26 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો (janfariyadnews youtube channel links જૂવો

26 Ng pdf-1 (1)

 

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/24, 8:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો રંગારંગ પ્રારંભ*
****
*કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાવ્યું*
****
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા ઘણા મહત્વના રિફોર્મ્સ હાથ ધરાયા :- કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા*
****
*૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લેશે*
****
*રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિત*
****
કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લિટસની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’નો નારો આપ્યો. દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્વના રિફોર્મ્સ કર્યા.

સ્પોર્ટ્સ પોલિસી વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ પોલિસી સ્પોર્ટ્સને ઍક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકો સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે. સ્પોર્ટ્સ ગવર્નન્સ એથલિટ્સ સેન્ટ્રીક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ થકી દિવ્યાંગોને પણ સ્પોર્ટ્સમાં સરખું પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે સ્પોર્ટ્સ આપણી વિરાસત છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી પુંજી છે, જેનો લાભ લઈને ભારતને દુનિયાના ટોપ ટેન સ્પોર્ટ્સ કન્ટ્રીમાં પહોંચાડવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરીને ટોપ-૫ સ્પોર્ટિંગ કન્ટ્રીઝમાં સ્થાન મેળવવા પણ આપણે પ્લાન બનાવીને એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે આપણા વેઇટલિફ્ટર્સ આ રમતમાં સુંદર સફળતા મેળવી રહ્યા છે. આવી વધુને વધુ પ્રતિયોગિતાઓ આપણા યુવાઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા આગવી પ્રેરણા પૂરી પાડશે. સાથે જ, મંત્રીશ્રીએ તમામ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ઈન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી મહોમ્મદ હસન જલૂદ અલ શમ્મારીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ક્વોલિફાયર ઇવેન્ટ હશે. ભારતની યંગ ટેલેન્ટ આજે વેઇટલિફ્ટિંગમાં સતત સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી રહી છે. ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે. આજે ભારત સ્પોર્ટ્સ અને આર્થિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત સરકારના સતત સહકારના લીધે જ આજે આ ચેમ્પિયનશિપ આટલી સરળતાથી આયોજિત થકી શકી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ શ્રી પોલ કોફફાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપના આયોજનમાં દરેક ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અત્યંત સહયોગ સાંપડ્યો છે.

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવે સ્વાગત પ્રવચન કરતા વિશ્વભરમાંથી વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલા અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પધારેલા સૌને આવકાર્યા હતા. સાથે જ, શ્રી સબિના યાદવે પણ સૌને આવકાર્યા હતા.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીશ્રીએ ઉદ્ઘાટન કાર્યકમ બાદ પ્રસ્તુત કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળીને સૌને બિરદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧ ઓગસ્ટ સુધી યોજાનાર ચેમ્પિયનશિપમાં ૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી એન્ગ પોહ ઓંગ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ શ્રી મહોમ્મદ અલહરબી, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અને શ્રી બાબુભાઈ દેસાઈ, મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, રમત ગમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિની કુમાર, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજય પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાંગલે, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના સંચાલકો – અધિકારીશ્રીઓ, રાજ્યના રમતગમત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, એથલિટ્સ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*******
[8/24, 9:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતે આધુનિક વિકાસની સાથે સામાજિક પડકારો પણ પાર કર્યા – વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી*
………
-: *વડાપ્રધાનશ્રી* :-
• ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસ-શિક્ષણની ભૂખ જાગી છે
• ગુજરાતની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી છે
• સરદારધામનું નામ જેટલું પવિત્ર છે, તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે
• દુકાનદારો તેમની દુકાનની બહાર ‘અહીં માત્ર સ્વદેશી વસ્તુ જ મળે છે’ તેવું બોર્ડ લગાવે
……….
*ગુજરાતના અને પાટીદાર સમાજના વિકાસનો ગ્રાફ એક સમાન- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ*
*-: શ્રી અમિતભાઈ શાહ:-*
• જે સમાજ દીકરીને શિક્ષિત કરે, પગભર બનાવે તે સમાજ સૌથી પહેલા વિકાસ કરે છે, પ્રગતિને પામે છે
• . દરેક ભારતીય એક સ્વરે નતમસ્તક થઈને સરદાર પટેલને યાદ કરે છે, તેમનું સન્માન કરે છે
• પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જીને ઉદ્યોગ, વ્યાપાર, સરકારી સેવા, જાહેર કાર્યો, વિદેશ ગમન એમ દરેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે
………..
*સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*-:મુખ્યમંત્રી શ્રી:-*
• સરદારધામ ફેઝ-૨, કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે
• સરદારધામ સંસ્થા, ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના ધ્યેય સાથે, વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણના સંકલ્પોને સાકાર કરવામાં યોગદાન આપશે
………..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં, અમદાવાદ ખાતે સરદારધામ ફેઝ-૨ અને શકરીબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ દિલ્હીથી ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ચ્યુઅલી કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ દ્વારા ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું.
પ્રિ-રેકોર્ડેડ વિડિયો સંદેશના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાતે આધુનિક વિકાસની સાથે સામાજિક પડકારો પણ પાર કર્યા છે. સામાજિક ક્ષેત્રે અનેક પડકારો પાર કરીને ગુજરાત આગળ આવ્યું છે. પહેલા દીકરીઓના શિક્ષણમાં ગુજરાત પાછળ હતું પરંતુ સૌ સમાજે આગળ આવીને દીકરીઓના શિક્ષણ બાબતે કામ કર્યું એટલે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. 25 વર્ષની યાત્રામાં સૌએ સાથે મળીને કામ કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, સરદારધામનું નામ જેટલું પવિત્ર છે, તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે. સરદાર ધામ ફેઝ ટુ, કન્યા છાત્રાલયમાં રહીને દીકરીઓને તેમના અરમાનો અને સપના પૂરા કરવા નો અવસર મળશે. અહીં ભણી ગણીને દીકરીઓ રાષ્ટ્ર નિર્માણમાં કાર્યમાં સહભાગી થશે અને આ શિક્ષિત દીકરીઓનું કુટુંબ પણ સમર્થ બનશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આ કન્યા છાત્રાલયની આધારશીલા રાખવાનું સૌભાગ્ય તેમને સાંભળ્યું હતું અને આજે આ ભવન તૈયાર થઈ ગયું છે. વડોદરામાં પણ સરદાર ધામનું કામ ચાલુ છે. સુરત, મહેસાણા સહિત રાજ્યના ઘણા નગરોમાં આવા તાલીમ કેન્દ્ર બનાવાઈ રહ્યા છે, સરદાર ધામ સંસ્થાનું કામ ખરેખર સરાહનીય છે.

વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતાં કહ્યું કે, હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કહેતો કે, ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે’. ગુજરાત પાસેથી જે શીખ્યો તે તે લેખે લાગ્યું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ ટેકનોલોજી આ બધા ક્ષેત્રે ગુજરાતે વિકાસ કર્યો છે પરિણામે ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસ-શિક્ષણની ભૂખ જાગી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાથે એક કલંક હતું ભ્રૂણ હત્યાનું પાપ. દીકરીઓની ગર્ભમાં જ હત્યા કરવાનું પાપ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળમાં આપણે સુરતથી ઉમિયા ધામ સુધી યાત્રા કરી હતી. ‘બેટા બેટી એક સમાન’ એ નારો ત્યારે ગુજરાતમાં ગુંજ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત નારી શક્તિને પૂજતું રાજ્ય છે. મા ઉમિયા, મા ખોડલ, અંબાજી, બહુચરાજી આવી નારી શક્તિના આપણે ઉપાસક છીએ. ગુજરાતમાં બાળકીની ભૃણ હત્યાનું કલંક નાબૂદ કરવામાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના સંગઠનો એ આગળ આવીને સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું જેને પરિણામે ગુજરાતમાં ભ્રુણ હત્યા તો અટકી જ સાથે સાથે ગુજરાતની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સમાજનું ભલું કરવાનું કામ કરવા નીકળીએ ત્યારે ઈશ્વર પણ સાથ આપતો હોય છે. હવે તો ગુજરાતમાં દીકરીઓ અલગ અલગ વ્યવસાય કરતી થઈ છે. તેમના રહેવા જમવા અને ભણવા માટેની ભવ્ય હોસ્ટેલો બની ગઈ છે.
વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ પણે કહ્યું કે, ગુજરાતને પગલે આજે દેશભરમાં બેટી બચાવો બેટી પઢાવો ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂરના પ્રેસ બ્રિફિંગમાં પણ ભારતની દીકરીઓનો અવાજ દુનિયાએ સાંભળ્યો હતો. લખપતિ દીદી, ડ્રોન દીદી, બેંક સખી, વીમા સખી એવા અનેક ક્ષેત્રે આજે ભારતભરમાં મહિલા ઉત્કર્ષનું કામ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં સ્કિલ ઉપર ભાર આપવામાં આવ્યો છે. આજે દુનિયાને સ્કીલ્ડ મેન પાવરની જરૂર છે. વિશ્વના ઘણા દેશો વૃદ્ધ જનસંખ્યાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે ભારત પાસે દુનિયાને આપવા માટે કુશળ માનવબળ છે. ભારત સરકાર પણ વધુને વધુ રોજગાર સર્જન માટે કાર્યરત છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા બે લાખ જેટલી થઈ છે. હવે સ્કીલની સ્પર્ધા હોવી જોઈએ, હુન્નરની સ્પર્ધા હોવી જોઈએ. જૂની ઘરેડમાંથી બહાર નિકળીને પરિસ્થિતિને બદલવી જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, મુદ્રા યોજનામાં 33 લાખ કરોડ રૂપિયાની લોન અપાઇ છે અને યુવાનોના હાથમાં સ્વરોજગાર માટે રૂપિયા આવ્યા છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાથી જાહેર કરી છે જે એક લાખ કરોડ રૂપિયાની યોજના છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાને કારણે આજે લોકો સોલાર પાવરને અપનાવતા થયા છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરકારના દરેક અભિયાનમાં સામાજિક સંગઠનો એ સાથ આપ્યો છે. પાટીદાર સમાજે હંમેશા મારી અપેક્ષા પૂરી કરી છે. જે અભિયાન જે મિશન આપ્યા તે પાર પાડ્યા છે. ત્યારે મારી પણ અપેક્ષા વધી છે. આપણે સૌ હવે સ્વદેશીના આગ્રહી બનીએ. પાટીદાર વર્ગ હવે માત્ર ખેડૂત નથી રહ્યો, વિવિધ વ્યવસાય બિઝનેસ કરતો થયો છે ત્યારે સ્વદેશી અપનાવવાની પહેલ કરવી પડશે. દુકાનદારો તેમની દુકાનની બહાર ‘અહીં માત્ર સ્વદેશી વસ્તુ જ મળે છે’ તેવું બોર્ડ લગાવે. આજે વિશ્વની જે અસ્થિરતા છે તેની સામે તમે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી આંદોલનનુ નેતૃત્વ કરો. આપરેશન સિદૂંરના પરાક્રમની જેમ સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને વેચાણ પણ દેશભક્તિ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

*આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે* , ગુજરાતના અને પાટીદાર સમાજના વિકાસનો ગ્રાફ એક સમાન છે. જે સમાજ દીકરીને શિક્ષિત કરે, પગભર બનાવે તે સમાજ સૌથી પહેલા વિકાસ કરે છે, પ્રગતિને પામે છે. પાટીદાર સમાજે દીકરીઓના શિક્ષણ થકી આગવો વિકાસ હાંસિલ કર્યો છે.
તેમણે કહ્યું કે, પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જીને ઉદ્યોગ, વ્યાપાર, સરકારી સેવા, જાહેર કાર્યો, વિદેશ ગમન એમ દરેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે, સાથે જ દેશના વિકાસમાં પૂરું યોગદાન આપ્યું છે. પાટીદાર સમાજના દાતાઓ એકવાર સંકલ્પ લે તો કોઈ પણ મોટા પ્રોજેક્ટને પાર પાડે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ કન્યા છાત્રાલય છે.
છાત્રાલયના લોકાર્પણ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી એ કહ્યું કે, મારા મત વિસ્તારમાં આવડું મોટું કામ થઈ રહ્યું હોય ત્યારે પ્રત્યક્ષ હાજર રહેવું એ મારી ફરજ છે પરંતુ દિલ્હી વિધાનસભામાં સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સ્મૃતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ મારી ઉપસ્થિતિ અનિવાર્ય હતી તેથી સરદાર ધામ ખાતે રૂબરૂ આવી શકાયું નથી.

