24 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો (janfariyadnews youtube channel links જૂવો.

24 Ng pdf (2) 24 jan fariyad pdf

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/23, 1:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિત*
***
*વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા મોખરે; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને*
***
*ગાંધીનગર, 23 ઓગસ્ટ:* તાજેતરના વર્ષોમાં ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. આ સફળતા ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ ઝળકશે, જે આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં યોજાશે.

ભારતમાં પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં અનુકૂળ હવામાન હોવાને કારણે ફ્રોઝન બટાટાના ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે. હાઇફન ફૂડ્સ, મૅકકેઇન ફૂડ્સ અને ઇસ્કોન બાલાજી ફૂડ્સ જેવા અગ્રણી ઉત્પાદકોએ ઉત્તર ગુજરાતમાં પોતાના એકમો સ્થાપિત કર્યા છે.

2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર વાવેતર વિસ્તાર સાથે 11.50 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, ઉત્પાદન વિસ્તારમાં પણ નવ ગણો વધારો થયો છે અને વધુ ખરીદીને કારણે સ્થાનિક ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થયો છે.

ગુજરાત જે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતી કરે છે તેને ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા ફ્રોઝન ફૂડ બનાવતા દેશભરના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોને મોટા પાયે સપ્લાય કરવામાં આવે છે. વર્ષ 2024-25માં ગુજરાતે 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન કર્યું હતું જેમાં લગભગ 25%થી વધુ લેડી રોસેટા અને બાકી કુફરી બટાટાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. પ્રોસેસ્ડ ગ્રેડ બટાટાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 60% વેફર માટે અને લગભગ 40% ફ્રેન્ચ ફ્રાય પ્રોડક્શન માટે વપરાય છે. આમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓનો મુખ્ય ફાળો છે, જે ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફરની વધતી માંગને પૂરી કરી રહ્યા છે.

*18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે*
વર્ષ 2022-23માં બનાસકાંઠા જિલ્લામાં 53,548 હેક્ટરના વાવેતર વિસ્તારમાં 15.79 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું, એટલે કે તેની ઉત્પાદકતા 29.5 ટન પ્રતિ હેક્ટરની હતી. વર્ષ 2023-24માં 52,089 હેક્ટર વિસ્તારમાં 30 ટન પ્રતિ હેક્ટરની ક્ષમતા સાથે 15.62 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. આ આંકડો વર્ષ 2024-25માં 18.70 લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગુજરાતમાં કોઈ જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સમયગાળામાં 61,016 હેક્ટર વાવેતર વિસ્તારમાં 30.65 ટન પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા નોંધાઈ હતી.

*સાબરકાંઠા અને અરવલ્લીમાં અનુક્રમે 12.97 લાખ ટન અને 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન*
બનાસકાંઠા બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ બટાટાનું વિપુલ ઉત્પાદન થયું છે. સાબરકાંઠામાં વર્ષ 2024-25માં 37,999 હેક્ટર વિસ્તારમાં 34.13 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 12.97 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ બટાટાની ખેતી તાજેતરના વર્ષોમાં શરૂ થઈ છે તેમ છતાં આ જિલ્લાએ રાજ્યના કુલ બટાટાના ઉત્પાદનમાં નોંધનીય ફાળો આપ્યો છે. વર્ષ 2024-25માં અરવલ્લીમાં 20,515 હેક્ટર વિસ્તારમાં 34.05 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.

*બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છે અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ*
ઉત્તર ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજ સહિત કુલ 67 સક્રિય વેરહાઉસ છે, જે ભારત સરકારના વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીમાં નોંધાયેલા છે. બનાસકાંઠામાં 16, સાબરકાંઠા અને અરવલ્લીમાં 10, મહેસાણામાં 30 અને પાટણમાં 11 વેરહાઉસ છે.

ગુજરાતનો ઉત્તરીય પટ્ટો ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આદર્શ બન્યો છે. અહીં લેડી રોસેટા, કુફરી ચિપ્સોના, સન્તાના જેવી જાતોની ખેતી થાય છે, જેમાં શુષ્ક પદાર્થનું પ્રમાણ વધુ અને ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, જેથી તે ક્રિસ્પ, ગોલ્ડન ફ્રાઈસ બનાવવા માટે યોગ્ય છે. આ બટાટા ફ્રોઝન ફૂડ પ્રોસેસર્સ, ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સને સપ્લાય કરવામાં આવે છે, અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં તેની નિકાસ કરવામાં આવે છે.

