24 NG pdf</em></strong></p> <p><strong><em> (3) 25 Ng pdf-2</em></strong></p> <p><strong><em> (1) 26 NG pdf-2






(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[9/24, 1:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે*
********************
*દર મહિનાના ચોથા મંગળવારે”પૂર્ણા દિવસ”ની ઉજવણી*
*કિશોરીઓને પૂર્ણા દિવસે ટેક હોમ રાશનના ચાર પેકેટ, આયર્ન ફોલિક એસિડ, કૃમિનાશકની ગોળીઓ અપાય છે*
*દર ત્રણ મહિને હિમોગ્લોબીનના સ્તરની કરાય છે ચકાસણી*
*યોજના અંતર્ગત ૧૬ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યવસાયિક તાલીમ અપાય છે*
********************
ગુજરાતના બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણને સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું એટલે વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી “પૂર્ણા”-PURNA – પ્રીવેન્સન ઓફ અન્ડર ન્યુટ્રીશન એન્ડ રીડક્શન ઈન ન્યુટ્રીશનલ એનીમીયા યોજના. આ યોજના હેઠળ રાજ્યની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ લાભ મેળવી સુપોષિત બની રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ આ યોજના કિશોરીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ન જતી તમામ કિશોરીઓનો સમાવેશ થાય છે. આર્થિક રીતે નબળા વર્ગની કિશોરીઓ માટે આ યોજના આશાનું કિરણ બની છે.
પૂર્ણા યોજના ગુજરાતના ભવિષ્યને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવાનો એક મજબૂત પાયો સાબિત થઈ રહી છે. આ યોજના માત્ર કિશોરીઓની પોષણની ઉણપને દૂર કરવા પૂરતી સીમિત નથી આ યોજના કિશોરીઓને જીવનના પડકારોનો સામનો કરવા માટે પણ સશક્ત બનાવે છે.
*પોષણ સંબંધિત સેવાઓ:*
પૂર્ણા યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં મહિનાના ચોથા મંગળવારે “પૂર્ણા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે કિશોરીઓને પૂર્ણા શક્તિ THRના ચાર પેકેટ આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના સહયોગથી તેમને વિનામૂલ્યે આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. તેમનું દર ત્રણ મહિને હિમોગ્લોબીનનું સ્તર તપાસવામાં આવે છે. વર્ષમાં બે વાર ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં તેમને કૃમિનાશક ગોળીઓ પણ આપવામાં આવે છે. પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓનું વજન અને ઊંચાઈ નિયમિત રીતે માપીને બોડી માસ ઈન્ડેક્સ પણ માપવામાં આવે છે.
*પોષણ ઉપરાંતની સેવાઓ:*
પૂર્ણા યોજના કિશોરીઓના સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકે છે. તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા કેળવવા માટે દર મહિનાના ચોથા મંગળવારે જીવન કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને જાહેર સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવે છે. ૧૬ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે.
આંગણવાડીમાં નિયમિત મમતા દિવસ દરમિયાન તેમની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને જરૂર પડ્યે તેમને મફત સારવાર માટે રીફર પણ કરવામાં આવે છે. શાળાએ ન જતી કિશોરીઓનું શિક્ષણ ચાલુ રહી શકે તે માટે આ યોજના હેઠળ તેમને પુનઃશાળા પ્રવેશ માટે પણ પ્રોત્સાહિત કરાય છે.
આ યોજના થકી અનેક કિશોરીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ માટે, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩૩૫.૪૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જે ગુજરાત સરકારની આ યોજના પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
********************
ઋચા રાવલ
[9/24, 3:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક*
————————–
*રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે*
————————–
*નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
————————–
*:: પ્રવક્તા મંત્રીશ્રી ::*
*• ૨૦૧૩ પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે*
*• મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે*
*• વડાપ્રધાનશ્રીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે*
————————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૦૬ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં ૧૭ નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા-તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા ૧૭ તાલુકાઓની રચના થવાથી હાલના ૫૧ વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં ૧૦ તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પૂરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
——————————————
[9/24, 4:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિ: મહિલા ઉદ્યોગસાહસિક શિલ્પા મલિક સફળતાપૂર્વક કરી રહ્યા છે ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’નું નેતૃત્વ*
***
*બાયોસ્કેન રિસર્ચ બનાવે છે બ્રેઇન ઇન્જરીની તાત્કાલિક તપાસ માટે નોન-ઇન્વેસિવ, પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન મેડિકલ ટૂલ્સ*
***
*સ્ટાર્ટઅપે અત્યારસુધીમાં 70 યુનિટ્સનું વેચાણ કર્યું છે, સૌથી વધુ વેચાણ રાજ્ય સરકારના પ્રાઇમરી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ ટ્રોમા સેન્ટરોમાં*
***
*શિલ્પા મલિકના નેતૃત્વ હેઠળ બાયોસ્કેન રિસર્ચે ટોચની સંસ્થાઓ તરફથી 50થી પણ વધુ એવોર્ડ્સ મળ્યા છે*
***
*ગાંધીગનર, 24 સપ્ટેમ્બર, 2025:* સમગ્ર ગુજરાત અત્યારે વિશ્વના સૌથી લાંબા નૃત્ય પર્વ નવરાત્રિની ઉજવણી કરી રહ્યું છે. નવરાત્રિનું પર્વ એ નારીશક્તિની ઉજવણીનું પર્વ છે, મહિલાઓની સક્ષમતાને ઉજાગર કરતું પર્વ છે. મહિલાઓ આજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, રમત-ગમત ક્ષેત્ર હોય કે ઉદ્યોગ જગત. સમગ્ર વિશ્વમાં આજે મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધી રહી છે, અને મહિલાઓના નેતૃત્વમાં સફળ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સના અનેક ઉદાહરણો છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આજે ગુજરાતના એવા જ એક મહિલા ઉદ્યોગસાહસિક શિલ્પા મલિક અને તેમના સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’ વિશે વાત કરવી છે. તેમના નેતૃત્વમાં બાયોસ્કેન રિસર્ચ આજે ગુજરાતના એક સફળ સ્ટાર્ટઅપ તરીકે કાર્યરત છે, જે જીવલેણ રોગોના પ્રારંભિક નિદાન માટેના તબીબી ઉપકરણો બનાવીને અનેક લોકોની જિંદગી બચાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓના આર્થિક સશક્તિકરણને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તેમણે, મિશન મંગલમ યોજના, વીમેન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશેષ મહિલા ઔદ્યોગિક પાર્ક (વુમન એન્ટરપ્રેન્યોરશિપ પાર્ક), મહિલા આર્થિક વિકાસ નિગમ વગેરેની સ્થાપના કરી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહિલા કેન્દ્રિત તેમની આ યોજનાઓ અને પહેલોને આગળ ધપાવીને વીમેન લેડ ડેવલપમેન્ટના તેમના વિઝનને ચરિતાર્થ કરી રહ્યા છે.
*બાયોસ્કેન રિસર્ચ બનાવે છે જીવલેણ રોગોના પ્રારંભિક નિદાન માટેના તબીબી ઉપકરણો*
બાયોસ્કેન રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના સપ્ટેમ્બર 2017માં સહ-સ્થાપકો (કો-ફાઉન્ડર્સ) શિલ્પા મલિક અને અનુપણ લવાણિયા દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. શિલ્પા મલિક બાયોસ્કેન રિસર્ચના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. તેઓ હાર્ડવેર ઇનોવેશનમાં એક દાયકાનો અનુભવ ધરાવતા એક સફળ ટેક્નોપ્રેન્યોર છે. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી છે, તેમજ મિલિટરી સેન્સર સિસ્ટમ્સ ડિઝાઇન અને મેનેજમેન્ટ પર કામ કર્યું છે.
શિલ્પા મલિકના નેતૃત્વમાં બાયોસ્કેન રિસર્ચ ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી જેવી જીવલેણ બીમારીનું બિન-આક્રમક રીતે (non-invasively) પ્રારંભિક નિદાન કરવા માટે તબીબી ઉપકરણો વિકસિત કરે છે, તેમનું પરીક્ષણ કરે છે, ત્યારબાદ તેમનું ઉત્પાદન કરે છે અને પોસાય તેવા દરોએ આ તબીબી ઉપકરણોનું વેચાણ કરે છે, અને આ સમગ્ર પ્રક્રિયા માટે તેઓ ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક્સ અને સોફ્ટવેરમાં ડીપ ટેકનો ઉપયોગ કરે છે. બાયોસ્કેન રિસર્ચે ઇન્ટ્રાક્રેનિયલ રક્તસ્રાવ, સરળ શબ્દોમાં કહીએ તો બ્રેઇન ઇન્જરીની અગાઉથી તપાસ માટે નોન-ઇન્વેસિવ, પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન ટૂલ્સ વિકસિત કર્યા છે, જેથી સમયસર નિદાન કરીને લોકોના જીવન બચાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, બાયોસ્કેન રિસર્ચે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (i-Create), કે જે ટેક ઇનોવેશન પર આધારિત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય આપતી ગુજરાત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે, તેની પાસેથી નાણાકીય સહાય મેળવી છે. આ ઉપરાંત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુર, બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC), ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ (DHR) અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) પણ તેમને નાણાકીય સહયોગ પ્રાપ્ત થયો છે.
*ક્લિનિકલ રિસર્ચ દરમિયાન 1500 દર્દીઓ પર પરીક્ષણ, 11 હજારથી વધુ બ્રેઇન સ્કેન*
બાયોસ્કેન રિસર્ટ પ્રા.લિ. ની જર્ની વિશે વાત કરતા તેના કો-ફાઉન્ડર શિલ્પા મલિક જણાવે છે કે, “અમારા પરિવારના સદસ્યને બ્રેઇન ઇન્જરી થઈ હતી, અને તેની સારવાર દરમિયાન અમને જાણવા મળ્યું કે સમસ્યા બ્રેઇન ઇન્જરીની નથી, પણ અર્લી ડિટેક્શન એટલે કે વહેલા નિદાનની છે. અનેક દર્દીઓ વહેલા નિદાન ન થઈ શકવાના કારણે વધુ પીડા સહન કરે છે. અમારું બેકગ્રાઉન્ડ તો ટેક્નિકલ હતું જ, એટલે અમે અર્લી ડિટેક્શન માટે મેડિકલ ડિવાઇસ વિકસિત કરવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. આ માટે અમને ગુજરાત સરકાર હેઠળની i-Create સંસ્થા, કે જે ટેક આધારિત સ્ટાર્ટઅપ્સને આર્થિક ભંડોળ પૂરું પાડે છે, તેમનો સંપૂર્ણ સહયોગ મળ્યો. અમે 4-5 વર્ષ રિસર્ચમાં લગાવ્યા અને સપ્ટેમ્બર 2017માં બાયોસ્કેન રિસર્ચની સ્થાપના કરી.”
બ્રેઇન ઇન્જરી માટેનું મેડિકલ ડિવાઇસ બનાવ્યા પછી, તેની પેટન્ટને ફાઇલ કરવા માટે પણ તેમને ગુજરાત સરકારનો સહયોગ મળ્યો. તેમણે 3 વર્ષ ક્લિનિકલ રિસર્ચ માટે લગાવ્યા, જે દરમિયાન દર્દીઓ પર તેમણે બનાવેલા મેડિકલ ડિવાઇસનું પરીક્ષણ કરવામાં આવ્યું. ગુજરાતમાં પરીક્ષણો બાદ સમગ્ર ભારતની વિવિધ હોસ્પિટલોમાં તેમના બ્રેઇન સર્જરીના અર્લી ડિટેક્શન માટેના આ તબીબી ઉપકરણના પરીક્ષણો કરવામાં આવ્યા, જેમાં NIMHANS, બેંગ્લોર અને AIIMS, ભોપાલ જેવી દેશની અગ્રણી હોસ્પિટલોના ન્યુરોસર્જન પણ સામેલ થયા. 2 વર્ષની ક્લિનિકલ રિસર્ચ દરમિયાન 1500 દર્દીઓ પર પરીક્ષણો કરવામાં આવ્યા છે, અને 11,000 બ્રેઇન સ્કેન કરવામાં આવ્યા. સફળ પરીક્ષણો બાદ તેઓએ વેચાણ માટે આ ડિવાઇસ લોન્ચ કર્યા.