તેમણે ઉમેર્યું કે દેશના ગૃહ મંત્રી તરીકે ભારતના અનેક રાજ્ય પ્રાંત પ્રદેશોમાં જવાનું થાય છે. દરેક ભારતીય એક સ્વરે નતમસ્તક થઈને સરદાર પટેલને યાદ કરે છે, તેમનું સન્માન કરે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. આદિવાસી ખેડૂત મહિલા યુવાને દરેક વર્ગના ઉત્કર્ષથી ગુજરાત દેશનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આગવા વિકાસથી આજે ગુજરાત ભારતનું ગ્લોબલ ગેટવે બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતનો સભ્યતાથી સંસ્કૃતિ સુધી જવાન થી કિસાન સુધી અને ગામથી નગર સુધી વ્યાપક વિકાસ થયો છે.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે,* સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે. સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસરત છે. સરદાર સાહેબના નારી સશક્તિકરણના વિચારોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને સાકાર કર્યા છે. તેમણે જણાવ્યું કે દીકરીઓને ભણાવવા માટે ગુજરાત સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો અત્યાર સુધીમાં ૧૦.૫૦ લાખથી વધુ દીકરીઓને લાભ મળ્યો છે.

સરદારધામ કન્યા છાત્રાલયના બીજા તબક્કાનું લોકાર્પણ એ સમાજિક સહકારથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ કાર્યક્રમ ‘સરદારધામ મિશન ૨૦૨૬’ હેઠળ પાટીદાર સમાજે લીધેલા પાંચ સંકલ્પોને સિદ્ધ કરવાની દિશામાં એક કદમ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજે લોકાર્પણ થયેલું આ કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું આ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. તેમણે સરદાર સાહેબને માત્ર લોહપુરુષ જ નહીં, પરંતુ એકતા, સંસ્કાર અને સમાજસેવાના પ્રતીક ગણાવ્યા. તેમણે ગૌરવ સાથે કહ્યું કે આપણે અખંડ ભારતના શિલ્પી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર છીએ. સરદારધામ જેવી સંસ્થાઓ ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ધ્યેય સાથે દીકરીઓના શિક્ષણને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રનિર્માણમાં નારી શક્તિના યોગદાનનો એક નવો અધ્યાય શરૂ કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે ‘જ્ઞાન શક્તિ’ આધારિત ચાર સ્તંભોમાં નારી શક્તિને પણ એક મહત્વનો આધાર ગણાવ્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે સરદારધામની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા.

મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણ નીતિ (NEP) વિશે વાત કરતાં કહ્યું કે આઝાદ ભારતમાં પહેલીવાર ભારતીય વિચારો અને માતૃભાષાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઘડવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં, સ્વદેશી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો છે, જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે.

તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની આત્મનિર્ભરતા તરફની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ અને જનઆંદોલન છે. તેમણે લોકોને ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનું આહ્વાન કર્યું અને જણાવ્યું કે દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માને ત્યારે જ ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે.

મુખ્યમંત્રીએ પાટીદાર સમાજના ખમીર અને સમાજહિતની ભાવનાની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદારધામ સંસ્થા, ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના ધ્યેય સાથે, વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણના સંકલ્પોને સાકાર કરવામાં યોગદાન આપશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ શ્રી ઋષિકેશ પટેલ, શ્રી રાઘવજી પટેલ, શ્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…………
[8/24, 9:50 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1EHht6B7EVluMV4ZDMWAzMnXRyhss0Dx2
[8/25, 11:56 AM] Dilip Gajjar.Mahiti.Press: *ચોમાસુ: ૨૦૨૫*

*ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી*
********************************
• *રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો*
• *અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૭.૪૩ ટકા વરસાદ વરસ્યો*
• *સરદાર સરોવર ડેમ હાલ ૮૪ ટકાથી વધુ ભરાયો*
• *માછીમારોને આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન*
********************************
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને રાજ્યના માછીમારોને આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩.૯૦ ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં ૩.૮૬ ઈંચ, તાપીના વ્યારામાં ૩.૫૪ ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં ૩.૧૫ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જ મહિસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકામાં તથા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ૨.૧૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૮૩,૪૩૧ MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૮૪ ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૬,૧૩૫ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૮.૧૮ ટકા છે. રાજ્યમાં હાલ ૬૭ ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૨૭ ડેમ ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા કુલ ૯૪ ડેમને હાઈ એલર્ટ, ૨૭ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ તથા ૧૯ ડેમને વોર્નીગ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૭.૪૩ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૬.૪૧ ટકાથી વધુ, કચ્છ ઝોનમાં ૮૫.૦૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૩.૫૧ ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો ૭૯.૦૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૫,૧૯૧ નાગરિકોનું સ્થળાંતર અને ૯૬૬ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
******************************
ઋચા રાવલ
[8/25, 11:59 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ’*
*વિષય પર રાજ્યભરમાં GPCB અને પર્યાવરણ મિત્રના ઉપક્રમે વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન*
……………..
*‘મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી’ના મંત્ર સાથે રાજ્યભરમાં*
*ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સ્થાપનનું ભક્તોમાં વિશેષ આકર્ષણ*
…………………….
રાજ્યભરમાં આસ્થા અને ભક્તિ સાથે આગામી સમયમાં વિવિધ સ્વરૂપે ‘ગણેશ મહોત્સવ’નું આયોજન કરવામાં આવનાર છે. પર્યાવરણ જતનના હેતુ સાથે ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ’ વિષય પર રાજ્યભરમાં GPCB અને પર્યાવરણ મિત્રનાં ઉપક્રમે ગત તા. ૮ ઓગસ્ટ ૨૦૨૫થી વિવિધ કોલેજો, શાળાઓ, શેરીઓ, સોસાયટીઓ અને વિવિધ ઇકો ક્લબના માધ્યમથી જાગૃતિ કાર્યક્રમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી ૧૦ દિવસ દરમિયાન અમદાવાદમાં વધુ વસ્તી ધરાવતા મુખ્યત્વે ૫૦ જેટલા ગણેશ પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અંગે શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ‘મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી’ના મંત્ર સાથે રાજ્યભરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સ્થાપનનું ભક્તોમાં વિશેષ આકર્ષણ રહ્યું છે.