*X-X-X*
[8/23, 1:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *શહેરી વિકાસ વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ*
***
*20 વર્ષ શહેરી વિકાસનાઃ ₹2548 કરોડના ખર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ*
***
*અમદાવાદને શહેરી વિકાસ માટે ₹2267 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ: ₹1624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે*
***
*ગાંધીનગર, 23 ઓગસ્ટ 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા ₹2548 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતને આ ભેટ એવા સમયે મળશે જ્યારે રાજ્ય શહેરી વિકાસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ બે દાયકાની સિદ્ધિને આગળ ધપાવતાં ગુજરાત સરકાર નાગરિકો માટે ઇઝ ઑફ લિવિંગના સતત પ્રયાસો કરી રહી છે.

*અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન ઘટક હેઠળ રામાપિરના ટેકરામાં સેક્ટર-3માં આવેલ 1449 ઝુંપડાઓનાં પુન:વસનની કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે. આ કેમ્પસમાં કૉમન પ્લોટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર, સોલર રુફટૉપ સિસ્ટમ, દરેક ઘરમાં પી.એન.જી. ગેસ કનેક્શન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

*વડાપ્રધાનશ્રી અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ*
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત જલ જીવન મિશન હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે દસ્ક્રોઈ તાલુકામાં ₹27 કરોડના ખર્ચે 15 લાખ લિટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી 23 કિ.મી. લંબાઇમાં ટ્રન્ક મેઇન પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઔડા વિસ્તારના 10 ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

*અમદાવાદમાં ખાતમુહૂર્તના કાર્યો નાગરિકોની સુવિધામાં કરશે વધારો*
વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, થલતેજ વોર્ડ અને પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડ, પશ્વિમ ઝોન ચાંદખેડામાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલ્વે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવશે. આ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ પ્લોટ પર બનાવવામાં આવશે, જે માટે લગભગ ₹56.52 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવામાં યોગદાન આપશે.

આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની કલાણા-છારોડીમાં આવેલ ટી.પી.સ્કીમ. નં. 139/સી, 141 અને 144માં 24 મી. અને 30 મી. રોડ ફોર લેન બનાવવા અંગેનું કામ ₹38.25 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેનું વડાપ્રધાનશ્રી ખાતમુહૂર્ત કરશે.

*સરદાર પટેલ રિંગ રોડ છ લેન સુધી પહોળો થશે*
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાનશ્રી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

*ગાંધીનગરને મળશે ₹281 કરોડના વિકાસકાર્યોની ભેટ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ ₹281 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ₹243 કરોડ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) દ્વારા ₹38 કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ₹243 કરોડના હાથ ધરાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સ દ્વારા શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત રસ્તાની સુવિધાઓ ઊભી થશે, જાહેર સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોમાં વધારો થશે, પૂર અને વોટરલૉગિંગ જેવી સમસ્યાઓને અસરકારક રીતે અટકાવવામાં આવશે તેમજ દરેક નાગરિકને શુદ્ધ અને સુરક્ષિત નર્મદા પીવાનું પાણી સતત ઉપલબ્ધ થશે.

₹44 કરોડના ખર્ચે પેથાપુર અને રાંધેજા ખાતે ચરેડી હેડવર્ક્સથી ચાર ઊંચા સંગ્રહ ટાંકા (ESRs) સુધી નવી યોજાયેલ પાઇપલાઇન પ્રણાલીની મદદથી શુદ્ધ નર્મદા પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે. આ પ્રકલ્પથી આશરે 55,000 નાગરિકોને લાભ થશે, જેના પરિણામે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ડભોડા ખાતે ₹38.14 કરોડના ખર્ચે 1.0 એમ.એલ.ડી. ક્ષમતાના 2-નંગ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 2.5 એમ.એલ.ડી. ક્ષમતાનો 1 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 4 સુએજ પંપિંગ સ્ટેશન તથા ગામતળમાં ડ્રેનેજ નેટવર્ક કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી આશરે 17,000 લોકોને લાભ થશે.