*ઓલ ઓવર ઇન્ડિયામાં 70 યુનિટ્સનું વેચાણ, સૌથી વધુ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં*
શિલ્પાજીએ જણાવ્યું કે અત્યારસુધીમાં ઓલ ઓવર ઇન્ડિયા તેઓ તેમની પ્રોડક્ટના અંદાજિત 70 યુનિટ્સનું વેચાણ કરી ચૂક્યા છે. તેમણે વિકસિત કરેલ મેડિકલ ડિવાઇસની પર્ફોર્મન્સ એક્યુરસી 95% અને સેન્સિટિવિટી 97% છે. તેઓ જણાવે છે કે, આ મેડિકલ ડિવાઇસ માટે સરકારી વિભાગ પાસેથી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અમે સૌથી વધુ ડિવાઇસનું વેચાણ પણ સરકારમાં જ એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં તેમજ ટ્રોમા સેન્ટરોમાં કરીએ છીએ. તેમના મેડિકલ ડિવાઇસની હાઇ એક્યુરસીને જોતાં, ડોક્ટરો પણ તેના પર ખૂબ વિશ્વાસ મૂકે છે.
*બાયોસ્કેન રિસર્ચને મળ્યા છે 50 થી વધુ એવોર્ડ્સ*
શિલ્પા મલિકના સફળ નેતૃત્વ હેઠળ બાયોસ્કેન રિસર્ચને 50થી પણ વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ/માન્યતાઓ મળ્યા છે, જેમાં કેટલાક મહત્વના એવોર્ડ્સ નીચે મુજબ છે:
• ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બેસ્ટ એક્સ્ટ્રામ્યુરલ રિસર્ચ એવોર્ડ (2024)
• ઇન્ડિયા ઇઝરાયલ ઇનોવેશન ચેલેન્જના વિજેતા તરીકે સન્માનિત
• અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (ASME) દ્વારા બેસ્ટ હેલ્થકેર ઇનોવેશન ઑફ ઇન્ડિયા એવોર્ડ
• તાજેતરમાં, GITEX થાઇલેન્ડ દ્વારા સુપરનોવા વિજેતા (બેસ્ટ ડિજિ હેલ્થ એન્ડ બાયોટેક ઇનોવેશન ઑફ એશિયા)
• યુનિટસ સીડ ફંડ સ્ટારહેલ્થ 2017 હેઠળ બેસ્ટ હેલ્થકેર સ્ટાર્ટઅપ ઑફ ઇન્ડિયા
• AICTE કેનેડા ઇન્ડિયા એક્સીલરેશન પ્રોગ્રામ દ્વારા ભારતના ટોચના 10 વીમેન લેડ ટેક સ્ટાર્ટઅપ્સમાં સ્થાન
• TIE-BIRAC WiNER દ્વારા ભારતના ટોચના 15 વીમેન લેડ બાયોટેક સ્ટાર્ટઅપમાં સ્થાન
• ઇન્ફોસિસ સ્ટાર્ટઅપ-પ્રેન્યોરના વિજેતા
*X-X-X*
[9/24, 6:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે*
*અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી-વ્હીલર યોજનાના લાભાર્થીઓની* *કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી*
*******
*સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ*
*******
*રાજ્યના ૫૧૦ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ.૨૦ કરોડનું ધિરાણ*
*******
રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના અમલી બનાવાઈ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. જે અંતર્ગત પસંદગી પામેલા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના ૫૧૦ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ.૨૦ કરોડનું ધિરાણ અપાશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ લાભાર્થીઓ વિવિધ યોજનાઓના માધ્યમથી નજીવા દરે સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારૂતી સુઝુકી ઈકો તેમજ ટ્રેકટર અને યાંત્રિક સાધનો ખરીદવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં રાજ્યમાંથી કુલ ૧૩,૨૦૯ અરજીઓ મળી હતી. જેનો ઓનલાઇન ડ્રો યુ-ટયુબ દ્વારા લાઈવ પ્રસારણ કરી સંપૂર્ણ પારદર્શિતાથી ૫૧૦ લાભાર્થી લંક્ષ્યાકની સામે અઢીગણા એટલે કે, ૧,૨૭૫ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓની તબક્કાવાર ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, જેમાંથી ૫૧૦ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.
આજે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરશન, ગાંધીનગરની સ્વરોજગારલક્ષી યોજનામાં રૂ.૩.૦૦ કરોડના ધિરાણ માટે ૩૭૫ લાભાર્થીઓની, થ્રી-વ્હીલરની યોજનામાં રૂ.૬.૦૦ કરોડના ધિરાણ માટે ૫૦૦ લાભાર્થીઓની, મારૂતી સુઝુકી ઇકો યોજનામાં રૂ.૬.૫૦ કરોડના ધિરાણ માટે ૨૫૦ લાભાર્થીઓ તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો યોજનામાં રૂ.૪.૫૦ કરોડના ધિરાણ માટે ૧૫૦ લાભાર્થીઓ મળીને કુલ ૧૨૭૫ લાભાર્થીઓની પસંદગી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ડ્રો દ્વારા કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રક્રિયાનું યુ-ટ્યુબમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી શ્રી રચિત રાજ સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રી અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
– પ્રિન્સ ચાવલા
*******************
[9/24, 6:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫*
——-
*ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*ઇનોવેશન-નવા આઇડીયા થકી આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ*
*આગામી સમયમાં ગુજરાતમાં રિજીયન મુજબ i-Hub બનાવાશે*
********
*: કોન્ક્લેવની ફળશ્રુતિ :*
બે દિવસ દરમિયાન કુલ ૧૮ હજારથી વધુ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સહભાગી
વિવિધ ક્ષેત્રોમાં ૮૪ એમઓયુ : નવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપમાં કુલ રૂ. ૨૩૨ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું
૫૦૦થી વધુ રોકાણકારો સાથે બીટુબીનું આયોજન
૨૦થી વધુ રાજ્યોના ૧૭૦ થી વધુ સ્ટાર્ટઅપ સહભાગી
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ૧૨૫ થી વધારે ઉદ્યોગપતિઓ સહભાગી
********
*મંત્રીશ્રીએ પ્રદર્શનની મુલાકાત કરી સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ*
*****
*મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ- એક્ઝિબિશન-૨૦૨૫”નું સમાપન*
*********
ગુજરાત સહિત દેશના યુવાનોને નવી દિશા તેમજ વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા આજની આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ મહત્વની સાબિત થશે. દેશમાં વર્ષ ૨૦૧૪ પછી નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપ રૂપે નવી પહેલ શરૂ થઇ છે. આજની કોન્કલેવ એ પૂર્ણાહૂતી નથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં યુવાનો માટે સરકારની મદદથી કંઇક નવું કરવાની શરૂઆત છે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫’નો આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે દેશભરમાંથી આ કોન્કલેવમાં યુનિકોન, રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ સહભાગી થયા છે. જે વિદ્યાર્થીઓ ટેકનોલોજી- કોર-ઇમર્જીંગ બ્રાન્ચિસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે નવી દિશા નવા દ્વાર ખૂલશે. ઉચ્ચ અભ્યાસ બાદ માત્ર રોજગારી જ નહી પણ ઇનોવેશન-નવા આઇડીયા થકી આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજના યુવાનો તેમની ટેલેન્ટ-નવા આઇડીયાને આધારે નવી ઉડાન ભરી નયા ભારતની દિશામાં આગળ વધી રહ્યાં છે. આજના યુવાનો આત્મનિર્ભર બનીને પોતાના દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહત્વનું પ્રદાન આપી રહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત આજે જેટ નહી પણ સુપર જેટ વિમાન બનાવવાની તાકાત ધરાવે છે. તેમણે સ્ટાર્ટઅપના વિવધ ઉદાહરણ આપતા કહ્યું હતું કે આપણે સમસ્યાથી સમાધાન સુધીની દોડ લગાવીશું તો જ સફળ થઇશું. રાજ્ય સરકારે સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનોને યોગ્ય મંચ આપીને નોકરી લેનાર નહી પણ નોકરીદાતા બનાવ્યો છે. આજના AI ના યુગમાં અનેકક્ષેત્રે ખૂબ નવી ક્રાંતિ આવી છે. રાજ્ય સરકારે i-Hubના માધ્યમથી યુવાનોને નવા આઇડીયા મૂર્તિમંત કરવા શ્રેષ્ઠ મંચ ઉપલબ્ધ કરાવ્યુ છે.
ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હંમેશાં સ્ટાર્ટઅપ્સને મજબૂત સહકાર આપવા પ્રતિબદ્ધ રહી છે. i-Hub ગુજરાતના યુવાનોના સાહસોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. યુવાનોના નવા ઈનોવેટીવ વિચારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આગામી સમયમાં ગુજરાતમાં રીઝીયન વાઈઝ i-Hub બનાવવામાં આવશે. રિજીયન મુજબ i-Hub બનવાથી છેવાડાના નાના ગામના યુવાનોના નવા વિચારોને હકીકતમાં રૂપાંતરીત કરવા માટે તેમના ગામથી નજીકના સેન્ટર પરથી તમામ સગવડો ઉપલબ્ધ બનશે.
ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની દોડમાં યુવા સાહસિકોનો સહકાર ખુબ જ મહત્વનો સાબિત થશે. ટેક્નોસેવીના તેમના વિચારો ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે યુવાનોની ઊર્જા, નવા વિચારો અને નવા સાહસોમાં રોકાણકારોને વધુ રોકાણ કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આવનારો સમય નવા વિચારો અને યુવા ટેલેન્ટનો છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન સમયની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે તેમના ઈનોવેટીવ આઈડીયા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ૨૧મી સદીમાં પૈસા, સોનું કે મિલકત ધરાવતા નહીં પરંતું નવા ઈનોવેટીવ આઈડીયા અને આઉટ ઓફ ધી બોક્સ વિચારો ધરાવતાં યુવાનો ધનવાન ગણાશે. તેમનામાં વિશ્વાસ રાખી ભરોસો કરી રોકાણ કરવાથી રોકાણકારોને વળતરની સાથે યુવાનોના સપનાઓને પણ પાંખો મળશે તેમ જણાવી મંત્રીશ્રીએ યુવાનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણાએ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ દરમિયાન યોજાયેલા સેશન અને ઇન્વેસ્ટમેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કોન્ક્લેવમાં ઊભરતા નવા ઇનોવેટીવ વિચારો અને નવ યુવાનોને મહત્વનું મંચ મળ્યું છે. આ બે દિવસ દરમિયાન કુલ ૧૮ હજારથી વધુ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ બે દિવસમાં વિવિધ ક્ષેત્રોમાં ૮૪ એમઓયુ થયા છે તથા નવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપમાં કુલ રૂ. ૨૩૨ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૫૦૦થી વધુ રોકાણકારો સાથે બીટુબીનું આયોજન, ૨૦થી વધુ રાજ્યોના ૧૭૦ થી વધુ સ્ટાર્ટઅપ તેમજ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ૧૨૫ થી વધારે ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા.
ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી બી. એચ. તલાટીએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં AI, IOT, ડીપટેક, ડિફેન્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યમીઓએ વિચાર મંથન કર્યું હતું. અંદાજે ૨૫ થી ૩૨ વર્ષના યુવાનોએ રૂ. ૧,૦૦૦ કરોડનો બિઝનેસ સ્ટાર્ટઅપના માધ્યમથી કેવી રીતે ઉભો કર્યો તેમનામાંથી નવા સ્ટાર્ટઅપને પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ આ પ્રસંગે પ્રદર્શનની મુલાકાત લઇ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યમીઓ-વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના ઇનોવેશન અંગે વિગતવાર માહિતી મેળવી હતી
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે વિવિધ છ જેટલા સ્ટાર્ટઅપને અંદાજે રૂ. ૨૧ કરોડથી વધુના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રોક્સ કંપની દ્વારા ડિફેન્સ ક્ષેત્રે આર્મરી શિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે રૂ. ૧૦ કરોડ, સી ફંડ કંપની દ્વારા દીપ ટેક ક્ષેત્રે કોન્સન્ટ એઆઈ સાથે રૂ. ૩.૧ કરોડ, GSF કંપની દ્વારા એચઆર ટેક અને સ્પેસ ટેક ક્ષેત્રે અનુક્રમે ઝેનસ્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે રૂ. ૪.૮ કરોડ અને વેલકીનરીમ ટેકનોલોજી સાથે રૂ. ૨.૫ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ઈન્ડિકોર્ન એન્જલ્સ કંપની દ્વારા AI ક્ષેત્રે સેટ માય કાર્ટ સાથે રૂ. ૧ કરોડના અને આઈઆઈએમ કલકત્તા દ્વારા ક્લીન ટેકનોલોજી ક્ષેત્રે મલ્હારી પ્રોજેક્ટ સાથે રૂ. ૦.૫ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમના અંતે i-Hub ના સી.ઇ.ઓ. શ્રી હિરેન મહંતાએ આભાર વિધિ કરી હતી.