આ વર્કશોપનો મુખ્ય હેતુ માત્ર વિધાર્થીઓ પૂરતો મર્યાદિત ન રહીને, સ્થાનિક નાગરિકો અને વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવના આયોજકોમાં પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સ્થાપન અંગે વધુ જાગૃતિ લાવવાનો છે. વિધાર્થીઓએ નાગરિકોને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના મહત્વ અંગે સમજ આપી કે, પ્લાસ્ટર ઓફ પેરિસ (pop) થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી અને તે જળપ્રદૂષણ સાથે જળચર પ્રાણીઓ માટે જોખમરૂપ બને છે. જેનાથી પાણીમાં રહેલ જળચર જીવોને નુકસાન થાય છે અને તેઓ મૃત્યુ પામે છે. પાણીનું પ્રદૂષણ અને પર્યાવરણનું સંતુલન બગડે છે. તેના સ્થાને જો આપણે ઇકો ફ્રેન્ડલી-માટીની મૂર્તિ બનાવી તેનું વિસર્જન પાણીમાં કરીયે તો તે પાણીમાં ઝડપથી ભળી જાય છે જેથી જળચર પ્રાણીઓને નુકસાન પહોંચતું નથી સાથે સાથે પાણી અને જમીનનું પ્રદૂષણ થતું
અટકે છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCB, પર્યાવરણ મિત્ર, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને ગણેશજીની મૂર્તિ બનાવવાની સર્જનાત્મકતા દર્શાવી રહ્યા છે. વધુમાં વિધાર્થીઓએ માટીમાંથી કેવી રીતે સહેલાઇથી સુંદર અને આકર્ષક ગણેશજીની મૂર્તિ બનાવી શકે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. વર્કશોપમાં હાજર ભક્તોએ પણ પોતે ભાવપૂર્વક માટીના ગણેશજી બનાવીને કોલેજના વિધાર્થીઓએ સાથે ચર્ચા કરી ‘મૂર્તિ નાની, શ્રદ્ધા મોટી’, ‘પર્યાવરણ બચાવો – માટીના ગણેશનું સ્થાપન’ અને નો સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે ઇકો ફ્રેન્ડલી પંડાલ બનાવવાનો સંદેશો આપ્યો હતો.

આ અવસરે અમદાવાદ ખાતે એ.જી ટીચર્સ કોલેજના પ્રિન્સિપાલે વર્કશોપ દરમિયાન જણાવ્યું હતું કે, આવા પર્યાવરણલક્ષી જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ પૂરતા મર્યાદિત નથી રહેતા પરંતુ સમજ-વિચારમાં
હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. આ વર્કશોપના અંતે તમામ ઉપસ્થિતોએ આગામી ગણેશોત્સવમાં માટીના ગણેશજી સ્થાપવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ પર્યાવરણને સંતુલિત રાખી ઉજવણી કરવા વિશે જાગૃતિ ફેલાવી અને દરેકને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવા સૌને પ્રોત્સાહિત કરી રહ્યો છે. આ વર્કશોપમાં અત્યારસુધીમાં બી.એડ કોલેજ ગાંધીનગર, એ.જી ટીચર્સ કોલેજ તેમજ શ્રી એમ.એન શુક્લા એજ્યુકેશન કોલેજ અમદાવાદ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ, GPCB ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

જનક દેસાઈ …………………..
[8/25, 12:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાધીનગર ખાતે ગણેશજીની*
*માટીની મૂર્તિઓ બનાવવા આર્ટિસ્ટની ઉપસ્થિતિમાં ‘ઇકો ઍક્ટિવિટિ’ વર્કશોપનું આયોજન*
……………………..
*અંદાજે ૧૦૦થી વધુ બાળકો,ભાઈ- બહેનોએ માટીની મૂર્તિ બનાવવા સહભાગી થયા*
…………………….
પ્રતિ વર્ષ ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી ગણેશજીના આપણા સૌના ઘર, શેરી અને સોસાયટીમાં ભાવપૂર્વક વધામણા કરીને ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. આ વર્ષે દેશભરમાં તા. ૨૭ ઓગસ્ટથી ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.

ગણેશજીની મૂર્તિઓ ક્યારેક પીઓપી, અન્ય સિન્થેટિક મટિરિલય અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. આવી મૂર્તિઓનું જ્યારે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ નુકશાન કરે છે. જેથી બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવવાનો સંદેશ આપવા તેમજ નાગરિકોને બાપ્પાની માટીની મૂર્તિઓ ઘરે જ જાતે બનાવવા પ્રેરણા આપવા વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ઈકો ઍક્ટિવિટિના ભાગ રૂપે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતા શીખવવા અને પર્યાવરણ સંવર્ધન પ્રત્યે પ્રેરણા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્ટિસ્ટ દ્વારા બાળકો અને યુવાઓને માટીની મૂર્તિ કેમ બનાવવી તે શીખવવામાં આવ્યું હતું. બાળકો સહિત યુવાઓએ બનાવેલી મૂર્તિઓ ઘરે પણ લઈ જવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી નાગરીકોને પર્યાવરણ અનુકુળ જીવનશૈલી અપનાવવા, તહેવારોમાં ભગવાનની માટીની મૂર્તિઓ બજારમાંથી નહિ પણ જાતે જ બનાવી સ્થાપન કરવા સાથે સાથે વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાર્થક કરીને સ્થાનિક કલાકારોને રોજગારી સ્વરૂપે પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ વધુ બાળકો સહિત ભાઈ- બહેનોએ ઉત્સાહપૂર્વક ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં ભાગ લીધો હતો તેમ, ગીર ફાઉન્ડેશનન યાદીમાં જણાવાયું છે.
———-
જનક દેસાઈ
[8/25, 1:23 PM] Dilip Gajjar.Mahiti.Press: ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ એક મજબૂત પગલું

*NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય*

*ANTF યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી થશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*

*૧ એસ.પી., ૬ ડીવાયએસપી અને ૧૩ પીઆઇ સહિત કુલ ૧૭૭નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું*

*ANTF યુનિટ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે: આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે*
……
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટે, રાજ્યમાં ઝોન મુજબ કુલ ૬ નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં ૧ એસ.પી., ૬ ડીવાયએસપી અને ૧૩ પીઆઇ સહિત કુલ ૧૭૭નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં ૩૪ અધિકારી કર્મચારીઓ હતા, જે હવે ANTF ઓપરેશનલ થતા ૨૧૧ અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.

રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, જે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે.

*ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ*

*તપાસમાં સુપરવિઝન*: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસોની તપાસમાં ‘ટોપ ટુ બોટમ’ અને ‘બોટમ ટુ ટોપ’ અભિગમ અપનાવવામાં આવશે, જેમાં ANTF યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.

*ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ*: આ નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર NDPSના ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા ANTF યુનિટ મહત્વની ભૂમિકા ભજવશે.