*ગાંધીનગર શહેરમાં થનારા મહત્વના ખાતમુહૂર્તના કાર્યો*
વડાપ્રધાનશ્રીના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ટીપી-24 રાંધેજામાં ગટર નેટવર્કની કામગીરી અને સુએજ પમ્પિંગ સ્ટેશન (2 નંગ) નું બાંધકામ, રાઇઝિંગ મેઇન તેમજ 2 વર્ષ માટે સંચાલન અને જાળવણી કરવાની કામગીરી, પેથાપુર ખાતે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન નાખવાની કામગીરી, ₹72 કરોડના ખર્ચે ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રોડના બાંધકામની કામગીરી, કોબા, રાયસણ અને રાંદેસણ ખાતે પાણીની લાઈન અને ગટર લાઈન નાખવાની કામગીરી તેમજ ભાટ-મોટેરા લિંક રોડના નવીનીકરણનો સમાવેશ થાય છે.

*X-X-X*
[8/23, 2:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ*
——
*રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી*
——
*ભાદરવી અમાસના પ્રવિત્ર સ્નાન માટે ભાવિકોમાં અનેરો આનંદ*
——
*મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલ ફરજો પર તૈનાત*
——
માહિતી બ્યુરો, ભાવનગર

તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા. ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી.

જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ૨૪ કલાક મેળા દરમ્યાન ફરજ બજાવી હતી. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા.

ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા. મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા – પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
——
કૌશિક
[8/23, 3:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫,અંબાજી*
___________
*અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર – શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ*
____________
*Show my Parking એપથી ઘેર બેઠાં પોતાના વાહનનું પાર્કિંગ બુક કરી શકાશે*
___________
*શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો : અંબાજી મહા મેળા માટે QR કોડ આધારિત પાર્કિંગ ટિકિટ સહિત ગૂગલ મેપ લોકેશન ઉપલબ્ધ થશે*
____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૫૫૬/૪૩

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી વ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.

ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી “Show my Parking” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં “અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫” ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. આ વિગતો ભરીને “Book” પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ૨૦૨૫ ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિગની કોઈપણ સમસ્યા ઉભી ના થાય તેના માટે આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
***
[8/23, 4:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે: મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹1218 વિકાસકાર્યોની ભેટ આપશે*
***
*વડાપ્રધાનશ્રી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે; 4.25 લાખ ગ્રાહકોને થશે લાભ*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે*
***
– _અમદાવાદ: વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર; 2.01 લાખ ગ્રાહકોને લાભ થશે._
– _મહેસાણા: આધુનિક અને ભૂગર્ભ વીજ વિતરણ નેટવર્ક માટે ₹221 કરોડનો પ્રોજેક્ટ; 1.36 લાખ ગ્રાહકોને લાભ થશે._
– _ગાંધીનગરમાં ભૂગર્ભ વીજ વિતરણ નેટવર્ક માટે ₹178 કરોડનો પ્રોજેક્ટ તૈયાર; 86,014 ગ્રાહકોને લાભ થશે._

*ગાંધીનગર, 23 ઓગસ્ટ 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.

*અમદાવાદ: વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર*
વડાપ્રધાનશ્રીના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં ₹608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.

*મહેસાણા: અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્કથી 1.36 લાખ ગ્રાહકોને લાભ થશે*
મહેસાણામાં ₹221 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સેવાની ગુણવત્તા, જાહેર સલામતી અને પ્રતિકૂળ હવામાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટથી 1,36,072 ગ્રાહકોને લાભ થશે.

ગાંધીનગર શહેરમાં વીજળી વિતરણની ભૂગર્ભ સિસ્ટમનો પ્રોજેક્ટ ₹178 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જેનો લાભ 86,014 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય 2024-25 સુધીમાં વીજળીના નુકસાનને 12-15%ના રાષ્ટ્રીય બેન્ચમાર્ક સુધી ઘટાડવાનો, પુરવઠા ખર્ચ અને આવક વચ્ચેના અંતરને દૂર કરવાનો અને નાણાકીય રીતે ટકાઉ, કાર્યક્ષમ વીજ વિતરણ પ્રણાલી બનાવવાનો છે.

*ઉત્તર ગુજરાતમાં કુલ 4,25,000 ગ્રાહકોને વિવિધ પ્રકલ્પોનો લાભ મળશે*
આ ઉપરાંત, અમદાવાદમાં બે હાઈ-કૅપેસિટીવાળા સબસ્ટેશન શહેરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવશે. ₹75 કરોડનું 66 kV ગોતા સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,634 ગ્રાહકોને અવિરત વીજળી પૂરી પાડશે, જ્યારે ₹39 કરોડનું 66 kV ચાંદખેડા-II સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,149 ગ્રાહકોને વીજળી પૂરી પાડશે. આ ઉપરાંત, નવા જોડાણો બનાવવામાં અને શહેરી વીજળી પુરવઠાને વધુ સ્થિર બનાવવામાં પણ મદદ મળશે. ઉત્તર ગુજરાતમાં કુલ મળીને 4,25,000 ગ્રાહકોને આ પ્રકલ્પોનો લાભ થશે.