આ સમાપન કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર,ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ ,ઉદ્યોગકારો, રોકાણકારો, મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
*************************
[9/25, 11:09 AM] Dilip Gajjar.Mahiti.Press: *’સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ની ઉજવણી*
*ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા*
*ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીનું મંત્રીશ્રીએ કરાવ્યું પ્રસ્થાન*
****************
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ની ઉજવણી ‘સ્વચ્છોત્સવ’ તરીકે કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા પખવાડિયું’ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
મંત્રીશ્રીએ સૌપ્રથમ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.
કાર્યક્રમ દરમિયાન, મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે આયોજિત ‘સેવા યજ્ઞ’માં પણ ભાગ લીધો હતો. તેમણે શહેરમાં સ્વચ્છતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવતા સ્વચ્છતા કર્મીઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સ્વચ્છતા કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સ્વચ્છતા પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.
******************
ઋચા રાવલ
[9/25, 12:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન : અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને મળશે લાભ*
************
પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.
વધુમાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રી મેળામાં ૫૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ૭ લાખ અને માતાના મઢ ખાતે ૬૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ૬૩ હજાર દર્શનાર્થીઓએ મેળાનો લાભ લીધો હતો. જ્યારે ચાલુ વર્ષ -૨૦૨૫માં પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુઘી નિગમ દ્વારા દૈનિક ૫૫ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત ૭.૫ લાખ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી માતાના મઢ સુધી ૬૫ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત ૭૦ હજાર મળીને કુલ આશરે ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકે તે પ્રકારની સુવિધા નિગમ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે આસો નવરાત્રી મેળો તા.૨૨ સપ્ટેમ્બરથી તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૫ સુધી જ્યારે માતાનો મઢ-કચ્છ ખાતે તા.૧૮ સપ્ટેમ્બર થી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. આ મેળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા ૨૪*૭ કલાકે બસોનું સંચાલન કરવામાં આવશે. આ વર્ષે વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને દર્શનાર્થીઓને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ કટિબદ્ધ છે.
– પ્રિન્સ ચાવલા
**************
[9/25, 1:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી*
*વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે*
*૨૮ ટેરિટરી ડિવિઝનમાં ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન*
……………………………
*રાજ્યમાં વન વિકાસ માટે ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’*
*મહત્વની ભૂમિકા ભજવશે : વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા*
…………………………..
*કેન્દ્રીય પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને દાદરા નગર હવેલીમાં*
*ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ*
……………………………
*રાજ્યમાં ૪૪૪ સ્થાન પરથી ૧,૨૧૫ અલગ અલગ માટીના નમૂનાનું પૃથ્થકરણ*
…………………………….
રાજ્યમાં વન વિકાસ માટે આજે પ્રથમવાર વિમોચન કરાયેલ ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’ મહત્વની ભૂમિકા ભજવશે. આ માટે રાજ્યમાં વિવિધ ૪૪૪ સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી ૧,૨૧૫ જેટલા માટીના નમૂના એકત્રિત કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ પૃથ્થકરણના માધ્યમથી આપણે આગામી સમયમાં ગુજરાતમાં વનોના વધુ વિકાસ માટે ઈચ્છિત પરિણામ મેળવી શકીશું તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી જણાવ્યું હતું.
રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાતના વિવિધ ૨૮ ટેરિટરી ડિવિઝનમાં જોધપુર સ્થિત આઇ.સી.એફ.આર.ઈ- શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ઉપક્રમે ‘વન મૃદા આરોગ્ય પત્ર’ – ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજથી ૨૦ વર્ષ પહેલા ગુજરાતમાં વર્ષ ૨૦૦૫માં આયોજિત કૃષિ મહોત્સવમાં પ્રથમવાર કૃષિ પાક માટે જમીનની ગુણવત્તા ચકાસવાના હેતુ સાથે સોઇલ હેલ્થ કાર્ડનો વિચાર આપ્યો હતો. કૃષિ જમીનો માટેની “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત છે, જેનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ તા. ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૫ના રોજ કર્યો હતો. કૃષિ પાકમાં વધુ પડતી રાસાયણિક અને દવાઓનો ઉપયોગથી જમીન પ્રદૂષણથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવવા માટે સોઇલ હેલ્થ કાર્ડ અમલી બનાવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જમીનની ગુણવત્તા ચકાસીને તે મુજબની સારવાર કરીને પાક ઉત્પાદન લેવામાં આવે છે. રાજ્યમાં ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડના વિમોચનથી ગુજરાતમાં વનોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારા આવશે.
તેમણે કહ્યું હતું કે, સહકાર મંત્રાલય દ્વારા APMCમાં આ પ્રકારના જમીન પરીક્ષણ અંગે વિશેષ લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના થકી સારા પરિણામ મળી રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં મેદાન ધરાવતી ૪૧,૦૦૦ શાળાઓમાં ‘એક પેડ માં કે નામ ૨.૦’ અંતર્ગત ૩૮ લાખ વૃક્ષો વાવવાનો આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણ બાદ તેમાંથી ૮૦ થી ૯૦ ટકા વૃક્ષો જીવંત રાખવા એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે તેવો મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સૌ અધિકારીઓને અનુરોધ કરીને ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી.સિંઘે સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કેમ્પા ફંડ અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને દાદરા નગર હવેલીમાં ત્રણ વર્ષથી ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ કાર્યરત હતો જે આજે ગુજરાતમાંથી પૂર્ણ થયો છે. આ કાર્ડના માધ્યમથી વિવિધ ત્રણ પ્રકારની માટીના નમૂના લઈને તેની ઉપર જરૂરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેના દ્વારા કયા વિસ્તારની માટીમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, સોડિયમ જેવા તત્વો કેટલા પ્રમાણમાં રહેલા છે તેની માહિતી મેળવી શકાશે. વિવિધ પ્લોટની માટી લઈને તેના પર સંશોધન કરવાથી તેની ગુણવત્તા ચકાસી શકાશે.
તેમણે ધોલેરા ખાતે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મિયાવાકી વનનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, આ વિસ્તારની માટી લઈને કેવા પ્રકારની વૃક્ષ પ્રજાતિઓ ઉછેરી શકાય તેના પર વિવિધ પરીક્ષણ કરવાથી તેમાં સારી એવી સફળતા મળી છે. આ ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડના માધ્યમથી આપણે વધુ સમૃદ્ધ અને ટકાઉ વનોનું નિર્માણ કરી શકીશું.
આ વ્યાપક વિશ્લેષણના આધારે ગુજરાતના ૨૮ ભૂમિસંબંધિત વન વિભાગો માટે ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અરવલ્લી, બારીયા, ભરુચ, ભાવનગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગિર ઈસ્ટ ધારી, ગિર વેસ્ટ ધારી, ગોધરા, જામનગર, જુનાગઢ, કચ્છ-પૂર્વ, કચ્છ-પશ્ચિમ, મહિસાગર, મોરબી, નર્મદા, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, ડાંગ-ઉત્તર, ડાંગ-દક્ષિણ, વલસાડ-ઉત્તર, વલસાડ-દક્ષિણ અને વ્યારા-તાપીનો સમાવેશ થાય છે તેમ, ડૉ. સિંઘે ઉમેર્યું હતું.
જોધપુર સ્થિત આઇ.સી.એફ.આર.ઈ- શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ડાયરેક્ટર ડૉ. આશુતોષ ત્રિપાઠીએ પ્રોજેક્ટની વિગતો આપતા કહ્યું હતું કે, કૃષિ જમીનો માટેની “સોઇલ હેલ્થ કાર્ડ યોજના”નો ભારત સરકાર દ્વારા ૨૦૧૫માં પ્રારંભ કરાયો હતો. પરંતુ, આ યોજનામાં ભારતના વનવિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેથી, દેશમાં “ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ” તૈયાર કરવાની પહેલ કરાઈ છે. અરિડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AFRI), જોધપુર – જે ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય હેઠળનું સંસ્થા છે (ICFRE, દેહરાદૂન) – દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન અને જમીન વિશ્લેષણ દ્વારા ગુજરાત રાજ્યના તમામ ૨૮ ભૂમિસંબંધિત વન વિભાગો માટે વન જમીન આરોગ્ય કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જે અનોખી પહેલ છે.
આ પ્રસંગે તાલીમના APCCF શ્રી એસ.કે.શ્રી વાસ્તવે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
અરિડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AFRI), જોધપુર દ્વારા વન વિભાગના અધિકારીઓ માટે ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ અંગે એક દિવસીય વર્કશોપ અને તાલીમ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણના PCCF શ્રી આર.કે. સુગુર, વન્યજીવ PCCF શ્રી જયપાલ સિંહ, APCCF શ્રી સી.કે સોનવણે સહિત વન વિભાગના DCF, ACF અને RFO ઉપસ્થિત રહ્યા હતા.
*સર્વભારતીય સંકલિત સંશોધન પ્રોજેક્ટ વિષે :*
CAMPA (Compensatory Afforestation Fund Management and Planning Authority) દ્વારા અનુદાનિત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના વન વિસ્તારોમાંથી કુલ ૪૪૪ સ્થળોથી જમીનના નમૂનાઓ ત્રણ અલગ ઊંડાઈથી એકત્રિત કરવામાં આવ્યા. કુલ ૧૨૧૫ જમીન નમૂનાઓ લેવામાં આવ્યા અને દરેક નમૂનાનું ૧૨ મહત્વપૂર્ણ પરિમાણો માટે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં pH, EC, સજીવ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ અને કોપરનો સમાવેશ થાય છે.
*ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ*
• વન જમીન આરોગ્ય કાર્ડ વનસ્પતિ અને જમીનની ગુણવત્તા પરિમાણો વચ્ચેના સંબંધ વિશે માહિતી પૂરી પાડશે, જે રાજ્ય વન વિભાગો (SFDs) માટે વનોના ટકાઉ સંચાલન માટે ઉપયોગી સાબિત થશે. તે સાથે જ વૃક્ષારોપણકારોને યોગ્ય સ્થળ પસંદ કરવામાં મદદરૂપ થશે અને અંતે તેનો લાભ ગ્રામજનો સુધી પહોંચશે.
• જમીન આરોગ્ય કાર્ડ વિસ્તારોમાં જમીન સંબંધિત અવરોધો ઓળખવામાં ખૂબ જ ઉપયોગી થશે.
• વિભાગ સ્તરે વન વિભાગને કસ્ટમાઇઝ માહિતી પૂરી પાડવાથી વન જમીનોનું સારું સંચાલન શક્ય બનશે.
• વન વિભાગની જમીનમાં કયા પોષક તત્વોની અછત છે અને કયા ખાતરોની જરૂર છે તે અંગે યોગ્ય સમજણ જમીન આરોગ્ય કાર્ડ દ્વારા મળી શકશે
………………
જનક દેસાઈ
[9/25, 3:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ચોથા નોરતે અમદાવાદમાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહા શ્રમદાનમાં સહભાગી થયા*
———
** ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૧૮૭૭ મેટ્રીક ટનથી વધુ ગાર્બેજ કલેક્શન અને ડિસ્પોઝલ થયુ*
** શહેરના ૫૪૯૫ જેટલા માર્ગો અને ૩૨૨૯ થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ*
** ૨.૯૭ લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન*
———-
*મુખ્યમંત્રીશ્રીએ ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થિનીઓએ તૈયાર કરેલાં ચિત્રો નિહાળ્યા અને સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને અનુરોધ કર્યો*
———–
*પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ*
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહા શ્રમદાનના કરવામાં આવેલા આયોજનમાં સહભાગી થયા હતા અને ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ-સફાઈ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ ૧૭ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી બીજી ઓક્ટોબર-૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨.૯૭ લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે. ૧૮૭૭ મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરનાં ૫૪૯૫ જેટલા મુખ્ય રસ્તાઓ, ૩૬૭૭થી વધુ કોમર્શીયલ વિસ્તાર તેમજ ૩૨૨૯થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી થતા રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપી હતી.