*PIT NDPS કાર્યવાહીને વેગ*: જે રીતે અસામાજિક તત્વો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે NDPSના ગુનેગારો સામે પીટ એનડીપીએસ (PIT NDPS) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે ANTF દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.

[8/25, 2:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *હાલો રે હાલો તરણેતરના મેળે, જ્યાં બિરાજે ભોળા શિવજી….*
૦૦૦૦૦૦
*આવતીકાલથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ, ભગવાનશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે મેળાની શરૂઆત થશે*
૦૦૦૦૦
*તા. ૨૮ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ*
૦૦૦૦૦
*તરણેતરીયા મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા, પશુ પ્રદર્શન હરીફાઈ, ૨૦મી ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે*
૦૦૦૦૦
*પાંચાળની પુરાતન લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાની રંગતમાં વધારો કરશે*
૦૦૦૦૦

*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૨૬ ઓગસ્ટના રોજ પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૩૦ કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીશ્રીઓના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે ૯:૦૦ કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.

ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૦૬.૩૦ કલાકે મહંતશ્રી દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે ૮.૩૦ કલાકે લખતર સ્ટેટ શ્રી ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભાદરવા સુદ છઠ્ઠ તા. ૨૯ ઓગસ્ટના રોજ સવારે ૦૭.૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરીકૃષ્ણભાઈ પટેલ, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.
૦૦૦૦૦૦૦.
[8/25, 5:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખાસ લેખ:-*

*ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫*
________
*૧ થી ૭ સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો યોજાશે*
________
*અંબાજી શક્તિપીઠમાં દેવી સતીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થા*
________
*૫૧ શક્તિપીઠમાં પ્રમુખ શક્તિપીઠ: શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર*
_________
*મેળામાં શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા, સુવા અને દર્શન સહિતની સુવિધાઓ*
__________
(માહિતી બ્યુરો,પાલનપુર)

શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે. દેવી ભાગવત પુરાણમાં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વર્ણવાયેલો જોવા મળે છે. આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાશે ત્યારે આવો જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા..

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. ભારત ભરમાંથી માઈ ભક્તોનું ઘોડાપૂર મેળામાં ઉમટે છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે.

મા અંબેના પ્રાગટ્યની મૂળ કથા પુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતાં. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સમંતિ ન હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતીએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.

ભગવાન શિવજીએ દેવી સતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતીના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યાં. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતીના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠોનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇ ભક્તોમાં મા અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.

દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિષાસુર નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો. તેથી ત્રિદેવ બ્રહ્મા- વિષ્ણુ- મહેશના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયે ગયાં. જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવી શક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં મહિસાસુર મર્દિની તરીકે પ્રખ્યાત થઇ ગયાં.

રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી ઋષિના આશ્રમમાં આવ્યાં. જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિ દેવી અંબાજીએ તેમને અજય બાણ નામનું ચમત્કારિક તીર આપ્યું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો.

*શ્રીકૃષ્ણની ચૌલ ક્રિયા*

એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર કાઢવાની ક્રિયા જેને ચૌલ ક્રિયા કહેવાય છે પણ કરવામાં આવ્યા હતાં. તેમના પાલક માતાપિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતાં. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતાં. તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.

દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે.

મા અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દર વર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. રાજ્ય સરકાર, શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તથા સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી લાખો માઇભકતો માટે મેળામાં રહેવા, જમવા , સુવા અને દર્શનની વિશેષ સગવડો ઉપલબ્ધ કરવામાં આવે છે.
***
[8/25, 5:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *25-08-25* | *Time* *05:30* *PM*

LIVE: અમદાવાદ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રોડ-શૉ.

LIVE: Hon’ble PM Shri Narendra Modi’s road show in Ahmedabad

*YouTube  :-* https://www.youtube.com/watch?v=XaN5p2BOi2g

*YouTube  :-* https://www.youtube.com/watch?v=gZWbz8b6nfk

*FB        :-* https://www.facebook.com/share/v/1786ECNogP/

*FB        :-* https://www.facebook.com/share/v/16gyQEWfii/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1959953845452427773

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1959953844848427477
[8/25, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી*
__________
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું
ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનશ્રી તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે.

વડાપ્રધાનશ્રીના આગમન વેળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.
——-
[8/25, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1ovDkcKW5plQd2ey0avVD8wK41c4HDukL?usp=sharing
[8/25, 8:05 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1VYPbPcSvpt6nT7Ecn_ruBBdxet_YNrl8?usp=drive_link
[8/25, 8:05 PM] Dilip Gajjar.Mahiti.Press: Photo link drive of PM sir events for 25/8 &26/8
[8/25, 8:05 PM] Dilip Gajjar.Mahiti.Press: This is PMO link and photo folder of the event of 26/8 will be uploaded in the same link drive
[8/25, 8:44 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
તા. 25 ઓગસ્ટ 2025

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું*

ગુજરાતની બે દિવસ મુલાકાતે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અદ્વિતીય નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિ અને અવિરત પરિશ્રમ દ્વારા ભારતને વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓએ પહોંચાડ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ ભારતને આર્થિક, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રની સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પણ સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

***********†****************

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના ગાંધીનગર જિલ્લાના સમાચારો

[8/22, 6:40 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને વૃતિકા આપવા બાબતે*
……………….

જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા એસ.જી.એફ.આઇ(SGFI) દ્વારા વિવિધ યોજાતી રમતો અને રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આપવા હેતુ રાજય સરકારનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા યોજના અમલમાં છે વધુ માહિતી માટે E:mail- dso-sycd-gngr@gujarat.gov.in પર સંપર્ક કરવો.
[8/23, 11:25 AM] Neha Talaviya.Mahiti: કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવેની સુચનાથી ગાંધીનગર ફાયર અને ઈમરજન્સી ટીમ દ્વારા સાબરમતી નદી કાંઠાના આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોને ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના પ્રવાહને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તથા જાનહાની ન થાય તે અનુસંધાને પીએ સિસ્ટમ દ્વારા નદીકાંઠાના ગ્રામજનોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.
[8/23, 11:31 AM] Neha Talaviya.Mahiti: *સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સથી આકસ્મિક તપાસ હાથ ધરાતા ભુસ્તર કચેરી દ્વારા ૬૦ લાખનો ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
…………..
*કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેની આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા*
…………..