*₹96 કરોડના ખર્ચે મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરશે. ગાંધીનગરમાં અંદાજિત ₹62 કરોડના ખર્ચે બનનારું રાજ્ય સ્તરીય લૅન્ડ ડેટા સ્ટોરેજ સેન્ટર છ માળનું હશે જેમાં કોમ્પેક્ટર્સ, સંગ્રહાલય અને કૉન્ફરન્સ હૉલ જેવી સુવિધા હશે. આ સેન્ટર જમીન અને મહેસૂલ સંબંધિત મહત્વપૂર્ણ રેકોર્ડ્સ સંગ્રહિત કરવા માટેનું એક સુરક્ષિત રાજ્ય-સ્તરીય કેન્દ્ર હશે. અહીં, મહેસૂલ વિભાગની નકલો વિશ્વસનીય બૅકઅપ તરીકે રાખવામાં આવશે, અને મહેસૂલ અને સર્વેક્ષણ વિભાગોની સંવેદનશીલ માહિતી ભવિષ્યના ઉપયોગ માટે સુરક્ષિત રીતે સાચવવામાં આવશે.

અમદાવાદ (પશ્ચિમ)માં જે સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવન ₹34 કરોડના ખર્ચે તૈયાર થશે, તેનું વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ભવન મહેસૂલને લગતી તમામ સેવાઓનું કેન્દ્રીકરણ કરશે, જેનાથી નાગરિકોને એક જ સ્થળેથી સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન વિભાગ સુધીની પહોંચ મળશે. આ બહુમાળી ભવનમાં એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ ઝોન), અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ જિલ્લો), અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ્સ-1 અને સ્ટેમ્પ્સ-2 તેમજ જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાંથી રજિસ્ટ્રેશન સંબંધિત રેકોર્ડ સાચવવાની સુવિધાઓ હશે. આ ભવનને બનવામાં લગભગ 17 મહિના લાગશે. ગુજરાતમાં ઊર્જા અને મહેસૂલ વિભાગના આ મુખ્ય પ્રોજેક્ટ્સ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને મહેસૂલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.

*x-x-x*
[8/23, 4:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી……*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ-પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
***
•વડાપ્રધાનશ્રી શહેરી વિકાસ વિભાગના ₹2548 કરોડ અને રેલવે વિભાગના ₹1404 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
• અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાનશ્રી કરશે ખાતમુહૂર્ત_
• મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ_
• ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
***
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
વડાપ્રધાનશ્રી ના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે ₹.5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રી 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપશે.
આ વિભાગોમાં રેલવે (₹1404 કરોડ), શહેરી વિકાસ (₹2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (₹1122 કરોડ), માર્ગ અને મકાન (₹307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (₹96 કરોડ)નો સમાવેશ થાય છે.

*ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ત્યારે આ વિકાસકાર્યો રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારીને પ્રોત્સાહન આપશે.*

*અમદાવાદને મળશે ₹3125 કરોડના વિકાસકાર્યોની ભેટ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરમાં ₹2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેનો હેતુ અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે. આ ઉપરાંત, ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, 66kV ગોતા સબસ્ટેશન, 66kV ચાંદખેડા-2 સબસ્ટેશન, વિરમગામ ખુદડ રોડ કિમી 0/00 થી 21/400નું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલવે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

*અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનાવશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાનશ્રી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

*ગાંધીનગર શહેરને મળશે ₹555 કરોડના વિકાસકાર્યોની ભેટ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર શહેર માટે ₹555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹178 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તો પેથાપુર અને રાંધેજામાં પાણી પુરવઠા લાઇન અને અને GUDA હેઠળ ડભોડા ગામમાં ગટર વ્યવસ્થા સુવિધાઓ તેમજ ડ્રેનેજ માળખાનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ગાંધીનગર શહેર ખાતે રાજ્ય સ્તરીય ડેટા સ્ટોરેજ સેન્ટરનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રસ્તાનું બાંધકામ, વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વૉટર લાઇન અને ગટર લાઇન ઇન્સ્ટોલેશન વગેરેનો સમાવેશ થાય છે.

