને આરોગ્ય અને મનોરંજન માટે ઉત્તમ માહોલ પૂરો પાડશે. આશરે 70,000 નાગરિકોને સીધો લાભ મળશે.
રેલ્વે ઓવરબ્રિજ નીચે રમતગમત વિસ્તારનો વિકાસ કામોનું રૂ. 2.7 કરોડના ખર્ચે રોડ નં. 06, LC-11C ખાતે ઓવરબ્રિજ નીચેના અપ્રયોજ્ય વિસ્તારને ઉપયોગી બનાવતાં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો તથા ટેબલ ટેનિસ, ચેસ, કેરમ જેવી ઇન્ડોર રમતોનો આધુનિક રમતગમત ઝોન વિકસાવવામાં આવ્યો છે. શહેરના યુવા રમતવીરો માટે આ વિસ્તાર પ્રતિભા વિકસાવવાનો ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે. આશરે 500 નાગરિકોને લાભ પ્રાપ્ત થશે.
કોલાવડા–ગાંધીનગર વચ્ચે ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ રૂ. 58.17 કરોડના ખર્ચે
રોડ નં. 06 LC-11c પર 698 મીટર લાંબો અને 16 મીટર પહોળો ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ ખ–6થી 309 મીટર તથા ક–6 સર્કલથી 326 મીટર લાંબા એપ્રોચ રોડ સાથે તૈયાર થયો છે. ખોડિયાર–ગાંધીનગર સેક્શન પર આવેલા આ ROB થી શહેર, કલોલ, કોલવડા, રાંધેજા, વાવોલ, માણસા–મહેસાણા હાઇવે અને GIDC વિસ્તારોને ઝડપી અને સલામત કનેક્ટિવિટી મળશે. લેવલ ક્રોસિંગ પર થતી ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને સુગમતા મળી રહેશે.
આ પાંચેય પ્રોજેક્ટ ગાંધીનગરને સુવ્યવસ્થિત, હરિયાળું, સ્વસ્થ અને આધુનિક સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. નાગરિકોની સુખાકારી, સલામતી અને ગુણવત્તાયુક્ત જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા આ વિકાસ કાર્યો શહેરના પ્રગતિપથને નવી દિશા આપશે.
…………..
*દિવ્યા ત્રિવેદી*
[12/5, 8:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે તા. ૨૪ ડિસેમ્બરએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે*
******************************
ગાંધીનગર તા.૦૫ ડિસેમ્બર
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૪/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી કલેક્ટરશ્રી, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સમિતિખંડમાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવનાર છે.
આ અન્વયે જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. જેમાં ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી તેમ યાદીમાં જણાવાયું છે.
*********
અશ્વિન ઘટાડ
[12/5, 8:55 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા ગામોમાં તળાવોના આંતર જોડાણની કામગીરીની સમીક્ષા કરી*
******************
*વર્ષ ૨૦૨૬ના ચોમાસા પહેલા પ્રથમ તબક્કામાં અમદાવાદ જિલ્લામાં ૫૦ તળાવો તથા ગાંધીનગર જિલ્લામાં ૬૯ તળાવોનું જોડાણ કરવાનું આયોજન*
******************
ગાંધીનગર તા.૦૫ ડિસેમ્બર –
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતાં તળાવોનાં આંતર જોડાણની કામગીરી સમીક્ષા બેઠક ,કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ, મહેસૂલના મુખ્ય અધિક સચિવ શ્રી ડૉક્ટર જયંતી રવિ અને સિંચાઈ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, નર્મદા નિગમ, ઔડા, ગુડા, જીએમસી-એએમસીના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ- ગાંધીનગરના કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કુલ ૧૬૨ જેટલાં ગામોમાં ૧૩૪૯ જેટલાં તળાવો આવેલાં છે. આ તળાવોનું આંતરિક જોડાણ કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની સૂચના અન્વયે, ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે, સિંચાઈ વિભાગ, AUDA, GUDA, GMC અને નર્મદા નિગમ દ્વારા તળાવોના આંતરિક જોડાણ માટે કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના મત વિસ્તારમાં હાલ નર્મદા આધારિત પાઈપલાઈન અને કેનાલ દ્વારા કુલ ૧૬૭ જેટલાં તળાવોનું જોડાણ કરવામાં આવેલું છે.
વર્ષ ૨૦૨૬ના ચોમાસા પહેલા પ્રથમ તબક્કામાં અમદાવાદ જિલ્લામાં ૫૦ તળાવો તથા ગાંધીનગર જિલ્લામાં ૬૯ તળાવોનું જોડાણ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદ જિલ્લાના ૧૦ તળાવો તેમજ ગંધીનગર જિલ્લાના ૧૬ તળાવોના આંતરિક જોડાણની કામગીરી પ્રગતિ હેઠળ છે.
બીજા તબક્કામાં કુદરતી રીતે વરસાદી પાણીથી ભરાતાં તળાવો માટે વધારાનાં પાણીના નિકાલ તથા તળાવોના આંતર જોડાણ માટે વિગતવાર સર્વેક્ષણ કર્યા બાદ મોટા ભાગના તળાવોના આંતરિક જોડાણની કામગીરી કરવાનું આયોજન છે.
આ તળાવોના આંતરિક જોડાણ થવાથી ચોમાસા દરમિયાન ખાલી રહેતાં તળાવોને તેની નજીકમાં આવેલા વરસાદી પાણી કે પાઈપલાઈનથી જોડાણ કરાતા, ગામમાં પાણીના ભરાવાની સમસ્યાનો નિકાલ થશે તેમજ જમીનમાં પાણીનાં સ્તર ઊંચાં આવશે તથા ગામોમાં ખેતી તેમજ પશુધનને પણ પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે.
******************
*પારૂલ મણિયાર*
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચારો,વિડિઓ,ફોટાઓ અમોને અમારા જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ થતા અખબાર અને ચેનલ માં પ્રસારિત કરવ મોકલી આપો.વ્હોટ્સ અપ નંબર 6353019026