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંત ની સુચના મેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુંની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વાન અને સંગ્રહ અન્વયેની સઘન કામગીરી અન્વયે સરકારશ્રીની ડ્રોન સર્વેલન્સ અભિયાન અંતર્ગત અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઝરશ્રી, રણછોડભાઈ આહીર દ્વારા તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ સાંજનાં ૦૪:૩૦ કલાકે મોજે.લાકરોડા તા.માણસા, જી.ગાંધીનગર ખાતે થી પસાર થતી સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન 01 હુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન નં.HYNDN635CE0006936 જેના માલિકશ્રી મકવાણા સુરેશજી બબાજી રો-લાકરોડા તા.માણસા જી.ગાંધીનગર દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા હોવાનું માલુમ પડતા. સદર એક્સેવેટર મશીનને જપ્ત કરવામાં આવેલ. સુંદર તાપસ અન્વયેની કામગીરી તા.૨૧/૦૮/૨૦૨૫ ના સવારે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થતાં સદર મશીન ને સાદીરેતી ખનીજનાં બિનઅધિકૃત ખોદકામ કરવા સબબ સીઝ કરી પીપળજ ચેકપોસ્ટ પીપળજ તા.જી.ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ.

આમ, સદર સીઝ કરેલ ૦૧- હુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીનની આશરે ૬૦ લાખ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિન-અધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી ધરવામાં આવશે. ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાઇનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી ધરવામાં આવશે.
*વંદન સોલંકી*
[8/23, 6:00 PM] Neha Talaviya.Mahiti: *સમગ્ર શિક્ષા પ્રેરિત અને ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 20/ 8/25 થી 22 /8 /25 દરમિયાન રાષ્ટ્રની પ્રસિદ્ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૪૧ વોકેશનલ કોર્ષ ચલાવતી માધ્યમિક શાળાના આશરે 3300 વિદ્યાર્થીઓ સાથે વોકેશનલ ટ્રેનર તેમજ શિક્ષકોને કારકિર્દી માર્ગદર્શન વિશે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન્શ યુનિવર્સિટી, સ્કીલ કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયા, અમદાવાદ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને યુનિસેફમાંથી નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યુ. જરૂરી સાહિત્ય આપી, યુનિવર્સિટીની વિઝિટ પણ કરાવવામાં આવી. આ રીતે ત્રણ દિવસના કાર્યક્રમમાં તમામ બાળકોને પોતાના કરિયરમાં આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 🙏🙏*
[8/23, 6:20 PM] Neha Talaviya.Mahiti: *ધોધમાર વરસતા વરસાદમાં પણ ગાંધીનગર ભૂસ્તર તંત્રની ટીમ સક્રિય : કલેકટરશ્રીના નેતૃત્વમાં રાત દિવસ કાર્યરત રહી નદીના પટમાં થતી ખનીજ ચોરી અટકાવવા સાથે જાનહાનિ ન થાય તેની પણ તકેદારી રાખતું ભૂસ્તરતંત્ર*
…..
*તા.૨૩ ઓગસ્ટ,૨૦૨૫ નાં રોજ વહેલી સવારે ૦૩:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી અલગ-અલગ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૪ વાહનો સહિત આશરે ૧.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત*
‌……
સામાન્ય દિવસોમાં પણ ભૂસ્તર તંત્ર ગાંધીનગર દ્વારા આકસ્મિક ચેકિંગો તથા બાતમીના આધારે ખનીજ માફીઆઓને પકડવાની કામગીરી સદંતર ચાલુ રહે છે, પરંતુ વર્તમાન સમયમાં પડી રહેલા ભારે વરસાદ અને વધી રહેલા નદીના જળસ્તર વચ્ચે પણ ભૂસ્તર તંત્ર દ્વારા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેના નેતૃત્વમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે‌, ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી તારીખ 23 ઓગસ્ટના રોજ વહેલી સવારે પણ ચાર વાહનો દ્વારા થતી ખનીજ ચોરી પકડવામાં ભૂસ્તર ટીમને સફળતા મળી છે.
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં તારીખ:૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ વહેલી સવારે ૦૩:૦૦ AM વાગ્યે થી ૦૭:૦૦ AM વાગ્યા સુધી અલગ-અલગ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી ખનિજના બિન-અધિકૃત વહન કરતાં કુલ- ૦૪ વાહનો જપ્ત કરવામાં આવેલ છે. જયાં (1) મોજે-હલીસા, દહેગામ ખાતેથી વાહન ડમ્પર નં.GJ-27-TF-4574 માં રોયલ્ટીપાસ/ડીલીવરી ચલણ વગર સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન અને (2) મોજે-ધડપ રોડ, ગાંધીનગર ખાતેથી વાહન ડમ્પર નં. GJ-02-ZZ-4987 માં રોયલ્ટીપાસ કરતા વધુ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન (3) મોજે-કલોક ખાતેથી વાહન ડમ્પર નં.GJ-24-X-6717 માં રોયલ્ટીપાસ કરતા વધુ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન (4) મોજે-વડસડ થી ઓગણજ સર્કલ ખાતેથી વાહન ડમ્પર નં. GJ-02-AT-8850 માં રોયલ્ટી પાસ/ડીલીવરી ચલણ વગર વહન કરવા સબબ કુલ આશરે ૧.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ કુલ ૯.૭૯ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે.
….
*નેહા તલાવિયા*
[8/25, 12:38 PM] Neha Talaviya.Mahiti: *ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાધીનગર ખાતે ગણેશજીની*
*માટીની મૂર્તિઓ બનાવવા આર્ટિસ્ટની ઉપસ્થિતિમાં ‘ઇકો ઍક્ટિવિટિ’ વર્કશોપનું આયોજન*
……………………..
*અંદાજે ૧૦૦થી વધુ બાળકો,ભાઈ- બહેનોએ માટીની મૂર્તિ બનાવવા સહભાગી થયા*
…………………….
પ્રતિ વર્ષ ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી ગણેશજીના આપણા સૌના ઘર, શેરી અને સોસાયટીમાં ભાવપૂર્વક વધામણા કરીને ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. આ વર્ષે દેશભરમાં તા. ૨૭ ઓગસ્ટથી ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.