*મહેસાણામાં રેલવે વિભાગના ₹1400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મહેસાણાને કુલ ₹1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે અને 2 ટ્રેનનું ફ્લૅગ-ઑફ કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹1400 કરોડથી વધુના જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં ₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

*માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો રોડ શો રુટ : હરી દર્શન સર્કલ – યુનીયન બેંક ચાર રસ્તા – મેંગો સિનેમા ચાર રસ્તા – સભા સ્થળ*

*આ પ્રેસ વાર્તામાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ,મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા.*

***†*************************

(ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો)

[8/22, 4:15 PM] Neha Talaviya.Mahiti: *જે લોકો દિવ્યાંગ છે, અથવા સામાન્ય છે, તેઓ પોતાના ઉપર વિશ્વાસ રાખે તો જીવનમાં ક્યારેય હાર ન માને*
******************
* *”હું શારીરિક રીતે અપંગ છું પણ માનસિક રીતે નહીં”*

*”ભગવાને કદ ભલે નાનું આપ્યું પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો છે કે તે આત્મનિર્ભર બની શકે”*
– કિરીટકુમાર પટેલ
*******************

આલેખન :- અશ્વિન ઘટાડ

દિવ્યાંગજનોના ખાસ રોજગાર ભરતી મેળામાં પધારેલા કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આયોજકોને સલામ કરવા જેવી છે. હું મક્કમ મનથી કહુ છું કે, હું દિવ્યાંગ છું. પણ જ્યારે ભગવાનમાં શ્રદ્ધા હોય ત્યારે શરીરની નબળાઈ પણ તાકાત બની જાય છે.અને મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈપણ કાર્ય અસંભવ નથી. અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જે લોકો દિવ્યાંગ છે, અથવા અસામાન્ય છે,તેઓ પોતાના ઉપર વિશ્વાસ રાખે તો જીવનમાં ક્યારેય પણ હાર નહીં મળે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ રોજગાર મેળામાં પધારવા પાછળ મારો ઉદ્દેશ્ય એ છે કે, આ ભરતી મેળામાં પધારેલા મારા દિવ્યાંગ ભાઈ અને બહેનો જણાવવા માંગુ છું કે, મે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે, દિવ્યાંગ હોવાથી લઈને વ્યક્તિ નિરાશ બની જતો હોય છે. એવું મનમાં બંધાઈ જાય છે કે, જીવનમાં કશું નહિ કરી શકે તેવું વિચારી લે છે. પણ “ભગવાને કદ ભલે નાનું આપ્યું પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો છે કે તે આત્મનિર્ભર બની શકે” પોતાના પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. અને આ ભરતી મેળામાં ભાગ લીધેલ તમામ દિવ્યાંગ આત્મનિર્ભર બની ગર્વથી સમાજમાં જીવન જીવી શકે. દિવ્યાંગ ઉમેદવારોને પ્રોત્સાહન અને ખૂબજ ઉત્સાહ વધે તે માટે મેં આ ભરતી મેળામાં હાજરી આપી છે.”
[8/22, 4:18 PM] Neha Talaviya.Mahiti: મેજર ધ્યાનચંદ જન્મદિવસ ને નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ તા : ૨૯-૦૮-૨૦૨૫ થી ૩૧-૦૮-૨૦૨૫
રોજ ઉજવણી કરવામાં આવી રહી છે
********************************

“હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન
ખેલે ભી, ખીલે ભી ”

રાજ્ય સરકાર ધ્વારા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હમ ફિટ તો ઇન્ડિયા ફિટ મિશન અંતર્ગત તથા ગુજરાતના મૃદૃ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત ગુજરાત રાજ્યમાં રમત-ગમત માટે અનેકવિધ પ્રકલ્પો અમલમાં મુકેલા છે. રાષ્ટ્રીય રમત દિવસ દર વર્ષે ૨૯ ઓગસ્ટનાં રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ કે જેઓની જન્મ જયતિની ઉજવણી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના સમૃધ્ધ રમત વારસા અને વૈશ્વિક સ્તર દેશને ગૌરવ અપાવનારા આપણા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે જેનાથી સમગ્ર દેશમા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે એક જન ચળવળ શરુ થઈ હતી આ વર્ષ. રાષ્ટ્રીય રમત દિવસ એ ભારતનો ઓલિમ્પિક ભાવના અને શ્રેષ્ઠતા. મિત્રતા અને આદરના મુખ્ય મુલ્યો પ્રત્યેનો આદર રહેલો છે.