આ અગાઉ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ વેળાએ અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો સર્વ શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી દિનેશભાઇ કુશવાહ, શ્રી જીતુભાઇ પટેલ, શહેરના અગ્રણીઓશ્રી પ્રેરકભાઈ શાહ અને શ્રી ભૂષણભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ- અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
**
[9/25, 3:12 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1eltALxR1e-PKLkCSVsuX9SY5jIhN11l8
[9/25, 3:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહેસાણા ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’માં*
*ઉત્તર ગુજરાત રીજનલમાં વિવિધ પાંચ કેટેગરીમાં MSE એવોર્ડ અપાશે*
*********************
ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ ચાર ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં તા. ૯ અને ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈઝ-MSE એવોર્ડ આપવામાં આવશે.
ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે આયોજન કરાયું છે. જેમાં વિવિધ વિષયો અંગે સેમિનારો, B2B, B2G બેઠકો, પ્રદર્શનો યોજાશે. MSME ક્ષેત્રના ઉદ્યોગો માટે તા. ૧૦ ઓક્ટોબરે MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓના ઉદ્યોગકારો સહભાગી થશે. જેમાં પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટના કાર્યક્રમો યોજાશે આયોજન છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓના માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્ક્રૃષ્ટ પર્ફોર્મન્સ આધારીત વિવિધ પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. જેમાં મહિલા ઉદ્યોગ સાહસિક – ૫૧ ટકા અને તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો, યુવા ઉદ્યોગ સાહસિક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ તથા જનરલ કેટેગરી એવોર્ડ કે જેમાં ઉદ્યોગકારોનો ઉપરની કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો આ જનરલ કેટેગરીમાં અરજી કરી શકશે.
નોંધનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા પાત્રતા ધરાવતાં MSE ઉદ્યોગકારોએ વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા ઉદ્યોગ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ઋચા રાવલ ……………………….
[9/25, 4:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં “નિર્મળ ગુજરાત એવોર્ડ” વિતરણ સમારોહ અને સ્વચ્છ ભારત મિશન-શહેરીની ચિંતન શિબિર*
*તારીખઃ* ૨૬/૯/૨૦૨૫, શુક્રવાર
*સમયઃ* બપોરે ૩.૩૦ કલાકે
*સ્થળઃ* મહાત્મા મંદિર, ગાંધીનગર
આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*નોંધ: મીડિયાના મિત્રોનો પ્રવેશ ગેટ નંબર-૧ ખાતેથી રહેશે.*
*કાર્યક્રમ બાદ હાઇ-ટી સાથે લઈશું.*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[9/25, 5:45 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાત ગ્રોથ એન્જિન બન્યુ છે, આવનારો સમય ઉત્તર ગુજરાતનો : મંત્રી બલવંતસિંહ રાજપુત
*********
‘વાયબ્રન્ટ ગુજરાત’નો વ્યાપ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ અંતગૅત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
*******
સેમિકન્ડક્ટર ટેકનોલોજી માટે માત્ર ૬ દિવસમાં જમીન ફાળવી, ગુજરાતની ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ નીતિનું ઉત્તમ ઉદાહરણ
*******
ગુજરાતને વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વાયબ્રન્ટ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ અંતગૅત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ગુજરાત અને દેશનો વિકાસ ૨૦૪૭ સુધીમાં સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ, અને ઉદ્યોગ ક્ષેત્રે આવનારો જમાનો ઉત્તર ગુજરાતનો છે.”
વિવિધ જિલ્લાઓની ‘પ્રાદેશિક આકાંક્ષાઓ’ને ‘વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ’ સાથે જોડવાની થીમ પર આધારિત આ પરિષદમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે કહ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતનો વિકાસ અનેક ક્ષેત્રે થયો છે અને ૧૮૦થી વધુ દેશોએ અહીં ઉદ્યોગો સ્થાપ્યા છે, જેના કારણે રોજગારી ક્ષેત્રે આપણે ખૂબ આગળ છીએ. તેમણે ઉમેર્યું કે હવેના યુદ્ધ મિસાઈલોથી નહીં, પરંતુ આર્થિક રીતે થશે, અને ૨૦૪૭ સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાતને આત્મનિર્ભર બનાવવું અત્યંત જરૂરી છે. આ માટે તેમણે વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. તેમણે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ‘રોજગાર ઇચ્છુક નહીં, પરંતુ રોજગારદાતા’ બનવાનો લક્ષ્ય સેવવા માટે પ્રેરણા આપી હતી.
મંત્રીશ્રીએ ગુજરાત સરકારની સરળ અને પારદર્શક નીતિઓની જણાવતા કહ્યું હતું કે, “સિંગલ વિન્ડો સિસ્ટમ થકી ઉદ્યોગ સાહસિકોને તમામ પરવાનગીઓ એક જ જગ્યાએ મળે છે. અરજદાર પોતાની ફાઈલ ક્યાં અધિકારી પાસે છે તે પણ ઓનલાઈન જોઈ શકે છે.” તેમણે સેમિકન્ડક્ટર પ્લાન્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “જ્યારે વિશ્વના માત્ર પાંચ દેશોમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થતું હતું, ત્યારે ભારતમાં ગુજરાત સરકારે આ ટેકનોલોજીના મહત્વને સમજીને માત્ર ૬ દિવસમાં આ પ્લાન્ટ માટે જમીન ફાળવી હતી, જે અમારી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નીતિનું ઉત્તમ ઉદાહરણ છે.” સરકારની આ વેપાર અનુકૂળ નીતિઓને કારણે જ ભારત દેશની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે આગામી મહેસાણા ખાતે યોજાનારી પ્રાદેશિક પરિષદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સાબરકાંઠા ખેતી આધારિત જિલ્લો હોવાથી ‘એગ્રો પ્રોસેસિંગ’ના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક ઉદ્યોગકારોએ આ તકનો લાભ લેવો જોઈએ. તેમણે ઉદ્યોગકારોને B2B અને B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોમાં ભાગ લેવા અને પ્રદર્શનમાં પોતાનો સ્ટોલ લગાવવા પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ફાયદાઓ વિશે વાત કરતા જણાવ્યું કે આ પરિષદથી જિલ્લાના ઉદ્યોગો અને રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થશે અને આ એક નવું રોકાણ, નેટવર્કિંગ અને વૈશ્વિક બજારો સાથે જોડાણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે સ્થાનિક ઉદ્યોગ સાહસિકો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
આ કાર્યક્ર્મ બાદ કર્કવૃત રેખા પસાર થાય છે તે સ્થળે નિર્માણ પામેલ સાયન્સ પાર્ક ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પરિષદમાં સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, રાજયસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંતિજ પ્રાંત સુશ્રી આયુષી જૈન, હિંમતનગર પ્રાંતશ્રી વિમલ ચૌધરી, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઇ પટેલ , જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મીહીર મકવાણા તેમજ મોટી સંખ્યામાં જિલ્લાના ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
******************
[9/25, 6:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાયબ્રન્ટ ગુજરાત_વાયબ્રન્ટ પાટણ*
*પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ*
——–
*પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૪૩ કરોડના એમ.ઓ.યુ. કર્યા*
———
*પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે*
———
*ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ૩.૩ અબજ ડોલર, પાટણની નિકાસ ૨૨૯.૫૭ મિલિયન ડોલર*
*પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા*
———-
માહિતી બ્યુરો,પાટણ
તા.૨૫/૦૯/૨૦૨૫
સમાચાર સંખ્યા: ૬૫૮/૭૯
વાઇબ્રન્ટ ગુજરાત રીજિયનલ કોન્ફરન્સ – નોર્થ ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શન હોલ ખાતે પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૪૩ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે ૫૦૦ થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૬ ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટ ની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવો જોઈએ. વર્ષ 2003માં જે પ્રયોગ કર્યો હતો તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જી.એસ.ટી.માળખામાં ધરખમ ફેરફાર કરી અર્થતંત્રને એક મજબૂત દિશા આપવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મ નિર્ભર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આજે દેશમાં નિકાસમાં અગ્રેસર છે. સિંગલ વિન્ડો સિસ્ટમ ગુજરાતે લોન્ચ કરી છે.લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં ગુજરાત અગ્રેસર છે.ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ ગુજરાતે ઊભી કરી છે.બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુડ ગવર્નરન્સના લીધે વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે. છેલ્લાં 20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત રાજય આપી રહ્યુ છે.
ગુજરાતની કુલ નિકાસમાં ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ૩.૩ અબજ ડોલર જ્યારે પાટણની નિકાસ ૨૨૯.૫૭ મિલિયન ડોલર છે. પાટણના પટોળાને જીવંત રાખવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો મહત્વનો ફાળો છે. સ્થાનિક હુન્નર કલા કારીગરી ને પ્રોત્સાહન આપી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ આપવાનું કામ સરકાર કરી રહી છે. ગામડાં સમૃદ્ધ, ગામડાનો કારીગર સમૃદ્ધ બને એ દિશામાં પોલિસી મેકિંગ થયું છે. ઈકો સિસ્ટમ ડેવલપ કરવાની અને માઇન્ડ ટુ માર્કેટ દ્વારા આપણી સ્થાનિક ઓળખ વૈશ્વિક ઓળખ બને એ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.
ભારતનું ભાગ્ય આપણે જાતે ઘડીએ એમ જણાવી મંત્રી શ્રી એ પ્રધાનમંત્રી શ્રીના “મેક ઇન ઈન્ડિયા” સૂત્રને સાર્થક કરવા, નવા ભારતના નવા યુગનો અધ્યાય લખવા, તન મન અને ધનથી આત્મ નિર્ભર ભારત બનાવવા અપીલ કરી હતી.
ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી અને જિલ્લા પ્રભારી સચિવ શ્રી મમતા વર્મા એ વાયબ્રન્ટ સમિટ ના ૨૦ વર્ષના લેખા જોખા સાથે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. જે તે રિજન ને પોતાની ઓળખ બતાવવાની તક મળે એ માટે વાયબ્રન્ટ સમિટને લોકલ લેવલ પર લઈ જવાનું પ્રથમ વાર આયોજન થયું છે ત્યારે આ સમિટ ના લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં વિકસિત ભારતના કોન્સેપ્ટ પર આધારિત વાઇબ્રન્ટ સમિટ મેહસાણા ખાતે યોજાઈ રહી છે ત્યારે એમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ અપ કરનાર નવ યુવાનોને આમત્રંત આપ્યું હતું. સ્થાનિક સ્ટ્રેન્થ ને ગ્લોબલ સ્ટ્રેન્થ સાથે જોડવાનો અદ્ભુત સંયોગ ઉભો થયો છે ત્યારે આ પ્લેટફોર્મના ઉપયોગ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના ઉદ્યોગજગત તથા સ્થાનિક સાહસીકોને મહત્તમ લાભ મળે તેવુ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન Export Challenges તથા GI-Tag અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ સમિતિ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં તથા જીલ્લાના આર્થિક વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે.
વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પાટણ સમીટમાં એક્ઝિબીશન માટે વિવિધ સ્ટોલ મુકાયા હતા. જેમાં MSME, ગાર્મેટ, હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ, ટેરાકોટા, પેચ વર્ક, પટોળા, દેવડા, ઓર્ગેનિટ ફુડ, મિલેટ્સ ફુડ, મુન્દ્રા લોન, આયુર્વેદિક દવાઓ, પ્રાકૃતિક ખેતી પ્રોડક્ટ, ગૌ આધારિત પ્રોડક્ટ, પી.એમ.વિશ્વકર્મા રજીસ્ટ્રેશન વગેરે સ્ટોલ્સની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, ધારસભ્યશ્રી લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી પટેલ, કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ,
જીલ્લાના મોટા ઉદ્યોગગૃહો, એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારો, ઔદ્યોગિક એસોસિયેશનના હોદ્દેદારો, બિલ્ડીંગ એસોસિયેશન, સખીમંડળ, સહકારી મંડળીઓ તથા એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ સક્રિયપણે જોડાયા હતા.