ગણેશજીની મૂર્તિઓ ક્યારેક પીઓપી, અન્ય સિન્થેટિક મટિરિલય અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય છે. આવી મૂર્તિઓનું જ્યારે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ નુકશાન કરે છે. જેથી બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવવાનો સંદેશ આપવા તેમજ નાગરિકોને બાપ્પાની માટીની મૂર્તિઓ ઘરે જ જાતે બનાવવા પ્રેરણા આપવા વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ઈકો ઍક્ટિવિટિના ભાગ રૂપે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે બાપ્પાની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતા શીખવવા અને પર્યાવરણ સંવર્ધન પ્રત્યે પ્રેરણા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્ટિસ્ટ દ્વારા બાળકો અને યુવાઓને માટીની મૂર્તિ કેમ બનાવવી તે શીખવવામાં આવ્યું હતું. બાળકો સહિત યુવાઓએ બનાવેલી મૂર્તિઓ ઘરે પણ લઈ જવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી નાગરીકોને પર્યાવરણ અનુકુળ જીવનશૈલી અપનાવવા, તહેવારોમાં ભગવાનની માટીની મૂર્તિઓ બજારમાંથી નહિ પણ જાતે જ બનાવી સ્થાપન કરવા સાથે સાથે વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાર્થક કરીને સ્થાનિક કલાકારોને રોજગારી સ્વરૂપે પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ વધુ બાળકો સહિત ભાઈ- બહેનોએ ઉત્સાહપૂર્વક ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં ભાગ લીધો હતો તેમ, ગીર ફાઉન્ડેશનન યાદીમાં જણાવાયું છે.
———-
જનક દેસાઈ
[8/25, 3:26 PM] Neha Talaviya.Mahiti: *ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી આપણા જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે, નવીન પ્રયોગો: લોકોને સારુ સ્વાસ્થ્ય આપવા સાથે મેળવી રહ્યા છે સારો આર્થિક નફો*
…………………………….
*ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી વેલા પર ઉગતા બટાકાની ખેતીનો સફળ પ્રયાસ કરતા માણસા તાલુકાના પારસા ગામના ખેડૂત આત્મારામ પ્રજાપતિ*
………………………………
*સાબુદાણા માટે જે કંદમૂળ વપરાય છે તેની ખેતીની પણ પ્રાયોગિક ધોરણે શરૂઆત કરતા આત્મારામ પ્રજાપતિ*
‌…….‌
*પોતાના ખેતરમાં પપૈયા, દાડમ, જામફળ,અંજીર તથા શાકભાજીના વિવિધ પાકો ઉપરાંત બાજરી, ઘઉં જેવા અનાજો પ્રાકૃતિક ખેતી થકી પકવતા ખેડૂત આત્મારામ પ્રજાપતિની કંઈક નવું કરવાની મહેચ્છાએ તેમને આ વેલાવાળા બટકાનો પાક કરવા પ્રેરિત કર્યા*
…………………………
*વેલા વાળા બટાકાની વિશેષતાની વાત કરવામાં આવે તો,મધુપ્રમેહ – ડાયાબીટીશના દર્દીઓ માટે ખાઈ શકાય તેવા ઓછી શર્કરાવાળા હોવાથી ફાયદાકારક છે*
………………………………………….
*ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીન એટલી ફળદ્રુપ બની છે કે કોઈપણ નવો પાક લેવામાં પર તેના સારા પરિણામો જોવા મળે છે. એટલે જ સાબુદાણા માટેના જે છોડ પ્રાયોગિક ધોરણે રોપવામાં આવ્યા છે તેમાં પણ તેઓને સફળતા મળવાનો પૂર્ણ વિશ્વાસ*
………..
કોઈપણ શાકભાજી સાથે, બટાકા હોયજ, વળી ઉપવાસમાં તેનો ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગ થાય છે, ત્યારે હાલ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામના ખેડૂત આત્મારામ પ્રજાપતિ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં સફળતાપૂર્વક વિવિધ પાકો લેવામાં આવી રહ્યા છે.જેમાં જમીન બહાર વેલા પર બટાટાની ખેતી કરવાનો તેમણે નવીન પ્રયોગ પણ કર્યો છે‌.
ખેડૂત આત્મારામ પ્રજાપતિ આ અંગે જણાવે છે કે,બટાકાને શાકનો રાજા કહેવામાં આવે છે, તેને એકલા રાંધો કે બીજી કોઈપણ શાકભાજી સાથે, બટાકા એ એવું શાક છે, જે લગભગ બધાનું જ પ્રિય હોય છે. એટલે જ આપણે ત્યાં દરેક સિઝનમાં બટાકા તો મળતા જ હોય છે.સામાન્ય રીતે બટાકા જમીનની અંદર પાકતા હોવાથી તેની ગણના કંદમૂળ તરીકે થાય છે. તેથી ઉપવાસમાં તેનો ફરાળી વાનગી તરીકે લોકો ઉપયોગ કરે છે. આ સાથેજ તેઓ જણાવે છે કે,જૈન ભાઈ બહેનો બટાકાનો ઉપયોગ કરતા નથી હોતા,પરંતુ જૈન ધર્મના લોકો પણ ખાઈ શકે તેવા બટાકાનો પ્રયોગ, જમીન બહાર વેલા પર ઉગાડી, તેમાં કઈ રીતે સફળ પાક મેળવી શકાય તેનું સંસોધન પણ હાથ ધર્યુ છે.
વધુમાં તેઓ જણાવે છે કે,આ બટાકાના રોપા માટે તેમણે શરૂઆત તેમના ખેતરની આસપાસની વાડથી કરી છે. આ વાવેતરથી તેમને રોપા દીઠ ૫ થી ૧૦ કિલોનો ઉતાર પ્રથમ વખતમાંજ મળ્યો હતો. અને ખાસ કરીને જૈનો આ બટાકા સીધા ખેતરેથી પણ ખરીદ કરી જાય છે.
આમ તો આત્મારામભાઈ પોતાના ખેતરમાં પપૈયા, દાડમ, જામફળ,અંજીર તથા શાકભાજીના વિવિધ પાકો ઉપરાંત બાજરી, ઘઉં જેવા અનાજો પણ પ્રાકૃતિક ખેતી થકી લેતા રહે છે,પરંતુ કંઈક નવું કરવાની તેમની મહેચ્છા એ તેમને આ વેલાવાળા બટકાનો પાક કરવા પ્રેરિત કર્યા.
આ બટાકાની વિશેષતાની વાત કરવામાં આવે તો,મધુપ્રમેહ – ડાયાબીટીશના દર્દીઓ ખાઈ શકાય તેવી ઓછી શર્કરાવાળા ઘટકો હોવાથી ખેડૂતો માટે આ વેલાવાળા બટાટાની ખેતીમાં ઉજ્વળ આશા બંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આત્મારામ પ્રજાપતિ દ્વારા વેલાવાડા બટાકા ઉપરાંત તેમના ખેતરમાં સાબુદાણા માટે જે કંદમૂળ વપરાય છે તેની ખેતીની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી છે. અને તેઓ આ અંગે સહર્ષ જણાવે છે કે, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીન એટલી ફળદ્રુપ બની છે કે કોઈપણ નવો પાક લેવામાં આવે તો આ જમીન પર તેના સારા પરિણામો ચોક્કસ જોવા મળે છે. એટલે જ સાબુદાણા માટેના જે છોડ પ્રાયોગિક ધોરણે રોપવામાં આવ્યા છે તેમાં પણ તેઓને સફળતા મળવાનો પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
…………………
*નેહા તલાવિયા*
[8/25, 3:56 PM] Neha Talaviya.Mahiti: *ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે,ત્યારે નગરજનોને નદી કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા કલેક્ટરશ્રી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો*
……………………………
*નદીના જળસ્તરમાં વધારો થતા આવી જગ્યાએ ન જતાં સુરક્ષિત અને સલામત રહી, તંત્રને સહયોગ કરવા તથા ઉમંગ અને ઉત્સાહપૂર્વક પરિવારની અને સ્વયંની સુરક્ષા નિર્ધારિત કરતા આવનારા ઉત્સવોની ઉજવણી કરવા વિનંતી કરતા કલેકટર શ્રી મેહુલ કે.દવે*
………………………………
*જીવન અમૂલ્ય છે, તેની કિંમત સમજતા માત્ર ફોટા કે સેલ્ફીના ચક્કરમાં નદી કાંઠે ન જવા કલેકટર શ્રી દ્વારા યુવાનોને ખાસ અનુરોધ*
…………………………..
વર્તમાન સમયમાં સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે ત્યારે આ મહેર કોઇ પણ નાગરિકો માટે કહેર ન સાબિત થાય, તે માટે કલેકટર શ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર સતત કામગીરી કરી રહ્યું છે.
ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલી દેવાતા, ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આવા સમયે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકા અને માણસા તાલુકાના નદીકાંઠાના 28 ગામના ગ્રામજનો તથા અન્ય નગરજનોને નદી કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા કલેક્ટરશ્રી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમણે આ અંગે જણાવ્યું છે કે, સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં પણ આ વર્ષે સારી મેઘ મહેર થઈ રહી છે, ત્યારે આવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનીના બનાવ ન બને તે માટે, આવનાર તહેવારના દિવસોમાં પણ નદી કિનારે જવાનું ટાળતા ગણેશજીની મૂર્તિનું વિસર્જન ઘર આંગણે કરવા અથવા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાને અનુસરવા કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઘણીવાર ઉત્સુકતામાં નગરજનો વધતા પાણીને જોવા માટે અથવા અન્ય કોઈ કારણોસર કાંઠા વિસ્તારમાં જતા હોય છે, ત્યારે વહીવટી તંત્ર વતી કલેકટર શ્રી એ આવી જગ્યાએ ન જતાં સુરક્ષિત અને સલામત રહી, તંત્રને સહયોગ કરવા તથા ઉમંગ અને ઉત્સાહપૂર્વક પરિવારની અને સ્વયંની સુરક્ષા નિર્ધારિત કરતા આવનારા ઉત્સવોની ઉજવણી કરવા વિનંતી કરી છે‌. આ સાથે જ નવયુવાનોને ઉલ્લેખી કલેક્ટરશ્રી દ્વારા ખાસ જણાવાયું છે કે, જીવન અમૂલ્ય છે, તેની કિંમત સમજતા માત્ર ફોટા કે સેલ્ફીના ચક્કરમાં નદી કાંઠે ન જતા સલામત રહો અને અન્યને પણ આ સંદેશો આપી સલામત રહેવા અપીલ કરો.
………………
*નેહા તલાવિયા*
[8/25, 6:00 PM] Neha Talaviya.Mahiti: *‘આર્મી વુમન વેલફેર એસોસિયેશન’ વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
‌…….