જે અન્વયે ફીટ ઇન્ડિયા મિશન. તા. ૨૯-૦૮-૨૦૨૫ થી ૩૧-૦૮-૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રવ્યાપી રમતગમત અને ફિટનેશ પ્રવૃતિઓની જીવત શ્રેણી સાથે નેશનલ સ્પોટ ડે ૨૦૨૫ ઉજવણી કરવાનો નક્કી કરવામાં આવેલ છે. તેમજ આ વર્ષની થીમ રમતગમતની શક્તિ ધ્વારા સ્વસ્થ, સમાવિષ્ટ અને સક્રિય ભારતનું નિર્માણ કરવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબીબીંત કરવા જણાવવામાં આવેલ છે જે અન્વયે નીચે મુજબના કાર્યક્રમાં તેમજ ખેલાડીઓની ખેલીદીલીની ભાવના, ઉત્કૃષ્ટતા, ભાઈચારો સમ્માન જળવાઈ રહે અને સુચારુ આયોજન જીલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર છે.
અશ્વિન ઘટાડ
[8/22, 6:21 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની સુવર્ણ તક*
……..
*ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં અદભુત આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ*
……‌.
*રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫નું આયોજન: યુનિક અને સામાજિક પ્રેરક સંદેશ આપતા શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને મળશે પુરસ્કાર*
……….
*પ્રથમ ક્રમના શ્રેષ્ઠ પંડાલ પૈકી પ્રથમ ક્રમને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમને રૂ.૩ લાખ અને તૃતીય ક્રમને રૂ.૧.૫૦ લાખ પુરસ્કાર અપાશે*
……..
*મ્યુ. કમિશનરશ્રી જે.એન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ તથા નિવાસી અધિક કલેકટરશ્રી (ઈ.ચા) અર્જુનસિંહ વણઝારાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*
……..
રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા-વારસો જન-જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રીગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫ નું આયોજન રાજ્યના ચાર મહાનગરો; સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ૨૯ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે.
પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.૧ લાખ આપવામાં આવશે.
આ પ્રતિયોગિતા સંદર્ભે મ્યુ. કમિશનરશ્રી જે.એન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ તથા નિવાસી અધિક કલેકટર શ્રી (ઈ.ચા)અર્જુનસિંહ વણઝારાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
મ્યુ. કમિશનરશ્રી જે.એન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવામાં આવશે. જેમાં મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ- ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી (વોકલ ફોર લોકલ), પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે.
ગણેશ મહોત્સવ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે પંડાલ તૈયાર કરનાર જૂથને મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. શહેર-જિલ્લામાં આ સ્પર્ધાના આયોજન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાએ તથા તમામ તાલુકાઓ માટે સ્થાનિક અમલીકરણ સમિતિ બનાવવામાં આવશે.
આ સ્પર્ધાનો હેતુ ગણેશોત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના, લોક કલાને પ્રોત્સાહિત કરવાનો છે. ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વર્ષોથી ગણેશોત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે, ત્યારે ગાંધીનગર શહેરના તમામ ગણેશ મંડળોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મ્યુ. કમિશનરશ્રીએ અનુરોધ કર્યો હતો.
જેમાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧,ગાંધીનગર ખાતેથી, ગણેશ પંડાલોના પ્રતિનિધિઓએ ફોર્મ મેળવી લઈ, તારીખ ૨૮ ઓગસ્ટ બપોરે ૧૨ કલાક સુધીમાં ભરેલા ફોર્મ જમા કરાવી દેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
……
*નેહા તલાવિયા*
[8/22, 6:30 PM] Neha Talaviya.Mahiti: *”હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન”*
…….
*તા.૨૯,૩૦ અને ૩૧મી ઓગસ્ટ-નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ઉજવણી*
…….
*સ્પોર્ટ ડે અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમના આયોજન માટે કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા બેઠક યોજાઈ; મ્યુ. કમિશનર શ્રી દ્વારા પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતે માહિતી આપવામાં આવી*
……..
*- તા.૨૯ના રોજ મેજર ધ્યાનચંદને જન્મ જયંતી નિમિત્તે રમત ઉત્સવનું વિશેષ આયોજન*

*- તા.૩૦ ના રોજ પોલીસ વિભાગ દ્વારા હોકી ,ફૂટબોલ, કબડ્ડી ,એથ્લેટિક્સ અને યોગનું આયોજન*
…….
*- તા.૩૧ના રોજ સન્ડે ટુ સાઇકલિંગ કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી નું આયોજન*
‌.‌…….

જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર ત્રિ દિવસીય રમતોત્સવ અંતર્ગત માહિતી આપતા
મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન વાઘેલાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે ‘હોકીના જાદુગર’ તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદભૂત યોગદાન બદલ તા.૨૯.ઓગષ્ટ- તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય રમત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને તા.૨૯ ઓગસ્ટે ગાંધીનગર જિલ્લાની શાળા-કોલેજોમાં વિવિધ સ્વદેશી તથા બાળરમતોની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૫૦ , લીંબુ ચમચી, થ્રી લેગ રેસ, મિની ફૂટબોલ, હોકી/અન્ય મેચ, ટગ ઓફ વોર, દોરડા કૂદ, સંગીત ખુરશી, ફન રેસ, ટેનિસ બોલ ક્રિકેટ અને લંગડી ,સાતોડીયુ સહિતની વિવિધ રમતોનું આયોજન કરાશે.
તથા નેશનલ સ્પોર્ટ્સ ડે-તા.૩૦ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ રમત સ્પર્ધાઓ યોજાશે. જેમાં હોકી, ફૂટબોલ, કબડ્ડી ,એથ્લેટિક્સ, યોગ નું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૩૧મીએ સેક્ટર -૧૧ ગ્રાઉન્ડ ખાતે ‘સન્ડે ઓન સાયકલ’ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે.
તો આ પ્રમાણે”હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન”અને “ખેલેભી ખીલે ભી..”ના સ્લોગન સાથે ગાંધીનગરમાં આ નેશનલ સ્પોસ્ટ ડે અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
…..
*નેહા તલાવિયા*
[8/22, 6:40 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને વૃતિકા આપવા બાબતે*
……………….

જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા એસ.જી.એફ.આઇ(SGFI) દ્વારા વિવિધ યોજાતી રમતો અને રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આપવા હેતુ રાજય સરકારનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા યોજના અમલમાં છે વધુ માહિતી માટે E:mail- dso-sycd-gngr@gujarat.gov.in પર સંપર્ક કરવો.
[8/23, 11:25 AM] Neha Talaviya.Mahiti: કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવેની સુચનાથી ગાંધીનગર ફાયર અને ઈમરજન્સી ટીમ દ્વારા સાબરમતી નદી કાંઠાના આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોને ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના પ્રવાહને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તથા જાનહાની ન થાય તે અનુસંધાને પીએ સિસ્ટમ દ્વારા નદીકાંઠાના ગ્રામજનોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.
[8/23, 11:31 AM] Neha Talaviya.Mahiti: *સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સથી આકસ્મિક તપાસ હાથ ધરાતા ભુસ્તર કચેરી દ્વારા ૬૦ લાખનો ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
…………..
*કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેની આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા*
…………..

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંત ની સુચના મેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુંની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વાન અને સંગ્રહ અન્વયેની સઘન કામગીરી અન્વયે સરકારશ્રીની ડ્રોન સર્વેલન્સ અભિયાન અંતર્ગત અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઝરશ્રી, રણછોડભાઈ આહીર દ્વારા તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ સાંજનાં ૦૪:૩૦ કલાકે મોજે.લાકરોડા તા.માણસા, જી.ગાંધીનગર ખાતે થી પસાર થતી સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન 01 હુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન નં.HYNDN635CE0006936 જેના માલિકશ્રી મકવાણા સુરેશજી બબાજી રો-લાકરોડા તા.માણસા જી.ગાંધીનગર દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા હોવાનું માલુમ પડતા. સદર એક્સેવેટર મશીનને જપ્ત કરવામાં આવેલ. સુંદર તાપસ અન્વયેની કામગીરી તા.૨૧/૦૮/૨૦૨૫ ના સવારે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થતાં સદર મશીન ને સાદીરેતી ખનીજનાં બિનઅધિકૃત ખોદકામ કરવા સબબ સીઝ કરી પીપળજ ચેકપોસ્ટ પીપળજ તા.જી.ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ.