[9/25, 6:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું*
——–
*94 વર્ષના વૃદ્ધાને ત્વરિત ન્યાય અપાવતો મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ નિર્ણય*
——–
*નિરાધાર વરિષ્ઠ વડીલોની પડખે સરકાર હંમેશા ઊભી રહેશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——–
*સપ્ટેમ્બર-2025ના જિલ્લા સ્વાગતમાં 1321 અને તાલુકા સ્વાગતમાં 2616 રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ*
——–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલો રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી. તેમની વેદનાભરી રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડતાં તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિનાવિલંબે ભરણપોષણની રકમ સુનિશ્ચિત રીતે મળે તેવો આદેશ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ એમ પણ સ્પષ્ટ કર્યું કે, દરેક નાગરિકના પ્રશ્નો પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. એમાંય સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે અને તેમના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.
વધુમાં તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓએ જનસામાન્યની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળવા તેમજ વંચિત, પીડિત અને વૃદ્ધ નાગરિકોની અરજીઓને પ્રાથમિકતા સાથે નિરાકરણ કરવા માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વલસાડ જિલ્લાના 7 જેટલા ખેડૂતોના ખેતરની માપણી અને સંપાદનના વળતર અંગે યોગ્ય ન્યાય મળે તે દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપીને ખેડૂતો પ્રત્યે સંવેદનાનું પણ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આ ઉપરાંત, જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા તથા જમીન માપણીના પ્રશ્નો અંગે નાગરિકો પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી જિલ્લા વહીવટી તંત્રને કાર્યવાહી કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચના આપી હતી.
25 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરના 115 કરતા વધુ અરજદારો હાજર રહ્યા હતા તેમાંથી 14 જેટલા અરજદારોને મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. આ ઉપરાંત બાકી અરજીઓ અંગે સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન જિલ્લામાં યોજાયેલા 1321 અને તાલુકા સ્તરે યોજાયેલા 2616 સ્વાગત કાર્યક્રમોમાં મળેલી અરજીઓ અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[9/25, 6:51 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1kRLxcy2oonjmELw3mTt341ylSeJUFN-X?usp=sharing
[9/25, 7:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિ ક્ષેત્રે નારી શક્તિ: નમો ડ્રોન દીદી યોજનાએ મહિલાઓને બનાવી આત્મનિર્ભર, ખેતરમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને મેળવી રહી છે લાખોની આવક*
***
*નમો ડ્રોન દીદી યોજના: રાજકોટના સોનલબેન પાંભર બન્યા લખપતિ, ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજી દ્વારા કરી ₹15 લાખની કમાણી*
***
*સખી મંડળ સાથે જોડાયેલા બનાસકાંઠાના ડ્રોન દીદી ભાવનાબેન ચૌધરી મહિને કરે છે ₹50,000થી વધુની કમાણી*
***
*ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2025:* નવરાત્રિ એટલે આસ્થા, ભક્તિ અને ઉત્સવનો મહાકુંભ. નવરાત્રિનો તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે સ્ત્રી શક્તિની વાત થાય ત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. તેઓ દ્રઢપણે માને છે કે, વિકસિત ભારત @2047ના ધ્યેયને સાકાર કરવામાં મહિલાઓ અમૂલ્ય યોગદાન આપશે. તેમણે લૉન્ચ કરેલી વિવિધ યોજનાઓએ મહિલાઓનું મનોબળ વધાર્યું છે અને તેમને આગળ વધવા પ્રેરિત કરી છે. આવી જ એક યોજના છે- નમો ડ્રોન દીદી યોજના, જે નવીન ડ્રોન ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા મહિલાઓને આર્થિક સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સ્વ-સહાય જૂથો અને સખી મંડળોએ નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
*નમો ડ્રોન દીદી યોજના: કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાની મહત્વાકાંક્ષી પહેલ*
નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની મહત્વાકાંક્ષી પહેલ છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ક્લસ્ટર લેવલ ફેડરેશન હેઠળ ‘નમો ડ્રોન દીદી યોજના’ કૃષિ સેવાઓ માટે ડ્રોન પૂરા પાડીને મહિલા સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવે છે. આ યોજનાનો ઉદ્દેશ ડ્રોન પ્રદાન કરીને હાલના કસ્ટમ હાયરિંગ કેન્દ્રોને મજબૂત બનાવવાનો, શ્રમ અને ઇનપુટ્સ પરના ખર્ચમાં ઘટાડો કરવાનો, ડ્રોન પાઇલટ્સ અને ટેક્નિશિયન માટે આવકના સ્ત્રોત પેદા કરવાનો, પાક વ્યવસ્થાપન વધારવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. એડવાન્સ ટેક્નોલૉજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.
*રાજકોટના ડ્રોન દીદી સોનલબેન પાંભર ₹15 લાખની આવક મેળવી બન્યા લખપતિ*
રાજકોટ જિલ્લાના નાનાવડા ગામના 33 વર્ષીય સોનલબેન પાંભરે ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ₹15 લાખની કમાણી કરી છે અને એટલે જ સોનલબેન માત્ર ડ્રોન દીદી જ નહીં, પણ લખપતિ દીદી તરીકે પણ ઓળખાય છે. સોનલબેને ડ્રોન દીદી બનવાની સફર અંગે જણાવ્યું હતું કે, “પહેલા હું ઘરકામ કરતી હતી. મિશન મંગલમના કર્મચારીએ અમારા ગામમાં જાહેર મીટિંગ કરી મંડળની બહેનોને નમો ડ્રોન યોજનાની જાણકારી આપી જેનાથી મને આત્મનિર્ભરતાની પ્રેરણા મળી. ડિસેમ્બર 2023માં મેં મહારાષ્ટ્રના પૂણે (સેવરી) ખાતે 15 દિવસની તાલીમ લીધી અને ત્યારબાદ રાજકોટમાં IFFCO તરફથી વધારાની તાલીમ મેળવી. ટેક્નિકલ ટીમે મને ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું. પહેલી વાર મેં 10 જૂન, 2024ના રોજ સફળતાપૂર્વક ડ્રોનનો ઉપયોગ કરીને મારા ગામના ખેતરોમાં કપાસ અને મગફળીના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો. એ પછી તો મને અન્ય ખેડૂતો પાસેથી પણ કામ મળવા લાગ્યું અને મારી આવકમાં વધારો થયો.”
સોનલબેને ઉમેર્યું કે, “છેલ્લા એક વર્ષમાં મેં 1,740 ખેડૂતોને મગફળી, સોયાબીન, તુવેરદાળ, કપાસ, ચણા, વટાણા, જેવા અનેકવિધ પાકોમાં ડ્રોન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરી આપ્યો છે, જેનાથી આજ સુધીમાં મને કુલ ₹15,38,500ની કમાણી થઈ છે. સ્વ-સહાય જૂથમાં જોડાવાથી મને ફક્ત ડ્રોન દીદી તરીકે જ નહીં, પરંતુ લખપતિ દીદી તરીકે પણ ઓળખ મળી છે. આ યોજનાથી મારું અને મારા પરિવારના જીવનધોરણમાં સુધારો થયો છે. આ યોજના માટે હું મિશન મંગલમ વિભાગ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.”
*બનાસકાંઠાના ડ્રોન દીદી ભાવનાબેન ચૌધરી કરે છે દર મહિને ₹50,000થી વધુની કમાણી*
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વરસડા ગામના રહેવાસી ભાવનાબેન ચૌધરી જણાવે છે કે, “મેં બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને હું ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલી છું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ હું શ્રી સખી મંડળ સાથે કામ કરી રહી છું. હું સખીમંડળના તમામ કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાઉં છું. પહેલો તો ડ્રોન વિશે મને કે મારા ગામમાં કોઇને પણ કોઇ જાણકારી નહોતી. મને જિલ્લા અને તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાની શાખામાં બોલાવવામાં આવી અને ડ્રોન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. મને ડ્રોન દીદી બનવાની ખૂબ ઉત્સુકતા હતી. મેં GNFC, ભરૂચ દ્વારા અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની રેસિડેન્શિયલ ડ્રોન તાલીમ મેળવી હતી અને ત્યારબાદ ડ્રોન પાયલટની પરીક્ષા પાસ કરીને મેં મારું લાયસન્સ મેળવ્યું. તે પછી મને ડ્રોનનો પ્રારંભિક સેટ મારા ઘરે પ્રાપ્ત થયો અને મેં મારા ગામમાં ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. આજે હું મારા ગામમાં ડ્રોન દીદી તરીકે ઓળખાઉં છું અને દર મહિને ₹50,000થી વધુની કમાણી કરું છું. આ કામે મને સન્માન અને સ્વતંત્રતા બંને અપાવ્યા છે, અને આ તક પૂરી પાડવા બદલ હું શ્રી નરેન્દ્ર મોદીસાહેબ અને નમો ડ્રોન દીદી યોજનાની ખૂબ આભારી છું.”
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે નમો ડ્રોન દીદી યોજના એક પરિવર્તનકારી પહેલ સાબિત થઈ છે. આ યોજના થકી, ગ્રામીણ મહિલાઓએ આર્થિક સ્વતંત્રતા, સમ્માન મેળવ્યા છે અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને પોતાના સમુદાયો માટે તેઓ રોલ મૉડલ બની છે. તેમની હિંમત, દૃઢતા અને સફળતા મહિલા સશક્તિકરણની સાચી ભાવનાના ચરિતાર્થ કરે છે અને ભારતના ઉજ્જવળ, આત્મનિર્ભર ભવિષ્યના વચનને પ્રતિબિંબિત કરે છે.
*x-x-x*
[9/25, 9:56 PM] Dilip Gajjar.Mahiti.Press: અમદાવાદમાં આઈપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
****
મુખ્યમંત્રીશ્રીએ મા જગદંબાની આરતી ઉતારી અને સૌ આઇપીએસ અધિકારીશ્રીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી
*****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ અધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રી કે. એન એલ. રાવ, શ્રી મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક સહિતના ઉચ્ચ આઇપીએસ અધિકારીશ્રીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએસ અધિકારીશ્રીઓ પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી ભરત બારિયા અને તેમના વૃંદ દ્વારા આરતી સાથે નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પોરબંદરની મંડળી દ્વારા મણિયારો અને ઢાલ-તલવાર રાસ રજૂ કરવામાં આવ્યા હતા તો આણંદના યુવાનો દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.
****
[9/26, 7:57 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં “નિર્મળ ગુજરાત એવોર્ડ” વિતરણ સમારોહ અને સ્વચ્છ ભારત મિશન-શહેરીની ચિંતન શિબિર*
*તારીખઃ* ૨૬/૯/૨૦૨૫, શુક્રવાર
*સમયઃ* બપોરે ૩.૩૦ કલાકે
*સ્થળઃ* મહાત્મા મંદિર, ગાંધીનગર
આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*નોંધ: મીડિયાના મિત્રોનો પ્રવેશ ગેટ નંબર-૧ ખાતેથી રહેશે.*
*કાર્યક્રમ બાદ હાઇ-ટી સાથે લઈશું.*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[9/26, 10:28 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *26-09-25* | *Time* *10:15* *AM*
*LIVE: આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ.*
*સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, કોબા, ગાંધીનગર*
*Press conference on Atmanirbhar Bharat Sankalp Abhiyan at BJP Pradesh Karyalay*
*YouTube* :- https://www.youtube.com/watch?v=GQi2wjkWz0E
*FB* :- https://www.facebook.com/share/v/14KaCEAY3h7/
*Twitter* :- https://x.com/Bhupendrapbjp/status/1971437909694873727
*****************************
ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો
[9/18, 2:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ- ગવર્નમેન્ટ દ્વારા વિકસિત ગુજરાત સમિટ 2025 યોજાઇ*
****************************
*ગુજરાતની પ્રગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
……………………..
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે:રાજયપાલશ્રી*
……………………………
*નાનામાં નાના માણસને યોજનાનો અને પાયાની જરૂરિયાતોનો લાભ મળે એ વિશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ વિચાર્યું છે. જો પાયાની જરૂરિયાત પૂરી ન થાય તો વિકાસ શક્ય નથી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
…………………….
*ગ્રીન એનર્જીમાં અને રીન્યુએબલ એનર્જીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે : મુખ્યમંત્રીશ્રી*
…………………………..