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ખાતે આવેલ આર્મી રેસિડેન્સ સેક્ટર-૯, આર્મી કેમ્પ, ગાંધીનગરમાં ‘આર્મી વુમન વેલફેર એસોસિયેશન’ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમા ડો. નેહલ ગજેરા દ્વારા મહિલાઓની શારિરિક સમસ્યા જેવી કે મોનોપોઝ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર બાબતે રોગના કારણો વિષે સમજ આપી તેના સામે રક્ષમ મેળવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતોની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વધુમાં મહિલાઓને બંધારણ અનુલક્ષી શ્રી સુધિરભાઇ દેસાઈ દ્વારા રક્ષણ અને સલામતી માટે બનેલ કાયદા જેવા કે ઘરેલુ હિંસા અને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામની ની વિગતે સમજ આપવામાં આવી હતી.ઉપરાંચ અશ્વિન જાસકિયા દ્વાર મહિલા બાળની વિવિધ યોજનાની માહિતિ પણ આપવામાં આવી હતી.
‌….
*નેહા તલાવિયા*
[8/25, 7:17 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નંબર ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ : કંટ્રોલ રૂમ દ્વારા નાગરિકો માટે અન્ય નંબરો જાહેર કરાયા*
.‌‌…….
*જરુર જણાયે બદલાયેલા નંબરનો ઉપયોગ કરવા નાગરિકોને મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા અનુરોધ*
…….
હાલમાં ગાંધીનગર જિલ્લાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેના લેન્ડલાઈન નં. ૦૭૯-૨૩૨-૫૬૭૨૦ ટેકનિકલ કારણોસર હંગામી સમય માટે બંધ હોઈ આકસ્મિક સંજોગોમાં નગરજનોને કોઈ તકલીફ નો સામનો ન કરવો પડે તે માટે કંટ્રોલ રૂમ ખાતેના અન્ય લેન્ડલાઈન નં.૦૭૯-૨૩૨-૪૫૮૭૦, ૦૭૯-૨૩૨-૪૫૮૭૫, ૦૭૯-૨૩૨-૪૫૮૭૭ ચાલુ કરવામાં આવેલ છે.જેથી જરુર જણાય ઉપયુક્ત બદલાયેલા નંબરનો ઉપયોગ કરવા જાહેર જનતાને જણાવવા મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
…..
*નેહા તલાવિયા*

*janfariyadnews youtube channel*

આપની આસપાસ બનતી ઘટનાઓ ના વિડીયો સમાચાર અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ તેમજ અમારી ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા પ્રસિદ્ધ થતા સમાચાર ફોટાઓ અને વિડીયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ (9824653073)