આમ, સદર સીઝ કરેલ ૦૧- હુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીનની આશરે ૬૦ લાખ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિન-અધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી ધરવામાં આવશે. ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાઇનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી ધરવામાં આવશે.
*વંદન સોલંકી*
[8/23, 5:59 PM] Neha Talaviya.Mahiti: *સમગ્ર શિક્ષા પ્રેરિત અને ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 20/ 8/25 થી 22 /8 /25 દરમિયાન રાષ્ટ્રની પ્રસિદ્ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૪૧ વોકેશનલ કોર્ષ ચલાવતી માધ્યમિક શાળાના આશરે 3300 વિદ્યાર્થીઓ સાથે વોકેશનલ ટ્રેનર તેમજ શિક્ષકોને કારકિર્દી માર્ગદર્શન વિશે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન્શ યુનિવર્સિટી, સ્કીલ કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયા, અમદાવાદ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને યુનિસેફમાંથી નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યુ. જરૂરી સાહિત્ય આપી, યુનિવર્સિટીની વિઝિટ પણ કરાવવામાં આવી. આ રીતે ત્રણ દિવસના કાર્યક્રમમાં તમામ બાળકોને પોતાના કરિયરમાં આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 🙏🙏*
[8/23, 6:20 PM] Neha Talaviya.Mahiti: *ધોધમાર વરસતા વરસાદમાં પણ ગાંધીનગર ભૂસ્તર તંત્રની ટીમ સક્રિય : કલેકટરશ્રીના નેતૃત્વમાં રાત દિવસ કાર્યરત રહી નદીના પટમાં થતી ખનીજ ચોરી અટકાવવા સાથે જાનહાનિ ન થાય તેની પણ તકેદારી રાખતું ભૂસ્તરતંત્ર*
…..
*તા.૨૩ ઓગસ્ટ,૨૦૨૫ નાં રોજ વહેલી સવારે ૦૩:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી અલગ-અલગ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૪ વાહનો સહિત આશરે ૧.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત*
‌……
સામાન્ય દિવસોમાં પણ ભૂસ્તર તંત્ર ગાંધીનગર દ્વારા આકસ્મિક ચેકિંગો તથા બાતમીના આધારે ખનીજ માફીઆઓને પકડવાની કામગીરી સદંતર ચાલુ રહે છે, પરંતુ વર્તમાન સમયમાં પડી રહેલા ભારે વરસાદ અને વધી રહેલા નદીના જળસ્તર વચ્ચે પણ ભૂસ્તર તંત્ર દ્વારા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેના નેતૃત્વમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે‌, ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી તારીખ 23 ઓગસ્ટના રોજ વહેલી સવારે પણ ચાર વાહનો દ્વારા થતી ખનીજ ચોરી પકડવામાં ભૂસ્તર ટીમને સફળતા મળી છે.
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં તારીખ:૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ વહેલી સવારે ૦૩:૦૦ AM વાગ્યે થી ૦૭:૦૦ AM વાગ્યા સુધી અલગ-અલગ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી ખનિજના બિન-અધિકૃત વહન કરતાં કુલ- ૦૪ વાહનો જપ્ત કરવામાં આવેલ છે. જયાં (1) મોજે-હલીસા, દહેગામ ખાતેથી વાહન ડમ્પર નં.GJ-27-TF-4574 માં રોયલ્ટીપાસ/ડીલીવરી ચલણ વગર સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન અને (2) મોજે-ધડપ રોડ, ગાંધીનગર ખાતેથી વાહન ડમ્પર નં. GJ-02-ZZ-4987 માં રોયલ્ટીપાસ કરતા વધુ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન (3) મોજે-કલોક ખાતેથી વાહન ડમ્પર નં.GJ-24-X-6717 માં રોયલ્ટીપાસ કરતા વધુ સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન (4) મોજે-વડસડ થી ઓગણજ સર્કલ ખાતેથી વાહન ડમ્પર નં. GJ-02-AT-8850 માં રોયલ્ટી પાસ/ડીલીવરી ચલણ વગર વહન કરવા સબબ કુલ આશરે ૧.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ કુલ ૯.૭૯ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ છે.
….
*નેહા તલાવિયા*

***********************†*****

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા રબારી માધ્યમમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચારો,ફોટાઓ,વિડિઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી શ્રી નો સંપર્ક કરીને કરાઈ કરી શકે છે.તંત્રી: પ્રદીપ રાવલ(9824653073)