*Earning well, living well” ના મંત્ર સાથે વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની સંકલ્પના સાકાર થશે- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
…………………..
*ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે. ડિજિટલ પ્રોગ્રામ ભારત સરકારે 2015માં શરૂ કરેલો, આજે ૧૦ વર્ષમાં ભારત આખા વિશ્વમાં લીડર બની ગયું છે — સંયુક્ત સચિવ શ્રી,ભારત સરકાર*
……………………………..
ગાંધીનગર ,તા.૧૮ સપ્ટેમ્બર- ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબમાં, આજે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી અને ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ- ગવર્નમેન્ટ દ્વારા આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2025 – પાયોનીઅરીંગ ડિજિટલ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહભાગી થયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ૨૦૦૧માં ગુજરાતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે સમગ્ર દેશ અને વિશ્વ માટે એક મોડેલ બની ગઈ છે. એક સમયે પાણીના એક-એક ટીપા માટે ઝંખતું ગુજરાત રાજ્ય આજે ઉદ્યોગ, કૃષિ, માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીકલ ક્રાંતિના ક્ષેત્રોમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારસરણી અને મજબૂત નેતૃત્વએ ગુજરાતનું ભાગ્ય બદલાવ ઉપરાંત વૈશ્વિક મંચ પર ભારતને એક નવી ઓળખ પણ આપી છે. આજે ભારત ૧૧ માં સૌથી મોટા અર્થતંત્રમાંથી ચોથા સ્થાને પહોંચી ગયું છે અને ઝડપથી ત્રીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. જે ૧૧ વર્ષની અથાક મહેનત, દ્રઢ ઇચ્છાશક્તિ અને સુશાસનનું પરિણામ છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીનું “સશક્ત મહિલા, સશક્ત પરિવાર”નું વિઝન સમાજમાં કાયમી સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. ગુજરાત સ્ટાર્ટઅપ્સ, સેમિકન્ડક્ટર્સ, અવકાશ ટેકનોલોજી, સોલાર એનર્જી, નવીનીકરણીય ઉર્જા અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, માનવ જીવનના ત્રણ સૌથી મોટા દુશ્મનો અભાવ, અજ્ઞાનતા અને અન્યાયને નાબૂદ કરવા માટે પ્રધાનમંત્રીએ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા એ એક ઐતિહાસિક સિદ્ધિ છે.તેમણે યુવાનો, ઉદ્યોગપતિઓ અને સમાજના દરેક વર્ગને તેમની જવાબદારીઓ અત્યંત પ્રામાણિકતા અને ખંતથી નિભાવવા અને ગુજરાત ઝડપથી વિકસિત થાય એ દિશામાં આગળ વધારવા હાકલ કરી હતી. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતની પ્રગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે.
રાજ્યપાલશ્રીએ ઇકોનોમિક ટાઇમ્સ અને કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
વિકાસ પુરુષની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે,એમ કહી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ભારતને વિશ્વની પાંચમી ઇકોનોમી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો આગ્રહ છે. આજે કેટલો મોટો બદલાવ આવ્યો છે 2000ના વર્ષમાં માત્ર 25088 એમએસએમઇ નોંધાયેલાં હતા, આજે 38,80,892 નોંધાયેલાં છે. આખા ગુજરાતે પાણી અને વીજળી માટે કેટલી મુશ્કેલી વેઠી છે. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી અને પાણી મળે છે. પાયાની જરૂરિયાતોના મૂળ વિચારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ છે. નાનામાં નાના માણસને યોજનાનો અને પાયાની જરૂરિયાતોનો લાભ મળે એ વિશે તેમણે વિચાર્યું છે. જો પાયાની જરૂરિયાત પૂરી ન થાય તો વિકાસ શક્ય નથી. નરેન્દ્રભાઈ પાસે વિકાસના દરેક ક્ષેત્રના વિચારોની સ્પષ્ટતા છે.
જીએસટીનો આંકડો કેટલો મોટો આવે છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, દરેક ઉદ્યોગોને મેનપાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, લાઈટ બધું જ મળી રહ્યું છે એટલે તેઓ ટેક્સ ભરે છે. સેમિકન્ડક્ટરની સાથે ગ્રીન કવરેજ કેટલું વધી શકે એનો વિચાર ગુજરાતે કર્યો છે.સ્વચ્છતા અને સર્વ સમાવેશકની રીતે આગળ વધીને વિકાસ કર્યો છે. ગ્રીન એનર્જીમાં અને રીન્યુએબલ એનર્જીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. “કેચ ધ રેન” અંતર્ગત પણ ઘણું કામ થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ આઝાદીની શતાબ્દિ 2047માં મનાવે ત્યાં સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે.ગુજરાત પણ તેમાં વિકસિત ગુજરાત તરીકે પોતાનું અગ્રીમ યોગદાન આપવા સજ્જ છે.વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે આ વર્ષે રૂપિયા પાંચ હજાર કરોડની વિકસિત ગુજરાત ફંડ અંતર્ગત ફાળવણી કરી છે અને ગુજરાતે સર્વ સમાવેશક વિકાસનો આખો રોડમેપ તૈયાર કર્યો છે. ભારતની વિકાસ યાત્રામાં ગુજરાતની ભૂમિકા પર રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપતી આ સમિટના આયોજન માટે, ધ ઇકોનોમિક ટાઇમ્સને અભિનંદન આપીને કહ્યું હતું કે,આ સમિટમાં ચર્ચા થાય તેના સૂચનો સરકાર આવકારશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનાવવા મહત્વના બે પાસાં છે “Earning well, living well” એટલે કે સારું કમાવો સારું જીવો . તે મુખ્ય ધ્યેય સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧ થી ગુજરાતમાં આરંભેલો ૩૬૦ ડિગ્રી વિકાસ આજે સમગ્ર દેશ માટે મોડલરૂપ બન્યો છે.
વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બનીને સમગ્ર દેશમાં અકલ્પનીય વિકાસ આરંભ્યો છે અને વિકાસના નવયુગનો પ્રારંભ કર્યો છે.
આજે વધતા જતા ટેકનોલોજીના યુગમાં AI ની સાથે તેનાથી પણ એડવાન્સ વિચારવા અને તેને અમલી બનાવવા વડાપ્રધાન શ્રી એ પ્લેટફોર્મ પુરૂં પાડ્યું છે.આજે ગુજરાત ફાર્મા ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર બન્યું છે, નજીકના સમયમાં મેડિકલ ડિવાઇસ પાર્ક અને બલ્ક ડ્રગ્સ પાર્ક પણ નિર્માણ પામશે જે આ ક્ષેત્રને વેગવંતુ બનાવશે અને આ રીતે જ વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે તેમ આરોગ્ય મંત્રી શ્રીએ કહ્યું હતું .
આ પ્રસંગે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આમોદ કુમારે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે. ડિજિટલ પ્રોગ્રામ ભારત સરકારે 2015માં શરૂ કરેલો, આજે ૧૦ વર્ષમાં ભારત આખા વિશ્વમાં લીડર બની ગયું છે. 50 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે, રોજના 9 કરોડ ટ્રાન્જેક્શન આધાર કાર્ડના આધારે થાય છે . યુ પી આઈ અમલમાં આવ્યા બાદ આજે રોજના રૂપિયા 64 કરોડ ટ્રાન્જેક્શન થાય છે. 140 કરોડ લોકોના આધાર કાર્ડ બન્યા છે. સેમિકન્ડક્ટરમાં ગુજરાતે લીડ લીધી છે. આઈ ક્રિએટમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. ઈ- મમતા કાર્ડ પ્રોજેક્ટ આખા દેશમાં શરૂ કરાયો છે.2047માં પણ ગુજરાત જ લીડર રહેશે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની યાત્રા સતત ચાલુ રહેશે.
વિકસિત ગુજરાત સમિટ 2025ની પેનલ ડિસ્કશનમાં વિવિધ વિષયો ઉપર ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ શ્રીમતી પી. ભારતીએ , શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, ગિફ્ટ સિટીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કૌલ, વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશે ખાસ સંબોધન કર્યું હતું.
ધ ઇકોનોમિક ટાઈમ્સના ડેપ્યુટી એડિટર કાર્તિક શર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ધ ઇકોનોમિક ટાઇમ્સના આસિસ્ટન્ટ એડિટર સુશ્રી ઝરણા ઉદાસીએ આભાર વ્યક્ત કર્યો હતો.
ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ- ગવર્નમેન્ટની વિકસિત ગુજરાત સમિટ 2025માં ગાંધીનગરના દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ તથા આઈ.ટી.કંપનીના અધિકારીશ્રીઓ, સેમીકન્ડક્ટર, ઊર્જા ક્ષેત્રના ઉત્પાદકો, આઇ-હબ , સ્ટાર્ટઅપ અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, બેંક, રેલવે અને શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાતો જોડાયા હતા.
*****************************
પારૂલ-દેવેન્દ્ર- અમિતસિંહ- દિવ્યા
[9/18, 2:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1VJ5kF1HITiXQh9YoZFrrSMrnyi9rmZbE?usp=sharing
[9/18, 2:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1Ey_Axeq1Jjh8ag4mDxVNGPzElPv4upFQ?usp=sharing
[9/18, 5:25 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા દેહગામ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો: ૯૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો બન્યા સહભાગી*
૦૦૦૦૦૦૦
*પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, ખેડૂતોએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પરાગભાઈ કેવડીયાના માર્ગદર્શન હેઠળ ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દહેગામ અને ગાંધીનગર તાલુકાના ૯૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક કૃષિ થકી ગામડાથી લઈ દેશ સુધી દરેક પરિવાર સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા અને પ્રકૃતિ તરફ પાછા વળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને સ્વચ્છતા જાળવવા અને તેનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા શપથ ગ્રહણ કરી સ્વચ્છ ભારતના નિર્માણમાં સહયોગી બનવા સંકલ્પ કર્યો હતો.
ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સહદેવસિંહ ચાવડા, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી ખુશાલસિંહ વિહોલ, પશુપાલન વિભાગના નિવૃત્ત ડો.મનહરભાઈ પટેલ, જીજીઆરસી તરફથી ચિરાગભાઈ પટેલ તથા ફળ સંશોધન કેન્દ્રના ડો.શિલ્પાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 5:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ખનિજના બિન-અધિકૃત વહન અને ખનન અંગે આકસ્મિક ચેકિંગ કરી આશરે ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦૦
*બિનઅધિકૃત ખનીજ વહન કરતા ૦૯ વાહનોની જપ્તી સાથે વાહન માલિકોને ૧૯.૪૩ લાખનો દંડ કરાયો*
૦૦૦૦૦૦૦૦
*જિલ્લા સમાહર્તા શ્રી દવેના નેતૃત્વમાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી કરાવવા વહીવટી તંત્ર સજજ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના અનુસાર મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૦૪ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન અને ખનન અંગે આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ, સાદી રેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ-૦૯ વાહનો પૈકી ૦૫ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૦૪ વાહનો ઓવરલોડ ખનિજનું વહન કરતા જણાયા હતા.જેથી ચેકિંગ દરમ્યાન આશરે ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે જપ્ત કરેલા વાહનો ડમ્પર નં. (૧) GJ-06-BT-3514ના ડમ્પર માલિકશ્રી હાજાભાઈ (૨) GJ-24-X-1956 ડમ્પરનાં માલિકશ્રી જીગરભાઈ મોદી (૩) GJ-18-AZ-9407 ડમ્પરનાં માલિકશ્રી રૈયાભાઈ ભરવાડ (૪) GJ-02-AT-9177 ડમ્પરનાં માલિકશ્રી અનીલભાઈ (૫) GJ-08-AU-5824 ડમ્પરનાં માલિકશ્રી લક્ષ્મણભાઈ ગઢવી (૬) GJ-18-BW-6454 ડમ્પરનાં માલિકશ્રી મહેન્દ્રસિંહ (૭) GJ-24-X-7504 ડમ્પરનાં માલિકશ્રી મેહુલકુમાર પટેલ (૮) GJ-18-BV-6523 ડમ્પરનાં માલિકશ્રી જીગ્નેશભાઈ પટેલ (૯) GJ-27-X-8743 ડમ્પરનાં માલિકશ્રી બીકાસકુમાર ઠાકોર છે.
જપ્ત કરેલ વાહનો જાસપુર રોડ, કલોલ ડી માર્ટ પાસે, રીંગ રોડ ગાંધીનગર, નારદીપુર રોડ, સીહોલી ચોકડી, અડાલજ-પોર રોડ ખાતેથી પકડવામાં આવ્યાં છે.આ વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ હેઠળ કુલ-૧૯.૪૩ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમયાંતરે તપાસ હાથ ધરી, ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી હેતુ આકસ્મિક ચેકિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 5:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં શરૂ*
૦૦૦૦૦૦૦
*અઢાણા-મણીપુર રોડ, ધોળાકૂવા-રાજપુરા રોડ જેવા મુખ્ય માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી પૂર્ણ કરાઈ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૮ સપ્ટેમ્બર-, કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લામાં રોડ-રસ્તાને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન રોડને થયેલા નુકસાનને ઝડપથી દૂર કરીને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા જિલ્લામાં ૭ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર શ્રી તેજસ માંગુકીયાના જણાવ્યા અનુસાર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં રોડની બંને બાજુ ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી-ઝાંખરાને દૂર કરીને રસ્તો અને સાઈડપટ્ટી સ્પષ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચોમાસામાં પાણી ભરાવાથી કે અન્ય કારણોસર રોડ પર પડેલા ખાડાઓનું પેચવર્ક પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કરાઈ એપ્રોચ રોડ, અઢાણા- મણીપુર રોડ, ધોળાકૂવા થી રાજપુરા જતો રોડ અને મુલાસણા એપ્રોચ રોડ જેવા મુખ્ય માર્ગો પર આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રોડ પરના માર્કિંગ જેમ કે ગેરુ, ચૂનો, વ્હાઈટવોશ અને સાઈનબોર્ડને ફરીથી સ્પષ્ટ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં સરળતા રહે. રોડ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસામાં બ્રિજને થયેલું સામાન્ય નુકસાન અને અન્ય જાળવણીના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ કામગીરી ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 6:17 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં ૧૦ સ્પેશિયાલિસ્ટ કેમ્પ સહિત કુલ ૧૭૪ કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*જિલ્લાના કુલ ૨૦,૯૬૮ લાભાર્થીઓએ કેમ્પનો મેળવ્યો લાભ:૧૫,૧૭૧ લાભાર્થીઓનું ટી.બી.સ્ક્રીનિંગ કરાયું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૪ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ સ્પેશિયાલિસ્ટ કેમ્પ તેમજ ૧૬૪ સ્ક્રિનિંગ કેમ્પ દ્વારા જિલ્લાના કુલ ૨૦ હજાર ૯૬૮ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આરોગ્ય કેમ્પોમાં અલગ-અલગ બીમારી માટે તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. સાથે જ ૧૫ હજાર ૧૭૧ લાભાર્થીઓનું ટી.બી.માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેમજ નવા ૩૪ નિક્ષય મિત્રોની નોંધણી કરવામાં આવી હતી. ૩૫૮ લાભાર્થીને પી.એમ.જે.વાય.કાર્ડ આપવામાં આવ્યા અને કુલ ૭૫૯૨ લોકોની નિ:શુલ્ક લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 6:47 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા લવારપુર શાખા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગાંધીનગર તાલુકાના લવારપુર ગામે જન સુરક્ષા કેમ્પ યોજાયો*
૦૦૦૦૦૦૦૦
*પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી અપાઈ*
૦૦૦૦૦૦૦
*સ્વસહાય જૂથને રૂ.દોઢ લાખની લોનનો ચેક વિતરિત કરવામાં આવ્યો તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસનની કામગીરી કરવામાં આવી*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-, નાણાંકીય સમાવેશન અન્વયે સમગ્ર રાજ્યમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જન જનને કેમ્પ દ્વારા જોડી પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે વિષે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ધરી વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર દ્વારા વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજરોજ લવારપુર ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની લવારપુર શાખા દ્વારા જન સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
શિબિરમાં એક સ્વસહાય જૂથને રૂ.દોઢ લાખની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એસ.બી.આઇ ગાંધીનગર પ્રશાસનિક કાર્યાલયના ડી.જી.એમ શ્રી દેબેન્દ્રકુમાર સાહુ , ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલયના એ.જી.એમ. શ્રી રોહિતકુમાર, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર શ્રી બળદેવ ચાવડા, એફઆઇ મેનેજરશ્રી મૌલિક પટેલ, એસ.બી.આઇ. લવારપુરના બ્રાન્ચ મેનેજરશ્રી, સરપંચશ્રી કનુભાઈ પ્રજાપતિ, માજી સરપંચ, એફએલસી, એસ.એચ.જી.ની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 7:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦
*૪૩ સગર્ભાઓની નિષ્ણાંત દ્વારા તપાસ: ૮૬ લોકોનું ટી.બી. સ્ક્રીનીંગ કરાયું*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ હોસ્પિટલ, દહેગામના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૪૩ સગર્ભાઓની તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય શિબિરમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યને લગતું, તથા અન્ય લોકોને વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લાભાર્થીઓનું ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરી, સગર્ભા સ્ત્રીઓને કેમ્પ પર જ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિક્ષય મિત્ર દ્વારા ૩ ટી.બી.ના દર્દીને કીટ વિતરણ કરવામાં આવી તથા ટી.બી.ના ૮૬ શંકાસ્પદ દર્દીઓના એકસ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/25, 1:21 PM] Neha Talaviya.Mahiti: *સ્વચ્છોત્સવ અંતર્ગત મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ વિરાતલાવડી ખાતેના આદ્યશક્તિ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારની સફાઈ કરી શ્રમદાન કર્યું*
……………..
*કલેક્ટર શ્રી મેહુલ.કે દવેના માર્ગદર્શનમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “સ્વચ્છોત્સવ” પખવાડિયામાં ગ્રામ વિકાસ એજેન્સીના માધ્યમથી વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન*
……………….
• *માત્ર એક પખવાડિયા માટે જ નહીં પરંતુ રોજિંદી આદતોમાં એક કલાક શ્રમદાન કરવાની ટેવ અપનાવીએ, તો જ સાચા અર્થમાં આપણે સ્વચ્છ ભારત અભિયાનમાં સફળ બનશે – મંત્રીશ્રી મુળુભાઈ બેરા*
……………………
• *“નવી પેઢીને માત્ર ગ્રીન કવર કે સ્વચ્છતા આપવાને બદલે નવી પેઢી પણ આ કાર્યમાં જોડાય તેવા સંસ્કારનું પણ આપણે સિંચન કરવાનું છે”*
……………
*પંડીતશ્રી દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે મુળુ ભાઈ બેરા સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી*
……………….
*વિરાતલાવડી પ્રાથમિક શાળાના બાળકો સાથે મંત્રીશ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો શિક્ષકો અને ગ્રામજનો દ્વારા શાળાથી માંડી મંદિર પરિસર સુધી પગપાળા રેલી કરી, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા*
…………………….
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવિષ્યની પેઢીને વારસામાં સ્વચ્છતાના સંસ્કાર અને ગ્રીન કવરની ઉત્તમભેટ આપવાના પ્રયાસના ભાગરૂપે, છેલ્લા 11 વર્ષથી “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત દર વર્ષે ઉજવણી કરી, વિવિધ થીમ આધારિત કાર્યક્રમો અને મહાનુભાવો દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામ ,ગલી , મોહલ્લા સ્વચ્છ રાખવાનો સંદેશ ગામડે-ગામડે પહોંચાડવામાં આવે છે, તથા તેમના બીજા અભિયાન ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત પણ વધુમાં વધુ વૃક્ષો વાવી ગ્રીન કવર વધારવાની ઝુંબેશ હાથ ધરતા ફેઝ 2.0 ની શરૂઆત પણ થઈ ચૂકી છે. ત્યારે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં પણ અનેકવિધ કાર્યક્રમો કરી સ્વચ્છતા અને વૃક્ષારોપણના અભિયાન સાથે લોકોને જોડવાના તથા જાગૃત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કલેક્ટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત “સ્વચ્છોત્સવ” પખવાડિયામાં વિવિધ મહાનુભાવો, કર્મચારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
જે પૈકી તા.૨૫-સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર તાલુકાના વિરાતલાવડી ગામ ખાતે ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની સવિશેષ તથા પ્રેરક ઉપસ્થિતિમાં એક કલાક શ્રમ દાનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી વિરાતલાવડી ખાતેના આદ્યશક્તિ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારની સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.
સ્વચ્છતાના સંદેશ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને ગમતો વિષય એટલે સ્વચ્છતા છે. બંને વારંવાર સ્વચ્છતા માટે આગ્રહ રાખતા,અને આજ આગ્રહ થકી સ્વચ્છ ભારત મિશનનાં 11માં વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે, પર્યાવરણને નુકસાન કરતું પ્લાસ્ટિકનો કચરો આપણા થકી ન ફેલાય. સ્વચ્છ ભારત મિશનમાં સહભાગી થઈ આપણે માત્ર એક પખવાડિયા માટે જ નહીં પરંતુ રોજિંદી આદતોમાં એક કલાક શ્રમદાન કરવાની ટેવ અપનાવીએ, તો જ સાચા અર્થમાં આપણે સ્વચ્છ ભારત અભિયાનમાં સફળતા મેળવી ગણાશે.
આ શ્રમદાન કાર્યક્રમમાં તેમણે વધુમાં ગ્રીન કવર માટે ‘એક પેડ માકે નામ 2.o’ માં સહભાગી થવા પણ દરેક નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વગેરેને કારણે થતી કુદરતી આફતો સામે લડવા વધુમાં વધુ પ્લાન્ટેશન કરી ગ્રીન કવર વધારવાની ખૂબ જ જરૂર છે, તો જ આપણે આવનારી પેઢીની સારુ સ્વાસ્થ્ય અને હરિયાળી ધરતી આપી શકીશું. સાથે જ એક પેડ માટે નામની સફળતા માટે તેમણે રાજ્યના દરેક નાગરિકોનો આભાર માનતા જણાવ્યું હતું કે,ગત વર્ષે આપણે 17 કરોડ ૫૪ લાખ વૃક્ષો વાવ્યા હતા, જ્યારે આ વર્ષે દસ કરોડ વૃક્ષો વાવવાના ટાર્ગેટ સામે 7 કરોડ 85 લાખ વૃક્ષોનું વાવેતર સફળતાથી થઈ ચૂક્યું છે. અને આ વૃક્ષારોપણ માટે ગુજરાતની 160 જેટલી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે વ્યક્તિદીઠ આપણે દર વર્ષે પાંચ વૃક્ષો વાવી ઉછેરવાનો નિર્ધાર કરીએ તો પણ ગ્રીન કવર વધારવામાં મદદરૂપ બની શકે તેમ પણ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણી માનસિકતા હવે થોડી બદલવાની જરૂર છે, નવી પેઢીને માત્ર ગ્રીન કવર કે સ્વચ્છતા આપવાને બદલે નવી પેઢી પણ આ કાર્યમાં જોડાય તેવા સંસ્કારનું પણ આપણે સિંચન કરવાનું છે.
આ સાથે જ મંત્રીશ્રીએ સુપોષિત નારી, સશક્ત નારી તથા નારી વંદના જેવા માતૃશક્તિ ના કાર્યક્રમો અંગે પણ ઉપસ્થિત સૌને જાણકારી આપતા કહ્યું હતું કે, એક સશક્ત સમાજના નિર્માણમાં સશક્ત નારીની ભૂમિકા મહત્વની છે.
તથા આજના દિવસે પંડિતશ્રી દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ‘સરકાર કેવી હોવી જોઈએ, એ અંગે પંડિત શ્રી દિનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે, સૌથી છેલ્લી હરોળના વ્યક્તિનું પણ ધ્યાન રાખે, એટલે કે અંતરિયાળ ગામડામાં પણ ખરો વિકાસ થાય તે ધ્યાન રાખી શકે તે જ સરકાર દેશનો ખરો વિકાસ કરી શકે, અને આજે વડાપ્રધાન શ્રી તથા આપણા મુખ્યમંત્રી શ્રી પણ આજ દિશામાં કાર્ય કરી રહ્યા છે.
ઉલ્લેખની એ છે કે, વિરાતલાવડી પ્રાથમિક શાળાના બાળકો સાથે મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો શિક્ષકો અને ગ્રામજનો દ્વારા શાળાથી માંડી મંદિર પરિસર સુધી પગપાળા રેલી કરી, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રોચ્ચાર દ્વારા લોક જાગૃતિનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત દેશી કુળના વૃક્ષો જેવા કે,વડ, પીપળો, લીમડો વગેરે વૃક્ષોનું મહાનુભાવો દ્વારા મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે મુળુ ભાઈ બેરા સહિત ઉપસ્થિત સર્વે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ માં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ,, કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોહબ્બતજી ઠાકોર, ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા વેગડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત અગ્રણીઓ તથા ગ્રામજનો અને શાળા પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
……………………….
*નેહા તલાવિયા*
[9/25, 2:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટરશ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:તમામ પ્રશ્નોના સ્થળ પર નિવારણ કરાયા*
૦૦૦૦૦૦૦
*કલેકટરશ્રીએ સર્વે અધિકારીઓને લોકોના પ્રશ્નોને ધીરજથી સાંભળી,કચેરી કક્ષાએ વહેલી તકે ઉકેલ લાવવા પર ધ્યાન આપવા કરી તાકીદ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૫ સપ્ટેમ્બર- રાજ્ય સ્તરે કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ ના રહે અને પ્રજાના પ્રશ્નો સરળતાથી નિરાકરણ થાય સરળતાથી થાય તે હેતુથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની સુચના મુજબ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૧૪ જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, ગટરના પાણીના નિકાલ, બાંધકામ દબાણ, રસ્તાના, ખેતરમાં ફેન્સીંગ, વારસાઈ, આવાસ, જમીન વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. જેમાંના તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરાયું હતું. આ સાથે જ કલેકટરશ્રીએ સર્વે અધિકારીઓને જનતા જનાર્દનના પ્રશ્નોને ધીરજથી સાંભળી, કચેરી કક્ષાએ જ વહેલી તકે ઉકેલ લાવવા પર ધ્યાન આપવા તાકીદ કરી હતી.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
[9/25, 2:55 PM] Neha Talaviya.Mahiti: *સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગરે દીકરીનું પરિવાર સાથે સુરક્ષિત પુનઃ મિલન કરાવ્યું*
……
*સગીરવયની દિકરીને અજાણ્યા વ્યક્તિએ મદદ કરી સખીવનસ્ટોપ સેન્ટર પહોંચાડી*
…..
*ઇન્સ્ટાગ્રામ મારફતે છ મહિના અગાઉ અજાણ્યા યુવકના પ્રેમમાં યુવતીએ ઘર છોડ્યું : સખી વન સ્ટોપ સેન્ટરે દિકરીને સુરક્ષિત ઘરે પહોંચાડી*
…..
વર્તમાન સમયમાં યુવાનોમાં સોશિયલ મીડિયાના કારણે સામે કોણ છે,તે સમજવા વિચારવા વગર માત્ર એક તરફી પ્રેમ કે આકર્ષણમાં ઘર પરિવાર છોડીને જીવન બરબાદ કરી લેવાના કિસ્સા વધુ જોવા મળે છે.ત્યારે આવાજ એક કિસ્સો ગાંધીનગર જિલ્લામાં પણ બન્યો છે.જેમાં ગાંધીનગર જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત સખીવન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. આ અંતર્ગત ગાંધીનગર ઓડિટોરિયમ હોલની પાછળ સિવિલ કેમ્પસ સેક્ટર-12 ખાતે આવેલ સેન્ટરમાં તા. 5 -નવેમ્બર, 2025 ના રોજ એક 19 વર્ષીય યુવતીને 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.
યુવતીને સેન્ટરમાં આશ્રય આપ્યા બાદ જીવનની આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી પ્રાથમિક તબક્કે યુવતી માનસિક રીતે અસ્પષ્ટ જણાતી હતી. પરંતુ સેન્ટરના સ્ટાફ દ્વારા વિશ્વાસ સંપાદન અને કાઉન્સિલિંગ દ્વારા તેને ધીમે ધીમે શાંત કરવામાં આવતા, વિશ્વાસ ભરી વાતચીત બાદ યુવતીએ પોતાની પરિસ્થિતિ ખુલ્લા હૃદયથી રજૂ કરી હતી.
જેમાં યુવતીના જણાવ્યા મુજબ યુવતી રાજસ્થાનની રહેવાસી હતી અને ધોરણ 12 પછી મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ મારફતે છ મહિના અગાઉ એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. યુવક પુનામાં નોકરી કરે છે, આ વાત જાણીને તે યુવકના પ્રેમમાં આકર્ષણથી ઘરેથી ભાગીને પરિવારમાં કોઈને જાણ કર્યા વગર પુના જવા નીકળી હતી. સફરમાં તેનો મોબાઇલ ખોવાઈ જતા તે ગાંધીનગરમાં અટવાઈ ગઈ હતી. અડાલજ ખાતે અજાણ્યા યુવક પાસેથી ફોન કરીને વાતચીતમાં લગ્ન માટે યુવકે ના પાડતા તે રડવા લાગી હતી,તે અજાણ્યા વ્યક્તિએ યુવતીની પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પોતાના ફોનમાં તેને શું વાતચીત કરી છે, તે વિષયક રેકોર્ડિંગ સાંભળ્યું પરિસ્થિતિનો ભાળ મેળવી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ યુવતીને સુરક્ષિત રીતે ગાંધીનગરમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો.
કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, માતા પિતાને આ ઘટનાથી દુઃખ થશે, તથા તેને પરિવાર સ્વીકારશે નહીં અને સમાજમાં આ વાતથી ખૂબ જ બદનામી થશે. સેન્ટર દ્વારા વિશ્વાસ સંપાદન કરીને યુવતીના માતા પિતાને સંપર્ક કરવામાં આવ્યો હતો.તેમને દીકરીની આ ભૂલ જાહેર ન થાય તે વિષયક વાત કરાઈ અથવા આ ભૂલ ના કારણે માતા-પિતા તરફથી દીકરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરવામાં આવે તે વિષયમાં દીકરીને ખાતરી અપાવવામાં આવતા યુવતી એ પણ ભવિષ્યમાં આ રીતે કોઈ બીજી ભૂલ ન થાય તેવો વિશ્વાસ માતા પિતાને આપતા, માતા પિતાની માફી પણ માંગી હતી.
……
*નેહા તલાવિયા*
[9/25, 4:01 PM] Neha Talaviya.Mahiti: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે સ્વચ્છતા અભિયાન યોજાયું
**********
દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે સ્વછતાહી સેવા અંતર્ગત “એક દિવસ એક કલાક” સમૂહ શ્રમદાન કાર્યક્રમ યોજાયો
*************
આ કાર્યક્રમની શરૂઆત પંડિત દિનદયાળ ના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલીનું આયોજ કરી સ્વચ્છતા અંતર્ગત ગ્રામજનોમાં જાગૃતતા આવે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો,અને શ્રમદાન બાદ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકાના કક્ષા અધિકારીઓ, સરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યો તથા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*****
અશ્વિન ઘટાડ
[9/25, 5:06 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરના રિદ્રોલ થી લોદ્રા રોડ પર પેચ વર્ક કરાયું*
*૦૦૦૦૦૦૦*
ગાંધીનગર તા. ૨૫ સપ્ટેમ્બર – ગાંધીનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન અનેક રસ્તાઓ તૂટી ગયા છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આ તૂટી ગયેલા અનેક રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરાયું હતું. જેમાં રિદ્રોલ થી લોદ્રા રોડ વિસ્તારમાં વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ બૂરી દેવામાં આવ્યા હતા, ઉપરાંત જિલ્લામાં પણ બાકી રહી ગયેલા વિસ્તારોમાં રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. રિદ્રોલ થી લોદ્રા રોડ પર પેચવર્કનુ કામ પૂર્ણ થતાં હજારો વાહનચાલકોને રાહત મળી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા
[9/25, 6:56 PM] Neha Talaviya.Mahiti: *કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવેની રાહબરી હેઠળ તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીનો દોર અવિરત ચાલુ*
…….
*એક અઠવાડિયામાં ૬ રોયલ્ટી પાસ વગરના તથા ૧૩ ઓવરલોડ ખનિજનુ વહન કરતા કુલ ૧૯ વાહનો જપ્ત કરવામાં આવ્યા*
…..
*ગેરકાયદે વહન કરતા વાહનો પકડી આશરે ૬.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત*
…..
ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ ખનિજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની કામગીરી અવિરત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કલેકટર શ્રી મેહુલ કે.દવેની રાહબરી હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા રજાના દિવસો દરમિયાન તથા દિવસ રાત ખનિજ ચોરીની ગેરરીતિ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત,છેલ્લા અઠવાડિયામાં ગાંધીનગર જીલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહનની આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદરિતી તથા સાદીમાટી, મેન્યુફેક્ચરિંગ સેન્ડ, બ્લેકટ્રેપ ખનિજના બિન-અધિકૃત વહન કરતા કુલ – ૧૯ વાહનો પૈકી ૦૬ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૧૩ વાહનો ઓવરલોડ ખનિજનુ વહન કરતા પકડી આશરે ૬.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વધુમાં તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ દહેગામ તાલુકાના ખારી નદીપટ્ટ વિસ્તારના ધારીસણા ગામ પાસેના વિસ્તારમાં ૦૨ ટ્રેક્ટરો દ્વારા સાદીમાટી ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા આકસ્મિક તપાસ અન્વયે પકડવામાં આવેલ જે બિનઅધિકૃત ખનન કરેલ વિસ્તારની માપણી અંગેની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
જપ્ત કરેલ તમામ વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ કુલ ૨૭.૩૬ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે.
….
*નેહા તલાવિયા*
[9/26, 12:23 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *અખબારી યાદી*
*મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. માધુભાઈ કુલકર્ણીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૬ સપ્ટેમ્બર-, ગાંધીનગરના સેક્ટર- ૭મા આવેલા ભારત માતા હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. માધુભાઈ કુલકર્ણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
RSS ના વરિષ્ઠ પ્રચારક, ૮૮ વર્ષીય મધુભાઈ કુલકર્ણીનું તા. ૧૮/૦૯/૨૦૨૫ના બપોરે ૧૨:૩૦ વાગ્યે સંભાજીનગર સ્થિત હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે પોતાના શરીરનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે દાન તેમની ઇચ્છા મુજબ થયું હતું. આજરોજ ગાંધીનગર ખાતે તેમની શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રીશ્રીએ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધુભાઈનો જન્મ ૧૭ મે, ૧૯૩૮ના દિવસે કોલ્હાપુર મુકામે થયો હતો. શાળાકીય શિક્ષણ ચિકોડી ગામે થયું. તેમનો સંઘપ્રવેશ પણ ત્યાં જ થયો. સ્વાતંત્ર્ય પહેલાના અને સ્વાતંત્ર્ય પછીના એમ બંને કાળખંડના તેઓ સાક્ષી હતા .દયાનંદ શૈક્ષણિક મહાવિદ્યાલય, સોલાપુરથી ૧૯૬૦-૬૧ દરમિયાન તેમણે બી. એડ. કર્યું હતું.
તેમણે ૧૯૬૨-૬૩માં જળગાંવના તાલુકા પ્રચારક થી જિલ્લા પ્રચારક તરીકે, સંભાજીનગર, વિભાગ પ્રચારક, સોલાપુર વિભાગ, મહાનગર પ્રચારક, પૂણે, પ્રાંત પ્રચારક, ગુજરાત, ક્ષેત્ર પ્રચારક, પશ્ચિમ ક્ષેત્ર, અ. ભા. બૌદ્ધિક પ્રમુખ, કેન્દ્ર —ભાગ્યનગર(હૈદરાબાદ), પાલક, ઉત્તર પ્રદેશ, લખનૌ તથા દાયિત્વમુક્ત વરિષ્ઠ પ્રચારક(કેન્દ્ર-સંભાજીનગર) જેવી વિવિધ સ્તરની જવાબદારીઓનું આદર્શ રીતે વહન કર્યું હતું.
૦૦૦૦૦૦૦

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ મને અમારા અખબારી આલમ માં પ્રસિદ્ધ કરવા માટે તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડીયો ફોટાઓને સમાચાર માત્ર ચંચ જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ(9824653073)
